________________
એકે ઓછો ન થયો ! ૧૯૨૧માં રીઢા અને ખતરનાક હત્યારાઓ અને નિર્દય ગુનેગારો ધરાવતી સિંગ સિંગ નામની જેલમાં લેવિસની વૉર્ડન તરીકે નિમણૂક થઈ ત્યારે એની પત્ની કેથરિન અને એનાં ત્રણ નાનાં બાળકો આ અત્યંત ભયાવહ જેલની નજીક વસવા આવ્યાં. એમને ચેતવ્યાં કે ભૂલથી પણ સિંગ સિંગ જેલમાં પગ ન મૂકવો.
કેથરિને વિચાર્યું કે મારા પતિને જેલની અને જેલવાસીઓની સંભાળ લેવાનું સોંપાયું છે તો મારે પણ એ સહુની સંભાળ લેવી જોઈએ. આથી કેથરિન પોતાનાં ત્રણે બાળકોને લઈને કેદીઓ બાસ્કેટબૉલ રમતા હોય ત્યાં આવીને બેસતી હતી. એણે જાણ્યું કે એક સજા પામેલો ગુનેગાર અંધ છે તો એણે વહાલથી એ અંધ કેદીનો હાથ પોતાના હાથમાં લઈને પૂછવું, તમે બ્રેઇલ લિપિ વાંચી શકો છો ?”
કેદીએ વળતો સવાલ કર્યો, “આ બ્રેઇલ લિપિ એ વળી શી ચીજ છે ?”
કેથરિને એને બ્રેઇલ લિપિ શીખવી. બીજો એક કેદી મૂક-બધિર જોયો. એને ‘સાઇન લેંગ્વજ'ની ખબર નહોતી. કેથરિન પોતે ‘સાઇન લેંગ્વજ' શીખવા માટે સ્કૂલમાં ગઈ અને સાઇન લેંગ્વજ શીખીને પેલા કેદીને શિખવાડી. મૂક-બધિર કેદીને ભાષા મળી. દુર્ભાગ્યે કેથરિનનું મોટર-અકસ્માતમાં અવસાન થયું. એ દિવસે સવારે કેદખાનાના લોખંડી દરવાજાની પાછળ જાણે કોઈ પ્રાણીઓનું ટોળું માથું નીચું રાખીને ઊભું હોય તેમ લેવિસે તમામ કેદીઓને ઊભેલા જોયા. લેવિસ દરવાજો ખોલીને અંદર દાખલ થયા ત્યારે દરેક કેદીના ચહેરા પર દુઃખ અને શોકની ઘેરી છાયા જોઈ, કેટલાકની આંખોમાં આંસુ હતાં, તો કોઈક ડૂસકાં ભરતા હતા. કેથરિનને અંતિમ વિદાય આપવાની તેમની ઇચ્છા હતી. લેવિસે જેલનો દરવાજો ખોલ્યો. એક પછી એક ખૂંખાર કેદીઓ બહાર નીકળ્યા. એમના પર કોઈ ચોકીપહેરો ન હતો. એ બધા જેલના દરવાજેથી પોણો માઈલ ચાલીને લેવિસના ઘરના દરવાજા પાસે આવ્યા. કેથરિનને અંતિમ વિદાય વખતે આદર આપવા કતારમાં નતમસ્તકે ઊભા રહ્યા. એ પછી દરેકેદરેક કેદી પાછા જેલમાં ગયા. હા, એકે કેદી ઓછો થયો ન હતો.
મંત્ર માનવતાનો
111