________________
મંત્ર માનવતાનો
66
કાર્ય એ જ ઓળખ
પ્રસિદ્ધ વિજ્ઞાની મૅડમ ક્યુરીને એમનાં સંશોધનોને માટે સંયુક્ત રૂપે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું અને વિશ્વભરમાં એમની ખ્યાતિ ફેલાઈ ગઈ. અખબારો અને સામયિકોના પ્રતિનિધિઓ એમને મળવા માટે ઉત્સુક રહેતા, પરંતુ મૅડમ ક્યૂરીને તો પોતાના સંશોધનકાર્યમાં જ રસ હતો, તેથી આવી પ્રસિદ્ધિ એમને બોજરૂપ લાગવા માંડી.
આ સમયે એક પ્રસિદ્ધ અખબારનો પત્રકાર મૅડમ ક્યુરીની મુલાકાત લેવા માટે એમના ઘેર પહોંચ્યો. બહાર બેઠેલાં મૅડમ ક્યુરીને એમના સીધા-સાદા પોશાકને જોઈને પત્રકારે માન્યું કે આ નક્કી એમના ઘરની કામવાળી બાઈ હોવી જોઈએ, એથી એણે જરા તોછડાઈથી કહ્યું, 'તમે મૅડમનાં નોકર લાગો છો. મારે વિજ્ઞાની મૅડમ ક્યૂરીને મળવું છે.’
મંડમ ક્યુરીએ કહ્યું, 'શી વાત છે એ તો કર્યો ક
પત્રકારે એમના પ્રત્યે ઉપેક્ષાભાવ દાખવતાં કહ્યું, ‘બીજી બધી વાત મૂકો. મને એ કહો કે નોબેલ પારિતોષિક વિજેતા મૅડમ ક્યુરી ક્યારે આવશે ? મારે એમને મળવું છે. હું એક પ્રસિદ્ધ અખબારનો નામાંકિત પત્રકાર છું.’
મૅડમ ક્યુરીએ હસીને કહ્યું, ‘એ થોડા સમયમાં પાછાં આવે એમ લાગતું નથી, મારે તમને એક વાત કહેવી છે.' પત્રકારને પારાવાર આશ્ચર્ય થયું. એને માટે રાહ જોવાનું મુશ્કેલ હોવાથી એ પાછો ફરવા લાગ્યો, ત્યારે એકાએક ખ્યાલ આવ્યો એટલે એણે ઊભા હીને પૂછ્યું, ‘અરે, તમે મને કંઈ કહેવા માગતાં હતાં ?'
મૅડમ ક્યુરીએ કહ્યું, ‘એટલું જ કહેવા માગું છું કે લોકોને એમના પહેરવેશ કે વેશભૂષાથી નહીં, પણ એમના વિચારો અને કામથી ઓળખવા જોઈએ. હું જ છું મૅડમ ક્યુરી.’
પત્રકારને પોતાની ભૂલ સમજાઈ અને એણે પોતાની આવી ભૂલ માટે મૅડમ ક્યૂરીની
ક્ષમા માગી.