________________
દુઃખનો અંત બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના હિટલરે યુરોપ પર કાળો કેર વર્તાવ્યો. યહૂદીઓની અને પોતાના વિરોધીઓની ક્રૂરતાથી કતલ કરી અને અનેકને મૃત્યુની રાહ જોતા યુદ્ધકેદીઓ તરીકે કારાવાસમાં ગોંધી રાખ્યા. આ યુદ્ધ કેદીઓ માટે ખાસ છાવણીઓ ઊભી કરવામાં આવી. એમના ઉપર પારાવાર ત્રાસ ગુજારવામાં આવ્યો.
એક દિવસ એક કેદી આ યાતનામાંથી બહાર નીકળવા માટે આ છાવણીમાંથી ભાગી છૂટ્યો. એની જાણ થતાં મુખ્ય લશ્કરી અધિકારીએ ફતવો બહાર પાડ્યો કે દસ દિવસમાં યુદ્ધકેદીએ હાજર થવું, નહીં તો છાવણીમાં રહેલા દસ યુદ્ધ કેદીઓને મારી નાખવામાં આવશે.
નાસી ગયેલો યુદ્ધ કેદી ન પકડાયો કે ન પાછો આવ્યો એટલે પછી અધિકારીએ કૅમ્પના દસ કેદીઓને જુદા તારવીને ઠાર મારવાનું નક્કી કર્યું. આ દસ કેદીમાંથી એક કેદીએ અધિકારીના પગમાં પડીને કાલાવાલા કર્યા,
“મને જીવતો રહેવા દો. મારે ઘેર નાનાં નાનાં બાળકો છે. એની કોઈ સંભાળ લે એવું નથી. મારા પર દયા કરો.”
લશ્કરી અધિકારીએ કહ્યું, ‘એક શરતે તને જીવતો રહેવા દઉં. અને તે એ કે આ યુદ્ધકેદીઓમાંથી કોઈ એક કેદી તારે બદલે મરવા માટે તૈયાર થાય તો.”
આ સમયે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા પાદરી કોલવે આગળ આવ્યા અને કહ્યું, “એને
જીવતો રાખો. એને બદલે મારી કતલ કરો. એને મારી નાખશો તો એનાં અનાથ બાળકોનાં કોઈ છ દુઃખનો ક્યારેય અંત નહીં આવે.” મંત્ર માનવતાનો
પાદરી કોલવેએ હસતે મુખે નાઝી અફસરની ગોળીથી વીંધાવાનું પસંદ કર્યું.
રા
128