________________
બીજો સમય ક્યાંથી મળે ? કવિતા, નિબંધ, વિવેચન અને વિરાટ શબ્દકોશનું સર્જન કરનારા અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના પ્રખર વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર ડૉ. સેમ્યુઅલ જોનસન સમક્ષ પોતાની પારાવાર મુશ્કેલીઓનું વર્ણન કરતાં એમના મિત્રએ કહ્યું, જુઓ, દિવસ-રાત મળીને કુલ ચોવીસ કલાક થાય. એમાં આઠ કલાક નિદ્રામાં જાય, તો ઑફિસમાં આઠ કલાક કામ કરવું પડે અને એ પછી બાકીના આઠ કલાકમાં કેટકેટલાં કામ પૂરાં કરવાં પડે. ભોજન કરવું, શેવિંગ કરવું, શૌચ જવું, મુલાકાત લેવી કે આપવી, પત્રો વાંચવા અને તેના ઉત્તરો આપવા. હવે વિચાર કરો કે બીજો સમય ક્યાંથી મળે? તીવ્ર ઇચ્છા હોવા છતાં ગ્રંથવાચન માટે પળવારની નવરાશ મળતી નથી, ત્યારે વળી સાહિત્ય-સભાઓમાં કે વિદ્વાનોની ગોષ્ઠિમાં જવાનો વિચાર જ કઈ રીતે થઈ શકે, સમજ્યા ?”
ડૉ. સેમ્યુઅલ જોનસન હસ્યા અને પ્રત્યુત્તર આપ્યો, ‘તમારી વાતનો સ્વીકાર કરું તો તો મારે ભૂખે મરવું પડે. તમે જાણો છો કે હું સારું એવું ભોજન કરનારો માનવી છું. મારે ઘણું ખાવા જોઈએ. પરંતુ પૃથ્વી પર અન ઉગાડવા માટે માત્ર ચોથા ભાગની જમીન છે. એ જમીન પર પણ કેટલાંય પર્વત, નદી, ઝરણાં અને રણ આવેલાં છે અને વળી દુનિયામાં મારા જેવા ભોજનથી પેટ ભરનારા કરોડો માનવી છે, તો મને ચિંતા થાય છે કે મને ભવિષ્યમાં ભોજન મળશે કે પછી ભૂખે મરવાનું આવશે ?”
મિત્રએ કહ્યું, ‘તમે નકામા પરેશાન થાઓ છો. આ પૃથ્વી પર તો કરોડો લોકો જીવે છે અને એ સહુને ભોજન મળી રહે છે, તો પછી તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો ?” મિત્રનો ઉત્તર સાંભળીને ડૉ. સેમ્યુઅલ જોનસને કહ્યું, ‘તમે સાચું કહો છો. જો મારા જીવન માટે ભોજનનો પ્રબંધ થઈ શકે છે, તો એવું કોઈ કારણ નથી કે તમે વાચન માટે કે સભામાં ભાગ લેવાનો સમય ન ફાળવી શકો.” ડૉ. GET SMSછ સેમ્યુઅલ જાંનસનનો ઉત્તર સાંભળીને એમનો મિત્ર નિરુત્તર થઈ ગયો.
મંત્ર માનવતાનો
79