________________
અસલી ચહેરાનો પ્રભાવ
અમેરિકાના નાનકડા ગામમાં વસતા જૈન ટ્રીએ ગામડામાંથી શહેરમાં આવીને પહેલું કામ એ કર્યું કે ન્યૂયૉર્ક જેવા મહાનગરને છાજે એવી ભાષા બોલવાનો પ્રયાસ કર્યો. એની વાતચીતમાં આવી જતી ટેક્સાસ રાજ્યની બોલીની લઢણ સભાનપણે દૂર કરી. ગામડાનો પોશાક છોડીને મહાનગરના માનવીને શોભે એવો ઠસ્સાદાર પોશાક સજીધજીને પહેરવા લાગ્યો, એટલું જ નહી પણ પોતે જાણે ન્યુયોર્કનો વતની છે એવી લોકોને પહેચાન આપવા લાગ્યો.
ટ્રીએ એ પોતે નહોતો, એવા થવાનો પ્રયત્ન કર્યો. એણે માત્ર દેખાવ બદલ્યો નહીં, એથીય વિશેષ મધુર કંઠ ધરાવતા આ ગાયકે ગાવાનાં ગીતો પણ બદલી નાખ્યાં. ગામઠી સંગીતને તિલાંજલિ આપીને પ્રચલિત શહેરી સંગીતની નકલ કરવા લાગ્યો.
એનું આવું અનુકરણ જોઈને કેટલાક જેન ટ્રીની મજાક ઉડાવતા હતા, કેમ કે ક્વચિત્ બોલચાલમાં કે વર્તણૂકમાં એનું ગામટીપણું ડોકિયું કરી જતું. એ સહુની મશ્કરીનો ભોગ બનવા લાગ્યો અને વિશેષ તો શહેરમાં આવવા છતાં ગાયક તરીકે એની કોઈ ગળાના થની નોની.
એક દિવસ જૈન ટ્રીએ નક્કી કર્યું કે આવો શહેરી દેખાવ કે બાહ્ય આડંબર છોડી દેવો અને પોતે જે છે, તે રીતે દુનિયા સમક્ષ આવવું. આથી એણે પોતાની આગવી શૈલીમાં બેન્જો વગાડવાનું શરૂ કર્યું અને ગામડાંઓમાં ગવાતું કાઉ-બૉયનું સંગીત ગાવા લાગ્યો. બાળપણમાં એણે આ સંગીત ભરપૂર માણ્યું અને ગાયું હતું અને એ જ એની સાચી ઓળખ હતી.
બન્યું એવું કે જૈન ટ્રીનું કન્ટ્રીસાઇડ કાર્ડ બૉય સંગીત ખૂબ લોકપ્રિય બન્યું અને ધીરે ધીરે એની ખ્યાતિ વધતી ગઈ, રેડિયો પર એ શ્રોતાજનોનો પ્રિય ગાયક બની ગયો અને ચલચિત્રોમાં પણ ગાયક તરીકે એના કાઉ-બૉય સંગીતે દર્શકોને ઘેલું લગાડ્યું.
મંત્ર માનવતાનો 19