________________
માર્ગદર્શક મૌલિકતા બ્રાઝિલમાં ઝૂંપડપટ્ટીને “ફવેલાસ' કહે છે અને એનાં મહાનગરોમાં ગરીબી અને વસ્તી-વધારાને કારણે આ ફવેલાસ સતત વધતા રહેતા હતા. બ્રાઝિલની પાંચ લાખની વસ્તી ધરાવતા કુરિટિબા શહેરના મેયર તરીકે આર્કિટેક્ટ જેમ લર્નરની નિમણૂક થઈ. કુરિટિબા શહેરમાં સતત ગામડાંમાંથી વસ્તી ઠલવાતી જતી હતી. એનો સૌથી મોટો સવાલ ધૈલાસ એટલે કે ઝૂંપડપટ્ટીનો હતો. ગંદી, ગીચ એવી ઝૂંપડપટ્ટીઓમાં જવાના રસ્તા સાવ સાંકડા હતા. કઈ રીતે એની નાની નાની સાંકડી ગલીમાંથી કચરો બહાર લાવી શકાય ? જેમ લર્નર મૌલિક વિચારથી માર્ગ કાઢવામાં માનતો હતો. એણે જોયું કે ઝૂંપડપટ્ટીમાં ખડકાતા કચરાને કારણે ગંદકીના ઢગ પર ઢગ જામી ગયા હતા. રોગચાળો રોજની હકીકત બની ગયો હતો. બીમારીઓ પોતાનું થાણું નાખીને બેઠી હતી.
મેયર જેમ લર્નરે ઝૂંપડપટ્ટીની બહાર ડબ્બાઓ મૂક્યા. આ ડબ્બામાં જે કચરો નાખે એને થોડી રકમ આપવા માંડી. આ ડબ્બાઓમાંથી કેટલાક ડબ્બાઓમાં રિસાયક્લિંગ થાય એવો કચરો નાખવામાં આવતો અને કેટલાકમાં એ સિવાયનો નકામો કચરો ઠાલવવામાં આવતો. કચરાને આ રીતે જુદો તારવીને આપે એને શહેરની બસમાં મુસાફરી કરવા માટે ટોકન આપવામાં આવતાં. રિસાયક્લિગ થાય એવો કચરો કારખાનાંઓમાં મોકલવામાં આવતો અને બાકીનો કચરો ખેડૂતો લઈ જતા, જેમાંથી ખાતર બનાવવામાં આવતું.
ધીરે ધીરે એવું બન્યું કે આ ઝૂંપડપટ્ટીનાં છોકરાંઓ કચરાને જુદો તારવવા લાગ્યાં એટલું જ નહીં, પણ આ ગરીબ છોકરાંઓ પોલિથિન, ટેરેનલ-લેટ અને વધુ ઘનતાવાળું પોલિથિન ધરાવતી શીશીઓની બનાવટને ઓળખવા લાગ્યાં. છોકરાંઓને રકમ મળી. મોટાઓને બસમાં મુસાફરી કરવાનું ટોકન મળ્યું. પરિણામે આ ઝૂંપડપટ્ટીમાં રહેનારા કિશોરો નોકરીની શોધમાં ઝૂંપડપટ્ટીની બહાર નીકળવા લાગ્યા. ઝૂંપડપટ્ટીઓ અત્યંત હિ સ્વચ્છ થઈ ગઈ અને એના કચરામાંથી રિસાયક્લિંગ શરૂ થયું. આર્કિટેક્ટ જેમ લર્નરના ૭૭=
મંત્ર માનવતાનો એક મૌલિક વિચારે મહાનગરની મહાકાય મૂંઝવણ દૂર કરી.
99