________________
મન દઈને ભણો. ભૂમિતિ વિશેના વિશ્વપ્રસિદ્ધ ‘એલિમેન્ટ્સ (મૂળતત્ત્વો) ગ્રંથના સર્જક યૂક્લિડે પ્લેટોએ ગ્રીસના ઍથેન્સનગરમાં સ્થાપેલી એકેડેમીમાં ગણિતનું શિક્ષણ મેળવ્યું. ઈ. સ. પૂર્વે ૨૯૪માં રાજા ટૉલમી પ્રથમે ગ્રીસના અનેક વિદ્વાનોને એલેક્ઝાંડ્રિયા નગરમાં વસાવ્યા. આ રાજા ટૉલમીને ભૂમિતિ શીખવાની ઇચ્છા થઈ, તેથી એણે યૂક્લિડને ગુરુપદે સ્થાપ્યા.
રોજ રાજા ટૉલમીને યૂક્લિડ ભૂમિતિ શીખવતા હતા, પરંતુ એ સૂત્રો શીખવવામાં રાજાને કોઈ આનંદ આવતો નહોતો, આથી રાજાના મનમાં વિચાર જાગ્યો કે આવા મહાન ગણિતજ્ઞ મને કેમ સરળતાથી ભૂમિતિ શીખવી શકતા નથી ?
એક વાર યૂક્લિડ રાજાને ભૂમિતિ સમજાવતા હતા, ત્યારે રાજાએ અકળાઈને કહ્યું, “આપ તો ભૂમિતિના મહાન વિદ્વાન છો. તમે મને એવાં સૂત્ર કેમ શીખવતા નથી કે જે મને સરળતાથી સમજાઈ જાય? આટલો બધો સમય તમારી પાસે ભણ્યો, પરંતુ હજી હું એક પણ સૂત્ર સમજી શક્યો નથી, તો પછી ક્યારે ભૂમિતિના વિદ્વાન બની શકીશ ?' - રાજાની વાત સાંભળીને યૂક્લિડે હસતાં હસતાં કહ્યું, “રાજનું, હું તો તમને સરળ અને સહજ સૂત્ર જ શીખવું છું. મારા અધ્યાપનમાં કચાશ નથી, પણ તમારા અધ્યયનમાં મુશ્કેલી છે. તમે ભૂમિતિ શીખવાનો વિચાર તો કર્યો, પણ એ માટે મનને તૈયાર કર્યું નથી. એને માટે લગન કે એકાગ્રતા ધરાવતા નથી. જો એમાં રસ અને રુચિ લેશો, તો આસાનીથી તમે ભૂમિતિ શીખી શકશો. જેટલી સહજતાથી તમે રાજકાજ સંભાળો છો, એટલી જ સહજતાથી તમે ગણિત શીખો, તો જરૂર સફળ થશો.'
- યૂક્લિડની આ વાત રાજા ટૉલમીને સમજાઈ અને એણે એકાગ્ર થઈને રસ-રુચિ © સાથે ભૂમિતિ શીખવાનો પ્રારંભ કર્યો. સમય જતાં રાજા ટૉલમી ભૂમિતિશાસ્ત્રમાં છીએ
મંત્ર માનવતાનો પારંગત બની ગયો.
91