________________
ફાંસીને બદલે શાબાશી
ઇંગ્લૅન્ડના રાજસિંહાસન પર વિલિયમ ત્રીજો પદારૂઢ થયો. આ સમયે ઇંગ્લૅન્ડના રાજકીય વાતાવરણમાં ઘણો ખળભળાટ મચ્યો હતો. સ્ટુઅર્ટ વંશના રાજા જેમ્સ પણ ગાદી મેળવવા માટે આતુર હતા અને તેથી ઇંગ્લૅન્ડમાં કેટલાક વિલિયમ ત્રીજાની તરદારી કરતા હતા, તો કેટલાક રાજા જેમ્સને સમર્થન આપતા હતા.
આ સમયે વિલિયમ ત્રીજાના સૈનિકોના હાથમાં વિરોધીઓના ષડયંત્રના કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા. આ દસ્તાવેજોનો રાજા વિલિયમ ત્રીજાએ અભ્યાસ કર્યો, તો જાણવા મળ્યું કે રાજા જેમ્સના ટેકેદારોમાં એક સજ્જન પ્રકૃતિ ધરાવતો અમીર પા સામેલ હતો. રાજ્ય સામે પર્યંત્ર કરવાના આરોપસર સૈનિકોએ એની ધરપકડ કરી. હવે એ અમીરની સામે કાં તો ફાંસીનો દો હતો કે હતી ઓછામાં ઓછી આવન દની સજા.
સહુ કોઈ માનતા હતા કે રાજા વિલિયમ આ પર્યંત્રકારી ધનવાનને ફાંસી આપશે. રાજા એની સજ્જનતાને જાણતા હતા, તેથી એમણે કહ્યું,
જે વ્યક્તિ પોતાના અગાઉના માલિક તરફ નિઃસ્વાર્થ વફાદારી દાખવે અને જાનનું જોખમ હોવા છતાં એમાં નિશ્ચળ રહે, તેને હું સજ્જન માનવી માનું છું. પોતાના માલિક પ્રત્યેની આવી વફાદારીની હું કદર કરું છું. આવા કર્તવ્યનિષ્ઠ સ્વામીભક્તનું સન્માન થવું જોઈએ. એને ફાંસી કે આજીવન કેદ હોય નહીં. આથી હું હાથ લંબાવીને મૈત્રી બાંધવા એમને કોલ આપું છું.’
ઉદારદિલ રાજાનો આ આદેશ સાંભળીને દરબારીઓને પારાવાર આશ્ચર્ય થયું અને સવિશેષ આશ્ચર્ય તો ત્યારે થયું કે એ અમીરને મુક્ત કરતાંની સાથે જ એના સઘળા દસ્તાવેજોને દીવાસળી ચાંપીને બાળી નાખવામાં આવ્યા ! રાજા વિલિયમ ત્રીજાએ વિરોધીની વફાદારીને સન્માન આપ્યું, એટલું જ નહીં પણ એની વિરુદ્ધના પુરાવાઓનો જાતે જ નાશ કર્યો, જેથી ભવિષ્યમાં કોઈ એનો ઉપયોગ કરીને આ અમીરને ફસાવે કે દબાવે નહી !
મંત્ર માનવતાનો 103