________________
Iનો સ્વભાવ ગ્રીસના પ્રસિદ્ધ તત્વચિંતક અને વિચારક સૉક્રેટિસ પાસે એક યુવાને આવીને પોતાની પરેશાની વર્ણવતાં કહ્યું, ‘એક પ્રશ્નનો જવાબ શોધવા માટે ઠેર ઠેર ફરી ચૂક્યો છું, પરંતુ કોઈ એનો ઉત્તર આપી શક્યા નથી. મારા મનમાં ઠસી જાય એવો કોઈ ઉકેલ ક્યાંયથી મળ્યો નથી.'
સૉક્રેટિસે કહ્યું, “એવી તો કઈ સમસ્યા તમારા મનમાં ઉદ્દભવી છે કે જેનાથી તમે આટલા બધા હેરાન-પરેશાન છો ?”
યુવકે પોતાના પ્રશ્નનું વર્ણન કરતાં કહ્યું, ‘હું રોજ રાત્રે આકાશમાંથી વરસતી મધુર ચાંદની જોવા માટે ચંદ્રને ધારી ધારીને નિહાળું છું, ત્યારે મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ ચંદ્રનું આવું માદક સૌંદર્ય છે, અંતરને ઠારે એવી શીતળતા એ આપે છે. તો પછી તેમાં ડાઘ અને ધબ્બા કેમ ? એ જ રીતે રાત્રે હું જ્યારે દીવો પકડું છું, ત્યારે મનમાં સવાલ જાગે છે કે આ તેજ વેરતા દીવા નીચે અંધારું કેમ?'
સૉક્રેટિસે હસતાં હસતાં કહ્યું, ‘મિત્ર, ઈશ્વરે માણસને સર્યો છે, તો એમાં ખામી હોતી નથી ? અને તું છેક ચંદ્ર અને દીપકની ખામી જોવા નીકળ્યો છે ? એમની ખામીની વાત કરે છે, તો તેં આમ ઠેરઠેર ફરીને તારી પોતાની ખામીની વાત કરી છે ખરી?” સૉક્રેટિસના શબ્દો સાંભળીને યુવાન વિચારમાં પડી ગયો. સૉક્રેટિસે કહ્યું, “જેવી દષ્ટિ, એવી સૃષ્ટિ, જો તમે સારું જોવાનો સ્વભાવ કેળવશો તો તમને ક્યાંય ખામી કે બૂરાઈ દેખાશે નહીં. ચંદ્ર અને દીપકની ખામી જુઓ છો પણ તે સાથે એમના ગુણો વિશે તમારે વિચારવું જોઈએ. એમના ગુણો એ કે એમનામાં ડાઘ અને ધબ્બા હોવા છતાં એ સહુને પ્રકાશ અને શીતળતા પ્રદાન કરે છે અને એ જ રીતે ભલે દીપકની નીચે અંધારું હોય, પરંતુ દીપકનો પ્રકાશ તો બધાને અજવાળે છે.'
આ સાંભળીને પેલા યુવાનનું માથું નમી ગયું અને એણે કહ્યું, “સાચે જ, આજ સુધી મંત્ર માનવતાનો હું અહર્નિશ અન્યની ખામી જ શોધતો રહ્યો. હવે હું બીજાની સારી બાબત જોઈશ.” 133