________________
પિતાની નિશ્ચયશક્તિ બાળક કાર્ડિનલ વોનને મીઠાઈ એટલી બધી ભાવે કે મીઠાઈ જોતાં જ એના પર અકરાંતિયાની જેમ તૂટી પડે. મીઠાઈ મળે એટલે બીજું બધું ભોજન બાજુએ રહી જાય અને માત્ર મીઠાઈથી જ પેટ ભરી લે. પેટ ભરાય તોય અટકે નહીં. ખવાય એટલી ઠાંસી ઠાંસીને ખાય.
એક દિવસ ભોજનના ટેબલ પર વોનના પિતા ગુસ્સે થયા અને એમણે કહ્યું, આટલી બધી મીઠાઈ ખાવી હાનિકારક છે. તારું શરીર વળશે નહીં અને સમય જતાં એ તને ભારે નુકસાન પહોંચાડશે.”
બાળક વોને કહ્યું, “પિતાજી, મને મીઠાઈ ખૂબ ભાવે છે એટલે હું ખૂબ ખાઉં છું.”
પિતાએ કહ્યું, “જો, તું આદતનો ગુલામ બની ગયો છે. તારા સ્વાદ પર અંકુશ રાખી શકતો નથી, પરિણામે ભવિષ્યમાં તું આરોગ્ય ગુમાવીશ અને જીવન આખું બરબાદ કરી નાખીશ.”
વોને કહ્યું. “પિતાજી, વ્યસનથી જીવન બરબાદ થાય તે સાચું, પરંતુ તમે પણ ભોજન બાદ હંમેશાં છીંકણી સુંઘો છો એનું શું ? એના વિના તમને સહેજે ચાલતું નથી. આ વ્યસન ન કહેવાય ?”
વોનના પિતા ચમકી ગયા. ખિસ્સામાંથી છીંકણીની ડબ્બી કાઢી અને બહાર ફેંકી દીધી અને કહ્યું, “બેટા, તારી વાત સાચી છે. હું આ વ્યસનનો ગુલામ બની ગયો છું. આજથી પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારેય છીંકણી સુંઘીશ નહીં, કદી એને સ્પર્શ પણ નહીં કરું.’
પિતાની આવી પ્રતિજ્ઞાએ વોન પર અસર કરી અને એણે અકરાંતિયા બનીને મીઠાઈ ખાવાનું છોડી દીધું. સમય જતાં વોન ખ્રિસ્તી ધર્મના મહાન ધર્મગુરુ બન્યા. પણ તેઓ
કહેતા કે એમના જીવનવિકાસમાં પિતાની દૃઢ પ્રતિજ્ઞાનો ઘણો મોટો ફાળો છે. પિતાની દૃઢ ] નિશ્ચયશક્તિએ એમને જીવનવિકાસનાં કપરાં સોપાનો ચઢવાની શક્તિ આપી છે અને એક
પ્રકારનો આત્મવિશ્વાસ જગાડ્યો. 96
હ
G/