________________
મંત્ર માનવતાનો
116
મારી શરત
ગ્રીસનો વિદ્વાન સાઇકગસ શબ્દોની ગહનતા અને અર્થસભરતાની સાોસાય માનવ હૃદયની વેદના વિશે પણ જાણતો હતો. બીજાની આંખનાં આંસુ એ માત્ર લૂછતો જ નહોતો, પરંતુ પોતાની આંખોમાં લઈ લેતો હતો. એક વાર લાઇગરસનો વિરોધી એની પાસે દોડી આવ્યો અને લાઇકગરસને અપમાનજનક શબ્દો કહેવા લાગ્યો.
લાઈકગરસ પર આની કોઈ અસર ન થતાં વિરોધી વધુ કોધે ભરાશે. મુક્કા ઉછાળીને અપશબ્દો બોલવા લાગ્યો.
લાઇગરસ શાંતિથી ચાલતો ચાલતો પોતાના ઘર તરફ આગળ વધતો ગયો. પેલા નિંદકના મનની અકળામણ સહેજે શમી નહીં. એ તો અપશબ્દો બોલતો બોલનો છેક એના ઘર સુધી પહોંચી ગયો.
લાઇકગરસે આ નિંદાખોરને પોતાના ઘેર આવવાનો અને રહેવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે આને કારણે એને આખો દિવસ અપશબ્દો કહેવાની અનુકૂળતા રહેશે. ટીકાખોર એમને ત્યાં રહ્યો. દિવસ વીતવા લાગ્યા. લાઇકગરસની સેવાભાવના જોઈને તો એ કડક ટીકાકારમાંથી મોટો પ્રશંસક બની ગયો અને ધીરે ધીરે લાઇકગરસનાં સેવાકાર્યોમાં મદદ પણ કરવા લાગ્યો.
આમ બે-ત્રણ દિવસ વીતી ગયા. ટીકાકારે આખરે રજા માગી. લાઇકગરસે કહ્યું, “જો ભાઈ ! હું તને ભારે હૃદયે રજા આપું છું, પરંતુ તારે મારી એક શરત પાળવી પડશે.” ટીકા કરનારાએ કહ્યું, “કહો, કઈ શરત પાળવાની છે મારે ?”
લાઇકગરસે કહ્યું, “તારે અવારનવાર આવતા રહેવું, અનુકૂળતા હોય તો થોડા દિવસ સાથે રહેવું, મારી સખત ટીકા કરવી, જેથી હું એ ભૂલ સુધારવા માટે સદા પ્રયત્નશીલ રહી શકું."