________________
મંત્ર માનવતાનો
48
ગળું કાપવાનો વિચાર
ફ્રાંસનો જનરલ કાર્સોલેન એની સખ્તાઈ અને કડક સ્વભાવને માટે જાણીતો હતો. ફ્રાંસમાં પ્રચંડ વિદ્રોહ જાગ્યો અને ફ્રાંસની સરકારે એ વિદ્રોહને દાબી દેવા માટે ઘણા પ્રયાસો કર્યા. ફ્રાંસની સેનાએ ઘણા વિસ્તારોમાંથી બળવાખોરોને હાંકી કાઢ્યા, પરંતુ કેટલાંક શહેરો એવાં હતાં કે જ્યાં બળવાખોરોનું વર્ચસ્વ હતું.
સરકારે જનરલ કાર્સોલેનને બળવો દબાવી દેવા માટે એ શહેરોમાં મોકલ્યા અને ક્રૂર અને કડક કાસ્ડેલેનથી વિરોધીઓ ભયભીત થતા હતા અને પ્રજા એના પર ગુસ્સે થતી હતી.
આ વિદ્રોહીઓમાં એક વાળંદ પણ સામેલ હતો. ફ્રાંસનું શાસન અને કાસ્ડેલેનના જુલમો સામે એ અવાજ ઉઠાવતો હતો અને શહેરમાં સહુને એમ કહેતો કે જો કાસ્નેલેન મારી સામે આવે, તો મારા આ અસ્ત્રાથી હું એને ખતમ કરી નાખું.
કાસ્ડેલેનના ગુપ્તચરોએ જનરલ કાસ્ડેલેનને એની બાતમી આપી. કાસ્ડેલેન એક દિવસ એકલા જ એની દુકાને ગયા અને હજામત કરાવવા માટે બેઠા. જનરલને આવેલા જોઈને વાળંદ પહેલાં તો ખૂબ ગભરાઈ ગયો. કાંપતા હાથોએ એણે માંડ માંડ એમની દાઢી કરી. કામ પૂરું થતાં જનરલ કાસ્ટેલેને એને પૈસા આપ્યા અને કહ્યું, ‘અરે, મેં તો મારું ગળું કાપવાનો પૂરેપૂરો અવસર આપ્યો હતો. તારા હાથમાં અસ્ત્રો હતો અને સામે મારું ગળું હતું, છતાં તું એનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. કેવો બેવકૂફ માણસ છે તું !'
વાળંદે કહ્યું, ‘જનરલ, આવું કરીને હું મારા ધંધાને દગો કરવા ચાહતો નહોતો. મારો અસ્ત્રો કોઈની હજામત કરવા માટે છે, કોઈનો જાન લેવા માટે નહીં. તમે જ્યારે હથિયા૨થી સજ્જ જનરલના લિબાસમાં હો ત્યારે તમારી સાથે લડી લઈશ, પરંતુ અત્યારે તો ગ્રાહકના રૂપમાં આવ્યા છો, તેથી તમારું ગળું કાપવાનો વિચાર પણ કરી શકું નહીં.’ જનરલ કાર્નેલેન વાળંદની વ્યવસાય-નિષ્ઠા પર વારી ગયા.