________________
આખું બ્રહ્માંડ મારી સાથે એન્ટાર્કટિકના દક્ષિણ ધ્રુવના હિમાચ્છાદિત પ્રદેશમાં રોઝ બેરિયર નામની હિમાચ્છાદિત ટેકરી પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર હવાઈ માર્ગે પહોંચનાર સાહસવીર, અમેરિકાના નૌકાદળના એડમિરલ રિચર્ડ ઍવલિન બાયર્ડને મોતના ઓથાર હેઠળ પાંચ મહિના વિતાવવા પડ્યા. આસપાસના વિસ્તારમાં તેઓ એકમાત્ર જીવંત પ્રાણી હતા અને બરફનાં તોફાનોને કારણે કારમી ઠંડી તો એટલી કે ઘણી વાર શુન્યથી નીચે ૮૨ ડિગ્રી સુધી ઉષ્ણતામાન ઊતરી જતું. સ્ટવ સળગાવે તો એમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ એમના ટેન્ટમાં ઝેરી વાયુ બની જતો હતો. ક્યારેક નાછૂટકે સ્ટવ ચાલુ કરવો પડતો, ત્યારે એમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ ગૅસને કારણે બેભાન બની જતા. ક્યાંયથી કોઈ મદદની આશા નહોતી. ક્યારેક મૃતદેહની માફક હલનચલન કર્યા વિના પડી રહેતા. અશક્તિ એટલી આવી ગઈ હતી કે ટેન્ટમાંથી ઊઠીને ફરી શકતા નહીં અને આવતીકાલ નહીં, પણ આવતી ક્ષણ જોઈ શકીશ કે નહીં, તેની એમના મનમાં શંકા હતી.
આ સમયે ઈ. સ. ૧૯૩૪માં દક્ષિણ ધ્રુવમાં રહેલા એડમિરલ બાય વિચાર્યું કે એ અહીં ક્યાં એકલો છે ! એની સાથે તો આકાશમાં દેખાતા તારાઓ અને બીજાં નક્ષત્રો છે અને અવિનાશી તેજોમય સૂર્ય પણ ક્યાંક છે અને એનો સમય થતાં ફરી એ દેદીપ્યમાન આકાશમાં પ્રકાશશે અને દક્ષિણ ધ્રુવનાં ઘોર અંધારાં દૂર કરશે.
એમને આવા વિચારમાંથી એક પ્રકારની જીવનશક્તિ મળી. એડમિરલ બાયર્ડને થોડીય સહાય કરે, તેવી જગા એકસો ને ત્રેવીસ માઈલ દૂર હતી. છતાં તેઓ અહીં એકલા નથી, આખું બ્રહ્માંડ મારી સાથે છે, એવા મક્કમ મનોબળને સહારે જીવતા રહ્યા. પોતાની સાથે કોઈ અવિનાશી શક્તિ છે તેવો અહેસાસ એમનામાં નવું બળ પૂરતો રહ્યો અને બરફના થરના થર નીચે દબાઈ જઈને મૃત્યુ પામવાની એમની ભીતિ ચાલી ગઈ. ચિરંતન શક્તિ સાથે તાદાભ્ય સાધવાની ક્ષમતાને કારણે તેઓ પાંચ મહિના સુધી શિયાળાની હ .) કડકડતી ઠંડીમાં લગભગ નિશ્ચિત મૃત્યુની પરિસ્થિતિમાંથી બચાવ ટુકડીના ત્રીજા પ્રયાસ ૭૭
મંત્ર માનવતાનો બાદ ઊગરી ગયા.
85