________________
ફરજ અને મિત્રતા અમેરિકામાં પ્રવચન આપવા ગયેલા મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન ન્યૂયૉર્ક મહાનગર ભણી જતી ટ્રેનમાં વિચારતા હતા કે એમને માટે જર્મનીમાં પાછા ફરવું કેટલું સલામત છે. આ સંદર્ભમાં જર્મન કોન્સલ ડૉ. સ્વાર્ઝ જર્મન સરકારના પ્રતિનિધિ તરીકે વાતચીત કરવા માટે નેવાર્ક સ્ટેશનેથી આઇન્સ્ટાઇન સાથે ગાડીમાં બેઠા.
વૈજ્ઞાનિકે પોતાના મિત્ર એવા ડૉ. સ્વાર્ઝ પાસે સલાહ માગી કે તેઓ એમને સાચી સલાહ આપે કે “શું એમણે જર્મની પાછા ફરવું જોઈએ ?” કારણ કે સ્વતંત્ર મિજાજના આઇન્સ્ટાઇનને યહુદી હોવાથી જર્મનીમાં પાછા ફરવામાં જોખમ લાગતું હતું.
આ પ્રશ્નના ઉત્તરમાં જર્મન કોન્સલ ડૉ. સ્વાર્ઝે કડકાઈથી કહ્યું, “મારા વહાલા પ્રાધ્યાપક, તમને હું જર્મની પાછા ફરવા સમજાવવા આવ્યો છું. જર્મનીમાં યોગ્ય વર્તન કરનારી વ્યક્તિને વાંધો નહીં આવે. તમને જર્મની પાછા ફરવા માટે આગ્રહ કરું છું.’
આઇન્સ્ટાઇને અકળાઈને કહ્યું, “અત્યારે ચાલતી હિટલરની સરમુખત્યારશાહીથી હું ખૂબ દુઃખી છું. જર્મન સરકારની પ્રવૃત્તિઓ જોઈને વ્યથિત બની ગયો છું. મારે તમને કહેવું જોઈએ કે જ્યાં સુધી આવી માનવસંહારની પાશવી લીલા ચાલતી રહેશે, ત્યાં સુધી હું મારી માતૃભૂમિ પર પગ મૂકીશ નહીં.”
ડૉ. સ્વાર્ઝે પૂછયું કે “આ તમારો અંતિમ નિર્ણય છે ?” ત્યારે આઇન્સ્ટાઇને દઢતાથી કહ્યું, ‘હા, જર્મની છોડવું એ મારો અફર નિર્ણય છે.”
ડૉ. સ્વાર્ગે ઉત્તર આપ્યો, ‘જર્મન કોન્સલ તરીકેની મારી ફરજ મેં બજાવી અને હું નહિ તમને પાછા ફરવા સમજાવી શક્યો નથી, પરંતુ એક વ્યક્તિ તરીકે અને તમારા મિત્ર ૭ ઈ. તરીકે મારે તમને કહેવું જોઈએ કે ‘તમારો નિર્ણય ડહાપણભર્યો છે, જર્મની પાછા ફરવું મંત્ર માનવતાનો
તમારે માટે હિતાવહ નથી.” 86