________________
કુટુંબપ્રેમનો મહામંત્ર જાપાનના સમ્રાટ યામાતોએ જ્યારે એમ સાંભળ્યું કે એના એક મંત્રી ઓ-ચોસાનના પરિવારમાં એકસો વ્યક્તિઓ એક સાથે વસે છે અને એ બધી વ્યક્તિઓ પરસ્પર સાથે અગાધ સ્નેહ અને પ્રેમાદરથી રહે છે, ત્યારે એને અપાર આશ્ચર્ય થયું ! વળી સાંભળ્યું કે એ બધાં સાથે મળીને ભોજન પણ લે છે અને એકઠાં થઈને આનંદપ્રમોદ કરે છે.
સમ્રાટ યામાતોને આ વાત પર સહેજે વિશ્વાસ બેઠો નહીં એટલે એની જાતતપાસ કરવા માટે તેઓ સ્વયં વૃદ્ધ મંત્રી ઓ-ચો-સાનને ઘેર પહોંચ્યા.
મંત્રી અને એના પરિવારે સમ્રાટનું વિધિવત્ સ્વાગત કર્યું. પરંપરાગત શિષ્ટાચાર પૂરો થયા પછી સમ્રાટે પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતાં પૂછ્યું,
‘તમારા પરિવારની એકતા અને સૌહાર્દના ઘણા પ્રસંગો મેં સાંભળ્યા છે. મને કહેશો કે એકસોથી વધુ વ્યક્તિઓ ધરાવતો આ વિશાળ પરિવાર કઈ રીતે સ્નેહબંધનથી બંધાયેલો રહે છે ?”
મંત્રી ઓ-ચો-સાન અતિ વૃદ્ધ હતો. એ લાંબી વાત કરી શકે તેમ નહોતો, તેથી એણે કલમ અને કાગળ લાવવાનો સંકેત કર્યો. એના ધ્રુજતા હાથે એણે એ કાગળમાં થોડુંક લખ્યું અને ત્યાર બાદ એ કાગળ સમ્રાટને આપ્યો.
સમ્રાટે કાગળ વાંચ્યો, તો આશ્ચર્ય થયું. એમાં એક જ શબ્દ એકસો વખત લખ્યો હતો અને એ શબ્દ હતો, ‘સહનશીલતા, સહનશીલતા, અને સહનશીલતા.”
વૃદ્ધ મંત્રી ઓ-ચો-સાને કાંપતા અવાજે કહ્યું, “સમ્રાટ, મારા વિશાળ પરિવારની દઢ એકતાનું રહસ્ય આ એક જ શબ્દમાં રહેલું છે. આ સહનશીલતાના મહામંત્રે અમને સહુને એકતાના સૂત્રથી સાથે રાખ્યા છે. અમે આ મહામંત્રનું વારંવાર ઉચ્ચારણ કરતા રહીએ છીએ. આને પરિણામે અમારો સંપ જળવાઈ રહે છે અને પરસ્પર પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થઈ
મંત્ર માનવતાનો થાય છે. આ રીતે આખુંય કુટુંબ એક તાંતણે બંધાઈ રહે છે.'
143