________________
માનવધર્મની અગ્નિપરીક્ષા ગુલામોના મુક્તિદાતા અને પ્રખર માનવતાવાદી અબ્રાહમ લિંકન (૧૮૦૯થી ૧૮૯૫) અમેરિકાના સોળમા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા હતા. એ સમયે અમેરિકન સૈન્યમાં એક યુવક પહેરેગીર તરીકે કામગીરી બજાવતો હતો. એ અત્યંત મહેનતુ અને પ્રામાણિક હતો અને સૈન્યમાં એની સાથે કામ કરતો બીજો એક સૈનિક એનો ગાઢ મિત્ર હતો.
બન્યું એવું કે પરિશ્રમી યુવકનો ગાઢ મિત્ર એકાએક બીમાર પડ્યો. ઘરમાં એની સંભાળ લેનાર કોઈ નહોતું, તેથી આ યુવકને માથે બેવડી જવાબદારી આવી. આખો દિવસ એ બીમાર મિત્રની સેવાશુશ્રુષા કરતો અને રાત્રે પહેરો ભરતો. એક વાર ખૂબ થાકી જવાને કારણે એ પહેરો ભરતો હતો, ત્યારે ઊંઘી ગયો. એ સૂતો હોવાથી એની ધરપકડ થઈ અને એની સામે સૈન્ય-અદાલતમાં કામગીરી શરૂ થઈ.
પરિશ્રમી યુવકે કોઈ રસ્તો કાઢીને પ્રમુખ અબ્રાહમ લિંકનને એક વિનંતીપત્ર મોકલ્યો અને નિવેદન કર્યું કે એને ક્ષમા પ્રદાન કરવામાં આવે. એણે લખ્યું કે પોતાના પરમ મિત્રની સેવા કરવાને કારણે પહેરો ભરતી વખતે એનાથી આવી ભૂલ થઈ ગઈ છે.
પ્રમુખ અબ્રાહમ લિંકને યુવકની આખી કારકિર્દી જોઈ. એમણે યુવકને મળવાની ઇચ્છા પ્રગટ કરી. એમણે યુવકને પૂછવું, ‘તમને ખબર હતી કે દિવસભર તમારા મિત્રની સેવા કરશો, તો રાત્રે પહેરો બજાવતાં જરૂર સુઈ જશો, તો પછી તમે શા માટે મિત્રની સેવા કરવાની જવાબદારી લીધી ?'
યુવકે ઉત્તર આપ્યો, ‘એ મારો મિત્ર છે, બીજું કોઈ એની સંભાળ લે તેવું નથી. આથી મારો એ માનવધર્મ હતો કે મારે એની સાર-સંભાળ લેવી.”
આ પ્રત્યુત્તર સાંભળીને લિંકન અત્યંત પ્રસન્ન થયા અને એમણે યુવકને ક્ષમા આપતાં કહ્યું, “જુઓ, જ્યાં સુધી તમે સેનામાં કામ કરો છો, ત્યાં સુધી તમારી માનવતાને કદી
'ભૂલશો નહીં. માણસે ક્યારેય એની માનવતા છોડવી જોઈએ નહીં.” લિંકનની મંત્ર માનવતાનો A5% અથા. માણસ ક્યાય 108
ક્ષમાશીલતાએ પરિશ્રમી યુવકના અંતરનો જુસ્સો વધારી દીધો.