________________
વાત સાવ સાચી વિખ્યાત વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન પાસે આવીને એની પત્નીએ બળાપો કાઢતાં કહ્યું, “આખી દુનિયા તમને મહાન વિજ્ઞાની કહે છે, તમારી શોધો માટે તમે દુનિયાભરમાં જાણીતા છે, પરંતુ એક સારો નોકર તમે શોધી શકતા નથી.'
આઇન્સ્ટાઇને કહ્યું, “શું બન્યું છે, એ તો કહે ? ઘરમાં નોકર તો છે જ, પછી શોધવાની વાત ક્યાં રહી ?”
આઇન્સ્ટાઇનના જવાબથી પત્નીના ઉકળાટમાં ગુસ્સાનું ઘી રેડાયું અને બોલ્યાં, અરે ! આ નોકર તો સાવ બબૂચક છે. સહેજે ચાલે તેવો નથી. એને હમણાં ને હમણાં વિદાય આપી દેવી જોઈએ.”
આઇન્સ્ટાઇને પત્નીની વાતનો સ્વીકાર કરતાં કહ્યું, ‘સાવ સાચું છે. આ નોકરમાં અક્કલનો છાંટોય નથી.”
આઇન્સ્ટાઇનની પત્ની નોકરની વાતમાં પતિનો ટેકો પ્રાપ્ત થતાં ખુશખુશાલ થઈને પાછી ફરી. એવામાં નોકરે આવીને ફરિયાદ કરી, “સાહેબ, આ મેમસાહેબ તો ઘણાં ગુસ્સાવાળાં છે. એકેએક વાતમાં ચીકાશ અને માથાકૂટ કરે છે. વિના કારણે મારા પર વહેમ રાખે છે.”
આઇન્સ્ટાઇને કહ્યું, “સાવ સાચી વાત. સો એ સો ટકા સાચું.’ આઇન્સ્ટાઇનનો આ ઉત્તર સાંભળી બાજુના રૂમમાં રહેલાં એમનાં પત્ની ધસમસતાં આવીને બોલ્યાં, ‘તમેય કેવા છો ? આ બે બદામના નોકરની વાત તમને સાચી લાગે છે? તમેય એના જેવા જ લાગો છો.'
આઇન્સ્ટાઇને શાંતિથી ઉત્તર આપ્યો, ‘જુઓ, તમારા બંનેની વાત સાચી છે અને એમાં માત્ર મારા તરફથી એટલું ઉમેરણ કરું છું કે મારી વાત પણ સાચી છે.' - વિજ્ઞાનીનો જવાબ સાંભળીને એમનાં પત્ની અને નોકર બંને ખડખડાટ હસી છS
મંત્ર માનવતાનો પડ્યાં.
109