________________
ભવિષ્યની ચિંતા શાને ? ઉદ્યોગપતિ કે. ટી. કેલરે વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનું સર્જન કર્યું. ક્રિસલર કોર્પોરેશનના પ્રમુખ તરીકે એમણે ઘણી મોટી નામના હાંસલ કરી. પોતાના ઉદ્યોગોમાં અનેક ઉતાર-ચડાવ આવતા, પરંતુ કેલરની સ્વસ્થતા જોઈને સહુ કોઈ આશ્ચર્ય પામતા. આટલું વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્ય ચલાવનારને સહુ કોઈએ સદાય હસતા અને ચિંતામુક્ત જોયા હતા.
એક વાર કેલરને એમના એક પરિચિતે પૂછ્યું, “કંપનીની આટલી મોટી આર્થિક જવાબદારીનું વહન કરો છો, તેમ છતાં આટલા બધા હળવાફૂલ કેમ રહો છો?”
કેલરે જવાબ આપ્યો, “ઘણી વાર કપરી પરિસ્થિતિ ઊભી થતી હોય છે, ક્યારેક નિર્ણય લેવાની દ્વિધા પણ જાગતી હોય છે. આવે સમયે હું મારી તમામ શક્તિ સાથે એ પ્રશ્નના ઉકેલ માટે પુરુષાર્થ કરું છું અને મનમાં એમ પણ વિચારું છું કે આ કાર્ય કરતી વખતે આટલું કર્યું હોત તો વધુ સારું થાત એવો વસવસો ક્યારેય કરવાનો ન રહે તે રીતે મહેનત કર્યું જાઉં છું.”
પરિચિતે પૂછ્યું, “ધારો કે તમે કોઈ બાબતમાં તદ્દન નિઃસહાય હો, તો તમે શું કરો? જેમાં કશું થઈ શકે તેમ ન હોય ત્યારે કેવો વિચાર કરો ?”
જે. ટી. કેલરે કહ્યું, “ત્યારે એને હું ભૂલી જાઉં છું.” પરિચિતે વળી પ્રશ્ન કર્યો, “તમને ભવિષ્યની કોઈ બીક લાગે છે ખરી?”
કેલરે કહ્યું, “આ દુનિયાનો કોઈ પણ માનવી સાચું ભવિષ્ય ભાખી શકતો નથી. ભવિષ્યમાં બનનારી ઘટનાઓ માટે અનેક પરિબળો કાર્ય કરતાં હોય છે. એને વિશે ખુદ ! માણસને જ પૂરી ખબર નથી, તો પછી ભવિષ્યમાં આવું પરિણામ આવશે એમ ધારીને- ૭ છે માનીને ખોટી ચિંતા કરવાનો અર્થ શો ?”
મંત્ર માનવતાનો
95