________________
સિગારેટનો અર્થ
અંગ્રેજી ડિક્સનરીના રચયિતા ડૉ. સેમ્યુઅલ જોન્સન રાતદિવસ શબ્દો અને તેના અર્થોની દુનિયામાં વસતા હતા. કઈ રીતે આ શબ્દકોશ સમાજને વધુ ને વધુ ઉપયોગી બને એની સતત શોધ કરતા હતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે શબ્દનો માત્ર અર્થ લખવાને બદલે એનું થોડું વિવરણ પણ લખવું જોઈએ. આવું વિવરણ લખવાથી લોકોને એ ભાવ કે વસ્તુનો વિશેષ ખ્યાલ આવે. વળી આવા વિવરણથી વાચકના મનમાં શબ્દ વિશેની સમજ સ્થાયીરૂપ પામી શકે. દરેક શબ્દનું આવું વિવરણ લખવું એ ઘણું કપરું કામ હતું.
આ અંગે આ વિષયમાં વિદ્વાનો સાથે ડૉ. સેમ્યુઅલ જોન્સન સતત પરામર્શન કરતા હતા. કોઈક વાર તો ચર્ચા કરતાં કરતાં મોટો વિવાદ પણ જાગતો હતો, પરંતુ આવા વિવાદથી અકળાવાને બદલે એમને એનાથી આનંદ આવતો હતો. આવી રીતે શબ્દનું વિવરણ લખતા હતા, ત્યારે એમની સામે ‘સિગારેટ’ શબ્દ આવ્યો. વિચાર કર્યો કે આની પરિભાષા શી લખવી ? માત્ર એના આકારની વાત કરવાથી કામ નહીં સરે.
એમણે ખૂબ વિચાર કર્યો. “સિગારેટનું વિવરણ લખે અને વળી પાછા એ નોંધ બરાબર ન લાગતાં ફાડી નાખે. ઘણી ઝીણવટથી સિગારેટને જોઈ અને એનાથી થતી સ્વાશ્મહાનિ વિશે ઘણું વાંચ્યું, આથી એમણે સિગારેટની ઓળખ આ રીતે આપી, ‘સિગારેટ કાગળમાં લપેટાયેલી તમાકુ છે, જેની એક બાજુ ધુમાડો હોય છે અને બીજી બાજુ બેવકૂફ.”
સિગારેટના આવા વિવરણને એમણે શબ્દકોશમાં સ્થાન આપ્યું. એનો એટલો બધો પ્રભાવ પડ્યો કે આ શબ્દકોશ વાંચતી વખતે કોઈ સિગારેટનો અર્થ વાંચે અથવા તો એ શબ્દ પાસે એની ફરતી આંખ અટકી જાય, તો એ તરત જ સિગારેટ કાઢીને ફેંકી દેતો અને આસપાસ જોતો કે કોઈ એને સિગારેટ પીતાં જોઈ રહ્યું તો નથી ને !
, . Dછ વિખ્યાત શબ્દકોશકારનું આ વિવરણ અનેક વ્યક્તિને સિગારેટ છોડવા માટે મંત્ર માનવતાનો કારણરૂપ બન્યું.
101