________________
ના, હરગિજ નહીં પાત્રની સાથે એકાત્મ બનીને અભિનય કરનાર ટોમશેવસ્કી વિખ્યાત “યીદીશ આર્ટ થિયેટર’નાં નાટકોમાં અદાકાર તરીકે કામ કરતા હતા. એમની સાથે બીજા વિશ્વવિખ્યાત અદાકાર પૉલ મુનિ હતા. ટોમશેવસ્કી અને પૉલ મુનિ બંને એમની અભિનેતા તરીકેની કારકિર્દીની પરાકાષ્ઠાએ હતા. આ બંનેનાં નાટકોને દર્શકોમાં અપાર ચાહના સાંપડી હતી.
એક દિવસ નાટક ભજવાતું હતું ત્યારે ટોમશેવસ્કી એમની ઉત્કૃષ્ટ અભિનયકળા દાખવી રહ્યા હતા. એ સત્યનિષ્ઠ ન્યાયાધીશના આસન પર બેસીને ન્યાયાધીશનું પાત્ર ભજવતા હતા. પ્રત્યેક પળે એ પાત્ર સાથે એકરૂપ બનીને અભિનય કરતા હતા. પાત્ર સાથેનું અસાધારણ તાદામ્ય એ ટોમશેવસ્કીની વિશેષતા હતી, એની સાથોસાથ એની નિર્બળતા પણ હતી. એ પાત્રમાં ઘણી વાર એટલા બધા એકરૂપ બની જતા કે મૂળ નાટકના શબ્દો કે સંવાદો સાવ ભૂલી જતા અને પોતાની રીતે જ મનમાં ઊગે તે સંવાદ બોલવા લાગતા હતા. આ નાટકમાં ન્યાયાધીશ ટોમશેવસ્કીની સામે બચાવપક્ષના વકીલ તરીકે પૉલ મુનિ જોરદાર દલીલો કરતા હતા. એક કામદાર પર હડતાળ પાડવાના ગુનાનો આરોપ મુકાયો હતો. પૉલ મુનિ કામદારના બચાવમાં જોશભેર દલીલો કરીને ન્યાયાધીશને હૃદયસ્પર્શી રીતે અપીલ કરતાં પૉલ મુનિએ કહ્યું,
તમે આ માણસને એની ગરિમામાંથી નીચો પાડવા માંગો છો ? એને હીન દર્શાવવા ઇચ્છો છો ? ન્યાયાધીશસાહેબ ! શું તમારા જેવી વ્યક્તિ આવું કરશે ? આમ થશે તો એને સમાજમાં યોગ્ય સ્થાન નહીં મળે ! શું એક બેકસૂરને ન્યાયની અદાલતમાં જ અન્યાય થયો હોય તેવું નહીં બને? શું આપણે આ માણસને એના હડતાલ પાડવાના કાયદેસરના હકથી વંચિત રાખીશું ?”
ન્યાયાધીશ તરીકેની ભૂમિકા કરતાં ટોમશેવસ્કી બોલી ઊઠ્યા, “ના; હરગિજ
જ નહીં.ટોમશેવસ્કીના આ શબ્દોએ નાટકના છેલ્લા અંકમાં રસભંગ સર્યો, કારણ કે મંત્ર માનવતાનો નાટકની કથા પ્રમાણે ન્યાયાધીશ તરીકે એમણે “હા” કહેવાની હતી. નાટકની પરાકાષ્ઠા
106 રોળાઈ ગઈ, પણ ટોમશેવસ્કીની માનવતા પ્રભાવશાળી બની રહી.