________________
મંત્ર માનવતાનો
78
વિશિષ્ટ માગણી
વહેલી સવારે મૉર્નિંગ વૉક માટે નીકળેલા બૉબ વેસ્ટર્નબર્ગને કચરાગાડીના ાઇવરે એકાએક અટકાવીને ઊભા રાખ્યા. બૉબને થયું કે આ ગાડીનો ડ્રાઇવર કોઈ સરનામું પુછવા માગતો હશે. એને ગંતવ્યસ્થાનનો માર્ગ બરાબર જાણવો હશે. આથી બાંબ ઊભા
રહ્યા.
પેલા ડ્રાઇવરે ખિસ્સામાંથી પાંચ વર્ષના રૂપકડા બાળકની તસવીર કાઢી, તે બતાવતાં
કહ્યું,
“આ મારા પૌત્ર જેમીની તસવીર છે. અત્યારે એ ફિનિક્સ હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર વી રહ્યો છે. એની હાલત ઘણી ગંભીર છે."
ડ્રાઇવરની વાત સાંભળીને બૉબને લાગ્યું કે હવે આ ડ્રાઇવર એના પૌત્રના હૉસ્પિટલમાં થનારા ખર્ચ અંગે આર્થિક સહાયની માગણી કરશે. બૉબનો હાથ પોતાના પાકીટ સુધી ગયો. પાકીટ ખોલીને પચાસ ડૉલરની નોટ કાઢવા માંડી. કચરાગાીના ડ્રાઇવરે બૉબને અટકાવ્યા અને કહ્યું,
“માફ કરજો ! મારે ધનની સહાયની જરૂર નથી. એ તો મળી રહેશે. હું તો એનાથી કશુંક વિશેષ સહુની પાસે માગું છું.”
બૉબને આશ્ચર્ય થયું. પૈસાથી તે વધુ શું હોય ? એણે કહ્યું, “તમારે ખર્ચની જોગવાઈ માટે ધનની જરૂર હોય, તે સ્વાભાવિક છે, પણ તમે એથી વિશેષ માગો છો, તેનો અર્થ શો *
કચરાગાડીના ડ્રાઇવરે કહ્યું, “સાહેબ, મારે પૈસાની જરૂર નથી. પણ હું સૌની પાસે માગણી કરું છું કે તેઓ મારા આ પૌત્ર માટે એક પ્રાર્થના કરે. શું આપ એને માટે પ્રાર્થના કરીને મને ઉપકૃત કરશો ?”
બૉબે એની વાતનો સ્વીકાર કર્યો અને એના પૌત્ર માટે ઘેર જઈને પ્રાર્થના કરી.