________________
વીજળીનો દુર્બયા ઍમ્બેનિયન કુળના ખેડૂત-કુટુંબમાં જન્મેલી અન્ને ગોન્ડા બોજાશિન સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. અત્યંત ચંચળ ગોન્ડાએ ભાઈ-બહેનો સાથે ટોળી જમાવીને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓને સતત ધમકાવતી વર્ગ-શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા, ચેષ્ટા અને એની બોલવાની ઢબની આબાદ નકલ જોઈને સહુ હસતાં હસતાં બેવડ વળી ગયાં. પણ એવામાં એકાએક લાઇટ ચાલી ગઈ. બાળમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો રસ્તાની સડક પર અને પડોશમાં લાઇટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઇટ જ બંધ હતી.
આથી આ બાલિકા દોડીને બાજુમાં કમરામાં બેઠેલી એની માતા પાસે ગઈ. જોયું તો ત્યાં પણ લાઇટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, “તારા રૂમની લાઇટ છે અને અમારા રૂમમાં કેમ નથી ? રસ્તા પર પણ લાઇટ દેખાય છે.'
ત્યારે એની માતાએ કહ્યું, ‘લાઇટ ગઈ નથી, પણ મેં બંધ કરી છે.' આ સાંભળીને બાળકો એકસાથે બોલી ઊઠ્યાં, “આવું કેમ કર્યું ?”
માતાએ કહ્યું, “બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્થય કહેવાય.'
આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યાં. માતાએ કહ્યું, “કોઈના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાંઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે.' નાનકડી બાલિકા અન્ને ગોન્ડા બોજાશિન પર માતાની વાતનો એવો પ્રભાવ પડ્યો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પી દીધું. એ દીનદુખિયાંઓની મસીહા સેવિકા બની અને ૧૯૭૯ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ન ગોન્ડા બોજાશિન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતી થઈ.
મંત્ર માનવતાનો
145