________________
ઈશ્વર છે ખરો ? પ્રસિદ્ધ સંત અને વિચારક ઝેવિયર વાળંદ પાસે પોતાના વાળ કપાવતા હતા, ત્યારે એક ચર્ચા જામી ગઈ. બંને વચ્ચે એ મુદ્દા ઉપર વિવાદ જાગ્યો કે ઈશ્વર છે કે નહીં? વાળંદે તો આ સંતને સ્પષ્ટ રૂપે કહી દીધું કે “જો ઈશ્વર હોય, તો આ જગતમાં સર્વત્ર શાંતિ અને ખુશાલી પ્રવર્તવી જોઈએ, એને બદલે ચોતરફ હિંસા અને બીમારીઓ જોવા મળે છે. વળી તમે કહો છો કે ઈશ્વર છે, તો એ શા માટે આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતો નથી?”
ઉત્તરમાં સંતે કહ્યું, “ઈશ્વર તો કણકણમાં વ્યાપેલો છે. એને શોધનારી નજર અને સાચા દિલની ઈમાનદારી જોઈએ.”
ચર્ચા ચાલતી રહી. દલીલો થતી રહી. વાળંદ ઝેવિયરની વાત સાથે સંમત ન થયો. વાળ કપાવીને ઝેવિયર દુકાનની બહાર આવ્યા અને સડક પર જોયું કે એક માણસનો ચહેરો વિખરાયેલા, ગૂંચળાવાળા વાળથી ઢંકાઈ ગયો હતો. એની દાઢી મેલી અને અસ્તવ્યસ્ત હતી. સંત ઝેવિયર એ યુવકને લઈને પેલા વાળંદની દુકાનમાં આવ્યા અને વાળંદને કહ્યું, “મને લાગે છે કે આ શહેરમાં હવે કોઈ સારો વાળંદ રહ્યો નથી.’
આ સાંભળીને વાળંદે કહ્યું, “તમે શી વાત કરો છો, શહેરના તમામ વાળંદમાં હું શ્રેષ્ઠ છું. દૂર દૂરથી ગ્રાહકો મારી પાસે આવે છે.”
આ સાંભળી ઝેવિયરે કહ્યું, “જો એમ જ હોય તો આ યુવકના વાળ આવા અસ્તવ્યસ્ત કેમ ? એના વાળ વધી ગયા છે અને દાઢી ગમે તેમ ઊગેલી છે.”
આ સાંભળી વળંદે તત્કાળ કહ્યું, “એ મારી પાસે આવે તો હું એના વાળ કાપું ને !
મને કઈ રીતે ખબર પડે કે કોના વાળ વધ્યા છે ને કોની દાઢી કરવાની જરૂર છે ?” 4 ) આ સાંભળીને સંત ઝેવિયર બોલ્યા, “તું સાચું જ કહે છે. જે કોઈ ઈશ્વરની શોધ કરે, GUર ) છે એનું સ્મરણ કરે, તેને ઈશ્વર મળે છે. કોઈ કર્મ કર્યા વિના ઈશ્વર મળતો નથી, સમજયો! મંત્ર માનવતાનો.
અને વાળંદ સંતની વાત સાથે સંમત થયો. 80