________________
હવે એને કોણ રાખશે ? જાપાનની આગવી ધ્યાનપદ્ધતિ શીખવતા પ્રસિદ્ધ ફિલસૂફ બાન્ટેઈની ધ્યાનશિબિરમાં સહુ કોઈ બેધ્યાન બની જાય એવી ઘટના બની. ધ્યાનનું શિક્ષણ મેળવવા આવેલા એક શિબિરાર્થીએ ચોરી કરી અને એના સાથીઓએ એને ચોરી કરતાં ઝડપી લીધો. એને પકડીને બાન્કંઈ પાસે લાવ્યા અને કહ્યું,
આ તે કેવું કહેવાય ? ધ્યાનના વર્ગમાં સાધના કરીને ચિત્તશાંતિ માટે આવેલો આ છોકરો ચોરીછૂપીથી ચીજ-વસ્તુઓ ચોરી જાય છે. એને અત્યારે જ હાંકી કાઢો. આવા ચોરની હાજરીથી આપણું ધ્યાનમય શાંત વાતાવરણ પણ દૂષિત બની જશે.'
બાસ્કેઈએ શિબિરાર્થીઓની વાત સાંભળી અને કહ્યું, ‘એણે ચોરી કરી છે એ સાચું. શિબિરમાં આવું કરાય નહીં તે પણ સાચું, પણ એ સુધરી જશે એવી આશાએ આપણે એને તક આપવી જોઈએ, આથી એને હું માફી આપું છું.'
શિબિરાર્થીઓને ગુરુની વાત પસંદ પડી નહીં, પરંતુ મને-કમને સ્વીકારી લીધી, પણ ફરી પેલા વિદ્યાર્થીએ ચોરી કરી, એટલે વળી ધ્યાનની શિબિરમાં ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થીઓએ ચોરી કરનારને પકડીને હાજર કરીને બાન્ટેઈને કહ્યું, “આને તો ચોરીની આદત પડી ગઈ છે. તમે માફી આપશો તોપણ એ ચોરી કરશે, એટલે હવે એને સજા કરો. શિબિરમાંથી તત્કાળ હાંકી કાઢો.”
બાન્કંઈએ કહ્યું, ‘હવે તો મારે માટે એની હકાલપટ્ટી કરવી અતિ મુશ્કેલ બની ગઈ. જો હું એને કાઢી મૂકું, તો એને કોણ શીખવશે ? તમે જો અહીંથી બીજે જાવ તો તમને બીજા ધ્યાનગુરુ પોતાની શિબિરમાં પ્રવેશ આપશે, પણ આને નહીં આપે. આથી હું એને ક્ષમા આપું છું અને તમે બધા અહીંથી ચાલ્યા જાવ તોપણ આને તો હું રાખવાનો જ.'
આ સાંભળીને ચોરી કરનાર વિદ્યાર્થીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એણે ચોરી નહીં કરવાની બાન્કંઈ સમક્ષ પ્રતિજ્ઞા લીધી.
મંત્ર માનવતાનો
125