________________
ભગવાનનું બોનસ' મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિ અને પ્રેરણાએ આખા વિશ્વ પર પ્રભાવ પાડ્યો. જાપાનમાં કાગાવા નામના સંત થઈ ગયા. સૌ એમને ‘જાપાનના ગાંધી’ તરીકે ઓળખતા હતા. એમણે અનેક નિરાધારોને આશરો આપ્યો. ચોર-ડાકુઓને સન્માર્ગે વાળ્યા. દુ:ખી સ્ત્રીઓનાં દુઃખ ઓછાં કર્યા અને પતિતાઓનો ઉદ્ધાર કર્યો.
જાપાનના સંત કાગાવા રાતદિવસ લોકસેવામાં ડૂબેલા રહેતા. એમની ઉંમર વધવા લાગી. એમાં વળી હરસનું દર્દ લાગુ પડ્યું. આટલું બધું હોવા છતાં આરામનું નામ નહીં. એમનાં સેવા-કાર્યો સતત ચાલુ હોય. ઝૂંપડી જેવા મકાનમાં રહે. સાદડી પર સૂઈ જાય. સાદું ભોજન આરોગે. સમય જતાં કાગાવાનું સ્વાથ્ય કથળવા લાગ્યું. એમના એક મિત્રએ આગ્રહ કર્યો કે, “હવે સેવા કરવાનું છોડીને સંપૂર્ણ આરામ કરો. તમારા શરીરને હવે આરામની ખૂબ જરૂર છે.”
આ સાંભળી કાગાવાએ કહ્યું, “અરે મિત્ર, મારા જીવનમાં ઘણી ઘાત આવી છે. કેટલીય વાર ઈશ્વરે મને મરતાં બચાવ્યો છે. હું મૃત્યુ પામ્યો હોત તો શું થાત ? પણ ઈશ્વરની મહેરબાની કંઈ ઓછી નથી.”
| મિત્રએ કહ્યું, “મૃત્યુમાંથી બચ્યા, તો હવે જીવનની નિરાંત લો, થોડો સમય આ સેવાકાર્યોમાંથી વિરામ લો.”
કાગાવાએ કહ્યું, “અરે, તું જાણે છે કે આ મૃત્યુમાંથી બચ્યો અને જીવન મળ્યું એ શા માટે ? ભગવાને સેવાકાર્ય કરવા માટે મને આ “બોનસ’ આપ્યું છે, આથી જ મને મરણનો સહેજે ભય નથી.”
મિત્રએ કહ્યું, “તમે તમારા આ કથળતા સ્વાથ્યનો તો વિચાર કરો.” સંત કાગાવા બોલ્યા, “હું ઇચ્છું કે ઈશ્વર મને પથારીમાં નહીં, પણ કોઈકની છો
મંત્ર માનવતાનો સેવા કરતાં કરતાં મૃત્યુ આપે.”
93