________________
એક ઉપાય અમેરિકાના પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેન(૧૮૩૫-૧૯૧૦)ની ‘ધ ઇનોસન્ટ્સ અબ્રાંડ' અને અન્ય કૃતિઓમાં માર્મિક હાસ્ય મળે છે. માર્ક ટ્વેને એક સમયે ચાંદીની ખાણો શોધવામાં કેટલોક સમય ગાળ્યો હતો અને એ પછી એ ખબરપત્રી બન્યા હતા. ૧૮૬૭માં ફ્રાંસ, ઇટાલી અને પેલેસ્ટાઇનનો પ્રવાસ ખેડી એકત્રિત કરેલી સામગ્રીને આધારે “ધ ઇનોસન્ટ્સ અબ્રાંડ' પુસ્તક પ્રગટ કર્યું અને એ પુસ્તકે એમને એટલી બધી ખ્યાતિ અપાવી કે તેઓ સફળ હાસ્યલેખક તરીકે નામના પામ્યા અને ત્યાર બાદ સફળ વક્તા પણ બન્યા.
માર્ક ટ્વેન એક સામયિકમાં કાર્ય કરતા હતા, ત્યારે સરતચૂકથી એક ગૃહસ્થ જીવતા હતા, એમના અવસાનના સમાચાર પ્રગટ થયા ! એ વાંચીને એ વ્યક્તિ ધૂંઆપૂંઆ થતી અખબારની કચેરીમાં ધસી આવી અને બરાડો પાડીને બોલી, ‘તમે કેવી રીતે સામયિક ચલાવો છો ? હું જીવતો છું અને તમારા સામયિકે મારા મૃત્યુના સમાચાર પ્રગટ કર્યા.'
માર્ક ટ્રેન શાંતિથી આ સઘળું સાંભળતા હતા. એ વ્યક્તિએ વરાળ ઠાલવી લીધી પછી કહ્યું, “હવે આમાં શું થઈ શકે ? સામયિકમાં જે પ્રસિદ્ધ થયું તે થઈ ગયું.”
પેલી વ્યક્તિએ કહ્યું, ‘ન ચાલે, તમારી આવી ગંભીર ભૂલ તમારે સુધારવી જ જોઈએ. સમજ્યા ?”
માર્ક ટ્વેને કહ્યું, ‘જો તમારો આગ્રહ જ હોય તો મારી પાસે એનો એક ઉપાય છે. તમે કહો તો સૂચવું ?”
“કયો ઉપાય છે તમારી પાસે ?” પેલી વ્યક્તિએ આતુરતાથી માર્ક ટ્રેનને પૂછવું.
માર્ક ટ્વેને કહ્યું, “સાહેબ જુઓ, અમારા છાપામાં જેમ “અવસાનનોંધની કૉલમ આવે છે, એ રીતે “જન્મનોંધની કૉલમ પણ આવે છે. એમાં આપનું નામ મૂકી જીરું દઈએ, જેથી આપને આપનું નવું જીવન શરૂ કરવાની ઉત્તમ તક મળી રહેશે.'
મંત્ર માનવતાનો
73