________________
અફસોસ નહીં થાય. માનવતાપ્રેમી ડૉ. બ્રેકેટના ઍલવિરા ક્રોમવેલ સાથે વિવાહ થયો અને બંને ભાવિ જીવનનાં સોનેરી સ્વપ્નો નીરખવા લાગ્યાં. ડૉ. બ્રેકેટના દવાખાને લગ્ન પૂર્વેના દિવસે એલવિરા એમને મળવા આવી. બંને વચ્ચે મધુર પ્રેમાલાપ ચાલતો હતો, ત્યાં કોઈએ બારણે ટકોરા માર્યા. ઍલવિરાને આ દખલ પસંદ પડી નહીં, પરંતુ ડૉ. બ્રેકેટ તરત જ ઊભા થઈને દરવાજો ખોલવા ગયા. દરવાજા પર એક હબસી સ્ત્રી ઊભી હતી. એની આંખોમાંથી ચોધાર આંસુ વરસતાં હતાં. એણે ડૉ. બ્રેકેટને કહ્યું, “મારો એકનો એક પુત્ર અત્યંત બીમાર છે. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે. મારે ઘેર વિઝિટે આવો. એને બચાવો, તેવી વિનંતી.'
હબસી સ્ત્રીની વાત સાંભળીને ડૉ. બ્રેકેટ ઊડ્યા. ઍલવિરા ક્રોમવેલને સહેજે પસંદ પડ્યું નહીં. એણે અકળાઈને કહ્યું, “આટલે દૂરથી તમને મળવા આવી. આવતીકાલે આપણાં લગ્ન છે. મારે તમારી સાથે ઘણી વાતો કરવાની છે અને તમે તો મને છોડીને આમ ચાલ્યા?”
ડૉ. બ્રેકેટે વિનમ્રતાથી કહ્યું, ‘તું થોડી વાર મારી રાહ જો. હું તરત જ પાછો આવીશ. પણ એનો બાળક ગંભીર રીતે બીમાર હોય તો મારે એની ચિકિત્સા માટે તત્કાળ પહોંચવું જોઈએ. એ મારી પ્રથમ ફરજ છે.'
‘તો એનો અર્થ એ થયો કે તમને મારા પ્રેમની કશી કિંમત નથી. મારા પ્રેમ કરતાં આ હબસી સ્ત્રીની ઇચ્છાને વધુ મહત્ત્વ આપો છે. જો તમે આવા જ વિચારો ધરાવતા હો, તો અહીં જ આપણે આપણા સંબંધનો વિચ્છેદ કરી દઈએ. હું તમારી સાથે લગ્ન કરવા ચાહતી નથી.'
ડૉ. બ્રેકેટે કહ્યું, “આવું થાય તો મને કોઈ અફસોસ નહીં થાય, કારણ કે મારે માટે, તારા પ્રેમ કરતાં દર્દી પ્રથમ છે.” આમ કહીને ડૉ. બ્રેકેટ એ હબસી સ્ત્રી સાથે એના ઘર હિલ સ્થ તરફ ચાલી નીકળ્યા. એ પછી ડૉ. બ્રેકેટે લગ્ન કર્યા નહીં અને દર્દીઓની સેવામાં પોતાનું એક
મંત્ર માનવતાનો સમગ્ર જીવન અર્પણ કરી દીધું.
59