________________
લાખો નિરાશામાં ચાર યુવતીઓએ ભેગાં મળીને વિચાર્યું કે આપણી એક સંગીત-મંડળી રચીએ અને ઠેર ઠેર ઘૂમીને સંગીતની ધૂન મચાવીએ.
સંગીત-મંડળીનું નામ રાખ્યું “ડાયના રોસ ઍન્ડ ધ સુપ્રીમ્સ'. શરૂઆત કરી નાના નાના વ્યવસાયી કાર્યક્રમોથી. કોઈ વાર ચર્ચમાં ગાવા જાય તો કોઈ વાર કોઈ નાની હોટેલમાં ગાવાની તક મળે.
૧૯૯૨માં ગાયક-મંડળીએ પોતાની પહેલી રેકર્ડ બજારમાં મૂકી. અતિ પરિશ્રમથી તૈયાર થયેલી રેકર્ડ સદંતર નિષ્ફળ ગઈ. ક્યાંય કશી દાદ ન મળી, બલ્ક ટીકાઓની સખત ઝડી વરસી. હિંમત હાર્યા વિના ચારે યુવતીઓએ પોતાનું કામ આગળ ધપાવ્યું. બીજી રેકર્ડ તૈયાર કરી, પણ એમાં તો સાવ ફિયાસ્કો થયો. વેચાણમાં પહેલી રેકર્ડ કરતાંય બૂરા હાલ થયા. મંડળીને નિષ્ફળતા મળી, પણ નાસીપાસ ન થઈ.
ત્રીજી, ચોથી, પાંચમી એમ નવમી રેકર્ડ બહાર પાડી. આ બધામાં ઉપરાઉપરી નિષ્ફળતા મળી. સતત બે વર્ષ સુધી નિષ્ફળતાએ પીછો છોડ્યો નહીં અને મંડળીએ પોતાનું કામ અટકાવ્યું નહીં.
૧૯૬૪ના આરંભમાં “ધ ડીક ક્લાર્ક શો' માટે નિમંત્રણ મળ્યું. કોઈ ભાવ પૂછતું ન હોય ત્યાં આવું નિમંત્રણ મળે એ કેટલી મોટી વાત ? પણ આમાં શોના યોજકે પુરસ્કાર આપવાની ચોખ્ખીચટ ના પાડી. માંડ માંડ પ્રવાસ-ખર્ચ નીકળે એટલી રકમ આપવાની તૈયારી દર્શાવી.
એ પછીના ઉનાળામાં આ ગાયકમંડળીએ “વહેર ડીડ અવર લવ ગો’ નામનું ગીત રેકર્ડ કર્યું. આ ગીત ખૂબ ચાહના પામ્યું. દેશભરમાં ગુંજવા લાગ્યું. “ડાયના રોસ ઍન્ડ સુપ્રીમ્સના નામે મંડળી જાણીતી થઈ અને પછી તો સંગીતની દુનિયામાં એમને રોમાંચક ગાયક તરીકે સર્વત્ર વધાવી લેવાયાં. નિમંત્રણો અને કાર્યક્રમોનો મુશળધાર વરસાદ વરસ્યો.
મંત્ર માનવતાનો
29