Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/034416/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ BOBO ciuis SA જયભિખ્ખું Page #2 -------------------------------------------------------------------------- ________________ લોખંડી ખાખનાં ફૂલ બેકકવર ટાઇટલ ભાગ-૧ “પ૮૬ પૃષ્ઠ અને બે ભાગમાં પથરાયેલી ‘લોખંડી ખાખનાં ફૂલ' શ્રી જયભિખ્ખની પ્રસ્તારયુક્ત ઐતિહાસિક નવલકથાઓમાં લોકપ્રિય તથા એમાંના કેટલાક કથાંશને કારણે ચર્ચાસ્પદ બનેલી કૃતિ છે. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાંના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથા ઇતિહાસમાં બહુ પ્રચલિત નહીં એવી પણ લેખકદૃષ્ટિએ નોંધપાત્ર નીવડેલી ઘટનાને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. ઇતિહાસનો તંતુ એમાં આછોપાતળો છે. જૈન કથાનકોમાં પ્રચલિત કથાંશને ઉપયોગમાં લઈને લખાયેલી આ કૃતિ એક સિંહપુરુષ ધર્માચાર્યની વાતને વર્ણવે છે, જેણે એક અમાનુષી, ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય, અત્યાચારને દૂર કરીને ધર્મની ગયેલી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી હતી. સત્યની તલવારથી અને ધર્મની ઢાલથી સંસારની રક્ષા કરનાર ભગવાન મહાવીર અને બુદ્ધને થઈ ગયે ચારસોએક વર્ષ પસાર થયાં હતાં. એમણે પ્રવર્તાવેલો ધર્મ ધીમે ધીમે સમાજમાંથી નિર્મૂળ થતો જતો હતો. ધર્મને નામે વામાચાર અને અનચાર બધે પ્રસરી ગયા હતા. ધાર્મિક આડંબરો અને કલહોએ આખા સમાજને ઘેરી લીધો હતો. પૂજા કરતાં પાખંડનું જોર વધી પડ્યું હતું. મંત્ર-તંત્રની બોલબાલા હતી. નરમેઘ, પશુબલિ, નગ્નસુંદરીઓની પૂજા, મદ્યપાન અને માંસાહાર ધર્મનાં અંગ લેખાતાં હતાં. ધર્મના ઓઠા નીચે અધર્મ પોતાનો પગદંડો જમાવી રહ્યો હતો. દેશ ઉપર અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી હતી. નરવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો હતો. એવા સમયે પોતાનાં માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકીને ધર્મની વિનષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરનાર કાલભાચાર્ય જૈન મુનિ આર્ય કાલક-ની કથા પ્રસ્તુત કૃતિમાં વણી લેવાઈ છે. જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ હતી એવા આ ‘કમ્મ શૂરા સો ધમ્મ શુરા’ આર્ય કાલકની ધર્મ દ્વારા દેશોદ્ધાર અને વિશ્વોદ્ધારની વિભાવના અહીં આલેખાઈ છે. (લે. નટુભાઈ ઠક્કર, ‘જયભિખ્ખ વ્યક્તિત્વ અને વાડ્મય') જયભિખુ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-380 009 Page #3 -------------------------------------------------------------------------- ________________ Jaybhikhkhu Janmashatabdi Granthavali Lokhandi Khakh Na Ful - 1 A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007 0 સર્વ હક્ક પ્રકાશ કના ISBN તૃતીય : જયભિખનું જન્મશતાબ્દી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ * પૃ. ૧૮ + ૪૭૬ કિંમત : રૂ. ? અર્પણ પ્ર કારક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખનું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮009 ઉત્કૃષ્ટ ધર્મઆરાધના ને વિશાળ સાહિત્યસર્જન અર્પનાર સાક્ષર શ્રી જયભિખુની કલમના પરમ ચાહક પ્રભાવક રાષ્ટ્રસંત આચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા.ને વંદનાપૂર્વક સાદર અર્પણ મુખ્ય વિકતા ગૂર્જર એજન્સીઝ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રતનપોળ નાકા સામે, પ૧/૨, રમેશપાર્ક સોસાયટી ગાંધી માર્ગ, વિશ્વ કોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧ અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ આવરણચિત્ર : મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ ૧. વિક્માદિત્ય હેમુ ૩. દિલ્હીશ્વર ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ ૯. લોખંડી ખાખનાં ફૂલ ૧-૨ ૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨ ૧૩. પ્રેમાવતાર- ૧-૨ નવલકથા ૧. ભગવાન મહાવીર ૩. મહામંત્રી ઉદયન ૧. ફૂલની ખુશબો ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૫. માદરે વતન ૧. હિંમતે મર્દા ૩. માઈનો લાલ ૨. ભાગ્યનિર્માણ ૪. કામવિજેતા નવલિકાસંગ્રહ ૬. ભગવાન ઋષભદેવ ૮. ભરત-બાહુબલી ૧૦. પ્રેમનું મંદિર ૧૨. સંસારસેતુ ૧૪. બૂરો દેવળ ૨. ફૂલ નવરંગ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ચરિત્ર ૧. બાર હાથનું ચીભડું ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૨. જયસિંહ સિદ્ધરાજ ૪. મંત્રીશ્વર વિમલ કિશોર સાહિત્ય ૨. યજ્ઞ અને ઈંધણ ૪. જયભિખ્ખુ વાર્તાસૌરભ બાળકિશોર સાહિત્ય ૨. તેર હાથનું બી ૪. નીતિકથાઓ - ૧-૨ બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) ૨. ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ) જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ) પ્રકાશકીય ઝિંદાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખુના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્રમે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કૉલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્મો યોજાયા હતા. એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી ૨કમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજકોને એ રકમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને જ્ઞાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને ‘શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ની સ્થાપના કરી. આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખુના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકારો અને ચિંતકોએ જયભિખ્ખુના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખુ ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખુ સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય ’ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખુ ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખુ નગર’ નામ આપવામાં આવ્યું તેમજ જયભિખ્ખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ ५ Page #5 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખુના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખું લિખિત ‘બંધન અને મુક્તિ’ નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું. ‘જયભિખુની જન્મશતાબ્દી નિમિત્તે ‘જયભિખ્ખ: વ્યક્તિત્વ અને વાડ્મય’ અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખુ' એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા “અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું. જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં જયભિખ્ખની નવલક્થાઓ ‘લોખંડી ખાખનાં ફૂલ' (ભાગ-૧-૨), ‘પ્રેમાવતાર' (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, ‘શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ” અને ‘સંસારસેતુ” એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખ્ખની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે ‘કૃષ્ણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એના કેટલાક નાટ્યાંશો પ્રસ્તુત કર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખુના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે. જયભિખુ શતાબ્દી ગ્રંથાવલિ દ્વારા જયભિખુની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪ ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ પ્રાકથન ઈ. સ. ૧૯૪પની એ ઘટના, આ પુરાણ પ્રસિદ્ધ કથાના સંદર્ભમાં યાદ આવે છે. દિલ્હીના લાલ કિલ્લામાં એક મુકદમો ચાલતો હતો. ભારતની એ વખતની સાર્વભૌમ સત્તાધારી અંગ્રેજ સરકાર એ ચલાવતી હતી. આરોપ હતો દેશદ્રોહનો : જર્મની અને જાપાનની મદદ લઈને હિંદને કબજે કરવાનો. આરોપીઓ હતા કેપ્ટન શાહનવાજ, કેપ્ટન ધિલોન અને કેપ્ટન સહગલ, એક મુસલમાન, એક શીખ અને એક હિંદુ. દેશભક્ત નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારત સરકારની નજરકેદમાંથી ભાગી છૂટીને ગુપ્ત વેશે જર્મની થઈ જાપાન પહોંચી ગયા હતા; અને ત્યાંનાં રાજ્યોની મદદથી એમણે ત્યાં આઝાદ હિન્દ ફોજ સ્થાપી હતી; અને ભારતમાંની અંગ્રેજ સલ્તનતના હાથમાંથી દેશને સ્વતંત્ર બનાવવા ભારત તરફ કૂચકદમ શરૂ કરી હતી. આ ત્રણે જણ આ આઝાદ હિન્દ ફોજના એફસરો બન્યા હતા અને એટલા માટે એમના ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો એ ત્રણ તકસીરવાર ઠરે તો, એ પછી બીજાં અનેક ઉપર કામ ચલાવવાનું હતું. આ વખતે આ ફોજને જાપાનીઓની સાથી લેખવામાં આવી અને પં. જવાહરલાલ નહેરુ જેવાએ પણ પડકાર કર્યો કે અગર આઝાદ હિન્દ ફોજ હિંદમાં આવે, તો સહુથી પહેલો એની સામે લડનાર હું હઈશ. (શ્રી ગુણવંતરાય આચાર્યત “શ્રી સુભાષચંદ્ર બોઝ' પૃ. ૧૭૦) આ આઝાદ હિંદ ફોજ , આસામની સરહદે, છેક ઈમ્ફાલના મોરચા સુધી આવી, પણ વરસાદે ખાનાખરાબી સર્જી, ને એ હારી. એના સેનાપતિઓ ને સૈનિકો અંગ્રેજ સરકારના હાથમાં કેદ પકડાયા. શ્રી સુભાષચંદ્ર બોઝ એક વિમાનમાં જાપાનના પાટનગર ટોકિયો તરફ પાછા ફરતાં વિમાની અકસ્માતમાં મૃત્યુ પામ્યા. ભારતની અંગ્રેજ સરકારે આ પકડાયેલા દેશપ્રેમીઓ ઉપર દેશદ્રોહનો આરોપ મૂકી કેસ ચલાવ્યો. એ વખતે પં. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે એમનો બચાવ કરવા બધું કરી છૂટવાનો નિર્ણય કર્યો. શ્રી ભુલાભાઈ દેસાઈ એ કેસના મુખ્ય વકીલ તરીકે મેદાને પડ્યા. તેઓએ જણાવ્યું કે આરોપીઓ દેશભક્તો છે, ને તેઓનો આશય માત્ર દેશને સ્વતંત્ર કરવાનો હતો; દેશદ્રોહ કરવાનો ન હતો. આ મુકદ્દમાના દિવસોમાં બે હજાર વર્ષ પહેલાં થયેલા, એક ધર્મવીર અમને યાદ આવ્યા. જેમણે, એક ભાનભૂલ્યા દુરાચારી રાજવીના અન્યાય અને અત્યાચારને દૂર કરીને, ધર્મની ગયેલી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપવા માટે : પોતાના માનને, પોતાના પદને, પોતાના જ્ઞાનને અને અંતે પોતાના જીવનને હોડમાં મૂક્યું હતું. એમનું નામ આર્ય કાલક ! જેમના વિશે અનેક કિંવદન્તીઓ ચાલી રહી છે. એમના શૌર્ય અને સ્વાર્પણભર્યા વ્યક્તિત્વને અને ઉત્કટ ધર્મપ્રેમને નહીં સમજી શકનાર કોઈ કોઈ એમને મન ફાવે તે ઉપનામ આપે છે, ને મન ફાવે તેમ એમના માટે લખે છે કથે છે. આવા એક Page #6 -------------------------------------------------------------------------- ________________ સિંહપુરુષની નવલકથા લખવાની અંતરમાં પ્રેરણા જાગી. આ મહાન ધર્મવીર આર્ય કાલક. એમની નવલકથા તે ‘લોખંડી ખાખનાં ફૂલ.’ કાલક મૂળે ક્ષત્રિય રાજ કુમાર . વૈભવ અને વિલાસ પર વિરાગ આવવાથી એ જૈન સાધુ થયા. તેમની સાથે તેમની બહેન સરસ્વતી પણ સાધ્વી થઈ. સરસ્વતી જેમ ગુણ અને શીલમાં ચડિયાતી હતી, તેમ એ રૂપ-સૌંદર્યવતી પણ બહુ હતી. એના ઉપર આસક્ત બનીને ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લું એનું અપહરણ કર્યું. એક સાધ્વીનું અપહરણ એટલે ધર્મને પ્રત્યક્ષ પડકાર. રાજા તપસ્વીઓનો અને એમના આશ્રમોનો જૂના વખતથી રખેવાળ ગણાતો. આર્ય કાલકે મહાજનને, મંત્રીઓને, સામંતોને, નગરાધ્યક્ષોને રાજા પાસે મોકલ્યા, ને એમની મારફત ધર્મમાં દખલ ન કરવા અને આવા ઘોર અપકૃત્યથી પાછા ફરવા વિનંતી કરી; પણ કામાંધ અને સત્તાંધ રાજાએ કોઈનું કંઈ ન સાંભળ્યું. આખરે આર્ય કાલક પોતે ગર્દભિલ્લની પાસે ગયા તો રાજાએ એમની ક્રૂર મશ્કરી કરી, અને ધર્મની દુહાઈ, માનવતાની યાદ અને દયાની ભીખને ઠોકરે ચઢાવી. આર્ય કાલકે એને સમજાવ્યું કે એકની સ્વતંત્રતા બીજા પરતંત્રતા ન હોવી ઘટે; એકનો હર્ષ બીજાનો વિષાદ ન હોવો ઘટે; પ્રજાનું રંજન અને રક્ષણ કરે તે જ સાચો રાજા ! પણ મદાંધ રાજાએ એમની એક પણ વાત ન સાંભળી; ઊલટું આચાર્યનો ઘાત કરવા એમના પર હાથી છૂટો મૂક્યો. સત્યના આગ્રહ માટે ત્યાં મરી જવું કે સત્યની પુનઃસ્થાપના માટે જીવી જવું આ બે વાતોમાંથી કાલકસૂરિએ બીજી વાત પસંદ કરી અને એમણે ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે, કાદવ-કીચડમાં આનંદ માણતા ભૂંડના જેવા : અન્યાય, અત્યાચાર અને અધર્મના કર્દમમાં ડૂબેલા આ અધર્મી રાજાનો હું સર્વનાશ કરીશ ! પછી તો સાધુવેશ તજીને આયેંગરુ ભારતમાં ઠેર ઠેર ફર્યા. એમણે લોકોને અને લોકનાયકોને કહ્યું : ‘દરેક રાજા પાસે મહાન આદર્શ હોવો ઘટે. દેશ, પ્રજા અને પશુ પર એને પૂરતું વહાલ જોઈએ. એનામાં અનન્ય ધર્મનિષ્ઠા હોવી ઘટે. જનતાની વાણી ને વેદના તરફ એનું મુખ હોવું ઘટે અને જે રાજા આથી અવળું વર્તન કરે એને દૂર કરવો ઘટે. રાજા ગર્દભિલ્લુ અત્યારે કુરાજવી બન્યો છે. એને દૂર નહીં કરો તો તમારો ધર્મ નામશેષ બની જશે.’ પણ શાસકોએ પ્રજાને દાબી દીધી હતી, એટલે બળવાન ગભિલ્લ સાથે લડવા કોઈ તૈયાર ન થયું. એમણે ફરી ફરી સૌને સમજાવ્યું : ભારતનો સાર્વભૌમ આદર્શ આધ્યાત્મિકતા છે, ધર્મ છે. રાજા ધર્મની રક્ષા કરનારો છે. રાજનીતિનું અહીં શાસ્ત્ર છે ને એ અનુસાર જ રાજ ચાલી શકે; ગમે તેવી બળવાન રાજસત્તા પર સ્વયં એ નિયમો બદલી ન શકે. પંડિતો, ધર્મગુરુઓ અને શાસ્ત્રજ્ઞોનું એ કામ છે. ગર્દભિલ્લ પોતે ધર્મને ઉવેખે, એ કેમ બને ? ધર્મની આવી ઉપેક્ષા કરનારને તો જેર કરવો જ ઘટે. પણ આર્ય કાલકનું કથન કેવળ અરણ્ય-રુદન જેવું નીવડ્યું ! આખરે એમણે ધર્મરક્ષાની ખાતર પોતે જ ઝુકાવી દીધું : એ મદાંધ સત્તાને દૂર કરવાનો નિર્ણય કર્યો. આ વખતે સિંધ પ્રાન્તનો એક એલચી એમને મળી ગયો. એ એલચીની મદદથી એ સિંધ પ્રાન્તમાં પહોંચી ગયા. ત્યાં ઈ. સ. પૂર્વે ૧૨૦-૧૧૫થી શકો ત્યાં આવીને વસ્યા હતા. શકોને એમનું શાસન હતું. તેઓને પોતાની શક્તિ અને વિદ્વત્તા દ્વારા આર્ય કાલકે પ્રસન્ન કર્યા. આ વખતે જોગાનુજોગ એવો બન્યો કે જે શકશાહીના આર્ય કાલક મહેમાન હતા, એના પર શકશહેનશાહની નારાજગી ઊતરી ને સામાન્ય ગુના અંગે એણે એ શાહીને અને બીજા શાહીઓને પણ દેહાંતદંડની સજા કરી. આર્ય કાલકે આ તકનો લાભ લીધો. એમણે શકશાહીઓને સમજાવ્યું, કે આ રીતે મરણને શરણ થવા કરતાં દેશત્યાગ કરીને ચાલ્યા જવું સારું. શકશાહીઓને લઈને આચાર્ય ગભિલ્લને પરાસ્ત કરવા ભારતવર્ષમાં આવ્યા. ઈ. સ. પૂર્વે એકસો વર્ષનો એ સમય. શકોની સહાયથી એમણે સૌરાષ્ટ્ર કબજે કર્યું, ને પછી ઉજ્જૈની પર હલ્લો કર્યો. મુખ્યત્વે આર્યગુરુની કુનેહ અને એમના યુદ્ધકૌશલથી પરાક્રમી રાજા ગર્દભિલ્લુ હાર્યો ને કેદ પકડાયો. સહુની માન્યતા હતી કે આર્ય કાલક ગભિલ્લને ગરદન મારશે, પણ તેઓએ તેને ક્ષમા આપી. શકશાહીને અવંતી ભળાવી ધર્મની આણ આપીને કહ્યું કે ધરા ધર્મને વશ છે; ધર્મને ટકાવશો ત્યાં સુધી જ તમારું શાસન ટકશે. આ પછી પોતે સરસ્વતી સાધ્વીને લઈ ફરી પાછા વન-જંગલમાં સાધુધર્મ પાળવા ચાલ્યો ગયો. ફક્ત ચાર વર્ષ પછી શકરાજાને હરાવી વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો. આટલો કથાસંક્ષેપ છે. *** ઇતિહાસની એક મહાન ઘટનાને લઈને રચાયેલી આ નવલકથા છે. ઇતિહાસના આછા-પાતળા તંતુને આધારે વણાયેલી આ નવલકથાનો આરંભ વિક્રમથી સો વર્ષ પહેલાં થાય છે. ભારતમાં એ વખતે ગણતંત્ર, જનપદ, રાજા ને રાજન્યનાં રાજ ચાલતાં હતાં, પણ ધીરે ધીરે આપખુદી ને એકહથ્થુ સત્તાનો લાભ સહુ શક્તિશાળી સામ્રાજ્યોને વળગ્યો એટલે દેશની એકતા ખોખરી બની. પરદેશીઓ આનો સારો લાભ ઉઠાવવા લાગ્યા. હૂણ, શક, ઋષિક, યવન, પલવ વગેરે જાતિઓએ અહીં આવીને પોતાનાં થાણાં જમાવ્યાં. સિકંદરે ભારતપ્રવેશ વધુ સરળ કર્યો ને સમ્રાટ ચંદ્રગુપ્તના સમયથી યવન ને ગ્રીક સુંદરીઓ સાથેના લોહીસંબંધો બંધાવા માંડવા. આ રીતે જ્યારે ભારતમાં વિલાસ, વૈભવ ને વિકારનું સામ્રાજ્ય જામ્યું હતું, તે કાળે દેશની રાજસત્તાને મોટામાં મોટો આંચકો આપનાર આ બનાવ બન્યો. ९ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જૈનીના મહાપ્રતાપી રાજવી ગર્દભિલ્લુ ઉર્ફે દર્પણસેનની બધે બોલબાલા હતી. એ રાજા મંત્રધર હતો અને એણે પોતાની શક્તિથી સામંતો, સરદારો, મહાજનો અને બીજા બધાને વશીભૂત કર્યા હતા, ગુલામ જેવા બનાવી દીધા હતા ! એના કઠોર શાસન સામે કોઈ આંગળી પણ ચીંધી શકતું નહિ. આગળ કહ્યું તેમ, સામર્થ્યનો આ અતિરેક સંયમની અવહેલના કરવા પ્રેરાયો : રાજા દર્પણર્સને કાલકાચાર્યની બહેન સાધ્વી સરસ્વતીનું હરણ કર્યું. આની સામે કાલકાચાર્યે પડકાર કર્યો : થો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું જે રક્ષણ કરે છે, તેનું જ ધર્મ રક્ષણ કરે છે. પણ આ અધર્મ તરફ આખા જમાનાએ બેપરવાઈ દાખવી. સહુ શક્તિને નમી પડ્યાં. પારકી બલા વેઠવાની તૈયારી કોઈએ ન બતાવી. આચાર્યને થયું : શક્તિનું આવું ગુમાન ન ઉતારાય તો પૃથ્વી પર રાવણરાજ્ય સ્થપાઈ જાય ! પણ જ્યારે આવા ભયંકર અધર્મને પડકારવા કોઈ ભારતીય રાજ્ય તૈયાર ન થયું, તો કાલકાચાર્ય પરદેશમાં મદદ લેવા ગયા પાપને ગમે તે રીતે ડામવાની તેમની પ્રતિજ્ઞા હતી. આ વખતની આપણા દેશની સ્થિતિ સિકંદરની ચઢાઈનું વર્ણન કંઈક સ્પષ્ટ કરે છે. ધર્મ અહીં મહાન વસ્તુ લેખાતો; દેશની કલ્પના ઝાંખી હતી. ગણતંત્રો અનેક હતાં, પણ પ્રજાકીય ભાવનાનો આવેગ ધીરો હતો. પ્રાંતમાંત વચ્ચે ભારે વૈમનસ્ય પ્રવર્તતું હતું; અરે, મગધમાં જનારાઓને પ્રાયશ્ચિત્ત લેવાનું કહેવામાં આવતું ! અલબત્ત, ધર્મના નામ પર એક થવાની મોટી શક્યતા અહીં હતી ને અહીંના શાણા આગેવાનો ધર્મના સમીકરણ માટે, નવચેતના માટે વારંવાર પ્રયત્ન કરતા પણ જોવાતા; એકબીજાના અવતારોને, સૂત્રોને, કથાસિદ્ધાંતોને એકત્ર કરવામાં આવતા; પણ કંઈ વળતું નહીં. વર્ણ, જાતિ, પ્રાંતવાદના ખડક સાથે ભારતની એકતા વારંવાર ઠોકર ખાતી હતી. : આર્ય કાલકના જીવનમાં એક વાત પદે પદે દેખાય છે : કર્તવ્યપાલન માટે સતત આગ્રહ. કર્તવ્યની વેદી પર શહીદ થઈ જવું એમને માટે સહેલું છે, પણ કર્તવ્યની જરા પણ ઉપેક્ષા થતી હોય તો એ એમને માટે અસહ્ય બની જાય છે. કર્તવ્યહીનતાનો ભાર એ વેઠી ન શકતા. એટલે, જ્યારે પણ અંતરમાંથી કર્તવ્યનો સાદ ઊઠતો ત્યારે કોઈની પણ સહાયની આશા કે અપેક્ષા રાખ્યા સિવાય, તેઓ ચાલી નીકળતા. એ જ કર્તવ્યભાનથી પ્રેરાઈને તેઓ ગર્દભિલ્લ જેવા માંત્રિક, તાંત્રિક અને શક્તિના પુંજ સમા રાજવીની સામે થયા. ન કોઈ સાથી, ન કોઈ સંગી ! પોતાનાં પોતાનાં નહિ, ને ધર્મપાલકોને ધર્મની ખેવના નહિ ! આવા રેઢિયાળ યુગમાં ધર્મ પ્રત્યેની આટલી કડક કર્તવ્યભાવના ખરેખર ધન્યવચન માગી લે છે. १० આર્ય કાલકના જીવનનું મૂલ્યાંકન એ રીતે થવું ઘટે. : સાધુ માટે રાજનીતિમાં પડવાનો નિષેધ છે; પણ ધર્મરક્ષા માટે કોઈક સાધુપુરુષને ક્યારેક રાજનીતિના અગ્નિ પર ચાલવું અનિવાર્ય બની જાય છે : આ ઘટના એ વાતની સાખ પૂરે છે. વિજયનગરનો ઇતિહાસ આપણી સામે છે. મહાત્મા વિભીષણની પુરાણકથા આપણી નજર સામે છે. એ વખતે આર્યવીરો જાણે એમ જ કહે છે : “બાદશાહી તો બે ઘડીનાં ચોઘડિયાં છે, પૃથ્વી પાટે અમર છે, પુણ્ય ને પુણ્યવંતાં’ (કવિવર ન્હાનાલાલ) *** આ કથામાં આવતી મંત્ર-તંત્રની વાતો આજના વિજ્ઞાનના યુગમાં વાચકોને કદાચ નહિ ગમે, પણ મંત્ર-તંત્ર પણ એક વિજ્ઞાન છે, એટલો ખુલાસો અહીં કરવો બસ છે. આજે પણ આવા અનેક ચમત્કારો જોવા જાણવા મળે છે. ગર્દભિલ્લ રાજા કોણ હતો, કયા વંશનો હતો, એ હજી ઇતિહાસથી ચોક્કસ થઈ શક્યું નથી, પણ પ્રબળ માન્યતા એ છે, કે એ પરદેશી લોહીનો અંશ હતો; એના મનમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સાવ ઓછા હતા. એને કેટલેક સ્થળે પ્રવેશી રાજા કહ્યો છે. આ વખતે ઘણાં ગણતંત્રો હતાં, પણ એ જર્જરિત સ્વરૂપમાં હતાં; એમાં વાદવિવાદો એટલા ચાલતા કે કોઈ કામનો અંત આવતો નહિ, અને વિતંડાવાદ એટલો ચાલતો કે કામ કર્યા વગર જ સભા પૂરી થઈ જતી ! શક આદિ જાતિઓ કાલકાચાર્યના વખતમાં નવી આવી નહોતી; ઈ. સ. પૂર્વે છસો વર્ષથી એ આવતી થઈ હતી, ને વર્ણવ્યવસ્થાને એણે દૂર રાખી હતી, ઈ. સ. પૂર્વે ૧૫૦ની આસપાસ કોણ જાણે ભારતમાં કેટલીય જાતિઓ આવીને વસી ગઈ હતી. શક અહીં આવ્યા ત્યારે પંજાબમાં યવનોનું રાજ્ય હતું. યવનોને શકોએ જ તગડ્યા હતા. ભારતનાં પ્રાંતરાજ્યોમાં રાજનીતિ સાથે ધર્મનીતિ ભળી હતી, ને એણે ભારતના પતનમાં મોટો ભાગ ભજવ્યો હતો. સિકંદર પછી મૌર્ય શાસનકાળે ખુબ સુખ-શાન્તિ પ્રસાર્યાં. પણ છેલ્લા કાયર મૌર્ય રાજા બૃહદ્રથનું એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે ખૂન કર્યું, ને શૃંગ વંશ સત્તા પર આવ્યો. આ વખતે ઉત્તરપશ્ચિમના દ્વારમાંથી ઘણા પરદેશીઓ ભારતમાં આવ્યા. શંગ સત્તાએ મધ્યદેશના યવનો અને શકો-હુણોને ખાળવા ઘણો યત્ન કર્યો, પણ બહુ કંઈ થઈ શક્યું નહિ. ધાર્મિક વિવાદો ખૂબ વધ્યા. દરેક ધર્મવાળો પોતાના ધર્મને મહાન બનાવવા મથવા લાગ્યો ને સાથે બીજા ધર્મને હલકો પાડવા લાગ્યો. એક શૃંગ રાજાએ પ્રાચીન ११ Page #8 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ સ્તૂપોને ખંડિત પણ કર્યાં હતાં. ભારતીય બૌદ્ધોએ વિદેશી બૌદ્ધો (શકો અને હુણો)ને બોલાવી શૈવ મંદિરો ખંડિત કરાવ્યાં. આ કથાનાં બન્ને પાત્રો – આર્ય કાલક અને રાજા ગર્દભિલ--ગણ રાજ્યનાં છે. આ વખતે પંજાબ, રજપૂતાના ને સૌરાષ્ટ્રમાં ગણરાજ્યો હતાં, સતલજના નીચા કાંઠા પર યૌધેયનું મજબૂત ગણરાજ્ય હતું. હિમાલયની તળેટીમાં પણ ગણરાજ્ય હતું. માલવગણ પંજાબ છોડી ચંબલ પર વસ્યો હતો. ગણતંત્રોની નબળાઈનો લાભ લઈને રાજન્ય રાજા થયો. છેવટે એ જનાધીપ યા નરેશ બન્યો. જેમ પ્રજા નિર્બળ થતી ગઈ, એમ રાજા પોતાનાં મૂળ ઊંડાં ઘાલવા લાગ્યો. પછી તો રાજા વંશાનુગત થયો. એ વખતે ધર્મના એક ધૂમકેતુથી ધરા કંપી. ઇતિહાસનાં આ આછાં અંધારાં-અજવાળાંને આધારે મેં આ નવલકથા રચી છે : અને એમાં એ વખતની દેશની સ્થિતિને વણવાનો યથાશક્ય પ્રયાસ કર્યો છે. રાજ કોટથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ દૈનિક પત્ર “જયહિંદ 'ના સંચાલક શ્રીયુત બાબુભાઈએ સળંગ વાર્તા લખવાનું નિમંત્રણ પાઠવ્યું અને તેમના પત્રમાં લાંબી નવલ કથા તરીકે પ્રથમ આ વાર્તા પ્રગટ થઈ. વર્તમાનપત્ર માટેની વાર્તાના તાણાવાણામાં અને ગ્રંથસ્થ થતી વાર્તાના તાણાવાણામાં થોડો ફેર હોય છે. એટલે આ વાર્તાને ગ્રંથસ્થ કરતી વખતે એમાં થોડો ફેરફાર કર્યો છે અને એને ખૂબ ખૂબ મઠારી છે. આ કાર્યમાં મારા વડીલબંધુ શ્રી રતિલાલ દેસાઈએ અને વિદ્વાન પ્રો. રાજપરાએ કીમતી મદદ કરી છે. એ સહુનો હું ઋણી છું. આશા છે, વિશાળ પટને આવરી લેતી આ કથા વાચકોને ગમશે. તા. ૨૦-૧૨-૧૯પ૯ - જયભિખ્ખું સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખનુ' પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર, હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવજાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખુ” જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખું 'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલહીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ” શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તૃતીય આવૃત્તિ સમયે ' જયભિખૂની આ અત્યંત લોકચાહના પામેલી ઐતિહાસિક નવલકથાની તૃતીય આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ કાર્યમાં સહયોગ આપવા માટે ગૂર્જર પરિવારના આભારી છીએ. ૧૧, નવેમ્બર, ૨૦૧૪ - ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ Page #9 -------------------------------------------------------------------------- ________________ . A & 2 A 0 4 છે = R. તે = = 3 K ) 8 (o 5 o 0 A A 6 0 - છે ' તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની', “યાદવાસ્થળી’, પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જવાલા', ‘શુલી પર સેજ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે. વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જ થ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખું 'નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે. તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર' નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખુના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે. ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સુઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. ‘જયભિખ્ખનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮ - ધીરુભાઈ ઠાકર 0 6 ' અનુક્રમણિકા ૧. મહાગુરુનો આશ્રમ ૨. આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ ૩. અંબુજા ૪. નાદ-ગર્દભ ૫. શક્તિમાં વસતી એશક્તિ કાલકનું મનોમંથન ૭. માયાનગરી ૮. મહાચક્રપૂજા ૯. ભાગી છૂટ્યાં ૧૦. નવી દુનિયામાં ૧૧, જે જેનું તે તેને ૧૨. માયોકંચુકે ૧૩. મર કટ અને મદિરા ૧૪. અવન્તિના બે દૂત ૧૫. મને ભૂલી જજે ! ૧૬. બે ઘોડાનો સવાર ૧૭. કાલક ! કુહાડીનો હાથો થા ! ૧૮. લોખંડી પુરુષ ૧૯. સુનયનાનું અર્પણ ૨૦. એ રાતને પ્રભાત ન હોત તો૨૧. સાગના પંથે ૨૨. અલબેલી ઉર્જની ૨૩. નરનાં શિકારી ૨૪. સિંહ કે શિયાળ ? ૨૫. અલકા મનેકા બની ૨૬. હા હત્ત હત્ત ! ૨૭. પૃથ્વીનો પ્રભુ ૨૮. હાડકાંનો માળો ૨૯. પ્રતિજ્ઞા ૩૦. પ્રતિશોધનો પાવકે ૩૧. પરભોમ તરફ પ્રયાણ ૩૨. સપ્તભૂમિ પ્રાસાદ ૩૩. સ્ત્રી જે છે તે નથી 0 5 ' હ 0 4 હ = જે હ = છે - 0 in £ 5 - 0 - - છે 0 - - 6 છે 6 - ا 0 *' ت ا - ' لم ' 0 ' ا 0 و + نت + = 5 + કે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૬ ' ' ' ' છે લોખંડી ખાખનાં ફૂલ @ @ @ @ . = 6િ = ૪૫, = u t[1 = = 4 0 ($ ૩૪. માનનાં ભૂલ ઘણાં ૩૫. સ્ત્રી શક્તિનો પરચો ૩૬. મહાત્મા નકલંક ૩૭. તજ સરીખી તીખી, રે ઢોલા ૩૮. મહાત્માએ કહેલી નીતિવાર્તા ૩૯, તારે તે તીર્થ ૪૦. મીનનગરમાં ૪૧. અકારું અમરપદ ૪૨. રાજ ગુરુ બન્યો ૪૩. પંચતંત્રનો પરિચય ૪૪. કસોટી કાળો અસવાર ૪૬. જિંદગી હારવા માટે નથી ૪૭. આખરી નિર્ણય ૪૮. બૈરૂતનું ભૂત ૪૯. પતિ-પત્નીનો સ્વામીબદલો ૫૦. મઘાનું નાટક ૫૧. મસ્તકનો ઉપયોગ પર. સૌરાષ્ટ્રની ધરતી પર પ૩. મઘા-બૈરૂતનું અપહરણ ૫૪. મઘાની મુક્તિ ૫૫. અમને સુવર્ણ આપો ! પક. જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે ૫૭. ગુપ્તચરોની પ્રવૃત્તિ ૫૮. વિજય-પ્રસ્થાન પ૯, બલમિત્ર અને ભાનુમિત્રા ૬. આશા-નિરાશા ૬૧. લોખંડી ખાખ ૬૨. અણનમ યોદ્ધાઓ ૬૩. ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે ફિ૪. સંકલ્પની સિદ્ધિ ૬૫. ધર્મને શરણે કક કથા એવું કહે છે કે – $ = $ 6િ A ધ A @ ' = 0 છે = = = . ( . d = . h = ૬ = di ૬ = e = = e = = = = Page #11 -------------------------------------------------------------------------- ________________ મહાગરનો આશ્રમ વિક્રમ સંવત ચાલુ થવાને હજી વાર હતી અને એને ચાલુ કરનારો રાજા વિક્રમ ભવિષ્યના પારણામાં પોઢઢ્યો હતો. સિકંદરની ચઢાઈ થઈ ગઈ હતી અને એણે દેશમાં નવાં મૂલ્યાંકનો જન્માવ્યાં હતાં, એણે ઘણા નવા રસ્તા, ઘણી નવી વિદ્યાઓ, ઘણા નવા શાસકો અને ઘણું નવું જ્ઞાન-વિજ્ઞાન ભારતને ભેટ આપ્યું હતું. આ સંપર્કની મોટી અસર રાજ કુળોમાં અને સ્ત્રીકુળોમાં પડી હતી. રાજ કુળો લડાઈની નવી રીત શીખ્યાં હતાં ને સ્ત્રીકુળ નો શણગાર શીખ્યું હતું. ભારતની સ્ત્રી જે સાવ સાદી રીતે કેશ ઓળતી એ અનેક પ્રકારનું કેશગુંફન કરવા લાગી હતી. માથું નાનું ને અંબોડો મોટો-કેશસંગોપનની આ નૂતન પદ્ધતિએ જન્મ લીધો હતો : અને ફાટફાટ થતા યૌવન પર જ્યાં હંમેશાં એક સાદી પટ્ટી બંધાતી હતી, ત્યાં કસવાળી કંચુકી આવી હતી. પરદેશ જોવાની અને એને વિશે જાણવાની ઉત્કંઠા પેદા થઈ આજની જેમ એ વખતે નગરો વધ્યે જતાં હતાં, ને દેશના ધનવૈભવની એ પારાશીશી બન્યાં હતાં. છતાંય વનવગડામાં અને અરણ્યમાં હજી ભારતના સંસ્કાર ધનનો વારસો જળવાઈ રહ્યો હતો. ઘટ, પટ ને ચટના આત્મિક વૈભવવાળા મહાન આત્માઓ એને રસી રહ્યા હતા અને ત્યાં ભારતની મૌલિક સંસ્કૃતિનું સંરક્ષણ હજી ચાલુ હતું. હજી અરણ્યોમાં ઋષિઓ હતા, મહર્ષિઓ હતા. હજી ઋષિપત્નીઓ હતી ને ઋષિસંતાનો હતાં. હજી આશ્રમો હતા. આશ્રમોમાં હજીય અહિંસા હતી. હજીયા વિદ્યાસુવર્ણનો ત્યાં વિનિમય હતો. હજીય ત્યાં રાય-ક એક આસન પર બેસતા. ૧૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ હજીય વનવગડાનાં વાસી હરણાં ઋષિઓનાં ચરણ પાસે બેસતાં, ને તેઓની પડખે જ માત્ર એક અધોવસ્ત્ર કે એક લંગોટી પહેરી રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો વિદ્યાધ્યયન માટે ગુરુચરણ સેવતા. ઋષિઓ આ માનવબાળ અને મૃગબાળ – બંને પર સરખું હેત ઠાલવતા, કારણ કે તેઓ નિર્લોભી ને નિઃસ્પૃહી હતા. સંસ્કાર ને સુવિધા વિનાના માનવીને એ પશુથી હીન લેખતા. આ મહર્ષિઓનો હાથ યાચના માટે ઈશ્વરની સામે પણ ઊઠતો નહિ અને એમની ભિક્ષાવૃત્તિમાં ચક્રવર્તીના જેટલી ખુમારી હતી. અન્ન સ્વીકારનાર જાણે દાતા પર ઉપકાર કરતો, અન્ન આપનાર આપીને પોતાને જાણે ધન્ય માનત, એવી મનોદશા હજીય પ્રવર્તતી હતી. આશ્રમોમાં ન્યાય, સત્ય ને ઋતુનું જીવન હતું. પ્રેમ, શૌર્ય ને સ્વાધીનતાનો અહીં સંદેશ હતો. અહીંનું નાનું ચકલું પણ ગર્વિષ્ઠ બાજની શક્તિને પડકારતું, ને વખત આવ્યે પડમાં પણ ઊતરતું. યુદ્ધ થાય તો એ ખપી જતું, પણ દાસત્વ ન સ્વીકારતું. આવા વજનિશ્ચયી નાના નિર્બળ ચકલાનું નિર્જીવ માંસ પણ શકરા બાજના પેટમાં પેસી પોકાર પાડતું. અહીં માણસ વજ્જરનો હતો. ભાવના સ્વર્ગની હતી. જીવન સ્નેહ ને સ્વાર્પણનું હતું. પાપ દાસત્વનું હતું. ધર્મ, અર્થ અને કામ ત્રણે હતાં : પણ છેલ્લાં બે પહેલા એકને આધીન રહીને સેવવાનાં હતાં. આજનાં માણસ કરતાં એ વખતના આશ્રમનાં મોર, પોપટ ને મેનાં સુંદર જીવન જીવતાં. રમવાની ઉંમરે રમતાં, પ્રેમ કરવાની ઉંમરે પ્રેમ કરતાં, માબાપ થયાનો મહિમા જાણતાં અને પછી યોગથી ને શાંતિથી જીવનનો અંત માણતાંત્યાં દંભ નહોતો, વિકાર નહોતો, હાયવોય નહોતી. આ આશ્રમપીઠોમાં વેદ, ઉપનિષદ, શ્રુતિ-સ્મૃતિ ભણાવવામાં આવતાં. કાવ્ય, નાટક, ચંપૂ, આખ્યાનક, આખ્યાયિકા, ગીતિ-સંગીતિ, ધર્મનીતિ, રાજનીતિ ને સમાજનીતિ શીખવવામાં આવતી. ગૃહસ્થનાં બાળને જીવન-વ્યવહારનું અને કામશાસ્ત્રનું જ્ઞાન પણ અë નિઃસંકોચ અપાતું. આ આશ્રમોમાં જીવનની એક વીસી કે એક પચ્ચીસી સુધી રાજપુત્રો, બ્રહ્મબટુઓ કે વૈશ્યપુત્રો નિવાસ કરતા. આ આશ્રમપદોમાં સુવર્ણદ્વીપ, તામ્રપર્ણ, તિબેટ, નેપાળ, બ્રહ્મદેશ, દક્ષિણદેશ, કોંકણ, કલિંગ ને મિથિલાથી વિદ્યાર્થીઓ આવતા અને ન્યાય, સ્મૃતિ, અલંકાર, કાવ્ય, કોષ ને જ્યોતિષનો અભ્યાસ કરતા. તેઓ પોચી માટી પર કે સૂકો ઘાસ પર પથારી કરતા. લાકડાનાં ઓશીકાં રાખતા. એક ટેક જમતા. એ સિવાય જ્યારે મન ફાવે ત્યારે ગાયનું દૂધ પીને શુધા ને તૃષા બંને બુઝાવતા. અહીંના બ્રહ્મચારી વિદ્યાર્થીઓ માટે વીસ વર્ષની ઉંમર સુધી સ્ત્રીનું મોં જોવું પાપ લેખાતું. આ આશ્રમ તો ગ્રામ-નગરના પાદરથી થોડે છેટે ઠેર ઠેર જોવા મળતા અને હવે આવી રહેલી નવી હવામાં તો નગરમાં પણ કેટલાક ગુરુઓ પહોંચી જઈને આવાસોમાં આશ્રમો સ્થાપતા થયા હતા. પણ એ વિદ્યા-વાણિજ્યનાં ધામો કહેવાતાં, અને અરણ્ય-આશ્રમોના વિદ્યાર્થી કરતાં એ વિદ્યાર્થીઓ હલકી કક્ષાના લેખાતા. મોટી ચર્ચા-સભાઓમાં અને રાજસભાઓમાં એ અગ્રગણ્ય સ્થાન મેળવી ન શકતા. અરણ્ય-આશ્રમ અને નગર-આશ્રમો ઉપરાંત છેલ્લા વખતથી નિર્જન વનોમાં કેટલાક નવા આશ્રમો સ્થપાયા હતા. આ માનસવિઘાના યા મંત્ર-તંત્ર અને અભુત વિદ્યાઓના આશ્રમો હતા. ચમત્કારિક પ્રયોગ અને ઇંદ્રજાલ વિદ્યા, મારણ, કારણ ને ઉચ્ચાટન, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર, શુકનશાસ્ત્ર વગેરેનું અહીં જ્ઞાન અપાતું. અહીં ગમે તે પ્રવેશ મેળવી ન શકતા. પ્રવેશ મેળવવા માટે આકરી તાવણીમાં તપવું પડતું અને વીસ વર્ષથી ઉપરના યુવાનોને જ અહીં સ્થાન મળતું. વિદ્યાર્થી સાથે વિદ્યાર્થિનીઓ પણ અહીં રહેતી. નવયૌવનમાં આવેલાં બ્રહ્મચર્યના તેજથી ઓપતાં આ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને હરણાંની જેમ હરતાંફરતાં જોવાં એય જીવનનું સુફળ કે નેત્રનો પરમ આનંદ હતો. મગધની પવિત્ર પાંચ ટેકરીઓ વચ્ચે આવો એક સુપ્રસિદ્ધ શ્રમ આવેલો હતો અને ‘ગુરુણાં ગુરુ ” મહામાનો એ આશ્રમ કહેવાતો. ‘ગુરુશાં ગુરુ” એ મહાગુરુ મહામઘને ઋષિઓએ આપેલું બિરુદ હતું. કોઈ પણ ચાલાક વિદ્યાર્થી કે નખરાંબાજ વિદ્યાર્થિની આ ગુરુને છેતરી ન શકતાં. આ અજબ વિદ્યાઓ શીખવા ઘણી વાર વેદપાઠી આશ્રમોમાંથી ખુદ ઋષિઓ બ્રહ્મબટુઓના વેશમાં આવતા, પણ ગુરુણાં ગુરુની નજર પડતાં જ એમની બધી બનાવટ ખુલ્લી પડી જતી અને ગુરુ કાન પકડીને આ નવા ચેલાને બહાર હાંકી મૂકતા. એમની કૃપા મહાન હતી. એમ કોપ પણ મહાન હતો. મહાગુરુ કહેતા કે હું તો મનથી ચોરી પકડનારો છું. એમાં જો આંખનો ઉપયોગ કરું તો તો ગુનેગાર વ્યક્તિને મર્યે જ છૂટકો ! આ આશ્રમ લગભગ છૂટોછવાયો ચારેય યોજનમાં પથરાયેલો હતો અને એના પ્રવેશદ્વાર પર આવેલી સાધકકુટીમાંથી સિદ્ધકુટીમાં પહોંચતાં હોશિયાર વિદ્યાર્થીને લગભગ ચારપાંચ વર્ષ વીતી જતાં. કેટલાકે તો અડધે રસ્તે જ રહેતા : અને કેટલાક તો પ્રવેશદ્વારની સાધકકુટીમાંથી દશ ડગલાં પણ આગળ વધી ન શકતા. 2 | લોખંડી ખાખનાં ફૂલ મહાગુરુનો આશ્રમ D 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ તો સિંહણનું દૂધ છે. યોગ્યતા વિનાના પાત્રમાં પડશે તો પાત્ર ફાટી ગયા વિના રહેવાનું નથી. પાત્ર બનવું કે અપાત્ર સાબિત થવું એ સૌના પોતાના હાથની વાત દરેક યુવાન કે યુવતીને પ્રથમ સાધકકુટીમાં રાખવામાં આવતાં, ને ત્યાં તેમની શારીરિક શક્તિની તપાસ થતી. કોઈ પણ અંગની ખોડખાંપણવાળાને તો ત્યાં પ્રવેશ જ ન મળતો. - શરીરસૌષ્ઠવે, શરીરસૌંદર્ય ને શરીરબળ - ત્રણે અહીં પરખવામાં આવતું. આ બધું હોવા છતાં જો ફેફસાં નબળાં હોય, આંખો વિકારી હોય ને ઉદર બગડેલું હોય તો એને પણ પાછા ફરવું પડતું. - ગુરુવર્ય હંમેશાં કહેતા કે મારી વિદ્યા કાચો પારો ખાવા જેવી છે. એ માટે સાધકનાં ફેફસાં હાથી જેવાં, આંખ ગરુડ જેવી ને પેટ કાલાગ્નિ જેવું હોવું જોઈએ, તો જ મારી માનસી વિદ્યા મળી શકે, અને પચી શકે : નહિ તો વિદ્યાનું અજીર્ણ થાય. અને આટલી પરીક્ષા પછી વિદ્યાના અર્થીને સમૂહમાં એટલે કે કુમારકુમારિકાઓની વચ્ચે મૂકવામાં આવતો. બધા એક સાથે રહેતાં. એક સાથે સ્નાન કરતાં. એકસાથે જમતાં ને એક સ્થળે સૂતાં. નવયૌવનની તાજગી દરેક સાધકના દેહ પર રમ્યા કરતી. જીવનની વસંત ઋતુ સમી યૌવન અવસ્થાના આંબે કોયલો ટહુક્યા કરતી. કામદેવ પોતાનાં તા કામ-બાણ લઈને અહીં અજાણ્યો ઘૂસી આવતો. કોઈ વાર તીર પણ ચલાવતો. શરૂઆતમાં કોઈ કોઈ સાધકના અંતરના તાર રણઝણી ઊઠતા, એને નેહવીણાના ઝંકાર સંભળાતા, એને મન બપૈયાની વ્યાકુળ વાણી કર્ણગોચર થતી. પણ આ વિદ્યાનાં અર્થી કુમાર-કુમારિકાઓ ઉગ્ર સાધન દ્વારા ધીરે ધીરે કામદેવનાં તીરોને વ્યર્થ બનાવતાં અને સંયમની મૂર્તિ બની રહેતાં. થોડે દહાડે બધું તોફાન શમી જતું. નિર્વાત દીપની જેમ સહુ સ્વસ્થ બની જતાં. અધ્યયન-શ્રેણી આગળ વધતી. દુનિયામાં પાંચે આંગળીયો સરખી હોતી નથી. સઘળાં ફૂલનાં દિલ લોખંડી હોતાં નથી. કોઈ ફૂલ અણધારી રીતે તોફાનમાં સપડાઈ જતું. એ ફૂલ અવસ્થ બનતું અને મુગ્ધ બનીને બીજા ફૂલનાં અંગો તરફ નીરખ્યા કરતું. ગુરુને આ વાતનો તરત માનસ સંદેશ મળતો. એ ફૂલોને વિદ્યા મળતી બંધ થતી એટલું જ નહિ, પણ તેવાં પતંગિયાંને સાધકકુટી છોડી દેવી પડતી. ગુરુ કંઈ આ સાધકો પર ચોકી પહેરો ન રાખતા. તેઓ કોઈ કોઈ વાર અચાનક આવી ચઢતા, અને ત્યારે અવશ્ય કંઈ નવાજૂની થશે, એવી ભીતિ સર્વત્ર વ્યાપી જતી. મહાગુરુ ભયને વિદ્યાશિક્ષણની પ્રાથમિક ભૂમિકા માનતા. એ કોઈ વાર લહેરમાં હોય ત્યારે સાધકોને ઉદ્દેશીને કહેતા : ‘અહીં તો જે રહેશે, એ આપબળથી રહેશે; નહિ તો સગા બાપથી પણ નહિ રહી શકે. મારી વિદ્યા કેટલીક વાર તેઓ વિવિધ પ્રકારના લંગોટ લઈને આવતા. સહુ છાત્રોને એકત્ર કરતા અને વિધવિધ લંગોટની યોગ્યતા પ્રમાણે વહેંચણી કરતા. આ યોગ્યતા માટે કોઈ પ્રત્યક્ષ પરીક્ષા નહોતી. ગુરુ પોતાના અંતશ્ચિત્રથી સાધકની સાધકતાનો નિર્ણય કરતા. કેટલાકને વસ્ત્રના લંગોટ આપતા. ઘણાને લાકડાના લંગોટ આપતા. કોઈ કોઈને તાંબાના લંગોટ પણ આપતા. પ્રથમ પ્રકારનો લંગોટ બદલી શકાતો. બીજા બે પ્રકારના લંગોટો બદલી ન શકાતા. ગુરુ પોતે ફરી વાર આવીને પોતાની હાજરીમાં એ બદલી જતા. એક વખતની વાત છે. મહાગુરુ એકાએક ધસમસતા આવ્યા. એમનાં નેત્રો લાલઘૂમ હતાં, ને નાક પર કપડાંની પટ્ટી બાંધી હતી. તામ્ર લંગોટવાળાં ચાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને લઈને તેઓ પર્વતની ઊંચી ટોચ પર ગયા. અહીં ચારે જણાને ઇષ્ટ-સ્મરણની થોડી તક આપીને પર્વત પરથી નીચે ખીણમાં ગબડાવી મૂક્યાં. ન દયો, ન માયા !. બધે હાહાકાર વર્તી ગયો. અરે, મહાગુરુ કંઈ ઘેલા તો થયા નથી ને ? આ તો માનવહત્યા કરી કહેવાય ! પછી થોડીક વારમાં ગુરુ પાંચ પ્રકારનાં દુધપાત્ર લઈને આવ્યા : એકમાં આકડાનું દૂધ, બીજામાં ઉંબરાનું દૂધ, ત્રીજામાં વડનું દૂધ, ચોથામાં સિંહનું દૂધ ને પાંચમામાં ગાયનું દૂધ હતું. આ પાંચ પ્રકારનાં દૂધથી આશ્રમ સ્વચ્છ કરવામાં આવ્યો. આ પછી ગુરુએ નાકે બાંધેલ કપડું છોડતાં કહ્યું : હાશે, હવે દુર્ગધ ગઈ. નાક ફાડી નાખ્યું. વ્યભિચારીઓના જેવી દુર્ગધ બીજા કશામાંથી આવતી નથી. સઘળા મહાવિકારોમાં કામવિકાર બહુ બૂરો છે, બહુ ભયંકર છે. બધું નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે.' આ વખતે સહુએ જાણ્યું કે આ કુમાર-કુમારિકાઓએ આશ્રમને અભડાવ્યો હતો. આવાં પતંગિયાંઓને માટે મહાગુરુની આજ્ઞા હતી, કે તેમણે તુરતાતુરત આશ્રમ છોડી દેવો; પળ માટે પણ આશ્રમને અપવિત્ર કરવાનો કોઈને હક નથી. આ માનસ વિદ્યાનો આશ્રમ હતો. અહીં આચારના દોષ કરતાં વિચારનો દોષ જરાય મહાગુરુનો આશ્રમ [ 5 4 E લોખંડી ખાખનાં ફૂલ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઓછો ભયંકર ન લેખાતો. ગુરુ કહેતા કે હીન વિચાર જ હીન આચારનો જનક બને છે, તેથી દુર્ગુણ કરતાં દુર્ગુણનો વિચાર વિશેષ ભયંકર છે. આ વિકાર પતંગિયાં મનમોજ માણતાં હતાં. એ બધાં એમ માનતાં હતાં કે આપણને કોણ પકડવાનું છે ? ચોરીનાં બોર ભારે મીઠાં લાગે છે ! પણ માનસ વિદ્યાના ધારક ગુરુથી કાંઈ એછાનું રહેતું નથી. મરનારનાં માબાપોએ પણ મહાગુરુને કહેવરાવ્યું કે અમે આવાં જેતુ સંતાનોથી શરમાઈએ છીએ. આપને અમારાં સંતાન સોંપતી વખતે જ અમે કહ્યું હતું કે આ કિશોરોનાં લોહીમાંસ તમારાં, હાડકાં અમારાં ! અમે તેમનાં અસ્થિની શોધ કરીએ છીએ. આ બનાવ પછી જેવાં તેવાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિની આશ્રમમાં ભરતી થવા માટે આવતાં અટકી ગયાં, અને જે આવતાં તે સહેજ પણ વિચારની કમજોરી થઈ જાય, કે વગર પૂછયેગાછરે ઘર ભણી રવાના થઈ જતાં. આ કુમાર-કુમારિકાઓ સંયુક્ત સાધકકુટીમાં અમુક સમય ગાળ્યા પછી વળી પાછાં અલગ થતાં ને અલગ અલગ આશ્રમોમાં અભ્યાસ કરતાં. આ આશ્રમો સાદા હતા અને એ નદીકાંઠે કે સઘન વનકુંજોમાં પથરાયેલા રહેતા. અહીં આવનાર સાધકે પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે, યોગવિદ્યાનાં પ્રાથમિક અંગરૂપ પૂરક, કુંભક અને રેચકનો અભ્યાસ કરવો પડતો. આ પ્રકારો હવે પછીની સાધનાના મૂળાક્ષરો રહેવાના હતા. અહીં સાધકની માનસિક પરીક્ષા લેવાતી, ચિંતા, ભીતિ, સંશય અને ક્રોધ, એ ચારની ચકાસણી થતી. સાધક આ ચાર પર જેટલો કાબૂ બતાવતો, તેટલો તેટલો આગળ વધતો. ધીરે ધીરે સાધકમાં ઉલ્લાસ, નિર્ભયતા, શ્રદ્ધા અને પ્રેમ પ્રગટ થતાં. આ પછી બધા સાધકો ‘દર્પણભવન માં દાખલ થતા ને ત્યાં નેત્રશક્તિના વિકાસનું કાર્ય ચાલુ થતું. મહાગુરુ કહેતા, ‘આ નેત્ર-સાધના પછી તમારામાં એ શક્તિ આવવી જોઈએ કે તલવાર લઈને મારમાર કરતો આવતો શત્રુ તમારી આંખથી આંખ મિલાવે કે પાળેલા શ્વાન જેવો થઈ જાય : ખાઉં ખાઉં કરતો ધસ્યો આવતો સાત દહાડાનો ભૂખ્યો વાઘ કે છંછેડાયેલો કાળો નાગ આ નેત્રશક્તિ પાસે સ્વતઃ ઠંડોગાર બની જાય !” આમાં પણ ભૂમધ્ય દૃષ્ટિચક્રના સાધકો તો ભારે કમાલ કરી શકતા. ગમે તેવા વિરોધી સાથે, એના કપાળ વચ્ચે નજર નોંધીને જ્યારે આ સાધકો વાત કરતા ત્યારે એ વિરોધી સ્વતઃ પોતાનો મત છોડી કહો તે મત સ્વીકારવા તૈયાર થતો. ધર્મના ઉપદેશકો આ સાધનાને બહુ મહત્ત્વ આપતા. ધર્મપ્રચાર માટે મોટા રાજવીઓને પોતાના મતમાં લાવવા માટે આ સાધના ઉપયોગી થતી. વિધવિધ ધર્મોમાંથી આવેલા ઘણા સાધકો આટલી વિદ્યા હાંસલ કર્યા પછી, પાછા ફરી જતા. એ કહેતા કે આગળની વિદ્યા અમારે માટે બહુ ઉપયોગી નથી ! પણ જાણકારો જાણતા હતા, કે આગળ એક એવી વજપરીક્ષા આવતી હતી, જેમાં બેસવાની આ રીતે ચાલ્યા જનારની પાસે તૈયારી નહોતી. કેટલાક ધીરજવાળા ધર્મોપદેશકો આથી થોડા આગળ વધતા. અહીંથી આગળ વધનારની ‘અંતચિત્ર'ની પરીક્ષા આપવી પડતી. પ્રત્યેક સાધકે હવે પછી પોતાને શું સાધ્ય કરવું છે, એનું સ્પષ્ટ ચિત્ર મન દ્વારા મહાગુરુને પહોંચાડવું પડતું. ગુરુ પણ એનો સ્વીકાર કે અસ્વીકાર મન દ્વારા જ કરતા, અને માનસ સંદેશ દ્વારા સંમતિ પાઠવતા. આ ‘અંતશ્ચિત્ર'ની પરીક્ષામાં પણ સફળતા કરતાં નિષ્ફળતાનો ખૂબ સંભવ રહેતો. મન-વાંદરું ઝટ કબજે ન થતું. આ પછી “અનાહત ચક્ર'ની સાધનામાં પ્રવેશ થતો. મનને સ્થિર કરવાની કળા અત્યાર સુધીમાં સાધક મેળવી લેતો, પણ હવે તેને ઇચ્છિત વિચાર પર મન સ્થિર કરવાની કળા હસ્તગત કરવી પડતી. પોતાની વિચાર લહરીઓ જગતના પ્રત્યેક પદાર્થ પર વહેતી કરવાની શરૂઆત અહીંથી થતી. જગત જેને ચમત્કાર માને, જાદુ માને, મંત્રબળ માને, યંત્રપ્રભાવ માને, ઇંદ્રજાળ માને એવી શક્તિઓ હવે અહીંથી પ્રગટ થવા લાગતી. ઉકરડામાં ગુલાબની સુગંધ પેદા કરવાની અને ગાંડાને ડાહ્યો કરવાની તાકાત પણ સાધકમાં પ્રગટ થતી. પંચભૂતનાં જે પાંચ મહાન તત્ત્વો : પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ - એમાં આ સાધનાથી પરિવર્તન આણી શકાતો, આ માનસ વિદ્યાનો સાધક જ્યાં અગ્નિ ન હોય ત્યાં અગ્નિ, જ્યાં જળ ન હોય ત્યાં જળ પેદા કરી શકતો. પરમાણુઓ પર એ નિયંત્રણ કરી શકતો. આ વિદ્યાની ઉત્કૃષ્ટ સાધનાથી તો જલતરણી વિદ્યા, તેજોવેશ્યા કે અગ્નિસ્તંભકળા કે શીતલેક્ષા જેવી વિઘાઓ પણ હસ્તગત થતી. કહે છે કે ગાંડીતૂર બનેલી નદીને આ સાધક એક યવનાપ્રહારમાત્રથી આગળ વધતી થંભાવી શકતો. તેજોલેશ્યાવાળો સાધક પ્રતિસ્પર્ધીને ઊભો ને ઊભો બાળી શકતો. અગ્નિસ્તંભનથી અગ્નિ બાળવાનો સ્વભાવ ભૂલી જતો, એક પુખ પણ એમાં પડી હોય તેવું ને તેવું રહેતું. મહાગુરુનો આશ્રમ 7 6 લોખંડી ખાખનાં ફૂલ Page #15 -------------------------------------------------------------------------- ________________ કાલકની બહેનનું નામ સરસ્વતી હતું. દર્પણની બહેનનું નામ અંબુજા હતું. કાલક સીધા સ્વભાવનો શીળો યુવક હતો. દર્પણ એના કરતાં વધુ બાહોશ અને તેજસ્વી લાગતો. પહેલી નજરે દર્પણ સહુને આંજી નાખતો. જ્યારે કાલક બહુ દેખાવ કરવામાં ન માનતો. એ પ્રથમ દર્શને ઠંડો લાગતો. ગમે તેવા મોટા દીવાની નીચે જેમ નાનું એવું પણ અંધારું રહે છે, એમ રાજ કુમાર દર્પણની સાધનાની આ અન્તિમ કસોટી માટે એક અપવાદ બોલતો હતો. કુશળ દર્પણે મહાચક્રરાત્રિ પ્રસંગે પોતાની બહેન અંબુજાને જ પર્યકશાયિની બનાવી હતી, અને એ રીતે વિકારથી પોતાનું રક્ષણ કર્યું હતું ! પણ ભલા, મનથી જગતને માપનાર મહાગુરુ મહામઘથી કોઈ વાત ક્યારે પણ અજાણી રહી છે, કે આજે રહેશે ? આ વિદ્યાર્થી સાધકે સ્વર્ગના નિવાસીઓ સાથે અને પાતાળનાં પડોશીઓ સાથે સંપર્ક સાધી શકતો. બસ, મહામાનસી વિદ્યાનો ક્રમ અહીં અંતિમ શ્રેણીએ પહોંચતો અને ઘણાખરા વિદાય લઈ જતા. મહાગુરુ પણ તેઓને આગળ માટે આગ્રહ ન કરતા. પણ જાણકારો જાણતા હતા કે હજી સોપાન શ્રેણીની એક રહસ્ય-સાધના બાકી હતી. અલબત્ત, આમાં હરકોઈને પ્રવેશ ન મળતો. એમાં ખાસ પસંદ કરેલાં સાધક-સાધિકાઓ પ્રવેશ પામતાં ને તેમને પણ એક મહાપરીક્ષા આપવી પડતી. આ સાધકો માટે એક મહાચ ક્રરાત્રિ આવતી. દરેક સાધક માટે એ અગ્નિપરીક્ષા જેવી નીવડતી. આ મહાચક્રમાં ફરી સરખી વયનાં, સૌષ્ઠવભર્યા ને સુંદર યુવાન-યુવતીઓ એકત્ર થતાં. ગુપ્તતા એ આ સાધનાનો મૂળ મંત્ર હતો. જીવના ભોગે જ એ ગુપ્તતા ભેદી શકાતી, એટલે એ સંબંધી નિશ્ચિત રૂપે કંઈ કહેવું મુશ્કેલ હતું. પણ લોકવદત્તી એવી હતી કે એ મહાચક્રરાત્રિએ યુવક-યુવતી નાચ કરતાં, સોમરસ પીતાં ને એકબીજાનાં ચિત્તને ગમે તેવાં યુવક-યુવતીનાં જોડકાં રચતાં. વિલાસ, વિષય અને વિકારને સામેથી આમંત્રણ આપવામાં આવતું. મધરાત પછી આ યુગલો નગ્ન દેહે એક પથારીમાં સૂતાં, ને ત્યારે મહાગુરુ મહામઘે પોતાની કુટી બંધ કરી, સમાધિ ચઢાવીને બેસતા. સાધક યુગલનું એક રૂવું પણ વિકાર કે વાસનાથી કંપે તો મહાગુરુને તરત એનો ભાસ થઈ જતો અને બીજા દિવસે એ યુગલને આશ્રમમાંથી જાકારો મળતો ! વિકારના તમામ હેતુઓ હોય, છતાં જેમાં વિકૃતિ ન જાગે, એ સાચી સાધકની સિદ્ધિ! સ્વર્ગની રંભા પણ એનું રૂંવાડું ફરકાવી ન શકે. આ અંતિમ સોપાન શ્રેણીના મહાસાધકોમાં બે સાધકોએ સહુનું ધ્યાન સવિશેષ ખેંચ્યું હતું. એ બન્ને રાજ કુમારો હતા અને પોતાની આ સાધનામાં એ પૂરેપૂરા સફળ નીવડ્યા હતા. એક હતો મગધનો ધારાવાસનો રાજ કુમાર કાલક અને બીજો હતો ઉજ્જૈનનો રાજપુત્ર દર્પણ ! માનવભાવની સાર્થકતા જેવા નયનસુંદર ને ચારિત્ર સુંદર આ બે કુમારો હતા. ગુરુદેવે આ બંને કુમારોની સાધકતા જોઈને બંનેની બહેનોને ઉત્તરસાધક તરીકે સાથે રહેવાની અનુજ્ઞા આપી હતી. આ બન્ને રાજપુત્રો જેવા રૂપના અવતાર ને શક્તિના ભંડાર હતા, તેવી જ રૂપવાદળી ને શક્તિમૈયા જેવી એ બન્નેની ભગિનીઓ હતી. 8 લોખંડી ખાખનાં ફૂલ મહાગુરનો આશ્રમ 1 9. Page #16 -------------------------------------------------------------------------- ________________ આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ માનસ વિદ્યાના પારગામી મહાગુરુ મહામધે આજ પ્રાતઃકાળમાં જ પોતાના બે વહાલા શિષ્યોને સિદ્ધ કુટીમાંથી માનસ સંદેશ દ્વારા પોતાની સમક્ષ નિમંત્ર્યા હતા. શિષ્યો સિદ્ધ કુટીમાં નહોતા. તેઓ થોડે દૂર પોતાની મદદનીશ બહેનોને પોતાની વિદ્યા બતાવવામાં મગ્ન હતા. રાજ કુમાર કાલકે કમળબીજ વાવીને એક ઘટિકામાં કમળ ઉગાડવાનો પ્રયોગ કરતો હતો, જ્યારે રાજ કુમાર દર્પણ એક ઘટિકામાં આંબો ઉગાડી બે ઘટિકામાં પોતાની બહેન અંબુજાને આમ્રફળ ખવરાવવાની પ્રતિજ્ઞા કરી બેઠો હતો. બંને જણા પોતપોતાની કળા દર્શાવવામાં મગ્ન હતા. બંને કુમારિકાઓ ખૂબ જ તત્પરતાથી એ નિહાળી રહી હતી. સરસ્વતી કહેતી કે કમળ મારા અંબોડામાં શોભશે. અંબુજા કહેતી કે શોભાથી કંઈ પેટ ભરાય છે ! અમે તો મીઠાં મીઠાં આમ્રફળ ચૂસીશું. આ પછી બંને વચ્ચે સુવાસ સારી કે ભોજન શ્રેષ્ઠ એની ચર્ચા ચાલી રહી હતી. ગુરુનો માનસ સંદેશ બંનેને અહીં સંભળાયો. કાલક ઊભો થયો, એણે જવાની તૈયારી કરી, ત્યારે દર્પણ કહ્યું : | ‘હમણાં જઈએ છીએ. જે કામ લીધું તે પૂરું કર્યું છૂટકો કરવો, એ મહાગુરુનું પ્રથમ શિક્ષાસૂત્ર છે.’ ‘ગુરુના શિક્ષાસૂત્ર કરતાં ગુરુ પોતે મહાન છે.' કાલકે સામો જવાબ વાળ્યો, ‘ગુરુ પોતે બોલાવતા હોય ત્યારે ગમે તે કામ હોય, પણ તે અડધે રાખીને જવું જોઈએ.’ કાલકે વધુમાં કહ્યું, પણ દર્પણ તો પોતાના કામમાં મશગૂલ હતો. સિદ્ધ શ્રેણીમાં આવ્યા પછી એ ગુરુની હાજરીમાં વારંવાર જવું પસંદ કરતો નહિ. એણે ‘ગુરુજીને અંતશ્ચિત્રથી સંદેશો મોકલું છું કે અમે અહીં બેસીને આપના આદેશનું જ પાલન કરી રહ્યા છીએ. કાર્ય પૂર્ણ થયે ત્વરાથી આવીએ છીએ.’ ‘ભાઈ, તું ગુરુનો લાડકવાયો છે, એટલે તને બધું ચાલે. વળી ઋષિ-સંસ્કૃતિના તો જીવ તમે નહિ ને ? અમારી ગળથુથીમાં જ એમને તો પાવામાં આવ્યું છે કે ‘ગુરૂર્બહ્મા, ગુરુર્વિષ્ણુ !' કાલકે કહ્યું, છેલ્લા શબ્દોમાં થોડી ટકોર હતી. ટકોર માર્મિક હતી અને એ જઈને દર્પણના મર્મભાગમાં તીરની જેમ વાગી. દર્પણ અત્યાર સુધી નીચું મસ્તક રાખીને કામ કરતો હતો. એણે એકદમ મસ્તક ઊંચું કર્યું ને પ્રતિવાદની તૈયારી કરતો હોય તેમ હળવે હાથે રેશમી જુલફાંને સમાય. - દર્પણ ખરેખર નયનસુંદર યુવાન હતો. એની મુખમુદ્રા મનોહર અને તેજસ્વી હતી. દેહયષ્ટિ સામાન્ય રીતે ભારતીય ક્ષત્રિયોમાં ન મળે તેવી પ્રચંડ અને કદાવર હતી. શરીરનો વર્ણ પણ અતિ ગોરો હતો. આંખો ભૂરી હતી. મોંની ફાડ જરા મોટી હતી. જડબાં ઊપસેલાં હતાં. દર્પણે દેહ પર વ્યાઘચર્મ વીંટડ્યું હતું ને કેડે સુંદર ચીનાંશુક(રમેશ)નો લંગોટ બાંધ્યો હતો. ગુરુ તામ્ર, કાષ્ઠ ને સૂતરની લંગોટપરીક્ષામાંથી પસાર થયેલાને ચીનાંશુકનો લંગોટ પહેરવાની અનુજ્ઞા આપતા. દર્પણ ચીનાંશુકનો લંગોટ ધારણ કરતો, એનો એને ગર્વ હતો. એ સુવર્ણની યજ્ઞોપવીત રાખતો. રાજ કુમાર તરીકેના એના વૈભવનું એ ચિહ્ન હતું. | શિખા માટે મહાગુરુ મહામઘ વિરોધ કરતા. અન્ય આશ્રમોમાં શિખા અનિવાર્ય લેખાતી. અહીં પ્રવેશદ્વાર પર જ મહાગુરુ મહામથ પોતાના હાથે શિખા દૂર કરતા. એ કહેતા, માનસ વિદ્યાના ઉપાસકનું બ્રહ્મરંધ્ર ખુલ્લું હોવું જોઈએ, શિખા એમાં વિઘ્ન કરે પોતાનું મોટું સુંવાળી કેશવાળીવાળું મસ્તક હલાવતો દર્પણ બોલ્યો : ‘કાલક ! સિદ્ધકુટીમાં આવ્યો, પણ તારી વિચાર-શુદ્ધિ ન થઈ. આ કૂતરું આ બોડનું અને આ રીંછ આ ગુફાનું એમાંથી તમે લોકો ઊંચા જ ન આવ્યા અને એમાં જ પરદેશીઓ ફાવી ગયા. તું ઋષિકુળનું સંતાન અને અમે એષિકુળના ! મિથ્યા ગર્વની આ તુચ્છ ભાવના તારામાં હજી ભરી પડી છે એ જાણી મને ઘણું દુ:ખ થાય છે. આજ સુધી માનસ વિદ્યાની ધૂનમાં મેં તારી આ વાતનો રદિયો આપ્યો નહોતો. આજે આપું છું. સાંભળ !' આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ 1 1 Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘પણ ગુરુને અંતશ્ચિત્ર દ્વારા સંદેશ તો મોકલી આપ્યો કે નહિ ?' રાજકુમાર કાલકે મુખ પર મલકાટ લાવીને કહ્યું, એને પણ લાગ્યું કે પોતે દર્પણના મર્મભાગ પર પ્રહાર કર્યો છે, અને એ ઠીક થયું નથી. રાજકુમાર કાલક પણ પરિચય કરવા જેવી વ્યક્તિ હતી. એ દર્પણ જેટલો ધોળો—શ્વેતાંગ—નહોતો, પણ એનો રંગ સુવર્ણવર્ણો ને મનોહર હતો. દર્પણના જેટલો એ ઊંચો કાઠાદાર નહોતો, છતાં એની ઊંચાઈ પ્રમાણસર હતી. દર્પણના દમામદાર દેહ પાસે માણસ અંજાઈ જતો, નમી પડતો; જ્યારે કાલકનો દેહ શાંત, ગંભીર અને પ્રસન્ન મધુર હતો. માણસ એની પાસે આવવા ઇચ્છતો ને મિત્રતા કરવા માગતો. એને માથે લાંબા કાળા કેશ, કપાળે તિલક અને લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું તેજસ્વી હતું. કહેવાતું કે બેના સ્વભાવની બે જુદી ખાસિયતો હતી. દર્પણ સામેની વ્યક્તિને કઠોરતાથી પણ વશ કરવામાં માનતો, કાલક અને સુકુમારતાથી મિત્ર બનાવવામાં રાચતો. કાલકની વાત ન સાંભળતાં દર્પણ બોલ્યો, ‘અંબુજા, આપણા કુળની વાત તું પણ સાંભળી લે. સરસ્વતી ! તારો ભાઈ તો માને કે ન માને, પણ તું અમારા કુળગૌરવની ગાથા સાંભળી લે. ભારતના ક્ષત્રિયોની યુગપુરાણી કમજોરી એમનું મિથ્યાભિમાન છે. એમને એ ખૂબ નડી છે અને હજી પણ ખૂબ નડશે.” ભૂત અને ભાવિની વાણી ભાખતો હોય એમ દર્પણે પોતાની તેજસ્વી આંખો સરસ્વતી અને અંબુજા પર માંડતાં કહ્યું. કાલકે આ વાપ્રહારનો જવાબ ન વાળ્યો. એને ઈંટનો જવાબ પથ્થરથી મળ્યો હતો. સામો પ્રતિવાદ પથ્થરથી જ શક્ય હતો, જે પરિણામે નિરર્થક હતો. સરસ્વતી અને અંબુજા પણ ભિન્ન ભિન્ન વ્યક્તિત્વવાળી છતાં તેજસ્વી યુવતીઓ હતી. બંને હજી સુધી નૈષ્ઠિક બ્રહ્મચારિણી હતી ને પોતાના બંધુઓને મન-વચનથી અનુસરનારી હતી. સરસ્વતી નમણી નાજુક વેલ જેવી હતી. કોકિલ જેવો કંઠ, મયુરી જેવું નૃત્ય ને દેવચકલી જેવી એ રમતિયાળ હતી. એનું રૂપ અગરબત્તીની ધૂમ્રસેર જેવું હતું. દેખાય ઓછું, મહેકે વધુ. અંબુજા આંખને ભરી નાખનાર રૂપવાદળી હતી. એનાં અંગો કંઈક સ્થૂલ અને જોનારને મોહ ઉપજાવે તેવાં હતાં. એ ધારે ત્યાં પોતાના સૌંદર્યની સત્તા ચાલી શકતી. એ સ્ત્રી હતી, પણ બધા પુરુષો એની પાસે પોતાનું પુરુષત્વ દાખવી ન શકતા. એના 12 D લોખંડી ખાખનાં ફૂલ જાજરમાન વ્યક્તિત્વ પાસે ગમે તેવો પુરુષ પણ દાસત્વ અનુભવતો. અંબુજા સુરઅસુરને વિભ્રમમાં નાખનારી મોહિની હતી. પોતાની કાળી આંખો કાલક તરફ નચાવતી અંબુજા દર્પણ તરફ જોઈને બોલી : ‘દર્પણ ! આપણને ઘણા આર્યેતર કહે છે. હું ઘણી વાર પૂછવા દિલ કરતી. આજે ખરેખરી તક આવી છે. આ સરસ્વતીને પણ ખ્યાલ આવશે. કાલકની ઇચ્છા હોય તો સાંભળે, નહિ તો ગુરુ પાસે જઈને વહાલો થાય.' અંબુજાના રૂપમાં શસ્ત્રપાતની શક્તિ હતી, એમ એનાં વાક્યોમાં પણ તલવારની તીક્ષ્ણતા હતી. દર્પણે પોતાની વાત શરૂ કરી. ‘અંબુજા ! આપણે વસિષ્ઠ મહર્ષિએ ઉત્પન્ન કરેલા વંશનાં છીએ. આપણી ઉત્પત્તિની કથા ઘણી પુરાણી છે, પણ જાણવા જેવી છે. મહર્ષિ વસિષ્ઠ બ્રાહ્મણ હતા, એ વખતે વિશ્વામિત્ર નામના ક્ષત્રિય રાજા હતા.' એક વખતની વાત છે. વિશ્વામિત્ર રાજા ફરતા ફરતા વસિષ્ઠ ઋષિના આશ્રમમાં આવ્યા. વસિષ્ઠે તેમનું ખૂબ સ્વાગત કર્યું, ખૂબ આદરસત્કાર કર્યો, ભારે જમણ જમાડ્યાં, મોંઘા મુખવાસ આપ્યા, મોટી પહેરામણી કરી. વિશ્વામિત્ર વસિષ્ઠને પૂછ્યું : તમારા જેવા ઋષિના ટૂંક આશ્રમમાં આ રાજાના વૈભવ ક્યાંથી ?' વસિષ્ઠ બોલ્યા : ‘એ બધા પ્રતાપ આ શબલા ગાયના છે. એ કામધેનુ છે.’ રાજા વિશ્વામિત્ર બોલ્યા : ‘ઓહ, આવી ઐશ્ચર્યવાળી ગાય તમારા જેવા સાધુરામોને ત્યાં ન શોભે. એ તો રાજદરવાજે શોભે; માટે જે જોઈએ તે ધન લો, ને ગાય આપો.' વસિષ્ઠ કહે, ‘એ ગાય તો રાંકનું રતન છે. ન મળે.' વિશ્વામિત્ર કહે : ‘હું રાજા છું, માગું છું. માગ્યું આપવામાં સાર અને શોભા બંને છે. માગ્યું નહિ આપો તો જબરદસ્તીથી લઈ જઈશ. રાજીખુશીથી આપશો તો બંનેનું માન જળવાઈ જશે.’ ‘રાજીખુશીથી કદી પણ આપી શકું નહિ. હું ઋષિ છું.' બસ, બંને વચ્ચે જબરું ઘર્ષણ પેદા થયું.' વિશ્વામિત્ર રાજા હતા. રાજબળનો એમને ફાંકો હતો. એમના યોદ્ધાઓ શબલા ગાયને ખીલેથી છોડીને ખેંચી જવા લાગ્યા. વસિષ્ઠ ઋષિ આ જોઈ ન શક્યા. તેમણે દર્દભરી હાકલ કરી.' ‘હે પરમ પિતા ! આ ગાયમાં પવિત્રતા હોય, અને મારામાં તપસ્તેજ હોય તો આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ – 13 Page #18 -------------------------------------------------------------------------- ________________ વિશ્વામિત્રના સૈન્યને હરાવે તેવા યોદ્ધાઓ આ ગાય માતાના રોમરોમમાંથી પ્રગટો!' દર્પણ વાત કરતો થોભ્યો. કાલક વચ્ચે બોલ્યો : ‘ગાયનાં રૂંવાડાંમાંથી યોદ્ધાઓ? અરે દર્પણ ! સાચી વાત છે તારી. ગુરુાં ગુરુ મહામઘ કહેતા હતા કે મંત્રનો સાચો જાણકાર મંત્રેલા સરસવમાંથી પણ સૈન્ય ખડું કરી શકે.' કાલકના શબ્દોમાં એવી નિખાલસતા હતી કે અંબુજા ને દર્પણ એના પર મોહ પામી ગયાં. ‘કાલક, એ વાત પછી કરજે. મારી વાત સાંભળી લે. એ વખતે શબલા ગાયે ‘હુંભા’ શબ્દ ર્યો અને ગાયના રોમરોમમાંથી યોદ્ધાઓ નીકળી આવ્યા. એ યોદ્ધાઓમાં શક હતા, એમાં યવન હતા, મ્લેચ્છ* હતા. એમાં પડ્તવ હતા, કાંબોજ અને બર્બર હતા. એ યોદ્ધાઓએ વિસષ્ઠ ઋષિ તરફથી વિશ્વામિત્રની સેનાને યુદ્ધ આપ્યું, એમનાં હસ્તી, અશ્વ, રથ, પદાતિનો નાશ કર્યો. વિશ્વામિત્રના સો પુત્રોનો સંહાર કર્યો ને વિજય મેળવ્યો. એક આર્ય ઋષિ અને એક ગાયની રક્ષા કરવા જ્યારે કોઈ આર્યવીરો તૈયાર ન થયા, ત્યારે અમારા પૂર્વજોએ એ કાર્ય કર્યું. હવે તેઓને અનાર્ય કહી પોતાને ઊંચા કહેવરાવવા એ ક્યાંની નીતિ ? ગાય, બ્રાહ્મણ અને ઋષિનું અમારા પિતામહોએ રક્ષણ કર્યું હતું, એના વંશજો અમે !' દર્પણે પોતાના કુલગૌરવની વાત પૂરી કરી, અને કાલક તરફ અભિમાનપૂર્વક જોતાં કહ્યું : ‘હવે અમે ઋષિકુળના કે અઋષિકુળના તેનો તું નિર્ણય કર. ત્યારથી અમારા વંશો અહીં માનનીય લેખાયા છે.' ‘દર્પણ ! તારી વાત શાસ્ત્રીય છે. પણ એની સાથે શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે સગર રાજાએ આ પરદેશી ક્ષત્રપો, શકો, પારો, યવનો ને પલ્લવોનો નાશ કરવાનો નિરધાર કર્યો ત્યારે એ બધા વસિષ્ઠ ઋષિ પાસે ગયા. વસિષ્ઠ ઋષિએ તેઓને રક્ષવા સગર રાજાને વિનંતી કરી. સગર રાજાએ એમને જીવતદાન આપ્યું, પણ કેટલીક સજાઓ કરી.' વાત કરતો કાલક થોભ્યો. દર્પણ વચ્ચે બોલી ઊઠ્યો : “ખોટેખોટું ન ઠોકતો, નહિ તો ગુરુજી પાસે ન્યાય કરાવીશ.' ‘ભલે, ન્યાય કરાવજે. ગુરુજી તો જાતિ-વર્ણમાં ક્યાં માને છે ? હું તો લખ્યું બોલું છું. એ વખતે યવનોને માથું મૂંડાવવાની સજા કરી. શકોને માથાનો ઉપલો ભાગ મૂંડાવવાની સજા કરી. પારદોને માથાના વાળ વધારવાનું અને પલવોને દાઢી રાખવાનું ફરમાન કર્યું.’ * વાલ્મીકિ રામાયણ, બાલકાંડ, સર્ગ ૫૫. 14 D લોખંડી ખાખનાં ફૂલ ‘જૂઠું, સાત વાર જૂઠું !’ દર્પણે ચિડાઈને કહ્યું. એનો અવાજ ભયંકર થઈ ગયો હતો. એની આંખમાં તેજનું વર્તુળ ચકર ચકર ઘૂમતું હતું. સામાન્ય માનવી એ ઝીલી ન શકત, પણ કાલક પણ સાધક હતો. ભયથી સરસ્વતીએ કમળ આડે પોતાનું મુખ છૂપાવ્યું. ‘જૂઠું કહેતો નથી. તું શાસ્ત્રની વાત કરે છે, ત્યારે હું પણ શાસ્ત્રની વાત કરું છું. તમને બધાને ક્ષત્રિય તરીકે સ્વીકાર્યા હતા, પણ ધર્મક્રિયાનું યોગ્ય પાલન ન કરવાથી નીચી કોટિએ ઉતારી મૂક્યા.’ ‘અપમાન ! કાલક ! મારું, મારા કુળનું તું અપમાન કરે છે. અંબુજા ! ગુરુદેવને હાકલ કર !' દર્પણ ક્રોધમાં કાંપતો હતો. ‘શું છે વત્સ દર્પણ ? શું છે કાલક ?' હવામાં તરતા તરતા આવ્યા હોય, તેમ સામેથી મહાગુરુ ચાલતા આવતા દેખાયા. એમના પગ હજી પૃથ્વીને છબતા નહોતા. તેમણે બંનેને પાસે બોલાવ્યા. બંનેના મસ્તકે હાથ મૂક્યો. બંને જણા ગુરુદેવને જોઈ સ્તબ્ધ થઈ ગયા. અંતરથી ગુરુ આજ્ઞા ઉઠાવવામાં વિલંબ કરવા બદલ શરમાયા. ‘અંબુજા !' ગુરુદેવ બોલ્યા, ‘શું વાત હતી ?’ ‘અમારા કુલગૌરવની વાત ચાલતી હતી. કાલકકુમાર અમારા કુળગૌરવને હીશું બતાવે છે. એ માને છે કે એ પોતે એકલો જ ખાનદાન ક્ષત્રિય છે. ગુરુદેવ ! અમને આ બાબતમાં પ્રકાશ આપો.’ ગુરુદેવ થોડી વાર આંખો મીંચી, મુખથી શાંતિનો મંત્ર ઉચ્ચાર્યો. કાલક અને દર્પણ સામે હાથ જોડીને ઊભા રહ્યા. સરસ્વતી અને અંબુજા મસ્તક નમાવીને ઊભાં રહ્યાં. ‘સંસારમાં વિદ્યાનું મહત્ત્વ છે, શક્તિનું મહત્ત્વ છે, સંસ્કારનું મહત્ત્વ છે, તંત્ર અને મંત્રનું મહત્ત્વ છે. યવન અને આર્ય, મ્લેચ્છ અને શૂદ્ર એ ભેદભાવ ખોટા છે. કાલક ! ક્ષત્રપ અને ક્ષત્રિય બંનેના લોહીમાંથી દર્પણનું કુળ આવ્યું છે.’ બંને કુમારો પર નજર ઠેરવી ગુરુદેવ આગળ બોલ્યા : ‘વશિષ્ઠ ઋષિના મંત્રથી આમંત્રિત થયેલા પરદેશી ક્ષત્રપોના વંશજો અહીં આવેલા. એ વંશનો એક નવજુવાન ક્ષત્રપ ભારે પરાક્મી નર ! ભારે રસિયો જીવ! એણે તમામ ક્ષત્રિય કુળોને તેજથી, વિદ્યાથી, મંત્રથી ઝાંખાં પાડી દીધાં. દરેક સ્થાને યુદ્ધવિદ્યાની પરીક્ષા માટે ક્ષત્રિયકુળોને આવાહન આપ્યું. આ વખતે એક સુંદર ક્ષત્રિયકન્યાએ એ પરદેશી ક્ષત્રપને જોયો ને એના પર મોહી ગઈ. પ્રેમ જાત જોતો નથી. બેટા, જે જાત-કજાત જોવા બેસે છે, એનાથી પ્રેમ થતો નથી. જાતિ એ તો આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ – 15 Page #19 -------------------------------------------------------------------------- ________________ સમાજની એક વ્યવસ્થા છે, એમાં ઊંચ-નીચની ભ્રમણા ધરવી ખોટી છે.’ ‘ખરી વાત કહી, ગુરુદેવ !' અંબુજા પોતાની મોટી મોટી અણિયાળી આંખો ઘુમાવતી બોલી. એનું શબ્દતીર કાલકને અનુલક્ષીને હતું. પણ કાલક તો ગુરુદેવની વાણીને ચાતક સ્વાતિ જળને ઝીલે તેમ ઝીલી રહ્યો હતો. ગુરુદેવે આગળ ચલાવ્યું, “પરદેશી ક્ષત્રપે પેલી સુંદર કન્યાને પાછી વાળતાં કહ્યું : ‘હું ચોર નથી. તને ચોરીને ઉપાડી જવા માગતો નથી. થોડા દિવસોમાં ઉજ્જૈની પર ચઢી આવવાનો છું. જીતીશ તો તને વરીશ, હારીશ તો અગ્નિસ્નાન કરીશ.' ‘આનું નામ ખરો ક્ષત્રિય !' કાલકે કહ્યું, એના શબ્દોમાં જરાય દેશ નહોતો. દર્પણ કાલકની સરળતાને પ્રશંસાની નજરે નિહાળી રહ્યો. અંબુજા તો એની ભોળી પ્રકૃતિ પર આફરીન બની રહી : ઘડીમાં જાણે અગ્નિપાત્ર ને ઘડીમાં જાણે જળપાત્ર ! સરસ્વતી પોતાના ભાઈના કુશળક્ષેમની ચિંતા કરતી, એક પછી એકના મોં સામે જોયા કરતી હતી. ગુરુદેવે આગળ કહ્યું, ‘કાલક, એ ક્ષત્રપનું નામ ‘ગોંડોવાનીસ.' એ એકલો અહીં આવ્યો હતો, પણ કોઈ મંત્રદ્રષ્ટા ગુરુએ એને એક વિદ્યા આપી હતી. એ વિદ્યાનો એ મહાન સાધક હતો. એ વિદ્યા સિદ્ધ કરવાથી આખો માણસ પલટાઈ જતો. એના નેત્રમાંથી સૂર્ય પેદા થતો. મનમાંથી ચંદ્ર, મુખમાંથી અગ્નિ, પ્રાણમાંથી વાયુ અને કાનમાંથી આકાશ પેદા થતાં. આ વિદ્યાનું માધ્યમ ગર્દભ રહેતો. એ પરથી એ ગર્દભી વિદ્યા કહેવાતી, આપણે ત્યાં અશ્વ એમ ત્યાં ગર્દભ સવારીનું મહત્ત્વનું વાહન હતો. આ ગર્દભી વિદ્યાના બળે એણે ભારતમાં શાસન જમાવ્યું. ક્ષત્રિયોને હરાવ્યા, ઉજ્જૈનીમાં આધિપત્ય જમાવ્યું અને પેલી રજપૂત કન્યાનું પાણિગ્રહણ કર્યું. એના વંશજો એ ‘ગર્દભિલ્લા’ ક્ષત્રિયો. દર્પણ એ ગર્દભિલ્લા ક્ષત્રિયોનો વંશજ છે.' મહાગુરુએ દર્પણના કુળની કહાણી પૂરી કરી અને છેલ્લે કહ્યું : ‘ગર્દભિલ્લા ક્ષત્રિયના વંશજો આજે અવન્તિના ગણતંત્ર પર શાસન કરે છે. એ વંશના દરેક શાસનકર્તા રાજાને એ વિદ્યા પિતૃપરંપરાથી વરે છે.’ દર્પણને એ વિદ્યા વરી છે ?' કાલકે પ્રશ્ન કર્યો. ‘અવશ્ય. એ પ્રાથમિક ભૂમિકા વટાવી ગયો છે, અને ઠીક ઠીક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.' અમને એ પ્રાપ્ત થઈ શકે ખરી કે ?’ ‘ના, એ તો આમ્નાયની વિદ્યા છે, ને એમાં પિતૃપરંપરા જરૂરી છે.’ મહાગુરુએ 16 D લોખંડી ખાખનાં ફૂલ કહ્યું . ‘આપ જેવા મહાગુરુથી પણ અગમ્ય ?’ ‘અવશ્ય. ભારતીય પરંપરાના ગુરુઓ એ આમ્નાયથી પરાંગમુખ છે. કાલક, એક વાત યાદ રાખ કે જેટલી સહેલાઈથી હું મારું અંતશ્ચિત વાંચી શકું એટલી સહેલાઈથી દર્પણનું અંતર ન વાંચી શકું.' આ વખતે રાજકુમાર કાલકને દર્પણને વિશે મહાચક્ર રાત્રિના અપવાદની યાદ આવી. દર્પણે પોતાની બહેન અંબુજા સાથે સૂઈને પરીક્ષા પસાર કરી અને ગુરુને ગંધ પણ ન આવી. દર્પણ અમને એ વિદ્યાનો થોડો આસ્વાદ જરૂર કરાવે, ગુરુજી !' કાલકે કહ્યું. ‘અમારી પણ એ જ માગણી છે.' સરસ્વતીએ કહ્યું. ‘જરૂર બતાવીશ !' દર્પણનો અભિમાની આત્મા બોલી ઊઠ્યો. એણે વધારામાં કહ્યું, ‘ભારતના ક્ષત્રિયોને નમાવનાર મહાન ક્ષત્રપોની શક્તિનો એ મૂલમંત્ર છે.' કાલકે દર્પણનાં ગર્વભર્યાં વચનોનો કંઈ જવાબ ન વાળ્યો. હવે જવાબ શું વાળે ? એણે જ દર્પણને પોતાનાં વાક્યોથી જે આઘાત પહોંચાડ્યો હતો, એનો જ આ પ્રતિકાર હતો. સરળસ્વભાવી કાલક બધું વીસરીને આ નવીન વિદ્યાપ્રયોગ જોવા માટે તલપાપડ થઈ રહ્યો. અંબુજા કાલકને નીરખી રહી હતી. પોતાના ભાઈ માટે માન હોવા છતાં, એને કાલક માટે દિલમાં ભાવ હતો. એ વિચારતી હતી કે સોનામાં સુગંધ ભળે જો ક્ષત્રપકન્યા ક્ષત્રિય વરને વરે ! ક્ષત્રિયકન્યા ક્ષત્રપ વરને વરે ! કેવું સુંદર ! મનમાં આ વિચારોની એક વાદળી ઊપસી આવી. રૂપાળી અંબુજા થનગની રહી. પોતે કાલકની થાય, સરસ્વતી દર્પણની થાય, કેવી સુંદર જોડી જામે ! સરસ્વતી જેવી ઠાવકી છોકરી મળતાં ઉદ્ધત ને ઉછાંછળો દર્પણ કંઈક ઠાવકો થાય અને પોતે કાલકને મળે તો... તો... પોતાની મનભર કલ્પનામાં અંબુજા પોતે ગૂંચાઈ ગઈ ! પણ ત્યાં તો તેને મહાગુરુનો એકદમ શ્યામ થતો પડછાયો નજરે પડ્યો. મહાગુરુ કંઈક બબડતા, પૃથ્વીથી કંઈક ઊંચે, હવામાં ચલતા જઈ રહ્યા હતા. થોડી વારમાં એ અદૃશ્ય થઈ ગયા. આશ્રમની વિશિષ્ટ વ્યક્તિઓ D 17 Page #20 -------------------------------------------------------------------------- ________________ અંબુજા વસંતનું સુંદર પ્રભાત એની તમામ સુંદરતા સાથે ખીલી રહ્યું હતું. મગધની પાંચ પવિત્ર ટેકરીઓની વચ્ચેથી શીતળ જળનાં ઝરણાં મધુર અવાજ કરતાં વહી જતાં હતાં. પંખીઓ વસંતની શોભાને વધારતાં ગાઈ રહ્યાં હતાં. મયુર ને મયૂરી, મૃગ ને મૃગી, કપોત અને કપાતી અંતરમાં સ્નેહના ઉછાળા લઈ સ્નેહી સંગે ઘૂમતાં હતાં. આવે ટાણે મહાગુરુની સિદ્ધકુટીઓની પાસે બે યુવતીઓ અને એક યુવાન શીતળ ઝરણાને કાંઠે આવેલી મીઠી આમ્રઘટામાં બેઠાં હતાં. ત્રણે શાંત બેઠાં છે, પણ અંતર કંઈક અશાંત છે. એક નર છે, એ કાલક છે. બે નારીઓ છે, તે સરસ્વતી અને અંબુજા છે. ત્રણે જણા આ વનમાં ને પહાડોની ખીણોમાં ઘણી વારથી ચિત્રવિચિત્ર ઔષધિઓ નીરખતાં ફરતાં હતાં. ચિત્રાવેલી જે સુવર્ણસિદ્ધિ માટે કામ આવતી તે, અને કૃણમૂડી જે માણસને નવયૌવન માટે ઉપયોગી નીવડતી-તેની શોધમાં ઘણો વખતે નીકળી ગયો હતો. વસંતની મીઠી હવા મંદ મંદ વહેતી હતી. અંબુજા વારંવાર કોઈ ગિરિખીણમાં ખોવાઈ જતી. કાલક જઈને એને શોધી લાવતો. જલદી હાથે આવે એવી એ છોકરી નહોતી. સરસ્વતી નરી સરળતાનો અવતાર હતી, એ તો ભાઈનો કેડો ન છોડતી, પગલે પગલું દબાવતી ફરતી, પણ અંબુજા ભારે ખેપાની હતી. કોઈ વાર કાંટાળી વિલમાં પ્રવેશ કરતી અને બુમ પાડીને કાલકને બોલાવતી, આ રહી કૃષ્ણમૂડી ! કાલક, આમ આવ !” કાલક ત્યાં દોડી જતો, પણ જ્યાં એ પાસે જતો ત્યાં બૂમ પાડીને એને દૂર થોભાવીને એ કહેતી : અરે કાલક ! ત્યાં જ થોભી જજે. આ તો કૃષ્ણ મૂંડી નથી, પણ નવયૌવનની વેલ છે. આઘો રહેજે ! તને બૂઢાને જુવાન બનાવી દેશે.' કાલકના સ્વસ્થ મન પર અંબુજા આ રીતે ઘા કરતી, સરસ્વતી આ મશ્કરીને નિર્દોષ માની એમાં રસ લેતી. એ પોતાના ભાઈનો બચાવ કરતી કહેતી : ‘મારો ભાઈ તો યૌવનમૂર્તિ છે. પણ વિદ્યાની ઉપાસનાની યોગ્ય મર્યાદા એ જાળવે છે. હવે તો ગણ્યાગાંઠ્યા દહાડા બાકી છે. પછી તું એની રસમસ્તી જોજે. પછી હું જ ભાઈ માટે કન્યા શોધવા જવાની છું. મને મદદ કરીશ ને, તું ?” ‘જરૂર, સરસ્વતી, ગમે ત્યારે બોલાવજે , પણ તારે મને પણ મદદ કરવી પડશે.' ‘જરૂ૨, વારુ કયા કામમાં મારી મદદ જોઈએ તારે ?’ સરસ્વતીએ સહજ ભાવે પ્રશ્ન કર્યો. એને એમ હતું કે અંબુજા કહેશે કે મારા ભાઈ દર્પણ માટે કન્યારત્નની શોધમાં તું મને મદદ કરજે . અંબુજા હસીને બોલી : “સરસ્વતી ! તમને તમારાં વડીલોએ મનને મારતાં શીખવ્યું છે. અમારી કેળવણી એથી જુદી છે. એવું મનમાં તેવું જીભમાં. જેવું હૈયામાં તેવું હોઠે. તમે હૈયામાં કંઈ ને હોઠે કંઈ – આવા નિયમનને વ્રત કહો છો. અમે એને દંભ માનીએ છીએ, પાપ લેખીએ છીએ.” અંબુજાએ કાંટાળી વેલના ઝુંડમાં પ્રવેશતાં કહ્યું. લાલ ફૂલવાળી વેલોની વચ્ચે શ્વેતાંગી અંબુજા બહુ મનોહર લાગતી હતી. એક કાંટાવાળી વેલમાં એના કેશ ભરાઈને છૂટા થઈ ગયા હતા અને એ કેશની અલકલટો એના ચંદ્ર જેવા મુખ પર ઊડી ઊડીને દ્રષ્ટાની નજર પર નજરબંદીનો જાદુ ચલાવતી હતી. ‘હવે વાતમાં મોણ નાખવાને બદલે ઝટ કહી દેને !સરસ્વતીએ આ માથાભારે યુવતીથી થાકીને કહ્યું, ‘તને વાદવિવાદમાં હરાવે એવો પતિ શોધી દેવો પડશે.” ‘વરની શોધ ? અરે, હું એ જ વાત તને કહેતી હતી. જો હું વરની શોધમાં નીકળું તો તું મને મદદ કરીશ ખરીને ?' અંબુજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. ‘હું ?” આટલું બોલીને ઝીણી નજરે સરસ્વતી તરફ એ જોઈ રહી. ‘હા, તું જ , એ વખતે મદદ કરી શકે તો તું એકલી જ કરી શકે તેમ છે.” અંબુજા [ 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ અંબુજાએ કહ્યું. સરસ્વતી અંબુજાનું લક્ષબિંદુ થોડું સમજી ગઈ. એ કંઈ સ્પષ્ટતા કરે તે પહેલાં કાલક બોલ્યો : અરે, તમે બે વાતોડિયો વાતોમાં જ વખત પૂરો કરી નાખશો. કૃષ્ણમૂંડી ને ચિત્રાવલીની વાત દૂર રહી, પણ હજી તો એકસો ને સાત ઔષધિઓ મારે તમને ઓળખાવવી છે.” ‘કાલક, તું તો હંમેશાં વિદ્યાર્થી જ રહ્યો. હું તો માનું છું કે જેણે એક વસ્તુ બરાબર જાણી, એણે સો વસ્તુ બરાબર જાણી કહેવાય. અમારે આટલી બધી વનસ્પતિને ઓળખીને શું કરવી છે ? સ્ત્રી એક પતિને ઓળખે એટલે આખા વનને ઓળખ્યા બરાબર છે.' અંબુજા બોલી. ભોળી સરસ્વતીએ એના સૂરમાં સૂર પુરાવતાં કહ્યું, ‘મહાગુરુ તો કહેતા હતા કે ન્યગ્રોધ, ઉદુંબર, અશ્વત્થ ને પલાશ : આ ચાર વનસ્પતિઓ; વ્રીહિ, મહાવ્રીહિ, પ્રિયંગુ ને યવ : આ ચાર ઔષધિઓ ને દહીં, મધ, ઘી ને જળ : આ ચાર રસૌષધિઓ – આટલી બાર વસ્તુનું જ્ઞાન અમારાં જેવાં સામાન્ય જનો માટે પૂરતું અંબુજા અને સરસ્વતીએ આ રીતે વિદ્યાની બાબતમાં પોતાની આગળ વધવાની અનિચ્છા પ્રગટ કરી, અંબુજાને વનસ્પતિઓ ઓળખવામાં રસ નહોતો. આ કોકિલાની ઇચ્છા કોઈ કુંજઘટામાં ભરાઈને ટહુકા કરવાની હતી. ‘મને તો એમાંય ઓછો રસ છે. ગુરુદેવ કહેતા હતા કે સૂર્યપ્રકાશથી રસોઈ થાય. એ શિખવાડે તો સારું. ઘણી રસિકાઓ રસવતીની જંજાળમાંથી છૂટે. બાકી હેલા ને પ્રહેલિકા મને વધુ ગમે છે. એક પ્રહેલિકા મૂકું ?’ સરસ્વતી બોલી. કાંટાળી વેલને વધુ નમાવતી અંબુજા બોલી, ‘કાલક હા કહે તો મને વાંધો નથી. હું ગમે તેવી વસ્તુમાંથી આનંદવિનોદનો રસ ખેંચી લેતાં શીખી છું.' અંબુજાનું દરેક શબ્દતીર કાલકને વીંધવા માટે જ હતું, કાલકની સ્વસ્થતા હરી લેવા એ આ શબ્દો બોલી હતી. પણ જેમ પથ્થર પરથી પાણી દડી જાય એમ કાલક સ્વસ્થ જ રહ્યો. એ બોલ્યો : ‘અંબુજા ! મનની એક મહત્ત્વાકાંક્ષા હતી, સિદ્ધિની અને એ પૂરી કરી. આદરેલું અધૂરું મૂકવું એ કાયરનું કામ છે. બાકી મને તો તંત્ર-મંત્ર-વિદ્યા કરતાં, સાદી સરસ્વતી બહુ ગમે છે : કારણ કે, સરસ્વતી તારી બહેન છે, કાં ?” અંબુજાએ મશ્કરી કરી. સરસ્વતી બોલી : ‘હવે તમારા રોજના વાદવિવાદ મૂકશો ? તમને એકબીજાની વાતને કાપ્યા વગર ચેન નહિ પડે. જુઓ, હું એક પ્રહેલિકા કહું : તમારા બેમાંથી એક જ જણ જવાબ આપો. પ્રતિદિન શું ક્ષીણ થાય, બોલો ?' ‘પહેલાં કાલક પ્રશ્નનો જવાબ આપે.” અંબુજા બોલી. કાલક કહે : ‘ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચિયામાં રાજ હંસ, વનમાં એકાકી મૃગ, ઓછા જળમાં મીન, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયર પુરુષ અને મુર્ખમંડળમાં વિદ્વાન પ્રતિદિન ક્ષીણ થાય છે.” અંબુજા ! હવે તને પૂછું છું.” સરસ્વતી બોલી. એ જીવતી શારદા જેવી શોભતી હતી. ‘કોના વિના કોણ ન ખીલે ?” | ‘અરે એમાં પૂછવાનું શું ? સૂર્ય વિના કમળ ન ખીલે, ચંદ્ર વિના રાત ન ખીલે, મેઘ વિના મયૂર ન ખીલે, મુદ્રા વિના મંત્રી ન ખીલે, આત્મા વિના દેહ ન ખીલે, ને રસિક નર વિના નારી ન ખીલે.” અંબુજાએ ઉત્સાહભેર જવાબ આપ્યો. વાહ, વાહ, સરસ કહ્યું.’ સરસ્વતીએ ધન્યવાદ આપ્યો. હવે હું પૂછું ?” અંબુજાએ કહ્યું. ‘પણ આ વેલની બહાર તો આવ.” સરસ્વતીએ કહ્યું : “કાંટામાં ભરાઈ રહેવું કાં ગમે ?” | ‘ઘણીવાર કોટામાં જ ગુલાબ જડે છે. સરસ્વતીબેન, જરા ગૂંચવાઈ ગઈ છું. એ ગૂંચ ઉકેલવામાં તારી મદદની જરૂર પડશે. પણ ઊભી રહે, મારો પ્રશ્ન તને પૂછી લેવા દે !' ‘પૂછ.' સરસ્વતીએ કહ્યું.. ‘તરસ્યો પ્રવાસી બે હાથ હોવા છતાં પશુની જેમ શા માટે પાણી પીએ છે ?” અંબુજાએ પ્રહેલિકા નાખી. સરસ્વતી જેવી સરસ્વતી કંઈ જવાબ આપી ન શકી. કાલક કંઈક વિચારમાં પડ્યો ને થોડી વારમાં બોલ્યો : એક પથિક પ્રવાસે નીકળ્યો. નવપરિણીત મુગ્ધા રડવા લાગી. પથિકે એનાં નેત્રના કાજળથી પ્રવાસીના બંને હાથ અંકિત થયા છે. હાથથી પાણી પીએ તો હથેળીમાં આલેખાયેલી પ્રિયાની યાદ ભૂંસાઈ જાય. માટે એ પ્રવાસી પશુની જેમ મુખથી પાણી પીએ છે.' ‘શાબાશ કાલક ! તું ખરેખર ચતુર નર છે.” અરે , આ તો પરણેલાને સૂઝે એવી પ્રહેલિકા છે !' સરસ્વતી ભોળે ભાવે 20 D લોખંડી ખાખનાં ફૂલ અંબુજા ! 21. Page #22 -------------------------------------------------------------------------- ________________ બોલી. | ‘અરે ગાંડી ! પરણ્યાં ન હોઈએ પણ જાનમાં તો ગયાં હોઈએ ને ! જે પરણ્યાં હોય એ જ બધું જાણે એમ થોડું છે ! બલકે પરણ્યા વગરના માણસો જ ઘણી વાર વધુ જાણતા હોય છે.’ અંબુજા બોલી. એનાં શબ્દતીર કાલક તરફ જતાં હતાં. કાલકે કંટાળીને કહ્યું : “અંબુજા, બહાર નીકળ ! હજી ઘણું ફરવાનું છે.” અંબુજાએ કંટાળી વેલોના ઝુંડમાંથી આંચકો મારીને બહાર નીકળવા પ્રયત્ન કર્યો, પણ ઊલટી એ વધુ ફસાઈ ગઈ, એનાં રૂપાળાં અંગ ઉઝેડાઈ ગયાં. પગમાં કાંટા ભોંકાવાથી લોહી વહી નીકળ્યું. અરે ! મને મદદ કરો. શું જોઈ રહ્યાં છો બંને ?” સરસ્વતી એ કદમ આગળ વધી. સાવચેતીથી પગ મૂકતી તે કાંટાળી કુંજમાં ગઈ. એણે હાથ લાંબા કરી અંબુજાને કાંટામાંથી ઊંચકી લેવા પ્રયત્ન કર્યો. હાય બાપ ! શરીર છે કે સીસાનું ઢીમ છે !' સરસ્વતી અને ઊંચકી ન શકી. એને ધક્કો મારતાં એ બોલી, ‘ધુતારી, શ્વાસ અંદર ઘૂંટીને ભારેખમ બની બેઠી છે.' | ‘ભલેને ઘૂંટે શ્વાસ હજાર વાર ! એક હાથે ઊંચકીને બહાર ન મૂકું તો મને કહેજે .” અંબુજાની દોંગાઈ પર ચિડાઈને સરસ્વતીની મદદે જતો કાલ કે બોલ્યો. એણે પાસેથી કંઈક વનસ્પતિ ચૂંટી, મૂઠીમાં દબાવી એનો રસ કાઢઢ્યો અને પગે ચોપડ્યો ને સડસડાટ અંદર ધસી ગયો. કાંટા જાણે એવળા ફરી ગયા ! કાલકે અંદર જઈને જરા રોષમાં અંબુજાને ઊંચકી. ત્યાં તો વૃક્ષને વેલી વીંટળાઈ વળે, એમ અંબુજા કાલકને વીંટળાઈ વળી. એણે શ્વાસ ઘૂંટવાને બદલે છૂટો મૂકી દીધો, અંગેઅંગ કાલકના દેહ સાથે ચાંપી દીધું. ધુતારી ! હવે કેમ શ્વાસ ન ઘૂંટટ્યો ? મારા કરતાં મારો ભાઈ તને વધુ ગમ્યો કાં ?’ સરસ્વતી અંબુજાનું આ તોફાન જોઈ બોલી. એના શબ્દોમાં નિખાલસતા હતી, પણ દરેક વસ્તુમાંથી પોતાને ગમતો અર્થ તારવનારી અંબુજા એમ ચૂપ રહે એવી ક્યાં હતી ? ‘મને જે ગમે એમાં તને ન ગમે એવું કંઈ ખરું કે ?” કાવ્ય, શાસ્ત્ર ને ચંપૂની ભણનારી સરસ્વતીને આવા સવાલ-જવાબમાં ગમ ન પડતી, રસ પણ ન પડતો. અંબુજાની ચંચળ પ્રવૃત્તિ એને માફક પણ ન આવતી, છતાં એ સંયમ રાખનારી સ્ત્રી હતી. મીઠાશથી ચાલે ત્યાં સુધી કડવાશ ન કરતી. એ બોલી : ‘ભાઈને તારી આ મસ્તી કદાચ ન ગમે, એ માટે કહું છું.’ ‘તે તારા ભાઈને જીભ ક્યાં નથી ? ભાઈ તારો સિદ્ધકુટીનો સમર્થ વિદ્યાર્થી છે. ન ગમતું હોય તો ના કહે. અમે પછી કદી બોલશુંય નહિ ને ચાલશુંય નહિ.” અંબુજા કૃત્રિમ રોષમાં બોલી, એના મોટા શ્વેત ગાલ રોષમાં કંકુવર્ણા બની ગયા હતા. એનાં નેત્રોમાં ચમકતી આભા દ્રષ્ટાને આકર્ષણ જન્માવતી હતી. એ ખૂબ દમામદાર લાગી. | ના, ના, અંબુજા ! જરાય સંકોચ અનુભવતી નહિ. સરસ્વતી જેવી ઠાવકી બહેન મને જરૂર ગમે છે, પણ સાથે સાથે તારા જેવી ચપળ યુવતી પણ મને ગમે છે.” કાલકે એના મનનું સમાધાન કરતાં કહ્યું : “અંબુજા ! હું તો મનોમન તારાં વખાણ કરું છું. મનને કેટલું પારદર્શક તું રાખે છે ? સરસ્વતી ! આપણે મનને અપારદર્શક રાખવામાં રાચીએ છીએ, ને દર્પણ અને અંબુજા ખુલ્લા ગ્રંથ જેવાં છે, મનના ભાવને લેશ પણ છુપાવતાં નથી.’ ‘યમ-નિયમનો કંઈ અર્થ ખરો પછી ?' સરસ્વતી બોલી, ‘મનના ઘોડાને ચાબુક ન મારીએ પણ લગામ તો રાખવી જોઈએ ને !' | ‘અમે ચાબુકમાં માનતાં નથી, તેમ લગામમાં પણ માનતાં નથી. મનની અને તનની પૂર્ણ સ્વતંત્રતામાં માનીએ છીએ. તરસ્યા જીવને ખીલે ન બાંધવો. એને ખૂબ પાણી પાવું. આપોઆપ તૃષા નષ્ટ થઈ જાય.' અંબુજા બોલી, ‘ભોગાનું ભુક્તાનું નમસ્તાનું : ભોગોને ભોગવી નાખનારને નમસ્કાર, આ અમારું સૂત્ર છે. ‘તો તમારો ઘોડો કદી તૃષાતુર જ નહિ મટે મનનું એ રહસ્ય છે કે જેમ એ ઘોડાને જળ મળ્યા કરે એમ એ પીધા જ કરે, કદી તેની તૃષા શાંત જ ન થાય ! કાષ્ઠથી અગ્નિ સંતુષ્ટ થયો કદી સાંભળ્યો ?' સરસ્વતી વાદે ચઢી. ‘મન ચંચળ છે, એને યમનિયમથી ઘડવું પડે.” ‘મહાગુરુ મહામા પણ કહે છે : ભોગાન્ ભુક્તાનું નમસ્તાનું. સંસારનાં ત્રણ આકર્ષણો છે. મીન, મધ અને મદિરાથી.’ અંબુજા સરસ્વતીને પરાસ્ત કરવા તત્પર થઈ ગઈ હતી. એ વિવેક વીસરી ગઈ હતી. કાલક વચ્ચે પડ્યો. | ‘અરે અંબુજા ! આ કેવી રીતે ? આપણે શું શાસ્ત્રાર્થ માટે નીકળ્યાં છીએ ? મંત્ર-તંત્ર-વેત્તાઓની ખૂબી મિતભાષણમાં અને મૌનમાં છે.કાલ કે અંબુજાને નવા વિષયની ચર્ચા ઉપાડતાં રોકી, ‘રાજ કુમાર દર્પણ ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરી બતાવવાનો છે. એ માટે એ સાધનામાં બેઠો છે. એને હવે વ્રતમાંથી ઊઠવાના બે દિવસ બાકી રહ્યા છે, તેટલી વારમાં થોડું ફરીએ અને ઔષધિ-વિજ્ઞાનનો આનંદ પ્રાપ્ત કરી લઈએ.' અંબુજા p 23 22 D લોખંડી ખાખનાં ફૂલ Page #23 -------------------------------------------------------------------------- ________________ આ બે દિવસોમાં જેટલું હર્યા-ફર્યા એટલું આપણા બાપનું છે.' અંબુજાએ સરસ્વતી પાસે જઈને કહ્યું, ‘આ મારી જીભ જરા આખાબોલી ને કડવાબોલી છે. એના વતી માફી માગું, બહેન ?' ના બહેન ! એમાં માફી કેવી ?* સરસ્વતીનો રોષ ઊતરી ગયો. મારો ભાઈ દર્પણ કહેતો હતો કે સરસ્વતી તો ચંદનની ડાળી જેવી છે. ગરમ પવન પણ એનાથી ન સહેવાય માટે સંભાળ રાખજે .” અંબુજાએ પોતાના ભાઈ દર્પણની સરસ્વતી તરફની લાગણી પ્રગટ કરી અને વધારામાં કહ્યું : - “મારો ભાઈ ગર્દભી વિદ્યાનો પ્રયોગ કરે ત્યારે તને દૂર રાખવાની પણ મને સૂચના આપી છે.” અંબુજા બોલતી બંધ થઈ. ગમે તેમ પણે સરસ્વતીને આ વાતો ન ગમી, એમાં એને પોતાની જાતનું અપમાન લાગ્યું. એ બોલી, ‘મને એવી સુંવાળી સૂંઠની ન સમજીશ. ક્ષત્રિય કન્યા છું. ધનુર્વિદ્યામાં ભાઈ કાલક પંકાયેલ છે, પણ તેનાથી હું કોઈ રીતે ઓછી ઊતરું એવી નથી. બાકી પુરુષનું બળ હાથમાં દેખાય અને સ્ત્રીનું મૂળ હૈયામાં પરખાય !” ‘પાછી વિવાદની વાત ખડી કરી ? હું તો પુરુષ અને સ્ત્રીનો ભેદ જ સમજતી નથી. જે પુરુષ કરી શકે તે સ્ત્રી કરી શકે, સ્ત્રી જે કરી શકે તે પુરુષ કરી શકે,' અંબુજા બોલી. ‘સ્ત્રી કરી શકે તે પુરુષ કરી શકશે ?' સરસ્વતીએ પ્રશ્ન કર્યો. ચર્ચા ઘણી લાંબી થઈ જાય તેમ હતું. કાલકે વચ્ચે પડતાં કહ્યું. અરે ! તમે બેથી તો થાક્યો. એક પળ પણ શાંત નહિ રહેવાનાં ? કેવી સુંદર વસંત છે ! કેવું રૂપાળું ઝરણ છે ! કોકિલ ગાય છે. મલયાનિલ વાય છે. દૂર દૂરથી ગોપલોકોની બંસીના સૂર આવે છે. કેવી મધુરી કુદરત છે ! મજા માણો ને ! જો કે હું જાણું છું કે બધું મન પર નિર્ભર છે. તમારે ફરવું ન હોય તો હવે સ્નાન કરીને સ્વસ્થ થાઓ.' ‘આટલી ગરમી પછી સ્નાન ઠીક પડશે. આશ્રમવાસના છેલ્લા દિવસોમાં પણ આપણે ચર્ચાથી દૂર નથી રહી શકતાં તે અજબ જેવું છે.' અંબુજા બોલી, અને એ પોતાના કેશ છોડીને સંમાર્જન કરવા બેઠી. સરિતાના સ્વચ્છ જળની સપાટી અરીસાનું કામ કરી રહી. સરસ્વતીએ પણ પોતાનો સુદીર્ઘ કેશપાશ છોડ્યો. પાસેથી ઇંગુદીરસ લાવી, એના કેશને એ સ્નિગ્ધ કરી રહી, કાળા નાગના વર્ણને ઝાંખો પાડે એવી એ કેશાવલિ હતી. 24 D લોખંડી ખાખનાં ફૂલ અંબુજાના કેશ સુવર્ણવર્યા હતા ને ઘૂંઘરિયાળા હતા. એણે વાંકડિયા વાળને છોડીને જરા તડકે સૂકવ્યા, પણ ત્યાં તો વાળ વધુ ઘૂમરી લઈ ગયા. અંબુજા વધુ ને વધુ ઇંગુદીરસ લગાડી કેશને સંમાર્જી રહી, પણ આડા સ્વભાવના માણસની જે મ એ આડા ફાટવા લાગ્યા, કર્મ બંધાય જ નહિ ! ‘હાશ, હું તો આ અવળચંડા કેશથી થાકી !' અંબુજા ચિડાતી બોલી. જેવી તું એવા તારા કેશ. તારા કેશને દર્પણ રોજ સંમાર્જિત કરતો. આજે એની ગેરહાજરી છે. એને બદલે તું કાલકને વિનંતી કર, જો કંઈ મદદ કરે તો.” સરસ્વતીએ સ્વાભાવિક રીતે કહ્યું . ‘કાલકને અમે ક્યાં ગમીએ છીએ ? એ કંઈ અમને મદદ કરે ખરો ?* અંબુજા બોલી. એના શબ્દોમાં ગમે તેવા જુવાનને વીંધનારો ટોણો હતો. ‘વળી તારી જીભ સખણી ન રહી. મારો ભાઈ તો દેવતાનો અવતાર છે.” સરસ્વતી બોલી. તે અમે ક્યાં દેવીનો અવતાર નથી ? શું ખામી છે અમારામાં, એ બતાવને ?” અંબુજા બોલી, એ ચૂપ ન રહી શકી. ‘થાક્યા બાઈ તારાથી, પાશેર દઈએ ત્યાં સામેથી શેર દે છે.’ સરસ્વતીએ પોતાના વાળ સંમાર્જતાં કહ્યું. - “મહાગુરુ કહે છે કે ન બોલ્યામાં નવ ગુણ . હવે બેમાંથી એક પણ ન બોલશો. લાવો, હું વાળ ગૂંથી દઉં.' કાલક અંબુજા પાસે ગયો અને એના વાળમાં ઇંગુદીરસ ઘસવા લાગ્યો. વાળ સંમાર્જન કરતી સરસ્વતી પીઠ ફેરવી ગઈ. બંને જીવોને આંખની એકાંત આપી. છતાંય થોડીવારે એણે ચોર નજરથી પાછળ જોયું, ને મનમાં બબડી : ‘ભારે સરસ જોડી છે, સોનું ને સુગંધ’ કાલકે અંબુજાના વાળને નાની વેણીમાં ગૂંથ્યા, ચંચળતામાં ખંજન પક્ષીને ભુલાવે એવી અંબુજા અત્યારે સાવ શાંત થઈને બેસી ગઈ હતી. ‘કેવી ડાહી થઈને બેઠી છે !' સરસ્વતીથી બોલ્યા વિના ન રહેવાયું. ‘નહિ તો શું તારા દેવતા જેવા ભાઈને જોઈને ઘેલી થઈ નાચવા લાગી જાઉં ?” અંબુજાએ તરત જવાબ વાળ્યો. ‘અંબુજા ! તને નવ ગજના નમસ્કાર હો ?' સરસ્વતી બે હાથ જોડતી બોલી : ‘તને છેડવી જ સારી નહિ.” અંબુજા D 25 Page #24 -------------------------------------------------------------------------- ________________ નાદ-ગર્દભ જે દિવસની સહુ કોઈ રાહ જોઈ રહ્યાં હતાં, એ દિવસ આવી પહોંચ્યો. રાજ કુમાર દર્પણ પોતાને પિતૃપરંપરાથી પ્રાપ્ત થતી ગર્દભી વિદ્યાનું આજે દર્શન કરાવવાનો હતો. આજે જ વહેલી સવારે એ આઠ દિવસની સાધનામાંથી ચલિત આસન બન્યો હતો. એના માથા પરનાં છૂટાં કોરાં જુલ્ફાંને સ્નાન કરાવીને અંબુજાએ બાંધ્યાં હતાં, કેડ પર કીમતી અધોવસ્ત્ર પહેર્યું હતું અને કમર પર સુવર્ણનો મોટો પટો બાંધ્યો હતો. સંગેમરમરની શિલા જે વી એની શ્વેત વિશાળ છાતી ખુલ્લી હતી અને નોધની શાખાઓ જેવી એની ભુજાઓ બાજુબંધથી સુશોભિત હતી. એની મોટી મોટી આંખો કોઈની પ્રતીક્ષામાં ચારે તરફ ફરતી હતી. થોડી વારમાં મહાગુરુ મહામઘ આવતા દેખાયા. દર્પણે ગુરુદેવને નિહાળી દૂરથી નમસ્કાર કર્યા, પણ પછી એની આંખો ગુરુદેવની પાછળના શૂન્ય માર્ગ પર મંડાઈ રહી. દર્પણને કોઈની રાહ હતી. એના મુખ પર ઇંતેજારીની રેખાઓ ખેંચાયેલી ‘અંબુજા ! મને તો જાણે ઉષાસુંદરી અરુણને લઈને આવતી દેખાય છે.” દર્પણ કહ્યું અને તેણે પોતાના દેહને ટક્ષર કર્યો. એ મંત્રપ્રયોગ માટે તૈયાર થતો હતો. મગધના પવિત્ર પાંચ ડુંગરો વચ્ચેનું આ એકાંત સ્થળ હતું. સામે ઊંચા ટેકરો હતા. એ બંકા ડુંગરોની પાછળથી નીકળીને એક બંકી સરિતા બે પહાડની ગોદમાં રમતી ઝૂમતી ચાલી જતી હતી. વનરાજિમાં રંગરંગનાં પંખી રમતાં હતાં. ડુંગરના ઢોળાવ પર ગાયો ચરતી હતી, મેદાન પર હરણાં પાણી પીતાં હતાં. દૂર દૂરથી કોઈ પાટનગરીના રાજ હાથી નહાવા આવ્યા હોય તેમ હવામાં આવતા ચિત્કારો પરથી લાગતું હતું. ગુરુદેવ મહામઘ આવીને ઊભા રહ્યા ને થોડી વારે તેમની પાછળ કાલક અને સરસ્વતી આવીને ઊભાં રહ્યાં. સરસ્વતીએ પોતાની નાજુક દેહયષ્ટિ પર એક શ્વેત વસ્ત્ર વીંટ્યું હતું, છતાં એની આ સાદાઈ સૌંદર્ય ધરી રહેતી. રૂપ એવું છે કે એને કોઈના અવલંબનની જરૂર નથી. એ સ્વયં રાજે છે. સરસ્વતીના દેહ પર યૌવનનો મયુર કેકા કરવા લાગ્યો હતો. એનાં અંગ-ઉપાંગ દૃષ્ટિને જકડી રાખે એવી મનોહરતા ધારણ કર્યે જતાં હતાં, પણ યૌવનના આગમનથી આ મુગ્ધા અજ્ઞાત હતી, અને એથી એ સુંદર લાગતી હતી. રાજ કુમારી સરસ્વતી એમ માનતી હતી કે દેહને વિલેપન ન દઈએ, અલંકાર ને અડાડીએ, અંગવસ્ત્રોના ઠઠારા ન દેખાડીએ, એટલે રૂ૫ ઓછું થઈ જાય, પણ ભોળી કુમારી નહોતી જાણતી કે રૂપને તો આ બાહ્ય પ્રસાધનો જેટલાં ઓછાં મળે, એટલું એ વધુ ખીલે. મંત્રધર દર્પણે એક ઊડતી નજર ચારે તરફની સૃષ્ટિ પર ફેંકી. સૃષ્ટિ તદ્દન શાંત હતી. હવા પણ મધુર વહેતી હતી. પછી બીજી દૃષ્ટિ એણે ગુરુદેવ મહામઘ પર નાંખી, એણે એ રીતે દૃષ્ટિવંદન કરી લીધું. પછી એક દૃષ્ટિ કાલક પર નાખી ! એમાં કંઈક ગર્વ ગુંજતો હતો, છેલ્લે એક દૃષ્ટિ સરસ્વતી પર નાખી. એ દૃષ્ટિ સહુથી વધુ વાર સ્થિર રહી. એમાં જાણે સંકેત હતો : જોજે સુંદરી ! હું કેવો પરાક્રમી છું ! શુરવીરતાને સદાકાળ સૌંદર્ય શોધતું આવ્યું છે, એ ન ભૂલતી. અને રાજ કુમાર દર્પણે પછી દૃષ્ટિને દૃષ્ટિમાં આવરી લીધી, અંદર ને અંદર સંગોપન કરી દૃષ્ટિ એકાગ્ર કરી.. પછી બે પગ ભેગા કર્યા. ભાલાની જેમ શરીર ટટ્ટર કર્યું. ઊંડો શ્વાસ છાતીમાં હતી. ગુરુદેવે પોતાની ચરણરજથી પવિત્ર કરેલી વનવાટ પર થોડી વારમાં રાજકુમાર કાલક અને રાજકુમારી સરસ્વતી આવી રહેલાં નજરે પડ્યાં. ‘ભાઈ’ અરુણ ઉષાને લઈને આવી રહ્યો ન હોય, એમ કુમાર કાલક શોભે છે. પોતાની બહેન સાથે એ ચાલ્યો આવે !” અંબુજા પોતાના ગોરવર્ણા પગની પાનીથી ઊંચી થઈને જોતી જોતી બોલી. નાદ-ગર્દભ | 27 Page #25 -------------------------------------------------------------------------- ________________ ભર્યો. છાતી ધમણની જેમ ઊપસી આવી, ગમે તેવી યુવાન સ્ત્રી શરમાય તેવી એ છાતી બની રહી ! વાસ્થળના બે ભાગ ગોળ દડા જેવા ઊપસીને લાલબૂદ થઈ ગયા ! સુવર્ણવર્ગો દેહ તપાવેલા તામ્રપત્ર જેવો બની ગયો. દર્પણના દેહનાં દર્શન કરવાં એય નેત્રનું મનોરમ સાફલ્ય હતું. સ્વર્ગનો અધિરાજ ઇંદ્ર પૃથ્વી પર આવે, અને જેવું તેજ વેરાય તેવો તેજનો અંબાર દર્પણના મુખ પરથી વરસી રહ્યો હતો. દર્પણે સીધા સોટા જેવા બે હાથ ઊંચા કર્યા. આટલા હલનચલનમાંય જાણે કોઈ દૈવી શક્તિ કામ કરતી હોય તેમ લાગ્યું. સંસારને અસ્તિ કે નાસ્તિ કરી મૂકે, એટલી તાકાત આ બે ભુજાઓમાં વસી રહેલી ભાસી. | બાવીસ બાવીસ વર્ષનું અપ્રતિમ બ્રહ્મચર્ય આજે જાણે દેહરૂપ ધરીને આવીને દેહની ધારે બેઠું હતું ! દર્પણે બે હાથની અંજલિ રચી. થોડીવારે એ અંજલિને શંખાકાર બનાવી. એ શંખાકાર અંજલિને ઓષ્ઠ પર ધરી. ધીરેથી એમાં હવા ફૂંકી. એમાંથી એક તીણો હૈયાસોંસરવો થઈને વહી જાય તેવો સ્વર છૂટ્યો. મંત્રધર દર્પણે ફરી અંજલિમાં હવા ભરી અને ફરી છોડી. એક સવિશેષ તીણો અવાજ પ્રાણીમાત્રના હૃદયના મર્મભાગને કંપાવતો વળી નીકળ્યો. સ્વરો ફરી ચૂંટ્યા. ફરી ફરી ચૂંટાયા. ભયથી ખૂણામાં લપાતા ભુજં ગરાજો જેમ દેહના આડાઅવળા આકાર રચે, એમ સ્વરોની કૃતિઓ રચાવા લાગી. સ્વરો ઘૂંટીને કુમાર દર્પણે ફરી એક વાર જોરથી ફુંકાર કર્યો. આ ફૂંકારે પૃથ્વીના ગુંબજને એક નાદે સ્તબ્ધ કરી દીધો. - આ ફૂંકારે ગાતાં પક્ષીને સ્તબ્ધ કરી દીધાં. ચરતી ધેનુઓએ જાણે માથા પર લોહીતરસ્યા વાઘની ડણક સાંભળી અને મોંમાંથી તૃણ નાખી દીધાં. નિદ્ધ ચરતાં હરણાં પારધીના પાશથી હારી ગયાં હોય તેમ વૃક્ષની બખોલોમાં માથાં નાખીને નિરાધાર ઊભાં રહ્યાં. અવાજ વધ્યો. અવાજની વિધવિધ આકૃતિઓ રચાતી હોય તેવો ભાસ થયો. ધીરે ધીરે આંખોથી અદૃશ્ય લાગતો અવાજ દૃશ્ય આકાર ધરતો જતો હતો. દર્પણનું ગળું ફૂલ્યું. ફૂલીને મશક જેવું થઈ ગયું. છાતીનો ધક્કો ત્રણ ગણો ઊંચો થઈ ગયો. સ્વરો હવે શસ્ત્રની શક્તિ લઈને વહેવા લાગ્યા. એનો અર્થ તીણ સરસંપાત જેવો લાગવા માંડ્યો. એનો પ્રતિઘોષ ભાલાની અણી જેમ દેહમાં ભોંકાવા લાગ્યો. પાસેથી સરી જતા સ્વરો પણ અગ્નિજવાળાની દઝાડતી આંચ જેવા લાગવા માંડ્યા. આ બધું તો સહ્ય બને બની જાય, પણ ધીરે ધીરે આ સ્વરો પ્રાણીમાત્રના મસ્તિષ્કની નસોમાં ખળભળાટ મચાવવા લાગ્યા. કાન વાટે મસ્તિષ્કમાં પ્રવેશીને વેદના જગવવા લાગ્યા. શિરોવેદના જોતજોતામાં એટલી વધતી ચાલી કે માણસને માટે અસહ્ય બની ગઈ. ભારભૂત બનેલું માથું જાણે મનેકમને શરીર પરથી ઉતારીને અલગ મૂકી દેવાનું મન થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. ધેનુ માથાં ફૂટવા લાગી. હરણાં પૃથ્વી પર આળોટવા લાગ્યાં. પંખી તો ક્યારનાં બેભાન બની ગયાં હતાં. પાણીમાં પણ સ્વરો વહી રહ્યા હતા. હાથી સ્વરમિશ્રિત પાણીને ગરમ ગરમ લોહ-રસ સમજીને પીધા વગર ત્યાંથી પાછા ખસવા લાગ્યા આકાશમાં પણ સ્વરોના અણુ ગતિ કરી રહ્યા હતા. હવા જાણે લોઢાની કોઢમાં ધખધખીને બહાર પડતી હતી. - દર્પણ સામે જોયું જતું નહોતું. એનું મોં જાણે મોં રહ્યું નહોતું, જ્વાલા ઓકતું જ્વાલામુખીનું લાલચોળ મુખ બની ગયું હતું. ગુરુદેવ મહામઘે એક વાર ચારે તરફ નજર કરી. પોતે તો સ્વસ્થ હતા, કાલ કે પણ સ્વસ્થ રહેવા મથી રહ્યો હતો : પણ કમળની સુકુમાર પાંદડીઓ જેવી અંબુજા અને સરસ્વતી તાપમાં ફૂલ કરમાઈ જાય તેમ વીલી પડી ગઈ હતી. ગુરુદેવ મહામઘ જરા સરક્યા. પાસેથી કોઈ વનૌષધિનો રસ લઈ આવ્યો, માટીમાં એને મેળવ્યો ને ગોળી વાળી ત્રણે જણાના યે છે કાન ભરી દીધા. પછી હાથના કમંડલમાંથી થોડું જળ કાઢી તેમનાં મુખ પર છાંટ્યું ને સુરક્ષા-મંત્ર ભણ્યો. અંબુજા અને સરસ્વતી થોડીક આયાશ પામ્યાં. કાલક વધુ સ્વસ્થ થયો. દર્પણ પોતાની કલા વિસ્તારી રહ્યો હતો. કાલક એની મંત્રશક્તિને અહોભાવની નજરે નીરખી રહ્યો. એ વિચારતો હતો ને મન સાથે નિર્ણય લેતો હતો કે : ‘હું પણ આ શક્તિ સિદ્ધ કરીશ. મહાગુરુ મહામાની કૃપા અને દર્પણ સાથેની મૈત્રી આ સિદ્ધિ જરૂર હાંસલ કરાવશે.' ‘પણે દર્પણ આવી બાબતમાં મૈત્રી ન રાખે તો ?” કાલકને એક અછડતો વિચાર આવી ગયો, ‘આવી શક્તિ પરને કોણ બતાવે ? આવી શક્તિ છાની સારી. આવી વિદ્યા ગુપ્ત સારી. આ પ્રદર્શનની વસ્તુ ન હોય. બીજા કોઈને એ ન અપાય. વળી આમ્નાયવાળી વિદ્યા છે.’ કાલકનું મન શંકિત થઈ ગયું. એણે તરત મનોમન નાદે-ગર્દભ | 29 28 D લોખંડી ખાખનાં ફૂલ Page #26 -------------------------------------------------------------------------- ________________ એનો માર્ગ પણ કાઢી લીધો : એણે વિચાર્યું. | ‘તો... તો-અંબુજાને હાથમાં લેવી પડશે.' અંબુજા ?” અને નાદશક્તિથી વ્યગ્રચિત્ત બનેલા કાલકથી જરા જોરથી બોલાઈ ગયું, મન પરનો સંયમ ન જળવાયો. પ્રિય કાલકનો સાદ સુણતાં જ વિશ્વલ અંબુજા દોડી અને કાલકની સોડમાં ભરાઈ ગઈ. અંબુજા પરદેશી વંશની પુત્રી હતી. આર્ય કન્યાઓની જેમ એ પુરુષના સ્પર્શથી ડરતી કે મૂંઝાતી નહોતી. જરૂર પડે તો એ પુરુષની સામે મેદાનમાં કુસ્તી માટે પણ ઊતરી શકતી, ને બાથંબાથે આવી પુરુષને પછાડી પણ શકતી; અને જરૂર પડે તો નિઃસંકોચ રીતે પુરુષના પડખામાં ભરાઈ પોતાના મનને આનંદ-પ્રમોદ આપતી. કોઈના અંગને પોતે સ્પર્શે અથવા પોતાના અંગને કોઈ સ્પર્શે એમાં એ અપવિત્રતાનો ભાસ જોનારી નહોતી. બંને વસ્તુ એને સ્વાભાવિક હતી. કાલકની સોડમાં ભરાઈ, પોતાના કોમળ અવયવોથી એને આલિંગી રહી. કાલક અસાવધ હતો. એનું મનચિત્ત મંત્રપ્રયોગમાં હતું. અંબુજાનું નામ અજાણ્ય બોલાઈ ગયું હતું, પણ અંબુજાના સ્પર્શે એને કંઈ રોમાંચ ન આપ્યો, ન એને પડખામાંથી દૂર હડસેલી. એ માત્ર એટલું વિચારી રહ્યો કે, અંબુજા મારી ભેરમાં છે, તો દર્પણે ઝખ મારીને મને આ વિદ્યા શીખવવી રહી, દર્પણ જગતમાં સહુને ના કહી શકે, પણ અંબુજાની પાસે એની તાકાત નથી કે ઇન્કાર કરી શકે ! અંબુજાની સહાય વગર દર્પણ સિદ્ધ કુટીમાં જ આવી શક્ય ન હોત. કાલકની વિચારણા આગળ વધી : એક રાજ કુમાર માટે કેટલી જરૂરી આ વિદ્યા ! ન સૈન્યની જરૂર, ન આયુધની જરૂ૨, ન સ્વરક્ષણ માટે બખ્તરની જરૂર કે ન જનરક્ષણ માટે કોટ-કાંગરાની જરૂ૨. પ્રયોગ કર્યો કે દુશ્મનનું અને દુશ્મનના સૈન્યનું જડાબીટ નીકળી જાય. કાલક આમ વિચારતો હતો, ત્યારે દર્પણ પોતાની સાધનામાં નિમગ્ન હતો. હવે એની નાદવિદ્યાના શક્તિમાન અણુઓએ ધીરે ધીરે પૃથ્વી, પાણી અને આકાશ પર પોતાનો કબજો મેળવ્યો હતો. પૃથ્વીમાં કંપ હતો. પાણીમાં વીજળી હતી. હવામાં દાહકતા હતી. પંખીઓ તો ક્યારનાં બેશુદ્ધ થઈ ગયાં હતાં, પાણીનાં મત્સ્ય જળમાં ઊંધાં પડી ગયાં હતાં, ધેનુઓ ધરતી પર ઢળી પડી હતી, ને હાથીઓ દાઝતા હોય તેમ ચિત્કાર કરતા પાછા હઠતા હતા. માણસ જાત અહીં વસતી નહોતી, પણ એક કઠિયારો ક્યાંકથી લાકડાં કાપવા આવ્યો હતો. અજબ એવી શિરોવેદના અને ઝગી ઊઠી હતી : ને પોતાની કુહાડી સાથે માથું ફૂટી ફૂટી હમણાં જ એ બેભાન બની ગયો હતો. - દર્પણના મુખમાંથી પાણીના ધોધની જેમ સ્વરો સરતા હતા. હવે સ્વરો વર્ણ પકડી રહ્યા હતા. ઘેરા પીત વર્ણના ભ્રમરોની પંક્તિ હોય તેમ એ સરી રહ્યા હતા, ને ધૂમ્રસેરની જેમ ગોટાઈ ગોટાઈને એક ભયંકર આકાર પકડી રહ્યા હતા. અરે ! અવકાશમાં ગર્દભનો આકાર રચાતો હતો ! આ સ્વર-વાદળીએ ઊંચે અવકાશમાં એના પગ સરજ્યા. અરે, આ એનું પેટ રચાયું ! ઓહ, પેટમાં આંતરડાં ગૂંથાયાં, દડામાં દોરા ગૂંથાય તેમ ' સ્વરવાદળીઓ એ ગર્દભના પેટાળમાં ગર્જારવ સાથે ઘૂમવા લાગી, થોડી વારે ગર્દભનું મોં રચાયું. થોડી વારે લોહ-વીજળીની જેમ ચમકારા કરતું પૂછ નીકળી આવ્યું. મોંનાં બે જડબાં ઊપસી આવ્યાં. કોઈ ઊંડી ગુફાની જેમ એ પહોળો થયાં, એમાં મોટા રાક્ષસી દાંત દૃષ્ટિગોચર થયા. સામાન્ય માણસ તો આ દશ્ય જોઈને ફાટી પડે એમ હતું. બહાદુર છતાં કોમળ સરસ્વતી ઓ દૃશ્ય જીરવી ન શકી. એની રૂપાળી કાયા કપાયેલી વેલની જેમ હવામાં ડોલી રહી. મહાગુરુ મહામ પર પણ સ્વરશક્તિની આંશિક અસર તો હતી જ , છતાં તેઓ સ્વસ્થ હતા. તેમણે ધીરેથી એક કૂંડાળું દોર્યું, ઇશારાથી બધાંને સમજાવ્યું : ‘કુંડાળા બહાર ન જ શો.* બોલી શકાય તેમ નહોતું. સાદા શબ્દોને પણ મંત્રબળથી યુક્ત સ્વરો આંચકો આપતા હતા, વીજળી પૃથ્વીને આપે તેમ . સરસ્વતીને ગુરુના મંત્ર કંઈક સ્વસ્થ કરી, છતાં સામાન્ય અસ્વસ્થતા તો ચાલુ જ હતી. આખા દેહપિંજરમાં ઊથલપાથલ મચી હતી, હૃદયતંત્ર ખળભળી ઊઠયું હતું. સરસ્વતી કરતાં અંબુજા પર આ સ્વરો હળવી અસર કરે તેમ હતું, પણ અંબુજા તો કાલકના દેહ સાથે પોતાના દેહ ચાંપીને અર્ધમૂચ્છિત જેવી બનીને પડી હતી. એ નખરાળી છોકરીને જાણે અત્યારે મરવું મીઠું લાગતું હતું. દેહસુખ એ જ એનું જીવનસાફલ્ય હતું. દેહથી પર એવા જીવનને એ બહુ જાણતી નહોતી, જાણવા ઇચ્છતી પણ નહોતી. મુખથી ગમે તેવી ઊંચી ઊંચી વાતો કરનારા અંદરથી તો એક જ વાસના-માટીના હોય છે, એ એનું મંતવ્ય હતું. નાદ-ગર્દભ રચાઈ ગયો હતો. હવે એને બોલાવો એટલે પટ્ટણ સો દટ્ટણ ! 30 D લોખંડી ખાખનાં ફૂલ નાંદ-ગર્દભ n 31 Page #27 -------------------------------------------------------------------------- ________________ સર્વનાશની ઘડી આવીને ઊભી સમજો ! પણ પછી તો અધ કચરો મંત્રવેત્તા પણ મહામુશ્કેલીએ એમાંથી બચી શકે, મૂઠ મારવી સહેલી છે, વાળવી મુશ્કેલ છે. દર્પણ મંત્રમાં આગળ વધે તો, કદાચ મરી ન જાય, પણ લાંબા ગાળાની માંદગી એને જરૂર ઘેરી વળે. દર્પણની સાધના આખરી કોટીએ પહોંચી હશે કે નહિ એની ગુરુને શંકા હતી. શક્તિમાં વસતી અશક્તિ, પ્રયોગની સીમા આવી ગઈ હતી, આગળ વધવામાં જોખમ હતું. મહાગુરુએ દર્પણને ઇશારો કર્યો, અટકી જવાનો. દર્પણ પોતે પણ બળું બળું થઈ ગયો હતો. ગુરુએ એની પાસે જઈ શાંતિનો મંત્ર ફૂંક્યો. હાથે, મોઢે, પેટે, પગે જ્યાં જ્યાં મંત્ર સ્પર્યો ત્યાં ત્યાં શાંતિ વળી ગઈ. સહુ પહેલો કાલક સ્વસ્થ થયો. એણે વૃક્ષને વેલી વળગી રહે એમ પોતાના દેહને વળગેલી અંબુજાને અલગ કરી અને પછી પોતે દોડ્યો દર્પણને અભિનંદન આપવા ! પણ નાદ-ગર્દભ હવે કડાકા કરતો હતો. સ્વર-વાદળની સેરો ગૂંચળા વળી વળીને વીખરાઈ જતી હતી. મંત્રધર થંભ્યો. મંત્ર થંભ્યો. કડાકો થયો, પચાયેલો આખો સ્વર-રાસભ વેગથી ઊકલવા લાગ્યો, એક ભયંકર મેઘગર્જના જેવો કડાકો થયો, આકાશે જાણે તૂટીને પૃથ્વી પર પડયું ! સ્વર-સાધકે દર્પણ અને મહાગુરુ સિવાય બધા પળવાર બેશુદ્ધિ અનુભવી રહ્યા, ગદંભી નાદવિઘાના સ્વરોએ પ્રસારેલ મોહમૂછમાંથી સહુ પહેલો ભાગ્યો રાજ કુમાર કાલક ! મનહરણી અંબુજા અને ઠાવકી સરસ્વતી તો મીણનાં પૂતળાં પડ્યાં હોય તેમ ભોંય પર પડ્યાં હતાં. રાજ કુમાર દર્પણ થોડી વાર આંખ ઉઘાડતો-આંખ મીંચતો પડખાં ફેરવી રહ્યો હતો. એને ખૂબ થાક લાગ્યો હતો, એનું મન-ચિત્ત એના વશમાં નહોતું. સ્વરો વિલીન થતા જતા હતા. જાદુગરે મંત્રબદ્ધ કરેલી સૃષ્ટિ જાણે મંત્રમુક્ત થતી હોય તેમ, ફરી શુદ્ધ હવા વહેતી હતી. પાણી નિખાલસ બનતાં જતાં હતાં. હાથી અને ગાયનાં વૃંદને કંઈક કળ વળતી હોય એમ પોતાની નાની પૂંછડીઓ પટપટાવતાં હતાં, છતાં ઊભા થવાની તાકાત કોઈ ધરાવતાં નહોતાં. મહારોગમાંથી તાજા મુક્ત બનેલા રોગીના જેવી સહુની દશા હતી. પરિસ્થિતિને માપવા માટે કાલ કે સહુ પહેલી નજર ચારે તરફ દોડાવી. દર્પણ પણ સ્વસ્થ થયો હતો. એણે આશ્ચર્ય સાથે અનુભવ્યું કે ચારે તરફ શાંતિના સમીર વહી રહ્યા હતા. ક્યાંથી આવ્યા સમીર ! મહાગુરુ તો હવે મૌન હતા. બંને જણાએ ખાતરી કરવા માંડી, અને બંને જણાએ આશ્ચર્ય સાથે જોયું કે એક સાદો મુનિ એમની જાગૃતિનો નિમિત્ત બનીને પાસે જ ઊભો હતો. પોતાના પાત્રમાં રહેલું જળ એ સહુના મસ્તક પર છાંટતો હતો ને મુખેથી કંઈક સાદા મંત્ર ભણતો હતો. બંને રાજ કુમારો એ મંત્રને પુનઃ પુનઃ સંભાળી રહ્યા, એમના વિક્ષિપ્ત ચિત્તને જાણે એ સ્વરો મલમપટ્ટી કરી રહ્યા. મુનિ શાંત ચિત્તે બોલતા હતા : 32 લોખંડી ખાખનાં ફૂલ Page #28 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ’ ‘શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ’ શ્રી રાજસંનિવેશાનાં શાંતિર્ભવતુ’ ‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ’ ‘શ્રી પૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ’ શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ' શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ’ ઓમ્ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ' મુનિરાજના આ સ્વરો ચંદનચોળાં બનીને ગર્દભી નાદવિદ્યાએ સંતપ્ત કરેલી સૃષ્ટિ પર છંટાતા હતા. આહ !એક તરફ બ્રહ્મલોકને આગમાં ઝબોળનાર શક્તિમંત્ર અને બીજી તરફ બ્રહ્મલોકને શાંતિ પમાડનાર ભક્તિમંત્ર ! મુનિના મુખમાંથી નીકળેલા શબ્દો જાણે સ્વયં પરિચારક અને પરિચારિકાઓ હોય તેમ અંબુજા અને સરસ્વતીની શુષા કરી રહ્યા. બંને સુકુમાર સ્ત્રીઓ અનુભવી રહી હતી કે કોઈ તેમના ધમધમતા દેહ માથે શીતળ જળની ધારા રેડી રહ્યું છે, દુઃખતાં અંગો પર કોઈનો મીઠો હાથ ફરી રહ્યો છે, ગરમ તવા જેવા તપેલા ભાલ પર કોઈ વહાલસોયી માતા ચંદનની અર્ચા કરી રહી છે. ‘ઓ મા...’ સરસ્વતી બૂમ પાડી ઊઠી. સરસ્વતીની બૂમ સાંભળી સ્વસ્થ થયેલો કાલક ઊભો થયો ને બહેન પાસે ગયો, માથે હાથ મૂકી આશ્વાસન આપ્યું. ‘ભાઈ ! મને આ વીંઝણો કોણ ઢોળે છે ? તું ?' સરસ્વતીએ પ્રશ્ન કર્યો. ‘ના બહેન ! હું પણ તારા જેવો જ સંતપ્ત હતો.' કાલકે કહ્યું. એના શબ્દોમાં પરિસ્થિતિની સ્પષ્ટતા હતી. ‘અને મારા તપેલા ભાલ પર ચંદનની અર્ચા કોણ કરતું હતું ? મહાગુરુ હતા?' ‘ના, સરસ્વતી ! એમની દશા પણ સાવ આપણા જેવી તો નહિ, પણ કંઈક ખરાબ તો હતી જ. ‘હૈં, તો દર્પણ તો નહોતો ને ! એણે મને સ્પર્શ કરવા તમને સહુને અમને સહુને મૂર્છામાં તો નહોતાં નાખ્યાં ને ?' સરસ્વતીની મનની શંકા એકદમ બહાર નીકળી આવી. સરસ્વતીને સ્પર્શ કરવાનું ગજું દર્પણનું નથી. એની વિદ્યાએ એનેય હેરાન કર્યો. થોડીઘણી એની દશા પણ આપણા જેવી જ હતી.' કાલકે કહ્યું. 34 D લોખંડી ખાખનાં ફૂલ ‘તો મદ્ય જેવી આ વિદ્યા છે ? બીજાને ત્રાસ પમાડે અને જાતને પણ કેફ ચડાવે.' સરસ્વતી એકદમ વાસ્તવિક્તાના વિશ્લેષણમાં પડી. ‘એ વિશ્લેષણની અત્યારે જરૂર નથી. પણ જેમ મૂર્છા પેદા કરનાર દર્પણના ગર્દભી નાવિદ્યાના સ્વરો હતા, તેમ આપણ સહુને શાંતિ પહોંચાડનાર આ સાદા સીધા મુનિરાજના સ્વરમંત્રો છે.' કાલકે ખુલાસો કર્યો. હા, હજી એ શાંતિમંત્રો શ્રવણમાં પ્રવેશે છે ને ચિત્તમાં, મનમાં, દેહમાં અનહદ શાંતિના સમીર લહેરાય છે. જાણે મા હાલરડાં ગાય છે, બહેની પંપાળે છે, પિતા બચીઓ ભરે છે. કેવો સુખાનુભાવ ! ભઈલા, હું આ મંત્ર જરૂર શીખી લઈશ. મુનિની ચરણસેવા કરીશ. તાપ ને સંતાપ પેદા કરનાર ગર્દભી નાવિદ્યા મને ગમતી !' સરસ્વતી બોલી. ‘છોકરી ! ગર્દભી નાવિદ્યા માટે તારું ગજું પણ નથી. કોઈક દર્પણ જ એ સાધી શકે. નાને મોઢે મોટી વાત ન કરીએ !' મહાગુરુ પાસે આવતાં બોલ્યા. ગુરુની પીંગળી આંખોમાં સિંદૂરિયા વર્ણની જ્વાલાઓ ભભૂકી રહી હતી. આ જ્વાલાઓથી એ પેલા મુનિને દઝાડવા માગતા હતા : ને આ છાત્રોને રક્ષવા માગતા હતા. આવા સાદા મુનિઓનો સંપર્ક મંત્રધરોને સુખદ હોતો નથી, એવો મહાગુરુને જૂનો અનુભવ હતો. રાજકુમાર દર્પણ હવે પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયો હતો, ને એ આ હાડ-ચામના માળખા જેવા મુનિને નીરખી રહ્યો હતો. એકેએક હાડકું ગણી શકાય તેવું હતું અને જુદી પાડીને બતાવી શકાય તેવી તમામ પાંસળીએ પાંસળી એ દેહમાં સ્પષ્ટ હતી. પોતાના હાથની એક થપાટ વાગતાં ભૂમિ ભેગો થઈ જાય એવો આ મુનિ આટલો સ્વસ્થ કાં ? નાદવિદ્યાથી અસ્પૃશ્ય કાં ? વધુમાં વધુ પ્રસન્ન કાં ? શું એણે ગર્દભી નાવિદ્યાના સ્વરો નહિ સાંભળ્યા હોય ? શું એની પાસે એ સ્વરોને મહાત કરે તેવું મંત્રબળ હશે ? અરે ! જે નાદશક્તિથી ઘાયલ હાથી હજી ઊભા થઈ શકતા નથી, એ નાદશક્તિ પાસે હાડપિંજર જેવો આ સાધુ આટલો સ્વસ્થ કાં ? જળમાં કમળની જેમ સાવ મુક્ત કાં ? જ્યારે મને, ખુદ મંત્રવેત્તાને પણ એ સ્વરો પીડી રહ્યા છે ! રાજકુમાર દર્પણ ક્ષણભર ઢીલો પડી ગયો. અરે, એની શક્તિના દર્શનની સાથે એની અશક્તિનું પણ પ્રદર્શન ભરાઈ ગયું. દર્પણ દોડ્યો. મહાગુરુ મહામથના ચરણ ચાંપી રહ્યો ને બોલ્યો : ‘મહાગુરુ ! શું આ સાધુ પાસે કોઈ ગજબનો મંત્ર છે?” મહાગુરુ કંઈ જવાબ આપે, એ પહેલાં તો મુનિ તેની પાસે ગયા ને બોલ્યા : ‘વત્સ ! આટલું ગોખી લે. સંસારમાં એક શબ્દ એવો નથી જે મંત્રાક્ષર નથી. શક્તિમાં વસતી અશક્તિ – 35 Page #29 -------------------------------------------------------------------------- ________________ કહ્યું. ‘એટલે જેને તમે શત્રુ માનો છો, એ અપેક્ષાકૃત તમારો મિત્ર પણ છે ને !' ‘જરૂર.” દર્પણે કહ્યું, ‘શત્રુને સંહરવા અને મિત્રોને સંરક્ષવા-એ તો પછી તમારી બુદ્ધિ પર અવલંબે ને ? પૃથ્વી કોઈ ઠેકાણે એવી નથી જ્યાં ધન નથી અને વનસ્પતિ એ કે એવી નથી જેમાં ઔષધિ નથી. ખોજ કરનારનાં શક્તિ, શીલ અને સંયમ પર એ અવલંબે છે.” મહાગુરુ મહામઘને આમાં સમસ્ત મંત્ર-તંત્ર-વિદ્યાની ઉપેક્ષા લાગી, પોતાની ભારે મજાક લાગી, પણ તેઓ મૌન રહ્યા. ‘પણ હે મુનિ ! હું તમને પ્રશ્ન પૂછું. નાદવિઘાના જાણકાર રાજ કુમાર દર્પણ જગાડેલા દાવનલની વચ્ચે તમે ઠંડા પાણીના માટલાની જેમ કઈ રીતે શાંત રહી શક્યા ?” કાલ કે પ્રશ્ન કર્યો. એના રાજસિક હૈયામાં સાત્ત્વિકતાનું ઘમ્મરવલોણું શરૂ થયું હતું. | ‘કાલક ! લખી લે, નોંધી લે, આત્મિક શક્તિથી મહાન કોઈ શક્તિ નથી. પણ જનસ્વભાવ જ એવો છે. એ ઝળહળતો હીરો જોઈ પકવ આમ્રફળને તુચ્છ માનવા લાગે છે; પણ પોષણની શક્તિ જેટલી આમ્રફળ પાસે છે એટલી હીરા પાસે નથી, બધે એમાં પોષણ કરતાં શોષણ વધુ છે. આત્મશક્તિ અને મંત્રશક્તિમાં આ ફેર | ‘સાચું છે, મુનિજન ! પણ હીરો હીરાના ક્ષેત્રમાં અને આમ્રફળ આમ્રફળના ક્ષેત્રમાં તો મહાન છે ને ! ભય વિના શાસન નથી. માણસ આખરે પશુ છે.” દર્પણ વચ્ચે ચર્ચામાં રસ લીધો. ‘અમે તો પ્રેમશાસનના પૂજારીઓ છીએ. અમે તો શક્તિ કરતાં ભક્તિમાં વધુ માનીએ છીએ.’ મુનિજન બોલ્યા. ‘તો તો સંસાર સાધુઓનો અખાડો બની જાય.' ‘ભલે બને. સાધુ જો રાજા હોય, ને રાજા જો સાધુ હોય તો આ સંસારમાં બીજી કોઈ શક્તિની જરૂર ન રહે.’ મુનિએ કહ્યું. સાધુને પણ શાસન તો છે જ ને. અને શાસન છે તો રાજ દંડ છે. રાજ દંડ જેટલો બળવાન એટલું રાજ બળવાન. જેટલું રાજ બળવાન એટલી જગતમાં શાંતિ.” મહાગુરુએ વચ્ચે વાત ઉપાડી લીધી. આ તમારાં વિનાશક સાધનોથી શું જગતમાં શાંતિ સ્થપાશે ?' “અવશ્ય. શત્રુ એનું નામ સાંભળીને થરથર ધ્રૂજશે.’ દર્પણે જવાબ વાળ્યો, ‘વગર લળે, વગર લોહી વહાવ્ય શત્રુ પર ફતેહ સાંપડશે.’ શત્રુ કોણ, એનો નિર્ણય કર્યો તમે !' મુનિરાજે શાંતિથી વાતો કરવા માંડી. ‘જે અમારો વિરોધી એ અમારો શત્રુ.’ આજનો શત્રુ કાલે મિત્ર થાય ખરો ?' અવશ્ય. અમારામાં પાણી જુએ તો જરૂર થાય. ભયથી પ્રીત થાય છે.* દર્પણ 36 D લોખંડી નાંખનાં ફૂલ અને બુદ્ધિ કદાચ ભ્રમમાં પડી જાય તો ?” | તો શું, મહારાજ ! થવાનું હોય તે થાય.’ એટલે શત્રુ ભેગો મિત્ર પણ જાય. યાદ રાખો કે જે તમારો શત્રુ છે, એ અપેક્ષાકૃત તમારો મિત્ર પણ છે. જે તમારો મિત્ર છે, એ અપેક્ષાકૃત તમારો શત્રુ પણ છે. સંસાર તો ભારે ભુલભુલામણી છે. એવી શક્તિનો સંચય ન કરવો જે પાણી સાથે પાત્રને ગરમ તો કરે, પણ પછી પાત્રને પણ તોડીફોડી નષ્ટ કરી નાખે.' ‘તમારી વાત કંઈ સમજાતી નથી.' દર્પણે અકળાઈને કહ્યું. આવા ચીકણા સાધુને તો બે અડબોથ મારીને અળગો કરવા જોઈએ, એવું એના દિલમાં થતું હતું. અત્યારે આવી વાતો માટે એ તૈયાર નહોતો. એ પોતાની શક્તિનાં સહુ વખાણ કરે, એની અપેક્ષામાં હતો : સરસ્વતી આવીને એને અભિનંદન આપે, મહાગુરુ આગળપાછળનું ભૂલી એનાં વખાણ કરવા લાગે, એમ એ ઇચ્છતો હતો. સારાંશમાં, પોતાનો પ્રતાપ સહુ પર વિસ્તરે તેમ એ ચાહી રહ્યો હતો. તો આટલાં વરસોની સાધના સર્વ જૂઠી ?” કાલકે કહ્યું. ‘કાલકકુમાર ! વસ્તુ કોઈ સાચી કે જૂઠી નથી, આપણે એને સાચી-જૂઠી ઠરાવીએ છીએ. તમારાં કેટલાંક ગણ્યાગાંઠ્યાં વર્ષોની આ સાધના, સંસારનાં કેટલાં વર્ષ લઈ જશે વારુ ?’ મુનિરાજે પ્રશ્ન કર્યો. ‘અમે ન સમજ્યા.’ કાલકે કહ્યું. ‘આ શક્તિથી તમે સૃષ્ટિના કેટલા જીવોનો વિનાશ કરશો ? શક્તિ તમને યુદ્ધ તરફ લઈ જશે. શક્તિ તમને તમારાથી જરા પણ શ્રેષ્ઠને સહન કરવા નહિ દે. જગતનું એકચક્રી સામ્રાજ્ય જમાવવાની લોહિયાળ લાલસા આ શક્તિ તમારામાં જગાવશે. “આ મારું’ એટલી છાપ મેળવવા માટે તમારી શક્તિ સંસાર પર શાપ ઉતારશે. વિધવાઓ, અનાથો, અપંગોના પૃથ્વી પર ફાલ ઊતરશે. ટૂંકામાં તમે સમર્થ બનવા માટે જગતને ગરીબ બનાવી મૂકશો.’ ‘તો શું રાજધર્મ ખોટો છે ?” શક્તિમાં વસતી અશક્તિ D 37 Page #30 -------------------------------------------------------------------------- ________________ કોણ કહે છે ? રાજધર્મ સાચો છે, પણ એ ત્યાગધર્મની પૂર્વદશા જેવો છે. રાજા યોગીનો પૂર્વાર્ધ છે.” અરે ! આ મુનિ તો કાયરતાનો સંદેશ આપે છે. જાઓ, મુનિજી !રાજકુમારોનેશક્તિમાન રાજ કુમારોને ભરમાવી ભભૂત ન ચોળાવશો.’ મહાગુરુ મહામધે મોટા અવાજે કહ્યું : “રાજાઓને મંત્ર-તંત્રની વિદ્યા આપી અમે અવિજેય બનવા માગીએ છીએ. સંસારવિજયી નરોત્તમો પેદા કરવાનો પંથ અમારો છે.’ | ‘અવિજેતા એક માત્ર આત્માની ખપે. દેહની અવિજેતા સંસારમાં રાવણરાજ્ય જન્માવશે. પામર માણસોને પ્રતિસ્પર્ધી હોવા જરૂરી છે.” ‘પૃથ્વી પરથી પોતાના પ્રતિસ્પર્ધીઓને ભૂંસી નાખવા માટેનો તો આ મહાયત્ન છે, કૃપા કરીને ચાલ્યા જાઓ, મુનિ ! નહિ તો અમારે હાંકી કાઢવો પડશે. મારા પ્રતાપી શિષ્યોને ભરમાવશો નહિ. કોઈ વળી અજાણ્યા મંત્રબળના કારણે તમને ગદંભી નાદવિદ્યાના સ્વરો સ્પર્શ ન કરી શક્યા, એથી મનમાં મિથ્યાભિમાન લાવશો મહાગુરુનો અવાજ મોટો થયો હતો. એ ટેકરીઓ પર પડછંદા પાડી રહ્યો. અસ્થિપિંજર જેવો મુનિ મુખ પર દેવતાના જેવું હાસ્ય લઈને મલકાતા ઊભા હતા, જાણો કોપને એમણે જાણ્યો નહોતો, રોષ તો એમનાથી રિસાયો હતો. ‘શક્તિ, અવિજેય પ્રતિભા, દુર્ઘર્ષ તાકાત જગતનો મૂળમંત્ર છે.’ મહાગુરુએ શંખનાદ જેવા સ્વરે મુનિને સમજાવવા કહ્યું. “મહાનુભાવો ! આમ આવો. જુઓ, મારે માટે આત્મા જ રક્ષવા જેવો ને દેહ જ તજવા જેવો છે. તમારો ભય મને નથી, બકે મારું અંતર તમને પ્રીત કરે છે. પણ એક પ્રશ્ન કરું, ને ઉત્તર તમે જાતે મેળવી લેજો. ને એ ઉત્તર પરથી તમારી શક્તિમાં બેઠેલી એશક્તિ વિચારી લેજો.’ મુનિ બોલ્યા ને થોભ્યા. અત્યારે એમની આંખોમાંથી એક અપૂર્વ જ્યોતિ પ્રસરી રહી હતી. મુનિ આગળ બોલ્યા, ‘એક જ પ્રશ્ન કરું છું. તમારી શક્તિ સો હાથીને સંહારી શકે, પણ મરેલી એક કીડીને જીવિત કરી શકે ખરી ?” પ્રશ્ન વિચિત્ર હતો. બધા બે ઘડી મૂંઝાઈ ગયા. કાલકને કંઈ ન સૂઝયું. એણે કહ્યું : “ખરેખર ! પહાડ જેવા હાથીને મારી શકાય, પણ મરેલી નાનીશી કીડીને જીવિત ન કરી શકાય. એવો કોઈ મંત્રતંત્ર અમારી જાણમાં નથી.’ દર્પણના મસ્તિષ્કમાં આ પ્રશ્ન ઊતર્યો જ નહિ. એણે કહ્યું : ‘અમે તો શાસક, શાસન કરવું એ અમારો ધર્મ.’ “ખોટી વાત !' મુનિ બોલ્યા, ‘શાસનનો સાચો મંત્ર એ કે જો એ કોઈને દુઃખ આપે તો પણ સુખ આપવા માટે. સોની સોનાને તપાવે ખરો, પણ તે તો શુદ્ધ કરવા માટે, તમારી શક્તિની એ અશક્તિ છે, કે હણી શકો બધું રચી શકો ન કંઈ.” | ‘શાંત રહે, ઓ મુનિ ! મંત્રવેત્તાના જગતને તું સાધુરામ શું સમજી શકે ?” હંમેશા પ્રતાપી લાગતા મહાગુરુ મહામા આજે જાણે તેજહીન બન્યા હતા. નિર્બળ માણસને પેદા થતો ગુસ્સો એમનામાં પ્રગટ્યો હતો. આગળ બોલ્યા, ‘મારી પાસે મંત્રશક્તિ છે, તો અજબ શાસન રચાશે. સંસારમાંથી રાવણનો નાશ થશે. ચોરનો નાશ થશે. વ્યભિચારીઓનો વિનાશ થશે. અધર્મીઓનું અવસાન થશે.’ ‘સર્જન વગરની શક્તિથી કદી સંસારનું ભલું થયું નથી. માત્ર શારીરિક બળ માણસને ઘેલો બનાવે છે. તમારા આશ્રમો યુદ્ધોના અખાડા બન્યા છે. અહીંથી મંત્રતંત્ર લઈને બહાર નીકળેલા એશીલવાન લોકોએ જગતને અશાન્ત કર્યું છે. મંત્રનો મૂલ મંત્ર પરમાર્થ છે.' મુનિ સ્પષ્ટ બોલવા લાગ્યા હતા. - “મારા આશ્રમો યુદ્ધોના અખાડા ? ઓ પામર મુનિ ! મને તારા જેવા પર શક્તિપ્રયોગ કરતાંય દયા આવે છે.' ‘એ દયા જ તમારું કલ્યાણ કરશે. હે મહામઘ ! પ્રેમ જ તમારા જીવનને સુખમય બનાવશે. રાજકુમારોની ભૌતિક લિપ્સાઓને ભડકાવો મા !” મુનિ તો નીડર થઈને બોલતા હતા, પણ ગુરુભક્ત બનેલા દર્પણનો ક્રોધ કાબૂ બહાર થતો જતો હતો. એની બધી મહેનત માથે પડી હતી. પ્રશંસાના પૂરમાં વહેવાની આશા રાખતા દર્પણના બધા મનોરથો પર મુનિએ પાણી ફેરવ્યું હતું. મુનિ તો બોલ્ય જ જતા. ‘જરા અંતર તપાસજો. ચોર કોણ ? વ્યભિચારી કોણ ? રાવણ કોણ ? તમે મંત્રોનું રોજ ચિંતન કરો છો, એમ કોઈ કોઈ દહાડો આત્મિક દશાનું પણ ચિંતવન કરજો. સંસારના દર્પણમાં દેખાતી કદરૂપતા આપણો જ પડછાયો છે, એ વીસરશો નહિ. ટૂંકમાં આ માર્ગ કલ્યાણમાર્ગ નથી. આજનો તમારો પ્રયોગ ખરું પૂછો તો શક્તિની અશક્તિનું પ્રદર્શન માત્ર નીવડ્યો છે.' | ‘મારી પિતૃપરંપરાથી સંચિત અજેય શક્તિનું અપમાન !' દર્પણ ભાન ભૂલ્યો. એ એકદમ ધસ્યો. કોલક વચ્ચે પડે એ પહેલાં એણે મુનિને પકડ્યા અને પર્વતની કંદરા પર લીધા. કોઈ એને હા-ના કહે તે પહેલાં તેણે ગાંડા હાથીની જેમ મુનિને ધક્કો દીધો. શક્તિમાં વસતી અશક્તિ 39 38 D લોખંડી ખાખનાં ફૂલ Page #31 -------------------------------------------------------------------------- ________________ કાલકનું મનોમંથન પર્વતની કંદરા પર ઉભેલા મુનિ એ ધક્કો ઝીલી ન શક્યા. ઊંડી ખીણમાં ગબડી પડ્યા. ગણ્યાગાંઠ્યા હાડકાનો એમનો દેહ-માળો વીખરાઈ ગયો. ઊંડી ઊંડી ખીણ ! જોતાં તમ્મર આવે ! સહુએ દોડીને ખીણમાં ઊંડે ઊંડે જોયું તો મુનિનો એક પગ જુદો પડ્યો હતો, બે હાથ ભાંગી ગયા હતા, માથું ડોક પરથી અવળું ફરી ગયું હતું. ‘બટકબોલો, અવિવેકી, નાલાયક સાધુ ! આ જ લાગનો.” મહાગુરુએ ભયંકર અલ્હાસ્ય કર્યું ને શિષ્યોને પોતાની પાછળ ચાલ્યા આવવા કહ્યું. નાદ-ગર્દભની અસરમાંથી તાજો જ સ્વસ્થ થયેલો વનનો વાળ પણ મહાગુરુનું એ હાસ્ય સાંભળી ધ્રુજી ગયો. ખીણમાંથી મંદ મંદ પણ એકધારો અવાજ આવતો હતો, પ્રતાપી, શક્તિમંત ! શ્રી જનપદાનાં શાંતિર્ભવતું.' શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતું.” ‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ* કાલક મહાગુરુને અનુસરી ન શક્યો, એના મનનું વહાણ જુદા જ તોફાનમાં સપડાઈ ગયું હતું. અને ત્યાગ તરફ આકર્ષણ હતું. ત્યાગી ને અજબ સહનશીલ મુનિ એના મન પર કબજો જમાવી રહ્યા . નિખાલસ સરસ્વતી શાંત મુનિનું આ અપમાન સહી ન શકી. એણે દર્પણને કહ્યું : | ‘લજ્જા પામ, દર્પણ ! તારી શક્તિનો આખરે આ ઉપયોગ ? આહં, મુનિના શબ્દો કેટલા જલદી સાચા નીવડ્યા ? તારી શક્તિ કેવી પંગુ છે ! જરાક નિમિત્ત મળ્યું કે ભડકો ! શક્તિમાં વસતી અશક્તિને પિછાન ! દર્પણ ! તારા કપાળમાં કલંક ચોંટવું. તું ખૂની ! તું ઋષિહત્યારો !” ઉશ્કેરાયેલી સરસ્વતી ક્યાં સુધી બોલે જાત ને શું શું બોલત તે કંઈ કહેવાય તેમ નહોતું, પણ અંબુજાએ દોડીને તેના મોઢ હાથ દાળ્યો. મુનિને ગિરિકંદરામાં ધકેલી અને ત્યાં એને કમોતે મરવા મૂકીને સહુ આશ્રમ ભણી વળ્યો. આગળ મહાગુરુ મહાસંઘ, પાછળ દર્પણ. એની પાછળ અંબુજા. એની પાછળ સરસ્વતી. જાણે એ ચાલતી નથી, ઢસડાય છે ! કાલકે સહુને અનુસરવા ચાહ્યું પણ ન અનુસરી શક્યો, એની નજર સામેથી પેલા હાડપિંજર જેવા સાધુની મૂર્તિ ખસતી નથી, એણે ડગ દીધું-પણ આગળ ન વધાયું. કાળમીંઢ પહાડ પાષાણનો જ બનેલો હોય છે, એ માનવું ભૂલભરેલું છે. એકાદ આઘાતની, એકાદ અછડતા પ્રહારની એને જરૂર હોય છે અને એમાંથી શીતળ ઝરણ બહાર નીકળી આવે છે. કાલકનું એવું થયું. મુનિ સાથેના અલ્પ સત્સંગ પછી એની વિચારધારા નવા માર્ગે વિહરી રહી. એ વિચારવા લાગ્યો, ‘અરે ! વજથીય કઠોર એવા ગુરુદેવ પણ ગર્દભી વિદ્યાની સ્વરશક્તિથી જ્યારે અસ્વસ્થ બની ગયા, ત્યારે હાડ-ચામના માળા જેવા આ મુનિ તદન સ્વસ્થ કઈ રીતે રહ્યા ?' એક તરફ વજથીય વજ ને બીજી તરફ ફૂલથીય નાજુ ક મુનિ ! દર્પણે એક ધક્કો દીધો કે જઈ પડ્યા ઊંડી ખીણમાં તે હાર્ડ કેહાડકું અને પાંસળેફાંસળું જુદું ! એક તરફ શક્તિનો પુંજ ! બીજી તરફ અશક્તિનો ઓથ ! સાચું શું ? દેહ કે આત્મા ? અશક્ત કોણ ? દેહ કે આત્મા ? અરે ! મુનિ તો જઈને પડ્યા ઊડી મૃત્યુખીણમાં. પગ મરડાઈ ગયા, ડોક ઠરડાઈ ગઈ, અડધાં હાડકાં તૂટી ગયાં ને અડધાં ખોખરાં થયાં. તોય કેવું મધુરું હોય ! એ ખડખડાટ હસતા હતા, જાણે દેહના દુઃખને અને આત્માના આનંદને પરસ્પર કંઈ જ સંબંધ નથી ! એમનાથી અડધી વેદના મને કે દર્પણને થઈ હોત તો... તો * દેશમાં શાંતિ પ્રસરો. રાજપુરુષોમાં શાંતિ પ્રવતોં. ધર્મસભાના સભ્યોમાં શાંતિ પ્રવત. 40 n લોખંડી ખાખનાં ફૂલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ગમે તેવા શક્તિશાળી છતાં ચીલેચીસ નાખત, ગામ ગજાવી મુકત, મરી ગયાના પોકાર પાડત ! જેટલી બહાદુરી તલવારનો વાર સહવામાં છે, તેટલી જ બહાદુરી એક ભ્રમરનો ડંખ શાંતિથી સહન કરવામાં છે. કાલકને નાની ઉંમરમાં વાંચેલું એક સૂત્ર યાદ આવ્યું, ‘સાચા સાધુ એ જે દુ:ખમાં દુ:ખ ન માને, સુખમાં સુખ ન માને, શત્રુ-મિત્ર સરખા માને.’ અને આ સાધુને જાણે વેદના સાથે કશી જ નિસ્બત નથી ! દેહ જુદો જ છે. અને અંદર બેઠેલો આત્મા પણ જુદો જ છે, જાણે બન્નેને માર્ગે મળ્યા કોઈ મુસાફરી જેટલી જ પિછાન છે. કાલક વિચાર કરી રહ્યો. વધુ ને વધુ વિચાર કરી રહ્યો. શક્તિ પામવા જે સતત મથી રહ્યો હતો, દર્પણની તાકાતને જે અભિનંદવા ધસ્યો હતો, જે શક્તિને જ સંસારમાં સર્વોત્તમ લેખતો હતો, એ હવે શક્તિ વિશે મંથનમાં પડી ગયો. અગ્નિમાંય શક્તિ છે, પણ તે દઝાડવાની કે હુંફ આપવાની ? પાણીમાંય શક્તિ છે, પણ તે ડુબાવવાની કે તારવાની ? કઈ શક્તિ જરૂરી ? કાલક આ દુવિધામાં મહાગુરુને ઝટ અનુસરી ન શક્યો. ગુરુએ જોયું ને કહ્યું ; ‘કાલક ! જલદી ચાલ. વિલંબ થાય છે.' કાલક આર્જવભરી વાણીમાં બોલ્યો : ‘ગુરુદેવ ! મારા પગમાં કોઈએ ખીલા ઠોક્યા હોય એમ લાગે છે. ચાલવા લાગું છું, પણ પગ ઊપડતા નથી.’ | ‘વત્સ ! એ મૂંડિયાએ તારા પર કોઈ મંત્રશક્તિ નાખી છે. આવા લોકો ભારે વશીકરણી હોય છે. ઊભો રહે. હું એ શક્તિ નિવારી લઉં.” અને મહાગુરુ પાછો વળ્યા. કાલકની પાસે જઈને ઊભા રહ્યા. મોંએથી કંઈક મંત્ર બોલીને પીઠ પર હાથ પસાર્યો, કાલકની આંખ સામે આંખ ઠેરવી. જે આંખમાં અગ્નિ ભભૂકતો રહેતો, જેની દીપ્તિથી સિંહ પણ પૂંછડું દબાવી પાછો ફરી જતો, એ મહાગુરુના નેત્રાગ્નિમાં કાલકે ટાઢો અંગાર દીઠો, રાખ વળતી જોઈ. આજ સુધી તેજસ્વી લાગતા મહાગુરુ હાડપિંજર જેવા મુનિ પાસે કાલકને ઓછા વજનનો લાગ્યો. ગુરુમાં હાથીને હણી નાખવાની શક્તિ હતી, પણ કીડીને જિવાડવાની તાકાત ક્યાં હતી ? ગુરુ હિંસા પર રાચતા હતા. પ્રેમ-અહિંસાની એમને સુઝ નહોતી ! ગુરુના નેત્રપ્રભાવથી કાલક ઉત્સાહિત થયો. એ ચાલ્યો, થોડું ચાલીને એ વળી ઊભો રહી ગયો. મહાગુરુ કાલકના મનની ડોલાયમાન સ્થિતિ સમજી ગયા. એ વધુ પાસે ગયા, ને બોલ્યા : ‘કાલક ! આ મુંડિયાઓનો એક જ ધંધો છે, તેઓ શક્તિનો તિરસ્કાર કરે છે, આત્માની વાત કૂટ્યા કરે છે. પણ જો એટલું સામર્થ્ય એ આત્માર્થીઓની પાસે હોય તો એક ધક્કા ભેગા ભોંય પર કેમ પડી જાય ?” ‘ગુરુદેવ ! એ સાધુ આત્માની વાત કરે છે : એને દેહ સાથે બહુ ઓછો સંબંધ છે. કોઈ ધક્કાથી, કોઈ ખડગથી, કોઈ જરા એવા વધુ પ્રહારથી પડી તો જાય-પણ પડ્યા છતાંય જે વિજયનો આનંદ એમના મોં પર દેખાય છે, એ આપણી પાસે ક્યાં છે ? હારમાં જીતની ખુશાલી આપણે ક્યારે જાણી છે ? આપણી જીતમાંય ખેદ વસે છે, હારમાં તો મૃત્યુ !” | ‘એવી વાતો સાધુઓ માટે રાખ. કાલક, તું રાજકુમાર છે. શક્તિનો પૂજારી છે, શક્તિમંતો જ સંસારને ભોગવી શકે છે. આજ સુધી તો તે તપ કર્યું, હવે સિદ્ધિ તને હાથવેંતમાં છે. મારો શિષ્ય હવામાં ઊડી શકશે, અદૃશ્ય થઈ શકશે, એકલો હજારને હઠાવી શકશે, એકલો અનેક સુંદરીઓનો સ્વામી થઈ શકશે.’ ગુરુજી ! શું આ બધી શક્તિઓનો વિપર્યાલ આખરે ભોગમાં ને યુદ્ધમાં થશે ?” ‘નહિ તો આ જીવન શું કામનું છે ? શું તારે આ બધા સાધુરામોની જેમ માત્ર એકાંતમાં બેસી માળા જપવી છે ? તારું કીમતી જીવન નિરર્થક ચેષ્ટાઓમાં બરબાદ કરવું છે ?” મહાગુરુ બોલ્યા, જરા પાસે સર્યા ને વળી બોલ્યા : “મારે તને ખાસ ગુપ્ત વાત કહેવાની છે. આવતી અમાવસ્યાએ સિદ્ધોને નીલકમળ ને રક્તપદ્મ અર્પણ કરવાની અન્તિમ વિધિ છે. એ વિધિ ખૂબ ખાનગી છે. અધિકારી પુરુષ વગર એમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી.’ ‘એ કેવી વિધિ છે. ગુરુજી ?' કાલકનું મન આ નવી વાત તરફ ઝટ દોરવાઈ ગયું. ‘એ જગતને જીતવાની વિધિ છે. એ વિધિમાંથી પસાર થનારને સંસારમાં કોઈ જીતી શકતું નથી, કોઈ લોભાવી શકતું નથી. સંસારમાં મહાશક્તિ થઈ છે, એ તું જાણે છે ?' ‘પેલા મુનિ કહેતા હતા એ-પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યશ્મ-સંસારની આ મહાશક્તિઓ ‘એ તો પાગલ મુનિઓની હાથીદાંત જેવી વાતો છે, દેખાડવાની જુદી ને ચાવવાની જુદી, સંસારની મહાશક્તિ પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ. સંસારના મોટા ભાગના બખેડા સૌંદર્યને આસ્વાદવામાંથી ખડા થતા હોય છે.” કાલકનું મનોમંથન T 43 42 D લોખંડી ખાખનાં ફૂલ Page #33 -------------------------------------------------------------------------- ________________ ‘સાચી વાત છે, ગુરુદેવ !' કાલકને કામિની સંસારની મહાશક્તિ લાગી. એ જે ઇતિહાસ જાણતો હતો એમાં સ્ત્રીની સૌંદર્યશક્તિએ વેરેલા વિનાશને પિછાણતો હતો. સ્ત્રીની મોહિનીથી માણસ અજેય બને એ ખૂબ જરૂરી હતું. બીજી વસ્તુ છે મત્સ્ય, માંસ અને મદિરા. માણસના મનમાં ગુપ્તપણે આ લાલસા વસી રહેલી હોય છે. નિર્બળ માણસ બીજાને હણી શકતો ન હોય અને ખાઈ શકતો ન હોય, પણ એના અંતરમાં આ વસ્તુ તરફ ચાહ હોય છે. મદિરા તો કોણ છોડી શક્યું છે ?” | ‘અને એનો રચેલો મહાવિનાશ પણ યાદવાસ્થળીથી લઈને આજ સુધી વિખ્યાત છે. ગુરુદેવ ! સુરા તો જરૂર જવી જોઈએ. એ માણસને મૂર્ખ ગધેડાથી પણ નપાવટ બનાવી દે છે.” આત્મા તરફ ખેંચાયેલા કાલકના દિલને મહાગુરુની આ વાતો સુખ પમાડી રહી. | ‘અને છેલ્લે સંસારની ભૂખ તે સોનું, એ ભૂખને જ સોનાના ઢગલા કરીને મિટાવી દેવી, રક્તપદ્મ જે મેળવે એને સુવર્ણસિદ્ધિ મળે. નીલકમળવાળાને સૌંદર્ય અને સુરાની સિદ્ધિ મળે.” મહાગુરુએ આગળ કહ્યું. ‘ગુરુદેવ ! એ કેમ સિદ્ધ થાય ?” ‘દેવી વજવારાહી જગતનું કલ્યાણ કરશે. એની ઉપાસના કરો, વત્સ ! સંસારમાં રુચિ મોટી વસ્તુ છે. જેને જે વસ્તુમાં અતિ રુચિ-એ વસ્તુ એને મોટી લાગે. એ રુચિનું અરુચિમાં રૂપાંતર એ જ ખરેખરી સિદ્ધિ ! લસલસતું સૌંદર્ય સામે હોય છતાં માણસનું રૂંવાડું પણ ન જાગે, સુરા સામે હોય પણ માણસને એ જોઈને ઊલટી કરવાનું મન થાય, બસ મારી સિદ્ધિઓનું આ મુખ્ય રહસ્ય છે. મા વજ વારાહી તમારું કલ્યાણ કરો !” કાલક આમાં કાંઈ ન સમજ્યો, પણ મહાગુરુના તંત્ર અને મંત્રવાદનો એ ઘેલો હતો, શક્તિની એને મોહિની હતી. વત્સ ! આવતી અમાવાસ્યાએ આ ટેકરીના મધ્ય ભાગમાં આવેલ ગુફામાં ૨ક્તપન્ન અને નીલકમળની અર્પણ વિધિ થશે. કાલક તારો બેડો પાર સમજજે . અવશ્ય હાજર રહેજે . સરસ્વતીને પણ લાવજે .” ‘ગુરુદેવ ! મને તો પેલા અસ્થિપિંજર મુનિની સેવામાં રહેવાનું મન છે. મને તો એની રઢ લાગી છે. એનાં શાંત રસથી ભરેલાં નેત્રો યાદ કરતાંય મનને શાંતિ વળે છે.' સરસ્વતી એકદમ બોલી ઊઠી. ‘તે રહેજે. સ્ત્રી હંમેશાં સુકુમાર હોય છે. દુઃખી તરફ વધુ આકર્ષાય છે. એ માટે જ હું સ્ત્રીને મારી વિદ્યા અર્પતી નથી. સ્ત્રી ઉત્તરસાધક થઈ શકે, સાધક નહિ.” મહાગુરુએ સ્ત્રીના સ્વભાવનો પરિચય આપ્યો. ‘તે શું અમે દુઃખી નથી ? દેવી સરસ્વતીને અમારી તરફ દયા હોવી ન ઘટે ?” રાજ કુમાર દર્પણ જે અત્યાર સુધી મૌન હતો તે બોલ્યો. ‘તું દુઃખી ?’ સરસ્વતી હસીને બોલી. ‘હા, પેલા મૂંડિયાએ મારી નાદવિદ્યાની કેવી હાંસી કરી નાખી ! આઠ દહાડાની આ સાધનામાં લોહી-પાણી એક થઈ જાય છે હોં ! હજીય આ શરીરમાંથી કળતર ગયું નથી.’ અને તે કેવો ધક્કો માર્યો પેલા મુનિને ? એનું હાડકુહાડકું જુદું કરી નાખ્યું, છતાંય એ સુખી હતો. ને તું...?’ સરસ્વતીએ દુઃખી દિલે કહ્યું. ‘એ ધક્કાને જ લાયક હતો. એને જો એની આત્મિક તાકાતનું અભિમાન હતું તો મારા ધક્કાની ઝીક તો ઝીલવી હતી !' ‘ઝીક તો બરાબર ઝીલી એણે. તને જો એટલે ઊંચેથી નીચે નાંખ્યો હોત તો તું તો હજાર ગાળો વરસાવત, ઝનૂની વાઘની જેમ ઘુઘવાટા કરતો એને ખાઈ જવા દોડ્યો હોત. અને આ મુનિ કેવા શાંત, સ્વસ્થ, પ્રસન્ન હતા, જાણે તેં એને ધક્કો જ દીધો નથી, માત્ર તેં એની દેહ સાથે આનંદકીડા જ કરી છે ! એના મોંમાંથી કેવા જગતને શાંતિ પમાડતા સુરો નીકળતા હતા !? સરસ્વતી આવેશમાં હતી. એણે દર્પણની બરાબર ખબર લઈ નાખી અને એ સાધુના શબ્દોની પુનરુક્તિ કરી રહી. શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ.’ “ શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવત’ ‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતું. શાન્તિ, શાન્તિ ને શાન્તિ' ગરમ આભમાં જાણે આ શબ્દવાદળીએ સ્વાતિનાં બિંદુ વરસાવ્યાં. મહાગુરુ, મહામાનાં તંત્રમંત્રથી ભરેલા અંતરમાંય જાણે સમવેદનાના અંકુર ફૂટ્યા. તેમણે કહ્યું, “કાલક ! સરસ્વતી ! તમે બે ભાઈબહેન એક વાર ત્યાં જઈ આવજો અને મુનિની ખબર લેજો, પણ અમાવસ્યાનો પ્રસંગ ન ભૂલતાં.’ | ‘ગુરુદેવ ! કાલક અને સરસ્વતી ત્યાં જઈને મુનિની સેવા કરે, એમાં હું મારું અપમાન લેખું છે, મારી મૈત્રીનું અપમાન સમજું છું. સરસ્વતી !તું જઈશ મા.' દર્પણ વચ્ચે આજ્ઞાવાહી સ્વરે બોલ્યો. 44 D લોખંડી ખાખનાં ફૂલ કાલકનું મનોમંથન T 45. Page #34 -------------------------------------------------------------------------- ________________ ‘શા માટે ?’ સરસ્વતીએ નાકનું રૂપાળું ટીચકું ચઢાવતાં કહ્યું. ‘એ મુનિએ મારું અપમાન કર્યું છે.' જે ગર્વિષ્ઠ છે એનું હંમેશાં અપમાન થાય છે અને ભલા, એ મુનિનું તેં અપમાન કર્યું એનું શું ?’ સરસ્વતીએ સામો પ્રશ્ન કર્યો. સરસ્વતી ન જઈશ, હું ચોખ્ખી ના ભણું છું.' દર્પણે એકની એક વાત કરી. હું તારી બંધાયેલી નથી, વળી હું તારી બહેન પણ નથી, અંબુજાને તું રોકી શકે, મને નહિ.’ સુકુમાર સરસ્વતી ડોક ટટ્ટાર કરીને જાણે રણ ખેલવા તૈયાર થતી જગદંબા હોય એમ ઊભી રહી. દર્પણને એ ખૂબ રૂપાળી લાગી. એણે એક વાર અંબુજા સામે જોયું, અંબુજા ખરેખર રૂપનો ભંડાર હતી. સરસ્વતી એટલી રૂપાળી નહોતી, પણ એને સરસ્વતીમાં કંઈક વિશેષ લાગ્યું. પુરુષત્વને ધારે તો ડારે, ધારે તો પમરાવે તેવું તત્ત્વ સરસ્વતીમાં હતું. દર્પણ નરમ પડી ગયો. એણે પોતાની બહેન અંબુજાને કહ્યું, અંબુજા ! આ સરસ્વતીને કંઈ કહે ને ? એ એવી રીતે વર્તે છે ? એને અને મારે જાણે કંઈ સંબંધ જ નથી ! અલબત્ત, હું એને ક્યાં તારી જેમ મારી બહેન ગણું છું ? પણ એથી શું બીજા સ્નેહસંબંધ નકામા છે ! આ ભારતીય ક્ષત્રિયો ભારે સ્વાર્થી અને ચોખલિયા છે.' | ‘ભાઈ ! સરસ્વતી સાથે તારાથી એ રીતે ન વર્તી શકાય. મને અનુભવ છે કે ભારતીય ક્ષત્રિયો હંમેશાં બળને વશ નથી થતા, પ્રેમને વશ થાય છે. વળી ક્ષત્રિયાણીઓ તો જીવન અને મૃત્યુ - બંનેને લહાવો લેખે છે. સતીપદ સંસારની સર્વ સ્ત્રીઓ માટે અજાણ્યું છે, જેટલું ભારતની નારીઓને જાણીતું છે.” અંબુજાએ કહ્યું. આ નિખાલસ વચનોથી સરસ્વતીનો ક્રોધ શાંત થયો. ભારતવાસીઓ જેટલા ભક્તિને નમે છે, એટલા શક્તિને નથી નમતા. એમની સંસ્કૃતિ ત્યાગપ્રધાન છે.' કાલ કે વધારામાં ઉમેર્યું. અને એટલે જ ભારત પર બહારના શક્તિમાન લોકોનું સામ્રાજ્ય સ્થપાય છે,' દર્પણે કાલક પર પ્રહાર કર્યો. | ‘કૂવામાં નવાં ઝરણાં આવ્યા જ કરે. કોઈ વેગીલું હોય તો પહેલું ફૂટે, કોઈ પછી, પણ આખરે તો બધાં ઝરણનું એક કૂવામાં જ પાણી ઠરે છે ! ભારત તો હજારો ઝરણને વિશાળ ઉદરમાં સમાવી દે એવો મહાકૂપ છે.’ કાલકે પોતાનાં રૂપાળાં જુલફાં ઊંચાં કરતાં કહ્યું. ચાલો, હવે બધાં આશ્રમમાં ચાલો. ભૂખ્યાં છો માટે લડો છો.’ મહાગુરુએ જોરથી કહ્યું ને વિવાદને ત્યાં ખતમ કરવા ચાહ્યો. | ‘ગુરુજી ! એમ વાતને વિસારે ન પાડો. હું શક્તિને માનું છું, શક્તિ છે તો સર્વ છે.” દર્પણે ભયંકર અવાજે કહ્યું. | ‘અને હું શક્તિમાં માનું છું, એથી વધુ ભક્તિમાં માનું છું. શક્તિ પોતાનાં કાજે સર્વ કાંઈ છે એમ માને છે, ભક્તિ પોતાના સુખના ભોગે પણ પારકાનાં સુખને સરજે છે.’ કોઈ વાર કસોટી કરીશું, કાલક !' મહાગુરુએ કહ્યું. ‘ઇચ્છા હોય ત્યારે તૈયાર છું.’ કાલ કે દઢતાથી કહ્યું. ‘એ વેળો એમ ન કહેતા કે હું નાનો ને દર્પણ મોટો.' દર્પણે વચ્ચે કહ્યું. ‘નહિ કહું, મારા ભાઈ ! શક્તિ હશે એવી ભક્તિ જરૂ૨ કરી છુટીશ.’ ‘સરસ્વતી ! તારા ભાઈની તું સાથી ને ?' દર્પણે સરસ્વતીને રાજી કરવા અને બોલતી કરવા કહ્યું. ‘દર્પણ ! હું તારાથી નારાજ છું. મને તારી વિચારધારા જાણ્યા પછી એવો ભય રહે છે કે તારી શક્તિ સતિયાને પીડવા માટે જ વપરાશે.’ સરસ્વતીએ જાણે ભવિષ્યવાણી ભાખી. ‘હું તને નારાજ કરવા માગતો નથી. હું પીડા કરું તો તું રોકજે ને ! તારી આશા બહાર નહીં ચાલે. બસ !' દર્પણ દ્વિઅર્થી વાક્ય બોલ્યો. ‘તો ચાલ, મુનિ પાસે. પગે પડીને માફી માગ.' સરસ્વતી ! તું કહે તો તારા ચરણમાં પડીને માફી માંગું... એમાં મને શરમ નહિ આવે, બલ્ક મીઠાશ લાગશે.’ દર્પણ બોલ્યો : ‘મનગમતી સુંદરીઓના ચરણના સ્પર્શમાં સ્વર્ગનું સુખ સમાયેલું છે.” દર્પણ સરસ્વતીના ચરણને સ્પર્શવા આગળ વધ્યો. ‘અપાત્ર છે તું, દર્પણ ! આવો જા.’ પગે પડવા આવતો દર્પણ એને સ્પર્શ કરે એ પહેલાં સરસ્વતી આથી ખસી ગઈ અને ભાઈ કાલકને લઈને આગળ ચાલી ગઈ.. ભાઈ ! એક વાર ફરી એ મુનિનાં દર્શન કરી આવીએ.” કાલક અને સરસ્વતી બધાંથી છૂટા પડ્યાં. ગુરુએ મૌન રહીને સંમતિ આપી. દર્પણ મહાગુરુ પાસે ગયો અને એમની દાઢી ખેંચીને બોલ્યો : “આપે આ બે કાલકનું મનોમંથન 47. 46 D લોખંડી ખાખનાં ફૂલ Page #35 -------------------------------------------------------------------------- ________________ જણાંને પેલા મુંડિયા પાસે જવા કેમ રજા આપી ?” ‘ચિંતા ન કર, એ પહોંચશે એ પહેલાં મૂડિયાની હસ્તી જ ત્યાં નહિ હોય.' “અરે ! એ એમ મરે એવો નથી.' અભિચાર મંત્ર ફેંક્યો છે. ખતમ સમજો.’ મહાગુરુએ ગંભીરતાથી કહ્યું, આ સાંભળી દર્પણ હસ્યો. અંબુજા પણ હસી. એ પણ દિલમાં ને દિલમાં કાલકના આવા ભગતવડાને બે કડવા શબ્દોથી નવાજી રહી હતી, કેવો જુવાન છતાં કેવો સાધુરામ ! માયાનગરી . દિવસોને જતાં કંઈ વાર લાગે છે ? અમાવાસ્યાની એ રાત આવી પણ ગઈ. મહાગુરુ પોતાના ચાલુ નિવાસસ્થાનેથી નવે સ્થળે પહોંચી ગયા હતા. - આ નિવાસસ્થાન ક્યાં હતું એની કોઈને જાણ ન હતી. મગધના પહાડવાસીઓ પણ આ સ્થળ વિશે ઓછું જાણતા. આટલામાં કોઈ ભેદી સ્થળ છે એવી વાતો જરૂર કરતા. તેઓ વર્ષે બે વર્ષે રાતે હવામાં સુગંધ વહેતી અનુભવતા, ઘણીવાર એ સુગંધ સાથે મદિરાની ગંધ પણ આવતી. એ વખતે કોઈ જોરથી ભૂગર્ભ ભેદીને મંત્રોચ્ચાર કરતું હોય તેવો ભાસ થતો. પણ ઘુવડ-ચીબરીના અવાજ સાથે એ અવાજ ભળી જતો ને ભુલાઈ જતો. કોઈ વાર એ પહાડના અસૂર્યા પ્રવાસીઓ રમણીઓના કંઠની તીણ ચીસો પણ સાંભળતા. પણ થોડી વારમાં એ શિયાળિયાંની લારીમાં પલટાઈ જતી. ગોપબાળકો કેટલીક વાર પશુ ચારતા ચારતા અજાણી કેડીઓ પર ચાલ્યા જતા, તો ત્યાં મરેલાં મસ્સો વેરાયેલાં મળતાં. કૂકડાનાં પીછાં કે પ્રાણીઓના કેટલાક અવશેષો પણ મળી આવતા, ગોપબાળકો આને અઘોર પંથના યોગીઓની પ્રસાદી માનતા અને ઔષધ તરીકે ઘેર લઈ જતા. આ વસ્તુઓથી અસાધ્ય રોગીઓ સાજા થયાનાં દૃષ્ટાંતો પણ તેઓ આપતા. કોઈક વાર ભૂંસાઈ ગયેલી આ કેડી પરથી કંચુકી કે રૂમાલ પણ મળી આવતા. કંચુકીઓની કસો તૂટેલી રહેતી અને રૂમાલમાં રાતો રંગ છંટાયેલો રહેતો. આ વસ્તુઓનું પણ આ પ્રદેશમાં ઘણું મહત્ત્વ હતું. - જો આખેઆખી કસવાળી કંચુકી મળે , તો તો માણસ ન્યાલ થઈ જતો. એને ત્યાં જગદંબા સ્વયં આવતાં, અને પુત્ર-પુત્રીની ભેટ ધરી જતાં. રક્તરંગી રૂમાલ પૂજાની વસ્તુ લેખાતી અને ભૂતપ્રેતની અડચણ એનાથી નષ્ટ 48 3 લોખંડી ખાખનાં ફૂલ Page #36 -------------------------------------------------------------------------- ________________ થતી. વશીકરણ મંત્રનું પણ કામ આ રૂમાલ કરતા. પણ આ વસ્તુઓ ભાગ્યે જ બેચાર વર્ષે પ્રાપ્ત થતી. આ વસ્તુઓ શું છે, કેમ છે, ક્યાં મળે છે ; એની કોઈને ભાળ નહોતી. જિજ્ઞાસા ન રોકી શકનાર કેટલાક જુવાનિયા જૂથ જમાવીને પર્વતોમાં ઘૂમવા નીકળતા, પણ તેમાંથી થોડાક જ સાજાસારા પાછા વળતા. પાછા આવનારની જીભ જ કાં તો કપાઈ ગયેલી જોવા મળતી અથવા અર્ધ ચિત્તભ્રમિત જેવા એ જોવા મળતા. લાંબા ગાળે એમાંથી કોઈ સ્વસ્થ થતું, ને વાત કરતું તો પરીવાર્તા* જેવી એ વાત લાગતી. તૂટક સ્વરે એ માણસ કહેતો : એ બધી કેડીઓ ચાર ગુફાઓમાંથી પસાર થાય છે. એક ગુફામાં નકરા ભુખ્યા સાપ પડ્યા હોય છે. એકમાં ભૂખ્યા વાઘ ડણકતા હોય છે. એકમાં ઝેરી મધમાખોના પૂડા છે. ચોથી ગુફામાં કહે છે કે માણસખાઉ અઘોરીઓ રહે છે. પહેલી જ ગુફા કોઈ પસાર કરી શકતું નથી. પહેલીમાંથી કેટલાક આખા શરીરે ચામડાનાં બખ્તર ચડાવી આગળ ગયા, તો વાઘે ફાડી ખાધા, વાઘથી કોઈ બચ્યા તો ઝેરી માખોએ જીવતા જવા ન દીધા.” વળી એક દહાડો ચાર જુવાનિયા ભરભાંખળામાં સમાચાર લાવ્યા કે - “એક અઘોરી જેવા માણસને વાઘ પર બેસીને, સાપની લગામ હાથમાં લઈને જતો અમે જોયો.' એ જુવાનની વાતને કાપતો બીજો બોલ્યો : અરે ! તેં જોયું શું ? મેં બરાબર જોયું કે વાઘ અને માણસ બંને હવામાં તરત જતા હતા. પૃથ્વી પર તો સાપ જ હતો ! ત્રીજો જુવાનિયો બોલ્યો : ‘તારે તે આંખ છે કે કપાસિયા ? પેલો દાઢીવાળો સાપ પર બેઠો હતો, ને વાઘ પડખે ચાલતો હતો.' આમ સરખી રીતે જોયેલા એક જ દેશ્ય માટે સહુ જુદા જુદા અભિપ્રાય આપતા. કોઈ એકમત ન થતા. નજરબંધીના ખેલ જેવું થતું. ચિત્તદર્પણ પર અવનવી છાયા પથરાતી. નજીકનાં ગામોમાં આ ચર્ચા ઘણા દિવસ ચાલતી, પણ ધીરે ધીરે સ્થિતિ એવી આવી કે ગામ ઉજ્જડ થવા લાગ્યાં. કોઈક વાર ગામમાંથી જુવાન પુરુષ કે જુવાન સ્ત્રી એકાએક અદૃશ્ય થઈ જતાં અને પછી તેમનો પત્તો જ ન લાગતો. આવી રીતે માણસ ખોવાં કેમ પાલવે ? તેમણે રાજમાં ફરિયાદ કરી પણ સત્તાધિકારીઓ* આમાં કંઈ કરી શકવા અસમર્થ નીવડ્યો. છેલ્લે છેલ્લે એમ બન્યું કે, અધિકારીઓનાં જ હરણ થવા લાગ્યાં. જેનાં હરણ ન થયાં. એ ન જાણે શું બન્યું કે એકાએક અડધા ચિત્તભ્રમિત જેવા બની ગયા. આખરે ગામડાં એક પછી એક ખાલી થઈ ગયાં. મહેલ ખાલી પડ્યા. મકાન ઉજ્જડ થયાં. પર્ણકુટીઓ એમ ને એમ રહી. કૂવા-તળાવમાં પાણી છલબલતાં રહ્યાં, પણ પીનાર કોઈ ન રહ્યું. રહ્યાં માત્ર વૃક્ષ પર રહેતાં પંખીઓ અને તળાવનાં મત્સ્યો ! જંગલમાં મોડી રાતે ઢોર ચારવા જનાર હિંમતવાન આહિરો વળી નવાં કિસ્સા-કહાણીઓ લઈ આવતા. તેઓ કહેતા : ‘અમે ઉજ્જડ ગામ વસી ગયેલાં નજરે જોયાં. દરેક ઘરમાં રૂપરૂપના અવતાર જેવાં નર-નાર ફરતાં જોયાં. શું હીરચીર ! શું ઠાઠમાઠ ! પણ જાણે બધાં મુંગાં ! એટલાં બધાં જણ જોયાં પણ કોઈ કોઈથી વાત ન કરે !” સાંભળનાર પૂછતા : “દેવલોકની અપ્સરાઓ સુરગણ સાથે ત્યાં ફરવા તો આવી નહિ હોય ?' ‘એવું જ હશે, પણ એક વહેમ લાગ્યો. દેવો તો વાસનાના ભૂખ્યા હોય, અને અહીં તો રાંધેલાં મત્સ્યો, પકાવેલાં પશુઓ, ભરેલાં મદિરાપાત્રો અને મેવામીઠાઈનો ગંજ ખડકાયેલો હતો ! વળી કહે છે દેવના દેહને પડછાયો ન હોય. અહીં પડછાયા પડતા હતા.' ‘ચાલો એ કૌતુક જોવા જઈએ. જીવ્યા કરતાં જોયું ભલું.' કેટલાક જુવાનિયા તૈયાર થઈ ગયા. અપ્સરાના કામણગારા દેહના એમને ઓરતા હતા. એક દહાડો રાજાના કુંવરે આગેવાની લીધી. પ્રધાનનો કુંવર સાથે ગયો. ગામમાંથી પણ ચૂંટી ચૂંટીને જુવાનિયા લીધા. સહુને સ્વર્ગની અપ્સરાઓને જોવાના કોડ હતા. * शून्यालये शिवालार्णभुवि तुष्यन्ति वामगाः । શુન્ય આવાસોમાં, શિયાળથી વ્યાપ્ત અરણ્યોમાં વામમાર્ગ પ્રસન્ન થાય છે. कामरूपं च नेपालं द्विगलार्विव्यवासिनी जालं घर पूर्ण गिरिवाममार्गेण सिद्धदाः । જ્વાલામુખી, પ્રયાગ, કામિની, માલિકાપદ તથા સરસ્વતીતીર શક્તિમંત્રની સિદ્ધિને યોગ્ય સ્થાનો છે. શાક્તાઝ ઑફ બેંગાલ, પેન * શક્તિ તથા વામમાર્ગનો પ્રચાર કેવલ ઉચ્ચ વર્ગોમાં હતો. જનસાધારણ પર તેનો પ્રભાવ નહોતો. ઇલિયટ 50 | લોખંડી ખાખનાં ફૂલ માયાનગરી 1 51 Page #37 -------------------------------------------------------------------------- ________________ પણ એ કોડીલાઓ ગયા એ ગયા. કોઈને કોઈ અધ્ધર આકાશમાં ઉપાડી ગયું, કોઈને ગેબીની ગુફા ગળી ગઈ, કોઈનો કંઈ પત્તો જ ન મળ્યો. જે લોકો એક વાર આ બધું જોઈ આવ્યા હતા, એ ગોપલોકોને સાથે લઈને રાજા પોતે સેના સાથે શોધમાં નીકળ્યો. જઈને જોયું તો પ્રાણ વગરનું ઉજ્જડ ગામડું એમ ને એમ પડ્યું હતું. એ રાતે કોઈ મહાપ્રાણી આવ્યું ને સહુ જોતા રહ્યા અને રાજાને ઉપાડી ચાલ્યું હતું. કાળો બોકાસો બોલી ગયો. એ પછી થોડી વ્યર્થ માથાકૂટો થઈ. પણ આખરે રાણીજીએ રાજની લગામ હાથમાં લીધી અને હુકમ કર્યો કે હવે કોઈએ ઉત્તર દિશામાં ન જવું-એની શોધખોળ ન કરવી. એ રસ્તે અનિવાર્ય રીતે જવાનું થાય તો કંઈ ન જોવું. નિરુપાયે જોવાઈ જાય તો ત્યાં જે જોયું હોય તે કોઈને ન કહેવું, કારણ કે આ તો માયાવી સંસાર છે. એને એ સંસારનાં માયાવીપણાના પરચા પણ અવારનવાર મળતા રહ્યા . ઘણા લોકોએ ખુદ રાણીજીને જ એ માર્ગે બનીઠનીને જતાં જોયાં. ઘણા લોકોએ વહેલી સવારે ફાટેલાં વસ્ત્ર એમને પાછાં આવતાં જોયાં. પણ એ તો માયાવી સંસારની કરામત ! શું રાણી અને શું વાત ? ઉત્તર દિશાની કોઈ વાત કોઈએ કરવી જ નહિ! આપણે જ્યારની વાત કરીએ છીએ ત્યારે ઉત્તર દિશાના એ અભુત કેડા પર કાલક અને સરસ્વતી ચાલ્યાં જતાં હતાં. થોડેક પાછળ દર્પણ અને અંબુજા ચાલતાં હતાં. ચારેની આગળ એક વાંદરા જેવો દાઢિયાળો વામનજી ચાલતો હતો. રસ્તો ઘડીમાં ખીણમાંથી જતો. ઘડીમાં કોઈ ગુફામાં થઈને પસાર થતો. ગુફા અંધારી રહેતી, કોઈ વાર રાની પશુની ત્રાડ કે સર્પના રૃકાર સંભળાતા : પણ તેમનાથી ડરવાની જરૂર નથી, એમ આગળ ચાલતો મૂંગો વામનજી ઇશારાથી સમજાવતો. રાજકુમાર કાલકને તરત ખ્યાલ આવી ગયો કે આ નાગરાજોને અને વાઘચિત્તાઓને કોઈ ઔષધિ ખવરાવવામાં આવી છે, એટલે પડ્યા પડ્યા ફૂંકાર કે ગર્જના કર્યા કરે, બાકી એમનાં અંગેઅંગ જૂઠાં કરી નાખવામાં આવ્યાં છે. રસ્તો નિર્જન હતો, છતાં ક્યાંક ક્યાંકથી નીકળી આવતાં દેખાવડાં સ્ત્રીપુરુષનાં જોડકાં એમને ભેટી જતાં. એકબીજાની આંખો મળતી, વળી નેત્ર નીચાં ઢળી સહુ પોતપોતાનો પંથ ચૂપચાપ કાપવા લાગી જતાં, બોલવાની જાણે અહીં મનાઈ હતી. તાંત્રિક અભિચારોના આ બધા ઉપાસકો હતા. આમાં બે મહાદેવીઓના મુખ્યત્વે ઉપાસકો હતા, એક પ્રજ્ઞાપારમિતા અને બીજી વજવારાહી. - પન્નાપારમિતા મુખ્યત્વે તાંત્રિક અભિચાર છોડી સરળ આચાર દ્વારા નિર્વાણ માર્ગે જનારની ઉપાસ્યા દેવી હતી. મહાદેવી વજવારાહી ભૌતિક સિદ્ધિઓની અધિષ્ઠાયિકા હતી. ભૂમિમાં દિવસો સુધી દટાઈને, નિરાહાર રહીને, કઠિનમાં કઠિન અને સામાન્ય લોકો માટે જુગુપ્સા પ્રેરે તેવાં અનુશાસનો દ્વારા આ સિદ્ધિઓ મળતી. આ સિદ્ધિઓના પ્રકારોમાં દેવતાઈ ખડગ, દિવ્ય અંજન, પારલેપ, અંતર્ધાન, રસ-રસાયન, ખેચરી વિદ્યા, ભૂચર વિદ્યા ને પાતાલતંત્રનો સમાવેશ થતો. આ બધા હતા તો મહાનિર્વાણના જ ઉપાસકો, પણ જેઓને જૂનો માર્ગ દુ:ખદ હતો તેઓને માટે આ નવો માર્ગ શોધાયો હતો, જે સુખદ હતો. અહીં ભોગમાં જ મુક્તિ હતી. અત્રે એકત્ર થનારામાં બે પ્રકારના લોકો હતા. એક તો સિદ્ધ થનારા ને બીજા સાધકો. આજની વિધિમાં નિત્ય ષોડશાર્ણવ તંત્રના ગમે તે ઉપાસક ભાગ લઈ શકતો. ગુપ્તતા અહીંનો મુખ્ય નિયમ હતો. ને અહીં રાજાની રાણી એક શૂદ્રની સમકક્ષ લેખાતી. વિધિમાં પ્રવેશ કરનારા બધા સમાન જાતિ-વર્ણના બની જતા. ન ઊંચ-ન નીચ ! આપણા આ ચારે પરિચિતમાં કાલક અને દર્પણના ગળે એક મોટો લાલ રૂમાલ હતો, અને આ બે યુવતીઓએ-અંબુજા અને સરસ્વતીએ-નીલા રંગની કંચુકીઓ પહેરી હતી. રાજ કુમાર કાલકને આમાં કંઈ વિચિત્ર સાધના જેવું અવશ્ય લાગેલું. ગુરુદેવ પાસે એણે ખુલાસો પણ માગ્યો. ગુરુદેવે ખુલાસો આપતાં કહ્યું, વત્સ, વાત એકની એક છે, ફક્ત માર્ગ બે છે. શમ, દમ, તપશ્ચરણ અને યમ આદિથી સમાધિ અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. પણ એ માર્ગ લોકો માટે કષ્ટકર છે : એટલે આ નવો માર્ગ શોધી કાઢ્યો છે ને આ માર્ગ દ્વારા તરત નિર્વાણ મળે છે. આપણે ટપટપથી નહિ, રોટલાથી ગરજ છે. આ વિદ્યાઓ, આ સિદ્ધિઓ દ્વારા જન્મ-મરણ, હર્ષ-શોક, કામ-ક્રોધ, લોભ-મોહ નષ્ટ થાય છે, ને પંચમહાભૂતથી અતીત થઈ માનવી નિર્વાણ પામે છે."* * स्त्रिया सर्वकुलोत्पन्नां पूजत्ये वज्रधारिणीम् । 52 D લોખંડી ખાખનાં ફૂલ માયાનગરી 53 Page #38 -------------------------------------------------------------------------- ________________ કાલક થોડી દલીલો કરી. એ વખતે થયેલી ચર્ચામાં ગુરુદેવે કહ્યું : “આ સાધનાનું લક્ષ એક છે. હું તમને માંસ, મદિરા અને માનુની-જેમાં સંસારને અતિરુચિ હોય છે, એમાં અરુચિ પેદા કરાવવા માંગું છું. વ્રતની દૃષ્ટિએ એનો શુષ્ક ત્યાગ કરનાર ફરી એમાં લોભાયા છે. પ્રત્યક્ષ રસાસ્વાદથી અરુચિ પ્રાપ્ત કરનારને કદી એમાં રુચિ થતી નથી.’ આ વખતે કાલકે કહ્યું : “ગુરુજી ! પેલી ખીણવાળા મુનિએ મને કેટલાંક વ્રતો આપ્યાં છે. એમાં માંસ અને મદિરા મેં તજી છે.' સાવે છોકરડા ! આ મુંડિયાઓ મનમાં વિષયો પ્રત્યે અરુચિ જાગ્યા વગર ત્યાગ કરાવે છે. ભોગવ્યા વગર ભોગ છોડનારને માટે ઘણું જોખમ છે. મેં જોયું છે. કે ખરી પળે એ ત્યાગ સરી જાય છે. વ્રત વિફળ થઈ જાય છે : ને માણસ એ બિનઅનુભવેલા પંથે ઊલટો વધુ દોડવા લાગે છે. અનુભવીઓમાં આ વાતનું જેટલું આકર્ષણ હોય છે, એનાથી બિનઅનુભવીઓમાં વિશેષ હોય છે. ભોગાનું ભુક્તાનું નમસ્તા કર, કોલક ! ક્ષત્રિયથી અને વળી રાજ બીજ થી વ્રત દ્વારા એ સર્વથા તજવાં મુકેલ છે, અરુચિ જાગે તો જ તજી શકાય. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ, અભિનિવેશ છાંડી યશવિદ્યા ભણી ડગ માંડ !' ‘ગુરુજી ! અમારી ચિંતા ન કરશો.’ સરસ્વતી વચ્ચે બોલી : ‘ખીણવાળા ગુરુજીએ કહ્યું કે શું ઝેરનો પીધા પછી ત્યાગ કરીએ છીએ કે ઝેરને ઝેર તરીકે જાણ્યા માત્રથી ત્યાગ કરીએ છીએ ?' મહાગુરુને આ વાતો ન ગમી હોય તેમ લાગ્યું. તેઓ બોલ્યા, ‘મૂડિયાઓ સામે મારો વાંધો જ આ છે. ગૃહસ્થ અને સંન્યાસીનો ભેદ સમજતા નથી અને પછી ખત્તા ખાય છે. જગતની જે તરફ પ્રવૃત્તિ છે, એ તરફ જ ખેંચતાણ કરાવે છે. ખરેખરું અમૃત શું અને ખરેખરું ઝેર શું-એની તો સમજ જોઈએ. ઘણી વાર ઝેર અમૃત બને છે, કેટલીક વાર અમૃત ઝેરનું કામ કરે છે.” આ પછી ગુરુદેવે કાલકનો લાલ રૂમાલ લઈને કંઈક મંત્ર ભણ્યો ને કંઈક ઔષધ એમાં ભેળવ્યું. સરસ્વતીની લાંબી વેણીને ગ્રહીને મંત્રથી પવિત્ર કરી અને એમાં કંઈક ઔષધ છાંટવું. અંતમાં ગુરુદેવ બોલ્યા : ‘સાધના-અવસરે હું તમારી સાથે કંઈ વાત કરી શકીશ નહિ. પેલા મુંડિયાનો ભેટો થયા બાદ તમે ભાઈ-બહેન કાચંડાની જેમ રંગ બદલી ગયાં છો, છતાં મને આશા છે, કે સાધના-અવસરે તમે સ્વસ્થ થઈ જશો. તમને કહી રાખું છું કે જો કદાચ એ અવસરે તમે આગ્રહમાં રહ્યાં ને વિધિથી વેગળાં રહ્યાં તો ટકી નહિ શકો. એ વખતે આ લાલ રૂમાલ સ્વજો. તમારી બુદ્ધિ સતેજ રહેશે.” બંને જણાએ સાંભળી લીધું. કંઈ ન બોલ્યાં. એમના દિલમાં તોફાન જાગ્યું હતું. મનમાં નવાં મૂલ્યાંકનો પેદા થયાં હતાં. જે ઘેઘૂર વડની છાયામાં તેઓ આસાયેશ માણતાં હતાં, એ વડલાના મૂળમાં જ આંચકા આવતા હતા. એમ થતું હતું કે શું આજ સુધીની સાધના સર્વ જૂઠી ? દેવતા બનવાથી શું વળ્યું ? માણસ બનવું ઘટે અને માણસાઈ મુનિએ દર્શાવી હતી તે હતી. ખરેખર માણસને મારવા કરતાં જિવાડવામાં વિદ્યા-વિજ્ઞાનની કસોટી છે. કાલક મનમાં પેલા મુનિની વાતો યાદ કરી રહ્યો, ‘તમે સો હાથી સંહારી શકો, પણ એક મરેલી કીડીને જીવતી કરી શકો ખરા ?” આ વાક્ય એના હૃદયમાં તીરની જેમ ખૂંચી ગયું હતું. એને યોગ અને મંત્ર-તંત્ર તરફ શ્રદ્ધા હતી, એનાથી માણસ અજેય બને એમ માનતો હતો, પણ પેલા સાધુની સીધી-સાદી વાતોએ એના વિચારની દિશા બદલી નાખી હતી. આવું જ તોફાન દર્પણ અને અંબુજાના દિલમાં ચાલતું હતું. અંબુજા રાજ કુમાર કાલક પર મુગ્ધ હતી. દર્પણ સરસ્વતી તરફ ખેંચાયેલો હતો. દર્પણ સ્ત્રી-સૌંદર્યનો પિપાસુ અને દુર્જેય સત્તાનો શોખીન હતો. તે માનતો હતો કે સૌંદર્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારવું. સૌદર્યમાં કોઈ ભેદ ન રાખવો. સત્તા જે સાધનથી અજેય બને, તે સાધન સ્વીકારવું.* સાધનામાં સારાખોટાનો ભેદ ન ધરવો. સરસ્વતી તો વા-કુકડા જેવી હતી. જેમ ભાઈ વિચારે એમ એ વિચારે. ધીરે ધીરે લાલ રૂમાલવાળાં અને નીલી કંચુકીવાળાં નર-નારી ૨રસ્તામાં મળવા લાગ્યાં. સહુ એક રસ્તે જતાં હોય એમ લાગ્યું, એક જ ઉદ્દેશથી જતાં હોય, એવો ભાસ થયો. સહુના દિલમાં આ વિધિ વિશે ગુપ્તતા હતી, એની પણ પ્રતીતિ થઈ. * એક આખો યુગ તંત્રમાર્ગ ને યોગનો આવી ગયો. ચમત્કારો ને સિદ્ધિઓ એમાં મુખ્ય હતાં, જેની છાયા આજે પણ ભારતના ધર્મો પર પથરાયેલી છે. મુસ્લિમ આક્રમણકારોએ આની સામે આક્રમણ કર્યું. તંત્ર-મંત્રના અા બનેલા વિહારોને ખોદી નાખ્યા. સાધુઓને હાંકી કાઢ્યા, કાં કાપી નાખ્યા. એ વખતે આ તંત્રમાર્ગ અહીંથી જઈને ટિબેટમાં આશ્રય પામ્યો. મહાયાન ને હીનયાન એમ બૌદ્ધોના બે ફિરકાઓમાં પ્રથમ ફિરકાએ તંત્રમાર્ગને ઉત્તેજન આપ્યું ને વત્તેઓછે અંશે ભારતના તમામ ધર્મોએ તંત્રમંત્ર ને ચમત્કારને અપનાવ્યા. શૈવમાર્ગમાં કાપાલિકો વગેરેનો ઉભવ આ વખત પહેલાં થયેલો. 54 | લોખંડી ખાખનાં ફૂલ માયાનગરી 1 55 Page #39 -------------------------------------------------------------------------- ________________ દાઢીવાળો વામનજી સહુને દોરીને લઈ જતો હતો. રસ્તો ભુલભુલામણી જેવો હતો. જે રસ્તે આવ્યા, એ રસ્તે પાછા વળવું મુશ્કેલ હતું, છતાં કાલકને આ માર્ગ થોડો થોડો જાણીતો હતો. એ મગધનો સુપ્રસિદ્ધ અશ્વ-ખેલાડી હતો, ને ધનુર્ધરોમાં વિખ્યાત હતો. ઘોડો ખેલાવતો અને તીરસંધાન કરતો એ આવા અનેક પ્રદેશોમાં ફરી વળ્યો હતો. અહીં પણ આવી ગયો હઈશ, એમ એને પ્રતીત થતું હતું. આખરે સહુ નિશ્ચિત સ્થળે આવી ગયાં. બહાર ગુરુદેવનું આવા પ્રસંગનું વાહન વાઘ અને તેમની પારદયુક્ત ચાખડી પડી હતી. પારાની સિદ્ધિથી આકાશમાં ઊડવા જેવી મહાસિદ્ધિ પ્રાપ્ત થતી. પારદ દર્શન નામનું સ્વતંત્ર દર્શન હતું, જે આશ્રમોમાં શીખવવામાં આવતું. પારાની આ ચાખડી પહેરીને ગુરુ હવામાં ઊડી શકતા, એમ કહેવાતું.* તમામ ભક્તગણો બહાર પ્રાંગણમાં એકત્રિત થયા હતા. કાલકે જોયું કે યુવાની અને રૂપ તો આખા જગતનું અહીં એકત્ર થયું હતું. એકને જુઓ અને એકને ભૂલો એવી યુવતીઓ અહીં હતી. એકને જુવો ને બીજાને ભૂલો એવા યુવાનો અહીં હતા. પ્રૌઢો પણ હતા. વૃદ્ધો પણ હતા. પણ બધાની આંખમાં જુદું તેજ ચમકતું હતું. દર્પણ અને કાલક આ નવી દુનિયાને નજરે નીરખી રહ્યાં, પણ બંનેની જોવાની દૃષ્ટિ ભિન્ન હતી. કાલકની નજરમાં કુતૂહલ હતું, ત્યારે દર્પણ પોતાની આંખથી એકેએક યુવતીના રૂપદેહની તપાસ કરી રહ્યો હતો. અંગોપાંગની શિષ્ટતા ને વિશિષ્ટતાને કામશાસ્ત્રના વિદ્વાનની જેમ પોતાની સોંદર્યપિપાસુ નજરે છણી રહ્યો હતો. બધાંનાં મુખ પર મૌન છવાયેલું હતું. આખો સંસાર આંખો દ્વારા ચાલતો હતો. થોડીવારે શંખસ્વર સંભળાયો. મહાગુરુ પ્રજાની પ્રાથમિક વિધિ ખાનગીમાં પતાવી, માધ્યમિક વિધિમાં પ્રવેશ કરતા હતા. એ અંગે ભક્તોને શંખસ્વર દ્વારા આમંત્રણ અપાતું હતું. બધા ભક્તો એકદમ અંદર પ્રવેશ કરી ગયા, ને ગુરુચરણનો સ્પર્શ કરવા લાવ્યા. ગુરુદેવે મીઠું હાસ્ય કર્યું, બધાની તરફ જોયું અને પછી બોલ્યા : આજે મહાપૂજાની અધિકારિણી કોણ બનશે ? સ્ત્રી સંસારની આદ્યશક્તિ છે. મા વજવારાહી તમને વજ જેવાં બનાવશે.’ કોઈ ન બોલ્યું. ‘તંત્રવિદ્યાની સિદ્ધિની આ માધ્યમિક અને અન્તિમ શ્રેણી છે. કોણ તૈયાર છે, બોલો ?” ‘ગુરુદેવ ' નિર્ભીક અંબુજા સહસા બોલી ઊઠી. એણે લાંબો વિચાર કર્યો નહોતો. ‘કોણ અંબુજા કે ? શું સરસ્વતી તૈયાર નથી ?' ગુરુદેવે અંબુજાના આખા દેહને ઝીણી નજરથી માપી જોયો. અંબુજાના અતિ રૂપવાન અને કંઈક સ્કૂલ અંગો ગુરુને સંપૂર્ણ રીતે પૂજા યોગ્ય ન લાગ્યાં. એમણે સુરેખ અંગોવાળી સરસ્વતી પર નજર ઠેરવી. સરસ્વતી એ નજરથી વશ ન થવા પ્રયત્ન કરી રહી. પોતાના ભાઈની પીઠને સ્પર્શ કરતાં એણે હિંમતભેર કહ્યું : હું શ્રમિત છું. મારો ભાઈ... એક વાત કહી દઉં. આ વિધિમાં કોઈ ભાઈ-બહેન નથી, પિતા-પુત્રી નથી. સર્વે સમાન વર્ણના ને સમાન જાતિનાં છે. મેં આજ પૂજાની અધિષ્ઠાત્રી તરીકે, સરસ્વતી ! તને નિરધારી હતી. પણ તું નકારે છે, તો જેનું જેવું ભાગ્ય ! આજની પૂજાની અધિકારીણી સભાગી અંબુજા બનશે. કાં અંબુજા ?** * સુવર્ણ બનાવનારાનો ધર્મમાં સમાવેશ આ પારદ દર્શન દ્વારા થયો. આ મતનું નામ રસેશ્વર મત. પારાને શિવનું વીર્ય અને અર્ભકને પાર્વતીનું રંજ માની યંત્ર દ્વારા બંનેનું ઊર્ધ્વીકરણ કરવાથી દેહને અમર બનાવનારે રસ પેદા થાય છે. એવી આ મતની માન્યતા છે. દરેક ધર્મનો ઉદ્દેશ અમસ્તાનો છે, ને આ રીતે એ મળતી હોય તો શી ખોટી ? પારો એટલે જ સંસારસાગરને પાર કરાવનાર, આ રસેશ્વર મતમાં મહાન યોગીઓ થઈ ગયા અને અનેક ભક્તો થઈ ગયા. એના ધર્મગ્રંથો આજે પણ મળે છે. * એક મત એવો છે કે શક્તિપૂજા મૂળ ચીનથી આવેલી, શક્તિપૂજામાં પ્રતીક તરીકે વપરાતું. જપા પુષ્ય જબા કુસુમ નેપાળથી આવેલું. શવમાર્ગ ને બૌદ્ધમતમાં આ તંત્રમાર્ગ ખૂબ પ્રચલિત બનેલો. 56 D લોખંડી ખાખનાં ફૂલ માયાનગરી 1 57 Page #40 -------------------------------------------------------------------------- ________________ મહાચક્રપૂજા અબુજા મહાગુનો આદેશ સાંભળી એક પળ ખચકાઈ ગઈ. ગમે તેમ તોય એ સ્ત્રી હતી, યુવતી હતી. જોબન એનાં અંગોને મઢતું હતું. જોબનની સાથે વિધાતાએ એને છલછલતું રૂપ પણ આપ્યું હતું. કાયાનો એનો ગૌરવર્ણ તો અત્યંત તેજસ્વી હતો. અલબત્ત, એની નસમાં એક એવું લોહી વહેતું હતું, જે આછકલી નાજુકાઈ ને દેખાતાં બંધનોમાં શ્રદ્ધા નહોતું રાખતું. સ્ત્રી એટલે માટીનો ઘડો, એ બગડ્યો એટલે ફોડી નાખવાનો. એ માન્યતામાં એ જીવનારી નહોતી. એ પુરુષ સમોવડી હતી. પુરુષની સામે એક સાથરે સૂતાં એનું રૂવું પણ ધ્રુજતું ન હતું. છતાં વર્ષોથી આદર્શઘેલી, જૂઈના ફૂલ જેવા સ્ત્રીત્વવાળી, સહેજ પણ પરપુરુષસ્પર્શમાં લજામણીના છોડની જેમ કરમાઈ જનારી, સરસ્વતી જેવી ભારતીય નારીઓની વચ્ચે એ વસી હતી. એ કારણે તત્કાલ એણે થોડો કંપ અનુભવ્યો. મહાગુરુનો આદેશ સાંભળી એક ક્ષણ એ સંકોચાઈ ગઈ. રાજ કુમાર દર્પણના ખભા સાથે ખભો મિલાવીને એ ખડી હતી, ત્યાંથી બે ડગલાં એ પાછી હઠી ગઈ. નગ્ન સ્ત્રીની પૂજા એ અહીંનો આમ્નાય હતો. અરે, બધાનાં દેખતાં નગ્ન કેમ થવાય ? અલબત્ત, નાને, શયને અંબુજાને કુલસંસ્કાર એવા હતા અને વસ્ત્ર પણ એનાં એવાં હતાં, કે એને નગ્ન નહિ તો અર્ધનગ્ન જરૂર કહી શકાય. પણ રૂઢિ એવી છે, કે એક વાર અભ્યાસ પડ્યા પછી નગ્નતા નગ્નતા લાગતી નથી. નહિ તો નગ્ન મૂર્તિઓ જોઈને માણસને વિરાગને બદલે વિકાર ન થાય ? મહાગુરુ કહેતા : “એ બધાં મનનાં કારણ છે. નગ્નતા વિકાર કે વિરાગ જન્માવતી નથી, પણ મન જ વિકાર કે વિરાગ જગાવે છે અને મહાગુરુ મહામઘના આશ્રમમાં મનને જ મહાબળવાન બનાવવાનું હતું ને ! મનકે જીતે જીત હૈ, મનકે હારે હાર. નિર્બળ મન એ સર્વ તંત્રોની મોટી નિષ્ફળતા જ છે ! વજ જેવું હૈયું એ તંત્રમાર્ગની ખરી સિદ્ધિ છે. ઢીલી થતી અંબુજા ફરી મક્કમ બનવા લાગી. ‘અંબુજા !” ફરી ગુરુનો અવાજ ગાજ્યો, એ બધે પડઘો પાડી રહ્યો. આ અવાજ માં વશીકરણ હતું. પાછળ હઠતી અંબુજા એક કદમ આગળ આવી. દર્પણની સાથે ખભેખભો મિલાવી પળવાર પડી રહી. એણે દર્પણની ડોકમાં રહેલો લાલ રૂમાલ લીધો. એક વાર સુંધ્યો, બીજી વાર સુંધ્યો, ત્રીજી વાર સુંઘતાં તો એ થનગની રહી. આજ્ઞા, ગુરુદેવ !' એણે જોરથી બૂમ પાડી. ‘વિલંબ થાય છે પૂજામાં, હજી મહાપૂજા બાકી છે. નારી તો શક્તિ છે. એ આમ અશક્તિ કેમ જાહેર કરે ?” મહાગુરુના શબ્દોમાં વેધકતા હતી. ‘તૈયાર છું, ગુરુદેવ !' અંબુજા રૂમાલ સૂધ્યા પછી કંઈક કેફમાં હોય તેમ બોલી. ‘તારા આજના સદ્ભાગ્યને જલદી વધાવી લે.' ‘ભલે ગુરુદેવ !' અંબુજા બોલી, અને એણે ઉત્તરીય ફગાવ્યું. મહાગુરુ મુખેથી મંત્રોચાર કરી રહ્યા. એ શબ્દોમાં સામર્થ્ય હતું. એક પણ સાધક જીભ હલાવી ન શક્યો. અંબુજાએ અધોવસ્ત્ર ફગાવ્યું, ને ઘંટારવ ગાજી ઊડ્યો. શંખસ્વર વિકસી રહ્યા. અંબુજા સિંહાસન પર જઈને ઊભી રહી. મહાગુરુએ લાલ જબાકુસુમની એક લાંબી પુષ્પમાળા એના કંઠમાં આરોપી દીધી અને પછી કેસર, ચંદન, કસ્તૂરીથી એનાં જુદાં જુદાં અંગે ચર્ચા કરી. એ અંગો પર મહાગુરુનું અનુકરણ કરીને સહુએ પૂજા કરવાની હતી. પૂજા કરતાં કરતાં જો કોઈ પણ સાધકનું એક રૂંવાડું પણ હલી જાય તો મહાગુરુ એને અર્ધચંદ્રાકાર આપવાના. વિકારનાં સાધનો છતાં જે વિકાર ન અનુભવે એ વીર.* અર્ધચંદ્રાકાર એટલે ગળેથી પકડીને, ધક્કો મારીને એ નામર્દને બહાર કાઢી મૂકવાનો. એક પળ પણ ત્યાં ઊભો નહિ રહેવા દેવાનો. એ નિષ્ફળ, એની વિદ્યા નિરર્થક, એનું જીવન તંત્રવિદ્યા માટે નકામું. * વિચારતા જ વિચને થથાં ન જfશ સ gણ ઘT | કાલિદાસ મહાચ ક્રપૂજા 59. Page #41 -------------------------------------------------------------------------- ________________ મહાગુરુનો મંત્રોચ્ચાર સતત ચાલુ હતો. ચોકીદારો જેમ સંપત્તિની રક્ષા કરે, એમ આ મંત્રસ્વરો એક અભેદ્ય દીવાલ ખડી કરી રહ્યા હતા. માણસની લાગણીઓ જાણે એ શબ્દોથી બંધાઈને માણસથી ભિન્ન બની હતી. સારું-ખોટું એવી વિચારસરણી અહીં અયોગ્ય થઈ હતી, ગુર-આજ્ઞા અવિચારણીયા. ગુરુના આદેશનું સર્વથા પાલન કરવાનું. અંબુજા તો ખરેખર દેવી જેવી શોભતી હતી, ચંપકકલિકા જેવાં એનાં અંગોએ અંગોમાંય સદા આચ્છાદિત થઈને અપ્રગટ રહેતાં અંગોની આજે પ્રગટ ધૃતિ ને ઉપર જબાકુસુમનો હાર ! જોનારની આંખને ઠારી દેતાં હતાં. એના પર ચંદન, કેસર, કસ્તૂરીના લેપ. અંબુજા પાર્થિવ મટી ગઈ. એ અપાર્થિવ બની રહી. એની આજુબાજુ એવું આભામંડળ જન્યું હતું કે એ નગ્ન છે, એ વાત સહુના મન પરથી પણ ધોવાઈ ગઈ. અંબુજા એક દેવી છે, ખુદ દેવી નહિ પણ દેવીની પ્રતિનિધિ છે, મહાદેવી વજવારાહી એનાં અંગોમાં અવતર્યા છે. એનાં અંગે પૂજા. એ સાધકનો ધર્મ છે. તંત્રપૂજાનું ચરમ શિખર છે. આ પૂજા પૂરી થયા પછી, એક મહાચક યોજાવાનું હતું અને મહાચક્રના અંતે દર્પણ અને કાલકને મહાગુરુ રક્તપ અને નીલકમળની છેવટની ઉપાધિ આપવાના હતો. રક્તપદ્મમાં સુવર્ણસિદ્ધિનો તંત્ર હતો. નીલ કમળમાં વશીકરણનો આમ્નાય હતો. બીજી પણ અનેક નાનીમોટી સિદ્ધિઓ હતી. ‘હવે પૂજા શરૂ થાય છે. સ્ત્રીઓ મહાચક્રવાળા વિરાટ ખંડમાં ચાલી જાય.’ સ્ત્રીઓ ધીરેથી બાજુ ના વિરાટ ખંડમાં ચાલી ગઈ. સાધકો ! સિદ્ધિની પળ સુનજીક છે. આવો અને માયાસુંદરીની પૂજા કરો. પરીક્ષાનું આ અંતિમ પગથાર છે.' અને મહાગુરુએ પોતે પ્રથમ પૂજા કરી. પૂજા કરીને મહાગુરુ બાજુમાં ઊભા રહી ગયા. - સાધકો એક પછી એક પૂજા કરવા આવવા લાગ્યા. અંબુજા શાંત ઊભી હતી, એના ચિત્તતંત્રને કોઈએ બાંધ્યું હોય એવી એની મનોદશા હતી. પગ, હાથ, ભાલ સુધીની પૂજા સામાન્ય હતી. એ પછીની પૂજા પર મહાગુરુની આંખ હતી. | 60 g લોખંડી ખાખનાં ફૂલ સાધકો એક પછી એક પૂજા કરીને પસાર થવા લાગ્યા. ખરેખર ! આ સાધકોના એક રૂંવાડામાં પણ કંપ નહોતો. | ‘અવિજેય ! અવિજેય !' ગુરુએ બૂમ પાડી. ‘પૃથ્વીના છેડા સુધી ઘૂમો, મારા સિંહો ! તમે અવિજેય. કોઈ તમારું નામ ન લે, નામ લે તેનો નાશ નિરધારેલો જ છે.” દર્પણ અને કાલકનો વારો નજીકમાં જ હતો. દર્પણ સ્વસ્થ ઊભો હતો. અંબુજાની આ સ્થિતિ માટે એને રોષ નહિ, પણ અભિમાન હતું. અંબુજા મહાપૂજાની અધિકારિણી ! આજે એમના માથા પરનો અભારતીય અપવાદ નષ્ટ થયો.* ગુરુદેવે તેઓની ભારતીય નાગરિકતા પર મહોર મારી દીધી. દર્પણ અને અંબુજા સદાકાળ સાથે રહ્યાં હતાં. ભાઈ-બહેનની જેમ રહ્યાં હતાં. પણ અંબુજા આજ જેટલી કામણગારી એને કદી નહોતી લાગી.. પણ દર્પણના જેવી સ્થિતિ કાલકની નહોતી, એ એક ભયંકર માનસિક તોફાનમાં ઘેરાઈ ગયો હતો, માનસશક્તિના અધિષ્ઠાતા મહાગુરુને પોતાના શિષ્યની મનોભૂમિનાં આંદોલનો સ્પર્શી ગયાં હતાં. એમણે કાલકનું મન સ્વસ્થ કરવા માનસિક મંત્રાલરો મોકલ્યા. એ કાલકના મગજને અથડાઈ પાછા ફર્યા. વજ જાણે દરવાજેથી પ્રવેશ ન પામ્યું. ગુરુએ હૃદ્ધાતીત મંત્રાણિ તંત્રનો ઉપયોગ કર્યો, પણ એમાંય સફળતા ન મળી. કાલક જુદા ગજવેલનો લાગ્યો. મહાગુરુને બે કામ એક સાથે કરવાનાં આવ્યાં. એક તો પૂજા કરતા શિષ્યોના મનતરંગો જાણતા રહેવાના, અને પોતાના પટ્ટશિષ્યોમાંના એકના મનને માયાસુંદરીની પૂજા માટે તૈયાર કરવાના. મહાગુરુએ જોરથી પોતાની આંખો મીંચી. મનધારણ વેગવંત કર્યું, ને બંને કાર્યો બરાબર કરવા માંડ્યાં. ગુરુ-શિષ્ય વચ્ચે મૂંગું વ્યાખ્યાન ચાલ્યું. કાલકના મને કહ્યું : “અરે ગુરુદેવ ! પાયો સારો, રંગમંડપ સારો, ઝરૂખા ને બારીઓ સારી અને શિખર આટલું ભયંકર કેમ ? શું મહાન તાંત્રિક માટે આ અનિવાર્ય છે ?” ગુરુએ માનસ શક્તિથી જવાબ પાઠવ્યો, * કુશાન રાજા પહેલા વાસુદેવના મૃત્યુ પછી ઉત્તર હિંદમાં સાર્વભૌમ સત્તાનો અભાવ હતો. અલ્પજીવી અનેક સ્વતંત્ર રાજ્યોનો જન્મ થયો. ઉત્તર-પશ્ચિમમાંથી અનેક ચઢાઈઓ આવી. એમાં આભીર, ગદભિલ્લ, શક, યવન, બાહિલ કે જાતિઓ ભારતમાં આવી. વિન્સેન્ટ સ્મીથ મહાચ ક્રપૂજા 0 61 Page #42 -------------------------------------------------------------------------- ________________ અભિચાર અને વ્યભિચાર તાંત્રિકોના કોશમાં અન્ય અર્થમાં છે. આ તો અવિજેયતાની કસોટી છે. બેટા, પૂજા કરી લે. જગતમાં અવિજેય બની જઈશ.’ ‘ના ગુરુજી ! એ અંબુજા છે, નિકલંક નારી છે, એનાં અંગોને સ્પર્શ કરતાં મારું મન કંપારી અનુભવે છે.’ ‘તો તંત્રવિદ્યાનું અન્તિમ શિખર તારાથી અણસ્પર્યું રહેશે.’ ગુરુજી ! મને આ ક્રિયામાંથી મુક્તિ આપો. એટલી ઊણપ હું નિભાવી લઈશ.’ ભલે, તારું ભાગ્યય, છોકરા ! બીજી ક્રિયા માટે તો તૈયાર છે ને !' ‘આમાંથી મને બચાવો. બીજી ગમે તેવી ક્રિયા માટે હું ના નહિ કહું.' કાલકને આ પ્રસંગમાંથી છૂટવાની અદમ્ય ઇચ્છા હતી. એણે ઉતાવળે માનસસંદેશ આપ્યો. | ‘વારુ ! સ્વસ્થ થઈને ત્યાં ઊભો રહે, અફસોસ એટલો જ છે કે મારી આપેલી તંત્રવિદ્યામાં તને ખોટકો પડશે. એક ખોટકો કોઈ વાર આખા વિદ્યામંત્રને નિષ્ફળ બનાવશે.' ગુરુ-શિષ્યના આ મૂંગા મનસંદેશ ચાલતા હતા, ત્યારે પૂજા તો આગળ વધી રહી હતી. રાજ કુમાર દર્પણનો વારો આવ્યો. એ ધીરેથી આગળ વધ્યો. મહાગુરુએ ખુલ્લા શબ્દોમાં કહ્યું, ‘આજે એને તારી બહેન ન માનીશ. એ માયાસુંદરી છે.' ‘હા, ગુરુ દેવ ! હું માયાસુંદરીને જ પૂછું છું.’ ‘શાબાશ.' મહાગુર જાણે કોલ કને કહેતા ન હોય તેમ બોલ્યા, ‘સંસારી સગપણ અહીં આજે બધાં ખોટાં.” ‘હા, ગુરુદેવ ! અહીં તો પુરુષ અને પ્રકૃતિ બે જ રાજે છે.’ માયાસુંદરીના સુપુષ્ટ વક્ષ:સ્થળને કેસરથી અર્ચતાં દર્પણના દિલના એક ખૂણે છૂપું વાવાઝોડું જાગ્યું, પણ બીજી જ ક્ષણે એ શાન્ત થઈ ગયું. અલબત્ત, એ માનસ પાપ એણે આચર્યું, ત્યારે મહાગુરના માનસપટ પર એ મનતરંગો અથડાયા જરૂર પણ એને માફી મળી. ગુરુને લાગ્યું કે કાલકની ઉપાધિ તો ખડી જ છે, ત્યાં વળી આ નવું તૂત ક્યાં જગાડવું ! સહુથી છેડે કાલકનો વારો આવ્યો, એની આંખો પૃથ્વીનું પડ ભેદવા મથતી હતી. એણે માયાસુંદરી તરફ એક નજર પણ ન નાખી. એક ડગ આગળ પણ ન ભર્યું. એ એક શ્લોકનું પહેલું ચરણ રટી રહ્યો. - “સ્તનો માંસગ્રંથી... કનકકલશાવત્યપમિતૉ !” પેલા મુનિના હાડપિંજર જેવા સ્ત્રીના હાડપિંજરને એ નજર સામે લાવીને ઊભો રહ્યો. ગુરુદેવે બૂમ મારી : ‘સમય પૂરો થયો. વિરાટ ખંડમાં ચાલો.” બધા પડખેના ખંડ તરફ ચાલ્યા. આટઆટલી પૂજા પામનાર માયાસુંદરી ખુદ અત્યાર સુધી અચળ હતી. એણે કાલકને પૂજા વગર બીજા ખંડમાં જતો જોયો, એટલે એ વિચળ થઈ ઊઠી. એ બોલી. ‘કાલક ! તું વિધિને કેમ ઓળંગે છે ?' ‘અંબુજા ! મારી આંખો તને જોવા શક્તિમાન નથી. હું અંધ છું, અંધ અંગપૂજા કેવી રીતે કરે ?” “અરે પણ, તારી પૂજા પામવાના મનોરથમાં તો મેં આટલું વેડ્યું છે. એક વાર મારી સામે તો જો !' ‘મારું મોં નીચું થયું છે. અંબુજા ! મારી વિદ્યા નીચી થઈ છે. હું ભરબજારે લૂંટાયો છું. મને આ માર્ગ ન ખપે. મને આ સિદ્ધિ ન ખપે. મારે અજેય નથી બનવું. ભલે માટીના લોંદાની જેમ મને બધા રોળે-રગદોળે ; એમાંથી કોઈક દહાડો પાત્ર બનીશ. બાકી આ તો કુપાત્ર...’ અને આમ બોલતો કાલક વિરાટ ખંડમાં ચાલ્યો ગયો. અંબુજા પૂજાના સિંહાસન પરથી ઊતરી, એ હતોત્સાહ થઈ ગઈ હતી. એને પોતાની સ્થિતિની શરમ લાગી, એણે ઝટઝટ અધોવસ્ત્ર વીંટી લીધું. ઉત્તરીય લઈને દાડમ ફળ જેવા વક્ષ:સ્થળને ઢાંક્યું. એણે નીલકંચુકી ખભે નાંખી. એ વિરાટ ખંડ તરફ આવી, એના પગ ચાલતા નહોતા. આ ખંડ ખૂબ શ્રમ લઈને સજ્જ કરવામાં આવ્યો હતો. આ ખંડનાં ચાર દિશામાં ચાર બારણાં હતાં. માયાસુંદરીની પૂજાવાળા ખંડમાં પડતા બારણાં સિવાય, તમામ બારણાં અર્ધખુલ્લાં હતાં, ને ત્યાં આવેલાં ઉપવનોમાં જતાં હતાં. આ ઉપવનોમાં નાના મંડપો અને એમાં નાની ગુફાઓ હતી, સ્ત્રી-પુરુષના એક યુગલ માટે આનંદપ્રમોદની બધી સામગ્રીઓ ત્યાં હતી. મધ હતું, માંસ હતું, મીન હતાં. ફુલહારથી લચેલો એક પલંગ હતો. સામાન્ય માણસ માટે અહીં આવવું પરલોક જેટલું દુર્લભ હતું. ગણ્યાગાંઠડ્યા માણસો, જીવનમાં ગણીગાંઠી વાર અહીં આવી શક્યા હશે ! 62 D લોખંડી ખાખનાં ફૂલ મહાચ ક્રપૂજા D 63 Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘ક્યાં છે કાલક ?” મહાગુર છેડાઈ પડ્યા. કોઈ જવાબ ન મળ્યો. ક્યાં છે સરસ્વતી ?' સ્વર એમ ને એમ પાછો ફર્યો. ‘શું બંને નાસી ગયાં ?” ‘હા, ગુરુદેવ !' દર્પણ બોલ્યો. ‘હું પકડવા જાઉં ?' ના, તું તંત્રાચારમાં પ્રવેશી ગયો છે. તારી પ્રકૃતિ સાથે જા. દર્પણ ! તેં જો મારી આજ્ઞાનો વિરોધ કર્યો છે, તો સર્વનાશ કરી નાખીશ. જા જલદી જા.' અને મહાગુરૂએ મનસંધાન કર્યું. ખરેખર ! અઘોરીની ગુફાચોકી વટાવી સરસ્વતી અને કાલક મૂઠીઓ વાળીને નાસતાં દેખાયાં. મહાગુરુનો ક્રોધ પ્રજ્વલી ઊઠ્યો.. મહાગુરૂએ ફરી અંતિમ શ્રેણીની પૂજા શરૂ કરી. પૂજા પૂર્ણ થતાં કહ્યું : “મારા મનની આ અન્તિમ દીક્ષા છે અને મારા માટે તમારી આ અંતિમ ગુરુદક્ષિણા છે. સોનું-રૂપું મારે મન માટી છે. રાજપાટ તો લાકડાની પાટ કરતાં હલકાં લાગે છે. મનભરી મહાચક્રની પૂજા એ મારા પરિશ્રમનું ફળ છે. એ દક્ષિણા, બોલો, આપશોને?” મહાગુર પ્રશ્ન પૂછીને સહુની સામે જોઈ રહ્યા. | બધાએ કહ્યું: ‘નિઃશંક રહો, ગુરુદેવ ! આ હાડચામ પણ તમારાં છે.” “જુઓ, આ મહાચક્રની પૂજામાં તમે સર્વ કોઈ પુરુષ પુરુષ છો અને સ્ત્રી માત્ર પ્રકૃતિ છે. પ્રકૃતિ પોતાની નીલ કંચુકી આ ફરતા એક ચક્રમાં નાખે. પુરુષ પોતાનો લાલ રૂમાલ બીજા ચક્રમાં નાખે.’ મહાગુરુએ આદેશ આપ્યો. સહુએ તે પ્રમાણે કર્યું. ‘હવે પુરુષો કંચુકીવાળા ચક્ર પાસે ઊભા રહે અને ચક્ર દ્વારા પગ પાસે ફેંકાતી કંચુકીને ગ્રહણ કરે. યાદ રાખો, તમે નથી વૃદ્ધ, નથી જુવાન, નથી સગાસંબંધી, નથી ભિન્નભિન્ન વર્ણનાં. તમે એક જ છો : પ્રકૃતિ ને પુરુષ !' મહાગુરુએ ચારે તરફ નજર ફેરવી. ‘અને સ્ત્રીઓ...' ‘અને ગુરુદેવ ! મારી કંચુકી રહી ગઈ.' અંબુજા આગળ આવતી બોલી. મને ખબર છે. પણ તે પૂજા પહેલાં દર્પણનો લાલ રૂમાલ સૂંધ્યો હતો. માટે તારી કંચુકી દર્પણને આપી દે.’ ગુરુવાણીને શ્રદ્ધાથી અનુસરનારી અંબુજાએ દર્પણને પોતાની કંચુકી આપી, એનો લાલ રૂમાલ લઈ લીધો. | ‘અને સ્ત્રીઓ...” ગુરુ બોલ્યા : “આ લાલ રૂમાલવાળા ચક્રની પાસે ઊભી રહે, ને જે લાલ રૂમાલ એના પગ પાસે પડે તે ઊંચકી લે અને અંતિમ વાત સાંભળી લો!' | ‘જેની પાસે જેનો લાલ રૂમાલ હોય અને જેની પાસે જેની નીલ કંચુકી હોય એ બન્ને એકબીજાનાં પ્રકૃતિ ને પુરુષ.' છેલ્લા શબ્દો સાથે ચક્ર ફર્યો. રૂમાલ અને કંચુકીની વહેંચણી થવા માંડી. પ્રકૃતિ-પુરુષ ગુફાઓ તરફ આગળ વધ્યાં. ત્યાં એક સુંદરીએ કહ્યું : “આ લાલ રૂમાલવાળો પુરુષ ક્યાં ?” એક યુવાને કહ્યું : આ કંચુકીવાળી પ્રકૃતિ ક્યાં ? મહાગુરુએ બંને વસ્તુ મંગાવી. મનસંધાન કર્યું. અરે, આ તો કાલક અને સરસ્વતીનાં જ રૂમાલ અને કંચુકી ! 64 u લોખંડી ખાખનાં ફૂલ મહાચક્રપૂજા 0 65 Page #44 -------------------------------------------------------------------------- ________________ ભાગી છૂટ્યાં રાજ કુમાર કાલ ક અને સરસ્વતી મોતને મૂઠીમાં લઈને ભયંકર વિનિપાતનો ઇતિહાસ પાછળ મૂકીને, ઊભી પૂંછડીએ નાસતાં હતાં. સિદ્ધિનો ખ્યાલ મગજમાંથી સાવ ભૂંસાઈ ગયો હતો. રક્તપદ્મ અને નીલ કમળસુવર્ણસિદ્ધિ અને વશીકરણ મંત્રનો લોભ મનમાંથી ચાલ્યો ગયો હતો. મહાગુરુના તંત્ર મંત્ર વિશેના જ્ઞાનનો આદર પણ મનમાંથી નીકળી ગયો હતો. જોયેલું દશ્ય, પેખેલી નગ્ન માનવતા તેમનાથી વીસરી વીસરાતી નહોતી. બંને વિચારતાં હતાં. ‘શું અજેય ઇમારતોના પાયામાં આ પ્રકારનાં પાપ ધરબાયાં હશે ? સંસારમાં સર્વશ્રેષ્ઠ ઠરેલું કમળ શું આવા જ કાદવમાંથી ખીલ્યું હશે ?” આવા આવા અનેક વિચારો કરતાં એ મેદાનો, ખીણો, ટેકરીઓ ભર્યા શ્વાસે વટાવવા લાગ્યાં. રાજ કુમાર કાલક જાણતો હતો, કે મહાગુરુ મહામઘની સંકલ્પશક્તિનો અગ્નિ એમના દેહને સ્પર્શી ગયો, તો ગાત્ર માત્ર ગળી જ શે, ગળિયા બળદની જેમ પગ બેસી જવા પ્રયત્ન કરશે, દેહની કોઢિયા કે રક્તપિત્તિયાં જેવી દશા થશે. મહાચ ક્રમાં પ્રવેશેલાં ને પછી એ વિધિ અસહ્ય લાગતાં ભાગી છૂટેલાં ઘણાં નર-નારની સ્થિતિ આવી જ સરજાઈ હતી. કાં તો તેમણે મહાચક્રમાં ભાગ લેવો જોઈએ, અથવા જીવનભર અસહ્ય દેહપીડા વેઠતાં જીવવું જોઈએ. ચાલુ માર્ગે મહાગુરુના મનઃસંકેત તો સતત કાલકને મળ્યા જ કરતા હતા. ગુરુ દેવ મનઃસંકેતથી કહેતા હતા, ‘કાલ ક 1 કિનારે આવેલું વહાણ ન ડુબાડ ! સુરા અને સુંદરી ક્ષત્રિયનાં નિત્યસંગાથી ! ક્ષત્રિય કુળોના વિનાશના ઇતિહાસ એણે સરજ્યા છે. મહાચક્રમાંથી પસાર થયેલાને એ તત્ત્વો જરા પણ હાનિ નહિ કરી શકે. પાછો આવ, આજની મહાદેવી અંબુજા તને આપીશ. તારે ખાતર મારા નિયમમાં પરિવર્તન કરીશ. પાછો આવ, પ્રિય કાલક ' મહાગુરુના મનઃસંકેતનો જવાબ આપ્યા વગર, કાલક તો દોડતો, આગળ વધતો, પડતો, ઊભો થતો, ઠોકરો ખાતો રસ્તો કાપે જતો હતો. ગુરુના મનઃસંકેતનો જવાબ આપવાનું કાલકને દિલ થઈ જતું. એ કહેવા માગતો હતો કે ગૌમાતાના પવિત્ર દૂધના કુંડમાં અનાચારનાં આ બે વિપબિંદુ ન નાખો તો ? પણ એમ માનસિક સંદેશ મોકલવામાં ડર માત્ર એટલો હતો કે એથી ગુરુને તેઓ ક્યાં છે, તેનો ખ્યાલ આવી જાય. મંત્રશક્તિને સાકાર કરીને પાછળ ફેંકે અને કદાચ એ શક્તિથી કેદ પણ થઈ જવાય ! મોત પણ થઈ જાય ! કાલકનો અને સરસ્વતીનો નિર્ણય હતો, કે પ્રાણાન્ત પાછા ફરીને મહાચક્રની વિધિમાં સામેલ ન થવું. અલબત્ત, એ કાળનાં અનેક રાજ કુમારો, રાજ રાણીઓ આગેવાન નેતાઓ આ ચક્રમંડળનાં સભ્યો હતાં. પણ કાલકને એ અનાચારની પરબનાં પાણી પીવાં નહોતાં.x કાલકના મોંમાંથી પણ સતત મંત્રોચ્ચાર ચાલુ હતા. પેલા ખીણમાં પડેલા સાધુએ આપેલા એ મંત્રો હતા. ‘શ્રી જનપદાનાં શાંતિર્ભવતું. શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતું.’ સાવ સાદા આ મંત્રાલરો હતા, પણ પેલા ખીણવાસી સાધુએ એમને સમજાવ્યું હતું કે મંત્રાલરોની પરહાનિ કરતાં સ્વરક્ષણમાં કે પરરક્ષણમાં વધુ ગતિ હોય છે, સ્વાર્થ કરતાં પરમાર્થમાં તેની ગતિ રામબાણ જેવી તીવ્ર હોય છે. મહાગુરુના મંત્રાક્ષરો પહાડ, પર્વત, નદી, કંદરાને ગરમ કરી રહ્યા હતા, પણ કાલકની આજુ બાજુ શાંતિનું એક આભામંડળ પથરાયેલું હતું. | બંને જણાંએ ઝડપથી અઘોરીની ગુફા વટાવી. મહાગુરુ જ્યારે કોઈ સાધક પર કોપ કરતા ત્યારે આ અઘોરીઓને મનુષ્ય-માંસનો આસ્વાદ મળતો, નહિ તો તેઓ પોતાની વિષ્ટા ને મૂત્ર દ્વારા પોતાની સુધા ને તૃષા તૃપ્ત કરતા. મહાગુરનો મન-આદેશ ત્યાં આવ્યો, અને ઝિલાયો પણ ખરો : પણ એ વખતે * આજે પણ ઉચ્ચ વર્ગમાં આ જાતના વૈરવિહાર માટે મોટાં નગરોમાં હોટલો, રાત્રિ ક્લબો ને નાચ-ધરો ચાલે છે. જેમાં પુરુષ ઇચછે તે સ્ત્રીને તેની સાથે લપેટાઈને નૃત્ય કરવું પડે છે. ભાગી છૂટ્યાં ! 67 Page #45 -------------------------------------------------------------------------- ________________ તો કાલક અને સરસ્વતી આગળ વધી ગયાં હતાં. પણ વાસુકિ નાગ જેમાં વસતા હતા, એ નાગગુફા ને વ્યાઘ્ર જેવા શ્વાન જેમાં વસતા હતા એ શ્વાનગુફા વટાવતાં તેઓને મોતનો સામનો કરવો પડ્યો. રાજકુમાર કાલક મંત્રવાદી હતો, ગુરુનો કુશળ ચેલો હતો. એને નાગોનું વિષ કે શ્વાનની ઝેરી દાઢ કંઈ કરી શકે તેમ નહોતી : પણ સુકુમાર સરસ્વતી આ બધામાંથી પસાર થતાં આઘાત-પ્રત્યાઘાતોથી બેભાન જેવી બની ગઈ. કાલકે એને આખી ને આખી ખભા પર તોળી લીધી. જીવનભરનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય આજે એની મદદે ધાયું. કોઈ ચિતારો ચીતરી શકે એવું એ દૃશ્ય હતું. અંધારી રાત, આકાશના તારલિયા આછું આછું તેજ ઢોળે, ને એ પ્રકાશમાં પડછંદ-દેહી કાલક સરસ્વતીને ઉપાડીને દોડ્યું જાય. માણસને દાનવીય સૃષ્ટિનું આ દૃશ્ય લાગે. સરસ્વતી મડાગાંઠ વાળીને કાલકના ખભા પર પડી હતી. કદી કદી પાછળ ઝેર ઊગળતો નાગ આવી પહોંચતો, ભયંકર જડબાં વિકાસીને શ્વાન આવતા. સાપ કે શ્વાન લગોલગ આવી પહોંચે કે કાલક મોં ફેરવીને ઊભો રહી, મંત્ર ભણીને મોંએથી હવાની એક તીક્ષ્ણ લહરી કાઢતો. સાપ કે શ્વાન ત્યાં ને ત્યાં થંભી જતાં. પછી વળી એ પંથ કાપવા માંડે. એટલામાં પાછળ રહેલા શ્વાન કે નાગ આવી પહોંચે. વળી કાલક મંત્ર-હવાની એક લહેરી નાખી એમને થંભાવી દે. રાજકુમાર કાલક લોહપુરુષ હતો. આટલી વાર સુધી મહાગુરુની અદૃશ્ય અને દૃશ્ય તાકાત સામે ઝીક ઝીલવી સામાન્ય વાત નહોતી. ગુરુની સિદ્ધિઓ પૂર્ણરૂપે પ્રાપ્ત થાય કે ન થાય પણ આટલી નિર્ભીકતા અને અજેયતા એને સાંપડી, એ પણ ગુરુનો જ પ્રતાપ હતો, અને આ અજેયતા પર મૃત્યુંજયી શિખર ચઢાવ્યું હતું, પેલા ખીણવાળા સાધુએ ! એને દેહની નશ્વરતા અને આત્માની અમરતા શીખવી હતી. સાથે શીખવ્યું હતું કે નશ્વર દેહનો મોહ ન રાખવો, અમર આત્માના આરોગ્ય માટે યત્ન કરવો. જરૂર પડે, આત્માને અભડાવવાની વેળા આવે, તો ઘરમાંથી જેમ કચરો બહાર ફગાવી દઈએ છીએ એમ દેહને ફગાવી દેવો. આજે ખરેખર કાલક દેહને ફગાવીને આત્માને બચાવવા નાઠો હતો. મહાચક્રના ઉપાસકો જાણતા હતા, કે કાં તો કાલકે પાછા ફરવું પડશે, કાં તો એના દેહનો ભક્ષ અઘોરીઓને જમણમાં મળશે. પળેપળ કટોકટીની વીતતી હતી. કાલકને પોતાની જાતની ચિંતા નહોતી. એને તો ચંદનની વેલ જેવી, એની સુકુમાર બહેન સરસ્વતીની ચિંતા હતી. 68 D લોખંડી ખાખનાં ફૂલ રે વિધાતા ! કેવી ક્રૂર મશ્કરી થઈ હતી એની ? એ સરસ્વતીને જગતમાં જેનો જોટો નથી એ મહાગુરુ મહામઘનાં દર્શન કરાવવા, ભારતના રાજકુમારોમાં જેનો હરીફ નથી, એવા રાજકુમાર દર્પણનાં દર્શન કરાવવા અને વેધક રૂપવાળી અંબુજાનો સહચાર કરાવવા તથા પોતાની સાધનામાં ઉત્તર સાધક બનાવવા અહીં લઈ આવ્યો હતો. કાલકના હૃદયમાં આ સિવાય એક બીજો પણ ગુપ્ત ઉદ્દેશ હતો અને તે સરસ્વતી માટે કોઈ સારો વર મેળવવાનો. પણ આ ભાઈ ઘેલી બહેને એક વાર ચોખ્ખું કહી દીધું, ‘ભાઈ જો બહેનને અળગી કરવા માગતો ન હોય તો બહેનને પતિ ખપતો નથી. લગ્ન કરું, તારા કહેવાથી કરૂં, પણ મને સંસારના વિલાસી રાજકુમારો નહિ ગમે. એમને વિલાસનાં વાજિંત્રો ખપે છે, કદાચ એ સૂર-ગતમાં હું સફળ નહિ થાઉં.’ કેવી વિચિત્ર છોકરી ! આવા તરંગી ખ્યાલો પર કંઈ જીવન વેડફી દેવાય ? પણ મહામના કાલકને લાગ્યું કે સમય સમયનું કામ કરે છે, અવસ્થાના તાર અવસ્થાએ રણઝણી ઊઠશે, અત્યારે ઉતાવળ ન કરવી. સંસારમાં સ્ત્રી માટે બીજા કોઈ પણ પ્રેમ કરતાં પતિપ્રેમ મહાન છે. પતિ માટે એ સંસાર છોડે છે, પ્રાણ પણ તજે છે. સરસ્વતી આવા વિચિત્ર તરંગ-સાગરમાં નહાતી હતી, ત્યાં છેલ્લું સાધનાવાળું દેશ્ય જોવા મળ્યું. આ દૃશ્ય એના ધર્મપ્રેમી હૃદય પર સારો એવો આઘાત મૂક્યો. મહાચક્રમાં એકત્ર થયેલી સુંદરીઓ સરસ્વતીને સમજાવી રહી કે, જુવાની એ ગરમ દૂધ છે, એમાં ઊભરો આવીને ઢોળાઈ જાય એ પહેલાં પાણી ભેળવી દેવાની આ યુક્તિ છે. મહાચક્રમાં સિદ્ધ થઈને નીકળેલી સ્ત્રીનું કલ્યાણ તો છે જ, પણ પછી કોઈ પુરુષ એને નમાવી ન શકે, નચાવી ન શકે. એટલી એ મહાન થઈ જશે. કહે છે કે સ્ત્રીને વિકાર વહેલો થાય છે. આ ભઠ્ઠીમાં આજે તે સાવ ભસ્મ થઈ જશે. પણ આ ફિલસૂફીએ સરસ્વતીને શાંત પાડવાને બદલે ઉત્તેજિત બનાવી મૂકી. એણે ભાઈને અહીંથી પોતાને બહાર લઈ જવા કહ્યું. અંબુજાને નગ્ન દેહે પૂજા સ્વીકારાતી જોઈને તો એ વ્યગ્ર બની બેઠી. કાલક પોતે પણ વ્યગ્ર હતો. એ આ અનાચારની સામે સ્વર્ગ આવીને ઊભું રહેતું હોય તો પણ સ્વીકારવા તૈયાર નહોતો. ચાલતાં ચાલતાં રાત્રિ પૂરી થઈ. ઉગમણા આભમાં કંકુ ઢોળાવા લાગ્યું. પંખીઓ ગીત ગાવા લાગ્યાં. હનુમાન જેમ સોનાની લંકાને ઓળંગે એમ મગધની પાંચ ટેકરીઓના પ્રદેશના છેડે કાલક આવી પહોંચ્યો હતો. સરસ્વતી હજી બેભાન હતી. પોતે કંઈક થાક્યો હતો. ભાગી છૂટાં – 69 Page #46 -------------------------------------------------------------------------- ________________ એક ઘેઘૂર વડલા નીચે કાલકે વિશ્રામ કર્યો. એણે પાસેના સરોવરમાંથી પાણી આણ્યું. મોંએથી કંઈક મંત્ર ભણીને એને મંત્રપૂત કર્યું. પછી અંજલિમાં લઈ સરસ્વતીના મુખ પર છાંટ્યું. રાહુએ ગ્રસેલ પૂર્ણ ચંદ્ર જેવું સરસ્વતીનું મુખ થોડી વારમાં ખીલી ઊઠ્યું. મીઠી મધુરી હવા એની અલકલટોને રમાડી રહી. કાલકની નજર ઘડીભર સરસ્વતીના સુરેખ દેહ પર મંડાઈ રહી. એના પોયણા જેવા ઊઘડતા ગુલાબી રંગની લાલી કાલકના મનને વળી ઉદાસીન બનાવી રહી ! રે ! આવી પવિત્ર સ્ત્રીઓ અપવિત્રતા સ્વીકારે ત્યારે જગ-પ્રલય જાગે. આ સરલતા, પવિત્રતા, માધુર્ય સ્ત્રી સિવાય કોને મળ્યાં છે ? એક પુરુષ બગડ્યો તો કંઈક બગડ્યું, એક સ્ત્રી દૂષિત બની તો અડધો સંસાર દૂષિત બન્યો ! સરસ્વતીની પાંપણ જરા હાલી. અમૃતકુંભ જેવા બે નાનકડા ઓષ્ઠ ઊઘડ્યા. જેવા ઊઘડ્યા એવા બિડાયા. એમાંથી સ્વર આવ્યા, ‘ભાઈ !’ કાલક આગળ ધસી ગયો, બહેનના મુખ પાસે ગોઠણે પડી બોલ્યો : ‘બહેન !' પણ બહેન તો એટલું બોલીને ફરી મૂર્છામાં પડી ગઈ હતી. ભાઈનું હૈયું કાબૂમાં ન રહ્યું. એણે બહેનની અલકલટ સમારતાં કહ્યું : બહેન ! નિશ્ચિત રહેજે. તારી પવિત્રતા ખાતર તું માગીશ ત્યારે કાલક પોતાનો પ્રાણ હાજર કરશે. એક મહાગુરુ શું, દશ મહાગુરુ સાથે કાલક તારે માટે બાખડશે.' કાલક ભાવાવેશમાં હતો : ‘તું છે તો સંસારમાં આચાર છે, તું છે તો સંસારમાં મૃદુતા છે, તું છે તો સંસારમાં પવિત્રતા છે !' કાલક પ્રમોર્નિથી ભર્યા સાગરમાં સ્નાન કરી રહ્યો, ત્યાં અચાનક વનના ખૂણે એક સુસવાટો થયો. એકાએક પવન ઘૂમરીઓ લેવા લાગ્યો ને જોતજોતામાં ભયંકર વાવાઝોડું આવતું જણાયું. જે વડલા નીચે પોતે ઊભો હતો એના પર આવીને જાણે એ વાવાઝોડું બેસી ગયું ને ઘેઘૂર વડલો કડાકા નાખવા લાગ્યો. એની ડાળો તલવારની જેમ વીંઝાવા લાગી. એની શાખાઓ ભાલાની જેમ ઉપર-નીચે થવા લાગી. વડલાનાં પાન નાની નાની છરીઓની જેમ હવામાં ઊડવા લાગ્યાં. ઝાડ પર બેઠેલાં પંખીઓ તો મુડદાં થઈને નીચે ઢળી પડ્યાં. કાલકની આંખો ભરાઈ ગઈ હતી. શાખા-પ્રશાખાના આઘાતથી પોતાના દેહને બચાવવો મુશ્કેલ થઈ પડ્યો હતો, એવી સ્થિતિમાં સરસ્વતીને સંભાળવી શક્ય નહોતી, પણ આપત્તિથી હારે એવો કાલક નહોતો. એણે સરસ્વતીને ફરી ઉઠાવી. વડનાં ડાળી ને પાંદડાંથી બચીને એ થોડે દૂર 70 D લોખંડી ખાખનાં ફૂલ ઉંબરાના ઝાડ નીચે જઈને ઊભો. ક્ષણવાર હાશ પોકારી સ્વસ્થ થવા એણે પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો પેલો વંટોળ જાણે વડ પરથી ઊડીને ઉંબરા પર આવીને ઊભો. ભયંકર રીતે ડોલતો વડ તદ્દન શાંત થઈ ગયો અને આખું તોફાન ઉંબરા પર આવીને શોર મચાવવા લાગ્યું. કાલકે સ્વસ્થ થઈને વિચારવા પ્રયત્ન કર્યો. એને મનમાં એકદમ ઊગ્યું : ‘મહાગુરુના મંત્રાક્ષરો પ્રકૃતિને કેદ કરી રહ્યા છે, કેદ થયેલી પ્રકૃતિ મહાગુરુના મન-આદેશ મુજબ વર્તે છે.’ કટોકટીની પળ આવી ઊભી. મહાગુરુનો સામનો હવે શક્ય નહોતો. ઉંબરાના પ્રચંડ વૃક્ષની ડાળીઓ ચિરાઈ રહી હતી. ઉંબર-ફળ નાના નાના પથરાની ગરજ સારતાં હતાં. એ વખતે સરસ્વતીએ આંખ ખોલી. કાલકને એ ન ગમ્યું, બેભાન અવસ્થામાં જ બહેન મૃત્યુને ભેટે એ ઉત્તમ વાત હતી. પોતાના કરુણ મોતની એને તમા નહોતી, પણ સરસ્વતીનું કરુણ મૃત્યુ એ જોઈ શકે તેમ નહોતો. ‘ભાઈ !’ એટલું બોલી સરસ્વતી કાલકને વળગી પડી. પ્રકૃતિ તોફાને ચઢી હતી. ઉંબરો ચિરાતો હતો. પૃથ્વીમાં પણ કંપ હતો. ગલોલમાંથી ફેંકાતા પથ્થરોની જેમ ઉંબરાનાં ફળ વરસતાં હતાં. ‘સરસ્વતી | મહાગુરુનો કાળપંજો આપણા પર પડી ગયો. મૃત્યુ આપણને વિખૂટાં ન પાડે એ રીતે ભેટી લઈએ. થોડું શ્વેત માણી લઈએ. મોત મીઠું લાગશે.’ સરસ્વતી ધસી. ભાઈને બાઝી પડી. પૃથ્વી કંપતી હતી. ઝાડ ચિરાતું હતું. બંનેએ મુખ પાસે મુખ આણી, આંખો બંધ કરી દીધી, આશ્લેષ ગાઢ બનાવ્યો. ‘બહેન ! આત્માની રક્ષા ખાતર દેહને ફગાવી દઈએ છીએ એમ માનજે ! આત્મા અમર છે. દેહ નશ્વર છે. મોત નશ્વરનું છે. અમરને મૃત્યુ કેવું ?' સરસ્વતી બોલી : ‘ભાઈ ! મને ખીણવાળા મુનિ યાદ આવે, એમની પેલી પંક્તિઓ શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ ! શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ ! શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ.' બંને ભાઈ-બહેન એ મંત્ર ભણતાં મૃત્યુની રાહ જોઈ રહ્યાં. આવ્યું ! એ આવ્યું! ભાગી છૂટવાં – 71 Page #47 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યાં ! એ ચાલ્યાં ! બંને જણાં દૃઢ આશ્લેષ દઈને ખડાં રહ્યાં. પળ ગઈ, ઘટિકા ગઈ ! પણ રે ! મોત કેમ ન આવે ? સરસ્વતી ખીણવાળા મુનિનાં વાક્યો રટી રહી હતી, ભાઈ એમાં સાથ આપતો હતો. બંનેએ ધૂન મચાવી મૂકી હતી. મૃત્યુની રાહથી થાકીને, થોડીવારે બંનેએ આંખ ઉઘાડી તો પ્રકૃતિ શાંત હતી ને પોપટનાં ટોળાં આવીને ઉંબરફળ ચાખતાં હતાં. 10 નવી દુનિયામાં નાટકનો પડદો બદલાય અને જેમ આખું દશ્ય પલટાઈ જાય, એમ એક નવી દુનિયામાં જ આપણે આજે પ્રવેશ કરીએ છીએ. એ દુનિયા શાંતિથી ચાલે છે. ત્યાં અઘોરીની ગુફાઓ નથી, વાસુકિ નાગનાં વાસસ્થાનો નથી. ભયંકર શ્વાનોની-સારમેયોની ગુફાઓ નથી. તંત્રનો અગ્નિ નથી, મંત્રનો આતશ નથી. પૃથ્વી, પાણી, પવન ને આકાશ – આ બધાં તત્ત્વો પોતાના સ્વાભાવિક ધર્મમાં ચાલે છે. એના અણુપરમાણુઓમાં માનવ જીવનને પોષતાં તત્ત્વો છે. પાણી ઠંડું છે, પૃથ્વી મૃદુ છે, પવન શીતલ છે, આકાશ શાંત છે. મગધના પાંચ પર્વતોના છેડે તળેટીમાં ધારાવાસ નગરી આવેલી છે. વીરોમાં વિખ્યાત વીરસિંહ એ નગરોનો રાજા છે. એ રાજાને સુરયુવતીઓના સૌંદર્યને શરમાવનારી સુરસુંદરી નામે પત્ની છે. કલ્પલતા ને કલ્પવૃક્ષના સંયોગથી જેમ અમરફળનો જન્મ થાય, એમ બંનેને એક પુત્ર અને પુત્રી છે. સદાચાર ને શૂરવીરતાના અવતાર પુત્રનું નામ કાલક કુમાર છે. શીલ અને સૌંદર્યની અવતાર પુત્રીનું નામ સરસ્વતી છે. કાલ ક અને સરસ્વતીની ભાઈબહેનની અજબ જોડ છે : અશ્વલેખન વિઘામાં ને ધનુર્વિદ્યામાં બંને પારંગત છે. લોકો કહે છે કે રાજા વીરસિંહને પુત્ર એક છે, પણ સાત દીકરાની ભૂખ ભાંગે તેવો છે. દીકરી એક છે, પણ સાત દીકરા જેવી છે. અંધારામાં અજવાળાં પાથરે તેવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ કુમાર કાલક આશ્રમોમાં ફરીને તાલીમ લઈ રહ્યો છે. સરસ્વતી પણ અવારનવાર અને સાથે આપે છે. આર્યાવર્તના મહાન વિદ્યા 72 D લોખંડી ખાખનાં ફૂલ Page #48 -------------------------------------------------------------------------- ________________ આશ્રમોમાં બંને ફરી આવ્યાં છે, ઋષિ-મહર્ષિઓના આશ્રમોમાં વસી આવ્યાં છે, ને અનેક પ્રકારની વિદ્યાઓ હાંસલ કરી આવ્યાં છે. આર્ય કાલક તો વિદ્યાઓમાં વરુણની અને તેજમાં ઇન્દ્રની સરસાઈ કરે છે. સરસ્વતીને તો નીરખીને કેટલાંય મા-બાપો દેવતાઓ પાસે માગે છે કે જો એક જ સંતાન મળવાનું હોય તો સરસ્વતી જેવી પુત્રી માગીએ છીએ. કાલક શસ્ત્રાભ્યાસમાં કુશળ બન્યો છે, પડ્રદર્શનનો અને નાસ્તિક દર્શનોનો જાણકાર બન્યો છે. શસ્ત્રવિદ્યામાં તો ભારે કુશળતા મેળવી છે. એમાંય એક રાજ કુંવર અને એક સેનાપતિ માટે અગત્યની વિઘાઓ એશ્વવિદ્યા અને ધનુર્વિદ્યામાં તો એનો જોટો જડે એમ નથી. મંત્રશાસ્ત્ર એ વખતે અગત્યનું શાસ્ત્ર હતું. એક રાજા તરીકે એમાં નિષ્ણાત થવું પડતું, નહિ તો ઘણીવાર જીવનું જોખમ ખડું થઈ જતું. કાલકે એમાં પારંગત થવા નિશ્ચય કર્યો. એ ભારતના તંત્રમાર્ગના વિખ્યાત મહાગુરુ મહામઘનો માનીતો શિષ્ય બન્યો. કાલકકુમાર રાજ કુમારોમાં ઉજ્જૈનીના દર્પણકુમાર પછી મંત્ર-વેત્તાનું સ્થાન પામતો. તંત્રવિદ્યામાં તો કહે છે કે એ ઘણો ઊંડો ઊતર્યો હતો. મહાગુરુ મહામઘના તાંત્રિક આશ્રમોમાં ઘણો કાળ ગાળીને રાજનગરમાં હમણાં જ પાછો ફર્યો હતો. રાજ કુમાર કાલક અને રાજ કુમારી સરસ્વતીને આશ્રમ પદોમાંથી પાછા ફર્યો થોડા જ દિવસો વીત્યા હતા. જો કે સામાન્ય શિરસ્તો એવો હતો કે વિદ્યા સંપૂર્ણ કરી આશ્રમપદોમાંથી રાજપદોમાં આવતા રાજ કુમારના નગરપ્રવેશ વખતે મહોત્સવ થતો. એ વખતે આશ્રમપદના ગુરુ પણ સાથે આવતા. રાજા એમને મોંમાગ્યાં દાન અને દક્ષિણા આપી સન્માન કરતા. પણ રાજ કુમાર કાલકે નાનપણથી આડંબરના શોખ વગરનો ને નિરાભિમાની જુવાન હતો. એક દહાડો એકાએક ભાઈબહેન નગરમાં આવી ગયાં, ન કોઈએ જોયાં કે ન કોઈએ જાણ્યાં ! આવીને એકાદ સપ્તાહ સુધી તો રાજમહેલમાં ભરાઈ રહ્યાં, ન બહાર નીકળે કે ન ક્યાંય જોવા મળે ! એક દહાડો વહેલી સવારે બંને ભાઈબહેન સુંદર અશ્વ પર ચઢીને ખભે ધનુષ્યબાણ નાખીને બહાર નીકળ્યાં. આખી રાજવીથિકા વટાવી વનજંગલ તરફ ચાલ્યાં ગયાં. ક્ષત્રિયપુત્ર છે. ક્ષત્રિયપુત્રો મનને બહેલાવવા માટે વનમૃગયા રમવા તા. આ વખતે બંનેનાં પ્રજાએ દર્શન કર્યાં. 74 લોખંડી ખાખનાં ફૂલ આર્ય કાલ કે અશ્વ ઉપર દેવપ્રતિમા જેવો દીપતો હતો. એના દેહ પર જાગતી મસ્ત યુવાની નવવધૂની જેમ અડધો ઘૂંઘટ ઉડાડતી, અડધો ઢાંકતી દેહ પર આવી ગઈ હતી. કોઈ પણ કુંવારિકા આવા સુંદર યુવાનની પતિ તરીકે પસંદગી કરે એવી વીરશ્રી એના દેહ પર દમકતી હતી. નગરલોકોએ રાજ કુમારનો જયજયકાર કર્યો અને ભવિષ્યવાણી ભાખી કે હવે રાજકુમારના વિવાહ અને યુવરાજપદનો ઉત્સવ નજીકમાં જ હોવો જોઈએ. જોઈએ કઈ રાજકુમારીના ભાગ્યમાં આવો પ્રતાપી પતિ લખ્યો છે ! અને સરસ્વતી જેવું નિર્દોષ શતદલ પદ્મ તો વિલાસથી ભર્યા રજવાડાંઓમાં દુર્લભ છે. એ જે પતિને પામશે, એણે ખરેખર પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હશે. રાજ કુમાર કાલક અને સરસ્વતી અશ્વ પર બેસી આખા વનપ્રદેશમાં ઘૂમી આવ્યાં, પણ એકેય વનપ્રાણીને આંગળી સરખી પણ અડાડી નહિ, ભાથામાંથી બાણ ખેચવાની વાત તો કેવી ! વનપ્રદેશના એક વટવૃક્ષ નીચે બંને જણાં બેસીને વિચારવા લાગ્યાં, અરે પેલી ખીણવાળા મુનિ કહેતા હતા, કે સંસારમાં સર્વ જીવો જીવતરને ઇચ્છે છે, મૃત્યુને ઇચ્છતા નથી. રખેને તમે એમ માનતા કે તમે માણસ છો, માટે તમને ખાવુંપીવું પસંદ છે, રમવુંજમવું પસંદ છે, ને આ અબોલ જીવોને તો તેવું કંઈ પસંદ નથી !' કાલકે તત્ત્વચર્ચા કરવી શરૂ કરી. ‘મુનિની વાતો હૃદયસ્પર્શી છે. ભાઈ ! જોને આ કીડી ! અન્નનો દાણો કોણ જાણે ક્યાંથી લઈને આવી હશે, વજન ભારે છે, શક્તિ ઓછી છે, છતાં એ ખેંચીને લઈ જાય છે. શા માટે ? પોતાના સુખ માટે. એ વિચારે છે : વરસાદ આવશે, બહાર નીકળવું દુઃખૂકર્તા થશે, માટે અત્યારથી સંઘરો કરી લઉં, પછી બેઠાં બેઠાં સુખથી ખવાશે. એટલે એક નાની સરખી કીડીને પણ સુખ પ્રિય છે, દુ:ખ અપ્રિય છે : જીવન પ્રિય છે, મૃત્યુ અપ્રિય છે.' સરસ્વતીએ પોતે સમજેલા તત્ત્વને પ્રગટ કર્યું. હવા સુંદર હતી. એકાંત પણ હતું. બંને નિર્ભય હતાં. તત્ત્વચર્ચા આગળ વધી : | ‘બહેન, મને પહેલાં તો એ મુનિની વાત સમજમાં ન આવી. એણે કહ્યું કે કીડી અને હાથીનો આત્મા આત્માની રીતે સરખો છે. કેવી વિચિત્ર વાત ! ક્યાં કીડીનો આત્મા ને ક્યાં હાથીનો આત્મા ? પણ એક રાતે આંગણામાં પ્રકાશ રેલતો દીપક લઈને નોકર અંદરના ખંડમાં આવ્યો. પેલો દીવો ખંડને પ્રકાશિત કરી રહ્યો. ખંડમાંથી મારા નાના એવા શયનગૃહમાં એને મૂક્યો, તે શયનખંડની ચાર દીવાલ વચ્ચેની દુનિયાને એ પ્રકાશિત કરી રહ્યો. મને વિચાર થયો કે આ દીવો એ આત્મા, નવી દુનિયામાં 75 Page #49 -------------------------------------------------------------------------- ________________ એને જેવું જેટલું ઠેકાણું મળે, એટલું એવું એ અજવાળું પાથરે. બાકી એ પોતે તો અનંત અવ્યાબાધ પ્રકાશરૂપ જ છે. એમ કીડીના નાના દેહમાં આત્મા આવી ભરાણો એટલે નાનો થયો, એ જ આત્મા હાથીના દેહમાં પ્રવેશ કરે એટલે મહાન થઈ જાય.’ રાજ કુમાર કાલક અને સરસ્વતી ખીણવાળા મુનિની વાતચર્ચામાં ડૂબી ગયાં. ‘પણ ભાઈ ! આ કીડી, આ કુંજર એમ આત્માને જુદા જુદા દેહમાં ભટકવું પડે, એનું પણ કંઈક કારણ હશે જ . સહુની ઇચ્છા તો હાથી થવાની જ હોય. કીડી થવું કોણ પસંદ કરે ?’ સરસ્વતીએ તત્ત્વચર્ચા આગળ ચલાવી. ‘કર્યો કર્મનું આ પરિણામ છે. સરસ્વતી ! એક માણસને સામાન્ય સ્વાર્થ ખાતર ખૂન કરતાં આંચકો લાગતો નથી, જ્યારે એક જણને કીડીને મારતાં પણ મન અચકાય છે. આ બે વચ્ચે કંઈ ફેર ખરો કે ? એનું શું કારણ ? એનાં કાર્યનું કંઈ પરિણામ ખરું કે ?' ‘રાજા સજા કરે તે પરિણામ.’ સરસ્વતીએ કહ્યું. | ‘બધા અપરાધ રાજા પાસે જતા નથી, બધા અપરાધીઓને સંસારમાં સજા થતી નથી, બધે ઘણી વાર અપરાધી નિર્દોષ ઠરે છે, નિરપરાધી દંડાય છે. જગતની આ અવ્યવસ્થામાં કર્મ વ્યવસ્થા આણે છે : અને ખુદ રાજા જેનો ન્યાય નથી ચૂકવી શકતો, એનો ન્યાય કર્મરાજા ચૂકવે છે. મણને મણ, કણને કણ.” દૂર દૂર હરણાં ચરી રહ્યાં હતાં. સાબર અને રોઝ ઝરણાંના કાંઠે ઊભાં રહી જળદર્પણમાં પોતાના સૌંદર્યની હરીફાઈ કરતાં હતાં. મેના અને પોપટ કોઈ ધનુષધારીને જોઈ આઘે આઘે ચાલ્યાં જતાં, પણ આજે તો એય ડરતાં નહોતાં ને આંબાડાળે બેસી પ્રેમબંસરી બજાવી રહ્યાં હતાં. કહે છે કે પશુઓને શિકારી માણસનો શ્વાસ ગંધાય છે, શિકારી માણસની આંખમાં રહેલી રક્તલાલસા એ વાંચી શકે છે. કોઈ એમ કહે છે કે, વનપ્રદેશની લીલોતરી પર શિકારી પગ મૂકે કે તરત ખંડ સુકાવા લાગે છે. વનેચરો એ સુકાયેલાં પદચિહ્નો પરથી પોતાના કાળને પરખી લે છે ! આકાશ શાંત હતું. પવન શીતલ હતો. પૃથ્વી મૃદુ હતી. જળ અમૃત જેવાં પેય હતાં. એક વાર ચારે તરફની કુદરત જોતાં સરસ્વતીએ કહ્યું : ‘ભાઈ ! મને તો આ પતંગિયાં, મધમાખ અને ફૂલોનો સંસાર ગમે છે. રૂપાળાં પતંગિયાં ઊડતાં ઊડતાં આવે છે. ફૂલોએ પોતાના હૈયાના મધુભંડાર ખુલ્લા મૂક્યા છે. પતંગિયું ફૂલની પાંખડીને પણ ઈજા ન પહોંચે એવી રીતે મધુ ચૂસે છે ને ઊડી જાય છે. ન પતંગિયાનું પેટ અધૂરું રહે છે, ન ફૂલને કશી હાનિ થાય છે. સંસાર એમ ચાલતો હોય તો કેટલો સુંદર લાગે.’ ‘સરસ્વતી ! હજી તેં અધૂરું દૃષ્ટાંત આપ્યું. આમાં તો એવું થયું કે ફૂલ આપનાર થયું, પતંગિયું લેનાર થયું. એમ નથી. માત્ર પેટની આ વેઠ નથી. એ પતંગિયાં અને મધમાખો ફૂલોમાંથી એ મધુ લઈ જાય છે એનો મધપૂડો રચે છે. પોતે તો પેટવડિયા મજૂરી જેટલું જ એમાંથી ગ્રહણ કરે છે, બાકી દુનિયાને ભેટ આપવા મધપૂડો તૈયાર કરે છે. સહુએ આ જગત પર કંઈક સારું, કંઈક પારકા માટે મૂકી જવાનું હોય છે.” શાબાશ ભાઈ ! એટલે તારો કહેવાનો અર્થ એ છે કે માણસ ફૂલ પાસેથી મધુ લે, પણ એ પોતાને માટે વાપરીને તૃપ્ત ન થાય. જગતને માટે સુંદર એવા મધપૂડાની એણે ભેટ આપતા જવું જોઈએ.' ધન્ય રે સરસ્વતી ! હું એ જ કહેવા માગતો હતો. લોકો કહે છે કે સંસારમાં સ્વાર્થનું આધિપત્ય છે, સ્વાર્થ માટે સહુ જીવે છે. હું કહું છું કે પરમાર્થ પર જ આખો સંસાર ચાલે છે, પેલું આંબાવાડિયું જોયું ? એમાં કેટલા બા છે ?” ‘એમાં ઘણા આંબા છે. કેટલાક વૃદ્ધ છે. કેટલાક જુવાન છે, કેટલાક નાના બાળક જેવા છે.” સરસ્વતી બોલી, આંબા કેટલા વર્ષે પાકે ?” ‘ઘણાં વર્ષે ઓછામાં ઓછાં પંદર વર્ષે.' ‘તો આ વૃદ્ધ માળી, જે ખૂબ મહેનતથી નાના આંબાને ઉછેરે છે, એ એનાં ફળ ચાખવા જીવશે ખરો ?' કાલકે પૂછ્યું. ના.' ‘તો જેનું ફળ પોતાને મળવાનું નથી, એવી નિષ્ફળ મહેનત કરનારને આપણે મુર્ખ ન કહીએ ?' ‘ના ભાઈ ! એ જાણે છે, કે મારા બાપદાદાનાં વાવેલાં આમ્રતનો મને લાભ મળ્યો, તો મારે મારા આગામી સંતાનો માટે આમ્રફળ વાવવાં જોઈએ.’ ‘શાબાશ. એક ભરે બીજો ચરે, બીજે ભરે ત્રીજો ચરે ! એક દીવાથી બીજો ઝગે, બીજાથી ત્રીજો, એમ.’ ‘આનો અર્થ એ કે પોતે વાવેલાં તરુનાં ફળ પારકાએ ખાવાનાં ને પારકાએ વાવેલાં તરુના ફળ પોતે આરોગવાનાં ' 76 લોખંડી ખાખનાં ફૂલ નવી દુનિયામાં 1 77 Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘જરૂર. સંસારમાં પરમાર્થ જ મોટો છે. માણસે પોતાના માટે કંઈ કરવાનું નહિ, પારકા માટે જ કરવાનું. પારકા માટે જે પ્રયત્ન કરે, એ સંસારમાં સાચો માણસ. સરસ્વતી ! ખીણવાળા મુનિએ પેલા દેવ-દાનવના યજ્ઞની જે વાત કરેલી તે યાદ છે?! ‘હા ભાઈ !’ ‘કહે, જો !’ કાલકે સરસ્વતીના મુખે સાંભળવા ઇછ્યું, ‘ભાઈ ! વાત એવી છે કે એક વાર બ્રહ્માજીએ કહ્યું કે સુખી થવા માટેનો અને મોટા થવા માટેનો શ્રેષ્ઠ માર્ગ યજ્ઞ અને સ્વાહા છે. સ્વાહા એટલે અર્પણ !' સરસ્વતી વાત કહેતાં થોભી. ‘બરાબર છે. આગળ ચલાવ.' કાલકે કહ્યું. દેવો અને દાનવો યજ્ઞ કરવા બેઠા. સ્વાહાની પણ બંનેએ ભારે તૈયારીઓ કરી. દેવ કરતાં દાનવો મોટી પહોંચવાળા હતા. એમણે સ્વાહા માટે સુંદરમાં સુંદર વસ્તુઓ આણી, જોતાં મોંમાં પાણી છૂટે તેવી.' સરસ્વતી થોભી. એણે ચારે તરફની નિર્દોષ હરિયાળી પર નજર કરી, અને કોઈ કેદમાંથી લાંબા ગાળે છૂટેલા માણસ જેવી તૃપ્તિ અનુભવી રહી. એ આગળ બોલી : ‘સ્વાહાનો સમય આવ્યો, એટલે દેવો પરસ્પર એકબીજાના મોમાં આગ્રહ કરી કરીને મિષ્ટાન મૂકવા લાગ્યા. પહેલાં તમે, પહેલાં આપ ! એવો મંત્ર ગાજી ઊઠ્યો. એથી એકબીજામાં હેતભાવ પ્રકટ્યો.' ‘દાનવોએ સ્વાહા કરવા માટે પારકાના મુખ કરતાં પોતાનું જ મુખ પસંદ કર્યું. પોતાના હાથે લઈ પોતે આરોગવા લાગ્યા. એટલે ઝપટાઝપટી ચાલી. એકબીજાને કહેવા લાગ્યા : ‘અમે પહેલા, તું નહિ. અમને પહેલાં આપો, તું કેમ લે છે ?’ આમ પરસ્પર ઝઘડો જાગ્યો.. ‘શાબાશ, સરસ્વતી !’ કાલકે વચ્ચે કહ્યું, ‘સ્વ અને પર, બેમાં આટલો તફાવત. દેવોએ બીજાના હાથે લીધું તોય એટલું મળ્યું : દાનવોએ પોતાના હાથે લીધું તોપણ એટલું જ બલ્કે તેથી ઓછું મળ્યું. વળી દાનવોએ ઝપટા-ઝપટીમાં ઘણો બગાડ કર્યો એ વધારામાં. ભાવનાની તો કેવી ભયંકરતા થઈ ?' ભાઈ ! એ સ્વાર્થ અને પરમાર્થની ખેંચતાણમાં દાનવો પરસ્પર લડી પડવા, ખૂનખાર જંગ જાગ્યો. એમનો યજ્ઞ બગડ્યો. ત્રિલોકમાં અપકીર્તિ થઈ. દાનવો અપમાન પામ્યા અને દેવો સન્માનને પાત્ર ઠર્યા માણસે કદી સ્વાર્થને મહત્ત્વ આપવું ન જોઈએ.' 78 D લોખંડી ખાખનાં ફૂલ સરસ્વતીએ આ વાત પૂરી કરી, એટલે કાલકે કહ્યું : ‘જો હવે તારી વાતનો તાળો મળી ગયો. સંસારમાં કીડી અને કુંજરનો જે તફાવત દેખાય છે, રંક અને રાયના જે ભેદ દેખાય છે, એ કોઈ બનાવટી ભેદ નથી, ભાવનાએ પાડેલા ભેદ છે. જેણે આપીને ખાધું છે, તજીને ભોગવ્યું છે, સહન કરીને સ્નેહ સાધ્યો છે, પારકાના સુખ માટે પોતાનાં સુખ ઓછાં કર્યાં છે, પારકાનું પેટ ભરવા, પોતાના પેટે પાટા બાંધ્યા છે-એ હાથી સરજાય છે, રાય સરજાય છે, સુખી બને છે. જે એનાથી વિપરીત ચાલે છે, એ કીડી સરજાય છે. એ દુઃખી થાય છે.’ રાજકુમાર કાલકે તત્ત્વચર્ચાનો ઉપસંહાર કરતાં કહ્યું. સરસ્વતી એ વખતે બોલી : ‘ભાઈ ! મુનિનાં પેલાં વાક્યો તને યાદ છે ? તું તારી સાથે જ યુદ્ધ કર. તું તારી અંદર જ મિત્ર શોધ. જેને તું હણવા માગે છે, તે તું જ છે. જેને તું દબાવવા ચાહે છે, તે તું જ છે !! ધન્ય સરસ્વતી ! ભલે આપણું ખોળિયું રાજકુમારનું હોય, પણ આપણો આત્મા જુદો છે. મહાગુરુ મહામન્થે એમનો રંગ લગાડવા વર્ષો વિતાવ્યાં, પણ રંગ ન લાગ્યો. કદાચ લાગ્યો તો પાકો ન લાગ્યો અને પેલા મુનિએ પળમાં આપણા મનને પલટી નાખ્યું.' કાલકકુમારે હસતાં હસતાં કહ્યું. પણ સરસ્વતી વાત સાંભળતી સાંભળતી જાણે અન્યમનસ્ક થઈ ગઈ. એ ચિંતાતુર બની ગઈ. ધીરેથી બોલી : ‘ભાઈ ! મહાગુરુનું નામ લેતાં મને ભય લાગે છે.' ‘ડરવાની જરૂર નથી, એ દિવસો ગયા. એ રાતો ગઈ. એ તંત્રવિદ્યાની વાર્તા પણ મેં મનમાંથી કાઢી નાખી છે. નિશ્ચય કર્યો છે કે કદી ગમે તેવું કારણ મળે તો પણ એ વિદ્યાનો ઉપયોગ ન કરવો, પછી નિશ્ચિત થયો છું.’ ‘તારા પડખામાં છું, ત્યાં સુધી હું નિર્ભય જ છું.' સરસ્વતી આટલી વાત પૂરી કરે ત્યાં દૂરથી એક અઘોરી જેવો બાવો રીંછ લઈને આવતો દેખાયો. બાવાના હાથમાં ડમરું હતું, ત્રિશૂલ હતું, ત્રિશુલની અણી પર લોહીનાં ટીપાં હતાં. બાવો પડછંદ આકૃતિનો હતો. પણ રીંછ તો એનાથીયે ખૂબ ભયંકર હતું ! આવું રીંછ આ પ્રદેશમાં ક્યાંય ન થતું. સરસ્વતીએ રીંછને જોયું, એની પીળી પીળી આંખો જોઈ અને રાડ ફાટી ગઈ. નવી દુનિયામાં C 79 Page #51 -------------------------------------------------------------------------- ________________ 11 જે જેનું તે તેને સરસ્વતીએ રીંછને ભયંકર સ્વરૂપમાં જોયું. રીંછનાં નસકોરાં ખૂબ પહોળાં હતાં. કોઈ વાર હવા સાથે અગ્નિની જ્વાળા પણ અંદર જતી આવતી દેખાતી. એની આંખો પીંગળી પીંગળી હતી, એના નખ લોહિયાળ હતા : એની રુવાંટી ભાલાની જેમ ઊભી થઈ જતી, ઘડીમાં બેસી જતી. મદારી સાદો સીધો લાગતો, પણ ન જાણે કેમ ઘડીમાં રીંછ અને મદારી એક દેખાતાં. રીંછ એ જુ મદારી અને મદારી એ જ રીંછ ! ઘડીમાં બન્ને જુદાં દેખાતાં. ઘડીમાં મદારી ભયંકર લાગતો. જાણે એ રીંછનું મહોરું પહેરી લેતો અને રીંછ એનું મહોરું પહેરી લેતું. કાલક પણ આજ અન્વેષણમાં હતો અને કોઈ જૂની સ્મૃતિ યાદ કરતો હતો. ત્યાં તો સરસ્વતીએ બૂમ પાડી : ‘ચાલ ભાઈ ! મોડું થઈ ગયું છે.' બંને જણાં ચપોચપ ઘોડા પર સવાર થઈ ગયાં, ને વેગથી અશ્વને હાંક્યા. અશ્વોએ વેગ પકડ્યો. થોડી વારમાં બંને જણાંએ ઠીક ઠીક માર્ગ કાપ્યો. પણ ત્યાં સરસ્વતી પાછળ જુએ છે, તો એ જ મદારી અને એ જ રીંછ ચાલ્યાં આવે છે ! બંને કોઈ હવાઈ અશ્વ પર બેઠાં હોય અને પીછો પકડતાં હોય તેમ લાગ્યું. સરસ્વતી ગભરાઈ ગઈ. એણે ભાઈને કહ્યું. ભાઈએ સૂચવ્યું : ‘પાછળ જોઈશ મા ! તું તો આગળ ને આગળ વધ્યે જા. હું મંત્ર ભણું છું.” સરસ્વતીએ ઘોડાને એડી મારી, એનું સુંદર વક્ષસ્થળ ભયથી ઊછળી રહ્યું હતું ને મનોહર નયનોમાં ભયની કાયરતા દૃષ્ટિગોચર થતી હતી. થોડીએક વાટ એમ ને એમ કાપી. વળી પાછા વળીને જોયું તો હજીય મદારી અને રીંછ પાછળનાં પાછળ આવતાં હતાં. ઘડીમાં એક થઈ જતાં, ઘડીમાં બે થઈ જતાં. દેહ-વિનિમયનો આ ખેલ જોઈ કાલકે ભાથામાંથી તીર ખેંચ્યું. એ તીરને મંત્રથી પુનિત કર્યું. ધનુષમાં મૂકીને આકાશમાં છોડવું. એવી રીતે છોડ્યું કે ઉપર જઈ આકાશ સાથે ભટકાઈ બમણા વેગથી સીધું રીંછ પર પડ્યું. પડતાંની સાથે એ વાયુ-અસ્ત્ર રીંછના પગને ભેદીને આરપાર નીકળી ગયું. મદારી અને રીંછની ગતિ અટકી ગઈ. ભાઈ-બહેને ઘોડા મારી મૂક્યા. આકાશમાંથી સંધ્યાનો કેસરિયા રંગનો ચંદરવો લગભગ ઊતરી ગયો હતો, ને નિશાદેવીનો નીલો ચંદરવો બંધાતો હતો. ભાઈ-બહેન ભર્યા શ્વાસે રાજદુર્ગમાં પ્રવેશી ગયાં. રાજદુર્ગના દરવાજે ઘોડા અશ્વપાલને આપી, બંને દોડતાં પોતાના આવાસમાં પહોંચી ગયાં. બંનેએ આવાસનાં દ્વાર બંધ કરાવ્યાં. વાતાયનોને ભીડી દીધાં, બંનેએ પોતપોતાના પલંગ પાસે પાસે મૂક્યા. દીપક ઠારી દીધા. શ્વાસ પણ ધીમો ધીમો લેવા માંડ્યો. એ રાતે રાજાજી અને રાણી વનવિહારે ગયાં હતાં, એટલે ભાઈબહેનને કોઈ યાદ કરે તેમ નહોતું. સમય-ચોકી પરથી ઘડિયાળાં બરાબર વાગ્યે જતાં હતાં. ભાઈ અને બહેન આંખોમાં આંખ પરોવીને બેઠાં હતાં. મનમાં મંત્ર જપતાં હતાં. એ યુગનો બહાદુરમાં બહાદુર માણસ પણ મંત્રશક્તિમાં માનતો. મધરાતનો ગજર ભાંગ્યો. ચોકીદારે સબ સલામતની આલબેલ પોકારી. એ વખતે થતો તુરીનાદ શેરીઓમાં ગાજ્યો. ભાઈબહેનાં પોપચાં ચિંતા, શ્રમ અને ખેદથી ભારે થઈ કંઈક મિચાયાં, ત્યાં આવાસની એક બારી જોરથી ખખડી રહી. થોડીવારમાં અગ્નિનો એક ભડકો બારીને ભેદીને અંદર આવ્યો. બારી બળીને કોલસો થઈ ગઈ અને કોલસા જેવો આકાર અંદર દાખલ થઈને ઊભો રહ્યો ! ભયંકર ઊંચાઈ ! ભયંકર કાળાશ ! જે જેનું તે તેને C 81 Page #52 -------------------------------------------------------------------------- ________________ કાલકે એ આકાર જોયો. સરસ્વતીએ તો ભયથી આંખો મીંચી દીધી અને ભાઈને વળગી રહી. કાલકે પળવારમાં એ આકારને પરખ્યો ! એ ઊભો થયો, આગળ વધ્યો ને એકદમ એ પડછંદ આકૃતિના પગમાં પડ્યો, ને બોલ્યો : ‘ઓળખી લીધા આ જ ગુરુદેવ ! આપ અત્યારે ક્યાંથી ? પ્રણામ !” આકારે ભયંકર ઘોઘરા અવાજે કહ્યું : “મધ્યાહ્ન તો હું મળ્યો હતો ને એટલી વારમાં ભૂલી ગયો કે ?” ‘મધ્યાહ્ન ? ક્યાં ?” કાલક બોલ્યો. તેના અવાજમાં નિર્દોષતા હતી, લુચ્ચાઈ નહોતી. ‘જંગલમાં મદારી અને રીંછને મેં જોયાં નહોતાં કે ?” | ‘હા ગુરુદેવ ! મને એ સાચાં મદારી અને રીંછ નહોતાં લાગ્યાં. રાજ કુમાર અને રાજ કુમારીઓને ભયથી વશ કરનાર વનજંગલમાં ઘૂમતાં કોઈ મેલાં તત્ત્વ લાગ્યાં હતાં.” કાલકે કહ્યું. ‘એ હું જ હતો.’ મહાગુરુએ કહ્યું. “આપ જો મદારી હતા, તો રીંછ કોણ હતું ?' “વત્સ ! તું બોલ !' કાળો આકાર ધીરે ધીરે શ્વેત થતો જતો હતો. ભયંકર મુખમુદ્રા કંઈક ફેરવાતી જતી હતી. સરસ્વતી શાંત મુદ્રાએ બધું નિહાળી રહી હતી. એ પણ વજ્જરનું ફૂલ હતી. | ‘અહાહા ! પરમ શાંતિ લાગે છે.’ મહાગુરુ બોલ્યા. એમનો વર્ણ ઝડપથી પલટાતો જતો હતો, ‘તારા લોહીમાં હજી નષ્ઠિક બ્રહ્મચર્યની શીતલતા છે. રે ! હજી તને કોઈ સુંદરીએ ગરમ કર્યો લાગતો નથી !' મહાગુરુએ પોતાની હંમેશાંની રીત પ્રમાણે હાસ્ય સાથે વ્યંગ કર્યો. ‘ગુરુદેવ ! કુલસંસ્કારોની આ વાત છે. મારી જનેતા એક પરમ સતી છે. એના લોહીના એક બુંદમાં પણ અપવિત્રતા નથી. એ વારસો અમને મળ્યો છે. શીલ અને સદાચારની બાબતમાં અમારી નીતિરેખાઓ બહુ કડક છે. અમે આચરવા ઇચ્છીએ છતાં આચરી ન શકીએ, એટલી એની અમારા પર પકડ છે.” કાલકના શબ્દોમાં મહાચક્ર-પર્વ પ્રસંગની પોતાની વર્તણૂકનો અપ્રગટ ખુલાસો હતો. થોડી વારે એ આગળ બોલ્યો : | ‘ગુરુદેવ ! આપે જે માનવ-પૂતળાને મંત્રશક્તિથી અજેય બનાવવાની ભાવના કરી, એ માનવ-પૂતળાને વંશપરંપરાથી એક જ રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે મરી જવું બહેતર પણ રણમાં પીઠ ન બતાવવી : નીતિની રેખા જાળવવા ફના થઈ જવું બહેતર, પણ નીતિની રેખા ન ઓળંગવી : આ દેહ અપવિત્ર બને તો એને ફગાવી દેવો, પણ અધર્મન...' કાલકે બોલતો થોભ્યો. ધર્મ-અધર્મ !' મહાગુરુએ શબ્દો ચાવ્યા, “ધર્મમાં તું શું સમજે , છોકરા ? અધર્મમાં તું શું જાણે, કાલક ? નિર્વાણમાર્ગના બે રસ્તા છે, એક યોગીઓ માટેનો, બીજો સામાન્ય માણસ માટેનો. એક છે કાંટાળો, બીજો છે સુખદ. મેં તને સુંવાળા માર્ગે નિર્વાણ આપવા ઇચ્છવું. કેટલાક મુનિઓએ સંસારમાંથી નિર્વાણપ્રાપ્તિના રાહને અંધારપટીઓ બંધાવી, ઉપાધિમાં ધકેલી દીધો છે. એ અંધારપટીઓ તોડવા મેં સદા પ્રયત્ન કર્યો છે.' ‘ગુરુદેવ ! હું ચર્ચામાં ઊતરવા માગતો નથી. મારા લોહીના એ સંસ્કાર છે.’ કાલકે કહ્યું : ‘સમજું છું.” મહાગુરુ ધીરે ધીરે મૂળ વાત પર આવતા જતા હતા. ‘મારો વાંધો ફક્ત ત્યાં છે, કે તમારા ધર્મગુરુઓએ ભાવનાને પવિત્ર-અપવિત્ર બતાવવાને બદલે વસ્તુને પવિત્ર-અપવિત્ર બતાવી છે.” મહાગુરુ થોભ્યા. સરસ્વતીએ આંખો ધીરેથી ઉઘાડી હતી, ને ટગર ટગર મહાગુરુ તરફ જોઈ રહી હતી. ‘તો મેં આપને જ ઘાયલ કર્યા ?* કાલકે પ્રશ્ન કર્યો. ‘હા, જો આ મારી જાંઘ !' મહાગુરુએ પોતાની જાંઘ ખોલી. એમાં ઊંડો જખમ હતો. લોહી હજી ટપકતું હતું ‘મહાગુરુ ! આપની પાસે તો જખમ એ પણ રૂઝ છે, ને રૂઝ એ પણ જખમ છે, દર્દને દવા બનાવનાર અને દવાને દર્દ કરનાર પણ આપ છો : છતાં આમ કેમ ?* કાલકે પ્રશ્ન કર્યો. ‘એની દવા મનુષ્ય-માંસ છે.” ઓહોહો ! એમાં તે શી વાર છે ?” ને કાલક પાસેના ખંડમાં ગયો. ગુરુ માનતા હતા કે કોઈ નોકરના કે કોઈ કેદીના માંસની વ્યવસ્થા કરવા ગયો હશે. ત્યાં તો કાલક પાછો આવ્યો. એના હાથમાં ચમકતી તેજદાર છરી હતી, એણે પોતાના સાથળ પર છરી ચલાવી અને માંસ કાપી મહાગુરુના ઘામાં મૂકી દીધું, ને બોલ્યો : ‘ગુરુદેવ ! આપ રૂઝનો મંત્ર બોલો છો કે આપનો ભણાવેલો મંત્ર હું બોલું ?” 82 D લોખંડી ખાખનાં ફૂલ જે જેનું તે તેને 1 83 Page #53 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી સ્વસ્થ થઈને ભાઈ કાલકના ઘાને પાટાપિંડી કરી રહી હતી. એણે એના રેશમી ચીવરને સળગાવી એની ખાખ કરી હતી. એ ખાખ ઘામાં ભરીને ઉપર પાટો બાંધવાની વેતરણમાં હતી, ત્યાં કાલકે કહ્યું : “સરસ્વતી !નિરર્થક યત્ન ન કર. મહાગુરુની એક ક આ ઘાને રૂઝવી શકે છે.' સરસ્વતી આશાથી મહાગુરુ સામે જોઈ રહી. મહાગુરુ આગળ વધ્યા. એમણે પાટા પર હાથ ફેરવ્યો, મુખેથી કંઈ મંત્ર ભણ્યો. ટપકતું લોહી તરત થીજી ગયું ! | ‘ગુરુદેવ ! મેં આપને ગુરુદક્ષિણા કંઈ જ ન આપી, બલ્ક આપના આત્માને દુ:ખ પહોંચાડવું !” કોલકે વિનય કરવા માંડ્યો. કાલક ! આત્માની વાત ન ઉચ્ચારીશ. હું આત્મામાં માનતો નથી. સ્વર્ગનરકમાં માનતો નથી, માનું છું નિર્વાણમાં અને તે પણ...' ‘ગુરુદેવ ! એ વાત થોભાવો. આપ કંઈક ગુરુદક્ષિણા માગો, અપરાધીઅવિનયી શિષ્યને શાંતિ પમાડો.” ‘હું માગું તે ગુરુદક્ષિણા આપીશ ?” મહાગુરુએ જરા જોશથી કહ્યું. ‘જેમાં મારું શીલ અને સત્ત્વ નહિ હણાતું હોય એ બધું આપીશ, આ દેહ પણ !” કાલકે દઢતાથી કહ્યું. ‘શાબાશ ! તો માગું ? માગવા માટે જ આવ્યો હતો. કમને કે મને મારે એ વાત માગવાની જ હતી.” ‘કમનથી નહિ, મનથી આપીશ, આપ પણ મનથી માગો.’ કાલકના શબ્દોમાં ધનુષ્યનો ટંકાર હતો. ‘મારી વિદ્યા, મારા તંત્ર, મારા મંત્ર મને પાછા આપ. મેં રાજકુમાર દર્પણને વચન આપ્યું છે, કે તારી પાસેથી મારી બધી વિદ્યાઓ પાછી મેળવીશ.' ‘આપી, ગુરુદેવ ! જીવનમાં કોઈ વાર એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન પણ નહિ કરું, પ્રતિજ્ઞા કરું છું.” ‘તું તો આત્મામાં માનનારો માણસ છે, પ્રતિજ્ઞા તોડી તો આ ભવે નહિ તો પરભવે પણ પ્રતિજ્ઞાભંગનું પાપ તને ઘેરી વળશે. વળી આ તો આમ્નાયવાળી વિદ્યા છે. આમ્નાય ખેંચી લઉં છું.’ મહાગુરુ બોલ્યા, ‘આપ સમર્થ છો, ગુરુદેવ ! મને શાપ આપો કે મારી તમામ વિદ્યાનું વિસ્મરણ થઈ જાય. ન રહે બાંસ, ન બજે બાંસુરી.’ કાલકે નિખાલસતાથી કહ્યું, શાપ લેવા માટે એણે મસ્તક નમાવ્યું. એ મસ્તક પર ગુરુનો હાથ ફરી રહ્યો : ને બોલ્યા, ‘મંત્ર હણવા અને શાપ દેવા આવ્યો હતો, પણ તારી વિનમ્રતા ને વીરતાબંને જોઈ મારું મન રાજી થઈ જાય છે. આશા મારી એ હતી કે તું અને દર્પણ બે રાજકુમારો મારો વારસો લઈ લો, તો મને શાંતિ વળે : પણ ન જાણે, આ સાધુડાઓના સંસ્કારો હંમેશાં વચ્ચે આવે છે. પેલો ખીણવાળો સાધુ તને ક્ષણમાં પલટાવી ગયો, હું વર્ષો સુધી મધ્યો, પણ તારા સંસ્કારમાં ફેર પાડી ન શક્યો !' મહાગુરુના મુખ પર આવા એક શિષ્યને ખોવા બદલનો પશ્ચાત્તાપ જણાતો હતો. અનેક સિદ્ધિઓના સ્વામીને જન્મજાત કુળસંસ્કારોએ આખરે નાસીપાસ કર્યા હતા. | ‘મારા જેવા અનેક શિષ્યો આપને મળશે. સુવર્ણસિદ્ધિ અને આકાશગમનવિદ્યા આજે બીજા કોની પાસે છે ?' કાલ કે કહ્યું. ‘શિષ્યો બાબતનો મારો ઉત્સાહ પડી ભાંગ્યો છે. અલબત્ત, મારી ઇચ્છા એવી છે કે દર્પણના કુળમાં વહેતું લોહી તમારા કુળમાં પ્રસરે. તમારા કુળનું એના કુળમાં પ્રસરે. તો જતે દહાડે મારી વિદ્યાનો જમવારો મને જોવા મળે. બાકી દર્પણથી પણ...’ પણ ગુરુદેવ આગળ ન બોલ્યા. | મહાગુરુ મહામઘ શું વાત કહેવા માગતા હતા, એ હજી સમજાતું નહોતું. તેઓનો વર્ણ હવે સ્વાભાવિક વર્ણમાં પલટાઈ ગયો હતો. મુખ પરથી તોફાન, હાથ પરથી વાવાઝોડાં ને આંખોમાંથી અગ્નિજ્વાળાઓ નામશેષ બની હતી. મહાગુરુ સામાન્ય માણસ જેવા માણસ લાગતા હતા. સરસ્વતી આ વખતે બોલી : “મહાગુરુ ! મારા ભાઈએ શાપ માંગ્યો, હું વરદાન માગું છું.' શું બેટી ?* ‘નિર્ભય બનું. ગમે તેવો દુષ્ટ મને નમાવી ન શકે. હું વજ છું, તેમ ફૂલ પણ છું. મારા હૃદય-ફૂલને રક્ષવા માટે વારંવાર ભાઈનું શરણ શોધવું પડે છે. મને નીડરતાનું વરદાન આપો. ચકલી બાજ સામે સવાઈ બાજ બને. ગાય વાઘ સામે સેવાઈ વાઘ બને.' ‘તને વાઘ જ બનાવી દઉં તો ?” ‘ના ગુરુદેવ ! વાઘ ગમે તેટલો બળવાન હશે, પણ ગાયનું કામ કરી શકશે નહીં. ગાયને અણનમ બનાવો. વખત પડતાં એનાં શીંગડાં વનના વાઘને ધ્રુજાવી શકે.” કાલકે વચ્ચે કહ્યું. 84 D લોખંડી ખાખનાં ફૂલ જે જેનું તે તેને B 85 Page #54 -------------------------------------------------------------------------- ________________ પિવરાવે ?” મહાગુરુએ મુનિને યમસદન જવાનું કારણ પોતાનો અભિચાર મંત્ર છે, એ કહેવાને બદલે બીજું બહાનું રજૂ કર્યું. મંત્ર-તંત્રની વાત કરવી હવે તેમને પણ ગમતી ન લાગી. ‘ગુરુદેવ ! એવા મુનિઓ અન્ન અને જળ પર જીવતા નથી. એ આત્માના બળ પર જીવનારા મહારથીઓ હોય છે. એ જીવતા હશે. એ તો માને છે, કે મોત આવ્યા વગર કોઈ કોઈને મારી શકતું નથી. બાકી સંસારમાં સહુ નિમિત્ત માત્ર છે.” અરે ! જીવતો હશે અને મને જોશે તો રોષે ભરાશે.’ ‘સંસારનાં કોઈ જાદુમંતર એ શીખ્યા હોતા નથી, પણ મન પર અજબ કાબૂ ધરાવનારા હોય છે. રોષ જેવી વસ્તુ એમની પાસે નથી !' ‘વારુ, સમયે જઈશ.” અને મહાગુરુની કાયા જાણે હવામાં ધીરે ધીરે કપૂરની જેમ પીગળવા લાગી. થોડી વારે ત્યાં મહાગુરુ નહોતા. માત્ર શાંત મીઠી હવા વહેતી હતી. ‘તથાસ્તુ ! સરસ્વતી ! આત્મામાં માનનારા લોકો ગમે તેવા આતતાયીને પણ નમતા નથી, એ મારો અનુભવ છે. જેમ કે હું અને તમે...’ મહાગુરુ મમતાની મૂર્તિ બની ગયા હતા. શાન્તમ્ પાપમ્ ! ગુરુજી ! એવું ન બોલશો. એમને પાપમાં ન નાખશો, આપ પૂજ્ય છો.’ સરસ્વતીની જીભ હવે છૂટી થઈ હતી. “સરસ્વતી ! તું નિર્ભયમૂર્તિ બની રહીશ, એ મારો આશીર્વાદ છે. પણ એક મારી ઇચ્છા જાણી લઈશ ?' ‘જરૂર.” - “અંબુજાને તું જાણે છે. કેવી સુંદર છોકરી છે ? નરના અંતરની સજીવ રસમૂર્તિ જેવી એ નારી છે.’ મહાગુરૂએ પોતાની વાત ધીરે ધીરે કહેવા માંડી. તેઓ આગળ બોલ્યા: ‘એ અંબુજાને તમે અપનાવશો ? નિર્ભય વાઘણે છે, એનું રજ ભાવિ સંતાનોને લોખંડી સરજ છે.” ‘આપ અંબુજાના લગ્નની વાત કરો છો ? મને એની નગ્ન દેહ યાદ આવતાં કંપારી છૂટે છે. નારી અને નિર્લજ્જતા ?’ સરસ્વતી બોલી, જાણે એને કમકમાટી છૂટતી હતી, ‘સરસ્વતી ! શાન્તમ્ પાપમ્ ! જૂની વાતો નહિ સંભારવાની.કાલકે કહ્યું, ‘જૂની વિદ્યા સાથે જૂની વાતો પણ વીસરી જવાની. નહિ તો એવું બને કે સાપની કાંચળી ચાલી જાય, ને સાપ રહી જાય.' મહાગુરુએ થોડીવાર આંખ બંધ કરી, પછી ઉઘાડી ને બોલ્યા : ‘અંબુજાનો સમાસ તમારામાં કરજો.’ અંબુજા ઇચ્છશે તેમ થશે.’ કાલકે મહાગુરુને સંતોષવાના ઉત્સાહમાં કહ્યું. ‘કાલક ! હું પ્રસન્ન છું. વીરતા અને વિનમ્રતાનો આટલો સુભગ સંયોગ એક જુવાનમાં મેં આજે જ જોયો. તું અજેય યોદ્ધો છે. મારી વિદ્યા તો અનિવાર્ય રીતે તારી પાસેથી લેતો જાઉં છું, કારણ કે મેં મારા આજ્ઞાંકિત શિષ્ય દર્પણને વચન આપ્યું છે : પણ મારું દિલ તને દેતો જાઉં છું. કોઈ વાર જરૂર પડે તો યાદ કરજે ! કંઈક શિષ્યદક્ષિણા માગવી છે ?' મહાગુરુ બોલ્યા. ‘બને તો ખીણવાળા મુનિની મુલાકાત લેજો.’ કાલકે કહ્યું. ‘પેલા હાડપિંજરની વાત કરે છે, કાલક ?' ‘હા, ગુરુદેવ !' એ તો ક્યારનો મિસદન પહોંચી ગયો હતો. ખીણમાં કોણ એને ખવરાવે કે 86 D લોખંડી ખાખનાં ફૂલ જે જેનું તે તેને 87 Page #55 -------------------------------------------------------------------------- ________________ 12 માયાકંચુકા રાજ કુમાર દર્પણ અને રાજ કુમારી અંબુજા આપણાથી ઘણા વખતથી વિખૂટાં પડી ગયાં છે. મગધની પાંચ પવિત્ર ટેકરીઓ વચ્ચે-મહાચક્રની વિધિ વખતે નગ્ન અંબુજાને આપણે નિહાળી. મહાગુરુ અને મહા ઉપાસકો દ્વારા એની નવ અંગે પૂજા થતી જોઈ અને છેલ્લી વિધિ વખતે અંબુજાની કંચુકી દર્પણને અને દર્પણનો લાલ રૂમાલ અંબુજાને મળ્યો અને એમ બંને મહાવિધિનાં સાથી બની બેઠાં. એટલું જોયું પછી આપણે વિખૂટા પડી ગયા. સાવ વિખૂટા પડી ગયા ! રાજ કુમાર કાલક અને રાજ કુમારી સરસ્વતીને એમના નગરમાં આવીને સ્થિર થયેલાં, અને એ જ નગરમાં રીંછ-મદારીના વેશમાં આવેલા મહાગુરુ મહામાને આપણે નીરખ્યા. હવે આપણે દર્પણ અને અંબુજાને મળીએ. આપણે જ્યારે એમને મળીએ છીએ, ત્યારે એ બંને મહાગુરુની વિદાય લેતાં હોય છે. હસમુખી, રમતિયાળ અંબુજા ભારેખમ બની ગઈ છે. દર્પણ પણ કંઈક ગંભીર બન્યો છે. એ શબ્દોને જોખી જોખીને બોલે છે. બોલતાં કંઈક વિચાર કરે છે. વિચાર કરતાં મનની કોઈ ઊંડી ગુફામાં ઊતરી જાય છે. મહાચક્ર-વિધિનો આ પ્રતાપ છે. ભલભલો ગર્જતો સાગર, એ વિધિમાંથી પસાર થયો, કે શાંત બની જાય છે ! અંબુજા વીલી પડી ગઈ છે. ઢીલી ઢીલી એ રજા માગી રહી છે. એના અંતરમાં કોઈ ઘમ્મર-વલોણું ચાલી રહ્યું છે. અંબુજા ! તને ગુરુમાં શ્રદ્ધા છે કે નહિ ?” મહાગુરુએ પ્રશ્ન કર્યો. ‘વેશ્ય. ‘મહાચક્રપૂજા પર વિશ્વાસ છે કે નહિ ?' ગુરુદેવે આગળ ચલાવ્યું. અવય.” અંબુજાએ એકસરખો જવાબ આપ્યો. ‘એ વિધિમાં તું સાંગોપાંગ પાર ઊતરી. આટલા મહાભક્તોમાં ભાઈબહેન તમે જ હતાં. છતાં તમે માયાકંચુકને તરત ફગાવી, વિધિને આદરમાન આપ્યું. એથી હું પ્રસન્ન છું.” મહાગુરુએ અંબુજાને ઉત્સાહ આપવા માંડચો. અંબુજા ઠરેલા ઠીકરા જેવી ઉમ્માહીન ઊભી હતી. ‘પુરુષને માયાકંચુક છૂટવો કંઈક મુશ્કેલ છે. પણ સ્ત્રી માટે તો સાવ અશક્ય છે. અંબુજા, તું મારા પર અપાર શ્રદ્ધા રાખીને વર્તે છે. તારું અકલ્યાણ કદી નહિ થાય !' | મહાગુરુના શબ્દોનો અંબુજાએ જવાબ ન આપ્યો, ન તેનામાં વિશેષ ચેતના આવી.. | ‘અંબુજા ! જીવમાત્ર શિવરૂપ છે. એ નિત્ય છે. એ વ્યાપક છે. એ પૂર્ણ છે. એ સર્વજ્ઞ છે, ને સર્વકર્તા છે. જળમાં કમળ રહે છે, પણ જેમ કમળને જળ છબતાં નથી, એમ એને પુણ્ય કે પાપ કંઈ છબતાં નથી, સર્વ કાળમાં ને સર્વ દેશમાં એ સિદ્ધ છે. એ આનંદમય છે. એની કલા ચિન્મય છે. એના વિહાર ચેતનમય છે. આ માબાપ, આ ભાઈબહેન, આ પિતા-પુત્રી એ ભેદભેદ શિવરૂપ જીવને હોતા જ નથી ! બધા સંસારના પ્રપંચ છે, જેમ સામાન્ય જીવનના ને યુદ્ધના નિયમ ભિન્ન હોય છે, તેમ સામાન્ય માણસ હણવો એ પાપ અને એની સજા ફૂલી થાય છે : પણ યુદ્ધમાં માણસ હણવો એ ધર્મ અને એનું ઇનામ હોય છે, તમારે પણ સામાન્ય વિશેષ બંને સમજવાનાં.' મહાગુરુએ પોતાની વાતને આટલી ભૂમિકા બાંધી. ચિત્તમાં વિષાદ લઈને બેઠેલી અંબુજાને આ તત્ત્વજ્ઞાન કંઈક આસાયેશ આપવા લાગ્યું. મહાગુરુ.એ આગળ ચલાવ્યું : ‘એ શિવસ્વરૂપને માયા ઘણી વાર આચ્છાદિત કરે છે, એ માયાનું નામ જ સંસાર. એ માયાથી જીવ વિધવિધ ભેદોને સ્વીકારે છે. હું આ નહિ, મારાથી આ થાય નહિ, આ અધર્મ લેખાય, એમ એના મગજ માં ભાન્તિઓ ઊઠચા કરે છે. માયાદેવીના મુખ્ય પાંચ કંચુક છે.’ મહાગુરુ, થોભ્યા. દર્પણ કહ્યું: ‘એ પાંચ વિશે અમે કંઈક સમજીએ, તો અમારા અંતરને આનંદ થશે. * માયાકંચુક 89 Page #56 -------------------------------------------------------------------------- ________________ ‘અવશ્ય, મારા શિષ્યો ! આજે મારું અરમાન માત્ર તમારા પર જ અવલંબિત છે. કાલ, નિયતિ. રાગ, વિદ્યા અને કલા માયાદેવીના આ પાંચ ચુક છે.’ મહાગુરુએ પાંચ માયાકંચુકનાં નામ આપી પછી વધુ વિગત આપવી શરૂ કરી. ‘પહેલા કંચુકમાં માણસ પોતાને નિત્ય સમજવાને બદલે અનિત્ય માનવા લાગે છે. આ કાળે હું જન્મ્યો, આ કાળે હું મોટો થયો, આ કાળે હું મર્યો. આમ અનિત્યમાં જ એ રાચે છે. ખરી રીતે એ નિત્ય છે. એને કાળ કે સીમા નથી, એને જીવન કે મૃત્યુ નથી.’ ‘ઘણું સુંદર ! ગુરુદેવ !’ દર્પણે કહ્યું, ‘નિત્યને વળી બીજી હાયવરાળ કેવી !' મહાગુરુ આગળ વધ્યા, ‘બીજો માયાકંચુક છે નિયતિ ! જે સર્વ દેશનો છે, એ પોતાને એક દેશનો માને છે ! એક દેશમાંય વળી આ મારો બંધુ, આ મારો પિતા એવા ભેદ પાડે છે. માણસ તો સર્વદેશમાં માણસ જ છે. એને કોઈ દેશ નથી, કોઈ વેશ નથી, કોઈ પ્રાંત નથી.’ ‘સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી ?' અંબુજાએ પ્રશ્ન કર્યો. એના ભાવમાં થોડી ખીજ-થોડો અનાદર હતો. ‘તું જે પ્રશ્ન પૂછે છે, બહેન ! એ ત્રીજો માયાકંચુક છે,' મહાગુરુ અંબુજાના આળા જખમ પર મલમ લગાવતા હોય તેવા મીઠા શબ્દ બોલ્યા. ‘રે અંબુજા ! જે પૂર્ણ છે, જે કુંભમાં પાપ-પુણ્યનું એક પણ ટીપું ઉમેરી શકાય તેમ નથી, એ પૂર્ણ પોતાને અપૂર્ણ માને છે. હું આ, મારે આમ જ રહેવું જોઈએ, આમ કરું તો પુણ્ય થાય, આમ કરું તો પાપ થાય : આ બધા અપૂર્ણતાના ચાળા છે. અપૂર્ણતાનો ભાસ એ માયાદેવીનો ત્રીજો કંચુક છે. એનું નામ રાગ.' ‘યોગ્ય વાતો કરી આપે.’ દર્પણ બોલ્યો : ‘પણ આ બધું કોને પ્રાપ્ત થાય છે ?’ ‘જીવત્વ પ્રાપ્ત શિવને.’ મહાગુરુએ પોતાની વાત આગળ વધારી. ‘માયાદેવીનો ચોથી કંચુક વિદ્યા છે. જે સર્વજ્ઞ છે, એ પોતાને અલ્પજ્ઞ માને છે, પારકાની બુદ્ધિ પર ભરોસો રાખે છે, વિદ્વાનો પર આધાર રાખે છે, એ કહે તેમ માને છે : પણ પોતાની અંદર જોતો નથી.’ ‘અને પાંચમો કંચુક !’ વિદાયને મોડું થતું હોવાથી અંબુજાએ ટૂંકમાં પતાવવા પ્રશ્ન કર્યો. ‘પાંચમો કંચુક કલા !’ મહાગુરુએ કહ્યું : ‘પોતે સુંદર છે, પોતે લીલામય છે : પણ એ પોતાને અસુંદર માને છે, પોતાને લીલાહીન માને છે ને કલાને શોધવા જાય છે. કલા શોધતાં સર્વકર્તા અલ્પકર્તા બની જાય છે, સમજી અંબુજા !' 90 D લોખંડી ખાખનાં ફૂલ અંબુજા હજી કંઈ ન બોલી. ‘મેં તમને માયાનાં પદ ભેદીને શિવતત્ત્વનાં દર્શન કરાવ્યાં. એ દર્શન તમારું કલ્યાણ કરો !' મહાગુરુએ આશીર્વાદ આપ્યા. બંને જણાંએ ગુરુચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ને વિદાય લીધી. બંને જરા આગળ વધ્યાં, ત્યાં અચાનક ગુરુએ અંબુજાને બૂમ પાડી : ‘અંબુજા ! એક પળ!' અંબુજા પાછી ફરી. ગુરુદેવે એનો સુંદર ખભો પકડી, એક હાથ એના વાંકડિયાં સોનેરી જુલફાંમાં રમાડતાં કહ્યું : ‘હું કાલક અને સરસ્વતીને મળી આવ્યો.' ‘ક્યારે ?’ અંબુજાએ પ્રશ્ન કર્યો. ‘બે રાત પહેલાં.’ ‘શું આ વેશમાં ગયા હતા, ગુરુજી ?' ઠંડા માટલા જેવી અંબુજાના દિલમાં કંઈક ગરમી આવી. ‘ના. રીંછ મદારીના વેશમાં ગયો હતો.’ ગુરુ બોલ્યા. કંઈ અનર્થ તો થયો નથી ને આપના હાથે ?’ અંબુજા ચિંતા કરતી બોલી. મહાગુરુએ એના અંતરમાં રહેલા કાલક તરફની મમતાને સ્પષ્ટ આકારમાં જોઈ. એ બોલ્યા : અનર્થ તો થઈ જાય તેવું હતું...' ‘હું પૂછું છું, ગુરુદેવ, અનર્થ થયો તો નથી ને ?’ અંબુજાએ પરિણામ જાણી લેવા ટૂંકો પ્રશ્ન કર્યો. ‘ના, એકને શાપ આપ્યો, સાથે બીજાને આશીર્વાદ પણ આપ્યા.’ ‘કોને—કાલકકુમારને શાપ આપ્યો ?' અંબુજા બોલી. ‘આપ્યો નહિ એણે આગ્રહ કરીને માગ્યો' ગુરુએ કહ્યું. આશ્ચર્ય ! માણસ જાતે શાપ ન માગે, ગુરુજી !' કે ‘એ જ આશ્ચર્ય છે. હું એનું તેજ હણવા ગયો હતો, સામેથી શાપ માગીને એણે મારું તેજ હણી લીધું. એણે કહ્યું કે ગુરુદેવ ! મેં આપની ઇચ્છિત ગુરુદક્ષિણા આપી નથી. ગુરુદક્ષિણા વગર વિદ્યા રાખવી ને વાપરવી પાપ છે. આપ મને શાપ આપો કે આપે આપેલી વિદ્યાનું બળ હણાઈ જાય.' ‘ગુરુદેવ ! કાલક ઉચ્ચ કોટીનો માણસ છે.’ અંબુજા આ વાત પર મુગ્ધ થઈ ગઈ. એનાથી કાલકનાં સ્વાભાવિક રીતે વખાણ થઈ ગયાં. માયાકંચુક D 91 Page #57 -------------------------------------------------------------------------- ________________ ‘કાલક ઉચ્ચ કોટીનો જરૂર છે. પણ દર્પણની જેમ સિદ્ધ કોટીનો નથી.' મહાગુરુએ જરા જોરથી કહ્યું. થોડે દૂર દર્પણ અંબુજા જલદી પાછી ફરે એની રાહ જોતો ખડો હતો. અંબુજાની અને મહાગુરુની વાતો લાંબી ચાલી. સરસ્વતીને આપે શું આશીર્વાદ આપ્યો ?’ ‘નિર્ભયતાનો. ગમે તેવા મહાભય સામે એ અડગ રહે.’ મહાગુરુએ કહ્યું. ‘મારું તો બધું વિપરીત બન્યું છે. મને તો ભય પણ કલ્યાણકારી લાગે છે, ગુરુદેવ ! હું નિર્ભય ન હોત તો આ મારી હૈયાસગડી આમ ચેતત નહિ !' ‘તારી હૈયાસગડી શાન્ત કરવા જ હું કાલક પાસે ગયો હતો.' મહાગુરુ આટલું બોલીને થંભ્યા. “મારા માટે આપ ગયા હતા ?’ અંબુજા બોલી. ‘હા, હું કાલક પ્રત્યેનો તારો પ્રેમ જાણું છું.' ‘પણ મહાચક્રની કોઈ વાત શું કાલક જાણતો નથી ? આ લોકોના કુળસંસ્કારો વિચિત્ર હોય છે. એમાંય સ્ત્રીને તો તેઓ સૂંઘ્યા વગરના ફૂલની જેમ હોય તો જ પવિત્ર લેખે છે. એ મારા વિશે કશું બોલ્યો ?' ‘મહાચક્રની વાત એ જાણે છે, પણ એ મારા શાપથી હવે એને ભૂલવા મથે છે. તારા વિશે એણે સહૃદયતાથી વાત કરી !' મહાગુરુ આ શિષ્યાના મુખકમળને અનુકૂલ વાતથી ખીલવવા માગતા હતા. ‘શી વાત કરી ?’ ‘એણે કહ્યું : જોરમાં હું માનતો નથી. અંબુજાની ઇચ્છા હશે એમ કરીશ. કોઈ વાર પુરુષની પા ટકા-અર્ધા ટકાની શિથિલતા ચાલી શકે, સ્ત્રી તો પૂર્ણ પવિત્ર હોવી ઘટે. કુંભારનો ચાકડો ગમે તેવા લાકડાનો હોય, પણ ચાકડા પર ચઢનારી માટી સ્વચ્છ હોવી જોઈએ, જેથી સારું પાત્ર નીપજવાની આશા રહે.' ‘મારી ઇચ્છા હશે તો એ મારો સ્વીકાર કરશે, એમ એણે કહ્યું, કાં ગુરુજી ?’ અંબુજાએ વાત પાકી કરવા કહ્યું. ‘હા, તું કહે તો એ લગ્ન કરવા તૈયાર છે.' ‘પણ સ્ત્રી વિશેની એની વ્યાખ્યા મેં કહ્યું તેવી છે, કાં ?' અંબુજાએ ઊલટો પ્રશ્ન કર્યો. ‘એ તો પછી બધું પૂર્ણમાં ભળ્યું એ પૂર્ણ, છોકરી ! વ્યાખ્યા અને વાતો બધું ભુલાવી શકે છે તારી અજબ રૂપમાધુરી.' મહાગુરુએ વાતની કોટી સાવ હળવી 92 D લોખંડી ખાખનાં ફૂલ કરતાં કહ્યું, ‘તારી પાસે કયો નર નમે નહિ ?’ ‘હું એટલા બધા રૂપ-તેજવાળી છું ?’ ‘હા, અંબુજા ! તારામાં અનેક તેજતત્ત્વોનું મિશ્રણ છે.' ‘પણ ગુરુજી ! હું કોઈને કદી નહિ છેતરું. એમાં પણ કાલક જેવા સરળ સ્વભાવના જીવને તો કદાપિ નહિ.' ‘મૂરખી ! માયાકંચુકનો ઉપદેશ મેં તને હમણાં જ આપ્યો. કોણ છેતરે છે ને કોણ છેતરાય છે ? શું બધું વીસરી ગઈ ? કાલકને તારો બનાવ અને પછી એને નમાવ. મારો પ્રવાસ એ માટે જ હતો.' ‘પછી કાલકને તમે તમારો બનાવશો ?' અંબુજાએ આશ્ચર્યથી પ્રશ્ન કર્યો. એને એમ હતું કે મહાગુરુનો કોપાનલ કાલકને તો બાળીને ભસ્મ જ કરે. ‘હા, એવા સંસ્કારી આત્માઓ મારી વિદ્યાનું વાહન બને, તો. ઘણો આનંદ થાય. આ પાંચ ટેકરીઓમાં આજ મારું તાંત્રિક રાજ છે, પણ કાલે કોણ એ રાજને જાળવશે ? અંબુજા ! કાલક એ માટે યોગ્ય વ્યક્તિ છે. માટે કહું છું કે કાલકને તારો બનાવ !' ‘મહાગુરુ ! હું પણ ઇચ્છું છું, પણ એને છેતરવા નથી માગતી. એ અખંડ સ્ફટિક જેવી પત્ની માગતો હોય તો હું એવી નથી. મારા ભાઈએ મને...!' અંબુજાએ રોષમાં નગ્ન સત્ય કહ્યું. ‘રે મુર્ખ છોકરી ! તું ફરી ફરીને મહાચક્રની વાત કરે છે ?' મહાગુરુ તપી ગયા. ‘એ વિધિ પછી એનું સ્મરણ પણ પાપ છે. ત્યાં કોઈ દેશ નથી, કાળ નથી, સ્વજન નથી. હું નથી, તું નથી, તે નથી. મૂરખ છોકરી ! કમળનો સંઘનાર એના કાદવને સાથે સાથે સૂંઘતો નથી. દરેક વાતનાં મૂળ ગંદાં હોય છે. શાખા-પ્રશાખા ને ફળ-ફૂલ જ સુંદર હોય છે.’ ‘ગુરુદેવ ! અસત્ય વદીને તમને નહિ છેતરું. એ ઘટના પછી પાપના પંકમાં ડૂબી ગઈ હોઉં, એવું મને સતત લાગ્યા જ કરે છે. ભાવના ભવનાશિની ! મને રંજ છે કે મેં મારો નાશ કર્યો. મારા સંસ્કારો એટલા હીન. હું શા માટે નાસી ન છૂટી ? મેં મારાં વસ્ત્રો ફગાવતાં સંકોચ કેમ ન અનુભવ્યો ? હું તો દર્પણને પણ કહીશ. તૈય બહેન સાથે પત્ની જેવો વ્યવહાર આચરીને પાપ કર્યું છે. પાપભરી આ વિધિઓ સામે ઝંડો ઉઠાવવા તુંય સંન્યાસી બની જા ! ટેકરીએ ટેકરીએ ફરીને તારી વાતનો પ્રચાર કર ! તંત્રવાદ હીન છે, સાચો માણસ એમાં હણાય છે, હેવાન એમાંથી સરજાય છે.' અંબુજા ઊકળી ઊઠી હતી. છેલ્લા વખતથી તેના હૃદયનાં જળ ગરમ બાષ્પ માયાકંચુક D 93 Page #58 -------------------------------------------------------------------------- ________________ હાથીએ જાણે કોઈ સોનાની પૂતળીને ધરતી પરથી ઊંચકી ! ‘કાં અંબુજા ! ગુરુદેવ સાથે શું ગપસપ ચલાવી ?” ‘એની એ જ વાત. માયાના પાંચ કંચુકોની. તું તો સર્વજ્ઞ છે ને !' ‘હવે માથાકૂટ છોડ. સાચી વાત કર !” ‘શું સાચી વાત કરું? મહાગુરુએ મને કાલક વિશે ભલામણ કરી.’ ‘ગુરુદેવને હજી એવા અનાડી શિષ્ય તરફ સ્નેહ છે ખરો ?” દર્પણે પ્રશ્ન કર્યો. કાલકના જન્મજાત સંસ્કારો ગુરુદેવના દિલમાં વસી ગયા છે. એ પોતાની પાછળ...' | ‘આ સાધુડાઓ આવા અસ્થિર-મતિ હોય છે. મને એવી કંઈ તમા નથી. ચાલ ભાઈ-બહેને પોતાનો માર્ગ કાપવા માંડ્યો. થઈને ઊછળતાં ઢાંકણ ખખડાવી રહ્યાં હતાં. અત્યારે એકાએક બંધ તૂટી ગયો. ‘તારું કલ્યાણ દેખાતું નથી, છોકરી !” મહાગુરુ મોટેથી બોલ્યા ને પાછા મૌન થઈ ગયા. થોડી વારે મોંએથી કંઈક શબ્દોચ્ચાર કરવા લાગ્યા, વાર્તાલાપ નિરર્થક લાગ્યો. એમને અંબુજા કોઈ મલિન તત્ત્વોના આશ્રય નીચે આવી ગયેલી લાગી. દર્પણ રાહ જોઈ જોઈને થાક્યો હતો. પાસે એક ઉંબરાનું વૃક્ષ હતું. એના થડ પર ચડીને એ બેઠો હતો. ઝાડ પર બેઠો બેઠો એ મહાગુરુ અને અંબુજાની વાત તો સાંભળી શકતો નહોતો, પણ મુખની ચેષ્ટાઓનું પરિવર્તન, ભાવનો ફેરફાર જોઈ શકતો હતો અને એથી વાતના પ્રકારનું અનુમાન કરી રહ્યો હતો. મહાગુરુ થોડીવાર મંત્રોચ્ચાર કરી રહ્યા પછી બોલ્યા : ‘મહાગુરુ પર તને શ્રદ્ધા છે કે નહિ !” ‘છે.' અંબુજા ગુરુની મંત્રશક્તિના બળે વળી સ્વસ્થ થઈ ગઈ હતી. દિલનો પશ્ચાત્તાપ, મનની વેદના એ ભૂલી રહી હતી. મંત્રાલરો એના હૃદયની માવજત કરતા હતા. ‘અંબુજા ! તું પવિત્ર છે. તારા મુખેથી ઉચ્ચાર કે હું પવિત્ર છું.’ મહાગુરુ બોલ્યા. ‘ગુરુ દેવ ! હું પવિત્ર છું” અંબુજા બોલી. ‘તું સંસારના જીવોને માયાકંચુકથી દૂર કરીશ.' મહાગુરુ બોલ્યા. અંબુજા સામે બોલી : “સંસારના જીવોને માયાકંચુકથી હું જરૂર દૂર કરીશ.' ‘જીવમાત્રને શિવ તરફ લઈ જઈશ.’ મહાગુરુ બોલ્યા, પોપટની જેમ અંબુજા ટૂંકામાં એ વાક્ય બોલી ગઈ. કાલકને હું મારો કરીશ.” મારો કરીશ.' ‘જા છોકરી ! સુખી થા ! મહાગુરુ જાણે ઘડી પહેલાં આપેલા શાપને વારી રહ્યા.” અંબુજા મહાગુરુના છેલ્લા શબ્દો સાથે દોડી ગઈ. દર્પણ ઉંબરાના ઝાડ પર બેઠો બેઠો એની રાહ જોતો હવે અધીરો થયો હતો. - અંબુજા ઝાડની શાખા નીચે આવીને ઊભી રહી. એને પ્રસ્વેદ થયો હતો. એ લૂછી રહી હતી. ત્યાં ઉપરથી દર્પણે એક હાથ લાંબો કરી એને આખી ને આખી ઊંચકી લીધી . 94 D લોખંડી ખાખનાં ફૂલ માયાકેક 95 Page #59 -------------------------------------------------------------------------- ________________ 13 મરકટ અને મદિરા યુવાની આવીને દ્વાર પર ઊભી હોય, પણ અંદર આવતી ન હોય ને બહારથી માત્ર ડોકિયાં જ કરતી હોય : એનું રંગભર્યું - મદભર્યું મોં ડોકાતું હોય, ને વળી અદૃશ્ય થતું હોય એ સ્થિતિ જીવનની મધુરમાં મધુર સ્થિતિ છે. એ વખતે માણસ સ્વપ્નાં જોતો હોય છે, સ્વપ્નાંમાં જીવતો હોય છે ! કાલકકુમારના એવા દિવસો વ્યતીત થતા હતા. માણસ તરીકે જુઓ તો સદ્ગુણનો ભંડાર ! ક્ષત્રિય તરીકે જુઓ તો શૂરાતનનો અવતાર ! રાજકુમાર તરીકે જુઓ તો રાજા રામની પ્રતિમા ! જોતાં જ મનડું મોહી જાય એવો યુવક ! દેશદેશથી રાજકન્યાઓનાં કહેણ આવતાં હતાં. કહેણ પણ કેવાં કેવાં ? ભારતના મોટા મોટા ચમરબંધી રાજવીઓની દુહિતાઓનાં. એ વખતની પ્રથા મુજબ ઠેર ઠેરથી બ્રાહ્મણ પુરોહિતો છબીકારો સાથે હાજર થયા હતા. રાજરાજના છબીકારોએ જ્યારે છબીઓનો ખોલીને ઢગલો કર્યો, ત્યારે એક અપૂર્વ સૌંદર્યમેળો ત્યાં જામી ગયો. એક અલકલટની શોભાથી માનવના મનને મુગ્ધ કરનાર બંગાળાની ને અવન્તિની રાજકન્યાની છબીઓ એમાં હતી. અંગની ફૂદા જેવી ફોતરી અંગનાઓ એમાં હતી. વંગનાં રસની ડાળે ઝૂમતાં પતંગિયાં પણ એમાં હતાં. કેકયદેશની ઊઘડતા કેસૂડાના રંગવાળી રાગભરી રમણીઓ પણ એમાં હતી. કેસરની ક્યારી જેવી કાશ્મીરની કન્યાઓ પણ એમાં હતી. સપ્તસિંધુની સ્વાસ્થ્યભરી સુંદરીઓ પણ હતી-જેના ચિબુક પર ચમરબંધીઓ જાન ન્યોછાવર કરવા તૈયાર હતા. અનેક દેશની અનેક સુંદરીઓનાં કહેણ આવ્યાં હતાં. ગમે તેવો પુરુષ એ સૌંદર્ય જોઈ ઘેલો થઈ જાય, નાચવા લાગે, ઝૂમવા લાગે : પણ રાજકુમાર કાલક એ જોઈને નાચી ન ઊઠો, ઝૂમી ન ઊઠ્યો, બલ્કે કંઈક વિચારમાં પડી ગયો. છબીઓ લાવનારા તો મનમાં કંઈ કંઈ કલ્પનાઓ લઈને આવ્યા હતા. તેઓને તો અનેક રજવાડાંઓના રંગભર્યા અનુભવો હતા. રાજકુમારો છબીકારોની સાથે એ સુંદરીનાં અંગોપાંગની છૂટથી ચર્ચા કરતા, અને એ વખતે કાવ્ય, અલંકાર ને નાટ્યશાસ્ત્ર સજીવ થઈ જતાં. એ વખતે છબીકારના માટે રાજકુમારનું મન પ્રસન્ન કરવું એ કપરી કસોટીરૂપ થઈ જતું. આખું કામશાસ્ત્ર ત્યાં સજીવ કરવું પડતું ! સ્ત્રીનાં કયાં અંગમાં વધુ ખૂબી! સ્ત્રીનું કયું અંગ પુષ્ટ જોઈએ, કયું અપુષ્ટ જોઈએ, સુંદરી કઈ વાતમાં દીર્ઘ જોઈએ, સ્ત્રી કઈ વાતમાં લઘુ જોઈએ ! છબીકાર જે સુંદરીની છબી લઈ આવતો એને માથે એ છબીની સુંદરી અનુપમ લાવણ્યવાળી છે, એ સિદ્ધ કરવાનો ભારબોજ રહેતો. એ કામગીરીની સફળતા-નિષ્ફળતા પર જ એનું ઇનામ નિર્ભર રહેતું. કામશાસ્ત્રની ચર્ચા થયા પછી લક્ષણશાસ્ત્ર ચર્ચાતું. લક્ષણની દૃષ્ટિએ સુંદરીના આ દેહમાં કયું લક્ષણ સારું છે, એ નક્કી કરી આપવું પડતું. પછી જ્યોતિષ આવતું. જ્યોતિષની દૃષ્ટિએ રાશિ અને ગ્રહોનો મેળ છે કે નહિ, તે પણ ચર્ચાતું. આટલી ઝીણી ચાળણીએ ચાળ્યા પછી, રાજકુમાર ચાર-પાંચ કન્યાઓ પસંદ કરતો. એમાંથી સર્વ શ્રેષ્ઠની ચૂંટણીની જહેમત જાગતી. આ પ્રસંગે રાજકુમાર કાલકને એક ભયંકર અનુભવ થયો. એણે કેટલીક છબીઓ જુદી તારવીને મૂકી. પોતાની વાતને વધુ વેગ આપવા એક છબીકારે એક રાજકન્યાનું સ્નાન સમયનું ચિત્ર રજૂ કર્યું, ને એ બોલ્યો : ‘કુમાર ! સૌંદર્યઝરણના સ્નાનમાં દિન-રાતનું ભાન ભૂલી ન જાઓ, તો મને કહેજો.' આ શબ્દોએ રાજકુમાર કાલકને એકદમ વ્યાકુળ બનાવી નાખ્યો. એણે છબી ઉઠાવીને ફેંકી દીધી ને છબીકારને કાન પકડીને ઊભો કરી દીધું. છબીકાર કાલકના લોખંડી પંજામાં બિલ્લીના હાથમાં ઉંદર તરફડે એમ તરફડી રહ્યો. કાલકકુમાર બોલ્યો : ‘રે ! તમે રાજકુમારોને શું પશુ સમજો છો ? જાઓ, બધી છબીઓ અહીંથી ઉઠાવી જાઓ.' મરકટ અને દિરા D 97 Page #60 -------------------------------------------------------------------------- ________________ રણભેરીના નાદથી આખું રણક્ષેત્ર ગુંજી ઊઠે, એમ કાલકના ઉગ્ર અવાજથી રાજ મહેલ ધણધણી ઊઠડ્યો. સ્વામી ! આ તો અમારો ધંધો છે. એક વૃદ્ધ છબીકારે કુમારને શાંત કરવા | ‘લાકડે માંકડું જોડવાનો ? બલકે માંકડાને દારૂ પાવાનો ? એક તો અમારા હાથમાં સત્તા છે, અમારા હાથમાં ધન છે, શરીરમાં યૌવન છે : એ વખતે તમે આવું લઈને આવો તો અમારું શું થાય ? મરકટને મદિરા પિવરાવો, પછી મન-માંકડું કેટલું નાચે ? કેટલાં છાપરાં તોડે ?' ‘તે રાજ કુમાર ! આ વખતે અમે ન આવીએ તો શું આપ વયોવૃદ્ધ થાઓ ત્યારે આવીએ ? ઉંમરની વાત ઉંમરે જ થાય. આપ બાળક હોત તો રમકડાં લઈને રમાડવા આવત. આપ તરુણ છો તો તરુણીનાં ચિત્ર લઈને આવ્યા. હવે આપ વાનપ્રસ્થ થશો ત્યારે...’ વૃદ્ધ છબીકારે કુમારને એના જ શબ્દોમાં પકડ્યો. કાલકને છબીકારની વાત વાજબી લાગી. એ ધીરો પડ્યો ને બોલ્યો : ‘પણ એક સામાન્ય રાજ કુમાર પાસે તમે આટલો બધો દારૂ લઈને આવો... એ કેમ જીરવી શકે ? આ સૌદર્યના ખડક પર જ એનું નાવ ભાંગીને ભુક્કો ન થઈ જાય ?' | ‘તે સ્વામિન્ ! પછી રાજ કુળમાં જન્મ શા કામનો ? સત્તા છે, ધન છે, યૌવન છે, તો સૌંદર્ય તો હોવું જ ઘટે. અમે અમારો અનુભવ કહીએ છીએ. આજે પ્રત્યેક રાજા પાસે ત્રણ પ્રકારની સુંદરીઓ છે. પાંચ-પંદર ચૂંટીને પરણેલી સ્વકીયા, કેટલીક પરણ્યા પછી પસંદ કરેલી કોઈની સ્ત્રી-એનું નામ પરકીયા, અને છેલ્લી સાધારણ ગણિકા, નર્તિકા વેશ્યા વગેરે-સામાન્યા ! જેમ રાજા શક્તિસંપન્ન એમ સંખ્યા વધુ. મોટામાં મોટા ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓ હોવાનું સાંભળ્યું છે.' | ‘અરે ! આ તો શરમજનક બીના છે.' કાલકે ફરી ગુસ્સામાં આવી હાથ પછાડ્યા. ‘રાજાને તમે જગતનો શ્રેષ્ઠ પુરુષ માનો છો ને અહીં તો પશુથી પણ એ હીન દેખાય છે. વિલાસ-વિકારનો ઉકરડો એનું નામ શું રાજા ? પદ મોટું એમ શું ગુણ મોટા નહિ ?” | ‘અધિક સ્ત્રીઓ એ તો એક રાજા માટે અણનમ પુરુષત્વની અને શોભાની વાત લેખાય છે.” વડા છબી કારે કહ્યું. મને આ શોભા પર તિરસ્કાર છે, આ પુરુષત્વ માટે ખેદ છે. જાઓ, તમને સહુને ઇનામ આપીશ, પણ બહાર જઈને જાહેર કરો કે કાલક પશુ નથી, એને લગ્નમાં રુચિ રહી નથી, એ પરણવા માગતો નથી.’ 98 p લોખંડી ખાખનાં ફૂલ ‘રાજ કુમાર ન પરણે એ ન ચાલે. કાલે આપ ગાદી પર આવશો. ગાદિપતિ અવિવાહિત અમે સાંભળ્યો નથી. વારસદારનો કંઈ વિચાર કરવો જ રહ્યો.” વડા છબીકારે કાલકને સરળ સ્વભાવનો સમજી ઉપદેશ આપવા માંડ્યો. ‘હું ગાદી તજી દઈશ.’ કાલ કે સહજ રીતે જવાબ આપ્યો. ‘શું આપ સાધુ થઈ જશો ?' સામેથી પ્રશ્ન થયો. કાલક આવેશમાં હતો. ‘આ રીતે મનને મરકટ બનાવી, એને રોજ અસુરનું જીવન જીવવા પ્રેરવું એ કરતાં સાધુ થવું શું ખોટું છે ? રે, મારે જનકુળોમાં ને રાજકુળોમાં ચાલી ગયેલી માનવતા સ્થાપવી છે ! રાજાની ફરજો કેટલી મહાન અને જીવન કેટલું હીન ! હું સાધુ થઈશ.' કોને સાધુ થવું છે ?’ સરસ્વતીએ વચ્ચે પ્રવેશ કરતાં કહ્યું. કાલકનો ઉતાવળો અવાજ સાંભળીને એ દોડી આવી હતી. ‘મનને વ્યગ્ર બનાવી મૂકે એવી ઘટનાઓ પર ઘટનાઓ ! શત્રુને જોઈ યોદ્ધો રણક્ષેત્ર તરફ ધસી જાય-એમ હું આ પાપોને જોઈ ધર્મક્ષેત્ર તરફ ધસી જવા માગું છું. મારે સાધુ થવું છે. જગતમાં કેવા કેવા અનાચાર પ્રસરી ચૂક્યા છે અને લોક કેવાં એમાં ગળાબૂડ ડૂળ્યાં છે ? મને કોઈ પોકારી પોકારીને કહી રહ્યું છે, કાલક ! સર્વસ્વ ફના કર , સાધુ થા ! સંસારનો ઉદ્ધાર કર.' કાલકે જોરથી સરસ્વતીને પ્રત્યુત્તર આપ્યો. | ‘સાધુ થશે કોઈ ! મારો ભાઈ નહિ ! જગત તો એનાદિકાળથી આવું ને આવું છે. પૃથ્વી પર કાંટા પડ્યા છે , તો શું આખી પૃથ્વી પર ચામડું જ ડશો ? આપણે પગમાં જોડા પહેર્યા એટલે ભયો ભયો.” સરસ્વતી બોલી, અને છબીકારો તરફ ફરતાં કહ્યું : ‘લાવો છબીઓ ! હું પસંદ કરીશ મારી ભાભી !' છબીકારો છબીઓ લઈને હોંશભર્યા આગળ આવ્યા, ત્યાં તો કુમાર એકદમ આગળ વધ્યો ને છબીકાર તથા સરસ્વતી વચ્ચે ઊભો રહીને બોલ્યો : “બહેન ! તારા જેવી સુશીલ કુમારીએ આ છબીઓ ન જોવી જોઈએ. શું નગ્ન છબી તું પસંદ કરીશ ?” ‘આમાં નગ્ન છબીઓ છે, સરસ્વતી ! પેલા ખીણવાળા સાધુએ આપણને કહ્યું હતું-આત્મવત્ સર્વભૂતેષુ-પોતાની સમાન સર્વ પ્રાણી માનવાં. શું તારી આવી રીતે ચીતરેલી છબી હું જોઈ શકે ?” ના.” સરસ્વતીથી એકાએક બોલાઈ ગયું. શું તારા લગ્ન માટે મારે છબીકારોને આવી છબીઓ દોરવા માટે નોતરવા ?” મર કટ અને મદિરા D 99 Page #61 -------------------------------------------------------------------------- ________________ ‘કદાપિ નહિ.” ‘ને કોઈ માત્ર રૂપ જોઈ મારી બહેનની પત્ની તરીકે પસંદગી કરે, એ શું આપણું અપમાન ન કહેવાય ? રૂપ એ જ સ્ત્રીની મોટી લાયકાત ! જે ગુણમાં, પવિત્રતામાં દેવી સરસ્વતીની સમકક્ષ છે એવી બહેનનાં માત્ર રૂપભર્યા નગ્ન અંગોનું જ પ્રદર્શન ભરાશે ?' સરસ્વતી કંઈ ન બોલી. કાલક આગળ બોલ્યો : ‘ને એવો મહાન રાજ કુળનો એ ક પશુ સરસ્વતીનાં રૂપ-ગુણનો શું સ્વામી થશે ? ઓહ બહેન ! હું કલ્પી શકતો નથી, શું થશે !' કાલ કકુમાર બે હાથે માથું પકડીને આસન પર બેસી ગયો. આ વાતાવરણથી જાણે એનો જીવ ગૂંગળાઈ રહ્યો હતો. ‘ભાઈ ! ભાઈ’ સરસ્વતી દોડીને ભાઈને વળગી પડી. કાલકે બે હાથે માથું પકડીને ૨ડતો હોય તેમ બોલ્યો, ‘ને રાજા નામનો એ પશુ છબી પ્રમાણે તને રૂપાળી નહિ જુવે તો શું તજી દેશે ? પછી તને પશુની જેમ એક ઘરમાં પૂરી રાખશે, ગર્દભની જેમ ટીપશે, ને કમોતે મારશે, ઓહ !' કાલકની નજર સામે વાસ્તવિક જ ગત આવી ગયું હતું. એ આખા રાજવી સંસ્થાના વિલાસી જીવનને પ્રત્યક્ષ દેખી રહ્યો ને આખો ને આખો સળગી રહ્યો. કાલક આગળ બોલ્યો : સરસ્વતી ! તારા જેવી સાદી પત્નીથી આ કોઈ રાજા તૃપ્ત ન થાય. એ બીજી પાંચ સાત સપત્નીઓ લાવશે, પાંચ-પચાસ બીજાના ઘરની સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખશે, ને ગણિકા-વેશ્યા તો કાંકરાની જેમ એને ત્યાં હડફેટે ચડશે . ઓ બહેન, એમાં તું જીવશે ? મારી સરસ્વતી એ કાદવમાં જીવશે ?' રાજ કુમાર કાલક બોલતો બોલતો ઊભો થયો, ખંડના દરવાજા સુધી ગયો. સિંહપગલે પાછો ફર્યો, ને બોલ્યો : ‘સરસ્વતી ! સરસ્વતી ! શું મારી સરસ્વતી રાજ કુળના રણમાં શોષાઈ જશે ?” ‘નહિ થાય, ભાઈ ! નચિંત રહે. મેં તો આજીવન કુંવારિકા રહેવાનો સંકલ્પ કરી લીધેલો છે.” સરસ્વતીએ કહ્યું. | ‘અને તારા ભાઈને પરણાવવો છે કાં ?” કાલ કે તકનો લાભ લઈ તીર તાક્યું. ‘હા, ભાઈ-ભાભીનું જોવું જોઈ, આશીર્વાદ આપી વિદાય લેવાની છે. મારી વાત ન કરીશ. મને ભોગમાત્ર રોગ જેવા લાગે છે.' સરસ્વતીએ ધીરે ધીરે મનના ભાવ પ્રગટ કરવા માંડ્યો. 10) લોખંડી ખાખનાં ફૂલ અને એ રોગ વધુમાં વધુ રાજ કુળોમાં પ્રસર્યો છે. તું મને એ રોગનો રોગી બનાવી મારી નાખવા માગે છે, કાં સરસ્વતી ?' કુમારે પ્રશ્ન કર્યો. | ‘બંધુ ! સંસારમાં એક ભાઈને પામીને ધન્ય થઈ ગઈ છે. જો ભાઈ ભાઈ રહે તો સંસારમાં બીજી સગાઈની મને તમા નથી, માતામાં મન નથી, પિતાજીને છોડતાં આંચકો નથી, પણ ભાઈને કઈ રીતે છોડીશ એ જ મારા માટે કોયડો છે.” સરસ્વતી બોલતાં બોલતાં ઢીલી થઈ ગઈ. થોડી વારે કાલક સ્વસ્થ થયો. એણે છબીકારોને સાંજે આવીને ઇનામ લઈ જવાની સૂચના સાથે વિદાય કર્યા. ભાઈ અને બહેન એકલાં પડ્યાં. થોડી વાર બંને એકબીજા સામે નીરખી રહ્યાં, એક બીજાનાં અંતરનો ચાહ જાણે પી રહ્યાં. રાજમહેલના ખંડની એક મોટી બારી પાસે બંને વિરામાસન પર બેઠાં. થોડીવાર વળી બંને મૌન સેવી રહ્યાં. આખરે કાલકે મૌન તોડતાં કહ્યું : ‘સરસ્વતી ! તેં સાધ્વી થવાની વાત અત્યારે કરી, પણ મને તો એનું સૂચન થઈ ચૂક્યું હતું. બિચારા છબીકારો પર વધુ ચીડ ચડવાનું કારણ મારા એ સ્વપ્નનું સ્મરણ હતું.' ‘મને એ સ્વપ્ન કહે.' સરસ્વતી બોલી. ‘છબીકારો ન આવ્યા હોત, તો તને જ મેં બોલાવી હોત. સરસ્વતી ! સ્વપ્નમાં મને એક મહાન સરોવર દેખાયું.” ‘સરોવર ?’ સરસ્વતી જાણે પોતાની યાદમાં સંઘરી લેવા પ્રયત્ન કરતી હોય એમ બોલી. ‘સરોવર દેખાયું, પણ એનાં ભરતી-ઓટ દરિયા જેવાં દેખાયાં.” ‘ભરતી-ઓટ દરિયા જેવાં ! ત્યારે શાંત જીવન નહિ ?’ સરસ્વતીએ એકદમ સ્વપ્નનો ભાવ તારવવા માંડ્યો. ‘પહેલાં આખું સ્વપ્ન સાંભળી જા, પછી જે કહેવું હોય તે કહેજે .” કાલ કે સરસ્વતીને વચ્ચે પ્રશ્ન કરતી રોકી, અને પોતાની વાત આગળ ચલાવી. | ‘સરોવરમાં અજબ ભરતી-ઓટ હતાં, પણ સુંદર કમળોથી આખી સપાટી છવાયેલી હતી. કમળમાં પણ વિધવિધ રંગ હતા, કમળમાં પણ વિધવિધ ઘાટ હતા. અનેક મોટાં હતાં, અને નાનાં હતાં. એમાં બે કમળ અપૂર્વ હતાં.’ મરકટ અને મદિરા 101 Page #62 -------------------------------------------------------------------------- ________________ ‘બે કમળ અપૂર્વ હતાં ? અરે , એ જ હું અને તું ! બીજાં બે કોણ હોય ?” સરસ્વતી વળી વચ્ચે બોલી. સરસ્વતી ! વચ્ચે ન બોલ. એ બેમાં એક વળી અપૂર્વમાં અપૂર્વ હતું.’ કાલકે સ્વન કથા આગળ લંબાવી. એ એક તે તું – અપૂર્વમાં અપૂર્વ ! અત્યારના રાજ કુમારોમાં બીજો કાલક ક્યાં છે ?’ સરસ્વતી ઉમંગમાં આવી બોલી ઊઠી. સરસ્વતી !' કાલકે જરા જોરથી ઠપકાની રીતે કહ્યું. ભૂલી ગઈ. હવે વચ્ચે નહિ બોલું. બાકી હું કહું છું તે બરાબર છે. એક અપૂર્વ કમળ-તે તું !' સરસ્વતી બોલી ને પછી મોઢે હાથ દબાવીને બેસી ગઈ. સરસ્વતીના આ ભોળપણ પર કાલક મુગ્ધ થયો. એ આગળ બોલ્યો : ‘સરોવરમાં બધાં કમળો આનંદ કરતાં હતાં, ખીલવું ને મૂરઝાવું એ તો સુષ્ટિનો ક્રમ છે. એનો એમને શોચ નહોતો. એનો એમને શોચ નહોતો. બસ, રૂપ, રંગ, રસભર્યું પળભરનું જીવન એ જ જાણે સર્વસ્વ !' ‘આ વખતે સૂર્યોદય તો થયો હતો જ, પણ એ સૂર્યમાંથીય જાણે બીજો સૂર્ય બહાર નીકળી આવ્યો. એક તેજ મૂર્તિ ઊતરી આવી. કમળ તો આ અપૂર્વ તેજમાં વિશેષ ખીલી ઊઠ્યાં.' ‘એ વખતે ત્યાં ઊભો હતો. નવઆગંતુક તેજ મૂર્તિએ મને કહ્યું: ‘આ કમળ ગણ તો ?” કમળ ગણ્યાં. બરાબર એક હજાર ને એક થયાં. હવે નવઆગંતુક તેજ મૂર્તિ મનુષ્પાકાર ધારણ કરી રહી હતી. થોડી વારમાં મને એમાં પેલા ખીણવાળા મુનિનો આકાર દેખાયો. હું નમી પડ્યો. મેં કહ્યું : ‘તમે તો ખીણમાં પડ્યા હતા ને કેવી રીતે બહાર નીકળ્યા ?' | મુનિનો સાકાર તેજપુંજ બોલ્યો : “ખીણ મેં છોડી દીધી, એ હાડપિંજર પણ તજી દીધું. હાડપિંજરનો મોહ કેવો ? આ મારો નવો અવતાર છે. વારુ, જા, પેલું કમળ લઈ આવ !* મેં પૂછવું કહ્યું કમળ ?” ‘મુનિએ આંગળી ચીંધી. મેં એ તરફ જોયું. ઘડીમાં સરોવરમાં રહેલું મોટું કમળ દેખાય, ઘડીમાં હું પોતે એ કમળરૂપે દેખાઉં.' તો બહાવરા જેવો બની ગયો.' મુનિની તેજ મૂર્તિ આગળ વધી, અને એણે કમળફૂલ હાથમાં લીધું.” અરે, આ તો હું જ ! મારાથી બોલાઈ ગયું. 102 p લોખંડી ખાખનાં ફૂલ ‘હા તું ! આ સરોવરનાં ૯૯ કમળફૂલ નહિ, એક હજારમું ફૂલ પણ નહિ, પણ એક હજાર ને એ કયું ફૂલ તે તું-તારું. મારે કામ છે !' ‘હું તૈયાર છું.’ મેં કહ્યું. એ તેજ મૂર્તિ બોલી : ‘સંસારમાં કોક જળમાં એવું કમળ થાય છે, જે ફરી જન્મવા કાદવમાં પડતું નથી ને સંસારને કાદવમાં પડતો બચાવે છે. કોઈક જ જીવન એવું છે, જે યશરૂ૫ છે : અને સમર્પણ એ એનું સ્વાહા હોય છે. કુમાર ! નવસો નવ્વાણુંની વાત નથી કરતો. એક હજાર એકમાં એક જ જીવન એવું હોય છે, જે સંસારને સુગંધમય બનાવે છે.-જીવનને જીવવા યોગ્ય રાખે છે. એ આદર્શ-એ સમર્પણ હું તારી પાસે માગું છું. તું જનમજનમનો ભેખધારી છે, કાલક !” ‘ભેખ લઈને શું કરું ?' મેં પ્રશ્ન કર્યો. ‘રાજ , ધર્મ ને સમાજ-ત્રણે સડ્યાં છે. તાંત્રિક વિદ્યાઓના આધિપત્યથી બધે વિભીષિકા ખડી થઈ છે.' ‘વ્યભિચાર ધર્મ બન્યો છે. અનાચાર ક્રિયાકાંડ બન્યો છે. ખાનપાનમાં તો માણસ પશુથીય વિવેકહીન બન્યો છે.' ‘વજયાન, વામમાર્ગ અને વજ ગુરુઓની ત્રિપુટીએ ધર્મ, રાષ્ટ્ર અને સમાજને આવરી લીધાં છે. સત્યવાન, શીલવાન, આચરવાનને આ નિષ્ફર લોકોએ કચડી નાખ્યા છે. તું ઊઠ ! મહાગુરુ જેવા સમર્થને તે પડકાર્યા છે; એથીય વધુ તારી અંદર રહેલી વૃત્તિઓને તે પડકારી છે. ઊઠ, ઊભો થા | ભવ્ય માર્ગના ઓ એકાકી ભેખધારી ! સંસારને સ્વચ્છ કર ! વ્યભિચારના સંશોધન માટે આચારને સ્વચ્છ કર! સ્વેચ્છાચારના સંશોધન માટે ખાન-પાનને સ્વચ્છ કર !' ‘પૂજા સરળ કર ! શાસ્ત્ર સુગમ કર !” ગુહ્ય ક્રિયાઓ વિના, આનંદભૈરવી જેવી નગ્ન સ્ત્રીઓની પૂજા વિના, કાપાલિકની જેમ ખોપરીમાં મદ્યપાન વિના, સ્ત્રી અને પુરુષની વામલીલા વિના પણ સિદ્ધ છે, એ સાબિત કર ! તંત્ર, મંત્ર ને જંત્રથી પણ આત્મિક શક્તિ ઘણી મહાન અને કલ્યાણકારી છે, એ સિદ્ધ કર !' ‘સદાચાર સિદ્ધિનું મૂળ છે. એ પ્રગટ કર !” ‘આટલું બોલતી બોલતી એ તેજ મૂર્તિ તેજ માં અલોપ થઈ ગઈ અને બહેન ! હું જાગી ગયો ! કહે હવે, આનો અર્થ શું હશે !' | ‘સાધુના માર્ગ તરફ જવાની પ્રેરણા પણ ભાઈ, મને અંબુજા યાદ આવે છે !' સરસ્વતી બોલી. મરકટ અને મદિરા 2 103 Page #63 -------------------------------------------------------------------------- ________________ બહેન દલીલમાં પાછી પડે તેવી નહોતી. ભાઈ-બહેનનો સમય, પ્રવાસમાં ન હોય ત્યારે, આવા સિદ્ધાંતના વાર્તાવિનોદમાં જ પસાર થતો. હમણાં વાર્તાવિનોદનો પ્રવાહ બદલાયો હતો. ખીણવાળા મુનિની મુલાકાત પછી ને મહાગુરુની અન્તિમ મહાચકવિધિ નિહાળ્યા પછી બંને જણાં મંત્રશક્તિ, તંત્રવિદ્યા વગેરેના પ્રયોગોમાંથી પાછાં હઠયાં હતાં, ને હવે સાદી જ્ઞાનની વાતો કર્યા કરતાં નિખાલસ ત્યાગ અને સાદો વૈરાગ્ય એમને ગમતી વસ્તુ બની ગયાં હતાં. સરસ્વતી જવાબ આપવા જતી હતી ત્યાં દરવાજા પર ટકોરા પડ્યા. કાલકકુમારે પોતાના સ્વપ્નની શેષ રહેલી વાત ચાલુ કરતાં કહ્યું: ‘મને એ ખીણવાળા મુનિએ કહ્યું : એક ગુણાકરસૂરિ નામના મહાન જ્ઞાની આવે છે. ઘણું કામ બાકી છે અને એમની આયુષ્યની શીશીમાંથી રેતના કણ ખલાસ થવા આવ્યા છે. એની ઝંડી-ઝોળી તું ઉપાડી લેજે ! તું સમર્થ છે, જગતને નિર્બળતામાંથી છોડાવીશ, સમર્થ બનાવીશ. ક્ષત્રિયો જ જગતના દેવ બન્યા છે. યુદ્ધ વ્યાપાર બન્યો છે. પથપ્રદર્શક તું થજે ! યાદ રાખ કે ભૌતિક દિગ્વિજયો કરતાં મારવિજય અને ધર્મવિજય મહાન છે.' ઓહ બંધુ ! તો આ તો સ્વપ્ન નહિ, સ્વપ્ન દ્વારા આવતી મહાન પ્રેરણા છે. પણ ખરેખર આ સાચું હશે ?’ સરસ્વતીને શંકા સ્પર્શી રહી. ‘મને તો સાચું જ લાગે છે. મહાન પ્રેરણાઓ હંમેશાં આ રીતે આવે છે. છતાં જે મહાન વિભૂતિનું આગમન સૂચવ્યું છે, એ જો થોડા દિવસમાં ખરેખર આવી પહોંચે, તો પછી શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી.' કાલકે શંકાનો ખુલાસો કર્યો. ‘પણ મહાસુંદરી અંબુજાનું શું ?' સરસ્વતીએ વળી વાત છેડી : ‘મહાગુરુને વચન આપ્યું છે. એ તારા પર અતિ રાગવાળી છે.' ‘સ્ત્રીનો ખરો રાગ સૌંદર્યભર્યા દેહ પર અને સુવર્ણ પર ! વાદળનગરી તે જોઈ ‘હું પણ સ્ત્રી છું,' સરસ્વતીએ જરા કડક થઈને કહ્યું : “કાલક, થોડી સ્ત્રીઓના અનુભવ પરથી સમગ્ર સ્ત્રીસમાજની નિંદા ન કર ! સ્ત્રીની પ્રીત તો જલ અને મીનની પ્રીત જેવી છે. પુરુષ કદી એવી અર્પણભરી પ્રીત ન કરી શકે.” ‘બધી સ્ત્રીઓ સરસ્વતી હોતી નથી. અંબુજાની તું વાત કરે છે પણ મન મારું જુદી દિશા તરફ જવા માગે છે. આ ભોગ રોગ જેવા ને સિંહાસન સ્મશાન જેવું લાગી રહ્યું છે.' કાલકે હૃદયની વેદના ઠાલવતાં કહ્યું.. | ‘વિઘા-આશ્રમ પછી ગૃહસ્થનો આશ્રમ આવે છે. એ પછી વાનપ્રસ્થ ને પછી સંન્યાસ છે.' સરસ્વતીએ ભાઈને સમજાવવા માંડ્યો. ‘મન જ્યારે જાણ્યું ત્યારે સવાર સમજવી. નિયમો સામાન્ય જનોને દૃષ્ટિ સમક્ષ રાખીને રચાય છે, પણ જો શક્તિમંત પણ આશ્રમોની એક પછી એક હદ વટાવતો ચાલે, તો કાં તો ત્યાં પહોંચતાં મન મોળું પડી જાય, કાં મોત આવીને ઊભું રહે. એક યોજના તરીકે ચાર આશ્રમો ભલે ઠીક હોય, પણ મન જ્યારે ત્યાગ-વૈરાગ્ય તરફ દોડવા માગે, ત્યારે જો સંયમ સહેવાનું સામર્થ્ય હોય, તો બીજી લપ કર્યા વગર એ સ્વીકારી જ લેવું !' કાલ કે બહેનની દલીલનો જવાબ વાળ્યો. 14 D લોખંડી ખાખનાં ફૂલ મરકટ અને મદિરા 105 Page #64 -------------------------------------------------------------------------- ________________ 14 અવન્તિના બે દૂત બોલવાની છટા બેપરવાઈની હતી. ‘દૂત ! દર્પણસેન મહારાજા ક્યારે થયા ? ઉર્જનીમાં તો ગણતંત્ર છે ને !' ‘કુમાર ! ગણતંત્ર અત્યારે તો ઢીલું પડ્યું છે. લોકો રાજા માગે છે. મહારાજ દર્પણસેન હમણાં જ ગાદીએ આવ્યા. અલબત્ત, વૃદ્ધ મહારાજાનું દિલ એકદમ સિંહાસન સોંપી દેવા તરફ નહોતું. તેમની ઇચ્છા યુવરાજ પોતાની પાસે રહી, થોડોક રાજસંચાલનનો અનુભવ લે તેવી હતી ; પણ મહારાજ દર્પણસેને કહ્યું : પિતાજી 1 ભારતીય પરંપરાને અનુસરવું ઘટે. ભારતીય રાજાઓ પ્રૌઢાવસ્થા આવી પહોંચતાં કાં તો વનમાં ચાલ્યા જાય છે કાં તો યોગથી તનને તજી દે છે. બેમાં સારું એ તમારું.’ ઉજ્જૈનીનો દૂત નિખાલસ લાગ્યો. એ ચોખ્ખું બોલતો હતો. એણે વાત થોડીવાર થોભાવી અને પછી આગળ ચલાવી : ‘વૃદ્ધરાજાએ કંઈ જવાબ ન વાળ્યો, પણ જુવાન રાજાએ નગરની બહાર એક રાજમહેલ તૈયાર કરાવ્યો. સુંદર ઉપવન, તાજાં ઉઘાન ને મૃગયાને યોગ્ય પશુપંખીઓ એમાં મૂક્યાં. પોતાનો રાજ્યાભિષેક અને પિતાનું વાનપ્રસ્થ બંનેની જાહેરાત કરી. યુવરાજ દર્પણની પ્રચંડ તાકાત અને અજ બતંત્રવિદ્યાની શેહથી કોઈ એક અક્ષર પણ ન બોલ્યું. સામંત, મહાજન વગેરે બધાં એમના પક્ષમાં હતાં. રાજ સભાને તો વશ કરી જ હતી. રાજ્યાભિષેક થઈ ગયો, દર્પણસેન ઉર્જનીની ગાદી પર આવ્યા. વાનપ્રસ્થ મહોત્સવ પણ ઊજવાયો. વૃદ્ધ રાજા વન-મહેલમાં ચાલ્યા ગયા. મહારાજ દર્પણસને જોતજોતામાં બધા રાજવીઓને પોતાના તેજમાં આંજી નાખ્યા છે. * પ્રવાજા પર દ્વારપાળ આવીને ઊભો હતો. એણે કહ્યું : અવન્તિ-ઉજ્જૈનીનો દૂત આવ્યો છે. કહે, સાંજે મળે,’ કાલકે બેપરવાઈથી જવાબ વાળ્યો. ‘ઉજ્જૈનીના મહારાજ દર્પણસેનનો સંદેશ લઈને આવ્યો છે.” દ્વારપાળે ફરી કહ્યું. એમાં ભાર હતો. ‘શું દર્પણ સિંહાસન પર આવી ગયો ?' કાલકે પ્રશ્ન કર્યો. ‘નથી જાણતો, યુવરાજ ! ઉર્જનીના દૂત પાસેથી એ વર્તમાન યથાયોગ્ય સાંપડી શકશે. સ્વામી કહે તો બોલાવું.' દ્વારપાળે જવાબ આપ્યો. ‘જરૂર બોલાવ !' સરસ્વતીએ વચ્ચે કહ્યું : “કોઈ પણ રાજ્યનો દૂત આવે એટલે વિના વિલંબે તેને મળવું જોઈએ, એ રાજનીતિ કેમ ભૂલી જાઓ છો, વડીલબંધુ !' ‘મને કેટલીક રાજનીતિઓ અળખામણી બની છે. વારુ, બોલાવ !' કાલકે બહુ ઉત્સાહ ન દાખવતાં કહ્યું. દ્વારપાળ નમીને બહાર ગયો. થોડી વારમાં એક પડછંદ પુરુષ અંદર દાખલ થયો. ઊંચી, લાંબી, પહોળી પહોંચતી કાયા : અજાનબાહુ, પ્રચંડ છાતી અને ગોળા જેવડું ગર્વભર્યું ઉન્નત શિર ! દર્પણના સહચારી જન સિવાય આવું ભવ્ય ભીષણ દેહસ્વરૂપ બીજાનું ન હોય ! આ સામર્થ્યનો અહંકાર, આ અસ્મિતાની સુરખી તો દર્પણમાં કે દર્પણના કર્મચારીઓમાં જ શોભે ! હું અવનિના મહારાજ દર્પણસનનો દૂત છું. શંકર મારું નામ. મહારાજનો સંદેશ લાવ્યો છું.' દૂતે કહ્યું. એનો એક એક શબ્દ સામર્થ્યનો પ્રતીક હતો, એની ‘સેનામાં પણ કંઈ હિલચાલ ન થઈ ?” કાલકે પ્રશ્ન કર્યો. ‘ઉજજૈનીની વિશાળ સેના વૃદ્ધ રાજવીની પૂર્ણ વફાદાર હતી !' ‘સેનાને પણ પાછી પાડી દીધી મહારાજ દર્પણસને ! તેઓ કહે છે, કે મારે તો સેનાનીય જરૂર નથી. હું અને મારી તંત્ર-મંત્રવિધા ગમે તેવા દુમનનું દલન કે દમન કરવા માટે પૂરતાં છીએ, અને સેના પણ શું કરે બિચારી ? એમનેય પેટ વળગ્યું છે ને ! ઊગતા સૂરજની પૂજા જેવું !' દૂતે કહ્યું. | ‘વારુ દૂત, તું ક્યો સંદેશો લઈને આવ્યો છે ?’ સરસ્વતી જે અત્યાર સુધી ચૂપ ઊભી રહીને આ સમાચાર સાંભળતી હતી તેણે પ્રશ્ન કર્યો. સંદેશો રાજકુમારી અંબુજા માટેનો લઈને આવ્યો છું. રાજ કુમાર કાલકકુમારને માટે રાજકુમારીનું કહેણ છે. મેં નીકળતી વેળાએ નિયમ પ્રમાણે છબી માગી, તો મહારાજ દર્પણસેન હસીને બોલ્યા કે છબી તો રાજ કુમાર કાલકના દિલમાં મોજૂદ છે જરૂર લાગે તો દિલમાં દેખી લે.” અવન્તિના બે દૂત 107 Page #65 -------------------------------------------------------------------------- ________________ દૂત ઘણી નિખાલસતાથી વાત કરતો હતો. આવા દૂત સામાનું મન તરત પોતાના વશમાં કરી લેતા, અને સંદેશવાહક તરીકે સફળ નીવડતા. ‘સારું, સુન્ન દૂતરાજ ! રાજ-અતિથિગૃહમાં જઈને આરામ કરો. આપને કાલે યોગ્ય પ્રત્યુત્તર પાઠવશું.' રાજકુમાર કાલકે કહ્યું. ‘યુવરાજ ! મારે જે શબ્દો કહેવાના છે, તે આપની અનુજ્ઞા હોય તો કહી દઉં, પછી રજા લઉં. કાલે તો કેવળ આપનો પ્રત્યુત્તર લઈને જ પાછો ફરી જઈશ.' દૂતે ખૂબ વિનયપૂર્વક કહ્યું. ‘કહે દૂત, કહે !’ સરસ્વતીએ કહ્યું. ‘મહારાજ દર્પણસેને કહેવરાવ્યું છે કે : હે કાલકકુમાર ! આ મારી ભિંગનીનું તમે પાણિગ્રહણ કરશો તો આપણે એક ઘનિષ્ઠ સંબંધથી જોડાઈશું. મારી શક્તિ અને તમારો વિવેક બેના બળથી આખું ભારતવર્ષ આપણે કબજે કરીશું. અંબુજા માટે કંઈ વખાણ કરવાં એ સૂર્યને બતાવવા માટે દીપક ધરવા જેવું કામ છે. અંબુજા અંબુજા છે. એનું આંતર અને બાહ્ય – બંને સૌંદર્ય અપૂર્વ છે. મને આશા છે કે મારી આ માગણી સ્વીકારીને તમે મને ઉપકૃત કરશો. આ મારા તરફની ભેટ છે. જવાબમાં તમારા તરફની ભેટની હું આકાંક્ષા રાખું કે ?’ દૂત છેલ્લી પંક્તિઓ બે વાર બોલ્યો, અને પોતાની વાત પૂરી કરતાં કહ્યું : ‘હવે આવતી કાલે મારે માત્ર આપનો પ્રત્યુત્તર મેળવી વિદાય લેવાની રહી. દર્પણસેન જેવા સમર્થ રાજવીએ સહકાર માટે લંબાવેલા હાથનો કોઈ તિરસ્કાર કરતું નથી. એ મિત્ર તરીકે અપૂર્વ છે, શત્રુ તરીકે પણ અપૂર્વ છે. આવાનો રોષ ન ખપે, પ્રસાદ જ ખપે !' “વારુ, વારુ, દૂત ! કાલે જવાબ આપીશું.' કાલકકુમારે ખૂબ શાંતિથી જવાબ વાળ્યો. એ તદ્દન સ્વસ્થ હતો. ‘આપ વિવેકશિરોમણિ છો. યોગ્ય જવાબની જ મને આશા છે. મને જશ મળે ને મારો વળતો પ્રવાસ સુખદ થાય, એમ કરવા વિનંતી છે.' દૂતે સરસ્વતી તરફ જોઈને વિદાય લેતાં કહ્યું. દૂત વિદાય થયો. ભાઈ અને બહેન એક વિરામાસન પર બેસીને વિચારમગ્ન બની ગયાં. બેમાંથી કોઈ કંઈ ન બોલ્યું. શું બોલવું તે કંઈ ન સમજાયું. દૂતના શબ્દોમાંથી કંઈક અકળ પડઘા ઊઠતા હતા. રાજકુમાર કાલકને કોઈ મિત્ર નહોતો. મિત્રમાં એની બહેન સરસ્વતી હતી. એની પાસે એ સ્પષ્ટતાથી વાત કરી શકતો. સરસ્વતી પોતાના શુદ્ધ હૃદય અને 108 – લોખંડી ખાખનાં ફૂલ વિશુદ્ધ વાક્ચાતુરીથી કાલકના દિલને ખૂબ સાંત્વના પહોંચાડતી. કાલકનું દિલ ઊર્મિઓનો હિલોળો હતું, સરસ્વતી એ ઊર્મિઓને સંઘરનાર સરોવર હતું. કાલક લાગણીભર્યો પૂર્ણ ચંદ્ર હતો. સરસ્વતી એની જ્યોત્સના ઝીલનાર સાગરની પોયણી હતી. બંને જણાં વિચારમાં પડ્યાં હતાં, ત્યાં ફરી દ્વાર પર ટકોરા પડ્યા. ફરી દ્વારપાલ ઉપસ્થિત થયો. એણે નમન કરીને કહ્યું : ‘અવન્તિથી એક કાસદ આવ્યો છે.' ‘અરે !અવન્તિના કાસદને અમે હમણાં જ મુલાકાત આપી ને !’ કાલકે કંઈક કંટાળો વ્યક્ત કરતાં કહ્યું. ‘ના, યુવરાજશ્રી ! આ તો બીજો કાસદ આવ્યો છે, અને તે પણ અગત્યનો સંદેશ લાવ્યો છે.’ બોલાવ એને. કાં સરસ્વતી, તારી નીતિ પ્રમાણે દૂતને મળવામાં વિલંબ ન કરવો જોઈએ, કેમ ?’ કાલકે વ્યંગમાં કહ્યું. “હા, હા, બોલાવો દૂતને, હમણાં તો ઉજ્જૈનીનો એક દૂત આવી ગયો : અને વળી આ બીજો શા માટે આવ્યો હશે ?' સરસ્વતીએ કહ્યું. એના મનમાં પહેલા દૂતના પડઘા રમતા હતા, ને નવા દૂત વિશે શંકા જાગી હતી. એટલી વારમાં દૂત અંદર પ્રવેશ કરી આવ્યો. યુવરાજે આગંતુક દૂત પર દૃષ્ટિ કરી. પહેલો દૂત જેમ સામર્થ્યનો અવતાર હતો, એમ આ દૂત સૌંદર્યનો નિધિ હતો : અને ઉજ્જૈની પણ એ બે માટે જ વિખ્યાત હતું ને ! ‘કહો દૂતરાજ ! શો સંદેશો છે મહારાજ દર્પણસેનનો ?' કાલકકુમારે કહ્યું. ‘મહારાજ દર્પણસેનનો હું દૂત નથી.' દૂતે કહ્યું. દૂતના વેશમાંય એનું સૌંદર્ય ઝરી જતું હતું. ‘તો કોનો દૂત છે ?’ ‘હું રાજ કુમારી અંબુજાની સંદેશવાહિકા છું.' આગંતુકે મસ્તક પરનો શિરસ્ત્રાણ કાઢી નાખ્યો, નાગપાશ સમો એનો કેશપાશ પીઠ પર ઝૂમી રહ્યો. ‘અવન્તિની સુંદરીઓ પોતાની રૂપકલા માટે ભારતપ્રસિદ્ધ છે, પણ દૂતકલા માટે...' કાલકે વ્યંગમાં કહ્યું. સંદેશવાહિકા પોતાના રૂપથી આખા ખંડને અજવાળતી હતી. એ બોલી : અવન્તિના બે દૂત D 109 Page #66 -------------------------------------------------------------------------- ________________ ‘આ પત્ર સિવાય મારે બીજું કંઈ કહેવાનું નથી. મને ધારાનગરીમાં દેવી સરસ્વતી સાથે વસવાની આજ્ઞા છે.” ‘તમારું નામ ?” ‘સુનયના.” ‘સુનયના, તમે મારાં મહેમાન છો. અહોહો, શું તમારો અજબ રૂપરાશિ છે!” સરસ્વતીએ એના સૌંદર્યની પ્રશંસા કરતાં કહ્યું. સંદેશવાહિકા સુનયનાએ પોતાની છાતી પરનું બખ્તર ધીરે રહીને અળગું કર્યું. એણે પહેરેલા પારદર્શક વસ્ત્રમાંથી નાનાં દાડમ ફળ જેવું વક્ષસ્થળ ઝૂમી રહ્યું. એના હેમની દીવી જેવા હસ્ત સાવ ખુલ્લા થઈ કમળદંડની શોભા ધારી રહ્યા. કાલકકુમારની એક નજર સુનયનાને વીંધી રહી. એણે કહ્યું: ‘કુશળ સંદેશવાહિકા! તારા રૂપપ્રદર્શનની અહીં આવશ્યકતા નથી. અવન્તિની મદરાગભરી માનુનીઓને હું વંદન કરું છું.' | ‘રે કુમાર ! આ શું બોલ્યા ? માનુનીઓને લઈને ઉસંગે બેસાડવાની હોય કે એને વંદન કરવાનું હોય ? માનુનીના રૂપનો જેમ સત્કાર થાય, એમ એની રૂપજ્યોતને શગ ચડે. મને રાજ કુમારીની આજ્ઞા છે કે, શિરસ્ત્રાણ અને બખ્તર તો કાલકની હાજરીમાં જ દેહથી અલગ કરજે, એને કોઈ સંદેહ ન રહે.” સુનયનાએ કહ્યું. એનાં લીંબુની ફાડ જેવાં નયનોમાં કોઈ પણ પુરુષને નમાવી ચરણસેવક બનાવવાની શક્તિ હતી. એની વારંવાર Íચાતી લાંબી પલક એક નશીલી ચીજ હતી. એના ઓષ્ઠ પર તો જીવનનું અજબ અમૃત બિરાજતું હતું. માણસ દોડીને એના પાયે ચૂમી લે, એટલું એમાં વશીકરણ હતું. કોઈ મહાસંગ્રામમાં હજારો શત્રુઓથી ઘેરાઈ જઈને સ્વસ્થ રહેવું શક્ય હતું, પણ આ એક સુંદરી પાસે પુરુષ થઈને અણનમ રહેવું અશક્ય હતું. સરસ્વતી એક નજરથી આ રૂપની મનોરમ પ્રતિમાને નીરખતી હતી, બીજી નજરથી પોતાના ભાઈને નિહાળી રહી હતી. સ્ત્રીશક્તિ અને પુરુષશક્તિના જમાનાજૂના હૃદયુદ્ધને એ નિહાળી રહી હતી. પણ વાહ રે અચળ, અડોલ કાલક ! અચલ હિમવંત પર્વતના શિખરને ઝંઝાવાત કેવો ? પંકજમાં પંક કેવો ? ધીરજમાં કંપ કેવો ? કાલક સુનયનાના ગજબના રૂપરાશિ પાસે સાવ એકંપ ઊભો હતો. ઉર્જનની માનુનીનાં એ વખાણ કરતો હતો, પણ એમાં મનના મોહનો અંશ પણ નહોતો, ફક્ત પરિસ્થિતિનો સ્વીકાર હતો. ‘આપના પત્રનો કાલે જવાબ મળશે,' કોલકે શાંતિથી કહ્યું, ‘સરસ્વતી ! સુનયનાને જોઈ ?' 110 | લોખંડી ખાખનાં ફૂલ ‘જોઈ.” સરસ્વતીએ ટૂંકો જવાબ વાળ્યો. ‘એમ નહિ, એક વાર ઉજ્જૈની તો જો ! હજારો સુનયના તને ત્યાં જોવા મળશે. ચાતુરીની એવી એવી વાતો એમની પાસેથી જાણવા મળશે કે તને લાગશે કે નરનાર તો ઉજ્જૈનીનાં, જન્મવું તો એક વાર ક્ષિપ્રાને તીરે, ભણવું તો એક વાર એ ક્ષિપ્રાતીના આશ્રમ-આવાસોમાં.’ | ‘ભાઈ ! ઉર્જની આપણે જરૂર જઈશું. જો ઉજ્જૈનીની કન્યા મારી ભાભી બનીને આવશે, તો પછી કંઈ ઉર્જની આપણા માટે દૂર નહિ રહે, કાં સખી સુનયના?’ ‘હા સરસ્વતી બહેન ! કાલના તમારા જવાબ પર બધો આધાર છે.' “કાં ?” અંબુજાના બદલે કદાચ મારે જ અહીં રહી જવું પડે.' * શા માટે ?” કાલકને આશ્ચર્ય થયું. ‘એ તો અંબુજાનો પત્ર વાંચશો, એટલે ખ્યાલ આવી જશે. રાજકુમારી ! મારું આગમન ગુપ્ત રાખવાનું છે, અને મારો જવાબ પણ મને ગુપ્ત રીતે મળે તેવી ગોઠવણ કરવાની છે.” ‘અવશ્ય,’ સરસ્વતીએ કહ્યું : ‘પણ પછી મારે એક વાર ધારાનગરની કુંવારિકાઓ સાથે તમારી મુલાકાત યોજવી પડશે. અમે બધાં તો ચંદનની સુકી ડાળ જેવાં છીએ. ઘસાઈએ કે બળીએ ત્યારે સુગંધ આપીએ, પણ રજનીગંધાનાં ફૂલ જેવી મદભરી, રંગભરી, રાગભરી અવત્તિની નારી તો એક વાર સહુને બતાવવા જેવી ખરી ?” ‘સરસ્વતી બહેન ! હું તો અહીં રહેવા જ આવી છું. કાલકકુમારને વરવા આવી છું.’ સરસ્વતી આશ્ચર્યમાં સુનયના તરફ જોઈ રહી, એને પણ આવી રૂપભરી અવન્તિકા નારી, ભાભી તરીકે મેળવવાનો મોહ થઈ આવ્યો. અવન્તિના બે દૂત D 111 Page #67 -------------------------------------------------------------------------- ________________ 15 મને ભૂલી જજે ! રૂપ તો અહીં સહુની પાસે હતું. આવાં કુળોમાં કદરૂપતા કૉળતી જ નથી. પણ જેમ માણસે માણસે ફેર હોય છે, એમ રૂ૫ રૂપમાં પણ ફેર હોય છે. એક દીવો આંખોને રાહ બતાવે છે; એક દીવો આંખોને આંજી દે છે : દીવા તો બંને છે ! એમ તો રૂ૫ રાજ કુમારી સરસ્વતી પાસે પણ હતું, દર્પણ-ભગિની અંબુજા પણ રૂપની પ્રતિમાં હતી : પણ આ બધામાં રૂપની જીવંત પ્રતિમા તો અંબુજાનો પત્ર લઈને આવેલી સુનયના જ હતી. રૂપવતી નારીઓની જેમ એનો દેહ ગૌર હતો, એના કેશ ઘનશ્યામ હતા, એની આંખોમાં જલનિધિનો રંગ તબકતો હતો. કટી પાતળી હતી અને જઘન સઘન હતા, પણ આ બધાંમાં અસામાન્ય તો એના નયનયુગલના પલકાર હતા. એક એક પલકારે ગમે તેવા નરના હૈયાનાં વજદ્વાર ખૂલી જતાં. એના અંગ-પ્રત્યંગના ડોલનમાં એવી કમનીયતા હતી, કે વગર સત્તાએ એની આણ સર્વત્ર પ્રવર્તતી. સુનયના ખરેખર સુનયના હતી. પહાડની અચલતાનેય ચલ કરી નાખે તેવો તેનો સૌદર્ય-ઝબકાર હતો. કામદેવની કામઠી જેવાં નાનાંશાં નયન ઊઘડતાં ને મીંચાતાં. એટલી વારમાં પુરુષ પરવશ થઈ, તેના ચરણારવિંદનો મધુકર બની જતો. સુનયનાથી ન ડગે તેવા માત્ર બે જણા હતા : એક પુરુષત્વહીન પુરુષ ને બીજો મહાવૈરાગી યોગી ! અરે, સુનયનાના અસ્વીકારમાં તો ભલભલા યોગીનીય અગ્નિપરીક્ષા થઈ જાય. ઈષત્ લજ્જાથી મધુર એનું મુખ હતું, ને પ્રેમપ્યાસથી ધબકતું રમણીય હૃદય લઈને એ ત્યાં બેઠી હતી. આ રમણીનું રૂપ, એ તો સંસારવિજયી રૂપ હતું. રાજા રાજ છોડી દે, આશક ફનાગીરીનો રાહ અપનાવે, યોગી યોગનો અંચળો ફગાવી જેનાં ચરણ ચૂમવા દોડે એવી રૂપસમ્રારતી હતી એ સુનયના ! સરસ્વતી વિચાર કરી રહી હતી કે શા માટે અંબુજાએ આવી રૂપસુંદરીને પત્ર લઈને મોકલી હશે ? કાસદ તરીકે આવું રૂપ કદી વપરાય ખરું ? આ તો રાજમહેલનો સૌંદર્યનિધિ છે; રાજાઓને પરવશ બનાવનાર મદિરા છે. રાજકુમાર કાલકે એક નજર સુનયના પર ફેરવી; બીજી નજર સરસ્વતી પર ફેરવી, સરસ્વતીની મુખમુદ્રાનો એ સદાનો પરિચિત હતો. એણે એ મુદ્રા પરની રેખાઓમાં રમણીય મૂંઝવણ વાંચી. પણ તેનો જવાબ આગળ પર આપવાનું રાખી, એણે પત્ર હાથમાં લીધો. પત્રમાં સંદેશો તો જે હો તે હો; પણ એમાંથી અજબ પ્રકારની માદક સુગંધ પ્રસરી રહી, નાક અને મગજને મસ્ત બનાવી રહી. ‘આ સુગંધથી મહેકતો પત્ર તો જો ?’ કાલકે બહેનને કહ્યું. એમાં જેની પાસે અત્તરની સુવાસ તો કશી વિસાતમાં નથી, એવી અંબુજાના હૃદયની મહેક હશે.’ સરસ્વતી બોલી : ‘અંબુજા તો અંબુજા છે, અદ્ભુત નારી છે. પત્ર વાંચ તો !' - સરસ્વતીએ અંબુજાનો પત્ર વાંચવાનું કહ્યું. સુનયનાના રૂપદર્શને એ પત્ર ભુલાવી દીધો હતો. કાલકે પત્ર વાંચવા માંડયો : ‘હે આત્મપ્રિય !' આ પત્ર તને આશ્ચર્યમાં નાખશે. જીવતી છું, હાલ ચાલી શકે તેવી છું, સારી રીતે બોલી શકું છું : છતાં તને પત્ર પાઠવું છું, એથી કંઈક આશ્ચર્ય થશે !” સંસાર તો આશ્ચર્યોનો ભંડાર છે. એક આશ્ચર્યનું આશ્ચર્ય અનુભવતા હોઈએ, ત્યાં બીજું આશ્ચર્ય આવીને ઊભું જ હોય છે ! અકસ્માત, એ જ જીવનને ઘડનાર બળ છે, અને એ કસ્માત ચમત્કારોનો સર્જક હોય છે ! | ‘તું મને ચાહે છે કે નહિ, તેની મને ખાતરી નથી, પણ હું તને ચાહું છું, એની મને ખાતરી છે. સંસારમાં પ્રેમનો મંત્ર એવો છે, કે એ તો સિંહને પણ વશ કરી શકે છે. મેં પણ મારા હૃદયમાં એક વાર સિંહ સમા પરાક્રમી તને વશ કરવાના મનસૂબા ઘડ્યા હતા. મારી જીતમાં મને તે વેળાએ પણ શંકા ન હતી અને આજે પણ શંકા નથી.” ‘પ્રિયજનના કલ્યાણ અર્થે ભારતીય પ્રમદા પ્રાણ અર્પે છે. જે પ્રાણ આપી શકે છે એને માટે બીજું કોઈ પણ કાર્ય દુષ્કર નથી. હું ભારતીય પ્રમદાને પંથે પળી છું. મનની છાની વાત કહું. એ પંથ માટે તો હું મહાગુરુ મહામઘના વચનને અનુસરી. સ્ત્રી પોતાના પ્રિતમને રુચે એ રૂપમાં જીવવા માગે છે. મેં મહાવિધિમાં ભારતીય ઠરવા યત્ન કર્યો, જે માત્ર ભયંકર વિડંબનારૂપ ઠર્યો. તમારો બધાનો મને ભૂલી જજે 10 113 Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ વિચિત્ર હોય છે. જડ નગ્નતાને પૂજી શકો, નગ્નતાને જીવંત જોઈ ન શકો. આજ કેટલીક વાતો યાદ આવે છે, એ યાદ પણ મીઠી લાગે છે. હું તને કહીશ. માણસ એટલે મન, મનને જૂની નવી વાતો સંભારવી બહુ ગમે છે. મહાગુરુ મહામાના આશ્રમમાં. વિદ્યાર્થીજીવન જીવતાં, આપણે કંઈ કંઈ કલ્પનાના મહેલ ચણેલા, અંતઃકરણ તો આડ-પડદાવાળું છે. એ કંઈ બોલતું નથી; છતાં બધું જ બોલે છે. તેં મારી ગૂંચળાવાળી અલકલટો એક વાર નહિ, અનેક વાર સમારેલી. એ વખતે મારા અંતઃકરણે તારા અંતઃકરણ સાથે જે વાતો કરેલી, તે મને પૂરેપૂરી યાદ છે, અને એ જ મારું આશ્વાસન છે. આત્મા ને મને તો બધાં પાસે સરખાં હોય છે, પણ તમે ભારતીય આત્માઓ હંમેશાં સંયમમાં માનો છો. ભૂખ લાગી હોય છતાં ભૂખ્યા રહેવામાં કે અડધે પેટે રહેવામાં પુણ્ય માનો છો. તરસ લાગી હોય અને તરસને ન છિપાવવામાં ધર્મ માનો છો. તમે કહો છો, કે વિષય તરફ દોડતું મન કાબૂમાં આવે એ માટેની આ કસરત છે. “અમારું લોહી જુદું માને છે. અમને તો ભૂખ લાગે કે અમે ખૂબ જ મીએ : અકરાંતિયાંની જેમ એટલું જ મીએ કે પછી મનને જમવાની રુચિ જ ન થાય. અમને તરસ લાગે એટલે સાગરના સાગર પી જઈએ છીએ : પછી પીવાની વાતમાં મન કદી ઉત્સાહી ન રહે, અલબત્ત, અમારી માન્યતામાં સંઘર્ષ વધુ રહે છે, કારણ કે એમાં વિષયોને પ્રાપ્ત કરવાના હોય છે. તમારે ત્યાગ કરનારને વિષય પ્રાપ્ત કરવાની ઉપાધિ હોતી નથી એટલે તમે શાન્તિને જીવન માનો છો, ત્યાગને સુખ માનો છો. અમે ભોગને સુખ માનીએ છીએ ને સંઘર્ષને જીવન માનીએ છીએ. ‘મહાગુરુ મહામઘના આશ્રમમાં બાહ્ય રીતે તો જીવન જીવવાની તમારી રીતો જ સ્વીકારાતી હતી, પણ અંતરમાં તો ત્યાં પણ અમારી માન્યતાનું જ રટણ રહેતું. હતું. પહેલાં ભોગ ભોગવનાર ને પછી એને તજનાર ભગવાનમાં અમને શ્રદ્ધા હતી. પરિણામે તમે બંને અડધે રસ્તે નાસી છૂટ્યાં, અમે બંને છેક છેલ્લે સુધી એમાં રત રહ્યાં, સહુ સહુની આગવી શ્રદ્ધાની વાત છે.. | ‘મહાગુરુની રક્તપદ્મ અને નીલકમળવાળી સિદ્ધિપદની અંતિમ વિધિમાં તમે નિષ્ફળ પુરવાર થયાં : અમે એમાં સંપૂર્ણ પાર ઊતર્યા. દર્પણ આજે મહારાજ દર્પણસેનને નામે વિખ્યાત છે, અને જેના મંત્રબળથી, જેની તાંત્રિક વિદ્યાર્થી ને જેના અજેય બાહુબળથી દેશ આખો થરથર કંપે છે, એ દર્પણ-એમાં લોહપુરુષ સરજાયો. ‘મહાગુરુનો આશીર્વાદ મળ્યો કે દુનિયામાં તારા લોહને કાપે તેવી તલવાર મળવી દુષ્કર છે. તેને કોઈ પલટે તો પારસમાં પલટે, જગતમાં દર્પણના નામના સિક્કા ચાલશે. એના ઘોડાની લગામ ઝાલી, એની વિજયકૂચને થંભાવનાર કોઈ નહિ મળે.’ 114 D લોખંડી ખાખનાં ફૂલ ‘તને આજે ‘પ્રિય કાલક' કહીને સંબોધું તો તું માફ કરજે. સંસારમાં આખો હાથી દાનમાં આપનારનું મન, ઘણી વાર અંકુશના દાનમાં ભરાઈ રહે છે. મારા માટે એમ માનજે. પણ એક વાર ‘પ્રિય’ તરીકે સંબોધ કરી લેવા દે. તું દર્પણનો થોડો ઘણો હરીફ હતો. વિદ્યાધર મહાગુરુ મદારી અને રીંછના વેશમાં આવીને તને મળી ગયા. આવ્યા હતા તો તને નષ્ટભ્રષ્ટ કરવા; પણ જ્યારે તેં પોતે સ્વયં શાપની આશિષ માગી ત્યારે એમનું મન ડોલી ગયું. એ માગવા આવ્યા હતા કે તારી વિદ્યા બધી પાછી આપ, પણ તેં તો એ માગ્યા પહેલાં જ પરત ધરી દીધી, મહાગુરુ તમ બંને પર પ્રસન્ન થયા. મારા વિશે પણ તને ભલામણ કરી. વિધિ પછી મારા ઉદ્વિગ્ન રહેતા ચિત્તને એ આ રીતે પ્રસન્ન કરવા માગતા હતા, પણ એ વાત પછી. તેઓ છેલ્લે સરસ્વતીને નિર્ભયતાની આશિષ આપીને પાછા ફર્યા. ‘નિર્ભયતા નારીને બહુ જરૂરી છે, પણ તે ભયના પ્રસંગે. ચાલુ જીવનમાં તો શરમ-લજ્જા એ સ્ત્રીનું પરમ ભૂષણ છે. આ વાત મારા દાખલાથી હું સ્પષ્ટ કરીશ. છેલ્લી મહાગુરુની વિધિમાં ગુરુદેવે આનંદભરવીની સાધના માટે નગ્ન નારીની માગણી મૂકી. બધી સ્ત્રીઓ લજ્જાથી આઘીપાછી થઈ ગઈ; હું આગળ વધી. મેં વિચાર્યું કે નગ્નત્વ શું બૂરી ચીજ છે ? વસ્ત્ર-અલંકાર તો નકલી આચ્છાદનો છે. બાળક નગ્ન છે, શું ભૂંડું લાગે છે ? સાધુ દિગંબર છે, શું એ નગ્નત્વ દોષરૂપ છે? | ‘પ્રિય કોલક ! તને શું કહું ? મારા મનનો હંસ આશાનું મોતી લે છે, ને નિરાશાનું મૂકે છે. નિરાશાનું લે છે, ને આશાનું મૂકે છે. કર્યું ગૂગવું અને કહ્યું ને ચૂમવું એ જ સમજાતું નથી ! હું નગ્ન બનીને મહાગુરુની પૂજા સ્વીકારતી ઊભી રહી, ત્યારે મારા મનને ગર્વ સ્પર્શી ગયો, હું સહુને નિર્બળ માની બેઠી, મેં કહ્યું કે મન નબળું હોય એને નગ્નત્વની બીક ! મારું મન ! અરે, એ તો વજ થીય અભેધ ! ‘પૂજા પૂરી થઈ. મહાચક્રની વિધિ આવી. મને લાગ્યું કે હવે હું સામાન્ય સાધકની કોટિની રહી નથી, સિદ્ધ કોટિની થઈ ગઈ છું. મને મહાકમલિનીને પુણ્ય કે પાપનાં જળ સ્પર્શી જ ન શકે. તંત્રવિદ્યાનું આ પરિબળ છે. માણસના મનને પકડીને એની પાસે ધાર્યું કરાવે છે. ‘હું મહાચક્રમાં પ્રવેશી. તમે બે ભાગ્યાં એ મેં જાણ્યું. એ વખતે મહાગુરુએ મંત્રવિદ્યાથી તમને આગળ વધતાં અટકાવવા ઘણા પ્રયત્નો કર્યા; મનસંકેતથી ઘણા પ્રત્યવાય તમારા માર્ગમાં ખેડા કરવા એ મધ્યા; પણ તમે છટકી ગયાં. મહાગુરુ એ વખતે બોલ્યા કે સિંહણના દૂધને સુવર્ણપાત્ર સિવાય કોણ જીરવી શકે ? કાલક અને સરસ્વતી માટીનાં પાત્ર હતાં, ભાંગી ગયાં તે સારું થયું ! મહાચની વિધિનો પ્રારંભ થયો. પંચમકારની ઉપાસના અમે શરૂ કરી. મલ્ય મને ભૂલી જજે ! | Ins Page #69 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યાં, મદ્ય પીધાં, માંસ જમ્યાં ને જ્યારે છેલ્લી વિધિ માટે તૈયાર થયાં, ત્યારે મને એક પળ ભાન થયું કે દર્પણનો લાલ રૂમાલ મારી પાસે છે. મારી લીલી કંચુકી એને મળે. આજની રાત માટેની અમારી જોડી-ભાઈબહેનની જોડી ! મેં ગુરુનો ઉપદેશ યાદ કર્યો. અરે ! અહીં મહાચક્રમાં વળી ભાઈ-બહેન કેવાં ! અહીં તો વિરાજે છે પ્રકૃતિ ને પુરુષ બે જ માત્ર ! ‘પ્રિય કાલક ! એ રાત મારી કેમેય ન વીતી ! એ પછી અમે આશ્રમમાં ન રહી શક્યાં, અમે ત્યાંથી વિદાય લીધી, અને ઉજ્જૈનીમાં આવ્યાં. મારું અંતર સહેજ ભારે હતું પણ વ્યથા કોઈ નહોતી. દર્પણની પ્રગતિ જોઈ મારું અંતર રાજી થતું હતું. એમાં દર્પણ ઉતાવળો થયો. તમારામાં જે ઇંદ્રિય-સંયમ અને મનનો કાબૂ છે, એ તો અમારામાં છે જ નહિ . મનમાં એક વાત વસી કે પૂરી કર્યો છૂટકો. દર્પણ ધીરજ ધરી ન શક્યો. પિતાજીને વાનપ્રસ્થ કરી પોતે ગાદીએ બેઠી ! સાચી રીતે તો પિતાજીને નગર બહાર એક મહેલમાં નજરકેદ કર્યા. મારી માતા તો હયાત નથી, પણ પિતાના હૃદય પર કારમો જખમ થયો. એ જખમની શુશ્રુષા માટે હું તેમની સાથે રહી. આમ મારા દિવસો પસાર થવા લાગ્યા. ‘એક દહાડો તમારી નગરીથી સમાચાર લઈને અમારો દૂત આવ્યો, એમાં તારા માટે યોગ્ય કન્યાની શોધનો સંદેશો હતો. દર્પણ કૂદી રહ્યો. એણે મને બોલાવી, બધા સમાચાર આપ્યા, ને ગુરુએ ખાસ મારા માટે તારી પાસેથી લીધેલું વચન પણ યાદ કરાવ્યું. ચિત્રકારને બોલાવી મારી અર્ધનગ્ન છબી પણ તાબડતોડ તૈયાર કરવા ફરમાન કર્યું. મને તો તારે ખાતર નગ્ન થવું પડે એનો શોચ જ નહોતો. પળવાર કોઈ સ્વર્ગીય સ્વપ્નમાં સરી પડી. પણ મારો એ આનંદ લાંબો ન ટક્યો. મને સ્ત્રી વિશેની તારી વાત યાદ આવી. ‘અમારા પિતાજી ત્યાં ઉપસ્થિત હતા, એટલે એ વખતે તો હું કંઈ ન બોલી, પણ મધ્યાહ્ને એકાંત મળી ત્યારે મેં દર્પણને કહ્યું : ‘દર્પણ ! મારા લગ્નની કંઈ માથાકૂટ ન કરીશ.' ‘કેમ ?’ દર્પણે જરા મિજાજમાં પ્રશ્ન કર્યો. ‘હું લગ્નને લાયક નથી.’ ‘કોણ કહે છે ?’ દર્પણે ઘાંટો કાઢીને કહ્યું. એનો ઘાંટો એટલે ? પિંજરામાંનાં મેના-પોપટ મડદાં થઈને ત્યાં ને ત્યાં ઢળી પડ્યાં. બીજી છોકરી હોત તો એય બિચારી છળી જાત, પણ હું તો લોઢા સામે લોઢા જેવી હતી. એણે આગળ કહ્યું : ‘લક્ષ્મી ચાંલ્લો કરવા આવી હોય, એ વખતે કોણ મૂરખ મોં ધોવા જાય ? કાલક જેવો પતિ રાજકુળોમાં ક્યાં શોધ્યો જડે તેમ છે ? આપણું કહેણ જાય એટલી જ વાર છે ! 116 E લોખંડી ખાખનાં ફૂલ મેં કહ્યું : ‘કદાચ કાલક મને વરવા તૈયાર હોય, પણ હું એને વરવા તૈયાર નથી.' દર્પણ બોલ્યો : “કેમ, કાલક ખોટો છે ?' મેં કહ્યું : ‘ના, હું ખોટી છું.' દર્પણ બોલ્યો : ‘આ બુઢા લોકોની સાથે રહીને તારી અકલ પણ બૂઢી થઈ ગઈ છે. તને ખોટી કોણ કહે ? તારા રૂપ પાછળ તો અનેક રાજકુમારો દીવાના છે.’ મેં કહ્યું : ‘દર્પણ ! જૂની વાતો યાદ ન કરાવીશ. મારો પતિ લેખ કે મારો બંધુ લેખ, માત્ર તું જ છે. કાલક રામ છે. એને પવિત્ર સીતા ખપે; મારા જેવી બંધુભોગિની... કાલકને ન ખપે.' દર્પણ એક પળ વિચારમાં પડી ગયો, સાવ ઢીલો પડી ગયો અને મને સમજાવતો હોય તેમ નરમાશથી ને મીઠાશથી એ બોલ્યો : ‘અંબુજા ! મહાચક્ર વખતની વાતો સ્મરવી ન ઘટે. ધર્મને ખાતર લોક માથું આપે છે, પછી આ શું છે ? વળી આ વાત કોણ જાણે છે ? જે જાણે છે એ કોઈ દિવસ કોઈને જાણ કરવાના નથી. તૈયાર થઈ જા ! કાલક મળવો નથી.’ મેં એને મક્કમતાથી કહ્યું : ‘માથું આપવું સહેલું છે, લજ્જા આપવી સહેલી નથી. કાલક સાથેના લગ્નની વાત હરિંગજ નહિ બને. મને એ કૃત્ય પાપરૂપ લાગે છે. કાલક જેવા ભારતીય આત્માઓ અને મહાપાપ લેખે છે. કાલક મને પ્રિય છે, હું કાલકને નહિ છેતરું.' દર્પણ બોલ્યો : ‘શું અને તું બેસ્વાદ લાગીશ ? રે બહાવરી ! જ્યાં જુવાની છે, જ્યાં દિલ છે, ત્યાં આગળપાછળનું કંઈ કોઈ જોતું નથી : ત્યાં તો પાપ પણ પુણ્ય થઈ જાય છે. આજ સુધી તો તું કાલક પ્રત્યેના પ્રેમનાં ગીતડાં ગાતી હતી !' ‘દર્પણ ! આગ્રહ ન કર. કાલક પર મને પ્રેમ છે, માટે જ હું કાલકને નહિ છેતરું.' આખરે દર્પણ એના સ્વભાવ પર ગયો; એ બોલ્યો, ‘રે નાદાન ! તું કાલકને વરીશ, તો સરસ્વતીનું પણ ઠેકાણું પડશે. હું આજે જ પત્ર લખું છું. સ્ત્રીઓ હંમેશાં નિર્બળ સ્વભાવની ને ભીરુ હોય છે. મેં મારી બહેનને પરાક્રમી લેખી હતી. અસ્તુ, પત્રનો ઉત્તર આવે એ પહેલાં મન સ્વસ્થ કરી લેજે, નહિ તો પિતાની સેવાથી પણ વંચિત થઈશ, અને પાતાલપ્રાસાદના સપ્તમ ભૂમિગૃહમાં જીવન ગુજારવું પડશે.’ ‘ભલે, એવી ધમકીથી ડરે એ બીજી !' મેં કહ્યું. બીજી નહિ, તું જ ! અંબુજા ! જેવો મારો પ્રેમ ઉત્કટ છે, એવો મારો રોષ પણ પ્રચંડ છે.’ દર્પણે આખરી ચેતવણી આપી. મને ભૂલી જજે ! E 117 Page #70 -------------------------------------------------------------------------- ________________ ‘જેવી હું અબળા છું, એવી જ અડગ સબળા છું. હું પણ કંઈ તારાથી ઊતરું એવી નથી.” આમ અમે એકબીજાને પડકાર આપીને જુદાં પડ્યાં. મેં સાંભળ્યું છે કે એણે પત્ર લખ્યો છે. કંઈ કંઈ આશાના મિનારા તને તેણે બતાવ્યા હશે, પણ આ પત્રથી તને જણાવું છું, કે મારા હાથનો તું સ્વીકાર ન કરીશ. અલબત્ત, આમ કરીને હું મારા સર્વનાશનો ધર્મ નોતરું છું : પણ ખીણવાળા મુનિના શબ્દો, એની આત્માની વાતો મને આજે શાંતિ આપે છે. સુખ શરીરનો ધર્મ નથી, મનનો છે. શરીરના સંતાપથી આનંદ-સ્વભાવી આત્મા કરમાતો નથી, બલ્ક ઉનાળે આંબા પ્રફુલ્લે એમ પમરે છે.' રાજ કુમાર કાલક પત્ર વાંચતા વાંચતો અટકી ગયો ને સરસ્વતી તરફ જોઈને ગદ્ગદ કંઠે બોલ્યો : ‘સરસ્વતી ! આપણા આર્યોને વ્રતનું, તપનું, શીલનું ગુમાન હોય છે : આપણે અભિમાન સેવીએ છીએ કે વતિયાં તો આપણે ! તપિયાં તો આપણે ! શીલ તો આપણું ! પણ અંબુજાના શીલ પાસે મારું મસ્તક નમે છે. વાસ્તવમાં તો મારે લગ્ન કરવાં નથી. મને તો મારું સોણલું સાદ કરે છે, નહિ તો....' કોલકે વાક્ય અધૂરું રાખ્યું. ‘એમ ઉતાવળે આત્મનિર્ણય ન આપો. આખો કાગળ પૂરેપૂરો વાંચો. આ પત્રે મારું તો ચિત્ત હરી લીધું છે. વાહ દેવી અંબુજા !” સરસ્વતી બોલી, અને એટલું બોલતાં એની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહી રહ્યો : “ આપણે એને અભારતીય આત્મા કહેતા, ખરું ને ? પ્રાયશ્ચિત્ત કરવું પડશે, ભાઈ !' કુમાર કાલકે કંઈ જવાબ ન આપ્યો. એનું મૌન જ એનો જવાબ હતો. થોડી વારે સરસ્વતી બોલી, પત્ર પૂરો કરો. સુનયના પ્રવાસના શ્રમથી થાકેલાં હશે.” “ના, મને પ્રવાસનો શ્રમ જ લાગ્યો નથી !' સુનયનાએ કહ્યું. “કંઈ એમ હોય ? ભાઈ લાગણીમાં છે. લાવો, હું વાંચીને પત્ર પૂરો કરું.’ સરસ્વતીએ કાલકના હાથમાંથી પત્ર લેતાં કહ્યું : “અરે ! પણ અહીંથી અક્ષરો બદલાયા લાગે છે.” ‘બહેન ! એ અક્ષરો મારા છે. અંબુજાદેવીએ મારી પાસે લખાવ્યું છે. પછી સ્વહસ્તે લખવાની શક્તિ એ મહાદેવી ગુમાવી બેઠાં હતાં.' સુનયનાએ કહ્યું. એ શબ્દો શબ્દો નહોતા, જાણે રૂપેરી ઘંટડીઓનો રણકાર હતો. ‘વારુ !' સરસ્વતીએ પત્ર આગળ વાંચવા માંડ્યો : ‘પ્રિય કાલક ! આત્મસંબંધે તું મારો છે, દેહસંબંધ ભલે તું અન્યનો હો. વેદના ને વિષાદની તું કલ્પના ન કરતો. સત-ધર્મના જુદ્ધ ચઢી છું : માથું આપવું પડશે તો આપીશ. ઇચ્છા બધી કંઈ બર આવતી નથી. ઇચ્છાઓ પણ ઋતુઋતુનાં ફૂલ જેવી હોય છે. એક ઋતુમાં ખીલે, બીજીમાં કરમાય. ‘હું જાણું છું કે બુલબુલને બાગ જોઈએ , વસંતને કોકિલ જોઈએ, ભ્રમરને પુષ્પ જોઈએ; તારે પણ કોઈ સાથી જોઈશે. એ સાથી તરીકે અતિ સુંદર પુષ્પ-પુષ્ય શું પુષ્પોની રાણી મોકલું છું. પૃથ્વીમાં સ્વર્ગ ઉતારે તેવી છે, અને અબળામાં અપ્સરા જેવી છે. વળી ભારતીય છે. ‘મને ભૂલી જ જે ! એને તું સ્વીકારજે. ખીણવાળા મુનિની મુલાકાત પછી તારા ચિત્તમાં જબ્બર પરિવર્તન આવ્યું છે, તે હું જાણું છું. તું સંસારને વામાચારથી, અંધ ચારથી, તંત્ર ને મંત્રના પરિબળથી દૂર લઈ જવા માગે છે : એ માટે તું રાજયોગી થવા ઇચ્છે છે, પણ એક વાર સુનયનાને સ્વીકારજે , તારો ગૃહસ્થાશ્રમ ધન્ય ન થઈ જાય, તો મને કહેજે. ‘તું કદાચ કોઈ નિર્ધાર કરી ચૂક્યો હોય, તારા નિર્ધારના વજીને હું જાણું છું, પણ એક વાત એક વાર મારી માની લેજે . તારા નિર્ણયમાં તું સ્વતંત્ર છે, પણ તારો નિર્ધારની ફેર વિચારણા માટે એક વાર સરિતા-તટ પર, તું અને સુનયના એકલાં નૌકાવિહાર કરી આવજો. માત્ર તમે બે જ જણાં જજો, બહેન સરસ્વતી પણ નહિ. પછી જે તારો નિર્ધાર થાય તે જણાવજે . મને ભૂલી જજે !' ‘સુનયનાને અપનાવજે !! ‘તારો પંથ સુખકર હો.’ - છેલ્લી છેલ્લી તારી અંબુજા. પત્ર પૂરો થયો. ત્રણે જણાં ચિત્રમૂર્તિઓ જેવાં સ્તબ્ધ બનીને બેસી રહ્યાં. વાણીનો વ્યાપાર ત્યાં શક્ય નહોતો : લાગણીનાં પૂર અનહદ વહેતાં હતાં. 118 લોખંડી ખાખનાં ફૂલ મને ભૂલી જજે ! | 119 Page #71 -------------------------------------------------------------------------- ________________ 16. બે ઘોડાનો સવાર રૂપના ઝરણ સમી સુનયના ! શાન્તિના અવતાર સમી સરસ્વતી ! પુરુષાર્થની પ્રતિમા શો કાલકકુમાર !! આ ત્રિપુટી લાંબો સમય ગાઢ મૌનમાં બેસી રહી, છતાં જિલ્લાનો વાણીવ્યાપાર ન ચાલે એટલે બીજું કંઈ ન ચાલે, એવો નિયમ નથી ! સહુનાં મન પોતપોતાની આગવી ભૂમિકા પર ઘોડાં દોડાવતાં હતાં. વસંતની સુંદર ઋતુ હતી. કહેવાય છે, કે આ ઋતુમાં અંગ વિનાનો - અનંગ કામદેવ, પ્રિય રતિને લઈને વિહરવા નીકળે છે. એના હાથમાં પંચશર હોય છે. એ પંચશરમાં અરવિંદ, અશોક, નવમાલિકા, આમમંજરી અને નીલોયલનાં ગુચ્છ ગૂંથેલાં હોય છે. રમતિયાળ અને રેઢિયાળ કામદેવ જ્યાં ત્યાં પોતાનાં શર ફેંકે છે; ને વ્યક્તિ કે વેશને જોયા વિના જેને તેને ઘાયલ કરે છે ! આ દિવસો એવા હોય છે, કે રૂપાળો જુવાન કાળીકૂબડી કન્યાને અપ્સરા સમ લેખી એના પર વારી જાય છે. આ દિવસો એવા હોય છે કે ઋષિઓનો તપોભંગ થઈ જાય છે, ને રૂપાળી અપ્સરાઓને એ શોધતા ફરે છે : આ દિવસો એવા હોય છે, કે વૃદ્ધને પણ તરુણાવસ્થા યાદ આવે છે, ને એય કોઈ તરુણીને શોધવા નીકળી પડે છે ! કામદેવ વૃદ્ધોની ને યોગીઓની આવી વલે કરે છે, તો સામાન્ય મનુષ્યના સંસારની તો વાત જ શી કરવી ? એમાં જેનું જાગતું જોબન હોય, એને માટે આવો સમય ભારે કસોટી કરનારો નીવડે છે. દૂર દૂર આંબાવાડિયામાં કોયલો ટહુકતી હતી. સુગંધિત ઉપવનોમાંથી ઉન્મત પવન ગંધભાર લઈને વહેતો હતો. મનમાં મદ જાગી રહ્યો હતો. આવા સમયે હાથીને બળપૂર્વક સાંકળે બાંધવા પડે છે, તોય મદથી છકેલા હાથીઓ સાંકળને સૂતરની દોરીની જેમ તોડી નાખે છે, તો પછી મનમાતંગનું તો પૂછવું જ શું ? ઋતુ, સમય, સ્થળ, પવન આવાં સુંદર, એમાં સુનયના જેવી મદભરી આકાંક્ષિત નારીની હાજરી ! ભલભલા યોગીના મનનો હાથી સાંકળ તોડીને ભાગે એવી પરિસ્થિતિ હતી ! બારી વાટે આવતો પવન ફડાકા બોલાવતો હતો, અને હવાના માર્ગમાં બેઠેલી સુનયનાના ઉત્તરીયને ઉડાવતો હતો. સંગેમરમરની શિલા જેવી છાતી પરથી ઉત્તરીય ખસી જઈને રૂપ-સુંદરીના વક્ષસ્થળની શોભાને પ્રગટ કરતો હતો. પૂનમના ચંદ્ર જેવા સુનયનાના મુખ પર અનેક અલકલટો ઝૂલા લેતી હતી : અને સુનયનાનો કેળના ગર્ભ જેવો હસ્ત વારંવાર ઊંચો થઈને એને સમારવાના વ્યર્થ પ્રયત્નમાં લાગ્યો હતો. શાન્ત સ્વભાવની સરસ્વતી આ મનોહરતાનું પોતાની રીતે મૂલ્યાંકન કરી રહી હતી, ત્યારે મીઠી મીઠી હવાથી આંખો જાણે ઘેરાઈ ગઈ હોય, વૃક્ષનો આધાર શોધતી કુમળી વેલી જાણે ઢળી પડવા માગતી હોય ? એમ સુનયના આળસ મરડી રહી. એ આળસમાં એણે દેહને ધનુષ્યની જેમ મરડી નાખ્યું. કામદેવે જાણે સુનયનાના સુંદર દેહને ધનુષ્ય બનાવી, પોતાના ભાથાનું મોહક અમોઘ તીર ફેંક્યું. પણ ગમે તેવાં તાતાં તીર ફેંકાય, સામે કાલ કકુમાર જેવો વીર નર હતો. યુવાની હતી, મદભરી યુવાની હતી, રૂપભરી યુવાની હતી, ઐશ્વર્યભરી યુવાની હતી, સત્તાભરી યુવાની હતી. યુવાની રૂપી રાણીએ ભલભલા મહારથીઓને પોતાના ચરણ પાસે નમાવ્યા હતા, પણ એ બીજા, કાલ કે નહિ ! કાલ ક સ્વસ્થ હતો, નીતર્યા પાણી જેવો ! એણે રૂપનાં તીરથી બચવા ભીરુની જેમ આંખો બંધ કરી નહોતી. એ ઋતુને આસ્વાદી રહ્યો હતો, આ રૂપમૂર્તિન અવલોકી રહ્યો હતો, પણ જેમ કોઈ ચીતરેલી છબી જોતો હોય તેમ એ બધું જોતો હતો. વાતાવરણમાં સંગીત હતું. પવનમાં વીણાના મધુર ઝંકાર હતા. એ સંગીત સાંભળવા સહુ જાણે સ્તબ્ધ હતાં. આ મૌન ક્યારે તૂટત તે કંઈ કહી શકાય તેમ નહોતું, પણ તેટલી વારમાં દ્વારપાલે દ્વાર ખખડાવ્યું. કાલક કુમારે બેઠાં બેઠાં દ્વારપાલને પ્રવેશ કરવાની અનુમતિ આપી. દ્વારપાલ અંદર આવ્યો. એણે ઝૂકીને કહ્યું : ‘ઉપવનમાં કોઈ મુનિ પધાર્યા છે. વનપાલ ક વધામણી આપી ગયો છે.” ‘સુંદર વધામણી ! હું એની રાહમાં જ હતો.’ કાલકે કહ્યું. ‘સ્વામીને ક્યાંથી ખબર ?' દ્વારપાલે પૂછ્યું. એ વૃદ્ધ અને વિશ્વાસુ ભૂત્ય હતો. | બે ઘોડાનો સવાર 1 121 Page #72 -------------------------------------------------------------------------- ________________ કાલકને એણે પોતાની ગોદમાં ઉછેર્યો હતો.' | ‘મને સ્વપ્ન આવ્યું હતું. કાં સરસ્વતી ? કાલકે સરસ્વતીને સંબોધી.. ‘ભાઈ સ્વપ્ન સહુ સાચાં થશે.” સરસ્વતીએ જૂના સ્વપ્નની વાત કરી, અને એની સત્યતાને ટેકો આપ્યો. ‘દ્વારપાલ ! લે આ તારું ઇનામ !' કાલકે કંઠમાંથી હાર કાઢીને દ્વારપાલને આપતાં કહ્યું : “વનપાલકને રાજ ભંડારેથી મોં-માગ્યું ઈનામ અપાવજે , મારે મન આવી વધામણી પુત્રજન્મના આનંદ કરતાં વિશેષ છે.’ ‘પણ કુમાર પોતે તો હજી કુંવારા છે ! પુત્રજન્મનો આનંદ કેવો હોય તેની એમને શી ખબર ?” સુનયનાએ વચ્ચે મશ્કરી કરી. ‘અલબત્ત, પુત્રજન્મની વધાઈ મળે તેવી ગોઠવણ કરવા માટે તો હું આવી છું.’ કાલકે આ ચતુર રમણીના વ્યંગનો કંઈ જવાબ ન વાળ્યો; જવાબમાં ફક્ત એક મુક્ત હાસ્ય કર્યું. | ‘ભાઈ ! ખરેખર તારી કસોટીની ઘડી આવીને ખડી થઈ છે. એક તરફ રાગ, એક તરફ વિરાગ !' સરસ્વતીએ કહ્યું. ‘બે ઘોડે ચડ્યો છું. કાં મેદાન મારું છું, કાં હાડકાં ભાંગું છું. જોઈએ, શું થાય ‘પમરવાનો સંભવ છે ?” સુનયનાએ આગળ પ્રશ્ન કર્યો. એના રૂપ જેટલું જ આકર્ષણ એના શબ્દોમાં હતું. ‘સંભવ છે, ડર નથી. એક તરફ રાગ છે, એક તરફ વિરાગ છે; આકર્ષણનો છોડ કઈ તરફ ઝૂકે એ કંઈ કહેવાતું નથી. એ માટે તો મનનું પારખું લઈ રહ્યો છું.” ‘વિરાગની આ તમારી અવસ્થા નથી.' સુનયનાએ વળી સખી તરીકે સલાહ આપવા માંડી. | ‘અવસ્થાનો પ્રશ્ન નથી, આવશ્યકતાનો પ્રશ્ન છે અને આવશ્યકતા પાસે બીજું કંઈ જોવાતું નથી.’ | ‘શી આવશ્યકતા છે ?' ‘એક મુનિનો સંદેશ છે. એણે કહ્યું છે કે, ક્ષત્રિય ! તલવારથી ઘણાં યુદ્ધ લડાયાં, તું હવે તપથી ને ધર્મથી લડે. આજના યુગમાં વમાચાર, કામાચાર અને અનાચાર વધી રહ્યાં છે. એનું નિકંદન કરવા અહિંસાની ઢાલ અને સત્યની તલવાર ગ્રહણ કર ! મેદાને પડ ! જખમ વેઠ ! તારું લોહી દે ! તારું જીવન દે ! ધર્મનો વિજય સાધ.' | તો વિરાગ તરફ તમારા આકર્ષણનો છોડ વધુ ઝૂકી પડવા સંભવ છે, કાં ?” સુનયનાએ પ્રશ્ન કર્યો. ‘જરૂર, સંભવ ખરો !” ‘તો મને રજા આપો.” સુનયનાએ બે હાથની અંજલિ રચતાં કહ્યું. અંજલિ રચવાની અદા પણ ગજબ હતી. ‘શા માટે ? હું અને અંબુજા નકરી રાગમૂર્તિઓ છીએ.” સુનયનાએ કહ્યું. ‘અંબુજાને હું માત્ર રાગમૂર્તિ માનતો નથી. એ ધર્મમૂર્તિ પણ છે. કાલકે અંબુજા માટેનો પોતાના મનમાં રહેલો ઊંડો ઊંડો આદર બતાવ્યો. | ‘હું નથી માનતી. અમે તો અનંગમાં અને અંગસુખમાં માનનારાં, છતાં તમારો થોડો ચેપ કદાચ દેવી અંબુજાને લાગ્યો હોય તો ના નહિ.સુનયનાએ કહ્યું. એ ચતુરા નાર વાદમાં એમ કાલકથી હારે એવી નહોતી. ‘અંબુજા તો અંબુજા જ છે.' કાલકે ભાવાવેશમાં કહ્યું, ‘પોતાના પ્રિયનો સ્વહસ્તે ત્યાગ એ જ જગતમાં મોટામાં મોટો ત્યાગ અને એ ત્યાગ અપૂર્વ આદર માગી લે છે.' ‘પણ પછી મને કેવો જવાબ છે ?” સુનયનાએ પ્રશ્ન કર્યો. મારો ડર તો લાગતો નથી ને ?' સુનયનાએ કહ્યું. ‘ડર લાગતો હોત તો ક્યારનું તમ જેવા કોઈનું શરણ સ્વીકારી લીધું હોત !' એટલે સ્ત્રી-પુરુષ ભેગાં મળે છે, તે ડરથી બચવા મળે છે કેમ ?” ચતુર સુનયનાએ વળી ચતુરાઈભર્યો પ્રશ્ન કર્યો. સંસારમાં સ્ત્રી-પુરુષના આકર્ષણનો છોડ જ્યારે એકદમ ખીલી ઊઠે છે, ને પોતાના ભારથી પોતાને પડી જવાનો ભય ઊભો થાય છે ત્યારે તે એક સહારો શોધી લે છે. એ સહારો શોધ્યા પછી એને પડવાનો ડર ઘણો ઓછો થઈ જાય છે, એ સહારાનું નામ લગ્ન ! કાલકે પોતાની રીતે પોતાની માન્યતા રજૂ કરી. ‘પૂછું છું કે રાજકુમાર કાલકનો આકર્ષણનો છોડ હજી પ્રફુલ્યો છે કે નહિ ? કે અકાળે કરમાઈ ગયો છે ?” સુનયનાએ વળી કાલકને શબ્દચાતુરીથી બાંધી લીધો. છોડ પ્રફુલ્યો છે, સુંદરી !' કાલકે એટલી જ નીડરતાથી જવાબ આપ્યો. ‘તો એને પડી જવાનો ભય છે કે નહિ ?’ સુનયનાએ કહ્યું. ‘પડવાનો ભય નથી, વધુ પમરવાનો સંભવ છે.' 122 D લોખંડી ખાખનાં ફૂલ બે ઘોડાનો સવાર 1 123 Page #73 -------------------------------------------------------------------------- ________________ ‘સુંદરી ! થોભો. તમારો જવાબ અંબુજાની ઇચ્છા પ્રમાણે જ આપીશ. વાસંતી પૂર્ણિમા નજીક છે, એ વખતે આપણે બંને એકલાં નૌકાવિહારે જઈશું.' કાલકે પોતાના નિરધારની સ્પષ્ટતા કરી. ‘વાવાઝોડાંથી ડરશો તો નહિ ને ?’ સુનયનાએ ગર્વમાં મનમોહક અંગમરોડ રચતાં કહ્યું. પુરુષને મીઠો પાનો ચઢે તેવાં એ ભાષા અને ભાવ બંને હતાં. ‘પુરુષ-શક્તિની પિછાન થઈ લાગતી નથી તમને ?' ‘મેં તો જીવનમાં સદા મારા ચરણમાં ગુંજારવ કરતા ભ્રમર જ જોયા છે. મારે કંટાળીને એમને હાથની ઝાપટ મારી મારીને દૂર હઠાવવા પડ્યા છે !' સુનયનાએ કહ્યું. ‘સુનયના ! ગર્વ ભયંકર વસ્તુ છે એટલે ગર્વ નથી કરતો. અંબુજાએ નૌકાવિહારની વાત લખી એ એક રીતે સૂચક છે, એમાં મારી સાધનાની પરીક્ષા છે. જો રાગ તરફ જવું હોય તો રૂપરાશિ સામે ખડો જ છે, સ્વીકાર કરું અને ધન્ય થઈ જાઉં અને રાગ તરફ મને રાગ ન થતો હોય તો નિરાંતે વિરાગ તરફ જાઉં. એને મહાદેવીનું બીજું સૂચન છે.' ભલે, તો અત્યારે હું વિદાય લઉં ?’ સુનયનાએ કહ્યું. એના રાગભર્યા અંતરમાં કાલકની સુંદર છબી કોતરાઈ ગઈ હતી. ‘હા, મારે પણ મુનિજન પાસે જવું છે.' કાલકે કહ્યું. સરસ્વતી જે અત્યાર સુધી મૌન હતી, તેના તરફ જોતાં કાલકે કહ્યું : ‘કાં સરસ્વતી ?' ‘હા ભાઈ !’ સરસ્વતીએ જવાબ વાળ્યો, પણ હજી એ ઊંડા વિચારમાં પડી હતી. ‘તું શું વિચારી રહી છે. સરસ્વતી ?' ‘રાગ અને વિરાગની વાત !' સરસ્વતીએ જવાબ આપ્યો. ‘શું તમારો આકર્ષણનો છોડ પ્રફુલ્લી ગયો છે ?’ સુનયનાએ વચ્ચે ટકોર કરી. ‘મારો આકર્ષણનો છોડ હજી પ્રફુલ્યો નથી.’ સરસ્વતી બોલીને મીઠું હસી. ‘તો તેની અત્યારે શી ચિંતા ? કોઈ છોડ મોડા પાંગરે છે ને તેના પર મોડાં ફૂલ આવે છે.' ‘જરૂર. વળી કોઈ પર તો સમૂળગાં ફૂલ જ આવતાં નથી.’ સરસ્વતી બોલી : 'ભાઈ ! સ્ત્રીઓનું સિંગારના ઝબૂક દીવડા જેવું જીવન જોઈ મને કંઈ કંઈ થાય છે. જેટલી સ્ત્રીઓ નીરખી એ બધી જાણે માયાની મૂર્તિઓ ! યૌવન જાણે એમનાથી જીરવાય નહિ ! યૌવન અને બોજ રૂપ લાગે, એ બોજ કોઈના માથે નાખી દેવો, એ 124 – લોખંડી ખાખનાં ફૂલ જ એના જીવનની જાણે સાર્થકતા !' સરસ્વતી આટલું બોલીને થોભી. કાલક અને સુનયના એની અજબ વિચારસરણી જોઈ અજબ થઈ ગયાં. ‘ભાઈ ! આપણે સ્ત્રી માટે કલ્પનાઓ પણ કેવી કરી છે ? એ જન્મી ત્યારથી જાણે પુરુષરૂપી યજ્ઞ માટે પશુ જન્મ્યું ! એને પુરુષની રીતે તૈયાર કરી. એનાં અંગોને પુરુષની નજરને ગમે તે રીતે વિકસાવ્યાં. એના રૂપને પુરુષનો કામપશુ તૃપ્ત થાય તે રીતે શણગાર્યા, અને એક દહાડો પુરુષયજ્ઞમાં એ પુષ્ટ પશુને હોમી દીધું. વાત થઈ પૂરી !' ‘અરે સરસ્વતી ! રાજકુમાર કરતાં તું વળી અદ્ભુત નીકળી. સુનયના સરસ્વતીના વિચારોથી પ્રભાવિત થઈ ગઈ. એણે પ્રશ્ન કર્યો : ‘તો શું સ્ત્રી-પુરુષનું મિલન અયોગ્ય છે ?' ‘ના, સ્ત્રી-પુરુષનું મિલન એ સંસારનો અમરત્વનો વારસો છે, પણ આજે એ મિલનમાં કામાચાર પ્રવેશ્યો છે. કામથી લગ્ન થાય છે, એ સાચું પણ આજે તો કામ માટે જ લગ્ન થાય છે. માણસના જીવનની અમરવેલ સંતાન-એ સંતાન તો ત્યાં ગૌણ બન્યું છે. સ્ત્રી કામને જુવે છે, પુરુષ રૂપને પરખે છે. એક રૂપને પકડવા માગે છે, બીજાનું વશીકરણ કરવા ઇચ્છે છે.’ સરસ્વતીએ પોતાની વાત પળવાર થોભાવી, ને વળી થોડીવારે બોલી : ‘રાજકુળોમાં તો આ કામાચારે અને અનાચારે હદ વાળી છે. ત્યાં સંતાનની અમર વાંછા નથી; કેવળ રૂપભોગની વાસના છે. હું રાજપુત્રોને જોઉં છું, ને મને વિષધર ફૂંફાડતા લાગે છે. એમના ભોગ-વિલાસ જોઉં છું, ને મને હૈયે ડામ લાગે છે. રોગ, શોક અને સંતાપે રાજ કુળમાં ઘર ઘાલ્યાં છે. એક પણ રાજ કુળને હું સાચું હસતું, સાચું જીવન જીવતું, અનિંદ્ય કર્મ આચરતું જોતી નથી ! અને યથા રાજા તથા પ્રજા! વામાચાર, કામાચાર અને અનાચારથી આખું વાતાવરણ દૂષિત થઈ ગયું છે.’ ‘તો તમારે તો હવે સાધ્વીજીવન જ જીવવું જોઈએ.' બટકબોલી સુનયનાથી આ સ્ત્રી-નિંદા સહન ન થઈ. એણે ઘા કર્યો. ‘હું મારા મનમાં એ જ મંથન કરી રહી છું. જો ભાઈ રાગના પંથે જાય તો એને શુભેચ્છા પાઠવી હું વિરાગના માર્ગે વળું. જો એ વિરાગના માર્ગે પ્રયાણ કરે, તો એની પાછળ પાછળ ચાલી નીકળું.' સરસ્વતીએ સ્પષ્ટતા કરી દીધી. ‘પણ બહેન ! રૂપવતી સ્ત્રી સાધ્વી થાય તોય એને માથે ડર તો છે જ. પુરુષભ્રમર તો એવાં રૂપ, રંગ, રસભર્યાં પુષ્પો શોધતો જ હોય છે. એને રૂપવતી સ્ત્રીની કોઈ પણ અવસ્થાની તમા હોતી નથી. એ ફૂલને ભ્રમર ક્યારે આકરો ડંખ મારે એ બે ઘોડાનો સવાર D 125 Page #74 -------------------------------------------------------------------------- ________________ કેમ કહેવાય ? આપણું મન સુધર્યું એથી કંઈ જગતનું મન સુધરી જવાનું નથી. ઊજળા દૂધને હંમેશાં બિલાડીનો ભય છે.” સુનયનાએ સાવચેતી રજૂ કરી. ‘સ્થૂલ રૂ૫ તો દેહનો વિષય છે !' આત્માનું રૂપ તો જે આત્માને જાણે તેને માટે, બાકી તો આ ચામડી અને આ મુખમાં જ રૂપ જોવાય છે !' - “બહેન ! તારી વાત સાચી છે. આખા વાતાવરણમાં દૂષિતતા છે. પણ વાત કર્યો એ દૂર નહિ થાય, એકાદે એમાં બલિ બનવું પડશે !' ‘રૂપવતી સ્ત્રીની ભારે કફોડી સ્થિતિ છે. દેવી જેવાં સરસ્વતી બહેન ! આજે રૂપવતી સ્ત્રી માટે બહાર નીકળવા જેવો વખત નથી. રૂપ પરના અત્યાચારોની વાતો અને તેય રાજ કુળોની વાતો... પણ જવા દો એ બધી માથાકૂટ !' સુનયનાએ મનના વેગને રોકીને એ વાત ત્યાંથી કાપી નાખી. એને લાગ્યું કે પોતે ભાવાવેશમાં આવી ગઈ. - “બહેન ! કોઈ રૂ૫ માગશે તો દેહની સાથે આપી દઈશ અને આત્માને લઈ ચાલી નીકળીશ.” ‘એટલે સમર્પણ કરશો દેહનું ?' ‘જરૂર પડશે, તો તો એમાં પાછી નહિ પડું , પણ મારે આ રાગ, આ મોહ, આ ક્રોધ, આ લભભરી સુષ્ટિ છોડવી છે.' સરસ્વતીએ આખરી નિર્ણય જાહેર કર્યો. ‘બહુ ઉતાવળી તું ! અરે , મુનિજન આવ્યા છે, ઘેર ગંગા આવી છે. ત્યાં તો ચાલ, ધર્મગંગાનું યથારુચિ સ્નાન અને પાન કરીને પવિત્ર તો થા.” રાજ કુમાર કાલકે કહ્યું. ‘સુનયના બહેનની વ્યવસ્થા કરીને આવું છું !' સરસ્વતીએ જવાબ આપ્યો, અને એ સુનયનાને લઈ પોતાના આવાસ તરફ ચાલી. ‘અહીં રાહ જોતો ઊભો છું.' કાલકે કહ્યું.. ‘ભલે, હમણાં આવી.' સરસ્વતી સુનયનાને લઈને પોતાના આવાસમાં ગઈ. રાજમહેલનો આવાસ ખરેખર સુંદર હતો. સુનયનાએ અનેક આવાસો જોયા હતા, ઉજ્જૈની જેવી નગરીના રાજમહેલો નીરખ્યા હતા, પણ આવી મનહરતા અને શાંતિ ત્યાં લાધી નહોતી. અહીં એક નાનું રમકડું પણ અર્થ રાખતું હતું. એક દીપક પણ પોતાના પ્રકાશ અને છાયા વિશે સંચિત હોય તેમ લાગતો હતો. વૈભવ જરૂર હતો. રાજકુમારીને શોભતો આવાસ હતો. પણ સંસ્કારની મધુર છાયા બધે પથરાયેલી હતી. આસનો, વિરામાસનો, પર્યકાસનો બધાં સુવ્યવસ્થિત હતાં. પંખી અહીં હતાં, પણ પિંજર નહોતાં. અહીં શુક ગાતો, સારિકા ગાતી, કોકિલ ટહુકા કરતો, પણ બધું જાણે મુક્ત મનનું હતું. સામાન્ય રીતે રાજમહેલોમાં પ્રવેશ કરનારને આચરણમાં દંભ સેવવો પડતો. ભાષામાં મોટાઈ જાળવવી પડતી. અહીં પ્રવેશ કરનાર મનનો બધો ખોટો ભાર દૂર ફેંકી આપોઆપ હળવો ફૂલ થઈ જતો. સુનયનાને માથે રૂપનો બોજ હતો, એથી એનામાં ટાપટીપનો વધુ આડંબર હતો અને એથી વધુ બોજ એના રૂપનો હતો. રૂ૫ સામાને વીંધનારું જોઈએ; સામું ન વીંધાય તો રૂપની અસ્મિતા એટલી ઓછી ! આ ખંડના પ્રવેશ સાથે જાણે એ બધું ફેંકાઈ ગયું. સુનયના હળવી થઈ ગઈ. અંદર બોજ વિનાનું થઈ ગયું ! થોડીવારે એક સારિકા (એના) એના હાથ પર આવીને બેસી ગઈ. ને કંઈ કંઈ વાતો કરવા લાગી. સંસારનાં સારાં ગણાતાં માણસો જે ભૂંડી ભાષા વાપરતાં હતાં, એના કરતાં સારિકાની ભાષા અને મીઠી લાગી, સરસ્વતી સુનયનાની બધી વ્યવસ્થા કરી મુનિજન પાસે જવા પાછી ફરી. 126 D લોખંડી ખાખનાં ફૂલ બે ઘોડાનો સવાર 1 127 Page #75 -------------------------------------------------------------------------- ________________ 17 કાલક ! કુહાડીનો હાથો થા ! પરાક્રમ અને પ્રતિભા સ્વયં માનવદેહ ધારીને પૃથ્વી પર આવ્યાં ન હોય, તેમ રાજકુમાર કાલક અને રાજકુમારી સરસ્વતી અશ્વારોહી બનીને બહાર નીકળ્યાં. સૂરજ પશ્ચિમના આકાશમાં ઊતરતો હતો, નવવસંતનો મંદ મંદ વાયુ રાજઉદ્યાનોમાંથી માદક સુગંધ લઈને વાતો હતો. એવે સમયે આ ભાઈ-બહેનની જોડીએ નગરના ઉપવન ભણી પ્રયાણ કર્યું. સરસ્વતીએ પુરુષનો પોશાક સજ્યો હતો. બદન પર કીમતી કુરતક, નીચે પાયજામો (ધોતીનો સીવેલો પ્રાચીન પ્રકાર) અને માથે ઉષ્ણીષ મૂકી હતી. ગળાનો હાર એણે કુરતક નીચે છુપાવ્યો હતો. પણ કાનનાં કુંડળ ઝગમગાટ કરતાં હતાં. જો કે સૌંદર્યભર્યા દેહને તમામ વેશ શોભે છે, પણ આ વેશમાં રાજકુમારી ઓર દીપતી હતી. રાજકુમાર કાલકે એ જ પ્રકારનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં, પણ ઊંચો અને પડછંદ દેહ, લાંબી ભુજાઓ ને મોટું મસ્તક એને સરસ્વતીથી જુદો પાડતાં હતાં. બંને જણાં એકબીજાને જોતાં, ને વળી ભૂંગાં મૂંગાં વિચારમાં પડી આગળ વધતાં. બંનેના અશ્વોની ગતિ જેમ એક દિશામાં હતી, તેમ બંનેની વિચારસરણી એક જ દિશામાં વહેતી હતી. મંદ મંદ ગતિએ અશ્વ ચલાવતાં બંને જણાં ઉપવન નજીક આવી પહોંચ્યાં. વનપાલક વધામણી લાવ્યો હતો કે આ ઉપવનમાં મુનિરાજ આવ્યા છે અને એ પહેલાં રાજકુમારને સ્વપ્નમાં આવીને મુનિના આગમનની વાત કોઈ કહી ગયું હતું. એટલે બંને જણાં ઉપવનની બહાર અશ્વ પરથી નીચે ઊતર્યાં અને ધીરે ધીરે ચાલતાં અંદર ગયાં. સૃષ્ટિ સોહામણી બની રહી હતી. આકાશમાં કેસરવર્ણો ચંદરવો બંધાતો હતો. પંખીઓ ચારેતરફ મીઠા ટહુકા કરતાં ફરી રહ્યાં હતાં. હરણાં મનભર છલાંગો મારી ઉપવનની શોભા વધારતાં હતાં. કોકિલો આંબાડાળે બેસીને ટહુકા કરતી હતી : અને દેવદારુનાં વૃક્ષોમાં પેસીને પવન પાવો વગાડતો હતો. ‘કેટલી રમ્ય પ્રકૃતિ છે અહીં ! મનના થાક ઊતરી જાય છે.’ રાજકુમાર કાલકે કહ્યું, એની ગૂંચવાયેલી મનઃસૃષ્ટિમાં આ વાતાવરણ ખૂબ આહ્લાદક લાગ્યું. ‘મને તો એમ થાય છે, કે આપણે આ કોકિલાઓના કુળમાં જન્મ્યાં હોત તો... કેવી મજા પડત ! સદા કેવું મીઠું ગીત ગાયાં કરત !' સરસ્વતી બોલી. હૈયા પર પણ કંઈ બોજો દેખાતો હતો. ‘કોકિલકુળમાં જન્મ્યાં હોત તો...' કાલકકુમાર બોલ્યો. ત્યાં સામેની આંબાડાળે બેઠેલી એક કોકિલાને ખૂની બીજે ઝપટમાં લીધી. ગીત ગીતને ઠેકાણે રહ્યું, ને એ બિચારી જીવ બચાવવાની જંજાળમાં પડી. કાલકે ત્યાં પડેલો પથ્થર ઉઠાવ્યો, ને ઘા કર્યો. બાજ કોકિલાને હણે, એ પહેલાં એ જખમી થયો અને નીચે પડ્યો. સરસ્વતી દોડી. એણે પાસેની વાવમાંથી જળ લઈને બાજના દેહ પર છાંટટ્યું. થોડીવારે બાજને કળ વળી. એણે પોતાની ગોળ ગોળ આંખો ખોલી, ને આશ્ચર્ય તથા ભયની લાગણીથી સરસ્વતીને જોઈ રહ્યો. સરસ્વતી બાજને ઉદ્દેશીને કહેતી હોય તેમ બોલી : ‘તોફાની બાજ ! મારા ભઈલા ! આવી રીતે કોઈ ભોળી કોકિલાને હવે પછી હેરાન ન કરીશ. તું સુખ જીવજે અને બીજાને સુખે જીવવા દેજે !' કાલક હસ્યો, એ બોલ્યો : ‘રે ઘેલી મારી બહેનડી ! આમ જો ગુનેગાર બાજોને જિવાડતી ફરીશ, તો તારા હાથે જ કોકિલાઓના કુળનો સંહાર કરાવી નાખીશ.’ આટલી વારમાં બાજ સ્વસ્થ થઈ ગયો હતો. એ થોડીવારમાં મોટો અવાજ કરતો ઊડી ગયો. એને નજીકથી પસાર થતો જોઈને કેટલીય કોકિલાઓનાં ગળાં રૂંધાઈ ગયાં, એના પડછાયે આખું વન ત્રસ્ત થઈ ગયું. દયા અને દાનમાં પણ વિવેક ઘટે,' કાલકે કહ્યું અને બંને આગળ વધ્યાં. થોડીવારમાં બંને અશોકવૃક્ષની ઘટામાં આવી પહોંચ્યાં. એ છાયામાં એક મુનિ પદ્માસને બેઠા હતા. ફરી વાતાવરણ પલટાતું લાગ્યું. મનને શાંતિના સમીર વાયા. આત્માને આપોઆપ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. બંને હળવાં ફૂલ બની મુનિના ચરણમાં જઈને ઝૂકી પડ્યાં ! કાલક ! કુહાડીનો હાથો થા ! – 129 Page #76 -------------------------------------------------------------------------- ________________ “ધર્મલાભ !' મેઘગર્જના જેવો અવાજ આવ્યો. ભૂમિસરમાં ઝૂકેલાં ભાઈ બહેનને ભાસ થયો કે મેઘ ગાજ્યો. એમણે ઊંચા થઈને જોયું તો એ શબ્દો મુનિના મુખમાંથી સર્યા હતા. અરે ! કેવો ક્ષીણ દેહ અને એમાંથી આવો તાકાતવાન સ્વરદેહ ! ખીણવાળા મુનિની પૂરેપૂરી બીજી આવૃત્તિ જેવા આ મુનિ હતા. એમનું હાડકહાડકું ગણી શકાય તેમ હતું. માથું ધીરૂં ધીરું ધૂણી રહ્યું હતું. આ દેહમાંથી આવા સ્વર ! જાણે રણભેરી બજી ! કાલક આશ્ચર્યમાં પડી ગયો, સરસ્વતી બે હાથ જોડીને ઊભી રહી. મુનિ અધૂરું હસ્યા. એ હાસ્યમાં અજબ આકર્ષણ હતું. મુનિવરની નિર્દોષતા બાલકને પણ ભુલાવે તેવી હતી. ધર્મવીર કાલક !' વગર પિછાણે જૂની પિછાણ હોય એમ મુનિ બોલ્યા. ક્ષત્રિયને કોઈ રણક્ષેત્રે પહોંચી જવા સાદ પાડતો હોય, એવો રણકાર આ શબ્દોમાં હતો. માતા વર્ષોથી વિદેશ ગયેલા પુત્રને આમંત્રતી હોય એવો મમતાભાવ એમાં ભર્યો હતો. કાલક મુનિનાં દર્શન કરીને વિચારી રહ્યો. સંસારમાં અદ્ભુત સિદ્ધિવાળા માણસો દેહમાં જીવતા નથી, માત્ર ભાવનામાં જીવે છે ! જે દેહનો સંસારમાં ભારે મહિમા છે અને દેહના જે મહિમાને જાળવવા જગત લાખ લાખ સારા- ખોટા, ઉચિત-અનુચિત પ્રયત્ન કરે છે, એ દેહના મહિમાને જાણે અહીં અવગણવામાં જ આવ્યો હતો. સુકાયેલા તુંબડા જેવો આ દેહ કહેતો હતો કે તપત્યાગથી દેહને સુકાવવામાં ન આવે, તો આત્મા આદ્ગ થતો નથી ! | ‘ગુરુદેવ ! શી આજ્ઞા આપો છો ?' કાલ ક લાગણીભીનો બની ગયો. એના એ બોલમાં હૃદયની સૌરભ મહેકતી હતી. “ક્ષત્રિય ધર્મરણે સંચરવાની તૈયારી કરીને આવ્યો છે ને ? સંદેશો મળી ગયો છે ને ?” મુનિ બોલ્યા. એમના અવાજ માં જાણે સત્યનો રણકો અને દઢતાના બંધ હંતા. - “સંદેશો ? ના, કોઈ સંદેશ મળ્યો નથી.’ કાલકે કહ્યું. એને યાદ આવ્યું કે મહાગુરુ મહામઘ મનસંકેતથી સંદેશ મોકલી શકતા, પણ આ સાધુઓ તો એવી વિદ્યાશક્તિ વાપરતા નથી. તેઓ તેમાં થોડી સિદ્ધિ ને વધુ અસિદ્ધિ કલ્પતા હોય છે. સ્વપ્નસંદેશ, કાલક ! આ તો દિલભર દિલની વાત છે : મનનો સાચો રણકો બધે રણકાર જગવે છે. એ માટે કંઈ નિર્જીવ સંદેશો મોકલવાનો હોતો નથી. 130 D લોખંડી ખાખનાં ફૂલ ચોમાસાની હરિયાળી જેમ આપોઆપ ઊગે છે, એમ મનની વાત આપોઆપ મારગ કરી લે છે.” મુનિ સહજભાવે બોલ્યા. ‘સ્વપ્ન અવશ્ય લાધ્યું હતું, મહારાજ ! પણ મારી હૈયા-હોડી હજી રાગ અને વિરાગના ભરતી-ઓટમાં ઝોલાં ખાય છે.' કાલકે કહ્યું. ‘કાલક ! હું જાણું છું અને એ ખાતર જ અહીં આવ્યો છું. આજ ધર્મક્ષેત્રે તારી જરૂર પડી છે.' ‘મારી જરૂર ? મહારાજ ? હું તો સામાન્ય માનવી છું.' કાલકે નમ્રતા દાખવી. ‘સોનું પોતાનું મૂલ્ય જાણે કે ન જાણે, સુવર્ણકારને ખબર હોય છે, કે કયું સોનું સાચું ને કયું ખોટું ! કાલક, સાધુ તો અનેક છે : અનેક થયા અને વળી થશે, પણ તને તો નિશ્ચિત કર્તવ્યસંદેશ લઈને સાધુતાનો અંચળો ઓઢાડવાનો છે. માટે જ તને ધર્મવીરનું બિરુદ મેં આપ્યું છે.' મુનિએ વાત શરૂ કરી. અત્યાર સુધી જે મૌનના અવતાર લાગતા હતા, એ હવે બોલવામાં બૃહસ્પતિ જેવા ભાસ્યા. એમની વાણી આગળ ચાલી : ‘અમે ધર્મસેનાના સૈનિકો છીએ. તમારી રણે સંચરતી સેના માટે જેવા શિસ્તના અને સંયમના નિયમો હોય છે, એવા અમારા માટે કડક નિયમ છે. સેનાના નિયમોમાં સેનાપતિ ફેરફાર કરી શકે, પણ અમારા માટે એ શક્ય નથી. અમે જોયું છે કે દેશભરમાં અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી છે. નરવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો છે. મુનિજન બોલતાં થોભ્યા. એમના અવાજ માં રણે સંચરતા યોદ્ધાનું જોશ હતું. ચાતક જેમ સ્વાતિનાં જળ મૂંગે મોંએ પીએ, એમ કાલક અને સરસ્વતી મુનિની વાણીને પી રહ્યા. મુનિ આગળ બોલ્યા : ‘આજ ધર્મને નામે ચામાચાર ને અનાચાર પ્રસરી ગયા છે. ધાર્મિક આડંબરોએ અને કલહોએ આખા સમાજને આવરી લીધો છે. પૂજા કરતાં પાખંડ વધી ગયું છે. સદાચાર સંતાઈ ગયો છે. મંત્ર-તંત્રની બોલબાલા છે. નર-મેધ, પશુબલિ, નગ્ન સુંદરીની પૂજા ને મઘ-માંસાહાર ધર્મનાં અંગ લેખાયાં છે. ધર્મના ઓઠા નીચે અધર્મનો આવિષ્કાર થઈ ગયો છે.' મુનિ થોડીવાર થોભ્યા ને વળી આગળ ચલાવ્યું : ‘ભારતમાં પરદેશી જાતિઓ પ્રવેશી રહી છે. એ જાતિઓ લડવામાં અને લૂંટવામાં પાવરધી છે, પણ એમનાં મન હજી કોરી પાટી જેવાં છે. એમની બર્બરતાને કોઈ ટાળી શકે તો એકમાત્ર ધર્મ જ ટાળી શકે એમ છે.’ મુનિ માત્ર કાલક ! કુહાડીનો હાથો થા !! 131 Page #77 -------------------------------------------------------------------------- ________________ એકાંતસેવી ન લાગ્યા. વર્તમાન ઇતિહાસનું પણ તેમને જ્ઞાન હોય એમ ભાસ્યું. | ‘ક્ષત્રિયને ધર્મની નેતાગીરી નહિ, કર્મની નેતાગીરી સોંપો, ધર્મના ક્ષેત્રમાં તો હું સાવ સાદો સેનિક છું.' કાલકે કહ્યું. એના બોલમાં નિરભિમાનતા ગુંજતી હતી. ક્ષત્રિયને માથે જ સંસારનાં કર્મ-ધર્મની જવાબદારી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર એ બધા ક્ષત્રિય જ હતા ને ? સત્યની તલવારથી એ અધર્મ સામે લડ્યા. અહિંસાની ઢાલથી એમણે સંસારની રક્ષા કરી. સમયે સમયે સંસારશુદ્ધિ માટે ક્ષત્રિયોને સાદ પડે છે. આજ તને પડ્યો છે. ‘ક્ષત્રિયને જ શા માટે ?' કાલકે શંકા કરી. ‘કમે સૂરા સો ધમ્મ સૂરા ! જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ સમાન હોય, એને જ સાદ થાય. કાલક ! આજ ધર્મની દશા વિપરીત થઈ છે. અમારું વ્રત પગપાળા ચાલવાનું છે. વાહનનો સ્પર્શ-વેશ્યાના સ્પર્શ જેવો – અમારે માટે વર્યુ છે. પગપાળા ચાલતા અમે આ ભૂમિની, આ દેશની, નગરોની, ગ્રામોની રજેરજ માહિતી મેળવી શકીએ છીએ, જે પગે ચાલે છે, એ સ્વર્ગમાં ચાલે છે, એ અમારું સુત્ર છે.” મુનિ વળી થોભા . કાલકની મનોદશા અત્યારે પલટાઈ રહી હતી. સુનયના, સરસ્વતી કે અંબુજા એની નજર સામેથી હટી ગયાં હતાં. દેશોદ્ધાર કે વિશ્વોદ્ધારનો આખો નકશો એની નજર સામે ચીતરાઈ ગયો હતો. | ‘કાલક ! અમારું મુનિઓનું એક વ્રત પગપાળા ચાલવાનું, એમ બીજું વ્રત લક્ષ્મીહીનતા. અમારે અકિંચન બનીને રહેવાનું અને સંસારની દરિદ્રતાને પરખવાની ! આજ અમે નજરોજર જોયું છે કે રબારીના નેસડા ખાલી પડ્યા છે. ઢોર બધાં યજ્ઞવેદી માટે ચાલ્યાં જાય છે. ભરવાડોના ઝોક ઘેટાં-બકરાંથી ખાલી છે. માણસનું ભોજન માંસ બન્યું છે, પોતાના જીવની રક્ષા ને એ અર્થે પારકાના જીવની હત્યા : આ લગભગ નિત્યવ્યવહાર બન્યો છે. દેશની દોલતની હોળી થઈ રહી છે. માનવીને ભગવાન મહાવીરે અને મહાત્મા બુદ્ધ માંસાહારથી પાછો વાળ્યો હતો, ત્યાં ફરી માંસાહાર તો પ્રસર્યો છે, પણ એની સાથે મદિરા પણ ગંગાજળ બની ગઈ છે : ને વ્યભિચાર નિત્યક્રિયા બન્યો છે. જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો. ધર્મના રક્ષણમાં જ દેશનું સાચું રક્ષણ રહેલું છે.’ મુનિરાજ જાણે ઉપવાસીને પારણું કરાવે તે રીતે ધીરે ધીરે બધું પીરસી રહ્યા &તા. કાલક પણ મુનિરાજની વાણી અંતરમાં ઉતારી જાણે નિત્યપાઠ કરી રહ્યો. એ મુનિનું છેલ્લું વાક્ય ઉચ્ચારી રહ્યો : 132 1 લોખંડી ખાખનાં ફૂલ જે પ્રજાનો ધર્મ હણાયો એનો દેશ અને સમાજ હણાયેલો જ સમજવો, એમ આપે કહ્યું, કાં ગુરુદેવ ?” ‘સત્ય છે. પગપાળા ચાલવું, દરિદ્રી-અકિંચન-રહેવું મુનિનાં એ બે વ્રતો થયાં. ત્રીજું વ્રત ભિક્ષા. અમે ભિક્ષા યાચનાર ઘર ઘરના ભોમિયા બન્યા છીએ. અમે માનવતાનાં હિણાયેલાં મૂળ ત્યાં નિહાળી શકીએ છીએ. યત્રતત્ર સર્વત્ર ધર્મ વિશે અશ્રદ્ધા, કર્તવ્યમાં શંકા અને આચારમાં હીનતા જોવા મળે છે. માણસ મંત્રમાં ઉદ્ધાર માને છે, તંત્રમાં સિદ્ધિ માને છે. પુરુષાર્થમાં એને શ્રદ્ધા નથી. માનવતામાં આનંદ નથી. દરેક ઘરમાં અમે તંત્ર-મંત્રની ઓરડીઓ જોઈ છે, જેમાં બેસીને માણસ શત્રુનો વિનાશ વાંછે છે, ધનના ચરુ માગે છે, ને રૂપાળી વામાઓ સાથે વિલાસ ઇરછે છે. જે પ્રજાનું પહેલાં વિચારથી પતન થાય છે, એનું આચારમાં સર્વતોમુખી પતન થતાં વાર લાગતી નથી. સહુને સંપત્તિ સંઘરવા જેવી, ભોગમાત્ર માણવા જેવા અને વૈભવ જાળવવા જેવા લાગે છે. સત્ય, ત્યાગ, પ્રેમ , અહિંસા, અપરિગ્રહ : આ બધા તો હવે માત્ર શબ્દો જ રહ્યા છે અને તે પણ નિખ્ખાણ ખોખા જેવા ! એ શબ્દોના પ્રાણને જાગ્રત કરવામાં નહીં આવે તો દુનિયા અનાચારની દુર્ગધથી ત્રાસી ઊઠશે.’ કાલકે તલવારના ઘા લીધા હતા અને દીધા પણ હતા, પણ મુનિના શબ્દો જેટલી તીણતા એમાં નહોતી, એમ એણે આજે અનુભવ્યું. મુનિની વાણી આગળ ચાલી : ‘સત્ય, પ્રેમ અને અહિંસાની રક્ષા કાજે સમાજ નિર્માણ થયો છે. એ સમાજ નિર્બળ બન્યો, તો એને સંભાળવા રાજાઓની સંસ્થાઓનું નિર્માણ થયું; રાજાઓ પણ કાલક્રમે એ સાચવી ન શક્યા. તો ધર્મસંસ્થાનું નિર્માણ થયું; પણ પાણી હંમેશાં ઢાળ તરફ વહી જાય છે, એમ કહેવાતા ધર્મોએ તો પ્રાકૃત જનોની રસવૃત્તિ પોષવા માટે અને પોતાના પંથમાં ખેંચવા વિશેષ ભ્રષ્ટાચાર નિપજાવ્યો. જગતને આચાર અને સદાચારની પરબ વાળવા અને પરબનાં સાદાં સાત્ત્વિક પાણી પિવરાવવા અમે તૈયાર થયા, પણ કુહાડી ગમે તેવી કુશળ હોવા છતાં હાથા વિના નિરર્થક છે. આજ તને ક્ષત્રિયને અમારી હાકલ છે. બુદ્ધ-મહાવીરની સંસાર સંરક્ષકસેનામાં તારું નામ નોંધાવી લે, કાલક ! ચઢી જા સત્યની શુળી પર ! સહુ સારાં વાનાં થશે !' મુનિની આંખોમાં પ્રકાશનો પૂંજ ઝળહળી રહ્યો હતો. એ પ્રકાશ કાલક અને સરસ્વતી બંનેને આવરી રહ્યો. ‘મહારાજ ! હું ક્ષત્રિય છે. દિલનું જોશ છે. હમણાં જ કોકિલાને હેરાન કરતા બાજને ઘાયલ કર્યો. આતતાયીનો નાશ એ જાણે મારા સ્વભાવમાં છે. સાધુતા તો ખમી ખાવાની વસ્તુ છે.’ કાલક ! કુહાડીનો હાથો થા ! 133 Page #78 -------------------------------------------------------------------------- ________________ ‘આતતાયીનો નાશ જરૂર કરવો, પણ એનો ઉદ્ધાર થાય એ રીતે કરવો. શાસ્ત્રવચન છે, કાલક ! કે સત્યની આજ્ઞાથી સમરાંગણે ચઢેલા મેધાવીની મુક્તિ નક્કી જ છે.* નિઃશંક થા ! ચાલ્યો આવ ! કાલક ! સંસારનું કોઈ માયાબંધન તને છે ખરું ?” મુનિરાજે મુદ્દાનો પ્રશ્ન કર્યો. ‘માયામાં માયા બહેન સરસ્વતીની ! સંસારનું એ સર્વોત્તમ નારીપુષ્પ છે. વળી એ સુકોમળમાં સુકોમળ પણ છે. મને ચિંતા હોય તો એની !' કાલકે કહ્યું. ‘ભાઈ ! મારી ચિંતા છોડી દે.’ સરસ્વતી બોલી. ‘તારો રાહ એ મારો રાહ. આ ભવમાં આપણો વિજોગ નથી. તું પરણીશ તો હું ભાભીની સેવા કરીશ, તું સંન્યાસી થઈશ, તો હું તારા ઇષ્ટની સેવા કરીશ.' ‘સરસ્વતી તો સમર્પણમૂર્તિ છે. એવી સમર્પણશીલા સ્ત્રીઓ સંસારમાં હોય, તો શિકારી મૃગને મૂકી દે; વ્યભિચારી વનિતામાત્રને તજી દે. આ બધી સ્ત્રીઓ નથી, પ્રેમહવાની લેરખીઓ છે,' મુનિજન સરસ્વતીને જાણે લાંબા વખતથી પિછાણતા હોય તેમ બોલ્યા. સરસ્વતી ભાઈના પગલાને અનુસરવા થનગની રહી. એ બોલી : ‘ગુરુદેવ ! ભાઈ એક સ્ત્રી સાથે વચનથી બંધાયેલા છે.’ ‘કોની સાથે ! કેવા વચનથી ?' ‘એક નવયૌવના છે. એણે વસંતવિહારે ભાઈને નોતર્યા છે. ભાઈ કહે છે કે સંસારમાં મોટો રાગ કામદેવનો છે. જો અને જીતીશ તો વિરાગને પંથે પળીશ. નહિ જીતું તો જેવો સામાન્ય છું તેવો સામાન્ય બની રહીશ. વિરાગ વર્ગોવાય તેવું નહિ ‘વાહ રે કાલક ! ધન્ય તારો વિવેક !' મુનિરાજ આ સાંભળી ખુબ રાજી થયા. ‘ખીણવાળા મુનિએ જે ભાખ્યું એ ખરેખર સત્ય છે. સમતુલા તો કાલકની ! સાચ તો કાલકનું ! આજ તો વંચનાનો – છલનો વેપાર ચાલે છે. શસ્ત્ર પર જેટલી શ્રદ્ધા છે, એટલી શસ્ત્ર ગ્રહણ કરનાર કરયુગલ પર નથી. કરયુગલ પર જેટલી આસ્થા છે, એટલી હૈયા પર નથી. ને જેટલી હૈયા પર છે, એટલી એમાં વસતી પ્રેમહવા પર નથી. કામધેનુ અને કલ્પવૃક્ષ આ યુગમાં સંભવે કેવી રીતે ?’ ‘આજે તો પોતાનો નામો કૂબો, નાની હાટડી, નાનો સ્વાર્થી સમાજ અને સર્પના દર જેવા ઘરમાં માનવીનું સર્વસ્વ સીમિત થઈ ગયું છે.' સરસ્વતી બોલી. એના આત્માને આ વાતો ખૂબ રુચિકર લાગતી હતી. * सच्चरस आणाए उपओि मेहावी भारं तरई । 134 D લોખંડી ખાખનાં ફૂલ ‘મુનિજન ! મને આજે નિર્મોહીનો મોહ થયો છે : તમને જોયા ને જાણે મેં અરીસામાં મારા આત્માના પ્રતિબિંબને નિહાળ્યું, અંદરથી હાકલ પડે છે : ઊઠ, ઊભો થા ! દોડ, તારા ધ્યેયને સિદ્ધ કર ! મન જાણે આત્માની સાથે ગોઠડી માંડીને બેઠું છે. ક્ષત્રિય છું, એટલે વચનભંગ નહિ થાઉં. જાઉં છું મહારાજ !' ‘જા ! રાજ કુમાર ! સુખેથી જા ! આત્માની પરીક્ષા વિના વૈરાગ્યનો અંચળો ન ઓઢીશ. નહિ તો અંચળો ગંધાશે અને અંચળાનો આપનાર વર્ગાવાશે. વહેલો વળજે. મારી પાસે સમય નથી !' ‘શું આપની પાસે સમય નથી ?' ‘હા, દેહનું પિંજર ડોલી રહ્યું છે. હંસલો માનસરોવર ભણી જવા પાંખો ફફડાવી રહ્યો છે, જલદી પાછો વળજે ! જય તારો છે. અમર તો એ તારી પરીક્ષારાત્રિ !' મુનિએ આટલું બોલી આંખો મીંચી લીધી. કાલક અને સરસ્વતી નમન કરી પાછાં ફર્યાં, પણ અંતરમાં એક નવીન પ્રકાશ લઈને પાછાં વળતાં હતાં. અંધારામાં જાણે અજવાળાં પ્રગટ્યાં હતાં. કાલક ! કુહાડીનો હાથો થા ! – 135 Page #79 -------------------------------------------------------------------------- ________________ 18 લોખંડી પુરુષ સૃષ્ટિ ગાતી હતી. નવલખ તારલા નાચતા હતા. ચંદ્રની કૌમુદી રસ ઢોળતી હતી. મદભર્યા મદ્યના પ્યાલા જેવી એકાંત રાત જામતી હતી. સરિતાનાં શાંત જળ નીલમ જેવાં ચમકતાં હતાં. કાંઠા પરની ટેકરીઓ પણ ધવલ ચાંદનીમાં પોતાના કઠોર દેહને નિખારી રહી હતી. સરિતાનાં જળ પર એક નૌકા લાંગરેલી હતી. એ રાજૌકા હતી, એનું નામ રાજહંસ હતું. રાજહંસના રાતા પગની જેમ એનું તળિયું લાલ હતું ને આગળનો મહોરો પણ રાતી ચાંચવાળો હતો. સ્ફટિક નૌકાદીપ આગળના ભાગમાં ચમકતો હતો. રાજવંશીઓ માટેની આ વિહારનૌકા હતી. આ નૌકાઓમાં કેટલીય અભિસારિકાઓ રાજવંશીઓને યૌવનનાં દાન આપી ગઈ હતી, અગણિત નર્તિકાઓ અહીં નૃત્યનો ઠમકો અને રૂપની છટા વિખેરી ગઈ હતી. રાજવંશીઓના જીવનમાં સંગ્રામ અને સૌંદર્યે ઘર કર્યું હતું. આની પાછળ એમની ઘેલછા જગજાહે૨ હતી. કર્મમાં શૂરવીર ક્ષત્રિય અગણિત હતા; સૌંદર્યઘેલાનો પણ કોઈ સુમાર ન હતો; પણ ધર્મમાં શુરવીર તો આંગળીને વેઢે ગણાય તેટલાય માંડ મળતા. જગતસુંદરી સુનયના થોડી વાર પહેલાં જ ત્યાં આવી હતી. સુવર્ણ-પાલખીમાં રાજસેવકો એને મૂકી ગયા હતા. આ સેવકોએ અનેક સુંદરીઓને અહીં પહોંચતી કરી હતી, પણ આજની આ સુંદરી અપૂર્વ હતી. એનું છકેલું રૂપ ભલભલા શાન્ત યોગીનેય બહાવરો બનાવે એવું હતું. રાજકુમાર કાલકની ધર્મપ્રિયતા સેવકો જાણતા હતા. સાથે તેઓને એ અનુભવ પણ હતો કે ધર્મમાં આગેવાન રાજાઓ પણ આવા સૌંદર્ય-ઝરણની સામે પોતાનો સંયમ જાળવવામાં ઢીલા સાબિત થયા હતા. નૌકાના મખમલી પગથાર પર ધીરે ધીરે ચઢી રહેલી સુનયનાને જોઈ રાજસેવકો પણ કવિ બની ગયા. તેઓ ચંદા વધુ સુંદર કે આ ચંદ્રમુખી વધુ સુંદર, એની મનોમન કે હરીફાઈ માંડી બેઠા. નૌકાની સંભાળ સશસ્ત્ર યવનીઓ રાખી રહી હતી. તેઓ જ નૌકા ચલાવતી, તેઓ જ નૌકા સજાવતી, અને રૂઠેલી કોઈ સૌંદર્યભરી નારીને સીધી કરવાનું કઠોર કામ પણ તેઓ જ કરતી. યવનીઓ આજની સુંદરીને નીરખી રહી. જેવું રાજકુમાર કાલકનું યૌવન હતું એવું જ આ નવર્ષાવનાનું હતું. આ નૌકામાં આજે પહેલી જ વાર કાલકકુમાર પધારતા હતા અને જીવનમાં પહેલી જ વાર સૌંદર્યભરી નારીનો સંગ સાધતા હતા. યવનીઓ ભારે હોંશમાં હતી. તેઓને ખાતરી થઈ ગઈ હતી કે, રાજકુમાર અજબ મૈના ઉપાડી લાવ્યા છે. સુનયના મંદ ગતિએ અંદરના ખંડમાં પ્રવેશી. આ ખંડની શોભા અપરંપાર હતી. સ્ફટિકના ઝુમ્મરોમાંથી દીવા તેજ-કિરણાવલ ઢોળી રહ્યા હતા. જુદા જુદા કાચના રંગમાંથી નીતરતો પ્રકાશ સુનયનાનાં નમણાં અંગોને અનેરા રંગે રંગી રહ્યો હતો. સુનયનાએ દીર્ઘ કેશાલિને મોતીની માળાથી ગૂંથી હતી. માથે ચમકતી દામિની બાંધી હતી. વક્ષસ્થળ પર નામમાત્રનો પારદર્શક ઉરબંધ બાંધ્યો હતો. એના ગૌર દેહને સંતાડતા રત્નજડિત હાર કંઠમાં ઝૂલી રહ્યા હતા. પાનાગારમાંથી નીકળીને આવતી હોય એમ એની આંખમાં ઊંઘ, મદ અને આલસ્ય ભરેલાં હતાં. ચાંદનીના ધવલ મિશ્રણથી બનેલા એના ગૌર દેહ પર નીલરંગી ઉત્તરીય નાખ્યું હતું. આ ભારતનું સુપ્રસિદ્ધ હંસલક્ષણ પટકૂળ હતું, એની કિંમત અમૂલ્ય હતી. ને સુંદરીઓ એને ફક્ત એક રાત જ દેહ પર ધારણ કરી શકતી. પણ આમાં ગૂંથેલી સોનાસળીઓ ને રજતશલાકાઓ ગૌરાંગનાના દેહ પર ધૂપ-છાંવની શોભા ખડી કરી દેતી. સુંદરી સુનયના ધીરેથી ફૂલ-બિછાવેલી શય્યા પર આડી પડી. દેહછટા દ્વારા અંગોને સુલિત દેખાડવાની કલામાં એ નિપુણ લાગી. એક તરફથી જોતાં એ અર્ધનગ્ન કિન્નરી લાગતી; બીજી તરફથી જોતાં એ અપ્સરા જેવી વસ્ત્રહીન ભાસતી. ફૂલશય્યાની પાછળ એક મોટી બારી હતી. બારી વાટે ચંદ્રની રસળતી ચાંદની અંદર પ્રવેશતી. એ ચાંદની એના ભરાવદાર મુખ પર તેજછાયા ઢોળતી. ખીલતી કળી જેવા એના લાલ ઓષ્ઠ રક્ત કમળની પાંદડીઓની જેમ ખૂલતા અને બંધ થતા હતા. કમળની દાંડી જેવી એની નાસિકા મુખની મોહિનીમાં ઓર વધારો કરતી. લોખંડી પુરુષ – 137 Page #80 -------------------------------------------------------------------------- ________________ થોડી વારમાં નૌકા પર સંચાર થતો જણાયો અને અશ્વ પર રાજકુમાર કોલક આવતો દેખાયો. કોઈ રાજવંશી આ રીતે ઉઘાડે છોગે અહીં ન આવતો; શરમની આ જગ્યાએ સહુ શરમાઈને આવતા. પણ રાજકુમાર કાલકે આ સુંદરીના મોહમાં એટલી લજ્જા પણ તજી હતી ! એ અશ્વ પરથી ઊતરીને કોઈની પણ સહાય વગર નૌકા પર ચઢી ગયો. અહીં આવતા રાજવંશી મહેમાનોને ઊંચકીને નૌકામાં લઈ જવા પડતા; કારણ કે મદિરાક્ષીને ભેટતાં પહેલાં તેઓ મદિરાને ભેટતા. મદિરા તેમને મદહોશ બનાવતી, ત્યારે જ તેઓ મદિરાક્ષી સમક્ષ હાજર થતા. રાજકુમાર નૌકામાં પ્રવેશી મુખ્ય ખંડમાં આવ્યો. સુનયના હજીય જેમ પડી હતી તેમ જ પડી રહી. પોતાના ખુલ્લા પગોને જરા ઝુલાવ્યા અને ઉત્તરીયને મનોરમ ઉરપ્રદેશ પર ઢાંક્યું. પણ એ પારદર્શક વસ્ત્ર ઉરપ્રદેશની મનોરમતા વિશેષ રૂપે પ્રગટ કરી. કોઈ પણ રસિયા વાલમને જખમી કરવા માટે આટલો અંગવિન્યાસ પૂરતો હતો. યવનીઓ દારૂના પ્યાલાઓથી છલોછલ ભરેલો થાળ નીચે મોંએ આવીને મૂકી ગઈ. આસવભરેલાં અન્ય પાત્રો પણ એમાં ગોઠવેલાં હતાં. રાજકુમારે કંઈ પણ બોલ્યા વિના એ થાળ ઊંચકીને બારી વાટે સરિતાના જળમાં ફેંકી દીધો, અને સુનયના તરફ જોઈને મૃદુ હાસ્ય કર્યું. સુનયના હજીય એમ ને એમ પડી રહી; ન હાલી કે ન ચાલી. રખેને કુશળ રીતે સજ્જ કરેલો દેહસૌંદર્યના મિષ્ટાન્નનો થાળ અસ્તવ્યસ્ત થઈ જાય અને ગ્રાહક કદાચ પસંદ-નાપસંદનો પ્રશ્ન ઉઠાવે. સુનયનાએ એ જ સ્થિતિમાં પોતાના કમળદંડ જેવા કોમળ હાથ પહોળા કર્યા ને મિષ્ટ સ્વરે બોલી : ‘પ્રિય ! ઠીક જ કર્યું. આ આસવોનું શું કામ ? આવ ! મારા સ્પર્શમાં જ શરાબ છે, આસવ છે.' ‘પ્રિય !’ રાજકુમારે એટલો જ જવાબ આપ્યો ને પોતાનાં અણિયાળાં નયન સુનયના પર ઠેરવી રહ્યો. સુનયના પણ પોતાની ચંચળ પલકોને થંભાવી, રાજકુમાર કાલકને નીરખી રહી. અજબ નેત્રપલ્લવી રચાઈ રહી. કાવ્ય જાગ્યું, કવિતા જન્મી ! કહેવાય છે કે સ્ત્રી સુંદર નરને પસંદ કરતી નથી, પણ એ ભવ્ય પુરુષને વાંછે છે. એ જેટલું ભેટવાનું પસંદ કરે છે, એનાથી વધુ આશ્લેષ-બંધમાં કચડાવાનું પસંદ કરે છે. સ્ત્રી સુંદર છે, એ ભવ્ય નથી. પુરુષ ભવ્ય છે, એ સુંદર નથી. સ્ત્રી અને પુરુષનો સહયોગ એટલે ભવ્યતા અને સૌંદર્યની ફૂલગૂંથણી. 138 D લોખંડી ખાખનાં ફૂલ રાજકુમાર કાલક જેટલો દેખાવડો હતો, એનાથી વધુ ભવ્ય હતો. સુનયના એ ભવ્યતાને મનભર નીરખી રહી, જાણે ઝરણું પહાડને અભિષેક કરી રહ્યું. સુનયના ઘણા રાજકુમારોના સંપર્કમાં આવી હતી. એમાં ઘણા સુંદર હતા, ઘણા શૂરવીર હતા, ઘણા નારીને રીઝવવાની કળામાં નિપુણ હતા; એમાંનું ઘણું ઘણું કાલકમાં નહોતું; છતાં ઘણું ઘણું એવું હતું કે જે કોઈમાં નહોતું. એને કારણે દૃષ્ટિમિલનની સાથે સુનયના પર કાલકે જાદુ કર્યું. એ વશીકરણની પોતાની અનેક કળાઓ વીસરી ગઈ, ને કલાધર ચંદ્ર સામે પોયણી એકીટશે જોઈ રહે એમ નીરખી રહી, સૌંદર્યભર્યાં અંગોને પ્રકટ કરવાં ને વળી છાવરવાં, ઓષ્ઠને તરસ્યા બતાવવાને ખુલ્લા બતાવવા, ઉરપ્રદેશને ધડકતો બતાવવો ને સ્થિર બતાવવો – એ બધી ચાતુરી એ એક વાર તો ભૂલી ગઈ ! સૌંદર્યનું તીક્ષ્ણ તીર લઈને શિકારે નીકળેલી રમણી પોતાના તીરથી પોતે જખમી થઈ ગઈ. એ આપોઆપ શરમાઈ ગઈ. એણે નિર્વસ્ત્ર અંગોને છાવરવાનો નિષ્ફળ પ્રયાસ કરવા માંડ્યો. પહાડ ઝરણને પંપાળે એમ કાલક બોલ્યો : ‘રહેવા દે સુંદરી ! હું પંકજને પણ નીરખું છું, પંકને પણ પિછાનું છું. હું પેલા જંગલી હાથી જેવો નથી કે જે હાથણીને ભેટવા જતાં હરિયાળીથી છાયેલા ખાડાને ભૂલી જાય છે, જ્યારે જ્યારે સુંદર દેહ પર મોહ થાય છે, ત્યારે ત્યારે મારા ગુરુએ આપેલું કાવ્ય યાદ કરું છું.' ‘મને એ કહે, પ્રિય !’ સુનયના પોતાનાં અંગોને ઢાંકવા વ્યર્થ પ્રયત્ન કરતી બોલી. ‘કહું છું. આવી એકાંતે મળ્યાં, તો હવે કંઈ અધૂરું નહીં રાખીએ.' કાલકે કહ્યું, અને મેઘગંભીર સ્વરે કાવ્યનું ગાન કરવા માંડ્યું, ગોળ છે માંસ કૈરા સ્તન, પણ કળશો હેમના એમ કહ્યું,' ‘લાળે-થૂંકે ભરેલું મુખડું, પણ જનો ચંદ્રનું રૂપ આપે.' ‘મૂત્રાદિથી ભીંજેલું જઘન, પણ કરિ સૂંઢ સાથે પ્રમાણ્યું.' ‘નિંદાને પાત્ર આ છે સ્વરૂપ જનતણું, ફક્ત કાવ્યે વખાણ્યું.' ‘મને શરમ આવે છે, કાલક !' સુનયના બે હાથે પોતાનો ઉરપ્રદેશ ઢાંકતાં બોલી. લોખંડી પુરુષ – 139 Page #81 -------------------------------------------------------------------------- ________________ ‘શા માટે ? આજ તો શરમ તજવાની વેળા છે.” કાલકે કહ્યું. સૌંદર્યભરી નારી રાજ કુમારની વાતો સમજી ન શકી. એ બોલી, ‘તું સંન્યાસી છે કાલકે !” ના, ના, આજે તો સુંદરી પોતે જ સંન્યાસિની છે.' કાલકે કહ્યું. એ હજીયા વ્યંગમાં બોલતો હતો. સુનયના ક્ષોભમાં પડી ગઈ. એની પાસે સૌંદર્યની મહામૂડી છે, જગતવિજયી યોદ્ધાઓને એક વાર ચરણકિંકર બનાવનારું રૂપ છે, એ વાત આ નારી ભૂલી ગઈ. જાણે રંક બની ગઈ હોય એમ એ બોલી : ‘પ્રિય ! તું મને ધિક્કારે છે ?' ના, કોઈ નર નારીને ધિક્કારી શકતો નથી. કોઈ વૃક્ષ મૂળને દૂર કરી શકતું નથી. માણસના ઉરમાં જેમ સુધા છે, એમ નરના અંતરમાં નારી બેઠી છે.” કાલકે કહ્યું. ‘તો મને સ્વીકાર. કરમાં લઈ ઉરમાં સ્થાપન કર.' ‘સુંદરી, તારી પાસે સિંહણનું દૂધ છે અને હું તો પિત્તળનો પ્યાલો છું ! સુવર્ણપાત્રની ખોજ કર.” ‘સુવર્ણપાત્રની ખોજ કરું ? તું પિત્તળનો પ્યાલો છે ?” સુનયના રાજ કુમારના શબ્દો ફરી ફરીને ઉચ્ચારી રહી. એના મુખ પર ભય છવાયો. એ ધ્રુજી ઊઠી, બોલી: ‘કાલક ! તું ત્રિકાલજ્ઞાની છે ?' ના, સામાન્ય જન છું. પણ ત્રિકાલજ્ઞાનીનો શિષ્ય છું. મારા ગુરુ ગુણાકરસૂરિ ત્રણ કાળનું જાણી શકે છે.' ‘તેં એને મારા વિશે કંઈ પૂછ્યું હતું ?” સુંદરી વહેમમાં પડી ગઈ. “ના, એમને આવી વાતોમાં રસ નથી.’ કાલકે કહ્યું. ‘તો કેવી વાતોમાં એ રસ ધરાવે છે ?” સુનયના બોલી. એના મુખ પરથી ભયની રેખાઓ ઓછી થઈ હતી. જગતના ઉદ્ધારની વાતોમાં !' ‘કેવી રીતે ?' ‘રાગ અને દ્વેષ, નેહ અને ઈર્ષ્યા ઓછા કરીને.” સ્નેહ પણ તજવાનો ?' | ‘હા, સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ હોય છે.” ‘સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ ?” સુનયના વળી આ પ્રશ્ન પૂછતાં ફિક્કી પડી ગઈ. ‘નહિ તો શું ? બાપ-બેટા વચ્ચે શું છે ? પતિ-પત્ની વચ્ચે શું છે ? માતા 140 | લોખંડી ખાખનાં ફૂલ પુત્ર વચ્ચે શું છે ? એકમાં સ્વાર્થ, બીજામાં કામ અને ત્રીજામાં મોહ છે. સાચો સ્નેહ કોઈને પોતાનાં માનતો નથી, ને માને છે તો સહુ પોતાનાં માને છે.' કાલક ચિતનમાં ઊતરી ગયો. સુનયના, જે વારંવાર ફિક્કી પડી જતી હતી, એ હવે સ્વસ્થ થવા પ્રયત્ન કરવા લાગી. કાલકની વાતોએ એની હિંમત બઢાવી, તત્ત્વની વાતો કરનાર વા. અનેકને એણે ભૂતકાળમાં પોતાના પગની ધૂળ ચાટતા કર્યા હતા. સુનયનાએ ફરી પોતાના શૃંગારદીપક દેહને સંભાળ્યો. એ ઊભી થઈ. ઊભા થતાં એનું ઉત્તરીય સરી જવા લાગ્યું. એક વાર તો આખુંય સરી ગયું. કોલકની સામે નયનકટાક્ષ કરતી એ જાણે ઉતાવળી ઉતાવળી ઉત્તરીયને સંભાળવાનો ઢોંગ કરી રહી. પહેર્યું અને સરી ગયું ઉત્તરીય ! અડધું ઓઢવું ને સરી ગયું ઉત્તરીય !! આમ કરતી સુનયના તીરછી આંખે કાલકને નીરખી રહી હતી, જાણે હમણાં સૌદર્યમૂછમાં પડ્યો કે પડશે ! પોતાની તરફ દોડ્યો કે દોડશે ! હાથી કમલિનીને લઈને નાચ્યો કે નાચશે ! પણ કાલક સ્વસ્થ હતો. જીવનમાં આવી નખરાળ નારી એણે પહેલી વાર જોઈ હતી. સ્ત્રીનાં અંગોનું સૌંદર્ય જાણે એ આટલી પ્રકટ રીતે પહેલી વાર નીરખી રહ્યો હતો. છતાં એ સ્વસ્થ હતો. એ ધીરેથી બોલ્યો : “આહ ! શું સૌંદર્ય ?' ‘પછી શું વિચાર કરે છે, રાજ કુમાર ?” સુનયના ઘેનમાં હોય તેમ, હાથ લાંબો. કરીને કાલકને ગ્રહવા ચાહતી હોય તેમ બોલી. ‘વિચાર એટલો કરું છું કે મિષ્ટાન્નની સુંદરતાને સર્વસ્વ માનીને સ્વીકારવી કે એની પાછળ રહેલી જીવનચારુતાને ? સુંદર એટલે આરોગવું કે સારું એટલે આરોગવું ? હીરો ખાવો સારો કે કોટ બાંધવો સારો ?” કાલક વળી તત્ત્વની છણાવટમાં ઊતરી ગયો. અરે કાલક ! અનેક ક્ષત્રિય રાજ કુમારો આ રૂપ પર દીવાના થઈ ગયા છે.” ‘એમાં સંદેહ નથી. દીવાના બનાવે એવું જ આ રૂપ છે.' કાલકે કહ્યું. ‘અનેકના લંબાયેલા હાથે તરછોડી તારી પાસે આવી છું. તું ના કહે, તો મારે હજાર તૈયાર છે.” સુનયનાએ પુરુષના સ્વભાવને પડકાર્યો. ‘તું ખરેખર સુંદર છે.” ‘તો પછી તારો નિર્ણય ?’ લોખંડી પુરુષ 141 Page #82 -------------------------------------------------------------------------- ________________ ‘નિર્ણય એક જ પ્રેમરાગભરી એક નારીને મુજ સંગેથી સ્વમાનભરી વિદાય.. ‘તું ક્ષત્રિય નથી, કાલક !' ‘હું સાચો ક્ષત્રિય છું, વાસનાવેલનું પતંગિયું નથી. તારું તીર જીવલેણ છે, છતાં એ તીરથી પણ ન વીંધાય તેવો એક ક્ષત્રિય કુમાર મોજૂદ છે, એટલું તું જગતને કહેજે : તારી પાસે એટલું જ માગું છું, નારી !' ‘એટલે તું મને તિરસ્કારીને તારાં શીલ-સદાચારનો ઝંડો ફરકાવવા માગે છે?’ ‘ના, આ વાતને જગજાહેર કરી મારા સૌંદર્યઘેલા ક્ષત્રિયબંધુઓને જણાવવા માગું છું કે ત્યાગ એ ભોગ કરતાં ઉત્તમ છે.’ ‘તો શું, તું મારો સ્વીકાર નહીં કરે ?' સુનયનાએ ઉત્તરીય દૂર ફગાવી આગળ કદમ ભર્યાં. ‘શા માટે નહિ ? મારે માટે તું બીજી સરસ્વતી જ છે. જેવી એ તેવી જ તું '' કાલકે શાંતિથી કહ્યું. ‘મારે સરસ્વતી નથી થવું. કાલક ! ભલે મને તું તજી દે, પણ તારા સ્પર્શની લાલસા હું તજી શકીશ નહિ. મને માત્ર એક આલિંગન જ દે, આજ રાતની મારી પ્યાસ બુઝાવ.” જનનીભાવ કે ભગનીભાવ જગાડ, નારી ! તો કાલક તારા ચરણને ચૂમશે. મારા માટે તારું આલિંગન લોઢાની તપાવેલી પૂતળીના આલિંગન કરતાંય વધુ દુઃખદ છે, ઓ સૌંદર્યઘેલી નારી !' ‘મારા દેહના સૌંદર્યનું તું આ રીતે અપમાન કરે છે, કાલક !' સુનયના બોલી. ‘તારા આત્માનું અભિમાન હું જગાડું છું. સુંદર દાબડામાં સુંદર મોતી જ શોભે !' ‘મને ફોસલાવ નહિ, તારા દિલમાં મારા કરતાં કોઈ વધુ સુંદર સ્ત્રી બેઠી હશે.' ‘પત્નીરૂપે આ સંસારમાં મારે કોઈ સ્ત્રી સ્વીકાર્ય નથી. ક્ષત્રિયો દિગ્વિજયી બને છે; હું કામવિજયી બનવા માગું છું. જગત જે માર્ગે લપસીને ઊંધે માથે પડે છે, ત્યાં હું સંયમની પાળ બાંધવા માગું છું. t ‘ઓ પથ્થરના દેવ ! તું પલળીશ નહિ ? હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી.’ અને આટલું બોલતાં સુનયનાએ બારી વાટે સરિતામાં ઝંપલાવ્યું. ‘અરે ! આ શું ? આ શો ગજબ કર્યો, ઘેલી નારી ?' અને પાછળ રાજકુમાર 142 D લોખંડી ખાખનાં ફૂલ કાલકે ઝંપલાવ્યું. ચંદ્રની ધવલ કૌમુદીમાં બે રૂપભર્યાં દેવ-દેવી સરિતામાં જાણે જલક્રીડા કરવા આવ્યાં. સ્ત્રી આગળ ને આગળ સરતી હતી. પુરુષ એને પકડવા પાછળ ને પાછળ ધસતો હતો. સ્ત્રી મંદ મંદ ગાતી હતી, ‘નહિ જીવું કેસરિયા લાલ કાંટો ઝેરી છે !' લોખંડી પુરુષ – 143 Page #83 -------------------------------------------------------------------------- ________________ 19. સુનયનાનું અર્પણ ધારાવાસ નગરીની સરિતા આજે ધન્ય બની ગઈ. ચંદ્રની ધવલ કૌમુદીમાં જાણે સ્વર્ગનાં દેવ-દેવી સ્વયં જલક્રીડા કરવા આવ્યાં હતાં. અપ્સરા જેવી સુંદર સુનયના આગળ તરતી હતી, ઇંદ્ર જેવો રાજ કુમાર કાલક પાછળ સરતો હતો. સુનયનાનાં ફૂલગુલાબી અંગો આંખને પકડી રાખતાં હતાં. પૂર્ણચંદ્ર જેવું મોં, અને શ્યામ વાદળનો લીરા જેવો વોભવાંભનો ચોટલો રસિક નરને પાગલ બનાવે તેવો હતો. એની બાંધેલી કંચુકી પણ કંદુકની જેમ પાણી પર ઊછળતી હતી. પુરુષ પણ કંઈ ઓછો સુંદર લાગતો નહોતો, એના સુગઠિત સ્નાયુઓ જોનારની આંખને ભરી દેતા. એનો વિશાળ સીનો ભલભલી સુંદરીને સેજ જેવો મીઠો લાગતો હતો. કહે છે કે અદ્ભુત નારીઓ આવા એજ બે નરની રાહમાં જીવનભર બ્રહ્મચારિણી રહે છે. જીવનમાં એવો નર ન મળે તો જોગણ થઈ જાય જુઓને ! નિરખ્યાની આળસ છે, નહિ તો આ જોડ કેવી સુંદર જામે ! સ્વર્ગનાં દેવ-દેવીને પણ એમના સુખવિલાસ જોઈ, એમનું સુરેખ સૌંદર્ય જોઈ ઈર્ષા જાગે. સુંદર સુનયના જાણે મૃત્યુનો નિર્ણય કરીને, સરિતાના પ્રવાહ માં આગળ વધતી હોય એમ જતી હતી ને બોલતી હતી : ‘રે ! નેહનું એક દાન પણ ન પામી; પછી સૌંદર્યની પ્રશંસાનો અર્થ શો ?' ‘સુનયના ! ઓ ઘેલી સુંદરી !' રાજ કુમાર કાલકે બૂમ મારી : ‘કીમતી જીવન નષ્ટ ન કર. કોઈને પણ પોતાનું જીવન નષ્ટ કરવાનો હક નથી; એ તો હિંસા છે.” ‘હું હિંસા-અહિંસા કંઈ સમજતી નથી, મને મરી જવા દે, કુમાર ! નિરર્થક સૌંદર્યબોજ વહેવાનો અર્થ શો ?' સુનયનાના શબ્દોમાં પથ્થર-દિલને પિગળાવે તેવી આર્દ્રતા હતી. ‘સુંદરી પાછી ફર !' કાલકે ગળગળા સાદે કહ્યું. એના દિલ પર સુનયનાના સૌંદર્યનું આકર્ષણ નહોતું, પણ આવા પ્રતાપી સૌંદર્યદેહ તરફ આદરભાવ હતો. કાલકના કર્તવ્યભાવને આ સુંદરીથીય વધુ સોંદર્યવાન એવા પેલા મુનિઓએ કેળવ્યો ન હોત તો એ અવશ્ય આ કામિનીને કંઠ લગાડત અને સંસારના સુખનો આસ્વાદ લેત; હું અને તેમાં જ સંસારનો સાર પૂરી કરતા | ‘નહિ ફરું !' સુનયનાએ કહ્યું, ને અચાનક જાણો બીધી હોય તેમ ચીસ પાડી ઊઠી. “ઓહ ! મને સાપે ફટકાવી ! મરી ગઈ ! મરી ગઈ !' પાણીસરસો તરતો રાજ કુમાર ઊંચો થયો. જોયું તો એક સાપ પાણીમાં તરતો તરત સુનયના તરફ જતો હતો. જતો શું હતો, જઈ પહોંચ્યો હતો ! ને વાહ બહાદુર સુનયના ! હાથથી એને ખાળવા એણે પ્રયત્ન કર્યો, પણ સાપે તો ઊછળીને સુનયનાની ચંપાકળી જેવી આંગળીએ બચકું ભર્યું. સુનયના હમણાં ફાટી પડી સમજો. એ આર્દ્ર વાણી બોલી : ‘પ્રણામ ! કાલક ! નેહભરી સારસીના અંતિમ પ્રણામ !' ‘ઊભી રહે, સુનયના ! હમણાં તારું ઝેર ચૂસી લઉં !' ના, ના, સાપ ઝેરી છે. મારું સૌંદર્ય પણ ઝેરી છે. મને મરવા દે ! મને સ્પર્શ ન કરતો. અરે ! મારી રગેરગમાં વિષ પ્રસર્યું છે, નહિ જીવું !' સુનયનાની વાણી અત્યંત વેધક હતી. રાજ કુમારને બહુ અફસોસ થઈ રહ્યો. રાગની પરીક્ષા કરવા જતાં વળી નવું નાટક થયું ! જીવહત્યા કપાળે લાગી ! કાલકે ડૂબકી ખાધી : સીધો પાણી સોંસરવો ! અને નીચેથી એણે આખેઆખી સુનયનાનું અર્પણ 1 145 સુનયનાએ ખરેખર અજબ નર નીરખ્યો હતો અને અંબુજાએ સાચેસાચી જોડ જોડવા મહેનત લીધી હતી, પણ ન જાણે હમણાં હમણાં આ મૂડિયા સંન્યાસીઓએ એવો ઉપાડો લીધો હતો કે સ્ત્રી-પુરુષના સંબંધોની નિંદા કર્યા કરતા અને ખરેખરી જોડ જામવા દેતા જ નહિ ? અને કોઈક વાર ભૂલેચૂકે જામી ગઈ તો તોડીફોડીને જ શાંત પડતા. અને બીજુંય ઠીક, પણ કાલક જેવા રાજ કુમારને ભરમાવી, વિરાગના મોટા મોટા મિનારા બતાવી, રસ્તાનો રઝળતો ભિખારી બનાવવામાં એમને શું હાંસલ થતું હશે ભલા ? Page #84 -------------------------------------------------------------------------- ________________ સુનયનાને ઊંચકી લીધી. ફૂલપરી જેવી સુનયનાએ કાલકના ખભા પર માથું ઢાળી દીધું. કાલકે સર્પદંશવાળી એની આંગળી મોંમાં લઈને ચૂસવા માંડી, અને ધીરે ધીરે એ પાણી કાપતો નૌકા તરફ ચાલ્યો. નૌકાને સંભાળનારી યવનીઓએ ઝીણા પડદા વાટે આ દૃશ્ય જોયું અને તેમણે નિસાસો નાખ્યો. ‘રે ! આ રસતરસ્યાં લોકો રસની લહાણ લૂંટતાં જરાય ભાન રાખતાં નથી. કુમળી કળી પહેલે દિવસે જ કરમાઈ ગઈ !' કાલક નૌકા પાસે આવી પહોંચ્યો. યવનીઓ આગળ આવી. એમણે સાચવીને સુનયનાને ઉપર ઊંચકી લીધી. સજાવેલી ફૂલશા પર એ સુંદરીને સુવાડી દીધી. કાલકે હજી તો આંગળી પંપાળી રહ્યો હતો. સ્વર્ગની અપ્સરા પડી હોય તેમ એ ચત્તીપાટ પડી હતી. સુનયના ભાનમાં હતી, એના કરતાં બેભાનીમાં અતીવ સુંદર લાગતી હતી. એનાં અંગ જાણે તીણ શસ્ત્રોની કાતિલતા ધરીને બેઠાં હતાં. જરાક સ્પર્શ થયો કે ઘાયલ સમજો. રાજ કુમારે આ સૌંદર્યદેહ પર નજર ફેરવી અને મનને જાણે પડકાર ફેંક્યો : “ધીર કોણ ? ઘા પડે પણ વિક્રિયા ન પામે તે ! સુનયના ! તારા સૌંદર્યને જોવાની મારી દૃષ્ટિ જુદી છે. દાબડો આટલો રૂપાળો, તો અંદરના અલંકાર કેટલા રૂપાળા હશે ! મારી દૃષ્ટિ તારા દેહને ભેદી તારા આત્મા પર મંડાઈ છે.” કાલક સુનયનાની આંગળી પંપાળતો હતો, પણ ત્યાં લોહી જેવું કંઈ હતું નહિ, અરે ! પાણીમાં હતાં ત્યાં સુધી કંઈ જોવાયું નહિ. આંગળી પર જખમ જ દેખાતો નથી ને ! કાલકે આંગળી પંપાળવી બંધ કરી. આ વખતે સુનયના જાણે ભાનમાં આવી હતી. એ અધમીંચી આંખે જોઈ રહી હતી. થોડી વારે એણે પોતાનો બાહુ કાલકના દેહ પર નાખ્યો. એ બોલી : ‘કાલક ! હજીય તું ઠંડો છે ?” ‘હા, સુનયના ! હવે આરામ છે ને. આવું હોય, ઘેલી ?” સુનયનાએ ફરી હાથ લાંબા કર્યા ને કાલકના દેહ પર ફેરવ્યા અને બોલી : “ અરે ! કામોદ્દીપનની આટઆટલી પ્રક્રિયા છતાં તારા એકેય રોમમાં ઝણઝણાટી કેમ નથી જણાતી ? ઉખાં કેમ નથી જાગતી ?' ‘શા માટે જાગે ?” ‘તું હજીય સર્વથા શાન્ત છે ! રે ! શું તારા મન-હાથીને સુંદર પોયણીને ચૂંટીને પીસી નાખવાનું મન થતું નથી ?' | ‘શા માટે થાય ? મારો મન-માતંગ સમજણો છે.' કાલકે કહ્યું. ભર્યા ભાણા સામે જાણે ભર્યા પેટવાળો બેઠો હતો ! ‘આટલું રૂ૫, તોય તું ઠંડો ? આટલું સૌંદર્ય સામે પડ્યું છે છતાંય લેશપણ વિકાર નહિ ? આવો નર જગમાં આજે જ જોયો. કાલક ! તું જીત્યો, હું...” ને સુનયના જાણે બેભાન બની ગઈ. કાલકે એક યવનીને બોલાવી. એને સુનયનાની શુશ્રુષા કરવા કહ્યું. થોડીવારમાં સુનયના જાણે બેભાન અવસ્થામાં બોલતી હોય તેમ બકવા માંડી : ‘કાલક ! જેણે સૌંદર્ય પર વિજય મેળવ્યો, એણે સંસાર પર વિજય મેળવ્યો. મહાન સંગ્રામોના વિજેતાઓને મેં મારા પગની ધૂળ ચાટતા કર્યા હતા. આજે તેં મને તારા પગની ધૂળ ચટાવી ? ‘સુનયના ! આ શું બોલે છે ? કોણે ધૂળ ચાટી ને કોણે ચટાવી ? આપણે બંને હાર-જીતથી પર છીએ.’ કાલકે કહ્યું. પણ સુનયના તો જાણે હજી બેભાન જ હતી ને બકતી હતી : ‘તેં કહ્યું કે સ્નેહ પણ સ્વાર્થનું પરિણામ હોય છે. સાચું કહ્યું. રે ! આવો અજબ નર આજ જીવનમાં પહેલી જ વાર નીરખ્યો. સંસારમાં જેનો આદર્શ અર્ધ-યોગીનો છે, એવા રાજાઓને મેં આ બાબતમાં સહુથી વધુ કમજોર જોયા હતા. અનેક રાજાઓ અંતઃપુરમાં જ તન અને મન બંનેથી બરબાદ થયા હતા, અસંખ્યને તો મેં પોતે જ બરબાદ કર્યા છે.” અરે ! ઘેલી સુનયના ! શું બોલે છે તું ?” કાલકને એની વાતો સાંભળી આશ્ચર્ય થયું. પાસે જઈને એણે ઢંઢોળી અને કહ્યું : ‘સુનયના ! તું નિર્ભય છે. કોઈ ખરાબ સ્વપ્ન તો તને સતાવતું નથી ને ?' ના, સત્ય મને સતાવે છે. રાજ કુમાર ! તારી ગુનેગાર છું. મને માફ કર !” ‘તારો હું ગુનેગાર છું. તારા સૌંદર્યનો મેં સ્પર્શ ન કર્યો તારી અદમ્ય ઇચ્છા છતાં.' | ‘એમાં જ તારો વિજય છે.' સુનયના બેઠી થઈ. એણે દેહને આચ્છાદવા પ્રયત્ન કર્યો, પણ બધાં વસ્ત્રો પારદર્શક હતાં, એટલે જેમ એ અંગોને ઢાંકવા મથી રહી તેમ એ વધુ છતાં થવા લાગ્યાં ! 146 | લોખંડી ખાખનાં ફૂલ સુનયનાનું અર્પણ | 147. Page #85 -------------------------------------------------------------------------- ________________ ‘પુરુષાતનહીન રાજાઓની નામાવલિ મારી પાસે છે; રાજાઓ પશુ કરતાં નિર્માલ્ય જીવન જીવે છે. ને દર વર્ષે તેઓ નવી રાણી લાવે છે. એ શા માટે તે સમજે છે ?” ઓહ ! શક્તિમંતોએ જ સંસારને કેવો દુર્ગધમય બનાવી મૂક્યો છે ?” ‘દુર્ગધની શું વાત કહું ? મઘમાંસની તો સીમા જ રહી નથી. નીતિઅનીતિમાં તો કોઈ કશો ભેદ જ નથી સમજતા. એ દુર્ગધમય રાજકીય જીવનનું એક પ્યાદું હું પણ છું.' સુનયનાએ પોતાની વાત કરવા માંડી. ‘રાજકીય જીવનનું તું પ્યાદું ?” કાલકને આશ્ચર્યના આઘાત લાગતા હતા. ‘મને વિચારવાનું આ પયંત્ર ? શા માટે ? મેં કોઈનું ભૂંડું કર્યું નથી.’ કાલકે સ્પષ્ટતા કરી. વ્યર્થ પ્રયત્ન ન કર.રોગીને દરદ સતાવે. મને રોગ નથી. તારા દેહને હું ગમે તેવી દશામાં જોઈ શકું છું. હું મોટા મોટા ગુરુઓનો શિષ્ય છું.” સાચું છે. વિદ્યા તે ઊજળી કરી. વિદ્યાવાનની અશક્તિ પણ હું જાણું છું. સંસારના શીલ અને સદાચારનાં મૂળ જોવાં હોય તો કોઈ મારા જેવી રસિક રૂપસુંદર નારીને મળવું. જ્યાં તું પંકજ ખીલેલાં માનતો હઈશ, ત્યાં માત્ર પંક જોવા મળશે. જીવનમાં હું એક જ એવો પુરુષ મળ્યો, જેણે મારા ચિત્તનું વિષ હણી નાખ્યું અને તને હણવા જતાં હું પોતે જ નિર્વિષ થઈ ગઈ !' ‘આટલી બધી આત્મનિંદા ન કરીશ, સુનયના ! સંસારમાં ભરતી-ઓટ આવ્યાં જ કરે છે.' કાલકે સુંદરીને શાંત પાડતાં કહ્યું. સુંદરીના જાગેલા આત્માને એ પરખી ગયો હતો. કાલક ! તું દેવ છે, મનુષ્ય નથી. મારે મારી જાત ખુલ્લી કરીને પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ.’ પ્રાયશ્ચિત્ત તો મનની વસ્તુ છે. એ માટે જાતને ખોલવાની કે મુખને બોલવાની જરૂર નથી.” આજ બોલ્યા વગર નહિ રહેવાય. કાલક ! વિષકન્યાં છું. વિષકન્યા !' ‘વિષકન્યા ? કાલકથી ચીસ પડાઈ ગઈ. ‘જીવતું મોત ? તને અંબુજાએ મોકલી ?' ‘હું વિષકન્યા છું. મને અંબુજાએ મોકલી નથી.” સુનયના બોલી. શું કહે છે ? રે સુંદરી ! મારી પાસે જૂઠું બોલવાનો કંઈ અર્થ ?” અંબુજા તો દર્પણની ભોગ્યા છે.” સુનયના બોલી. એના શબ્દ શબ્દ ધરતીકંપના આંચકા આવતા હતા. ‘બહેન ભાર્યા ?” કાલકે પૂછયું. “કાલક ! રાજાઓનું આંતર જીવન મેલું તો હોય જ છે; તેમાં આ વામાચારી અને અનાચારી ગુરુઓએ મંત્રતંત્રને નામે, વશીકરણ અને વાજિ કરણને નામે, સિદ્ધિઓને નામે તેઓને પશુ બનાવી નાખ્યા છે ! એમની વશીકરણ વિદ્યાએ સ્ત્રીપુરુષનાં યુગલોને ખંડિત કર્યા છે. વશીકરણે ઊગતી કળીઓને છુંદી છે. મંત્ર-તંત્રે રાજાઓને મત્ત બનાવ્યા છે.” સુનયના વાત કરતાં થોભી, કાલક રાજાનો પુત્ર હતો, છતાં આ બધી વિગતો આજ પહેલી વાર જાણતો હતો. “સંસારમાં જે કોઈનું ભૂંડું કરી શકતો નથી, એનું જ ભૂંડું થાય છે ! સાપના દાંતમાં ઝેર હોય તો સાપથી સહુ ડરે, એમ માણસના દાંતમાં પણ ઝેર હોય તો જ એ સલામત.” ‘એવી વાત ન કર, સુંદરી ! મને ભલાઈ પર શ્રદ્ધા છે, આચાર પર ભરોસો છે. જગત એક દહાડો થાકી-હારીને પણ એ માર્ગે આવશે; જરૂર આવશે.' આજે તો હું આવું છું. જગતને સૂઝે તે કરે. કાલક ! તારી ભલાઈ જગતને ભારરૂપ થઈ પડી. રાજ કુમારોની પાનગોષ્ઠિઓમાં અને રાજાઓની વિહારલીલાઓમાં તારી પ્રશંસા થવા લાગી. દર્પણ જેવા દર્પણની શક્તિની કોઈ પ્રશંસા કરતું નથી, અને તારાં સહુ મુક્ત કંઠે વખાણ કરે છે.' મેં પ્રશંસાને યોગ્ય કોઈ કાર્ય તો કર્યું નથી.” કાલકે કહ્યું. ‘ફૂલને પોતાનામાં રહેલી સુવાસની ખબર ન પડે. કસ્તૂરીમૃગ નાભિમાં કસ્તુરી પડી હોય, છતાં કસ્તુરીની સુગંધ માટે અન્ય સ્થળે શોધાશોધ કરે છે, તારું પણ એવું જ છે. એક વાર રાજમંડળીમાં તારાં વખાણ થતાં દર્પણે કહ્યું, ‘એ તો બધી મોઢાની વાતો. ખાતરી કરવી હોય તો કરી બતાવું. એ તો મનગમતી નારી ન મળે, એટલે નર બ્રહ્મચારી રહે.’ અને દર્પણ મને આ કામ સોંપ્યું, સુનયનાએ ખુલાસાથી વાત કરવા માંડી. ‘પણ તેથી શું થયું ?” ‘હું વિષકન્યા છું, માણસનું જીવતું મોત !' ‘વિષકન્યા એટલે શું, તે હું સમજતો નથી.’ ‘રાજ શેતરંજની એક સોગઠી.... શત્રુને મીઠી અને મોહક રીતે કતલ કરવાનું સુનયનાનું અર્પણ I 149. 148 D લોખંડી ખાખનાં ફૂલ Page #86 -------------------------------------------------------------------------- ________________ એક શસ્ત્ર, મોટાં મોટાં રાજ્યો અમારા જેવી મીઠી છૂરીઓને અવસરે ઉપયોગમાં લેવા સાચવી રાખે છે.' | ‘મને સ્પષ્ટ કહે, સુનયના ! સંસાર બિહામણો લાગે છે. પળભર તો એમ થાય છે કે આ ધરતી હવે ઊભી રહેવા જેવી નથી રહી.' ‘એમ મુંઝાયે ન ચાલે, તો તો પૃથ્વી નરક બની જશે. મારી કથા સાંભળો, કુમાર ! આ રાજાઓ પોતાના દેશની એક ખૂબ જ લાવણ્યવતી છોકરીને પસંદ કરે. છે. પછી એને નાનપણથી ખોરાક સાથે વિષ ખવરાવવું શરૂ કરે છે. ધીરે ધીરે એ કન્યા વિષકન્યા બની જાય છે, અને વિષ ખાનારી કન્યાનું રૂપ ખૂબ ભભકભર્યું બની રહે છે. પછી એને કામકળાની, વસ્ત્રકળાની, વિલેપન કળાની તાલીમ અપાય છે. અંગને ખીલવવા માટેની તરકીબો એને શીખવાય છે. ને તૈયાર થયે હરીફ શત્રુને હણવા માટે એનો છૂપા શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. અમારી સાથે સેજ માં સૂતેલો ફરી જીવતો બેઠો થતો જ નથી !' - “આહ નારી ! આ હું શું સાંભળું છું ? મને આ રાજપાટમાં, આ રાજ કુળોમાં ભારે અકારી બદબો આવે છે. અહીંથી નાસી જાઉં એમ થયા કરે છે.' ‘નાસી જવાથી નરકનો ઉદ્ધાર નહિ કરી શકાય. કાલક ! સંસારને સુવાસ આપી શકે, તો તું આપી શકે તેમ છે. તારા જેવા જિતેન્દ્રિય પુરુષને હું આજ પહેલી વાર નીરખું છું. બિચારા બીજા તો મારી સાથે એકાંતમાં બે વેણ બોલવા જેટલી વાતચીત પણ સ્વસ્થ રીતે કરી નથી શકતા. તેઓ મને ચૂંથી નાખવા દોડે છે, અને હું એમને ભેટી નખતથી મરણને શરણ કરું છું. મારા નખક્ષત એટલે કાળી નાગણનું ઝેર !” ‘પેલો સર્પ શું તને ડસ્યો ન હતો ?” કાલકે પોતાની શંકાનો ખુલાસો પૂછ્યો : “અને તું આપઘાત કરવા શા માટે પ્રેરાઈ હતી ?” ‘બધુંય છળ. મારા સૌંદર્યની પાછળ તને પાગલ બનાવવાનો એ પણ એક વધુ પ્રયાસ હતો. મેં જોયું કે તું આટઆટલી રીતે પણ પલળતો નથી, એટલે તારા અંતરમાં દયાભર્યું વલણ ઊભું કરવા અને મારા દેહનો સ્પર્શ કરાવવા મેં આ નાટક કર્યું. પણ મારું નાટક તારી પાસે નિષ્ફળ ગયું. તે દેહથી સ્પર્શ તો કર્યો, પણ મનથી અસ્પૃશ્ય જ રહ્યો. એક રૂંવાડામાંય તારો કામ ન જાગ્યો. એ વખતે મારું મન પલટાઈ ગયું; મારા મનમાં તારા માટે માન જાગ્યું.' ‘પણ પેલા સાપની વાતનું શું ?* ‘વિષકન્યાને સાપ ન કરડે. કરડે તો એ સાપનું જ મોત થાય. આ સાપ મેં મારી 150 | લોખંડી ખાખનાં ફૂલ પાસે રાખ્યો હતો. શત્રુ રાજાઓના ઘાત વખતે જલક્રીડામાં હું મારા વક્ષ:સ્થળ પર એને કરડાવું છું. રાજાઓ એ ચૂસવા પ્રેરાય અને ત્યાં જ ખતમ થાય, પણ ગમે તેમ, તારા સંયમની શરમ મને અડી. મેં આંગળીએ એને કરડાવ્યો, પણ એ સાપ એનું મોત પિછાણી ગયો. ઝાવું નાખ્યું પણ કરડ્યો નહિ ! મને કરડવામાં એનું મોત હતું.’ ‘સુનયના ! ઓ વિલાસી રાજાઓનો મોક્ષ કરનારી નારી! તું અંબુજાનો પત્ર લાવી હતી, એ પણ શું છળ જ હતું ?' | ‘બધુંય છળ ! જેણે સોગઠાં જ ખોટાં રાખ્યાં હોય, એનો એક પણ દાવ સાચો ન સમજવો. એ બધી મારી અને દર્પણની બનાવટ.’ ‘સુનયના ! આજ મારા ગુરુની ત્યાગ અને સંયમ વિશેની વાણી હું સ્પષ્ટ રીતે ફળતી જોઉં છું : સંયમ એ જ જીવન છે, લાલસા એ જ મોત છે.” | ‘અવશ્ય. એ વાતની હું સાક્ષી છું. રાજ કુમાર ! મને શિષ્યા બનાવ. જગતના ચોકમાં ખડી કર. હું લાલસાના અવગુણ ગાઈશ; ત્યાગનો મહિમા સમજાવીશ. ભોગ અને રોગ, પ્રેમ અને જીવન, સ્વાર્થ અને મૃત્યુ એ બધાંનો મર્મ આ જગત સમક્ષ સ્પષ્ટ કરીશ. જગતની જે નગ્નતા મેં મારા અનુભવોમાં નીરખી છે, એવી કોઈએ નીરખી નહિ હોય.” | સુનયના ! તારા આત્મા પર મને સખ્યભાવ જાગ્યો છે. વિશ્વના ઉદ્ધાર માટે મારે જવું છે, ભિષગ બનીને જવું છે. મને મદદ કર !' આજ થી તારી સાથે છું. તારી જીવનસુધાએ મને* વિષકન્યા ફિટાવી અમૃતકન્યા બનાવી છે. મોતનો મને ડર નથી. હરપળે વગર મોતે મરી રહી છું. તું મને જીવનનું અમૃત પિવડાવ !' * આધુનિક ઝેરી ગેસ અને અણુબૉમ્બ આદિ પ્રયોગ ભારતીય મનીષીઓનાં રૂપાંતર છે. તાંત્રિક ગ્રંથોમાં આ વિષયની પ્રચુર સામગ્રી પડેલી છે. ઔરંગઝેબે બીકાનેર નરેશ જ શવંતસિંહને ઝેરી પોશાક ભેટ આપી મોતને ઘાટ ઉતાર્યો. એ ઇતિહાસપ્રસિદ્ધ ઘટના છે, યુનાની ઋષિ ડરબન ને તત્કાલીન રાજાની પણ આવી ઘટના છે, એમાં પુસ્તકનાં પાનાં પર ઝેર હતું. કથાસરિત્સાગરમાં કથા છે કે વારાણસીના રાજા બ્રહ્મદત્ત પર વત્સદેશનો રાજા ચઢાઈ કરે છે ત્યારે વારાણસીનો મંત્રી માર્ગમાં આવતાં વૃક્ષો, લતાઓ, ફૂલો, ઘાસ અને જળ આદિ બધું વિષમિશ્રિત કરે છે તેમજ વિષકન્યાઓને મોકલે છે. વત્સદેશનો મંત્રી યોગંધરાયણ એનો પ્રતિકાર છે . વિશાખદત્તરચિત મુદ્રારાક્ષસમાં વિષકન્યાનો ઉલ્લેખ છે. ચાણક્ય પોતે ચંદ્રગુપ્ત દ્વારા વિષ કન્યા મોકલી પર્વતેશ્વર મલયકેતુનો નાશ કર્યો હતો. મથુરાપતિ કંસે શ્રીકૃષ્ણને મારવા મોકલેલી પૂતના પણ આવી વિષન્યા હતી. સુનયનાનું અર્પણ I 151 Page #87 -------------------------------------------------------------------------- ________________ ‘સુનયના ! તું અને અંબુજા મારે માટે ભગિની સરસ્વતીનાં બીજાં બે રૂપ બનો છો. મારા ઉપદેશની સચોટતા તારા દૃષ્ટાંતથી સિદ્ધ થશે. ભોગમાં મૃત્યુ બેઠું છે, ત્યાગમાં જીવન છે, એ વાત તને બતાવીને હું બીજાને પ્રત્યક્ષ દૃષ્ટાંતથી સમજાવી શકીશ.” ‘કાલક ! હું તારા ત્યાગ પર ન્યોછાવર છું. તને ગમે તે રીતે મારો ઉપયોગ 20 નારીનો અર્પણભાવ અદ્ભુત હતો. ચંદ્રની ચાંદની જેટલો એ શુભ્ર અને નિર્મળ પણ હતો. સુનયના ગાઈ રહી, નહિ જીવું કેસરિયા લાલ, કાંટો ઝેરી છે !' એ રાતને પ્રભાત ન હોત તો - પૂર્ણિમાનો ચંદ્ર નૌકા પર આખી રાત પોતાની ચાંદનીની બિછાત કરતો રહ્યો. બપૈયો આખી રાત બોલતો રહ્યો. સરિતા તીર પર ફરતી અભિસારિકાઓનાં ઝાંઝર સતત રણઝણતાં રહ્યાં અને રસિયાઓની બંસીના સૂરો સર્વત્ર વહેતા રહ્યા. નદીએ પણ આખી રાત ગાયા જ કર્યું. શું સુંદર રાત્રિ અને શું સુંદર અભિસાર ! પાસેના ખંડમાંથી યવનદાસીઓ આખી રાત ડોકિયું કરતી રહી, પણ તેઓને કંઈ જાણવા ન મળ્યું. સંતુષ્ટ પ્રેમીઓની જેમ વાતો કરતાં કરતાં થોડીવારે બંને જણાં જંપી ગયાં, આખી રાત બેમાંથી કોઈ કંઈ બોલ્યું કે ચાલ્યું નહિ. ફક્ત સૂતેલી સુંદરી ઘણી વાર પાસાં ફેરવતી ત્યારે કંકણનો રવ સંભળાતો. સુંદરી કોઈ મધુર સ્વપ્ન માણી રહી હોય તેમ લાગતું હતું.. નવરી બેઠેલી અને ધીરે ધીરે ઝોકે ચઢેલી યવનીઓ એ ઝણકાર સાંભળી જાગી જતી અને વળી પાછી ઝોક જતી. મોટાભાગની રાજ સંસ્થાઓનું આંતરજીવન પશુસંસ્થા જેવું બની ગયું હતું. પોતાની પત્નીને લઈને કોઈ રાજવી કે કોઈ રાજકુમાર અહીં વિહાર કરવા આવ્યો હોય તેવું બન્યું નહોતું. કોઈ એક રાત માટે અભિસારિકાઓને લઈને આવતો; કોઈ ચાર દિવસ માટે અહીં વિખ્યાત નર્તકીને લઈને આવતો; કોઈ અપહૃત અસહાય બનીને ત્યાં આવતી; તો કોઈ નિરાધાર સુંદરી યજ્ઞના પશુની જેમ અહીં આવીને વિલાસના યજ્ઞમાં હોમાઈ જતી ! નૂપુરના ઝણકાર સાંભળીને આવતી યવનીઓએ જોયું કે સુંદરી સુતી હતી, એનું ઉત્તરીય ખસી ગયું હતું : અને કમળના દડા જેવા છાતીના ભાગ પર ચંદાની ચાંદની પોતાની સુધા ઢાળી રહી હતી. પુરુષ સ્વસ્થતાથી ઊંઘતો હતો. 152 | લોખંડી ખાખનાં ફૂલ Page #88 -------------------------------------------------------------------------- ________________ ધીરે ધીરે ચાંદની ઝાંખી પડી. વહેલી સવારે ઊઠનારાં પંખીઓ બોલવા લાગ્યાં. વહેલી સવારે ખીલનારાં પુષ્પો ખૂલવા લાગ્યાં. પૂર્વના આકાશ પર ઉષાએ કુમકુમ વેર્યું. રાજકુમાર કાલક જાગી ગયો. રાજ કુમારો ભાગ્યે જ સૂર્ય પૂરેપૂરો ઊગીને ઊંચો આવતાં પહેલાં જાગતા, કેટલાક રાજ કુમારો આખી રાત જાગી પરોઢિયે પથારીમાં પડતા, તે ઠેઠ મધ્યાહ્ન જાગતા. નિત્યક્રમ, ભોજન વગેરે કાર્ય પતાવતાં એમને સાંજ પડી જતી. સાંજે અશ્વખેલન પૂરું કર્યું ન કર્યું કે પાછા અંતઃપુરમાં જવાનો વખત થઈ જતો ! ને ત્યાં મોડી રાતનો જલવિહાર કે ઉઘાનવિહાર એમની રાહ જોતો ! | ‘યોગી રાતે જાગે ' એ સૂત્રને તેઓ આ રીતે ચરિતાર્થ કરતા, અને તેથી ‘રાજા તે યોગી” એ મૂળ નીતિનિયમને આમ અનેરી રીતે ટેકો આપતા ! પણ કાલક તો બાળપણથી જ જુદા ખવાસનો હતો. સામાન્ય લોકસમૂહ જેવી એની દિનચર્યા હતી. એ કહેતો કે ‘પ્રજા ખાય ત્યારે ખાવું, પ્રજા ફરે ત્યારે ફરવું, પ્રજા જ્યાં ફરે ત્યાં ફરવું, પ્રજામાં પરિચિત રહેવું એ એક રાજ કુમાર માટે જરૂરી છે. રાજ કુમાર જેટલો લોકજીવનનો અનુભવી એટલો સફળ રાજવી ! પ્રજાથી દૂર રહેનાર રાજા પ્રજાની નાડ કઈ રીતે પારખવાનો હતો !' લહેરી રાજ કુમારો કહેતા : ‘અરે ભલા માણસ ! આપણને શા માટે કુદરતે રેક-ભિખારી ન બનાવ્યા, અને શા માટે રાજપુત્ર બનાવ્યા ? કંઈક આપણાં પુણ્ય હશે તો ને ? રાજા થયા તો આપણા પુણ્યથી, બને તેટલી મોજ માણવી, નહિ તો સામાન્યમાં અને આપણામાં શો ફેર ?' કાલક કહેતો : ‘વાહ રે અક્કલના દેવાળિયા લોકો ! કબૂલ કરું છું કે પરભવનું ભાતું લઈને તમે અહીં જન્મ્યા, પણ એ ભાથુ શું તમે આમ ઉડાવી દેવા માગો છો ? નવી મુસાફરી માટે નવું ખરીદવા માગતા નથી ?* રાજ કુમારો કહેતા : ‘ભાઈ ! તું ધર્માવતાર છે. અમારા અને તારામાં ફેર રહેવાનો. અમે તો મળ્યું તો માણી લેવું, એમાં માનીએ છીએ. તું મળ્યું તો ત્યાગી જાણવું, એમાં માને છે. અમારા મતથી તું જેટલો રાજા છે, એનાથી વધુ સાધુ છે.” આ ભાવનાનું પરિણામ ચોખું તરી આવ્યું. માણવામાં માનનારા છેલ્લે પાટલે જઈ ઊભા. ગમે તેટલું મળે તોય એમને અસંતોષ રહેવા લાગ્યો. આજ સારામાં સારું ભોજન લીધું, પણ કાલે જાણે એનાથી વધુ સારાની ઝંખના જાગી જ સમજો. આજે દેશભરમાંથી સર્વોત્તમ સુંદરી બોલાવી, તોય કાલે એનાથી વધુ રૂપવતી સુંદરીની ઝંખના જાગી જ સમજો. એટલે એમની હાયવોય અટકી જ નહિ. અગ્નિ જાણે ધૃતથી તૃપ્ત જ ન થયો. 154 1 લોખંડી ખાખનાં ફૂલ આવા માણસોનું મન આખરે રોગી બની જાય છે. એને પોતાની પાસેના પંખી કરતાં, પારકાની પાસે રહેલું પંખી ઉત્તમ લાગે છે. એ પારકાનાં પંખી માટે પ્રયત્ન કરે છે અને એમાં ભયંકર હૈયાશોક વહોરે છે. ક્યારેક તો એમાંથી ક્લેશની મોટી હોળી પણ પેટાવી દે છે ! રાજકુમાર કાલક કહેતો, ‘મિત્રો ! તમે અગ્નિને ઘીથી તૃપ્ત કરવા માગો છો, પણ એમ અગ્નિ કદી તૃપ્ત ન થાય. એ તો વધુ ભભૂકે. એ માટે તો તમારે સંયમ અને સદાચારનાં નીર વહાવવાં ઘટે. જેવો રાજા તેવી પ્રજા થાય છે. તમે સદાચારનું દેવાળું કાઢી બેઠા છો, સંયમનું નામ તમારી પાસે નથી ને અનાચારના તમામ પ્રકાર તમારી પાસે હાજર છે. તમે સંયમહીન અને અનાચારી ઠરતી પ્રજાને દંડ દો છો, પણ તમારા અનાચારનું અને દંડનું તમે શું વિચાર્યું ?' રાજ કુમારો કહેતા : ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ ? આપણે તો મોટા; આપણો દોષ કેવો ?” ‘ભૂલો છો, રાજ કુમારો ! તમે ભીંત ભૂલો છો.’ કલિક કહેતો, ‘પ્રકૃતિનો ગુનેગાર એની સજામાંથી કદી છટકી શકવાનો નથી, પ્રકૃતિ પાસે માફી નથી. એની સજા તો ભોગવ્યે જ છૂટકો છે, અને તમે તમારાં કૃત્યોની એક રીતે સજા ભોગવી પણ રહ્યા છો. દારૂ પીનારને જેમ દુનિયા જુ દી લાગે છે, એવું જ તમારું છે. બાકી તમારી પાસે સાચું સુખ, સાચો સંતોષ, સાચું જીવન નથી. અંતરમાં તમે એ બધું કબૂલ કરો છો, એ બધા અનાચારોથી પાછા વળવા ઇચ્છો છો, પણ વ્યસન તમારે માથે ચઢી બેઠાં છે. કૂતરાને ગમે તેટલું મારો પણ પાછું તમારી પાસે આવીને ઊભું રહે, એવી તમારી સ્થિતિ છે. થોડો સમય પસાર થાય કે પાછા તમે હતા તેવા ને તેવા. ભલે તમે પ્રજાના રાજા છો, પણ તમારા પોતાના રાજા તમે રહ્યા નથી. તમારા ઉપર હલકામાં હલકી ચીજો રાજ કરે છે.' રાજ કુમારો હસીને કહેતા : ‘પહેલાંના વખતમાં કોઈનાં પાપનું પ્રાયશ્ચિત્ત કોઈ કરતું. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરે જગત-પુરુષોનું તો તું જાણે છે. જગત કાજે જીવ્યા ને મર્યા. અમારાં પાપોનું પ્રાયશ્ચિત્ત તું કર !' | ‘કરીશ. એક દહાડો એમ જ કરવું પડશે. હું જુદી જાતનો રાજવી થવા નિર્માયો છું, એમ મને લાગી રહ્યું છે.’ રાજ કુમાર કાલક કહેતો. કાલકનાં વચનમાં કોઈ અશ્રદ્ધા ન ધરાવતું. રાજકુમારોનો શ્રદ્ધેય કાલક હંમેશાં પ્રાતઃકાલમાં જાગ્રત થતો ને સ્વાધ્યાય કરતો. છેલ્લા વખતથી બે મુનિવરોના સંપર્ક પછી એ એમની વાણીને વાગોળતો થયો હતો. એ રાતને પ્રભાત ન હોત તો - 1 155 Page #89 -------------------------------------------------------------------------- ________________ આજ રાજકુમાર ઊઠ્યો ત્યારે સુનયના હજી સૂતી હતી. કાલકની નજર એના દેહ પર મૃદુ રીતે ફરી ગઈ. પ્રભાતની ઠંડી હવાની લહેરો વાઈ રહી હતી. એમાં સુંદરીની કેસર જેવી રોમજિ ધીમી ધીમી કંપતી હતી‚ ઉરપ્રદેશ પરથી ઉત્તરીય ખસી ગયું હતું. સુંદરી રાત કરતાં અત્યારે વધુ સુંદર લાગતી હતી. એનાં બિડાયેલાં પોપચાં પર જાણે કામદેવ ઊભો હતો અને જોનારના કાળજાને વીંધે તે રીતે તીર ચલાવતો હતો. એના પુષ્ટ ઉરપ્રદેશ પર જાણે રતિ નૃત્ય કરતી હતી અને કેલિ માટે આમંત્રણ આપતી હતી. મારવિજયી કાલકનો કિલ્લો અજેય નીવડ્યો હતો. કામ અને રતિ રાજ કુમાર કાલક પૂરતી પોતાની કામગીરી પૂરી થયેલી માનતાં હતાં. સંસારમાં કોઈક જ કામવિજેતા જન્મે છે. કીર્તિવિજેતા અને કાંચનવિજેતા ઘણા મળશે, પણ કામવિજેતા ઠેર ઠેર મળવા સુલભ નથી. કાલક કામવિજેતા ઠર્યો હતો, એને સંસારવિજેતા થવું હવે હાથવેંતમાં હતું. ઉરદેશ પર વસ્ત્ર ઓઢાડતાં કાલકનો હાથ સુંદરીને સ્પર્શી ગયો. સંચાની પૂતળીની જેમ એ જાગી ગઈ. એણે આંખો ઉઘાડી. સામે કાલક હતો, એનો કાલક હતો, હૃદયસ્વામી કાલક હતો ! એ સ્વપ્નમાં હતી ને સ્વપ્નમાં એના પર સર્વત્ર ન્યોચ્છાવર કરી ચૂકી હતી, તો જાગ્રત અવસ્થામાં હવે એ શા માટે પડી રહે ? પોતાના આખા દેહને મરોડ આપતી સુંદરી ઊભી થઈ. રૂપનું વાદળ જાણે માથા પર ઝળુંબી રહ્યું. નૂપુર ને કંકણ જાણે મેઘગાન કરી રહ્યાં. ‘કાલક ! આત્મપ્રિય કાલક ! હું તને અર્પણ છું.' ‘તારું અર્પણ સ્વીકારું છું.” ‘શું તું મને સ્વીકારે છે ?' નારીના હૃદયમાં થોડીએક આશંકા હજીય રહી હતી. ‘અવશ્ય. પણ તું મને સ્વીકારીશ ?' કાલક બોલ્યો. ‘જરૂર. તું કહીશ તો તારી પાછળ જોગણ બનીને ચાલી નીકળીશ.' સુનયના મુગ્ધભાવે બોલી. ‘તો વચન આપ કે પતિવ્રતા સ્ત્રીની જેમ પુરુષ તરીકે મારા સિવાય અન્યને તું સ્વીકારીશ નહિ.' કાલકે કહ્યું. સ્વાભાવિક વાત કરતો હોય તેવો એનો અવાજ હતો. ‘જરૂર, વચન આપું છું. સુનયના બોલી ગઈ, પણ બીજી ક્ષણે ઢીલી પડી ગઈ 156 – લોખંડી ખાખનાં ફૂલ અને બોલી : ‘અરે કાલક ! તારા સિવાય હું કોઈને ન સ્વીકારું ? કે તને ન સ્વીકારું ? જાણે છે કે મારો સ્વીકાર એટલે જીવંત મોત ! શું હું મારા પ્રિયને મારે હાથે સંહારું" ‘શા માટે મારે મને કે બીજાને ? કોઈની હત્યા કરવાની ઇચ્છા થાય ત્યારે મને યાદ કરજે, સુભાગી નારી !' “એટલે હું અહિંસક બની જાઉં, એમ ?' સુનયના કાલકની વાતનો મર્મ સમજી ગઈ. ‘હા, મારા અહિંસા-વિજયનો તારાથી પ્રારંભ થવા દે. સંસારના થોડા વિષયી જીવો ભલે બચી જાય.’ કાલકે કહ્યું. ‘વિષયી જીવોને બચાવવાથી શું ફાયદો ? જેટલા એ ઓછા, એટલો સંસાર સારો.' સુનયના દાંત કચકચાવતી બોલી. ‘સુનયના ! જીવો બધા કર્મને વશ છે. મને વિષયો તરફ નફરત છે; વિષયી તરફ નહીં. આત્મામાં જ પરમાત્મા વસે છે.’ મને એવી વાતમાં શ્રદ્ધા નથી. પાપ અને પાપી જુદાં એ વાત કેમ સમજાય ?’ ‘માણસને સમજ ! માણસમાં શ્રદ્ધા રાખ અને તને બધું સમજાશે.’ ‘બાળપણથી બળેલી છું. મને માણસ કરતાં સાપ-વીંછી સારા લાગ્યા છે. છતાં તું કહે છે, તો માણસમાં શ્રદ્ધા રાખતાં શીખીશ.' સુનયના શ્રદ્ધા પ્રગટ કરતી બોલી. ૧ પ્રાચીનકાળમાં સુંદર છોકરીઓને વિષકન્યા બનાવવામાં આવતી. આમાં સર્પોનો પણ ઉપયોગ થતો. પ્રથમ વિષકન્યાને માટે માતાના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી-એનો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નિર્ણય થતો, જ્યોતિષશાસ્ત્રના પ્રામાણિક ગ્રંથ મુહૂર્ત-માર્તણ્ડમાં પંડિતપ્રવર નારાયણ દૈવશે લખ્યું છે કે શનિ, રવિ યા મંગળ આમાંથી કોઈ દિવસ હોય : શતભિષા, કૃતિકા અથવા આશ્લેષા-આમાંથી કોઈ નક્ષત્ર હોય : દ્વિતીયા, સપ્તમી યા દ્વાદશી - આમાંથી કોઈ તિથિ હોય, ને બે શુભ ગ્રહ શત્રુક્ષેત્રના થઈને લગ્નમાં હોય અથવા જન્મલગ્નમાં એક બલવાન પાપગ્રહ શત્રુક્ષેત્રનો હોય, લગ્નમાં શનિ બળવાન હોય, સૂર્ય પંચમ સ્થાનમાં હોય, મંગલ નવમામાં હોય, તો આ કન્યા વિષકન્યા થઈ શકે છે. આ વિષકન્યાઓને પ્રસ્વેદ બહુ વળે છે. ને એને સ્પર્શ કરનારના પ્રસ્વેદ સાથે સંપર્ક થતાં તેની અસર થાય છે. અથવા એવી સ્ત્રીના સંપર્કથી ધીમું વિષ પુરુષના શરીરમાં દાખલ થાય છે ને અંગેઅંગ સડી જઈને પુરુષ મૃત્યુ પામે છે. રાજશાસન-રાજાશાહીના વખતમાં વ્યક્તિના નાશ માટે વિષકન્યા જેવા પ્રયોગો થતા. લોકશાસનમાં વ્યક્તિના બદલે સમૂહનું મહત્ત્વ વધી જવાથી સામૂહિક નાશ અર્થે અણુબૉમ્બ વગેરેની આયોજના થઈ રહી છે. વસ્તુતઃ ભાવરૂપમાં બંને સમાન છે. સત્તા, સંપત્તિ માટે આ પ્રયોગ તરફ માણસની આદિકાળથી આજ સુધી એકસરખી રુચિ રહી છે. માટે જ શું ગૃહસ્થ, શું રાજા કે શું જોગી-સહુ માટે સંયમ ને ત્યાગ તરફ પ્રાચીન ઋષિઓનો ઝોક હતો, સામાજિક સ્વાસ્થ્ય માટે એ જરૂરી હતું. એ રાતને પ્રભાત ન હોત તો - E 157 Page #90 -------------------------------------------------------------------------- ________________ ‘તો તું સ્વયં સુખી થઈશ અને સંસારને સુખી કરીશ. લોકોનાં આંસુ લૂછવાનો પ્રેમધર્મ આચરજે, નારી ! લોકોને હલકાં ન ગણીશ, નબળાં ગણજે. બાળક નબળું હોય છે, આપણે એને ટેકો આપીએ છીએ, અને તિરસ્કારતાં નથી. અજ્ઞાની, અધર્મી, તમામને બાળક સમજજે.' કાલકના અવાજમાં પેગંબરી સૂર ભર્યા હતા. ‘રે આત્મપ્રિય કુમાર ! મારા જીવન વિશે નિશ્ચિંત રહેજે. આજે જ ચાલી જાઉં છું. અદૃશ્ય રહીને જીવીશ.' ‘સુનયના ! કેટલી સુંદર છે તું ! કેટલી સરસ છે આ રાત ! આ રાતને પ્રભાત જ ન હોત તો.... ‘તો સંસારનો ઇતિહાસ અદ્ભૂત થઈ જાત. રાત અનાચારની રાણી કહેવાય છે, એ આચારની જનની બની જાત.' સુનયના ભાવાવેશમાં હતી. બંને જણાં જાણે પૃથ્વી પર નહિ, પણ સ્વર્ગમાં રાચતાં હતાં. ‘તો આપણા માર્ગ અહીંથી જુદા પડે છે.' સુનયનાએ કહ્યું. ‘દેહના માર્ગ ભલે જુદા હોય, આત્માના માર્ગ એક જ છે, આત્મપ્રિય સુંદરી ! મન જેનું મળેલું હોય, એનું તન ન મળે તોય સદાકાળ મિલન જ છે.' કાલકે કહ્યું. ‘કાલક ! અદ્ભુત પુરુષ છે તું ! હિંસાની ડાકણને તેં અહિંસાની દેવી બનાવી. તારું કલ્યાણ હો !' સુનયનાએ કહ્યું. કાલક નૌકાની બહાર નીકળ્યો. યવનીઓને આ સુંદરી જ્યાં સુધી રહે ત્યાં સુધી પરિચર્યામાં રહેવા આજ્ઞા કરી. યવનીઓ મનમાં અનેરા વિચાર કરી રહી. કાલક નીચે ઊતર્યો, એવો વનપાલક આવીને ઊભો રહ્યો. એણે મસ્તક નમાવી કહ્યું : ‘મુનિરાજ આપને યાદ કરે છે.' ‘શરીર તો સ્વસ્થ છે ને ?' કાલકે પૂછ્યું. ‘આમ તો કશી અસ્વસ્થતા દેખાતી નથી, પણ મને કહ્યું છે કે સમય અલ્પ છે, જલદી બોલાવી લાવ ! કામવિજેતા કાલકને મારાં ધન્ય વચન કહેજે.’ ‘હું કામવિજેતા ? સાધુને ક્યાંથી ખબર પડી ?’ કાલકે આશ્ચર્યમાં કહ્યું. વનપાલકને આવો પ્રશ્ન ન પુછાય અને પૂછીએ તો એની પાસે જવાબ ન હોય એનું એને ભાન ન રહ્યું ! પણ વનપાલક પાસે પૂરતી વિગત હતી. એણે કહ્યું : ‘કુમારદેવ ! મુનિજને વહેલી સવારે બહેન સરસ્વતીને બોલાવ્યાં હતાં, અને કહ્યું હતું કે કાલક આજે સંસારવિજયી બન્યો. જેણે કામ જીત્યો એણે સંસાર જીત્યો. 158 D લોખંડી ખાખનાં ફૂલ બહેન સાથે બાપુજી પણ હતા. મુનિરાજે બંનેને આપની જલક્રીડાની, સુનયના પાસે આપના સિવાય અન્ય પુરુષની ચાહના ન કરવાની પ્રતિજ્ઞા કરાવ્યાની, અને એ રીતે એક ભયંકર સ્ત્રીને સાધ્વી બનાવી તેની, એ રીતે આપે અહિંસાની પ્રતિષ્ઠા કરી તેની વગેરેબધી વાતો, તમામ નજરે જોયું હોય તેમ, કહી સંભળાવી.' ‘સરસ્વતી સાથે ત્યારે બીજું કોઈ હતું ?’ ‘ફક્ત આપના પૂજ્ય પિતાજી જ હતા. તેઓ આ સાંભળીને રડી પડ્યા ને બોલ્યા : ‘હવે આ પુત્ર મારો નહિ રહે.’ વાત કરતો વનપાલક થોભ્યો. ‘પછી મુનિજને કંઈ કહ્યું ?' ‘મુનિજન બોલ્યા કે હવે એ જગતનો થઈને રહેશે. જગતમાંથી અનાચાર, અત્યાચાર, વામાચાર દૂર કરવા એનો જન્મ થયો છે. ધન્ય છે આવા પુત્રના પિતા થનાર તમને !' વનપાલકે બધી વાત વિગતથી કહી. ‘ચાલો, ગુરુદેવની સમીપમાં જલદી જઈ પહોંચીએ.' વનપાલકના અશ્વ પર જ આરૂઢ થઈને કાલક ચાલ્યો. એનું મન આજ પ્રસન્ન હતું. એને દિશાઓ પ્રસન્ન લાગી, પંખીઓ મિત્ર જેવાં લાગ્યાં, વાયુ સ્વજન જેવો સુખદ લાગ્યો ! થોડીવારમાં એ મુનિજનના નિવાસસ્થાને આવી પહોંચ્યો. મુનિ જાણે સ્વસ્થ હતા, છતાં પ્રવાસે ઊપડનારના જેવી અધીરાઈ એમના મુખ પર હતી. ‘કાલક ! આત્મપ્રિય ! તું આવ્યો ?' ‘હા, ગુરુદેવ.’ કાલકે નમસ્કાર કરીને પાસે બેસતાં કહ્યું. ‘તેં મારવિજય કર્યો ! ધન્ય, મહામુનિઓને પીડનારા કામને તેં ચરણાર્કિકર બનાવ્યો. ધન્ય ! ધન્ય !! ‘અભિમાન ઊપજે તેવું કંઈ ન કહેશો, ગુરુદેવ !' ‘આત્મભાન ઊપજે તેવું કહું છું. યમરાજની સગી બહેનને તેં પ્રેમની જોગણ બનાવી, અહિંસાની પ્રતિષ્ઠા કરી. ધન્ય !' મુનિજન બોલતા હતા, પણ ઉતાવળમાં હતી. તે આગળ બોલ્યા : ‘હવે આ મારો ભાર લઈને, જગત પર અહિંસા, સત્ય અને અપરિગ્રહનો દિગ્વિજય કર !' મુનિજને પોતાના હાથનો દંડ કાલકના હાથમાં આપ્યો. અને વળી બોલ્યા : એ રાતને પ્રભાત ન હોત તો 0 159 Page #91 -------------------------------------------------------------------------- ________________ આ ભુજપત્ર પર મારો સંદેશ છે. બસ, જાઉં છું. વિદાય !' ક્યાં જાઓ છો ? મારે ઘણું પૂછવું છે.' કાલકે આર્ત સ્વરે કહ્યું. ‘સ્વાધ્યાય અને અનુભવ સર્વ શંકા દૂર કરશે. સવર* T૩ મંડાવી મારે તર| ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ' મુનિજનના દેહ પર તેજનું એક વર્તુળ પ્રસરી રહ્યું. થોડીવારમાં ત્યાં વીજળી જેવો પ્રકાશ રેલાઈ રહ્યો. કાલકનું મસ્તક નમી ગયું ! મુનિનો હંસલો દેહનું પિંજર છોડીને ઊડી ગયો હતો. 21 ત્યાગના પંથે સંધ્યાકાળે સૂરજ અસ્તાચળ તરફ જાય, એમ રાજ કુમાર કાલકે રાજ ત્યાગ કર્યો. સર્વ શણગાર તજી દીધા. વસ્ત્રોની શોભા છાંડી દીધી. પગ ખુલ્લા કર્યા-ધરતી માતાને સ્પર્શવા માટે. માથું ખુલ્લું મૂક્યું - પવનલહરીઓ સાથે રમવા માટે. ધનનો સર્વથા ત્યાગ કર્યો. પોતાનું કહેવાય એવું કંઈ ન રાખ્યું. ભિક્ષાને જીવનનો મૂળમંત્ર બનાવ્યો. માતા-પિતા, સ્નેહી-સ્વજન સર્વને તજી દીધાં. જીવનની સર્વ સ્નેહ અને &ષની સર્વ ગાંઠો છોડીને રાજ-કુમાર કાલક નિગ્રંથોના માર્ગે ચાલી નીકળ્યો. સ્નેહ-સૌંદર્યભરી પદ્મિનીઓ એને આકર્ષિત ન કરી શકી, સુનયના જેવી સુંદરી એની પાસે હાર કબૂલ કરી ગઈ. પિતાજીએ ન રુદન કર્યું, ન શોક દાખવ્યો. એમણે સ્વજનોને આટલું જ કહ્યું : ‘ગગનવિહારી ગરુડરાજને આપણા માળા ન ભાવે. જેના આપણને ભાવા, એના એને અભાવ છે. આટલી નાની વયે ધૂમ્રસેર જેવા જોબનનો, જોગ એણે ન રાખ્યો. અગ્નિકણ જેવા કામને એણે કામનો ન રાખ્યો. કપૂર જેવો રૂપને સ્વયં તપ-ત્યાગના તાપમાં પિગાળી મૂક્યું. હું પિતા છું, છતાં પુત્રના પગલાને અભિનંદું છું.’ પુત્રે પિતાને વંદન કર્યું, કહ્યું : ‘પિતાજી ! અંશ આપનો છું; આશીર્વાદ આપો કે ક્ષત્રિયનાં રજ –વીર્ય છે; તો જે પંથે સંચરું ત્યાં નિષ્ઠાવાન બનીને સંચરું. સત્યના જ જયમાં રાચું. હૃદયની દુર્બળતાનો દોષ કદી ન આચર્યું. જે પંથે સંચરું ત્યાં સત્યનો રાહગીર બનીને સંચરું, એવા આશીર્વાદ આપશો !” ‘વત્સ ! આપણે તો જીવ અને જગતને એક પલ્લામાં અને ટેકને બીજા * સત્યની આજ્ઞાથી પરાક્રમ માટે સજ્જ થયેલો બુદ્ધિમાન સંસાર તરી જાય છે. 160 | લોખંડી ખાખનાં ફૂલ Page #92 -------------------------------------------------------------------------- ________________ પલ્લામાં મુકનાર ક્ષત્રિયો છીએ. ‘પાણી મ જજો પાવળું, ભલે લોહી વહ્યાં જાય લખ.” એ આપણો મંત્ર સદા યાદ રાખજે ! પછી વિજય તારો જ છે.” પિતાએ ભક્તિ-ભાવભર્યા હૃદયે કહ્યું. રાજકુમારમાંથી મુનિરાજ બનવા કાલકે આગળ ડગ ભર્યા. નગર આખું બહાર નીકળી આવ્યું હતું. અરે ! આશ્ચર્ય તો જુઓ ! જે ધન અને સુવર્ણ માટે જગત ધમાલ કરી રહ્યું છે, એ ધનને અને સુવર્ણને રસ્તાની ધૂળથી પણ હલકું લખીને એ ચાલી નીકળ્યો ! રાજસિંહાસનો માટે ઘોર યુદ્ધ ચાલ્યા કરે છે; ક્ષત્રિયોનાં કુળનાં કુળ અને પેઢીઓની પેઢીઓ એમાં ખલાસ થઈ જાય છે. એ સિંહાસનને કાલક થુવેરની વાડ સમજીને ચાલ્યો ! લોકો ભાવનામાં આવી ગયાં. લોકગણ તો જતાંના જાનૈયા જેવા અને વળતાંના વોળાવિયા જેવો છે : ઘડીમાં ખીલી ઊઠે, ઘડીમાં ખીજી ઊઠે. પણ કાલકને હૈયે લોકપ્રશંસા છબતી નથી. કમળને જળ કયે દહાડે છળે છે? ધારાવાસના સરોવરમાં પ્રફુલ્લેલું એક કમળ, સરોવરનો કીચ છાંડી, આજે દેવચરણને સ્પર્શવા ચાલ્યું હતું. નિત્યને શોધવાની એની સફર હતી. અમારીને આરાધવાના એના યત્ન હતા. અનંતનો તાગ લેવાની એની તમન્ના હતી. સર્વ સ્નેહીજનોનું કલ્યાણ વાંછતો રાજ કુમાર કાલક રાજ દ્વાર પર આવ્યો. વિદાયનાં ચોઘડિયાં દર્દભરી રીતે ગાજવા લાગ્યાં. સ્ત્રીઓએ પોતાના કંઠમાં વિદાયનાં રાગભર્યા ગીત શરૂ કર્યા રત્નજડિત એક પાલખી આવીને ઊભી રહી. કાલકે કહ્યું : “આજથી મારો તમામ બોજ મેં જાતે જ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. પાલખી લઈ જાઓ ! પણ રે ! મારી ભગિની સરસ્વતી કાં ન દેખાય ?' - દીવો ગમે તેટલો પ્રકાશે, પણ એના નીચે પડછાયો રહે જ રહે. આર્ય કાલકે સંસારના સ્નેહનો ઉચ્છેદ કર્યો, પણ બહેન સરસ્વતી તરફનો એનો સ્નેહ પડછાયો થઈને બેઠો હતો. વત્સ ! સરસ્વતી સવારથી એના ખંડમાં ધ્યાનમાં બેઠી છે. સંસારમાં એનું મોટામાં મોટું પ્રીતિભોજન તું ! તારા જેવા ભાઈના વિયોગ સમયે એને કેવો વિષાદ થાય ? એ માટે અમે એને બોલાવી નથી.” | ‘સરસ્વતી તો શીલમૂર્તિ છે, જ્યારે જ્યારે હું મનમાં ધર્મ-સ્નેહની પ્રતિમા 162 | લોખંડી ખાખનાં ફૂલ ઉપજાવવા માગું છું, ત્યારે ત્યારે સરસ્વતી જ ત્યાં આવીને ઊભી રહે છે, બોલાવો એને. એક વાર એને નીરખી લઉં.' કાલકે કહ્યું. | ‘આવું છું, ભાઈ ! તારા માર્ગે જ આવું છું.” અંદરથી જાણે કોકિલાનો ટહુકો આવ્યો. ‘વત્સ ! રાજકુમારી સરસ્વતીનો જ આ અવાજ !' પિતાજીએ કહ્યું. થોડી વારમાં રાજકુમારી આવી પહોંચી. પણ રે ! આ શું ? હરિયાળા વનમાં દાવાનળ જેવું આ દૃશ્ય શું સાચું છે ? જે કેશકલાપ પાસે ભલભલા ભોગી ભૂલા પડતા હતા, એ કેશકલાપ જ ક્યાં છે ? તાજા મૂંડાયેલા મસ્તક પર સૂરજની કિરણોવલિ ઝગારા મારી રહી છે ! જે હાથીની શોભાને કંકણ, કટિની શોભાને સુવર્ણમેખલા અને પગની શોભાને નૂપુર દ્વિગુણ કે સહસગુણ કરતાં એ બધાં આજે અદૃશ્ય થયાં હતાં ! સ્વર્ગની ચંદા હિમખંડ જેવાં શ્વેત વસ્ત્રો ધારીને પૃથ્વી પર આવે એમ સરસ્વતીએ એક સફેદ જાડું ઉત્તરીય અને એક અધોવસ્ત્ર ધાર્યું હતું. વક્ષસ્થળ પર એક જાડો કર્કશ વસ્ત્રપટ બાંધ્યો હતો. પણ રૂપ તો એવું છે, કે ગમે તે દશામાંય દીપી નીકળે. રાજ કુમારી સરસ્વતીના કોમલ કમનીય રૂપની કાલે જુદી છટા હતી, આજ વળી અનેરી છટા હતી. લોક તો બે ઘડી વિસ્મયમાં પડી ગયું. ઘડીભર સહુને લાગ્યું કે કોઈ નાટ્યશાળામાં બધાં બેઠાં છીએ અને કાલક અને સરસ્વતી નાટક ભજવી રહ્યાં છે. ! અભુત વેશ લીધા છે એમણે તો ! સરસ્વતી બોલી : “ભાઈ ! જે પંથે તું એ પંથે હું.” કાલકે કહ્યું, ‘બહેન ! સાધુધર્મ અતિ કઠિન છે, તું બહુ કોમલ છે.” સરસ્વતીએ કહ્યું : “ગમે તેવા કોમળ મીણને તેજાબ પ્રજાળી શકતો નથી.’ કાલકે કહ્યું : ‘કોઈ રાજને અજવાળે એવાં તારા રૂપગુણ સાધુધર્મના અરણ્યમાં શા કાજે બગાડે છે ? અમીજળને મભૂમિમાં શોષાવા કાં છાંટે ?' સરસ્વતી બોલી : “મારો સત્ય-શુર ભાઈ લેવાનાં ને આપવાનાં ત્રાજવાં શા માટે જુદાં રાખે છે ? જે તારા માટે સાચું છે, એ મારા માટે એથીય વધુ સારું છે. ભાઈ કાલકના રૂપમાં અનેક પતંગિયાંને આકર્ષવાની તાકાત છે, તો પછી આજે એ દીપ અને એ પતંગની તું ઉપેક્ષા કાં કરે ?' કાલકે કહ્યું : “બહેન ! મને ક્ષત્રિયને સાધુતાના સમરાંગણેથી હાક પડી છે. વામાચાર, અનાચાર, પાપાચારથી પૃથ્વીને છોડાવવા હું મેદાને પડ્યો છું.' ત્યાગના પંથે 3 163 Page #93 -------------------------------------------------------------------------- ________________ ‘તો હું એ મેદાનની પરિચારિકા બનીશ.' સરસ્વતી બોલી. ‘તું સ્ત્રી છે.’ કાલકે કહ્યું. ‘તું પુરુષ છે.’ સરસ્વતીએ કહ્યું. ‘નિરર્થક વાદમાં કલ્યાણ નથી.' સરસ્વતીએ પણ એ જ શબ્દો પાછા આપ્યા અને આગળ ઉમેર્યું : ‘મારું એક જીવનવ્રત છે.' ‘શું જીવનવ્રત છે ?’ કાલકે પૂછયું. ‘જો કાલક અવિવાહિત રહેવાનો છે, તો સરસ્વતીના સંસારમાં લગ્ન નથી. બ્રહ્મચારિણી સરસ્વતીનું સર્વસ્વ એનો બંધુ કાલક છે.’ સરસ્વતીએ એક એક શબ્દ ભારપૂર્વક ઉચ્ચાર્યો. ‘તું સાધ્વી બનીશ, સરસ્વતી ?' ‘તું સાધુ બનીશ, કાલક ?' સરસ્વતીએ જાણે ભાઈનાં ચાંદુડિયાં ચાવ્યાં. ‘સરસ્વતી ! આપણે બાળક નથી. બાળકબુદ્ધિ છોડી દે. પિતાજી તને...' ‘પિતાજી તને.... કાલક ! આપણે બાળક નથી. બાળકબુદ્ધિ છાંડી દે !' સરસ્વતીને જાણે જવાબ શોધવાની જરૂર જ ન હતી. છેવટે કાલકે તોફાની સરસ્વતીને આગળ સમજાવવાનું મૂકી દીધું. સરસ્વતી બોલી : ‘ભાઈ ! મારી અને તારી સ્થિતિ સમાન છે. વયમાં બેચાર વર્ષનો ફેર હશે. તું રાજનો ત્યાગ કરીને ચાલ્યો જાય અને હું રાજમહેલમાં રહું, એ બને ખરું ?' “એમાં કંઈ નવાઈ નથી, સરસ્વતી !' પિતાજી સરસ્વતીને સમજાવી રહ્યા : ‘પતિ પાછળ પત્ની જરૂર જાય છે, પણ ભાઈ પાછળ કોઈ બહેન જતી નથી અને આજનો સંસાર તો વિચિત્ર છે. પુરુષ જ્યાં સલામત છે, ત્યાં સ્ત્રીની સલામતીની કોઈ ખાતરી નથી અને રૂપવતી સ્ત્રીઓ માટે તો એકાકી ફરવું જરાય હિતાવહ નથી.’ ‘પિતાજી ! તેજાબ કેવો ભયંકર હોય છે ? પણ એ મીણને ઓગાળી શકતો નથી. સિંહને હાથી જેવા પણ જ્યારે સંતાપ પહોંચાડી શકતા નથી, ત્યારે શેળા જેવું જાનવર અને તોબા પોકારાવે છે. સાપ સહુને સતાવે, પણ નાની સરખી કીડી અને સતાવે છે. માતંગથી જગ આખું બીવે, અને એ માતંગરાજને એક મચ્છરિયો ગાંડોતૂર બનાવે. સ્ત્રીનું શીલ મજબૂત હોય, તો સંસારના આતતાયીમાત્ર એના ચરણ ચૂમે. આજની ભીરુ સ્ત્રીઓમાં સલામતી અને સંરક્ષણની ભાવના જાગે, એ માટે પણ મારે જવું રહ્યું.’ 164 E લોખંડી ખાખનાં ફૂલ પિતાજીએ જોયું કે દીકરો પોલાદ જેવો હતો, તો દીકરી ગજવેલની બનેલી હતી. બહેન ! કાલક નિઃસંગી, નીરાગી બનવા માગે છે, પણ તારો સંગ અને તારો રાગ અમને એના વિયોગમાં ટકાવી રાખશે, એવી આશા હતી. એ આશા પણ આજે વ્યર્થ થાય છે. જેવું ભાવિનું નિર્માણ ! સંયોગનો આનંદ સકલ સંસાર માણે છે, વિયોગનો આનંદ માણવા અમે તૈયાર થઈએ છીએ ! સંસાર અમારે માટે પણ હવે મૃગજળની વાડી જેવો છે. પુત્ર-પુત્રીથી અમને પ્રબોધ મળ્યો. કેવું આશ્ચર્ય !' પિતાએ અંતરભાવ પ્રકટ કર્યો અને બંને જણાએ કદમ ઉઠાવ્યાં. નગરજનોને એ વેળા ખાતરી થઈ કે આ કંઈ નાટક ભજવાતું નથી, આ તો સાચી ઘટના સર્જાઈ રહી છે. શ્રી કાલકે ધર્મસૂત્રોનો ઉચ્ચાર કર્યો : ધમ્મો મંગલમુક્કિ, અહિંસા સંજમો તવો, દેવાવિ તં નર્મસંતિ. જસ ધર્મો સયા મણો.' (ધર્મ એ જ પરમ મંગલ છે. ધર્મનાં ત્રણ રૂપ છે : અહિંસા, સંયમ અને તપ. આવો ત્રિવિધ ધર્મ જેના મનમાં વસ્યો છે, એને દેવ પણ નમે છે.) “જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વãઈ. જાવિ દિયા ન હયંતિ, તાવ ધમ્મ સમાયરે " (જ્યાં સુધી બુઢાપો બેબાકળા બનાવતો નથી, જ્યાં સુધી રોગો બળવાન બનતા નથી. જ્યાં સુધી ઇંદ્રિયોની શક્તિઓ સલામત છે, ત્યાં સુધી ધર્મને આરાધી લેવો જોઈએ.) “સવ્વ જીવા વિ ઇચ્છતિ, જીવિઉં ન મરિજ઼િઉં, તમ્હા પાણિવહં ઘોર, નિગૂંથા વજ્જયંતિણું.” (બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈ જીવ મરવા ઇચ્છતું નથી, માટે નિથ કોઈ જીવને ન મારે.) તપેલી પૃથ્વી પર જલધારા પડે અને ધરતી અને હર્ષથી ઝીલે એમ આખી માનવમેદની આ શબ્દધારાને ઝીલી રહી. સરસ્વતી ભાઈના સૂરોમાં સૂર પુરાવતી હતી. સૂરજ અને ચાંદાની જોડ સમાં ભાઈ-બહેન ધારાવાસ નગરની વીથિકાઓને પોતાના સૂરોથી ગુંજાવતાં ચાલી નીકળ્યાં. માર્ગ સુગંધી જળ છંટાયેલાં હતાં, પણ એના કરતાં ભક્તિભર્યાં નરનારીઓનાં અશ્રુજળની સુવાસ અધિક હતી. ત્યાગના પંથે C 165 Page #94 -------------------------------------------------------------------------- ________________ માટે વૃથા છે. ધર્મને નજર સામે રાખ. સતત મહામુનિઓના એ વાક્યને અરજે : THE નચ મેં જોરું, નાઇમનરસ રસરું 1 ‘હું એકલો છું. મારું કોઈ નથી. હું કોઈનો બારણે બારણે મોતીનાં તોરણ રચાયેલાં હતાં, પણ એના કરતાં ભક્તહૃદયોના ઉદ્ગારનાં મોતી અદ્ભુત હતાં. મુનિ બનેલા કાલકે ફરી સૂત્રોચ્ચાર કર્યો. સમય સવભૂસુ, સસ્તુ-મિત્તે વા જગે; પાણાઇવાયવિરઈ, જાવજીવાએ દુષ્કરે.” (પીડાકારક પ્રાણી વિશે પણ પીડા ન કરવાનો સમતાભાવ જીવનભર ટકાવવો દુષ્કર છે. મિત્ર હોય કે શત્રુ હોય; સર્વ જીવો તરફ સમભાવે વર્તવું એનું નામ અહિંસા.) ચારે તરફથી નાદ ઊઠ્યો : ‘સમતાભાવનો જય હો ! અહિંસાધર્મનો વિજય હો !? ભર્યા જયજયકાર વચ્ચે ભાઈબહેન નગરી વટાવી ગયાં. નગરના ઉપવનમાં આવતાં તેઓએ માનવમેદનીને કહ્યું : | ‘તમે બધાં અહીં રોકાઈ જાઓ. સંસારમાં સહુ સંબંધો આખરે છોડવાના છે. અમે જરા વહેલાં છોડીએ છીએ એટલું જ .” માનવમેદની ત્યાં રોકાઈ ગઈ. કાલકે આગળ પ્રસ્થાન કર્યું. સરસ્વતીએ અનુસરણ “ધર્મના મૂર્તિમંત સ્વરૂપ જેવા ભાઈને હું ભૂલી શકીશ નહિ, પણ ચર્મચક્ષુનો રાગ ઓછો કરવો એ સાધ્વી તરીકે મારી ફરજ છે. દીપકથી જ્યોત ભલે જુદી પડે” સરસ્વતીએ કહ્યું. અને બંને જણાં જુદાં પડ્યાં. જુદાં પડતી વખતે સરસ્વતીએ કહ્યું : “સાધુધર્મ પ્રમાણે ચાતુર્માસના ચાર મહિના એક સ્થળે રહેવાનું થશે. દર વર્ષે નહિ તો દર ત્રીજા વર્ષે, એક જ નગરીમાં આપણે ચાતુર્માસ નિર્વહીશું. ‘વારુ.” મુનિ કાલકે હા કહી. એક દિવસ સાધ્વીસંઘ સાથે સરસ્વતી જુદી દિશામાં ચાલી ગઈ. મુનિ કાલકે પોતાના સમુદાય સાથે ન્યારો માર્ગ પકડ્યો. આર્ય કાલકે છેલ્લો સંદેશ આપ્યો. એ છેલ્લો સંદેશ હવામાં ગુંજી રહ્યો : સરસ્વતી ! અદીન-મના બનજે મનથી કદી લાચાર ન બનીશ ! વેરીને વહાલ કરજે, વિષયને નહીં.' કર્યું. પણ બહેનથી પૂછ્યા સિવાય ન રહેવાયું : “ભાઈ ! સુનયના કેમ ન આવી ?' ‘એની ચિંતા આપણને શી ?” ‘કેવું સૌંદર્ય અને કેવી અવદશા ?' સૌદર્યનું તુંબડું માનવીને તારે પણ ખરું અને ડુબાડે પણ ખરું. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ, આજ સુધી સુનયના હિંસક પશુ જેવી હતી. એણે રમતવાતમાં ન જાણે કેટકેટલી હત્યા કરી હશે ! હવે એનું પશુપણું ચાલ્યું ગયું છે, પ્રેમતત્ત્વ જાગી ઊઠવું છે.' કાલકે કહ્યું. બહેન અને ભાઈ ઉપવન છોડી જંગલમાં પ્રવેશ ગયાં હતાં. થોડા દિવસો સુધી નગરજ નો સમાચાર મેળવતા રહ્યા. એક દહાડો સમાચાર આવ્યા કે ભાઈબહેનના રાહ અલગ થયા. મુનિ કાલકે એકદા સાધ્વી સરસ્વતીને કહ્યું : “બહેન ! જીવો સંજોગમૂલા (સંયોગાધીન) છે. આપણે દેહની અને મનની આળપંપાળ તજવી ઘટે. એકબીજાના દેહને નીરખીને સંતુષ્ટ થવાને બદલે હૃદયની એકતાથી સંતોષી બનતાં શીખવું ઘટે. ક્ષરદેહની મોહિની છેવટે નિરર્થક છે. ભાઈને ભાઈ સમજી નજર સામે રાખવો સાધુ 166 D લોખંડી ખાખનાં ફૂલ ત્યાગના પંથે B 167 Page #95 -------------------------------------------------------------------------- ________________ 22 અલબેલી ઉર્જાની. ક્ષિપ્રાનો સુંદર સરિતાતટ છે. હાથીઓ એના જળમાં ક્રીડા કરે છે. કુમારી અને કુમારિકાઓ એમાં સ્નાનક્રીડા કરે છે. સરખે સરખા કુમારો પાણીમાં આંધળી ડોશીનો ખેલ ખેલીને કુમારિકાઓને જળના તળમાંથી પકડી પાડે છે. ક્ષિપ્રા કમળદળવાળી સરિતા છે. કિશોર-કિશોરીઓ બંને કેશના ગુચ્છા રાખે છે, ને પાણીસરસાં તરતાં તરતાં કમળપુષ્પથી એ કબીજાંના કેશને શણગારે છે. - નાવિકો નૌકાઓ લઈને હરહંમેશ કાંઠા પર સજ્જ બેઠા હોય છે. દિવસના તેજસ્વી પ્રકાશમાં એ પ્રવાસીઓને આ પારથી પેલે પાર લઈ જવાની મજૂરી કરે છે અને સાયંકાળે પોતાની નૌકાને નવ-વધૂની જેમ શણગારી રસિયાં નર-નારને રાત્રિભર જલવિહાર કરાવે છે. ક્ષિપ્રા પોતે પણ દિવસે સાધ્વી ને રાત્રે નવસુંદરી બની જાય છે. નીલ રંગની સાડી ઓઢી, તારાઓની ભાતીગર બુદ્ધ એમાં ધારણ કરી, એ પણ રસ-રાગ ખેલવા નીકળે છે. એનો પ્રવાહ મીઠું મીઠું ગાય છે. એ ગીત સાથે નૌકાસુંદરીઓના મીઠા કંઠરવો ભળી જાય છે. વીણા અને બીનના સુરમ્ય સ્વરો નિશાને મધુર, ઊમિલ અને સ્વપ્નિલ બનાવે છે. ક્ષિપ્રાના તટ પર અલબેલી ઉજ્જૈની નગરી વસેલી છે. સંસારના રસિયાઓ માટે એ રસધામ સમી છે. સંગીતજ્ઞો અને નર્તકો માટે એ નિત્યનવું વિલાસધામ છે. ઉજ્જૈનીનો પુરુષ પરાક્રમનો જીવંત અવતાર છે, તો અહીંની સ્ત્રીઓ રસની જીવંત મૂર્તિ છે. ‘વીર-શૃંગાર એ આ નગરીનું રસિક ઉપનામ છે. કામદેવના બીજા નમૂના જેવા પુરુષો રથમાં બેસી શિકારે જતા હોય ત્યારે એ પૌરુષની પ્રતિમાઓ પરથી નજર ખસેડવાનું મન થતું નથી. રમવાડીએ (રથ-હરીફાઈએ) જતા હોય ત્યારે એમની શોભા હૃદયહારિણી હોય છે. ધૂત, મદિરા અને મૃગયા અહીંના પુરુષોના ખાસ શોખ છે. પણ ઉજ્જૈનીની ખ્યાતિ એના શોખીન અને શૂરવીર પુરુષોથી જેટલી છે, એનાથી વધુ એની રતિસ્વરૂપા રમણીઓથી છે. આ રમણીઓનું રૂપલાલિત્ય અને રસલાલિત્ય આખા ભારતમાં પંકાતું. એમનાં વસ્ત્રોની, એમના શૃંગારની, એમના દેહવિલેપનની અને એમની રૂપછટાઓની જગતભરમાં નામના હતી. આ સુંદરીઓના કેશ પગની પાનીને ચૂમતા. શોખીન પુરુષો જીવનમાં ઉર્જનીની એક યાત્રા કરવામાં જીવનસાફલ્ય લેખતા ? અને આ એક યાત્રા અને સંસારની અન્ય સ્ત્રીઓના સૌંદર્યથી વિમુખ બનાવી દેતી. ઉજ્જૈનીની રમણીઓની આંખોમાં દરિયાની નીલિમા ચમકતી, એની નાસિકા કમળદાંડલીને અનુરૂપ હતી. એના હસ્ત કેળના થંભ જેવા લીસા ને ચમકતા હતા. એના શ્વાસમાંથી સુગંધી ફૂલોની સુવાસ સરતી અને એના સ્પર્શમાં માખણની મુલાયમતા હતી. એ ખુદ ધૂત ૨મતી અને બીજાને રમાડતી. એ ખુદ મધ પીતી અને બીજાને પિવડાવતી. ધનુષ-બાણ સાહીને એ જ્યારે મૃગયા રમવા નીકળતી, ત્યારે એની રૂપધારાના અનેક પુરુષમૃગો શિકાર બનીને શરણાગતિ સ્વીકારતા. | ઉજ્જૈનીનાં રાજબજારો, રાજ વીથિકાઓ અને રાજપથો પણ અદ્દભુત હતાં. એનાં બજારોમાં ભારતભરની વસ્તુઓ મળતી, એનાં ફૂલ-બજારોમાં ફૂલોના ઢગલા રચાતા અને ત્યાંના રહેવાસી કોઈ સ્ત્રી કે પુરુષ એવાં નહોતાં કે જે ફૂલોનો નિત્ય ઉપયોગ કરતાં ન હોય. ફૂલહાર તો બધે પ્રખ્યાત હતા, પણ ફૂલશયાઓ અહીંની મશહૂર હતી. ફૂલશયાઓ પર સુનારી ફૂલપરી, એ ઉર્જનીની ખાસિયત હતી. આ સુંદરીઓની કોમળતા એવી હતી કે એ ફૂલની પથારી પર પોઢતી, છતાં એકે ફૂલ કચડાતું કે કરમાતું નહિ. આ ફૂલપરીઓ રૂના પોલ જેવી પોચી ને મુલાયમ રહેતી. સામાન્ય રાજાઓ કે શ્રીમંતોના નસીબમાં પણ એનો સહવાસ દુષ્કર હતો, પછી સામાન્ય માણસોનું તો પૂછવું જ શું ? અહીંના રાજપથ પર ઊંચી હવેલીઓના ઝરૂખા ઝળુંબી રહેતા. એ ઝરૂખાઓમાં મદભર માનુનીઓ બેસતી, પાન ચાવતી ને તંબોળ ઢોળતી. એ નયનનાં તીર ચલાવતી, અને ધારે તેને શિકાર બનાવતી. શિકાર બનનાર એને પોતાનું સદ્ભાગ્ય માનતો અને મિત્રવર્ગમાં એ વાત ગર્વભેર જાહેર કરતો ! તાંબૂલની પિચકારીવાળું એ વસ્ત્ર દેવતાઈ વસ્ત્રની જેમ સંઘરી રાખતો, અને જ્યારે સમય મળે ત્યારે ઘેર આવેલા મહેમાનોને એ બતાવી આનંદ માનતો ! અલબેલી ઉર્જની D 169, Page #96 -------------------------------------------------------------------------- ________________ એક સ્ત્રી અને એક પુરુષ ! જીવનભરનું બંધન : સુખમાં કે દુ:ખમાં સાથે રહેવું: આ કલ્પનાને ગણ્યાગાંઠ્યા માણસો સિવાય કોઈ માન ન આપતું. ઘરમાં એક, બહાર એક, પ્રવાસમાં એક, નૌકામાં એક, એમ પ્રિયા, પ્રિયતમા, પ્રેયસી અને પદ્માંગનાઓની ગણતરી થતી, ને આમ જેનો સરવાળો મોટો થતો એ સર્વમાં શ્રેષ્ઠ લેખાતો. | પાનાગારોમાં પુરુષોની મંડળી મળતી. આ મંડળી શહેરની તમામ સુંદર સ્ત્રીઓની નામાવલિ યાદ કરી જતી, અને એ સ્ત્રીઓની રૂપની લાક્ષણિકતા વિશે ઝીણી રસિક શાસ્ત્રીય ચર્ચા કરતી. કોઈની કેશાવલિ, કોઈનું વક્ષસ્થળ, કોઈની ચાલ, કોઈનું નાક, કોઈના જઘન, તો કોઈની કટિ, એમ વિવિધ અંગોની ચર્ચા ત્યાં લંબાણથી ચાલતી. આ પુરુષોના રૂપ, રસ અને બળની ભારતમાં ખ્યાતિ હતી. પોતાની પ્રેયસીને કોઈ ઉપાડી જતું કે પ્રેયસી સ્વયે કોઈની સાથે ચાલી જતી તો પ્રિયતમ રણે ચઢતો. એના મિત્રો એમાં સાથ આપતા. કુટુંબીઓ એમાં ભાગ લેતા ને ભયંકર યુદ્ધો ને ખૂનખરાબા થતા. એક પ્રેયસીને પાછી લાવવાના પ્રયાસમાં કેટલાંક કુટુંબો ને ખાનદાન કુળો નષ્ટભ્રષ્ટ થતાં, આવાં કુળોની કવિઓ કથા કરતા અને ચકલે અને ચૌટે એમને બિરદાવતા. આથી બીજા જુવાનોમાં પણ પ્રેમનો માદક અને મારક નશો પ્રગટતો. એ નશામાં આંતરે દહાડે એકાદ બે હત્યા કે અપહરણો થયાં કરતાં, નિત્યની એ ઘટનાઓ હતી. રૂપ કે પ્રેમને ખાતરી થતી આ હત્યાઓ કે અપહરણો વિશે કોઈને કંઈ અનુચિત કે કહેવા જેવું ન લાગતું, એ સ્વાભાવિક લેખાતું. અવન્તિની નર્તિકાઓ પણ આબેહુબ અપ્સરાઓના નમૂના જેવી રહેતી. અહીંની પ્રખ્યાત નર્તકી, ‘હસ્તિની’ હતી. એના દરવાજે રાજાઓ, રાજ કુમારો અને શ્રેષ્ઠીપુત્રો મુલાકાતની રાહ જોતા હારબંધ ખડા રહેતા. - હસ્તિની ખરેખર હાથીદાંતની પૂતળી જેવી હતી. સવારે આવીને ઊભા રહેલા આ સર્વ મહાનુભાવોને સંધ્યાટાળે મિલન કે દર્શનની મંજૂરી મળતી, તોપણ તેઓને સ્વર્ગ મળ્યા જેટલો આનંદ થતો ! - હસ્તિની હાથીદાંતના મહેલમાં રહેતી, ગજ મુક્તાનાં આભૂષણો ધારતી. એ ફૂલશયા પર પોઢનારી ફૂલપરી હતી. સાથે એ એક ગુપ્ત ધર્મપંથની પણ અનુયાયિની હતી. એ પંથ ગુપ્ત હતો અને મોટા મોટા માણસો એના અનુયાયીઓ હતા. ઉજ્જૈની અનેક પંથો, મતો, સંપ્રદાયોનું કેન્દ્રસ્થાન હતી. ક્ષિપ્રાને કાંઠે, એના સ્મશાનોમાં, એની કંદરાઓમાં, એનાં મંદિરોમાં અનેક મત-પંથો સજીવ હતા. કેટલાક મતો અંધકારલીલામાં માનતા ! 170 D લોખંડી ખાખનાં ફૂલ અઘોરીઓ, કાપાલિકો અહીં ઠેર ઠેર જોવા મળતા. સંસારની ગમે તેવી બીક્ષઃ ક્રિયાઓ એ વિના સંકોચે કરતા. અરે એ ગંદકીને આરોગતા ! આરોગેલું વમન કરતા! અને વમન કરેલાનું જમણ કરતા ! અહીં જીવ અને શિવ, પુરુષ અને પ્રકૃતિ, સત્ય અને ભ્રમ દ્વૈત અને અદ્વૈતની ચર્ચા કરનારા સંન્યાસીઓના મઠો હતા અને સંસારનો ત્યાગ કરનારા ઋષિઓના આશ્રમો પણ હતા. આ ત્યાગી તપસ્વીઓમાં રાજપાટને ત્યાગનારા રાજાઓ અને અમૂલખ દોલતને છોડનાર શ્રેષ્ઠીપુત્રો પણ હતા. એમનાં ભજનોમાં દુ:ખનો આનંદ અને શોકનો ઉલ્લાસ ગુંજતો. ભારતના મુખ્ય ધર્મો શૈવ, જૈન, બૌદ્ધ ને શક્તિનાં ધર્મસ્થાનો અહીં હતાં. એ સ્થાનકોમાં તે તે ધના ઉપાસકો આવતા અને ધર્મગુરુઓના ઉપદેશો સ્વીકારતા. બહારથી આવેલા શક, હૂણ કે યવનો આ ત્રણે ધર્મનાં ધામોમાંથી ગમે તેમાં જતા અને જાતિને અલગ રાખી તે તે ધર્મને અનુસરતા. ઉજ્જૈની માટે કહેવાતું કે એ રૂપભિક્ષુઓ અને ધર્મભિક્ષુઓનો અખાડો છે. એક તરફ રૂપજીવિનીઓ, ગણિકાઓ, નર્તિકાઓનાં બજારો હતાં; તો બીજી તરફ નાની પાઠશાળાઓ મોટા મોટા મઠો અને નગરના પ્રાન્ત ભાગમાં આવેલા આશ્રમો હતા, જ્યાં જાતજાતના ધાર્મિક—તાત્ત્વિક વિવાદો ચાલ્યા કરતા. આ વિવાદો દિવસો સુધી ચાલતા. દેશદેશના પંડિતો અને ધર્મશાસ્ત્રીઓ અહીં ભાગ લેવા આવતા. બે લંગોટી અને ત્રણ રોટીના વૈભવવાળા આ મહાપુરુષો હતા ! કહેવાતું કે ભારતની જે આધ્યાત્મિક યા આત્મિક સંસ્કૃતિ છે, તેના રક્ષણકર્તા અને પ્રચારકો આ મહાપુરુષો હતા. એક તરફ ઉજ્જૈનીમાં સપ્તભૂમિપ્રાસાદો હતા અને એક તરફ વડની છાંય નીચે યા ઘાસની પર્ણકુટીમાં રહેનારા સાચા મહાપુરુષો હતા. એમની બાહ્ય સંપત્તિ ઘટ (ઘડો), પટ (વસ્ત્ર) અને ચટ (સાદડી)માં સમાઈ જતી; અને આંતર સમૃદ્ધિમાં એ ઈશ્વર જેવા ઈશ્વરની પણ ઘડીભર ખબર લઈ શકતા, એને અસ્તિ કે નાસ્તિ કરી શકતા. અનેક મુમુક્ષુઓની ભીડ તેમનાં દ્વાર પર જામેલી રહેતી. વિધવિધ જાતની ચર્ચાઓ નિરંતર વહેતા ઝરણની જેમ એમને ત્યાં ચાલ્યા કરતી. કોઈ આવીને કહેતું કે સાકાર બ્રહ્મોપાસના કરવી કે નિરાકાર ? કોઈ કહેતું કે જગતકર્તા બ્રહ્મ તે વા મનથી અગોચર છે, તેથી તેની ઉપાસના થઈ શકતી નથી, તો શું કરવું ? કોઈને પ્રશ્ન થતો, ‘બ્રહ્મ કોને કહેવું ? જગતનાં જન્મ, સ્થિતિ અને નાશ અલબેલી ઉર્જની D 171 Page #97 -------------------------------------------------------------------------- ________________ જેનાથી થાય તે બ્રહ્મ કહેવાય ?’ કોઈ પૂછતું : આ સઘળો સંસાર પ્રાણમાં લય પામે છે, તો પ્રાણવાયુમાંથી જગતની ઉત્પત્તિ કેમ ન માનવી ? શું બ્રહ્મમાંથી પ્રાણ, મન, ઇંદ્રિયો, આકાશ, વાયુ, જ્યોતિ, જળ અને પૃથ્વી ઉત્પન્ન થતાં એ વાત સાચી છે ? કોઈ વળી પ્રશ્ન કરતું કે અલખમાંથી બ્રહ્મની ઉત્પત્તિ થઈ છે કે નહિ ? થઈ તો કેવી રીતે ? કોઈ પૂછતું : જીવમાં બ્રહ્મ અંતર્યામી તરીકે વાસ કરે છે. આ જીવ બ્રહ્મસુખને પામીને આનંદયુક્ત થાય છે. આ સાચું છે ? જગતકર્તા કોણ છે ? દેવતાઓનું જગતકતૃત્વ દેવોએ સ્વીકારેલું છે ખરું ? કોઈ કહે : બ્રહ્મ નિર્વિશેષ છે, બ્રહ્મ ચૈતન્યમય છે, તે અમને સિદ્ધ કરી આપો. વળી કોઈ કહેતું : જે તું તે જ હું, હું અન્ય નથી. હું દેવસ્વરૂપ છું. હું શોકરહિત સાક્ષાત્ બ્રહ્મ છું. હું સચ્ચિદાનંદ સ્વરૂપ નિત્યમુક્ત ઇત્યાદિ છું, આ સમજાવો. આવી આવી ચર્ચાઓ દિવસો સુધી ચાલતી. કાળા કેશ શ્વેત થાય ત્યાં સુધી આ વાદપરંપરા ચાલતી. આમાંથી કંઈ નિવેડો આવતો કે નહિ, તે કોઈ જાણતું નહિ. ઈશ્વરની ચર્ચામાંથી ઈશ્વર તેમને મળતો કે નહિ તે પણ જાણવામાં આવતું નહિ. પણ એક ભારે કલહ, એક અજબ ઉત્સાહ અને એક જબ્બર વાક્ચાતુર્યનો આ સંસાર અવિરત ચાલ્યા કરતો. કેટલીક વાર રાજાઓ આમાં દખલ કરતા, ત્યારે ચર્ચાસ્થાનો મધપૂડાની માખો જેમ ગુંજારવ કરી ઊઠતાં. રાજા જે ધર્મ સ્વીકારતો યા જે ધર્મને માન આપતો યા રાજધર્મ બનાવતો એ ધર્મ એ સમયપૂરતો શ્રેષ્ઠ ઠરતો. એનાં મંદિરો રચાતાં. એના જયનાદ ગવાતા. એના ગ્રંથોની નકલો થતી. એના સાધુઓ સત્તાધીશોની જેમ મહાલતા. ઉજ્જૈનીના આ આશ્રમો, મઠો, ઉપાશ્રયો છોડીને દૂર જતાં ગુફાઓમાં, ભૃગૃહોમાં, ભુલભુલામણીવાળા મહેલોમાં ધર્મના નામે જુદા જુદા તંત્રમાર્ગો ચાલતા જોવા મળતા. આ બધા શ્રુતિ-સ્મૃતિ અને તંત્રવચનોનો જુદો જુદો અર્થ કરી પોતાનો ધર્મ ચલાવતા. આ ધર્મની સંખ્યા ઉજ્જૈનીમાં વિશેષ હતી, કારણ કે કેટલાકને તો રાજ્યાશ્રય મળ્યો હતો. આ તંત્રમાર્ગોમાં સર્વ સામાન્ય લોકોને સહેલાઈથી પ્રવેશ ન મળતો, જ્યારે ઉચ્ચ કુળની લલના યા અતિ રૂપવતી નર્તિકા યા ચતુરા સ્ત્રીનો પ્રવેશ એમાં સરલ હતો. આ તંત્રમાર્ગોની સાધનામાં સ્ત્રી મુખ્ય સ્થાને લેખાતી. પુરુષોની ખૂબ 172 – લોખંડી ખાખનાં ફૂલ ચકાસણી થતી, રાજા, અમલદાર કે શ્રીમંતના પ્રવેશ વખતે પણ બળ, આયુ અને આરોગ્ય તપાસવામાં આવતું. આ માર્ગનાં ક્રિયાઓ અને ક્રિયાસ્થલો ગુપ્ત રહેતાં, પ્રગટ કરનારને જીવહાનિનો સંભવ રહેતો. આ તંત્રમાર્ગોના કેટલાક સિદ્ધાંતોમાં સુરાપાન વિશે એવો વિધિ હતો કે સંસ્કારહીન મદ્યપાન કર્યાથી મહાપાતક થાય છે; પણ ઉપાસના વિધિ પ્રમાણે, સંસ્કારી રીતે મદ્યપાન કરવામાં દોષ નથી. ઝેર માણસ સ્વયં આરોગે અને એક મહાવૈદ્યના અનુમાન પ્રમાણે આરોગે આ બેમાં જેમ શ્રેય અશ્રય છે, તેમ આ બધા ક્રિયાકાંડોનું છે. અલબત્ત, આમાં વ્યક્તિગત ભેદ જરૂર છે. એના પ્રમાણનો વિધિ પણ છે. ગૃહસ્થ સાધકે પાંચ તોલાથી વધુ ન લેવું. તાંત્રિક સાધનામાં મંત્રાર્થની સ્ફુરણા થવાના ઉદ્દેશથી અથવા બ્રહ્મજ્ઞાનની સ્થિરતા સારુ મદ્યપાન ઇષ્ટ છે. લોલુપ થઈને પાન કરવાથી નરકગામી થવાય છે. આ તંત્રમાર્ગીઓ વ્યભિચારને પાપ લેખતા, પણ તાંત્રિક ધર્મ અનુસાર, તંત્રોક્ત શૈવવિવાહમાં પાપ માનવામાં ન આવતું. આ તંત્રવિવાહમાં ઉંમર અને જાતિ ન જોવાતાં. કોઈ વાર સર્પિડા કે સભર્તૃકાનો નિષેધ રહેતો. બાકી તંત્રસ્વામી પુરુષની આજ્ઞાના બળે પ્રકૃતિ રૂપે ગમે તે સ્ત્રીને, અમુક સમયમર્યાદા માટે પુરુષ ગ્રહણ કરી શક્યો. આ તંત્રમાર્ગોમાં જે સાધકો સુરાપાન ન કરતા, તેઓને ‘પશુ’ ઉપનામ અપાતું. માંસ, મદ્ય ને શૈવિવાહ આ પણ મોટાં કર્મ ગણાતાં અને એથી એની મુક્તિ થવાનું માનવામાં આવતું. અહીં પણ ચર્ચાઓ અને વાદવિવાદો ચાલુ રહેતા અને તર્ક, દલીલ અને યુક્તિઓની પટાબાજી ચાલ્યા કરતી. શૈવિવાહ ગમ્ય કે અગમ્ય ? કોઈ શિષ્ય આ પ્રશ્ન ઉઠાવતો તો તેને તર્કયુક્ત જવાબ મળતો કે :– યવની કે અન્ય જાતિની પરદારા સાથે ગમન કરવામાં પાતક અવશ્ય છે, અને તેવો પુરુષ ચોર અને ચંડાળના કરતાં પણ અધમ ગણાવો જોઈએ. પણ તંત્રોક્ત શૈવવિવાહ દ્વારા વરેલી સ્ત્રી વૈદિક વિવાહથી વરેલી સ્ત્રીની જેમ અવશ્ય ગમ્ય બને.’ વિશેષમાં એ દલીલ આપવામાં આવતી કે વૈદિક વિધિપૂર્વક વિવાહિતા સ્ત્રી જન્મની સાથે જ કંઈ પત્ની થઈને અવતરેલી હોતી નથી. તેની સાથે આજે પરણતા પુરુષને ગઈ કાલે કંઈ સંબંધ નહોતો, પણ આજે બ્રહ્માએ કહેલા મંત્ર બળથી એ અર્ધાંગના બની, તો મહાદેવે કહેલા મંત્ર દ્વારા ગૃહીત જે સ્ત્રી તે પત્ની રૂપે ગ્રાહ્ય અલબેલી ઉજ્જૈની D 173 Page #98 -------------------------------------------------------------------------- ________________ કેમ ન થાય ? આવી અજબ હતી ઉજ્જૈની ! એનો રાજા દર્પણસેન હતો. એ મહાબાહુ, મહાપરાક્રમી અને મહાપ્રતાપી હતો. એના નામથી દિશાઓ કાંપતી. એના માંત્રિક બળથી ને તાંત્રિક વિદ્યાઓથી એ સુપ્રસિદ્ધ હતો. ગર્દભી વિદ્યાની ઉપાસના એના બળનું ગુપ્ત રહસ્ય હતું. પોતે હતો તો શૈવ, પણ સર્વ ધર્મનાં કાર્યો તરફ સમાન રસ રાખતો. દરેક ઠેકાણે એ પોતાના ગજથી બધું માપતો. રામપ્રધાન ધર્મ કરતાં ૨માપ્રધાન ધર્મમાં વિશેષ રુચિ રાખતો. એના રાજમાં ચોર નહોતા, હિંસક નહોતા. ઉજ્જૈનીનું રાજ એવું હતું કે જ્યાં સહુને સહુ જોણું સામાન્ય પ્રયત્ને મળી રહેતું. રાજા દર્પણર્સન પ્રજામાં રાજા ગર્દભિલ્લના નામે પણ ઓળખાતો. બહારના દેશોમાં તો રાજા ગર્દભિલ્લ તરીકે જ એની વિશેષ ખ્યાતિ હતી. એની પાસેની પ્રચંડ એવી નાદશક્તિથી સર્વ ચેતનશક્તિને એ અચેતનમાં ફેરવી શકતો. આ બળવાન રાજા પાસે ખૂબ મોટી સેના હતી, પણ આખી સેનાનું બળ એના એકમાં ભર્યું હતું. ઉજ્જૈનીપતિ રાજા દર્પણસેન માટે કેટલીક કિંવદન્તીઓ ચાલતી હતી. એમ કહેવાતું કે એણે પોતાની બિંગનીને ભોગવી છે. અજબ સૌંદર્યશાલિની ભગિની અંબુજાને હવે સપ્તતલના ભોંયરામાં રાખી છે : પણ પારકી પંચાતમાં રસ લેનારા લોકો કહેતા કે મોટાનાં જોણાં ન જોવાં ! આપણે આપણું જુઓ ! આવી અલબેલી નગરી ભણી ધારાવાસના એક વખતના રાજ કુમાર, મહારાજ દર્પણર્સનના સહપાઠી ને આજના સંન્યાસી આર્ય કાલક આવી રહ્યા છે, એવા સમાચાર નગરીમાં થોડા દિવસથી પ્રસર્યા હતા. વિલાસની નગરીને વૈરાગ્યનાં તોરણ બાંધવા આવી રહ્યા છે, એમ પણ કેટલાક કહેતા. 174 D લોખંડી ખાખનાં ફૂલ 23 નરનાં શિકારી અવન્તિની મત્ત અભિસારિકાઓ અવનિતળમાં વિખ્યાત હતી. સંસ્કારિતા એમના સંપર્કથી મૂલવાતી. ઉજ્જૈનીનાં અભિસારિકાગૃહો નગરના પ્રવાહોનાં ભારે જ્ઞાતા હતાં. તેઓમાં એક વાત પ્રસરી ગઈ હતી : ‘કોઈ તરુણ રાજસંન્યાસી ઉજ્જૈનીને આંગણે આવ્યો છે. મોહ થઈ આવે એવું મુખડું છે. આવો પુરુષ પામીને સ્ત્રીનો અવતાર સફળ થઈ જાય.' એક અભિસારિકા ગર્વભેર બોલી : ‘અરે, મારે તો આજ રાતે જ એ સંન્યાસી સાથે અભિસાર સાધવો છે.' ‘ભલભલી મોહિનીનો ગર્વ ઉતારી નાખે એવો એ મુનિ છે. અહિંસા એનું વ્રત છે. સત્ય એનો ધર્મ છે. સંયમ એ એનો જીવનવ્યવહાર છે. મોહ માયામમતા તો અને સ્પર્શી જ શક્યાં નથી.' બીજી અભિસારિકા બોલી. ‘તો તો એ ભિક્ષાવૃત્તિથી જ પેટ ભરતો હશે ?' ત્રીજી અભિસારિકા બોલી. ‘તને ભિક્ષા આપવાનું મન છે, કાં અલી ?' બીજીએ વ્યંગમાં કહ્યું : ‘આપણે બીજાને ભીખના ટુકડા નાખીએ, આપણને આવા કોઈક ભિક્ષા આપે કાં ?' ‘અલકા ! આપણી ભિક્ષા એટલે શું એ તો તું જાણે જ છે. ભલભલા યોગી ભૂલા પડી જાય ! કલિકા ! હમણાં જ એક યોગીને મેં પાડ્યો : શુદ્ધ બ્રહ્મચારી ! બિચારાએ જીવનમાં સ્ત્રીનો સ્પર્શ સુધ્ધાં નહિ કરેલો ! ‘રે અલકા ! એવા યોગીને પાડી દેવાય ?' કલિકા બોલી. ‘કલિકા ! આપણી પાસે પણ મન છે, ને મનમાં વાસના પણ છે. સત્ત્વહીન, સ્વાર્થી ગ્રાહકોથી કંઈ મન થોડું તૃપ્ત થાય છે ? એ તો ધંધાદારી ચાલ છે. આપણું મન તો આવા યોગીઓથી જ ભર્યું ભર્યું થાય. એના સહવાસે આપણા દેહમાં સુવાસ પ્રગટે. એ યોગીને મેં સોળ શૃંગાર સજી વાજિકરણના લાડુ આપ્યા. કદલીગૃહમાં એ Page #99 -------------------------------------------------------------------------- ________________ ભોજન લેવા બેઠો. સામે કદલીદલ જેવી હું બેઠી. બિચારો ખાય શું ? મારા સામે જ જોઈ રહ્યો. ધીરે ધીરે એને મારી ભૂખ જાગી ! મેં એની ભૂખને હાવભાવથી ખૂબ સતેજ કરી, એ પછી તો એ મારો કિંકર જ બની ગયો ! શું તને વાત કરું, બહેન ? સ્ત્રી વિશે તો એ કંઈ જાણે જ નહીં !' ‘વાહ રે કલિકા ! ત્યારે તો ખૂબ ગમ્મત આવી હશે. મારી ઇચ્છા યોગીનો સ્વાંગ ધરીને આવતા આ રાજકુમારને નાથવાની છે. કહે છે કે એ પણ બાલ બ્રહ્મચારી છે.' અલકા બોલી. ‘આ રાજયોગીનું તેજ અનોખું કહેવાય છે, પણ અલબેલી ઉજ્જૈનીનો રંગ એને જરૂર લાગી જશે.' કલિકાએ કહ્યું. ‘પણ એની સાથે પેલી જુવાન રૂપવતી છોકરી કોણ છે ?' ‘એની બહેન છે.’ ‘આવી જુવાન છોકરીને ઘરમાં સંતાડી રાખવી જ સારી અને રાજકન્યા હોય તો ઝટ પરણાવીને અંતઃપુરમાં પૂરી દેવી સારી. ઉજ્જૈનીના રસાવતાર રાજવી દર્પણસેનના રાજમાં આવી છોકરીને આ રીતે, હરણીની જેમ, છૂટથી હ૨વાફરવા દેવી ઠીક નહિ. પણ હવે એ છોકરીનું તો જે થાય તે ઠીક, પણ આ યોગીની બાબતમાં કંઈ વિચાર થાય છે ?' અલકાએ કહ્યું . ‘ઓ પેલી હસ્તિની આવે. એને પૂછીએ. એની પાસે બધી વિગત હશે.' સામેથી હાથીદાંતની પાલખીમાં ઉજ્જૈનીની સુપ્રસિદ્ધ નર્તકી હસ્તિની આવી રહી હતી. રાતના ઉજાગરાથી એની આંખો ઘેરાયેલી હતી. મદ્યના અતિશય સેવનથી હજી એ ચકચૂર હતી. કલિકા અને અલકા પાલખી પાસે ગયાં, એટલે પાલખી ઊભી રહી. હસ્તિની આ રીતે પાલખી થોભતાં જરા ગુસ્સે થઈ, પણ કલિકા અને અલકાને જોઈને બોલી : ‘કાં લિકે ? કેટલા રાજાને લૂંટ્યાં ? કેટલા યોગીને પાડ્યા ? તું હમણાં મોટા વિક્રમો કરવા માંડી છે !' મોટી બહેન ! આ કલિકાએ હમણાં એક યોગીને પાડ્યો. કહે છે કે બિચારો સ્ત્રી વિશે કંઈ જ જાણતો નહોતો.’ અલકાએ કહ્યું. ‘અને બહેન !' કલિકા બોલી, “આ અલકા તો આજ સુધી એની તિજોરી ભરવામાં જ પડી હતી. ઘરડો રાજા, રોગી અમાત્ય, દમલેલ શ્રીમંત–કંઈ જોવાનું જ નહિ, જોવાનું ફક્ત એનું સુવર્ણ ! પેલી વાત કહી દઉં, અલકા ?’ અલકા જરા છોભીલી પડી ગઈ. અલબત્ત, એણે આજ સુધી પોતાનું સૌંદર્ય સુવર્ણ પાછળ વહાવ્યું હતું. એણે માણસ કેવો છે કે કેવા નહિ તેની જરાય પરવા 176 – લોખંડી ખાખનાં ફૂલ રાખી નહોતી, છતાં એ ઝટ હારે તેવી નહોતી. એ બોલી : ‘તું કોઈ પણ વાત હસ્તિનીદેવીને કહે એમાં મને વાંધો ક્યાં છે ? હું ક્યાં નથી જાણતી કે તેઓ આનંદભૈરવી તરીકેનું પદ પ્રાપ્ત કરે છે ત્યારે તેમને પણ મારા જેવા પુરુષોને પાલવવા પડે છે !' અલકાએ છેલ્લે ટોણો માર્યો અને પોતાના મહત્ત્વની રક્ષા કરી. હસ્તિની તંત્રમાર્ગની ઉપાસિકા હતી. ભૈરવીદીક્ષા એણે અનેક વાર લીધી હતી. એ મોં મલકાવીને બોલી : ‘અલકાની વાત મારે જાણવી છે. બાકી હું જે કરું છું એ તો ધર્મ છે. ધર્મકાર્યમાં ચર્ચા ન થાય. ધર્મમાં તો માત્ર શ્રદ્ધા જ રખાય. હાં કલિકા, કહે તો અલકાની વાત !' ‘કહું ?’ વળી કલિકાએ અલકાને પૂછયું. કહે ને ! એમાં મને કંઈ શરમ નથી !' કલિકાએ કહ્યું, ‘જેમ ધર્મની વાત જુદી છે. જેના હાથમાં દામ એ આપણો રામ !' ‘હસ્તિનીબહેન ! આ વાત મને અલકા એ જ કરેલી.' કલિકાએ વાત શરૂ કરતાં કહ્યું : ‘એક વૃદ્ધ રાજવી અને ત્યાં મહેમાન થયેલો. બહાર ખૂબ ધર્માવતાર ગણાય, પણ અંદરથી પૂરો રસાવતાર. અલકા પાસે આવવાની ઘણા વખતથી એની ઇચ્છા, પણ અલકા સુવર્ણ ખૂબ માર્ગ, બૂઢા રાજા પાસે સુવર્ણ ઘણું, પણ જીવ ઘણો કંજૂસ. આખરે એક દહાડો એ વૃદ્ધ રાજવી અહીં હોમહવનમાં ભાગ લેવા આવ્યો. એ રાત્રે તેણે અલકાને નૌકામાં આમંત્રી. અલકાએ ખૂબ સુંદર નૃત્ય કર્યું, પણ રાજા તો નૃત્યનો નહીં સૌંદર્યનો ભોગી હતો. એના રોમેરોમમાં કામ વ્યાપી ગયો. કલિકાએ હર્ષમાં વાતને બહેલાવવા માંડી. એ આગળ બોલી : ‘પણ અલકા કોનું નામ ? જમવામાં તો બત્રીસાં ભોજન પીરસ્યાં; પણ હાથ અડાડવાની મનાઈ ! બિચારાને ખૂબ ટટળાવ્યો ! ઠંડી રાતમાં માણસ કંપે એમ એ રાજા કંપી રહ્યો. મોંમાંથી લાળ ટપકવા માંડી. ધ્રૂજતો ધ્રૂજતો એ પૃથ્વી પર નિશ્ચેતન થઈ પડ્યો : અલકાએ દોડીને એને પોતાનું પડખું આપીને હૂંફ આપવા પ્રયત્ન કર્યો : પણ એ કંપમાં ને કંપમાં બિચારા બૂઢા રાજાનું વિષયી પ્રાણપંખેરું ઊડી ગયું !' કલિકા વાત કરતાં થોભી. ‘અલકા, ગજબ કર્યો તેં !' હસ્તિની બોલી. ‘હસ્તિનીબહેન ! ગજબ તો લોકોએ પછી કર્યો.’ અલકા વચ્ચે બોલી, ‘એ રાજાની સાથે એક પરિચારક હતો. એ દોડીને બૂઢા રાજાની સોળ વર્ષની નવી રાણી માધવીને ખબર આપી આવ્યો. મંત્રીઓ એકઠા થયા. એમણે મને બોલાવી. પહેલાં મને ધમકાવી, પણ ધમકીને તાબે થાય એ બીજી ! મેં કહ્યું, રાજા દર્પણસેનનું રાજ નરનાં શિકારી C 17 Page #100 -------------------------------------------------------------------------- ________________ છે. ગરબડ કરશો તો તમારા રાજાને ફજેત કરી નાખીશ.' અલકા થંભી. ‘અલકા ! ભારે હિંમતબાજ તું તો !' કલિકાએ અલકાની પ્રશંસા કરી. અલકા ખીલી ઊઠી; એ આગળ બોલી : ‘પછી એ લોકોએ મને માગું તેટલું સુવર્ણ આપીને મારી પાસેથી મૂંગા રહેવા વચન માંગ્યું. મેં વચન આપ્યું. પછી તેઓએ રાજાનું શબ કડક થઈ જાય તે પહેલાં એને પલાંઠી વાળીને પદ્માસને બેસાડ્યું ને ત્યાંથી દૂર એક મંદિરના પ્રાંગણમાં લઈ જઈને મૂકી દીધું. પાસે માળા મૂકીને જાહેરમાં કર્યું કે રાજાજી તપ-જપ કરતાં પંચત્વ પામ્યા ! હસ્તિનીબહેન ! શું વાત કરું તમને ! એ હવસખોર ડોસો પળવારમાં પ્રજાનો દેવતા થઈ ગયો ! એને નામે મંદિર બંધાયું ! આશ્રમ સ્થપાયો ! એને નિમિત્તે ભજનભાવ ચાલે છે.’ હસ્તિની બોલી : ‘હશે, જીવતાં નહિ તો મર્યા પછી પણ ધર્મનું નિમિત્ત તો બન્યો ને ! નાહ્યા એટલું પુણ્ય !' અલકા બોલી : ‘અરે ! એવા હરામીના આશ્રમોમાં કંઈ સારાં કામ થોડાં થાય? આજે આશ્રમ એની સોળ વરસની માધવી રાણીના યથેચ્છ વિહારનું ધામ બન્યો છે. હવે માધવી રાણી તંત્રવિદ્યા શીખે છે. તાંત્રિકો ત્યાં અડ્ડા નાખીને પડ્યા છે. ઘણા રાજકુમારો અને રાજાઓ એ આશ્રમના ઉપાસકો બન્યા છે. દર્શન, વંદન ને સમાધિ જોરથી ચાલે છે.’ ‘અલકા ! ખરી રીતે મને પૂછે તો આપણે જેટલાં અંદર-બહાર ચોખ્ખાં છીએ, એટલું બીજું કોઈ નથી. આ દુનિયા તો ભારે પોલંપોલ છે.’ હસ્તિનીએ કહ્યું : એને આ બે રમતિયાળ કન્યાઓમાં ભારે રસ આવ્યો હતો. વાતો દ્વારા ચિત્ત પ્રસન્ન કરવા એણે એ બંનેને પાલખીમાં લઈ લીધી. પાલખી ઊપડી એટલે વળી હસ્તિનીએ ચર્ચા ઉપાડી : ‘કલિકા !તું કહેતી હતી કે અલકાએ હવે સુવર્ણ મૂકીને સૌંદર્યની ઉપાસના શરૂ કરી છે અને એક યોગીને દાઢમાં લીધો છે : એ શું ?' પેલો ગઈ કાલે અહીં આવ્યો છે, એ રાજસંન્યાસી ! એનું નામ આર્ય કાલક! કેવી મોહક કાન્તિ છે એની ! એના રોમરોમમાંથી અસ્પૃશ્ય યૌવનની તાજી માદક ગંધ આવે છે.’ અલકા બોલી. ‘કોની વાત કરે છે ? ધારાવાસના રાજકુમાર કાલકની ?’ ‘હા. તમે જોયો છે ? કેવો સુંદર નર છે !' અલકા બોલી. ‘ખરેખર અદ્ભુત નર છે !' હસ્તિનીએ કહ્યું. ‘હું એને પિછાણું છું.’ ‘તમે અને પિછાનો છો, હસ્તિનીબહેન ?' અલકા એકદમ હતોત્સાહ બની ગઈ. ‘તમે એમને ક્યારે મળેલાં ?' 178 E લોખંડી ખાખનાં ફૂલ ‘છ મહિના પહેલાં.' ‘તો પછી એ અમારા સામે શું કામ જુવે ?' અલકા ઢીલી પડી ગઈ : ‘અને એવા પડેલા નરને પાડવો એમાં બહાદુરી પણ શી !' ‘એવું નથી; હું તો મારી બહેનપણી સુનયનાને લેવા ગઈ ત્યારે મેં એને જોયો હતો.' હસ્તિનીએ ખુલાસો કરતાં કહ્યું : ‘ઘણા દિવસથી સુનયનાનો પત્તો નહોતો. રાજા દર્પણર્સને મને ખબર કાઢવા મોકલી. હું ત્યાં ગઈ એ દિવસે જ રાજકુમાર કાલક રાજાનો ત્યાગ કરી, સંન્યાસી બની નીકળી પડવો.’ “એટલે તમે એને મળી શક્યાં નથી, એમ જ ને ?’ ‘મળી નથી.’ ‘એટલે હજી સુધી એ કોઈ સ્ત્રીના સંપર્કમાં આવ્યો નથી ?' ‘ના, તારે શું કામ છે ?” ‘હું અખંડિત પુરુષ ચાહું છું. મુગ્ધ નરની ઉપાસિકા છું.’ ‘પણ તારો ગજ ત્યાં નહિ ચાલે.’ હસ્તિનીએ કહ્યું. ‘કેમ ?’ અલકા એકદમ ચોંકી પડી. ‘તે એનું મનડું લોભાવી લીધું છે શું ? તારે ખાતર તો અહીં આવ્યો નથી ને ?' ‘મૂરખી ! આ વજ્જરનો છે. સુનયના જેવી સુનયના એની પાસે પાણી પાણી થઈ ગઈ, તો પછી બીજાનું શું ?' ‘શું સુનયનાએ એનામાં ઝેરનો પ્રવેશ ન કરાવ્યો ?' ‘ના. ઊલટું સુનયનાના ઝેરને એણે હણી નાખ્યું. રાજસંન્યાસી કાલક કામવિજયી પુરુષ છે. જોજો એની પાસે જતાં, નહિ તો ધંધો ખોઈ બેસશો અને પછી ભૂખે મરશો.’ ‘એમ ’ “હા, સુનયનાનું એમ જ થયું છે.' હસ્તિનીએ કહ્યું. ‘ખોટી વાત. કાલે જ રાજા દર્પણસેનની ઇંદ્રસભામાં અમે નૃત્ય કરવા ગયાં હતાં. તે વખતે મહારાજ દર્પણર્સને જ કહ્યું હતું કે ચતુરા નારની ચતુરાઈ ગજબની હોય છે, ઝટ કળાતી નથી. સુનયનાએ રાજકુમાર કાલકને ભિક્ષુ બનાવ્યો, પોતે ભિક્ષુણી બની. બંનેએ અહીં મળવાનો કોલ આપ્યો છે.’ ‘સાવ જૂઠી વાત. સુનયનાએ મને મોઢામોઢ બધી વાત કહી છે. એ પોતે ભિખ્ખુણી બની જશે, એ વાત ચોક્કસ; પણ એ પહેલાં રાજકુળોમાં અને અન્ય કુળોમાં પ્રવર્તતા વ્યભિચારને એ પ્રગટ રૂપે પ્રજા સમક્ષ મૂકી દેવા માગે છે.’ હસ્તિનીએ કહ્યું. નરનાં શિકારી C 179 Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જૈની એ સંન્યાસીની કસોટી કરશે, બહેન ! અમે જ એને જોઈને મોહી પડ્યાં. નામ-ઠોમ તો તમારી પાસેથી સાંભળ્યાં. અલકાએ કહ્યું. ‘મારી અલકા ! સાધુધર્મ જ આજે કસોટીધર્મ છે.' ‘પણ અહીં તો આવા પડછંદ અને રૂપસુંદર પુરુષને બચવું મુશ્કેલ છે. સુનયના જરા વિચારવંત છે, એટલે એની વાતોમાં આવી ગઈ હશે. મારે તો વિચારબિચાર માર્યા ફરે; આચારની જ વાત. હું કાલે એની પરમ ઉપાસિકા બની મારી વાટિકામાં નિમંત્રવાની છું. આ વિલાસ-નગરીને વૈરાગ્યનાં તોરણ બાધવા આવનારની ફજેતી કેવી થાય છે, તે તમને વિના વિલંબે જ બતાવીશ અને વધારામાં મહારાજ દર્પણસેન પાસેથી ઇનામ મેળવીશ.” ‘તારું સાહસ દુઃસાહસ ઠરશે. છતાં, તારો માર્ગ નહિ રોકું. યત્નને સિદ્ધિ વરેલી છે. પણ પછી તારો અનુભવ મને કહેવરાવજે !' ‘હસ્તિની બહેન ! પછી એને તમારા પરિચયમાં નહિ આવવા દઉં.’ કાં ?” ‘સૂર્ય પાસે આગિયાનું જોર ન ચાલે.' અલકા બોલી. એના શબ્દોમાં હસ્તિનીની ખુશામત હતી. શું તું એને પાંજરાનો પોપટ કરી નાખીશ ?” ‘હા, પાંખો જ કાપી લઈશ, કે પછી ઊડી જ ન શકે. પછી મનમાની રીતે એની સાથે રમીશ.” અલકાએ કહ્યું. ‘વારુ, તને આખેઆખો સંન્યાસી સુવાંગ સોંપ્યો, બસ ? પણ દર્પણસેનથી જરા ચેતતી રહેજે. એનો આ પરિચિત છે. રાજા, વાજાં ને વાંદરાં : ત્રણથી ચેતતાં રહેવું સારું !' એને માટે પણ મેં વિચાર કરી લીધો છે.” ‘શું, કાગડાને દહીંથરું બતાવવાનું વિચારી રહી છો ?' હસ્તિની બોલી. “હા. તમે એ ક્યાંથી જાણ્યું ?” ‘તમારા ધંધા હું સમજું છું ને ? કોણ એ દહીંથરું છે, ભલા ?’ હસ્તિની બોલી. ‘માલ સારો હશે તો ઇનામ પણ મોટું મળશે.” ‘આ સંન્યાસી સાથે પેલી છોકરી છે ને !' “કોણ ? પેલું માથું મુંડાવેલી છોકરી ? અરે મૂરખીઓ, એ તો રાજસંન્યાસી કાલકની બહેન છે, સરસ્વતી સરસ્વતીનો અવતાર છે.' હસ્તિનીએ કહ્યું. ‘ગમે તે હોય પણ રૂપ કેવું છે ?” 180 | લોખંડી ખાખનાં ફૂલ ‘રૂપ જરૂર છે, પણ સાધ્વી છે. સાધ્વી સર્વથા નિર્ભય હોય. નિર્ભયને ભય કેવો ? કાલકનું બળ તું જાણે છે ?” ‘સાધ્વી હોય કે માધવી હોય, ઉદર માટે બિલાડીની વસ્તીમાં નીકળવું જેટલું ભયજનક, એટલું જ આજ કાલ જુવાને રૂપવતી સ્ત્રીઓ માટે આવાં નગરોમાં ફરવું ભયજનક છે. જોજો, ક્યાંક થપ્પડ ખાઈ ન બેસે તો મને સંભાળજો !' ‘અલકા, તારી વાત સાચી છે. આજકાલ સ્ત્રી અને પુષ્પ સમાન સ્થિતિએ છે. જેમ સુમનને હરકોઈ સુંઘવાનો અધિકાર રાખે છે, એમ સ્ત્રી વિશેની સમજ આજ કાલ એવી જ છે. સુમન તાજું એટલું વધારે આકર્ષક. એને માથે ઘલાય, ગળે પહેરાય, કંકણ બનાવી હાથ શણગારાય, પણ એ વાસી થયું કે ફેંકી દેવાનું. આજના સમાજ માં નારીની પણ આવી જ સ્થિતિ છે-કેવળ જાણે વિલાસની પૂતળી !” હસ્તિનીએ વિશ્લેષણ કરવા માંડ્યું. ‘સાચી વાત છે, બહેન ! પણ એ કેમ ભૂલી જાઓ છો કે એ સ્થિતિ છે, તો આપણા માન છે : નહિ તો બ્રહ્મચારીઓ અને સંયમી સાધુઓના દેશમાં અભિસારિકા, વારવનિતા અને ગણિકાઓનું શું કામ ?” ‘ગમે તેમ, પણ અલકા ! આ આર્ય કાલક અને એની બહેન સરસ્વતી જુદી માટીનાં લાગે છે.’ હરિતનીએ હજી પોતાનો અભિપ્રાય કાયમ રાખ્યો હતો. ‘વારુ, મામાનું ઘર કેટલે ? તો દીવો બળે એટલે. નરની પરીક્ષા હું કરીશ. નારીની પરીક્ષા વળી બીજો કોઈ કરશે.” અલકાએ ઉત્સાહમાં કહ્યું. ‘ના, ના અલકા ! નરની પરીક્ષા કરીએ એટલું જ બસ છે, વગર મફતની નારીની પરીક્ષાની માથાકૂટમાં ન પડીશ. આવી સ્ત્રીઓ શીલ પાસે પ્રાણને પણ ગણકારતી નથી.’ કલિકા બોલી. તો એક ઓછી. એમાં પૃથ્વીનું શું રસાતાળ જવાનું છે ?” અલકા એના સ્વભાવ પર આવીને બોલી. “વાહ રે અલકા ! તું તો જાણે ક્ષત્રિયાણી બની ગઈ !' હસ્તિનીએ વખાણ કરતાં કહ્યું. ‘ક્ષત્રિયો આપણા ચરણ ચુમતા થયા એટલે આપણે ક્ષત્રિયાણી બની ગયાં !? કલિકા બોલી, ન જાણે એના અંતરમાં સમભાવનો ક્યાંકથી પ્રાદુર્ભાવ થયો હતો. ‘મેં તો હવે આપણા ધંધામાં કોઈને પણ ન પાડવાનો નિર્ણય કર્યો છે.” “શું શિકારી શિકાર કરી કરીને છેવટે થાક્યો ? કલિકા, તેં કાળો કેર વર્તાવ્યો છે, એ હું જાણું છું. એક પણ રાજાની રાણીને પેટ પુત્ર જ પાકતો નથી, એ બધાં તારો જ કામો છે ! એક દહાડો તું નક્ષત્રી પૃથ્વી કરીશ.' અલકાએ કહ્યું. નરનાં શિકારી I l8I Page #102 -------------------------------------------------------------------------- ________________ ગઈ તિથિ જોશી વાંચતો નથી. ગઈ કાલ અંધારી હતી. તું ભલે નરને ભ્રમર બનાવે, એને સંહારે, એના રાઈ રાઈ જેવડા કકડા કરે : પણ કોઈ શીલવંતી નારીને ન છંછેડીશ ! આટલી મારી વાત જરૂર માનજે . પપ્પા ! પાપ ન કીજીએ, તો પુણ્ય કર્યું સો વાર.” “જાયું તારું ડહાપણ ! મૂરખી ! એવા લાગણીવેડામાં પડીએ તો તો આપણો નાશ જ થઈ જાય. સ્ત્રીની તને દયા આવે છે, ને પુરુષની નહિ ?” - અલકો અને કલિકામાં ભારે જામી જાત, પણ હસ્તિનીએ બંનેને સમજાવી શાંત પાડી અને સમાધાનમાં આખરે એવું ઠર્યું કે અલકાએ નરનો શિકાર કરવો, નારીની વાત પછી ! 24 સિંહ કે શિયાળ ? 0 શાત સાગરમાં એકાએક ઉફાળ આવ્યો હતો. ઉજ્જૈનીએ જેટલો આઘાત આજ અનુભવ્યો, એટલો કદી અનુભવ્યો નહોતો. અલબેલી ઉજ્જૈનીમાં મુનિ કાલકે પ્રવેશ કર્યો. તેમનાં ભગિની સાધ્વી સરસ્વતી પણ સાધ્વી સમુદાય સાથે અહીં આવીને સ્થિર થયાં હતાં. ધર્મ જાણે પોતાનો વિજયધ્વજ ધારીને કાલક રૂપે આ ભૂમિ પર આવ્યો હતો. પ્રજ્ઞા અને શીલ જાણે અવતાર ધરીને સરસ્વતી રૂપે ઉજ્જૈનીમાં આવ્યાં હતાં. તપનાં તેજનાં ભામંડળ યૌવનનો અને સંયમનો આવો મિલનયોગ તો કોઈક નરમાં કે નારીમાં નીરખવા મળતો. રાજ સંન્યાસીનો દેહ જોતાં જ મોહ વ્યાપે તેવો હતો. ઉજ્જૈનીના ધોરી માર્ગ પરથી આ તરુણ સંન્યાસી જ્યારે પસાર થયો ત્યારે નગરમાં નરનારીઓ આંખો ફાડી ફાડીને એને નિહાળી રહ્યાં. કેટલાંક બોલી ઊઠ્યાં : ‘રે ! આવા રૂડારૂપાળા ક્ષત્રિયે શા કારણે સંસારની માયા અસાર લેખી હશે ?” કોઈ લટકાળી સ્ત્રીએ એનો જવાબ વાળ્યો: ‘રે ! મનની માનેલ કોયલડી અન્યના આંબાવાડિયે જઈને બેઠી હશે; પછી તો માણસના મનને સંસાર ખારોપાટ જ લાગે ને ! આટલુંય સમજાતું નથી મારા ભાઈ ?” લટકાળી સ્ત્રીને પડખે ઊભેલો કોઈ બાંકો છેલ બોલ્યો : ‘એનું રાજ તેજ તો જરા જુઓ ! અરે ! એને તો એક નહિ પણ એકસામટી એકવીસ કોયલડીઓ આવી મળે તેમ છે.” ‘શ્રીમાન ! ત્યારે તમે હજી કોઈની સાથે દિલ લગાડ્યું લાગતું નથી. દિલની લગન એવી છે કે, જેની સાથે લાગી એની સાથે લાગી. પછી આખું જગત ખારું લાગે 182 | લોખંડી ખાખનાં ફૂલ Page #103 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્રને ભાઈ લેખો. હક સિવાયનું લેવાનું હરામ કરો. સાચું બોલવાનું વ્રત રાખો. હિતવચનને પ્રિયવચન સમજો.’ | ‘રે ! ઉજ્જૈનીનાં અલબેલાં નર-નારને આવી લુખી શિખામણ ? શું સાધુરામોની જમાત ખડી કરવી છે. અહીં ?' લોકોએ કહ્યું : “વાણી સિંહ જેવી પ્રતાપી છે, હૈયાં-સોંસરી નીકળી જાય છે ! ઘણા પ્રજાજનોએ ગણિકાગમન છાંડી દીધું છે. ઘણાએ પરસ્ત્રીગમન પણ છોડી દીધું એના વિના !' લટકાળી સ્ત્રીએ પેલા નરને ભોંઠો પાડ્યો. મુનિ કાલક સોંસરવી બજારે થઈને નીચી નજરે ચાલ્યા ગયા. લોકાપવાદ તેમના કાને પડ્યો, પણ એમનું ચિત્ત એમાં નથી. સંસારની બધી વાતો બધી વખતે સાંભળવાની હોતી નથી, સાંભળીને હૈયે ધારવાની હોતી નથી. સંન્યાસીને તો કેટલીક વાતો મોટી જાળમાં આવેલા નાના માછલાની જેમ સરી જવા દેવી પડે છે. - ઉજ્જૈનીના ઊંચા ગવાક્ષોમાંથી સંગીત અને નૃત્યના ઝંકાર આવ્યા કરતા હતા. આર્ય કાલકના પગલે પગલે જાગતા જયનાદો રસિકરસિકાઓના કર્ણપડલ પર અથડાયા; ને રસિકાઓ ને રસિકનરો ગવાક્ષે આવીને ઝળુંબીને આ સંન્યાસીને નીરખી રહ્યાં. જેને દરવાજે હાથી ઝૂલતા એ મહાગણિકા હસ્તિનીની હવેલી પાસેથી પણ મુનિ કાલક પસાર થયા, ત્યારે અલકા અને કલિકા પણ ત્યાં જ હતી. કલિકાએ મુનિ તરફ આંગળી ચીંધતાં કહ્યું : ‘અલકા ! તું જેને પાડવા વાત કરતી હતી તે આ જ “હા.' અલકા જવાબ આપતી આપતી બિલાડી દૂધને જોઈ રહે એમ મુનિને જોઈ રહી. ‘આવ્યો છે સિંહની જેમ, જશે શિયાળની જેમ ! કાં અલકા ?” કલિકાએ વાત આગળ વધારી. ‘હા, બિલકુલ શિયાળની જેમ જ ' અલકા વિચારમગ્ન બનીને જવાબ આપતી હોય તેમ બોલી. મુનિ કાલક ધીરે ધીરે આગળ વધતા હતા. વિલાસની આ ભૂમિ પર ધર્મ જાણે પોતાની ઉન્નત ધજા લઈને કૂચ કરતો હોય, તેમ સહુને લાગતું હતું. ધીરે ધીરે તેઓ પોતાના નિવાસસ્થાને આવી ગયા. એમણે પહેલે જ દિવસે પોતાની વાણી દ્વારા આ નગરીને જાગ્રત કરી હતી, એમણે પોતાની ભાવનાનાં વાવેતર શરૂ કર્યા હતાં. એમણે કહ્યું : “અહિંસા, સંયમ અને તપ : આ ત્રણ ધર્મના પ્રકાર છે. પ્રેમ અને ત્યાગ એ માનવજીવનનું અમૃત છે. સંસારમાં મોટો મારનાર નથી, જિવાડનાર મોટો છે. લેનાર મહાન નથી, પણ દેનાર છે. ખાનાર મોટો નથી, પણ ખવરાવનાર છે. આવા લોકો જ પૃથ્વીને સ્વર્ગ બનાવે છે.' વાહ મુનિ તારી વાણી ! મુનિ કાલક આગળ બોલ્યા : “સોનાને મિટ્ટી માનો. પરસ્ત્રીને માતા માનો. 184 1 લોખંડી ખાખનાં ફૂલ દર્પણસેન રાજવી મૂછમાં હસી રહ્યા. એમણે કહ્યું: ‘મૂર્ખ લોકો ઘર તજી સંન્યાસી બને છે, દુનિયાની દરેક સારી વાતની તેઓ નિંદા કરે છે, સુંદરતાના એ શત્રુ હોય છે. એમનો મહિમા પીવા કરતાં ઢોળવામાં વિશેષ હોય છે. પ્રેમ ખાતર, પ્રિયા ખાતર મરનાર આત્માઓની પણ એ લોકો નિંદા કરે છે.” દર્પણસેનના શબ્દોમાં તિરસ્કાર ભર્યો હતો. “અરર પ્રેમની નિંદા ? પ્રેમશહીદોની નિંદા ? એ ન ચાલે આ નગરીમાં. મહાગણિકા હસ્તિની ખાતર ચાર દિવસ પહેલાં જ બે રાજકુમારો હંદુ યુદ્ધમાં ઊતર્યા. બંને મરાયા. બંનેની ખાંભીઓ રચાણી, ને આખું નગર એને પૂજવા ઊમટ્યું હતું. આ મુનિ જ એનું ખરાબ બોલતા હતા.’ વાત કહેનારા આમ બોલતા બોલતા પાછા ફર્યા. ત્યાં સામેથી નગરનો એક આગેવાન નાગરિક આવ્યો. એણે પૂછયું, ‘મુનિ કહે છે કે મદ્યપાન ખોટું. શું સાચું છે ?' ‘મદ્ય કાયરો માટે ખોટો છે. પચાવતાં આવડે તો પીવો ને ! મદ્ય તો મર્દોની અમર સુધા છે. ખબરદાર, મદ્યાર્કની એક પણ દુકાન બંધ કરી છે તો !' | ‘કોઈ પીવા જ આવતું નથી.’ આગેવાને કહ્યું : “વેપારીઓ કહે છે કે આમાં તો સરવાળે રાજને પણ નુકસાન છે.” | ‘શહેરની સુંદર ગણિકાઓને આમંત્રો. એમના હાથે મધના પ્યારા વહેંચાવો. લોકો તૂટી પડશે.” રાજાએ કહ્યું. અરે, મૂળ જ નથી ત્યાં શાખાનું કોણ પૂછે ? ગણિકા તરફથી જ લોકો મોં ફેરવવા માંડ્યા છે. જે ગણિકાને ગૃહસ્થો પોતાને ઘેર બોલાવતા, નૃત્ય કરાવતા, પોતાનાં બાળકોને એની પાસે ભણાવતા, એ ગણિકાને ઘરેઘરમાંથી જાકારો મળવા માંડ્યો છે.’ આગેવાને કહ્યું. | ‘અરે ! આ એક અંગારો આખું લીલું વન બાળી નાખશે, લોકોનાં હર્યાભર્યા ગૃહજીવન વેરાન બનાવી મૂકશે.’ ‘એણે ગૃહિણીઓને મોંએ ચઢાવી. હવે તો ગૃહિણીઓ જ પોતાના સ્વામીઓને સિંહ કે શિયાળ ? 185 Page #104 -------------------------------------------------------------------------- ________________ કહે છે, જો ગણિકાગૃહે જવું હોય તો અહીં ન આવતા. અમે વિધવા થઈને જીવી શકીશું. વેશ્યાગામી પતિની પત્ની થઈને જીવી નહિ શકીએ.’ “સારું, સારું. એનો ઈલાજ સત્વરે થઈ જશે, કહો, જો એ પોતે જ કોઈ સુંદર વેશ્યાને લઈને ફરે અને હું પોતે એની બહેનને લઈને ફરું તો ? તો તમને આનંદ થશે ને ?” દર્પણસને પોતાની બહાદુરી બતાવવા માંડી. ‘સુંદર ! સુંદર !' બધાએ બૂમ પાડી. ‘એમ થશે તો અમે અમારા રસરાજવી પર વારી જઈશું.’ ત્યાં તો કેટલાક ક્ષત્રિયોએ પ્રવેશ કર્યો. એમણે આવતાંની સાથે કહ્યું “મહારાજ ! ઉજ્જૈની પર ચઢાઈ થઈ ચૂકી છે, ને આપ...' | ‘બહાદુર વીરો ! મહારાજ દર્પણસેન જેવા સિંહને સૂતાં જ ગાડે એવો વીર નર કોણ નીકળ્યો ? યમરાજે કોને ઉજ્જૈનીને સીમાડે ભૂલો પાડ્યો ?’ ઉજ્જૈનીપતિ મહારાજ દર્પણસને ખંડમાં મક્કમતાથી પગલાં ભરતાં કહ્યું. ‘મહારાજ ! કોઈ રાજા હોત તો તેને અમે જ પહોંચી વળત, ઉજ્જૈનીના વીરોની યુદ્ધચાતુરી તો જગપ્રસિદ્ધ છે. પણ આ તો એક સાધુએ ચઢાઈ કરી છે. આર્ય કાલક કરીને એક સાધુ...' ‘સમજ્યો, સમજ્યો !' રાજા દર્પણસને વાત અડધેથી કાપી નાખતાં કહ્યું : “ઓહ ! સવારથી એ જ માથાકૂટ ચાલે છે. પેલી કહેવત છે ને ‘ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય.' પેલા સંન્યાસીની વાત કરો છો ને ?' ‘હા, મહારાજ ! પણ રોગ અને શત્રુને નાના સમજવા નહિ, એ ક્ષત્રિય છે, રાજ કુમાર છે, બ્રહ્મચારી છે, તપસ્વી છે : એટલે એની વાતોની ખૂબ જ અસર પડે છે. કાલે એણે માંસભક્ષણને પાપ કહ્યું, આજે ઘણા માંસને અગરાજ કરી બેઠા. ત્યાં સુધીય ઠીક હતું, પણ આજે તો એણે મૃગયાની પણ નિદા કરી.’ ક્ષત્રિયોના સમૂહે શું હંસ અને કાગ સાથે હતા ?* ક્ષત્રિયોએ રાજાને ઉકેરવા કહ્યું. ‘કોણ હંસ અને કોણ કાગ ?' રાજા દર્પણસને સ્પષ્ટ કરવા પ્રશ્ન કર્યો. એના મનમાં આપોઆપ શંકા ઝગી. ‘એમાં પૂછવાનું શું ? આપ હંસ અને એ કાગ ! સત્ત્વવાળી વસ્તુમાં આપ ચાંચ નાખો છો, એ નિસર્વ વસ્તુઓનો જ આહાર આરોગે છે.' ત્રિયોએ કહ્યું. અમારા બેમાં એ ઠોઠ નીકળ્યો. ખરી પરીક્ષામાં એ નાપાસ થયો, નાસી છૂટ્યો.” ‘બરાબર છે. અધૂરો ઘડો જ છલકાય.' ‘અને જુઓ, તમને જ કહું છું, આ સરસ્વતી એની બહેન છે. એ મને ચાહતી હતી, પણ આ ધુતારાએ જ એને ભરમાવી, મારા પર એણે દ્વેષ કરાવ્યો. કદાચ છાનીમાની મારી પાસે ચાલી આવે, માટે એનું માથું મુંડાવી નંખાવ્યું, સાધ્વી બનાવી દીધી.' રાજા દર્પણસેન અત્યંત ખાનગી વાત બોલી રહ્યા હોય તેમ બોલ્યા. ધુતારાએ એને સાધ્વી બનાવી તો આપ એને ફરી સુંદરી બનાવો. કઈ સુંદરી આપને સ્વામી બનાવવા ન ઇચ્છે ?' ‘જરા ઉમદા આદર્શમાં માનું છું. મારી શક્તિ પાસે તો આ કાલક તણખલાના તોલે છે. પણ પુરોહિતજીને પૂછી લઉં. રાજ કાજ માં પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ જેવું થોડુંક સમજવું તો ખરું ને !' રાજા દર્પણસને જાણ્યું કે લોઢું તપ્યું છે, એટલે ઘાટ ઘડવા માંડ્યો. આ રહ્યો, મારા પ્રભુ ! તમે પેલા સાધુની અને એની બહેનની વાત કરો છો ને ?” પુરોહિતે કહ્યું. “મારી પણ એની સામે ફરિયાદ છે.' ઓહ ! તમારા જેવા ધર્માવતારને પણ એણે દુભવ્યા ? અરેરે ! એ સાધુ શું થયો, જાણે આપણો શત્રુ થયો !' | ‘પ્રભુ ! સાચી વાત છે. એણે તો લોકોને કહેવા માંડ્યું છે, કે યજ્ઞ કરો તો તમારી અનીતિનો, દુરાચારનો, દુર્વ્યસનોનો કરો, નિરપરાધી પશુઓને કાં હણો ? અમે કહ્યું કે રે મૂરખ રાજ કુમાર ! શાસ્ત્રમાં કંઈ સમજે નહિ ને ડબડબ શું કરે છે ? આ પશુઓને તો મર્યા પછી સ્વર્ગ મળે છે !' પુરોહિતજીએ કહ્યું : ને થોડીવાર થોભ્યા. રાજા દર્પણસેને કહ્યું : ‘શાબાશ ! તમે ઠીક સંભળાવ્યું. પછી એ બોલતો બંધ થયો કે નહિ ?* મૃગયાની-શિકારની નિંદા કરી ?' દર્પણસને ક્રોધમાં પ્રશ્ન કર્યો. ‘હા, સ્વામી ! એ ગમે તેમ બોલ્યો. એણે કહ્યું કે નિર્દોષ હરણાંને મારવામાં મર્દાનગી શું ? જે આપણું કંઈ ન બગાડે એને મારવાં એ તો ભારે પાપ છે.’ “ઓહ... તો તો એણે મારી પણ ટીકા કરી ?' અવશ્ય.” એને હું બતાવી દઈશ. આજ હું તમને એક વાત કહી દઉં. એ પહેલેથી હઠીલો હનુમાન છે. એ અને હું--અમે બન્ને એક ગુરુના આશ્રમમાં ભણતા હતા.” 186 D લોખંડી ખાખનાં ફૂલ સિંહ કે શિયાળ ? 187 Page #105 -------------------------------------------------------------------------- ________________ ‘ના રે સ્વામી ! એની જીભમાં જ જાણે કેવો જાદુ ભર્યો છે ! એણે એવો જવાબ આપ્યો કે આખી સભા હસી પડી. આ જાદુગરથી તો ચેતતા રહેવાની જરૂર છે.' પુરોહિતે કહ્યું. ‘ચિંતા નહિ. પછી એણે શો જવાબ વાળ્યો ?' રાજા દર્પણર્સને પૂછ્યું. ‘એણે કહ્યું કે પશુ કંઈ તમારાં સગાંવહાલાં છે કે એના હિત માટે ચિંતા કરો છો ? અરે ! સ્વર્ગ કોણ ચાહતું નથી ? પહેલાં તમારાં સગાં-વહાલાંને સ્વર્ગ અપાવો, તમારી જાતને અપાવો. પશુઓને બિચારાને તો આ પૃથ્વી જ સારી છે. સ્વર્ગમાં ખાવા ઘાસ નથી. રાજન્ ! એ તો તમે ઉદાર અને દયાળુ રાજવી છો, નહિ તો બીજો કોઈ રાજા બ્રાહ્મણનું અને એમાંય પુરોહિતનું અપમાન સાંખી ન લે. એક ઘા અને બે કકડા કરે !’ પુરોહિતે વાતને બરાબર વળ ચઢાવ્યો. ‘ચિંતા ન કરો. એ નાસ્તિક પણ છે. એની હું બરાબર ખબર લઈશ.' રાજા દર્પણસેને ઉગ્રતામાં કહ્યું. ‘પણ સંભાળજો સ્વામી ! એણે લોકો પર ભૂરકી નાખી છે. લોકોને કહ્યું કે આત્મા એ જ પરમાત્મા. પરમાત્માની જે ભાવથી ઉપાસના કરો છો, એ ભાવથી તમારા આત્માની ઉપાસના કરો તો તમે જ પરમાત્મા બની જશો. કહે છે કે પ્રભુમંદિરમાં જે ચોખ્ખાઈથી વર્તો છો, એવી રીતે દેહમંદિરમાં વર્તો. કહે છે કે નર જો નિજ કરણી કરે તો નારાયણ હો જાય. નરથી નારાયણ જુદા નથી--જો નર સમજે તો.' પુરોહિતજી બોલ્યા. ‘ઓહ, મારો ગુસ્સો હાથમાં રહેતો નથી. એને હું જીવતું નરક બતાવીશ.' ‘રાજન્ ! વધુ શું કહું ? બધું એણે એક આરે કરવા માંડ્યું છે. એ મને ઉદ્દેશીને બોલ્યો કે ગુણ પૂજાને યોગ્ય છે, જ્ઞાતિમાં પૂજવાનું શું ? વનમાં ઊપજેલું પુષ્પ ગ્રહણ થાય છે ને પોતાના અંગ પર ઊપજેલો મેલ તજી દેવાય છે.” ‘કાલે હું એની નજર સામે જ શિકાર ખેલવા જઈશ.' સ્વામી, તો તો એ તમારી પણ નિંદા કરશે.’ ‘મારી નિંદા શું કરે ? હું એનો જ શિકાર નહીં કરું ? એની બહેનને...’ રાજા દર્પણસેન બોલતાં અટક્યો. બહાર સ્ત્રીઓનું મોટું ટોળું આવ્યું હતું, તેમનો કોલાહલ સંભળાતો હતો. અરે ! આ તો ઉજ્જૈનીની પરમ શોભારૂપ ગણિકામંડળ છે. રૂપનો દરિયો કોઈ દિવસ નહિ, અને આજ આમ ઊમટેલો જોઈ બધાને આશ્ચર્ય થયું. આ બધી ઘર ઘરની જ્યોત હતી. અનેક ઘર સળગાવીને એની તાપણીમાં તેઓએ અત્યાર સુધી ટાઢ ઉડાડી હતી. રજપૂત વીરો એમના સ્વાગતે આગળ 188 D લોખંડી ખાખનાં ફૂલ વધ્યા. અરે, આ તો સ્વયં મહાદેવી હસ્તિની ! ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી ! સાધુ કાલક વીસરાઈ ગયા અને આ સુંદરીઓએ સહુનાં મન–ચિત્તનો કબજો લઈ લીધો. સહુ આ નવેલીઓનાં સુંદર અંગોનું નેત્રસુખ લૂંટવામાં પડી ગયા. ‘સ્વામિન્ ! અલબેલી ઉજ્જૈનીનો સૂર્ય આથમતો લાગે છે. શહે૨માં વિલાસને અસ્પૃશ્ય, યજ્ઞને હિંસક કહેવામાં આવે છે અને માણસને તો પરમાત્મા સાથે સરખાવવા માંડ્યો છે અને અમને તો એણે ગાળો જ દેવા માંડી છે.' કલિકાએ કહ્યું . ‘તમારે જે કહેવું હોય તે મને નિઃસંકોચ રીતે કહો, હે નગરશોભિનીઓ ! વિશ્વાસ રાખો કે હું અદલ ઇન્સાફ તોળીશ.’ રાજા દર્પણર્સને આશ્વાસન આપતાં કહ્યું. ‘ગાળો તે પણ કેવી ? એ કહે છે : આટલી ચીજો સારી હોવા છતાં ખોટી સમજવી : દંતશૂળ વિનાનો હાથી, ગતિ વગરનો અશ્વ, ચંદ્ર વિનાની રાત્રિ, સુગંધ વિનાનું પુષ્પ, જળ વિનાનું સરોવર, છાયા વિનાનું વૃક્ષ, શીલ વિનાની સુંદરી, સુલક્ષણ વિનાનો પુત્ર, ચારિત્ર્ય વગરનો પતિ, દેવ વિનાનું મંદિર ને ધર્મ વિનાનું જીવન.' ‘અરે ! આ તો કોઈ વેદિયાની વાણી જેવું લાગે છે.' ‘નાજી ! લોકો અમને કહેવા લાગ્યા કે તમે ખોટી સુંદરીઓ છો. સુંદરી તો શીલવાળી હોય. જીવન તો ધર્મવાળું હોય. શું આ અમારી નિંદા નથી ?' કલિકાએ કહ્યું. ‘જરૂર છે.’ બધાએ ટેકો આપ્યો. ‘અરે ! એ તો આથી પણ આગળ વાત કરે છે : અમારાં સુંદર અંગોને એ નિંદે છે; કહે છે : આ તમારું મુખ શું છે ? શ્લેષ્મ અને પીઆનો દાબડો જ ને ! આ તમારાં વક્ષસ્થળો શું છે ? નર્યા માંસના લોચા જ ને ! આ તમારી દેહ શું છે ? કેવળ ગંદકીની પરનાળ જ ને ! એમાં મોહાવાનું શું ? સ્વામી ! આને તો હવે નાથવો જ રહ્યો.' “બસ કરો. મારાથી આ સંભળાતું નથી. હું કાલે જ શિકારે નીકળીશ.' રાજા દર્પણસેને કહ્યું. ‘સ્વામીને તકલીફ લેવાની જરૂર નથી. આ અલકા પોતે જ એના શિકારે નીકળવાની છે : સ્વામી શાંતિ સૈવે. સિંહને શિયાળ બનાવીને શીઘ્ર તમારી સમક્ષ હાજર કરીશ. ઉજ્જૈનીની વારવનિતાઓના પંજાનો સ્વાદ આ પુરુષ પણ ભલે એક વાર ચાખી લે.' ‘જેવી મહાસુંદરીઓની મરજી !' દર્પણસેને કહ્યું ને ધીરે ધીરે બધાં વીખરાયાં. સિંહ કે શિયાળ ? D 189 Page #106 -------------------------------------------------------------------------- ________________ 25 અલકા મેનકા બની. મહામુનિ કાલક ઉજ્જૈનીમાં ઘૂમી રહ્યા છે. જેમ ઊંચી ધજા હંમેશાં દરેક દિશામાં ફરહર્યા કરે, એમ ધર્મની ધજા ફરકાવતા એ ચારેકોર ફર્યા કરે છે. નગરી ઉજ્જૈનીમાં તો ડગલે ને પગલે વિલાસ છે. ત્યાં ચર્ચા શુંગારની છે, વાદ યુદ્ધના છે : ને આચારમાં અભિચાર છે. છતાં આ પુરુષ-સિંહને એનો કશો ડર નથી! - ઉજ્જૈની તો અલબેલી નગરી, ત્યાં મોટા મોટા સાર્થવાહોના પડાવ છે. ઉત્તરાપથનો મહાન ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. ઠેઠ ગાંધારના પાટનગર તેષશિલાથી રવાના થયેલો સાર્થવાહ ખુશ્કી માર્ગ કાશી આવતો. કાશીમાં કાશી વિશ્વેશ્વરનાં દર્શન કરી વત્સ દેશની રાજધાની કૌસાંબીએ આવતો અને ત્યાંથી ઉજ્જૈનીની દિશા સાધતો. ઉજ્જૈની તો ગમે તેવા સાર્થવાહની તન, મન અને ધનથી ભૂખ ભાંગતી. ઉજજૈનીથી દક્ષિણાપથના ગોદાવરી તટની પ્રતિષ્ઠાન (પૈઠણ) પુર સુધી સાર્થવાહો આગળ વધતા. - પંચરંગી પ્રજાની નગરી ઉજ્જૈની અનેક ઉત્સવોથી ધમધમતી રહેતી, આર્ય મુનિ કાલકને પણ આ ક્ષેત્ર ધર્મપ્રચાર માટે યોગ્ય લાગ્યું. રાજકીય જીવનથી તેઓ સર્વથા પર હતા; એનું સ્વપ્ન પણ એમના ચિત્તમાં નહોતું અને ક્યારેક તો રાજા દર્પણસેન અહીં રાજ કરે છે એનો પણ એમને ખ્યાલ ન રહેતો. પોતાને સંહારવા માટે અથવા પછાડવા માટે એણે વિષકન્યા સુનયનાને મોકલી હતી, એ વાતની યાદ પણ એમને આવતી નહીં; એ વાત પણ એમણે કદી કોઈને કરી નહોતી. અહીં એક મોટો વિદ્યાનો મઠ હતો. હજારો વિદ્યાર્થીઓ એમાં વસતા હતા. અનેક વિદ્વાનો ત્યાં ભણાવવા આવતા. ભારતભરમાંથી પ્રસિદ્ધ મહાપંડિતો ત્યાં જવામાં ગૌરવ લેખતા. આ મહાપંડિતોએ જગતમાં અનેક ધર્મવાળાઓને હરાવી પોતાનો વિજય હાંસલ કર્યો હતો. તેમને અનેક રાજાઓ તરફથી પાલખી, છત્ર અને મશાલની ભેટ મળી હતી. મશાલ સોનાની રહેતી અને એમાં સુગંધી ધૂત સીંચાતું. આગળ અને પાછળ ચાલતા હજારો વિદ્યાર્થીઓ એમનો જયજયકાર કરતા. લગ્નના ઉત્સવની જેમ ચર્ચાના ઉત્સવોની પણ ભારે ધમાલ રહેતી. મધ્યાન્ને રોજ જમણ થતાં, સવાર-સાંજ કઢેલાં દૂધનાં કડાયાં અને બદામ-કેસર ઘૂંટાતાં. વાદ એવા ચાલતા કે એમાં દિવસો વ્યતીત થઈ જતા અને ધર્મતત્ત્વના નિર્ણયના બહાને થતા વાદ છેવટે વાક્છલ કે વચનચાતુરીમાં પૂરા થતા. જે વાચાળ, જે દલીલબાજ , એ જીતી જતો, સત્યને કોઈ જોતું નહિ. મહાન વાદી ધારે તો ઈશ્વરની સ્થાપના કરતો; ધારે તો ઈશ્વરને ઉપાડી દેતો. કેટલાક વિવાદચતુર પંડિતો ભાડેથી વાદ કરતા. તેઓ માનતા કંઈક અને સિદ્ધ કરતા કંઈક ! સત્યના મોને સુવર્ણથી દાબી દેતા. દરમેન પારેખ સત્યના હિત મુદ્રમ્ | લોકોને મલ્લોની કુરતીમાં જેટલો રસ રહેતો, એટલો જ રસ એમને આ વાદાવાદમાં આવતો ! જીવનને અને આ વાદ ચર્ચાને જાણે કંઈ સંબંધ જ નહિ ! વિદ્યા માત્ર માનપાન મેળવવા. અર્થપ્રાપ્તિ કરવા કે કીર્તિ રળવવા માટે જ પ્રાપ્ત કરવામાં આવતી. એક વાર આવી એક ચર્ચા-સભામાં મુનિ કાલક ઉપસ્થિત થયા. એમણે થોડીવાર વચન-કુસ્તી કરી, પણ અંતે બોલ્યા : “શરીરની કુસ્તી જેવી આ વચનની કુસ્તીનો કંઈ અર્થ ? જે પ્રવૃત્તિ આત્મલક્ષી નથી; તે ગમે તેવી સારી લાગે તો પણ ઉપાસનીય નથી.' ‘આત્મા શું છે, એ વાતનો શાસ્ત્રાર્થ કરવો છે, મુનિ ?” અનેક પંડિતો બૂમ પાડી ઊઠ્યા, એમના દેહના ડાબડામાંથી જાણે વાદવિદ્યાનો રસ બહાર ઢળી જતો. હતો ! ‘આત્મા વિશે તમે શું કહો છો ?” મુનિ કાલકે પૂછયું. ‘તમે જે કહો તેનાથી વિરુદ્ધ.” પંડિતો ગર્વથી બોલ્યા. ‘હું હા કહું તો ?” ‘અમો ના સિદ્ધ કરી આપીએ. અમારું ઉપનામ વાદીઘટ મુદ્ર છે.' પંડિતોએ કહ્યું. તેમનો અનુયાયી વર્ગ જયજયકાર બોલી રહ્યો. ‘હું ના કહું તો ?' અલકા મેનકા બની ] 191 Page #107 -------------------------------------------------------------------------- ________________ ‘તો અમે એનું અસ્તિત્વ સિદ્ધ કરી આપીએ. પંડિતોએ ગર્વભેર કહ્યું, અને ભક્તોએ ફરીથી જય જયકાર કર્યો ! ‘ઈશ્વર વિશે કહું તો ?' અરે ! ઈશ્વરને પણ રાખવો કે ઉડાડવો એ અમારા હાથની વાત છે.” એક મહાપંડિતે ગર્વભેર કહ્યું. ‘ઈશ્વર પણ તમારે મન જાદુની વસ્તુ છે કેમ ?” ‘હા હા. એ અમારી વિદ્યાનું જાદુ છે.” પંડિતોએ જવાબ વાળ્યો. ‘તમારી વિદ્યા તે કોઈ તલવાર છે ? ધારો તેનું રક્ષણ કરો, ધારો તેની ગરદન ઉડાવી દો.’ મુનિ કાલકે કહ્યું. “હા, હા, વિઘા એ શક્તિ છે.’ | ‘શક્તિ એવી ન હોવી જોઈએ, જે મૂળ સિદ્ધાન્તોનો નાશ કરે.’ ‘ઓ અજ્ઞાની મુનિ ! સંસારનાં પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સ્વર્ગ-નરક, બંધનમોક્ષ એ બધું શું છે ? તમે નજરે જોયું છે ? વિઘાવંત ઋષિઓએ એની સ્થાપના કરી, અને જગતે સાચું માન્યું. છતાં આજે પણ એ સંબંધી વિવાદ ચાલુ જ છે. એ તો વાદી પર જ બધી વિદ્યાઓ અને આખો સંસાર અવલંબે છે. વાદી કહે તે જગત સાચું.’ | ‘મહાનુભાવો, જીવન વિશે જાણવું એનું નામ વિદ્યા. જે વિદ્યાર્થી જીવન વિશે - જીવનના મૂળભૂત સિદ્ધાંતો વિશે ગેરસમજ થાય તે અવિદ્યા.’ મુનિ કોલકે સ્પષ્ટ કહ્યું. ‘આ આજ કાલનો જુવાનિયો અમને અવિદ્યાવાન કહે છે ! રે, કોણ છે તારો ગુરુ? કેટલાં વર્ષ ગુરુચરણ સેવ્યાં ?' | ‘ગુરુ તો ઘણા કર્યા : ભગવાન દત્તાત્રેયની જેમ બત્રીસ ! પણ છેલ્લે બે ગુરુ મળ્યા. લાંબી સેવા એમની કરી નથી શક્યો, પણ એમની થોડી સેવાઓ અને એમણે આપેલી અલ્પ વિઘાએ મને સંસારપાર કરવાની સુંદર કેડી બતાવી છે.” અરે શ્રમણ ! સૂંઠને ગાંગડે ગાંધી ન થા ! જા, ભલા માણસ ! અહીં બીજા ઘણા નાના નાના મઠો અને આશ્રમો છે. ત્યાં જઈને ચર્ચા-વાદ કર. અહીં તો વાદીગજ કેસરીઓનું કામ છે.’ વાદીઓએ કહ્યું. મુનિ કાલકે કહ્યું: ‘તમારા કોઈ પર મને દ્વેષ નથી, પણ વિદ્યાનો આવો ઉપયોગ ધનના દુરુપયોગ જેટલો જ નિધ છે.' ‘રે મુનિ ! સત્વરે આ વાદગૃહ છાંડી જા !' 192 લોખંડી ખાખનાં ફૂલ ‘જાઉં છું : પણ મારી આટલી વાત લક્ષમાં રાખજો કે કલ્યાણનો માર્ગ જુદો છે, અને વાદનો માર્ગ જુદો છે. વાક્યાતુરીથી તમે કદાચ સિદ્ધને અસિદ્ધ અને અસંભવને સંભવ બનાવી શકો, પણ છેવટે એ ઇન્દ્રજાલ વિધા જેવું જ સમજવું. સ્થળની જગ્યાએ જળ બતાવવાથી તમારી કલાચાતુરી વખણાશે, પણ તૃષાતુરની તૃપા બુઝાશે નહિ. તમારી વિદ્યાઓ બધી મૃગજળ સમી મિથ્યા છે !' ‘ઓ સાધુ ! અમારા સ્થાનમાં આવીને અમારું જ અપમાન ?' થોડી વારમાં વાદભૂમિ રણભૂમિ બની જાત, પણ મુનિ કાલક શાંતિથી બહાર, નીકળી આવ્યા. એમના ક્ષત્રિયના લોહીને જરા આવેશ લાધ્યો હતો, પણ ખીણવાળા ગુરુની મનોમૂર્તિ સ્મરણમાં લાવી એમણે શાંતિ સ્વીકારી.. મહામુનિ મઠથી થોડેક દૂર ગયા હશે, ત્યાં પાછળ એક પાલખી ધસમસતી આવતી જણાઈ. ‘ઊભા રહો, મુનિવર !' અંદરથી મધુર સ્વર આવ્યો. મહામુનિએ પાછું વાળીને જોયું, એટલામાં પાલખી પાસે આવી પહોંચી. અંદરથી એક સુંદર અપ્સરા જેવી સ્ત્રી ઊતરી. એણે વિનયપૂર્વક પ્રણામ કરતાં કહ્યું : ‘આપનું કથન સત્ય છે. દેહનું રૂપ જો આત્માની મહત્તા ને સમજાવે અને સંસારની વિદ્યાઓ જો જીવનદર્શન ન કરાવે તો બધું વ્યર્થ છે. આપની વાણી મેં સાંભળી છે, અને શ્રદ્ધાથી સ્વીકારી છે.' ‘દવજ લત્તા ગ્રીષ્મને ઠંડક આપનારી વાદળી, રે ! તું કોણ છે ? ચંચલ બુદ્ધિની ઉજૈનીમાં કલ્યાણબુદ્ધિ તું મહાભાગા કોણ છે ?' મહામુનિ આ સુંદરીના રૂપ જેવી જ એની વિનમ્ર વિવેકશીલતા પર મુગ્ધ થઈ ગયાં. | ‘સાર્થવાહની પત્ની છું. એ તક્ષશિલાની યાત્રાએ સંચર્યા છે. આપ પરમાર્થી આત્મા છો. મારે ત્યાં ભિક્ષા માટે પધારી મુજ વિયોગિનીને ઉપકૃત કરો, મહારાજ !' ‘બાઈ ! વળી કોઈ વાર આવીશ.’ મહામુનિ બોલ્યા. ‘ના કહેશો નહિ, મહારાજ ! વિયોગિની સ્વયં જ ઘાયલ હોય છે, એમાં મારા આમંત્રણનો તિરસ્કાર કરી ઘામાં મીઠું ન ભરશો, પરમાર્થી આત્મા છો. બે વચન સાંભળીશ તો સુખી થઈશ.' મુનિરાજ થી ના પાડી શકાઈ નહિ. ‘રાહ બતાવ સ્ત્રી, તારા ગૃહનો !' મુનિએ સુંદરી આગળ ચાલી, મુનિ પાછળ ચાલ્યા. મુનિ કવિ આત્મા હતા, શાસ્ત્રજ્ઞ હતા, યુવાન હતા, સ્વર્ગની અપ્સરાની એમને કલ્પના આવી થઈ. અલકા મેનકા બની p 193 Page #108 -------------------------------------------------------------------------- ________________ આ સુંદરી ઉર્જનની વિલાસી સ્ત્રીઓનો અજબ નમૂનો હતો. એની ચાલમાં, એના ડોલનમાં કાવ્યની મધુરતા છલકાતી હતી. એની ચાલ જોનારને તરત ખ્યાલ આવી જતો કે આ ફૂલગુલાબી પગો કદી આવી કઠણ ભૂમિ પર ચાલવાને ટેવાયેલા નથી. સુંદરીનાં કંકણ એક અપૂર્વ કાવ્ય રચી રહ્યાં હતાં, એનાં નૂપુર નાટારંભ કરી રહ્યાં હતાં. સ્વર્ગના પ્રાસાદોની ઝાંખી કરાવે તેવી એક ઊંચી હવેલી પાસે આવીને સુંદરી થોભી ગઈ. હવેલી ખરેખર સુંદર હતી. દ્વાર પર ઊભા રહીને સુંદરીએ વિનયપૂર્વક મુનિરાજને અંદર પ્રવેશ કરવા વિનંતી કરી. મોટા નકશીભર્યા દરવાજામાંથી મુનિએ અંદર પ્રવેશ કર્યો. હવેલીનો અંદરનો ભાગ અદ્ભુત હતો. નાની નાની લતાકુંજો, નિઝરગૃહો અને ફુવારાઓથી એ ભરેલો હતો. સુંદરમાં સુંદર મૃગ અને સસલાં અહીં રમતાં હતાં. રંગરંગનાં પંખી અહીં એક ડાળેથી બીજી ડાળે ઊડતાં હતાં. વચ્ચે પરીઓ રહે એવો મહેલ હતો. આ પરીમહેલની આજુ બાજુ આરામગૃહો હતાં. પથિકનો શ્રમ ઉતારી નાખે એવી તમામ સગવડો ત્યાં હતી. ‘આપ આ પથિકગૃહમાં થોભો. હું વસ્ત્ર બદલી ભોજનનો થાળ લઈને આવું છું.’ અને મુનિના જવાબની રાહ જોયા વગર જ સુંદરી અંદર ચાલી ગઈ. મુનિ ઉતાવળે બોલ્યા : ‘રે સુંદરી ! વસ્ત્ર બદલવાની જરૂર નથી. ભોજનના થાળની અપેક્ષા નથી, પેટને ભાડું દેવા જે લૂખું-સૂકું બટકું હશે તે ચાલશે.’ પણ એ શબ્દો માત્ર હરણાંએ સાંભળ્યા : ને એ મોટી મોટી આંખો ફાડીને તેમની સામે જોઈ રહ્યાં. થોડી વારમાં દાસીઓ પાસે ભોજનના થાળ ઊંચકાવી પેલી સુંદરી આવી પહોંચી. એણે વસ્ત્રો બદલ્યાં હતાં : ને એક લાંબા સાબુથી દેહને ઢાંક્યો હતો. પણ એ સાળ પહેરવાની કળા અપૂર્વ હતી. મુનિએ આ રૂપને જોયું, સુંદરીને જોઈ. ભોજનસામગ્રીને જોઈ. મોહ, માયા ને લોભે જાણે ત્યાં સાક્ષાત્ સ્વરૂપ ધાર્યું હતું. રે સ્ત્રી ! આવા ભોગ-ઉપભોગોએ અડધા જગતને ભૂખ્યું રાખ્યું છે ! પાશેરનો ખાડો પૂરવો એમાં, કેટલી ધમાલ ! કેટલી જંજાળ !' આપ જમીને અંદરની ચિત્રશાળામાં પધારો, ત્યારે સદુપદેશ સાંભળવાની મારી ઇચ્છા છે. હાલ તો આપ આ ભોજનાનનો સ્વીકાર કરો.' સુંદરીએ કટાક્ષ કરતાં કહ્યું. 14 D લોખંડી ખાખનાં ફૂલ ‘મારા નાના એવા ભિક્ષાપાત્રને તો આ મિષ્ઠાન્નોનો પડેલો ભૂકો પણ ભરી દે !' મુનિએ કહ્યું. ‘આપના બહેન આપની સાથે છે ને ! બોલાવી મંગાવું કે ?” ‘પહેલાં સંસારી અવસ્થામાં એ મારાં બહેન હતાં; આજે તો એ સાધ્વી છે. તેમનો યોગક્ષેમ તેમણે જ વહેવાનો છે.' મુનિએ કહ્યું. ‘તો આ મોદક લો !' સુંદરી નીચે મૂકેલા થાળમાંથી મોદક લેવા નીચી નમી. એણે માથા પર ઓઢેલો સાળુ ત્યાંથી સરી ગયો. ફૂલના ગુચ્છાથી શણગારેલો અને સુગંધી તેલોથી સ્નિગ્ધ બનેલો ભરાવદાર અંબોડો અને ગૌર કંઠપ્રવેશ દૃષ્ટિને ભરી રહ્યા. સુંદરીએ એક મોદક ભિક્ષાપાત્રમાં નાખ્યો. મુનિ શાંત હતા, એમની દૃષ્ટિ આ બધું જોતી હતી, છતાં જાણે કશું જ જોતી નહોતી. સુંદરીએ ઊભા થઈ એક નજર ફેરવી. દાસીઓ ધીરે ધીરે ત્યાંથી ચાલી ગઈ. સુંદરી ફરીથી મોદક લેવા માટે નીચી નમી, પણ આ વખતે એનો સાળુ વધુ નીચે સરી ગયો. કનકકલશને જેમ કમળ વડે ઢાંકે, એમ એણે પોતાના સુકોમળ હરતથી ઉરપ્રદેશ ઢાંક્યો. પણ રે વ્યર્થ યત્ન ! આમ કરવા જતાં કેડની કટિમેખલા સરી ગઈ. વસ્ત્રને મહામહેનતે સુંદરીએ સરતું બચાવ્યું ને ગાંઠ વાળી ત્યાં હાર તૂટી ગયો. હાર બરાબર કરવા ગઈ, ત્યાં નૂપુર પરસ્પર અથડાઈ ગયાં : ને સુંદરી પડતાં પડતાં માંડ બચી ? બીજો કોઈ પુરુષ હોત તો આ એક પળની ઘટના એના આખા જીવનના માર્ગને અને એના સમસ્ત ઇતિહાસને પલટી નાખત; પણ મુનિ તો માત્ર આટલું જ બોલ્યા : “બહેન ! તું રોગી લાગે છે !' ‘અવશ્ય. તમે વૈદ છો. મારો રોગ મટાડો.’ સુંદરી આર્જવભરી રીતે બોલી. ‘હું વૈદ નથી. તારા મનને તારો વૈદ બનાવ, નારી !' ‘મુનિરાજ ! મારો જીવ ઊંડો સરી જાય છે. હૃદય ક્ષુબ્ધ બનતું જાય છે. ખોટું કહેતી હોઉં તો લાવો તમારો હાથ ને કરો જાત પરીક્ષા.’ સુંદરીએ મુનિનો હાથ ગ્રહેવા પોતાનો હાથ લંબાવ્યો. “શું ખાખ પરીક્ષા કરું ? જગત જેને નરકની ખાણ કહે છે એવી નારી તું છે! અડીશ મા મને. જગતનું રંકમાં રંક શિશુ જેના ઉદરમાં આવવાની ના કહે, એ વાળામુખીનો અવતાર તું છે ! જગત આમેય મભૂમિ બન્યું છે - એમાં વધારે આગ ચાંપનારી તું ચંચળ નારી છે.” અલકા મેનકા બની 0 195 Page #109 -------------------------------------------------------------------------- ________________ વધુ વૃક્ષનો છે. જગત ક્યારે સુધરશે ?' | ‘રે મુનિ ! હું સુધરીશ. હું અલકા, ઉજ્જૈનીની સુપ્રસિદ્ધ વારાંગના, તમને તાબે કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી; વિશ્વામિત્ર મેનકાનો ઇતિહાસ ફરી રચવા પ્રયત્ન કરેલો, પણ હું હારી. આજ હું તમારા તાબે થાઉં છું.’ ‘રે નારી ! તું ધર્મને તાબે થા. પછી હું તારા તાબામાં જ છું !” ‘રહી જાઓ. પળવાર ! ઓ પ્રકાશના અવતાર !' પથિકગૃહોમાં બંદીવાન બનેલા યુવાનોએ ફરી ચિત્કાર કર્યો. મુનિ કાલકનાં વચનોમાં શબ્દવેધી બાણાનો ટેકાર હતો. નારી ! કુદરતે તને બધું જ આપ્યું, પણ કેવળ એક આત્મા જ ન આપ્યો ! ફૂલ તો રંગરંગનાં એકઠાં કરી આપ્યાં, પણ એને ગળાનો હાર બનાવનાર નીતિસૂત્ર જ ન આપ્યું. લે, જાઉ છું, સુંદરી ! જાગી શકે તો જાગજે, ઓળખી શકે તો ઓળખજે.' કોને ઓળખું, મુનિ ?' ‘તને, તારી જાતને, તારા આત્મદેવને ! જેમ પેલા વિદ્યાના વિવાદને મેં તિરસ્કાર્યો, એમ તારા આ સૌન્દર્ય વ્યાપારને પણ હું તિરસ્કારું છું.’ સુંદરી મૌન બની ગઈ. સાધુએ પાછા ડગ ભર્યા : ત્યાં અવાજ આવ્યો, ‘ઓ પુણ્યના પેગંબર ! અમારો ઉદ્ધાર કરતા જજો !' ‘રે, આ કોણ બોલે છે ? બાઈ ! આ દુ:ખી અવાજ કોનો ? ‘એ મારા કેદીઓ છે.' સુંદરી બોલી; એ બધા સુવર્ણહીન બની ગયેલા જુવાનો છે. એમાં શ્રેષ્ઠીપુત્રો પણ છે, અને રાજપુત્રો પણ છે. નિશ્ચિત સમય કરતાં અહીં વધુ રહ્યા, અને સુવર્ણ પૂરું પાડી ન શક્યા. એટલું સુવર્ણ ન આપે ત્યાં સુધી એમની મુક્તિ અશક્ય છે.' આહ ! સુંદરી તું પણ આવી નિર્દય ?' મુનિનું કલેજું ચિરાઈ ગયું. ‘નારી, કંઈક તો ઉદારતા રાખ.” ‘આ કૂતરાઓ સાથે ઉદારતા કેવી ? એમને આજ અહીંથી છોડીશ, તો બીજે જઈને કોઈકને કરડશે. એ સુધરવાના નથી. પેલા પથિકગૃહમાં એક રાજપુત્ર છે. મારી પાસે સામાન્ય પ્રજાજન બનીને આવ્યો. પાછળથી ખબર પડી એ રાજપુત્ર છે. સુવર્ણની ચોરી માટે એણે મને ઠગી.’ માફ કર, સુંદરી ! ઓહ ! સંસારનાં ચંદનવૃક્ષોને ઝેરી સાપોએ ભરડો લીધો છે. સુંદરી ! સૌંદર્યને તપથી, મનને સંયમથી અને ધનને ઉદારતાથી નવાજ ! તારો ઉદ્ધાર થશે.” | ‘યોગી ! તારી વાણી અર્જુનના ગાંડીવ સમી છે. ભલભલા વીર નરથી જેનું હૃદય ભેદાયું નહિ, એનું હૃદય આજે તારી આ વાણીથી ભેદાયું. તો હવે જો તું આવ્યો જ છે તો, મારી ગુનેગારી પણ સાંભળતો જા !' શું સાંભળું નારી ! એકની ગુનેગારીમાં જગત આખાની ગુનેગારી સમાયેલી છે. વૃક્ષનું કોઈ એક પાંદડું પીળું પડી જાય, એમાં જેટલો પાંદડાનો દોષ છે, એનાથી 196 D લોખંડી ખાખનાં ફૂલ અલકા મેનકા બની 197 Page #110 -------------------------------------------------------------------------- ________________ 26 હા હક્ત હન્ત !. અવન્તીસુંદરી અલકાના પથિકગૃહોમાં બંદીવાન બનેલા રસિયા જીવોનો પોકાર સાંભળીને આર્ય કાલક રોકાઈ ગયા. એમણે એ મોહી જીવો તરફ મમતાની દૃષ્ટિ કરી, અને વિચાર્યું : ‘રે ! સંસારમાં કેટલાક લોકો એવા હોય છે કે અસારને સાર માની લે છે. રૂપ, સત્તા ને ધન - એ ત્રણે વસ્તુ જીવનની સહાયકે વસ્તુઓ છે, જ્યારે આવા મોહી જનો જીવનને એ ત્રણેનું સહાયક માની બેસે છે : જીવન જાય તો ભલે ચાલ્યું જાય, એ ત્રણે રહેવાં જોઈએ. | ‘સત્તા માટે સંગ્રામ થાય, તો માનવી એને જીવનધર્મ લેખે છે. ધન માટે સંગ્રામ થાય, તો દુનિયાના કોઈ ડાહ્યાઓ એનો તિરસ્કાર કરતા નથી. રૂપની લજ્જાભરી લડાઈઓને વખોડનારા કરતાં વખાણનારા જ વધુ મળ્યા છે. રેશમના કીડાની જેમ જગત પોતે પોતાની કેદમાં પડ્યું છે !' આર્ય કાલકે એક કરુણાભરી નજર બધા બંદીવાનો તરફ ફેરવી અને બોલ્યા : ‘અલકા ! તારા આત્માની સુંદરતા સિદ્ધ કર. આ બધાને મુક્ત કર !' આ નાલાયક માણસોને મુક્ત કરાવશો તો સંસારમાં વધુ નાલાયકી પ્રસારશે. આ બધા રૂપની પાછળ પડેલા હડકાયા શ્વાનો છે !” અલકા બોલી. - “ઓહ ! અમારા રાજ્યમાં તું હોત તો ?...' પથિકગૃહોમાં પુરાયેલા એક રાજ કુમારે કહ્યું. ‘એ તો સારું છે કે હું અવન્તીના રાજ્યમાં છું. રાજા દર્પણસેનની પ્રજા છું, નહિ તો તમે બધાએ મને કાચી ને કાચી કરડી ખાધી હોત !' અલકાએ કહ્યું, ને એ ઉપેક્ષાભર્યું હસી. ‘દર્પણસેન વળી કયો ડાહી માનો દીકરો છે ! સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે બેઠાં જેવો ઘાટ છે એનો !” એક કેદી રાજ કુમારે તિરસ્કારથી કહ્યું. ‘આર્ય કાલક !! બહારથી એક અવાજ આવ્યો. અવાજમાં આંચકા હતા. આર્ય કાલકને એ અવાજ પરખતાં વાર ન લાગી. એ અવાજ પોતાના ભક્ત હંસનો હતો. “કોણ હંસ ? શું છે ?” આર્ય કાલકે હંસ ભણી જોતાં પૂછયું. ‘આર્ય ! $ $ક્ત $ન, નૂતન નઝ ૩Mદર -- સુકોમળ પોયણીને મસ્ત હાથી હરી ગયો.’ હંસે પ્રવેશ કરતાં કહ્યું. એના દેહ પરથી લોહીના રેલા વહેતા હતા, અને મૂઢ મારનાં કાળાં ચકામાં ઠેર ઠેર દેખાતાં હતાં. ‘કોને, તને મારા ભક્તજનને હણ્યો ?? આર્યે કહ્યું. ‘હું હણાયો નથી. હણાઈ છે રાજસરોવરની પોયણી ! સાધ્વી સરસ્વતી !' હંસ મહામહેનતે ઊભા રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું. ‘સરસ્વતી ! સરસ્વતીને શું થયું ?” વિરાગી બનેલા આર્ય કાલકના અંતરમાં ભગિની પ્રત્યેનો મમતાનો ફુવારો છૂટ્યો, ‘એની સામે શું કોઈએ આંગળી ઊંચી કરી?” ‘પ્રભુ ! સરસ્વતીનું અપહરણ થયું છે !” હંસ બોલ્યો. એ હજી હાંફતો હતો, મારની વેદનાથી કરાંજતો હતો. ‘યમની દાઢમાં કોણે હાથ નાખ્યો ?” આર્ય કાલકે ગર્જના કરી. પળવારમાં એમની સમતા ચાલી ગઈ; મમતા જાગી ગઈ. મહારાજ દર્પણસને સરસ્વતીનું હરણ કર્યું છે.’ હંસે વાતનો ફોડ પાડ્યો. ઓહ ! આ તો વાડે ચીભડાં ગળ્યાં ! આખરે સાધુ બની બેઠેલી બિલાડીએ પોત પ્રગટ કર્યું. એણે એક રાજકુમારીનું હરણ કર્યું અને એમ કરીને એણે સમસ્ત ક્ષત્રિય જાતને પડકાર આપ્યો. એણે એક સાધ્વીનું હરણ કર્યું, અને એમ કરીને એણે સાધુના તપસ્તેજને હાકલ કરી !' આર્ય કાલકના દેહમાં ધીરે ધીરે પરિવર્તન થઈ રહ્યું હતું. મુખમુદ્રા પર નિરભ્ર આકાશમાં વાદળ ઘેરાય, મેઘ ગર્જવા લાગે અને વીજળી ચમકવા લાગે એમ લાગ્યું. અલકા જોઈ રહી : સાધુની કવિત્વભરી આંખોમાંથી લાલ અંગારા ઝગ્યા હતા. સંગેમરમરની મનોહર પ્રતિમાસમો દેહ તામ્રવર્ણો અને ઊંચો થતો જતો હતો. ‘આ કેમ બન્યું એ મને કહે, જેથી જલદી ઉપાય થઈ શકે.’ આર્ય કાલકે કહ્યું. ‘એ તો હું નથી જાણતો, પણ રાજસેવકો કહેતા હતા કે સાધુ બનેલ ભાઈ જો ગર્યો હા હત્ત હન્ત ! 199) Page #111 -------------------------------------------------------------------------- ________________ અવન્તીની કોઈ રસિકા સાથે મોજ માણતો હોય : તો પછી સાધ્વી બહેન શા માટે રસિક નરથી વંચિત રહે ?” ‘શાન્ત પાપમ્ ! શાન્તે પાપમ્ !' આર્ય કાલક એક વાર મગજ પરનો ગુમાવેલો કાબૂ પુનઃસ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા. એ કેટલાંક ધર્મસૂત્રો સંભારી રહ્યા. ‘પણ આ ઘટના કેવી રીતે બની ?' જાતને સંભાળી રહેતાં આર્ય કાલકે આગળ પ્રશ્ન કર્યો. ‘એ શી રીતે બની ? શા કારણે બની ?’ ધ્રૂજતો ઘાયલ હંસ એક કેળના થડને અવલંબીને ઊભો રહ્યો. અલકા દોડીને ઉત્તેજક દવા લાવી અને હંસને પિવરાવી. એનામાં કંઈક ચેતનનો સંચાર થયો. હંસ બોલ્યો : ‘દર્શનશાસ્ત્રનો કે ન્યાયસૂત્રનો હું અભ્યાસી નથી, કે એના કાર્ય કારણભાવને કહી શકું. છતાં જે કાને સાંભળ્યું અને આંખે જોયું તે કહી દઉં. ‘છેલ્લા કેટલાક દિવસોથી મહારાજ દર્પણર્સન શિકારે જતા ત્યારે સાધ્વીઓના ઉપાશ્રય પાસેથી નીકળતા. ‘તપ એ જ જેનું ધન છે, એવી આર્યાઓ કુશળ છે ને ?' એમ ત્યાં આવીને પ્રશ્ન કરતા. સાધ્વી સરસ્વતી આ રાજાને પૂર્વપરિચિતજન હોવાને કારણે કુશળક્ષેમ જણાવતાં.' હંસ થોભ્યો. ‘સાધ્વી સરસ્વતી સ્નેહાળ છે, સજ્જનતાનો અવતાર છે. એ રાજા દર્પણસેનને ઉદાર અને સાધુ-સાધ્વીઓ ત૨ફ આદરભાવવાળો નીરખી ઉત્સાહી બન્યાં હશે. પવિત્રતાને પાપની ભાળ ક્યાંથી હોય ?’ આર્ય કાલકે કહ્યું. હંસે કહ્યું : ‘સાચી વાત છે. એ કેટલીક વાર રાજા દર્પણસેન સાથે જૂની વાતો પણ ઉખેળતાં. રાજા દર્પણર્સન પોતાના સરદારો સામે જોઈને વારંવાર પ્રશ્ન કરતા : ‘ફૂલ સુંદર શા માટે થતાં હશે ?” સરદારો કહેતા : ‘સૂંઘવા માટે.' ‘બરાબર વાત છે તમારી !' રાજા કહેતા અને ઉમેરતા : “જો ફૂલ સૂંઘવામાં પાપ હોય તો ફૂલ સુંદર શા માટે થતાં હશે ?' ‘આમ વાતો કરતા, અને બધા હસતા હસતા ચાલ્યા જતા. આજ સવારે એકાએક રાજસેવકો આવ્યા. એમણે સાધ્વીજીને બહાર બોલાવ્યાં ને એમને ઉપાડીને ચાલતા થયા—જાણે કોઈ નિર્દોષ પ્રાણીનું અપહરણ કરીને જતા હોય એમ !' હંસ વાત કરતાં થોભ્યો. ‘જલદી વાત પૂરી કર.' આર્ય કાલકે ત્રાડ પાડી. એમના ચહેરા પરથી સાધુત્વની સમતા ભૂંસાતી જતી હતી. ક્ષત્રિયનો વૈરધર્મ પ્રગટ થતો હતો. ‘મહારાજ, પછીની વાત ટૂંકી છે. આતતાયી બનીને આવેલા સેવકોને તેમના કર્તવ્યમાંથી વારવા મેં ઘણું કહ્યું, પણ કોણ માને ?' 200 E લોખંડી ખાખનાં ફૂલ ‘અરે ! જે તલવારને લાયક હોય એને ફુલહાર અર્પણ કરવાથી શું વળે ?’ કાલકે કહ્યું. સાધુનો રંગ ધોવાઈ ગયો હતો. શુદ્ધ ક્ષત્રિય બનીને એ ઊભા રહ્યા. એટલી વારમાં આજુબાજુ લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી. મેં તેઓને હાકલ કરી. તેઓ સાવ શાન્ત રહ્યા, સૈનિકોનાં શસ્ત્રો તેમના પર શેહ પાડી ગયાં. અરે ! એ જનાર્દન વિનાની જનતા પાસેથી આશા કેવી ? હાં, પછી શું કર્યું તેં ?’ કાલકે પૂછયું. ‘પછી મેં મારો ધર્મ પાળ્યો. હું સામે થયો. હું જાણતો હતો કે મારાથી વિશેષ કંઈ નહિ થઈ શકે, પણ તેથી અન્યાય મૂંગે મોઢે કેમ સહન કરી લેવાય ? મેં સામનો કર્યો. એક વાર તો સરસ્વતી બહેનને મુક્ત કરાવી લીધાં, પણ આતતાયીઓ ઘણા હતા. તેઓએ મારા પર હલ્લો કર્યો.' ‘કીટી પર કુંજર ચલાવ્યો, કાં ?’ આર્ય કાલકે કહ્યું. ‘હા, મને મારી મારીને બેશુદ્ધ કરી નાખ્યો, ને એ બધા સરસ્વતી બહેનને ઉપાડી વહેતા થઈ ગયા. હું શુદ્ધિમાં આવ્યો અને અહીં દોડતો આવ્યો. આ મારો વૃત્તાંત છે !' ‘શાબાશ, હંસ ! તેં તારો ધર્મ પાળ્યો. તારું જીવન તેં દીપાવ્યું. તારું કલ્યાણ થાઓ ! અલકાદેવી ! હવે વિદાય લઉં છું. ન જાણે કાલે શું થશે ? ન જાણે આવતી કાલના આભમાં કેવા લેખ લખાશે ?' ‘શાંતિ રાખજો ! ધૈર્ય રાખજો ! મહારાજ દર્પણસેન સાથે બાકરી બાંધતાં વિચાર કરજો. હું જાણું છું કે પચીશ સિંહનું બળ એના એકલામાં છે. મંત્રવિદ્યાના એ ધારક છે, માત્ર અવાજથી એ હજારોના સંહાર કરી શકે છે.' અલકા ! કાલક સંસારમાં અધર્મ સિવાય કોઈથી ડરતાં શીખ્યો નથી !' ‘સાચી વાત છે. જેણે સૌંદર્યને જીત્યું અને સિંહને જીતતાં વાર લાગતી નથી.’ અલકા આર્ય કાલકની સળગતી જ્વાલા સમી બનેલી ભવ્ય દેહપ્રતિમાને મંદી રહી. ‘રે નારી ! આ નિર્ભાગી જીવોને મુક્તિ આપજે.' આર્ય કાલકે જરા આજ્ઞા કરી, ‘વારુ ! જેવી આપની ઇચ્છા !' ‘સુખી થા, અલકે ! જમીનના જીવને પાણીમાં મગરમચ્છ સાથે લડવાનું છે.’ આર્ય કાલકે કહ્યું. મગરમચ્છ અને તે પણ અસામાન્ય ! આવો બળવાન રાજા અત્યારે ભારતભરમાં બીજો નથી !' અલકા બોલી. અને આર્ય કાલક એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને હંસને લઈને બહાર નીકળ્યા. હી હન્ત હન ! – 201 Page #112 -------------------------------------------------------------------------- ________________ ‘તો તમારો સંઘ સંઘ નથી, એ કેવળ હાડકાંનો માળો છે.” આર્ય કાલકના મુખમાંથી જ્વાળામુખી ભભૂકી ઊઠ્યો : ‘ધિક્ છે તમારી ધાર્મિકતાને ? શું આટલા વર્ષના ધર્મપાલને તમને કાયાની રક્ષા અને ધર્મનો સગવડિયો ઉપયોગ જ શીખવ્યો ? કર્તવ્યને ખાતર દેહને ડૂલ કરવો એ જ મોટામાં મોટી ધાર્મિકતા છે, એ તમે શું વીસરી ગયા ? સવજ્ઞ Tig fa Per મારે તરછું ! સત્યની આજ્ઞાથી સમરાંગણે ચઢેલો બુદ્ધિમાન મૃત્યુને તરી જાય છે, એ સૂત્ર તમે વીસરી ગયા ?” ‘મહારાજ ! અમે અહિંસા ધર્મના પૂજારી છીએ. અમારાથી મારામારી કેમ થાય ?” એક સભાજને કહ્યું. “ઓહ ! શું તમારું પતન ! કેવી છેતરપિંડી ! સિંહને સન્માનવા જેવી ને ઘેટાને રહેંસાવા દેવા જેવી તમારી અહિંસા ! શાસ્ત્રનો પણ તમે સગવડિયો ઉપયોગ આદર્યો છે. નિર્બળોની અહિંસામાં હિંસા કરતાં વધુ પાપ છે. તમે તમારા આત્માને હણી બેઠા છો.’ ‘મહારાજ ! શાંતિ ધારણ કરો. કર્મના ઉદયની વાત તો આપ રોજ ઉપદેશો છો. જે થવાનું હોય તે થાય જ . સરસ્વતી સાધ્વીનું આમ અપહરણ થવાનું જો એમના ભાગ્યમાં જ લખ્યું હોય તો કોણ મિથ્યા કરી શકે ?* એક સભાજને ઠંડે કલેજે માર્ગે માર્ગે એ જ વાતો થતી હતી, ગલી ગલીમાં એ જ વાતનો ગુંજારવ ચાલુ હતો. સૂર્ય જેમ આકાશના પટલને પસાર કરતો સ્વસ્થાને પહોંચે તેમ આર્ય કાલક પોતાના ઉપાશ્રયે પહોંચી ગયા. | ઉપાશ્રયમાં ખુબ ભીડ જામી હતી. આર્ય કાલકે ક્યાં ગયા એ વિશે અનેક ગપગોળા ચાલતા હતા. કોઈ ગંભીરતાથી વાત કરતા હતા, કોઈ વિવેચકની જેમ ચર્ચા કરતા હતા, કોઈ કુતુહલથી વાત કરતા હતા : પણ શું કરવું તે કોઈને સૂઝતું નહોતું. - આર્ય કાલકે જેવો દ્વારમાં પ્રવેશ કર્યો કે માનવીઓનો ગણગણાટ શમી ગયો. બધા સામે હાથ જોડીને બેસી ગયા. ‘તમે આ બહાદુર હંસને જોયો ?' “જી હા, ખરો મર્દ !' સભા બોલી. ‘તમે બધા વર્તમાન સાંભળ્યા ?” હા જી !' ‘એ તમારા ધર્મ પર પ્રહાર છે, એમ તમે માનો છો ?' કેટલાકોએ હા કહી; કેટલાક મૌન રહ્યા. એક સ્ત્રીની અને તેમાંય એક સાધ્વી સ્ત્રીની રક્ષાનો આ પ્રશ્ન છે, એ સમજ્યા?” ‘હા જી !' ધર્મસત્તા પર રાજસત્તાની આ તરાપ છે. તમે આ વિશે કંઈ વિચાર કર્યો ?” આર્ય કાલકે આગળ પ્રશ્ન કર્યો, “ના જી.’ સભાના મોવડીએ જવાબ આપ્યો. કેમ ?” અમને હજી સમજ પડી નથી, કે સરસ્વતી સ્વેચ્છાએ ગયાં કે પરેચ્છાએ !! સભાના મોવડીએ કહ્યું. ઓ હીનભાગી હીનવીર્ય લોકો ! શું તમને સરસ્વતી વિશે શંકા છે ? એક પવિત્ર સાધ્વીના ચારિત્ર્ય માટે આશંકા છે ?' આર્ય કાલક ગરમ થઈ ગયા. હંસ વ્યાકુળ થઈને બોલ્યો. ‘આ બધા પારકાને હીણા કરી, મોટાઈ મેળવનાર નરપશુઓ છે. પોતાની કમજોરી છુપાવવા પારકાને કલંકિત કરતાં ન અરમાનારા આ તો કોક પક્ષીઓ છે ! શું પારેવી જેવી સાધ્વીના તડફડાટ તમે નહોતા જોયા ?” સ્ત્રીચરિત્ર દુર્બોધ છે.' એક જણાએ ધીરેથી કહ્યું : પણ આર્ય કાલકના ઘોર પડકારમાં એનો સ્વર ડૂબી ગયો. 202 | લોખંડી ખાખનાં ફૂલ કહ્યું. ‘સાચી વાત. લેખમાં મેખ કોણ મારી શકે ? અને જો નસીબમાં હેરાનગતિ ભોગવવી લખી હશે તો એને કોણ મિથ્યા કરી શકશે ?” બીજા સભાજને ટેકો આપ્યો. ‘રે મૂર્ખજનો ! નસીબની વાતને તમે શું હાથ-પગ જોડીને બેસી રહેવાની વાત સમજ્યા છો ?” ‘હાજી.’ એક ઉતાવળો સભાજન બોલ્યો. ‘તમને ઉપાડીને કોઈ કૂવામાં ઝીંકી દે, તો તમે શું કરો ? કર્મને યાદ કરો કે હાથ-પગને હલાવો ?” ‘એ વાત જુદી છે.” સભાજને શરમાતા શરમાતાં કહ્યું : “આ તો એક સાધુસાધ્વીનો પ્રશ્ન છે.’ “અરે ! એ પ્રશ્ન જ મોટો છો. જે ધર્મ પોતાના અનુયાયીઓની રક્ષા ન કરી શકે, એના નૈતિક-ધાર્મિક જીવનને સંરક્ષી ન શકે એ મુડદાલ ધર્મથી શું વળ્યું ? રે અભાગી જીવો ! આપણા ધર્માવતારોને યાદ કરો. જો ઘરમાં માથે હાથ મૂકી, નસીબના ભરોસે બેસી રહે કલ્યાણ થઈ જતું હોત તો એ બધા ભીષણ અરણ્યો, અનાર્ય લોકો ને રાની પશુઓ વચ્ચે જઈને ન વસત, દુ:ખો સહ્યાં તે સહન ન કરત.” હી હે ઈત્ત ! | 203 Page #113 -------------------------------------------------------------------------- ________________ 27 પૃથ્વીનો પ્રભુ ‘કર્મ અને પુરુષાર્થનો અમને સંબંધ સમજાવો. તત્ત્વની ચર્ચા વિશદતાથી કરો.” સભાજનોએ તત્ત્વજિજ્ઞાસા દાખવી. રે તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા ! કરવા-ધરવાનું કંઈ નહિ, અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારોને ભરડ્યા કરવાનું ! નસીબ અને પુરુષાર્થનો સંબંધ બીજ અને વડ જેવો છે. બીજ માંથી વડુ થાય છે, વડમાંથી બીજ પાકે છે. બોલો, રાજાની પાસે જઈને સાધ્વી સરસ્વતીને લઈ આવવાનું બીડું કોણ ઝડપે છે ?' સભાજનોમાં સોપો પડી ગયો : ન કોઈ બોલે કે ચાલે ! સહુ માંહ્યોમાંહ્ય ગણગણવા લાગ્યા કે આ તો આકરી કસોટીનું કામ ! આવી ઉપાધિ કોણ ઉછીની લે! જે પળ જાય છે, તે ભયંકર જાય છે. બોલો, તમે શું કરવા માગો છો ?' પણ કોઈ કશું જ ન બોલ્યું - જાણે બધાની વાચા હરાઈ ગઈ હતી. કાયાને કાચની કહેનારા આજ એની માયા કેમ કરી રહ્યા ? શું કાચની શીશી તૂટવાની નથી એમ માનો છો ? કે આતતાયી રાજાનો માત્ર એક જ હુંકાર તમારી કાયાની શીશીને તોડી નાખશે, એ કારણે ડરો છો ?” આર્ય કાલકે સ્પષ્ટ વાતો કરવા માંડી હતી, એ તરતમાં જ નિર્ણય લેવા માગતા હતા. એ વખતે સભામાંથી એક પ્રૌઢજન ઊભો થયો. એ સંઘનો આગેવાન હતો. એના ગળામાં નવલખો હાર હતો. કપાળ પર તિલક હતું. આંગળીઓ પર હીરાની મુદ્રિકાઓ દીપી રહી હતી. ‘જાઉં છું પ્રભુ ! એક ઉદર દરમાંથી નીકળી બિલાડીના ઘરમાં માથું મારવા જાય છે. હું તો પતંગિયું, પણ દીવાને ઠારવાની તમન્નાએ જાઉં છું.’ ‘કલ્યાણ હો તારું !' આર્ય કાલ કે આશીર્વાદ આપ્યા. ‘કલ્યાણ કે એ કલ્યાણ હવે જોવાનું રહ્યું નથી. આજ સુધી આ સમાજનો આગેવાન બની ફૂલહાર પહેર્યા છે. આજ એ ગળામાં તલવારનો ઘા પડે તોય ચિંતા નથી. આશીર્વાદ આપો કે સત્તાનો ભૂકંપ ભાળી હું ઢીલો પડી ન જાઉં !' ‘આશીર્વાદ છે મારા ! વીરધર્મના પૂજારી ! મારું અંતરબળ તારી સાથે છે.” મહાગુરુએ આશીર્વાદ આપ્યા. સંઘના આગેવાન કલ્યાણદાસે આગળ ડગ ભર્યા; એક પારેવું લોહી તરસ્યા બાજને સમજાવવા ચાલ્યું હોય તેમ સૌને લાગ્યું. કલ્યાણદાસ જોતજોતામાં ઉજ્જૈનીની વીથિકાઓમાં અદૃશ્ય થઈ ગયો. આર્ય કાલકના અંતરમાં ત્યારે અશાંતિનો સાગર તોફાને ચડ્યો હતો ! કલ્યાણદાસે રાજ પ્રાસાદ તરફ કદમ બઢાવ્યા. રાજાના પ્રાસાદો, જે પહેલાં વસ્તીની વચમાં રહેતાં, અને દેવમંદિરોની જેમ જેનાં દ્વાર ચોવીસે પ્રહર અખંડ રહેતાં, એ પ્રાસાદોએ હવે એકલવાયાપણું સ્વીકાર્યું હતું. પ્રજાએ જેમ જેમ રાજાઓને પૃથ્વીના પ્રભુ માની એની ભક્તિ આદરી, એની પૂજા શરૂ કરી, એની બધી જરૂરિયાતો પૂરી કરવા માંડી તેમ તેમ રાજાઓ પ્રજાને માથે ચઢતા ગયા હતા. પ્રજાના રક્ષક' તરીકેનું એમનું બિરુદ હાથીના બતાવવાના બહારના દાંત જેવું નકલી બની ગયું હતું, અને હાથીના ચાવવાના દાંતની જેમ એ પ્રજાના ભક્ષક’ બની ગયા હતા. રાજાઓએ પ્રજાના ઘરમાં પરિશ્રમનું જે ધન રહેતું, એ ત્યાંથી લાગ-ભાગને નામે ખેંચી લઈ, પ્રજાને સુખદુઃખે કામ આવે એ બહાને તિજોરીઓ ભરી હતી અને એ ધનબળથી રૂપને આશરો આપવા અંતઃપુર સજ્ય અને પ્રજાને ધક્કા મારવા સૈન્ય ખડાં ર્યો. પૃથ્વીનો પ્રભુ આમ સંસારનો પશુ બન્યો. એણે પોતાના મહેલો કિલ્લાથી સુરક્ષિત કર્યા. એ કિલ્લાઓ કાળાં કામોથી ખદબદી રહ્યા. ત્યાં ભય, ત્રાસ ને દંડનું એવું સામ્રાજ્ય પ્રસરી ગયું કે વન કેસરીની ત્રાડે વનનાં શિયાળો ધ્રુજી ઊઠે, એમ રાજાઓથી પ્રજા દબાઈ ગઈ. રાજાઓની સ્વતંત્રતા આખરે સ્વછંદમાં પરિણમી ! રાજાએ ખુશામતખોરોનું પોતાનું આગવું મંડળ ખડું કર્યું, એમને લક્ષ્મી આપીને પોતાના દાસ બનાવ્યા. કુશળ શિકારી નાનાં પંખીઓને પકડવા જેમ બાજ પંખીને પાળે અને એના હાથે નબળાં પંખીઓનો સંહાર કરાવે એવો ઘાટ રચાયો. આ બાજ પંખીઓ ચકલીના માળા ચૂંથવામાં જેટલા કુશળ, એટલી એમને આગળ વધવાની તકે ! 24 D લોખંડી ખાખનાં ફૂલ Page #114 -------------------------------------------------------------------------- ________________ ચકલી જેવી પ્રજાના અજંપાનો હવે કોઈ આરો નહોતો. શેહ અને ભય એમનાં કોમળ હૈયાંનો કાબૂ લઈ બેઠાં હતાં. કોઈક ચકલાં બળિયાં નીકળતાં, ને શૂરવીરતા દાખવવા મેદાને પડતાં, તો એ પંખીઓને કુશળ બાજ પંખીઓ પોતાનામાં સમાવી લેવાનો પ્રયત્ન કરતાં : એમને સત્તા આપતા, સન્માન આપતા અને એમનું મોટું બંધ કરી દેતાં. અને આમ માન-પાન પામેલાં ચકલાં પોતાના કુળમિત્રોને છોડી બાજના કુળમાં ભળી જતાં. એકાદ પંખી મક્કમ રહેતું કે નમતું ન તોળતું, તો બીજા બધા એકત્ર બની એને બેહાલ કરી મૂકતાં. પરિણામે શિકારી જેવો રાજા, બાજ પંખી જેવા અમલદારો અને ચકલાંના જેવી પ્રજા : આમ ત્રિવિધ સંસાર રચાયો હતો. ઉજ્જૈનીના સ્વામી દર્પણસને જ્યારે પોતાના શકરાબાજોને આજ્ઞા કરી કે, સરસ્વતીને ઉપાડી લાવવી ત્યારે બધા બાજ પોતાના નહોર પ્રસારીને ખડા થઈ ગયા : પણ એક બાજે એનો વિરોધ કર્યો-રાવણના ઘરમાં પણ વિભીષણ હોય છે. પૃથ્વી વંધ્યા નથી. પણ એવા એ અમાત્ય શકદેવ તરફ રાજાની આંખ ફરી ગઈ. ‘તમે જાણો છો, કે સરસ્વતીને મારી તરફ ચાહે છે. એને એના નાદાન ભાઈએ બળજબરીથી સાધુતાની કેદમાં નાખી છે. એ કેદમાંથી મુક્ત કરવા આ પ્રયત્ન છે.' દર્પણસેને કહ્યું. મહારાજ ! એનું કોઈ પ્રમાણ અમારી પાસે નથી, વળી રાજાને ઘણી વિલાસવતીઓ ચાહતી હોય છે અને કદાચ તેમ હોય તો આપે આપના ઉમદા ચારિત્ર્ય દ્વારા એના વિકારને બાળી નાખવા ઘટે. રાજા પિતાવત્ છે.' શકદેવે કહ્યું. એના શબ્દોમાં ભયની કાંકરી પણ નહોતી. | ‘રે દેવ ! પારકા માટે પગ પર કુહાડો કાં લો ?' બીજાં બાજ પંખીઓએ શકદેવને સમજાવ્યા : ‘રોજ ન જાણે કેટલીય ચકલીઓ હણાય છે, એમાં આ એક એ હિમાયતી હતો. ‘સાધ્વીના શીલ પર હાથ એ ધર્મ અને સમાજની પ્રતિષ્ઠા પર હાથ ઉગામવા બરાબર છે. વળી આર્ય કાલકની એ બહેન છે. કાલ ક થત્રિય છે. ક્ષત્રિય સ્ત્રીરક્ષા માટે પ્રાણ આપતાંય અચકાતો નથી.’ શકદેવે ચેતવણી આપી. એ ત્રિય છે, તો હું કંઈ અક્ષત્રિય નથી.' રાજાએ ગર્વથી કહ્યું. ‘મહારાજ ! વિનંતી કરું છું. રામ અને રાવણનું નાટક ઉર્જનીની ધરતી પર ફરી ન રચાવો. સાધ્વી સરસ્વતીમાં આપ શા માટે જીવ ઘાલો છો ? અનેક ભ્રષ્ટ સરસ્વતીઓ અનેકગણાં રૂપ-રસ સાથે આપની પાસે મોજૂદ છે.' ‘રે મૂર્ખ શકદેવ ! સ્ત્રીસૌંદર્યમાં તું શું સમજે ? દરેક ફૂલ એકબીજાથી ભિન્ન છે. દરેકની પાસે પોતપોતાની આગવી સુવાસ હોય છે.” દર્પણસેન નિર્લજ્જ બન્યો. ‘દરે ક સુવાસને સુંઘવાની ચાહના રાખવી, હિતકર નથી, રાજન્ !' ‘એ શિખામણ તારે મને આપવાની જરૂર નથી.' રાજા દર્પણસેન પોતાના સ્વભાવ પર આવ્યો. ‘રાજ સેવકો ! ઝટ જાઓ, એ મનોહારિણી સેનાને મારી પાસે લઈ આવો.” ‘કળ અને બળ બંને વાપરીએ ને ?' સેવકોએ પૂછયું. ‘હા. સ્ત્રીને તો સામ, દામ, દંડ અને ભેદથી સમજાવવી ઘટે. સ્ત્રીચરિત્ર અજબ છે. સ્ત્રીનું રુદન હાસ્યમાં પલટાતાં વાર લાગતી નથી. ચંચળ મનની નારીને રડતીવિલાપ કરતી જોઈને ઢીલા ન થશો.' ‘પિયરથી પહેલી વાર સાસરે જતી સુંદરીનાં રુદન જોયાં છે અમે, પ્રભુ !' મંત્રી દુષ્ટદમને કહ્યું : “ એક વાર આપણને એમ થાય કે આ સ્ત્રીની રક્ષા કરીએ, એને એના ઘેર પાછી મૂકી આવીએ, અને સાસરેથી તેડવા આવનારને કારાગારમાં પૂરી દઈએ : પણ ખરેખર એમ કરી બેસીએ તો કેટલા હાસ્યાસ્પદ ઠરીએ ?' | ‘શાબાશ દુષ્ટદમન ! તને આજથી મહામંત્રી બનાવું છું.' રાજા દર્પાસેને કહ્યું : ‘માનવસ્વભાવના આવા વિશ્લેષણ વિના પ્રજાની સેવા અશક્ય છે.' મહારાજ ! હજી વિચારો. સર્પના દરમાં હાથ ન નાખો. એક સ્ત્રી અને તેય સાધ્વી સ્ત્રીના અપમાનને કોઈ ધર્મ સાંખી નહિ રહે. રાજ મોટું છે, પણ ધર્મની સત્તા સહુથી મોટી છે. એને સૈન્યની જરૂર નથી, શસ્ત્રની જરૂર નથી, એ સ્વયં શિક્ષા કરે છે.’ શકદેવે ફરી રાજાને વીનવ્યો. હું પણ હવે તને સાંખી શકીશ નહિ. જાણું છું કે તેં પ્રજાને આજ સુધી જાળવી છે, પણ એથી એ કે રાજવીનું અપમાન તું કરી શકતો નથી.’ | ‘રે પાપના ભેરુઓ ! રાજા કર્મ કરવામાં ભૂલ કરતો હોય તો આપણે એની ભૂલ સુધારવી, એ આપણો કર્મચારી તરીકેનો ધર્મ. રાજા આપણી ખબર રાખે, રાજાની ખબર આપણે રાખીએ. પરસ્પર આ ધર્મ એ કબીજાએ પાળવા ઘટે. વળી તમે તો જાણો છો કે સરસ્વતી એક સાધ્વી છે. ધર્મની એને છત્રછાયા છે. એ કદાચ ઇચ્છતી હોય તોપણ આપણાથી એને સ્પર્શ કરી ન શકાય.’ ‘તેથી શું થયું ?” રાજા દર્પણતેને વચ્ચે કહ્યું. એ અત્યાર સુધી ચૂપ હતો. અમલદારને અમલદાર સાથે અથડાવી રહ્યો હતો. કાંટાથી કાંટો કાઢવાની નીતિનો 206 D લોખંડી ખાખનાં ફૂલ પૃથ્વીનો પ્રભુ 207 Page #115 -------------------------------------------------------------------------- ________________ ‘મહારાજ ! ભૂલ ન કરો. સમજી જાઓ. આપ વિચાર બદલો, કાં મારું પદ લઈ લો. આગ ગમે તેવી નિર્બળ હોય, પણ એમાં હાથ નાખીએ તો દાઝીએ જ.' “કૂકડો હશે તો જ વહાણું વાશે, એમ હું માનતો નથી. સિપાઈઓ ! શકદેવને ઝરૂખામાંથી નીચે નાખી દો. એવા દ્રોહીને સજા કરવા માટે પણ હું મારો હાથ તેને અડકાડવા તૈયાર નથી. ઝરૂખામાંથી નીચે પટકાયેલા અને હાથ, પગ ને મસ્તકથી ચૂરચૂર થયેલા અને આ મહેલના છઠ્ઠા ભૃગૃહમાં પૂરી રાખજો. અવસર આવ્યે એનો ન્યાય તોળીશું.’ શકદેવ આ સાંભળીને ન ડર્યો, ન ભાગ્યો. રાજસેવકો ઝનૂનપૂર્વક આગળ વધ્યા. એ આત્માને વેચી બેઠેલા નરદેહ હતા. ગઈકાલે જેની આશા પોતે ઉઠાવતા હતા, એ મહામંત્રીને તેઓએ ઝાલ્યા, ઊંચા કર્યા ને ઝરૂખામાંથી નીચે ફેંકી દીધા. થોડી વારમાં બીજા સેવકો ઝરૂખા નીચેથી નીકળી આવ્યા. તેઓ ઇશારો થતાં શકદેવને ત્યાંથી ગાંસડીની જેમ ઉપાડી અદશ્ય થઈ ગયા. જાઓ ! મારી આજ્ઞાનો તરત અમલ કરો.' રાજા દર્પણર્સને પોતાના અંગરક્ષકોને કહ્યું : અને દુષ્ટદમન તરફ જોતાં એ બોલ્યો : ‘જાઓ, પ્રજામાં સત્વર ડિંડિમિકા ઘોષ કરો કે શકદેવ ગાંધારમાં ઘોડા ખરીદવા ગયા છે, ને તેઓ પાછા ન વળે ત્યાં સુધી દુષ્ટદમન મહામંત્રી તરીકે કામ કરશે.' થોડા વખતમાં જ એ કબૂતરી શી સરસ્વતીને રાજસેવકો ઉપાડીને લઈ આવ્યા! રાજા દર્પણસેને ઝરૂખામાંથી નીચે નજર કરતાં ખોંખારો ખાધો. સરસ્વતીએ નજર ઊંચે કરી, ને પછી ઘૃણાથી મોં ફેરવી લીધું. ‘વાહ વિધાતાએ પણ સુંદરીઓને કેવી અજબ સર્જી છે ! હરેક અવસ્થામાં એનું સૌંદર્ય મધુ ચાખવા જેવું આહ્લાદક હોય છે.” સરસ્વતીએ ઊંચે ન જોયું, ઉત્તર પણ ન આપ્યો. એ મનમાં કંઈક બોલી રહી. ‘લઈ જાઓ એને દ્વિતીય ભૂગૃહમાં !' રાજા દર્પણસેને હુકમ કર્યો. રાજસેવકો સરસ્વતીને ત્યાંથી લઈ ચાલ્યા. ‘મહારાજ !શહેરમાં પૂરતો બંદોબસ્ત કરાવું કે ? કદાચ કાલક લોકોને ઉશ્કેરી મૂકે.’ નવા મહામંત્રી દુષ્ટદમને કહ્યું. ‘કાલકની તોછડાઈ અને ચોખલિયાપણાથી આખું નગર એનાથી વિરુદ્ધ છે. મેં પણ પાણી પહેલાં પાળ બાંધી છે. લોકો પાસેથી જ સરસ્વતીના અપહરણની મંજૂરી મેળવી છે.’ મહારાજ ! પ્રજા પર ભરોસો નહિ. એ બે બાજુની ઢોલકી વગાડનાર છે.' મંત્રીએ કહ્યું. 208 – લોખંડી ખાખનાં ફૂલ ‘ચિંતા નહિ, મારું નામ બીજું તો જાણો છો ને, મહામંત્રી ?' ‘હા, આપનું બીજું નામ રાજા ગર્દભિલ્લ ! ગર્દભી નાવિદ્યાના સાધક અને ધારક.’ ‘આખા નગર સામે એકલો બાકરી બાંધી શકું તેમ છું. તમારા કોઈના જોર પર કૂદનારો હું કંગાળ રાજવી નથી હોં !' દર્પણસેને ખુમારીપૂર્વક કહ્યું. એ વાણીમાં નવા બનેલા મહામંત્રીનું હડહડતું અપમાન હતું. પણ સંસારમાં સુવર્ણ અને સત્તાના ગુલામો માનાપમાનને કદી લેખતા જ નથી. “અમે જાણીએ છીએ. એક તરફ, આખી સેના અને એક તરફ આપ એકલા-બરાબર છો.’સેનાપતિએ પણ તક જોઈને પ્રશંસા કરી લીધી. રાજના કૃપાપ્રસાદમાં એ પાછળ ન રહી જાય, એની ચિંતામાં એ હતો. ‘સાધ્વી પરત્વે વિધિનું લગ્નબંધન જરૂરી હોય તેમ મારું માનવું નથી : બાકી દાંપત્ય-મંત્રોચ્ચારની જરૂર હોય તો સેવક હાજર છે.' રાજપુરોહિત પણ પોતે પાછળ ન પડી જાય એની ચિંતામાં જ હતા. એમણે પોતાની વફાદારી આ રીતે પ્રગટ કરી દીધી. સહુ શાહી મહેરબાનીનાં વાદળો પોતાના આંગણામાં વરસાવવાની ઝંખનામાં હતા, એટલે ભક્તિની ભરતી બતાવવા ભરચક કોશિશ કરતા હતા. મંત્ર તો ગર્દભી વિદ્યાનો મંત્ર, એની પાસે બાકી બધા મંત્રો થૂંક ઉડાડવા બરાબર છે. હું મહાગુરુ મહામઘનો કૃપાપાત્ર, સિદ્ધકુટીનો શિષ્ય છું. મને શું સામાન્ય માણસના જેવાં વિધિ-વિધાનો શોભે ખરાં ? પુરોહિતજી ! શું રાજા પણ જે સ્ત્રી એનાં દિલમાં તોફાન જગાવી ગઈ હોય, એની સાથે પ્રેમોપચાર લગ્નમંત્રો દ્વારા જ કરી શકે ?' દર્પણર્સને મોજમાં આવીને પ્રશ્ન કર્યો. ‘જી ના. રાજાને તો વિવાહિતા, અવિવાહિતા ને વારવનિતા ત્રણ પ્રકારની સુંદરીઓ મેળવવાનો જન્મસિદ્ધ હક છે. સાગરને અનેક તરંગો હોય, પણ દરેક તરંગને સાગર સાથે બાંધી ન શકાય.' પુરોહિતે શાસ્ત્રજ્ઞાન પ્રગટ કર્યું. આમ સત્તા અને સુવર્ણ એકચક્ર પ્રભાવ પાડી રહ્યાં. ત્યાં નીચેથી અવાજ આવ્યો : *ઓ બાપુ ! હું સેવક કલ્યાણદાસ આવ્યો છું.' ‘આવો મહાજન ! દર્પણસેનનાં દ્વાર અભંગ છે.’ રાજા દર્પણર્સને કહ્યું. એના મનમાં એમ હતું કે આ મહાજન પણ પોતાની વફાદારી પ્રગટ કરી, લાભેલોભે પૂંછડી પટપટાવવા આવ્યો હશે ! ‘બાપુ ! હું મહાજન, રાજરાજેશ્વરને પણ કડવામીઠા બે શબ્દ કહેવાનો અમને વંશપરંપરાનો હક છે.' ‘શું અત્યારે એ હક અદા કરવા આવ્યા છો, કલ્યાણદાસ ?’ પૃથ્વીનો પ્રભુ D 209 Page #116 -------------------------------------------------------------------------- ________________ “હા બાપુ ! રાજાનું કલ્યાણ, પ્રજાનું કલ્યાણ એ મહાજનનો જીવનધર્મ છે.” કલ્યાણદાસે કહ્યું, રાજાના કલ્યાણની ચિંતા ન કરશો, મહાજન ! મારી ચિંતા હું પોતે કરવા સમર્થ છું.” રાજાએ ગર્વભય વચન કહ્યાં. કલ્યાણદાસને એ ન રુચ્ય, છતાં એ સમાધાનમાં માનનારો જીવ હતો. એણે કહ્યું : “સ્વામી ! જે ભૂમિમાં રહીને તપસ્વીઓ તપ કરે, એ તપના પુણ્યનો છઠ્ઠો ભાગ રાજાને મળે.' | ‘પુણ્ય કમાવાની ચિતા મને નથી. સમર્થન દોષ સ્પર્શતા નથી. અગ્નિને આભડછેટ હોતી નથી. હા, આગળ વદો, મહાજન ! તમારે શું કહેવું છે ?” રાજા હસ્યો. રાજાના નિષ્ફર હાસ્યથી કલ્યાણદાસનું હૃદય વીંધાઈ ગયું, પણ એ શાણો વણિક હતો. ઝટ તોડી નાખવામાં માનતો નહોતો. | ‘તપ એ જ જેનું ધન છે એવી તપસ્વિની સરસ્વતીને આપના સેવકો ઉપાડી લાવ્યા છે એમ મેં સાંભળ્યું છે. તે સાચું છે એવી ખાતરી અનેક નજરે જોનાર માણસોએ આપી છે.' ‘હું પણ એને ટેકો આપું છું.' રાજાએ કહ્યું. *આપની આજ્ઞાથી આ કાર્ય થયું છે ?' કલ્યાણદાસે પૂછ્યું. “અવશ્ય, મારી આજ્ઞા બહાર અહીં એક ચકલું પણ ચીં કરી શકતું નથી.’ રાજા દર્પણસને ગર્વપૂર્વક કહ્યું. મહારાજ ! તો એ અયોગ્ય થયું છે.' જરા પણ નહિ, આ કોઈ વિવાહિતા સ્ત્રી નથી: આ તો કુવારી યુવતી છે. ક્ષત્રિયોને માટે સ્ત્રી અને રન હરીને લાવવાં ધર્મ છે. રાજાને ગમી તે રાણી, પછી ગમે ત્યાંથી આણી.’ ‘મહારાજ ! આ તો સાધ્વી સ્ત્રી છે.' ‘માત્ર વાઘા બદલવાથી માનવી બદલાય, એવું હું માનતો નથી. સ્ત્રી અને રત્ન તો ઉકરડેથી પણ લાવી શકાય.' દર્પણસેન સર્વ કલા-સર્વવિદ્યા વિશારદ હતો. વાદમાં, દલીલમાં એ પાછો પડે તેમ નહોતો. | ‘મહારાજ ! આ તો સાપના માથાનો મણિ છે.’ કલ્યાણદાસે જરા ડર બતાવવા માંડ્યો. ‘કેવી રીતે સાપનું ડાચું તોડી નાખવું અને મણિ કેવી રીતે ઝડપી લેવો, એ ‘પણ એમ કરતાં સાપ દેશ દઈ જાય તો એનું ઝેર મારતાં આવડે છે ?” કલ્યાણદાસે કહ્યું. ‘સિદ્ધકુટીનો શિષ્ય છું. મને વાર નહિ લાગે.' મહારાજ ! ઘણીવાર સાપને કચડી શકાય છે, પણ ઝેરને નિવારી શકાતું નથી.’ કલ્યાણદાસ દલીલમાં ઊતર્યો. - ‘દર્પણસેનને એની ચિંતા નથી. હું નામર્દ નથી, જા. વચન આપું છું, સાપના માથેથી મણિ ખેંચી લઈશ અને સાપને જીવતો છોડી દઈશ. જોઉં છું એ એનો કાતિલ દંશ મને કેવી રીતે મારી શકે છે !' દર્પણસેને કહ્યું. ‘મહારાજ ! ઘણા ગારુડી આવા મિથ્યાભિમાનમાં થાપ ખાઈ જતા હોય છે. ઝેરનાં પારખાં છોડી દો, મહી બલી !' કલ્યાણદાસે ગળગળે સાદે કહ્યું, અને ઉમેર્યું: આપણે એક નાવમાં બેઠા છીએ. રાજાનું અકલ્યાણ એ પ્રજાનું અકલ્યાણ છે.’ ‘મહાજન ! મને ગાળો દેવા આવ્યા છો ? જાઓ, જાહેર કરો કે એક ક્ષત્રિયકન્યાનો મેં ભિખારીઓના ટોળામાંથી ઉદ્ધાર કર્યો છે અને એને રાણીપદે સ્થાપી છે. જેની તાકાત હોય તે અજમાવી લે.' રાજાએ આખરે પોત પ્રકાશ્ય. ‘રાજન્ ! ધર્મ સાથે ચેડાં ન કરો !' ‘ધર્મ તો માત્ર મુડદા જેવો છે અને તમે બધા તો આત્માની વાતો કરો છો ને ? એના આત્માને અણસ્પર્ધો રાખીશ, મારે તો માત્ર દેહનું કામ છે.' ‘રાજનું ! તમારા જેવા મહાન રાજ વીને મોંએ આ અપશબ્દો ? જેને મચ્છરસમ લેખી મસળી નાખવાની તાકાત રાખો છો, એ જ મચ્છર કોઈ વાર કાનમાં પ્રવેશ કરી જાય તો બહાર કાઢવો મુશ્કેલ છે. સંતોનો પુણ્યપ્રકોપ ભારે હોય છે.’ કલ્યાણદાસ હજી રાજાને સમજાવવા માંગતો હતો. એ મહામંત્રી, સેનાપતિ અને પુરોહિતની પાસેથી પણ પોતાની મદદમાં બે શબ્દ કહેવરાવવાની અપેક્ષામાં હતો, પણ એ બધા તો ત્યાં પથ્થરનાં પૂતળાંની જેમ સાવ મૌન ખડા હતા ! એમની તરફ જોઈ કલ્યાણદાસ બોલ્યો, ‘રાણી, મંત્રી, પુરોહિત, સેનાપતિ અને મહાજન : સારા રાજમાં આ પાંચ સારાં હોય છે, એકમેકનાં પૂરક હોય છે. શું આજે આપણે બધાં માત્ર પાપનાં જ પૂરક હરીશું ? રાજાને પૃથ્વીનો દેવ નહિ પણ પૃથ્વીનો પશુ બનતો જોઈ રહીશું ?” કલ્યાણદાસના અંતરનો પ્રકોપ ફાટ્યો હતો, એણે ક્રોધમાં કઠોર શબ્દો બોલી નાખ્યા. ‘રે ! રાજાજીનું આવું ઘોર અપમાન ?’ સેનાપતિએ આગળ વધીને તલવાર કાઢી. મને બરાબર આવડે છે. તે લોખંડી ખાખનાં ફૂલ ‘ખામોશ સેનાપતિ ?” રાજાએ વચ્ચે પડતાં કહ્યું : નિર્બળ માણસ જલદી ગુસ્સે પૃથ્વીનો પ્રભુ 211 Page #117 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય. કલ્યાણદાસને કચડી નાખવો એ માંકડીને મારવા કરતાંય સહેલું કામ છે : પણ તો બહાર શું ખબર પડે ? એને જીવતો જવા દો અને એના પોતાના મુખે જ બધે જાહેર કરવા દો કે મણિ ચોરાઈ ગયો છે. લેનારનો પત્તો મળ્યો છે. ભલે બધા સર્પરાજો ફુલ્કાર કરતા ઊતરી પડે મેદાને ! અમે એમનાં ડોકાં મરડી નાખવા સજ્જ ખેડા છીએ !” “મારો ધક્કો એને !' મહામંત્રીએ હુકમ કર્યો. સૈનિકો કે જેઓની શક્તિઓનો સત્તાધીશોએ હંમેશાં દુરુપયોગ કર્યો છે, તેઓ જડ રીતે આગળ વધ્યા; અને એમણે કલ્યાણદાસને ગળેથી પકડ્યો ! પણ રંગ તારી જનેતાને, કલ્યાણદાસ ! એણે પડકાર કરી રાજાએ કહ્યું : ‘રાજન્ ! વિનાશકાળને નોતરતી વિપરીત બુદ્ધિ ન દાખવો ! જરા સમજો ! સમજો!” ‘રે ઉંદરડા !” દર્પણસેને કહ્યું : ‘તારા ઉંદરોના સમાજમાં ઝટ પહોંચી શકે, માટે મારો ઘોડો આપું છું. તારી ઉંદર સભાને ખબર આપ. જે મરદનો બચ્ચો બિલાડીની ડોકે ઘંટ બાંધવાની હામ રાખતો હોય એને અહીં મોકલ !! 28 હાડકાંનો માળો કલ્યાણદાસ રાજમહેલના દ્વારેથી પાછો વળ્યો. રાજા દર્પણસેનના ગર્વિષ્ઠ શબ્દો એના કાનમાં ભયંકર પડઘો પાડી રહ્યા હતા : ‘બિલાડીની ડોકે ઘંટ બાંધવો કોણ જશે ?” ખરેખર ! ઉજ્જૈનીના વિલાસી જીવનમાં આજ સત્યને ખાતર સર્વસ્વ અર્પણ કરવાનું શહૂર નહોતું રહ્યું, એક સુંદર સ્ત્રીના અપહરણની કોઈને પડી નહોતી. એક સાધ્વીની પવિત્રતાનું કેટલું મૂલ્ય હોઈ શકે એની કોઈને તમા નહોતી. દુઃશીલા સ્ત્રીઓ તરફ તેઓનો ચાહ વધુ હતો. ધર્મવેત્તાઓએ, આચાર્યોએ આ સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે તેમના અંતરમાં રાજા પ્રત્યે પ્રકોપ તો જાગ્યો, પણ એ પ્રકોપ દૂધના ઊભરાની જેમ રાજાનો. કૃપાપ્રસાદ યાદ આવતાં તરત જ શમી ગયો. ઊલટું તેઓએ સમાધાન કર્યું કે આચાર્ય કાલકને આટલા ફટકાની જરૂર હતી. એ દરેક સ્થળે બહુ માથું મારતા હતા, દરેકના ધર્મમાં દખલ કરતા હતા, પોતાને સાચા. પોતાને ધર્મી લેખવતા હતા. આમ કરનારને કંઈક તો શિક્ષા થવી ઘટે. અરે ! અગમ્ય શાસ્ત્રપુરાણોની વાતોમાં એ જુવાનિયો શું સમજે ? સમાજનીતિની રક્ષા કરનાર કેટલાક ધુરંધરો અવશ્ય ઉજ્જૈનીમાં હતા, એમને રાજ તરફથી પોષણ મળતું. તેઓએ જોયું કે આવી વાત માટે રાજાની સામે થવામાં એક દેડકા ખાતર સાપ સાથે વેર કરવા જેવું છે. દેડકું બચે કે ન બચે, એમાં પોતાને લાભ નહોતો : અને સાપને છંછેડવાથી નુકસાન તો અવશ્ય હતું જ, એટલે અંગત લાભાલાભની ગણતરીથી તેઓએ આંખ આડા કાન કર્યા. એ તો ચાલ્યા કરે ! રાજા કો નહિ દોષ, ભાઈ ! મગ ભેગા કોરડું પણ ક્યારેક દળાઈ જાય. એનું નામ જ દુનિયા ! 212 | લોખંડી ખાખનાં ફૂલ Page #118 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વીર સરદારોએ આ કૃત્ય સામે નાપસંદગી દાખવી, પણ કુશળ રાજસેવકોએ વાત વહેતી મૂકી કે સાધ્વી સરસ્વતી રાજા દર્પણને પરણવા ઇચ્છતાં હતાં. આચાર્ય કાલકે તેજોદ્વેષથી એને જબરદસ્તી સાધ્વી બનાવી એના પ્રેમને નિરર્થક કર્યો હતો. આજે રાજવીએ એનું હરણ કરીને કાલકના દુરાગ્રહને નિષ્ફળ કર્યો છે ને એક પ્રેમરાગભરી અબળાનો ઉદ્ધાર કર્યો છે. શૌર્ય, શાણપણ ને ધર્મ - ત્રણેના હામીઓએ આ કૃત્ય સામે ચુપકીદી સેવી. કેટલીક આર્ય ગૃહિણીઓએ રાજાના આ દુર્વર્તન સામે પોકાર પાડ્યો. કહ્યું, ‘રે ! ડોસી મર્યાનો વાંધો નથી, પણ આ તો જમ ઘર જોઈ જાય છે !' | ધણીઓએ કહ્યું : ‘તમારી તરફ કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. વળી આ ક્યાં ઉજ્જૈની હતી ? ક્યાં આપણી સગી-વહાલી હતી ? રાજાને ગમી એ રાણી. વળી એ કુંવારી હતી અને નાસ્તિક ધર્મ પાળનારી હતી.' કલ્યાણદાસ ઊભી બજારે આવી જ ઉપેક્ષાવૃત્તિ જોતો આવ્યો. ક્યાંય એને સત્યની આગ કે સિદ્ધાંત ખાતર સમર્પણ જોવા ન મળ્યો ! એ ધર્મસભામાં પહોંચ્યો ત્યારે આખી સભા એની ઇંતેજારીમાં હતી. પ્રવેશ કરતાંની સાથે આચાર્ય પ્રશ્ન કર્યો : ‘કલ્યાણદાસ ! કલ્યાણ કે અકલ્યાણ ?' ‘ગુરુદેવ ! એ કલ્યાણ.' ‘વારુ, તે આ વાતની નગરના અગ્રગણ્ય જનોને જાણ કરી ?” ‘ગુરુદેવ ! બધે અંધારું છે. બધાં દ્વાર બંધ છે. કોઈ સત્તા સામે માથું ઊંચકવા તૈયાર નથી.' કલ્યાણદાસે હૃદયના અંગાર પ્રગટ કર્યા. ઓહ ! શીલ, પ્રજ્ઞા અને ધર્મની રક્ષાની કોઈને કંઈ જ પડી નથી ? ધર્મ પર તો ધરણી ટકી છે.' આર્ય કાલકના શબ્દોમાં ધીરે ધીરે આગ પેટાતી હતી. ‘ના.’ કલ્યાણદાસે કહ્યું, ‘સ અપની અપની સમાલીઓમાં મગ્ન છે. ધરણીની કોઈને પડી નથી. ‘રે ! સભાજનો ! તમે સાંભળો છો ને ? આ નગરમાં તો મોટા ભાગે સત્તાની પાસે પૂંછડી પટપટાવનારા શ્વાન જેવા લોકો જ વસી રહ્યા છે !' સંભામાંથી કેટલાક નગરજનો બોલી ઊઠડ્યા : ‘ગુરુદેવ ! અમારું અપમાન થાય છે. અમારા ભારતપ્રસિદ્ધ નાગરિકત્વને આપ હીણું બતાવો છો.’ ‘શું હીણું બતાવું છું ? તમે પોતે જ તમારી જાતનું અપમાન કરી રહ્યા છો. આજ કોઈની બહેન-દીકરી છે; કાલે તમારી બહેન-દીકરીનો વારો નહીં આવે ? જે અન્યાય સહેશે, એ અન્યાય પામશે.’ ‘અમારો પુણ્ય-પ્રકોપ તો જ બૂર છે ! પણ ગુરુદેવ ! અમે સાધુ નથી, અમારે ઘરબાર છે અને આપને ખબર છે જ કે સત્તા પાસે શાણપણ નકામું છે !' | ‘શાણપણને સત્તાની સામે ખડું કરે એનું નામ જ સાચી પ્રજા, કોઈ નિર્બળ માણસ સામાન્ય નીતિનો ભંગ કરે તો તમે એનો જીવ લઈ લો છો : અને જ્યારે સબળ એ જ દુરાચરણ આદરે છે ત્યારે આંખ આડા કાન કરે છે. બંને રીતે તમે અધર્મ આચરો છો.’ ‘કેવી રીતે ?સભાજનોએ પ્રશ્ન કર્યો. ‘નિર્બળ, જે તમારી સહાનુભૂતિના અધિકારી છે, તેમનો તમે તિરસ્કાર કરો છો; અને સબળ, જેના મંદ પર તમારા નાગરિકત્વના શાસનની જરૂર છે, એની તમે પીઠ થાબડો છે !' નગરજનો શાંત રહ્યા. એમના અંતરમાં ધર્મરનેહ તો હતો, પણ એનાં કરતાં સત્તાભય વિશેષ હતો. એ પણ અંતરમાં તો રાજાના કાર્યને નિંદતા હતા, પણ ભયના કારણે તેઓ ચૂપ હતા. ‘આવાં કાર્યોમાં અમે તટસ્થ રહેવા માગીએ છીએ.' ઉર્જ નીના સંઘે પોતાનો નિરધાર પ્રગટ કર્યો : ‘આ ભૂમિનાં મંદિરો, આ દહેરાંઓ, આ ઉપાશ્રયો, આ સાધુસાધ્વીઓ, આ સહધર્મી બંધુઓ – એ બધાંની રક્ષા એ પણ અમારી ફરજ છે : અને તેથી સ્થાનિક સત્તા સાથે બગાડવું, કોઈ રીતે કોઈના પણ હિતમાં નથી.’ ઓહ ! એક નિર્જીવ મંદિરની મહત્તા તમારે મન એક જીવંત ધર્મના પ્રતીક સમી સાધ્વીના શીલથી ઓછી છે ? મંદિર એટલે પથ્થરોનો સમૂહ. એ પથ્થરોનો તમને મોહ થયો ? એ પથ્થરો આડાઅવળા થશે તો ફરી ગોઠવી શકાશે, એમાં વસતા પ્રાણની ચિંતા કરો, એ પ્રાણ ગયેલો પાછો નહિ આવે.’ આર્ય કાલકે બોલ્યા, ને વળી થોભ્યા. એમણે એક ઊડતી નજર આખી સભા પર નાખી. કલ્યાણદાસ હજી એક તરફ ઊભો હતો, એનો સંદેશો અધૂરો હતો. સભામાં જુદા જુદા ગરમ પ્રવાહો વહેતા થયા હતા, પણ દૂધમાં ઊભરો આવે એટલીય ઉષણતા કોઈમાં વ્યાપી નહોતી. કોઈમાં કદાચિત્ સહેજ ગરમી આવતી, તો વિરોધથી થનારા નફા-નુકસાનના આંકડા તેને ઠારી દેતા. આચાર્ય આગળ બોલ્યા : “ઓહ ! હું અહીં મારી સામે શ્રી. સંઘને બેઠેલો જોતો નથી – એવો સંઘ કે જેની પાસે મોટા ચક્રવર્તીઓને પણ મસ્તક નમાવવું પડે ! હું જોઈ રહ્યો છું કે, આજે સ્થળ લાભાલાભનો જ હિસાબ ગણનાર વૈશ્યોને ત્યાં સર્વસ્વ ત્યાગનો ધર્મ ગીરો મુકાઈ ગયો છે. હું તમને ફરી પૂછું છું કે આવા દુષ્ટ અને દુરાચારી રાજાની સાન ઠેકાણે લાવવાની તાકાત તમારામાં છે ખરી ?” હાડકાંનો માળો n 215 214 3 લોખંડી ખાખનાં ફૂલ Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘મહામુનિ ! વચન પર, મન પર સંયમ રાખો ! સંયમ એ સાધુનું લક્ષણ છે.” સંઘે કોપમૂર્તિ થતા જતા આર્ય કાલકને વારવાનો પ્રયત્ન કર્યો. ‘રે વૈશ્યો ! જ્યારે અત્યાચારીને પડકારવાનો હોય, ત્યારે એની ખુશામત કરવી, એ સંયમ ગણાતો હોય, તો એને હું તિરસ્કારું છું. ગાયને કસાઈના હાથે કપાતી જોઈ તમે શાંતિ રાખવાનું કહો, સ્ત્રીને જુલમીના હાથે નષ્ટ-ભ્રષ્ટ થતી જોઈને તમે ખામોશી રાખી રહો, તો હું તમને માણસ નહિ, હેવાન જ કહું. તો પછી કીટપતંગના અને તમારા જીવન વચ્ચે કશો ફેર નથી.' આચાર્ય કાલ કના શબ્દોમાં વડવાનળની આગ ઝગી હતી. સાધુ છો. તમારે આગળ ઉલાળ નથી. પાછળ ધરાળ નથી. જાઓ તમે પોતે જાઓ. ઉપદેશ દઈને સુધારવાનો સાધુધર્મ તમારો છે. રાજાને પ્રતિબોધ આપો, એને સમજાવો, પછી ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે. બોલવું તો બહુ સહેલું છે; પણ કંઈ કરી દેખાડો તો તમને ખરા ગણીએ.' સભાજનો ઊકળી ઊઠ્યા. તેઓએ આમન્યા તોડી. ‘તમારી વાત સાચી છે. તમે જ્યારે ઘેટાનાં ચામડાં ઓઢીને ઊભા રહેશો, ત્યારે છેવટે મારે જ વાઘ બનવું પડશે. ઇચ્છા તો એવી હતી કે શુળીનો ઘા સોયથી પતી જાય, પણ તમે એવા સુંવાળા બન્યા છો, કે સોયની અણીથી પણ ડરો છો ! જુઓ ત્યારે હવે હું તૈયાર થાઉં છું. કાર્ય સાધયામિ વા દેહ પાતયામિ.' આચાર્ય એકદમ ઊભા થઈ ગયા. ધજાદંડ જેવો એમનો દેહ ટટ્ટાર થઈ ગયો. ‘ગુરુદેવ ! રાજાએ પડકારીને કહ્યું છે કે ઓ ઉદરડાઓ ! જોઉં છું કે કયો માડીજાયો બિલાડીની ડોકે ઘંટ બાંધવા આવે છે !' કલ્યાણદાસે કહ્યું. આચાર્ય બોલ્યા : “ કલ્યાણદાસ ! દારૂ પીધેલો મસ્તન ઉંદરડો, અન્ય ઉંદરડાઓની કમજોરીથી પોતાને બિલાડો સમજી બેઠો હોય છે ! કંઈ ચિંતા નહિ, હું પોતે જ હવે રાજદ્વાર પર જાઉં છું.” ‘જવું હોય તો જાઓ, ન જવું હોય તો ન જાઓ, કરવું હોય તે કરો, પણ અમને વચ્ચે ન નાખો. અમારું નામ ન લેશો. સાધુબાવા છો. તમે કાલ ચાલ્યા જ શો, અમારે અહીં રહેવાનું છે.” સભાજનોમાંથી કેટલાએકે કહ્યું, તેઓને રાજભય ધ્રુજાવી રહ્યો હતો. | ‘ચિંતા ન કરશો. તમારા ઊંચા આવાસોને, તમારા સુવર્ણને, તમારાં સ્ત્રીસંતાનને લેશ પણ હાનિ પહોંચે તેવું કંઈ પણ મારાથી થશે નહિ. એ સુવર્ણ, આવાસો તમારા આત્માને ખાવા ધાય, ત્યાં સુધી ભલે સલામત રહે. તમારો ધર્મ ભલે જોખમમાં હોય, તમારાં હાડપિંજર સલામત રહો, એ મારી પણ ઇચ્છા છે. તમે 216 | લોખંડી ખાખનાં ફૂલ વિશ્વાસ રાખજો : તમારું શૂરાતન ભલે હણાઈ જાય, પણ તમારું કાયરતાભર્યું જીવન તો અબાધિત રાખવાનું નહીં ચૂકું.’ આચાર્ય બોલ્યા. | ‘મુનિવર, આપ તો ક્ષમાશ્રમણ છો, સમતાના સાગર છો; એટલે રાજાજીને ક્રોધથી નહિ, પ્રેમથી સમજાવજો . કદાચ સમજી જાય. આમ તો એ બહુ ઉદાર અને વિદ્વાન ગણાય છે.” ‘તમારા રાજા વિશેની તમારી માન્યતા તમને મુબારક ! કાયર સભાજનો ! રાજાએ મારા દેહ પર ઘા કર્યો હોત, તો હું એને માફ કરત; તમે ત્યાં મારી સાધુતાનાં પારખાં લઈ શકત. કદાચ સરસ્વતીની હત્યા કરી હોત અને મારી પાસે લાચારી બતાવી હોત, તોય હું માફ કરત; પણ સ્ત્રીના, તેમાંય એક સાધ્વીના હરણને ધર્મના જીવંત મોતને હું કોઈ રીતે માફ કરી શકતો નથી. જો આમ થાય તો અરણ્યમાં વસનારાં સાધુ-સાધ્વી સ્વસ્થ રહી શકે નહિ : ધર્મની અવ્યાબાધ મર્યાદા સાથે ગમે તે ચેડાં કરવા લાગે.' આચાર્યે પોતાની પડખે પડેલો દંડ હાથમાં લીધો અને એક કદમ આગળ બઢાવતાં બોલ્યા : ‘રાજા પાસે રાજ દંડ હોય છે, સાધુ પાસે ધર્મદંડ હોય છે. પહેલાં તો હું સ્નેહથી, સૌજન્યથી, ધર્મની દુહાઈથી એને સમજાવવા પ્રયત્ન કરી જોઈશ.” ‘અને એથી નહિ માને તો ?’ કલ્યાણદાસે પોતાની શંકા વ્યક્ત કરી. તો પછી તમારી જેમ હું પણ નફો-નુકસાનનો હિસાબ કરીશ. પણ એ હિસાબ તમારા હિસાબ કરતાં જુદો હશે. સરસ્વતીને માનપુરઃસર છોડવાથી કેટલી ઇજ્જત મળશે અને નહિ છોડવાથી કેટલી બેઆબરૂ પ્રાપ્ત થશે, એ હું રાજાને સમજાવીશ.” ‘તો પણ નહિ સમજે તો ?” કલ્યાણદાસના દિલમાં રહેલી શંકા ફરી પ્રશ્ન કરી બેઠી. | ‘તો... કલ્યાણદાસ ! સભાજનો ! સાંભળો. સાવધાન થઈને મારો નિરધાર સાંભળી લો. કોઈ અનુચિત વસ્તુને સ્વીકારી લેવામાં જેમ આપણી નાનપ છે, એમ આવા અધર્મ કાર્યને બરદાસ્ત કરવામાં હું જીવતું મોત માનું છું હું ક્ષત્રિયબીજ છું, જગત આખું વૈશ્ય બનીને જ્યારે લાચાર થઈને ખડું રહેશે. ત્યારે હું ફરી મારો ક્ષત્રિય તરીકેનો ધર્મ અદા કરીશ.” ‘આચાર્યદેવ ! હજાર હજાર માનવીઓનું બળ એની એકની ભુજાઓમાં ધરબાયેલું છે. એ મંત્રધર પુરુષ છે. જે કંઈ પગલું ભરો તે પરિણામનો વિચાર કરીને ભરજો, જેથી પાછળથી પસ્તાવાનો વખત ન આવે અને બાવાના બેય બગડ્યાં જેવું ન થાય !' સંઘે ફરીથી પોતાનું શાણપણ પ્રગટ કર્યું. હાડકાંનો માળો B 217 Page #120 -------------------------------------------------------------------------- ________________ મહાનુભાવો ! આ ઘડીએ બાવાનાં તો બેય બગડ્યાં છે. એનો આ લોક ને પરલોક બંને વણસી ગયા છે. એને સુધારવા પ્રયાણ કરું છું. આચાર્ય વસ્ત્રો ઠીક કર્યા, દંડ ફરીથી બરાબર પકડ્યો, કદમ બઢાવ્યા.” | ‘વીતરાગ ધર્મના પૂજારીને આ રાગ અને દ્વેષ શોભશે ખરાં ?' સંઘે સમજાવટનો નવો માર્ગ લીધો. તેઓ આચાર્ય રાજદ્વાર પર ન જાય તેમ ઇચ્છતા હતા. રાજા પણ કાલભૈરવ જેવો કોપી અને મુનિ પણ જેવા તપોમૂર્તિ તેવા ક્રોધમૂર્તિ. બે વજ્જર ન અથડાય એમાં જ તેઓ સહુનું શુભ ભાળતા હતા. મહામુનિ ! આજ સુધી આપે અન્યધર્મીઓને પડકાર આપ્યો છે. આપે કહ્યું છે, કે તમારા દેવો રાગ અને દ્વેષવાળા છે. રાવણને મારે છે, ને વિભીષણને સ્થાપે છે. આજે એ જ લોકો આપની મશ્કરી કરે છે. કહે છે કે આચાર્યનો સરસ્વતી વિશે દેષ મુનિ તરીકેના ધર્મને અણછાજતાં છે.' | ‘રે વાચતુર વૈશ્યો ! તમારી આળપંપાળ તમને અવળું જ્ઞાન આપે છે. રાગ-દ્વેષથી પર થઈને વીતરાગ થવાની વાત તો દેવની છે. હું દેવ નથી. સંસારનું દેવતત્ત્વ તો પ્રજ્ઞા, શીલ અને સ્વાર્પણ છે. એ દેવતત્ત્વ અત્યારે દાનવોના હાથમાં કેદ પડ્યું છે. ધર્મના પ્રમુખ પુરુષ તરીકે મારી ફરજ છે, કે એ દેવતત્ત્વ મારે જાળવવું, એની રક્ષા કરવી, રક્ષા ન કરી શકું. તો મારે દેવ થઈ જવું. ગાયના શિશુ પર સાવજ ત્રાટકે ત્યારે ગાય શું કરે છે ? શું એ એમ વિચારે છે કે આ પ્રયત્નમાં મારી હાર છે, માટે પ્રયત્ન છાંડી દેવો ?” ‘ના, ગુરુદેવ ! ગાય જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લે છે.' કલ્યાણદાસે કહ્યું. ‘જો એક પશુ આતતાયીનો સામનો કરવાનો આટલો સ્વધર્મ સમજે , તો હું તો માણસ છું. વિષય-કષાયોના નગ્ન નાચને નિબંધ ચાલવા દેવાને કદી વીતરાગનો વીરધર્મ કહેતો નથી. વિષયનો નાશ થાય, પછી વ્યક્તિના નોશમાં મને રસ નથી. હું તમને વચન આપું છું... તમારા ભયભીત આત્માઓને આશ્વાસન આપું છું...” મહામુનિ જરા થોભ્યા. આખી સભા કોઈ નવી વાત-નવું વિધાન સાંભળવા ઇંતેજાર બની રહી. | ‘તમારા રાજા અને એક વારના મારા સહાધ્યાયી સાથે મિષ્ટતાથી ને ઇષ્ટતાથી વર્તીશ. એને આશીર્વાદ આપીશ. માણસ કોઈ વાર ભૂલ કરી બેસે, એથી એને સર્વથા ભંડો લેખવો હિતાવહ નથી. હું મારા ક્રોધને સંયમમાં લઈને વર્તીશ.' આચાર્યે પોતાના મન પર પુનઃ કાબૂ મેળવતાં કહ્યું. અને રાજા રાજ હઠ નહિ છોડે તો ? તમારો ક્ષમાધર્મ જળવાશે ખરો ?' સભાએ ફરી પ્રશ્ન કર્યો. 218 | લોખંડી ખાખનાં ફૂલ ‘હું સગવડિયા ધર્મનો પૂજારી નથી, જીવંત ધર્મનો ઉપાસક છું. શું થશે તે કંઈ કહી શકતો નથી.* આચાર્યની વાણી જરા અંતર્મુખ બની. એ વિચારમાં ડૂબી ગયા. ભૂકંપ ભવ્ય ઇમારતોને ડોલાવી રહે, એમ એમનો દેહ અવનવી શક્યતાઓની કલ્પનાથી ડોલી રહ્યો. પળવાર એમણે આંખો મીંચી, પછી પોતાના આરાધ્ય દેવને યાદ કર્યા અને છેવટે ગુરુની સ્થાપના સામે હાથ જોડી એ બોલી રહ્યા, ‘હે પ્રવચનના નાથ ! હે કષાયોના વિજેતા સ્વામી ! અન્યાયી રાજાની સામે થવામાં કદાચ મારા ચારિત્રધર્મમાં કંઈક અપવાદ આવે તો મને માફ કરજે . સત્યની મને આજ્ઞા થઈ છે. શુરવીરતાનો મારો પંથ છે. ખરે વખત કાયાનો મોહ ન કરું કે કાયરતા ન આચરું એટલું મને વરદાન આપજે . પ્રેમનો સુકુમાર તંતુના વજપોશે સામે અખંડિત રહો, મારો સાધુધર્મ ચિરંજીવ રહો. તારા વીતરાગ ધર્મની પ્રતિષ્ઠા નિષ્કલંક રહો !” આચાર્ય કાલક જાણે બાળક બની ગયા. એ ગદ્ કંઠે બોલી રહ્યા : મારો ભલે વિનાશ થજો, પણ ધર્મનો જયજયકાર થજો ! મારા કાજે સત્યનો ને શૂરાનો રાહ કલંકિત ન બનજો ! આજ આ જનસમુદાય વિલાસિતામાં ડૂબ્યો છે. તેમને ધનની, જીવની, માન-પાનની ભૂખ જાગી છે. સર્વત્ર અમાવાસ્યાનો અંધકાર પ્રસર્યો છે. બધાં અનીતિ અને અનાચારથી જીવતાં મરેલાં જેવાં બની ગયાં છે; અને નગર જાણે સ્મશાન બન્યું છે. રાજા જાણે યમરાજ બન્યો છે. કાયદા યમપાલ બન્યા છે. મહાભારતના મેદાનમાં કૃષણે જેનો ઉપદેશ કર્યો અને અર્જુને જે આચર્યું, એ આતતાયીના નાશનો પંથ મારો હો ! આ વ્યક્તિનો દ્વેષ નથી, દુર્ભાવનાનો દ્વેષ છે! આવા હડહડતા અધર્મનો પ્રતિકાર કરવાની મને શક્તિ મળે એવી આશિષ આપો, હે અનન્ત શક્તિના સ્વામી !' ' બે પળ આચાર્ય નમી રહ્યા. અંતરિક્ષમાંથી આશિષ માગી રહ્યા, પછી એમણે પોતાની કાયાને ટટ્ટર કરી—જાણે ધર્મની ધજા આકાશે અડી અને કદમ આગળ ભર્યા. સભા જયજયકાર કરી રહી. આગળ કદમ બઢાવતા આચાર્ય જયજયકાર સાંભળીને થંભી ગયા, ને સભા તરફ ફરીને બોલ્યા : ‘નિરર્થક જયજયકાર ન કરો. જીવન જ શનું જીવવા મળે છે કે અપજ શનું, એ તો હવે જ નક્કી થશે. પણ શોક એક વાતનો છે કે તમે સ્વને ભૂલ્યા છો અને તમારાં મન, વાણી અને કર્મ પરને સ્વાધીન બની ગયાં છે !' સભા ખસિયાણી પડી ગઈ. આચાર્ય નગરની શેરીઓ વટાવતા આગળ વધ્યા. હાડકાંનો માળો 219 Page #121 -------------------------------------------------------------------------- ________________ આખા નગરની હવામાં તોફાનના ભણકારા ભર્યા હતા. લોકો કહેતા હતા : ‘રે પ્રજાજનો ! હાથે કરીને પગ પર કુહાડો લેનાર આ સાધુને તો જુઓ ! ક્ષત્રિય છે, રૂપરૂપના અંબાર સમો રાજકુમાર છે. અરે, કોઈ સુંદર સ્ત્રીને પરણીને સંસાર માંડ્યો હોત તોયે સુખી થાત ! જુવાન બહેન-દીકરીને આમ ભટકતી ભિક્ષુણી બનાવવાના બદલે, કોઈ રાજા સાથે પરણાવી હોત તો તેજસ્વી પુત્રોની માતા થા!' આચાર્યે આ ગંદી વાણી સાંભળી, ને ક્ષમાસ્તોત્ર યાદ કરી, મનમાં સમભાવ ધારણ કર્યો. સુંદર નગરમાં વહેતા વાણીનાં આ ગંદાં નાળાં પસાર કરતા આચાર્ય રાજપ્રસાદ પહોંચવા ઝડપ કરી રહ્યા. 220 D લોખંડી ખાખનાં ફૂલ 29 પ્રતિજ્ઞા અંધારા આભમાં સૂરજ ચડી આવે, એમ આચાર્ય કાલક રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. સુર અને અસુરનો સંગ્રામ શરૂ થવાની તૈયારીઓ થઈ હતી. પ્રેમ અને હિંસા સામસામાં ખડાં થયાં હતાં. આચાર્યના અંતરમાંથી જાણે અવાજ આવતો હતો : ‘કાલક ! તું ભલે સાધુ હો, પણ ક્ષત્રિય છે. રામ-રાવણનો આજ સામનો છે. કાયર થતો મા ! અંદરથી વળી બીજો અવાજ આવતો હતો : ‘તું નિગ્રંથોનો અનુયાયી છે. આતતાયીને પણ ક્ષમા ઘટે. જોજે કોપ કરી બેસતો.’ આચાર્ય રાજમહેલના દ્વાર પર આવીને ઊભા રહ્યા, પણ રાજમહેલનાં દ્વાર બંધ હતાં. આચાર્યે શંખ જેવા સ્વરે સાદ દીધો : ‘ઓ રાજન્ ! એક સાધુ તારા દ્વારે આશીર્વાદ આપવા અને તને ભવોભવની બદનામીમાંથી તારવા આવ્યો છે, દ્વાર ખોલ ! કમાડ ખોલ ! સાધુનું સ્વાગત કર !' અવાજે પડઘો પાડ્યો. પણ દ્વાર એમ ને એમ રહ્યાં, ન હલ્યાં કે ન ચલ્યાં. આચાર્ય વધુ નજીક ગયા અને ફરી બોલ્યા : ‘ઓ, પ્રભુના પ્રભુ ! સંત અને સતીઓના પૂજારી, તને તારો જૂનો મિત્ર આજ મળવા આવ્યો છે. મિત્રને શત્રુ સમજવાની ભ્રમણામાં ન પડતો. ખોલી દે દ્વાર તારાં!' અવાજે જાણે નિર્જન અરણ્યમાંથી અથડાઈને પાછો ફર્યો. હજીય દરવાજા એમ ને એમ મૂંગા ઊભા હતા. આચાર્ય જરા વધુ પાસે સર્યા. એમણે પોતાના હાથમાંનો ધર્મદંડ દરવાજા પર ઠોક્યો : એક, બે અને ત્રણ વાર ! દરવાજાએ અવાજ આપ્યો, છતાં એ અડોલ રહ્યો. એ વખતે અંદરથી Page #122 -------------------------------------------------------------------------- ________________ હસવાનો આછો ધ્વનિ સંભળાયો. આચાર્યના કાન સરવા બન્યા, આંખમાં જરા લાલાશ આવી, એમણે જરા ઠપકાના સ્વરે કહ્યું : “રાજન ! ભક્તિ વગરની શક્તિ સુકાન વિનાના નાવ જેવી છે. દ્વાર ખોલ અને એક સાધુની વાત સાંભળ. તપસ્વીઓને અપમાન આપીને રાવણ જેવો ચક્રવર્તી રાજા પણ સુખી થયો નહોતો. શું તારી પાસે કુંભકર્ણ અને મેઘનાદ જ આવી ભરાણા છે ? મહાભારતના જમાનાના શકુનિઓ જ તારા મિત્ર બન્યા છે ? તને શાણી શિખામણ આપે એવો એક પણ વિભીષણ કે વિદુર તારી પાસે નથી ?” છતાંય દરવાજો અડોલ હતો. પાછળથી મશ્કરી કરતા હોય તેવા અવાજો આછા આછા સંભળાતા હતા : ‘વિભીષણ !' ‘શકુનિ !* * કુંભકર્ણ !' આચાર્યની ધીરજ નો બંધ કડેડાટ કરવા લાગ્યો. શાંતિનો અંચળો કોપના ઝંઝાવાતમાં ઊડી જવા ફડેડાટ કરી રહ્યો. દૂધના ઊભરાની જેમ અંતરમાં ઊભરાતા આવેશને કાબૂમાં રાખવા મહા પ્રયાસ કરતા હોય તેમ આચાર્ય બોલ્યા : ‘રાજનું ! એવું ન થાય કે તારી અને મારી વચ્ચે ગેરસમજ ઊભી થાય. એવું ન બને કે મારા અને તારા વચ્ચે જીવલેણ ખાઈ ખોદાઈ જાય. રાજન્ ! તેં ભૂલ કરી તેનો સ્વીકાર કરી અને સરસ્વતીનું સન્માન કરી એને મુક્ત કર ! હજુ કંઈ બગડી ગયું નથી. આપણે એક ગુરુના બે શિષ્યો છીએ. બે ભાઈ જેવા છીએ.' પણ દ્વાર તો બંધ જ રહ્યાં અને આચાર્યને ખાતરી થઈ કે અંદર કોઈક ઊભા છે અને બધું સાંભળી રહ્યા છે. સામે ચાંદુડિયાં પણ પાડી રહ્યા છે. આચાર્યે ધીરજ થી કહ્યું, ‘દર્પણસેન ! કેટલીક વાતો એવી છે, કે જે સંભારતાં સ્નેહ હણાઈ જાય. કાલકની કીર્તિને હણવા, એના દેહને હણવા, મને તારી કીર્તિનો હરીફ માની હરીફનો નાશ કરવા, તેં ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો હું ભૂલી ગયો હતો. દેહ પરના ઘા તો ભૂલી જવાય, ભૂલવામાં જ શોભા છે, પણ આ તો આત્મા પરનો ઘા છે. ધર્મ પરનો ઘા છે.’ આત્માના ઘા ! ધર્મના ઘા !' મકરીના અવાજ આવ્યા. આચાર્ય કાલકને હવે સુજનતાની હદ આવી ગયેલી લાગી. એમણે પોતાના ધર્મદંડનો દ્વાર પર જોરથી પ્રહાર કર્યો, દેડના બે ટુકડા થઈ ગયા. અંદરથી અહાસ્યનો નફટ અવાજ આવ્યો. આચાર્યનો કોપાનલ હવે ભભૂકી ઊઠ્યો. યુદ્ધની ભેરી ફૂંકતા હોય એવા સ્વરે એ બોલ્યા : 222 D લોખંડી ખાખનાં ફૂલ ‘રાજનું, શક્તિનો ગર્વ નકામો છે. ધર્મથી જ ધરા ટકી છે. રાજાનાં પાપ અમ જેવા સાધુસંતો ધુએ છે. માટે એક વાર દરવાજો ખોલ ! બહાર આવ ! તારા અંતરનાં દ્વાર ખોલ. સાધ્વી સ્ત્રીનું સન્માન કર ! હજી ક્ષમાની વેળા વહી ગઈ નથી!” અંદરથી અવાજ સંભળાયો : ‘સાંભળ્યું ને ? કહે છે, રાજા બહાર આવે ! તો ભલે રાજા બહાર જાય; એમાં હરકત શી છે ?' આર્ય કાલક ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા અને એમણે જોયું કે ભારે કિચૂડાટ સાથે મહેલનાં દ્વાર ખૂલી રહ્યાં છે. આચાર્યના મુખ પર શાન્તિની રેખાઓ તરવરી રહી, તેઓ રાજાને મળવા આવ્યા વધ્યા. પણ બે ડગલાં આગળ વધ્યા, કે તરત ચાર ડગલાં પાછળ હઠી ગયા. સામેથી એક ઉન્મત્ત હાથી ચાલ્યો આવતો હતો. એનું નામ “રાજા” હતું. એની પિંગળી ખૂની આંખો, જે કોઈ વચ્ચે આવે એને ખતમ કરવાનું કહેતી હતી. એની સૂંઢ માર્ગમાં આવતી વસ્તુઓને ખેદાનમેદાન કરતી હતી. રાજાની ગજ શાળાનો આ ભયંકર ગાંડો હાથી હતો. ગુનેગારને દેહાંતની સજા આપવા માટે જ એનો ઉપયોગ થતો. ગાંડા હાથીએ ફરી કિકિયારી કરી. નસોમાં લોહી વહેતું બંધ થઈ જાય એટલી એ ભયંકર કિકિયારી હતી. આચાર્યું જોયું કે પોતાની ક્ષમાની અને ધર્માચારની બધી વાતો બહેરા કાને ઉપર અથડાઈ હતી. ઇત્રની શીશીઓ કાદવમાં ઢોળાઈ હતી. આચાર્યું મસ્તક ઊંચું કર્યું. માથાના તમામ વાળ શાહુડીનાં પીંછાંની જેમ ઊંચા થઈ ગયા. એમના હાથમાંનું ભિક્ષાપત્ર નીચે પડી ગયું; એના કટકા થઈ ગયા. એમની કાયા ક્રોધથી ધ્રૂજવા લાગી. ત્યાં તો દૂરથી મશ્કરી સાંભળી, ‘જોયો ને કાયર ! આત્માની વાતો કરનારો અત્યારે મોતને સામે જોઈને ધ્રુજવા લાગ્યો. આજ સુધી બધી વાતો પોથીમાંનાં રીંગણાં જેવી કરી, કાં રે !' આચાર્ય કાલકનું અંગેઅંગ પલટાઈ રહ્યું હતું. માણસ કોઈ રસાયણ પીવે અને એનો ચહેરો ફરી જાય, વિકૃત થઈ જાય, એમ એમનો આખો ચહેરો-મહોરો ફરી રહ્યો હતો. જાણે એ ઘડી પહેલાંના વૈરાગ્યમૂર્તિ આર્ય કાલ ક જ નહિ. વિદ્વત્તાના અવતાર આચાર્ય કાલક જ નહિ ! માણસમાંથી કો બ્રહ્મરાક્ષસ જાગે, એવી બિહામણી એમની આકૃતિ ભાસી. હાથી પળે પળે આગળ વધતો હતો અને માર્ગની જડ વસ્તુઓનો કચ્ચરઘાણ વાળતો હતો. એણે હવે પોતાના માર્ગમાં એક માનવીને ઊભેલો જોયો અને એની પ્રતિજ્ઞા D 223 Page #123 -------------------------------------------------------------------------- ________________ આંખમાં વધુ ખુન્નસ ઊભરાયું. ‘અરે આ ગાંડો હાથી પળ બે પળમાં આચાર્યદેવને ચગદી નાખશે. દોડો, દોડો!' દૂર તમાશો જોવા ઊભેલા લોકોએ સહાય માટે બૂમ પાડી : પણ સાંભળનારા કે બૂમ પાડનારા બેમાંથી એક પણ આગળ ન આવ્યા. કેટલાકે કહ્યું : ‘ઓ મૂર્ખ સાધુ ! પાછો વળ. જમરાજ સાથે બાકરી બાંધવાની ન હોય. તું ઘર ભૂલ્યો.' પણ ગાંડો હાથી આચાર્યની વધુ સમીપ આવી રહ્યો હતો. એટલામાં રાજ દ્વાર ઉપરનો ઝરૂખો ઊઘડ્યો. રાજા દર્પણર્સને ડોકું બહાર કાઢવું, ને ખડખડાટ હાસ્ય સાથે કહ્યું : ‘ગાંડાને ગાંડો ભેટશે, ત્યારે જ ડહાપણ આવશે.’ આચાર્યે ઉપર નજર કરી. એમણે રાજાને જોયો, પણ હવે વાત કરવાની કે સલાહ આપવાની ઘડી રહી નહોતી. આચાર્ય કાલક એટલું બોલ્યા : ‘રાજન્ ! સાધુ ગાંડો થશે, એટલે સામ્રાજ્ય ધ્રૂજી ઊઠશે હાં !' અને એમણે ગાંડા હાથીની સામે કદમ બઢાવ્યા. થોડે દૂર જઈ એ થંભી ગયા. પછી પ્રાણાયામ કરતા હોય એમ એમણે શ્વાસ ઘૂંટ્યો. પછી મશક હવાથી ફૂલે એમ એમનું ગળું ફૂલી ગયું ને થોડીવારે સૌએ સાંભળ્યું કે અંદરથી અવાજ આવી રહ્યો છે ! અવાજ તે કેવો ? વનવગડામાં કેસરી ત્રાડતો હોય તેવો ! આભના પડદા ચિરાતા હોય તેવો ! ભૂકંપના ધણેણાટ પૃથ્વીને ફાડતા હોય તેવો ! કાચા-પોચાની છાતી ધ્રૂજી ઊઠે એવો ! તમાશો જોવા એકત્ર થયેલા મૂઠીઓ વાળીને નાઠા. રાજમહેલના કાંગરા થરથર ધ્રૂજી રહ્યા. ફક્ત રાજા દર્પણર્સન હજી સ્વસ્થ ઊભો હતો અને કહેતો હતો : બિલાડીની ડોકે ઘંટ બાંધવા આવનાર ઓ મૂર્ખ સાધુ ! હજી પાછો જા, મને સાધુહત્યાની ફરજ ન પાડ ! સાધુને હું હણતો નથી.' આચાર્યની આંખો અત્યારે લગભગ બહાર નીકળી ગયા જેવી દેખાતી હતી. ગળામાંથી અનાહત નાદ તો હજી ચાલુ જ હતો. મત્ત બનેલ હાથી આ નાદ સાંભળતાં જ જ્યાં હતો ત્યાં થંભી ગયો. એને લાગ્યું કે ભર જંગલમાં એ ઘેરાઈ ગયો છે, વનકેસરી એની સામે ફાળ ભરી રહ્યો છે; જો એ સૂંઢને વળગ્યો તો શક્તિમાત્ર તૂટી જશે, અને કમોતે મરવું પડશે. મદઘેલા હાથીએ સૂંઢ વાળીને મોંમાં ઘાલી દીધી. એનો મદ ચોમાસાના પાણીની જેમ વહી ગયો ! ‘રાજહસ્તીને આગે બઢાઓ !' રાજાએ ઉપરથી બૂમ પાડી. ‘અનાડી આચાર્યને 224 D લોખંડી ખાખનાં ફૂલ એનાં કર્યાં ભોગવવા દો !' આચાર્ય તો ગળું ફુલાવીને નાદ કરી રહ્યા હતા, એમનાથી બોલાય તેમ નહોતું. મહાવતોએ અંકુશ માર્યા, ઉપરાઉપરી ઘા કર્યા; પણ હાથી એક ડગલુંય આગળ વધી ન શક્યો. એણે પોતાની સામે પોતાનો યમ ઊભેલો જોયો હતો. ફરીથી રાજાએ આજ્ઞા કરી. મહાવતે ફરી અંકુશ માર્યા. હાથીએ ભયંકર કિકિયારી કરી અને મોંમાંથી સૂંઢ બહાર કાઢીને મહાવતને ઉઠાવીને ફેંકી દીધો ને એ પાછો વળી ગયો. જોનારા અચરજપૂર્વક જોઈ જ રહ્યા ! પાછો વળીને હાથી નાઠો; અને નાસીને હાથીખાનાના એક ખુણામાં લપાઈ ગયો. એનો મદ એમ ને એમ ઊતરી ગયો હતો, એની આંખો ભયભીત બની ગઈ હતી. મદારી કરડિયામાંથી સાપને બહાર કાઢે, વાતાવરણ ભયથી ભરાઈ જાય અને પાછો એ સાપ કરંડિયામાં પુરાઈ જાય, ને વાતાવરણ સ્વસ્થ થઈ જાય, એમ આચાર્યે હવે પોતાના સ્વરોને કંઠના કરંડિયામાં પાછા પૂરવા માંડ્યા હતા. થોડી વારમાં એ ભયજનક સ્વરો અદૃશ્ય થઈ ગયા અને આચાર્યનું ફૂલેલું ગળું પૂર્વવત્ થઈ ગયું. રાજા દર્પણસેન હજીય ઝરૂખામાં હસતો હસતો ઊભો હતો. આચાર્ય સ્વસ્થ થયા. એમણે રાજા સામે જોઈને કહ્યું : ‘રાજા, તું રાજા નહિ, કુરાજા છે. આ નગર નગર નહિ, કુનગર છે. જ્યાં સતી-સાધ્વીઓનાં શીલ સલામત નહિ, સંત-સાધુનાં સન્માન નહિ, અતિથિને માન નહિ, નીતિનું પાન નહિ, ત્યાં રહેવું એ પણ પાપ છે.’ *ઓ સાધુડા ! હું સાધુને હણતો નથી. મગતરાને હણવામાં માતંગની શોભા શી ? માટે તું શુભ ચાહતો હો તો આ નગર છોડી સત્વરે ચાલ્યો જા.' રાજા દર્પણસેને કહ્યું. આચાર્ય બોલ્યા, ‘હું જાણું છું કે, કુનગરમાં રહેવું પાપ છે, પણ આજે મારાથી પાપને પીઠ ન દેવાય. અન્યાય જોઈને સાધુથી ને શૂરાથી નાસી ન છુટાય. હું સાધુ છું. તારા ધર્માધર્મનો હિસાબ મારે કરવાનો છે. પુરાણકાળમાં ઋષિઓ જ સ્વચ્છંદી રાજાઓને નાથતા હતા.' રાજા આ સાંભળીને નફટાઈપૂર્વક ખૂબ હસ્યો. પાછળ મંત્રી, પુરોહિત, સેનાપતિ વગેરે આવીને ઊભા હતા. તેઓ બોલ્યા : ‘મહારાજ ! સાધુડો જાદુ જાણે છે. એનો એને બહુ ગર્વ છે.' પ્રતિજ્ઞા – 225 Page #124 -------------------------------------------------------------------------- ________________ ‘જરૂર આવજો !' રાજાએ પૂંઠ ફેરવીને વિદાય થતા આચાર્યને કહ્યું, ‘જ્યારે ઈચ્છા હોય ત્યારે બેલાશક આવજો. તમારો બનેવી હું અને તમારી એ, સૌ. બહેન સરસ્વતી નગરના સીમાડે તમારું ભાવપૂર્વક સ્વાગત કરવા સજ્જ હઈશું. હા !... હા! ... હા !... બિચારો સાળો !...” ‘રે દુખ ! વીજળીને સ્પર્શવી અને સરસ્વતીને સ્પર્શવી સમાન છે. પરમાત્મા! મહામઘની તને આણ હો !' અને આચાર્ય વેગપૂર્વક ત્યાંથી ચાલતા થયા. નગરમાં ક્યાંય ન રોકાતાં આચાર્ય ઠેઠ સ્મશાનમાં જઈને ઊભા રહ્યા. ત્યાં એક ચિતા ભડભડ બળતી હતી ! આચાર્ય જાણે એ ચિતામાં ભયંકર સર્વનાશનું ચિત્ર જોઈ રહ્યા. એક પીપળા નીચે એ બેઠા, ને ઢળી પડ્યા ! મારી પાસે ક્યાં ઓછો જાદુ છે ? એ તો સાધના કરતાં હારીને ભાગી છૂટેલો કુશિષ્ય છે, નગુરો છે !' રાજાએ ગર્વ સાથે કહ્યું. ‘રે પુરોહિતો ! રે મંત્રીઓ ! હે પ્રજાજનો ! સાંભળી લો કે રાજાના પાપમાં પ્રજાનો પણ હિસ્સો છે. પ્રજા સબળ હોય તો રાજા સ્વચ્છંદ આચરી ન શકે.” આચાર્ય ગાજી રહ્યા. | ‘ઓ પાપ અને પુણ્યની પૂંછડી ! તારી ભગિની સરસ્વતી આજ રાતે મારી શયા-ભગિની થશે. ક્ષત્રિય રાજ કુમારીને ભિખારણ બનાવનાર તને, હવે જ તારી મૂર્ખતા સમજાશે કે એક ખીલતી કળીને કચડી નાખવા તેં કેવો નાદાન પ્રયત્ન કર્યો હતો.' રાજાએ કહ્યું. બધા આચાર્યનો ઉપહાસ કરી રહ્યા. આચાર્યનો કોપાગ્નિ શત શત શિખાએ ભભૂકી ઊઠડ્યો. ‘રાજા હવે મારા છેલ્લા શબ્દો સાંભળી લે. માગણ બનીને તારે આંગણે આવ્યો હતો. તારામાં જો થોડી પણ સદ્બુદ્ધિ હોત તો તું અવશ્ય બગડેલી બાજી સુધારી લેત. પણ તારી આંખ પર સત્તાનાં, સમૃદ્ધિનાં, મંત્રબળનાં પડળ ચડ્યાં છે. તારા સેવકો, તારા સલાહકારો તારા સ્વેચ્છાચાર આગળ પૂંછડી પટપટાવનાર શ્વાન બન્યા છે. હું તો આ નગરને મરેલા માનવીનું નગર જોઈ રહ્યો છું. જ્યાંથી નીતિ, ન્યાય અને ધર્મનું દૈવત ઓલવાઈ ગયું છે !' ‘સિધાવો સાધુરાજ ! દેવતની વાત કરો છો ? દૈવત તો એટલું છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં તને અત્યારે જ હણી નાખત ! પણ સાપનું વિષ ઉતારી લીધું છે, એટલે હવે એ જીવે કે મરે - તે બંને સમાન છે.” રાજાએ તિરસ્કારથી કહ્યું. | ‘અધર્મી રાજવી, મારી પ્રતિજ્ઞા સાંભળી લે.’ આચાર્યો દઢ સ્વરે કહ્યું, ‘આજ મારા કાર્ય માટે હું અહીં પ્રાણ સમર્પ દેત; કારણ કે મારે માટે જીવન કે મોત આજ સમાન બન્યાં છે. પણ તને, તારા કર્મચારીવર્ગને પાપનું પ્રક્ષાલન કરાવવા માટે, અન્યાયની સજા માટે પ્રાણ ધારણ કરવા મારા માટે અનિવાર્ય બન્યાં છે. તો સાંભળી લે મારી પ્રતિજ્ઞા...' આચાર્ય પળવાર થોભ્યા અને પછી ઉચ્ચ સ્વરે બોલ્યા : ‘અન્યાય અને અધર્મારૂપી પંકમાં ભૂંડની જેમ યથેચ્છ વિહરનારા તારા જેવા દુષ્ટ રાજાનો, તારા પુત્ર અને પરિવાર સહિત હું નાશ ન કરું તો મને બ્રહ્મહત્યા, બાલહત્યા, ધર્મહત્યા ને દેવપ્રતિમાના ખંડનનું પાતક હજો. રાજનું ! રાહ જોજે ! એક દિવસ ભારે મરતી આ ધરતીનો ભાર હું જરૂર ઉતારવા આવીશ !” અને આર્ય કાલકે રાજા તરફથી પીઠ ફેરવી લીધી.. 226 2 લોખંડી ખાખનાં ફૂલ પ્રતિજ્ઞા n 227 Page #125 -------------------------------------------------------------------------- ________________ 30 પ્રતિશોધનો પાવક પ્રભાતિયો તારી આથમણા આભમાં હતો. સ્મશાનમાં જલતાં મુડદાંઓના અંગારા ચારે તરફ વેરાયેલા હતા, ચિતાની રાખમાં શ્વાન હૂંફ લેતા પડ્યા હતા ને વારંવાર માંસ અને રુધિરના આસ્વાદ માટે અસ્થિ ચૂસવાના પ્રયત્નમાં પરસ્પર લડી પડતો હતો. સંસારના વિષયી જીવોની જેમ એમને ખબર નહોતી કે હાડકામાં તો કંઈ રસ નથી. જે માંસને ૨ક્તનો આસ્વાદ આવે છે એ એમના મોંમાંથી જ નીકળતાં રુધિરમાંસનો છે ! આ શ્વાનની જેમ જ સંસારના વિષયી જીવો એમ માને છે કે અમે ભોગ ભોગવીએ છીએ, પણ ખરી રીતે ભોગ એમને ભોગવતા હોય છે. | વિશ્વમાં રૂ૫ તો એનું એ રહે છે, પણ જોનારી આંખો ઝંખવાઈ જાય છે. અન્નભંડારોમાં અન્ન તો એટલાં જ ભરેલાં રહે છે, પણ એને ખાનારું પેટ ખલાસ થઈ જાય છે ! ફૂલ તો એનાં એ બગીચામાં ખીલ્યાં કરે છે; પણ એને સૂંઘનારની હસ્તી ખોવાઈ જાય છે ! ગલગલિયાં કરનારા પદાર્થો એના એ છે; પણ એના સ્પર્શ કરનારો જ શોધ્યો જડતો નથી ! મહેલ, હવેલી ને માળિયાં ધરતીકંપ સામેય અડોલ રહે છે, પણ એમાં વસનારો, મહેલોનો નિર્માતા સ્મશાનનો સાથી બની જાય છે ! પહાડને તોડનારા હાથ એક દહાડો મોં પર બેઠેલી માખને પણ ઉડાડવાને શક્તિમાન રહેતા નથી ! જેનાથી સંસાર ઊજળો હતો, જેની હસ્તિ દુનિયાને શોભારૂપ હતી, જેના ગળામાં રોજ માનપાનના હાર ખડકાતા, જેના ચરણ લોકો રોજ ચૂમતા, એ આજ પ્રાણવિહીન બની જતાં એનાં બાળતાં ન બળેલા હાડને લોકો ખોળી ખોળીને ઊંડા જળને હવાલે કરતા હતા ! શ્વાનને મળેલાં હાડકાંની જેમ સંસાર બધો નાશવંત અને નીરસ છે. અમર તો માત્ર દેહની અંદર પાહુણો બનીને બેઠેલો પ્રાણ જ છે ; છતાં સંસારમાં નકલીની બોલબાલા છે. અસલની ઓળખ કોઈને ગમતી નથી. સ્મશાનમાં શ્વાન અહીં આવતા હરકોઈ જીવને આ બોધપાઠ આપે છે કે લોકો એ બોધપાઠ લે પણ છે. છતાં ઘેર પહોંચતા જ એ બધી વાતો ભૂલી જાય છે. આવી માયાવી હોય છે સ્મશાનની સૃષ્ટિ! એ માયાવી ધરતીમાં નિચેતન થઈને પડેલા આર્ય કાલક ત્રીજે દિવસે કંઈક ભાનમાં આવ્યા. થોડી વાર આંખ ઉઘાડી ચારે તરફ નજર ફેંકી એમણે વિચાર્યું : ઓહ ! જગત આખું સ્મશાન બની ગયું કે શું ? ન્યાય, નીતિ ને ધર્મનો દેવતા હોલવાય, પછી તો રાખના ઢગલા જ રહે ને ?' - આચાર્યના મગજ પર હજી શ્રમની અસર હતી, આઘાતના ઘા હજી એ જ રીતે દૂઝતા હતા. ફરી એમણે આંખ મીંચી લીધી, પીપળનાં પાન ખડખડ હસી રહ્યાં, મીઠી હવા વહી રહી. થોડી વારે આચાર્ય ફરી જાગ્યા, અને સ્મૃતિને ખોજી રહ્યા, હા. આર્ય કાલક ! સંઘનો આચાર્ય. ૨ આચાર્ય ! કાલે તારા પગ પૂજાતા, તારા ઊંચા થયેલા વરદ હસ્તની આશિષ માટે લોકો તલસી રહેતા. એ મહાન ઉપાશ્રય, એ પ્રભાવશાલી સંઘ, એ મહામહિમ શાસન, એ બધું ક્યાં ગયું ? શું એ બધું વાદળની છાયા જેવું કે મૃગજળની માયા જેવું મિથ્યા હતું ?' આટલો વિચાર કરતાં કરતાં તો આચાર્ય થાકી ગયા. શિયાળિયાં ચારે કોરથી બહાર નીકળી રહ્યાં હતાં ને કિકિયારીઓ કરી વનવગડો ગજાવી રહ્યાં હતાં. એટલામાં એકાએક વાઘની ગર્જના સંભળાણી, હવામાં એના આગમનની ગંધ પ્રસરી રહી. વાઘનાં પગલાં પૃથ્વી પર ગાજી રહ્યાં. ફરી ગર્જના આવી ! અને બધાં શિયાળવાં ચૂપ થઈ ગયાં, લપાઈ ગયાં, જાણે હતાં ન હતાં થઈ ગયાં ! વાઘે અંધારામાં ફાળ ભરી. ઝાડીમાં નિરાંતે બેઠેલા મોટા સાબરનો ભક્ષ કર્યો. સાબરના તરફડતા દેહનું ૨ક્તપાન કરી વાઘ ચાલ્યો ગયો. થોડી વારમાં શિયાળવાં બહાર નીકળી પડ્યાં, એ દોડ્યાં. ભક્ષ માટે અંદરોઅંદર લડી પડ્યાં. આચાર્ય શીણ નજરે આ દૃશ્ય જોયું. એમને વિચાર આવ્યો : સાબર એ પ્રજાનું રૂ૫, શિયાળ એ અમલદારનું રૂ૫; વાઘ એ રાજાનું રૂપ ! પ્રતિશોધનો પાવકે 1 229 Page #126 -------------------------------------------------------------------------- ________________ બિચારું નિર્દોષ સાબર ! વનની લીલોતરી ચરનારું ને કોઈને હેરાન ન કરનારું ! પણ એની નિર્દોષતા જ એના નાશનું કારણ બની ! એટલે તો લાગે છે કે સંસારમાં ફૂંફાડો જરૂરી છે. પણ અહીંની પ્રજાને સાબરમાંથી સિંહ થવાની ભાવના જ નથી. એ ભાવના કોઈ કરે તો એને ઘેલો ઠરાવે. એટલે એક રીતે આ સાબરોએ જ સિંહોને અન્યાયી, અધર્મી ને આતતાયી બનવા પ્રેર્યા છે. જાણે સિંહને કોઈ પાપ પાપ નહિ, અધર્મ અધર્મ નહિ ! શું સાબર સિંહ ન થઈ શકે ? શું પવિત્રતા પશુતાને પડકારી ન શકે?” આચાર્યની નિર્ણાયક શક્તિએ જવાબ વાળ્યો : ‘આજે તો એ શક્ય નથી. આજે તો પ્રજા એ પ્રજા, રાજા એ રાજા, સાબર એ સાબર, વાઘ એ વાઘ.’ આ વાઘોની સરમુખત્યારીને કોણ પડકાર આપે ? આચાર્ય વિચાર કરી રહ્યા. ને એકાએક એમના મુખમાંથી અવાજ નીકળ્યો : ‘... હું... હું !' સામેથી વનકેસરીનો પડકાર આવ્યો : ‘ઘૂ..ઘૂ..ઘૂ.’ આચાર્યને વાઘનો અવાજ નબળો લાગ્યો, પોતાના અવાજ માં એનાથી વધુ સામર્થ્ય ભાસ્યું. એ ટટ્ટર થયા. સમય થતો હતો. એમને લાગ્યું કે આસાયેશ માટે સારા વાસસ્થાનમાં જવાની જરૂર છે. મનમાંથી કોઈ બોલ્યું : “ચાલો નગરમાં !” તરત દિલની લાગણી બોલી : ‘હવે નગર એ મારે માટે સ્મશાન બન્યું છે. સ્મશાન એ મારું વાસસ્થાન બન્યું છે.” મને ફરી પ્રશ્ન કર્યો : ‘ઉપાશ્રયમાં જવામાં શી હરકત છે ?” દિલે તરત જ કહ્યું : “સંઘ વગરનો ઉપાશ્રય કેવો ? અને વીરત્વ વગરનો સંઘ કેવો ? એ તો હાડકાંનો માળો !” આચાર્યે ઊભા થવા પ્રયત્ન કર્યો, પણ શરીરમાં હજી પૂરી સ્કૂર્તિ નહોતી આવી. આચાર્ય કાલક ફરી એક રાત અને એક દિવસ એમ ને એમ પડ્યા રહ્યા. ચોથે દિવસે એમની ચેતના બરાબર જાગ્રત થઈ. આચાર્ય જ્યાં સૂતા હતા, એ પૃથ્વી હવે એમને ગરમ લાગવા માંડી. અંગારાની ઉપર પગ મુકાઈ ગયો હોય, એમ એ ખડા થઈ ગયા. જાણે કોઈ એમને કહી રહ્યું હતું : 230 | લોખંડી ખાખનાં ફૂલ ‘ઓ ક્ષત્રિય ! પૃથ્વીરૂપી ગાય કસાઈવાડે ગઈ છે. જાગ, અને તારો ક્ષત્રિયધર્મ અદા કર !” આચાર્ય આગળ વધ્યા. એમણે ઘેઘૂર પીપળાની નીચે જઈને ઉપર જોયું તો, જાણે આભ રોતું લાગ્યું. કોઈ ભવ્ય પ્રતિમા આકાશપટ પર ઊભી ઊભી કહી રહી હતી : ‘ઓ કાષ્ઠપાત્રધારી સાધુ ! નિરર્થક ભિક્ષા માગવાનો ભાર વહેવો મૂકી દે. સત્યને ખાતર સમર્પણ થઈ જા ! જિંદગીભર ઢીલો ઢીલો ધર્મ આચરીશ તોય આટલી જલદી મુક્તિ નહીં સાંપડે. જપ અને તપને નામે પાપ સામે પીઠ ફેરવીને નિષ્ક્રિય બનીને ઊભો રહીશ તો એમાં તારું ભલું નહીં થાય !” આચાર્ય કાષ્ઠની જેમ સ્તબ્ધ બનીને ઊભા રહ્યા, અંતરમાં જાણે ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રનું ભીષણ યુદ્ધ જાગ્યું હતું. દૂર ઘુવડ પોતાની બોલી બોલી રહ્યો હતો. આચાર્યના જ્ઞાનપરાયણ ચિત્તમાં અશ્વત્થામા યાદ આવ્યો બ્રાહ્મણનો પુત્ર, મહાગુરુ દ્રોણનો વારસ, બળથી પાંડવોનો નાશ કરીને વેરની તૃપ્તિ ન કરી શક્યો, તો રાતે છાનોમાનો પાંડવોના તંબૂમાં પેસી ગયો. પાંડવોના સૂતેલા તમામ પુત્રોનો સર્વનાશ કરી નાખ્યો ! લોહીનાં સાટાં લીધે છૂટકો ! વેર વિર ! વર ! જાણે દિશાઓમાંથી પોકારો પડ્યા. સ્મશાનની ચિતાઓમાંથી પણ જાણે વેરનો પોકાર કરતી જ્વાલાઓ ભભૂકી ઊઠી, સૂતેલાં મડાં પણ ખડાં થઈને જાણે આદેશ કરવા લાગ્યાં. | ‘ભસ્મીભૂત કરી નાખ તારી સાધુતાને આ મસાણમાં ! ને ખાખ ચોળીને જગાવે તારા ક્ષત્રિયત્વને !” આચાર્ય ધૂણી ઊઠ્યા, જાણે કાયામાં પ્રેમપ્રવેશ થયો. રૂંવે રૂંવું સોયની જેમ ખડું થઈ ગયું ને પછી આચાર્ય ભૂતાવેશવાળા માણસની જેમ પોતાનાં સાધુતાનાં ચિહ્નો અળગાં કરી નાખ્યાં. એ બધાનું પોટલું બાંધીને એ પીપળાના ઝાડ પર ચડ્યા અને ઊંચી ડાળે જઈને એને લટકાવ્યાં, અને દિશાઓના દિગૂપાલોને સંબોધીને બોલતા હોય તેમ બોલ્યા : ‘ઓ સાધુપદ, ગુરુપદ, આચાર્યપદ ! તમારું પોટલું બાંધી, તમને પીપળે લટકાવીને આજે જાઉં છું. મારે કાજે સત્યનો ગજ ટૂંકો ન બનો. સત્યને-સાધુતાને મારા આચરણના ગજથી માપવાની ભૂલ કોઈ ન કરો ! ઓહ ! મને સરસ્વતીની ચીસો સંભળાય છે. આતતાયીના પંજામાં પડેલી એ કબૂતરીની કાગારોળ લઈને દિશાઓમાંથી પવન વહ્યો આવે છે ! મને એ બાળે છે, મને વ્યગ્ર બનાવે છે. જોઉં પ્રતિશોધનો પાવક 1 231 Page #127 -------------------------------------------------------------------------- ________________ છું ! હું મારો આજનો પ્રાપ્ત ધર્મ બજાવીને પાછો ન ફરું ત્યાં સુધી હે સાધુપદ ! હે ગુરુપદ ! તમે અહીં લટકતા જ રહેજો, અને મારી રાહ જોયા કરજો ! જ્યારે ધર્મની પુન:પ્રતિષ્ઠા કરીશ, ત્યારે ફરી આ મસાણને જગાડી તમને લઈ જઈશ.’ આચાર્ય ધીરે ધીરે નીચે ઊતર્યા. અંધકારમાં એક વાર ચારે તરફ નજર ફેરવી લીધી અને એ બોલ્યા : “ઓહ, પ્રકાશ ચાલ્યો ગયો; પ્રાણ પણ જાણે મૂછ પામતો જાય છે. સાધુપદ ગયું, આચાર્યપદ ગયું. હવે તો માત્ર ક્ષત્રિય કાલક જ શેષ રહ્યો છે. ઓહ ! સર્ષે પોતાનું વિષ છાંડી દીધું, અને ફૂંફાડોય ન રાખ્યો; તો માણસે એ નાગનું દોરડું કરી નાખ્યું. ખાજ ફરી ફૂંફાડો જગાવવો છે. કોઈને દેશ દેવો નથી, કોઈનો જીવ લેવો નથી, પણ સૌને ભય અને ચિંતાનું જાગરણ કરાવવું છે. બળ, સત્તા, સંપત્તિના ગુમાનના કાદવમાં મસ્ત ભંડોની સાન ઠેકાણે આણવી છે. ન્યાય, નીતિ, ધર્મ અને શીલના બુઝાતા દીપકોને ફરી સતેજ કરવા છે. ક્ષત્રિય કાલક હવે માંધાતાઓની સાન ઠેકાણે આણવા મેદાને પડે છે.' આચાર્ય કાલ કે સ્મશાનની બહાર નીકળ્યા. એ ક અઘોરી ખપ્પર કરવા ચિતાની ભસ્મમાંથી મરેલા માણસની ખોપરી ખોજતો હતો. ઓહ ! મેં પણ ખાંપણ ને ખપ્પર સાથે ગ્રહ્યાં છે ! મડદાને બાળવું એ ધર્મ ! જે રાજા ધર્મ ચૂક્યો એ મડદુ થયો. એને બાળી નાખવામાં તે હિંસા કે પુણ્ય ? ગ, બ્રાહ્મણ, સતી અને સાધુ, એ ચારની ઇજ્જત જ્યાંથી ગઈ, એ દેશ જીવતો નહિ, પણ મરેલો જ સમજવો. મસાણમાંથી કો બ્રહ્મરાક્ષસ બહાર સંચરે એમ આર્ય કાલક બહાર નીકળ્યા. એમના શ્વાસોશ્વાસમાં એક જ નાદ હતો : * શંકર જાગો ! રુદ્ર જાગો ! મહેશ જાગો! વિનાશ વરસાવો ! હે મહાજોગણીઓ ! મહી ખોપરીઓનાં ખપ્પર કરવા તૈયાર રહો!” પવનનો ઝપાટો આવ્યો. પીપળાનાં પાન હાલ્યાં. એમાં આર્ય કાલકે સરસ્વતીનું આક્રંદ સાંભળ્યું. રે, હું ભગિનીને બચાવી ના શક્યો. ૨ નામર્દ, મરી જા, ડૂબી જા. આ ચિતામાં સ્વાહા થઈ જા ! આર્ય કાલક થોડી વાર વ્યગ્ર બની રહ્યા. થોડી વારમાં ભૂતાવેશ આવે એમ ખેડા થઈ ગયા, ને જોરથી બોલ્યા : આવ્યો, ભગિની સરસ્વતી ! આ આવ્યો ! હવે વિલંબ નહીં કરું.’ અને આર્ય કાલકે ઉજ્જૈની તરફ ડગલાં ભર્યાં. અંધારી રાત સમસમ કરતી આગળ વધી. વહેલી પરોઢે પાણીદાર ઘોડા પર ચઢીને એક અસવાર ત્યાંથી નીકળ્યો. 232 લોખંડી ખાખનાં ફૂલ અવન્તિનો સુપ્રસિદ્ધ મલ્લયોદ્ધો હતો. કાલક દોડ્યા. બાળક પાસેથી રમકડું આંચકી લે એમ એની પાસેથી ઘોડો આંચકી લીધો ! ઘોડાનો માલિક આ માણસના કાંડાબળ પાસે છક થઈ ગયો. મડા જેવું મોં જોઈને જાય ભાગ્યો. કાલકે છલાંગ દીધી ને ઘોડા પર સવાર થઈને એ વહી નીકળ્યા, પણ થોડું પણ કમતાકાત નીવડ્યું; કાલકના દેહના ભારથી નમી ગયું, કાલક બોલ્યો : ‘રે ! તું ય મારા અનુયાયીઓ જેવું નમાલું નીકળ્યું ! ભાર ઉપાડવાનો ખરો વખત આવ્યો ત્યારે એ અનુયાયીઓ ગળિયા બળદ બનીને પાણીમાં બેસી ગયા. તુંય એમ કાં કરે ?' ઘોડાને બે ડફણાં માર્યો, ને ઘોડું આગળ વધ્યું. ઉષા આકાશમાં પોતાની કુમકુમ પગલીઓ પાડતી હતી અને કાલકે નગરના મોટા દરવાજામાં પ્રવેશ કર્યો. દેખાવ વિચિત્ર હતો. વહેલાં પનઘટ પર જવા નીકળેલી પનિહારીઓ છળીને પાછી ભાગી. ગામમાં ખબર આપી કે ભૂત જેવું કંઈક દરવાજે દેખાયું છે. લોકો લાકડીઓ લઈને બહાર નીકળી આવ્યા, પણ જોયું તો આચાર્ય કાલક નવા રૂપમાં અને નવા લેબાશમાં ઊભા હતા – જાણે શંકરનો કોઈ ગણ જ જોઈ લો! દેહ પર માત્ર એક જ કપડું વીંટેલું ! શાહુડીનાં પીંછાંની જેમ વાળ ઊંચા ઊઠેલા. શરીર પણ ખાખ ચોળેલી. એડધા લોકો હસી પડયા અને બોલ્યા : ‘અલ્યા, કાલક ગાંડો આવ્યો છે !' છોકરાઓ ભેગા થઈ ગયા, ને હોહા કરતાં કાંકરા ફેંકવા લાગ્યા. પણ જેની ચામડી મરેલી ઘોના ચામડા જેવી સખત બની ગઈ હોય, અને કાંકરા બિચારા શું અસર કરે ? પનઘટે જતી પનિહારીઓને કાલકે કહેવા માંડ્યું : દીકરીઓ ! શીલનું પાણી વહી ગયા પછી, ફૂટેલા ઘડામાં કૂવાનું જળ ભરવાથી શું વળશે ?' પણ કોણ આ વાણી સાંભળે ? સાંભળે તો કોણ સમજે ? લોકો હસતા ને બોલતા, ‘રે ગાંડો કાલક !' કાલકે ઘોડો આગળ ચલાવ્યો. દેવમંદિરોમાં જતી માનવમેદનીને જોઈને બોલ્યા : ‘પથરામાં પ્રાણની પ્રતિષ્ઠા કરવાની ઝંખના રાખો છો, પણ તમારા મૃતવત્ દેહમાં સાચો પ્રભુ ક્યારે પધરાવશો ?” પણ રે, આ તો ગાંડાની વાણી ! કોણ સાંભળે એને ! બધા માત્ર હસી રહ્યા ! ને વદી રહ્યા, હા, હા, કાલક ગાંડો ! પ્રતિશોધનો પાવકે 1 233 Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જૈનીની ભરી બજારમાંથી કાલકે ઘોડો હાંક્યો. પ્રકાશ હવે સારી રીતે પથરાઈ ગયો હતો અને બજારો પણ ખુલી ગઈ હતી. કોઈ બ્રાહ્મણ ટહેલ નાખતો હોય તેમ આર્ય કાલકે ટહેલ નાખવા માંડી. એમણે મોટા ઘોર અવાજે કહેવા માંડ્યું: | ‘ભલે રાજા બળવાન હોય, પણ ગભિલ્લ જેવા અનાચારી રાજાથી પ્રજાનું શું વળ્યું ?” સાંભળનારા ગુનેગારીની કિતાબમાં પોતાનું નામ લખાઈ ન જાય, એ માટે આવા શબ્દો સાંભળવાની આનાકાની કરતા, કાનમાં આંગળીઓ નાખી દેતા. આર્ય કાલક વળી કોઈ જામેલી મેદનીમાં જઈને થોભી જતા અને બોલતા : ‘રે હું ધર્મની રક્ષા કરી શકતો ન હોઉં, અને છતાં ધર્મની ઝોળી લઈને ધર્મની દુહાઈ દેતો ફરું, એવા ધર્મથી મને કે સમાજને શું હાંસલ ?” વેપારીઓ કહેતા : ‘ભલા માણસ, વેદિયો ન થા, શિયાળ સો ભેગાં થાય તોય એક સિંહને પડકારી ન શકે.' કાલકે કહેતા : ‘રે મૂર્ખાઓ ! હું તો શિયાળ પાસે સિંહને પડકાર અપાવવા માગું છું. શિયાળ અને સિંહ બંનેમાં આત્મા તો એક જ પ્રકારનો છે.” વેપારીઓ કહેતા : ‘આત્માની લપ છોડો ! મુદો તો દેહનો છે. હજાર ચકલાં ભેગાં થઈને પણ એક બાજ ને મારી શકશે ખરાં ?' કાલિક કહેતા : ‘અવશ્ય ! હજાર કીડીઓ એક કાળા નાગનો પ્રાણ લઈ શકે છે. શેળા જેવું નાનું જાનવર મોટા ફણધરને તોબા પોકારાવે છે; તો શું જાનવર કરી શકે, એ માનવી નહિ કરી શકે ?' | ‘ઘેલી વાતો ! માણસ બિલકુલ ઘેલો છે. આપણે આપણું કામ કરો. એ તો નવરો છે ને સૌનું નખ્ખોદ વાળવા આવ્યો છે ?' ‘રે દેવના ભક્તો ! દૈવત વિનાના દેવળમાં દેવને વસાવીને પણ શું કરશો ? નિરર્થક છે તમારી ભક્તિ, નિપ્રાણ છે તમારી પૂજા ?” આટલું કહી ‘કાલક ગાંડો’ ના નાદ વચ્ચે આચાર્ય કાલક વળી આગળ વધતા, અને વળી ઘોડા પરથી ઊતરી જતા ને ચોરા પર બેઠેલા ક્ષત્રિયો પાસે જઈને કહેતા: | ‘જેમાં પાપ ભર્યું હોય એવી અધર્મની લમીવાળા દેશથી શું વળ્યું ? પાંડવોને હિમાળો કેમ ગળવો પડ્યો, એ જાણો છો ?” ક્ષત્રિયો ચૂપ રહેતા; કેટલાક મોં ફેરવી જતા. કાલક કહેતા: ‘પાંડવો પાસે ધર્મ સિવાય કંઈ નહોતું. કૌરવો પાસે અધર્મ સિવાય કંઈ નહોતું. કોણ જીત્યું ? તમે ધર્મને સમજો !” ક્ષત્રિયો કંટાળીને કહેતા : ‘આ ઘેલા માણસને બહાર કાઢો તો સારું ! વગર મફતની ઉપાધિ છે ! અલ્યા, ગઈ ગુજારી ભૂલી જા ! નવી પાટી, નવી લેખણ લે!” 234 D લોખંડી ખાખનાં ફૂલ કાલક વળી કહેતા : ‘અશક્ય. શું તમે કોઈ તૈયાર નહીં થા ? અધર્મનો જય બોલાવશો ? ધર્મનો પરાજય કરાવશો ? અરે કંઈક તો વિચારો ! ફરી ફરી ચેતવું છું.’ ક્ષત્રિયો ‘કાલક ગાંડો'નો ઉચ્ચાર કરતા, આચાર્ય એની પરવા કર્યા વગર આગળ કહેતા. ‘જો આમ જ ચાલશે, તો સંસાર આખો એક જ જણાના વિલાસની ક્રીડાભૂમિ બની જ શે; રાજાઓ નિરંકુશ બની જશે; દુષ્ટોનું દૈવત વધી જશે અને કોઈના ઘરની રૂપવતી મા, બહેન કે બેટી સુરક્ષિત નહિ રહે. પ્રજા વર્ણસંકર પાકશે; ઘેરઘેર રાવણ જન્મશે. રામના જન્મ માટે સૈકાઓની તપશ્ચર્યા કરવી પડશે.” ક્ષત્રિયો કંટાળીને ઊઠીને ચાલ્યા જતા. કાલક ફરી ઘોડા પર સવાર થતા ને આગળ વધતા, એ ઉજ્જૈનીની પ્રબળ સેનાઓની વચ્ચે દોડી જતા ને કહેતા : | ‘અરે ! તમે સત્ય અને સેવાને ખાતર મસ્તક કપાવવા નીકળ્યા છો કે સુવર્ણ માટે સર આપવા નીકળ્યા છો ? તમને કોઈ દ્રવ્ય આપે, એટલે તમે એના પાપમાં મદદગાર બનશો ?' સેનાનાયકો દોડી આવતા અને આચાર્યને મારીને બહાર તગડી મૂકતા. સેના તો દેશની શક્તિ છે. દેશને સેના ખપે છે, સેનાને સુવર્ણ ખપે છે. આ તો સોદાગીરી છે. સૈનિકને સેનાપતિ કહે તે ધર્મ. સેનાપતિને સિંહાસન કહે તે ધર્મ ! ભીમે પાંડવો સામે બાકરી નહોતી બાંધી ? ને સત્ય કોના પક્ષે હતું ? સત્ય-અસત્ય, ધર્મઅધર્મ તો ઠાલી જૂના કાળની વાતો ! ત્યાં એક ડાહ્યા માણસે કહ્યું: ‘ભલા માણસ ! પહાડ હેઠે ભીંસાઈ શા માટે મરે છે ? આ તરુણાવસ્થા, આ તપ, આ બુદ્ધિ, આ જ્ઞાન, એળે ન કાઢો. ભવિતવ્યતાને સમજીને શાણા થાઓ ! શાંત થાઓ ! સ્વસ્થ બનો !' ‘ભવિતવ્યતા ? રે પામરો ! કેવાં તમારાં કાટલાં ! કેવા તમારા પાસંગ !' કાલકે જાણે ત્રાડ પાડી, ‘તમારા દેહને રોગ થાય છે, ત્યારે ભવિતવ્યતાને યાદ કરી કેમ શાંત બેસતા નથી ? શા માટે વૈદની ખોજ કરો છો ? ધન ખૂટે તો પરદેશ શા માટે કમાવા જાઓ છો ?? ! ધનના દાસો ! લેવાનાં ને દેવાનાં ત્રાજવાં નોખાં-નોખાં કેમ રાખો છો ?” ધીરે ધીરે કાલ કે અલબેલી ઉજ્જૈની નગરીનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો. બોલીબોલીને જીભના કૂચા થઈ ગયા, પણ નગરીમાં અધર્મ સામે હુંકાર ન જાગ્યો. એક પણ માણસે સહાનુભૂતિ વ્યક્ત ન કરી. પ્રતિશોધનો પાવક 235 Page #129 -------------------------------------------------------------------------- ________________ 31 પરભોમ તરફ પ્રયાણ . આર્ય કાલકનો જીવ વધુ ઊંડો ઊતરતો ગયો. એ વિચારવા લાગ્યા : “શું ધરા પરથી ધર્મ ઊઠી ગયો ?' દિલ અંદરથી કહેતું : ‘હા, ધરારૂપી સ્મશાનભૂમિ પર ધર્મનું નિર્જીવ શબ પડ્યું છે ! તારી પાસે સંજીવનીનો કૂપો હોય તો છાંટીને સજીવન કરે, નહિ તો એને સારાં લાકડાંથી દેન દે.’ વળી એ વિચારતા : ‘શું સત્યની પૂજા આથમી ગઈ ?' દિલ અંદરથી કહેતું: ‘સત્ય શું ? સબળ કહે તે સત્ય. દેવળમાં જ્યાં દેવ જ જૂઠો બેઠો હોય પછી પૂજારીની પૂજા સાચી ક્યાંથી હોય ?' વળી એમને વિચાર આવતો : 'શું ધર્મ વિજયમાં મને કોઈ મદદ નહિ કરે ?' દિલ કહેતું : “ના. આ જગતમાં પારકી પંચાતમાં કોઈ અગવડ વેઠવા ચાહતું નથી. સત્યને ખાતર સમર્પણ કરવાના દિવસો ગયા.” ઓહ ! આચાર્યનો જીવ કળીએ કળીએ કપાતો હતો. આજ એમણે છેલ્લી ટહેલ નાખી. લોકોને પોતાની પ્રતિજ્ઞાની પોકાર પાડીને વાત કરી : ‘આ કુરાજાને હું એના પુત્ર અને પરિવાર સાથે ઉખેડી નાખીશ ! ન ઉખેડી નાખું તો ચાર મહાહત્યાનો મને પાપ, આ ધરા પર ફરી હું ધર્મ સ્થાપીશ, પાપની ધરા પર પુણ્યની પ્રાણપ્રતિષ્ઠા કરીશ, ત્યારે જ મારી પ્રતિજ્ઞા પૂરી થશે.' લોકો બોલ્યા : ‘એ ઘેલા માણસ ! સતી શાપ દે નહિ, અને શંખણીના શરાપ લાગે નહિ.” ‘એટલે તમે ભીરુ લોકો મજા કર્યા કરશો, ને પાપી લોકો અમનચમન કર્યા કરશે, એમ ને ?” કાલકે કહ્યું, ને ભયંકર રીતે હસ્યા: ને જાણે કાળવાણી ઉચ્ચારતા હોય એમ ગંભીર બનીને બોલ્યા, ‘જાગતા રહેજો, નગરવાસીઓ ! થોડા સમયમાં જ વાવાઝોડું આવ્યું સમજો.’ બધા હસ્યા, ને બોલ્યા : ‘જીભમાં જોરવાળો છે. આખરે તો ઉપદેશક ને ? ભીખ માગીને પેટ ભરનારો ! ક્ષત્રિયાણીને પેટ પાક્યો એટલે શું થયું ?” હવે રોકાવું કે બોલવું નિરર્થક હતું. આર્ય કાલકે ઘોડાને એડી મારી; ને નગરની બહાર નીકળી ગયા. ઉજ્જૈનીની જનતા તેમની પીઠ પાછળ હસી રહી હતી. એક ઘોડેસવાર ભારતના જુદા જુદા ભાગોમાં દિન અને રાત ભૂતની જેમ ભમે છે, પ્રેતની જેમ રઝળે છે. પાગલની જેમ, જેમ આવે તેમ પ્રલાપ કરે છે. આ એસવારનું થોડું ટાયડું છે; ચાલવા કરતાં બેસવામાં એ વધુ માને છે; આગળ વધવા કરતાં પાછળ હઠવામાં એ વધુ રસ ધરાવે છે. આગળના બે પગને બદલે પાછળના બે પગ એ વધુ ઉછાળે છે. અજ બ ઘાટ બન્યો છે. હસી હસીને પેટ દુઃખી જાય છે. થોડું નાનું છે અને અસવારના પગ લાંબા છે; ઘોડા પર બેઠા બેઠા ક્યારે લાંબા પગ ધરતી પર અડે છે. કોઈ વાર ઘોડું ચાલે છે, કે અસવાર ચાલે છે, એ જ સમજાતું નથી. એ માનવીના લાંબા પગોમાં ઘોડા કરતાં અપૂર્વ કૌવત ભર્યું છે. એ ભારતવર્ષના પ્રાંતપ્રાંતમાં ફરી વળ્યા છે. એ જ્યાં જાય છે, ત્યાં કહે છે : અરે મહાનુભાવો ! તમારા દિલમાં પુણ્યપ્રકોપને જગાવો. ઊઠો અને મારી મદદે આવો, ચાલો, આપણે દુષ્ટોનો વિનાશ કરીએ, સાધુપુરુષનું રક્ષણ કરીએ, ધર્મને ફરી સ્થાપીએ. 'परित्राणाय साधुनां, बिनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभयामि युगे युगे ।। (સાધુઓના સંરક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મને ધરતી પર ફેલાવવા માટે હું યુગે યુગે અવતાર લઉં છું.) લોકો કહેતાં : “આ વાણી તો ગીતાની છે, ભગવાનની છે. આપણે ચિંતા શા માટે કરીએ ? ચિંતા કરનારો ચિંતા કરશે અને દુષ્ટોને હણવા સ્વયં અવતાર ધરશે.’ અસવાર કહે છે : “અરે ! અવતારનો અર્થ તો સમજો. તમારા હૈયાનાં અધર્મ સામે અરુચિ જાગે, તેમ અધર્મને દૂર કરવા તૈયાર થાઓ, એટલે જ ઈશ્વરે અવતાર T 236 D લોખંડી ખાખનાં ફૂલ Page #130 -------------------------------------------------------------------------- ________________ લીધો કહેવાય. માણસે માણસની ફરજ અદા કરવી ઘટે ? લોકો બહુબોલા અસવારનો ઉપહાસ કરતાં અને એની વાત કાને ન ધરતાં. અસવાર પોતાના અશ્વને ઉપાડી મૂકતો અને બીજા પ્રાંતમાં જઈને ઊભો રહેતો. ત્યાંના લોકોને પણ એ બધી વાત કહેતો, અને પોતાની મદદે આવવા હાકલ કરતો. લોકો કહેતાં : “સાધુ છો. શાંતિ રાખો. ક્રોધ, વેર અને ઈર્ષ્યા ઉપર વિજય મેળવો, અને અંતરથી એવી પ્રાર્થના કરો કે રાજા ગર્દભિલ્લનું મન પલટાઈ જાય. અંતર પલટો ઇચ્છો, સાધુ !” ‘ઓ વામણાં લોકો ! તમને કીડી ચટકો ભરે છે, ત્યારે તમે પ્રાર્થના કરવા બેસો છો કે ઝટ લઈને એને દૂર કરો છો ? તમારો દેણદાર તમારા પૈસા નથી ચૂકવતો ત્યારે તમે શું વ્રત કરીને એના મનનો પલટો માગો છો કે એના ઘેર ધામા નાખો છો ? બે વાત ન કરો. બે જીભ ન રાખો.’ લેવા-દેવાનાં ખોટાં ત્રાજવાં ન વાપરો. આર્ય કાલક કહેતા. લોકો સાંભળીને મોં ફેરવી લેતા. કેટલાક ઘરડાઓને આ પ્રતાપી સાધુની દયા આવતી : વૃદ્ધો કહેતા : ભાઈ અસવાર ! જેમ નિર્માણ હોય તેમ થાય છે. બિચારી સાધ્વીના નસીબમાં પરભવના પાપના ઉદયને કારણે આ સંતાપ જોવાના લખ્યા હશે. માટે આચાર્યજી ! મનને સ્વસ્થ કરો. ફરી સાધુતાનાં વસ્ત્રો પહેરી લ્યો. વ્યાખ્યાનની પાટ શોભાવો. તમારી વાણીએ અનેકોનાં હૃદય પલાળી નાખ્યાં છે. ધર્મપ્રભાવક છો, ધર્મની પ્રભાવના કરો !! એટલે ?” આચાર્યની આંખોમાંથી અંગાર ઝરતો. ‘ધર્મ મરી ગયો, પછી એની પ્રભાવના શી ? માણસ મરી જાય, પછી એના મડદાને શણગારવું શું ? મનમાં હિંસા ઝગી ઊઠી હોય, ને અહિંસાની વાત કરવાની કેવી ? અહિંસા અને સત્ય શું બંને સાથે છાંડી દઉં ?” વૃદ્ધો કહેતા : ‘એ તો રાજા છે, સમર્થ છે. સરસ્વતી સ્ત્રી છે, કુંવારી છે. સંસાર કોનું નામ ? એમાં તો આમ જ ચાલે. તમે ઘણું કર્યું. તમે તમારી ફરજ બજાવી, પણ આભ ફાટ્યું ત્યાં થીગડું કેમ દેવાય ?' આર્ય કાલક આ વાતો સાંભળી ફરી ભ્રમિત જેવા થઈ જતા. એ આવું બોલનાર વૃદ્ધની પુત્રીને ઉઠાવીને ઘોડા પર લઈને નાસવા લાગતા. તરત ગામમાં બુંગિયો વાગતો. સરખેસરખા ઘોડે ચડતા. તલવારો તાણતા, ને આચાર્યનો પીછો પકડતા. પણ આચાર્યને કોઈ પહોંચી શકતા નહિ. પોતાની પાછળ આવનારાઓને આચાર્ય જાણે એમના જ શબ્દો પાછા આપતા. 238 3 લોખંડી ખાખનાં ફૂલ અરે, બનવાનું બની ગયું. હવે નકામા શા માટે લડવા નીકળ્યા છો ?” લોકો કહેતા : “અમારા જીવન-મરણનો આ પ્રશ્ન છે. આની સામે મોત પણ મીઠું છે.” આચાર્ય કહેતા : “તો કાયર ! મને શા માટે ઉપદેશ દો છો ? આપકી લાપશી અને પરાઈ ફૂસકી જેવું કાં કરો ? પ્રશ્નના ઉકેલ સહુના સરખો છે. આ રહી તમારી પુત્રી ! મારે મન તો જેવી સરસ્વતી એવી જ આ તમારી પુત્રી ! એનું શીલ સદા અખંડ રહો !' ‘ચૂપ રહે, અસવાર ! તારી પુત્રી હું કેવી ?” તારી પત્નીએ મને પેટના માળામાં પોષી નથી. મારો બાપ તું નથી. તને બાપ કહું તો મારી માને ગાળ પડે. હું નથી તારી પુત્રી, નથી તારી ભગિની !” “પેલી અપહરણ કરાયેલી કન્યા વીરવભર્યા અવાજે કહેતી. ‘રે બાઈ ! ત્યારે તું શું થાય છે મને ? ન જાણ, ન પિછાણ !” કાલકે કહ્યું. એ આ વિચિત્ર છોકરીની વિચિત્ર વાત સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. | ‘જાણ-પિછાણ તો એક પળમાં થાય. સાચો ઝવેરી તો મોતી હાથમાં આવતાં જ પરીક્ષા કરી લે.” કન્યા બોલી. કન્યાના રતુંબડા હોઠ અધખુલ્લા હતા. એમાંથી જાણે સુધા ઢળતી હતી. કાલક એને એકીટશે જોઈ રહ્યા હતા. એની આંખોથી આંખો મિલાવી રહ્યા, અને બોલ્યા. ‘રે કન્યા ! આપણ બેમાં કોણ ઝવેરી, કોણે મોતી ?” ‘ઝવેરી, તમે મોતી.' કન્યા બોલી. એની જુવાની દિલહર હતી. એની વાણી દિલભર લાગી. આચાર્યે બોલી નાખ્યું, ‘રે તું દિલહર છે, પણ તારી વાણી દિલભર છે.' ‘મને જોઈને પ્રસન્ન છો ને ?' કન્યાએ પ્રશ્ન કર્યો. ‘જરૂર. તું આત્મીય લાગે છે, બાલે !' કાલકે કહ્યું. ‘આજના યુદ્ધમાં તમે વિજેતા છો. વિજેતાને પરાજિત લોકોની સંપત્તિ પર અધિકાર છે. શત્રુના પુત્ર-પુત્રાદિ સ્વજન-પરિવાર એનાં છે. હું તમારી છું.' ક્ષત્રિય કન્યાએ છેલ્લા શબ્દો કહ્યા, અને જાણે માનવમેદની પર વજઘાત થયો. ‘તારો છું.’ આચાર્યે કહ્યું. આ શબ્દોથી જાણે વીજળી કડેડાટ કરવા લાગી. કન્યાનાં મા-બાપ ને સ્વજનો એ સાંભળીને ચોંકી ઊઠ્યાં. પરભોમ તરફ પ્રયાણ I 239 Page #131 -------------------------------------------------------------------------- ________________ ‘શઠ પુરુષ ! મારો, મારો !' ચારે તરફ ફરી પોકારો થઈ રહ્યા. લોકો ઊમટ્યા પણ અસવારની યષ્ટિવિઘાએ અને અશ્વની ચપળતાએ બધાને ટિંગ કરી નાખ્યા. લોકો હતાશ થઈ ગયા. રે ! સાધુ ભારે વ્યભિચારી નીકળ્યો ! લંપટ ક્યાંનો! રાજ માં ખબર કરો. આચાર્યે સહુને રાજમાં ફરિયાદ કરવા જતાં રોકીને કહ્યું, ‘રાજમાં ખબર ન કરશો. હું તમારી શત્રુ નથી, પણ મારે તમારા મનની પોકળતા-મનની નિર્બળતા ખુલ્લી પાડવી હતી. કીડીને કચડી નાખવાની ને કુંજરને પૂજવાની મનોવૃત્તિવાળા તમે છો.' | ‘પણ તમે આ માટે ક્ષત્રિય કન્યાનું હરણ કેમ કર્યું ?’ મેદનીમાંથી એકે પ્રશ્ન કર્યો. | ‘તમને બતાવવા. પોતાનાં સ્નેહીજનોનો વિયોગ કેવો દુષ્કર છે તે સમજાવવા. સાંભળો ! તમે બધા સ્ત્રીમાં એક સામાન્ય ભાવ જોનાર છો. હું તો સ્ત્રીમાં માત્ર ભગિનીભાવ કે જનનીભાવ જોનારો છે. દિવસોથી સરસ્વતીને મેં નીરખી નથી. આ કન્યામાં મેં સરસ્વતીની છાયા નીરખી. મેં એને સરસ્વતી માનીને સન્માની.’ આર્ય કાલકે કહ્યું, પણ કન્યાએ વિરોધ કરતાં કહ્યું : ‘તે સામે મારો વિરોધ છે.' ‘તારી માન્યતા સામે મારો વિરોધ છે. મારી પાસે ભેખ નથી છતાં હું તો ભેખધારી છું. મારા માટે તારો સ્પર્શ પણ વર્ષ છે. મેં અપવાદ માર્ગનો આશ્રય લીધો છે. આજે હું સાધુવેશને-સાધુભાવને તિલાંજલિ આપી, અધર્મના ઉછેદે નીકળ્યો છું.” ‘હું તમારી સાથે આવીશ.’ કન્યાએ કહ્યું : “ક્ષત્રિય કન્યા છું, મનપસંદ વરને વરવાનો મારો નિરધાર છે.' ‘રે કચકે ! મારે મન તું બીજી સરસ્વતી છે અને હું તો ખડિયામાં ખાપણ લઈને નીકળ્યો છું. ધડ માથે મસ્તક ડોલી રહ્યું છે. કલ્યાણ થાઓ તારું બાલે !' ‘હું તો તમને વરેલી છું, તમારી રાહ જોઈશ.' કન્યાએ કહ્યું. ના, બોલે ! મારે માટે પત્નીભાવ વર્ય છે.' કાલકે કહ્યું. લોકો કાલકની આ વર્તણૂકથી રાજી રાજી થઈ ગયા, પણ કોઈ એને સાથ આપવા તૈયાર ન થયું. જીભની મીઠાશ જોઈએ તેટલી લઈ લ્યો, બાકી કરવા-ધરવાનું નામ નહીં ! એવો આ સમાજ હતો. અસવાર આગળ વધ્યો, ઠેકઠેકાણે ફર્યો, ભારતના પ્રાંતપ્રાંતને સાદ પાડ્યો પણ પાર કી બલા વહોરવા કોઈ તૈયાર નહોતું. | બધાં સ્થળોથી જાકારો પામતો એ છેવટે પશ્ચિમ દિશા તરફ વળ્યો. રે ! ભીડને વખતે શ્રી કૃષ્ણ મથુરા, ગોકુળ-વૃંદાવન છાંડી આ દેશ તરફ જ આવ્યા હતા. અહીંની પ્રાણવાન પ્રજાએ એમને આવકાર્યા હતા, બેસણું આપ્યું હતું. એમની સાથે આવેલી ગુર્જરીઓએ આ મુલકને પોતાનો માન્યો હતો. અહીં તો જરાસંધ જેવાનુંય બળ ચાલ્યું નહોતું. શ્રીકૃષ્ણ અહીં રાજધાની કરીને ઉત્તર-પશ્ચિમને એક કર્યા હતાં. અહીં દ્વારકા વસી. અહીં યાદવકુળો ઊતર્યા. એ પશ્ચિમ દિશાનું આર્ય કાલકે અનુસંધાન કર્યું. અહીં દેવતાઈ ડુંગરા જોઈને રાજી રાજી થઈ ગયા. ડુંગરાઓમાં વનકેસરીઓને ત્રાડતા જોઈ જોઈ એમનું હૈયું વૈત વેંત ઊછળી રહ્યું. લાકડીના એક ઘાએ સિંહનાં માથાં ભાંગનાર શૂરવીરોને જોઈ એમનો આત્મા પ્રસન્ન થઈ ગયો. સિંહને શીંગડે ચઢાવીને ભગાડતી ભેંસોને જોઈ એમનું મન મોરલાની જેમ કળા કરી ઊઠ્ય : વાહ, ધરણી વાહ ! આર્ય કાલકે એક વાર ધરતીની શોભા નીરખી, મલકની પુણ્યાઈ નીરખી, માણસના બદનમાં માણસાઈ તકતકતી જોઈ. જ્યાં ગયા ત્યાં રોટલા અને ઓટલાની કમીના ન ભાળી. અંતરના ભાવ ઊભરાતા જોયા. લોકસમૂહ જોઈ આચાર્ય રાજ સમૂહ જોવા નીકળ્યા ! ઓહ ! કેવી રૂડી ધરતી ને કેવા નબળા રાજા ! કોઈ અફીણમાં, કોઈ સુરામાં, કોઈ સુંદરીમાં વ્યગ્ર હતા. જેને જેને આચાર્યે પોતાની વેદનાની વાત કરી એ બધાએ એક જ વાત કહી : ‘તમારી વાત લાંબી છે. ઇચ્છા હોય તો અહીં રહીને ખાઓ, પીઓ ને લહેર કરો. બાકી હું એકલો તમને શી મદદ કરી શકું ?” ‘તમે એકલા કાં ? આટલાં બધાં રજવાડાં છે ને !' આર્યે કહ્યું. ‘ગણતરીના ઘણા છે, પણ સંપ એવો છે કે એક આવશે, તો બીજો નહીં આવે! અને તમારી વાત સાંભળીને તો સાર એવો નીકળે છે કે દૂધના ઠામમાં દહીં પડી ગયું. હવે ગમે તેટલું મથશો તોય દૂધ નહિ જ ભાળો !' આર્ય કાલકે એક મોટો નિસાસો નાખ્યો. એમને ચારે તરફ અંધકાર દેખાવા લાગ્યો. આવી ભરી ભરી લાગતી ધરતીમાંથી એમને સાથ દેનાર એક પણ નરવીર, ને નીકળ્યો ! પરભોમ તરફ પ્રયાણ 241 240 | લોખંડી ખાખનાં ફૂલ Page #132 -------------------------------------------------------------------------- ________________ તો શું લમણે હાથ મૂકીને બેસી જાઉં ? આચાર્ય વિચારમાં પડ્યા. થોડી વારમાં એમનું ક્ષાત્રતેજ ઝળહળી ઊઠ્ય : ‘એકલો જા ! એકલો જા ! ક્ષત્રિય ! પાંડવોએ સેંકડોની સેના છોડી એકલા કૃષ્ણને કેમ પસંદ કર્યા ? જગતમાં ઘેટાં અપાર છે. કાલક ? તું સિંહ થઈ જા ! જો તું થાકી જઈશ તો ધર્મ દેશનિકાલ થશે, અને શેતાન ધર્મના સિંહાસને ચડી બેસશે. ‘દેહ તારો ભલે સળગે, પણ અંધારા આભમાં તું દીવો થા !' પળ વાર એકલવાયા ને નિરુત્સાહી બનેલા આચાર્ય ફરી વાર ઉત્સાહી બની ગયાં. 32 સપ્તભૂમિકા પ્રાસાદ -- અને એક દિવસ ક્ષિતિજની કોર ઉપર સૂરજ ઊગતો હતો ત્યારે આચાર્યનો અશ્વ સાગરને કાંઠે આવીને ઊભો રહ્યો. આચાર્ય એક નૌકામાં ચડીને સાગરના પ્રવાસી બની ગયા. એમના અંતરમાં અશાંતિનો મહેરામણ ઘુઘવાટ કરતો હતો ! | બિચારો અશ્વ સાગરમાં સરતી નૌકાને જોઈ રહ્યો. લો કોએ એને પાછો વાળવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એ તો એક કદમ પણ ન હઠ્યો. લોકોએ કહ્યું : ‘મિત્રતાનો ધર્મ માનવી ચૂક્યાં, પણ પશુ તો એ ધર્મ પાછળ પ્રાણ આપે છે, પેલા જતા વહાણમાં એનો અસવાર મુસાફરી કરતો લાગે છે !' વાત સાચી હતી. સરતા ને ક્ષિતિજમાં અદૃશ્ય થતા વહાણમાં એના માલિક આર્ય કાલક પ્રવાસ ખેડતા હતા ! એમણે આ દેશને તજીને પરભોમનો કેડો લીધો હતો, માત્ર એક પશુ એ કેડાને પ્રેમભાવથી નીરખી રહ્યું હતું. ઉજ્જૈનીના ઊંચા રાજમહાલય પર ચંદ્ર પોતાની કૌમુદી ઢોળી રહ્યો હતો, પણ એના અંતરભાગમાં અમાવાસ્યાનાં અંધારાં ઘૂંટાતાં હતાં. રાજા દર્પણસેનના સપ્તભૂમિકા પ્રાસાદને આજે દીપકોથી ઝળાંહળાં રવામાં આવ્યો હતો. એના ખંડેખંડ નવી નવી રીતે શણગારવામાં આવ્યા હતા. આ પ્રાસાદ એક નાની નગરી જેવો વિશાળ હતો. કેટલાય માળ, કેટલાય આવાસ, ને કેટકેટલીય ભુલભુલામણીઓ ત્યાં હતી તે કોઈ જાણતું ન હતું. એની ચોતરફની અતિવિશાળ ભૂમિમાં વિહારો, ઉપવનો, કુંજો, ગિરિનિર્ઝરો ઊભાં કરવામાં આવ્યાં હતાં. અહીંના ઇતિહાસની કેટલીક ઘટનાઓ એવી હતી કે જે ન લખવી કે ન સંભારવી જ સારી. જગત જો એ જાણે તો એ કંપી જ ઊઠે. આ રાજ પ્રાસાદની ભુલભુલામણીઓમાં નગરની છકેલી યૌવનાઓને આમંત્રવામાં આવતી, એમને સુંદર વસ્ત્રોથી અલંકૃત કરવામાં આવતી, ગરિષ્ઠ ખાદ્ય અને માદક પેયથી તૃપ્ત કરવામાં આવતી અને પછી ત્યાં નિáદ્ધ રતિક્રીડાની સંતાકૂકડીના ખેલ ખેલાતા. પુરુષમાં ત્યાં માત્ર રાજા દર્પણસેન રહેતા. આ ભુલભુલામણીમાં પ્રવેશેલી સ્ત્રી સામાન્ય રીતે સ્વયં બહાર નીકળી શકતી નહિ, મહારાજ દર્પણસેન એ વખતે સૌના રાહગીર બનતા, દરેક કુસુમકળીને સ્પર્શતા, ઇચ્છા થાય તો સુંઘતા, સુંઘીને બહાર જવા દેતા. પ્રભુના સ્પર્શમાં જેમ દોષ ન લાગે, એમ મંત્રસિદ્ધ રાજવીના સ્પર્શને ત્યાં હીન લેખવામાં ન આવતો. કેટલીક કામાતુર સુંદરીઓને આ ગમતું પણ ખરું. કેટલીક વંધ્યાઓને યં પુત્ર મળતા. કેટલીક સુંદરીઓના સ્વામીઓ વગર શ્રમે શ્રીમંત થઈ જતા. ચમત્કારિક આ પ્રાસાદ મનાતો. 242 લોખંડી ખાખનાં ફૂલ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભુલભુલામણીમાં રાજાને ગમી જતી શ્રેષ્ઠ સુંદરી પછી કદી બહાર નીકળવા પામતી નહિ. એને સાતમાં ભૂગૃહના સૌંદર્યખંડમાં દોરી જવામાં આવતી. ત્યાં આવી અનેક સૌંદર્યખંડો સજ્જ કરેલા રહેતા. આ સૌંદર્યખંડોમાં રાજાની રક્ષિતાઓ રહેતી. દેશદેશથી આણેલી અનેક સુંદરીઓ એમાં વસતી. દરેક ખંડ થોડા દહાડા ખૂબ ચમતો. એની ખૂબ જાહોજલાલી દેખાતી, અપૂર્વ રંગરાગ ત્યાં જામતા. એટલી વારમાં તો વળી નવો સૌંદર્યખંડ ઊઘડતો. અને ત્યાં નવા દીવડા ઝળહળ થતા. જૂના દીવા ગુલ થતા અને જૂના સૌંદર્યખંડની સુંદરીનું શું થતું તે કોઈ જાણી શકતું નહીં. એકની બરબાદી ઉપર બીજીની આબાદી શરૂ થતી. આ સપ્તભૂમિકા પ્રાસાદને તળિયે ક્ષિપ્રા નદીના એક વહેણને વાળવામાં આવ્યું હતું. આ વહેણમાં કેટલીય વાર હાડપિંજરો વહેતાં જોવાતાં. આ આવાસોમાં એક આવાસ એવો હતો કે જેના દીવા જ્યારથી ઝગ્યા ત્યારથી આજ સુધી ઝગતા રહ્યા હતા. જે જાહોજલાલી પહેલે દિવસે પ્રગટી, એ જ જાહોજલાલી આજે પણ ચાલુ હતી. એ ખંડ રાજા દર્પણસનની ભગિની દેવી અંબુજાનો હતો. છેલ્લા દિવસોમાં એ ખંડથી દૂર એક નવો ખંડ શણગારાઈ રહ્યો હતો. નવા ચોકીદારો અને નવી કુશળ દાસીઓ ત્યાં ગોઠવાઈ રહ્યાં હતાં. ચતુર અંબુજાનું લક્ષ એ તરફ જ હતું. સામાન્ય રીતે એ માનતી કે સમર્થ માનવીને દોષ લાગતો નથી. રાજા જો વિલાસ ન માણે તો બીજું કોણ માણે? અંબુજા પોતે જ ભાઈના વિલાસને ઉત્તેજન આપતી. એક વાર પોતે જ તેનો ભોગ થઈ પડી હતી; ન જાણે પોતે કેમ ખેંચાઈ ગઈ, એની એને સમજ પડી નહોતી. આ વખતે એને ભારતની સ્ત્રીઓના પવિત્રતા વિશેના, શરમ, સંકોચ કે મર્યાદાપાલનના કેટલાક સિદ્ધાંતોના મહત્ત્વની સમજ પડી. જેમ ફૂલોવાળાં વૃક્ષોનાં ઉદ્યાનને વાડની જરૂર પડે છે, એમ જીવનમાં પણ એ હવે કેટલીય વાડોને - મર્યાદાઓને માનતી થઈ હતી. રાજા દર્પણસેને બહેનના લજ્જિત મનને બહેલાવવા આર્ય કાલક સાથે લગ્ન કરાવી આપવાનો કોલ આપ્યો, પણ આર્ય સિદ્ધાંતો પર વિશેષ વિચારણા કરનારી અંબુજાએ એ વાતને સ્વયં અમાન્ય રાખી. રાજ કારણમાં ભાવનાનો પણ યથેચ્છ ઉપયોગ છે. એ વાતનો રાજકારણી રીતે ઉપયોગ કરવા રાજા દર્પણે સુનયના નામની વિષકન્યા મોકલી એક નવું કાવતરું રચ્યું. એ કાવતરું કાલકના વજ કવચ જેવા સંયમ પાસે નિષ્ફળ ગયું. 24 E લોખંડી ખાખનાં ફૂલ મર્યાદામાં અને સંયમમાં માનનાર કાલકે સુનયનાને જરાય નમતું ન તોળ્યું; ઊલટું સુનયના કાલકના હાથે નીતિમર્યાદાના છાબડામાં તોળાઈ ગઈ. આ બધી વાતોએ દર્પણસેનના મગજને ભમાવી નાખ્યું. એણે કહ્યું, | ‘અંબુજા ! પુરુષ એ પુરુષ, સ્ત્રી એ સ્ત્રી. પુરુષ સદા ભોક્તા, સ્ત્રી સદા ભોગ્યા. અંબુજાને આ સામે કંઈ કહેવાનું નહોતું. એ એની રીત મુજબ એટલો સુધારો મુકતી કે હંમેશાં પુરુષ જ ભોક્તા અને સ્ત્રી ભોગ્યા એ વાત ખોટી છે. કોઈવાર પુરુષ ભોગ્ય અને સ્ત્રી ભોક્તા એવું પણ બને. છતાં પાછળથી એ કહેતી કે, આપણા ખૂનમાંથી મંદોદરી પાકે, સીતા ને પાકે. સીતા માટે તો આર્યવર્તની પ્રણાલિકામાં ઊછરેલા જીવ જોઈએ. ‘હવે સીતા અને સરસ્વતી બંધીય જોઈ ! અજવાળી તોય રાત,' દર્પણ તુચ્છકારથી બોલતો. ‘દર્પણ ! નજર સામે બંને દૃષ્ટાંતો છે, છતાં ભૂલી કાં ગયો ? આપણે બંને ભાઈબહેન અને સરસ્વતી અને કાલક પણ ભાઈબહેન, છતાં એ બે વચ્ચે કેટલો ફેર? તું અને હું પવિત્રતાનો ગર્વ કરી શકીશું ? અને એ બે જણાં કેટલી સરળતાથી પવિત્રતાનો દાવો કરી શકશે ?” | ‘હવે જોઈ એ બધી પવિત્રતા અને અપવિત્રતા ! મનને પ્રસન્ન કરે તે પવિત્રતા. આ તો કેટલાય ચોખલિયા લોકોએ વાડાબંધી કરી છે. આ પોતાનું, આ પારકું. હું એવા ભેદોમાં નથી માનતો. વસુંધરાનાં બધાં લોકો એ આપણાં સ્વજનો, સ્વજનમાં માત્ર મા, બહેન કે દીકરી જ નહિ – પત્ની પણ હોય છે. મહાગુરુ મહામાનો આશ્રમ ભૂલી ગઈ ? ' દર્પણસેન કહેતો. ‘એ આશ્રમે જ આપણું સત્યાનાશ વાળ્યું. એણે જ આધ્યાત્મિકતાથી તારી શ્રદ્ધા ટાળી અને તને ભૌતિક બળોમાં શ્રદ્ધા રાખતો કર્યો.’ અંબુજા લાંબો નિશ્વાસ મૂકતી બોલી. | ‘એવું ન બોલ. આજે દર્પણસેન જે કંઈ છે, એ મહાગુરુના આશ્રમને આભારી છે. સમરાંગણ કે સ્ત્રી પરત્વે હું કદી નમાલો નીવડ્યો નથી. તું મારી પાસેથી જાણી લે કે આટલી ભોગ્યાઓમાં થોડો વખતમાં એકનો વધારો થશે, અને એ પણ જેનાં તું વખાણ કરે છે એ !' કોણ ?” ‘સરસ્વતી; આર્ય કાલકની બહેન.” દર્પણે શાંતિથી કહ્યું. “ઓહ દર્પણ , આ તું શું બોલે છે ?* અંબુજા ગભરાઈ ઊઠી. ‘કશુંય નહીં. નોંધી રાખ કે આ રાજ્યના ઉત્તરાધિકારીને એ જન્મ આપશે.” દર્પણ હસતો હસતો બોલ્યો. સપ્તભૂમિકા પ્રાસાદ D 245 Page #134 -------------------------------------------------------------------------- ________________ ઓ ભાઈ ! એ તો તપસ્વિની સાધ્વી છે ? ‘સાધ્વી થઈ એટલે શું સ્ત્રી મટી ગઈ ?' દર્પણે ઉશ્રુંખલ જવાબ આપ્યો. ‘ભાઈ ! એમાં તો એક સાધ્વીનું અપમાન થશે, કાલક કોપાયમાન થશે, ધરા આખી ધ્રુજી ઊઠશે !' અંબુજા ડરતી હોય તેમ બોલી. | ‘તારો ભાઈ ધરાને કાબૂમાં કરી શકે એવો છે !' ‘ધર્મ પર તેં તરાપ મારી ગણાશે. ગજબ થયો ગણાશે.' અંબુજાએ ભાઈને આ કૃત્યથી વારવા માટે સમજાવવા માંડ્યો. ‘ધર્મ તને માફ નહિ કરે.’ અરે ! અત્યારે તો ધર્મ પોતે જ વેરવિખેર થયો છે. કાલક પ્રત્યે ઘણા ધર્માચાર્યો તિરસ્કાર દાખવે છે.' રાજા દર્પણસેને કહ્યું, ‘તેઓ આ સમાચારથી ખુશ થશે; કહેશે કે એ જ લાગનો હતો.' ‘સરસ્વતી કંઈ મારાથી વધુ સુંદર નથી.' અંબુજાએ ભાઈનું મન ફેરવવા નવી દલીલ અજમાવી. ‘નવું પુણ્ય થોડું અસુંદર હોય તોય એમાં નવીનતાની મજા છે, અને સરસ્વતી કંઈ ઓછી રૂપવતી પણ નથી. તું મારા માટે એને જ યોગ્ય લેખતી હતી, એ હું ભૂલી ગયો નથી, હોં !' | ‘ભાઈ ! એ વાત જુદી હતી, આ જુદી છે. આ કામ ન કર, કાલ કે ભારે તીખો સાધ્વી ભગિની માટે આકાશ-પાતાળ એક કરશે.' અંબુજા બોલતી નહોતી, જાણે પગમાં પડીને રડતી હતી. | ‘ડર મા, અંબુજા ! રાજા દર્પણને હરાવનાર હવે તો જન્મે ત્યારે ! કદાચ એમ માની લે કે મારી સેના ફરી જાય, મારા મંત્રીઓ દગો કરે, મારા સ્વજનો સાથ ન આપે, પમ હું એકલો શત્રુના દર્પને હરી શકું તેવો છે. હું ગર્દભી વિદ્યાનો સ્વામી છું. જાણે છે, સાગરનું કેવું મહાન બળ હોય છે, તેવી તેની ધા પણ ભારે મોટી હોય છે ? એ યુધાને તૃપ્ત કરવા ન જાણે કેટલીય સરિતાઓ ખારી બની નામશેષ બની જાય છે. સરિતાની એમાં આનાકાની ન હોય. એ તો એકબીજાનું સરજત જ એવું છે. સરિતાએ સાગરસ્વામીને ભેટવું. સાગરસ્વામીએ નેહથી એને સત્કારવી.’ દર્પણસેને વિદ્વત્તાનો ભંડાર ખુલ્લો મૂક્યો હતો. અંબુજા કંઈ બોલી ન શકી, એ શુન્યમનસ્ક બની ગઈ. દર્પણસેન સૌંદર્યખંડની સજાવટ માટે યોગ્ય સૂચનાઓ આપી અંબુજાની તરફ એક મદભરી નજર નાખતો ચાલ્યો ગયો. અંબુજા વિચારી રહી : ફરી દર્પણ આવે ત્યારે એને નવી રીતે સમજાવીશ. સરસ્વતીના નામ સાથે એને કાળ-પડઘા સંભળાતા હતા. ને કાલક ! નીતિનો ચુસ્ત મહાપુરુષ ! મહાગુરુ જેવા મહામઘના આશ્રમમાંથી જે મોત માથે લઈને ભાગ્યો હતો, એ આ કેમ જીરવી શકશે ? એ દર્પણ જેવા પહાડ સાથે જરૂ૨ ટકરાશે. દર્પણ પાસે ગર્દભી વિદ્યા છે. અને એના બળ પર એ નાચે છે, પણ સંસારમાં શેરને માટે સવાશેર હંમેશાં હોય છે. આખરે સત્યનો જય અને પાપનો ક્ષય થાય છે. સાધ્વીને સંતાવવાનું પાપ મોટું છે. રાવણ પણ ક્યાં ઓછો વિદ્યાવાન હતો ? અંબુજા હજી આ વિચારમાં બેઠી હતી, એટલામાં ભુલભુલામણીના રસ્તેથી બે કદાવર માણસો એક સ્ત્રીને ઊંચકીને લાવ્યા. તેઓ સીધા સૌંદર્યખંડમાં પહોંચ્યા. ત્યાં તમામ વ્યવસ્થા હતી. એક સુંદર પલંગમાં એ સ્ત્રીને સુવાડી દીધી. અંબુજાનું લક્ષ્ય એ તરફ ખેંચાયું. એ ત્યાં ગઈ. અહીં કોઈને કોઈ વાતનો ડર નહોતો. સેવકોએ કહ્યું, ‘પેલા અવળચંડા સાધુ કાલકની આ બહેન છે. અનાઘાત પુખ છે. મહારાજ આજની રાત અહીં ગાળશે !' અંબુજા આવા શબ્દો ઘણીવાર સાંભળતી. અનેક કમભાગી સુંદરીઓને જોતી ‘હશે' કહીને આંખ આડા કાન કરતી, પણ આજ તો આ શબ્દો અને અંગારા જેવા અસહ્ય લાગ્યા. એ સરસ્વતી પાસે ગઈ. હજી એ બેભાન હતી. માર્ગમાં છૂટવા ખૂબ ધમપછાડા કરવાથી એ શ્રમિત થઈ ગઈ હોય, એમ લાગતું હતું. સપ્તભૂમિકા પ્રાસાદ D 247 ‘એની તીખાશ એને મારશે ! એ તીખો થશે તો એની સાધુતા નિંદાશે. એ સાધુપણું રાખશે, તો સરસ્વતી મારી થશે, બંને રીતે મારે તો બેય હાથમાં લાડુ જેવું છે !' દર્પણસેન ખૂબ હસ્યો. ‘ભાઈ ! સરસ્વતી પવિત્ર છે; સીતા જેવી છે.” ‘પણ એના રામ ક્યાં છે ? સીતાને તો રામ હતા. અંબુજા ! ભારતીય લોકો પરણેલી સ્ત્રીને રંજાડવામાં પાપ માને છે અને આ તો કુંવારી છે. વળી ક્ષત્રિય કન્યા છે. એમ માન કે હું એનું હરણ કરીને ગંધર્વ લગ્ન માટે લાવું છું.' રાજા દર્પણ કહ્યું. અંબુજા એની યુક્તિઓને પહોંચી શકતી નહોતી. દર્પણ આગળ બોલ્યો, ‘સ્ત્રીનું અસ્તિત્વ જ આનંદ-વિલાસ માટે છે. એને જે અધિકાર આપીએ છીએ તે એક છળ માત્ર છે. સ્ત્રી સુવર્ણપાત્રમાં ભરેલા મધુરસ જેવી છે. સુવર્ણ કદી મલિન થતું નથી, મધુરસ કદી ફિક્કો પડતો નથી.’ ‘દર્પણ ! હું તને દલીલથી કદી હરાવી શકીશ નહિ, પણ આ માર્ગે ન જા. સાધ્વીને સતાવ ના ! ધર્મને છંછેડ મા ! કાલક દૃઢ નિશ્ચયવાળો છે. એ પોતાની 246 D લોખંડી ખાખનાં ફૂલ Page #135 -------------------------------------------------------------------------- ________________ બહેન, ચિંતા ન કર. હું તારી મદદમાં છું.’ અંબુજાએ કહ્યું, ‘તું મારી મદદમાં ? સાચું કહે છે !' ‘હા’ અંબુજાએ એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું. ‘ન માનું ! વાઘની બોડમાં અહિંસક પ્રાણી ક્યાંથી હોય ? મહાગુરુના શપથથી કહે છે !' “સરસ્વતી ! મહાગુરુના શપથથી કહું છું.’ ‘મારામાં નવું બળ આવે છે, બહેન ! તું મદદ કરે તો બાજને બાંધી લઈએ, પાંખ કાપી લઈએ.’ સરસ્વતી બોલી. - ‘પણ આ બાજ તો પાંખ કપાયે બમણો લડે એવો છે. લડીશું આપણે . હીરજીત મહાગુરુને હાથ, પણ બહેન સરસ્વતી ! તને ટૂંકાણમાં કહી દઉં. મને તારી બહેન માનજે, તારું શીલ સલામત રાખવા મારો પ્રાણ પણ આપી દઈશ. વિલાસી જીવન જીવીને લોકલજ્જાથી આ સપ્તભૂમિકા પ્રાસાદમાં ભરાઈ રહીને કંટાળી ગઈ છું. તારા માટે કંઈ યત્ન કરીશ, તો મને જીવનમાં કંઈક શાંતિ લાધશે.’ સરસ્વતી છળેલી કો સ્ત્રીની જેમ અંબુજા સામે જોઈ રહી. અંબુજા ઘણે દિવસે સરસ્વતીને જોતી હતી. એને ક્ષણવાર આશ્રમના દિવસો યાદ આવ્યા. પોતાના ટુંકડિયા સોનેરી વાળની કાલક ગૂંચો કાઢતો અને બંને જળમાં પોતાના પડછાયા જોઈ હસતાં, એ યાદ આવ્યું. કેવા સુંદર દિવસો ! ફરી ને જ આવ્યા ! અંબુજાને લાગ્યું કે ફરી મસ્તીભરી કિશોર અવસ્થામાં પ્રવેશી જાઉં ! આ હૈયાબળાપાવાળું યૌવન ફગાવી દઉં ! સરસ્વતી ! ઓ સરસ્વતી બહેન !' અંબુજાએ મીઠા સાદે સરસ્વતીને ઢંઢોળી. સરસ્વતી હજીય બેહોશ હતી. અંબુજા એની દેહયષ્ટિ પર નજર ફેરવી રહી. એના મસ્તક પરનો સુંદર કેશકલાપ ગૂંથવાના દર્પણના મનોરથો મનના મનમાં જ રહ્યા હતા. એ કેશકલાપ આજે નામશેષ બન્યો હતો. મસ્તક સાવ કેશવિહોણું હતું. એના સુંદર ચરણ, એની પાસે પદ્મની શોભા પણ ઝાંખી પડે, એમાં ઊંડા વાઢિયા પડ્યા હતા. એની કાયા કરમાઈ ગઈ હતી; માત્ર ધર્મતેજની એક રેખા એના મુખમંડળ પર ચમકી રહી હતી. અંબુજાના અંતરમાં ભારે સંતાપ જાગ્યો. સંસારમાં આટલી સૌંદર્યવતી સ્ત્રીઓ હોવા છતાં, આ સૌથ્વી પર તરાપ ! ન ભૂતો ન ભવિષ્યતિ ! અને અંબુજા મનોમન નિર્ણય કરી બેઠી, એ વિલાસી હતી, બહુ ઊંડાણમાં ઊતરવામાં માનનારી નહોતી, છતાં એને સરસ્વતી પર વહાલ છૂટું, એણે સરસ્વતીને સાચવીને સુવાડી. એના વિવર્ણ મુખ પરથી રજ લૂછી. એના ધગધગતા કપાળ ઉપર લાગણીભર્યો હાથ ફેરવ્યો. સાંજ પડતાં સરસ્વતી કંઈક સ્વસ્થ બની, છતાં હજી પથારીમાંથી બેઠી થઈ શકે તેમ નહોતી. સંધ્યાકાળે દાસીઓ નાનજળ લઈને આવી, વસ્ત્ર આવ્યાં. અલંકાર આવ્યા. વિલેપન આવ્યાં. હારતોરા અને ઇત્ર આવ્યાં. અંબુજાએ દાસીઓને કહ્યું, “અરે ! આ બધી સૌંદર્યસામગ્રીથી મને શણગારો.” દાસીઓ કંઈક અચકાઈ, પણ એય અંબુજાના કડક મિજાજને પિછાણતી હતી. ધીરે ધીરે બધો શણગાર અંબુજાની કાયા ઉપર ગોઠવાઈ ગયો. અંબુજા નવેલી નાર બની ગઈ. એનું રૂપ ધાર કાઢેલી તલવાર જેવું ચમકી રહ્યું. હવે સરસ્વતી ધીમે ધીમે ભાનમાં આવી રહી હતી. ભાનમાં આવતાં જ એ ચીસ પાડીને બેઠી થઈ ગઈ. અંબુજાએ એને પકડી લીધી; ગોદમાં લઈ લીધી. - બેએક પળોમાં સરસ્વતી પૂરા ભાનમાં આવી ગઈ. એ બોલી “ઓહ બહેન અંબુજા ! દર્પણ આખર જાત પર ગયો. ધર્માશ્રિત મારા પર ઘા કર્યો, તું જોજે, આજે ચકલી બાજ સાથે લડશે.' 248 D લોખંડી ખાખનાં ફૂલ મહાગુરનો આશ્રમ 249 Page #136 -------------------------------------------------------------------------- ________________ 33 સ્ત્રી જે છે તે નથી. રાત ભેંકાર હતી. આકાશની ધવલ કૌમુદીએ જાણે પૃથ્વીના શબ ઉપર ધોળી ચાદર ઓઢાડી હતી. સપ્તભૂમિકા પ્રાસાદમાં દીવા ઝાકમઝોળ બળતા હતા, તોય રાત ભેંકાર લાગતી હતી, દીવા બુઝાયેલી ચિતાના અંગારા જેવા તગતગતા હતા, પ્રાસાદનો પથ્થરે પથ્થર આજે અહીંનાં રહેનારાંઓને પોતાના દેહને દાબતો જણાતો હતો. ઘણી સુંદરીઓ અહીં આવી હતી, અને ઘણીનાં શીલ અહીં લુંટાયાં હતાં, પણ કોઈ રાત આવી ભારે ઊગી નહોતી. ઘરમાં સાપ બેઠો હોય, ને ઘર જેમ ભારે લાગે, તેમ બધું ભારે ભારે લાગતું હતું. એમણે દેહને તો હંમેશાં પારકાની મરજી પર હલાવ્યો-ચલાવ્યો હતો, દિલ પણ એમનું એ વેળા કંઈ બોલ્યું ચાલ્યું નહોતું, પણ આજ તેમનું દિલ ઝંખી રહ્યું હતું. તેઓ એકબીજાને કહેતાં હતાં. ‘એક સાધ્વી સાથે આ જુલમ ! અધર્મ આપણને ખાઈ જશે. ખરેખર આપણું આવી બન્યું છે. શેરના માથે સવાશેર જરૂર જાગશે.” મધુરી નામની દાસી પોતાના પરિચિત દાસ દેવને કહેતી, ‘પણ ભાઈ, આજે તો શેરને માથે સવાશેર સંસારમાં ક્યાંય દેખાતો નથી.” ‘દેખાશે, કુદરત આવા પાપ કરનારને છોડતી નથી. કંઈ નહિ બને, તો એકવાર આ આખો પ્રાસાદ જ બેસી જશે. પથરે પથરો આપણને જીવતાં જ પાતાળમાં ચાંપી દેશે.” મધુરી બોલી, ‘દેવ ! એક પુરાણી એમ કહેતા હતા કે અતિ મોટું પુણ્ય કે અતિ મોટું પાપ રસાયનની જેમ તરતે માણસને ફળે છે. પણ આપણા રાજા માટે પાપ પુણ્ય બંને સરખાં બન્યાં છે. એને કોઈ પહોંચે તેમ દેખાતું નથી. બાકી મને તો આ પથરાઓ આપણને દાટી દે, આપણે દબાઈ જઈએ, ચંપાઈ જઈએ, એ બહુ ગમે છે - ન જાણે કેમ ? દાસ અને દાસી આવી ચર્ચા ઝીણે સ્વરે કરી રહ્યાં હતાં, ત્યાં રાજાના આગમનના સમાચાર લઈને કેટલાક દાસ દોડતા આવ્યા. તેઓએ રાજાના આગમનની વધામણી ખાધી. અંધારી રાતમાં આગનો ભડકો દેખાય તેમ રાજા દર્પણસેન દ્વાર પર દેખાયો. એની કદાવર કાયા આખા પ્રાસાદએ ભરી દેતી હતી. એનું પ્રત્યેક પગલું પ્રાસાદને ધમધમાવી રહ્યું હતું, ને નિરાંતે ઊંઘતાં મેના-પોપટને પણ ઊંઘમાંથી ફફડાવીને જ ગાડી રહ્યું હતું. - દર્પણનો દેહ પ્રચંડ હતો. એનું માથું ખૂબ મોટું હતું. હાથ ખૂબ લાંબા ને સ્થળ હતા , નાક ખૂબ મોટું હતું અને એનાં બેય નસકોરાં મારકણા સાંઢની જેમ ફૂલેલાં હતાં. મંત્ર-તંત્રની સતત સાધનાથી એના અવાજમાં ભયપ્રેરક નીડરતા ભ હતી. શરીરબળમાં ને મંત્રબળમાં અપૂર્વ શ્રદ્ધા હોવાથી એનું હાસ્ય બેપરવા હતું. | નિત્ય પ્રભાતે માળી રાજબાગમાં જાય અને ફૂલ ચૂંટી લાવે, એટલી સ્વસ્થતાથી ને સહેલાઈથી દેશ-નગરની અપૂર્વ સુંદરીઓ અહીં કળે કે બળે લાવવામાં આવતી ને આ રાજમાળી એને એટલી સરળતાથી જ સુંઘતો અને ફગાવી દેતો ! - સ્ત્રી એ વિધાતાએ રચેલું બેનમૂન ફુલ છે. ફૂલ તો કાલે કરમાઈ જવાનું છે; સ્ત્રીની જુવાની કાલે ચાલી જવાની છે; એનો તો ઉપભોગ કરી લીધો સારો - આ માન્યતા દર્પણસેનની હતી. છતાં ન્યાય ખાતર એટલું કહેવું પડશે કે રાજા દર્પણસેન જેવો દાની રાજા બીજો નહોતો. સુવર્ણની એ કંઈ કિંમત ન લખતો. એના દાનથી ચાલતા ધર્માશ્રમોનો તોટો નહોતો. એની ઉદાર મદદથી ચાલતાં સદાવ્રતોનું અન્ન અનેક સાધુ-સંન્યાસીઓના પેટમાં જતું. તેઓ એના કામાચારની નિંદા કરતાં પહેલાં અનેક ગરણે પાણી ગળતાં, - દર્પણના દાનથી સર્જાયેલાં મંદિરો, વાવ, કૂવા ને તળાવોનો પાર નહોતો. પોતાની પત્ની કે પુત્રીના ગુમ થયાના ખબર મળ્યા પછી પતિ કે માબાપને બીજો કોઈ વિચાર કરવાનો કે બીજે શોધ કરવાની ન રહેતી. સપ્તભૂમિકા પ્રાસાદના પહેરેગીરને સુવર્ણની ભેટ ચઢતી કે તરત પત્તો મળી જતો. પહેરેગીર કહેતો, ‘ભાઈ ! દુ:ખનું ઓસડ દહાડા !' પતિ કે પિતા થોડા દિવસ રાહ જોતા તો એમની પત્ની કે પુત્રી સુખરૂપે સ્ત્રી જે છે તે નથી H 251 Page #137 -------------------------------------------------------------------------- ________________ એમના ઘેર પહોંચી જતી : સાથે આ ભવ સુખે નિર્ગમન કરી શકાય તેટલું સુવર્ણ, મણિ કે રત્નનું ભાથું લઈ આવતી. લોકો કહેતા કે ગરબડ ન કરી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું. છાલો વીંછી ચઢાવવાનો કંઈ અર્થ ! કેટલાક પિતા કે પતિ ચોખલિયા નીકળતા, તો એ હેરાન થતા, ને સુંદરી જીવનભર કારાગાર વેઠતી; કાં તો એને શિખામાં આપઘાત કરવો પડતો. સંસારની જે શોભા સમો લેખાતો, કવિઓ જેનાં ઇંદ્રપુરીના નામે ગુણગાન ગાતા, એ સપ્તભૂમિકા પ્રાસાદ ખરેખર સંસારની ગંદકીનું મોટામાં મોટું ધામ હતું. આ ગંદકીના મહાધામનો અધિદેવ દર્પણ હતો. અત્યારે એણે તાજું નાન કર્યું હતું. મેઘનો આસ્વાદ આજે છોડ્યો હતો, કારણ કે એ જાણતો હતો કે સાધ્વી સ્ત્રીને રીઝવવાની રીત અનોખી હોય છે. રાજાએ આખા દેહ પર સુગંધી તેલ લગાડ્યું હતું. એક રેશમી અધોવસ્ત્ર પહેરી, ઉપર સોનાનો મોટો રત્ન જડ્યો કંદોરો પહેર્યો હતો. વિશાળ છાતી પર ઝીણું પારદર્શક અંગરખું પહેર્યું હતું ને ઉપર ઉત્તરીય નાખ્યું હતું. મોટી ભોગળ જેવા એના બે હાથ હાથીની સૂંઢની જેમ ઝૂલતા હતા. હાથ પર મુદ્રિકા અને બાવડા પર બાજુબંધ હતાં. મસ્તક પર આછા વાળ હતા ને એના પર હીરાજડિત મંડિલ મૂકેલું હતું. કાનમાં સુંદર કર્ણફૂલ હતાં. રાજાએ પ્રવેશ કર્યો કે એક દાસી પોતાના લાંબા કાળા વાળ બિછાવીને નતમસ્તક ઊભી રહી. રાજાએ એ કેશ પર મોજ ડી સહિત પગ મૂક્યા. તરત નતમસ્તક થયેલી દાસીએ પોતાના બે હાથ પ્રસારી મોજડી કાઢી લીધી. રાજા મોજ ડી ઉતારીને આગળ વધ્યો. તરત એથીય વધુ સ્વરૂપવાન દાસી હાથમાં થાળ લઈને રખાવી. થાળ સુવર્ણનો હતો ને એટલો ચકચકિત હતો કે દાસીના દેહનો એમાં પડછાયો પડતો હતો. આમ તો રાજા આજ ખુશમિજાજ માં હતો; પણ ઝીણવટથી નીરખનારને એ સચિત પણ લાગતો. એની નજર દૂર દૂર રહેલા ખંડ પર હતી. ખંડમાં સંપૂર્ણ શાંતિ હતી, અને એક ખૂબ શણગારેલી સ્ત્રી અંદર આંટા મારતી હતી. રાજાને જરા હસવું આવી ગયું : ‘રે સરસ્વતી ! ક્યાં ગયું તારું સાધ્વીપણું? સ્ત્રીનો તમામ રંગ કાચો ! જરા પાણી પડ્યું કે આખું પોત રંગ બેરંગ ! અલંકાર, આભૂષણ, વસ્ત્રવિલેપન મળ્યાં કે કાચંડાના રંગની જેમ પળવારમાં બદલાઈ ગઈ સમજો !” રાજા ઉત્સાહમાં આગળ વધ્યો. 252 3 લોખંડી ખાખનાં ફૂલ એક દાસી આવી. એના હાથમાં એક થાળ હતો. થાળમાં એક મોદક અને મંત્રપૂત પાણી હતું. પાણી ગર્દભી વિદ્યાની નિત્યોપાસના પછીનું ચરણામૃત હતું. મોદક વાજિકરણનો હતો. એ મોદકમાં એવી શક્તિ હતી કે એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે રતિક્રીડા કરી શકે. રાજા મોદક મોંમાં મૂકી ચરણામૃત પી આગળ વધ્યો. વાઘ જેવો રાજા પણ પ્રત્યેક કાર્યના પ્રારંભમાં આ વિધિ સાચવવાનું ન ચૂકતો. બહુ બળવાન માણસો વધુ પડતા વહેમી હોય છે. રાજા આગળ વધ્યો અને ખંડના બારણે પહોંચ્યો કે ખંડના દીવાઓ એક પછી એ ક રામ થવા લાગ્યા. રાજાએ પૂછવું, ‘દીવાઓ કેમ બુઝાય છે ?' રાજાની ખાસ માનીતી દાસી મધુરી ત્યાં ઊભી હતી. એણે મનમાં કહ્યું, ‘રે. રાજા ! કાળા નાગના શ્વાસોશ્વાસથી તો ગમે તેવા અત્તરના દીવા પણ બુઝાય છે.” પણ પ્રગટ રીતે બોલી, ‘આગંતુક સુંદરીની એવી ઇચ્છા છે.' ‘શું તેના કહેવાથી દીવા બુઝાયા છે ?' રાજાને ઉત્સુકતા જાગી. હાજી . તેઓએ કહ્યું કે એક સાધ્વીને દીવાની પણ શરમ લાગે.' “વાહ રે સાધ્વી ! અરે, સાધ્વી હોય કે મહાસાધ્વી હોય, સ્ત્રીનું મન જ બહુ પરિવર્તનશીલ છે !' રાજાએ હસતાં હસતાં કહ્યું ને પૂછયું, ‘મધુરી ! ક્યાં છે નવાં રાણી ?* રાજાના નિર્લજ્જ વર્તાવને રોજ ખમી રાખનારી, દુનિયામાં દેવ થઈને પૂજાતા અને અંતઃપુરમાં કામી ગર્દભથી પણ ઊતરતું જીવન જીવતા રાજાઓની કુત્સિત કામચેષ્ટાઓને સંદા સહન કરનારી તુચ્છાતિતુચ્છદાસી આજ આટલા વાર્તાલાપથી પણ મનમાં ને મનમાં ખિન્ન થઈ રહી. એ બબડી : ‘વિધાતા શા માટે આવા રાક્ષસોને પૃથ્વીને પાટલે મનમાં ને મનમાં પેદા કરતી હશે ?' મધુરી આ વિચારોમાં પળવાર ગૂંચવાઈ ગઈ, એટલે રાજાના પ્રશ્નનો તરત જવાબ ન આપી શકી. રાજાએ ફરી પ્રશ્ન કર્યો, ‘મધુરી ! ક્યાં છે નવાં રાણી ? સાંભળ્યું નહીં? કયા વિચારમાં પડી છે ?” મધુરી સાવધ થઈ ગઈ, બોલી, ‘મહારાજ , વિચાર અત્યારે બીજો કેવો? નવાં રાણીનો જ વિચાર . મહારાજ ! નવાં રાણી માટે ચોટલો લાવવો પડશે ને? બોડાં રાણી આપને ગમશે ?” સ્ત્રી જે છે તે નથી 253 Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજા આનંદમાં હતો. આટલી જલદી કોઈ સુંદરી પોતાને સ્વીકારવા માટે રાજી થઈ નહોતી. અનેક ચકલીઓ અહીં આવી હતી, પણ એમણે બાજને ઝટ નમતું નહોતું તોળ્યું રાજા વિચારી રહ્યો. સંસારમાં કેટલાક જીવ ડાહ્યા હોય છે. શક્ય અને અશક્યનો વિવેક કરી લે છે, ને જે એકને એક બે જેવી વાત હોય, એનો સામનો કરતા નથી. સરસ્વતી ખરેખર વિદુષી લાગે છે, સાથે વિવેકી પણ છે. રાજા દર્પણના દિલમાં પળવાર એમ થઈ આવ્યું કે આવી રાણી મળી હોત તો આ અનેકની ઝંખના એકમાં જ વિરામ પામત. પણ એ સુંદરીને સાચું ન સૂઝયું ને વેરાગીઓના પંજામાં સપડાઈ ગઈ ! અને એને પણ શો દોષ દેવો ? બધાં કામ કાલકનાં જ ! એ મૂંડાએ.... દર્પણના દિલે વળી પ્રશ્ન કર્યો. ‘તો હજીય મોડું શું થયું છે ? સરસ્વતીને પામીને તારી સુંદરીઓની શોધને સમાપ્ત કરજે.' તરત જ અંદર સૂતેલી બળવાન કામનાએ પડકાર કર્યો : ‘તું કંઈ થાક્યો- માંદો ગૃહસ્થ નથી. તું તો રાજા છે, રાજા ! સૂર્ય એક હોય પણ એને કમલિની કેટલી હોય ? એકને જોઈને બેસી રહેવાનું તારા માટે ન હોય. તારે તો બધીને પ્રફુલ્લાવવાની હોય.' દર્પણ આ વિચારમાં દાસી મધુરીને જવાબ આપવામાં મોડો પડ્યો. ચતુર દાસીએ તકનો લાભ લીધો. મહારાજ ! મારા પ્રશ્નનો જવાબ કાં ન દીધો ? શું નવી રાણીના વિચારમાં ખોવાઈ ગયા ? હું પૂછું છું કે મસ્તકે મુંડાયેલી રાણી આપને ગમશે?* ‘જરૂર ગમશે. નવાં નવાં ફૂલ સંઘનાર તારા રાજાને હજીય તેં ન ઓળખ્યો, મધુરી ? હું તો ગોળથી કામ લેનારો છું. લાડવો હોય કે ગળપાપડી, એની મને ચિંતા “અત્યારે આપણા મંત્રીઓને અને મહાજનોને તેડાં મોકલવાં જોઈએ તેઓ મને વારંવાર કહે છે, કે આપનામાં નવાણું ગુણ સારા છે, પણ એક અવગુણ ભારે છે. દાની છો, જ્ઞાની છો, શુરવીર છો, પણ સ્ત્રી બાબતમાં જરા વધુ પડતા વેગવાળા છો. નિર્દોષ સ્ત્રીઓની આંતરડી નું બાળવ, બલ્ક ઠારવી. આજ તેઓને બોલાવીને મારે બતાવવું હતું કે સ્ત્રી જે છે તે નથી અને જે નથી તે છે!” પછી રાજાએ પૂછયું, ‘તો રાણીની ભેટ ક્યાં થશે ?” ‘સીધા શયનખંડમાં; એમણે આપને ત્યાં જ નિમંચ્યો છે.” | ‘અરે ! પણ એટલી બધી ઉતાવળ શી ? જરા હાસ-પરિહાસ વિનોદ-વિલાસ , જરા આનંદ-પ્રમોદ... જરા.” ‘મહારાજ ! અત્યારે નવાં રાણીની ઇચ્છાને માન આપવું જરૂરી છે.” મધુરી બોલી. ‘સારું, મને શયનખંડ તરફ દોરી જા.' મધુરીએ રાજાને શયનગૃહ તરફ દોર્યો. દીવાઓ જે થોડા થોડા જલતા હતા, એય હવે તો ધીરે ધીરે બુઝાવા લાગ્યા. શયનખંડના દરવાજે રાજા આવી પહોંચ્યો. ‘તો રજા લઉં મહારાજ !' મધુરી મીઠાશથી બોલી ને પાછી ફરી. શયનખંડમાં અંધારું હતું. નવી રાણીની ઇચ્છા અંધારામાં મુલાકાત કરવાની હતી. રાજા એકદમ અંદર ધસી ગયો. ફડાક કરતું દ્વાર ઉઘાડવું ને ફટાક લઈને બંધ થઈ ગયું. મધુરી થોડી આગળ વધી, ને ઊભી રહી. ત્યાં કોઈ કણસતું હોય એવો અવાજ આવ્યો ! એ પછી ફરી ત્યાં તો બારણાંને જબરો પાદપ્રહાર થયો. બારણું કડડભૂસ કરતું નીચે પડ્યું. જાણે પહેલો જ પરચો વસમો થઈ પડ્યો હોય એમ રાજા બેબાકળો બહાર ધસી આવ્યો. એના આખા ડિલે ખંજવાળ આવતી હતી અને જ્યાં જ્યાં ખંજવાળતો ત્યાં ભારે દાહ ઊઠતો હતો. ‘રે મધુરી ! આ શું ? મારી તલવાર લાવ.” મધુરી તલવાર લેવા દોડી ગઈ. નથી.' | ‘તો પધારો મહારાજ !' મધુરીએ સુંદર ભાવભેગી કરતાં મહારાજને આગળ વધવા કહ્યું. ખંડના દીવાઓ એક પછી એક બુઝાતા જતા હતા. રાજાએ અંદર પ્રવેશ કરતાં કહ્યું, ‘તારાં રાણીને અહીં ભોજનખંડમાં નિમંત્ર !' મહારાજ ! એ અહીં નહીં આવે.’ મધુરીએ કહ્યું. શું મને જોઈને એની ભૂખ ભાંગી ગઈ ?” રાજા દર્પણસેન અધિક મોજ માં આવી ગયો. હા મહારાજ ! આપનાં દર્શનથી એ તૃપ્ત થઈ ગયાં છે.” મધુરી બોલી. 254 લોખંડી ખાખનાં ફૂલ સ્ત્રી જે છે તે નથી | 255 Page #139 -------------------------------------------------------------------------- ________________ 34 મ્યાનનાં મૂલ ઘણાં મધુરી દોડીને તલવાર લઈ આવી. રાજાએ દોડીને તલવાર હાથમાં લીધી. પણ એ તો માત્ર મ્યાન જ નીકળ્યું. રાજાએ મધુરીને ગુસ્સામાં ધક્કો માર્યો અને એ દોડ્યો, ‘તલવાર, તલવાર’ એ બુમ પાડી રહ્યો. ગર્દભી વિદ્યાના સ્વામીના અવાજ થી આખો પ્રાસાદ કંપી રહ્યો. જાણે દાસદાસીઓ મોત માથે આવીને ખડું હોય એમ બેબાકળાં નાસભાગ કરવા લાગ્યાં. રાજા એક સેવક પાસેથી તલવાર લઈને પાછો ફર્યો, અને શયનખંડમાં આવીને તરત જ પલંગ પર ઝીકી પણ એ ઘા ખાલી ગયો. પલંગ પર કોઈ નહોતું. પણ પલંગની બાજુ માં એક નવસ્ત્રી નારી ખડી હતી. રાજાએ એને જોઈ, અને આશ્ચર્યથી બોલ્યો, | ‘ઓહ દગો ! સુનયના તું ? વિષકન્યા ? મને ખંજવાળ કેમ આવે છે. તે હવે હું સમજ્યો. શું મારા પર જ પ્રયોગ ? મને જ મારવો હતો ? રે રંડા! મારી બિલ્લી અને મને મ્યાઉં !' સુનયના પોતાના દેહને હાથથી ઢાંકતી બોલી, ‘રાજા ! તારે તલવારની ક્યાં જરૂર છે ? તારે મન તો મ્યાનનાં મૂલ ઘણાં છે. હું મ્યાન છું, દેહ છું; આત્મા નથી. મારું વિષ બીજાને હણી શકે, પણ તારા જેવા મંત્ર-તંત્ર વાદીને ખત્મ ન કરી શકે, ફક્ત ખંજવાળ જ ઉપજાવે.’ રાજા તલવાર લઈને આગળ ધસ્યો, ‘ઓ દુષ્ટા ! પતિતા ! પાપિષ્ઠા ! મારી છરી અને મારું ગળું !' “ખાડો ખોદે તે પડે, મારા કરતાં તું રજમાત્ર ઊંચો નથી. ફક્ત તારી પાસે પરભવની પૂંજી વધારે છે એટલું જ; મારી પાસે આ ભવ કે પરભવ બેમાંથી એકે ભવની પૂંજી નથી.સુનયના બોલી. એ જાણે ભયથી પર થઈ ગઈ હતી. “ચાંડાલિની ! તારા મોઢામાં ભવ-પરભવની વાત ? ૨ કાગડી, નક્કી તું કાલક જેવા કાગડાનાં પડખાં પંપાળી આવી છે !' રાજાએ કહ્યું, એના ક્રોધનો પારો ઊંચો જતો હતો, પણ સુનયનાની નિર્ભયતા પાસે વારંવાર એ ઊતરી જતો હતો. - ‘કાગ તો તું છે કે હું ? તને વિષ્ટાનાં જ સ્વપ્ન આવે, ખબરદાર, કાલક જેવા હંસ માટે કંઈ પણ બોલ્યો છે તો ! એ મારો ગુરુ છે ” સુનયના બે માથાની થઈને બોલી રહી. વાહ ગુરુ ! વાહ ચેલી !' દર્પણ આગળ વધી ગયો ને સુનયનાને નીચે પછાડીને એના ઉપર એણે તલવારનો ઘા કર્યો, ‘લે દુષ્ટા ! મર કમોતે !' ‘સ્ત્રી નથી, સ્ત્રીનું પ્રેત છું. ભરવામાં જ મારું સુખ છે. ઓ દર્પણ ! હવે તો જરા સમજ, ભૂંડા !” સુનયના આટલું બોલતાં બોલતાં, તલવારના ઘામાંથી અતિ લોહી વહી જતાં બેભાન બની ગઈ. વિષકન્યાના જખમને પાટો પણ ન બંધાય; બાંધનાર જીવથી જાય. સુનયના કરુણ કમોતથી ધીરે ધીરે મરવાની. રાજકારણમાં અને રાજ મહેલોમાં તો આવી અગણિત હત્યાઓ થતી હોય છે; એમાં એક વધારો ! એ કાદ દુર્ભાગી જીવના મોતની અહીં કોડીની પણ કિંમત નહોતી. આ તો મોરનાં રૂપાળાં પીછાં છે. ભલે ખરી જાય. મોર સલામત તો પીછાં અનેક ! સુનયનાને તલવારનો એક ઘા કરીને રાજા આગળ વધ્યો. એણે બૂમ પાડી, ‘ક્યાં છે સરસ્વતી ? એનાં વસ્ત્ર ઉતારી લઈને એને શયનખંડમાં હાજર કરો.” રાજા દર્પણની વાઘ જેવી ત્રાડના મહેલમાં પડછંદા જાગ્યા, દાસદાસીઓ ધ્રુજી ગયાં, પણ કોઈ આગળ ન વધ્યું. પથ્થરનાં પૂતળાંની જેમ બધા પોતપોતાને સ્થાને ઊભાં રહ્યાં. રાજાએ ફરી જોરથી ગર્જના કરી : ‘સરસ્વતીને હાજ૨ કરો !' ગર્દભી વિદ્યાના સ્વામીની આ બૂમથી ઊંચે લટકાવેલાં હાંડી-ઝુમ્મર ખડખડ કરતાં નીચે તૂટી પડ્યાં. રાજા એક ઝુમ્મર નીચે દબાતો દબાતો બચી ગયો. એ આઘો ખસતાં બોલ્યો, ‘મારી બિલ્લી અને મને જ મ્યાઉં ! મારાં દાસ-દાસી અને મારી આજ્ઞા-બહાર !! રાજાને પોતાના જ અંતઃપુરમાં આજ નવો અનુભવ થતો હતો. જગત જેના બળથી કંપતું હતું, એની જ આજ્ઞાનો અનાદર અંતઃપુરની સુકોમળ સ્ત્રીઓથી થતો હતો. દર્પણને આચાર્ય કાલકના શબ્દો યાદ આવ્યા, ‘માણસની કમજોરી, કારુણ્ય ને ચાતુરી શયનગૃહમાં જેમ જણાય છે. એમ રાજાના અંતઃપુરમાં પણ પરખાય છે. માનનાં મૂલ ધણાં 0 257 Page #140 -------------------------------------------------------------------------- ________________ જેનું શયનગૃહ શેતાનનો આવાસ નથી, એ ઘર ધર્મરાજનું મંદિર છે. સંસારનાં પુણ્યશાળી સત્ત્વ ત્યાં દેહ ધરવા આવે છે !' અંતઃપુર ! ! આ વિશ્વાસઘાતી અંતઃપુરનો આજ સર્વનાશ કરીશ. સરસ્વતી પાતાળમાં છુપાયેલી હશે તો એને ત્યાંથી શોધી કાઢીશ. મારું તો જે થશે તે, પણ એને તો નષ્ટભ્રષ્ટ કરીને જ જંપીશ. દર્પણ આગળ વધ્યો. અંદરના ખંડમાં પ્રવેશ્યો. ત્યાં સરસ્વતી નહોતી. ત્યાંથી આગળ વધ્યો. બીજા ખંડમાં એ ઘૂમી વળ્યો. સરસ્વતીનું નામોનિશાન ન દેખાયું. ફક્ત એ ખંડમાં કેટલીક સ્ત્રીઓનાં પથ્થરનાં નગ્ન પૂતળાં હતાં. રાજાએ એ મનોરમ અંગો પર તલવારના ઘા કર્યા. પથ્થર સાથે લોઢું અફળાયું. તણખા ઝર્યા. એ તણખાના આછા ઝબકારમાં એક ઘૂંઘટ કાઢેલી સ્ત્રી અંદરના ખંડમાં દેખાઈ. એણે સુંદર વસ્ત્ર સજ્યાં હતાં; મોહક અલંકારો ધારણ કર્યા હતા. રાજાએ તલવાર ફેંકી દીધી. ૨ શસ્ત્ર શું ? એને પોતાને પોતાનું અપમાન લાગ્યું. એના જેવાને વળી તલવારની શી જરૂર ? સરસ્વતી જરા પણ બળ બતાવે તો, કમળના ફૂલને ચૂંથી નાંખતાં કેટલી વાર ! રાજા અંદરના ખંડમાં દોડ્યો. પેલી ઘૂંઘટપટવાળી સ્ત્રી બીજા ખંડમાં સરી ગઈ. રાજા ત્યાં દોડ્યો. એણે સ્ત્રીને કબજે કરવા હાથ લંબાવ્યો. સુંદરી સરીને ત્રીજા ખંડમાં ચાલી ગઈ. રાજા ખસિયાણો પડી ગયો, છતાં એ આંધળા ઝનૂનથી દોડ્યો. આખરે સ્ત્રીને પકડી લીધી; પકડીને એનો ઘૂંઘટ ખેંચી લીધો. સ્ત્રી ખુલ્લા મોંએ ઊભી રહી. રાજા ફરી ખસિયાણો પડી ગયો, “કોણ, અવન્તિની વારવનિતા અલકા ? રે રંડા ! તું અહીં ક્યાંથી ? સુકાયેલું વાસી ફૂલ, અને દેવના ચરણની ઝંખના ? છત્ !! ‘હા, હું અલકા. કાલકમુનિની શિષ્યા. રાજા, આ હઠ છોડી દે. આગ સાથે રમત ન રમ.” અવન્તિની ગણિકા બોલી. અલકા આજે ગુરુઋણ અદા કરવા આવી હતી. કાલકે એને કહ્યું હતું કે અલકા ! તું ધર્મને તાબે થા, સંસાર તારા તાબામાં છે, હું તારા તાબામાં છું. દર્પણનું અભેદ્ય અંતઃપુર આમ આજે એકાએક કાણું માલુમ પડ્યું. અરે ! અગ્નિ તો હું છું. તમે સ્ત્રીઓએ આજ મારી સામે બળવો કર્યો છે કે શું ?” રાજા દર્પણ બોલ્યો. આજ સુધીમાં એણે અનેક સ્ત્રીઓને શીલભંગ કરી હતી. પણ ક્યારેય એને એવો અનુભવ નહોતો થયો; બધે ઊંધા જ અનુભવો થયા હતા. રાજા દર્પણની શય્યાભાગિની થનાર સ્ત્રી પોતાને મહાભાગ્યશાળી ગણતી. 258 D લોખંડી ખાખનાં ફૂલ દર્પણનાં વૈભવ, વિલાસ ને વીરતાનો તો દુનિયામાં ડંકો દેવાતો હતો. ને અહીં આજે એની ખોખરી હાંડલી બોલતી હતી ! અને તે સ્ત્રીઓના હાથે ! રાજાએ આગળ વધી એ ગણિકાને ઊંચકી, ને એને નીચે પછાડવા જતો હતો ત્યાં એ બોલી, ‘રાજા, તારે ક્ષુધા શમાવવાથી સંબંધ હોય તો હું એ માટે જ આવી છું. જોઈ લે મારું રૂપ. સરસ્વતી મારા પગની પાનીએ પણ ન પહોંચે!' રાજા વધારે કુદ્ધ થયો અને તેણે પથ્થરની દીવાલ સાથે ગણિકાને જોરથી પછાડી અને બોલ્યો, ‘રે રંડા !તું શું જાણે ? રાજા દર્પણસેનને બત્રીસાં પકવાન જમ્યા પછી સદાવ્રતનો સૂકો રોટલો ખાવાના ભાવ થયા છે.' પછી રાજા દર્પણસૈન આગળ વધ્યો. એને વિશાળ સપ્તભૂમિકા પ્રાસાદ આજે આકરો લાગ્યો. આટઆટલા ખંડ-ઉપખંડ ન હોત તો એની સાથે આવી ભુલભુલામણીની રમત તો કોઈ ન રમત ! અત્યારે તો એ ક્યારનો પોતાના જીવનનું એક અધૂરું અરમાન પૂરું કરીને પાછો વળી ગયો હોત. ખરી રીતે દર્પણ હવે જૂનો અતિકામી અને અતિવિલાસી દર્પણ નહોતો રહ્યો; પણ સરસ્વતીની બાબતમાં બે વાત હતી, એક તો પ્રતિહિંસાની તૃપ્તિ અને બીજું કાલકના જૂઠા ધર્મને પડકાર. રાજા આગળ વધ્યો. નવા ખંડમાં પ્રવેશ્યો. રોજ બીજાને ભુલભુલામણીમાં ભૂલા પાડતો રાજા, આજે વગર ભુલભુલામણીએ પોતે જ ભૂલો પડતો જતો હતો! નવા ખંડમાં વળી એક શૃંગારસજ્જ સ્ત્રીને એણે જોઈ. એને થયું કે આ જ સરસ્વતી ! પણ એને તરત યાદ આવ્યું કે હું કેમ વીસરી ગયો કે સરસ્વતી સાધ્વી છે, ને એને માથે મુંડો છે. કેવો મૂરખ હું છું ! પળવાર પહેલાંની વાત જ વિસારે પડી ગઈ ! રાજા ફરીવાર છોભીલો પડી ગયો. કાલકના શબ્દો યાદ આવ્યા, ‘અપૂર્વ અંધ છે કામી ! રાત-દિવસ તે જોતો નથી !! આજનો અનુભવ એને પોતાની જાત ઉપર જ ચીડ ઉપજાવતો હતો. યુદ્ધમાં એ કદી આટલો પાછો પડ્યો નહોતો, રાજ કાજમાં એને કોઈએ આટલો પરેશાન કર્યો નહોતો. ને આજ ત્રણ ટકાની સ્ત્રીઓ એને બનાવી રહી હતી ! રાજા આગળ ન વધ્યો. હવે એ ખરેખર ચિડાઈ ગયો હતો. એણે કમર પરથી કટારી કાઢી, અને એ સ્ત્રીની છાતી પર તાકતાં બોલ્યો, “કોણ છે તું, એ કહે, નહીં તો આ કટારી તારું કાળજું વીંધી નાખશે.' છતાં સ્ત્રી શાંત ઊભી રહી. કટારી કરતાં કામિની બળવાન ભાસી, એણે કંઈ જવાબ ન વાળ્યો. મ્યાનનાં મૂલ ઘણાં 259. Page #141 -------------------------------------------------------------------------- ________________ જવાબ ન મળતાં રાજાને ભયંકર ઝનૂન વ્યાપ્યું. એણે એ સ્ત્રીને ખતમ કરવા કટારી ફેંકી. સ્ત્રીએ આગળ વધીને છટાપૂર્વક ફૂલનો કંદૂક ગ્રહે તેમ કટારી પોતાના કરમાં ગ્રહી લીધી. રાજા આગળ વધ્યો. એ સ્ત્રી પણ સામે આવી. એણે મોં પરથી ઘૂંઘટ હટાવી દીધો. ‘ઓહ, કોણ અંબુજા ?” રાજા બે ડગલાં પાછો હઠ્યો. એને લાગ્યું કે આજે કોઈ અપશુકન એને થયા હોવા જોઈએ. લાખેણો માણસ કોડીનો થઈ ગયો ! ‘અંબુજા !’ રાજાએ ગુસ્સામાં કહ્યું, ‘મૂર્ખ !’ ‘દર્પણ !’ અંબુજાએ સામે એટલી જ તીવ્રતાથી જવાબ વાળ્યો, ‘પશુ !’ ‘ઓહ ! અંબુજા ! આ તારું પર્યંત્ર ! સુનયના, અલકા બધાં તારી ગોઠવેલી શેતરંજનાં પ્યાદાં ! રે છોકરી, કાલક તરફ તારો છૂપો પ્રેમ મારી સામે પડ્યત્ર તો નથી રચી રહ્યો ને ? સ્ત્રી કોની થઈ છે, તે આજે થશે ?' રાજાએ આખી પરિસ્થિતિનો તાગ કાઢ્યો હોય તેમ કહ્યું. ‘કાલક તરફનો છૂપો પ્રેમ નહિ, પણ શીલ અને સત્ય તરફનો મારો ચાહ મને આ કરવા પ્રેરી રહ્યો છે. ‘તારું શીલ હું જાણું છું. દેહ મને આપ્યો, અને દિલ કાલકને આપ્યું.' દર્પણે બહેનને ઢીલી પાડી દે, એમ કહેવા માંડ્યું. એ વચનના ઘા કરવામાં પણ વીર હતો. ‘દર્પણ ! તું અંધ થયો છે, નહિ તો મારી અર્પણની ભાવનાની કદર કરી શક્યો હોત. હલકામાં હલકો દાસ જ દિલ અને દેહને જુદાં જુદાં વહેંચી શકે છે. બાકી ખરી રીતે તો જ્યાં દિલ અપાય ત્યાં જ દેહ અપાય. તું જાણે છે કે મેં તનેભાઈને મારો ભરથાર કર્યો ! કેટલું પાપ આચર્યું ! આ બધું કોની ખાતર, જાણે છે ? કેવળ તારી જ ખાતર, તને ખુશ કરવા ખાતર ! સમજ્યો ? કાગને ઉડાવવા મેં હીરો ફગાવ્યો. અને નગુરા ! તને તેની કિંમત નથી.' અંબુજાના શબ્દોમાં ક્રોધ અને અનુકંપા બંને ભર્યાં હતાં. ‘પાપ અને પુણ્ય એ તો ઠાલી વાતો છે ! સમર્થને પાપ છબતું જ નથી. અગ્નિને આભડછેટ અડે છે ?' દર્પણે વાત વાળી લીધી. ‘વ્યર્થ ગુમાન ન રાખ, દર્પણ ! કંઈક સમજ. કંઈક વિચાર !’ અંબુજા પ્રાર્થના કરતી હોય તેમ બોલી. ‘મને સરસ્વતી બતાવ.' રાજાએ કહ્યું. સરસ્વતીને જોઈને તું શું કરીશ ?' અંબુજાએ પૂછ્યું. 260 D લોખંડી ખાખનાં ફૂલ ‘એને મારી શય્યાભાગિની બનાવીશ.' રાજાએ કહ્યું. ‘ઓ નિર્લજ્જ ! દેવમંદિરમાં ગાયની હત્યા કરીશ ?’ ‘હું મંદિર, દેવ અને ગાય કશામાં માનતો નથી, પાપ અને પુણ્યમાં માનતો નથી. પવિત્ર અને અપવિત્રમાં હું સમજતો નથી. વસ્તુ વાપરવાથી પવિત્ર કે અપવિત્ર થતી હોય તેમ સ્વીકારતો નથી. કાલક કહેતો કે વસ્તુ નહીં, વૃત્તિનો વિચાર કર. વૃત્તિથી વસ્તુ પવિત્ર કે અપવિત્ર બને છે.' રાજાએ વાત ઉડાવતાં કહ્યું. ગધેડાને મોંએ કેસરનો ચારો નાખ્યો હોય, તો કેવી વિડંબના થાય, એનું તું ઉદાહરણ છે. કાલકે કહ્યું કંઈ, દર્પણને દેખાયું કંઈ. વાહ રે મારા બુદ્ધિશાળી ભાઈ!’ અંબુજા ભાઈને ધર્મોપદેશ આપી રહી. ‘ઓ સાધુડી ! મને સરસ્વતી બતાવ !’ ‘નહીં બતાવું.’ અંબુજાએ મક્કમતાથી કહ્યું. એકાએક પાછળનું દ્વાર ખૂલ્યું અને એમાંથી એક સ્ત્રી બહાર નીકળી આવી અને વીજળી કડાકો કરે એમ બોલી, ‘હું છું સરસ્વતી !’ ‘રે સરસ્વતી ! તું અંદર ચાલી જા. મને દર્પણનો સામનો કરવા દે. મારા પછી તારો વારો.' અંબુજાએ સરસ્વતીને બહાર આવતી રોકતાં કહ્યું, “બહેન ! વચ્ચેથી તું ખસી જા ! દર્પણનું જોર મારા દેહ પર છે. મને પણ દેહ બંધનરૂપ લાગે છે. જપ, તપ ને વ્રતથી હું એને ધીરેધીરે ગાળવા માગતી હતી, આજે હું એને એક ઝપાટે દૂર કરી દઈશ. સ્મશાનમાં માણસનાં હાડને કૂતરો ચૂસે છે. અહીં મારાં હાડને એ ચૂસશે. આવ, દર્પણ અહીં આવ ! લે, તારે દેહ જોઈએ છે ને ?' દર્પણ ઘડીભર ઠરી ગયો. સરસ્વતીના મંડાયેલા મસ્તકની આજુબાજુ તેજનાં વર્તુળ રચાતાં હતાં. ‘આવ ! દર્પણ, આવ ! તારે મારો દેહ જોઈએ છે ને ? તારે એને શય્યાભાગી બનાવવો છે ને ? લે, મારો દેહ તૈયાર છે. આમ આવ !' સરસ્વતી આગળ વધી. માતા જાણે કોઈ છોકરાને રમકડું આપવા આગ્રહ કરતી હોય, એમ એ આગ્રહ કરી રહી. દર્પણ તેજવિહીન બની ગયો. એ આગળ વધવા મથતો હતો, પણ જાણે એના પગમાં ખીલા ઠોકાઈ ગયા હતા ! ન એ આગળ વધી શક્યો, ન એ પાછળ હઠી શક્યો. જ્યાં હતો ત્યાં જ સ્થિર થઈ ગયો, જાણે કોઈએ એના ઉપર સ્તંભનવિદ્યા અજમાવી ન હોય ! સરસ્વતી બે ડગલાં આગળ વધી. એણે પોતાની કમરે રહેલો ઘેરો કાઢ્યો. મ્યાનનાં મૂલ ઘણાં – 261 Page #142 -------------------------------------------------------------------------- ________________ અંબુજાને બતાવતી બોલી, ‘આ હીરો ચૂસું એટલી જ વાર છે. પછી આ આત્માને કશી આળપંપાળ નહીં રહે, અને આ દેહ રાજા દર્પણનો બની જશે.' અંબુજા ગળગળી થઈ ગઈ. એ બોલી, ‘બહેન ! દર્પણને માફ કર. બંધુની વાસનાની વેદી પર મારું આખું જીવન મેં બરબાદ કર્યું છે. એને ખાતર હું જીવતી મરેલી થઈને આ સપ્તભૂમિકા પ્રાસાદમાં રહું છું. બહેન, કૃપા કર ! મારે ખાતર...’ દર્પણનો દુષ્ટ આત્મા વેરાઈ ગયેલી હિંમત ફરી એકઠી કરી રહ્યો હતો. જે અંતઃપુરને એ મોજમજાનું ધામ સમજતો હતો, એ એને માટે આજે શિક્ષણનું ધામ બની ગયું હતું ! અને રમકડાં જેવી અંગનાઓ જેને પોતે રમાડવાની હોંશ રાખતો, એ એને રમાડી રહી હતી - મહાન દર્પણને, અપ્રતિરથ દર્પણસેનને ! મંત્રધર ગર્દભિલ્લુને ! થોડીવારે રાજા સ્વસ્થ થયો. એણે ચીસ જેવા સ્વરે કહ્યું, ‘સરસ્વતી ! તારી વલે અંબુજા જેવી કરીશ, ત્યારે જ જંપીશ !' ‘અવિનમાં હવે બીજી અંબુજા તને ન મળે, એની ચોકી કરવાનો મેં નિરધાર કર્યો છે. જોઉં છું, તું એને હવે કેવી રીતે વધુ રંજાડી શકે છે ? હું પણ એ જ ભાઈની એવી જ બહેન છું. લોઢા સામે લોઢું છે.’ અંબુજાએ પડકાર ફેંક્યો. દર્પણ આગળ વધ્યો; વળી પાછો હઠઠ્યો. આજ ન જાણે કેમ, પણ એની હિંમત ગાળિયા બળદ જેવી બની હતી. જરાક આગળ વધી કે પાછી બેસી જાય. અંબુજાએ દર્પણને આગળ વધતો રોકવા કટારી સંભાળી ! સરસ્વતીએ હીરો હાથમાં ગ્રહ્યો. 262 – લોખંડી ખાખનાં ફૂલ 35 સ્ત્રીશક્તિનો પરચો થોડીએક પળો એમ ને એમ સ્તબ્ધતામાં પસાર થઈ, પછી રાજા દર્પણ સરસ્વતી તરફ આગળ વધ્યો. ‘રે સરસ્વતી ! તું મારાથી લેશ પણ ડરતી નથી ?' રાજા દર્પણે પ્રશ્ન કર્યો. એણે પોતાની શક્તિમાં આજે પહેલી જ વાર અશક્તિનાં દર્શન કર્યાં. ‘લેશ પણ નહિ’ સરસ્વતી એને તુચ્છકારતી બોલી, ‘જાણે છે કે મડા પર વીજળી ન પડે. હું તો ક્યારની મરી ચૂકી છું. તું મારો અંતિમ સંસ્કાર કર; એની જ હું રાહ જોઉં છું !' “રે દુષ્ટા ! હું તને નષ્ટભ્રષ્ટ કરી નાખીશ. મને ઓળખે છે ?' દર્પણે વળી કદમ ઉઠાવ્યાં. અંબુજા એનો માર્ગ રોકી ઊભી રહી, અને વીનવવા લાગી, ‘ભાઈ ! સંસારમાં કોઈને ન સાંપડે એવી શક્તિ તને સાંપડી છે. એ શક્તિનો સદુપયોગ કર. કૂવો પોતાનું પાણી પોતે ન પીવે, ધરતી પોતાનું ધાન્ય પોતે ન આરોગે, વાડ ચીભડાં ન ખાય.' ન દૂર થા, ઓ વ્યભિચારિણી !' દર્પણે અંબુજાનો તિરસ્કાર કર્યો. ‘દર્પણ ! તેં સાચું કહ્યું. વ્યભિચારી દર્પણની ભોગિની અંબુજા વ્યભિચારિણી જ કહેવાય. પણ એટલું યાદ રાખ કે મારા જીવતાં તું સરસ્વતીને સ્પર્શ પણ કરી શકીશ નહિ. બીજી કોઈ શીલવાન સ્ત્રીને વ્યભિચારિણી બનાવી શકીશ નહિ, અમે બેઠો બળવો કરવાનો નિર્ધાર કર્યો છે.' અંબુજા હવે ખરેખરી ઉશ્કેરાઈ ગઈ હતી. ‘કરીશ, કરીશ અને કરીશ ! મને રોકનાર તું કોણ ?' દર્પણ એકદમ આગળ વધ્યો. Page #143 -------------------------------------------------------------------------- ________________ ‘તને રોકનાર સ્ત્રીશક્તિ છે. અંતઃપુરની હજાર ચકલીઓએ એક બાજને ઘેરવાનો નિર્ણય કરી લીધો છે.” ‘તો હું આખો સપ્તભૂમિકા પ્રાસાદ જલાવીને ખાખ કરી દઈશ !' દર્પણ ડરામણી આપી રહ્યો. | ‘કરી નાખ દર્પણ ! તો સંસારમાંથી પાપનો એટલો ભાર ઓછો થશે. અમે તો મોજથી બળીશું, પણ અમારી સાથે એ લહાવો લૂંટવા તું આવીશ ને ?* અંબુજાએ કહ્યું. અંબુજા આજે ખૂબ આવેશમાં હતી. હંમેશાં ભાઈની પાપી પીઠને પંપાળનારી આજ ભાઈના વિરોધમાં ખડી હતી. ધીરે ધીરે એનું સુકોમળ રૂપ પલટાતું હતું. આંખમાં વાઘણનું ખુન્નસ, હોઠ પર નાગણની તીક્ષ્ણતા ને હાથમાં ગરુડની ઝપટ જાગતી હતી. એણે કટારી મૂઠીમાં સખત કરી અને આગળ વધી. સરસ્વતી એકદમ વચ્ચે આવી ઊભી અને બોલી, “બહેન ! જો તું વચ્ચે પડે તો તને મારા સમ. એક વાર એને મારી પાસે આવવા દે. સ્ત્રીશક્તિ જે દિવસે જાગી, એ દિવસે અસુર-શક્તિ ભાગ સમજજે. મહિષાસુરને હણનારી મહિષાસુરમર્દિની આપણે છીએ.” ‘સરસ્વતી, તું દેહ ફેંકી દેવા તૈયાર થઈ છે, પણ હું તને એમ કરવા દેવાની નથી, કાલકની થાપણ કાલકને પાછી સોંપવી છે. મારા ભાઈને ગમે તે ભોગે આજ સમજાવ્યે જ છૂટકો છે.' અંબુજા દૃઢ નિશ્ચય સાથે બોલી. હજુ આ વાતચીત ચાલે છે, ત્યાં દર્પણે ઝપટ મારી, અંબુજાના હાથમાંથી કટારી ખૂંચવી ને દૂર ફેંકી દીધી, અને એને જોરથી જમીન ઉપર પછાડી. અંબુજાના કપાળમાંથી લોહી વહેવા લાગ્યું. સરસ્વતી અત્યાર સુધી દૂર ઊભી હતી. એને થયું કે મારે અંબુજાની મદદે જવું જોઈએ; એ આગળ વધી. પણ તરત જ અંબુજાએ એને ચેતવી દીધી; | ‘દર્પણનો આ પ્રપંચ છે, તું મારી મદદે આવે અને એ તકનો લાભ લઈને તને પકડી લે !” જાળ બિછાવીને શિકારી, પંખીના આગમનની શાંતિથી રાહ જુવે, એમ રાજા ઊભો હતો. અંબુજાની મદદે સરસ્વતી આવવાની, અને પછી પોતે એને હાથ કરી લેશે એ એની ધારણા હતી. અને સ્ત્રી એકવાર હાથ પડી પછી છૂટવાની એની તાકાત નથી. પણ અંબુજાએ એની ધારણાને ધૂળમાં મેળવી દીધી, દર્પણસેન કંઈક વિચારમાં પડી ગયો. પણ ત્યાં તો સરસ્વતીના મસ્તકમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા. એ 264 5 લોખંડી ખાખનાં ફૂલ ગોટા પ્રાસાદની દીવાલ પર પથરાઈ ગયા. ને વાદળમાંથી સુરજ ડોકાય, એમ કોઈ ભયંકર બે આંખો બહાર તરી આવી. આંખો પણ કેવી ? અગ્નિની ભડભડતી વાળા જ જોઈ લો ! એ અંગોમાંથી થોડીવારમાં છીંકોટો સંભળાયો. દર્પણ જોઈ રહ્યો. થોડીવારમાં આંખમાં એક રીંછ દેખાયું. રીંછની પાછળ મદારી આવ્યો. અરે, આ તો મહાગુરુ મહામાનું પ્રતીક ! મહાગુરુ ભક્તોની પાસે આ રીતે જ પ્રકટ થાય છે. દર્પણ હાથ જોડી રહ્યો. બોલ્યો, ‘ગુરુદેવ ! આવે વખતે કેમ ? શિષ્યને શરમાવવા માગો છો ?” સામેથી કોઈ જવાબ ન મળ્યો. ફક્ત રીંછ કૂદી કૂદીને એના નહોર બતાવી રહ્યું. થોડીવારમાં તો રીંછ મદારી પર ત્રાટક્યું. એના તીર્ણ નહોર એના માલિકને મારવા લાગ્યું. ‘રે ગુરુદેવ ! હું આ શું જોઉં છું? આપની શક્તિ આપને હેરાન કરે છે કે હું?” દર્પણ નમ્રભાવે બોલ્યો. ફરી રીંછના છીંકોટા આવ્યા. એક વિકરાળ ચહેરો આંખોની આજુબાજુ ઊપસી આવ્યો. થોડીવારે પહોળા હોઠ ખૂલ્યા, એમાંથી લાંબી જીભ નીકળી. એક ભયંકર અવાજ ગાજ્યો, ‘શું મારી શક્તિ મને જ ખાશે ?” ‘ના ગુરુદેવ !' દર્પણ મોં દાબીને બોલ્યો. ‘તો મારો શિષ્ય થઈને તું મને ખાવા માગે છે ?” અવાજ ગર્યો. ‘કેવી રીતે પ્રભુ ?” દર્પણ શિષ્યની અદાથી પ્રશ્ન કરી રહ્યો. સરસ્વતીને નિર્ભયતાનું વરદાન આપ્યું છે.” અવાજ ગાજ્યો. ‘પણ એણે તો આપના અનુષ્ઠાનને અડધે છોડ્યું હતું ! એ તો આપની ગુનેગાર છે. આપે આપની વિદ્યા આ ગુનેગારો પાસેથી પાછી ખેંચી લીધેલી.” દર્પણ ગુરુને પાછળની વાત યાદ કરાવી રહ્યો. | ‘જાણું છું. મારી વિદ્યા માટે મને કાલકે વચન આપેલું કે કદી નહીં વાપરું” અને એણે એ વિદ્યા નથી વાપરી, મારી વિદ્યાનો એકમાત્ર વારસ મેં તને બનાવ્યો છે.” અવાજે ગંભીર રીતે કહ્યું. હવે રીંછ અને મદારી અદૃશ્ય થયાં હતાં, કેવળ આંખોમાં આગના ભડકા ઝગતો હતો. સ્ત્રીશક્તિનો પરચો 2 265 Page #144 -------------------------------------------------------------------------- ________________ તો પછી આપ મને શું કહેવા માગો છો ?' દર્પણ પૂછી રહ્યો. ‘સરસ્વતીને નિર્ભય બનાવ. અહીંથી સત્વર પાછો ફરી જા.' અવાજે કહ્યું. ‘શું હું એને મુક્ત કરું ? તો તો જગતમાં મારી હાંસી થાય. મારા જ કર્મચારીઓ મને ખોટો ઠરાવે. મેં તેમને કહ્યું છે, કે સરસ્વતી મારા પર મોહીને અહીં આવી છે.' દર્પણે શિષ્યભાવે ખુલાસો માગ્યો. ‘હું માત્ર એને નિર્ભય બનાવવા માટે કહું છું. બીજી વાત કરતો નથી.’ અવાજ બોલ્યો. ‘ગુરુદેવ ! આપના તો ધ્યાનમાં જ હશે કે કાલક આપનાથી રિસાઈને ચાલ્યો ગયો છે.' સરસ્વતીએ વચ્ચે પ્રશ્ન કર્યો. એ કોઈ જગદંબાની છટાથી ઊભી હતી. ‘જાણું છું.' ‘ગુરુદેવ ! એ પાગલ થઈ ગયો હતો, એ જાણો છો ?' દરેક મહાશક્તિ પરાજયમાં પાગલ બને છે.' એટલું પૂછું છું કે એ ક્યાં હશે ? જ્યાં હશે ત્યાં સુખી તો હશે ને ?' ‘વધુ તો નહીં કહું. સુખી અને દુઃખી બંને હશે.' ‘ગુરુદેવ, અંબુજાને સ્વસ્થ કરો.' ‘સ્વસ્થ જ છે. અંબુજા તો મારી લાડકવાયી પુત્રી છે. આનંદભૈરવી છે. મારા ધર્મનો સ્તંભ છે. સો દર્પણ પણ એને કંઈ કરી શકે નહિ.’ સરસ્વતીએ જોયું તો અંબુજા સ્વસ્થ હતી. લોહી વહેતું બંધ થઈ ગયું હતું. સરસ્વતી અને અંબુજા બંને ગુરુદેવના નેત્રોને નમી રહ્યાં. થોડીવારે બંનેએ નમેલાં મસ્તક ઊંચાં કર્યાં. ત્યારે ન ત્યાં ગુરુદેવનું મોં હતું, ન ત્યાં દર્પણ હતો. માત્ર પાછળ વહેતી ક્ષિપ્રાની જલધારા મીઠો મધુરો અવાજ કરતી હતી. ‘બહેન, હીરો દૂર કરી દે ! મને ડર છે, કે કોઈકવાર તું દુ:સાહસ કરી બેસીશ! બહેન ! તમારું સાધુનું વ્રત તો અપરિગ્રહનું. તો પછી તારી પાસે આ હીરો આવ્યો ક્યાંથી ?' અંબુજાએ પ્રશ્ન કર્યો. વહાલી અંબુજા ! ઉજ્જૈનીમાં અમે આવ્યાં, ત્યારથી મને અપશુકન થયા કરતા હતા. જમણું અંગ વારંવાર ફરકતું, રાત્રે સૂતી હોઉં ત્યારે કાનમાં રુદનના ભણકારા સંભળાતા. મેં ભાઈને બે-ચાર વાર વાત કરી. એણે કહ્યું, તને દર્પણને જોઈને મહામઘ ગુરુનો આશ્રમ અને છેલ્લી ભૈરવીચક્રની વિધિ યાદ આવતી લાગે 266 – લોખંડી ખાખનાં ફૂલ છે. બાકી સાધુને ભય કેવો ને વાત કેવી ? રાજા રાજાને હરાવી શકે, મારી શકે, સંહારી શકે, પણ રાજાની તાકાત નથી કે સાધુ સામે આંગળી ચીંધી શકે. સાધુ તો સંસારની અમૂલખ દોલત !' ‘સાધુ તો સંસારની અમુલખ દોલત ! સરસ કહ્યું બહેન !' વચ્ચે અંબુજાએ કહ્યું. એના શબ્દોમાં આર્ય કાલક તરફ છુપાયેલું હેત ડોકિયાં કરી રહ્યું હતુંઃ ‘પણ બહેન, આ ધર્મની હરીફાઈઓએ ઘાણ કાઢવો. મારું ચાલે તો ધર્મમાત્રને મિટાવી દઉં.’ ‘બહેન ! ધર્મ-અધર્મ ભેગા થઈ ગયા છે - દૂધ અને પાણી ભળી જાય તેમ. પણ એ માટે જરા તાવડે તપાવીએ તો અધર્મની તરત કસોટી થઈ જાય.' અંબુજાએ મૂળ વાતનો દોર પકડતાં કહ્યું, ‘પણ બહેન, પેલી હીરાની વાત તો બાકી રહી.' ‘ભાઈ કાલકે વાત કરી એથી મન કંઈક આશ્વાસન પામ્યું; પણ વળી એક વાર રાજા દર્પણ ઘોડો ખેલાવતો મારા વાસસ્થાન પાસેથી નીકળ્યો. હું સાધ્વી હતી. શત્રુને મિત્ર ગણવાનો મારો ધર્મ હતો. મારા ધર્માચાર પ્રમાણે હું હંમેશાં નીચું જોઈને વાત કરતી, પણ એ દિવસે અચાનક મારી આંખો ઊંચી થઈ. મેં દર્પણ સામે જોયું. એની નજર વાંચી. મને એમાં ડર લાગ્યો. કલ્યાણમલ પાસે ખડો હતો. મેં એને વાત કરી. એણે કહ્યું, રાજા શક્તિનો પૂજક છે. સ્ત્રીનો શિયળભંગ એનો શોખ છે. એનું કંઈ કહેવાય નહીં. ચેતતાં રહેજો ! મેં કહ્યું, મને તો કશો ડર નથી, પણ આ દેહને જરૂર ડર છે. માટે જરૂર પડે દેહને ટાળી શકાય તેવી વસ્તુ મને આપો ! એણે મને આ વિષમિશ્રિત હીરો આપ્યો. પેટમાં ગયો કે આંતરડાના કટકે કટકા. ત્યારથી હું હીરો સાથે રાખું છું.' ‘ક્યાં રાખતાં ?’ મારા ગળામાં. જો, આ ખાનું રહ્યું.' સરસ્વતીએ મોં ફાડીને, હીરો રાખી શકાય એવો ગળામાં પાડેલો ખાડો બતાવ્યો. ‘આ કરામત તું ક્યાંથી શીખી ? ‘એક જાદુગર પાસેથી. એ ત્યાં લોઢાના મોટા મોટા ગોળા રાખતો. નાનપણમાં એવા પ્રયોગનો મને ખૂબ શોખ હતો. રાજમહેલમાં એવા એવા જાદુ કરી હું સહુનું મનોરંજન કરતી.' દર્પણ હવે બહાર ચાલ્યો ગયો હતો. એનો અવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો હતો. અંબુજા બોલી, ‘આજ એવો દાખલો બન્યો છે કે ભાઈ હવે કોઈપણ સ્ત્રીને છંછેડવાનું ભૂલી જશે. પણઆ કામમાં આપણને હોંશપૂર્વક મદદ કરનાર સુનયનાને સ્ત્રીશક્તિનો પરચો D 267 Page #145 -------------------------------------------------------------------------- ________________ 36 મહાત્મા નકલંક અને અલકાને તો આપણે ભૂલી ગયાં ! ચાલો, ચાલો.’ બંને જણાં જ્યાં અલકા પડી હતી, ત્યાં આવ્યાં. એલકાના અવયવો ઠીક ઠીક ઘવાયા હતા. છતાં એના મુખ પર પ્રસન્નતા હતી. બહેન મારે કારણે...' સરસ્વતી બોલી. બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવી ગયાં. ના રે ! તારે કારણે નહિ. કાલક મારા ગુરુ છે.” અલકા બોલી. ‘તારા ગુરુ ?' અંબુજા બોલી, “બહેન, સૌંદર્ય અને સુવર્ણના કેફમાં ચકચૂર મને એ કેફમાંથી જ ગાડનાર એ મહાજોગી હતા. અરે ! મેં સાંભળ્યું છે કે એ મહાજોગીને આ નગરે ભૂંડા હાલે દેશવટો દીધો ! હું બહાર હતી; જો અહીં હોત તો આવું બનવા ન દેત.' - “બહેન, એ તો આભ ફાટ્યું હતું ત્યાં થીંગડાં આપણાથી ન દેવાય.’ સરસ્વતી બોલી. ‘સરસ્વતીબહેન ! આવાં વિલાસી નગરોમાં ગણિકા રાજા હોય છે. મારી એક હાકલે હજારો મરદો મરવા તૈયાર થાત, પણ ચાલો, મોડે મોડે પણ થોડું ગુરુઋણ અદા કરી શકી, એનો મને આનંદ છે.' અલકા આનંદથી વાત કરતી હતી. પછી બંનેએ મળીને અલકાને પલંગ પર સુવાડી, એની થોડી શુશ્રુષા કરી, અને સુનયનાની ખબર લેવા ગયાં. સુનયના નિચેતન પડી હતી. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. દાસી મધુરી ત્યાં હતી. અંબુજાએ પૂછયું, ‘સુનયના કેમ મરી ગઈ ? તમે કંઈ ન કર્યું ?” મધુરી બોલી, ‘સુનયનાએ જ અમને રોક્યાં. એ બોલ્યાં કે અંબુજાને કહેજો કે સુનયનાનો ઉદ્ધાર થઈ ગયો ! એ નિહાલ થઈ ગઈ !' ઓહ ! પતિતા છતાં કેવી પવિત્ર ! અરે, આ રાજ મહેલોએ જ આવા સારા આત્માઓને પતિત સર્યા છે. આ ઊંચા ને રંગીન મહેલો નષ્ટ થવા જોઈએ.’ અંબુજાએ હૃદયનો ઊભરો ઠાલવ્યો. મધુરીએ કહ્યું, ‘મહારાજ દર્પણસેન જતા જતા કહેતા ગયા છે કે મધુરી ! આ પ્રાસાદમાંથી એક પણ પ્રાણી બહાર ન જાય, એનું બરાબર ધ્યાન રાખજે, ટૂંક સમયમાં જ એ અગ્નિદેવને હવાલે કરીશ. પછી દેખવું નહિ ને દાઝવું નહિ.” ‘આ પ્રાસાદે ભાઈને પ્રથમ વખત પરાજય આપ્યો છે, એટલે હવે તો એનો અગ્નિદાહ જ યોગ્ય લેખાશે.' અંબુજા બોલી. સાગરનાં અતલ પાણી ક્ષિતિજ સુધી પથરાયેલાં પડ્યાં હતાં. નાની નાની નૌકાઓ સવારના સૂર્યમાં સોનેરી સંઢ ડોલાવતી ઝૂમી રહી હતી. લાંબી ખેપનાં વહાણો હમણાં જ લાંગર્યાં હતાં, ને મુસાફરો ઊતરીને હજી નગર તરફ જઈ રહ્યાં હતાં. સાગરના કાંઠે સાર્થવાહો પોઠો લઈને પડ્યા હતા. એ વહાણના માલિકો સાથે માલની ખેપ વિશે ગડમથલ કરી રહ્યા હતા, કવિઓ અને ચિતારાઓ મુસાફરો પાસેથી દેશ-દેશની નવી નવી વાતો અને નવા નવા ચહેરા ખોજવામાં મશગૂલ હતો. દરિયાકાંઠે સહુના જુદા જુદા ડાયરા હતા. એક કવિ કોઈ વહાણવટી પાસેથી દૂર દૂરની લોકવાર્તા મેળવવામાં મશગૂલ હતો, તો ચિતારાઓ નાવિકો સાથે એ દેશની સુંદરીઓની છબીઓના સોદા કરી રહ્યા હતા. એક દેશના તત્ત્વજ્ઞાનની બીજા દેશના તત્ત્વજ્ઞાન સાથે પણ આ રીતે આપલે થતી. આમ વેપાર સાથે બીજી વાતોના પણ વિનિમય થતા. આ પ્રવાસમાં આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વિનિમય પણે ચાલતા. સૂર્ય ધીરે ધીરે તપતો જતો હતો. આ વખતે એક પ્રવાસી જાણે એને કોઈ કામ કે ઉતાવળ ન હોય એમ, આમથી તેમ દરિયાકાંઠે રખડતો હતો. કોઈ ઊંડી વાતની ખોજ માં હોય તેવો એની મુદ્રા પર ભાવ હતો. એ ઘડીમાં દરિયાના અનંત પટ પર દૃષ્ટિ વેરતો, ઘડીમાં શૂન્ય આકાશ તરફ નીરખી રહેતો. ઘડીભર જતાં-આવતાં પરદેશીઓને નિહાળી રહેતો. આ વખતે દરિયાકાંઠે એક વિરામસ્થાનમાં બે માણસ બેઠાં હતાં : એક સ્ત્રી હતી, એક પુરુષ હતો. 268 D લોખંડી ખાખનાં ફૂલ Page #146 -------------------------------------------------------------------------- ________________ | બંને લાંબાં, ઊંચાં અને પડછંદ હતાં. એમનો વર્ણ ગોર હતો અને નાસિકા ખૂબ તીણી હતી, એ ભારતીય લાગતાં હતાં. અભારતીયની ભરતી ભારતપર્વમાં ઠીક ઠીક ચાલુ હતી. સ્ત્રી સુંદરતાનો નમૂનો હતી. એના છૂટા સુદીર્ઘ કેશ જમીન સુધી પહોંચતા હતા અને નીલગગન જેવી ભૂરી આંખો મૃગાક્ષી જેવી મોટી હતી. બંનેનો વર્ણ સફેદ હતો. જોતાં જ નજર આકર્ષાય એવા સૌંદર્યના બે નમૂના જેવાં એ સ્ત્રી-પુરુષ હતાં. સ્ત્રી કંઈક અશાંત હતી. એના મુખ પર વેદના તરવરતી હતી. છતાં બંને વહાણની રાહમાં હતાં. પોતે જ્યાંનો પ્રવાસ ખેડવા માગતાં હતાં, ત્યાંનું વહાણ હજી બંદર પર લાંગર્યું નહોતું. પુરુષનો સુંદર ચહેરો પણ કંઈક ઝંખવાયેલો હતો. આવો સુંદર માણસ ઉત્સાહમાં હોય તો મુખ પર સૌંદર્યની અવધિ દેખાય. બંદર પર રખડતો પેલો આગંતુક પુરુષ ફરતો ફરતો આ સ્ત્રી-પુરુષ પાસે આવી પહોંચ્યો. એની ચાલવાની રીત બેદરકારીભરી હતી, બોલચાલની રીત પણ એવી જ લાગી. એણે કંઈ પણ ઓળખાણ વગર સીધો જ પ્રશ્ન કર્યો. ‘આ બાનુને પેટમાં ગુલ્મ લાગે છે.’ ‘ગુલ્મ શું ?” પુરુષે ખીચડિયા ભારતી ભાષામાં પ્રશ્ન કર્યો. વહાણ પર જેવું પવનનું તોફાન, એવું પેટમાં ગુલ્મનું તોફાન.' પેલા આગંતુકે કહ્યું. ‘હા, પેટમાં ખૂબ દર્દ છે.' સ્ત્રીએ પોતાનું સુંદર મુખ કટાણું કરીને કહ્યું. જળ છે કે ?’ આગંતુકે પ્રશ્ન કર્યો. ‘જોઈએ એટલું,’ પુરુષ બોલ્યો. ભાંગી પડેલી ઇમારત ખડી થતી હોય તેમ એ ઊભો થઈને સુરાહી લઈ આવ્યો. સુરાહી સુવર્ણની હતી. પ્યાલું રત્નજડિત હતું. આગંતુકે પાણી ભરેલું પ્યાલું પોતાના મોં પાસે લઈ જઈ કંઈક મંત્ર ભણ્યો. મંત્ર ભણતાં ભણતાં મોનું ઘૂંક જળમાં ઊડ્યું. કેવો બેદરકાર ! ભારતીય ગંદા હોય છે ! એણે સ્ત્રીને એ જળ પી જવા કહ્યું, ગજબ કર્યો ! સ્ત્રીનું મન ઘડીભર આનાકાની કરી રહ્યું. આવા રખડેલા માણસનું થુંક જેમાં પડ્યું હોય, એવું જળ કેમ કરી પિવાય ? પણ પેટમાં વેદનાની કરવતો ચાલતી હતી. પેટ વેરાતું હતું . એણે નાઇલાજે , મોં કટાણું કરીને, પ્યાલું મોંએ માંડ્યું. ધીરે ધીરે એ પાણી પી ગઈ, જાણે વિષપાન કરતી હોય એમ ! પણ આશ્ચર્ય એ વાતનું હતું કે જેને એ પાણી માનતી હતી, એ પાણી નહોતું, ઘી જેવું ચીકણું પેય બની ગયું હતું. “અરે ! આ તો નવાઈ ! જાદુ, મંતર !' પ્યાલું પોતાનું, પાણી પોતાનું, માત્ર આ માણસનો હાથ અડતાં ને મોંના બે શબ્દનો સ્પર્શ થતાં અજબ પરિવર્તન થઈ ગયું. અને એથીય ગજબ પરિવર્તન તો સ્ત્રીના પેટમાં થયું. ઊઠેલું તોફાન સાવ શમી ગયું. પેટમાં અનહદ શાંતિ પ્રસરી ગઈ. | ચંદ્ર પર આવેલાં વાદળો પસાર થતાં જેમ ચંદ્ર સોળે કળાએ ખીલી ઊઠે એમ આ ચંદ્રમુખી ખીલી ઊઠી. એના મુખ પર ગુલાબનો રંગ પ્રસરી ગયો. નાનો ગોળ ગાલ ખીલી ઊઠ્યા. સ્ત્રીએ પોતાનો આનંદ કંઈક વિચિત્ર ભાષામાં પુરુષને કહ્યો. પુરુષ હાથ લાંબો કરીને આગંતુકને મળવા ધસ્યો, પણ આગંતુકે પૂર્ણ સ્વસ્થતા બતાવતાં કહ્યું, ‘સ્ત્રી તો સુખી થઈ, પણ પુરુષ અસફળ છે, કાં ?” પુરુષ થોડો આગળ વધતો પાછો હટી ગયો, એને આ માણસની વાતો એકદમ અજબ જેવી લાગી. તદ્દન અજાણ્યા માણસને પોતે કોણ છે, ક્યાંનો છે, શું કામ આવ્યો છે, એ સફળ છે કે અસફળ- આ બધી વાતની ખબર ક્યાંથી પડે ? નક્કી આ હિંદુસ્તાનનો કોઈ અજબ મહાત્મા હોવો જોઈએ. એણે નમ્રતાથી કહ્યું, ‘મહાત્માજી ! વાત સાચી છે. નિરાશ થઈને પાછો ફરું છું. મારી સ્ત્રીને જેમ પેટની વેદના હતી, એમ મને અસફળતાની પીડા છે. આપ કોઈ રીતે એને શમાવી શકશો ?' ‘અવશ્ય.’ ‘મારું નામ બૈરૂત છે. હું શેકસ્થાનનો રહેવાસી છું. ને આ મારી પત્ની મા છે, એનાં રૂપ-ગુણથી એ શકસુંદરીઓમાં પ્રખ્યાત છે. હું શકસ્થાનના એક પ્રબળ પણ ખંડિયા રાજાનો એલચી છું. આપનું નામ, મહાત્માજી!” ‘મારું નામ ભૂલ્યો-ભટક્યો !' આગંતુકે કહ્યું, | ‘ના, મહાત્માજી ! આપનું સાચું નામ કહો. અહીં પધારો.' સ્ત્રીએ ઊભા થઈ આસન બિછાવ્યું ને માર્ગમાં પોતાના સોનેરી વાળ પાથરી તેના પર ચાલવા વિનંતી કરી. ‘હું સ્ત્રીને સ્પર્શ કરતો નથી.’ મહાત્માએ કહ્યું. ‘શું કહો છો ? આપ સ્ત્રીને સ્પર્શ કરતા નથી ?’ સ્ત્રીને ગજબનું આશ્ચર્ય થયું. મુક ભૈરૂતનું બીજું નામ શાહે બરઝુ પણ બોલાય છે. આ પાછળના સમયમાં થયો, એવી માન્યતા છે !ને પંચતંત્ર ઇરાનમાં આ ઇરાની વિદ્વાન લઈ ગયો. મહાત્મા નકલંક D 271 270 | લોખંડી ખાખનાં ફૂલ Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘હા, હું સ્ત્રીને સ્પર્શ કરતો નથી.’ મહાત્માએ દૃઢતાથી કહ્યું. શકસ્થાનના બૈરૂત અને મઘાએ પોતાની ભાષામાં ભારતના અજબ-ગજબ મહાત્માઓ વિશે ખૂબ ભાવપૂર્વક લાંબી ચર્ચા કરી. મહાત્માજી ! આપનું નામ ?” બૈરૂતે ફરી પ્રશ્ન કર્યો, એમાં ભાવ હતો, આદર હતો. | ‘નકલંક !' મહાત્માએ કહ્યું. ‘નકલંક નામ અમને બોલવું નહિ ફાવે. અમે તો આપને મહાત્મા કહીશું. વારુ, અમને આપ સાથેની ટૂંકી મુલાકાતમાં ખાતરી થઈ છે કે આપ તો થયેલું બધું જ જાણનારા છો અને ન થયેલું ભાખનારા પણ છો. છતાં મારી અધૂરી કથા કહું. મેં આપને કહ્યું કે હું શકરાજાનો એલચી છું. મારા શાહનો મને હુકમ હતો કે મારે ભારત જવું. અને ત્યાં ચમત્કારિક સંજીવની રોપ થાય છે, તે શોધી લાવવો. એનાથી માણસ સુખી અને દીર્ધાયુષી થાય છે.' બૈરૂતે પોતાની વાત વિસ્તારથી કહેવી શરૂ કરી. એ આગળ બોલ્યો : ‘મહાત્માજી ! મારા શાહના હુકમ પ્રમાણે હું અહીં આવ્યો. દરેક રાજમાં ગયો. બધા રાજાઓને મળ્યો. પણ કોઈ મને એવા સંજીવની રોપની માહિતી આપી ન શક્યો. મને લાગ્યું કે કદાચ કોઈ એ રોપ મને આપવા રાજી ન હોય. એટલે આ પછી હું પહાડો, ખીણો અને કંદરાઓમાં ફર્યો, ઘણા યોગીઓને મળ્યો, ઠીક ઠીક સમય હું આ દેશમાં રોકાયો, પણ મારી મહેનત સફળ ન થઈ. કોઈ મને એ રોપ બતાવી ન શક્યું. હવે હું નિરાશ થઈને પાછો ફરું છું. વિચાર એ થાય છે કે હું ત્યાં મારા રાજા પાસે શું મોં લઈને દરબારમાં જ ઈશ ? અસફળતા આપઘાતથી ભૂંડી છે; પણ મળી સાથે છે. એનો પ્રેમ જોઈને આપઘાતનું મન થતું નથી.' બૈરૂત બોલતાં બોલતાં ઢીલો પડી ગયો. મઘા તો મહાત્માને નીરખી જ રહી હતી. પહેલાં જે રખડેલ લાગતો હતો, એ હવે સુંદર ને દૈવી પુરુષ લાગવા માંડ્યો. મથા ભારે જીવરી હતી. ગમે તેવી પ્રતિમામાં પણ પ્રાણ મૂકી શકે તેવી હોશિયાર હતી. એને થયું કે આ મહાત્મા પુરુષને નવરાવીએ, જરા વિલેપન લગાડીએ, થોડાં વસ્ત્ર પહેરાવીએ અને કેશસંમાર્જન કરીએ તો ખરેખર, ખૂબ દીપી નીકળે... પુરુષસુંદર એ બની જાય. એને નીરખીએ અને મન ભરાઈ જાય. મઘા એ દેશની નારી હતી કે જ્યાંનું સતીત્વ આવી વિચારણામાં દોષ દેખતું નહોતું. આપઘાત મહાપાપ છે.” મહાત્મા નકલંક પોતાને લક્ષ્ય કરીને બોલતા હોય તેમ બોલ્યા. એમની વાણીમાં દર્દભાર લાગ્યો. એ થોડીવાર થોભ્યા ને પછી બોલ્યા, 272 D લોખંડી ખાખનાં ફૂલ હું તમને સંજીવની રોપ શોધી આપું તો ?' ‘તો આપનો સદા કાળ સેવક થઈને રહું.' બૈરૂતે બોલ્યો. “અને આપની સેવિકા બની ચરણ ચાંપું.” મઘા બોલી. અરર ! સ્ત્રીના વાળ જેટલા લાંબા, એટલી એની બુદ્ધિ ટૂંકી, મઘા ! તું ભૂલી ગઈ કે આ મહાત્માજી સ્ત્રીને અડકતા પણ નથી.’ બૈરૂતે કહ્યું. મઘા પોતાના લાલ તાંબૂલવર્ણા હોઠ પહોળા કરતી બોલી, ‘ભારતના મહાત્માઓને હું જાણું છું. તેઓ સાધારણ સ્ત્રીને કદી સ્પર્શ કરતા નથી, પણ અજબ સુંદર સ્ત્રી હોય તો એને મૂક્તા પણ નથી.' અરે મઘા ! તું તો ભારતમાં રહીને ઇતિહાસની જાણકાર થઈ ગઈ ! કોણે તને આ વાત કરી ?' મહાત્માએ હસતાં હસતાં કહ્યું, ‘મહાત્મા ! એના બોલનો તોલ ન કરશો હોં. મઘા જરાક વધુ છૂટી છે. ભારે વાતોડી પણ ખરી. બોલવા માંડી એટલે આડુંઅવળું વેતરી નાખે. સંબંધવાળું કે વગર સંબંધવાળું ગમે તે બોલે. અમારે ત્યાં સ્ત્રીઓ દેહમાં દેખાવડી વધુ, પણ દિમાગની...' ‘બૈરૂત ! મારાં મોટાં માસીએ આવા જ એક વાદવિવાદમાં મારા માતાને છોડી દીધેલા. તું ગરબડ કરીશ તો હું તને પણ છોડી દઈશ.' મથાએ બૈરૂત પર રોફ છાંટ્યો. | ‘શાંતમૂ પાપમ્ ! બૈરૂત ! કલહ એ પણ પ્રેમનું એક લક્ષણ છે. વારુ મઘા! તારી વાત સ્પષ્ટ કર !” મહાત્માએ બંનેને શાંત પાડતાં કહ્યું.. મઘા સુંદર નેત્રો ફેરવતી, બૈરૂત તરફ મીઠી મીઠી નજર નાખતી બોલી, મહાત્માજી, આપ જ કહો ને ? દુષ્યન્ત પુત્ર ભરત ચક્રવર્તીની માતા કોણ ?” ‘શકુંતલા.’ મહાત્મા નકલંકે જવાબ આપ્યો. ‘શકુંતલાની માનું નામ ?” મઘાના પ્રશ્નનો જવાબ આપતાં મહાત્મા પણ પળવાર ગૂંચવાઈ ગયા. મઘા, મહાત્માજી સાથે આવો વ્યવહાર સારો નહીં. તું જરા આમન્યા તો શીખ ! આ ભારત દેશમાં સ્ત્રીઓ કેટલી આમન્યાવાળી અને લજ્જાશીલ હોય છે ! અને શક સુંદરીઓથી તો તોબાહ ! તોહાબ !' બૈરૂતે મવાને વચ્ચે માથાકૂટ કરતી જોઈને કહ્યું, એને પોતાની વાત ચર્ચવાની અધીરાઈ આવી હતી. ‘ભારતની સ્ત્રીઓ ગમતી હોય તો જા એકાદ પરણી લે અને મને છૂટી કર! હિંદવાણી જીવતાં ઘરના ખૂણે ભરાઈ રહેશે, તારી છબીને ભગવાનની જેમ પૂજશે, મહાત્મા નકલંક 273 Page #148 -------------------------------------------------------------------------- ________________ ‘વારુ ! હવે મારી વાત પૂરી થઈ, બૈરૂત ! હવે મહાત્માને તું તારી વાત કરી લે.” મઘાએ કહ્યું. બૈરૂતે પોતાની વાતનો તંતુ મેળવતાં કહ્યું, ‘મહાત્માજી, સંજીવની રોપ મને ખપે છે.” ‘હું લાવી દઈશ.” મહાત્માએ સાવ સ્વાભાવિકતાથી કહ્યું. આપ જાણો છો એ ક્યાં થાય છે ?” ‘એનાં પાંદડાં, ફળ, મૂળ, બધું પારખી શકો છો ?” આ વાત એવી આકસ્મિક રીતે સામે આવી હતી કે બૈરૂતને ઝટ વિશ્વાસ આવતો નહોતો. શું ખરેખર લાવી દેશો ? વારુ. વારુ, એ રોપ શકસ્થાન સુધી લઈ જતાં કરમાશે નહીં ને ?” બૈરૂતે પ્રશ્ન કર્યો. ‘ના’ ‘મારે એને માટે બીજી કઈ કઈ તૈયારીઓ રાખવી પડશે ?” * કંઈ પણ નહિ.' ‘એની બધી સારસંભાર આપ લઈ શકશો ?” બૈરૂતે કહ્યું. ને મરતાં તારી સાથે બળશે.’ મઘા બોલી. કોઈની સામે લડવામાં પતિપત્નીને શરમ નહીં, પણ મોજ લાગતી. ‘મને છોડીને તારે છૂટા થવું છે ને ? નક્કી કોઈક બિચારાને દાઢમાં ઘાલ્યો હશે, પણ તને જીરવવાનું ગજું આ હિંદવાસીઓનું નહિ હો ! શકસુંદરીઓ સાથે સ્નેહ કરવાનું કામ વસ્ત્રમાં આગ ઝીલવા જેવું કઠિન છે.' બૈરૂતે કહ્યું. ‘હા મઘા, તું જ શકુંતલાની માનું નામ કહે,' મહાત્મા નકલંકે આ વાદવિવાદમાંથી વરવહુને વારવા કહ્યું, ‘મહાત્માજી ! એનું નામ મેનકા.' ‘શાબાશ મળી, ખરેખર, તું અજબ સુંદરી છે. મહાત્મા નકલંકે મઘાને ધન્યવાદ આપ્યાં.” ‘મહાત્માજી, અહીંના ભારતીય લોકો મને મેનકા કહેતા.’ મઘાએ વાતનો ખુલાસો કરતાં કહ્યું, ‘મેનકા કોણ છે એ વિશે લોકોને પૂછયું. એ લોકોએ મને એની વાત કહી.” ‘વારુ, તારી વાતો પૂરી કરી લે. પછી મારી વાત આગળ ચાલે.” બૈરૂતે થાકીને મઘાને માર્ગ આપ્યો. | ‘હાં, મહાત્માજી ! મને આપ એ કહો કે મેનકાને શકુન્તલા કોનાથી થઈ હતી?” મઘાએ પોતાની વાત આગળ ચલાવી. | ‘વિશ્વામિત્રથી.” મહાત્માએ જવાબ આપ્યો. | ‘વિશ્વામિત્ર કોણ હતા.” કોઈ શિક્ષકની અદાથી મઘા પૂછવા લાગી. ‘ગાધિ દેશના રાજા.” ના, ખોટું.' માએ કહ્યું. ‘જો મઘા, પાછી મહાત્માજી સાથે વાદવિવાદે ચડી ? ભારત વિશે તું વધુ જાણે કે મહાત્માજી ?’ બૈરૂતે મઘાને ઠપકો આપ્યો. ના, ના, વિશ્વામિત્ર મહાત્મા હતા, ઋષિ હતા. એવી વાતો મેં સાંભળી છે. ભારે તપસ્વી હતા, સ્ત્રી સામે નજર પણ નહોતા કરતા.’ મઘા બોલી. ‘બૈરૂત ! આવી સ્ત્રી મેળવવા માટે તું ખરેખર ભાગ્યશાળી છે.’ મહાત્મા નકલંકે કહ્યું. પછી મઘા તરફ જોઈને મહાત્માએ કહ્યું, “મઘા, તું સાચી છે. તારો ઇતિહાસ સાચો છે. વિશ્વામિત્ર પહેલાં રાજા હતા. અને પછી ઋષિ થયા. પછી હજારો સ્ત્રીઓ એમને ચળાવવા આવી, પણ ન ચડ્યા, આખરે સ્વર્ગની અપ્સરા મહાસુંદરી મેનકો આવી અને એ ઋષિને ચળાવી ગઈ.” 274 3 લોખંડી ખાખનાં ફૂલ ‘તો આપ અમારી સાથે આવશો ?' મારા કામમાં જે મને મદદ કરશે, એની સાથે હું નરકમાં પણ આવીશ.” મહાત્માએ કહ્યું. | ‘અમે મદદ કરીશું. અરે, ઇનામ આપીશું. મહાત્માજી ! આ મઘા પણ કુરબાન એ શોધ પર ! મઘા પણ આપી દઉં.’ મઘાને આપી દેવાની વાતથી મળી ગુસ્સે ન થઈ. મહાત્માને લાગ્યું કે આ લોકોના દેશમાં આ પ્રકારની મશ્કરીઓ સ્વાભાવિક હશે. ખૂબ છૂટથી ને નિઃસંકોચ રીતે બંને વર્તતાં હતાં. જાહેરમાં જે વર્તન માટે ભારતીય સ્ત્રી કદી તૈયાર ન થાય એ વર્તન આ બંનેને સાવ સ્વાભાવિક હતું. બૈરૂત ! તને ભારે પડતી હોઉં તો મારી મા સોળ વરસની બેઠી છે !' અરે ! તું અઢાર વર્ષની અને તારી મા સોળ વર્ષની ?” બૈરૂત રંગમાં આવી ગયો હતો. ‘મહાત્માને આપણી વાતો ગમતી નથી. મૂરખ !” મઘાએ તોછડાઈથી બૈરૂતને કહ્યું. મહાત્મા નકલંક D 275 Page #149 -------------------------------------------------------------------------- ________________ બૈરૂત અને મઘા એક સાથે બોલી ઊઠ્યાં, ‘આપ અમારા દેશમાં આવજો. આપના જ્ઞાનથી સહુ ચકિત થઈ જશે. અને આપને મદદ કરવાનો ઇષ્ટદેવની સાક્ષીએ કોલ આપીએ છીએ.' ‘મને એક આંગળી આપશો, તો પોંચો પકડી લેવાનો પુરુષાર્થ મારામાં છે. વારુ, કાલે આ સમયે હું સંજીવની રોપ લઈને આવીશ . તમે લડી-કરીને તૈયાર રહેજો.' મહાત્મા આટલું કહીને વિદાય થયા. બૈરૂત અને મઘા એમને નમી રહ્યાં. મહાત્માએ દૂર જઈને પાછું વળીને જોયું તો મઘા અને બૈરૂત એક દેહ અને એક પ્રાણ બની ગયાં હતાં. 276 – લોખંડી ખાખનાં ફૂલ 37 તજ સરીખી તીખી, રે ઢોલા ! કીવી કીવી કરી વન ગજવતાં અટકચાળાં પંખીઓ જ્યારે સાવ શાંત બેઠાં હોય, ત્યારે જોનારને આશ્ચર્ય થાય છે, ને કંઈક અણગમતું લાગ્યા કરે છે. શકસ્થાનનો એલચી બૈરૂત અને તેની પત્ની મઘાએ સાગરકિનારે વિશ્રાંતિગૃહમાં સાવ શાંત બેઠેલા જોઈ, એવું જ આશ્ચર્ય અન્ય વટેમાર્ગુઓને થયું અને કંઈક અણગમતું પણ લાગવા માંડ્યું. સુવર્ણ રંગનાં આ ઘાટીલાં, પડછંદ નર-નાર એકદમ સહુ કોઈનું લક્ષ ખેંચતાં. અવગુંઠન અને લજ્જા ભારતીય નારીઓનાં આભૂષણો બન્યાં હતાં; પણ અવગુંઠન અને લજ્જાવિહોણી આ નારી જાણે સ્ત્રીસૌંદર્યનો નમૂનો બની હતી. અભારતીય બૈરૂત ભારતની લજ્જાશીલ નારીઓને વખાણતો ને ભારતીય સૌંદર્યની પ્રશંસા કરતો, જ્યારે ભારતીય લોકો આવી સ્ત્રીઓ માટે ઝંખના કરતા. છતાં એટલી વાત સ્પષ્ટ હતી કે ભારતીય નારીઓ લજામણીના છોડ જેવી હતી. જરાક પરપુરુષની કઠોર નજર પડી કે એ સિયાવિયા થઈ જતી, ત્યારે રૂપાળી મઘા નિર્ભીક રહેતી. એ હજારો પુરુષોની નજરોને રમાડતી અને તેમનાં ચિત્તને પોતાનાં દાસ બનાવવાં એને બહુ ગમતાં. એને એ વાતનો શોખ હતો કે પુરુષો પોતાની પાછળ ઘૂમ્યા કરે, પોતાની પ્રશંસા કર્યા કરે, અને પોતે મધપૂડાની મહારાણી જેમ બધા પર વર્ચસ્વ જમાવી રાખે. સવારનો શીળો સૂર્ય સાગર પર આછી સોનેરી આભા પ્રસારી રહ્યો હતો. પંખીઓ મીઠાં ગાન કરતાં ઊડી રહ્યાં હતાં. વહાણ, મછવા ને મોટાં જહાજું સવારના પવનમાં મંદ મંદ ડોલી રહ્યાં હતાં, વાતાવરણ સાવ શાંત હતું. મઘા આજે રોજ કરતાં કંઈક વધુ અસ્વસ્થ હતી, અકળાયેલી હતી. વારંવાર Page #150 -------------------------------------------------------------------------- ________________ બૈરૂતના ખોળામાં સૂઈ જતી હતી. એના પર ચિડાતી. એના ગાલ પર ચૂંટીઓ ખણતી. સામેથી બૈરૂતને મઘાનાં આ લાડ મીઠાં લાગતાં. ‘પેલો મહાત્મા ન આવ્યો ?' મઘાએ કહ્યું. ‘ના, નથી આવ્યો.’ બૈરૂતે કહ્યું. “તને ના કહેતાં શરમ આવતી નથી ? જઈને શોધી લાવ !' માએ મહારાણીની અદાથી હુકમ કર્યો. ‘મારી ક્યાં ના છે ? પણ તને એકલી છોડતાં.... ‘તે મને શું થઈ જવાનું છે ? શું મને કોઈ ઉપાડી જશે, એમ તને લાગે છે?' ‘ના, ના. તો તું પથારીમાં સૂઈ જા. હું શોધી લાવું.' બૈરૂતે મઘાના રૂપાળા મસ્તકને ઊંચું કરતાં કહ્યું, પણ જેવું એનું મસ્તક ઊંચું કરવા જાય છે, તેવી મઘાએ બૂમ મારી : ‘અ૨૨ ! મને તારે મારી નાખવી છે કે શું ?' અને પોતાનું માથું એના ખોળામાં બરાબર ટેકવી, હાથ એની કમર ફરતી વીંટાળી રોતી રોતી એ બોલીઃ ‘અરર ! દર્દ અપરંપાર છે. નઠોર પુરુષને એની કંઈ ગમ નથી.’ પુરુષ વિશેષ લાચાર બની બોલ્યો, ‘રે મઘા ! કહે, તારે કાજે શું કરું?’ ‘હું કહું અને તું કરે એમાં મહત્ત્વ શું ? તારી અક્કલથી તને કંઈ નથી સૂઝતું?' બૈરૂત બોલ્યો, ‘સ્ત્રીના દર્દમાં મારી અક્કલ કેમ ચાલે ? અને આ તારું દર્દ તો એક રીતે....’ પણ બૈરૂતને વચ્ચેથી અટકાવીને મદ્યાએ રોકકળ કરી મૂકી. બૈરૂતે ત્યાં બેઠા બેઠા દાસને બોલાવ્યો ને કાલવાળા પેલા ભારતીય યોગીની ખબર કાઢવા કહ્યું, ત્યાં તો મઘા તાડૂકી ઊઠી, “બસ ! જા કુત્તા બિલ્લી કો માર ! જાત ઘસવી નથી અને કામ સાધવું છે. અરે ! એ નકલંક સંજીવની રોપ શોધતો ક્યાંક વન અટવીમાં ભટકતો હશે. આ બિચારો નોકર એને શું શોધી લાવવાનો હતો ? અને વળી એના કહ્યું એ બેપરવા માણસ કોઈ પોતાનું કામ અધૂરું મૂકીને થોડો અહીં આવવાનો હતો?’ મઘાને શું જવાબ આપવો, એ બૈરૂત કંઈ સમજી ન શક્યો; ત્યાં તો જાણે ઈશ્વરી સહાય આવી હોય તેમ નકલંકનો અવાજ આવ્યો, ‘અરે મદ્યાદેવી ! વગર કહ્યું આવી પહોંચ્યો છું.' ‘બૈરૂત, પુરુષ આનું નામ.’ મઘા ખુશ થતી બોલી, ‘બિચારો કામ અધૂરું મૂકીને 278 D લોખંડી ખાખનાં ફૂલ પણ આવ્યો અને તમે હો તો... ખરેખર, ભારતીય લોકો ભારે પ્રેમી ને પરમાર્થી હોય છે.’ ‘મહાત્માજી ! કામ અધૂરું છોડીને આવ્યા ને ? અમારો મનસંદેશ પહોંચ્યો ખરો !’ મઘા બોલી. એ હજી બૈરૂતના ખોળામાં જ પડી હતી, ને એનાં અંગો પરથી વસ્ત્રો આઘાં પાછાં થયેલાં હતાં. ‘ના દેવી !’ નકલંકે અંદર પ્રવેશ કરતાં કહ્યું ‘કામ પણ પૂર્ણ કરીને આવ્યો છું.’ ‘શું આપ સંજીવનીનો રોપ લાવ્યા ?’ બૈરૂત આશ્ચર્યમાં આગળ ધસી ગયો. મઘા બૈરૂતના ખોળામાંથી ઊભી થતી બોલી, “બળ્યો તારો રોપ ! હું જાણું છું. રાજાને એ રોપથી લાંબું જીવવું છે ને ઘણી બૈરીઓ પરણવી છે. મોજમજાહ કરવી છે. પણ ભલા માણસ ! જિંદગીનો રોપ મળ્યો, પણ જીવાનીના રોપ વગર એ શું કામનો ? વારુ વારુ, યોગીજી ! મારા દર્દની દવા કરો. આ બેઠી તમારી પાસે. મારા શરીરનો વ્યાધિ શોધી કાઢો. નવ માસથી આ વ્યાધિ લાગુ પડ્યો છે.’ મઘા પાસે જઈને બેસી ગઈ. મઘાએ પોતાના હાથથી નકલંકનો હાથ પકડવા ચાહ્યો, જે બીજે હાથે પેટનો ગોળો બતાવતા ઉંદરપ્રદેશ ખુલ્લો કર્યો. પણ મહાત્મા બે ડગલાં પાછા હઠી ગયા. ‘મહાદેવી, હું સ્ત્રીને સ્પર્શતો નથી.’ ‘તેની હું ક્યાં ના પાડું છું ? તમારો ધર્મ જાણ્યો. તમારો ધર્મ તમે પાળો, એમ હું ઇચ્છું છું.' મથા બોલી. એ મહાત્માની પાસે સરી. એની વેદના વધતી હતી. ‘તો મને કેમ ધર્મભ્રષ્ટ કરવા માગો છો ?' મહાત્માએ આઘે ખસતાં કહ્યું. ‘હું તમને ધર્મભ્રષ્ટ કરવા માગતી નથી. તમે સ્ત્રીને ન અડો, પણ સ્ત્રી તમને અડે એમાં તમને શો વાંધો ?' મા ભોળા ભાવે બોલી. મારી વિદ્યા એવી છે કે સ્ત્રીને હું અડકું કે સ્ત્રી મને અડે તો એ નષ્ટ થઈ જાય. હું અહીં ઊભો તારા પેટની આરપાર જોઈ શકું છું.’ ‘મારા પેટમાં શું છે, તે તમે બરાબર નિહાળી શકો છો ?' ‘હા.’ ‘શું છે, તે કહો.’ ‘તારા પેટમાં પુત્ર છે.’ નકલંકે કહ્યું. ‘શું ગુલ્મ નથી ?’ ‘ના.’ બરાબર છે. હું ઘણીવાર બૈરૂતને કહેતી કે મને ગુલ્મ નથી, બીજું કંઈક છે. વારુ, પણ અમારો એ પુત્ર ક્યારે આવશે.' તજ સરીખી તીખી, રે ઢોલા – 279 Page #151 -------------------------------------------------------------------------- ________________ ‘આજે સાંજે .” શું આજ સાંજે પુત્ર આવશે ? વાહ વાહ !' મઘા આનંદમાં આવી ગઈ અને પછી વળી વ્યાકુળ થતી બોલી : “યોગીજી ! મને વેદના ઘણી છે. એવું તો નહિ થાય કે પુત્ર આવે અને હું મરી જાઉં ?' ના, ના. દેવી ! તારું માતા તરીકેનું સૌભાગ્ય લાંબું છે.' પછી યોગીએ પાણીનું પ્યાલું મંગાવ્યું. બૈરૂત દોડીને પાણી લઈ આવ્યો. યોગીએ પોતાના અધોવસ્ત્રનો એક છેડો એમાં પલાળી, નિચોવીને પાણી પાછું આપ્યું. મઘા ચોખલી હતી. આવું ગંદું પાણી કદી ન પીએ, પણ એને એક વાર પ્રસંગ પડી ગયો હતો. એ તરત પાણી પી ગઈ. દુઃખનું વાદળ, વેદનાની વીજળી અને હાયકારાની ગર્જના મઘાના દેહપ્રદેશમાંથી એકાએક શાંત થઈ ગઈ. મઘા બોલી, ‘આહ ! પેટમાં ખૂબ ટાઢક વળી છે ! મને ઊંઘ આવે છે, બૈરૂત! હું ઊંઘી જાઉં છું. પણ યોગીજીને જવા ન દેતો. એને આપણી સાથે આપણે દેશ લઈ ‘યોગી ! તમારી વાતમાં હું સંદેહ લાવતો નથી, પણ મને શંકા છે, કે મારા શાહ આ વાત સ્વીકારશે નહીં. રોપના બદલે પુસ્તક જોઈને, અને આનું નામ સંજીવની રોપ એમ સાંભળીને તેઓ મારા પર મશ્કરી કરવાનું કે ચાલબાજી રમવાનું આળ મૂકશે.’ ‘હિંદના પહાડોમાં સંજીવની રોપ થાય છે, એ એક રૂપક છે. પ્રથમ તમારા રાજાને એ સમજાવવું પડશે. હિંદના પહાડો એટલે વિદ્વાનો. ઔષધિ એટલે હિતકારી બોધવચનો. અજ્ઞાની પુરુષો એટલે મૃતકો. મૃતકરૂપી અજ્ઞાનીઓને મહાત્માઓ પોતાનાં બોધવચનો દ્વારા ઉપદેશ આપે છે. અર્થાત્ મૃતક પર જ્ઞાન રૂપી અમર સંજીવની છાંટી એમને અમર જીવવાળાં બનાવે છે. બાકી દેહથી કોણ જીવ્યું છે ?” ‘આપ કહો છો તે હું સમજ્યો, પણ હું મારા રાજાને સમજાવી નહીં શકું.” બૈરૂત શિષ્યભાવે બોલ્યો. ‘તેમને હું સમજાવીશ. મને પણ આ ભૂમિ ભારે પડી રહી છે. રોગીને હવાફેર જરૂરી છે, એમ વેરથી રોગી થયેલા મારા મનને વાયુ પરિવર્તન જોઈએ છે. જરૂર આવીશ.” ‘આપની વાતમાં શંકા કરવાનો અધિકાર નથી પણ કૃપા કરીને મને આ રોડનું નામ કહો.” | ‘આ જીવનજ્ઞાનનો ગ્રંથ છે અને આત્મોન્નતિ કરનાર છે. અમારે ત્યાં જ્ઞાન જ સંજીવની લેખાય છે. માણસ અમર એનાથી થાય છે. એનું નામ પંચતંત્ર.' મહાતમાએ જઈશું.’ કહ્યું, ‘મને પણ લઈ જઈશ ને ?” બૈરૂતે મશ્કરીમાં પૂછવું. ‘તું તો જનમોજનમનો માથે પડ્યો છે. તને કંઈ છોડાય ?’ મઘા આટલું બોલતાં બોલતાં તો ઊંઘી ગઈ. પૂર્ણ કમલ જેવું એનું મોં દ્રષ્ટાના મનને ઘડીભર ખેંચે તેવું રમણીય બન્યું હતું. બૈરૂત અને મહાત્મા નકલંક ત્યાં પાસે બેઠા. બૈરૂતને સંજીવની રોપ વિશે જાણવાની ખાસ ઇચ્છા હતી, એણે પ્રશ્ન કર્યો, ‘શું આપ સંજીવની રોપ લાવ્યા?' ‘હા’ ‘ક્યાં છે ? પાછળ કોઈ લઈને આવે છે ?* બૈરૂત બોલ્યો. ના. આ રહ્યો મારી પાસે.” મહાત્માએ પોતાની પાસે રહેલા પોટલાને ખોલ્યું અને એમાંથી એક તાડપત્રનું પુસ્તક કાઢયું. એ પુસ્તકના અક્ષરો જુદા હતા, અને શાહી સોનેરી હતી. તાડપત્ર જોતાં બૈરૂતે કહ્યું, ‘અરે, આ તો ગ્રંથ છે ! રોપ ક્યાં છે ?” “આ રોપ જ છે. સંજીવની રોપ છે, જે કદી કરમાય કે સુકાય એમ નથી. આ ગ્રંથને ચિત્ત દઈને વાંચનાર અને એ પ્રમાણે વર્તનાર જીવનમાં સુખી થાય છે અને દીર્ધાયુષી થાય છે.' મહાત્માએ કહ્યું. 280 | લોખંડી ખાખનાં ફૂલ | ‘એમાં શું શું આવે છે ?” એમાં જીવનને વિશે જાણવા જેવી, આચરવા જેવી ઘણી ઘણી વાતો આવે છે. એમાં લોકકથાઓ, નીતિકથાઓ, રાજ કથાઓ ને બોધકથાઓ છે. રાજાઓ માટે મિત્રલાભ, સુહૃદભેદ, વિગ્રહ અને સંધિ વિશે ખૂબ વિસ્તારથી લખ્યું છે. એમાં દરેક વાત દષ્ટાંત દ્વારા કહી છે. અને શ્લોક દ્વારા એનું સમર્થન કર્યું છે.’ ‘યોગીજી ! મઘા સ્વસ્થ થાય ત્યારે આપ અમને આ સંજીવની રોયની કથા સંભળાવજો. પણ એ પહેલાં આપની પાસે વચન માગું છું કે આપ અમને છોડીને ચાલ્યા નહીં જાઓ ! આપ અમારા શાહના દરબારમાં આવજો , આ રોપ વિશે આપે એમને સમજણ આપવી પડશે. આપ સાથે હશો, તો મરવામાં પણ મોજ આવશે.” ‘પણ બૈરૂત ! હું પણ એક એવી જ શોધમાં નીકળેલો માણસ છું.’ ‘આપની શોધ હું પૂરી કરીશ.' ‘એ શોધ મુશ્કેલ છે.' તજ સરીખી તીખી, રે ઢોલા 1 281 Page #152 -------------------------------------------------------------------------- ________________ ‘ભલે ગમે તેવી મુશ્કેલ હોય, તેને માટે તન, મન અને ધન અર્પણ કરવાં પડે તો પણ કરીશ. પછી ?' બૈરૂતે કહ્યું. ‘બૈરૂત ! હું અધર્મના નાશ માટે મદદ માગવા નીકળ્યો છું. મારે એક રાજાને સોધ આપવો છે.' “સોધ માટે મદદ કેવી ?' બૈરૂત વાત ન સમજ્યો. મારે સૈન્ય જોઈએ, મને શસ્ત્ર જોઈએ, મદદમાં શાહ જોઈએ, એક રાજાએ અધર્માચરણ કર્યું છે, એની સાન ઠેકાણે આણવી છે.’ રાજ ચીજ જ એવી છે, યોગી રાજા થાય તો પણ તેનાથી અધર્માચરણ થઈ જાય. એને માફ કરો.' બૈરૂતે પોતાની રાજા વિશેની માન્યતા કહી. ‘હું જાણું છું, હાથીના પગ નીચે અજાણ્યે કીડી ચંપાઈ જાય, એને જરૂર માફ થાય, પણ આ નરકુંજરે તો હાથે કરીને કીડીને ચાંપવાનો પ્રયોગ કર્યો. હું સમજાવા ગયો તો એણે મારી વાતનો તિરસ્કાર કર્યો. અને બૈરૂત ! સહુથી વધુ દુઃખ તો મને એ લાગ્યું કે પ્રજામાંથી કોઈએ આ અધર્મ સામે પોકાર પણ ન પાડ્યો.’ મહાત્માએ પોતાની વાત પ્રગટ કરતાં કહ્યું. ‘ચિંતા નહિ, યોગીજી ! આપ મારા દેશમાં પધારો. મારા શાહના દરબારને શોભાવો. આ સંજીવની રોપથી એમને ખુશ કરો, પછી આપની ઇચ્છિત વસ્તુ હું સિદ્ધ કરી આપીશ.' ‘શાબાશ ખૈરૂત, તો હું તારી સાથે જરૂર આવીશ. મારી પાસે અનેક વિદ્યાઓ છે, યુદ્ધકળા છે, શસ્ત્રકળા છે, વૈદિક વિદ્યા છે. જાદુ છે, ચમત્કાર છે, નિમિત્તજ્ઞાન છે. ‘તો આપને કહી દઉં. મારા દેશના લોકો હાથના ઉદાર, હૈયાના પ્રેમાળ અને પર-સહાયમાં ઉત્સુક છે.' બંને જણા વાતચીત કરી રહ્યા હતા, ત્યાં મઘા જાગી ગઈ. સૂરજ ઢળતો થયો હતો. મઘાએ જાગતાં જ બૂમ પાડી, ‘મહાત્માજી !’ ‘શું છે મદ્યાદેવી ?’ ‘આપ ચાલ્યા ગયા તો નથી ને ?’ મઘાએ સુંદર પોપચાં ખોલતાં કહ્યું. મઘા ! તું જાણીને આનંદ પામશે કે યોગી આપણી સાથે આપણે દેશ આવવાના છે. તું એમનું આતિથ્ય કરીશ ને ?' *જરૂર બૈરૂત ! એ યોગી મને બહુ ગમ્યા છે, પણ મને એક વાત ખટકે છે કે એ સ્ત્રીને અડતા નથી. એમાં સ્ત્રી જાતિનું અપમાન ભાળું છું.' 282 D લોખંડી ખાખનાં ફૂલ એ ચર્ચા ત્યાં લઈ જઈને કરજે, અને મઘા ! એ સંજીવની રોપ પણ લાવ્યા છે.’ હૈં. રોપ લાવ્યા છે ? કેવો છે ? મને બતાવો.' એ લોકો જ્ઞાનને સંજીવની કહે છે. ‘પંચતંત્ર’ નામનો ગ્રંથ એ લાવ્યા છે.' અરે આપણે ત્યાં એ ગ્રંથને કોણ સમજશે ? એનાથી કંઈ અમર થવાય?’ ‘અરે ગાંડી ! જ્ઞાનને જ તેઓ અમૃત કહે છે. બાકી આજ સુધી કોઈ દેહથી અમર થયું નથી ને થશે નહિ. આ રોપ લઈને એ પોતે સાથે આવે છે. પછી ચિંતા કેવી ? એ બધાને સમજાવશે. સંજીવની પાશે.' ‘ઓહ ! સાંજ પડી કે ? સૂરજ ઢળ્યો કે ? હવે મને પુત્ર આવશે કાં ?’ ‘હા,’ મહાત્માએ કહ્યું, ને થોડીવારમાં લેશ પણ પીડા વગર મઘાએ પુત્રને જન્મ આપ્યો. ‘હાશ ! ગુલ્મનો રોગ નવ મહિને પૂરેપૂરો મટ્યો.' મઘા આસાએશ અનુભવતી બોલી. ‘મઘા ! તું માતા બની.’ ‘હું માતા બની ? તો શું હવે મારી મા જેવી હું ઘરડી બની જઈશ ? યોગીજી ? મારે તો જુવાન રહેવું છે. સ્ત્રી જુવાન હોય ત્યાં સુધી જ એની કિંમત.' મઘાએ કંઈક ચિંતિત સ્વરે કહ્યું. ‘તું જુવાન જ રહીશ.’ યોગીએ આશીર્વાદ આપ્યા, ને થોડીવારમાં બાળકનું રુદન સંભળાયું. ભારતીય સાહિત્યનો કોઈ પણ ગ્રંથ વિશ્વસાહિત્યનો બન્યો હોય તો તે ‘પંચતંત્ર’. ૬૦ ભાષાઓમાં એનો અનુવાદ થયો છે, બસોથી ત્રણસો રૂપાંતર થયાં છે. રાજા નવશિવાને એનું રૂપાંતર કરાવેલું. એનાં પરદેશી નામો કલીલ વ દિમ્ન (કરકટ અને દમનક) અનવાર એ સુહેલી, ઇયારે ઇંદાનીશ. ‘પંચતંત્ર'ની આઠ પરંપરા - તંત્રાખ્યાયિકા, દક્ષિણ ભારતનું પંચતંત્ર, નેપાળી પંચતંત્ર, હિતોપદેશ, કથાસરિત્સાગર, અંતર્ગત પંચતંત્ર, બૃહત્કથામંજરી-અંતર્ગત પંચતંત્ર, પશ્ચિમ ભારતીય પંચતંત્ર, પંચાખ્યાન. પશ્ચિમ ભારતીય જનતંત્ર-પંચતંત્રનો કર્તા જૈન અને તે પણ ગુજરાતનો જૈન હોવા વિશે મને શંકા નથી. ‘પંચતંત્રના પ્રચારમાં જૈનોએ જે ફાળો આપ્યો છે, તે નોંધપાત્ર છે. ‘પંચતંત્ર'નો જૈનો દ્વારા થયેલો પ્રચાર તેમ જ જૈન સાધુઓના હાથે થયેલાં તેનાં અનેકાનેક અનુવાદાત્મક રૂપાંતરો અને વાચનાઓ છેવટે તો કથાસાહિત્ય પ્રત્યેની તેઓની અભિમુખતા જ છે. - ‘પંચતંત્ર’ - સંપાદક : ડૉ. ભોગીલાલ સાંડેસરા તજ સરીખી તીખી, રૈ ઢોલા – 283 Page #153 -------------------------------------------------------------------------- ________________ 38 મહાત્માએ કહેલી નીતિવાર્તા ચાંદની રાત હતી. દરિયામાં જાણે ડોલર ફૂલ પાથર્યાં હતાં. અનંત સાગરમાં જહાજ મંદગતિએ માર્ગ કાપતું હતું. જહાજના એક હૂંફાળા ખંડમાં શક એલચી બૈરૂત, પોતાની પત્ની મઘા અને સંજીવનીના રોપને બદલે પંચતંત્રનું પુસ્તક લઈને સાથ આપનાર મહાત્મા નકલંક સાથે બેઠો હતો. મઘાના હાથમાં નવજાત બાળક રમતું હતું. આ બાળક મહાત્મા નકલંકની કૃપાનું ફળ છે, એમ મઘા માનતી, ગુલ્મના દરદમાંથી આવું સુંદર સર્જન એ ખરેખર મહાત્માનો ચમત્કાર જ હોય. બાળકનું મોં સવારના સૂર્ય જેવું લાલચોળ હતું, એમાંય એના ગાલ તો માખણ જેવા કોમળ હતા. મઘાએ એ ગાલ પર ચૂમી લીધી. મઘા આત્મવિભોર બની ગઈ. મઘાએ એ સ્થિતિમાં જોઈ બૈરૂતે બાળકને હાથમાં લીધો ને ચૂમી ભરી. ‘મઘા ! આ બાળકને જોઈને તને ભૂલી જઈશ એમ મને લાગે છે !' બૈરૂતે કહ્યું. ‘અરે, તું મને શું ભૂલવાનો હતો ? તું મને ભૂલે એ પહેલાં તો હું પોતે જ તને સાવ ભૂલી જઈશ.' મઘાએ કહ્યું. ‘તું મને ભૂલીશ, એ નહિ ચાલે.' બૈરૂતે જરા ગરમ થઈને કહ્યું. ‘કેમ ? હું તારી કંઈ દબાયેલી છું ?' ‘હા.’ બંને ધણીધણિયાણી લડવા તૈયાર થઈ ગયાં. એ જોઈને મહાત્માએ જરા હસતાં કહ્યું, “તો હું ચાલ્યો જાઉં. તમે બે તમારું સંભાળી લેજો.’ અને મહાત્માએ પોથી બગલમાં મારી, હાથમાં દંડ લીધો. મઘા એકદમ ઊભી થઈને દોડી અને બાળક તેમના ચરણમાં મૂકી દીધો. બૈરૂત તો એ પહેલાં પગમાં પડ્યો હતો. બંનેએ મહાત્માને વિજ્ઞપ્તિ કરી, ‘આપે અમને કહ્યું હતું કે હું તમને સંજીવનીના રોપ સમા પંચતંત્રની વાત કરીશ. કૃપા કરીને એ કહો.' દંપતી ચતુર લાગ્યાં. તેઓએ વાતને બીજે રસ્તે વાળવા કહ્યું. મહાત્મા નકલંકે સંજીવની રોપ ‘પંચતંત્ર’નાં પાનાં ખોલ્યાં અને કથાનો આરંભ કર્યો : ‘સાંભળો, મઘાદેવી ! બૈરૂતદેવ ! પંચતંત્ર નામના ગ્રંથમાં મિત્રભેદ નામનું પહેલું તંત્ર છે. એ પહેલા તંત્રની પહેલી કથા કહું છું.' ‘દક્ષિણ જનપદમાં એક નગર છે. વર્ધમાન નામે એક વણિકપુત્ર ત્યાં રહે છે. ધર્મનીતિથી એણે વિપુલ ધન મેળવ્યું છે. ‘એકદા વર્ધમાન શેઠે શેઠાણીને કહ્યું, ‘શાસ્ત્રમાં કહ્યું છે કે માણસે ધન કમાવાના હંમેશાં પ્રયાસો કરવા જોઈએ. ધન અને વિદ્યા મેળવતી વખતે મોત માથે નથી, એમ માનવું. ધર્મ આચરતી વખતે મરણ ડગલાં હેઠ છે, એમ કલ્પવું. ખોરાકથી જેમ સર્વ ઇન્દ્રિયો કામ કરતી રહે છે, તેમ ધનથી સર્વ કાર્ય સંપન્ન થાય છે.’ શેઠાણી બોલી, “પાસે ધન હોવા છતાં ધનપ્રાપ્તિની ચિંતા તમને શોભતી નથી.' વર્ધમાને કહ્યું, ‘લક્ષ્મી ચંચળ છે. નિરંતર વહેતા ઝરણ જેવી છે. ઝરણ વહેતું વહેતું સુકાઈ ન જાય તેની હંમેશાં ચિંતા કરવી જોઈએ. એમાં નવાં ઝરણ વળતાં રહેવાં જોઈએ. તું જાણે છે કે જેની પાસે ધન હોય છે એ પંડિતોમાં પંડિત કહેવાય છે. સગાંઓમાં સ્વજન લેખાય છે. કોઈ કલા, કોઈ વિદ્યા, કોઈ શિલ્પ એવું નથી, જેમાં ધનવાન સંપન્ન ગણાતા ન હોય. અરે શેઠાણી ભદ્રા ! જે વૃદ્ધ થયા હોય છે એ પણ ધનને કારણે તરુણ દેખાય છે; ને તરુણ પણ ધનના અભાવથી વૃદ્ધ થયેલા જણાય છે.' મહાત્મા જરા થોભ્યા. મઘા બોલી, ‘વાહ, વાહ ! શું સુંદર વાર્તા છે ! ધનથી વૃદ્ધ તરુણ લાગે અને ધનવિહીન તરુણ પણ વૃદ્ધ લાગે. નક્કી આપણા રાજાજી આ ગ્રંથ પર ડોલી ઊઠશે.’ ‘મદ્યાદેવી ! શાંતિથી સાંભળો. આ ગ્રંથ તો અમૃતનો ખજાનો છે.’ મહાત્માએ કહ્યું ને વાત આગળ ચલાવી, ‘ભદ્રા શેઠાણીએ પૂછ્યું, ‘કયા મહાત્માએ કહેલી નીતિવર્તા D 285 Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકારથી તમે ધનલાભ કરવા ઇચ્છો છો ?” વર્ધમાને કહ્યું, હે પ્રિયે, મનુષ્યોને છ ઉપાયોથી ધન મળે છે. એક ભિક્ષાથી, બીજુ રાજાની સેવાથી, ત્રીજું ખેતીથી, ચોથું વિદ્યાકલાથી, પાંચમું ધીરધારથી અને છઠું વેપારથી. આ બધામાં વેપારથી થતો ધનલાભ સર્વશ્રેષ્ઠ છે.” ભદ્રા શેઠાણીએ કહ્યું, ‘એ વાત તમે મને વિગતે સમજાવો.” વર્ધમાન કહે, “પ્રથમ ઉપાય તે ભિક્ષા . ભિક્ષા એ નીચ કર્મ છે. બીજો ઉપાય રાજાની સેવા, એમાં ભારે જોખમ છે. ખેતી અનાવૃષ્ટિથી કે અતિવૃષ્ટિથી બગડી જાય છે. વિદ્યાકલામાં પેટ ભરાય છે, પેટીઓ ભરાતી નથી. ધીરધારમાં ધન કાઢીને બીજાના હાથમાં આપવાનું હોય છે ને પાછું આવવાનો ભરોસો હોતો નથી; એટલે છઠ્ઠો વેપાર જેવો ધન કમાવાનો કોઈ બીજો ઉત્તમ પ્રકાર નથી. હવે વેપાર પણ સાત પ્રકારનો હોય છે.” ‘મા ! સાંભળ્યું કે ! રાજાની સેવામાં ભારે જોખમ રહ્યું છે ! હું તો વેપારી થઈશ.” બૈરૂતે કહ્યું. | ‘જૈ થવું હોય તે થજે , પણ વચ્ચે ડબડબ ન કર. હાં, મહાત્માજી ! આગળ ચલાવો.’ મઘાએ બાળકને ચૂમી ભરતાં કહ્યું. મહાત્માએ આગળ વાત ચલાવી. ભદ્રા કહે, ‘એ સાત પ્રકાર કયા તે મને જણાવો.” વર્ધમાન કહે, “પહેલો પ્રકાર સુગંધી પદાર્થ વેચવાનો, બીજો નાણાવટીનો, ત્રીજો મંડળીનો, ચોથો આડતનો, પાંચમો ખોટી કિંમત કહેવાનો, છઠ્ઠો ખોટાં તોલમાપ વાપરવાનો ને સાતમો દેશદેશાવરથી માલની આયાત નિકાસનો.* ‘આમાં પહેલા અને છેલ્લા બે પ્રકાર ઉત્તમ છે. નાણાવટીનું મન કપટમાં રહે છે. એ હંમેશાં ઝંખે છે કે પૈસા મૂકી જનાર મૂકીને મરી જાય તો સારું.* મંડળીમાં જેનાં હાથમાં તેના મોમાં થાય છે. આડતિયાને વિશ્વાસુ ગ્રાહકને છેતરવામાં પુત્રજન્મ જેવો આનંદ થાય છે. ખોટી કિંમત અને ખોટા તોલમાપ એ ભીલ વેપારીઓનો નિજધર્મ છે. માત્ર પહેલો પ્રકાર - સુગંધી દ્રવ્યનો વેપાર એકગણાં દામની સો ગણી કિંમત ઉપજાવી દે છે. ને સાતમાં પ્રકાર દેશાવર સાથેનો વેપાર બમણું અથવા તમણું ધન મેળવી આપે છે.” આ પછી વર્ધમાન દેશાવર જવા માટે, શુભ તિથિઓ ગુરુજનોની આજ્ઞા લઈ, ઉત્તમ રથમાં આરૂઢ થઈને નીકળ્યો. રથમાં સંજીવક અને નંદ નામના ઉત્તમ બળદો * મંડળી-સહકારી મંડળીઓ. જૂના વખતથી તે આજ સુધી સરખી સ્થિતિ છે. સહકારી મંડળીઓ એંશી ટકા નિષ્ફળ ગઈ છે. 286 | લોખંડી ખાખનાં ફૂલ જોડ્યા. આ બળદોને એણે સુંદર રીતે કેળવ્યા હતા. ચાલતાં ચાલતાં યમુનાના કિનારા ઉપર સંજીવક બળદનો પગ કીચડમાં સરી ગયો અને ભાંગી ગયો. વર્ધમાન ત્રણ દિવસ ત્યાં રોકાયો, પણ સંજીવક કંઈ સાજો થયો નહિ. આ વખતે સાથેના સલાહકારોએ કહ્યું, ‘એક બળદના જીવની ખાતર આ વાઘ-વરુવાળા વનમાં હજાર જીવોનું જોખમ માથે ન લેવું જોઈએ, બુદ્ધિમાન પુરુષે અલ્પ વસ્તુ ખાતર મહત્ વસ્તુનો નાશ કરવો નહિ. અલ્પ વડે બહુનું રક્ષણ કરવું એનું નામ ડહાપણ છે.” ‘અજબ ગ્રંથ છે. સાવ નવો વિચાર. અમારે ત્યાં તો બહુ વડે અલ્પનું રક્ષણ થાય છે. સંજીવની રોપ શોધીએ આપણે , એમાં હજાર જીવો હેરાન થાય ને સુખ ભોગવે એકલો રાજા.’ મધા બોલી. મહાત્માએ મઘાની વાતને એક મંદ સ્મિતથી વધાવી ને બોલ્યા, ‘વર્ધમાનને આ સલાહ ઠીક લાગી. એણે કેટલાક માણસોને બળદની રક્ષા માટે મૂક્યા અને આગળ વધ્યો. એકનું પ્રિય તે ઘણીવાર બીજાનું અપ્રિય હોય છે. પાછળ રહેલા લોકોને વનનો વાસ દુષ્કર લાગ્યો. તેઓ બીજે દિવસે ચાલી નીકળ્યા; ને વર્ધમાન શેઠ પાસે પહોંચી ગયા અને બોલ્યા, ‘તમારા ગયા બાદ સંજીવક તરત મરણ પામ્યો. આપના પ્રિય વૃષભનો અમે સારી રીતે અગ્નિસંસ્કાર કર્યો.” વર્ધમાન દુઃખી થયો ને આગળ વધ્યો. આ તરફ વનવગડામાં સંજીવક એકલો રહ્યો. છતાં કહ્યું છે, કે ભલે દુનિયા આખી પ્રાણીમાત્રની દુશ્મન બની રહે, પણ દેવ જો રક્ષા કરે તો એ પ્રાણી જીવે છે; એનો વાળ પણ વાંકો થતો નથી. જેની સહુ રક્ષા કરે, પણ દૈવ વિપરીત હોય તો તે નાશ પામે છે. સંજીવકનું પણ એમ બન્યું. એ ધીરે ધીરે યમુના તટે ગયો. ત્યાં લીલાં કોમળ તૃણ ચરવા લાગ્યો. થોડા દિવસમાં તો મહાદેવના પોઠિયા જેવો, મોટી ખૂંધવાળો એ મહાબલવાન જીવ બની ગયો. એની ગર્જનાથી જંગલ ગાજવા લાગ્યું. ‘એક દિવસ પિંગલક નામનો વનનો રાજા સિંહ ત્યાં પાણી પીવા આવ્યો. તેણે સંજીવકની ગર્જના સાંભળી અને ડર્યો. એ જીવ લઈને જાય ભાગ્યો.” ‘એ પિંગલક સિંહ ગામ, નગર, પાન, અધિષ્ઠાન, ખેટ, ખર્વટ, ઉદ્યાન, અગ્રહાર, કાનન, વન અને ખીણોમાં વસતાં તમામ ચતુષ્પદોનો સ્વામી હતો. એણે પોતાનું ચતુર્મડલ બોલાવ્યું ને અગત્યની સભા ભરી. આ ચતુર્મડલમાં સિંહના સ્વજનો, અનુયાયીઓ, મંત્રીઓ અને સેવકો હતા.' એ સમાચાર જાણી બે મંત્રીપુત્રો પણ ત્યાં આવ્યા. એ જાતનાં શિયાળ હતાં. મહાત્માએ કહેલી નીતિવર્તા | 287 Page #155 -------------------------------------------------------------------------- ________________ એકનું નામ દમનક અને બીજાનું નામ કરટક હતું. - આ બંનેને કોઈ અપરાધ માટે સિંહે અધિકારભ્રષ્ટ કર્યા હતા. તેઓ તકનો લાભ કઈ રીતે લેવો તેનો વિચાર કરવા લાગ્યા. દમનકે કરટકને કહ્યું, ‘હે ભદ્ર કરતક ! જરા નિહાળ તો ખરો, આખા વનનો સ્વામી પિંગલક સિંહ યમુનાકિનારે જતાં ડરે છે. તરસ લાગી છે. સામે પાણી છે, પણ તરસ્યો વડના ઝાડ નીચે બેઠો છે. એનું મોં પડી ગયેલું નથી લાગતું ?* કરટકે કહ્યું, ‘આપણે એની શી પંચાત ? પોતાનું કામ ન હોય એમાં કદી માથું ન મારવું. સિંહે કરેલો શિકાર આપણી પાસે છે. ખાઓ, પીઓ અને મોજ કરો ને!' દમનક બોલ્યો, ‘તો આ સંસારમાં તમે બધાં કામ માત્ર પેટ ભરવા જ કરો છો કાં ?' ‘નહિ તો બીજું શું ?' ‘પેટ તો છાણના કીડા પણ ભરે છે, કરટકભાઈ ! મિત્રોને તારવા માટે ને શત્રુને મારવા માટે ડાહ્યા માણસો રાજાનો આશ્રય લે છે.” મહાત્મા આટલી વાત કહીને થોભ્યા. એમણે છેલ્લું વાક્ય બે વાર કહ્યું. મઘા ધ્યાનથી સાંભળતી હતી. મહાત્માએ બૈરૂતને છેલ્લી પંક્તિઓ ફરી સંભળાવવા કહ્યું, મિત્રોને તારવા માટે અને શત્રુઓને મારવા માટે ડાહ્યા માણસો રાજાનો આશ્રય લે છે, બાકી પેટ ભરવા માટે તો પંખીઓ પણ જીવે છે. યાદ રાખો કે વિજ્ઞાન, શૌર્ય, વૈભવ અને આર્યગુણો સાથે પ્રસિદ્ધ થઈને જે એક પળ પણ જીવે છે, જ્ઞાની મહાત્માઓ તેનું જ જીવ્યું પ્રમાણ કહે છે. બાકીના તો બધા માતાનું યૌવન હરનારા કાયરો છે.” જવાબમાં કરટકે કહ્યું, ‘આપણે હમણાં ક્યાં પ્રધાનપદે છીએ ? પછી આવી નાહકની ખટપટથી શું લાભ ? રાજાની આગળ તો વગર બોલાવ્યા જવામાં સાર નથી.’ દમનકે કહ્યું, ‘ભાઈ ! તારી મોટી ભૂલ થાય છે. પ્રધાન હોવા છતાં જે રાજાની સેવા કરે છે તે પ્રધાન થાય છે. અને જે પ્રધાન હોવા છતાં સેવાથી દૂર રહે છે, એ છેવટે પદવિહીન બને છે. રાજાઓ, લતાઓ અને સ્ત્રીઓ, એ ત્રણે જણાં હંમેશાં જે એમની પાસે હોય એને જ વીંટળાય છે, પછી ભલે તે મૂર્ખ, કુશીલ કે વિદ્યાવિહીન હોય.' ‘એટલે કે ડાહ્યાભાઈ ! આપણે રાજાને ભજવા એમ જ ને ?” કટકે કહ્યું. દમનકે કહ્યું, ‘અવશ્ય, ઘેલાભાઈ !વિઘાવાન, મહેચ્છાવાન, કલાવાન, પરાક્રમી અને સેવાવૃત્તિવાળા માણસ માટે રાજા સિવાય બીજો સમર્થ આશ્રય નથી. જેઓ 288 લોખંડી ખાખનાં ફૂલ બીકથી કે સંકોચથી રાજાના આશ્રયથી દૂર રહે છે, તેઓ મરણપર્યંત ભિક્ષુક જ રહે છે !” કરટકે શંકા ઉઠાવતાં કહ્યું, ‘રાજાઓ દુરાત્મા અને દુરારાધ્ય હોય છે, એ જાણો છો ?” દમનકે કહ્યું, ‘આમ કહીને આપણી હીનતા, દીનતા ને જડતા જ તમે પ્રગટ કરો છો. જો વાઘ, સર્પ ને હાથી જેવાં જંગલી જનાવરો પ્રયત્નથી વશ થઈ શકે છે તો રાજા કેમ વશ થઈ શકે નહિ ? જેમ મલયાચલ સિવાય ચંદન નથી એમ રાજસેવા વિના સંપત્તિ નથી.’ કરટકે કહ્યું, ‘તો તારી શી ઇચ્છા છે ?* દમનકે કહ્યું, “આપણો સ્વામી સિંહ ભય પામેલો છે. એનો પરિવાર પણ ભયાકુલ છે. આપણે તેઓની પાસે જ ઈએ, વિગતે વાત જાણીએ, અને તેઓના ભય દૂર કરી વિશ્વાસ સંપાદન કરીએ.’ કરટકે કહ્યું, ‘અરે ! એક મહાન સિંહનો ભય આપણે તુચ્છ શિયાળ કેવી રીતે દૂર કરી શકીશું ? શક્તિ કરતાં વધુ ભક્તિનું કામ કરવામાં હંમેશાં જોખમ છે.' દમનકે કહ્યું, ‘જેની પાસે જ્ઞાન, વિજ્ઞાન ને બુદ્ધિ છે, એ સાચો બળવાન છે. આપણે બુદ્ધિ લડાવીએ તો પિંગળક તો શું, એવા સો સિંહને નમાવી શકીએ. કામ કરવાના છે પ્રકાર છે - સંધિ, વિગ્રહે, યાન, આસન, સંશ્રય અને વૈધીભાવ, આ છે નીતિમાંથી ગમે તે એક નીતિથી યા બે નીતિથી કોઈ પણે કઠિન કામ સિદ્ધ થાય છે. તને ચોખ્ખા શબ્દોમાં કહું છું. રાજ સેવા દ્વારા હું પ્રધાનપદું પાછું મેળવવા ચાહું છું.’ મહાત્માએ કથાની વાત સાથે પોતાના કાર્યની વાતનો તંતુ જોડી દેતાં કહ્યું, ‘મઘા અને બૈરૂત ! સાંભળો, હું જે કામે નીકળ્યો છું, એ માટે પેલા દમનકની જેમ મારે પણ તમારા શાહને મળવું જરૂરી છે, અને વિશ્વાસ સંપાદન કરવો અગત્યનો ‘એવું તે આપને શું કામ છે ?' મઘાએ પ્રશ્ન કર્યો. ‘જખમ ઊંડો છે.' આટલું બોલતાં બોલતાં તો પહાડ જેવા ઊંચા મહાત્મા નાના નબળા વૃક્ષની જેમ નમી ગયા. ‘એ જખમ પર હું મલમપટ્ટી કરીશ.” મથાએ કહ્યું. ‘મુશ્કેલ છે મઘા !' મહાત્માનું મોં આથમતા સૂરજ જેવું લાલચોળ બની ગયું હતું. | ‘વાત શું છે ? કંઈક કહો તો ખરા.’ મથા મહાત્માના જખમ જાણવા આતુર થઈ રહી, મહાત્માએ કહેલી નીતિવર્તા 289. Page #156 -------------------------------------------------------------------------- ________________ ‘મઘા ! મારે તારા જેવી એક સુંદર અને હેતાળ બહેન હતી.' ‘શું એ બહેન હમણાં નથી ? મરી ગઈ ?' માએ મહાત્માને શોક ભરેલા મુખે બહેનનું નામ લેતા જોઈને કહ્યું. ‘એ મરી ગઈ હોત તો શોક જરૂર કરત, પણ આટલો બધો રંજ ન થાત. એવું બન્યું છે કે ખાવું ભાવતું નથી ને જીવવું ગમતું નથી.’ મહાત્માએ કહ્યું. ‘પણ... વાત શું છે ?' ‘એક બદમાશ રાજા તેને ઉઠાવી ગયો છે.' ‘ઓહ ! ભોળવીને કે જબરદસ્તીથી ?' મથા પૂછી રહી, જબરદસ્તીથી, જોરજુલમથી.' તો બોલતા કેમ નથી ? ચાલો. એ રાજાની આપણે જ ખબર લઈ નાખીએ.' મઘાનું લડાયક રક્ત ખળભળી ઊઠ્યું હતું. ભયંકર વિષાદમાંય મહાત્માને મઘાની વાત સાંભળી હસવું આવી ગયું, એ બોલ્યા, ‘મઘા, એ રાજા તો બહુ જબરો છે. મંત્રવાળો છે. સ્વરવિદ્યાવાળો છે. એની સામે થવું હોય તો સામે એવો જ બીજો રાજા જોઈએ.’ ‘તે અમારો રાજા છે ને !’ મઘાએ બૈરૂત સામે જોઈને કહ્યું, ‘બૈરૂત, મહાત્માજીને આપણા રાજા પાસે લઈ જજે. નજરાણામાં સાથે સંજીવનીનો રોપ લઈ જજે. રાજાને મહાત્માજીની પૂરી પિછાણ કરાવજે . અને બને તે મદદ કરજે - કરાવજે. જરૂર પડે તો તું સેનાપતિ બનીને સાથે સંચરજે.’ ‘અને તું ?..’ ‘ભલા માણસ, હું કંઈ હાથ જોડીને બેસી નહીં રહું.' દરિયો વાંભ વાંભ ઊછળીને અને ઘૂ ઘૂ ગર્જના કરીને મઘાની વાતમાં સાક્ષી પુરાવી રહ્યો હતો ! પ્રેમમાં કલહ અને કલહમાં પ્રેમનો રંગ પૂરી એકબીજામાં ઓતપ્રોત બની જનારાં અજબ દંપતી મઘા અને બૈરૂત પર મહાત્માને ખૂબ ભાવ જાગ્યો. સરસ્વતી વિદૂષી હતી અને ભારતીય નારીએ સ્વીકારેલાં જન્મજાત લજ્જારૂપી આભૂષણોમાં માનનારી હતી. વિદ્યામાં, શીલમાં, ગંભીરતામાં કે તેજસ્વિતામાં દેવી સરસ્વતીની કલ્પનાને એ સાકાર કરતી હતી. જ્યારે મઘા રમતિયાળ હતી. એ જ્યારે ૨મતમાં ન હોય ત્યારે ઝઘડો કરતી હોય. એ જ્યાં જાય ત્યાં બધાને પોતાની તરફ જોતા કરનારી હતી. એ લક્ષ્મીની પ્રતિમૂર્તિ હતી. એવી ચંચળ, એની ઠસ્સાદાર, એવી જ લજ્જા કે સંકોચ વગરની ! 290 – લોખંડી ખાખનાં ફૂલ બૈરૂત અને મઘાના અંતરમાં પેલી અધૂરી વાત રમતી હતી. એટલે એમણે અધૂરી વાર્તા આગળ ચલાવવા મહાત્માને વિજ્ઞપ્તિ કરી, અને મહાત્માએ વાત આગળ ચલાવી. કરકટને છ પ્રકારની નીતિ સમજાવતાં દમનકે કહ્યું, ‘પ્રથમ સંધિ એટલે એવા પ્રકારે કાર્ય કરવું કે શત્રુ મિત્ર થઈને રહે. બીજી વિગ્રહ એટલે આપણે એવા પ્રકારે વર્તવું કે શત્રુ પીડા પામે અને આપણને વશ થાય. ત્રીજી યાન એટલે પોતાનું કાર્ય સિદ્ધ કરવા મોટા લાવલશ્કર સાથે કૂચ કરવી તે. ચોથી આસન એટલે એક સ્થાને ઘેરો ઘાલીને પડ્યા રહેવું. પોતાનું રક્ષણ થાય ને શત્રુને મૂંઝવણ થાય તે રીતે બેસવું તે આસન કહેવાય. આ નીતિથી ભલભલો રાજા આખરે મૂંઝાઈ જાય. પાંચમી સંશ્રય એટલે બલવાન રાજાઓને પોતાના પક્ષમાં લઈ લેવા, તેનું નામ સંશ્રય. આનો અર્થ પરાક્રમીનું પડખું સેવવું. છઠ્ઠી રાજનીતિ દ્વૈધીભાવ. એટલે સેનાને જુદે જુદે સ્થળે એવી રીતે ગોઠવવી કે જેથી નાની સેના મોટી લાગે. અથવા શત્રુરાજા પ્રત્યે બહારથી તો પ્રેમ બતાવવો અને અંદરથી જુદી રીતે વર્તવું. આ છ પ્રકારની રાજનીતિ સાંભળી કટક બોલ્યો, “આ નીતિ તો માત્ર યુદ્ધ માટે છે પણ એનાથી રાજાને કેવી રીતે વશ કરશો ?’ દમનક બોલ્યો, ‘રે ! પાંડવો વિરાટનગરમાં છુપાવેશે પ્રવેશ્યા ત્યારે ઘૌમ્ય મુનિએ એમને સેવકધર્મ કહેલો, તે મને બરાબર યાદ છે. સેવકે કેટલીક મર્યાદાઓ પાળવાની હોય છે. એણે દ્યૂત, દારૂ અને દારાથી પરામુખ રહેવું ઘટે, તેમજ રાજમાતા, રાણી, યુવરાજ, મુખ્યમંત્રી, પુરોહિત અને પ્રતિહાર પ્રત્યે આદર રાખતા હોઈએ તેવું વર્તન રાખવું જોઈએ. સેવકે યુદ્ધકાળમાં સદા રાજાની આગળ, નગરમાં રાજાની પાછળ, ને રાત્રે મહેલના દ્વાર પર રહેવું. આવા સેવક પર રાજાની પ્રીતિ આપોઆપ વધે છે. વળી અકાળે ન બોલવું, અકાળે જો બૃહસ્પતિ પણ બોલે તો તેનું બોલવું વ્યર્થ થાય છે.' કરકટે વળી ભયથી કહ્યું, ‘હે શૃંગાલશ્રેષ્ઠ ! રાજાઓ હંમેશાં ખલ પુરુષોથી ઘેરાયેલા, વિષયમાં લીન અને કષ્ટથી સેવાય એવા હોય છે. રાજકૃપા થોડા એવા અપરાધથી પણ દૂષિત થનારી છે. રાજાની કૃપા દુરારાધ્ય છે.’ દમનકે કહ્યું, ‘હૈ બંધુ ! તારી વાત સાચી છે, પણ જે વાતમાં જેટલા ટકાનું જોખમ હોય તેટલા ટકાનો લાભ પણ તેમાં હોય છે. બિનજોખમી ધંધામાં કસ હોતો નથી. પરાક્રમી પુરુષો એ માટે જ કહે છે કે સાહસમાં લક્ષ્મીનો વાસ છે.’ કરટક ખુશ થતો બોલ્યો, ‘રે રાજનીતિજ્ઞ પંડિત ! તમારો આવો અભિપ્રાય છે તો ખુશીથી પ્રસ્થાન કરો ! તમને તમારા કાર્યમાં સિદ્ધિ વરો.’ મહાત્માએ કહેલી નીતિવર્તા – 291 Page #157 -------------------------------------------------------------------------- ________________ દમનક સારા ચોઘડિયે રવાના થયો. વનનો રાજા પિંગલક એક વડ વચે પોતાના પરિવાર સાથે બેઠો હતો. એ ચિંતિત હતો. પરિવારના મુખ પર પણ ચિંતા હતી. આ સમયે પિંગલકે દમનકને આવતો જોયો અને તે બોલ્યો. મારો જૂનો મિત્ર મંત્રીપુત્ર દમનક આવતો લાગે છે એનું સ્વાગત કરો. એ યથાર્થવાદી છે.” દમનક આવીને સીધો રાજાના ચરણમાં પડ્યો. રાજાએ પોતાનો જમણો હાથ તેના માથે મૂકીને પૂછ્યું, ‘કુશળ છે ને ? કેમ ઘણે દિવસે દેખાયો ?” દમનક બોલ્યો, “કંઈ કાર્ય ન હોવાથી દેખાતો નહોતો, પણ કાર્ય ઉપસ્થિત થતાં હાજર થયો છું. રાજન્ ! આપ જાણો જ છો કે પોતાની પાસે ભલે ગમે તેવી મોટી તલવાર હોય, પણ દાંત ખોતરવા કે કાન સાફ કરવા તો નાની સળીનો જ ખપ પડે છે.' રાજા બોલ્યો, ‘પણ તારે રાજદરબારમાં હાજર રહેવું ઘટે ને ?* દમનક બોલ્યો, ‘મહારાજ, હું યથાર્થવાદી છું. જૂઠું નહીં બોલું, રાજા ધનાઢચ હોય, કુલીન હોય, વંશ પરંપરાગત હોય તોપણ જો તે ગુણજ્ઞ ન હોય, તો સેવકો તેને અનુસરતા નથી. સેવકોને અને આભૂષણોને તેના યોગ્ય સ્થાને મૂકો તો જ શોભે. પગનું ઝાંઝર કંઈ કંઠમાં થોડું શોભે ?' રાજા બોલ્યો, “શાબાશ દમનક ! સત્યવાદીમાં તારો જોટો નથી. તમે બંને ભાઈ મારા મંત્રીપુત્રો છો. તમે આવ્યા હોત તો તમને હું ગમે તે સ્થાને નિયોજી દેત !” દમનક બોલ્યો, “મહારાજ , સેવકનો ધર્મ તો સેવાનો છે, પણ એ ત્રણ કારણોથી સ્વામીની સેવા છોડે છે, એક તો બીજા સામાન્ય સેવકો સાથે એને સરખાવતો હોય ત્યારે, બીજું સમાન સેવકોમાં તેનો સમાન સત્કાર થતો ન હોય ત્યારે અને ત્રીજું, એની લાયકાતને યોગ્ય સ્થાને તેને યોજાતો ન હોય ત્યારે, સુવર્ણના આભૂષણમાં જડવા લાયક મણિને જો લોઢાના આભૂષણમાં જ ડવામાં આવે તો તે મણિ કંઈ રડતો નથી. પણ એ શોભતો પણ નથી. એને આ પ્રકારે યોજનારની નિંદા થાય છે. વધારામાં રાજન ! આપે કહ્યું કે ઘણે દિવસે દેખાણો પણ જેને મણિમાં કાચની બુદ્ધિ છે કે કાચમાં મણિનો ભ્રમ છે, એવા વિવેક વગરના રાજા પાસે જવાથી પણ શું અને ન જવાથી પણ શું ?' આટલું બોલી દમનક રાજાની સમીપ ગયો અને નિર્ભય રીતે બોલવા લાગ્યો, ‘સેવક વિના રાજા નથી. રાજા વિના સેવક નથી. બંને જણા પરસ્પર આધાર રાખનારા છે. જેમ ચંદ્રથી આકાશ શોભે, અને આકાશથી ચંદ્ર શોભે તેમ. વળી 292 | લોખંડી ખાખનાં ફૂલ મહારાજ ! કિરણ વિના સૂર્ય શોભે ખરો ? એમ સેવક વિના સ્વામી ન શોભે ! એટલું આપ નોંધી રાખો કે સંતુષ્ટ સ્વામી સેવકને ઇનામ આપે છે, પણ સંતુષ્ટ સેવક તો સ્વામીને માટે પ્રાણ આપે છે.” રાજા આ સાંભળી ખુશ થઈ ગયો અને બોલ્યો, ‘દમનક ! તને ધન્યવાદ છે. તું ખરેખરો યથાર્થવાદી છે, સત્યવક્તા છે, મહાવિવેકી ને પંડિત છે.” દમનકને જાણે પ્રશંસા અપ્રિય હોય તેમ મોં કટાણું કરીને એ બોલ્યો, ‘મહારાજ , સેવકની પ્રશંસા અગાઉથી ન હોય, કાર્ય સિદ્ધ થયા પછી પ્રશંસા શોભે. અત્યારે તો આપનું ઉત્તેજન જ મને ખપે, આપ એકાંતમાં આવો અને આપણે થોડી વાતો કરીએ.’ રાજા કહે, ‘આ બધા મારા અંગત સેવકો અને સ્વજનો છે. એકાંતમાં જવાની આવશ્યકતા નથી.' દમનકે પૂંછડીનું આસન બનાવી, તેના પર બેસતાં ભારેખમ મુખમુદ્રા કરીને કહ્યું, | ‘મહારાજ ! પ્રિય પણ અપથ્ય વાદનારો હું નથી. પાણીથી જેમ બંધ ભેદાઈ જાય છે, દોષ જોવાથી જેમ સ્નેહ ભેદાઈ જાય છે, ઉગ્ર વાણીથી જેમ કાયર ભેદાઈ જાય છે, એમ મહત્ત્વની વાત ગુપ્ત ન રાખવાથી મહત્ત્વની કામગીરી પણ ભેદાઈ જાય છે.” રાજાએ પ્રશ્ન કર્યો, ‘સ્ત્રી, પુત્ર અને સ્વજનોથી પણ ભેદ રાખવો ?' દમનક કહે, ‘નીતિશાસ્ત્રના પ્રમાણે તો કેટલીક વાત સ્ત્રીઓથી છુપાવવાની હોય છે. કોઈ વાત પુત્રથી છુપાવાય છે, ને સ્ત્રીને કહી શકાય છે. કેટલીક વાતો એવી પણ હોય છે કે જે માત્ર મિત્રને જ કહી શકાય છે, જે સ્ત્રી-પુત્રને વિમુખ રાખવા પડે છે. કોઈ વાત મિત્ર, પુત્ર અને સ્ત્રીને જણાવી શકાય છે, પણ સ્વજનોની આગળ છુપાવવી પડે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દીર્ધાયુ થવું હોય ને સુખે જીવવું હોય તો અમુક પાસે જ દુઃખનું નિવેદન કરવું, નહિ તો મૌન રાખવું.’ રાજાએ ઉત્સુકતાપૂર્વક પ્રશ્ન કર્યો, ‘કયા માણસ પાસે દુઃખ નિવેદન કરવું, તે દમનક કહે, ‘એક તો વિશિષ્ટ ગુણવાળા સ્વામી પાસે; બીજા શિષ્ટ ગુણવાળા સેવક પાસે; ત્રીજી અનુકુળ પત્ની પાસે: ચોથી ખુશામત ન કરનાર મિત્રની પાસે પોતાનું કષ્ટ નિવેદન કરી શકાય છે, અને દુ:ખનું નિવારણ કરીને સુખી થવાય છે.” રાજા પિંગલક બોલ્યો, ‘રે દમનક ! ખરેખર, તું મારો વિશિષ્ટ ગુણવાન સેવક છે. ચાલ એકાંતમાં બેસીએ.' મહાત્માએ કહેલી નીતિવર્તા | 293 Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજા પિંગળક અને મંત્રીપુત્ર દમનક બંને જણા એકાંતમાં ગયા. દમનકે વાતનો પ્રારંભ કરતાં કહ્યું, “મહારાજ , આપ ભયમાં હો એવું મને લાગે છે : અને ભય, એ તો જીવતું મોત છે.” રાજાએ પૂછયું, ‘હું ભયમાં છું, એ તેં કેવી રીતે જાણ્યું ?” દમનક બોલ્યો, “માણસના મનની વાત અનેક રીતે જાણી શકાય છે. આકૃતિથી, ઇંગિતથી, હાલચાલથી, ભાષણથી, નેત્ર અને મુખના વિકારોથી પણ તે જાણી શકાય ન જોઈએ. સંપત્તિમાં હર્ષ ન જોઈએ, સંગ્રામમાં ભીરુપણું ન જોઈએ. વીરપુરુષો ગમે તેવી આપત્તિમાં ધીરજને ત્યાગતા નથી.’ ‘પણ બંધુ દમનક !' રાજા બોલ્યો, ‘હું કદાચ ધીરજ ધરું પણ આ મારો પરિવાર એક પળ પણ અહીં રહેવા માગતો નથી. એ સત્વરે નાસી છૂટવા ચાહે છે.” દમનકે કહ્યું, ‘સ્વામી ! એ વસ્તુ સ્વાભાવિક છે, સેવકો સ્વામી જેવા જ હોય છે. અશ્વ, શાસ્ત્ર, શત્ર, વીણા, સેવક અને નારી – એટલાં જેવાં પુરુષને પ્રાપ્ત થાય છે, તેવાં થાય છે. આપ આજ્ઞા આપો. હું ત્યાં જવા અને એ મહાનાદનું સ્વરૂપ જાણી લાવવા તૈયાર છું.’ રાજા કહે, “શું તું ખરેખર ત્યાં જઈશ ? તને ભય નહીં લાગે, ભલા ?” દમનક કહે, ‘સ્વામીને કાજે દસ્તર સમુદ્રમાં પ્રવેશ કરતાં કે સર્પના મુખમાં હાથ નાખતાં સાચા સેવકને ડર લાગતો નથી. આજ્ઞા આપો, દેવ ! આપની આશિષ સાથે અબઘડી પ્રયાણ કરું.’ રાજા હર્ષ પામીને બોલ્યો, ‘એમ હોય તો સુખેથી જા, ભદ્ર, તારો પંથ કુશળ રાજા ખુશ થઈને બોલ્યો, ‘દમનક, તું ખરેખર મહાપ્રાસ છે. તે મારા મનની સ્થિતિ જાણી લીધી છે, અને આ વાતનો સ્વીકાર હું એકાંત વગર કરત પણ નહીં. તું આ જંગલને ધ્રુજાવતો કોઈ મહા નાદ સાંભળે છે ?” દમનક અને રાજા બંને શાંત થઈ ગયા. થોડીવારમાં મહાશબ્દ સંભળાયો. વન ગજવતો એ નાદ આવતો હતો. રાજા બોલ્યો, ‘દમનક ! નાદ સાંભળ્યો ને ! આવા નાદ સાંભળી મારા રોમ રોમ કંપી જાય છે. કેવો ભયંકર ગર્જારવ ! એની પાસે મારી ગર્જના તો છછૂંદરના ચું ચું જેવી ભાસે છે. દમનકે પ્રશ્ન કર્યો, ‘મહારાજ ! એ કોનો નાદ છે ?' ‘કોઈ નવતર મહાપ્રાણીનો આ મહાભયકારી નાદ છે.” આટલું બોલતાં સિંહના રૂવાં ઊભાં થઈ ગયાં. મહાત્મા વાત કરતા થોભ્યા. મઘા શાંતિથી બધું સાંભળી રહી હતી. એ ધીરેથી બોલી, ‘મહાત્મા, એ અપૂર્વ મહાપ્રાણીનું નામ આપું ?' આપ તો !' ‘બૈરૂત.” મઘા ખડખડાટ હસતી બોલી, પણ બૈરૂત કશું ન બોલ્યો. એ રસિક જીવને વાર્તામાં વિઘ્ન રુચતું ન હતું. ‘ગંભીર થાઓ અને વાર્તાશ્રવણ કરો. આજે હું આ વાર્તા સંપૂર્ણ કરીશ.' અને મહાત્માએ વાત ફરી શરૂ કરી. હવે રાજા પિંગલકે બોલ્યો, ‘રે દમનક ! જેવું શબ્દબળ એવું શૌર્યબળ, મહાશબ્દને અનુરૂપ એવું મહાબળ જરૂર એની પાસે હશે. હું સત્વરે આ વેન તજી દેવા ચાહું છું. પરાભવ પ્રાણત્યાગ કરતાંયે ખરાબ છે.” દમનક બોલ્યો, ‘રાજનું ! શબ્દમાત્રથી ડરવાની જરૂર નથી. ભેરી, વેણું, મૃદંગ, પટહ, શંખ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દો હોય છે. મોટું ઢોલ વાગે છે તો કેવું ઉત્કટ, પણ અંદર કેવી મોટી પોલ હોય છે ! મહારાજ , વિપત્તિમાં વિષાદ 394 લોખંડી ખાખનાં ફૂલ દમનક વિદાય થયો. રાજા પિંગલક વિચારમાં પડ્યો, “અરે, આ દમનક અધિકારભ્રષ્ટ છે. કદાચ એ ઉભયવેતન (મારો પણ પગાર ખાય અને પેલાનો પણ ખાય-એવો તો નહીં હોય ને ? એને શું ? વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો.” પિંગલક આ વિચારમાં ને વિચારમાં વનમાં ભમવા લાગ્યો. એને ક્યાંય ચેન પડે નહિ. એ દુર્બલમતિ ઘડીમાં આમ વિચારે, ઘડીમાં તેમ વિચારે; પણ એને કશો માર્ગ સૂઝે નહીં. થોડીવારમાં તો દમનક પાછો આવી ગયો. ( પિગલકે દમનકને ઉત્સુકતાથી પૂછયું, ‘મહાશબ્દ કરનાર એ મહાપ્રાણીને તે જોયું ?' દમનકે કહ્યું, ‘સ્વામીની કૃપાથી જોયું.’ પિંગલકને વિશ્વાસ ન બેઠો. એને લાગ્યું કે મારા જેવા સિદ્ધરાજા જેનાથી ડર્યો, એને આ શિયાળિયું કેવી રીતે મળ્યું હોય ? એટલે પિંગલકે ફરી પ્રશ્ન કર્યો. ‘શું મહાશબ્દ કરનાર એ મહાપ્રાણીને તેં ખરેખર જોયું ?' દમનક દૃઢતાપૂર્વક બોલ્યો, ‘આપની સમક્ષ અસત્ય વચન કેવું ? શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ સમક્ષ જે અસત્ય ભાખે છે, તેની અધોગતિ થાય છે. આપ દેવ છો ? પિંગલક બોલ્યો, ‘મહાન લોકો દયાળુ હોય છે. એ મહાપ્રાણીએ તારા જેવા સામાન્ય જન પર કૃપા દાખવી હશે. મહાન માણસો હંમેશાં પોતાની સમકક્ષ મહાન મહાત્માએ કહેલી નીતિવર્તા 295 Page #159 -------------------------------------------------------------------------- ________________ માણસો પાસે જ પોતાનું પરાક્રમ પ્રગટ કરે છે.” દમનક કહે, ‘આપની વાત સાચી છે. એ મહાન છે, પણ આપ કહો તો એને આપનો સેવક બનાવી દઉં.’ પિંગલક કહે, “શું તે શક્ય છે ?' દમનક કહે, “બુદ્ધિમાનને અશક્ય શું છે ? શસ્ત્ર, હસ્તી, અશ્વ અને પદાતિની મોટી ચતુરંગ સેના જે કંઈ કરી શકતી નથી, તે એકલી બુદ્ધિ કરી શકે છે.” પિંગલક રાજી થઈને બોલ્યો, ‘જો એમ છે, તો હું તને મારા મંત્રીપદે નીમું છું. મારા રાજના અનુગ્રહ-નિગ્રહ અને સંધિ-વિગ્રહનાં કાર્યો હવેથી તારે જ કરવાનાં રહેશે.’ દમનક નમસ્કાર કરી, રાજાના ચરણનો સ્પર્શ કરીને ચાલી નીકળ્યો. દમનક યોગ્ય સમયે પેલા વૃષભ સંજીવક પાસે પહોંચ્યો ને રૂઆબભેર બોલ્યો, ‘રે મૂર્ખ વૃષભ ! વારંવાર ગર્જરા કરીને આ વનના રાજા પિંગલકની શાંતિમાં તું વિક્ષેપ નાખે છે. તને શિયાળના ચામડામાં જીવતો સીવી દેવો કે નહીં, તેનો વિચાર કરવા દયાળુ રાજા પિંગળક વડ નીચે સભા ભરીને બેઠા છે.' સંજીવક બળદ આ સાંભળી એકદમ ઢીલો પડી ગયો. એણે પોતાનું મોત સામે જોયું. આજીજી કરતાં એણે દમનકને કહ્યું, ‘ભાઈ ! હું કોઈની શાંતિમાં વિક્ષેપ નાખવા માગતો નથી. હું તૃણભક્ષક છું, અહિંસક છું. વનના રાજા પાસેથી ગમે તે રીતે મને અભયવચન અપાવ.' ‘હું જોઉં છું, પણ આ ઉપકારના બદલામાં તું મને શું આપીશ ?* દમનકે કહ્યું. ‘તું કહીશ તેમ હું કરીશ.’ સંજીવકે કહ્યું. ‘વારુ, જોઉં છું. કામ તો ખરેખર કપરું છે, પણ મને તારા તરફ લાગણી થઈ છે.’ આમ કહી મંત્રી દમનક પાછો ફર્યો ને રાજા પિંગલકે જ્યાં સભા ભરીને બેઠો હતો ત્યાં આવીને બોલ્યો, | હે રાજનું ! એ વરપ્રાપ્ત મહા પ્રાણી છે. ભગવાન મહેશે તેની સેવાથી સંતુષ્ટ થઈ એને થનુમાકિનારાનું આ રાજ્ય આપ્યું છે. મેં તેને કહ્યું કે અમારા રાજા મહા બળવાન છે. તમને અભ્યાગત તરીકે નિમંત્રે છે. તેણે કહ્યું, અભયવચન વગર તૃણભથી અને માંસભક્ષી વચ્ચે મૈત્રી ન સંભવે.’ પિંગલક કહે, ‘રે મંત્રી ! હું એને અભય આપું છું. મારા માટે પણ તું અભયવચન લઈને એ મહા અતિથિને સત્વરે અહીં તેડી લાવ. ખરેખર ! જેમ સંનિપાત જ્વરમાં વૈઘની કસોટી થાય છે, એમ સંધિ-વિગ્રહમાં મંત્રીની સુબુદ્ધિ વ્યક્ત થાય છે. થાંભલાઓ જેમ મકાનને ટકાવી રાખે છે, એમ મંત્રી રાજને 296 લોખંડી ખાખનાં ફૂલ ટકાવે છે.” દમનક તરત જ ઊપડ્યો અને થોડીવારમાં સંજીવકને લઈને ઉપસ્થિત થયો. બંને વચ્ચે પ્રેમપૂર્વક મિલન થયું. એકબીજાનું કુશળ પુછાયું. કેટલીક વેલ જેમ શીઘ્ર વધે છે એમ એમની પ્રેમ-વેલ એકદમ વૃદ્ધિ પામી. ને એક-બીજામાં ગૂંથાઈ ગઈ. સંજીવક અને પિંગલકની વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ. તેઓ બંને જણા યમુનાના સુંદર કિનારાઓ પર જઈને રહ્યા ને વાર્તાવિનોદ અને વનવિહારમાં સમય ગાળવા લાગ્યા. શુંગાલ શ્રેષ્ઠ દમનક અને કરટક સમગ્ર રાજ કારભાર સંભાળવા લાગ્યા. સિંહે સંજીવકની મૈત્રીથી શિકારનો વ્યવસાય લગભગ છોડી દીધો. પણ એથી પરિસ્થિતિ વિપરીત બની. સિંહ શિકાર ન કરે તો શિયાળ વગેરે વનની પ્રજા ખાય શું ? વનની પશુપ્રજા ભૂખે મરવા લાગી. એક દિવસ રાજા પિંગલકનો ભાઈ સ્થિર કર્ણ મળવા આવ્યો તેના માટે આહાર નહોતો. પિંગલક પશુ મારવા બહાર જવા લાગ્યો. આ વખતે સંજીવકે પ્રશ્ન કર્યો, ‘દેવ ! મારેલાં મૃગોનું માંસ ક્યાં છે ?' રાજાએ કહ્યું, ‘એ દમનક-કરકટના તાબામાં છે. તેઓ માંસભંડાર એમને એમ વેડફી નાખે છે.* સંજીવકે પૂછયું, ‘આ માટે એને આપની અનુજ્ઞા લેવાની હોતી નથી ?' “ના.' પિંગલકે કહ્યું. ‘આ રીત બિલકુલ યોગ્ય નથી. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જે સંધિવિગ્રહનું કામ કરતા હોય તેવા મંત્રી પાસે અર્વાધિકાર ન હોવો જોઈએ.’ સંજીવકે કહ્યું. રાજાના ભાઈ સ્થિરક પણ સલાહ આપી : ‘જેમ રાજાના અંતઃપુરનો અધિકાર પુરુષત્વહીન કંચુકીઓ પાસે હોય છે. એમ માંસનો અધિકાર તૃણભક્ષક સંજીવક પાસે રહેવો ઘટે, સંધિવિગ્રહ કરનાર અમાત્યો પાસે અર્વાધિકાર યોગ્ય નથી.’ પિંગલકે પોતાની રાજ્ય-વ્યવસ્થામાં એ પ્રમાણે સુધારો કર્યો. સંજીવક અર્થમંત્રી થયો. સંજીવકે હવે સેવકોને આહાર આપવામાં સંકોચ બતાવવા માંડ્યો. રાજાને જોઈતો ભંડાર તો મળવા લાગ્યો, પણ સેવકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો. ધીરે ધીરે પશુઓ સિંહને છોડીને ઉદરભરણ માટે અન્યત્ર ચાલ્યાં જવા લાગ્યાં. દમનક અને કરટક વિચારમાં પડ્યાં, ‘રે ! આ તૃણભક્ષ કે રાજાને એક તો શિકારમાં હતોત્સાહ કરી દીધો છે, વળી જે થોડું ઘણું આવે છે એના પર એણે અધિકાર જમાવી દીધો છે. આ તો આપણા પગ પર આપણે પાણો માર્યો ને આપણે હીથે આપણી ભૂરી વલે થઈ. રાજા હવે સંજીવ કની નજરે જ જુએ છે.’ મહાત્માએ કહેલી નીતિવર્તા 297 Page #160 -------------------------------------------------------------------------- ________________ બૈરૂતે કહ્યું, ‘મહાત્માજી ! સુંદર છે તમારાં સંજીવની રોપનાં વાર્તાપુખ્તો! અરે, આમાં ચોપગાંને બહાને બેપગને કેવો બોધ આપ્યો છે ? આ શાસ્ત્ર જાણનાર રાજાપ્રજા બંને અમર થઈ જાય.’ બૈરૂતને બોલતો રોકી મઘા બોલી, ‘મહાત્માજી ! વાર્તા પૂરી કરો. પછી સંજીવકનું શું થયું ? રાજાએ કાન કાચા ક્યાં ?” ‘હા મઘા ! રાજા કોઈનો મિત્ર હોતો નથી. દમનકે પોતાની ચાણક્ય બુદ્ધિના બળે સંજીવકનું નિકંદન કાઢવું. અને પોતે ફરી મંત્રીપદ પ્રાપ્ત કર્યું.” મહાત્માએ કથાને સમેટી લેતાં અંતિમ સાર કહ્યો. દમનકે કહ્યું, ભાઈ ! આ તો હાથના કર્યા હૈયે વાગ્યાં. ભૂખથી પીડાતા મહાદેવનો સર્પ ગણપતિના ઉદરને ખાઈ જવાની ઇચ્છા કરે છે ! એ સર્પને કાર્તિકેયનો ભૂખ્યો મોર ભય કરવા ચાહે છે અને એ મોરને વળી પાર્વતીનો સુધાતુર સિંહ ભક્ષ કરવા માગે છે. એમ ભૂખ્યા જનો શું કરતાં નથી ? હવે આપણે જ આનો ઉપાય શોધી કાઢવો રહ્યો. હું જાઉં છું, રાજા પિંગલક પાસે.' આ પછી દમનક પિંગલક પાસે ગયો. ઘણે દિવસે દમનકને આવેલો જોઈ સિંહ બોલ્યો, ‘રે, તું ઘણા વખતે દેખાયો.” દમનકે કહ્યું, ‘સ્વામીની કૃપા હો કે અવકૃપા, દાસે તો આપત્તિ આવે એટલે સ્વામી પાસે આવવું જ ઘટે ને ? ઘણા વખતથી વિચાર કરતો હતો, આજે આવ્યો.” રાજા કહે, ‘શું છે તે કહે.' દમનક સિંહના કાન પાસે મોં લઈ જઈને બોલ્યો, ‘સંજીવક દોસ્તના રૂપમાં દુશ્મન છે. એ આપના વિનાશ માટે ફરે છે, એ આ વનનો રાજા થવા માગે છે.” રાજાએ કહ્યું, ‘અરે એ તો મારો ખાસ મિત્ર છે, પૂરેપૂરો વિશ્વાસુ છે.’ દમનક કહે, ‘વિશ્વાસુ જ વહેલો ઘાત કરે છે. આપે એનાં કુલ, શીલ ને જાત જાણ્યા વગર એને આશ્રય આપ્યો. એ કહે છે કે માંસભક્ષકના રાજ માં હિંસાનું પ્રાબલ્ય છે. કોણ ક્યારે હણાઈ જાય, એ ન કહેવાય. તૃણભક્ષકના રાજમાં સર્વ પશુઓને અભય હોય છે. આ માટે સર્વના કલ્યાણ અર્થે તૃણભક્ષકનું રાજ હું સ્થાપવા માગું છું. અને આ મોહક જાહેરાતથી આપણી સર્વ પ્રજા તથા સર્વે આપણા અનુચરો એ માટે તૈયાર થઈ ગયા છે. તેઓ કહે છે કે એકને હણીને બીજાનું પેટ ભરવાની પિંગલકની હિંસક નીતિથી અમે થાક્યા છીએ.' પિંગલક ગર્જીને બોલ્યો, “અરે ! આ તો ‘બહુત નમે નાદાન” જેવો ઘાટ થયો. સવારે હું સંજીવકની ખબર લઈશ.’ દમનક ત્યાંથી નીકળીને સંજીવક પાસે ગયો અને બોલ્યો, ‘રે સંજીવક ! ભક્ષ્ય અને ભક્ષકની પ્રીતિ સંસારમાં લાંબી નભતી નથી. આ જંગલમાં દુકાળ ચાલે છે. પ્રાણીઓએ બહુ ફરિયાદ કરી કે આહાર મળતો નથી, અને એનું કારણ તૃણભક્ષક સંજીવક છે. કાલે સભામાં આ ચર્ચા છેડાશે.’ સંજીવક બોલ્યો, ‘રે દમનક ! રાજા માટે તો મારો પ્રાણ પણ તેયાર છે. મારી જાતથી જો સર્વ પ્રાણીઓની સુધા તૃપ્ત થતી હશે, તો હું મારી જાત અર્પણ કરીશ.” મહાત્મા નકલંકે વાર્તા પૂરી કરતાં કહ્યું, ‘આનું નામ જ રાજનીતિ. રાજનીતિમાં તો જેની બુદ્ધિ તેનું બળ !' 298 લોખંડી ખાખનાં ફૂલ મહાત્માએ કહેલી નીતિવર્તા 0 399 Page #161 -------------------------------------------------------------------------- ________________ 39 તારે તે તીર્થ ! વહાણ શકદ્વીપના કિનારા તરફ વધી રહ્યું હતું. અચાનક વહેતું વહાણ ડોલ્યું. જેમ પેટી ઉછાળીએ ને રમકડાં જ્યાં ત્યાં જઈ પડે, એમ બધાં ઉતારુઓ આંચકા સાથે ઊછળી જ્યાં ત્યાં પડ્યાં. આહ ! જરા બહાર જુઓ તો ખરા ! કૂવાથંભ કડેડાટો કરે છે, સઢ ચિરાય છે, વાયુ તોફાને ચડ્યો છે. આખા વહાણમાં હાહાકાર થઈ રહ્યો. મઘા ડરી ગઈ. એણે બાળકને છાતીએ ચાંપ્યું ને બૈરૂતને વળગી પડી. બૈરૂત એક થાંભલાને પકડીને ઊભો. એણે નજર ફેરવી તો મહાત્મા નકલંક ત્યાં નહોતા. એણે શોધવા નજર નાખી, પણ એ ક્યાંય ન મળ્યા ! ‘રે મથા મહાત્મા કેમ ક્યાંય દેખાતા નથી ? કદાચ ઊછળીને દરિયામાં તો નહીં પડી ગયા હોય !” બૈરૂતે બેચેનીમાં પૂછવું. | ‘આમ ઊભો ઊભો જુએ છે શું ? ઝટ જા, અને શોધ. મારી કે પુત્રની ચિંતા ન કરીશ. આવા લાખેણા નર પર તો જીવ ઓવારી નાખીએ. આવા નરનો ભેટો સંસારમાં દુર્લભ છે.' બૈરૂતે મથાને મૂકી દીધી. વહાણે ફરી ઉછાળો ખાધો. મથા બાળક સાથે ઊંચેથી નીચે પછડાણી. મહાત્માને શોધવા ભૈરૂત પડતો આખડતો બધે ફરવા લાગ્યો. વાવંટોળ ભયંકર જામ્યો હતો. માલમે કહી દીધું કે તોફાન જીવલેણ છે. નસીબ હોય એ બચે! બધે રડારોળ વ્યાપી ગઈ હતી. આ વખતે આથે તૂતક પર એક માનવી ઊભો હતો. પ્રચંડ, પડછંદ ! વાવંટોળ એને કે એના વસ્ત્રને પણ જાણે સ્પર્શી શકતો નહોતો. એણે દરિયાદેવની સેનાને આવતી ખાળવા બે હાથ ઊંચા કર્યા હતા. વાદળોની ખોટમાં ઢંકાઈ જતા સૂર્યને આમંત્રના બે હોઠ ખુલ્લા કરી, જોરજોરથી એ કંઈ બોલતો હતો. મૃત્યુપોકથી દિશાઓ ગાજી ઊઠી હતી. ખુદ માલમ પણ જીવ બચાવવાની યોજનામાં પડ્યો હતો. ત્યારે તૂતક પર પેલો પડછંદ માનવી એમ ને એમ જ, સ્તંભની જેમ સ્થિર ઊભો હતો. પળ-બે પળ વીતી ત્યાં તો જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા પ્રવાસીઓ કોઈ વિચિત્ર અવાજ સાંભળી રહ્યા, ‘ૐ સ્વાહા ! સ્વાહા !' અને સૌએ અજાયબી વચ્ચે જોયું કે તૂતક પર ઊભેલા પેલા પડછંદ માનવીના મુખમાંથી એ શબ્દો સરતા હતા. આ શબ્દોમાં પણ સામર્થ્ય ભર્યું હોય એમ, સાંભળનારને પોતાને લાગતું. પવન, પાણી ને દિશાઓમાં પણ એની અસર પ્રસરતી હોય એમ દેખાતું હતું. સો વખત કે પાંચસો વખત ફિણાયેલું ઘી જેમ વિષ થઈ રોગને હણે છે, એમ શબ્દમંત્રનું છે. જગતમાં બેજવાબદાર માણસોએ અતિ શબ્દ-વ્યાપાર કર્યો, એથી મંત્રશક્તિ વિનષ્ટ થઈ ! આજે શબ્દની એ અભુત શક્તિ સહુને જોવા મળતી હતી. વાવંટોળ ગાજતા હતા. દરિયાના પાણી બબે વાંભ ઊછળતાં હતાં. વહાણ તો રમકડાંની જેમ આમતેમ ઘસડાતું હતું. સાગરરૂપી રાક્ષસ જાણે એને પોતાના પેટમાં ગળી જવા માગતો હોય તેમ લાગતું હતું. આજે આ તોફાનમાંથી ઊગરવાનો કોઈ આરો દેખાતો નહોતો. ફૂખ્યા કે ડૂબશું, મર્યા કે મરશું એવી ભયંકર લાગણી સર્વત્ર પ્રવર્તી રહી હતી. છતાં તૂતક પર ઊભેલો માનવી સાવ નિશ્ચિત ને સ્થિર ઊભો હતો. પાણીના લોઢ ઊછળી ઊછળીને એને આખો નવરાવી દેતા હતા. હવાના સુસવાટ ભયંકર રીતે હું હું કરીને એને વીંટળાઈ વળતા હતા. આખું નાવ એ સપાટાથી થર થર ધ્રૂજતું, પણ એ માનવી સાવ અડોલ હતો. પોતાના મંત્રનો એ અવિરત ઉચ્ચાર કર્યો જતો હતો. મેઘખંડમાંથી પૃથ્વી પર પડતી અવિરત જલધારાની જેમ એના શબ્દો ચારે કોર વહેતા હતા. ધીરે ધીરે બધે ધુમ્મસનો શ્યામ પડદો પથરાઈ ગયો, ને મોત જેમ ચાદર પાથરી મડદાંને ઢાંકે, એમ વહાણ ઢંકાઈ ગયું. થોડી વાર ભયંકર પરિસ્થિતિ રહી, પણ આ ભયંકર કોલાહલમાંય પેલા મંત્રાલરો કર્ણગોચર થતા હતા. સ્વરશક્તિના પરિચારક એ સ્વરો હતા. તારે તે તીર્થ 1 301 Page #162 -------------------------------------------------------------------------- ________________ નાટકના નેપથ્યનો કાળો પડદો ચિરાય, ને સુંદર વસંત જોવા મળે એમ ધીરેથી પડદો ખસ્યો. વાતાવરણ ચિરાયું. દિશાઓ સ્વચ્છ થવા લાગી. અર્ધમૃત થઈને પડેલાં દરિયાઈ પંખીઓ ફરી આકાશમાં ઘૂમવા લાગ્યાં. તોફાને ચડેલું બાળક રોતું-કકળતું આખરે જંપી જાય, એમ સાગરના તરંગો ધીરે ધીરે જંપી ગયા ! ને જાણે ક્યારેક ઉછાળે ચઢચા ન હોય એમ પ્રસન્નમધુર રીતે વહેવા પણ લાગ્યાં.. વહાણ સ્થિર થયું હતું. દિશાઓ સ્વચ્છ થઈ હતી. તૂતક પર ઊભેલો પેલો પડછંદ પુરુષ હજી એમ ને એમ જ સ્વચ્છ અને સ્થિર ઊભો હતો. વહાણ સાવ સ્વસ્થ થઈ ગયું. જોખમની બહાર નીકળી ગયું. પત્નીને મારઝૂડ કરતો પતિ જાણે ડાહ્યો થઈને પત્નીને રમાડી રહ્યો ન હોય, એમ ગાંડો પવન ડાહ્યો થઈને વહેવા લાગ્યો હતો. તૂતક પર ઊભેલા માણસને ત્યાંથી ખસી જવા ઘણા દયાળુ પ્રવાસીઓએ બૂમો પાડીને ચેતવેલો, પણ એ તો લોઢાના ખોડેલા ખીલાની જેમ ઊભો જ રહ્યો. આ સ્થળની તમામ ચીજો-સઢ, દોરડાં, ને બીજી વસ્તુઓ દરિયો ગળી ગયો હતો પણ ન જાણે આ પુરુષને એની દાઢમાં કેમ કરીને એ પકડી શક્યો નહોતો. “અરે મહાત્મા !' પાછળથી બુમ આવી. એક માણસ દોડતો આવી પહોંચ્યો. એ બૈરૂત હતો. બૂમ તરફ કાન બહેરા હોય એમ મહાત્મા તો નિશ્ચલ જ ઊભા હતા, મોંમાંથી મંત્રાક્ષરો અવિરત છૂટ્સે જતા હતા. ભૈરૂતે આશ્ચર્ય સાથે જોયું કે મહાત્માના મુખમાંથી સફેદ કબૂતરો છૂટતાં હતાં અને શાંતિનો સંદેશ લઈને જતા શાંતિદૂતની જેમ પવન, પાણી ને દિશાઓમાં ફેલાઈ જતાં હતાં. ચારે તરફ સફેદ કબૂતરોનો જાણે ઘટાટોપ જામ્યો હતો. બૈરૂતે વિશેષ આશ્ચર્યમાં એ જોયું કે ધીરે ધીરે આકાશમાં સ્વૈર રીતે ઊડતાં ને ઘૂમતાં કબૂતરોની પંક્તિઓની પંક્તિ મહાત્માના મુખભણી પાછી વળી રહી હતી ને મુખ નજીક આવીને શ્વેતરંગી જળમાં વિલીન થઈ જતી હતી. જય હો મહાત્મા નકલંકનો !' બૈરૂતે જોરથી જય ધ્વનિ કર્યો. પ્રવાસીઓ ત્યાં ધસી આવ્યા. બૈરૂતને બધી હકીકત પૂછવા લાગ્યા. બૈરૂત હોંશે-હોંશથી એમની આખી કથા કહેવા લાગ્યો, ને બોલ્યો, એ લાખેણા નરને અમે આપણા દેશમાં લાવીએ છીએ.” શાબાશ બૈરૂત ! તારો વિજય હો.” એમની સાથે સંજીવની રોપ પણ લાવ્યા છે.’ બૈરૂતે કહ્યું. 302 D લોખંડી નાખનાં ફૂલ અમને એ રોપનાં દર્શન કરાવો.’ પ્રવાસીઓ બોલ્યા. ‘હમણાં નહિ. શક દરબારમાં બધું થશે. આ બધો મહાત્માનો પ્રતાપ. મહાત્માના પ્રતાપે આપણું વહાણ બચ્યું. આપણે બચ્યા, બધા પ્રવાસીઓ બચ્યા.” ‘શું. મહાત્મા મળ્યા ? સલામત છે ને ' વહાણના અંદરના ભાગમાંથી ધસમસતી મઘા બહાર આવી. એના હાથમાં એનો બાળક હતો. વહાણ ઊંચું-નીચું થવાથી બંને જણાંને ઠીક ઠીક ઈજા પહોંચી હતી, પણ જીવ બચ્યાના આનંદ પાસે એ ઈજાનો હિસાબ નહોતો. ‘મહાત્મા તો સલામત જ છે. અરે, એમના લીધે તો આપણે સલામત રહ્યાં. એમણે મંત્રસિદ્ધિથી શાંતિનાં કબૂતર ઉડાડ્યાં. એ કબૂતરો અશાંતિનો આહાર કરી ગયાં. દરિયો, શાંત થઈ ગયો. પવન અનુકૂલ થઈ ગયો. દિશાઓ ડાહી થઈ ગઈ.” “ધન્ય ધન્ય મારા મહાત્મા !' મઘા હર્ષઘેલી થઈ ગઈ. વહાણના તૃતક પરથી મહાત્મા પાછા ફર્યા, ક્યાંક ક્યાંક હજી ધોળાં કબૂતર ઊડતાં હતાં. બાકી બધે શાંતિ હતી. મઘા દોડી. વહાણના પટ પર પડેલી મહાત્માની પદપંક્તિઓને એ વારંવાર ચૂમી રહી, નમી રહી ! એ બોલતી હતી, ‘આપણને તારે તે તીર્થ ! પૂજ્ય ! પૂજ્યને વંદન !' વહાણના અન્ય પ્રવાસીઓએ મઘાનું અનુકરણ કર્યું. મહાત્મા એક જ પળમાં સો કોઈના પૂજનીય પુરુષ બની ગયા. પછી બધાં ટોળે વળ્યાં ને મઘાએ મહાત્માનો પરિચય આપ્યો. એમના પ્રતાપે પોતાને પ્રાપ્ત થયેલા બાળકને બતાવ્યો. પણ અત્યારે તો સૌના અંતર ઉપર મહાત્માની મંત્રશક્તિની અદ્ભુત અસરની જ વાત રમી રહી હતી. કેવો અદ્ભુત યોગી ! કેવી અદ્દભુત શક્તિ! અરે ! એણે આપણને તાય. તારે તે તીર્થ ! પૂજ્ય ! મહાત્મા નકલંક થોડીવારમાં પ્રવાસીમાંથી પૂજ્ય બની ગયા. વહાણે ખેપ આગળ આરંભી. તારે તે તીર્થ 303 Page #163 -------------------------------------------------------------------------- ________________ 40 મીનનગરમાં જહાજ મીનનગરના બંદર પર લાંગર્યું, ત્યારે સૂર્યોદય થયો હતો. મોતમાંથી ઊગરીને આવેલા પ્રવાસીઓએ જહાજમાંથી ઊતરતાં ઊતરતાં હજીય મહાત્મા બંબકાલકની જય બોલાવવી ચાલુ રાખી હતી. બંદરના નિારે આવેલું મીનનગર બહુ સુંદર શહેર હતું, અને ત્યાં શકરાજનો માનીતો શાહી-ખંડિયો રાજા રાજ કરતો હતો. આ શાહનું નામ દરાયસ હતું. રેતાળ કાંઠાથી થોડે દૂર સુંદર વાડીઓ આવેલી હતી. અને એ વાડીઓમાં દાડમનાં સુંદર વૃક્ષો ઝૂમતાં હતાં. ભારતના લોકો પૂજામાં, માનતામાં કે સત્કારમાં જેમ શ્રીફળનો ઉપયોગ કરે છે, એમ આ પ્રદેશના લોકો અતિથિના સ્વાગતમાં, પૂજાના ઉપહારમાં, નૈવેદ્યમાં કે માનતામાં દાડમનો ઉપયોગ કરતાં, દાડમ ફોલીને એના દાણા પ્રસાદી તરીકે પણ વહેંચવામાં આવતા. દાડમની વાડીઓ ઉપરાંત દૂર દૂર નારંગીનાં વન આવેલાં હતાં. એ વનોને વીંધીને મધુર મંદમંદ વાયુ વહ્યો આવતો હતો. અને એ વનરાઈમાં સ્વચ્છંદે વિહરતી; હૃદયના આકારમાં વાજિંત્ર પર ગીત ગાતી સ્વર્ગની અપ્સરાઓ જેવી સુંદરીઓ નજરે પડતી હતી. અહીંની સુંદરીઓને જોવી એ નયનનો આનંદ હતો. અલબત્ત, ભારતીય નેત્રોને પ્રમાણમાં વધારે પડતી લાગતી એની ઊંચાઈ જરા ખટકતી; પણ એનો સુવર્ણ વર્ણ, ગાત્રોની કમનીયતા, ચામડીની આરક્ત મખમલી સ્નિગ્ધતા, આંખને જકડી રાખતી. એ આછાં રંગીન વસ્ત્રો ઓઢતી અને કમર પર પટો બાંધતી. કવિઓ કહેતા કે શકઢીપની વાડીઓમાં જેવાં દાડમ પાર્ક છે એથી સારાં દાડમ ત્યાંની સુંદરીઓ પોતાના ઉર પર ધારણ કરે છે. મથા ભારતમાં આવ્યા પછી અંબોડો ગૂંથતાં શીખી હતી, પણ શકીપની સુંદરીઓ તો પોતાના પગની પાની સુધી ઢળતા કેશ છૂટા જ રાખતી. ચંદ્રની પાછળ વાદળ શોભે એમ એ એમના ગૌર દેહની પાછળ બહુ શોભતા ને સુંદરીઓની દેહયષ્ટિને વધુ કમનીય બનાવી મૂકતા. મદ્ય અહીંનુ ખાસ પીણું હતું. એને માટે દ્રાક્ષની વાડીઓ ઠેર ઠેર નજરે પડતી. આ મદ્યની દુર્ગંધ છુપાવવા પુરુષો મદ્યપાન કરીને એન ઉપર કાકડી ખાતા. અહીં વારવનિતાઓ સિવાય કોઈ સ્ત્રી મઘ ન પીતી. અલબત્ત, હલકા આસવથી કોઈ ખાસ પ્રસંગે શકસુંદરીઓ એમના સુવર્ણરંગી ચહેરાને કંકુવર્ણો જરૂર બનાવી લેતી. સૂકા અને લીલા મેવાના અહીં ગંજના ગંજ જોવાતા. પપનસનાં ઊંચાં વૃક્ષો અને લીંબુડીનાં વન દૂરદૂરથી હવામાં આછી મીઠી સુગંધ વહેતી મૂકતાં. મઘા અત્યારે ખૂબ ઉત્સાહમાં હતી. આ બધા જશનો અભિષેક જાણે એને જ ઘટતો હતો. એ એના પુત્ર ગુલ્મને હવામાં ઉછાળતી ઉછાળતી આગળ ચાલતી હતી. એણે ભારતીય વેશભૂષા ધારણ કરી હતી, અને વાળમાં પાંથી પાડીને એમાં સોનેરી દોરીઓની ગૂંથણી કરી હતી. બૈરૂત રાહ જોતો વહાણના ઊતરવાના ભાગ પર બેઠો હતો. એણે રાજદરબારમાં એના આગમનના સમાચાર પહોંચાડ્યા હતા; ને અનેક માણસોને પોતાના મંત્રબળ દ્વારા જીવતદાન આપનાર મહાત્માની વાત પણ લખી હતી. આ મહાત્મા પોતાની સાથે સંજીવની રોપ લાવ્યા છે, એ ખબર પણ એણે આપ્યા હતા. થોડીવારમાં પપનસની વાડીઓ પાછળથી રથ આવતો દેખાયો. એને બે દેખાવડા ગર્દભ જોડ્યા હતા. ભારતના અશ્વોને ઝાંખા પાડે તેવું તેઓનું તેજ હતું. રથની પાછળ રાજકર્મચારી વર્ગ ચાલતો આવતો હતો. રાજના મંત્રી પણ સાથે આવી પહોંચ્યા હતા. થોડીવારમાં બધા કિનારા પર આવી પહોંચ્યા, અને ઉચ્ચ સ્વરે બૈરૂતનું અને મહાત્માનું સ્વાગત કરતા સૂરો ઉચ્ચારી રહ્યા. વાજિંત્રોના મધુર નિનાદોથી વાતાવરણ ગાજી ઊઠ્યું. આગળ મથા ચાલી. પાછળ મહાત્મા ચાલ્યા. મહાત્માની પાછળ બૈરૂત હાથમાં ગ્રંથ લઈને ઊતર્યો. નગરમાં પણ ધીરે ધીરે ખબર પ્રસરી ગયા હતા, અને લોકો હાથમાં દાડમ લઈને સંજીવની રોપ લાવનાર મહાત્માના સ્વાગતે ચાલ્યા આવતા હતા. મંત્રીરાજે હાથ ચૂમીને સહુનું સ્વાગત કર્યું. મહાત્માએ રથમાં બેસવાની ના પાડી. મંત્રીએ ખૂબ આગ્રહ કર્યો એટલે તેઓએ અશ્વ લાવવાનું સૂચન કર્યું. મીનનગરમાં – 305 Page #164 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા માટે શણગારાયેલો અશ્વ રજૂ થયો. અહીં અશ્વ બહુ કીંમતી લેખાતાઃ ને ખાસ પાણીદાર અશ્વ મહેમાન માટે રાખવામાં આવતા. મહેમાનોની હોશિયારીની પરીક્ષા આ અશ્વો દ્વારા થતી. મસ્તાન અશ્વને જોઈને ભલભલા ડરી જતા. આ અશ્વ પર ચઢવું પણ કોઈને માટે કપરી કસોટી સમું બની જતું. પણ મહાત્માએ અશ્વની પીઠ પર હાથની ધીમી થાપટ મારી અને સોનેરી વાધ હાથમાં લીધી. ગમે તેવો બળવાન બાજ પણ, પક્ષીરાજ ગરુડને જોઈ ઢીલો પડી જાય. એમ આ મસ્તાન અશ્વ મહાત્માની એક ધીરી થપાટે ગરીબ ગાય જેવો બની ગયો. પગ કે પૂંછડી હલાવ્યા વગર, આજ્ઞાંકિત સેવકની જેમ એ શાંત ઊભો રહ્યો. લોકો આ દશ્ય આશ્ચર્યથી જોઈ રહ્યા, ને બોલ્યા, ‘અરે ! મંત્રવાદી પુરુષની કરામત તો જુઓ, આપણા દેશના મસ્તાનમાં મરતાન એશ્વને પણ ગરીબ ઘેટા જેવો બનાવી દીધો !? ‘સાગર જેવો સાગર જેનો સેવક છે, એવા મહાત્માના પ્રતાપને આપણે શું જાણીએ ?” મઘાએ વચ્ચે કહ્યું. પછી મંત્રરાજે બૈરૂતને કહ્યું, ‘રાજાજી રાહ જોતા હશે. આપણે ત્વરાથી આગળ વધીએ.” શકરાજના જાણીતા એશ્વ પર મહાત્મા અભુત રીતે શોભતા હતા. એ શ્વ પણ વશવર્તી સેવક ન હોય તેમ વર્તતો હતો. પાથળ બે કીંમતી ગર્દભોવાળા રથમાં મઘા અને બેરૂત બેઠાં હતાં. આગળ ગ્રંથ હતો. મહાત્માની ચકોર દૃષ્ટિ આ તદ્દન અવનવીન દેશ પર ચારે કોર ઘૂમતી હતી. એ અહીંના પરાક્રમી ને પડછંદ પુરુષોને નેત્ર ઠેરવી ઠેરવીને નીરખતા હતા. થોડી થોડીવારે એમની દૃષ્ટિ અંતર્મુખ થઈ જતી, પણ તરત જ એ બાહ્ય વસ્તુઓમાં રસ લેવા લાગતી. ચારે તરફથી એમના નામનો જયજયકાર ઊઠતો હતો. એમને નામે અનેક ચમત્કારો અને શક્તિઓની પ્રશસ્તિ ગાથાઓ ઠેર ઠેર વણાઈ રહી હતી. લોકસમુદાય તો અતિમાં માનનારો છે. જે ગમે તેની અતિ પ્રશંસા; જે ન ગમે તેની અતિ નિંદાએ એનો અનાદિ કાળનો ક્રમ છે. પણ મહાત્મા પ્રશંસાના પૂરથી સાવ અલિપ્ત હતા. એ તો પોતે જે ધ્યેય માટે આટલે દૂર આવ્યા હતા. એ આ ભૂમિમાં સિદ્ધ થશે કે નહિ તેની સત્ત્વપરીક્ષા કરી રહ્યા હતાં. ધીરે ધીરે મીનનગર શરૂ થયું. એના ધોરી માર્ગો પર થઈને ઝરણનું પાણી 306 3 લોખંડી ખાખનાં ફૂલો વહી જતું હતું. એ ઝરણનાં પાણીને વાળીને ઠેર ઠેર ફુવારાઓ ગોઠવ્યા હતા અને એમાંથી પાણી ઊછળી ઉછળીને કુંડોમાં વહ્યું જતું હતું. પ્રવાહમાં રંગબેરંગી માછલીઓ રમતી હતી. ખુશનુમા પ્રભાત અને મનને પ્રફુલ્લ કરે એવા આ ફુવારા, એમાં વનવાડીની મીઠી ખુશબોદાર હવા - સમગ્ર વાતાવરણ દિલ અને દેહને પ્રફુલ્લાવે તેવું હતું. થોડીવારે રસ્તાની બંને બાજુ શકરાબાજના પ્રચંડ યોદ્ધાઓ ઊભેલા જોવાયા. મહાત્માના મનમાં એકાએક ઊગી આવ્યું. ‘દેશની શક્તિનું નવનીત તારવવા સ્વદેશી દૂધમાં પરદેશી છાશનું મેળવણ જ્યે જ છૂટકો છે. રે રાજા ગર્દભિલ્લ ! સાધુને તેં ક્યાંયનો ન રાખ્યો!' મહાત્માના મુખ પર થોડીવાર દુઃખની વાદળીઓ રમી રહી. પુરુષભાવને કળવામાં કુશળ મઘાએ તરત એ જોઈ લીધું ને એ બોલી, “રે મહાત્મા ! શું તમને આ દેશ ન ભાવ્યો ? આ લોકો ન ગમ્યાં ? મૂઆ આ લોકો ? કેવાં ગાંડાં છે ? કેવો કોલાહલ કરી મુક્યો છે !' મહાત્માએ તરત અંતરના જખમને છુપાવી હસતાં હસતાં કહ્યું, “મઘા ! દેશ શા માટે ન ભાવે ? ભાવથી તો આવ્યો છું. ને જ્યાંનાં નરનાર મઘા અને બૈરૂત જેવાં હોય ત્યાં કદીય કશુંય મને અપ્રિય ન લાગે. બાકી તો મન હવા જેવું છે ! કદી નરમ કદી ગરમ !? ઘણું જીવો મહાત્મા.” મઘાએ જોરથી ઉચ્ચાર્યું. જનમેદનીએ એ બોલ ઝીલી લઈને એનો પડઘો પાડ્યો. હવે રસ્તાની બંને બાજુ સંગેમરમરના આવાસો આવતા હતા. આ આવાસો ખૂબ જ ઊંચા અને વિશાળ હતા. એના દરવાજા ખૂબ ઊંચા હતા. ઘોડા સાથેનો સવાર પસાર થઈ સીધો દવાનખાનામાં ઊતરે એવી એની રચના હતી. દરેક દરવાજા પર સંગેમરમરના બે સિંહ બનાવેલા રહેતા. સોના ને રૂપાના રસથી એને રસવામાં આવ્યા હતા. કેટલાક આવાસોની આગળ રહેલા સિંહોની આંખોમાં માણેક અને પંજામાં હીરા મઢેલા હતા. મહાત્મા આ બધું જોતાં આગળ વધતા હતા, ત્યાં ચાર-પાંચ કિશોર દોડી આવ્યા અને બોલ્યા, ‘અતિથિરાજ ! રાજકુમારનો દડો પેલા પાતાળકુવામાં પડ્યો છે, બહુ મહેનત કરી પણ એ નીકળતો નથી.' | રાજ કુમારને બીજો દડો લાવીને આપો ને ! એમાં અતિથિદેવને શા માટે પૂછો છો ?' મંત્રીએ કહ્યું. મીનનગરમાં 1 307 Page #165 -------------------------------------------------------------------------- ________________ ‘રાજ કુમાર હઠ લઈને બેઠા છે. કહે છે કે આ દડો જ મને જોઈએ. અમે સમજાવી સમજાવીને થાક્યા; પણ કુમાર હઠ છોડતા નથી. અમે શ્રમ કરીને લાચાર થયા. દડો નીકળતો નથી. આપ પધારો તો સારું.' કિશોરોએ કહ્યું. મંત્રીરાજની ત્યાં જવાની અનિચ્છા હતી. રાજ કુમારની તોછડાઈ એ જાણતા હતા. વળી મહેમાન મહાત્માને તથા સંજીવની રોપને દરબારમાં ઝટ લઈ જવાની જવાબદારી એમના માથે હતી. પણ બાળહઠ અને રાજહઠ પાસે મંત્રીનું કંઈ ન ચાલ્યું. મંત્રીરાજે વિવશભાવે બૈરૂતને કહ્યું, ‘તમે જરા વાર આ સરૂના બાગમાં થોભો. હું જઈને આવું !' | ‘અરે, એમ શું કામ ? ચાલોને બધા સાથે સાથે ત્યાં જઈએ.’ મહાત્માએ કહ્યું, રાજ કુમારને તો જોવાશે.” બધા કૂવા તરફ વળ્યા. કૂવો ખૂબ ઊંડો હતો. એની અંદર નાખી નજર પહોંચતી નહોતી. નીચે અંધકાર હતો. મંત્રીએ કુવામાં ડોકિયું કર્યું, પણ નીચે ઘોર અંધકાર દેખાયો. ‘કુમાર ! આમાં તો કંઈ કળાતું નથી. દડો અંદર પડ્યો છે કે બહાર તેની પણ ખબર પડતી નથી.' કુમાર રીસ ચઢાવીને બોલ્યા, ‘હું જાણું છું, મેં પડતાં જોયો છે. દડો અંદર જ છે. મને એ કાઢી આપો.' મંત્રીએ ફરી ઊંડે ઊંડે નજર નાખી, પણ કંઈ ન દેખાયું. કૂવામાં તો ઊતરવું શક્ય જ નહોતું. એટલો એ સાંકડો હતો. ‘કુમાર ! નવો દડો મંગાવી દઉં. આ નીકળી શકે તેમ નથી.' મંત્રીએ કહ્યું. ‘ના, મારે તો એ જ દડો જોઈએ.’ કુમારે ફરી રડવા માંડ્યું. મંત્રી પૂરેપૂરી મૂંઝવણમાં મુકાઈ ગયા. લોકો કહેવા લાગ્યા, ‘અરે ! મંત્રીરાજ આટલી વાતમાં રસ્તો નથી કાઢી શકતા તો રાજ કીય ગૂંચમાં શું કરશે ?' વાતાવરણ ભારે થઈ ગયું. રાજ કુમારે તો જોરથી રડવા માંડ્યું. મંત્રીરાજ માટે જીવન-મરણનો સવાલ ખડો થયો, ત્યાં મહાત્માજીએ કહ્યું, ‘મંત્રીરાજ ! ધનુષ્યબાણ મંગાવોને !' ‘પણ મહાત્માજી ! ધનુષ્યબાણ અહીં નિરર્થક છે. બાણ કંઈ દડો થોડું લાવી શકે ? વળી અંદર તો કાજળઘેરું અંધારું છે.' મંત્રીએ કહ્યું. કંઈ ચિંતા નહીં. તમે મંગાવો તો ખરા !... મહાત્માએ સ્વાભાવિકતાથી કહ્યું. 308 D લોખંડી ખાખનાં ફૂલ થોડીવારમાં ધનુષ-બાણ આવી ગયાં. બાણનું ભાથું પીઠ પર ભેરવી ખભે ધનુષ્ય મૂકી મહાત્મા અશ્વથી નીચે ઊતર્યો. પળવારમાં તો મહાત્માનો દેખાવ સાવ ફરી ગયો. કોઈ મહાન યોદ્ધો રણમેદાનમાં સંચરતો હોય તેમ લાગ્યું. મઘા તો એકતાન થઈ મહાત્માને નીરખી રહી હતી. એની આંખમાં હર્ષનાં આંસુ હતાં. મહાત્મા મોટી ફલાંગ ભરી કૂવા પર ચઢચા, ને એક બાણ ખેંચી એની ફણા પર ચીંથરાં વીંટી મશાલ જેવું કર્યું. એ બાણને સળગાવી ધનુષ પર ચઢાવી એમણે કૂવામાં છોડ્યું. સ...૨...૨.૨ ! અને અંધારા કૂવામાં અજવાળાં પથરાઈ રહ્યાં. સ..૨...૨.૨ ! અને એ જ ઝડપે એ બાણની પાછળ બીજું બાણ રવાના થયું. બીજા પાછળ ત્રીજું . ત્રીજા પાછળ ચોથું. પહેલા બાણનું લક્ષ્ય દડો હતો, પણ બીજા બાણનું લક્ષ્ય પહેલું બાણ હતું. એકમાં એક ભેરવાઈ જતાં હતાં. અંધારા કૂવાનાં અજવાળાં હોલવાયાં-નું હોલવાયાં ત્યાં પાણી વીંધાવાનો અવાજ આવ્યો અને થોડીવારમાં દડા સાથે બાણ ઉપર આવ્યું. પંખીની ચાંચમાં દાણો હોય. એમ બાણના મુખમાં દડો હતો.. - ‘દડો ! મારો દડો !' કહેતો રાજ કુમાર આગળ દોડ્યો. મહાત્માએ કુમારને ઊંચકી લીધો ને હાથમાં તેડી દડો આપ્યો. રાજ કુમાર તો રાજી રાજી થઈ ગયો, ને બોલવા લાગ્યો, ‘આ મંત્રી ખોટો, આ મહાત્મા મારા સાચા મંત્રી !' લોકોના ઉત્સાહનો પાર ન રહ્યો. તેઓ પણ એમ જ બોલવા લાગ્યા. મઘાના તો પોરસથી કંચુકીબંધ તૂટતા હતા ! બૈરૂતે જયજયકાર કરી મૂક્યો. શકરાજનો મંત્રી ઢીલો થઈને આગળ ચાલતો હતો. મહાત્મા ફરી એશ્વ પર ચઢેચી. - “આ મારા મંત્રી : રાજ કુમાર તો મહાત્માના ખોળામાં બેસીને એક જ ૨ લઈને બેઠો હતો. ‘કુ...માર સાહેબ ! મહાત્મા પોતે જ રાજ કુમાર છે.' મઘાએ કહ્યું. ‘હૈં, તો અમે બે સરખેસરખા. એ રાજ કુમાર છે, હુંય રાજ કુમાર ! અમે બે દોસ્ત !' રાજ કુમારે કહ્યું. ‘જરૂર, આપણે બે દોસ્ત.” મહાત્માએ સ્મિત કરીને કહ્યું.* * આજે ચમત્કાર લાગે એવા ધનુર્વિદ્યાના પ્રયોગો એ વખતે થતા, એવો જ એક પ્રયોગ મહામંત્રી અભય કુમારે પણ કર્યો હતો. મીનનગરમાં 0 309 Page #166 -------------------------------------------------------------------------- ________________ 41 અકારું અમરપદ રાજા દરાયસ ઉત્સુકતામાં સિંહાસન પરથી ઊભો થઈને દૂર દૂર રાજમાર્ગ પર નજર ઠેરવી રહ્યો હતો. એનું મન સારા-ખોટા અનેક વિચારોથી ભરાઈ ગયું હતું. સંજીવની પોત તરીકે એક ગ્રંથ લખવામાં આવ્યો છે, આ સમાચારથી એણે બાહ્ય રીતે હર્ષ પ્રગટ કર્યો હતો, પણ એના અંતરમાં કંઈક નિરાશા વ્યાપી હતી. ગ્રંથથી તે કંઈ અમર થવાતું હશે ? અને આ કારણે એલચી બૈરૂત માટે એ ઉપરથી આદર બતાવતો હતો, પણ અંતરમાં એ ખીજે બળી રહ્યો હતો. શું મંગાવ્યું અને શું ઉપાડી લાવ્યો. મૂરખ નહીં તો ! છતાંય એક યોગી સાથે આવ્યા છે, એ સમાચારે એને કંઈક આશ્વાસન આપ્યું હતું. પહાડ પર રહેતા હિંદના યોગીઓ માટે એણે ઘણું ઘણું સાંભળ્યું હતું. એ ધારે તો માણસને અમર બનાવી શકે તેમ કહેવાતું. રાજાએ વિચાર કર્યો કે આ મહાત્મા પાસે મારે પહેલી મુલાકાતે જ મનનું ધાર્યું માગી લેવું. માત્ર પુસ્તકથી રાજી ન થવું અને મનનું ધાર્યું ન થાય તો એમને અહીંથી જવા ન દેવા. ત્યાં રાજકુમારને ખોળામાં લઈને આવતા મહાત્મા નકલંક દેખાયા. સહેજ શ્યામળી, અશ્વારૂઢ એ માનવપ્રતિમાએ એના દિલને સહસા ખેંચી લીધું. પ્રકાશના પુંજથી દીપ્તિમંદ લાગતું એમનું મસ્તક જાણે નભને ટેકો દેતું હતું. વીજળીમાંથી બનાવેલી હોય તેવી તેજ વેરતી બે આંખો, ભાલાના ફળામાંથી બનાવેલું હોય એવું અણીદાર નાક અને પરવાળામાંથી બનાવેલા હોય એવા કંકુવર્ણા ઓષ્ટને એ તો નીરખી જ રહ્યો. આખા શકદ્વીપમાં પાણીદાર લેખાતો અશ્વ મહેમાનને ઊંચકીને આજ્ઞાંકિત સેવકની જેમ આગળ વધતો હતો. આ વાત તો ન બનવાની બની હતી. ન રાજા થોડો આગળ વધ્યો. બૈરૂતે પહેલાં રાજાની અને પછી મહાત્માની જય બોલાવી. રાજા તરત બૈરૂતને રોકતાં બોલ્યો, મહાત્મા મોટા છે. ગમે તેવા ચક્રવર્તીથી પણ એમની જય પહેલાં જ બોલાવવી જોઈએ. પહેલો ધર્મ પછી રાજ.’ રાજા દરાયસે પોતાની પાસે રહેલ મોટું દાડમ મહાત્માની આગળ ભેટ ધરતાં કહ્યું, ‘મહાત્માજી ! મારે ડહાપણ પણ જરૂર શીખવું છે, પણ તે પહેલાં અમર બનવું છે.” ‘અમર બનવું છે, રાજનું ?' મહાત્માએ અશ્વથી નીચે ઊતરતાં રાજવીના ખભે હાથ મૂક્યો અને પ્રશ્ન કર્યો. ‘હા.’ રાજાએ વિનીત ભાવે કહ્યું. ‘ભલે રાજન્ ! તમને અમર બનાવું’ અને એમ કહેતાં યોગીએ રાજાના અંગૂઠા પર પોતાનો પગ મૂક્યો. એ પગ નહોતો, પણ કોઈ યોગનિદ્રાનો સ્પર્શ હતો. રાજા ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયો અને કોઈ અગમ્ય અનેરી સૃષ્ટિમાં સરી પડ્યો. ઓહ ! આ શું જોઉં છું ! જાણે પોતાની સાથે મહાત્મા હતા અને વનજંગલ અને કંદરાઓ વટાવતા બંને આગળ વધતા હતા. બંને મૌન હતા. છતાં બંને જણા જાણે વાતો કરતા હતા. રસ્તાઓ હવે પૂરા થયા. કેડાઓ પણ પૂરા થયા. નાની નાની કેડીઓ પણ ખતમ થઈ. રાજાએ ચારેતરફ જોયું તો બધું ભારેખમ હતું. હવા પર જાણે વજન હતું. દિશાઓ પર પણ વજન હતું. અરે, સૂર્ય પણ વજનદાર લાગતો હતો. રાજાએ ચાલતાં ચાલતાં યોગી તરફ જોયું અને બોલ્યા, ‘આપણે આપણા માર્ગે જ છીએ ને ?’ રાજાના આ પ્રશ્નનો મહાત્માએ જવાબ આપ્યો, ‘હા, આપણે અમર યાત્રાના રાહ પર જ છીએ.’ અને બંને આગળ વધ્યા. હવે તો પગદંડીઓ પણ પૂરી થઈ હતી; જનનો અવરજવર પણ નહોતો અને જાનવર પણ દેખાતાં નહોતાં. સંસારની જાણે ઇતિશ્રી થઈ ગઈ હતી. ધરતીનો જાણે છેડો આવી ગયો હતો. બંને જણા આ શૂન્ય જગતમાં સજીવ હતા અને આગળ રાહ કાર્યે જતા અકારું અમરપદ D 311 Page #167 -------------------------------------------------------------------------- ________________ હતા. બધું વજનદાર લાગતું હતું, શ્વાસ પણ વજનદાર લાગતો હતો; અને દેહ પણ ભારે લાગતો હતો. રાજાએ યોગીરાજને પ્રશ્ન કર્યો, ‘આપણે થાકી નહી જઈએ ? હજી કેટલે દૂર જવાનું છે આપણે ?' મહાત્માએ જવાબ આપ્યો, ‘થાકી જઈશું પણ મરી નહીં જઈએ. ચિંતા તો મરવાની જ છે ને ?' ‘હા યોગીરાજ ! ડર તો મોતનો જ છે; બાકી થાક તો એની મેળે ઊતરી જશે.’ બંને જણા વળી આગળ વધ્યા. હવે તો એક સંસારની ઇતિશ્રી થઈ ગઈ હતી, અને નવો સંસાર શરૂ થયો હતો. મોટા મોટા વેલા, મોટાં મોટાં પાન, મોટાં મોટાં ફળ, બધી જ વનરાજી મોટી મોટી પણ ખાનાર ત્યાં કોઈ ન મળે ! આગળ જતાં વળી એક મોટો સાપ પડેલો દેખાયો. ન જાણે કેટલાય વખતથી એણે કાંચળી જ ઉતારેલી નહિ હોય. એના મોં આગળ કેટલાંય દેડકાં કૂદે, તોય એકેનો ભક્ષ કરવાની એની મરજી હોય તેમ ન લાગ્યું. ચેતનનો અવતાર એ નાગરાજ સાવ શિથિલ થઈને પડ્યો હતો. રાજા અને યોગી આગળ વધ્યા. ત્યાં દૂર દૂર એક સરોવર દેખાયું. એના ચારે કિનારા પાણીથી છલોછલ હતા. રાજાએ કહ્યું, ‘મહાત્માજી ! શું આજ એ અમર તળાવડી કે જેનું જળ પીનારાને મોત કદી સ્પર્શતું નથી !' મહાત્માએ કહ્યું, ‘હા, એ જ આ અમર તળાવડી પણ રાજા, મારી મંજૂરી લીધા પહેલાં એનું પાણી પીતા નહીં.' રાજાએ કહ્યું, ‘પ્રભુ, તળાવે આવી તરસ્યા નહીં રહેવાય. મારે અમર થવું છે.’ મહાત્માએ પ્રશ્ન કર્યો, ‘અમર શા માટે થવું છે ?” રાજાએ કહ્યું, ‘જીવનનો લહાવો લેવા. આ ધન, આ ધાન્ય, આ પુત્ર, આ પરિવાર, આ ક્ષણભંગુર દેહથી તે કેટલું ભોગવાય ? હું અમર થઈશ, નિર્ભય થઈશ પછી સંસારના તમામ ભોગ મારા થશે.’ મહાત્મા જવાબમાં ફક્ત હસ્યા ને બંને વળી આગળ વધ્યા. રાજા મોટી મોટી ફલાંગો ભરતો ચાલતો હતો. અમર તળાવડીનાં જળ હવે નજીક દેખાતાં હતાં. એના કિનારા અનેક જીવોથી ભરપૂર હતા. પણ બધે નિગૂઢ શાંતિ હતી. સ્મશાનમાં આવેલા ડાઘુઓના જેવું સહુનું વર્તન હતું. 312 D લોખંડી ખાખનાં ફૂલ મોટાં મોટાં પંખીઓ હતાં પણ કોઈ ગાતાં ન હતાં. જળચરો અનેક હતાં, પણ કોઈ રમતાં નહોતાં. મોટા મોટા મગરમચ્છોનાં જડબાં ખુલ્લાં હતાં. એમાંથી અનેક માછલીઓ જા-આવ કરતી હતી, પણ મગર જડબું બંધ કરતો નહોતો. જાણે એ કોઈને ખાવા માગતો નહોતો. એમ ને એમ ભૂખ્યો - તરસ્યો રહીને દેહને પાડી નાખવા માગતો હતો. પણ દેહ અહીં પડતો નહોતો, કારણ કે એ અમર ભૂમિ હતી. રાજાએ તળાવ તરફ જવાની ત્વરા કરી. એ ત્વરામાં એક સાપ પર એનો પગ પડી ગયો. રાજાએ બૂમ પાડી, ‘ઓ બાપ રે ! ખાધો !' મહાત્માએ શાંતિથી કહ્યું, ‘અહીં મોત છે જ નહિ. મોત હોત તો આ સાપનો છુટકારો ન થાત ? પેલી સર્પસુંદરી માટે આ બે સાપ લડે છે. લડીને બંને મરણતોલ થઈ ગયા છે. પણ અહીં મોત નથી એટલે એકે મરતો નથી અને લડાઈ અટકતી નથી. સર્પસુંદરી પણ બિચારી બેમાંથી એક ઓછો થાય તો વરવા તૈયાર ખડી છે.’ રાજાનું મુખ મલક્યું. એણે વિચાર્યું, “મારે તો મનગમતી સુંદરીઓ છે. એ મને વરેલી છે. હું અમર થઈશ, એનો એમને કેટલો આનંદ હશે !' રાજા અને યોગી ત્યાંથી પણ આગળ વધ્યા. રાજાથી હવે ઝાલ્યા રહેવાતું નહોતું. એ પાણી પીવાની ઉતાવળમાં હતો. એની નજર બીજી સૃષ્ટિ પર નહોતી, ત્યાં એક જળચરે કાંઉ કાંઉં કરી ઊડવા ચાહ્યું ને પાછું નીચે પટકાયું. એણે ભયંકર ચીસ પાડી. એ ચીસના પડઘા પડ્યા, ‘મને મીઠું મોત મળો !' તળાવના કિનારા પર પડેલા બધા જીવોએ પાંખો ફફડાવી, દાંત કચકચાવી બૂમો પાડી, ‘મોત અમને ખપે !' દિશાઓમાં સર્વત્ર મોત મોત શબ્દ જ ગુંજી ઊઠ્યો. એ શબ્દમાં કોઈ અનેરી મીઠાશ હોય તેમ મોત શબ્દને બધા ફરી ફરીને રટવા લાગ્યાં. રાજાને ભારે આશ્ચર્ય થયું. એણે યોગીને પ્રશ્ન કર્યો, ‘આ મૂરખાઓ મોત કેમ માગે છે ? મોત તે કાંઈ મિષ્ટાન્ન છે ?' મહાત્માએ કહ્યું, ‘રાજન ! આ જીવોને જીવન અબખે પડ્યું છે. જીવનથી એ કંટાળી ગયા છે. હવે એમને મોતની તાજગી જોઈએ છે. માટે એ મોત સામે ચાલીને માર્ગ છે.' ‘મૂર્ખ છે આ જાનવરો. માણસ આવી ભૂલ ન કરે. મહાત્મા, આજ્ઞા કરો, હું પાણી પી લઉં.' મહાત્મા કહે, ‘રે તું ડાહ્યો માણસ છે. અમર તળાવડીની આજુબાજુની દુનિયાને બરાબર નીરખી લે, અને પછી તારો નિર્ણય લે.' અકારું અમરપદ | 313 Page #168 -------------------------------------------------------------------------- ________________ પણ રાજાને ઉતાવળ હતી. એ નીચે નમ્યો. હથેળીમાં જળ લીધું. ત્યાં મોટી ડોકવાળા એક બગલાએ માથું ઊંચું કરી કહ્યું, | ‘એ મૂરખ ! અમર તળાવડીનાં જળ પી અસર ન થઈશ. દેહથી અમર થવામાં કંઈ મજા નથી. અરે, એમાં તો અંત વિનાનો કેડો ખેડવાનો ! મજા વગરના અંગોનો ભાર વેઠવાનો ! મૃત્યુ જેવી તાજગી ક્યાંય નથી. આ માયાજળ પીધાં કે પછી તો મરાશે પણ નહિ, અને જીવવામાં પણ મજા આવશે નહીં.' રાજાએ અવાજ તરફ તિરસ્કાર દાખવતાં જળની અંજલિ ભરી અને પીધી. ઓહ !' દેહમાંથી કોઈ કાળી છાયા નાસતી હોય તેમ લાગ્યું. ને રાજાને ખાતરી થઈ કે હવે તે અમર થયો છે. એણે મહાત્મા તરફ જોતાં કહ્યું, ‘યોગીરાજ ! આપ પણ અંજલિ ભરીને પી લો ! સાથે જીવીશું અને સાથે મોજ કરીશું. યોગીપણું પણ મોતને જીતવા માટે જ ધારણ કરવામાં આવે છે ને ! આથી તો મોત સ્વયં જિતાઈ જાય છે.' પણ રાજાના વચનનો કંઈ જવાબ યોગીરાજ વાળે ત્યાં તો દૃશ્ય બદલાયું. સુંદર રાજમહેલ. રાજાજી સોનાના સિંહાસન ઉપર. એમણે દેશની તમામ દાનશાળાઓ બંધ કરાવી દેવાનાં ફરમાન કાઢ્યાં. હવે તો ધનનો હંમેશાં ખપ પડવાનો હતો, અને દાન, તપ કે ધર્મ પણ શા માટે કરવાનાં ? ધર્મગુરુઓને હદપાર કરવાનો હુકમ કર્યો. રાજાએ આ પછી મોટું સૈન્ય એકઠું કરવા ખજાનો ખાલી કરવા માંડ્યો. એમના જીવનમાં હવે માત્ર ત્રણ જ વાત શેષ હતી, સંગ્રામ, સ્ત્રી અને સુવર્ણ. ત્રણે વસ્તુ એકબીજાની પૂરક હતી. અને પોતાને મૃત્યુ નથી એ ખ્યાલથી સેનાઓ પણ અજેય બની હતી. ઘણાં રાજ્યો મેળવ્યાં. ખંડિયા રાજાઓથી આખો દરબાર ભરાઈ ગયો. અમર રાજાએ ઠેરઠેરથી સુંદર છોકરીઓ ભેગી કરી, અને તેઓની સાથે લગ્ન કર્યા. સંતાનનો પણ સુમાર ન રહ્યો. અંતઃપુર ખૂબ મોટાં થઈ ગયાં. આમ દિવસો વીતતા ચાલ્યા. રાજાના ચહેરા પર કરચલીઓ આવી. હાથ કંઈક ધ્રુજવા લાગ્યા. નવી નવી રાણીઓ સાથેના વિલાસમાં એમને હવે ભૂંડો પરાજય મળવા લાગ્યો. વૈદ્યનાં ટોળાંને મદદે નોતર્યા. તેઓએ અમુક વાજીકરણ આપ્યાં. થોડો વખત ચેતન આવ્યું, પણ પાછું ચાલ્યું ગયું. અંગારને જેમ વધુ ને વધુ સતેજ કરવા માંડ્યો, એમ એના પર રાખ વિશેષ ને વિશેષ વળવા માંડી. પણ એથીય વધુ પરિવર્તન તો રાણીઓમાં આવ્યું. તેઓ અંતરથી આ વૃદ્ધને 314 D લોખંડી ખાખનાં ફૂલ ચાહી શકતી નહોતી. પોતાનાં સુંદર અંગોને આ ચિમળાયેલા ઉંબરાના ઝાડ જેવા માણસ સ્પર્શે એ એમને ગમતું નહોતું. એ પીઠ પાછળ છૂટથી નિંદા કરતી ને ખુલ્લો તિરસ્કાર પણ વ્યક્ત કરતી. કેટલીક નવજુવાન રાણીઓએ જુવાન દાસોને પોતાનું સૌંદર્ય બક્ષી દીધું. રાજાએ આ વાતો સાંભળી ત્યારે એ ભયંકર રીતે ગુસ્સે થઈ ગયો. એણે પોતાના પુત્રોને બોલાવ્યા અને કહ્યું, ‘આ સ્ત્રીઓને નગ્ન કરી, આ ઓરડામાં પૂરી ચાબુકે ચાબુકે ફટકારો.” પણ ત્યાં તો રાજાએ એક અજબ આશ્ચર્ય જોયું. પુત્રોએ રાણીઓને પકડીને કેદમાં પૂરવાને બદલે ખુદ રાજાને પકડ્યો. બાંધ્યો અને જેલમાં નાખ્યો. રાજા વિચાર કરી રહ્યો. અરે ! આ પુત્રો કેવા કૃતની છે ! પોતાના સગા બાપને પણ જેલમાં પૂરતાં શરમાતા નથી ! પુત્રો બીજે દિવસે ચાબુક લઈને આવી પહોંચ્યા. અને બાપને નગ્ન કરીને એક થાંભલે બાંધ્યો, અને ફટકારવા લાગ્યા. રાજા ત્રાહ્ય-તોબા પોકારવા લાગ્યો, અને કહેવા લાગ્યો, “અરે ! પણ તમે કાં મને મારો ? મેં દુનિયામાં આવું કદી જોયું નથી કે દીકરા બાપને મારે !' દીકરાઓ બોલ્યા, ‘અમે પણ આવું કદી જોયું નથી, જુવાન દીકરા બેઠા વા ખાય, ને બાપને બધા એશઆરામ જોઈએ ! લોકો કહે છે કે અમર થઈ શકાય તેવું અફીણ તમે લીધું છે. તો પછી ગાદીપતિ થવાનો અને રાજ્યને ભોગવવાનો અમારો વારો ક્યારે આવશે ? હવે તમે અહીં રહો, અને રોજ ચાબુકનો માર જ મો, મોત તો તમને છે જ નહિ, પછી મરવાનો ડર કેવો ? મજા કરો પિતાજી ! વાહ રે ! તમારું અમરપદ !” અને દીકરાઓ હસતા હસતા ચાલ્યા ગયા. એ વખતે રાજ માં બળવો થવાની તૈયારી હતી, પણ રાજ કુમારોએ જાહેર કર્યું કે અમારા પિતાને અમે કેદ કર્યા છે ને ગાદી પર અમારામાંથી વડીલ હશે તે બેસશે. હવે તમારે કોઈના પણ શાસનથી ડરવાની જરૂર નથી. અમે મર્યે છીએ. તમને કોઈને માથે હંમેશાં પડીશું નહિ. પ્રજામાં આ સમાચારથી ખૂબ શાંતિ વળી. પણ રાજા પર તો ભયંકર કેર વર્તવા માંડ્યો. રાજાએ રોજ રોજની આ લાંછના, આ અપમાન, આ જુલમ વેઠવા કરતાં મરવા ઇચ્છવું પણ મોત ન મળ્યું ! છેવટે ગળે ફાંસો પણ ખાધો; પણ માત્ર વેદના વધી, જીવ ન ગયો ! ચોકીદારો પણ હવે આ રાજ કેદીથી કંટાળીને બેઠા હતા. પ્રેમનો એક શબ્દ અકારું અમરપદ D 315 Page #169 -------------------------------------------------------------------------- ________________ 42 રાજગુરુ બન્યા પમ ક્યાંયથી સંભળાતો નહોતો. રાજાને પેલા જળચરના શબ્દો યાદ આવ્યા, ‘મોતમાં મજા છે, લાંબા જીવનમાં લાભ નથી.' રાજા આમ વિચારતો હતો ત્યાં તો દરવાજાએ કિચૂડ કિચૂડ અવાજ કર્યો. રાજાએ જોયું તો આજે બે દીકરા મીઠાના પાયેલા કોરડા લઈને આવી રહ્યા હતા. અને એમની સાથે પોતાની તાજી પરણેલી રાણી પણ હતી. એ પણ એના હાથમાં એક પાતળો લીલો ચાબુક લઈને આવી હતી ! વડો રાજકુમાર અને આ નવજુવાન રાણી હસતાં હતાં, અને મશ્કરી કરતાં હતાં. - રાણી કહેતી હતી, ‘હું નવયૌવના છું, કુમાર ! આવા બૂઢાને બાથ ભીડવી એના કરતાં, જમને બાથ ભીડવી સારી !' રાજા આ શબ્દ ન સાંભળી શક્યો. ત્યાં તો કારાગૃહનું બારણું ઊઘડ્યું. અને ત્રણે જણાં ચાબુક વીંઝતાં આગળ આવ્યાં. રાજાથી આ દૃશ્ય જીરવાયું નહિં. એણે બૂમ પાડી, ‘રે મારે અમર થવું નથી.’ જાણે એને અમરપદ. આ કરૂં થઈ પડ્યું. આ સાથે રાજાની યોગનિદ્રા તૂટી ગઈ. રાજાએ પોતાના પગ પરથી મહાત્માના અંગૂઠાને ખસતો જોયો ને જાણે એના જીવમાં જીવ આવ્યો. એણે પોતાના દેહ પર હાથ ફેરવ્યો; ચારે તરફ નજર ફેરવી, શું પોતાની જ દુનિયામાં એ હતો ? ‘મહાત્માજી ? હું ક્યાં હતો ?' ‘જ્યાં છો ત્યાંના ત્યાં. નિશ્ચિત રહો, રાજવી ! આ તો, મેં તમને બતાવ્યું કે માણસ અમર થાય તો દુનિયા કેટલી ભૂંડી થઈ જાય એ જોયું ને ?' | ‘જોયું.ને રાજા મહાત્માના ચરણમાં નમી પડ્યો. આ આખો અનુભવ બે પળમાં રાજાને થઈ ગયો હતો. રાજા મહાત્માની યોગવિદ્યા પર આફરીન થઈ ગયો. રાજ કારણ એ એક ઊકળતો ચરુ છે. એનાં સમશીતોષ્ણ જળ જેને લાધ્યાં એ તો ન્યાલ થઈ ગયાં; બાકી તો ઘણાના જીવનમાં એ ગરમ પાણીએ જ આગ લાગી છે. રાજકારણી મહાત્માઓનો જીવ સદા ઊંચો રહે છે. આશંકાઓ અને યુક્તિપ્રયુક્તિઓ તેઓના જીવનનો આનંદ હણી લે છે, અને તલવારની ધાર પર રમવા જેવી કામગીરી તેઓને વહેલા નિચોવી નાખે છે. રાજકારણમાં પોતાનાં અને પારકાં, એમ બે પક્ષ વચ્ચે દરેક કાર્યક્રમ વહેંચાયેલો હોય છે. અને જાણે શેતરંજનાં સોગઠાં સજીવ થઈને એ કબીજાને પછાડવા ને ધ્યેયને પહોંચવા મથામણ કરતાં હોય તેમ દેખાય છે. આશાસ્પદ અને પરમાર્થી જીવો આ વેદી પર બલિ તરીકે ચઢી જાય છે. રાજ એલચી બૈરૂતને એનાં પોતાનાં માણસોએ સમાચાર પહોંચાડ્યા હતા કે શક રાજા દરોયસ તમારા પર અંદરખાનેથી નારાજ છે. તેઓ સંજીવની રોપની આશામાં હતા, જેનાં ફળ, મૂળ કે પર્ણ ખાવાથી માણસ અમરતા હાંસલ કરી શકે અને તમે ગાયના બદલે ગોધો પકડી લાવ્યા. શક શાહ દરાયસને વળી કોઈએ એવી ભંભેરણી કરી હતી કે, બેરૂતને શકરાજ્યના શહેનશાહને આ ખાનગી વાતની માહિતી પહોંચાડી દીધી છે અને સાથે કહેવરાવ્યું છે કે શક રાજા દરાયસ પોતે અમર થવા માગે છે ને પછી શહેનશાહનું પદ મેળવવા ઇચ્છે છે. અને ન જાણે ત્યારથી શહેનશાહની મીઠી નજર આ શાહી રાજા કરાયસ પર લાલ થઈ હતી. વારંવાર પાટનગરથી દરાયસને તાકીદનાં તેડાં આવતાં હતાં, ને ખોટા ખોટા પ્રશ્નો પર એને નાહકનો હેરાન કરવામાં આવતો હતો. 316 D લોખંડી ખાખનાં ફૂલ Page #170 -------------------------------------------------------------------------- ________________ રાજકારણમાં વિરોધપક્ષ હોય જ છે. બૈરૂતના વિરોધીઓએ આ તકનો પૂરો લાભ લીધો. તેઓએ શક રાજાને સમાચાર આપ્યા કે ‘બૈરૂતે પોતાની પત્ની મઘાને ભારતમાં તેડાવીને ત્યાં અમનચમન ઉડાવ્યાં છે, બંને પર્વતની ટોચ પર કે જ્યાં સંજીવનીના રોપની શક્યતા હતી, ત્યાં એ ગયો નથી. ભારતમાં માણસ અમર થવાના બે પ્રકાર લેખાય છે. એક તો ખુદ દીર્ધાયુ થવું અથવા સંતતિ પેદા કરવી. બૈરૂતે એક યોગીને સાધી લીધા છે અને એમના મંત્રબળથી મઘામાં પુત્રને પેદા કર્યો છે. આપ તો અમર થાઓ કે ન થાઓ, બૈરૂત તો અમર થઈ ગયો છે !' બૈરૂત પણ આનાથી કંઈ બેખબર નહોતો. એ પણ પૂરતી તૈયારીમાં હતો. આવો કોઈ પ્રસંગે ઉપસ્થિત થાય તો શક શહેનશાહ પાસે ચાલ્યા જવું અને ત્યાં સેવા સ્વીકારી લેવી. અને એમ બની ન શકે તો આત્મહત્યા કરી લેવી. આત્મહત્યા કરવા સંગ્રહી રાખેલ કટાર એણે સાથે લીધી હતી; અને મઘાએ પણ એનું અનુસરણ કર્યું હતું. આ દેશના લોકો સ્વમાનભંગ સહન કરવાને બદલે આત્મહત્યા વધુ પસંદ કરતા અને એ માટે આભૂષણોમાં જ આવી એક કટાર હીરા-માણેકથી જડેલી સંગ્રહી રાખતા. લોકો એને હીરાકટારી કહેતા. આવા મૃત્યુને સહુ કોઈ ઇજ્જત લેખતા ! અને એ રીતે મરનારની ગાથાઓ ગવાતી. કવિઓ એનાં ગાન કરતા, એના નામે કાવ્યો રચાતા. બૈરૂતે વચ્ચે રસ્તામાં મહાત્માને વાતવાતમાં કહી દીધું હતું કે કદાચ હું નાસી જાઉ તો મઘા તમારી ભાળમાં છે. ને કદાચ હું આત્મહત્યા કરું ને મઘા પણ કરે ત્યારે એને એમ કરતી કોઈ અટકાવે નહિ તે જોશો. મઘાને ન મરવું હોય તો આપ એને આપની સાથે ભારત લેતા જજો. પુત્ર ગુલ્મની પણ ખબર રાખશો. મહાત્માએ એ વખતે તો કંઈ જવાબ ન વાળ્યો, પણ તેઓ પરિસ્થિતિથી વાકેફ થઈ ગયા. રાજ કીય તંત્ર ગંદકીનું આગાર બન્યું છે, એ તેઓ જાણતા હતા. માણસાઈ ત્યાં છડેચોક વેચાય છે, એનો પણ અનુભવ હતો. એક ગંદકીને દૂર કરવા બીજી ગંદકીમાં હાથ નાખવાના તેમણે આરંભેલા યત્નનો તેમને કંટાળો હતો, પણ પરિસ્થિતિ તેમને પ્રેરી રહી હતી. કહી રહી હતી કે કાલક! કાદવ ગ્રંથ ! તેઓએ કોની કોની આંખોમાં સાપ-વીંછીં રમતા હતા, એ પહેલી ક્ષણે જોઈ લીધું. અને શક શાહ દરાયસને મળતાંની સાથે યોગનિદ્રાના ચમત્કારથી વગર કહ્યું એના પર પ્રભાવ પાડી દીધો. સૂર્યના ઉદયથી તારા ઝાંખા પડી જાય, એમ વિરોધી વિચારો ઝાંખા પડી ગયા. બૈરૂતે મહાત્માને પોતાના સિંહાસન પર સ્થાન લેવાની વિનંતી કરતાં કહ્યું, ‘મહાત્માજી ! ખરેખર, આ બધું જોતાં માણસ દેહથી અમર થાય, એ વધુ અગત્યનું નથી.' શક રાજાના મન પર તાજા જોયેલા પ્રસંગની અસર હતી. એ હોઠ ભયંકર રીતે 318 D લોખંડી ખાખનાં ફૂલ બગાડીને બોલ્યો, ‘કેવું ભયંકર અમરત્વ ને કેવો બેવકૂફ હું !” “રાજન ! તમે બેવકૂફ નથી.' મહાત્માએ કહ્યું. ‘તો શું મારા જેવો બીજો કોઈ બેવકૂફ થઈ ગયો છે ?” અવશ્ય. મહાત્માએ જવાબ વાળ્યો. ‘પહેલાં આપ આ સિંહાસન પર આરૂઢ થાઓ, અને પછી મને વિગતે વાત કરો.’ શકરાજાએ મહાત્માને હજી ઊભા રહેલા જોઈને વિનંતી કરી. ‘રાજન ! હું સાધુ છું, એટલે મને તો કાષ્ટનું આસન ખપે.' વેશ છોડવા છતાં વૃત્તિ નહિ છોડેલા મહાત્માએ કહ્યું. | ‘પિતાજી ! મહાત્મા આપણને ફોસલાવે છે. એ તો મારી જેમ રાજકુમાર છે.” રાજા ભરાયસના પુત્ર વચ્ચે કહ્યું, મહાત્માજી ! મારો પુત્ર સાચું કહે છે ?” મહાત્માજી કંઈ ન બોલ્યા. ફક્ત હસ્યા. | ‘જુઓ પિતાજી ! એ નથી બોલતા એ જ એનું પ્રમાણ છે. અને આ નગરજનો પણ સાક્ષીમાં છે કે તેઓ એક નિપુણ ધનુર્ધર પણ છે. ધનુર્વિદ્યામાં એમનો જોટો નથી. અંધારા કૂવામાં પડેલા મારા દડાને તેઓએ બાણવિદ્યાથી બહાર કાઢી દીધો. આપણે ત્યાં બધા હોશિયાર લોકો નકામા નીવડ્યા.’ રાજ કુમારે કૂવાની અને દડાની આખી વાત વિસ્તારથી કહી સંભળાવી. ‘મહાત્માજી, ભારતભરના પવિત્ર પર્વતોનાં અગમ્ય શિખરો પર વાસ કરનાર યોગીઓ વિશે મેં ખૂબ ખૂબ સાંભળ્યું હતું; આપને જોતાં આજે મને એ વાત યથાર્થ લાગે છે. મારા મનમાં અનેક ભ્રમણાઓ હતી, આજે એ બધી દૂર થઈ. અંધકારને પ્રકાશ મળતાં જે આનંદ થાય તેવો આનંદ મને થાય છે. એ માટે બૈરૂતનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મઘાને પણ હું ધન્યવાદ આપું છું. અને મઘાને લાખ પસાવનું ઇનામ અને બૈરૂતને રાજમાં વિશેષ મોટો સંધિ-વિગ્રાહકનો હોદ્દો આપું છું.” શક રાજાના આ શબ્દોએ આખું વાતાવરણ ફેરવી નાખ્યું. માએ અને બૈરૂતે શ્વાસ હેઠો મૂક્યો. તેઓએ ઓ સન્માનને મહાત્માની સંકલ્પસિદ્ધિનું ફળ માન્યું. રાજાએ વિનયપૂર્વક કહ્યું, ‘કૃપા કરીને આપને પસંદ આસન સ્વીકારો અને ભૂતકાળમાં કોણે મારા જેવો અમર થવાનો પ્રયાસ કરેલો, તે મને વિગતવાર કહો.' સંજીવની અને અમરત્વનું કુતૂહલ હજી રાજાના મનમાંથી દૂર થયું ન હતું. મહાત્માએ કાષ્ટના આસન પર બેસતાં કહ્યું, ‘રાજનું ! તમારા જેવા એક મહત્ત્વાકાંક્ષી પરદેશી રાજાએ ભારતના એક ડાહ્યા રાજાને ત્યાં પોતાના દૂતને મોકલી કહેવરાવ્યું કે આપને ત્યાં પર્વતોમાં જિંદગીને વધારવાનો રોપ થાય છે. બની શકે રાજગુરુ બન્યા D 319. Page #171 -------------------------------------------------------------------------- ________________ તો આપ મંગાવી આપશો, અથવા મારા દૂતને આપ સૂચન કરશો તો તે લઈ આવશે.’ ભારતના રાજાએ આ પત્ર વાંચ્યો અને બીજી કંઈ પણ વાત કર્યા વગર દૂતને કૈદ કરવાનો હુકમ કર્યો. રાજસેવકોએ બધાને કેદ કરી લીધા. દૂત તો માન-સન્માન થવાને બદલે આ સ્થિતિ જોઈ બિચારો વિચારમાં પડી ગયો. રાજાએ કહ્યું, “આપણા ડુંગરી કિલ્લામાં એ બધાને કેદ કરો અને હું બીજો હુકમ ન કરું તે પહેલાં એમને છોડશો નહીં. ખાન-પાનમાં કંઈ પણ અડચણ ન થાય તે જોશો.' દૂતને એના સાથીઓ સાથે એક ઊંચા ડુંગર પરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યો. એને થયું કે જિંદગી વધારવાના રોપને બદલે આ તો જિંદગી ઘટાડવાનો યોગ થયો. આમ ને આમ દિવસો વીતી ગયા. એક વખત ખૂબ વરસાદ વરસ્યો. હવાનું ભારે તોફાન જાગ્યું. ધરતીકંપનો એક આંચકો લાગ્યો. આ ભૂકંપમાં પેલો ડુંગરી કિલ્લો ધસી પડ્યો. રાજાએ તરત જ પેલા પરદેશી દૂતને બોલાવ્યો અને કહ્યું, ‘હવે તમે છૂટા છો.' દૂત પોતાના નિશ્ચયમાં દૃઢ હતો. તેણે કહ્યું, ‘જિંદગીનો રોપ મળ્યા પહેલાં મુક્તિનો કે બંધનનો કોઈ અર્થ નથી.' રાજા કહે, ‘અરે ! તમને જિંદગી વધારવાનો રોપ તો મળી ગયો ને !’ દૂત કહે, ‘આ આપ શું કહો છો ? ક્યાં છે રોપ ?’ રાજા કહે, ‘તમે ન જોયું કે ફક્ત તમારા જેવા થોડાક માનવીઓના નિસાસાથી મારો ડુંગરી કિલ્લો જમીનદોસ્ત થઈ ગયો. ભલા, મુઠીભર માણસોની હાયથી આ સ્થિતિ થાય તો આખી પ્રજાની હાયથી શું ન થાય ? માટે પ્રજાની ભલી દુઆ, અને પોતાના સાચા વિચાર, વાણી ને વર્તન, એ જ જિંદગી વધારવાનો સાચો રોપ છે. માણસને એ જ અમર બનાવે છે. અમારે ત્યાં રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર નામના મહાન અવતારો થઈ ગયા. તેઓએ માણસને અમર બનાવવા માટે રાજપાટ તજ્યાં, સારાં ખાનપાન તજ્યાં, વનજંગલ સેવ્યાં, વાઘવરુની બોડ પાસે વાસો રહ્યા, અને લાંબી સાધનાને અંતે એમણે નિચોડ એ આપ્યો કે દેહનું અમરત્વ નિરર્થક છે, ભાવનાનું અમરત્વ સર્વશ્રેષ્ઠ છે. મૃત્યુથી ડરવાની જરૂર નથી. એ તો નવજીવનનું પ્રભાત છે અને આત્માને નવો કર્તવ્યદેહ બક્ષનાર વસ્તુ છે.’ શક રાજા આ સાંભળીને આંખમાં હર્ષાશ્રુ સાથે મહાત્માના ચરણને સ્પર્શી રહ્યો. મહાત્માએ વાતનું રહસ્ય સમજાવતાં કહ્યું, ‘રાજન્ ! કેટલીક વાર શબ્દો 320 D લોખંડી ખાખનાં ફૂલ યૌગિક રીતે બોલાય છે અને આપણે એને રૂઢ અર્થમાં સમજીએ છીએ, એટલે ભ્રમણામાં પડીએ છીએ. હિંદના પર્વતોમાં સંજીવની ઔષધિઓ છે, એનો અર્થ જરા સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે.' શક રાજા કહે, “આપ મને એ સમજાવો. આપ પ્રથમ પરિચયે જ મારા ગુરુ, માર્ગદર્શક અને હિતચિંતક બની ગયા છો. હું આપનો શિષ્ય છું.’ મહાત્માએ ધીરગંભીર સ્વરે કહ્યું, “હિંદના પડાહોમાં આત્મસાધકો અને આત્મજ્ઞાનીઓ વસે છે. એમની પાસે હિતકારક વચનો હોય છે. જેથી જગતનું કલ્યાણ થાય. મૃતક માણસો એટલે અજ્ઞાની પુરુષો. આ પર્વતમાં વસનાર સંજીવની રોપ સમા આત્મજ્ઞાનીઓને મળીને એ અજ્ઞાની - મૃતક - પુરુષો સજીવન થઈ જાય છે.’ ‘ઓહ ! અમારી કેવી ભ્રાંતિ ! અમારા કેવા તરંગો !' શક રાજાએ કહ્યું, ‘અને વસ્તુની કેવી સરસ ઉપમા.’ “રાજન્, જ્ઞાન એ જ જીવનનું અમૃત છે. હું જે ગ્રંથ લાવ્યો છું એ એક અદ્ભુત ગ્રંથ છે. અમાં રાજનીતિ, ધર્મનીતિ તથા વ્યવહારનીતિની સુંદર વાતો છે. આ ગ્રંથનું સુંદર રીતે અવગાહન કરનાર સંસારમાં અટવાતો નથી, દુ:ખી થતો નથી. સ્વસ્થતાથી એ જીવન પૂરું કરે છે.' મહાત્માએ કહ્યું . ‘મહાત્માજી ! એ ગ્રંથનું હું સન્માન કરું છું અને આપને ગુરુપદે સ્થાપું છું. રે મંત્રીજનો ! જાઓ, બધે જાહેર કરો કે મહાત્માજી અમર થવા માટે સંજીવનીનો સાચો રોપ લાવ્યા છે.' મીનનગરમાં તરત જ બધે સંદેશ પ્રસરી ગયા. રાજાએ મહાત્માને કહ્યું, ‘દર્પણ સરોવરને કાંઠે, દાડમનાં ઉદ્યાનની વચ્ચે મારો મહેલ છે. આપના નિવાસ માટે એ યોગ્ય થશે.' મહાત્માને તો ગમે ત્યાં વસવું સમાન હતું, પણ પોતે કંઈ નિર્ણય કરે તે પહેલાં એમને મઘાની ઇચ્છા શી છે તે જાણી લેવું હતું. એમણે મઘા સામે જોયું. મઘાએ શરમથી નીચું જોતાં શકરાજને વિનતિ કરી, ‘આપ તો સ્વામી છો. પણ અમ સેવકોની એવી ઇચ્છા છે કે થોડા દિવસ મહાત્મા અમારે ત્યાં રહે.’ મદ્યાની વિનંતીનો કોઈથી ઇનકાર થઈ શકે એમ ન હતું. મહાત્મા માની હવેલીએ આવીને ઊતર્યા. મઘાને તો જીવતાં સ્વર્ગ મળ્યું ! રાજગુરુ બન્યા D 321 Page #172 -------------------------------------------------------------------------- ________________ 43 પંચતંત્રનો પરિચય રાજા દરાયસની રાજધાની મીનનગર શીરીન નદીને કાંઠે આવેલું હતું. ફળદ્રુપ ખેતરો, ઊંચી ટેકરીઓ અને રોનકદાર બગીચાઓની વચ્ચે એ વસેલું હતું. દમામદાર અને શીતળ શીરીન નદી બારે માસ જળથી છલોછલ રહેતી, અને વધારામાં જંગલોમાંથી વાળીને શહેરમાં આણેલા ઝરાઓ પોતાનું સુગંધી જળ એમાં ઠાલવતા, આ ઝરાઓ બે પ્રકારના હતા. એક પ્રકારના ઝરા નાહવા ને વાપરવા માટેનાં ચોખ્ખાં પાણી લઈને નગર વચ્ચે વહેતા. બીજા ઝરા આવતા બહારથી અને વહેતા પણ બહાર. એ કોઈવાર નાનાં ભોંયરાંમાંથી વહેતા અને ગામનો કચરો અને ગંદકી બહાર વહી જતા, આ ગંદા પાણીના ઝરા ખેતરોમાં અને ખીણોમાં જઈને પોતાનાં પાણી ફેલાવી દેતાં. અહીંના લોકો પીવા માટે પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરતા અને મુખ્યત્વે ફળ-ફૂલથી ઊભરાતી વાડીઓમાંથી રસના શીશા ભરી લાવીને તેનો પીવામાં ઉપયોગ કરતા. આ પ્રદેશનાં નર-નારને જે કુદરતી રીતે અનુપમ લાવણ્ય મળ્યું હતું, એનું મૂળ કારણ આ રસપાન માનવામાં આવતું. ઊંચી ટેકરીઓ પરના કૂવાઓમાં અમૃત જેવું જળ છલકાતું. કીમતી ગધેડાઓ પર સોનાનાં ને રૂપાનાં વાસણોમાં એ આણવામાં આવતું. ગરીબ માણસો માટીનાં વાસણોમાં એ ભરી લાવતા. સ્ત્રીઓ આખા ડગલાનો પોશાક પહેરતી, પણ પોતાનાં રૂપાળાં અંગોને એવી રીતે મઠારતી કે જોનારની નજરને એ અંગો બાંધી લેતાં. સ્ત્રીઓના વાળ છૂટા રહેતા, ને એમાં ફૂલ લટકતાં રહેતાં. એ વાળ છેક પગની પાનીને પહોંચતા એનો સોનલવર્ણા રંગ જોનારને મુગ્ધ બનાવી દેતો. અહીંના પ્રેમઘેલા યુવાનો પોતાની માશુકના વાળને સોનાની ડબ્બીમાં કે કોઈ પોલા તાવીજમાં મૂકીને પહેરી રાખતા. તેઓ માનતા કે જ્યાં સુધી આ વાળ પોતાની પાસે હોય ત્યાં સુધી એ સ્ત્રીનું મન બીજા પુરુષમાં પરોવાય જ નહીં. અહીંના જુવાનો પરદેશ જતા, ત્યારે આવી ડબ્બીઓનાં તાવીજ બનાવી ગળામાં લટકાવતા. રોજ પ્રેમિકાના વાળને ધૂપ દેતા, અને એ વાળ જો ધોળા પડવા લાગે તો પોતાની પત્ની રોગ, શોક કે સંતાપમાં ફસાણી છે એમ સમજી પ્રેમી ગમે ત્યાંથી ઘેર પાછો ફરતો અને પ્રેમિકાની સંભાળ લેતો. ઊગતા સૂર્યના જેવા ચહેરાવાળી અહીંની સ્ત્રીઓ બુરખો ન રાખતી. એ પુરુષના જેટલા પરાક્રમવાળી હતી. એ શિકારે જતી, લડાઈમાં જતી; પણ આ બધામાં જે સ્ત્રી અથવા કન્યા કોઈ પુરુષના પ્રેમમાં પડતી, ત્યારે એ પોતાના મોં આડો કાળા રંગનો રેશમી રૂમાલ રાખતી. મનને માનેલો પુરુષ પરાક્રમ કરીને આવતો અને એ સઘળો યશ એ કન્યા અથવા સ્ત્રીને અર્પણ કરતો ત્યારે એ રૂમાલ દૂર થતો, ત્યારે આવા રૂમાલવાળી કન્યાઓનાં બહુમાન થતાં, ને જુવાનોમાં એનો રૂમાલ દૂર કરવાની હરીફાઈ ચાલતી. પતિ-પત્નીનો વ્યવહાર ખૂબ છૂટનો અને પ્રગટ રહેતો, એમાં સંકોચ કે શરમ ન રહેતાં. - દાડમનું વૃક્ષ અહીં પવિત્ર લેખાતું. કહેવાય છે કે કોઈ પ્રેમીને પોતાની પ્રેયસી પ્રાપ્ત ન થઈ એટલે એણે હથોડાથી કપાળ ફોડીને આપઘાત કર્યો. એના હાથમાંના હથોડાનો હાથો જમીનમાં ઊતરી ગયો. એનાથી એની પ્રેયસીની યાદ રૂપે એક વૃક્ષ ઊગી નીકળ્યું, આ વૃક્ષ એ દાડમનું વૃક્ષ . હીરા-કટારી આ દેશનું સુપ્રસિદ્ધ હથિયાર અને આભૂષણ ગણાતું. હીરાકટારી ખરીદવી ને પહેરવી એ મોટો ઉત્સવ લેખાતો. જનોઈની જેમ એનો ઉત્સવ થતો. એ વેચનાર પણ ખાસ પવિત્ર માણસ રહેતો, ખરીદનાર પોતે હીરા-કટારી ખરીદતી વખતે પ્રતિજ્ઞા કરતો : ‘સ્વમાનભંગ કરતાં હું મૃત્યુને વધુ પસંદ કરીશ. એ વખતે હું મૃત્યુને ઇજ્જત અને જીવનને શરમ લેખીશ.’ પવિત્ર ઈશ્વર સિવાય આ લોકો આસમાનના સાત સિતારાઓને ખાસ માનતા. પૃથ્વીને દૂધ આપનારી ગાય જેવી માનતા અને પરાક્રમી પુરુષની પ્રતિમા ખડી કરવી એને ધર્મકાર્ય લેખતા. તેઓ વારંવાર એક સૂત્ર કહેતા, | ‘મોટા માણસોની કીર્તિ આપણે છુપાવવી ન જોઈએ. જો આપણે તેમ કરીશું. તો આપણી પાછળના પણ આપણે માટે તેમ કરશે. આપણે જો તેઓને ભૂલી જઈશું, તો આપણી પાછળના આપણને ભૂલી જશે. માટે મોટા માણસની કીર્તિ પંચતંત્રનો પરિચય D 323 Page #173 -------------------------------------------------------------------------- ________________ ચિરંજીવ રહે, તેમ કરવું એ આપણા સહુની ફરજ છે.’ આ દેશમાં એક અદ્ભુત તખ્ત હતું. આજે તો કોઈ બાદશાહ તેના પર બેસતો નહીં, પણ તેની નકલ કરીને દરેક રાજા પોતાને ત્યાં તેવું તખ્ત બનાવરાવતો. ઇન્સાફ વખતે રાજા આ સિંહાસન પર બેસતો, અને તે વખતે તેને હાથે જે ન્યાય થતો, તે દૈવી લેખાતો. મૂળ તખ્તની ઊંચાઈ ૧૦૦, લંબાઈ ૧૨૦ અને પહોળાઈ ૭૦ ગજની હતી. એની કિંમતનો અડસટો કાઢવો કઠિન હતો. આ તખ્તની રચના એવી હતી કે એનો સીધો સંબંધ સૂર્ય સાથે રહેતો. અને બાર રાશિ તથા સાત ગ્રહોનું એના બુરજમાં દાખલ થવું દેખાતું. ને એના પર બેઠાં બેઠાં રાત અને દહાડો કેટલો પસાર થયો, તે ચોક્કસ થઈ શકતું. આ તખ્તમાં એવી કરામત હતી કે સૂર્ય મેષ રાશિના બુરજમાં આવતો ત્યારે તખ્તની આગલી બાજુએ બાગ અને પાછલી બાજુએ મેદાન નજરે પડતાં. આ બાગમાં પાકેલા મેવા પરથી ખેડૂત પાસેથી રાજ્યે શું લેવું એ રાજા નક્કી કરતો. અને આ મેદાનમાં જતા વણઝારા પરથી વેપારના નિયમો રાજા ચોક્કસ કરતો. આમ બીજી બીજી રાશિઓમાં સૂર્ય આવતાં નવા નવા દેખાવો તખ્ત પર પેદા થતા, ને રાજા એ પરથી ઘણા નિર્ણયો બાંધતો. અહીં જૂઠું બોલવું એ સૌથી મોટો ગુનો લેખાતો; બાકી બધા ગુના એની નીચેના ગણાતા. અહીંના રાજાઓની પાસે નીચેની ચીજો હોવી ખાસ આવશ્યક લેખાતી. (૧) સુંદરમાં સુંદર રાણી, કારણ કે સુંદર સંતાનોનો આધાર તેના પર રહેતો. (૨) શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાળો ઘોડો; આ ઘોડો વિજય અપાવનારો લેખાતો. (૩) સુંદર ચિતારો. રાજવંશની કીર્તિને સુંદર રીતે ચીતરીને ચિતારો ચિત્ર દ્વારા એને અમર બનાવતો. (૪) ગવૈયો. સંગીત એ ઉત્તમ પ્રકારનો શોખ લેખાતો. આવા મીનનગરમાં જ્યારથી મહાત્મા આવીને વસ્યા, ત્યારથી હજારો લોકો તેમના ચરિત્રને અને તેમના ચમત્કારોને જોવા ને જાણવા દોડ્યા આવતા પણ મહાત્મા તો મોટે ભાગે મૌન રાખતા અને બહુ ઓછો સમય બોલતા. પણ એ દિવસ મીનનગરના ઇતિહાસમાં ધન્ય બની ગયો, જે દિવસે મહાત્માએ એક પવિત્ર ઊનના આસન પર બેસીને ડહાપણના ભંડાર સમો પેલો ગ્રંથ ખોલ્યો. 324 – લોખંડી ખાખનાં ફૂલ રાજા આ અમર ડહાપણ અને હોશિયારીથી ભરેલા ગ્રંથ વિશે જાણવા ખૂબ ઉત્સુક હતો. એની અમર થવાની ઝંખના હવે શમી ગઈ હતી અને નીતિ તથા ડહાપણભર્યું જીવન જીવવું એ અમરતાથી પણ અધિક વસ્તુ છે, એમ એ માનતો થયો હતો. આજે આ ગ્રંથનો સાર મહાત્મા કહેવાના હતા. આખી રાજસભા માનવમેદનીથી ઊભરાઈ ગઈ હતી. પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરી મહાત્માએ ગ્રંથ ખોલ્યો, અને વિવેચનનો આરંભ કર્યો. ‘સુંદર ભારતવર્ષ છે. વિશાળ એવો દક્ષિણ દેશ છે, ત્યાં દક્ષિણરોપ્ય નામે નગર છે. ત્યાં અમરશક્તિ નામનો રાજા રાજ કરે છે. અમરશક્તિ સર્વ કળાઓમાં પારંગત હતો. અનેક ખંડિયા રાજાઓનો મુગટમણ હતો. દાન દેવામાં કલ્પવૃક્ષ હતો. આ રાજાને ત્રણ પુત્રો હતા. તેઓનાં નામ વસુ, ઉગ્ર અને અનેકશક્તિ હતાં. એક દિવસ રાજાએ ભરી સભામાં કહ્યું, ‘મારે આ પુત્રો છે કે ભયંકર આફત છે ?’ મંત્રીએ કહ્યું, “મહારાજ, માણસ તો પુત્ર માટે મરે છે અને આપ આમ કેમ કહો છો ?' રાજાએ કહ્યું, ‘મંત્રીરાજ ! આવા મૂર્ખ પુત્ર કરતાં તો નહીં જન્મેલ કે જન્મીને મરી ગયેલા પુત્ર સારા.’ રાજાના હૃદયની આ વેદના જોઈ મંત્રીએ કહ્યું, ‘પ્રભુ ! આ માટે આપ કહો તે ઉપાય કરીએ.' રાજા કહે, ‘મારા આ મહામૂર્ખ પુત્રોને જ્ઞાનવાન બનાવે તેવો કોઈ પ્રયત્ન કરી. સિંહણનો એક પુત્ર પણ શ્રેષ્ઠ છે, અને ગર્દભીના સો પુત્ર પણ નિરર્થક છે. એક પુત્રથી સિંહણ નિરાંતે સૂર્ય છે, સો પુત્ર છતાં ગર્દભી બોજ વહે છે.” ‘મહારાજ, ચિંતા ન કરો. આપણા દરબારમાં પાંચસો પંડિતો છે, તેઓ આપના મનોરથો સિદ્ધ કરશે.' મંત્રીએ કહ્યું. રાજાએ કહ્યું, ‘તો તેમ કરો.’ મંત્રીએ પરિચારકોને દોડાવ્યા. થોડીવારમાં પાંચસો પંડિતો હાજર થયા અને શાસ્ત્ર અને વિદ્યાઓની કંઈ કંઈ અલકમલકની મોટી મોટી વાતો કરવા લાગ્યા - જાણે પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરતા ન હોય ! પંડિતોને મોટી મોટી વાતો કરતા સાંભળી મંત્રીરાજ બોલ્યા, 'રે જ્ઞાનીજનો ! જીવન ટૂંકું છે અને શાસ્ત્રો ઘણાં છે. અત્યારે તો મુખ્ય વાત એટલી જ છે કે આ રાજકુમારો શાણા અને જ્ઞાની થાય એવું કંઈક કરવું જોઈએ.' પંચતંત્રનો પરિચય D 325 Page #174 -------------------------------------------------------------------------- ________________ બધા વિદ્વાનો બોલ્યા, ‘જ્ઞાન એ કંઈ કોઈ વાડ પર થતી વેલ નથી, કે વાટીને પાઈ દેવાય.’ મંત્રીને થયું કે આ બધા કેવળ પોથી પંડિતો છે અને વાત કરવામાં જ શૂરા છે. એટલે એમનાથી કંઈ નહીં વળે. આ પછી મંત્રીએ અતિવૃદ્ધ એવા પંડિત વિષ્ણુશર્માને તેડી મંગાવ્યા. રાજાએ બધી વાત એમને વિસ્તારથી કહી. આ વાત સાંભળીને પંડિત વિષ્ણુશર્માએ કહ્યું, રાજન, હું છ માસમાં તમારા પુત્રોને નીતિપુરાણ ને વિદ્વાન બનાવીશ.” રાજાએ શુભ દિવસે પોતાના ત્રણે પુત્રો મહાપંડિત વિષ્ણુશર્માને સોંપ્યા. પંડિત વિષ્ણુશર્માએ જોયું કે રાજકુમારોના સંસ્કારો સાવ નબળો છે. તેઓને પશુપક્ષીમાં જેટલો રસ છે, તેટલો માણસોમાં નથી. વળી કોઈ ધર્મશાસ્ત્રની નીતિવાર્તા કે ઉપદેશ સાંભળવો તેમને અકારો લાગે છે, માટે એમને રુચે તેવી વાતો કહેવી ને એ દ્વારા ઉપદેશ આપવો. તેઓએ પશુ-પંખીઓની કથાઓ કહીને રાજ કુમારોને કેળવવો માંડ્યા. એમ કરતાં કરતાં એમણે એક ગ્રંથ રચી કાઢ્યો અને એને પાંચ તંત્રમાં-પાંચ ભાગમાં વહેંચ્યો. એ પંચતંત્ર કહેવાયો. પંચતંત્રનો પહેલો વિભાગ મિત્રભેદ નામ આપ્યો. એમાં રાજાએ કાચા કાનના ન થવું જોઈએ. તે વાત પિંગલક સિંહ, સંજીવક બળક અને દમનક-કરટક નામનાં શિયાળોની વાત કહીને સમજાવ્યું. બીજો વિભાગ મિત્રસંપ્રાપ્તિનો કહ્યો. એમાં સાચો સ્નેહ અને સંપ હોય તો કેવી રીતે સંકટને તરી જવાય છે એની કથા કહી. કોઈ પારધીએ જાળ બિછાવેલી અને દાણા વેરેલા. કબૂતરો દાણા ખાવાની લાલચે એમાં ફસાઈ ગયાં. એ વખતે કબૂતરોના રાજાએ પ્રજાના બળને સત્કાર્યું, ને કહ્યું કે રાજનો ઉદ્ધાર રાજા-પ્રજાના સંગઠનમાં છે. રાજા ચિત્રગ્રીવ સાથે બધાં કબૂતર એક સાથે ઊંડ્યાં. ઊડતાં ઊડતાં કહૂતરોનો રાજા પોતાના મિત્ર ઉદર પાસે પહોંચ્યો. ઉંદરે એને જાળ કાપીને મુક્ત કર્યા. એક કાગડો આ બધું જોતો હતો. એ કાગડાએ ઉદરને પોતાનો મિત્ર થવા કહ્યું. ઉદર કહે કે નાના અને મોટાની મિત્રાચારી સારી નહીં. પણ કાગડાએ આગ્રહ કર્યો આખરે બંને મિત્ર બન્યા. પછી આ બે જણા ફરતા ફરતા એક સરોવરને કાંઠે આવ્યા. ત્યાં કાચબો અને મૃગ રહેતા હતા. તેઓ કાગડાના અને ઉદરના મિત્ર બન્યા. ચારે જણા નિષ્કપટ ભાવે એકબીજાના દુ:ખમાં મદદ કરતા અને સુખે રહેવા લાગ્યો. આનો સાર એ કે રાજાએ સાચો મિત્રો મેળવવા. પછી મહાપંડિત વિષ્ણુશર્માએ કાગડા અને ઘુવડનો કાકોલકીય નામનો ત્રીજો ભાગ કહ્યો. એની વાર્તા કહેતાં કહ્યું, 326 | લોખંડી ખાખનાં ફૂલ બે દુર્ગ હતા. એક કાગડાનો અને બીજો ઘુવડનો. બંને જણા સમય મળતાં એકબીજાના દુર્ગમાં પેસી જઈને ઘણું નુકસાન કરતા. છેલ્લા વખતથી ઘુવડોએ ભારે ઉપાડો લીધો હતો. છેવટે કાગડાનો મહામંત્રી એક વૃદ્ધ કાગડો પોતે તૈયાર થયો અને નિરાશ્રિત તથા અન્યાયથી દેશનિકાલ થયેલા કાગડા તરીકે ઘુવડના દરબારમાં આશરો માગવા ગયો. ઘુવડના રાજાએ એને આશ્રય આપ્યો. મંત્રીઓ કહે, “જે જાતિની સાથે વિરોધ હોય એવા શત્રુના કોઈ જણનો વિશ્વાસ ન કરવો, કાગડાને આશ્રય આપવો જોઈએ નહીં.' છતાં મોટા મનવાળા રાજાએ નિરાશ્રિત કાગડાને આશ્રય આપ્યો. આખરે કાગડો એક દહાડો ગુપ્ત રીતે દુર્ગમાં રહી, દુર્ગ સળગાવી મૂકે છે. ઘુવડનું રાજ નાશ પામે છે. મહાપંડિત વિષ્ણુશર્માએ ઉપસંહાર કરતાં કહ્યું, ‘વિરોધી લોકોનો કદી વિશ્વાસ ન કરવો.” આ પછી ચોથો વિભાગ ‘લબ્ધપ્રણાશ'નો કહ્યો. એની વાર્તા આ પ્રકારે છે : એક વાંદરો હતો. એક મગર હતો. વાંદરો જાંબુના ઝાડ પર રહેતો. મગરને ખાવા મીઠાં મીઠાં જાંબુ આપતો. મગર એક વાર પોતાની પત્ની માટે જાંબુ લઈ ગયો. મગરીએ મીઠાં મધ જેવાં જાંબુ ખાઈને કહ્યું, ‘અરે ! આ જાંબુ આટલાં મીઠાં છે, તો રોજે રોજ એ જાંબુના ખાનારનું કાળજું કેવું મીઠું હશે ! મગર ! તું જા અને મારા માટે એ લાવે !? મગર કહે, ‘પણ એ તો મારો મિત્ર છે.” મગરી કહે, ‘તો ભૂંડા માણસ ! શું હું તારી કંઈ જ નથી ?” મગર લાચાર બની ગયો અને સ્ત્રીનું કહેલું કરવા તૈયાર થયો. એ એક દિવસ વાંદરાને લલચાવીને પોતાને ઘેર લઈ આવ્યો. મગરીએ એની પાસે કાળજું માગ્યું. વાંદરો બધી હાલત સમજી ગયો. એણે કહ્યું, - “અરેરે ! મને શી ખબર કે તમારે કાળજું જોઈતું હશે ! એ તો હું ઘેર મૂકીને આવ્યો છું. ચાલો, લઈ આવીએ.” મગર અને વાંદરો કાળજી લેવા પાછા ફર્યા. કાંઠે આવીને વાંદરો કૂદીને ઝાડ પર ચડી ગયો, ને બોલ્યો, ‘મગરભાઈ, રામ રામ ! જે માણસ સ્ત્રીના કહ્યામાં આવી જાય છે, એનો વિશ્વાસ કરવો યોગ્ય નથી.' મગર પોતાની મૂર્ખતા સમજ્યો, ને પસ્તાયો. પંચતંત્રનો પરિચય | 327 Page #175 -------------------------------------------------------------------------- ________________ 44 કસોટી આ માટે રાજાએ અંતઃપુરના દાસ ન થવું, તેમ જ મળેલી મિત્રતા સાચવી રાખવી, ને આપત્તિમાં વાંદરાની જેમ પણ ન મૂંઝાવું, બુદ્ધિથી માર્ગ કાઢી લેવો. પંડિતે છેલ્લું પ્રકરણ અપરીક્ષિતકારકનું કહ્યું. વગર વિચાર્યું કંઈ ન કરવું એ એનો બોધ છે. એની કથા એવી છે કે – મણિભદ્ર નામનો એક વેપારી હતો. ધર્મ કરતાં કરતાં એના ધનનો ક્ષય થઈ ગયો. એ દરિદ્ર બની ગયો. એ વિચાર કરવા લાગ્યો કે આબરૂ જાય તેના કરતાં પ્રાણ જાય એ સારા. આમ એ વિચાર કરે છે ત્યાં એને એક ભિક્ષુ મળ્યો. ભિક્ષુએ કહ્યું, “વત્સ ! સવારે તારે ઘેર આવીશ. તું મારા માથામાં યષ્ટિકા મારજે, તરત સોનાનું ઢીમ થઈ જઈશ.’ મણિભદ્ર આ પ્રમાણે કહ્યું અને સાચે જ એને સુવર્ણનો લાભ થયો. આ બીના એક વાળંદે જોઈ ગયો. એણે તો ગામમાં ફરીને રોજ ભિક્ષુને નોંતરવા માંડ્યા અને સવારના પહોરમાં માથામાં દડો મારી પ્રાણ લેવા લાગ્યો, પણ એને સોનું ન જડ્યું. રાજમાં ઊહાપોહ થયો ને વાળંદ શૂળીએ ચડ્યો. આ પાંચ વિભાગ -ને પાંચ તંત્ર તે પંચતત્ર. એ પંચતંત્રમાં ડહાપણ ને નીતિની અનેક બોધક વાતો છે. આથી માણસનો આ જન્મ સારો થાય છે. જેનો આ જન્મ સારો થયો તેનો બીજો જન્મ પણ સારો થાય છે. એ માટે એ સંજીવની રોપ કહેવાય છે. સારાંશમાં સમજવાનું એ કે (૧) રાજાએ કાચા કાનના ન થવું. (૨) રાજાએ પ્રજા સાથે સંપર્ક રાખવો. શસ્ત્રબળ કરતાં લોકબળ મહાન છે. (૩) શત્રુ અને મિત્રની ઓળખ કરતાં શીખવું. શેત્રુમાં મિત્રભાવ અને મિત્રમાં શત્રુભાવ નકામો છે. (૪) રાજાએ અંતઃપુર કહે તેમ ન કરવું, સૌંદર્યની મોહિનીથી દૂર રહેવું. (૫) પડોશીને સુખી જોઈ રાજી થવું. જે પડોશીનું ભૂંડું કરે તેનું ભૂંડું થાય. મહાત્માએ સંજીવની રોપની વાર્તા અહીં પૂરી કરી. આખી સભા મંત્રમુગ્ધ બનીને એ સાંભળી રહી. ભારતવર્ષના જ્ઞાન વિજ્ઞાનનો આજે અહીં વિજય થયો. મીનનગરના ઓવારા અને મિનારાઓમાં એક જ અવાજ પ્રબળ થઈને ગુંજી રહ્યો હતો. ‘ઓહ ! સંજીવની રોપસમા ગ્રંથની શું અદ્ભુતતા ! ભારતના યોગીઓ કેવા અજબ ! આપણા શક રાજાને ઘડીના છઠ્ઠા ભાગમાં ચમત્કાર કરીને શિષ્ય બનાવી દીધો. ભારતના યોગીઓ ધારે તે કરવા સમર્થ હોય છે.' એક તરફ હવામાં આ ભાવનાઓ ગૂંથાતી હતી, ત્યારે બીજી તરફ શહેનશાહી અશ્વો દોડાદોડ કરી રહ્યા હતા. બૈરૂત બિચારો ફરી રાજ ખટપટમાં ગળાડૂબ ડૂબી. ગયો હતો. શકરાજના સંદેશા લઈ એને શક શહેનશાહના દરબારમાં વારંવાર દોડાદોડ કરવી પડતી. શકરાજના મહેલે રોજ વિદ્યા-દરબાર ભરાવા લાગ્યો હતો. બહારગામથી અને ક યાત્રીઓ આવતા. અનેક રાજપુરુષો પણ આ વાતનો ભેદ જાણવા દરબારમાં આવતા. લોકો મહાત્માની વાતોના ભારે રસિયા બન્યા હતા. વખતે થયો કે આખો દરબાર માનવમેદનીથી ઊભરાઈ જતો. મહાત્મા પણ રોજ રોજ અવનવી વાતો કરીને રાજા અને પ્રજાના હૈયાને જીતી લેતા હતા. મીનનગરમાં એક તરફ મહાત્માના સહવાસથી આનંદનાં મોજાં વહેતાં હતાં, તો બીજી તરફ રાજ કીય ઊથલપાથલોની આગાહીઓ થઈ રહી હતી. જાણે ચિતાના ચાકડે પિંડો ચડ્યો હતો. સુખમાં દુ:ખ તે આનું નામ ! શહેનશાહ પાસે સંજીવની રોપની વાત આવી હતી. મહાત્મા અને શકરાજના સ્નેહસંબંધની વાતો આવી હતી. રાજ કારણે ભારે 328 D લોખંડી ખાખનાં ફૂલ Page #176 -------------------------------------------------------------------------- ________________ ભૂંડું છે. પોતાનો માણસ ક્યારે પારકો થઈ જાય છે, તે કંઈ કહેવાય નહિ ! બધી વાતોએ શહેનશાહના વહેમને વધુ પોપ્યો હતો. શકરાજ પણ ચિંતામાં હતા; કારણ કે સંજીવની રોપની શોધની વાત સાંભળ્યા પછી શેક શહેનશાહ ભારે વહેમમાં પડ્યો હતો. એણે કહેલી સંજીવની રો૫ સમાં ગ્રંથની, મહાત્માના આગમનની અને મહાત્મા એક રાજાના કુંવર છે એ વાતોને શહેનશાહે ઊંધી રીતે સમજી હતી. ભારતીય મદદ લઈને પોતાની સામે લડવાના શકરાજના દાવપેચ લેખ્યા હતા. રાજ ગુરુ માટે નવો ચણાતો પ્રાસાદ ભારતીય રાજ દૂતનું મંત્રણાગૃહ માનવામાં આવ્યું હતું. રાજ કાજની ભૂતાવળો એવી ભારે હોય છે, કે એક વાર ઊભી થયા પછી એનો આરો-ઓવારો રહેતો નથી. રોજ ખુલાસાઓ માગવામાં આવતા. રોજ ખુલાસાઓ તાબડતોબ પહોંચાડવામાં આવતો. પણ ખુલાસાઓથી સરવાળે ગૂંચ વધતી, મનનાં કાલુણ વધતાં, વાદળો દિવસે દિવસે વધુ ઘેરાતાં ચાલ્યાં. બૈરૂત વિશ્વાસુ ચર હતો, અને ભારત જઈ આવ્યો હતો એટલે એને જાતે જ ખુલાસાઓ કરવા શક શહેનશાહના દરબારમાં વારેવારે જવું પડતું. એક દિવસ શકરાજાએ મહાત્માને વિનંતી કરી : “અમારા દૂરના સારા ભવિષ્ય માટે પંચતંત્રમાંથી ઉપયોગી વાતો આપ કહેતા રહેજો. ન જાણે કેમ, પણ આટઆટલો આનંદ છે; પણ મારાં અંગો ખોટી રીકે ફરકે છે, મનમાં ખોટા તરંગો ઊડ્યા કરે છે. કોઈ અકળ ભયની છાયા દિલને દબાવતી હોય એમ લાગ્યા કરે છે. આ કારણે જંગલમાં શિકારે જતો નથી, રખે વાઘવર હુમલો કરી બેસે, રાતે સૂવું છું. ત્યારે પુષ્પનો એ કે અલંકાર રાખતો નથી, રખેને સર્પાદિનો સંભવ રહે. આનંદ અને આશ્વાસનના ધામ સમા આપ અહીં બિરાજો છો, પણ ન માલૂમ કેમ, કોઈ અનાગત ચિંતાથી મન બળ્યા જ કરે છે.' મહાત્માએ કહ્યું, રાજન ! માણસને માણસનો જેટલો ભય છે, તેટલો વાઘ, સિંહ કે સર્પનો નથી, સર્પાદિથી તો આપણે નિરર્થક ડરીએ છીએ.” શકરાજે કહ્યું, ‘આ તો આપે સાવ નવી વાત કહી.” મહાત્મા થોડી વાર શાંત બેઠા રહ્યા અને પછી એકાએક આગમ ભાખતા હોય તેમ બોલ્યા, ‘રાજવી ! તમને પોતાનાં માણસોથી ભય ઉત્પન્ન થવાના સંજોગો દેખાય છે. આકાશના ગ્રહો અને તમારા જન્મના ગ્રહો વચ્ચે આજ કાલ વિપરીત ભાવ ચાલે આગળ બોલ્યા, ‘શુરાનું ધડ ડોલે એમ આ ધરતી ડોલી રહી છે. આ ધરતીએ એક કાળે અમને આવકાર આપ્યો. એ આવકાર આપનારને જ ધરતી આજ પોતે જાકારો આપી રહી છે ! વંટોળિયો જ્યાં જાય ત્યાં એનું જીવન વિપત્તિનું જ હોય છે.' મહાત્માને જાણે પોતાની જાત પ્રત્યે વિષાદ ઊપજ્યો હતો. ‘મહારાજ ! આપ લેશ પણ વિવાદ કે શોક ન કરશો. સૂરજના ઉગમ ટાણે અંધારાં ઉશ્કેરાય એ સ્વાભાવિક છે. પરિસ્થિતિ બને ત્યાં સુધી સંભાળી લઈશ. આપ મનદુઃખ ન ધરશો.' શકરાજે કહ્યું. શીરીન નદીનાં શીતળ પાણી ધીરે ધીરે ઉષ્મા ધરી રહ્યાં. મીનનગરની ખુશખુશાલ રાતો શુન્યશેષ બનતી ચાલી. હમણાં પાણીમાં પરિવર્ત છે, હેવામાં પરિવર્ત છે. અણુએ અણુ પલટાઈ રહ્યા છે. ભાવનાઓમાં પણ પરિવર્તન દેખાય છે, માણસ જાણે ધરમૂળથી પરિવર્તન પામી રહ્યો છે ! મઘા ચિંતાતુર છે, બૈરૂત દિવસોથી શકે શહેનશાહના દરબારમાં અટવાઈ ગયો છે. ઘણા વખતથી એનાં દર્શન જ થયાં નથી. એનું મન ક્યાંય લાગતું નથી. એ દિવસોમાં મહાત્મા પણ ચિંતાના ભારવાળા છે. એ રાતે જાગે છે, સમાધિ લે છે, વળી આરામ લેવા આડા પડે છે, વળી જાગે છે, કંઈ ગણે છે, કંઈ ચીતરે છે, કંઈ લખે છે. સમજાતું નથી, શું કરે છે ? રે ! માનવીમાં ને પૃથ્વીમાં આટલો પરાવર્ત કાં આવ્યો ? એક રાતની વાત છે. ચંદ્રમાને વાદળો ગ્રસી ગયાં છે. ક્યાંક ટમટમતા તારા દેખાય છે. મહાત્મા પોતાના ખંડમાં બેઠા છે. રાત અડધી વીતી ગઈ છે. મીનનગરમાં શોખીન નર-નાર પણ હવે શ્રમિત થઈને ઢળી પડ્યાં છે. રાત ઘેરી બનતી ચાલી છે, પણ મહાત્માની આંખનાં પોપચાં બિડાતાં નથી. રે ! આ શા અજંપા ? મઘા પણ પોતાના ખંડમાં બેઠી છે. એ પણ વિચારમગ્ન છે. દિવસોથી બૈરૂત ઘેર નથી. વસંતની સુંદર રાત્રિઓ વીતી જાય છે. હમણાં કામ અલ્પ છે. અલ્પ કામનોય થાક વિશેષ છે, કારણ કે મન થાકેલું છે. મન કંઈક તાજગી ચાહે છે. ગુલ્મ ઊંઘે છે, મઘા જાગે છે, એ વિચારમગ્ન છે. નહિ, એ કોઈક નિર્ણયના અમલની ગડમથલમાં વ્યાકુળ છે. એ ઊભી થાય છે, વળી બેસી જાય છે. વળી ઊભી થાય છે, વળી બેસી જાય છે. રે ચતુર મઘા ! તે આ શું ગાંડપણ માંડ્યું છે ? ક્યાં ગઈ તારી ચતુરાઈ ? હજારોને ઘેલી કરનારીની આ કેવી ઘેલછા ! મઘા વળી ઊભી થઈ. ઊભી થઈને એક સુંદર આયના સામે જઈને ઊભી રહી. કસોટી 1 331 વિશેષમાં મહાત્માએ આંખો મીંચીને અંતરીક્ષમાં જોઈને કંઈ વાંચતા હોય તેમ 330 | લોખંડી ખાખનાં ફૂલ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઓહ ! કેવું સુંદર યૌવન ! કેવી અજબ જુવાનીની બહાર ! એ કોઈ બેત બબડી ! બાગે બહાર બરાબર છે ! એણે અરીસામાં પોતાના આખા દેહને ફરી નીરખ્યો. આળસ મરડી અંગમરોડ રચ્યો. પોતાનું લાવણ્ય જોઈ પોતે મનમસ્ત બની ગઈ. એ બોલી, “કેવો સુંદર યૌવનબાગ !” આ માળો તો બરાબર છે ! એ બબડી રહી : ‘ઓ પંખીરાજ ! આ માળો અને આ બહાર જો. આ માળામાં અહીં આવીને વસ્યાનું તારું એક સ્મરણ આપી જા.' અને મઘાએ પોતાનો લાંબો ઝભ્ભો અલગ કર્યો, ઝભાની નીચેનું બદન અલગ કર્યું, જરાક આઘે જઈને દીવાને સતેજ કર્યો. ઓહ ! સૌંદર્યવિજયી રંભા ! ૨મણી ! છુપાવ તારું રહસ્ય ! કોઈની નિરર્થક હત્યા કરી બેસીશ. અને મથાએ એક રેશમી પટ્ટી લઈને વક્ષસ્થળી ઉપર ઉતાવળી કસી લીધી. વળી એણે ખૂલતા લાલ રંગના ઉત્તરીય સામે જોયું. લાલ રંગ ઉત્કટ પ્રેમનું પ્રતીક. ભારતીય અધોવસ્ત્ર પણ એની પાસે હતું. એ એણે પરિધાન કરી લીધું, ઉપર ઉત્તરીય ઓઢવું. | બે ઘડી મા પોતે પોતાની જાતને નિહાળી રહી, ભારતમાં શોધી ન જડે એવી ભારતીય નારી એ બની ગઈ હતી. પછી એણે પોતાના પાનીઢ ક કેશકલાપને હાથમાં લીધો, ફરી અરીસામાં જોઈ રહી, આહ ! એ ભારતીય અસરાઓની આબેહૂબ નકલ બની ગઈ હતી. અને એ નકલ પણ કેવી ? અસલને ભુલાવી દે એવી ! એણે તેલ લઈને કેશમાં પૂર્યું. ખૂબ ચોળ્યું, પછી પંખાઘાટનો અંબોડો ગૂંથવા બેઠી. એક લટ લીધી, બીજીને એની સાથે ગૂંથી ને વળી એને લાગ્યું કે આ બરાબર નથી. અંબોડો છોડી નાખ્યો. મઘાએ વિચાર્યું કે પંખાઘાટ કરતાં હલઘાટ અંબોડો સારો. પુરુષની નજર જાદુમંતરની જેમ એમાં ગૂંથાઈ જાય. એણે પાણીની હેલ માથે લઈને સ્ત્રી આવતી હોય, એવો વાળનો ઘાટ કરવા માંડ્યો. પણ મદારીના તૂટેલા કરંડિયામાંથી સાપ સરી જાય એમ અલકલટો હાથમાંથી સરી જવા લાગી, પ્રયત્ન નિષ્ફળ ગયો. મથા ઊભી ઊભી થાકી ગઈ. એણે પાસેનું એક કાષ્ઠાસન ખેંચ્યું ને ઉપર બેઠી. બેઠી બેઠી ફરી અંબોડાને ઘાટમાં લેવા લાગી, પણ આ કામ ભારે જહેમતનું લાગ્યું. 332 D લોખંડી ખાખનાં ફૂલ આખરે એણે ગાયની ગલ કંબલ જેવો અંબોડો તૈયાર કર્યો. એમાં ફૂલ મૂક્યાં. મંજરીઓ ગૂંથી. | ‘વાહ ! આબેહુબ ભારતીય નારી !' અરીસામાં પોતાના દેહને નિહાળતી મઘા બબડી અને ભારતમાંથી લાવેલી એક સુંદરીની છબી મંજૂષામાંથી કાઢીને ધારી ધારીને જોવા લાગી. છબી જોતાં જ એ બબડી : ‘અરે , કાને કુંડળ, બાંધે બાજુબંધ, ગળામાં હાર, કપાળમાં દામણી, હાથ પર કંકણ ને પગમાં નુપુર - આ અલંકારો વિના કેમ ચાલે ? તો તો ભારતીયતા અધૂરી જ રહે.' | ‘અને સહુથી વધુ તો ભાલતિલક જોઈએ, એ વિના ભારતીય નારીનું સૌભાગ્ય અધૂરું લેખાય.’ મઘા ભારતમાંથી પોતાની સાથે કંકુ લાવી હતી. એણે પોતાના વિશાળ કપાળમાં મોટો ચાંલ્લો કર્યો, એ કંકુવાળો હાથ જરાક ઓષ્ટ પર ફેરવ્યો, પાતળાં ઓષ્ઠ પરવાળા જેવા શોભી રહ્યા. ફરી અરીસા સામે એ જોઈ રહી. એની રૂપલીલા પર એને ખુદને મોહ થઈ આવ્યો. બૈરૂત જુવે તો બિચારો ગાંડો જ થઈ જાય; પણ આ શ્રમ કંઈ બૈરૂત માટે નહોતો, મઘા એને આટલી જ હેમતને લાયક પણ ગણતી નહોતી. પણ તો ભલા, મઘા આટલો શ્રેમ ક્યા રસિયા સાજનને રીઝવવા માટે લઈ રહી હતી ? મઘા તો શીલવાન સ્ત્રી હતી, અને એનો બૈરૂત બહાર હતો, રાજ કાજ ના વંટોળમાં એ વ્યગ્ર હતો. તો પછી આ શ્રમ શાને, રે અલબેલી ! અલબેલીઓનાં ચિત્તનાં તીર-કમાન કોને માટે સજ્જ થાય છે, એ બ્રહ્મા પણ નથી જાણતા. આપણે ક્યાંથી જાણી શકીએ ? ન જાણે ક્યાં તાકે અને ન જાણે ક્યાં નિશાન પાડે ! મઘા જવાબ આપવાય નવરી નહોતી. એ શૃંગારિકા સિંગારમાં પડી હતી. એની પાસે ભારતીય આભૂષણો હતાં, બીજાં તો એને પહેરવાં ન ફાવ્યાં, ક્યાં અલંકાર ક્યાં પહેરવાં એની પણ પૂરી સમજ ન પડી, પણ એણે ભારતીય નારીનું એક ચિત્ર સામે મૂકી આભૂષણો સજવા માંડ્યાં ! એણે મેખલા માથા પર, હાર જઘન પર, નૂપુર હાથ પર અને કંકણ કાન પર ધારણ કરી લીધાં ! વળી ચિત્રમાં જોયું, રે ! આભૂષણો યથાયોગ્ય સ્થાને ન મુકાયાં ! વળી ફેરવવા લાગી. એમાં હાર પગે બાંધ્યો. મેખલા ગળામાં નાખી, પણ ધીરે ધીરે એણે અંબોડાની જેમ આભૂષણો પણ ઠીક કરી નાખ્યાં. મધા સર્વાંગસંપૂર્ણ ભારતીય નારી બની ગઈ. કસોટી 1 333 Page #178 -------------------------------------------------------------------------- ________________ હવે એણે હેમની દીવી જેવા કંકુવર્ણા હસ્તમાં કેસર અને કસ્તુરીથી મઘમઘતી મીઠાઈની થાળી લીધી. રે ! સ્વર્ગની આ અપ્સરા ક્યાં ચાલી ભલા? આજ એ કોને રીઝવવા માગતી હતી ? કોણ એનો આરાધ્ય દેવ હતો ? કંઈ ન સમજાયું. મઘા જેવી પ્રતાપી સ્ત્રીની આ છોકરમત ન સમજાઈ. એકદમ સમજવી સહેલ પણ નહોતી. અજબ સિંગારમાં સજ્જ મઘા એક ખંડ વટાવી આગળ વધી. નૂપુરની ઘંટડીઓ મીઠી રણઝણતી હતી. એણે બીજો ખંડ ઓળંગ્યો ! હવે આગળના ખંડમાં તો મહાત્મા નકલંક બેઠા હતા. શ્યામ વાદળમાં વીજ ઝબૂકે, એમ મઘા મહાત્માના ખંડમાં દાખલ થઈ. ઘરમાં શૂન્યશાંતિ હતી, ગુલ્મ ઊંઘતો હતો, નોકર-ચાકર પણ નિદ્રામાં હતાં. મેઘા ખંડમાં દાખલ થઈ, દ્વાર ભિડાવી દીધું. મહાત્મા નિઃશંક હતા, વાઘણ જેવી મઘા પોતે પણ નિઃશંક હતી. જિંદગીમાં જેટલાં સરસંધાન કર્યા એટલાં સફળ જ થયાં હતાં, એના સૌંદર્યવિજયે પરાજય જોયો નહોતો. મહાત્મા નકલંકે અંધારા આભને ચીરતી વીજળી આવે એમ મઘાને આવતી જોઈ. સદાકાળ બીજાના પગને ધ્રુજાવનારીના પગ આજે પોતે ધ્રુજતા હતા. એના દેહમાં કંપ હતો, એનાં નયનમાં જુદુ તેજ હતું. અરે મઘારાણી ! આ કેવો વેશ કાઢડ્યો ? બધું બદલાય છે, ત્યારે શું મળી પણ બદલાય છે ? ઓહ, અણુપરમાણુમાં પણ કેવી તાકાત છે ! જડ ચેતનને નચાવે છે.' મહાત્મા જરાક રમૂજમાં બોલ્યા. મહાત્મા સ્વાભાવિક રીતે બોલી રહ્યા ને મઘાને નેહભરી એક નજરથી નીરખી રહ્યા. મઘા કશું ન બોલી શકી. ભલભલાની જબાન બંધ કરાવનારીની જબાન આજે ખુદ બંધ થઈ ગઈ. ‘મઘા ! અભિસારે નીકળી છે કે ?' મહાત્મા આગળ બોલ્યા, “ઓહ, સ્વર્ગની અપ્સરા ઈષ્યમાં આપઘાત કરે એવું તારું રૂપ છે.' મઘા તોય ન બોલી. મહાત્માને આશ્ચર્ય થયું. એ બોલ્યા, ‘કામ-રાગની કાંચકી તો તારે ગળે બાઝી નથી ને ? તારું રૂપ સદા શીતળતા પ્રસરાવતું, અત્યારે એ દાહક કાં લાગે? શું પાણીમાં આગ લાગી છે ?” 334 લોખંડી ખાખનાં ફૂલ મઘાના હાથમાંથી થાળી સરી ગઈ, એ થરથર કંપી રહી. એ સ્વસ્થ થવા મહેનત કરતી, અસ્વસ્થ ભાવે બોલી, ‘ચંદા સૂર્યના તેજને સંગ્રહી નવા ગર્ભને જન્મ આપવાના નિરધાર સાથે અહીં આવી છે. આ સર્વ પરિશ્રમ એ કાજે છે.’ ‘હું ન સમજ્યો, મારી સરસ્વતી !” “તમારી સરસ્વતી નથી; હું તો સાગરની મત્સ્યગંધા છું. સ્વાતિનું જળ લેવા આવી છે. બેનમૂન મોતી પકવવું છે. મને બત્રીસલક્ષણો પુત્ર જોઈએ છે, મહાત્માજી! દાન દો, અભિસારિકાને ! મહાત્માને મઘાના શબ્દો કાંટાની જેમ ચૂભી રહ્યા. એ બોલ્યા, “શું ગુલ્મ ગમતો નથી ?' ‘ગમે છે, પણ એ કંઈ મહાત્માના અંશનો અવતાર થોડો છે ? અગ્નિથી દીવ થાય, એનાથી રંધાય-સંપાય, પણ એ જગતને જળહળાવનાર, સુરજ તો ન થઈ શકે ને ! ચલાચલીવાળા આ સંસારમાં સ્થિર કશું નથી. તમે ચાલ્યા જશો એમ મારું મન કહે છે. સંસારનો યોગ જલ-કાષ્ઠનો છે. આજે બે કાષ્ઠ મળ્યાં, કાલે છૂટાં ! રાજ કાજની હવા ભારે છે. વંટોળિયો સહુને વિખેરી નાખે એ પહેલાં આ કુક્ષિમાં તમારો અંશ સંગ્રહી લેવા માગું છું. એક બત્રીસલક્ષણો પુત્ર આપો. તમારું સંભારણું.' ‘મારું સંભારણું અને તે પણ આવું ? શું વાત કરે છે તું મઘા ?' મહાત્મા ચમકી ઊઠ્યા, ‘મઘા, મારી બહેન, મને બચાવ ! તું બચી જા ! હું નકલંક ! મને ન-કલંક રાખ.' | ‘ઝાઝી લપ ન કરો. હું જાણું છું. ભારતના મહાયોગીઓ પોતાના રજ વીર્યનાં દાને યોગ્ય પાત્રમાં કરે છે. તમારે ત્યાં ગમે તે સ્ત્રી-પુરુષનો ધર્માર્થે નિયોગ પાપ લેખાતો નથી. નિયોગની પ્રથા ભારતની તેજ -અંશોના દાનની પ્રથા છે.” મઘા બોલી. એ ધ્રૂજતી હતી, છતાં એના હોઠ દૃઢતામાં બિડાયેલા હતા. એ કૃતનિશ્ચય દેખાતી હતી. “મવા ! ભલું ભણી તું આજ ! ભારતીય ગ્રંથોના શ્રવણનું મધુ તેં અપૂર્વ તારવ્યું !' મહાત્માના અવાજમાં સંયમ હતો, સ્વરમાં સ્નેહ હતો, ‘કોઈપણ નારીને પત્નીભાવથી જોવી, એ મારે માટે જીવનવિકૃતિ છે, જીવતું મોત છે.' ‘વિકૃતિ ? ખોટી રીતે તમારા ચિત્તને વિચલિત ન કરો. ઝાડની કલમ થાય છે, સ્વજાતિ મૂકી પરજાતિ સાથે વૃક્ષોનો સંયોગ થાય છે ને એક નવીન પ્રકારના ફળનો જન્મ થાય છે. મહાત્મા ! એમ ન માનતા કે હું વિકારથી કે વિલાસની વૃત્તિથી તમારી પાસે આવી છું. હું એક રસાયણ લેવા આવી છું.” કસોટી 1 335 Page #179 -------------------------------------------------------------------------- ________________ મઘા જાણે અપાર્થિવ બની ગઈ હતી; પૃથ્વી ઉપર વસતી ન હોય, એવા ભાવથી બોલતી હતી. ‘મવા ! તને સરસ્વતીથી ભિન્ન બીજા કોઈ રૂપમાં ન જોઈ શકું. અનાચારીઓને સજા કરાવવા નીકળેલો, ખુદ અનાચારનો આશ્રય લે, તો એ ક્યા મોએ અનાચાર સામે બોલી શકે ? ક્યાં મોંએ બીજાને સજા કરી શકે ? મઘા! તને સ્પર્શ કરું એના કરતાં મૃત્યુને સ્પર્શ, એ મને વિશેષ વહાલું લાગે.” ‘તો મારો, મારા રૂપનો, મારા અરમાનનો અનાદર કરશો, એમ ?” મઘા બોલી. એની આંખમાં હીરાનું તેજ દમકતું હતું. આત્મપ્રિય મઘાનો નહિ, હું અનાચારનો અનાદર કરું છું.” અનાચાર આદરું છું ? ઓહ, મહાત્માજી ! આ તો આપના હાથે જ મારો સ્વમાનભંગ થાય છે.” વૃક્ષથી તૂટેલી વેલીની જેવી મઘાની સ્થિતિ થઈ ગઈ. એ પડતી પડતી બચી ગઈ. મઘા ! આજ કેમ આમ ઘેલી થઈ ગઈ છે ? પાણીમાં આગ ક્યાંથી ?” એક ઘેલું સ્વપ્ન ! યોગીના પવિત્ર અંશની લાલચે આવી છું. મારું અપમાન ન કરો, બૈરૂત મારો પતિ છે. આ ભવમાં બીજો અસ્વીકાર્ય છે, પણ જે બૈરૂત કદી ન આપી શકે એ હું તમારી પાસેથી લેવા માગું છું.” મઘા હવે કઠોર થતી જતી હતી, સંકલ્પબળ એકઠું કરી રહી હતી. એના વક્ષ:સ્થળ પર બાંધેલી સોનેરી પટ્ટી તૂટું તુટું થતી હતી. મઘા ! તું અને સંસારની સર્વ નારીઓ મારે મન આત્મીય છે. મારા માટે તારો કે કોઈ પણે નારીનો સ્પર્શ અધર્મી છે.' મહાત્માએ કહ્યું. | તો આત્મીયને આત્મીય થવા દો, તમારી સાથે મારી જાતને એક થવા દો. આ રાત, આ પળ, આ અભિસાર ફરી કદી નહિ આવે. ક્ષણિક દેહભૂખને સંતોષવા નથી આવી, મારે મારા માળામાં ગગનવિહારીને પોઢાડવો છે.' મઘા જાણે ગોદમાં સુર્ય-ચંદ્રને પોઢાડી હાલરડાં ગાઈ રહી હતી ! ‘મવા ! પછી હું રાજા દર્પણસેન કરતાંય પાપી લેખાઈશ. દર્પણને ક્ષમા માગવાનો અધિકાર કદાચ મળે, મને તો સજાનું જ શાસન રહેશે. સંસારની કોઈ પણ નારીના શીલનો ઉપભોગ મારાથી ન થાય. મારાથી તો એ સર્વનું શીલ સંરક્ષાય, એક નારીની શીલ-રક્ષા માટે તો હું આગને હાથમાં લઈને દેશવિદેશ ભટકું છું. મારે માટે સંસાર આખો સરસ્વતીઓથી ભરેલો છે.” મહાત્માના શબ્દોમાં આર્જવતા હતી, મઘાની પાસે જાણે યાચના કરી રહ્યા હતા, કોઈ દુઃખ-વિપત્તિમાં એ કદી આટલા લેવાઈ ગયા નહોતા - દર્પણસને ગાંડો હાથી સામે છોડી મૂક્યો ત્યારે પણ ! 336 | લોખંડી ખાખનાં ફૂલ ‘અને તો...' માએ પોતાની કમરેથી હીરાકટારી કાઢી અને પોતાની છાતી ભણી તાકી. “આ મારી સંગિની બનશે.’ | ‘ઓ મા ! મારું જીવંત મોત ન કર. મારા પુરુષાર્થને મારો પરાજય ન બનાવ. તું મરીશ તો મારો ઉત્સાહ મંદ થઈ જશે. હું પ્રાર્થના કરું છું કે તારા ઉદરમાં અવશ્ય મહાન અંશ અવતરશે.' ‘પ્રાર્થનામાં મને શ્રદ્ધા નથી, પ્રત્યક્ષમાં હું માનું છું.” મઘા બોલી, ને એણે હીરાકટારીને લંબાવી. પળવાર મહાત્મા એકદમ સ્થિર બની ગયા અને મઘાની સામે, જાણે ત્રાટક કરતા હોય એમ તાકી રહ્યા. એમણે બે પળ હોઠ ફફડાવી કંઈક ધીરો મંત્ર ભણ્યો, થોડાંક આશ્વાસક સ્તોત્રો બોલ્યા. ઉશ્કેરાયેલી મઘા કંઈક શાંત થઈ, સાગરનાં ઊછળતાં મોજાં પર જાણે તેલ રેડાતું હતું. મવા ! તું નિષ્કલંક રહે, એ મને ખૂબ ગમે. તું મારું બીજું જીવન છે, મારા જીવનનો અંશ છે. પરમાણુઓની કેવી ભયંકર અસર ! પહાડ તરણું બની ગયો. ઓહ ! આ તને શું સૂછ્યું ? મઘા ! જો મારે ભોગ ભોગવવા હતા તો આજ પહેલાં અનેક રૂપસુંદરીઓ મને મળી હતી. મેં એ બધીને બહેન કરીને વળોટાવી. મારું જીવન એક આદર્શનું જીવન છે. સાધુનો વેશ છોડવા છતાં મેં મારા અંતરની સાધુતાને-ભાવસાધુતાને જાળવી રાખી છે.' ‘તમારું મન કંજૂસ જેવું છે. તમારી પાસેની મૂડી તમે કોઈને આપવા માગતા નથી અને બીજાની પાસેથી બધું લઈ લેવા માગો છો.” મઘા પાછી ઉશ્કેરાઈને બોલવા લાગી. મહાત્મા ફરી શાંતિથી મંત્ર જપી રહ્યા. પછી એમણે કહ્યું, “મવા ! ગઈ કાલની મારી વાત સાચી ઠરે છે : માણસ જ માણસનો મિત્ર અને માણસ જ માણસનો દુશ્મન. તું આજસુધી મારી મિત્ર હતી, આજ દુમનની ગરજ સારવા આવી છે. મને જે ગલમાં વાઘવરુ ન નડ્યાં, નાગરાજો મારા પડખેથી સરી ગયા, અરે ! સાગરનાં વહાણે પણ આપણને ન ડુબાડ્યાં, આજ તું મારી થઈને મને ડુબાડવા તૈયાર થઈ છે. હું તને મલિન ભાવે સ્પર્શ કરું, અનાચારને પોષે તો રાજા દર્પણસેનને એમ કરતાં કેવી રીતે રોકી શકું ? એની સાથેના વેરનો બદલો કેવી રીતે લઈ શકું ? મઘા ! આપણે વાસના-વેલનાં પતંગિયાં નથી.’ ‘હું મલિન ભાવે તમને સ્પર્શતી નથી, હું વાસના ખાતર નથી આવી. હું મારી કસોટી 1 337 Page #180 -------------------------------------------------------------------------- ________________ આહુતિ આપવા આવી છું પણ એ દ્વારા મહાન સર્જન કરવા માગું છું. મને ખોટી રીતે ન સમજશો.' ‘તને ખોટી રીતે સમજું તો મને મારી જાતને ખોટી રીતે સમજવા જેવું માઠું લાગે. પણ એટલું યાદ રાખ કે આગને સ્નેહથી અડીએ કે દ્વેષથી અડીએ, બંનેમાં એ બાળે છે, મઘા ! તું મારી ભિંગની બને, મને બચાવ, મારા ભગીરથ કામને જાળવ, મારી પ્રતિજ્ઞાને પાળવાનું મને બળ આપ. નહિ તો તારી આ હીરાકટારી મારી છાતીમાં....' મહાત્માના શબ્દોમાં ભુકંપ હતો. મઘા બે ઘડી સ્થિર ઊભી રહી, એ પૃથ્વી ખોતરવા લાગી, ધીરે ધીરે અલંકારો કાઢીને નીચે નાખવા લાગી. મહાત્માના મનભર રૂપને જોતાં એ બોલી, ‘તમારી છાતીમાં હીરાકટારી મારું ? અરે, તો જે પાપને પૃથ્વી પરના પટલ પરથી ભૂંસી નાખવા માગો છો, ને સંસારની જે સરસ્વતીઓને બચાવવા માગો છો, ને જે ધર્મતેજને પ્રગટાવવા માગો છો, એનું શું થાય ? એ ન બને. હું મારો સંકલ્પ પાછો ખેંચી લઉં છું. હું પાછી વળું છું. આજથી તમારા કાર્યમાં હું મારું સર્વસ્વ અર્પણ કરું છું. તમારું કાર્ય તે મારું જીવનકાર્ય ! તમારો શબ્દ અને સામે મારો પ્રાણ !' મઘા બોલી. એ સ્વસ્થ થતી જતી હતી. આજ સુધી જાણે કોલસાની ખાણમાં કોલસા જ હતા, જરાક સંઘર્ષ જાગ્યો કે ભવ્ય ચમક લઈને તેજનો અવતાર હીરો હાથ લાગ્યો. એ અજબ રાતે ગજબ ઇતિહાસ સર્જ્યો. એ પછી મઘા અને મહાત્મા એકબીજાને અદ્ભુત દૈવી સ્નેહથી નીરખી રહ્યાં. આવો નીતર્યો નભોમંડળ જેવો નેહ મઘા જીવનમાં પ્રથમ વાર જ અનુભવી રહી. ઊંડા મધદરિયે જેનું વહાણ ખરાબે ચડ્યું હતું. જેના નાવને તોફાન શતશત ટુકડામાં વહેંચી નાખવા તૈયાર હતું. ત્યાં સ્વપ્રયત્ને બંને જણાં ઊગરી ગયાં. બંનેએ આત્માથી આત્માને તાર્યો. આ ક્ષણોના ઇતિહાસ કદી લખાયા નથી. છતાં એ ઇતિહાસની અમર સુવાસ કાળદેવતાના અનાદિ અનંત પથ ઉપર ફેલાયેલી પડેલી જ છે. હરકોઈ સુજ્ઞ પ્રવાસી એ સૂંઘીને સ્વસ્થ થઈ શકે છે. મહાત્માએ મઘા તરફ સ્નેહભાવથી નીરખતાં કહ્યું, ‘મઘા ! કેટલીક રાતો એવી આવે છે કે માણસની અંદર રહેલી વજ્રની પરીક્ષા થાય છે. જવલ્લે જ એવી રાતો આવે છે, પણ એ આવે છે ત્યારે કાં તો માણસને સાચો માણસ બનાવે છે, કાં એને સાવ કલંકિત કરી જીવતાં મરેલો બનાવી મૂકે છે. અનુકૂળતામાં હંમેશાં અધઃપતન થઈ જાય છે. માણસ દ્વેષથી છેતરાતો નથી, પણ સ્નેહ એને હંમેશાં છેતરી જાય છે.’ 338 D લોખંડી ખાખનાં ફૂલ આ શબ્દોમાં રાતના બનાવનું વિશ્લેષણ હતું. મહાત્મા આટલું બોલી પ્રાર્થનામાં બેસી ગયા. એ જાણતા હતા કે આવા પ્રસંગોમાં પુરુષાર્થનાં બણગાં ફૂંકવાં નિરર્થક છે, માણસ આમાંથી ભાગ્યે જ બચી શકે છે અને બચી શકે છે, તો તે માત્ર પ્રાર્થના દ્વારા સંચિત આત્મબળથી. સંસાર તરફ આંખીંચામણાં કરનાર એ નર નહોતો. એ જાણતા હતા કે નારીને પ્રકૃતિએ આકર્ષક શક્તિના રૂપમાં સરજાવી છે. એ શક્તિનું સ્થાન ગમે તેવા નરના હૃદયમાં જાણ્યું અજાણ્યું પણ હોય જ છે. નારી ત્યાં આવે છે, બેસે છે, રાજે છે, બિરાજે છે, નારી વિનાનો કોઈ નર ખાલી નથી; પણ ભૂમિકાભેદને લીધે એની નારી-સાધનાની દૃષ્ટિમાં ભેદ પડી જાય છે. કોઈ નારી નરની માતૃત્વ શક્તિ તરીકે આવે છે, ને એ નારીમાં નર માતૃત્વ જ જુએ છે. કોઈ નારી ભિંગની રૂપે આવે છે, અને નર એ સિવાય બીજા સંબંધનો ખ્યાલ જ કરી શકતો નથી. કોઈ નારી પત્ની રૂપે આવે છે, ત્યારે માણસ એને પોતાની પ્રેયસીના રૂપ સિવાય બીજી રીતે જોઈ શકતો નથી. આ રીતે ભૂમિકાભેદને લીધે માણસ નારી પ્રત્યેના સંબંધોમાં વિવિધતા નિહાળી લે છે. નારી શક્તિએ ધાર્યું ત્યારે ભલભલાને ડોલાવી દીધા છે, આખા ઇતિહાસ પલટી દીધા છે. આજની રાત એક અજબ ઇતિહાસ રચવા માટે આવી હતી, અને અજબ ઇતિહાસ રચીને પસાર થઈ ગઈ. મઘાનો ચહેરો અત્યારે તદ્દન જુદો લાગતો હતો. ભયંકર માંદગીમાંથી ઊઠી હોય, કોઈ ભેદી આઘાતમાંથી બચી ગઈ હોય, એવી રેખાઓ એના મુખ ઉપર ઊઠી આવી હતી, એ ધીરે ધીરે સ્વસ્થ થતી હતી. ફરી એનું તેજ ચમકવા લાગ્યું હતું. ફરી એ એના સ્વભાવમાં આવી રહી હતી. મહાત્મા પ્રાર્થનામાંથી ઠીક ઠીક સમયે ઊઠ્યા. એ બોલ્યા, ‘મઘા ! તેં પ્રાર્થના કરી ? પ્રાર્થનામાં જેવી શક્તિ છે, તેવી કશામાં નથી. અમારે ત્યાં એક કથા છે. એક જબરદસ્ત હાથી હતો. એ ગજેન્દ્રને એના બળનું ભારે અભિમાન હતું. એક વાર એ સરોવરમાં સ્નાન કરવા ઊતર્યો. ત્યાં રહેતા એક મગરે એનો પગ પકડ્યો. હાથીને પોતાના બળનું ગુમાન હતું, એણે વિચાર્યું કે હમણાં જ મગરને પીંખી નાખીશ. પણ કસોટી C 339 Page #181 -------------------------------------------------------------------------- ________________ 45 કાળો અસવાર મગર તો જબ્બર નીકળ્યો. એણે હાથીને ઊંચા જળમાં ખેંચ્યો. હાથીએ ઘણું બળ કર્યું પણ નકામું ગયું. આખરે એણે બળનું અભિમાન છોડી પ્રાર્થનાનું શરણ લીધું ને ગજેન્દ્રનો ઉદ્ધાર થયો. મગર એને છોડીને નાસી ગયો.” “વાહ ! શું સુંદર કથા છે ! ઓહ ! એ મગરને મેં જાણ્યો. એનાં જડબાં એવાં હોય છે કે જે એમાં ફસાણો એ પોતે પોતાની મેળે છૂટી ન શકે. પણ રે, પછી તો એ મગર ચાહે તો પણ એ પકડને તજી શકતો નથી. આવા મગર એકલા મહાસાગરમાં જ રહે છે એવું નથી, માનવીના મનમાં પણ એવા અનેક મગરો વસે છે. ઓહ ! કેવો ભયંકર મગર ” મઘા બોલી, એનું હૃદય કાંપતું હતું. મઘા, દુનિયામાં એ મગર પર સવારી કરનારા પણ હોય છે; ફક્ત કાળજું સાબૂત જોઈએ. તેં આજે એવા એક મગરને નાથ્યો ને એના પર સવારી કરી.” મહાત્મા બોલ્યા.. મઘા કંઈ આગળ કહે એ પહેલાં દ્વારપાળ આવ્યો. એણે કહ્યું, દરવાજે શકરાજનો કાસદ ઊભો છે.' ‘આવવા દે.” મહાત્માએ કહ્યું, કાસદ તરત અંદર દાખલ થયો. એણે કહ્યું, ‘હમણાં ને હમણાં આપને શકરાજ યાદ કરે છે. સંજીવની રોપના શ્રવણની ખાસ ઇચ્છા છે.' આવું છું.' કાસંદ રવાના થયો. મહાત્મા તૈયાર થયા. એમણે બહાર નીકળતાં નાક પર આંગળી મૂકી ચાલતો શ્વાસ તપાસી જોયો. શું જોયું ?* મઘાએ પ્રશ્ન કર્યો. “કાર્યસિદ્ધિ થશે કે નહિ, તે જોયું.’ ‘શું જણાયું ?” ‘કષ્ટથી કાર્યસિદ્ધિ થશે.” આટલું કહીને મહાત્મા, રાજસેવકે આણેલા અશ્વ પર ચડ્યા ! મીનનગરના ઘણા જુવાનો મહાત્મા નકલંક પાસે ધનુર્વિદ્યા શીખતા હતા, અને હવે ટૂંક સમયમાં બધાની પરીક્ષા થવાની હતી. આ જુવાનોએ અજબ જાતની ધનુર્વિદ્યા જાણી લીધી હતી. અને એનો પ્રયોગ કરવા તૈયાર હતા. મહાત્મા આખા રસ્તે ઓ મગરૂર અને મહાબળવાન યોદ્ધાઓ પર નજર રાખતા ચાલ્યા. વાતાવરણમાં અનિષ્ટના પડઘા સંભળાતા હતા, પણ મહાત્માની દીર્ઘદર્શી નજર એમાં ઇષ્ટપ્રાપ્તિના અંકુર ઊગતા નીરખી રહી હતી.. ધીરે ધીરે રાજ પ્રાસાદ આવ્યો. શકરાજ દ્વાર પાસે જ ઊભા હતા. તેમના વદન પર ચિંતા હતી અને હાથમાં લાંબો કાગળ હતો. શકરાજે મહાત્માનું સ્વાગત કર્યું. અને બંને જણા અંદર દાખલ થયા. ખંડ પર ખંડ વટાવતા તેઓ ગુપ્ત મંત્રણાખંડમાં આવી પહોંચ્યા. શકરાજે મહાત્માને એક કાષ્ઠાસન આપ્યું, અને પોતે એક ઊનના આસન પર બેઠા. થોડી વાર એ વિચારમાં બેસી રહ્યા, ને પછી બોલ્યા, ‘મહાત્માજી ! અનાગત ભાવિ હવે નજીક આવતું જાય છે. શહેનશાહના દિલમાં ભારે શંકાઓએ સ્થાન લીધું છે. જે ક્ષણો જાય છે તે કપરી જાય છે.' ‘શકરાજ ! પૃથ્વીનો, સમુદ્રનો અને પર્વતનો છેડો જાણી શકાય, પણ રાજાના મનનો છેડો જાણી શકાતો નથી.’ મહાત્માએ કહ્યું. શકરાજ આગળ બોલ્યા, ‘સમાચાર એવા છે કે એલચી બૈરૂતને કેદ કરવામાં આવ્યો છે ને સાચી હકીક્ત કઢાવવાને બહાને એના પર ભયંકર જુલ્મ ગુજરી રહ્યો છે.” | ‘મદોન્મત્ત હાથી અને મદોન્મત્ત રાજા એકસમાન છે. ખરેખર, રાજાનું હિત કરનારો લોકોમાં શ્રેષપાત્ર થાય છે અને લોકોનું હિત કરનારાઓ રાજાથી હેરાન થાય 340 D લોખંડી ખાખનાં ફૂલ Page #182 -------------------------------------------------------------------------- ________________ છે. બૈરૂતે તો આ દેશની ખૂબ સેવા કરી છે. મહાત્માએ કહ્યું. બૈરૂત એમનો પરમ સેવક હતો, આ સમાચારથી એમનું મન વ્યથિત થઈ ગયું. | ‘મહાત્માજી ! વાત એવી બની કે બૈરૂતે સંજીવની રોશની આપે કહેલી કથા શહેનશાહને કહી સંભળાવી, અને છેલ્લે કહ્યું કે પ્રજાનો પ્રેમ એ જ રાજાની ખરેખરી સંજીવની છે, એટલે તો શહેનશાહ ભારે ખીજે બળ્યા. તેઓએ કહ્યું કે શું હું પ્રજાને પાળતો નથી ? ચોરને મારતો નથી ? તમે પરિચારકો આવી વાતો કહી પ્રજાને ચઢાવો છો. તું અને તારો રાજા આ રાજ લેવા માગો છો, પંચાણું શાહીઓ તમને મળી ગયા છે. તમે બધા એકત્ર થઈને બંડ જગાવવા માગો છો. પણ એ નહિ બને. એ પહેલાં તમારી બધાની હતી મિટાવી દઈશ.' શકરાજે વિગતેથી બધું કહ્યું. | ‘શકરાજ ! રાજા પોતે ખરાબ હોય છે, એના કરતાં એના સેવકો એને વધુ ખરાબ કરે છે. બૈરૂતની ખ્યાતિએ અન્ય સેવકોને ભારે ઈર્ષાળુ બનાવ્યા છે. શાંતિ રાખો શકરાજ !' મહાત્માએ કહ્યું, ‘રાજનીતિ વેશ્યાની જેમ અનેક રૂપ ધારણ કરનારી છે. જે થાય છે તે સારા માટે એમ સમજીને ચાલો.” મહાત્માજી ! હવે આપે રાજમહેલમાં જ નિવાસ કરવો પડશે. કારણ કે પળેપળ મહત્ત્વની વાત છે. સાંભળ્યું છે કે મારા માટે અને મારા મિત્ર પંચાણું ખંડિયા શાહી રાજાઓ માટે હુકમો છૂટવાની તૈયારી છે.' મહાત્માને આ માગણી યોગ્ય લાગી. મઘા સાથેના પ્રસંગ પછી એ ખંડ ભારે ભારે લાગતો હતો. માણસ સ્નેહથી પાપાચરણમાં જેટલો પ્રવૃત્ત થાય છે, તેટલો દેષથી થતો નથી ! મહાત્માએ વિનંતીને સ્વીકારી લીધી. શકરાજ મહાત્માએ કહેલાં વાક્યોને ફરી ફરી ગોખી રહ્યો, ‘રાજનીતિ વેશ્યાની જેમ અનેકરૂપ ધારણ કરનારી છે. જે થાય છે તે સારા માટે થાય છે એમ સમજીને ચાલ.” આ વખતે શકરાજે દૂર દૂર નજર નાખી. તેમણે જોયું કે એક ઘોડેસવાર વીજળીને વેગે આવી રહ્યો છે. શકરાજ એને નીરખી રહ્યા. મહાત્મા નકલંક એના પગલામાં ભાવિના ભણકારા સાંભળી રહ્યા. ધડીમ ધડીમ ! જાણે કોઈ અદૃશ્ય ભાવિ એનાં પગલાંમાં ધડાકા કરતું હતું. આખરે એ નજીક આવી પહોંચ્યો. અસવારે નખશિખ કાળો પોશાક પહેર્યો હતો. ફક્ત બે આંખો બહાર દેખાતી હતી. 342 | લોખંડી ખાખનાં ફૂલ શહેનશાહ તરફથી કોઈ તાકીદનો હુકમ લઈને ક્વચિત્ આવતો આ કાળો અસવાર હતો, પણ એ જ્યારે આવતો ત્યારે ભયંકર ફરમાન કે હૃદયદ્રાવક વર્તમાન લઈને આવતો. પાણીના પેટાળમાં રહેલ વડવાનલ જેવો એ હતો. આ અસવારને પસાર થતો જોતાં જ શકસુંદરીઓ મુગલીની જેમ ફફડી ઊઠતી, એ દોડીને ઘરના અંધારા ઓરડામાં ભરાઈ જતી, ને આગામી આફતથી બચાવવા પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવા લાગતી. બાળકો આ કાળા અસવારને નીરખી રડતાં છાતાં રહી જતાં. ને દોડીને ઘરમાં જઈ માતપિતાની ગોદમાં છુપાઈ જતાં. રાજના ધનુર્ધર યોદ્ધાઓનાં હૈયાં પણ આ અસવારના દર્શનથી સ્પંદન અનુભવતાં. તેઓ પોતાનાં શસ્ત્રાસ્ત્ર તૈયાર કરતા અને આવી રહેલી કપરી ઘડીની રાહ જોતા બેસતા. જે રસ્તેથી કાળો અસવાર ઉતાવળો પસાર થતો, એ રસ્તા પરથી ખેતરોમાંથી ખેડૂતો ઉતાવળા ઉતાવળા ઘર ભણી ચાલ્યા આવતા. લોકો કંઈક અજબ-ગજબની નવાજૂનીની આશંકામાં ચોરે ને ચૌટે ટોળામાં એકઠાં મળતાં. ખેતી સૂની પડતી; ઢોરઢાંખર હરાયાં બનતાં. કોઈ જુવાનનું અકાળ મોત થયું હોય અને બધા ડાઘુ એકઠા થઈને બેસે, એમ ચોરે ને ચૌટે ઠેરઠેર આવાં દૃશ્યો જોવા મળતાં. વેપારીઓ આફતના અવતાર સમા કાળા અસવારને જોતાં જ ટપોટપ દુકાનો બંધ કરી દેતા અને સોનું, રૂપું કે રોકડ લઈ જઈને ભોંમાં ભંડારી દેતા. કાળા અસવારનો શીરીન નદીના જળમાં પડછાયો પડ્યો કે નૌકાના સ્વામીઓ ને નાવિકો બધું મૂકીને ગામ તરફ દોડી જતા. કાળા અસવારને જોઈને આખા પ્રદેશમાં એક સન્નાટો પ્રસરી જતો. મીનનગરની શેરીઓ વચ્ચેથી કાળો અસવાર પસાર થઈ ગયો. સહુના જીવ તાળવે બંધાઈ ગયા. લોકોને યમરાજનો આટલો ડર ન લાગતો. કારણ કે યમરાજ માંદાને, રોગીને, દમહેલને લઈ જતાં પણ આ તો સાજાંતાજાને અને જીવતાજાગતાને ઉપાડી જવાના આદેશ લઈને આવતો. મધુર રવે ટહુકાર કરતાં પંખી જેમ બિલાડાને જોઈ ચૂપ થઈ જાય એમ, રાજમહેલના કર્મચારીઓ આ કાળા ઓછાયાને જોઈ ચૂપ થઈ ગયા હતા. કોઈ યંત્રકારે હાલતાં-ચાલતી કીકીઓવાળી પ્રતિમાઓ ઘડી હોય એમ બધા સ્તબ્ધ ઊભા રહી ગયા હતા. કાળો અસવાર 343 Page #183 -------------------------------------------------------------------------- ________________ કાળા ઘોડા પરથી કાળો અસવાર કૂદીને રાજમહેલનાં પગથિયાં પાસે નીચે ઊતર્યો. ખૂબ કદાવર આ અસવાર દેખાતો હતો અને વધુ પડધંચ દેખાવા માટે એણે કાળાં પગરખાંમાં ઊંચી એડી નાખી હતી ને મસ્તક પરના ટોપ પર શુકનિયાળ પક્ષી હુમાનું કાળું પીંછું ઘાલ્યું હતું. અસવારને જોયો ને શકરાજનું મોં પડી ગયું અને મહાત્માની વાણી યાદ આવી. શકરાજ કાળા અસવારના સ્વાગતે આગળ વધ્યા. કાળો અસવાર ખૂબ દમામભેર પગથિયાં ચઢતો હતો. એના મસ્તકનો ટોપ ઊંચો હતો. એ જાણે આકાશની સત્તાને પણ પડકાર આપતો હતો. એના પગની એડી જાણે પૃથ્વીને દબાવતી હતી. શકરાજની પાછળ મહાત્મા નકલંક ચાલ્યા, પણ એમના પગલામાં સ્વસ્થતા હતી; આગામી ભયની ધ્રુજારી નહોતી, ભયને નાથવાની તૈયારી હતી. આગળ ચાલતા બાળકને પાછળ ચાલતા પિતાનો પડછાયો રશે એમ શકરાજની પાછળ મહાત્મા શાંતિની છાયા ઢોળતા ચાલતા હતા, કાળા અસવારે. શકરાજ પાસે આવી નમન કર્યું; ‘શક શહેનશાહની જય' બોલી પોતાના લાંબા કાળા ઝભ્ભામાં હાથ નાખ્યો. શકરાજ ના પગ સંદેશામાં ધ્રૂજી રહ્યા. શક શહેનશાહના કઠોર શાસનથી સહુ સુપરિચિત હતા. એ શાસનમાં ગુનેગાર તરફ કે શંકિત માણસ તરફ જરાય દયામાયા દાખવવામાં આવતી નહીં, અસવારે ઝભામાંથી એક કાળો વસ્ત્રલેખ કાઢ્યો, એમાં રૂપેરી અક્ષરે કોઈ સંદેશ લખાયેલો હતો. કાળાતે એ લેખને પૃથ્વી પર ફેંક્યો અને તરત જ કમર પરથી કટારી કાઢી એના પર ઘા કર્યો. લેખસંદેશને બરાબર મધ્યમાંથી વીંધીને કટારી અડધોઅડધ જમીનમાં ઊતરી ગઈ. શકરાજે જોયું કે કાળા દૂતની કમર પર કટારીની હારમાળા બાંધેલી હતી. દરેક કટારી પ્રત્યેક સંદેશાનું પ્રતિનિધિત્વ કરતી હતી. અરે ! ન જાણે આજ કોના કોના પર તવાઈ ઊતરવાની હશે ! કાળો અસવાર કટારીથી લેખસંદેશને વીંધીને સ્વસ્થ ઊભો રહ્યો. નિયમ પ્રમાણે શકરાજે સંદેશો ગ્રહણ કરીને જવાબ આપવાનો હતો. સામાન્ય માણસ જેમ કાળા સર્પને પકડવા જતાં ધ્રુજે, એમ શકરાજ સંદેશ ગ્રહણ કરતાં ધ્રૂજી રહ્યા. આ વખતે મહાત્મા આગળ વધ્યા; એમણે કટારી સાથે લેખસંદેશ ખેંચ્યો ને વાંચવા માંડ્યા. લેખસંદેશામાં લખ્યું હતું કે - ‘શક શહેનશાહ મીનનગરના શકશાહીને અને તેના પડખિયા ૯૫ ખંડિયા શશાહીઓને માટે આ હીરાકટારી ભેટ મોકલે છે. સંજીવની રોપની માગણી, ભારતથી મહાત્માનું આગમન, એ મહાત્મા દ્વારા મંત્ર-તંત્રની સિદ્ધિ, ધનુર્ધરોની કેળવણી, નવા પ્રાસાદનું બાંધકામ, વગેરે અનેક બાબતો તમારા ગુનાઓની કાળી કિતાબમાં ઉલ્લેખ પામી ચૂકી છે. તમારી પ્રજા તરફ શહેનશાહને પૂરો ભરોસો છે. અમલદારો તો જેની સત્તા હોય એની પાછળ પાછળ ચાલનારા હોય છે, માટે કોઈ પણ અવ્યવસ્થા કે અવિશ્વાસના ખરા ગુનેગાર શાહીઓ જ છે. તેઓએ એકત્ર મળીને શહેનશાહ સામે બંડ જગાડવાનું કાવતરું કર્યું છે. એક શહેનશાહનું ફરમાન છે, કે આ કટારી અને આ સંદેશપત્ર મળતાં તેઓએ પોતાનું મસ્તક કાપીને શેકે દરબારમાં ટૂંક સમયમાં પેશ કરવું. આ હુકમના પાલનમાં લેશ પણ બેદરકારી બતાવવામાં આવશે, તો વંશવારસો સાથે શકશાહીઓનો નાશ કરવામાં આવશે, સારું તે તમારું.' શકરાજ લેખસંદેશ સાંભળી રહ્યા. તેઓ તરત કંઈ જવાબ આપી ન શક્યા. કાળા અસવારે વાદળની ધીમી ગર્જના જેવા કંપતા સ્વરે કહ્યું, ‘જવાબ? જવાબમાં કંઈ કહેવાનું ન હોય તો ત્રીજે દિવસે હું બધાં મસ્ત કો લેતો લેતો પાછો ફરીશ.” ‘અમારું મસ્તક પણ એ જ દિવસે હાજર હશે.’ શકશાહીએ મહામહેનતે કહ્યું, એ આ કાળા અસવારને નજરથી દૂર કરવા માગતા હતા. | ‘બહુ સારું, વિદાય લઉં.’ કાળા અસવારે પૂંઠ ફેરવતાં કહ્યું. એની પાસે બીજા પંચાણું શાહીઓ માટે સંદેશા અને કટારીઓ હતી. એ ધબધબ કરતો પગથિયાં ઊતરી ગયો અને તરત છલાંગ મારીને અશ્વ પર સવાર થયો. ફરીવાર કોઈ કાળો નાગ શેરીઓ ચાતરતો ચાલ્યો જાય, એમ એ શેરીઓ અને ધોરી માર્ગ વીંધતો ચાલ્યો ગયો. 344 3 લોખંડી ખાખનાં ફૂલ કાળો અસવાર 1 345 Page #184 -------------------------------------------------------------------------- ________________ 46 જિંદગી હારવા માટે નથી આખા ગામમાં સોપો પડી ગયો. લોકો ઘર બંધ કરીને બેસી ગયા. કર્મચારીઓ અને સેનાપતિઓ દૂર દૂર ખસી ગયા. સ્નેહી-સ્વજનો પણ ખૂણેખાંચરે ભરાવા લાગ્યો. શક શહેનશાહે જેને સજા કરી હતી એ શકરાજ એકલો પડ્યો; એકલવાયો થઈ ગયો. એણે ચારેબાજુ નજર કરી. પોતાનું કહી શકાય તેવું કોઈ ત્યાં નહોતું. જેમ આખો સંસાર માણસને છોડી દે, પણ એનો પડછાયો એને ન છોડે એમ મહાત્મા નકલંક એની પાછળ શાંતિથી ઊભા હતા. શકરાજે એમના તરફ જોતાં કહ્યું, ‘મહાત્માજી ! કઈ પળે મને સંજીવની રોપ મંગાવવાની કુમિત સૂઝી ! અરે, દીર્ધાયુષી તો થવાયું નહિ અને ઊલટું કમોતે મરવાનું આવ્યું.’ ‘શકરાજ, જે થાય તે સારા માટે જ સમજો. વિપત્તિમાં જ માણસનું હીર પરખાય છે. શહેનશાહની સંદેશકટારી શું તમારા જીવનસુવર્ણને માટીમાં મેળવી દેશે ?' મહાત્માએ કહ્યું. ‘સ્વામીના હુકમને તાબે થવું અનિવાર્ય છે.' શકરાજે કહ્યું.. અરે ! પણ સ્વામી કેવો ? વાત વાતનો વહેમી અને હુકમ પણ કેવો ? સાવ અન્યાયી !' ‘સત્તા આગળ શાણપણ નકામું છે.’ શકરાજે કહ્યું. ખોટી વાત છે. શાણપણ પાસે સત્તા નિરર્થક છે.’ ‘મહાત્માજી ! સત્તાને સહુ સર્વસ્વ માની બેઠા છે. ધર્મ તો સાવ કથીર બન્યો છે. ધર્મ-કર્મની વાતો ત્યાં સુધી જ ચાલી શકે છે, જ્યાં સુધી સત્તાનો સુસવાટો આવ્યો ન હોય. આપે જોયું નહિ ? યુવરાજ પણ મારાથી આઘો ખસી ગયો છે. મારા સેનાપતિઓ મને મોં દેખાડતા નથી. પ્રજાજનો તો જાણે મારું પ્રાણપંખેરું ઊડી ગયું હોય એમ માની બેઠા છે. મને તો મરવા પહેલાં મોત આવી ગયું.' શકરાજે કહ્યું. ચિંતા ન કરો, રાજવી ! હું તમારી પડખે છું.’ મહાત્માએ કહ્યું, ‘હું સત્તાની સામે બાકરી બાંધનારો છું. બાજ પર ચકલીઓને ચલાવનાર છું. એકને એક લાખ સાથે બાથ ભિડાવનાર છું.’ શું આપ મારી પડખે છો ?' શકરાજને ઉત્સાહ વ્યાપી ગયો, પણ બીજી પળે એ નિરુત્સાહમાં પલટાઈ ગયો. એણે કહ્યું, ‘આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવાશે?” ‘દેવાશે. રાજન ! હિંમત ન હારો ! દઢ નિશ્ચય કરો.' મહાત્માએ આટલું બોલી પોતાનાં બંને નેત્રો શકરાજ પર સ્થિર કર્યો. એ નેત્રોમાંથી કોઈ અદૃશ્ય જ્યોત નીકળી રહી હતી, જે શકરાજના હારેલા હૈયા પર ચેતન પાથરતી હતી. અરે ! આખો સંસાર પૂંઠ ફેરવી જાય, તોપણ મહાત્મા જેને પક્ષે છે. એની જીત છે.’ કોઈ મીઠો રૂપેરી ઘંટડી જેવો અવાજ આવ્યો, કોણ છે એ ?' ‘મઘા !' શકરાજથી શરમ રાખતી મા આજ ખુલ્લા મોંએ સામે આવીને ઊભી રહી, ‘વાહ રે મઘા ! શું તને મોતનો ડર લાગતો નથી ?' શકરાજે કહ્યું. આ યુવતી એને આજ સુધી નગણ્ય લાગી હતી; આજ એની ગણના થઈ રહી. ‘જ્યાં મહાત્મા ત્યાં મઘા. મહાત્મા હોય ત્યાં મઘાને મોતનો પણ ડર નથી લાગતો. મરવું તો એક વાર જ છે. જો !' મઘા બોલી ને આગળ વધી, આજ સુધી એ કદી આમ શકરાજના સામે આવીને ઊભી રહી નહોતી. | ‘વાહ ! સાવ એકલવનાયા બની બેઠેલા મારા જગતમાં છેવટે બે માણસની પણ વસ્તી છે ખરી !' શકરાજે કહ્યું, એમના મોં પરથી દીનતા સરી ગઈ, ‘મરતાંય મીઠાશ લાગશે, કાં મળી ?” ‘કોને મરવાનું છે ? અરે ! અમે મહાત્મા નકલંકના શિષ્યો-શક ધનુર્ધરો-સ્વામી કાજે શર આપતાં પાછી પાની નહિ કરીએ.’ આમ બોલતી બોલતી શક ધનુર્ધરોની એક પંક્તિ પાછળ આવીને ગોઠવાઈ ગઈ. ‘ઓહ ! આટલા શુરવીરો હજી મારા પડખે રહેવાની હિંમત ધરાવે છે ! તો શું મારે શહેનશાહની સામે થવું ? ના, ના. એ કરતાં મરવું બહેતર છે.’ શકરાજે જિદગી હારવા માટે નથી 1 347 Page #185 -------------------------------------------------------------------------- ________________ હુકમને અન્યાયી લેખવા છતાં હુકમ કરનાર તરફ પોતાની વફાદારી પ્રગટ કરી. મરવું પણ નહિ, મારવું પણ નહિ; માત્ર પોતાનો માર્ગ કરવો શકરાજ ! સિંહ અને સત્પરુષોને માટે તો અપાર ધરતી પડી છે. કૂવાના દેડકા ન બનો. ગગનવિહારી ગરુડરાજ થાઓ. આ દેશ છોડી દો. મારી સાથે ચાલો, હૈયું, કટાર અને હાથ સાબૂત હશે તો આવાં સો રાજ્ય સર્જાવી શકશો. મહાત્માએ સંક્ષેપમાં ભાવિનો પંથ કહ્યો. એકેએક શબ્દ વિધાતાના લેખ જેવો સમર્થ હતો. મારે દેશયાગ કરવો ? દેશયાગ એ જીવત્યાગ જેટલું જ કપરું કામ છે. આ માટીમાંથી દેહ સર્જાયો છે અને આ માટીમાં જ દફનાય; એ મારી અંતરની ઇચ્છા ‘રાજન્ ! ક્યારે ક ખેતરની ઇરછાઓને દાબવી પડે છે. અવિચારી રાજાઓના અન્યાયથી દુભાયેલા તમે એકલા નથી. તમારી જેમ બીજા પણ છે.' મહાત્માએ શકરાજને સમજાવવા માંડ્યા. તેઓ તેમને સત્ય હકીકતથી વાકેફ કરવા માગતા હતા. મારા જેવા બદનસીબ બીજા કોણ હોય ?' મહાત્માજી પોતે !' મઘા વચ્ચે બોલી ઊઠી. એનાથી રહેવાયું નહીં. ‘શું મહાત્માજી મારા જેવા છે ?” શકરાજને આશ્ચર્ય થયું. ‘સંભવી ન શકે. પ્રેમના અવતાર, ડહાપણના દરિયા, વિદ્યાના સ્વામી મહાત્માના દુશ્મન કોણ હોય?* ‘દુનિયામાં કશું અસંભવ નથી. કામીને મન કશું પવિત્ર નથી. ગાંડા હાથીને મન દુનિયાનો સંત કે માટીની ટેકરી બંને સરખાં છે.' મહાત્માએ કહ્યું. ઓહ ! તો શું આપને પણ જિગરના ઘા પડેલા છે ?' શકરાજે કહ્યું. સંસાર તો સુખ-દુઃખનું સંમિશ્રણ છે. દુઃખ તો રહેવાનું જ છે, એને સુખે રૂપે સમજવાની વૃત્તિ કેળવો એટલે એ કઠોર નહિ લાગે. કેટલાક ઘા છુપાવ્યા સારા છે. શકરાજ , એટલું જાણી લો કે તમારા કરતાંય ભયંકર અન્યાય પામેલો હું છું.” મહાત્માએ સ્પષ્ટ કર્યું. ‘હજારોને ન્યાય કરનારા તમને અન્યાય ? અરે ! એ અન્યાય મિટાવવા મારાં રક્તમાંસ આપને અર્પણ છે. મારું તો જે થશે તે, પણ આપની યત્કિંચિત્ પણ સેવા કરી શકીશ તો મને મરતાં દુઃખ નહિ થાય.’ ધન્યવાદ રાજન ? આજ હું સાધુવેશમાં નથી, પણ હું સાધુ છું. ચાલતાં ચાલતાંય પગ નીચે કીડી ચંપાઈ ન જાય તેની સંભાળ રાખનાર ધર્મનો ઉપાસક છું. વેરી તરફ પહેલું વહાલ, એ મારું ધર્મસૂત્ર છે. પણ પ્રસંગ એવો બન્યો છે, કે બધું 348 3 લોખંડી ખાખનાં ફૂલ પાણીમાં ! તમે મારી મદદ માગો, હું તમારી મદદ માગું, એવો ઘાટ થયો છે. વૈદ્ય પોતાની દવા પોતે કરી શકતો નથી. એને અન્યનું અવલંબન લેવું પડે છે.” મહાત્માએ કહ્યું. ‘તો શું કરવું ? મારી જીવનરસા ને આપની ન્યાયરક્ષા માટે મારે શું કરવું? આદેશ આપો.' શકરાજે પ્રશ્ન કર્યો. ‘આ રાજ છોડી મારી સાથે ચાલો.' મારા પંચાણું શાહીઓનું શું ?' ‘એ તો જ્યાં રામ ત્યાં અયોધ્યા.' મહાત્માએ કહ્યું. “અરે, અમે પણ આ અન્યાયી શાસન છોડી દેવા માગીએ છીએ.’ મહાત્માના શિષ્ય બનેલા શક ધનુર્ધરોએ કહ્યું. ‘ઓહ ! માતૃભૂમિનો ત્યાગ ? અરે, અન્યાયીનો ત્યાગ ગમે છે, પણ જન્મભૂમિનો ત્યાગ ગમતો નથી, મરવું તો છે જ , શક પ્રજાને માટે હીરાકટારી સન્માનરૂપ છે.” શકરાજે કહ્યું. એને પોતાની માતૃભૂમિને છોડવા કરતાં મોત વિશેષ પસંદ હતું. આવા પ્રસંગે કોઈ શક પ્રજાજને હીરાકટારી ખાતાં લેશ પણ ન અચકાતો. શું દીવા પર જેમ પતંગ બળી મરે છે, એમ નિરર્થક પ્રાણ આપ વેડફી દેશો? આ શક્તિ, આ સામર્થ્ય, આ ડહાપણ એમ જ રોળાઈ જવા દેવા માટે છે ?” મહાત્માએ ફરી નિરાશ શકરાજને ઉત્સાહિત કરવા માટે કહ્યું, ને આગળ બોલ્યા, ‘રાજન્ ! વાદળ ઘેરાયાં છે. વીજ ળીઓ ચમકે છે. વાદળને વરસી જવા દો. વીજળીઓને ઝબકી જવા દો. જરા જાત સમાલીને આઘા ખસી જાઓ. ટૂંક સમયમાં જ આકાશ ચોખ્ખું થશે. સૂરજનાં અજવાળાં વેરાશે. સાચા-ખોટ પરખાઈ જશે. જિંદગી હારવા માટે નથી, દેહ વ્યર્થ ફગાવી દેવા માટે નથી.’ શું આકાશ ચોખ્ખું થશે ખરું ? ‘અવશ્ય. સંસારનો કાયદો છે; જે મેલું થાય છે, તે ચોખ્ખું થાય છે. જે ચોખું થાય છે, તે મેલું થાય છે. આજે જ તૈયારી કરો. ચાલો, મારા દેશમાં. તમારા પરાક્રમના સૂર્યને ત્યાં ચમકાવો. પછી જોજો કે શક શહેનશાહ આપોઆપ તમારું, સન્માન કરશે. તમને અહીં આમંત્રશે.' મારો દેશ તજી દઉં ?’ શકરાજનું મન માનતું નહોતું. ‘દેશ શું ? આ સંજીવની ગ્રંથ તો કહે છે કે, કુળને માટે કુળનો ત્યાગ કરવો. જનપદ માટે ગામનો ત્યાગ કરવો, પણ પોતાના પ્રાણની રક્ષા માટે જરૂર પડે તો પૃથ્વીનો પણ ત્યાગ કરવો. વળી કહ્યું છે કે આપત્તિકાળ માટે ધનની રક્ષા કરવી, ધન વડે સ્ત્રી આદિની રક્ષા કરવી. પણ પોતાની તો ધન તથા સ્ત્રીથી રક્ષા કરવી. જિંદગી હારવા માટે નથી D 349. Page #186 -------------------------------------------------------------------------- ________________ હે રાજન ! જીવતો નર ભદ્રા પામે. નીતિ કહે છે કે બળવાનથી પરાભવ પામેલા પુરુષ પરદેશમાં ચાલ્યા જવું ને પ્રાણની રક્ષા કરવી. કારણ કે પ્રાણ હશે તો બધું પાછું આવી મળશે.' મહાત્માએ સંજીવની રોપનાં કેટલાંક સૂત્રો કહ્યાં. ‘તો આપની સલાહ મુજબ મારે પ્રાણરક્ષા કરવી, અને તે માટે મારા દેશનો ત્યાગ કરવો ?' શકરાજે ફરી પ્રશ્ન કર્યો. ‘અવશ્ય. કહ્યું છે કે, આપત્તિ આવી પડતાં બુદ્ધિમાન માણસે ધીરજનો ત્યાગ ન કરવો. ધીરજથી માણસ વહી ગયેલાં પાણી વાળી લાવે છે. સમુદ્રમાં વહાણ ભાંગી જતાં વહાણવટીઓ સમુદ્રને ભુજાબળથી તરવા મથે છે. એમ ને એમ મોત સ્વીકારતા નથી, જુલમ કરનાર કરે. એ ગુનેગાર જરૂર છે; પણ જુલમ સહન કરનાર એનાથી વધુ ગુનેગાર છે.’ મહાત્માએ ફરી ફરી દેશત્યાગની વાત કરીને મક્કમ કરવા માંડી. ‘મારે દેશત્યાગ કરવો એમ જ આપ સલાહ આપો છો ?' શકરાજ કંઈ નિર્ણય કરી શકતા નહોતા. અવશ્ય. અભિમાની, કાર્યાકાર્યને નહિ જાણનાર, અવળે માર્ગે ચઢી ગયેલા પિતા કે ગુરુનો પણ ત્યાગ કરવામાં પાપ નથી; પછી સ્વામીની તો શી વાત ?’ મહાત્માએ કહ્યું. “ઓહ ! દેશત્યાગ !’ શકરાજ વળી વિચારમાં પડી ગયા. મહાત્માએ કહ્યું, ‘હે રાજન્ ! વીતતી દરેક પળ આસ્તિનાસ્તિ લઈને આવી રહી છે. સતત નિર્ણય થવો ઘટે. નહિ તો તળાવમાં રહેલાં ત્રણ માછલાંઓની ગતિ પામશો.' ‘મને એ કથા કહો,’ શકરાજે વિપત્તિનું ઓસડ વાર્તામાં દીઠું. મહાત્માએ વાર્તા શરૂ કરી. ‘એક જળાશય હતું. એમાં નાનાં-મોટાં અનેક માછલાં રહેતાં હતાં. એમાં ત્રણ મત્સ્યો આગેવાન હતાં; એકનું નામ અગમચેતી હતું. બીજાનું નામ સમયસૂચક હતું. ત્રીજાનું નામ યદ્ભવિષ્ય હતું. એક વાર સંધ્યાટાણે ત્યાંથી કેટલાક માછીમારો નીકળ્યા. તેઓએ આ જળાશય જોયું અને બોલ્યા. ‘અરે ! આ પાણીનો ધરો તો આપણી નજરમાં પણ હજી આવ્યો નથી! કેટલાં માછલાં છે ? અરે, અત્યારે તો રાત પડવા આવી છે. સવારે આવીને આપણે આ બધાને લઈ જઈશું.' 350 – લોખંડી ખાખનાં ફૂલ માછીમારો આ વાત કરતા કરતા ચાલ્યા ગયા. સંધ્યાના સુંદર સમયે શીતળ પાણીમાં માછલાં રમતાં હતાં. તેઓને કાને આ વાત ન પડી પણ પેલા ત્રણ આગેવાનોએ આ સાંભળ્યું. આ વખતે અગમચેતી મત્સ્ય કહ્યું, ‘અરે ! તમે પેલા માછીમારોની વાતો સાંભળી ? મને ડર લાગે છે. આપણું મોત આવ્યું સમજો. મેં ડાહ્યા માણસો પાસેથી સાંભળ્યું છે કે શત્રુ બળવાન હોય ને આપણે શક્તિમાન ન હોઈએ તો બીજે ચાલ્યા જવું અથવા બળવાન રાજનો આશ્રય લેવો. આ સિવાય બીજી ગતિ નથી. માટે પ્રભાત થાય ને પેલા માછીમારો આપણા મોતનો ગાળિયો લઈને આવી પહોંચે તે પહેલાં ક્યાંય ચાલ્યા જવું બહેતર છે.' આ સાંભળી સમયસૂચક નામનો મત્સ્ય બોલ્યો, ‘સમય ઓળખતાં શીખો, એવું ડાહ્યા પુરુષોનું વચન મેં સાંભળ્યું છે. ભાઈ અગમચેતીએ બરાબર કહ્યું છે. ભયને દૂરથી પિછાણવો જોઈએ. અને બળવાન શત્રુ હોય તો તેનાથી બચી જવું જોઈએ. કપટીઓ, નપુંસકો, કાગડાઓ, બાયલાઓ ને મૃગો પરદેશ જવાથી ડરનારા છે. અને તેઓ પોતાના દેશમાં મરણ પામે છે. જે સર્વત્ર ગતિ કરી શકે એમ છે, તે દેશમાં રાગ રાખીને શા માટે નાશ પામે ? બાયલા લોકો જ ‘આ બાપનો કૂવો છે' એમ કહીને ખારું પાણી પીએ છે. માટે હું તમારી સાથે આવવા તૈયાર છું.' આ સાંભળી યદ્ભવિષ્ય મત્સ્ય ખડખડાટ હસતો, આ બંનેની મશ્કરી કરતો બોલ્યો, ‘તમે બંને કાયરો છો, વળી સ્વદેશની પ્રીતિ વગરના છો. કોઈની ધમકીથી શું આપણે પ્યારા પિતૃદેશ ને વહાલી માતૃભૂમિથી દેશવટો લેવો ? અરે, મોત મોત શું કરો છો ? જો આયુષ્યબંધ પૂરા થયા હશે તો જ્યાં જશો ત્યાં આવીને મોત તમને પકડી લેશે. જુઓ, મેં ડાહ્યા માણસો પાસેથી સાંભળ્યું છે, કે ભલે અનાથ હોય, પણ દૈવથી સનાથ હોય તો તે બચે છે. એને ઊની આંચ પણ આવતી નથી. જે દૈવથી તરછોડાયેલું હોય, તે ગમે તેવું સનાથ હોય પણ નાશ પામે છે. વનમાં તજાયેલાં અનાથ બાળક જીવતાં જોવાયાં છે, ને ઘર મહેલમાં સચવાયેલાં બાળક મૃત્યુ પામે છે. મને તો મારો પિતૃદેશ છોડવો ગમતો નથી. તમારે જવું હોય તો જાઓ.' અગમચેતી બોલ્યું, ‘પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા વિના જે અવિચારી રીતે સામે થાય છે, તે અગ્નિમાં પતંગિયાની જેમ નાશ પામે છે. અસમર્થ પુરુષોનો કોપ પોતાનો જ નાશ કરે છે. જેમ અગ્નિ પર ચડાવેલું પાત્ર બહુ તપતાં પોતાની જાતને જ બાળી નાખે છે.' યદ્ભવિષ્ય બોલ્યું, ‘હું એવી વાણી પર વિશ્વાસ કરતું નથી. એ જ ભૂમિમાં જિંદગી હારવા માટે નથી – 351 Page #187 -------------------------------------------------------------------------- ________________ હું તો રહીશ. જીવન આવે કે મૃત્યુ.” આ પ્રમાણે વાત સાંભળી અગમચેતી અને સમયસુચક બંને મત્સ્યો પોતાના પરિવાર સાથે એ જળાશય છોડી બીજા જળાશયમાં ચાલ્યાં ગયાં. પ્રભાતે વહેલા વહેલા માછીમારો ત્યાં આવ્યા ને ભવિષ્યને વીંધીને પકડીને લઈ ગયા અને સાથે તમામ બાકી રહેલા મત્સ્યોને પણ પકડતા ગયા અને જળાશય મત્સ્ય વિહોણું બની ગયું. મહાત્માએ વાત પૂરી કરી. એનો સાર કહેતાં કહ્યું, ‘શકરાજ ! અત્યારે તમારી સ્થિતિ પણ આ મત્સ્યોના જેવી છે. શું કરવું તેનો નિર્ણય તમારે કરવાનો રહે છે.' એક તરફ કાળા અસવારની ધાક અને બીજી બાજુ મહાત્માની અગમચેતીની અને જીવ બચાવવા દેશનો ત્યાગ કરવાની વાતે-બે વચ્ચે શકરાજ અને એના સાથીઓનું ચિત્ત ઝોલાં ખાઈ રહ્યું. શું કરવું એનો આખરી નિર્ણય કરવાનું કામ મુશ્કેલ હતું. 47 આખરી નિર્ણય શકરાજ પોતાના રાજપ્રાસાદની અટારીએ વિચારમગ્ન બનીને ખડા છે. સમય બહુ ઓછો છે, અને બહુ ભારે નિર્ણય લેવાનો છે. કાં તો મોત કાં જીવન; એનો ફેંસલો થવાની ઘડીઓ ગણાય છે. મહાત્મા નકલંક પણ સાથે છે. શકરાજ પોતાના અલકાપુરીસમા મનોહર મીનનગરને ધારી ધારીને નીરખી રહ્યા છે. એમની દૃષ્ટિ દૂર દૂર સુધી ફરી રહી છે, એમનું અંતર વિચારી રહ્યું છે. ‘કેવું સુંદર નગર ! ઓહ, અંતરના સ્નેહ સાથે બંધાયેલી આ દુનિયા અંતરની સાથે જ છૂટે ! આ રાજમાર્ગો, જ્યાં મારા પિતામહોએ પગલાં પાડ્યાં છે, આ દેવમંદિરો, જ્યાં એમણે અને અમે નિત્ય પ્રાર્થનાઓ કરી છે. આ ઉદ્યાનો, આ મહાલયો, જ્યાં તેઓ અને અમે અમારી ઊગતી વયમાં પ્રેયસીઓ સાથે ભમ્યા છીએ. અને આ સિંહાસન જ્યાંથી પ્રજાને અમારા પૂર્વજોએ અને અમે શીલ, સદાચાર ને સ્વદેશપ્રેમના પાઠ પઢાવ્યા છે. શું એ બધું છોડવાનું ?” શકરાજે ભારે હૈયે મહાત્માને કહ્યું, ‘આપે અગમચેતીની સુચક વાર્તાથી મને જે દોરવણી આપી છે, એ મિત્ર, ગુરુ અને હિતકારી વકીલ તરીકેની છે. પણ શું શહેનશાહના દિલમાં મારા ખુલાસાઓ કંઈ અજવાળું નહિ પાડે ? શું મારી ભૂતકાળની સુંદર કારકિર્દી પણ મારા પક્ષમાં નહિ બોલે ?” મહાત્માએ જવાબમાં કહ્યું, ‘શકરાજ ! આપણે સમાન સુખીદુઃખી છીએ. પોતાના દેશ અને પોતાનાં પ્રિયજનોને છોડવાં એ કેટલીક વાર જીવને ખોળિયું છોડવા જેવું કઠિન કામ છે; પણ નિરુપાયે બધું કરવું પડે છે. મેં પણ એવું જ દુઃખ વેક્યું છે. મેં પણ સમજવા 352 D લોખંડી ખાખનાં ફૂલ Page #188 -------------------------------------------------------------------------- ________________ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ આખરે મને લાગ્યું કે કદાચ પૃથ્વીનો છેડો પ્રાપ્ત કરી શકાય, પણ રાજ કારણી પુરુષોના મનનો છેડો કોઈથી જાણી શકાતો નથી. રાજકાજમાં એક વાર અવિશ્વાસ પેદા થઈ જાય, પછી સમજ માટેના તમામ પ્રયત્નો વિશેષ ગેરસમજના કારણ બને છે; અને આપણે વધુ ને વધુ નિર્બળ લેખાઈએ છીએ એ વધારામાં.’ ‘મેં તો મારી પ્રજા અને મારા શહેનશાહ-બંનેનું હિત કર્યું છે.' શકરાજે હૈયાવરાળ કાઢી. મહાત્માએ કહ્યું, ‘એ જ આપણી મુસીબતનું કારણ છે. રાજાનું હિત કરનારો લોકમાં દ્વેષપાત્ર થઈ પડે છે, અને દેશનું હિત કરનારાઓનો રાજાઓ ત્યાગ કરે છે. હાથી મદોન્મત્ત થાય તો વશ કરી શકાય છે, પણ રાજા મદોન્મત્ત થાય તો એને વશ કરતાં ઘણું ગુમાવવું પડે છે, સુકા ભેગું ઘણું લીલું બાળવું પડે છે.’ અરે ! શહેનશાહના દરબારમાં તો હું એમનો મિત્ર લેખાતો હતો.' શકરાજનો લાગણીતંતુ હજી શાંત થયો ન હતો. રાજન્ ! સ્વદેશયાગનો વિચાર કરતાં જે વેદના તમે અનુભવો છો, એવી હું પણ અનુભવી ચૂકેલો છું. બધા રાજાઓની હું વાત કરતો નથી, પણ કેટલાક રાજાઓ વિશે તો હું માનું છું કે અગર કાગડામાં પવિત્રતા સંભવે, સર્પમાં ક્ષમા સંભવે, મદ્ય પીનારામાં તત્ત્વવિચાર સંભવે, તો રાજામાં મિત્રતા સંભવે. રાજા કોઈનો મિત્ર નથી. એ મિત્ર ન હોય તો, શત્રુ જરૂર છે પણ શત્રુ ન હોય ત્યારે મિત્ર હોવાનો સંભવ નથી.' મહાત્મા શકરાજને સ્વદેશયાગ માટે તૈયાર કરી રહ્યા હતા. ‘આખા જીવનમાં આ દેશમાંથી થોડા સમય માટે પણ હું પરદેશમાં ગયો નથી, હવે એ કેમ શક્ય બનશે ? મહાત્માજી ! શહેનશાહની આ છરીને મારા મસ્તકની ભેટ ચઢાવી લેવા દો. મારા વારસો સુખે રાજ ભોગવશે.’ શકરાજે કહ્યું. અરે રાજન્ ! પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી દેવા જેટલા શુરવીર હોવા છતાં, આટલા બધા નાસીપાસ કેમ થાવ છો ? શું સિંહ પોતાના જંગલમાં જ સત્તા જમાવી શકે ? બીજા જંગલમાં એ સંચરી ન શકે ? રે ! દાઢ, ન ન પૂછનાં આયુધવાળો પરાક્રમી સિંહ તો જે વનમાં જાય ત્યાં એને માટે સ્વદેશ સર્જે છે. ધીર, સમર્થ ને બુદ્ધિશાળીને સ્વદેશ કેવો ને વિદેશ કેવો ? એ તો જે દેશમાં વાસ કરે, તે દેશ પર પોતાના બાહુબળથી વિજય મેળવે છે.” મહાત્માએ શકરાજને બરાબર પાનો ચઢાવ્યો. એમને એક પંથ અને દો કાજ જેવું હતું. શકરાજ બોલ્યા, ‘હું મારા શાહીઓનો સ્વતંત્ર મત જાણવા માગું છું. એમની 354 3 લોખંડી ખાખનાં ફૂલ પાસેથી આજે નિર્ણય લઈશ કે દેશયાગ કાં પ્રાણત્યાગ, બેમાંથી શું પસંદ કરવા યોગ્ય છે ?” શાહીઓ અને ધનુર્ધરો મહાત્માની વાણી સાંભળી રહ્યા હતા. તેઓએ ખૂબ ઊંચા અવાજે કહ્યું, ‘અમે યદ્ભવિષ્ય મત્સ્યની જેમ બાપના કુવામાં બૂડી મરવા માગતા નથી. પરદેશ જઈને પરાક્રમ પ્રસારીશું. આપણને માર્ગદર્શક તરીકે મહાત્મા જેવા મહાપુરુષ મળ્યા છે. શા માટે હાથે કરીને જીવ કાઢી નાખવો ? દેશ તો હજીય ફરી ફરી મળશે, પણ ગયેલો પ્રાણ ફરી ફરી નહિ મળે.' શાબાશ, મારા વીરો ! તમે સાથે હશો તો આપણે સ્વર્ગ પણ જીતી લઈશું.’ શકરાજ ઉત્સાહમાં આવી ગયા. ‘મહાનુભાવો ! મારી એક વાત સાંભળી લો. હું તમને હંમેશને માટે પરદેશમાં ઘસડી જવા માગતો નથી. એ તો ગાયથી વાછરડું છોડાવવા જેવી વાત છે. અને મારું શાસ્ત્ર તો વળી એમ કહે છે કે કોઈ પણ જીવ કોઈનો પણ નિતાંત વેરી કે નિતાંત મિત્ર નથી. પરિસ્થિતિ મિત્ર યા શત્રુ બનાવે છે ને પરિસ્થિતિ પલટાતાં બધું પલટાઈ જાય છે. યાદ રાખો કે આજે તમારું મસ્તક માગનાર એ જ શહેનશાહ એક વાર તમને સ્વદેશ પાછા ફરવાનું માનભર્યું નિમંત્રણ પાઠવશે, સત્ય કદી પણ છૂપું રહેતું નથી !' | ‘અમે મહાત્માજી કહે ત્યારે ને કહે ત્યાં પ્રસ્થાન કરવા તૈયાર છીએ. એ અમારા મિત્ર, ગુરુ ને વડીલ છે.’ બધેથી એકસરખો અવાજ આવ્યો. મહાત્માએ કહ્યું, ‘હું તો અહીં તમને નિમંત્રણ આપવા જ આવ્યો હતો. સમય વગર સારું કામ પણ વણસી જાય, એ રીતે યોગ્ય તકની રાહ જોતો હતો. મારું તમને ભારત આવવાનું આમંત્રણ છે. બાકી તો મિત્ર અને શત્રુની બાબતમાં એક નીતિવાક્ય યાદ રાખજો કે ઘણીવાર માણસ શત્રુ દ્વારા થાય છે ને મિત્ર દ્વારા માર ખાય છે. મારા માટે તો મિત્ર કે શત્રુનો કોઈ સવાલ નથી, પણ અનુભવ કહું તો મારા મિત્ર મારા શત્રુની ગરજ સારી છે, ને જે શત્રુ જેવા લેખાય તેઓએ મિત્રનું કામ કર્યું છે. ભારત આવવાનું તમને મારું નિમંત્રણ છે.’ ‘અમે તૈયાર છીએ, આપની આજ્ઞાની જ વાર સમજો !' બધા એક સાથે બોલી ઊઠ્યા. ‘હું પણ તેયાર છું.’ મઘા બોલી ઊઠી. એ અત્યાર સુધી ચૂપ બેઠી હતી. મઘા ! મઘા ! તારું ભાવિ અહીં રહેવાનું છે.' મહાત્માએ તેના તરફ નેહભરી નજર નાખતાં કહ્યું. આખરી નિર્ણય 355 Page #189 -------------------------------------------------------------------------- ________________ “કાં ? હું પણ મહાત્માનું વાછરડું છું, ગાય ત્યાં વાછરડું !' મઘા ! મોતનું ફરમાન લઈ આવનાર પુરુષને તેં ઓળખ્યો ?* મહાત્માએ ‘એને ક્યાંથી ઓળખું ? શહેનશાહના દરબારમાં હું કદી ગઈ નથી.’ મઘા બોલી, ‘શકરાજનાં ન્યાય અને પ્રેમ એવાં હતાં કે અમે શક શહેનશાહને પણ ભૂલી ગયાં હતાં.’ મઘા ! સંદેશાવાહકને જર પણ ન પિછાન્યો ?' મહાત્માએ ફરી પૂછ્યું. ‘ના. લેશ પણ નહિ. એને પિછાનવાની મને દરકાર પણ શા માટે ?” ‘બૈરૂતની દરકાર તો ખરી ને ?” ‘જરૂ૨. મને એ ગમે છે, છતાં એની ઓશિયાળી હું નથી. એ ભલે ત્યાં દરબારમાં રહ્યો. હું તો તમારી સાથે જ આવીશ, અને શકરાજની મારાથી બનશે તે સેવા બજાવીશ.' ‘શકરાજની સેવા બજાવવા તારે અહીં જ રહેવાનું છે.' મહાત્માએ નવી જ વાત કરી. ‘શકરાજ ત્યાં અને એમની સેવા અહીં ? ન બને. હું તો ઘડીભર પણ અહીં રહેવા માગતી નથી. બેરૂત આવી પહોંચશે એને ગરજ હશે તો...’ મઘા બોલી. ‘બેરૂત અહીં આવી ગયો, આપણને મળી પણ ગયો.' શું કહો છો ? ક્યારે આવ્યો ?' મઘા બોલી, બીજા બધા પણ તેના સૂરમાં સૂર પુરાવી રહ્યા. ‘કાળા અસવારને નીરખ્યો હતો ને ?' આવો બેવફા નીવડે એ ળઆથ એ જાજરમાન સ્ત્રી સહી શકતી નહોતી. | ‘હા, પેલા સિંહ અને ઊંટની વાત જેવું બન્યું છે. ઊંટને વગર તલવારે હલાલ કરી નાખ્યો, એમ બૈરૂતનું થયું. એ બિચારો ફસાઈ ગયો છે.' ‘તો મહારાજ ! બૈરૂતનો આજથી ત્યાગ. એના પુત્રનો પણ આજથી ત્યાગ. એની સેજ આજથી મારે માટે અસ્પૃશ્ય ! એવા પુરુષનો માળો હું ન બાંધું.' મથા ઉશ્કેરાઈ ગઈ હતી. એણે ગુલ્મ તરફ પણ એક ક્રોધભરી નજર નાખી, જાણે બૈરૂતના પાપની એ પ્રતિમૂર્તિ ન હોય ! ‘મા ! લાગણીવશ ન થા. પરિસ્થિતિને બરાબર તપાસતી રહે અને સમજતી રહે. અને જે કર્તવ્ય પ્રાપ્ત થયું હોય તે બરાબર બજાવ !' ‘કર્તવ્ય જરૂર બજાવીશ, પણ આજ થી મારે અને બૈરૂતને છૂટાછેડા !' મઘા ! ટૂંકામાં વાત સમજ . બૈરૂત બધે સંદેશા આપતો આપતો આખરી જવાબ લેવા આવશે. અહીંથી એ ફરી મસ્તક લેવા ઊપડશે. તારે થોડા દહાડા એને અહીં રોકી લેવાનો, અમે સરહદ પર પહોંચી જ ઈએ પછી તું અને બેરૂત છૂટાં.' ‘બૈરૂતને ગમે તે રીતે અહીં રોકી લઉં, એમ જ ને ? એને રોકી લઉં કાં? ઠગવિદ્યાથી, ચાતુરીથી, પ્રેમવિઘાથી, મોહવિઘાથી અને એમ ને એમ ન રોકાય તો છેવટે આ હીરાકટારીથી પણ કાં ?” મઘા ઉશ્કેરાયેલી હતી. એણે બૈરૂતને રોકી રખેવાનું કર્તવ્ય સ્વીકાર્યું. ‘ગોળથી કામ સરતું હોય ત્યાં ઝેર ન વાપરવું.” મહાત્માએ કહ્યું. ‘અહીં તો ઝેરનું જ કામ છે, છતાં તમારી આજ્ઞા મને માન્ય છે. માત્ર એની સેજ માટેની માગણી નહિ સ્વીકારું, રે ! એના દેહની ગંધ પણ હવે મારે માટે દુઃસહ છે. મેં કેવો ધાર્યો હતો ને કેવો નીકળ્યો !' | ‘બસ મઘા ! બહુ ગરમ ન થતી. અમારી સલામતી તારી શાંતિ પર અવલંબે છે. ચાલો, સહુ તૈયાર થાઓ. આજની રાત પૂરી થાય તે પહેલાં આપણે ચૂપચાપ શીરીન નદી ઓળંગી જવાની છે.' પછી શક વીરોને ઉદ્દેશીને મહાત્માએ કહ્યું, ‘શ કવીરો ! જેમને હજીય ઘરનો અને વતનનો મોહ હોય એ ઘેર રહેજો. ખંડિયામાં ખાપણ હોય એ જ સાથે ચાલજો.’ સહુએ આખરી નિર્ણય કરી લીધો હતો. એક પણ શકવીર ના ન બોલ્યો. સહુ ઝડપી તૈયારી માટે રવાના થયા. - મહાત્માએ લાગણીવશ બની મથાને કહ્યું, ‘મઘા, બરાબર સાવધ રહેજે ! તારા પર જ અમારી સહુની સલામતીનો આધાર છે. આજે તો સૌથી મોટો કર્તવ્યભાર તારા ઉપર જ આવી પડ્યો છે.” આખરી નિર્ણય 1 357 ‘એ જ બૈરૂત હતો.’ મહાત્મા કોઈ રહસ્યનો ઘટસ્ફોટ કરતા હોય એમ ધડાકો કર્યો. | ‘હોઈ ન શકે, બની ન શકે. અમારે પણ આપના જેવી જ આંખો છે, ને આપની જેમ અમે જોઈએ છીએ.' બધા એકસાથે બોલી ઊઠ્યા. કેટલાક આ ઢંગધડા વગરની વાતથી અકળાઈ ઊઠડ્યા હતા. માત્ર શકરાજ શાંત હતા. સંસારમાં ન બનવા જેવું ઘણું બને છે. બનવા જેવું ઘણું બનતું નથી. રાજનીતિ રૂપવતી વેશ્યા જેવી છે. એ ક્યારે, કોને, કેવી રીતે વશ કરી લેશે, એ કહેવાય નહિ. બૈરૂતે શહેનશાહની ચાકરી નોંધાવી છે.” ‘એનો વાંધો નથી, પણ શકરાજના વિરોધમાં ?” મઘા બોલી. એનો પતિ 356 3 લોખંડી ખાખનાં ફૂલ Page #190 -------------------------------------------------------------------------- ________________ મઘાએ એનો જવાબ હસતાં આંસુથી વાળ્યો. એક તરફ આત્મપ્રિય મહાત્માનો વિયોગ અને બીજી તરફ રાજાને બચાવવાનું કર્તવ્ય - એ બેમાં મઘાએ રાજાને બચાવવાના કર્તવ્યને પ્રથમ પસંદ કર્યું ઘેરાયેલા અંધકારમાં આશાના તારલિયા ચમકી રહે, એમ મઘાને એક વાતની પૂરી શાંતિ હતી. મહાત્મા જે માટે અહીં આવ્યા હતા, પોતે જે માટે એમને અહીં લાવી હતી, એ કાર્ય કંઈક પૂરું થતું હતું. 48 બૈરૂતનું ભૂત ! આખમાં આંસુ સાથે મઘા મીનનગર તજીને જતા શકરાજને અને મહાત્માને નીરખી રહી. પંચાણુ શાહીઓ અને એમના સેવકો પણ આજે વતન તજી રહ્યા હતા. પાછળ શક ધનુર્ધરોનો કાફલો હતો, જે દેશપરદેશમાં ફરીને પોતાનું પરાક્રમ દેખાડવા ઇચ્છતા હતા. જાદુગર સાદડી ફેલાવે અને સંકેલી લે એમ બધા બનાવો વીજળીની ઝડપથી બની ગયા, મહા હર્ષની પાછળ મહા શોક હોય છે, એ મહાત્માના વાક્યને મઘા. વારંવાર યાદ કરી રહી. એ માનતી હતી કે, એનું આ સુંદર સ્વપ્ન કદી પૂરું નહિ થાય, પણ કેવું અણધાર્યું એ તૂટી પડ્યું ! ઓહ ! થોડાક દિવસો, થોડાક મહિના, પણ કેટલા આનંદમાં વીત્યા ! આજે જાણે એમ લાગે છે કે, મહાત્મા ગઈ કાલે જ અહીં આવ્યા, વાત કરી ન કરી, બેઠાઊડ્યા પણ પૂરું નહીં ને આજે જાણે ચાલી નીકળ્યા ! શું શું સંભારું ? શું શું વિસારું ? મઘાની આંખમાંથી અશ્રુધારા વહી રહી, ‘એક વાર તો એમ થાય છે કે દોડીને મહાત્માનો માર્ગ રોકી લઉં ! પણ, ના, ના, પ્રિયને કાજ પ્રાણનો ઉત્સર્ગ કરતાં ય અચકાવું ન જોઈએ ! આજ પ્રિયનું પ્રિય થઈ રહ્યું છે ! ન રોકાય !' મઘા મનમાં ને મનમાં રડી રહીં : “માર્ગ તમારો સુખદ હો.’ મહાત્મા નકલંક, શકરાજ અને પોતાના સ્નેહીઓ અને સ્વજનોની આખરી વિદાયની વસમી ઘડીનો પ્રસંગ મઘાથી ભૂલ્યો ભુલાતો ન હતો. પોતે આખી રાત બહાવરાની જેમ પોતાના ઘેરથી રાજમહેલ અને રાજમહેલેથી પોતાના ઘેરે આંટા મારતી રહી. 358 લોખંડી ખાખનાં ફૂલ Page #191 -------------------------------------------------------------------------- ________________ મહાત્માને માટે પ્રવાસની તૈયારીઓ કરી દીધી. સુંદર અશ્વ શોધીને લઈ આવી, સુંદર સાજ એના પર ગોઠવ્યો. એના પર કીમતી ખડિયો નાખ્યો. એક તરફના ખાનામાં ખોરાકી ને બીજા ખાનામાં પોશાકી મૂકી. શકરાજનો એહ્યું પણ તૈયાર થઈ ગયો હતો. ધનુર્ધરો પણ પોતાના અશ્વો તૈયાર કરી આવી ગયા હતા. એમને નવીન દેશ ખેડવાના, નવાં પરાક્રમ કરવાનાં અરમાન હતાં. આ પહેલાં પણ પોતાના અનેક શકમિત્રો ભારત ગયા હતા, પણ જે ગયા તે ગયા ફરી પાછા આવ્યા નહોતા. એ દેશમાં તેઓ એક અજબ રાહગીર સાથે સંચરતા હતા. ભારતમાં રહેલા શકમિત્રોએ પોતાના સંગઠનથી ભારતની ભૂમિ પર રાજ ખેડાં કર્યાં હતાં. નવા ધર્મને સ્વીકાર્યા હતા. પોતાની પ્રતિભાથી ને સંગઠનશક્તિથી ભારતનાં રાજ્યોને ધ્રુજાવતા હતા. શકસુંદરીઓએ પણ પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું. દરેક દરબારમાં આવી સુંદરીઓનું સ્થાન રહેતું હતું. દરેક ભારતીય રાજા શકસુંદરીના સહવાસને અભિમાનનો વિષય લેખતો; અને પોતાના આ પગલાને ચંદ્રગુપ્ત મૌર્યના ગ્રીકસુંદરી હેલનને પોતાની પાસે રાખવાના પગલા સાથે સરખાવવામાં ગૌરવ માનતો. - આ કૂચમાંથી સુંદરીઓને બાકાત રાખવામાં આવી હતી, કારણ કે આ કૂચ એક રીતે વિજય પ્રસ્થાન કરતાં વધુ દેશનિકાલ જેવી હતી. પાછળ શહેનશાહનો ભય હતો. બૈરૂતની જેમ પોતાના જ માણસો શહેનશાહની નોકરીમાં સરી જઈ, પોતાને દગો કરે તેવો સંભવ હતો. એટલે ચુનંદા માણસોની આ કૂચ હતી. કૂચની આગેવાની મહાત્મા નકલંકની હતી. મધરાતનો પહોર પૂરો થયો એટલે શીરીન નદીના જળમાં છબછબિયાં બોલ્યાં. અશ્વો એક પછી એક પસાર થવા લાગ્યા. વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. શ્વાસની ધમણ પણ જાણે થંભી ગઈ હતી. શકરાજનો અશ્વ જ્યારે નદીમાં ઊતર્યો ત્યારે એમનું હૈયું ઘણું ભારે થઈ ગયું. એમનાથી સહસા પોતાના નગર તરફ જોવાઈ ગયું. એમન દૃષ્ટિ નગરના ઊંચા મિનારા ને બુરજો પર જડાઈ ગઈ. થોડીવાર ઘોડાનું મુખ ફેરવીને એ નગર તરફ નીરખી રહ્યા, ને બોલ્યા, ‘મહાત્માજી, વતનત્યાગ કરતાં શહેનશાહની કટારી સુખદ લાગે છે. હું પાછો ફરી જાઉં ? હું આ માટી, આ વૃક્ષ, આ નગર નહિ છોડી શકું. બુલબુલની કબર ગુલશનમાં જ શોભે.’ શકરાજ ના આ શબ્દો સાંભળી મહાત્માએ પોતાનો અ% થંભાવી દીધો. એમણે કહ્યું, 360 | લોખંડી ખાખનાં ફૂલ ‘રાજન્ ! કર્તવ્ય સિંહનું ને મન શિયાળનું. આ કેમ ચાલશે ? આગળ ધર્યો પગ પાછળ કેમ ધરાશે ?” કોઈ કાર્યની સિદ્ધિ અર્થે સ્વદેશ છોડ્યો હોત તો મનમાં અરમાન રહેત. આ તો જીવ બચાવવા ભીરુ બનીને હું મારી ભોમકા તજું . હીરાકટારી તો અમારું હીરા છે.’ શકરાજ ભારે અવાજે બોલ્યા. ‘તમને વિધાતાએ જિંદગી બક્ષી તે ધૂળમાં મેળવવા માટે નથી. જરા શ્રદ્ધા રાખો, રાજનું !' મહાત્માએ પોતાના અશ્વને શકરાજના અશ્વની સમીપ ખેંચ્યો, બંને અશ્વ એકબીજાને મોં અડકાડી નેહ કરી રહ્યા. મહાત્માએ એ દૃશ્ય તરફ શકરાજનું લક્ષ ખેંચતાં કહ્યું, ‘શકરાજ ! હું તમારો મિત્ર ખરો કે નહીં ?” | ‘કેવળ મિત્ર જ નહિ, વડીલ અને ગુરુ પણ ખરા. તમારા ઉપદેશોએ, તમારી ધનુર્વિદ્યાએ, તમારા ભદ્ર મંત્રોએ અમને અમારા સેવક પણ બનાવી દીધા છે.’ શકરાજે કહ્યું. ‘મિત્રને ખાતર માભોમ તજો કે નહીં ?' ‘અવશ્ય. | ‘તો શહેનશાહની કટારીથી જીવ બચાવવા ખાતર નહિ, પણ મારી ખાતર તમે દેશ તજો છો, એમ માનજો. હું કોઈ મરજીવાઓને ખોજવા નીકળેલો પ્રવાસી આત્મા છું.” મહાત્માએ બધી સ્પષ્ટતા કરી દીધી. | ‘તમારે ખાતાર તો કહો તે છોડવા તૈયાર છું. પણ તમે તો એકે હજારાં જેવા છો. મારી જરૂર તમને કેવી ?' શકરાજે ખુલાસો માગ્યો. ‘ગમે તેવી હોશિયાર મા દીકરાના કાન વીંધી શકતી નથી, એ માટે તો બીજો જણ જોઈએ છે. ગમે તેવે કસબી પોતાની આંખનું કશું પોતે કાઢી શકતો નથી. મારી નિર્દોષ સાધ્વી બહેનને એક રાજાએ કેદ કરી છે.' ‘તમારી બહેનને કેદ કરી છે, એક ભારતીય રાજાએ ?* ‘હા, એ રાજા વિજ્ઞાનીના જેવી શક્તિવાળો, મંત્રવાળો, વિદ્યાબળવાળો અને સત્તાવાળો છે. બધા એની ખુશામત જ કર્યા કરે છે. પ્રજા, મંત્રી કે અન્ય કોઈ એની સામે ચુંકારો કરવાની હિંમત કરતા નથી. કોઈ ભારતીય રાજા સાધ્વી સ્ત્રીને સ્પર્શવાની પણ ઇચ્છા ન કરે, અને તે પણ મારી બહેનને? એ કુરાજાએ કુકૃત્ય કર્યું. છે. એની સત્તા એવી પ્રબળ છે કે ભલભલા એની સામે ચૂંકારો કરી શકતા નથી. એ ધર્મ-કર્મનું ભાન ભૂલ્યો છે. આ ભાનભૂલ્યા રાજાની સાન મારે ઠેકાણે લાવવી છે. એટલા માટે જ મેં મારો દેશ તત્ત્વો છે.” મહાત્માએ ભાવવાહી વાણીમાં કહ્યું. બૈરૂતનું ભૂત | 361 Page #192 -------------------------------------------------------------------------- ________________ શકરાજે કહ્યું, ‘તમે દેશ તજ્યો, અમે પણ દેશ તજીએ છીએ. ચાલો, હવે તો આપણે સદાના સાથી બની ગયા. ચાલો બેલીઓ !' ને શકરાજે પોતાના ઘોડાને એડી મારી. મધરાતના જળમાં તારાઓ પોતાનાં પ્રતિબિંબ નિહાળી રહ્યા હતા. એ તારક-છબીવાળા જળને આ સાહિસક નરપુંગવોનો બેડો જોતજોતામાં પાર કરી ગયો. ઓ જાય ! ઓ જાય ! અંધકારમાં વિલીન થતી આકૃતિઓ નિહાળતી મઘા નદીકાંઠે થોડીવાર ઊભી રહી. મઘાએ આકાશ સામે જોયું, ‘કેવડું મોટું આકાશ પણ નથી સૂરજ કે ચંદ્ર ! નાનકડા ગોળા જેવા એ બે વિના આવડું મોટું આભ પણ કેવું નિરાધાર લાગે છે !’ મદ્યાને આખો પ્રદેશ રાજા ને મહાત્મા વગર નિરાધાર લાગ્યો, વનવગડા જેવો લાગ્યો. ‘રે સૂકી જીવનવાટ ! બૈરૂત ! જોઉં તારી વાટ !' પળવાર તો એ ઢીલી થઈ ગઈ. એને મોટામાં મોટો નેહ મહાત્માનો લાગ્યો હતો. એમાંય પેલી અર્પણભરી રાત પછી તો મહાત્મા એના જીવન-પ્રાણ બની ગયા હતા. એ વિચારી રહી : ‘હાય રે મઘા ! તું ભારતમાં જન્મી હોત તો ? રે ! આટલા શકો ત્યાં ગયા, તે સાથે તું પણ ગઈ હોત તો ? રે, આ મહાત્મા રાજકુમાર હતા ત્યારે તેમને મળી હોત તો ? તો એમની હૃદયની રાણી બની જાત ! તો એવી સંજીવની છાંટત કે મહાત્મા શકદેશ અને ભારત બંનેના સ્વામી બની જાત !' ‘શકરાજ? કેટલો ઢીલો છે ? એ રાજા થવાને જ યોગ્ય નથી !' ‘બૈરૂત ? એ કેવો વિશ્વાસઘાતી છે ? મારા દેહને સ્પર્શવાને જ એ લાયક નથી. સ્ત્રી તો રત્નગર્ભા છે, હીરાની ખાણ છે. પણ આવા નિર્માલ્ય પુરુષોએ એને પાષાણગર્ભા બનાવી મૂકી છે, હીરાની ખાણને કોલસાની ખાણ બનાવી દીધી છે.' ‘બૈરૂત અને શકરાજ કરતાં વીરતા, ધીરતા ને બુદ્ધિમાં સો ગણા વધે મહાત્મા' મહાત્માની હાજરી મારા મનને કેટલી બધી આશાયેશ આપતી હતી ! પણ આજે એ આશાયેશ પણ ટળી.' મથા જાણે નિરાધારતાની દુઃખદ લાગણી અનુભવી રહી. મઘાએ પોતાના સોનેરી વાળને હાથમાં લીધા. થોડી વાર રમાડ્યા ને પછી કચકચાવીને અંબોડો બાંધ્યો. એણે વિશાળ વક્ષઃસ્થળ પરની કંચુકી જોરથી બાંધી ને પગને જોરથી ધરતી પર પછાડ્યા. 362 – લોખંડી ખાખનાં ફૂલ એ સરિતાકિનારેથી પાછી ફરી. એક યવનદાસી પાછળ ખડી હતી. એ મઘાના મિજાજને પિછાણતી હતી. આવું ઉત્કૃષ્ટ રૂપ હંમેશાં મિજાજી હોય છે. એનો એને અનુભવ હતો. મિજાજ જ એની મહત્તા હોય છે. મઘાને પોતાના ઘરને બદલે બીજી દિશામાં જતી જોઈને દાસીએ કહ્યું, ‘આપણું ઘર આ દિશામાં છે. આપ બીજી દિશામાં જાઓ છો.’ મઘા જે દિશામાં ચાલતી હતી એ જ દિશામાં ચાલતી રહી અને બોલી, ‘આયના, એ ઘર હવે મારું ઘર નથી.’ ‘કાં ? ગુલ્મ પણ ત્યાં છે.' ‘ગુલ્મ હવે મારો દીકરો નથી.' ‘એમ કેમ ?” તું બહુ નહિ સમજે. એ બધું મેં છોડી દીધું છે. હવે મારે નવા વરને વરવું છે.' મઘા સામાન્ય વાત બોલતી હોય તેમ બોલી. ‘ઓહ ? શું કહો છો તમે આ ?' દાસી આયના આશ્ચર્યમાં ડૂબી ગઈ. ‘હા, મેં નવા વર માટે રાજ્યમાંથી રજા પણ મેળવી લીધી છે. પેલો કાળો અસવાર અહીંથી ચાલ્યો જાય, એટલે મારો સ્વયંવર રચાશે.' શકદ્વીપની સુંદરીઓને પતિના ત્યાગ માટે રાજ્યની મંજૂરીની અપેક્ષા રહેતી. એ પછી એનું નવો વર વરવાનું પગલું અયોગ્ય ન લેખાતું. મઘા પોતાની દિશામાં આગળ વધી. દાસી એને અનુસરી રહી. દિવસ ઊગ્યો, ને સૂરજ જરાક ઊંચે આવ્યો. મીનનગરમાં સ્મશાનની શાંતિ પ્રસરેલી હતી. ત્યાં આ બધા સમાચાર મીનનગરમાં પ્રભાતકાળમાં વિકિરણની જેમ, બધે પ્રસરી રહ્યા. સહુના આશ્ચર્યનો પાર ન રહ્યો. કોઈક દિવસો જ આશ્ચર્યના સંભાર સાથે ઊગે છે, અને એક નહીં પણ અનેક આશ્ચર્યોમાં પ્રજાનાં ચિત્ત ગરકાવ થઈ જાય છે. કાળા અસવારનાં વિનાશક પગલાં તો હજી તાજાં જ હતાં, ત્યાં શકરાજ બહાર ચાલ્યા ગયાના સમાચાર આવ્યા. અને એટલામાં તો અનેક દિવસથી પ્રજાના * મ્લેચ્છ જાતિઓના આગમનનો તે સમયનો આછો ઇતિહાસ આવો છે. હિંદુસ્તાનની ઉત્ત૨માં શક જાતિ, યુધિ (ઋષિક) જાતિ તથા તુષાર જાતિ રહેતી હતી. ઈ. સ. પૂર્વે ૧૭૯થી માંડીને તે જાતિઓમાં એકબીજાઓના હુમલાઓથી ભારે હલચલ મચી ગઈ; અને તે ત્રણેય જાતિઓનાં ટોળાં એક પછી એક હિંદુસ્તાન પર ઊતરી આવ્યાં. ઈ.સ. પૂ. ૧૨૦-૧૧૫માં શકોએ સિંધ પ્રાંત કબ્જે કર્યો. પછી તેઓ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ઉજ્જૈન સુધી પહોંચ્યા. તે વખતે તે લોકોમાં નહપાન અને ઉષવદાત નામના સરદારો મુખ્ય હતા. તેમના સિક્કા તે ભાગમાં મુખ્યત્વે મળી આવે છે. નહપાન મહારાષ્ટ્ર અને કોંકણ સુધી ફરી વળ્યો હતો. શકો ધીમે ધીમે મથુરા સુધી પહોંચ્યા. પંજાબમાં તે વખતે યવન (યૂનાની ગ્રીક) રાજ્યો હતાં. શકોના આગમનથી અવાન્તર લાભ એ થયો કે રાજ્યો પણ શકોના સપાટામાં આવી ગયાં. પછી આંધ્રવંશી ગૌતમીપુત્ર શાતકર્ણી પ્રબળ થયો. એણે શકોને હાંક્યા. બૈરૂતનું ભૂત – 363 Page #193 -------------------------------------------------------------------------- ________________ મન-ચિત્તનો કાબૂ લઈ લેનાર મહાત્માની અનુપસ્થિતિ પણ ચર્ચાનો વિષય બની. રાજા જશે તો ગાદી ખાલી રહેવાની નથી, બીજો રાજા આવશે; પ્રજાને એમાં ખાસ રસ ન લાગ્યો. મહાત્મા પણ પરદેશી પંખી હતા, ગમે ત્યારે ઊડી જવાના હતા. બે દિવસ વહેલા ગયા એટલું જ ! પણ મઘાય ગુમ હતી. એ તો નગરનો પ્રાણ હતી, નગરનો આનંદ હતી, નગરનું હૃદય હતી. એ પોતાના વતનનો અને નગરનો ત્યાગ કરીને ચાલી જાય એ કેમ પાલવે ? લોકોને મન તો આવી બધી વિચિત્ર ઘટનાઓમાં મઘાના ચાલ્યા જવાની ઘટના જ સર્વોપરી બની રહી; અને લોકો એનો જ વિશેષ અફસોસ કરવા લાગ્યાં. એટલામાં સૌને ભારે આશાજનક ખબર મળ્યા કે મઘા શકરાજ અને મહાત્મા સાથે નથી ગઈ પણ નગરમાં જ છે. બૈરૂતનો પત્તો નથી, અને મઘા હવે નવા વરને વરવાની છે. રાજ્ય તરફથી એણે એ માટે અનુજ્ઞા મેળવી લીધી છે. મીનનગરના જુવાનોમાં એક નવા ઉત્સાહનું મોજું પ્રસરી રહ્યું. જુવાનો ફરી પોતાના દેહની ટાપટીપમાં અને મઘા પાસે કેવી રીતે રજૂ થવું એની વિચારણામાં પડી ગયા. કેટલાક લોકોએ મઘાના ઘરની તપાસ કરી તો જણાયું કે એ ત્યાં નથી, માત્ર એનો પુત્ર ગુલ્મ છે; ને બૈરૂત તો દિવસોથી શહેનશાહના દરબારમાં સંદેશો લઈને ગયો તે ગયો, પાછો આવ્યો જ નથી. સંભવ છે, એને જાનહાનિ પહોંચી હોય ! આ તો શહેનશાહનો દરબાર છે ! બધા લોકો કાળા અસવારની રાહ જોવા લાગ્યા. જેના પગલે લોકો દીનહીન બની જતા. ખાવાનું છોડી દેતા, રમવાનું મૂકી દેતા, એ ભયંકર અનિષ્ટની કલ્પના કરતા, એના પુનરાગમનની લોકો પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્રીજે દિવસે કાળા અસવારના ઘોડાના ડાબલા ગાજ્યા. આખા ગામમાં ‘એ આવ્યો ! એ આવ્યો !' થઈ ગયું, અસવાર સીધો રાજમહેલમાં ગયો, પણ રાજાજીની મુલાકાત થતાં પાછો વળીને અતિથિગૃહમાં આવી ગયો. તરત જ એની પૂછપરછ શરૂ થઈ. લોકો પૂછવા લાગ્યા, રૈ ! તમે ક્યારે પાછા જશો ?' કાળો અસવાર લોકોને આટલી શાંતિથી પ્રશ્નો કરતા જોઈ આશ્ચર્ય પામ્યો. એ પૂછવા લાગ્યો, ‘મારા પાછા ફરવામાં તમને આટલી ઇંતેજારી કાં? લોકો કહેતા, ‘તમારા ગયા પછી શકસુંદરી મદ્યાનો સ્વયંવર થવાનો છે.' ‘કઈ મઘા ?’ અસવાર આશ્ચર્યથી પૂછતો. ‘પેલી મહાત્માજીવાળી જ તો; બીજી કઈ ?' લોકો જવાબ વાળતા. 364 – લોખંડી ખાખનાં ફૂલ ‘અરે, એ મઘા તો પરણેલી છે ને !' અસવાર કહેતો. ‘હા હા એ કથા તો સહુ જાણે છે, કાગડો દહીંથરું લઈ ગયો હતો.’ લોકો ઉત્સાહમાં આવીને વાત કરતા. એ તો બૈરૂત સાથે પરણી હતી ને !' ‘હા, હા. બૈરૂત ! બે બદામનો ભૈરૂત ! ક્યાં સોનપરી જેવી મઘા ને ક્યાં બાહુક જેવો બૈરૂત !બૈરૂત મરી ગયો ને બિચારી મઘા એની બલામાંથી છૂટી.” લોકો નિરાંતે વાત કરતા. અસવાર એકદમ ઊંચો-નીચો થઈ ગયો. એ બોલ્યો, ‘કોણે કહ્યું કે બૈરૂત મરી ગયો ?' અરે [જાતે મરી ગયો કહો કે કોઈકે મારી નાખ્યો કહો, બેય સરખું જ છે ને!’ ‘કોણે મારી નાખ્યો ?’ અસવારે પ્રશ્ન કર્યો. ‘શક શહેનશાહે.’ ‘કંઈ કારણ ?' ‘કારણ આ દેશમાં ક્યાં શોધવા જવું પડે તેમ છે ? કહે છે, કે શહેનશાહ કોઈ કારણસર આપણા શકરાજ પર કોપ્યા હતા. શકરાજે પોતાની સફાઈ માટે બૈરૂતને ત્યાં મોકલ્યો. સફાઈ કરતાં કંઈક વધારે પડતું બોલ્યો હશે. આખરે તો એ શકરાજનો વફાદાર સેવકને ! ખોટું એનાથી સહન થયું નહિ હોય. શહેનશાહે ક્રોધમાં એનું માથું ધડથી જુદું કરી નાખ્યું હશે.' લોકોએ વિસ્તારથી વાત કરી. ‘અરે ભલા માણસો ! બૈરૂત તો જીવે છે.' અસવારે ઊંચેથી કહ્યું. ‘ક્યાં છે બૈરૂત ?' અરે, આ રહ્યો. હું પોતે-જાતે-પંડે બૈરૂત !' અસવારે પોતાના તરફ આંગળી ચીંધતાં કહ્યું. ‘અલ્યા ! આ અસવાર ગાંડો લાગે છે.' એક જુવાને કહ્યું. ‘સોનબાઈ જોઈને કોણ ન પલળે ? એનેય મઘાનું નામ સાંભળી મોંમાં પાણી આવ્યું હશે. અલ્યા ! બૈરૂત તો શકરાજનો સેવક. એ કંઈ શકરાજનું મસ્તક લેવા આવે ખરો ? કહેતા બી દીવાના અને સૂનતા બી દીવાના ?’ બીજાએ કહ્યું. ‘ભાઈ ! સમય સમય બળવાન છે. મઘા મારી પત્ની. ગુલ્મ મારો પુત્ર. મઘા મારી છે. એના પર કોઈ દાવો ન કરી શકે.' બૈરૂતે કહ્યું. ‘મવાને તેં જોઈ છે ? તારા જેવાને તો એ એની મોજડી ઉપાડવાય ન રાખે!' ત્રીજાએ કહ્યું બૈરૂતનું ભૂત – 365 Page #194 -------------------------------------------------------------------------- ________________ 49 પતિપત્નીનો સ્વામીબદલો. આ બોલનારાઓને વારતા ઘણા બધા લોકો બોલ્યા, ‘અરે ! મૂળ વાત કરોને! એ ક્યારે અહીંથી ઊપડે છે ?' અરે ભલા લોકો ! હું જ બૈરૂત છું. તમારી સામે જ જીવતોજાગતો ખડો છું.’ અસવાર વળી વળીને બોલ્યો. | ‘તું બૈરૂત નથી, બૈરૂતનું ભૂત હોઈશ. બૈરૂત તો શકરાજનો સ્વામિભક્ત સેવક હતો. અને તું તો એમનું માથું માગવા આવ્યો છે. તું બૈરૂત ન હોય. અલબત્ત, તારા કાન એવા છે, તારું નાક એવું છે !' લોકો ચિડાઈને બોલ્યા, ને એની છેડછાડ કરવા લાગ્યા. જે કાળા અસવારનો પડછાયો મુલક પર શેહ પાડતો, લોકોને ગમગીનીમાં નાખી દેતો, લોકોનાં હૈયાં ફફડાવતો એના પર લોકમાનસે આમ સહેલાઈથી વિજય મેળવ્યો. સહુ કહે, ‘હવે એમાં ડરવાનું શું ? ક્યાં બે વાર મરવાનું છે ?” બૈરૂતે કહ્યું, ‘હું મથાને મળવા માગું છું. શકરાજ મળ્યા નથી. ક્યાંય ચાલ્યા ગયા લાગે છે. વારુ, હું આજે ને આજે મઘાને મળવા ચાહું છું. પછી ઊપડવા માગું છું. મારે માથે મોટું કામ છે, મોટી જવાબદારી છે.' લોકો કહે, ‘એમ હોય તો અમે મઘાને પૂછી આવીએ.' ‘હા, કહેજો એને કે તારો બેરૂત તને મળવા માગે છે.’ ‘કહીશું કે બૈરૂતનું ભૂત તને મળવા માગે છે.’ ‘તમે બધા ભૂત છો એટલે તમને બધાને હું ભૂત લાગતો હોઈશ. ભૂલશો નહિ કે હું તો શક શહેનશાહનો શકદ્વીપવર્તી અનુસાધક અધિકારી છે. અને તમે બધા શક શહેનશાહની પ્રજા છો.' અસવારે મિજાજમાં શેહ પાડવા કહ્યું. | ‘અમે એ કબૂલ કરીએ છીએ, પણ એક વાત કબૂલ કરતા નથી. તું બધું છે, પણ બૈરૂત નથી.' “અરે, તમે લોકો તો કેવા ભોળા છો ? જરા વેશબદલો કર્યો કે મૂળ માણસને જ ભૂલી ગયા ? હું બૈરૂત છું. કપરી કામગીરી અદા કરવા માટે મેં વેશ બદલ્યો હતો, પણ પેલા મહાત્માએ ઊંધું માર્યું ! શકરાજ તો મને પારખી ન શક્યા, પણ મહાત્માએ મને ઇશારામાં ઓળખી લીધો.’ બૈરૂતે હૈયાવરાળ કાઢી. લોકોએ એની જબાનથી જ એને પકડ્યો. શ કપ્રદેશ આખો એક ઠંડા યુદ્ધનો ભોગ બની ગયો હતો. આ યોજના મહાત્માની હતી અને એને કાર્યમાં પરિણત કરનાર સુંદરી મળી હતી. કાળો અસવાર ભારે વિમાસણમાં પડી ગયો. ઘડીક એ પોતાની જાતને શક શહેનશાહના શકદ્વીપના અનુશાસક અધિકારી તરીકે ઓળખાવતો, તો ઘડીકમાં પોતે જ બેરૂત છે, એમ પ્રતિપાદન કરવા મથતો. લોકો તો બંને રીતે એની ઠેકડી ઉડાવવા લાગ્યા હતા. લોકો કહેતા : ‘રે ભૂત! તું ભાગતો થા.” એ કહેતો : ‘અરે ! મારે મઘાને મળવું છે. એને ખબર આપો.' લોકો કહેતા, ‘શક શહેનશાહનો અનુચર થયો એટલે શું મથાને દબાવવા માગે છે ?” કાળો અસવાર વળી ઢીલો પડી જતો. આ નવા જાગેલા પ્રકરણે એના તેજ - પ્રતાપને કોડીનો કરી નાખ્યો હતો. એણે જરા રોફ જમાવવા કહ્યું, ‘શક શહેનશાહને ઓળખો છો ? ઊભા ને ઊભા ચીરીને મીઠું ભભરાવશે. આ કંઈ ઢીલો પોચો શકરાજ નથી !' ‘અલ્યા, આ તો શક શહેનશાહના નામે એનો સ્વાર્થ સાધવા માગતો લાગે છે! અને આપણા શકરાજનું ભૂરું બોલે છે. જરા એને ડાહ્યો બનાવો !' લોકો ઉશ્કેરાઈ ગયા. પણ કાળો અસવાર વખત વર્તી ગયો. એણે કહ્યું: ‘મારે મઘાને મળવું છે.” ‘એક શરતે. પરણવાની વાત એની પાસે ન કરવી.’ 36% D લોખંડી ખાખનાં ફૂલ Page #195 -------------------------------------------------------------------------- ________________ ‘અમારા નગરનું એ બેનમૂન મોતી છે. એ રાજની વફાદાર સેવિકા છે, એ મહાત્માની શિષ્યા છે, અજબ વિદ્યા-શિલ્પ શીખેલી છે, એને કોઈ બહારનો પરણી જાય તો અમારું બધું સારું બહાર ચાલ્યું જાય.' ‘અરે ! પણ હું તો એને પરણેલો એનો પતિ છું.’ ‘મારો દુષ્ટને ! વળી પાછી એની એ જ વાત !' લોકો ઉશ્કેરાયા. ‘સારું. હું એને પરણવાની વાત નહિ કરું, મારી મુલાકાત તો કરાવશો ને ?’ ‘પુછાવીએ છીએ, હા પાડશે તો મળી શકાશે.' થોડીવારમાં સંદેશવાહકો ગયા અને આવ્યા. તેઓ સમાચાર લાવ્યા કે મથાસુંદરી સ્વયંવરની વ્યવસ્થામાં પડ્યાં છે, હમણાં નહિ મળી શકે. કાળો અસવાર મૂંઝાઈ ગયો. એ મહેલમાં પાછો ફર્યો અને શહેનશાહના હુકમનો અમલ કરવા માટે શકરાજને શોધી રહ્યો. અને બધી દાઝ શકરાજ પર કાઢવી હતી; એમનું માથું ઉતારી લેવું હતું, પણ કમનસીબી તો જુઓ : શકરાજ તો ન મળ્યા, બલ્કે એમનું માથું લેવાને બદલે પોતાનું માથું દેવાનો ઘાટ રચાઈ ગયો ! ત્યાં તો ગામમાં પડહ વાગતો સંભળાયો કે મઘા સુંદરી સ્વયંવર રચતાં પહેલાં ‘સંજીવની રોપ’ નામનું નાટક ખેલવાની છે. આ નાટ્યવિદ્યા એણે મહાત્મા પાસેથી હાંસલ કરી છે : અને સ્વયંવર પછી આ નાટિકા કરતાં કરતાં દેશ-દેશનો મઘાસુંદરી પ્રવાસ ખેડવાનાં છે. આખા મીનનગરમાં મઘાની અને એના નાટકની જ ચર્ચા થઈ રહી. કેટલાક રાજકીય પ્રવાહો વાતાવરણમાં હતા, પણ જાણે એમાં કોઈને રસ રહ્યો નહિ. યમરાજ કરતાં પણ ભયંકર લેખાતા કાળા અસવારનો પણ કોઈ ભાવ જ પૂછતું નહોતું. માથું લઈ જાય કે ન લઈ જાય, એની તમા કોઈને રહી નહોતી. જ્યાં જુઓ ત્યાં જોબનસુંદર મઘાના સૌંદર્યની અને મઘાના નાટકની બોલબાલા હતી. શકદ્વીપની મહાન સુંદરી તરીકે તેની ગણના થતી હતી. કાળા અસવારે ખાનગી રીતે મઘાને મળવા પ્રયાસ કર્યો. એણે કહેવરાવ્યું કે હું બૈરૂત છું, જીવતો છું, અને તું આ શું કરે છે ? મઘાએ એટલી જ ખાનગી રીતે સંદેશ પાઠવ્યો કે તું બૈરૂત હોય એમ હું માનતી નથી અને હોય તો, તે સ્વામી બદલ્યો છે. શહેનશાહની સેવામાં સોનાનો મહેલ મળે, એના કરતાં શકરાજની સેવાની ઝૂંપડી ઉત્તમ હતી. તેં સત્તાને સન્માની 368 – લોખંડી ખાખનાં ફૂલ સ્નેહને ઠોકરે માર્યો છે. કાળા અસવારે ફરીથી પોતાની ખાતરી કરાવવા પ્રયત્ન કર્યો. એણે કહ્યું : ‘આપણો મોટો સ્વામી શહેનશાહ છે. એણે મને પ્રથમ તો ઘણો હેરાન કર્યો. તું બધી બાતમી જાણે છે ને કહેતો નથી, માટે હાથીને પગે કરીશ, એમ મને કહ્યું. મેં કહ્યું કે હું તો રાજનો વફાદાર સેવક છું. તો શહેનશાહે કહ્યું કે મારી સેવામાં રહી જા. શકરાજનું મસ્તક મંગાવું છું, પછી એ રાજનો શાહી તને બનાવીશ. તારી પત્નીની ખ્યાતિ પણ સાંભળી છે. એને અહીં બોલાવી લઈશું. મેં શહેનશાહની સેવા સ્વીકારી. શકરાજનું મસ્તક લઈ આવવાનું ફરમાન મને થયું. મેં જાણી જોઈને વેશપલટો કર્યો. હું બૈરૂત છું, એની ખબર પડી જાય તો કદાચ લોક મને હણી નાખે એ બીકે.’ મઘાએ કહેવરાવ્યું : ‘તું મફતનો ખાંડ ખાય છે. તને મહાત્માજીએ ઓળખી લીધો હતો અને શહેનશાહ ગમે તેવો મોટો હોય તોય આપણે તો શકરાજનું લૂણ ખાધું છે. વિશ્વાસઘાતીની બધી વિદ્યા નિષ્ફળ : ગુરુનું એ વચન છે.’ કાળા અસવારે ફરી કાકલૂદી કરી : ‘તારા માટે ત્યાં શહેનશાહે સુંદર મહેલ રાખ્યો છે, દાસ-દાસીઓ રાખ્યાં છે. તું, હું અને ગુલ્મ-ત્રણે જણાં મોજ કરીશું. વસ્તુને વસ્તુની રીતે સમજ, મોટાની સેવામાં મોટો લાભ હોય છે.' મઘા ઝટ પંજામાં આવે તેવી નહોતી. એણે કહેવરાવ્યું, ‘ગમે તેવા મોટા દુન્યવી લાભ માટે માણસ માણસાઈ વેચતો નથી. સાચું દિલ વેચાતું નથી. બેવફા માણસનો હું સંગ કરતી નથી. તારાથી થયેલો ગુલ્મ તને પાછો. જેને સ્વાતિનું જળ જાણી મેં ઝીલ્યું, એ ફટકિયું મોતી નીકળ્યું. એટલે તારું તને મુબારક. હવે હું તો કોઈ મોતી પકવીશ નહિ. તને છોડ્યો; હવે જગતનો કોઈ પુરુષ મને ભાવશે નહિ. શકરાજ ને મહાત્માની સેવામાં દેશ અને ધર્મની ભક્તિમાં—મારું બાકીનું જીવન પૂરું કરીશ. નાટ્યવિદ્યા મેં શીખી લીધી છે. મારું ગુજરાન એનાથી ચલાવી લઈશ, પણ કોઈ કાળે તને નહિ સંઘરું !' કાળો અસવાર ઢીલો થઈ ગયો; એણે કહેવરાવ્યું : ‘હઠીલી મળ્યા ! કંઈક તો સમજ. તારો સ્વયંવર મારું સ્મશાન બનશે.’ મઘાએ કહેવરાવ્યું : ‘મારી લીલી વાડી તેં વેરાન કરી છે. તેં કેટલું ખરાબ કર્યું છે, તે તને ભવિષ્યમાં સમજાશે. તેં સ્વામી બદલ્યો. સ્વામી બદલવાનો જો તને હક છે, તો હું પણ શા માટે સ્વામી ન બદલું ? સ્ત્રી કે પુરુષ બન્નેને માટે મૂળભૂત સેવા-તત્ત્વ તો વફાદારી જ છે ને !” કાળા અસવારની મનની બધી મહેલાતો ભાંગી પડી અને એનો નવા હોદ્દાનો મિજાજ ઠંડો પડી ગયો. પતિપત્નીનો સ્વામી બદલો D 369 Page #196 -------------------------------------------------------------------------- ________________ શકરાજનું માથું લેવાની વાત તો અધૂરી જ રહી અને એ મવાની ચિંતામાં પડી ગયો. સ્વામી તો ગમે તેવો મળે તોય ચાલે, સુંદરી આવી ક્યાંય મળવાની નહોતી ! પોતાને માટે મઘા એક હતી. મવાને માટે સો બૈરૂત તૈયાર હતા. છેવટે બૈરૂતે એક વાર જાત-મુલાકાત માટે માગણી કરી; પણ મઘા તો ગજવેલની હતી. એણે કહેવરાવ્યું, ‘નાટક પછી બધી વાત. કાળો અસવાર એ દિવસની પ્રતીક્ષામાં શહેનશાહની આજ્ઞાને વીસરી ગયો. નવરો બેસી રહ્યો. એને બીજી કામગીરીમાં રસ ન રહ્યો. 50 મઘાનું નાટક આખરે ઇંતેજારીના દિવસોનો અંત આવ્યો. મીનનગરના કાંગરા પર સંધ્યા આથમવા લાગી ને રંગગૃહનાં દ્વાર ખૂલ્યાં. લોકોએ જબરો ધસારો કર્યો. પગ મૂકવા જેટલીય ખાલી જગ્યા ન રહી, કાળો અસવાર પણ માન મૂકીને બધાની સાથે ત્યાં આવીને યોગ્ય સ્થળે ગોઠવાઈ ગયો. મઘાનું અપૂર્વ સૌંદર્ય નગરનો નયનાનંદ અને હૃદયાનંદ હતું. એના સ્પર્શમાં તો સ્વર્ગ ઝાંખું લાગે તેમ હતું. થોડીવારમાં પડદો ઊપડ્યો. એક દશ્ય નજર સામે ખડું થયું. મીનનગરની રૂપાળી લતાકુંજમાં એક નવયૌવના ઘૂમે છે. જાણે વીજળીનો બીજો અવતાર છે; ફૂલવેલની બીજી પ્રતિકૃતિ છે. એના હાથમાં વનમાળા છે : ને કુર્જ કુંજ ગાતી ફરે છે : ઓહ ! શું સુંદર સ્ત્રી ! શો અજબ દેહ ! એ કહે છે : ‘કયા વરને હું વરું ?' ‘દિલ મારું છે ભર્યું ભર્યું !' ત્યાં સામેના નેપથ્યમાંથી અજબ ફાંફડો શકરાજનો નિમકહલાલ નોકર આવે છે, એય અજબ રંગીલો જવાન છે. એ હાથમાં મોટી મોટી ફૂલમાળાઓ લઈને આવ્યો છે. એ બોલે છે : મઘા, જો આ વરને તું વરે, ‘તો એ તારે ઘેર પાણી ભરે !” મઘા થનક થનક નાચી રહી, એનાં રૂપાળાં અંગો રાત્રિ-દીપકોના પ્રકાશમાં ખૂબ મોહક લાગ્યાં. વળી મઘા બોલી : 370 | લોખંડી ખાખનાં ફૂલ Page #197 -------------------------------------------------------------------------- ________________ ‘મઘા એ વરને વરે, ‘જે એનું કહ્યું કરે.’ જુવાનિયો કહે છે : ‘આ વરને તું વરે, તો એ તારું કહ્યું કરે.' ‘એમ ?' સુંદરી પગ ઉપાડે છે. પોતાની પાની જુવાનની સામે ધરે છે. જુવાનિયો પોતાના વાળથી એ પગની રજને સાફ કરે છે. સુંદરી ફરી નૃત્ય કરે છે, ને ફૂલવલયવાળો પોતાનો નાજુક હાથ લંબાવે છે. જુવાનિયો એ હાથને હૈયે ચાંપે છે. સુંદરી પોતાનાં જુલ્ફાં વેરી નાખે છે. જુવાનિયો જુલ્ફાંનો જૂડો બાંધે છે. સુંદરીને ઠેસ વાગે છે ! જુવાનિયો દોડીને ઘાયલ ભાગને ચૂમી લે છે. સુંદરી ખુશ ખુશ થઈ જાય છે; એના ઉપર વારી જાય છે. એ દોડીને જુવાનના કંઠે ઝુલી રહે છે ! બંને જણાં ગાય છે : ‘મયૂરી મયૂરને વરે ! ‘ચાંદની ચંદ્રને વરે ! ‘ઉરથી આનંદ ઝરે ! ‘નેત્રથી અમૃત ગરે ! ‘રે ! સુંદરી એવા વરને તું વરે ! ‘જે તારા થાક્યા ચરણને ઉર ધરે.' એક પ્રવેશ પૂરો થયો. પ્રેક્ષકો ખૂબ આનંદમાં આવી ગયા. તાળીઓ પર તાળીઓ પડવા લાગી. ભાવ, ભાષા, ને ભંગી સાવ નવાં હતાં. રે મઘા ! તું આટલી નૃત્યવિદ્યા ને નાટ્યવિદ્યામાં નિષ્ણાત ક્યારે બની ? લોકો આશ્ચર્યમુગ્ધ હતા, ત્યાં દશ્ય પલટાયું. એ લતાકુંજ, એ સરિતાતીર એકદમ અદૃશ્ય થયાં ને નવું દૃશ્ય હાજર થયું. મીનનગરનો રાજદરબાર, સિંહાસને શકરાજ બેઠા છે. શું એમનો રોફ ! શું એમનો દાબ ! દાઢીમૂછના કાતરા હૂબહૂ જોઈ લો. વાત કરતાં ખભો ઉલાળવાની આદત અને પ્રશ્ન કરીને સામાને દોઢી આંખે જોઈ રહેવાની 372 D લોખંડી ખાખનાં ફૂલ ટેવ બરાબર શકરાજ જેવી જ. શકરાજ કહે છે, જાઓ કોઈ ભારતને દેશ,’ ધરી ત્યાંના ધર્મનો વેશ,’ ‘લાવો કોઈ સંજીવનીનો રોપ,' લાવીને અહીં રોપો એ રોપ.' મીંઢોળબંધો એક નવજુવાન ભર દરબારમાં ખડો થાય છે. એ મહારાજને મસ્તક નમાવી કહે છે : ‘લાવું લાવું હું સંજીવની રોપ !' ‘નહિ તો આપું જિંદગીનો ભોગ.’ શકરાજ સિંહાસન પરથી ઊઠીને કહે છે : ‘લાવે જો જિંદગીનો રોપ, ‘રાજ આપું, પાટ આપું.’ *છડી આપું, ચામર આપું.' ‘ચારે દિશાનું રાજ આપું.’ ‘પણ ઝટ કરજે મારું કાજ.’ ‘મરણથી મારે દૂર જાવું.' ‘મોતથી મારે અમર થાવું.’ પેલો નવજુવાનિયો ઊભો થઈને કહે છે : “રાજ મારી મથા ને પાટ મારી મઘા, ત્રણ લોકના રાજથીય વડેરી છે મઘા.' *ઝટ જાઉં, સંજીવની રોપ લાવું, ન લાવું તો ઘેર પાછો ન આવું.' જુવાનિયો નવેલી નારને મૂકીને ચાલવા તૈયાર થાય છે, ત્યાં નાર વિરહની વ્યાકુળતા દાખવે છે. નાવલિયો નવેલીને ઝટ તેડાવી લેવાના વાયદા કરે છે, પણ નારી માનતી નથી. બંને સાથે વિદાય લે છે. પડદો પડે છે. અનારની વાડીઓ અદશ્ય થાય છે ને એને સ્થાને તાડવૃક્ષ ઊગી નીકળે છે ! પ્રેક્ષકો સમજી ગયા કે અત્યાર સુધીની ખેલની ભૂમિ શકદ્દીપ હતી; હવે ભારત દેશ આવ્યો. સાગરનો વિશાળ કાંઠો છે. બે મોટી શિલાઓ પડી છે. એક પર પુરુષ બેઠો છે, બીજી પર સ્ત્રી બેઠી છે, બંનેએ ભારતીય પોશાક મઘાનું નાટક D 373 Page #198 -------------------------------------------------------------------------- ________________ ‘આ રહ્યો સંજીવનીનો રોપ, પાને પાને એને પુણ્ય-પ્રકાશ, શબ્દ શબ્દ એને સત્ય-પ્રકાશ, જીવનડહાપણનો એ છે ભંડાર, એના બળે તરી જવો સંસાર.” થાકેલાં સ્ત્રી-પુરુષમાં ચેતન આવે છે. એ ઊભાં થાય છે. દેવાંશી અસવારને સાથે લે છે, ને કહે છે : ‘પધારો આપ અમારે દેશ.’ અસવાર કહે છે : ‘સંતોને છે બધે સ્વદેશ.’ ને સાગરના તટ પર એક વહાણ તરતું આવે છે. ત્રણે જણાં એમાં બેસી જાય સજ્યા છે. પુરુષ હતાશ છે, એ બોલે છે, ‘સાગરમાં ઓટ છે સુંદરી !' “હૈયામાંય ખોટ છે સુંદરી !' ‘ન મળ્યો સંજીવનીનો રોપ !' મારશે શાહ કરીને કોપ.’ સુંદરી કહે છે : ‘નથી તારે હૈયે વિશ્રામ.” ‘નથી મારે દિલે આરામ, પેટમાં કંઈ વલોણાં ફરે, જાણે ઘોડો ઘટમાં ચરે.” પ્રાર્થના કરતાં હોય તેમ બંને આકાશ સામે જોઈ રહે છે; ત્યાં આકાશમાં ગડેડાટ થાય છે. મેઘ અથડાય છે. વીજળી વાદળને ઊભાં ને ઊભાં જ ચીરી નાખે છે. એમાંથી એક અસવાર ધસ્યો આવે છે ! પ્રેક્ષકો બૂમ પાડે છે : ‘રે કાળો અસવાર આવ્યો ! કાઢો એને !' પણ ના, ના. પ્રેક્ષકો પોતાની ભૂલ સમજે છે. એ પાછા બૂમ પાડે છે : આ તો ધોળો અસવાર !' આ તો દેવાંશી અસવાર !' ‘જુવાનીનો જાણે નવો અવતાર !' ‘વાવંટોળમાં જાણે નવો પ્રાણ !” એ અસવાર આવે છે. ઓહ ! શું રવિસમું એનું તેજ ! રે, ચંદ્રસુધાથી છલબલતું શું એનું ભાલ ! હાથ જાણે વરદાનના, પગ જાણે ઇંદ્રના ઐરાવતના! કરમાયેલા કમળ જેવાં પેલાં નર અને નારી પર તેની નજર પડે છે : ને દેવાંશી અસવાર પોતાનાં નેત્રકિરણ બંને પર મૂકે છે. ‘નથી અમૃત કોઈએ પીધાં, શાને અજંપા આ લીધા ?” સાચું અમૃત એ જ્ઞાન.” સાચું અમૃત જીવનનું ભાન.' અને એ અસવાર એક પુસ્તક કાઢે છે. આકાશમાં એ ઉલાળે છે; એ અધ્ધર રહે છે. પાણીમાં એ ડુબાડે છે; ઉપર એ તરે છે. બોલે છે, 374 3 લોખંડી ખાખનાં ફૂલ વહાણ ઊપડે છે, ત્યાં વાવંટોળ જાગે છે, પવન ફૂંકાય છે, મોજાં ઊછળે છે, અવાજ આવે છે : ‘જાગ્યાં છે આંધી ને વંટોળ. થોડીવારમાં કરશે બધું જળબંબોળ.', સામો અવાજ આવે છે : ‘અંતરમાં છે અદકાં આંધી ને વંટોળ, આ શું કરશે આપણને જળબંબોળ ?” ને જાણે મોજાં મનાઈ ગયાં. રૂઠેલો દરિયો શાંત થઈ ગયો. સહુએ કિનારે પગ મૂક્યા. નગરમાં તોરણ બંધાય છે. પૃથ્વી પર કુમકુમ પગલીઓ પડે છે. રાજ કુમાર સોનાના દડે રમતો આવે છે. દડો એનો કૂવામાં પડે છે. પેલો અસવાર ધનુષ્ય-બાણ ગ્રહે છે ને દડો કાઢી આપે છે. લોકો કહે છે : “ઓહ, અજબ અસવાર ને ગજબ એની વિદ્યા ! શીખવો અમને આપની એ વિદ્યા !' અસવાર કહે છે, શીખવવા આવ્યો છું. શૂરવીરોને !' ‘શીખવીશ એવું કે ચકલી બાજથી લડે !' મવાનું નાટક D 375 Page #199 -------------------------------------------------------------------------- ________________ ‘શીખવીશ એવું કે બકરી વાઘથી લડે !' ‘શીખવીશ એવું કે ગરુડ સાપથી ડરે ' ‘આત્માને ખપ પડ્યો છે આત્માર્થીઓનો !' ‘બળવાન કુઠારને ખપ પડ્યો છે હાથાનો, કારણ કે ઇંદ્રિયો વિનાનો આત્મા છું, આત્માને પરાક્રમ માટે ઇંદ્રિયોનો ખપ છે.' ‘મર્યને અમર્યનો, નશ્વરને વિનશ્વરનો ખપ પડ્યો છે આજે !' એક પછી એક શક યોદ્ધાઓ પેલા અસવારના પગમાં પડે છે. પ્રેક્ષકો એકાએક બોલી ઊઠયા : અરે આ તો મહાત્મા નકલંક !' અરે, એમના પગલે આપણી પૃથ્વી પર પોયણાં ઊગ્યાં !' ‘એમણે આંજ્યાં અમૃતતાનાં અંજન !' ‘એમણે રોપ્યા ડહાપણના ફુવારા !” ‘એમની વાર્તાકૂંપીએ અમર કર્યા આપણને !' ધન્ય મઘા ! ધન્ય મઘા ! નવું તારું નાટક, જૂ ની તારી વાત !' જબરદસ્ત ભાવોન્માદ સર્વત્ર વ્યાપી ગયો, ત્યાં તો રંગમંચ પર કાળા ડિબાંગ વાદળાં આવીને ઘેરી વળ્યાં. ફરી વાદળ ! ફરી ગર્જનાઓ ! મોટું એક ખંજર સનસનાટી સાથે પડદા પર આવીને લટકી રહ્યું. એક ભયંકર હાથ દેખાયો. એની પાછળ ભયંકર મોં દેખાયું. પાડાના જેવા અવાજે એ મોં બોલ્યું, ‘હું છું શહેનશાહનો દૂત, જાણી લો યમરાજનો સપૂત.” ‘શકરાજનું માન માગું, માન માટે માથું માગું !' માથું માગું ! માથું માગું !' આ શબ્દો ખૂબ ભાવોત્તેજ ક રીતે બોલાયા. પ્રેક્ષકો એકદમ અધીરા થઈ ગયા. એ બોલ્યા, ‘ભલે તું શહેનશાહ સાત વાર !' ‘પણ અમારો શાહ તો શકરાજ !' 376 3 લોખંડી ખાખનાં ફૂલ નાટક બરાબર જામ્યું. કાળા ઘનઘોર પડદાને ચીરતું ખંજર ફરી દેખાયું; ને ભયંકર મુખાકૃતિ આવીને બોલવા લાગી : ‘હું છું શહેનશાહનો દૂત, જાણી લો યમરાજનો સપૂત, માગું, માગું ને એક જ માગું, શકરાજનું શકિત માથું માગું.’ શકરાજ નમ્રતાથી બોલ્યા, કારણ છે શું ને શંકા છે શી ! અમ હૈયું તો છે શીશી; માગે જો ધડ તો ધરવું છે માથું, નથી ભરવું સ્વામીદ્રોહનું ભાથું.’ શક શહેનશાહનો દૂત કહે છે : ‘ચાકરને મળ્યું અમરતાનું મૂળ, શહેનશાહ રહ્યા મર્યતાને મૂળ, દિલમાં રમી રહ્યું આ શૂળ; થઈ રહ્યું છે સુવર્ણ હવે ધૂળ .' ‘માગું, માગું ને એક જ માગું ! રે શકરાજનું માથું માગું !' ત્યાં પડદો ચીરીને જાતજાતના લોકો આવે છે, એમાં શૂરવીરો છે, ધનુર્ધરો છે, વેપારીઓ છે, આમજનતાના પ્રતિનિધિઓ છે. તેઓ ગાય છે : ‘શકરાજ અમારા, શકરાજ અમારા, ભલે શહેનશાહ હોય સાત વાર સારા.' સહુ આ નાટક ભજવાય છે એ ભૂલી ગયા. એક પ્રેસ કે પ્રશ્ન કર્યો, ‘અરે, આ બહાનાથી તો કોઈ અજાણ્યા ઝાડ પરથી ફળ પણ ન ચૂંટી શકાય, ત્યારે આ તો માણસના માથાની વાત છે !' આ સાંભળી બીજો બોલ્યો : “માણસના માથાની પણ નહિ, એક શાહીના માથાની વાત છે. એ કેમ બને ?” ‘એ ન બને, કદી પણ ન બને !' બધેથી કડક પ્રત્યુત્તર મળ્યો. મવાનું નાટક D 377 Page #200 -------------------------------------------------------------------------- ________________ મસ્તકનો ઉપયોગ. ને એના પડદા ખુબ ગાજી રહ્યા. પેલા કાળા પડદા પરનું સ્થાનક મોં ઝાંખું પડતું ચાલ્યું ને થોડીવારમાં તો પડદા પાછળ અદૃશ્ય થવા લાગ્યું. આ વખતે આખા ગગનપટને ભરતો એક અવાજ આવ્યો, અને એકાએક મહાત્માની મૂર્તિ સંપૂર્ણ પડદાને આવરી લેતી દેખાઈ. પ્રેક્ષકોએ ઉત્સાહમાં આવી ‘મહાત્માની જય'નો પોકાર કર્યો. એ વખતે મૂર્તિમાંથી જાણે શાંતિના સૂરો છૂટ્યા. ‘શૂરાને છે બધે સ્વદેશ, ચાલો ને અમારે દેશ.’ ‘છે રૂડો અમારો ભારતદેશ.’ સંતો અને શુરાઓનો છે સ્વદેશ.’ ચાલો ચાલોને અમારે ભારત દેશ !' ને ધીરે ધીરે જાણે શકરાજ તૈયાર થાય છે. પાછળ પંચાણું શાહીઓ તૈયાર થઈને આવે છે. એની પાછળ ધનુર્ધરો તૈયાર થઈને આવે છે. બધા એક મીઠું ગાન ઉપાડે છે, પ્રણામ ! પ્રણામ મારા પિતૃદેશ, શૂરાને છે બધે સ્વદેશ !' ‘અમને ગમે છે તમારો દેશ, પ્રણામ, પ્રણામ, મારા પિતૃદેશ.’ ને મહાત્મા નકલંકનો અશ્વ આગળ ચાલે છે. બધા પાછળ પાછળ ચાલે છે. ક્ષિતિજ પર રવિનાં કિરણો પથરાયાં છે : અને એ કેસરી રંગની સભામાં બધા શુરા મીઠું મીઠું ગાતા ચાલ્યા જાય છે. એવાજ પડવા પાડે છે ? ‘પ્રણામ, પ્રણામ, મારા પિતૃદેશ.’ અને મઘાનું નાટક પૂરું થયું. નાટ્યગૃહની રંગભૂમિ ઉપર પડદો પડી ગયો. પ્રેક્ષકોની આંખો આંસુનો અભિષેક કરી રહી. નાટક પૂરું થયું હતું; પણ પ્રેક્ષકોના દિલ ઉપર એણે એવી ચોટ લગાવી કે પળવાર તો એ નાટકને સહુ સત્ય માની બેઠા. કેટલાક તો ગદ્ગદિત કંઠે પોકાર પાડી રહ્યા : “રોકો મહાત્માને ! રોકો શકરાજને !” પછી તો આટલેથી સંતોષ ન થયો હોય એમ પ્રેક્ષકો રંગભૂમિ પર દોડ્યા. એમણે વેશધારી મહાત્મા નકલંકને રોક્યા, ઘોડેથી નીચે ઉતાર્યા ને કહ્યું : મહાત્મા, અમારા દેશને ન છોડો !' મહાત્માએ મસ્તક પરનો લોહનો ટોપ ઉતારીને હાથમાં લીધો. પણ અરે, આ શું ? ટોપ નીચેથી લાંબો લાંબો કેશકલાપ નીકળી આવ્યો. મહાત્માના વેશધારીએ કહ્યું: ‘તો મઘા છે. મહાત્માની પરમ સેવિકા ને શકરાજની ચરણકિંકરી.' “અરે, તો મહાત્મા ક્યાં ?” ‘દૂર દૂર, ઘણે દૂર. આ દેશની ધરતીથી ઘણે દૂર !” ‘તો આપણા સ્વામી શકરાજ ક્યાં ?' લોકોએ બીજો પ્રશ્ન પૂછયો. ‘મહાત્માની સાથે : પુરુષાર્થ અને પ્રારબ્ધ અજમાવવા ભારતમાં.' મઘાએ કહ્યું. ‘અમે નહિ જવા દઈએ.’ લોકોએ ફરી કહ્યું. ‘રે, ઘેલા લોકો ! એ તો ક્યારના ચાલ્યા ગયા.' ‘અમે તેમની પાછળ પાછળ જઈશું.’ લોકોએ કહ્યું. ‘અને શકરાજ અને મહાત્માને પાછા લાવીશું.’ ‘અશક્ય છે. શક શહેનશાહની કૃપા દૃષ્ટિ વિના એમનું પાછા ફરવું શક્ય 378 D લોખંડી ખાખનાં ફૂલ Page #201 -------------------------------------------------------------------------- ________________ નથી.’ મઘાએ કહ્યું. | ‘તો ચાલો પાટનગરમાં શહેનશાહની પાસે. એમને તમામ વાત સમજાવીએ. અરે, ક્યાં ગયો પેલો માથાનો માગનાર કાળો અસવાર ?' કાળો અસવાર પ્રેક્ષકગણ વચ્ચે બેઠો હતો, ને મળાના તેજ-રૂપનું મૂલ્યાંકન કરી રહ્યો હતો. એ વિચારતો હતો કે મને અને મઘાને એક જ સમયે મહાત્માનો મેળાપ થયો. અમે બંનેએ સાથે જ એમની ચરણસેવા કરી, પણ હું કથીરનો કથીર રહ્યો, અને મઘા સુવર્ણ બની ગઈ. મને મઘા જેવું જ સત્સંગનું સુવર્ણ મળ્યું, છતાં એને છોડી, શહેનશાહની સેવા દ્વારા સ્કૂલ સુવર્ણની પ્રાપ્તિની મને ઝંખના લાગી. મઘા પંડિતા બની, હું માત્ર સેવક રહ્યો. એ સંસ્કારી બની, હું અસંસ્કારી થયો. આવા વિચાર કરતો એ લોકસમુદાયમાંથી સરકી જવાનો વિચાર કરી રહ્યો હતો, ત્યાં લોકોએ એને પકડ્યો. લોકોએ કહ્યું : ‘રે કાળા અસવાર ! આ કાળું કર્મ કરવા હું આવ્યો, માટે તને પહેલો ઠેકાણે કરીશું.' કાળો અસવાર કરગરી રહ્યો : ‘અરે ! હું બૈરૂત છું. મને ન મારો. હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું.’ લોકો ગુસ્સે થઈ ગયા. તેઓએ એને વાળથી પકડ્યો અને કહ્યું, ‘તું બૈરૂત છે ? તો તો તારો ગુનો બમણો થાય છે. તેં સ્વામીદ્રોહ કર્યો. શકરાજનો તું સેવક અને તું જ તેમનું માથું લેવા આવ્યો ?' બૈરૂત બોલ્યો : “મને માફ કરો, શક શહેનશાહની આજ્ઞા ઉઠાવવા માટે હું નિરુપાય હતો.’ લોકો બોલ્યા, ‘તો તારું માથું ક્યાં ગયું હતું ? તારે તારું માથું ધરી દેવું હતું હીરાકટારીનો ધર્મ તું સાવ વીસરી ગયો ?' બૈરૂત બોલ્યો : “મારા માથાની કંઈ કિંમત નથી રહી. અરે, મઘા સ્વયંવરની લત લઈને બેઠી, અને મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. આ રહ્યું મારું મસ્તક. તમને અર્પણ છે.’ ‘ઉતારી લો એનું મસ્તક ને ભાલા પર એને ચોંટાડો ને કાઢો નગરમાં વરઘોડો. લોકોને કહો કે સ્વામીદ્રોહીઓનું સન્માન આ રીતે થાય છે.’ બૈરૂતના મોતિયા મરી ગયા. એ દોડ્યો. જઈને મઘાના ચરણમાં પડ્યો. મઘાએ કહ્યું : “બૈરૂતનું મસ્તક હું પોતે ઉતારી લઈશ, એમાં તમારી જરૂર લોકો થોભી ગયા. મઘા લોકમનની અધીશ્વરી બની ગઈ હતી. મઘા રૂતને ઊભો કરતી લોકોની સામે જોઈને બોલી : “આપણે શહેનશાહ પાસે જવું છે ને?” “અવશ્ય.’ સામેથી જવાબ આવ્યો. આપણે શકરાજ અને મહાત્માને પાછા લાવવા છે ને ?” ‘જરૂર. એ માટે તો આપણો આ બધો પ્રયત્ન છે.’ લોકસમુદાયે કહ્યું. | ‘શહેનશાહના દરબારમાં આપણી વતી કોણ બોલશે ? સિહના જડબામાં માથું મૂકવાનું છે.’ મેઘાએ કાર્યની ગંભીરતા જણાવી. | ‘મઘાદેવી ! તમારે જ બોલવાનું, અમારું ગજું નહિ ! વળી બોલતાં પણ ફાવે નહિ.” લોકોએ કહ્યું. ‘તમારી વાત સાચી. પણ હું એક સ્ત્રી છું, અને પોતાની સામે એક સ્ત્રી પ્રતિવાદ કરે એ શક શહેનશાહને કદાચ ન પણે રુચે, આપણે તો કામથી કામ છે.’ મઘાએ કહ્યું. | ‘તો અમો લડી લેવા તૈયાર છીએ.’ પ્રજાએ કહ્યું ‘પણ એ રીતે નિરર્થક લડવાથી શકરાજ અને મહાત્માનું આપણે શુભ નહિ કરી શકીએ.” તો શું કરવું ?' એમાં મસ્તિષ્કવાળાનું કામ છે. એવું મસ્તિષ્ક શોધી કાઢો કે જે શહેનશાહ સાથે માથું ફોડે.” મઘાએ કહ્યું. ‘અમારી નજરમાં એવું કોઈ મસ્તિષ્ક આવતું નથી.' અરે કાં ભૂલો ? એક મસ્તક તો આપણી પાસે છે જ.' ‘ક્યાં છે ?” ‘આ રહ્યું.’ મઘાએ બૈરૂતને બતાવીને કહ્યું, ‘આ મસ્તક શહેનશાહ પાસે રજૂ કરીશું. એટલે આપોઆપ વાર્તાલાપ થઈ જશે.' મા ! ઓ મઘા ! શું તું એક સ્ત્રી, અને તે પણ મારી પરણેતર ઊઠીને મારું મસ્તક કાપી લઈશ ? અને એ મસ્તક શહેનશાહ પાસે રજૂ કરીશ ? મઘા એમાં ન તો તું મારું ભલું કરી શકીશ, ન શકરાજ કે મહાત્માનું ભલું કરી શકીશ; તેમજ ન આ લોકોનું ભલું કરી શકીશ. કંઈક વિચાર, ઓ મા ! મને આમ નિરર્થક કમોતે ન માર ! બૈરૂત કાકલૂદી કરી રહ્યો. એ ગળગળો થઈ ગયો. એ મઘાના ચરણને નમી રહ્યો. નથી* 380 D લોખંડી ખાખનાં ફૂલ મસ્તકનો ઉપયોગ D 38I Page #202 -------------------------------------------------------------------------- ________________ લોકોએ ભારે કિકિયારી કરી અને બૈરૂતનું મસ્તક ઉતારી લેવા માગતા હોય તેમ ધસારો કર્યો. મઘા આડી ફરી. એણે બૈરૂતનું સંરક્ષણ કર્યું ને બોલી : ‘કોઈ માણસને મારી નાખવાથી કંઈ ફાયદો થતો નથી, પણ એ માણસનું માથું ઉપયોગમાં લેવાથી જ ખરો ફાયદો થાય છે, એમ મારા ગુરુનું કહેવું છે. હું મહાત્માની શિષ્યા છું. હું બૈરૂતનું માથું કાપી લેવા માગતી નથી, પણ શહેનશાહ પાસે આપણી વતી એનો ઉપયોગ કરવા માગું છું. એ શક શહેનશાહ સામે આપણા વતી બોલશે. કહો એનો આનાથી વિશેષ સારો ઉપયોગ શો હોઈ શકે ?” મઘા ! હું તૈયાર છું. મને એક તક આપો. હું શક શહેનશાહને સાચેસાચી વાતો કહીને એની આંખો ખોલી નાખીશ.' બૈરૂત ઉત્સાહમાં આવી ગયો. શહેનશાહ તારા પર કોપ કરશે તો ? ‘તો મારું માથું ડૂલ કરીશ. મને પ્રાયશ્ચિત્ત કરવાની એક તક મળશે. હું ભયંકર રીતે પસ્તાઈ રહ્યો છું.' બૈરૂતે કહ્યું. ‘મઘા ! તું અમારી આગેવાન છે. તું શકરાજની વિશ્વાસુ અને મહાત્માની શિષ્યા છે. તને રુચે તે કર.' લોકોએ મઘાને પોતાનું પ્રતિનિધિત્વ આપી દીધું. મઘાએ કહ્યું, ‘ચાલો, આપણે જલદી ઊપડીએ. શહેનશાહને મળીએ, એમનો ભ્રમ દૂર કરી, લશ્કરી કુમક લઈને ભારત તરફ ઊપડી જઈએ.’ બૈરૂત આગળ થયો. મઘા એની પાછળ ચાલી. લોકસમુદાય એમને અનસર્યો. 382 – લોખંડી ખાખનાં ફૂલ 52 સૌરાષ્ટ્રની ધરતી પર લીરિકાધીશનુ ગગનચુંબી દેવાલય. જેના જળ-અરીસામાં પોતાનું મોં નિહાળીને મલકાતું ખડું છે, એ સાગરદેવના ક્ષિતિજ સુધી પહોંચતા જળતરંગો પર કોઈ બે પક્ષી ઊડતાં આવતાં નજરે પડતાં હતાં. સાગરપટ પર ઊડતાં એ બે પંખી, ધીરે ધીરે મોટો આકાર ધરી રહ્યાં હતાં. આખરે એ થોડે દૂર રહ્યાં ત્યારે કળાયું કે એ બે પંખી નથી, પણ બે વહાણો છે. સાગરકાંઠે ઊભેલા ચોકિયાતોએ નાની સરખી સાવધાનીની બૂમ પાડી, પણ દ્વારામતીના દ્વારમાંથી કોઈ બહાર ન આવ્યું. દ્વારામતીના દેવાલયની ધજા એમ ને એમ ફરકી રહી, અને આરતીની ઝાલરો એમ ને એમ રણઝણતી રહી. ભૂખ્યા પેટના માણસોને દરિયા સામે જોવાની હામ નહોતી, કારણ કે દરિયાને તો કેટલાક લડાયક લોકો ઘેરીને બેઠા હતા. એક રાજાને જેમ બે પ્રકારની પ્રજા હોય - લશ્કરી ને શહેરી, એમ આ દેવાલયનો ભક્તગણ બે પ્રકારનો હતો. એક યાત્રાળુઓને રીઝવી, ધંધો-ધાપો ને ખેતી કરી આ દેવને ભજતો. બીજો સાગરમાં ધાડ-લૂંટ પાડી જે મળે તેનાથી દેવને પૂજતો. બન્ને પ્રકારના ભક્તો પૂરા આસ્થાવાન હતા. પણ વર્ચસ્વ અહીં, સંસારમાં હંમેશાં બનતું આવ્યું છે તેમ, લડાયક મિજાજના લોકોનું હતું. ચોકીદારના સાવધાની સૂચક અવાજ સાથે દેવાલયમાંથી તો કોઈ બહાર ન આવ્યું, પણ આજુબાજુના સાગરકાંઠાની ઝૂંપડીઓ અને સાદાં મકાનોમાંથી કેટલાક લોકો બહાર નીકળી આવ્યા, ને કાંઠા પર પડેલી નાની-મોટી નાવડીઓમાં ચડી બેઠા, Page #203 -------------------------------------------------------------------------- ________________ અને પેલાં દૂર દૂર કળાતાં બે વહાણોની સામે જવા નીકળી પડ્યા. આ નાવડીઓ નાની હતી, પણ એમની માતા જેવી હૂંફાળી હતી, ને આ રત્નાકર તો તેમનો પિતા હતો.* આ વહાણવટીઓ ભારે કુશળ હતા. નાની સરખી નાવડી પણ એમના હાથમાં પડીને મોટા જહાજનું કામ કરતી અને બાણ ચલાવવામાં તો એ બીજા અર્જુન જેવા હતા. ગમે તેવું લક્ષ્ય અંધારી રાતે, આંખે પાટા બાંધીને માત્ર શબ્દના આછા અણસારે વીંધી શકતા. આ લોકો લહેરી અને મરજીવા હતા. એ કોઈ વાર માછલી પકડતા, કોઈ વાર મોતી લઈ આવતા, તો કોઈ વાર માણસ પકડતા અને કોઈ વાર યુદ્ધે ચડી, વિજય વરીને ધન, ધાન્ય, સુવર્ણ ને સ્ત્રીઓની લૂંટ કરી લાવતા. પણ ગાય, બ્રાહ્મણ અને સાધુને એ ન અડતા. સ્ત્રીની બાબતમાં એ નીતિ પાળતા, છતાં સ્ત્રીને કેદી તરીકે પકડતાં અચકાતા નહીં. સુવર્ણની શોધ એ એમનું મુખ્ય ધ્યેય હતું. રત્નાકર એમના ધંધાની મોટી પેઢી હતો. આકાશમાં ઉષાએ હમણાં જ ગુલાબી રંગ પૂર્યો હતો ને પૃથ્વી પરથી શ્યામ અંચળો હજી હવે ઊઠી રહ્યો હતો. આવા ઝાંખા પ્રકાશમાં આ લોકોનો પ્રવાસ સુખદ થતો, ને પાછલા પહોરની નિદ્રાનો લાભ સારો મળતો. થોડીવારમાં પચીસ-ત્રીસ નાવડીઓ વેગથી પેલાં બે આગંતુક વહાણો તરફ સરવા લાગી. દરેક નાવમાં સશક્ત અને સશસ્ત્ર જુવાનો હતા, થોડાક વૃદ્ધો પણ હતા, અને કેટલાક જુવાનીને ઉંબરે આવતા કિશોરો પણ હતા. કિશોરોનો ઉત્સાહ અજબ હતો. તેઓ શિખાઉ હતા, અને લડવાના આવેગમાં આમતેમ શસ્ત્રો ઘુમાવી રહ્યા હતા. સામેથી આવતાં જહાજોનો નૌકાદીપ હજી જલતો હતો. જહાજના આગળના ભાગમાં સશસ્ત્ર યોદ્ધાઓની એક પંક્તિ ઊભેલી નજરે પડતી હતી. ઉષા અરુણને સાદ દેતી હતી. સાગરપેટ પર પ્રકાશ પથરાતો હતો, ત્યાં નાની નાની નાવોમાંથી શંખ ફૂંકાયા, ભેરી વાગી ને સાથે સળગતાં બાણો છૂટ્યાં. આ બાણોનો વેગ અપૂર્વ હતો; થોડીવારમાં લક્ષ્યને ભેદી નાખે તેવો હતો. પણ ત્યાં તો સામેથી એટલા જ વેગથી, એટલી ચોક્સાઈથી બાણ આવવા લાગ્યાં. અને બાણે-બાણ ભટકાઈને સાગરશરણ થવા લાગ્યાં. આગંતુક જહાજો પણ એ જ ગતિથી આગળ વધતાં હતાં. એમને હૈયે લેશ પણ થડકારો લાગતો નહોતો. - થોડીવાર બન્ને તરફથી બાણોની ઉપરાછાપરી વર્ષા થઈ રહી, પણ એકેય બાણ પેલાં બે જહાજોને સ્પર્શી ન શક્યું. નાની નાની નાવોનો સમૂહ ધીરે ધીરે વધી રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં ચારપાંચ જુવાન એક એક નાવને લઈને આવી રહ્યા દેખાતા હતા. સહુ જાણે મોજ માં હતા. કોઈ ધંધાદારી કામે જતા હોય, તેવું તેમના ઉત્સાહ પરથી અને આવડત પરથી લાગતું હતું. મોતી શોધવા, માછલી પકડવા કે યાત્રાળુ વહાણ લુંટવા એ રોજ આ રીતે નીકળતા; એમનો એ રોજિંદો વ્યવસાય હતો. દરિયામાંથી જે મળે – રત્નાકર રોજી તરીકે રોજ જે આપે તેમાંથી અમુક ભાગ દેવભાગ તરીકે તારવીને મંદિરમાં અર્પણ કરતા અને બાકીનો ભાગ જૂથવાર સમાન ભાગે વહેંચાતો. આગંતુક બન્ને વહાણ મોટાં હતાં, માલદાર લાગતાં હતાં, ને એના પરના પ્રવાસીઓ પણ કંઈક સુખી હોય તેવા દેખાતા હતા. આજ સારો શિકાર મળશે એ વિચારથી બધાનાં મન ઉમંગમાં આવી ગયાં હતાં. નાની નાની નાવો હવે ઠીક ઠીક આગળ વધી હતી ને જહાજની સમીપ જવા પ્રયત્ન કરી રહી હતી. કોઈ મોટા ગઢની અંદર પ્રવેશ કરવા પાયદળ લશ્કર પ્રયત્ન કરે એમ, આ લોકો યત્ન કરતા હતા. કેટલાક તીરંદાજી કરી રહ્યા હતા, તો વળી કેટલાક એકદમ પાસે સરકી જઈને આ કડિયાવાળી રસ્સીઓ જહાજ પર ફેંકવા લાગ્યા હતા. આ રસી જહાજમાં ભરાવી, તે વાટે જહાજ પર ચઢી તેઓ હાથોહાથનું યુદ્ધ ખેલવા માગતા હતા. જીતનો નિર્ણય આ પ્રકારની લડાઈ કરી આપતી. રસ્સીઓ ઊંચે ફેંકવામાં આવી અને જેવી ફેંકાઈ તેવી ધાર્યા નિશાને ભરાઈ પણ ગઈ. મોંમાં તલવાર, પીઠ પર ધનુષ્યબાણ ને કમરમાં ફરસી લઈને નાવમાંથી જુવાનો ઉપર ચડવા લાગ્યા. રસ્સી પર વાનરો ચડે એ કુશળતાથી તેઓ ચડી ગયા, પણ તેઓ પોતાના કાર્યનો પ્રારંભ કરે એ પહેલાં તો યુક્તિપૂર્વક તૂતક પર ગોઠવેલું પાટિયું ખસી જતાં, બધા વહાણના ભંડારિયામાં જઈ પડ્યા. જોતજોતામાં તેમના સૌરાષ્ટ્રની ધરતી પર 385 * આજની બંગાળની ખાડીનું પ્રાચીન નામ મહોદધિ હતું ને અરબી સાગરનું પુરાણું નામ રત્નાકર હતું. ‘હિંદ’ શબ્દ મુસ્લિમોથી પણ બારસો વર્ષ પ્રાચીન છે. ઈરાની સમ્રાટ ઘરાના શિલાલેખમાં ‘હિંદુ શબ્દ છે, સિંધુ હિંદુના સમીકરણથી જ યુનાની લેખકોએ Indos-ઇંડોસ-કહ્યો. ઇડોસમાંથી ‘ઇંડિયા’ આવ્યું. સિંધુનું પ્રાચીન નામ સૌવીર. 384 લોખંડી ખાખનાં ફૂલ Page #204 -------------------------------------------------------------------------- ________________ પર દબાણ આવ્યું ને તેઓના હાથપગ બંધાઈ ગયા. આગળની નાવોએ હવે સામાં મોંનો ધસારો કર્યો અને જહાજને ચારે તરફથી ઘેરી લીધું. મામલો કટોકટી પર આવ્યો. પણ જહાજ પરથી તો બહુ જ ઠંડી રીતે સામનો થતો હતો. હજી સુધી એક પણે જીવની હાનિ થઈ નહોતી.. સમાન્તરે ચાલતાં બે જહાજમાંથી થોડીવારે એક જહાજ પાછું પડ્યું, તેથી નાવડીઓમાં આવેલા જોદ્ધાઓને લાગ્યું કે જહાજવાળા પીછેહઠ કરીને ભાગી જવા માગે છે. તેઓ એકદમ આગળ વધી ગયા, ને પાછળ હલ્લો કરી દીધો. હલ્લો બેએક પળ ચાલ્યો હશે, ત્યાં તો બધાને ભાસ થયો કે આપણે ચારે તરફથી ઘેરાઈ ગયા છીએ : ને આપણી ચારેતરફ જીવતી લોહદીવાલો ચણાઈ ગઈ આ કઈ રીતે બન્યું ? આ બધા સૈનિકો શું પાણીમાંથી બહાર નીકળી આવ્યા ? કોઈને કંઈ ન સમજાયું. જોયું તો પાછળના જહાજમાંથી લોઢાની અશ્વાકાર આકૃતિઓ પર ચઢીને તરતા તરતા ઊંચા ગૌરવર્ણા યોદ્ધાઓ તેઓને ઘેરવા અર્ધચંદ્રાકારે આવી રહ્યા હતા : ને જહાજની લગોલગ આવી ગયેલી તમામ નૌકાઓને એમણે ઘેરી લીધી હતી. એ ગોરા પડછંદ યોદ્ધાઓના એક હાથમાં ધનુષ્ય વગર ફેંકી શકાય તેવું લાંબુ તીર અને બીજા હાથમાં સુવર્ણ રંગનો ગોળો હતો. ગોળા પર કંઈક પારદર્શક આવરણ ચઢાવેલું હતું. નાવોમાંથી આગળ રહેતી એક મુખ્ય નાવ પર ગોળાનો ઘા થયો. હવામાં ગોળો વહેતો થતાં, એના પરનું નાજુક આવરણ, ગરમી લાગતાં મીણ ઓગળે એમ હવામાં ઓગળી ગયું. એ નાવ પર પડ્યો અને નાવનો સ્પર્શ થતાં એ સળગી ઊઠ્યો. નાવમાં રહેલા લોકોએ એ સળગતા ગોળા પર પાણી છાંટ્યું, પણ પાણીથી એ ગોળો બુઝાવાના બદલે વધુ ભભૂકી ઊઠ્યો. થોડીવારમાં આખું નાવ અગ્નિમાં સપડાઈ ગયું, ફરી વાર બીજો ગોળો ફેંકાયો. હવામાં એ ચાલ્યો, એનું આવરણ દૂર થઈ ગયું, ને પડ્યો કે પડશે ! બધી નાવો એનાથી બચવા, ડરથી આઘી પાછી થવા લાગી. એ આઘીપાછી થતી નાવો એકબીજા સાથે ટકરાઈ ગઈ, કેટલીક તો ઊંધી વળી ગઈ. આખરે ગોળો પડ્યો. બીજી નાવ સળગી, ઊધી પડી, સાગરશરણ થઈ. નાવડીઓ માટે મામલો અણધારી રીતે ખરાબ થઈ ગયો. 386 3 લોખંડી ખાખનાં ફૂલ આ નાવડીઓમાં બેઠેલા લોકોએ તરત ધોળો વાવટો ફરકાવ્યો અને હથિયારો હેઠાં મૂકવા માંડ્યાં. જહાજના નૂતક પર આ વખતે બે વ્યક્તિઓ દૃષ્ટિગોચર થઈ. એક ખૂબ શ્વેતવર્ણી અને બીજી સુવર્ણવર્ણી . સુવર્ણવર્ણ વ્યક્તિએ કહ્યું, ‘યુદ્ધ થોભાવો. આ કંઈ લડવૈયા નથી. આ તો લૂંટારું છે. દરિયાના ચાંચિયા છે.’ શ્વેતવર્ણ વ્યક્તિએ કહ્યું, ‘મહાત્માજી, લૂંટારાનો નાશ કરવા દો. રત્નાકર નિર્ભય થાય.’ આ બંને વ્યક્તિ તરત ઓળખાઈ જાય તેમ હતી. બંને જહાજોમાંથી એમના નામના જયનાદ ગાજી ઊઠ્યો. એક હતા મહાત્મા નકલંક અને બીજા હતા શકરાજ . ‘લૂંટારાનો નાશ કરવો છે, પણ માણસનો નાશ નથી કરવો. આ ખપના માણસો છે.’ મહાત્માએ કહ્યું. શું એમને આપના લશ્કરમાં લેશો ? ઉનના કિલ્લા એ તોડશે ?” શકરાજે વ્યંગમાં કહ્યું. એમની નીતિ તો શત્રુનો શિરચ્છેદ કરવાની હતી. એ સાપ અને શત્રુને સમાન માનતા. ‘જરૂર. એમ પણ બને. અહીં તો ગા વાળે તે ગોવાળ. પણ શકરાજ, એક વાત કહી રાખું ? ઉજજૈન વિશે કે મારા વિશે કશોય ઉલ્લેખ ક્યાંય વાતચીતમાં ન કરશો. નહિ તો શાસ્ત્રમાં કહ્યું છે કે છ કાન રહસ્યને પ્રગટ કરી દે છે.” મહાત્માએ કહ્યું ને આગળ બોલ્યા, ‘રાજન્ ! શક્તિ તો જ્યાંથી મળે ત્યાંથી એકત્ર કરવી જોઈએ. આવી અદમ્ય શક્તિની તો આપણને ખૂબ જરૂર પડશે.” ‘નિયંત્રણ વગરની શક્તિ ક્યારેક રક્ષનારને જ ભણી લે છે.’ શકરાજે સ્વાનુભવ કહ્યો. ‘નિશ્ચિત રહ્યો. શક્તિ આગ જેવી છે. એ હું જાણું છું, પણ એને રક્ષતાં આવડે તો મરતા માણસને હુંફ આપી જિવાડી દે એવી પણ હોય છે.” ‘આ લોકો કોણ છે ?' શકરાજે પ્રશ્ન કર્યો. ‘એ અહીં વસતા કાબા લોક છે. લૂંટ સિવાય બીજો કોઈ કબસ એમને આવડતો નથી. કોઈએ એમને શિખવાડ્યો પણ નથી. આખા જગતને જીતવા નીકળે એવા બહાદુર આ લોકો છે.' આર્ય કાલકે કહ્યું. ‘એમનો રાજા કોણ છે ?” ‘એ જ તો આ ધરતીની મુશ્કેલી છે. અહીં ગણતંત્ર છે. તંત્ર જીર્ણશીર્ણ થઈ - સૌરાષ્ટ્રની ધરતી પર 3 387 Page #205 -------------------------------------------------------------------------- ________________ 53 મઘા-બૈરૂતનું અપહરણ ગયું છે. સાપ ગયા છે, લિસોટા રહી ગયા છે. એક રીતે અહીં કોઈ કોઈનો રાજા નથી. રાજા દ્વારકાધીશ, બીજી રીતે દરેક શક્તિશાળી માણસ રાજાની રીતે વર્તે છે.' ધીરે ધીરે બધા ચાંચિયા શરણે આવતા હતા. એમનાં શસ્ત્રો કબજે કરી લેવામાં આવ્યાં હતાં. તેઓ શરણાગતિ સ્વીકારી રહ્યા હતા. શકરાજ કુશળ સેનાપતિની અદાથી બધી વાતો પકડી રહ્યા હતા. એ બોલ્યા, ‘આ લોકોના નેતાનું નામ શું ?”. ‘અહીં તો હવે ગામગામના નેતા છે. સમાજ જેટલો નબળો બન્યો તેટલા નેતા સબળ બન્યા. આ સૌરાષ્ટ્ર દેશ છે. અહીં ગણતંત્ર છે. અહીં રાજા એકેય નથી, કુરાજા અનેક છે. ગણતંત્રનો સૂર્ય આથમી રહ્યો છે. થોડાંક ગણતંત્રો જરૂર બળવાન છે, પણ હું તો આ દેશમાં ભૂમિ, જનપદ અને સંસ્કૃતિની રક્ષા માટે એકછત્રધારી ધર્મપ્રાણ રાજવીની જરૂર જોઉં છું.’ મહાત્માએ કહ્યું. ‘આ ગણતંત્રો નિર્બળ છે. તો એની અત્યારની નિર્બળતાનું કારણ શું છે?” મહાત્માએ જવાબ આપતાં પહેલાં સાગરના વિશાળ પટ પર નજર નાખી. ચાંચિયાઓ લગભગ બધા કેદ થઈ ગયા હતા. મહાત્માએ કહ્યું, ‘ગણતંત્રમાં આખરની જવાબદારી કોઈ પર હોતી નથી, કાં તો બધા જવાબદાર, કાં કોઈ જવાબદાર નહીં ! એ જ એની મોટી નબળી કડી છે. અને વખત આવતાં એ જ એને માટે પ્રાણઘાતક નીવડે છે.' શકરાજ ની સાથે વાતચીતમાં રોકાવા છતાં મહાત્મા પરિસ્થિતિ પર સતત આંખ રાખી રહ્યા હતા. એમની એક આંખ ચાંચિયાઓ પર, બીજી શકરાજ પર હતી. બંને દ્વારા એમને કાર્યસિદ્ધિ કરવી હતી. બાજનો પડછાયો જોઈ, પંખીઓ કલરવ કરતાં બંધ થઈ જાય, એમ શકરાજના પ્રચંડ યોદ્ધાઓએ મહાત્મા નકલંકે તૈયાર કરેલો લક્ષવેધી તીરંદાજોએ ને શકરાજ ની વ્યુહરચનાએ ચાંચિયા લોકોને વશ કરી લીધા. વરસોથી સમુદ્રના ઉદર લેખાતા આ ચાંચિયાઓએ ભલભલાં જહાજોનો ભુક્કો બોલાવ્યો હતો. એમને પોતાની ચપળતા, કાર્યકુશળતા અને ધનુર્વિદ્યાની નિપુણતાનું અભિમાન હતું. આજ એ અભિમાન પર ઘા થયો હતો અને ન છૂટકે એમને સંધિનો વાવટો ફરકાવવો પડ્યો હતો, ને હથિયાર હેઠાં મૂકવાં પડ્યાં હતાં. શકરાજનાં વહાણો દ્વારામતીના બંદર પર લાંગર્યા, ત્યારે લગભગ ચાંચિયાઓના તમામ બેડા જિતાઈ ગયા હતા, અને એના નાયકે વાસુકિને પૂરેપૂરો કબજે કરવામાં આવ્યો હતો. | વાસુકિ વર્ષો જૂનો પ્રખ્યાત ચાંચિયો હતો. એની ભારે નામના હતી અને જ્યાં એનું નાવ ફરતું ત્યાં ભલભલા જંગબહાદુરો પણ ભાગીને દૂર ઊભા રહેતા. એ જે દરિયામાં રમત રમતો ત્યાં એની મંજૂરી વગર બીજું કોઈ રમી શકતું નહીં. જૂના ખમીરનો માનવી હતો. લૂંટારો હતો પણ ખાનદાન લૂંટારો હતો અને એને પોતાના નીતિનિયમો હતા. જે ગમે તે આપત્તિમાં પણ એ તોડતો નહિ. વાસુકિ આજે જુવાની વટાવી ગયો હતો, પણ એનું શરીર સૌષ્ઠવ અને શરીર શક્તિ હજી એના એ જ હતાં. દ્વારામતીના સૂર્યમંદિરને કાંઠે ઊભા રહી આર્ય કાલકે એક વાર ચારેતરફ નજર * આર્ય કાલક શકઢીપ-સિંધમાંથી આવીને સહુ પ્રથમ ગિરનાર કે શત્રુંજય પાસે આવ્યા હતા . એવા પણ ઐતિહાસિક ઉલ્લેખો છે. 388 લોખંડી ખાખનાં ફૂલ Page #206 -------------------------------------------------------------------------- ________________ ફેંકી. પછી એમણે જાણે ઘણા વખતથી બંધ કરીને મૂકી રાખેલી સ્મૃતિની સંદૂકને ખોલી. પળવારમાં અજબ સંવેદનો એમને ઘેરી વળ્યાં ! દુઃખદ ! ભારે દુ:ખદ ! પોતાને સાધુતામાંથી મિટાવી દેનાર સંવેદન ! એમને પોતાની બહેન સરસ્વતી સાંભરી. રે, એની કેવી સ્થિતિ હશે ? બાજના હાથમાં પડેલી બિચારી એ પારેવીનું શું થયું હશે ? મહાત્મા વિચારી રહ્યા, પણ ત્યાં તેમને લાગ્યું કે હું મારી બહેનને પારેવીની ઉપમા આપીને અપમાન કરી રહ્યો છું. સરસ્વતી તો સિંહસંતાન છે. ભલભલા આતતાયીને પડકાર આપનારી એ સાક્ષાત્ સ્ત્રીશક્તિ છે. એને કોઈ હેવાન રાજા દીવાલોમાં ગોંધી શકે, પણ એનું શીલ દૂષિત ન કરી શકે. સરસ્વતી બીજી અંબિકા છે. મહાત્માનું જરા ઉદાસીન બનેલું મોં આ વાતની યાદથી અભિમાનમાં ખીલી ઊઠયું. એમને યાદ આવી મહાસતી સીતા ! રાવણ જેવા દુષ્ટ રાજવીને ત્યાં એકાકી વસવા છતાં પોતાના શીલની અણીશુદ્ધ રક્ષા કરનાર એ કોમળ રાજરાણી યાદ આવી. મહાત્માથી એકાએક બોલી જવાયું, ‘રે ! સ્ત્રી જેમ કુસુમની કળી છે એમ એ ગજવેલની પૂતળી પણ છે. જેવી સતી સીતા એવી બેન સરસ્વતી ! રે ! જેણે દેહને ફેંકી દેવા જેવો અને આત્માને રક્ષવા જેવો જાણ્યો, એનાં વ્રત-ધર્મને ઊની આંચ ક્યાં આવવાની હતી !' શકરાજ આ વખતે દ્વારામતીના સૂર્યમંદિરના નિરીક્ષણમાં પડ્યા હતા. પોતે સુર્યોપાસક હતા. સાગરના કાંઠા પરનું પોતાના દેવનું મંદિર એમને આ ભૂમિને આત્મીય માનવા પ્રેરતું હતું. અલબત્ત, શકઢીપમાં સહુને સહુના ઇષ્ટદેવો પૂજવાની છૂટ હતી, પણ જન્મજાત સંસ્કારો વધુ વર્ચસ્વ ધરાવતા હતા. શકરાજ પણ પોતાના મનોપ્રદેશોમાં વિચરી રહ્યા. પોતાના વતનથી પોતાને કેવી રીતે નીકળવું પડયું, કેવી રીતે સમસુખીસમદુ:ખી મહાત્માનો સમાગમ થયો. જ્યાં માથું કપાવવાનો પ્રસંગ હતો, ત્યાં માથાને મુગટથી શણગારવા માટે મહાત્મા અહીં કેવી રીતે લઈ આવ્યા, અને ચાંચિયાઓ સાથેની લડાઈમાં કેવી લૂહાત્મક પદ્ધતિથી વિજય અપાવ્યો, વગેરે વિચારોનાં વમળોમાં એ ઘૂમી રહ્યા. સામે જ બંધનમાં પડેલો વાસુકિ ઊભો હતો. એ ઊભો ઊભો દૂર દૂર દરિયા પર નજર રાખી રહ્યો હતો. ત્યાં દૂર કંઈક કળાતું હોય એવું એના મોં પરથી લાગતું હતું. એના મુખ પર હર્ષ અને શોકની મિશ્રિત રેખાઓ રમતી હતી. થોડીવારે એ જોશથી કંઈક બોલ્યો, આ સાંકેતિક શબ્દો હતા, અને એમાં દરેક ચાંચિયા જુવાનને પાનો ચઢાવે તેવું કંઈક હતું. બંધનમાં પડેલા તમામ ચાંચિયા | 390 | લોખંડી ખાખનાં ફૂલ સાવધ થઈને દરિયા તરફ નીરખી રહ્યા. વાસુકિના શબ્દોએ મહાત્માનું ધ્યાન ખેંચ્યું. શકરાજ પણ સાવધ બની ગયો. શક યોદ્ધાઓએ ફરી પોતાનાં શસ્ત્ર સંભાળ્યાં. ‘વાસુકિ ! શું છે ?” મહાત્માએ પૂછવું. ‘જય દ્વારકાધિશ ! અમારો નવો બેડો અમને છોડાવવા આવી રહ્યો છે. યુદ્ધ 'યુદ્ધ ! તૈયાર !? વાસુકિએ કહ્યું ને એણે હાથનું નેજવું કરી તાકીતાકીને જોવા માંડ્યું. ‘તૈયાર રહો, ધનુર્ધરો !? મહાત્માએ સેનાપતિની જેમ પોતાના શક ધનુર્ધરોને પડકારો કર્યો. એક પળમાં બધા ધનુર્ધરો સાગરકાંઠે દરિયા ભણી મુખ કરીને ગોઠવાઈ ગયા. એમના હાથમાં ધનુષ તોળાઈ રહ્યાં. શકરાજ ગરુડદૃષ્ટિથી દરિયા ભણી નીરખી રહ્યા. ખરેખર, ચાંચિયાઓને નવી મદદ આવી રહી હતી. આ ચાંચિયા અને એ ચાંચિયા એકત્ર થઈ જાય તો મામલો વિકટ બની જાય, અને તો પછી આ પરદેશની ભૂમિ પર પોતાનું કોણ? પોતાનું દાઝે કોને ? શકરાજે પોતાની તલવાર ખેંચી અને હુકમ કર્યો, ‘પ્રથમ આ તમામ ચાંચિયાઓનો શિરચ્છેદ કરી નાખો. પછી નવા આવનારા દુશ્મનો સાથે સમજી લઈશું. ત્વરા કરો.” શકરાજનો આદેશ મળતાં પળવારમાં ધનુષ ખભે ભેરવાઈ ગયાં, ને કમર પર લચકતી તાતી તલવારો બહાર નીકળી આવી. ‘ન રહે બાંસ, ન બને વાંસળી, વાસુકિ ! પહેલો ભૌગ તારો.' શકરાજે તલવાર ઉઠાવી. વાસુકિ નિર્ભય ખડો હતો. એને શકરાજની તલવારની કે એમની ધાકધમકીની લેશ પર પરવા નહોતી. એ મોતથી ડરનારો નહોતો. રણમાં મોત મળે તો સ્વર્ગ મળે. વાસુકિએ સ્વસ્થતાથી કહ્યું, ‘શકરાજ ! અમે તમારા દાસ છીએ. એક વાર શરણાગતિ સ્વીકારી એ સ્વીકારી. દગો નહિ કરીએ.’ ‘એવી વાતોમાં હું માનતો નથી. કબજામાં આવેલા સાપને સંઘરવા કરતાં એનો નાશ કરવો ઉત્તમ છે. જોખમી શત્રુનો શિરચ્છેદ સારો.' શકરાજે કહ્યું અને વાસુકિનો વધ કરવા આગળ વધ્યા. વાસક અડગ ઊભો હતો. એને શિરચ્છેદની જાણે જરાય બીક નહોતી. એ વળી બોલ્યો, મઘા-બૈરુતનું અપહરણ D 391 Page #207 -------------------------------------------------------------------------- ________________ ‘શકરાજ, અમારું લોહી વહાવવું ભૂંડું છે હોં !' ‘કંઈ ચિંતા નહીં. અમે પણ એટલા જ ભૂંડા છીએ.' શકરાજે મગરૂરીમાં કહ્યું અને વધ માટે તલવાર ઊંચી કરી. દૂર દૂરથી દરિયામાં નાવોનો એક કાફલો તડામાર ચાલ્યો આવતો હતો. શકરાજની તલવાર ઊંચી થઈને નીચે ઊતરે, એ પહેલાં મહાત્માનો હાથ ઊંચો થયો. એમનો અવાજ આવ્યો, ‘થોભી જાઓ રાજનું !' ‘કાં ?’ શકરાજે પ્રશ્ન કર્યો. ‘મારું જમણું અંગ ફરકે છે.’ આર્ય કાલકે કહ્યું. ‘એટલે શું ?’ શકરાજે ઉગામેલી પોતાની તલવારને નિરુપાયે સ્થિર કરતાં પૂછ્યું. એમને આ દખલગીરી રુચિ નહીં. ‘આપણું શુભ થતું હું જોઉં છું. વાસુકિને અભયદાન આપો. એની ખાનદાની મને માન ઉપજાવે છે. એની મોત સામેની નિર્ભયતા મને ગમે છે. ભલભલો ભડવીર મોતને માથા પર જોઈ ઘેટા જેવો થઈ જાય છે.' મહાત્માએ શાંતિથી નિર્ણય આપ્યો. ‘રહેવા દો, મહાત્માજી ! દુશ્મન પરની દયા આપણને જ ભરખે છે.' શકરાજે કહ્યું. મહાત્મના છેલ્લા વાક્યના શબ્દો શકરાજને ખેંચી રહ્યા. એ પોતાના માટે તો વપરાયા નથી ને ! પણ અત્યારે એમણે ખમી ખાવામાં સાર જોયો. ‘મને માનશુકન થાય છે. આવતો નૌકાકાફલો આપણા મિત્રોનો છે.' આર્ય કાલકે, ભવિષ્યવાણી ભાખતા હોય તેમ કહ્યું . ‘અશક્ય મહાત્માજી ! આ દેશમાં કે શકદેશમાં, આપણે જે અહીં છીએ તેનાથી બીજા કોઈ આપણા મિત્ર નથી. આગ્રહ છોડી દો, અને આ ઝેરી સાપની કત્લ કરવા દો. આ લોકોની હત્યાથી આવતી લડાઈ અડધી તો ચપટીમાં જિતાઈ જશે.' શકરાજે ફરી વિનંતી કરી. ‘વાસુકિને અભયદાન !' મહાત્માએ ટૂંકામાં કહ્યું. એમાં આજ્ઞા હતી, ટંકાર હતો. કોઈ એ આજ્ઞાને ઉથાપવાની હિંમત કરી શકે તેમ નહોતું. ‘વાસુકિ ! તું મુક્ત, પણ આ બીજા લૂંટારાઓને તો...' શકરાજે આજ્ઞાનુવર્તી સેવકની જેમ પ્રશ્ન કર્યો. યથા રાજા તથા પ્રજા. શકરાજ ! એ બધાને અભય. મારું જ્ઞાન કહે છે કે જે વિષને હણવા માટે આપણે નીકળ્યા છીએ, એને હણવા માટે આ વિષ ઉપયોગી છે. વિષનું ઔશધ કુશળ ધન્વંતરી વિષમાં જ જુએ છે. સહુને અભયદાન. ચિંતા ન કરો. આપણે નમાલા નથી. મિત્ર થશે તો મહોબ્બત કરીશું, દુશ્મન થશે તો ફરી યુદ્ધના દાવ ખેલીશું.' 392 – લોખંડી ખાખનાં ફૂલ મહાત્મા આટલું બોલીને શાંત થઈ ગયા. શકરાજની અકળામણનો પાર ન રહ્યો. દુશ્મન પર દયા દાખવવામાં એમની રાજનીતિ નિષેધ ભણતી હતી. અલબત્ત, આર્યોની એ આગવી વિશિષ્ટતા હતી, પણ એમાં એમણે ઘણું સહન પણ કર્યું હતું. શકરાજથી ન રહેવાયું. એ બોલ્યા, ‘મહાત્માજી ! નીતિ, ધર્મ, દયા, ચારિત્ર્ય, એ બધું રણભૂમિની બહારની વસ્તુ છે.’ ‘રાજન ! આર્ય માન્યતા એથી જુદી છે. ખરે વખતે જો શુભ સંસ્કાર ન સચવાય તો પછી એ બિલાડીના ટોપની જેમ નિરર્થક છે. જુઓ, નૌકાકાફલો નજીક આવી રહ્યો છે.’ મહાત્માએ કહ્યું, દ્વારામતીના સાગરતીરે ઊભેલી એમની દેહયષ્ટિ સ્વયં ધર્મમૂર્તિ જેવી લાગતી હતી. ‘તમારા હઠાગ્રહમાં બે તરફથી ભીંસ ઊભી ન થાય તો સારું ! તમારાં બંનેનાં સ્વપ્નાંની ખાખ ન જોવી પડે તો ઇષ્ટદેવની કૃપા !' શકરાજે મૂંઝાતાં મૂંઝાતાં કહ્યું. શકરાજના યોદ્ધાઓ તો મહાત્માના પરમ સેવક હતા. મહાત્માના નિષેધને તેઓએ માથે ચડાવ્યો ને હવે આવતી નવી આફતને ખાળવા સજ્જ થઈ રહ્યા. ‘આ આફતનાં પડીકાંઓને ક્યાંક દૂર લઈ જઈએ તો !' શકરાજે નવી સૂચના કરતાં કહ્યું. ‘જરૂર એમ કરી શકો છો.’ મહાત્માએ કહ્યું. આ બધાને મંદિરના પાછળના ભાગમાં આવેલા કોઠામાં પૂરી દો.’ ‘શકરાજ ! દુશ્મનને પણ દિલ છે. એને જીતવા પ્રયત્ન કરવો ઘટે.' મહાત્માએ કહ્યું . ‘તો આપે રાજા દર્પણસેનનું દિલ જીતવા પ્રયત્ન નહોતો કર્યો ? મહાત્માજી! આ તો બધી તત્ત્વજ્ઞાનીઓની બેજવાબદાર વાતો છે. જે મસ્તક તલવારને લાયક હોય એને પાઘડી ન પહેરાવાય.' શકરાજે બરાબર ઘા કર્યો. ચર્ચા વધી જાત. એટલે મહાત્માએ ઇશારાથી શકરાજને સ્વકાર્ય કરવા સૂચવ્યું. થોડીવારમાં શકરાજની આજ્ઞાનો અમલ થયો. લૂંટારાઓ એક કોઠામાં પુરાઈ ગયા. ફક્ત વાસુકિ ત્યાં બંધનાવસ્થામાં શેષ રહ્યો. ન જાણે કેમ પણ મહાત્મા એ ચાંચિયા તરફ રહેમ નજર રાખી રહ્યા હતા. શકરાજને શત્રુ પ્રત્યે આવો ભાવ ખૂંચતો હતો. વખતે કંઈ દગો ન હોય, મહાત્મા પોતાને ઊંડા કૂવામાં ઉતારી વરધ કાપતા ન હોય ! શકરાજ પળવાર શંકામાં પડી ગયા. મહાત્મા શકરાજની આંખોમાં એ ભાવ વાંચી શકતા હતા. એમને એ આંખોમાં પળવાર રાજા દર્પણર્સનની તસવીર જાણે નાચતી દેખાઈ, પણ શકરાજ જેમ પરિસ્થિતિને વશ થઈ અપ્રિયને પ્રિય કરી રહ્યા હતા. એમ મહાત્મા પણ મઘા-બૈરુતનું અપહરણ – 393 Page #208 -------------------------------------------------------------------------- ________________ અપ્રિયને પ્રિય કરી રહ્યા. કાફલો હવે સાવ નજીક આવી ગયો હતો. એમાંથી એક બુલંદ સ્વર આવ્યો, ‘શક શહેનશાહનો વિજય હો !” શકરાજે એ જયકારના શબ્દો ઝીલવા કાન સરવા કર્યા. ફરી સ્વરો આવ્યા, ‘શક શહેનશાહનો વિજય હો.” અરે ! આ શું ?’ શકરાજ આશ્ચર્યમાં પડી ગયા. મહાત્મા આંખો મીંચી ગયા ને થોડીવારે બોલ્યા, “મારું જમણું અંગ ફરકે છે. શ્વાસ ડાબી નાસિકામાં છે. જરૂર આપણું શુભ થશે. મિત્રોનો મેળો થશે.' શકરાજના કાન સસલાની જેમ સરવા બન્યા હતા. એમને નવો જ વહેમ પડી રહ્યો હતો. થોડીવારમાં અકળાઈને એ બોલ્યા, અરે ! આપણા મિત્રો જરૂર, પણ આજ તો શત્રુના લેબાશમાં ! આ તો ઘરના શત્રુ આવી પહોંચ્યા લાગે છે. શક શહેનશાહે આપણો પીછો પકડવા આ બધાને મોકલ્યો છે. ઓહ ! ઘરના દાઝયા વનમાં ગયાં તો ત્યાં પણ લાગી આગ!” | ‘ચિંતા નહિ, શકરાજ ! આ આર્ય ભૂમિ છે. મગરનું જોર પાણીમાં, એમ અહીં શહેનશાહનું જોર ચાલે તેમ નથી અને આ આપણો મિત્ર વાસુકિ છે ને? એની એક હાકે હજારો યોદ્ધા આવીને ઊભા રહેશે. આપણે એના મહેમાન છીએ. એની સેના આપણને જરૂર મદદ કરશે.' ‘શ કરાજ વાસુકિ સામે જોઈ રહ્યા. પળવાર પહેલાં જેના લોહી માટે પોતે તૈયાર થયા હતા. એને મિત્ર થવાનું કહેવું કઠિન હતું. શકરાજ મહાત્માને મનોમન અભિનંદી રહ્યા. ને પોતાની ઉતાવળ માટે પરતાઈ રહ્યા. રાજકારણમાં તો શત્રુ પળવારમાં મિત્ર ને મિત્ર શત્રુ !? ‘ચિંતા ન કરો, શકરાજ !' વાસુકિ વગર વિનંતીએ બોલ્યો, “અમે જરૂર લૂંટારા છીએ, પણ નીતિનિયમમાં માનનારા છીએ. અમને બચાવનારને માટે અમે જાન આપીએ એવા છીએ. હુકમ કરો, મહાત્માજી !” *પ્રથમ વાસુકિને બંધનમુક્ત કરો.' મહાત્માએ કહ્યું. વાસુકિને મુક્ત કરવામાં આવ્યો. ‘વાસુકિને માથે શેક સરદારનો મુગટ મૂકો.’ મહાત્માએ હુકમ કર્યો. વાસુકિને માથે મુગટ મૂકવામાં આવ્યો. “વાસુકિ ! તું અમારો બને છે.” મહાત્મા જાણે વાસુકિના વફાદારીના સોગન લેવડાવતા હોય તેમ બોલ્યા. 394 3 લોખંડી ખાખનાં ફૂલ ‘આપનો દાસ છું.’ વાસુકિ બોલ્યો. ‘વાસુકિ ! તપાસ કર કોણ આવ્યા છે ? મિત્ર છે કે શત્રુ ?” ‘જેવો હુકમ !' વાસુકિએ એટલું બોલતાં તો તરત પાણીમાં ઝંપલાવ્યું. પાણીમાં થોડે દૂર અડધી તૂટેલી એક નૌકા તરતી પડી હતી. એ પર એ ચડી બેઠો, ને થોડાંક હલેસાં મારી નાવને આવતી કાફલાની લગોલગ કરી દીધી. સામેથી જહાજ ચાલ્યું આવતું હતું. એના કપ્તાનને વાસુકિએ દરિયાઈ ભાષામાં કંઈક કહ્યું. થોડીવારમાં એક રસ્સી નીચે ઊતરી આવી. વાસુકિ વાનરની જેમ ઉપર ચડી ગયો ને થોડીવારમાં પાછો નીચે ઊતરી આવ્યો. ફરી પોતાની નાવડીમાં એ ચડી બેઠો. થોડાંક હલેસાં દીધાં ન દીધાં કે દ્વારામતીને કાંઠે. એ ઊતરીને મહાત્મા પાસે દોડ્યો ને બોલ્યો, ‘મહાત્માજી ! એ તો આપના મિત્રોનો બેડો છે.' ‘મિત્રોનો ?' શકરાજને હજીય એમાં શંકા લાગતી હતી. - “હા, કહે છે કે શકરાજ મહાત્માની મદદે ભારતમાં ગયા છે, એવી ગાથા ત્યાં ગવાઈ છે. શક શહેનશાહે મદદમાં સેના મોકલી છે.’ વાસુકિ બોલ્યો. ‘ન મનાય એવી વાત છે.’ શકરાજે કહ્યું. ‘વાસુકિ ! જા, ત્યાં વહાણમાંથી બે જણને તેડી લાવ. લે, શકરાજની આ મુદ્રા', મહાત્માએ શકરાજ પાસેથી મુદ્રા લઈને આપી. | વાસુકિ તરત પાછો ફર્યો. શકરાજ આ બાબરા ભૂતના નવા અવતારને જતો નીરખી રહ્યા, ને બોલ્યા, ‘મહાત્માજી ! આપની મંત્ર-શક્તિ અભુત છે. ભલભલાં ભૂત પળવારમાં વશ બની જાય છે.' ‘દિલભર દિલ છે, રાજન ! સામો માણસ ખાનદાન હોય તો આપણા દિલનો પડઘો પડે જ છે.' | ‘અપવાદમાં રાજા દર્ણપર્સન ખરો ને ?' શકરાજે વળી કડછી ભાષા વાપરી. મહાત્માને વારંવાર જખમમાં થતો ઘોંચપરોણો ગમતો નહોતો, પણ એમણે એ ખમી ખાધો. વાસુકિ થોડીવારમાં બે જણાને લઈને પાછો ફર્યો. એમાં એક પ્રજાવર્ગનો નેતા નક્ષત્ર હતો. બીજો રાજ તરફનો નેતા નહપાન હતો. બંનેએ શકરાજને પોતાનાં મસ્તક નમાવ્યાં. મઘા-બૈરુતનું અપહરણ 395 Page #209 -------------------------------------------------------------------------- ________________ શકરાજે બંનેના નમસ્કાર ઝીલ્યા, પ્રસન્ન વચન ઉચ્ચાર્યાં, ને બોલ્યા, ‘તમારું આગમન મને રહસ્યભર્યું લાગે છે. ખુલાસો કરશો તો રાજી થઈશ.’ નક્ષત્રે પોતાની વાત શરૂ કરતાં કહ્યું, ‘આપના ગયા પછી મહાસુંદરી મઘાએ પોતાના પતિનો પત્તો ન મળતો હોવાથી એને મરી ગયેલો સમજી ફરી સ્વયંવર યોજ્યો. આ પહેલાં એણે એક નાટક ભજવ્યું. એ નાટકનું નામ ‘સંજીવની રોપ’. આ નાટકમાં એણે સંજીવનીની શોધ, મહાત્માનું મિલન, મહાત્મા અને શકરાજની મુલાકાત વગેરે સુંદર રીતે ભજવી બતાવ્યું. પછી શકરાજ તરફ શહેનશાહને શંકા કઈ રીતે થઈ, મસ્તકની માગણી કેવી રીતે કરવામાં આવી ને આપ કેવી રીતે વતન ત્યાગ કરી ગયા, એ ખૂબ સુંદર રીતે ભજવ્યું ને એક સારા રાજકર્તા શહેનશાહ તરફથી સામાન્ય શંકાને કારણે કેટલો બધી હેરાન કરવામાં આવે છે, ને પ્રજા કેવી શાંત રહી જોયા કરે છે, એ પણ સૂચવ્યું. નાટક જોઈને પ્રજા વર્તમાન ઘટનાનો ભેદ પામી ગઈ. પ્રજા એકદમ જાગી ગઈ.' ‘શાબાશ મળ્યા !' શકરાજ વચ્ચે બોલ્યા. ‘મઘાએ તો કમાલ કરી,' રાજપ્રતિનિધિ નહપાને વાત આગળ ચલાવી, ‘એણે શહેનશાહની સેવામાં રહેલા બૈરૂતની સાન ઠેકાણે આણી. બસ, પછી તો બધાએ મળીને શકરાજને બચાવવાની યોજના તૈયાર કરી. મઘા આગેવાન બની. બૈરૂતે પ્રજાને તૈયાર કરી. બધા પાટનગરમાં ગયા. શહેનશાહ ચમકી ગયા. એમણે વાત ફેરવી નાખી, કહ્યું, જાઓ, લશ્કર લઈ જાઓ, ને શકરાજને ભારતવિજયમાં મદદ કરો. એમને કહો કે ભારત જીતીને માનપૂર્વક પાછા આવો. હું અપૂર્વ માન આપીશ. મારી શંકા ટળી ગઈ છે.’ ‘વાહ મારી શિષ્યા ! ગુરુર્થી સવાઈ નીકળી.’ મહાત્માથી બોલાઈ ગયું. નહપાન બોલ્યો, ‘અમે આપ સહુનું પગલે પગલું દબાવતા નીકળી પડ્યા. પણ રસ્તામાં ચાંચિયાનો ભેટો થયો.' ‘અમને પણ ભેટો થયો હતો.' શકરાજ બોલ્યા. એ અત્યારે ખૂબ ઉમંગમાં હતા. ‘રે, મઘાને બોલાવ, મારે એને કપાળે ચૂમી ચોડવી છે, ઇનામ આપવું છે.’ ‘મહારાજ ! હવેની વાત જરા શોકજનક છે. અમે ચાંચિયાને મોં સામેની લડતમાં હરાવ્યા, પણ એ દગો કરી ગયા. રાતે ચૂપચાપ આવીને મઘા અને બૈરૂતને એ ઉપાડી ગયા.’ નહપાને શોકભર્યા સ્વરમાં કહ્યું, ‘અમે ઘણી શોધ કરી પણ હજી એમનો પત્તો મળ્યો નથી.’ હર્ષના સાગરમાં દુઃખની ઓટ આવી : બધા એકદમ લેવાઈ ગયા. ચાંચિયા સ્ત્રીને લઈ જાય, પણ માનથી રાખે અને આપણને પહોંચાડે.' 396 – લોખંડી ખાખનાં ફૂલ મહાત્માએ કહ્યું, ‘આ દેશમાં બાળક, રાજા, સ્ત્રી, ગાય અને બ્રાહ્મણ અવધ્ય લેખાય છે.' ‘એ વાત સાચી, પણ મને એક શંકા છે.' વાસુકિએ વચ્ચે કહ્યું. ‘શી શંકા ?’ ‘હમણાં પાશુપત સંપ્રદાયના લોકો સોમનાથ પાટણ તરફ બહુ ફરે છે. એ નરલિ આપે છે. એ માટે તેઓ અમારી સાથે ઘૂમે છે. અમારા ઘર પાસે ધામા નાખીને પડ્યા રહે છે. સુવર્ણના લાલચુ કેટલાક ચાંચિયા આ નરબલિ પૂરો પાડવાનું કામ કરે છે.' ‘ઓહ ! પણ નરબિલનો તો રાજ તરફથી નિષેધ છે ને ?' મહાત્માએ કહ્યું. ‘જરૂર છે, પણ આ પાશુપત લોકો માથાભારે છે, એ ભારે લડવૈયા પણ છે. પ્રજાને દબાવવા કે દુશ્મનને ડારવા અહીંના ગણતંત્રોના સ્વામીઓને તેઓનો વારંવાર ખપ પડે છે. એટલે તેઓ આંખ આડા કાન કરે છે.' વાસુકિએ કહ્યું. ‘શકરાજ ! તમે શસમૂહનું સ્વાગત કરો. હું માને શોધવા જાઉં છું. મારે મન એ બીજી સરસ્વતી છે.' મહાત્માએ કહ્યું. શકરાજને આ પ્રસંગે આ ભાવાવેશ ન રુચ્યો. પણ મહાત્માઓ મનચલા હોય છે. એનો એમને તાજો અનુભવ થઈ ગયો હતો. તેઓ બોલ્યા, ‘અહીંથી વ્યવસ્થા પણ જરૂરી છે. નવો દેશ છે અમારા માટે. મિત્ર-શત્રુની પિછાન નથી. આપ જઈને આવો ત્યાં સુધી લશ્કરી ઢબે અમે અહીનું શાસન ચલાવીશું.' ‘સારું.’ મહાત્માએ મંજૂરી આપી. ‘કોઈ ગુનેગાર લાગે તો સજા કરજો, પણ દેહાંતદંડ ન દેશો. વારુ, તો મારી સાથે કોણ આવશે ?’ સેવક આપની સાથે છે . સાંજે ઉપડીએ. શોધ માટે રાત્રિ અનુકૂળ રહેશે. મારા અનુચરોને અત્યારે જ રવાના કરું છું.' વાસુકિએ કહ્યું. ‘વાસુકિના તમામ સાથીદારોને મુક્ત કરો.' શકરાજે આજ્ઞા કરી. એણે સમય પારખી લીધો. મહાત્મા જતાં જતાં આજ્ઞા કરી જશ ખાટે, એનાં કરતાં પોતે કાં ખાટી ન જાય ! વાસુકિના સાથીદારો મુક્ત થયા. મહાત્મા સંધ્યાની રાહ જોઈ રહ્યા. એમના આનંદના ચંદ્ર ઉપર મઘા-બૈરૂતના અપહરણના સમાચારનો રાહુ ફરી વળ્યો હતો. મઘા-બૈરુતનું અપહરણ – 397 Page #210 -------------------------------------------------------------------------- ________________ 54 મઘાની મુક્તિ મહાત્મા ભારે ચિંતામાં પડી ગયા. સાંજ કેમેય પડી. મન વારંવાર પૂછતું હતું, “મઘા ક્યાં ?' સાગર જાણે સામો એ જ સવાલ પૂછતો હતો, ‘મેઘા ક્યાં ?' ચક્રવાક જાણે એ જ શબ્દનો પડઘો પાડતો હતો : ‘મઘા ક્યાં ?” જળતરંગો જાણે એ જ શબ્દો બોલતા હતા : ‘મથી ક્યાં ?' મનનો ઢંગ તો જુઓ ! જેને ખાતર એક ભવમાંથી બે ભવ કર્યા - મુનિમાંથી મહારથી બન્યા - એ ભગિની સરસ્વતી ક્ષણવાર વીસરાઈ ગઈ; અને એનું સ્થાન મઘાએ લઈ લીધું. અહીંની બે માનવજાતોથી એમણે મઘા માટે ડર હતો; એક પાશુપત લોકોથી, જેઓ મનુષ્યબલિમાં ભારે શ્રદ્ધા ધરાવતા હતા. તેઓ લડાયક બળવાન હોવાથી કોઈનો પ્રતિબંધ સહન કરતા નહિ. એમને છંછેડવા એ કાળા નાગને છંછેડવા બરાબર હતું. બીજો ભય વિંધ્યવાસી પલવ લોકોનો હતો. તેઓ મનુષ્યભક્ષક હતા. મનુષ્યનું લોહી એમને માટે શરબત હતું ને મનુષ્યનું માંસ એમને માટે મિષ્ટાન્ન હતું. નરબલિ કે નરમાંસનો રાજ્યો તરફથી તો ખાસ નિષેધ હતો; છતાં આ અનિષ્ટ ચાલ્યા જ કરતું હતું. ઘણીવાર પાશુપત યોદ્ધાઓની લડાઈમાં મદદ લેવાના આશયથી રાજ કર્તાઓ તરફથી આડકતરી રીતે નરબલિ ગુપ્ત રીતે ભેટ પણ અપાતો. પાશુપત યોદ્ધાઓ ભારે ઝનૂની યોદ્ધાઓ હતા. યુદ્ધ ખેલવું અને એમાં મરવુંમારવું એ એમને મન અનેરી મોજ હતી. વાસુકિ નૌકા વહેતો આવી પહોંચ્યો. મહાત્માએ નૌકાના અગ્રભાગમાં સ્થાન લેતાં કહ્યું, ‘વાસુકિ, મઘા નહીં મળે તો હું સાગરમાં સમાધિ લઈશ.’ | ચિંતા ન કરો, આર્યગુરુ ! મથા જરૂર મળશે. ગુરુદેવ ! મથાને જો દરિયાએ સંતાડી હશે, તો અગત્યની જેમ હું સાગર પી જઈશ; ધરતીએ છુપાવી હશે તો વરાહ અવતારની જેમ પૃથ્વીને ઊંચી તોળી લઈશ, પણ મથાને લઈ આવીને જંપીશ. આપ નિશ્ચિત રહો.’ વાસુકિને આશ્વાસન આપતાં કહ્યું. વાસુકિએ નૌકા પર પોતાના દેશ સમર્થ સાથીદારોને લીધા. આ સાથીદારો જુદાં જુદાં કાર્યોમાં નિષ્ણાત હતા. કોઈ દરિયામાં પડેલું મોતી શોધી કાઢતા, કોઈ પથ્થરમાં રહેલ ગંધ પારખી શકતા, કોઈ ધૂળ પરથી ત્યાંની ધરતીની ભાળ આપી શકતો, કોઈ હવાની સાથે ઊડી શકતો; અને કોઈ જાતજાતની બોલી બોલીને સંકેત આપી શકતો. અંધારી રાતમાં તારાનું નિશાન લઈને નૌકા ઊપડી આર્યગુરુ નૌકામાં શાંત બેઠા હતા. એમના અંતરમાં તો દરિયાનાં ભરતીઓટ ઉછાળા મારી રહ્યાં હતાં; પણ મુખ પર નિશ્ચલ શાંતિ હતી. વાસુકિએ આ શોધની આગેવાની લીધી. સામાન્ય માણસ માટે રાતનો સાગર પ્રવાસ કઠિન હતો, પણ આ જૂથને રાતનો સાગરપ્રવાસ વિશેષ સરળ અને સુખદ હતો. નૌકા ઝડપથી આગળ સરતી હતી. જે સ્થળે મથાના વહાણને અને ચાંચિયોના વહાણને ભેટો થયો હતો, એ દિશા તરફ એમણે નાવોનો વેગ વધાર્યો. થોડીવારમાં એ સ્થળે પહોંચી ગયા. અહીં લડાઈના અવશેષ જેવું કંઈ નહોતું રહ્યું. પણ એકાદ ભાંગેલી નાવના કટકા અહીંતહીં તરતા હતા. વાસુકિએ પોતાની નોકા ત્યાં થોભાવી, આર્યગુરુને ત્યાં બેઠા રાખી ટપોટપ બધા પાણીમાં કૂદી પડ્યા. રાતના ઘોર અંધારા પર, વદ પક્ષનો મોડો ઊગનારો ચંદ્રમા હજી હવે ઊગતો હતો. એની આછી કિરણાવલિ સાગરના અંધારિયા પટ પર પથરાતી હતી. આ કિરણાવલીમાં આર્યગુરુએ વાસુકિ અને એના દસ સાથીદારોને પાણીના પટ પર તરતા જોયા. જલચરો મોં ફાડીને સામે આવતાં હતાં. વનેચર જેવો વાસુકિ લાંબી વામે દરિયો કાપતો હતો. એના સાથીદારોનાં અંગો માછલીઓની ભ્રાંતિ કરાવતાં હતાં. ને એ ભ્રાંતિમાં કોઈ મગરમસ્ય ભક્ષ મધાની મુક્તિ 399) Page #211 -------------------------------------------------------------------------- ________________ કરવા આવતો ત્યારે છરીઓનો લાંબો હારડો પહેરેલો એ માનવી મગરને અભક્ષ્ય લાગતો અને આંધળું સાહસ કરીને એ માનવીની પાસે જનારા જળચરનાં અંગ છેદાઈ જતાં. રાત સમસમ વહી જતી હતી. આર્યગુરુ એકલા નૌકા પર બેઠા હતા. નૌકાએ ત્યાં લંગર બાંધ્યું હતું, એટલી થોડી આઘીપાછી થઈને એ પાછી ઠેકાણે આવી જતી. અને નોકાની જેમ આર્ય કાલકની સ્મૃતિઓ પણ થોડી આઘીપાછી થતી હતી. જીવનના વિશાળ ફલક પર કેવા કેવા ગમતા-અણગમતા રંગો આવ્યો, એની રંગાવલિ એ પોતાના અંતરપટ ઉપર અને કાળપટ ઉપર નીરખી રહ્યા. એ સ્મૃતિપટ પર અનેક રંગભરી રસભરી સુંદરીઓ આવીને અદૃશ્ય થઈ ગઈ. બધાને આવરી લેતા અને શીળો પ્રકાશ પાથરતા પેલા ખીણવાળા મુનિ યાદ આવ્યા. ને પોતાને માથે મોટી જવાબદારી મૂકીને જીવન પૂરું કરનાર ગુરુદેવ યાદ આવ્યા. રાત વધે જતી હતી. વાસુકિ અને તેના સાથિદારોને ગયે ઘણો વખત થયો હતો, પણ પાછા ફરવાનાં કંઈ નિશાળ કળાતાં નહોતાં. મઘાને માટે એ બધા મહેનત કરે, અને પોતે નિશ્ચલ બેસી રહે, એ એમને ગમતી વાત નહોતી, પણ અહીં તેમનાથી કંઈ થઈ શકે તેમ પણ નહોતું. ઘડીમાં સાગર સામે, ઘડીમાં નૌકા પર, ઘડીમાં દૂર ઝાંખા કિનારા પર તેઓ નજર ફેરવી રહ્યા. આભમાં તારાઓ ચમકતા હતા. મધરાત થઈ જવા આવી હતી. એકાએક નૌકાને કોઈનો સ્પર્શ થયો. નૌકા હાલી, કોઈ વ્યક્તિ એકદમ ઉપર કૂદી આવી. એણે કહ્યું, ‘ગુરુદેવ, મઘાનો પત્તો મળ્યો.' શું પત્તો મળ્યો ? ક્યાં છે મઘા ?” | ‘વાસુકિ નાયકનો આ સંદેશ છે. અમે જાણતા નથી કે અત્યારે એ ક્યાં છે, પણ આપને તરત કાંઠે આવી પશ્ચિમી કાંઠા તરફ જવાનું છે. ત્યાં સારંગ મળશે. એ આપને રાહ બતાવશે.’ “સારંગ કોણ ?” ‘દેવચકલી, મહાગુરુ, વાટના કેડા બતાવવા માટે અમે આવાં પંખી પાળીએ છીએ. સોમનાથ જવાના કેડા બતાવતી દેવચકલીનું નામ સારંગ છે.' ગુરુ આશ્ચર્ય પામ્યા. ચાંચિયા, લૂંટારા, ખૂનીનું ઉપનામ પામેલા આ લોકો કેટલા વીર, કેટલા કર્તવ્યપરાયણ ને કેટલા અતિથિપ્રેમી હતા ! વળી આખા વન પર ને દરિયા પર કાબૂ રાખવાની કેવી કેવી પદ્ધતિઓ જાણતા હતા ! નૌકા કિનારા તરફ ચાલી અને ઘૂંટણ સમાણાં પાણીમાં આવીને એ ઊભી રહી. ગુરુ પાણીમાં ચાલતાં કાંઠે આવી ગયા. એમની ઊંચી પડછંદ કાયા ને મોટું માથું લૂંટારાને પણ માન ઉપજાવી રહ્યાં. ત્યાંથી તેઓ પેલા સાથીદાર સાથે નિઃશંક રીતે આગળ ચાલ્યા. થોડીક વારમાં પ્રભાતિયો તારો આભમાં દેખાયો ને સાથીદારે વિદાય લીધી, સાથે જ એક પંખીનો સ્વર સંભળાયો. ‘સારંગ !' આર્યગુરુએ કહ્યું, “બાપુ, ચાલ માર્ગ બતાવ.” દેવપંખી ઊડવું, થોડીવાર એ ધોરીમાર્ગ પર રહ્યું પછી એણે કેડી લીધી. આર્યગુરુ એ રસ્તે ચાલ્યા. પથ્થર અને ઝાડીમાંથી કેડી ચાલી જતી હતી. ઘણીવાર ઝરણને વીંધીને એ આગળ વધતી. દેવપંખી અને આર્યગુરુ એ રીતે પંથ કારી રહ્યાં. ઘણું ચાલ્યા, બપોર થયા, પણ પંથનો પાર ન આવ્યો. સૂર્ય ખૂબ તપ્યો. એટલે પંખી ઝાડની ઘટામાં બેસી ટહુકવા લાગ્યું. આર્યગુરુ સમજ્યા કે પંખી વિશ્રામ લેવાનું કહે છે. એમને માણસ કરતાં પંખી વધારે પ્રિય લાગ્યું. નિઃસ્વાર્થભાવે કેવી ઉત્તમ સેવા ઉઠાવે છે ! આર્યગુરુએ થોડીવાર ત્યાં વિશ્રામ કર્યો ને વળી દેવપંખી આગળ ઊડ્યું. આર્યગુરુ પણ એની પાછળ પંખીની જેમ પાંખો કરીને ઊડતા ચાલ્યા. હવે કેડી પર માણસોનાં પદચિહ્નો દેખાતાં હતાં. કંઈ કંઈ વસ્તુઓ ફેંકેલી નજરે પડતી હતી. હવે ગુરુને મુસાફરી કરવામાં કંઈક રસ આવ્યો. તેઓ ચારે તરફનું નિરીક્ષણ કરતા આગળ વધવા લાગ્યા. સૂરજ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો હતો. માર્ગનો અંત ક્યારે આવે, એ સમજાય એવું નહોતું. મોટી બીક એ હતી કે સાંજ પડતાં પંખી વિશ્રામ કરશે અને પોતાને પણ ફરજિયાત વિશ્રામ કરવો પડશે, ને તો મઘાની શોધ અધૂરી રહેશે ! અધૂરી શોધ મનમાં અજંપો જન્માવશે. એ શોધમાં આખો જીવનપંથ કપાઈ જાય, તોય એમાં કંટાળો નહોતો. ધીરે ધીરે કેડી સાંકડી બનતી ગઈ. એકાએક કેડી એક અંધારી ગુફામાં જઈને થંભી ગઈ. ધોળે દિવસે ત્યાં અંધારું હતું. ચામાચીડિયાં ચહુકતા હતાં ને એક બૂરી મઘાની મુક્તિ 1 401 400 | લોખંડી ખાખનાં ફૂલ Page #212 -------------------------------------------------------------------------- ________________ વાસ નાકને આવરી રહી હતી, દેવપંખી બહાર રહી ગયું. ગુરુ ત્યાં ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા : હવે શું ? એમના ભોમિયા સમુ પંખી તો કંઈ વાત કરવાનું નહોતું. તો પૂછવું કોને ? એકાએક ગુફાની દીવાલમાંથી એક જણ બહાર નીકળી આવ્યો. એ કોઈ ખાખી વેરાગી જેવો લાગતો હતો. એના હાથમાં લોહીવાળું ત્રિશૂળ હતું અને એનાં અંગો પર ત્રિશૂળનાં જખમ હતાં. આર્યગુરુએ આગંતુકને જોતાંવેત ઓળખી લીધો અને કહ્યું, “કોણ વાસુકિ?” ‘હા ગુરુ દેવ, ! છું તો આપનો વિનમ્ર સેવક વાસુકિ, પણ અત્યારે હું પાશુપત સંપ્રદાયનો ખાખી વેરાગી. મથાનો પત્તો મેળવવા આ વેશ સજ્યો છે.' ‘પત્તો તો મળ્યો ને ?' આર્યગુરુએ બીજી વાત છોડી મુખ્ય પ્રશ્ન કર્યો. આમાં એમના મનની અધીરાઈ ભરી હતી. ‘પત્તો તો લાગ્યો, પણ પ્રાપ્તિ મુશ્કેલ છે.’ ‘કેમ ? મરજીવાને શું મુશ્કેલ ? વાસુકિ, મને બધી વાત વિગતથી કહે. જરૂર લાગશે તો ક્ષત્રિયનું લોહી, સાધકની સિદ્ધિ ને મુનિનું તપ-ત્રણેને આજે હોડમાં મૂકી દઈશ; પણ કામ પાર પાડીને જ જંપીશ.' આર્યગુરુની અધીરતાને સીમા નહોતી, વાસુકિએ કહ્યું, ‘આર્યગુરુ ! આ અમારાં જ પાપ છે. આપને મૂકીને હું કાંઠે આવ્યો કે મને તરત ખબર મળી ગઈ કે અમારા જાતભાઈઓએ જ મઘાને ઉપાડવામાં મદદ કરી છે. આ ખાખી વેરાગી લોકો અમારા લોકોમાં ખૂભ પૅધેલા છે, ને કોઈ મોટી લૂંટમાં અમે એમની મદદ લઈએ છીએ, તેમ એમને પણ પૂજાપાઠ માટે કે મોટી સાધના માટે બલિ તરીકે નર-નારી અમે જ મેળવી આપીએ છીએ.' વાસુકિ શ્વાસ લેવા થંભ્યો. ‘હાં પછી.. ' આર્યગુરુને વાસુકિ શ્વાસ લેવા થંભે એ પણ અત્યારે ગમતી વાત નહોતી. મવાની સુંદરતા, પરાક્રમ, હોશિયારી જોઈ એ લોકોએ એનો બલિ તરીકે ઉપયોગ ન કરતાં, એને સિદ્ધિની સાધનાસુંદરી બનાવવાનો નિર્ણય કર્યો. ગુરુ! મારા સાથીદારો કહે છે, કે રિવાજ મુજબ એનાં વસ્ત્રો ઉતારી લઈને એને નગ્ન કરી, છતાં એ જરા પણ ન થડકી. એને સિદ્ધ પુરુષ આચાર્ય દેવની પાસે મોકલવામાં આવી. એ નિશ્ચિત રીતે ચાલી ગઈ. સાધનાગૃહમાં દ્વાર બંધ થયાં, પણ થોડીવારે આચાર્યદેવ બહાર આવ્યા ને બોલ્યા, ‘આ સુંદરી અનાર્ય કુળની છે. એ સાધના-સુંદરી બની ન 402 લોખંડી ખાખનાં ફૂલ શકે. બલિને યોગ્ય છે કે નહિ તે હવે બીજા આચાર્યો નક્કી કરે અને તેમણે મઘાને બહાર કાઢી. ‘ગુરુદેવ, મારા સાથીદારો કહે છે કે મઘા તો સાવ શાંત હતી, આચાર્યના આખા દેહ પર પરસેવો હતો, ને મોં પડી ગયું હતું. ન જાણે આપની એ શિષ્યાએ શો ચમત્કાર ર્યો ! ગુરુદેવ ! હવે મઘા બીજા કાપાલિકોના હાથમાં પડી છે. મેં અડધે રસ્તે એને ઉઠાવવા આ વેશ સજ્યો, પ્રયત્ન કર્યો, ઇચ્છા તો હતી કે અધવચ્ચેથી જ મઘાને લઈને આપને આવી મળું, પણ હું નિષ્ફળ ગયો.” ‘તો પછી મઘા અત્યારે ક્યાં છે ? બૈરૂતનો કંઈ પત્તો ખરો ?' આર્યગુરુના શબ્દમાં ઉદ્વેગ હતો. બૈરૂતનો કંઈ પત્તો નથી, કોઈ કહે છે કે સામનો કરતાં મરાયો. કોઈ કહે છે એ દરિયામાં ફેંકાઈ ગયો. મઘા સોમનાથ પાટણના પાદરમાં છે. ત્યાં એક ગુપ્ત મઠમાં પાશુપત આચાર્યો એકઠા મળ્યા છે. તેઓ નિર્ણય કરી રહ્યા છે કે મઘા બલિ તરીકે ગ્રાહ્ય કે અગ્રાહ્ય ! કેટલાક ‘હા’ના મતમાં છે, કેટલાક ‘ના’ના મતમાં છે. ‘ત્યાં કેટલા માણસો છે ?' ‘સોએક જણા. પણ ગુરુદેવ ! આ ખાખી લોકો બહુ બળવાન ને લડવામાં ભારે. કુશળ હોય છે. એ બધા હોય છે તો નગ્ન, શરીરે ફક્ત ખાખ ચોળેલી હોય છે, પણ જાણે કુદરતી લોહકવચ સક્યું હોય તેમ લાગે છે. એમના તલવારનો વાર આગળ એક વાર તો ભલભલા યોદ્ધા પણ ભોંઠા પડી જાય.' ‘તો શું કરીશું ?” ગુરુ પ્રશ્ન કરીને એ પ્રશ્નનો ઉત્તર પોતાના મનમાં શોધી રહ્યા, ‘માણસ ગમે તેવો હોય પણ આખરે તો હાડ-ચામનો છે ને ! વાસુકિ, શું કરીશું?' ‘મારા મનમાં પણ દ્વિધા છે. એક તરફ એમ લાગે છે કે લડી લઈએ, બીજી તરફ એમ લાગે છે કે લચ્ચે આપણે પહોંચી શકીએ નહિ. તો પાછા ફરીએ ને દ્વારકાથી મદદ લઈ લાવીએ ! પણ પાછી એમાં શંકા એ રહે છે કે સમય પૂરતો મળે કે ન પણ મળે. બલિ દેવાનો નિર્ણય થાય તો ઉત્સવ તો પાસે જ છે.” આર્યગુરુ વિચારી રહ્યા. એમણે તરત ગુફામાં રહેલી રજ એકત્ર કરવા માંડી. વાસુકિ એમાં સમજ્યા વિના મદદ કરી રહ્યો. રજને લઈને ગુરુ મંત્રપૂત કરવા માંડ્યા, અને પડતી રાતમાં વનસ્પતિ અને વેલા ખૂંદી રહ્યા. થોડીવારે એમણે કપડાંની ઝોળીમાં રજ ભરી, અને વાસુકિને કહ્યું, “ચાલ, એ ચર્ચાસભામાં મને લઈ ચાલ, આપણે મથાને ઉઠાવી લાવીએ.’ માની મુક્તિ 403 Page #213 -------------------------------------------------------------------------- ________________ ‘પણ શી રીતે ઉઠાવી લાવીશું ?' ‘તું ખાખીના વેશમાં સભામાં જજે. આ ૨ચુર્ણ હવામાં ફેંકજે. થોડીવારમાં બધાનાં મગજ ઘેરાશે, એટલે આપણે મઘાને લઈને તરત જ નીકળી જઈશું.' ગુરુએ પ્રયોગ સમજાવ્યો. ‘પણ તેઓ આપણો પીછો પકડશે તો ?' ‘તો હું એમને ખાળીશ. તું મઘાને શકરાજ પાસે પહોંચાડજે. પણ બનતાં સુધી મગજના ઘેરાયેલા તંતુ ખૂલતાં વાર લાગશે.' ‘વારુ ગુરુ ! ચાલો.' વાસુકિએ નિર્ણય સ્વીકાર્યો. બંને ચૂપચાપ આગળ વધ્યા. હવે પ્રયત્નનું અંતિમ લક્ષ નજીક હતું. ભારે સાવધાની રાખવાની હતી. બાહોશીથી કામ લેવાનું હતું. કાં તો સિદ્ધિ, કાં તો વિનાશ એ સિવાય ત્રીજો કોઈ અંજામ કલ્પી શકાતો ન હતો. પણ વાસુકિ સાહસની ગોદમાં ખેલ્યો હતો. સાહસમાં એને મોજ આવતી. આર્યગુરુ સાથેની પહેલી કપરી મુલાકાતમાં જ એ એમને અર્પણ થઈ ગયો હતો. એને અંતરમાં એક આશા પણ હતી કે ક્યારેક પણ મારો ઉદ્ધાર થશે તો કોક આવા સિદ્ધ આદમીથી જ થશે. એ ધીરે ધીરે ખાખીઓની જમાતમાં ભળી ગયો. અત્યારે બે આચાર્યો આર્યબલિ અને અનાર્ય બલિના વિવાદમાં પડવા હતા. સભા પક્ષોમાં વહેંચાઈ ગઈ હતી. વાસુકિએ ધીરેથી રજ-ચૂર્ણને હવામાં વહેતું મૂક્યું, ગુલાબની જેમ એ મીઠી સુગંધ પ્રસારી રહ્યું. એક તો સૌનાં મગજ ચર્ચાથી ઉશ્કેરાયેલાં હતાં, તેમાં આ રજચૂર્ણ ધાર્યા પ્રમાણે પોતાની ગંધ પ્રસારી રહ્યું, એટલે એ તરત જ બધા ઉપર અસર કરવા લાગ્યું. બીજા બધાની આંખો પર તો ઘેન વ્યાપી ગયું, પણ વાદે ચઢેલા આચાર્યો પર રજ-ચૂર્ણની પૂરતી અસર ન થઈ ! વાસુકિ એની રાહ જોઈ રહ્યો. પણ ધીરે ધીરે નજીક સરી આવેલા આર્યગુરુની ધીરજ ન રહી. એમણે ઝડપ કરીને માને વચ્ચેથી ઉઠાવી લીધી. ખાખી જમાત ખુલ્લી આંખે મઘાને જતી જોઈ રહી, પણ એમનાં મગજ બહેર મારી ગયાં હતાં. સૌ થોડીવાર હોહા કરી રહ્યા, પણ કોઈનાથી ઊઠી શકાયું નહિ. એ સૂતા સૂતા પડકારા કરવા લાગ્યા. આર્યગુરુએ મથાને લીધી, મઘા બેહોશ હતી. * જાગતા માણસને ઊંઘાડી દેવાની અવસ્વામિની વિદ્યા પહેલાં પણ હતી. આજે પણ હિપ્નોટીઝમથી તેમ થઈ શકે છે. વળી બેહોશ કરનારી દવાઓ આજે પણ દાક્તરો અને ચોરો વાપરે છે. 404 – લોખંડી ખાખનાં ફૂલ આ વખતે વાદસભાના એક આચાર્યે ચીસ પાડી ને મઘાને જતી રોકવા ઝાવું માર્યું, પણ વાસુકિના હાથનું ત્રિશુળ એ હાથને વીંધી રહ્યું. ખાખી જમાતને બેહોશ બનાવી આર્યગુરુ ને વાસુકિ નીકળી ગયા. મથા આચાર્યના ખભા પર હતી. વાસુકિ એને લેવા પ્રયત્ન કરતો, પણ તરત લથડિયું ખાઈ જતો. એના ઉપર પણ પેલા ચૂર્ણની કંઈક અસર જણાવા લાગી હતી, છતાં એ સાવધ હતો. પદે પદે પાછળના સામનાની ભીતિ હતી. મોત ડગલે ડગલે ગુંજતું હતું. ત્રિપુટી મોતને હાથ તાળી દેતી આગળ વધતી હતી. મથાની મુક્તિ 7 405 Page #214 -------------------------------------------------------------------------- ________________ 55 અમને સુવર્ણ આપો ! આકાશમાં વર્ષોની વાદળો ગોરંભાવા લાગી, શકરાજાએ દ્વારકાના ઊંચા સૂર્યમંદિરની પરિકમ્મા કરી, અને પોતાના જ દેવ મગ-સૂર્ય આવી મળ્યા, એનો આનંદ માણવા માંડ્યો. શકરાજની કુમકે જે શક પ્રજા આવી, એ પ્રજામાં અનેક પ્રકારના લોકો હતા. કોઈ શિલ્પી હતા, કોઈ સ્થપતિ હતા, તો કોઈ ચિતારા હતા. શક શિલ્પીઓએ પાંખોવાળી મૂર્તિઓ કોરવા માંડી. બે પાંખોવાળા ગોધા બનાવ્યા. બે પાંખોવાળી પરીઓ બનાવી, પૂંછડીવાળી મનુષ્યાકૃતિઓ સરજી, એમ કંઈ કંઈ બનાવીને તેઓ દ્વારકાના મંદિરને શણગારવા માંડ્યા, અને સ્થપતિઓએ એને યોગ્ય સ્થાને સ્થાપન કરવા માંડી. થોડા વખતમાં અહીંના લોકો અને શક પ્રજા વચ્ચે સંબંધો બંધાઈ ગયા. ભારતીય મનોદશા એવી હતી કે એક વાર જિતાયા પછી, વિજેતા તરફ વફાદારીથી વર્તવું, અને વિજેતા સામે બંડ કરવાનું દિલ થાય તો એની નોકરી ને વફાદારીથી પહેલાં મુક્ત થવું. કેટલીક પ્રથાઓમાં બંને વચ્ચે સામ્ય નીકળી આવ્યું. શક લોકો કમર પર જનોઈ વીંટતા, અહીંના બ્રાહ્મણો ખભે જનોઈ નાખતા. અહીંના લોકો સૂર્યાવતાર ત્રિવિક્રમની ઉપાસના કરતા, શકો પણ સૂર્યોપાસક હતા. શકો ભોજનને પવિત્ર ક્યિા લેખતા અને # હમણાં જ લેખકે દ્વારકાની મુલાકાત લીધી ત્યારે ત્યાંના વિદ્વાન વયોવૃદ્ધ નાગરિક શ્રી કહ્યાભાઈ જોશીએ મંદિરના શિખર પર કોરેલી બે પાંખોવાળી પરીઓ બતાવી હતી અને દ્વારકાનું મંદિર મૂળ સૂર્યમંદિર છે, એમ કહ્યું હતું. એ વખતે મૌન રાખતા. હિંદુ રીતિમાં પણ એ ધર્મકાર્ય લેખાતું. સુખડ, અગ્નિ, નાન ને ચાટવો બંનેમાં સમાન આદરનું સ્થાન ધરાવતા. આ રીતે સૌરાષ્ટ્રમાં શક લોકોના આગમનનો ચાંચિયા લોકો સિવાય કોઈએ સામનો ન કર્યો. અને ચાંચિયા લોકોનો પરાજય થયા પછી તો તેઓએ પણ શકરાજની સેવા સ્વીકારી લીધી. નવી ભૂમિ શકરાજ અને એમના પંચાણું શક સામંતોને એકદમ ભાવી ગઈ. અને આ ભૂમિ એમને માટે પૂરી શુકનિયાળ હતી. કારણ કે અહીં આવ્યા પછી શક શહેનશાહનો સદાકાળ બેચેન બનાવી રાખનારો ભય દૂર થયો હતો, બધે તેમના આશીર્વાદ અને તેમની મદદ પણ મળી હતી. પણ આ આશીર્વાદ ઊભો કરનાર, શક શહેનશાહના દિલનું પરિવર્તન કરનાર મથાસુંદરી ક્યાં ? અને એ મથાસુંદરીને અને પોતાને પ્રેરણાનાં પીયૂષ પાનાર આર્યગુરુ ક્યાં ? શકરાજ દ્વારકા નગરીના ઊંચા આવાસ પર ચઢીને ઓશિયાળા મુખે સાગર ભણી જોઈ રહ્યા. - વાદળોની ઘેરી ઘટામાં શકરાજ મઘાની છાયા જોઈ રહ્યા. વાદળોમાં થતી ગર્જનાઓમાં એ વાસુકિના સ્વરનાદ સાંભળી રહ્યા , પણ આ તો કેવળ કલ્પનાના રથ હતા. વાસ્તવમાં તો શું થયું હશે, એ કોણ કલ્પી શકે ? શકરાજ દિશાઓમાં નજર કરી કરીને થાક્યા, પણ કંઈ કળાયું નહિ, ત્યાં તો વળી સામંતો સમાચાર લાવ્યા. ‘સૌરાષ્ટ્રની ભૂમિમાં કોઈ રાજા નથી. પણ જેની પાસે થોડાક લડાયક લોકો છે, નાના થા કિલ્લા છે, થોડી લૂંટીને ભેગી કરેલી ધનસંપત્તિ છે, તેઓ રાજા બની બેઠા છે. આવા અનેક રાજાઓ છે, દરેક રાજા સર્વતંત્ર સ્વતંત્ર છે. અહીં મહાજન તંત્ર ચાલે છે. પણ સહુને ક્ષત્રિયોના હથિયારનો ડર લાગી ગયો છે. ગણતંત્રો નામનાં છે. આ રાજાઓ એકહથ્થુ સત્તા ચલાવે છે. આ નાનકડા રાજાઓ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે. આપણી સ્ત્રીઓને દીઠી મૂકતા નથી. કહે છે કે આવી રૂપાળી સ્ત્રીઓ અમે કદી જોઈ નથી.” શકરાજ ઘડીભર વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, ‘ચિંતા નહીં, જે રાજાઓ રૂપ પાછળ દીવાના બન્યા હોય તેમને શકકન્યા વરાવો. લોહીની સગાઈ સાધો, પછી તેઓને આપણી ભરમાં લઈ બીજા રાજાઓને હરાવો. લોઢાથી લોટું કાપો.’ ‘એનાં સંતાન કયા વંશનાં લેખાશે ?’ શકસામંતે પ્રશ્ન કર્યો. અમને સુવર્ણ આપો ! [ 407 Page #215 -------------------------------------------------------------------------- ________________ ‘ભલે ગમે તે વંશનાં લેખાય. આપણે તો રાજ અને ભૂમિ સાથે નિસબત છે. બાકી શક કન્યાઓ શકદેશને કદી વીસરતી નથી.’ શકરાજે કહ્યું. એનું નીતિશાસ્ત્ર સાવ અવનવું હતું. ‘વાસુકિના સાથીદારો આપણી સાથે રહીને આપણા બની ગયા છે. તેઓ ઇષ્ટદેવના શપથ લઈને આપણા સેવકો બન્યા છે. આપણી ફરજ તેઓને નિયમિત વેતન મળે તે જોવાની છે. વેતન મળે તો અહીંના નાના રાજાઓ સાથે તેઓ આપણી વતી લડવા તૈયાર છે.' - “બસ, તો તકની રાહ જુઓ. વખત આવ્યે જેની છરી એનું જ ગળું !” શકરાજે અંદરના રહસ્યને પ્રગટ કર્યું. યવન-ગ્રીકોએ પંજાબમાં જે રીતે રાજ્યો જ માવ્યાં છે , એ રીતે આપણે પણ કરવાનું છે. યવનોએ પણ જેની છરી એનું ગળું કર્યું છે.* શક સામંતોને પણ આ વાત ગમી ગઈ. ‘આ રાજાઓ તો કૂબા જેવડા ગામના ધણી છે, પણ એમની પદવીઓ ને બિરુદો ચંદ્રસૂરજ જેવડાં છે. દરેક પોતાને જગતમાં સર્વથી શ્રેષ્ઠ ક્ષત્રિય માને છે. આપણા ક્ષાત્રત્વનો તો તેઓ તિરસ્કાર કરે છે. કહે છે, અમારા ઉપાસ્ય દેવ સૂરજ જુદા, તમારા ઉપાય સૂરજ જુદા.’ સામંતે ત્યાંનાં જનકુલોના અભ્યાસનું તારણ શકરાજ પાસે રજૂ કર્યું. ‘ચિંતા નથી. આર્યગુરુ જ્યાં સુધી આપણી પડખે છે ત્યાં સુધી કોનો સૂરજ મોટો, એ પ્રશ્ન જ કરવા જેવો નથી. બાકી જાણો છો કે ઝેરનો જથ્થો મોંમાં સંઘરનાર સર્પ જમીનને અડીને ચાલે છે, ને ઝેરનું બિંદુમાત્ર પૂછડીમાં રાખનાર વીંછી પોતાનો આંકડો ચડાવીને ચાલે છે. હું આર્ય ગુરુની અને મઘાની રાહ જોઉં છું. તમે બને તેટલા પ્રદેશ સર કરતા જાઓ. યાદ રાખો કે એમના જ લડનારા અને એમના જ હારનારાઓ, એવી નીતિ આપણે રાખવાની છે. એક સૌનિકોની જેટલી ઓછી ખુવારી થાય તેટલી કરવાની. ભારતીય સૈનિકોની નવી ભરતી થઈ શકશે, આપણી નવી ભરતી શક્ય નથી.' ‘નિશ્ચિત રહો, મહારાજ ! આ પ્રજા ભલી છે, ભોળી છે. ઉદાર છે, આતિથ્યવાળી છે. સાથે બધી વાતોમાં અતિ કરનારી મુર્ખ છે. ભૂતકાળની પ્રશંસાની ખૂબ રસિયણ છે. એમના વડવાઓનાં પરાક્રમની વાતો કરો, એમને મોટાં કહીને ચઢાવો, એટલે આગમાં જવા તૈયાર ! શૃંગાર અને વીર સિવાય બીજા રસને એ જાણતી નથી, આપણી શકસુંદરીઓ પણ અહીં એક સેના જેટલું કામ કરશે. આપણી * આ વખતે પંજાબમાં યવન-ગ્રીકોના રાજ્ય હતાં. એ રાજ્યોનો નાશ શકે લોકોએ કર્યો. આજ નાં ઘણાં ક્ષત્રિય-કુળ શકના વંશજો લેખાય છે. 408 | લોખંડી ખાખનાં ફૂલ સ્ત્રી ગમે તેટલો જુલ્મ બરદાસ્ત કરતાં સ્ત્રીત્વ ખોતી નથી. અહીંની સ્ત્રી સહેજ જુલ્મનો ભોગ બનતાં જીવનથી તો ઠીક સ્વત્વથી પણ હારી જાય છે. હું જાઉં છું. અહીંથી આગળ પ્રસ્થાનની તિથિ મહારાજ ?” ‘તિથિ આપણી પાસે નથી. આપણે તો અતિથિ છીએ. આપણને તેડી લાવનાર યજમાન હજી ક્યાં આવ્યા છે ? એ લઈ જાય તેમ જવાનું છે. પણ આર્યગુરુના આગમનમાં જેમ જેમ વિલંબ થતો જાય છે, એમ એમ મને ચિંતા વધતી જાય છે.’ શકરાજે કહ્યું. ‘આર્યગુરુ તો યમ સાથે હાથ મિલાવી પાછા ફરે તેવા છે. તેમની ચિંતા શા માટે ?’ શકસામંતે કહ્યું. શકરાજે એ તરફ બહુ લક્ષ ન આપતાં દરિયા પર નજર ફેરવવા માંડી. આર્યગુરુ ન હોય તો આ ભૂમિ પર પરાક્રમ ફોરવવું ભારે પડી જાય. સાવ અજાણી ભૂમિ ! અહીં એમનું કોણ ? ‘સામંત ! આર્યગુરુના દિલમાં એક વાતનું ભારે દર્દ ભર્યું છે. એ વાતનો નિકાલ થાય, તે પછી જ બીજો વિચાર કરી શકાય.' શકરાજે કહ્યું. ‘સાતી વાત છે કે એમની તપસ્વિની બહેનને ઉજ્જૈનના રાજાએ અટકમાં રાખી છે. ઘણી વિનંતીઓ કર્યા છતાં ન આપી. એનું વેર લેવા આપણને અહીં તેડી લાવ્યા છે. તો શું અહીં એમને મદદ કરનાર કોઈ નહીં મળ્યું હોય ?” સામંત મનની વાત બહાર કાઢી. ‘નહિ જ મળ્યું હોય ત્યારે ને ! નહિ તો સાધુપુરુષ આમ રખડે ખરા ? સિદ્ધ કોટીનો પુરુષ કોડીનો થઈને ઘૂમે છે. કહે છે કે ઉજ્જૈનીનો રાજા જબરો મંત્રધારક છે. પોતે અમુક પ્રકારનો અવાજ કાઢી જાણે છે. એ અવાજ ભયંકર હોય છે. એનાથી લશ્કરોને બેભાન બનાવી દે છે.’ એવા રાજાને આપણે પહોંચી શકીશું ?’ સામંતે ચિંતા વ્યક્ત કરી. ‘એ આપણે જોવાનું નથી. સેનાપતિ આર્યગુરુ થવાના છે. આપણે તો તેઓ કહે તેમ વર્તવાનું છે. એ કહેશે કે આમ કરો તો આપણે તેમ કરવાનું. આપણે તો ઉજ્જૈનીની ચડાઈમાં ચિઠ્ઠીના ચાકર.' શકરાજ ભોળા ભાવથી બોલતા હતા. ‘એ આપણને આગળ કરે, ને આપણો સર્વનાશ કરાવી નાખે તો ? વેરી જેવો અંધ માણસ બીજો નથી.' ‘આપણે આપણી અક્કલ ક્યાં ગીરો મૂકી છે ? મરવું હોત તો શકદ્વીપમાં મોત સામે જ હતું. અહીં તો આપણે જીવવા આવ્યા છીએ. ગુરુ આપણને જિવાડવા ને રાજ કર્તા બનાવવા લાવ્યા છે.” અમને સુવર્ણ આપો ! [ 409, Page #216 -------------------------------------------------------------------------- ________________ “મને તો કાંટાથી કાંટાને કાઢવાની આ રીતે લાગે છે. પછી આપણને અહીંના રાજા બનાવશે ને ?' ‘જરૂર, એમાં શંકા કેવી ? ગુરુ સત્યવાદી છે.' શકરાજે કહ્યું. શંકા એ કે, એ કહેશે, મેં તમને શક શહેનશાહના રોષમાંથી બચાવી જીવતદાન દીધું. એ ઉપકારનો બદલો તમે દીધો. હવે વધુ શું માગો ?” શકરાજને આ વાતે લેશ સંદિગ્ધ બનાવ્યા, પણ પાછું આર્યગુરુનું સૌમ્ય મુખ યાદ આવતાં બધી શંકાઓ ટળી ગઈ. આકાશમાં વાદળો ગોરંભાયે જતાં હતાં, ગર્જનાઓ કાન ફાડી નાખતી હતી, પણ મેઘ હજી નઠોર હતા. પાણી દેખાડતા હતા, વર્ષાવતા નહોતા ! મન અને તનનો ઉકળાટ અસહ્ય હતો. નીચે ધીરે ધીરે શક સૈનિકો એકત્ર થતા જતા હતા. એ બૂમ પાડીને કહેતા હતા, ‘પરદેશમાં લાવીને અમને ભૂખે મારવા છે ? અમને લોકોના ઘરમાંથી અન્ન લેવાની છૂટ આપો. નહિ તો અમને સુવર્ણ આપો ! શકરાજે કહ્યું, ‘આપનાર હજી આવ્યા નથી. એ આવીને જે આપવું હશે તે આપશે.' એટલામાં ચાંચિયા લોકો આવ્યા. તેઓએ કહ્યું, ‘અમારો ધંધો તમે છોડાવ્યો. હવે અમે ભૂખે મરીએ છીએ. અમને વાસુકિ આપો. અમે દરિયો દોહી લઈશું.’ શકરાજે કહ્યું, ‘હવે તમે લૂંટારા નથી, તમે તો શૂરા લડવૈયા છો, એમ મહાગુરુ કહેતા હતા, જરા ખામોશી ધારણ કરો, ગુરુ હમણાં જ આવે છે.' ‘ગુરુ આવે છે !’ માનવ મેદનીએ પડઘો ઝીલી લીધો. શકરાજથી સ્વાભાવિક રીતે શબ્દો બોલાઈ ગયા હતા પણ ખરેખર, લોકોએ દૂર દૂરથી સડસડાટ આવતી નૌકા જોઈ અને ફરી કિકિયારી પાડી, ‘ગુરુ આવે છે !' સાગરનાં મોજાંઓ ઉપર ડોલતી નૌકાઓ દેખાણી. વાસુકિને લોકોએ એની છાયા પરથી પારખી લીધો. મહાગુરુ તો આગળ જ ઊભા હતા. સૂરજ પાછળની સોનેરી વાદળી જેવી મઘા પણ ધીરે ધીરે સ્પષ્ટ થતી જતી હતી. લીધી. લોકોએ ‘ગુરુની જય'થી દિશાઓ બહેરી કરી નાખી. થોડીવારમાં નોકા આવી પહોંચી. શકરાજ દોડ્યા, એમણે ગુરુચરણને સ્પર્શ કર્યો, ને મઘાના ભાલે ચૂમી ચોડી 410 E લોખંડી ખાખનાં ફૂલ બધાં સાગરકિનારાનાં પગથિયાં ચડીને ઉપર આવ્યાં કે તરત જ અવાજો આવવા લાગ્યા. ‘ગુરુ, અમને ધાન આપો અથવા લૂંટની અનુજ્ઞા આપો ! ભૂખે મરીએ છીએ.' ગુરુને આ અવાજો અપ્રિય લાગ્યા. એ બોલ્યા, ‘લૂંટનું ધાન્ય ખાઈને પેટ ભરવું એના કરતાં પેટ ફોડી નાખવું બહેતર.’ અમે પેટ ફોડી શકીએ નહીં, અમને સુવર્ણ આપો.' ‘હું સાધુ છું, સુવર્ણ ક્યાંથી લાવું ?' ગુરુએ કહ્યું. ‘અલકમલકમાંથી લાવો. પેટની બળતરા ભૂંડી છે.' અવાજ આવ્યા : ‘અમે લૂંટારા છીએ, અમને લૂંટારા રહેવા દો. ભૂખે મરવા કરતાં લૂંટ કરતાં કરતાં મરવું બહેતર છે !' ‘ભૂખે તો કાગડાં-કૂતરાં મરે, માણસ ન મરે. હું તમને ઊંચે ચઢાવવા આવ્યો ‘અમારે ઊંચે જવું નથી. અમારે જીવવું છે. વાસુકિ, તું ગુરુને કહે, ગુરુ સુવર્ણસિદ્ધિ જાણે છે !' વાસુકિ આગળ વધ્યો ને બોલ્યો, ‘ગુરુદેવ, આ લોકો પેટની બળતરા સિવાય બીજી બળતરા જાણતા નથી. કંઈ કરો. શકસૈનિકોએ માને ઉદ્દેશીને કહ્યું, ‘ગુરુને સમજાવ, સુવર્ણસિદ્ધિ !' મઘાએ ગુરુને વિનંતી કરી : “આપ સુવર્ણસિદ્ધિ જાણતા હો તો આ લોકોને રાજી કરો !' ‘મઘા ! તમે સહુ વચન આપો કે હું કદાચ ન હોઉં તો મારું કામ તમે પૂરું કરશો, બહેન સરસ્વતીને જાલીમ રાજા દર્પણના હાથમાંથી છોડાવશો. તું અને સરસ્વતી બહેનની જેમ રહેશો.' આર્યગુરુ બોલ્યા. એમના શ્રમિત મુખ પર શ્રમ બહુ દેખાવા લાગ્યો હતો. ‘તમે શા માટે ન હો ?' શકરાજે પ્રશ્ન કર્યો. ‘સુવર્ણસિદ્ધિનો મંત્રપ્રયોગ એવો છે. જો દેવો અડદના બનાવેલા માણસમાં સુવર્ણનો સંચાર ન કરી શકે અને સાચો મનુષ્ય માગે તો મારે મારો દેહ ધરી દેવો પડે .' આર્યગુરુએ નિર્ણાયક શબ્દોમાં કહ્યું, મઘા, હું ન રહું એનો મને વાંધો નથી. પવિત્ર શિખરેથી સરેલી ગંગાની દુર્ગતિ થવામાં હવે કશી બાકી નથી રહી; પણ એ દુર્ગતિ પછી પણ ધર્મસ્થાપના ન કરી શકું તો જીવવું અને મરવું વ્યર્થ થઈ જાય.' ‘અમારે સુવર્ણ નથી જોઈતું. અમારે ગુરુ જોઈએ છે.' શકરાજ બોલ્યા. તેઓ અમને સુવર્ણ આપો ! E 411 Page #217 -------------------------------------------------------------------------- ________________ 56 થોડાં સુવર્ણની ખાતર ગુરુને ખોવા તૈયાર નહોતા, કારણ કે આ તો પાશેરમાં પહેલી પૂણી હતી. ત્યાં તો સામેથી અવાજો આવ્યા, | ‘અમારો સુવર્ણ પહેલું. ભૂખે ભજન નહિ થાય, પછી ગુરુ કહેશે તો સળગતી આગમાં ઝંપલાવીશું.’ શકસૈનિકોએ અને ચાંચિયાઓએ એકત્ર થઈને કહ્યું. મહારાજ !' વાસુકિ આગળ આવ્યો. એ બોલ્યો, ‘થોડું સુવર્ણ લાવી આપો. તો આ લોકો સદાના તાબેદાર છે.’ ગુરુ થોડીવાર મૌન રહ્યા. કસોટી આવતી હતી. એણે થોડીવારે કહ્યું, મને લાગે છે કે સુવર્ણસિદ્ધિ એ મારી કાર્યસિદ્ધિનો એક ભાગ જ છે. જાઓ! કાલે આ સમયે સુવર્ણ લેવા સહુ આવી પહોંચજો. અને બહાદુર શકસામંતો! આ પૃથ્વી વિશાળ છે. ગામડે ગામડે પહોંચી જાઓ. અને તમારાં રાજ જમાવો. વીરભોગ્યા વસુંધરા છે.” | ‘જેવી આજ્ઞા, પણ એમને યથાસમય ગુરુદર્શન તો થશે ને ?” શકસામંતોએ કહ્યું. એ ગુરુના પ્રભાવમાં આવી ગયા હતા, ગુરુએ જવાબ ન આપ્યો; માત્ર આકાશ સામે જોયું. જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે જ વાદળો અત્યાર સુધી પોતાનું જળ પોતે પી જતાં, એમણે હવે છૂટે હાથે ખેતરોમાં વરસવા માંડ્યું હતું. સૌરાષ્ટ્રની સુકી ને ભૂખી ધરતી ફરી શસ્યશ્યામલા ને તેજસ્વી બની ગઈ હતી. સૌરાષ્ટ્રનાં ગ્રામ-નગરોની શેરીઓમાં અને ખેતરોમાં જાણે સુવર્ણનો વરસાદ વરસ્યો હતો ! સુવર્ણના ભૂખ્યા લોકો આકાશમાંથી વરસતા સુવર્ણથી રાજી રાજી થઈ ગયાં. તેઓએ ગુરુનો આશીર્વાદ માન્યો. શકરાજાએ ઠેર ઠેર પોતાના સૈનિકો મોકલી આખા સૌરાષ્ટ્ર પર કબજો કરી લીધો હતો. પંચાણું શાહીઓને મનગમતી ભૂમિમાં થાણાં નાખવાનું એલાન આપી દીધું હતું. ક્યાંક લડાઈથી, ક્યાંક સમાધાનથી, ક્યાંક લોહીની સગાઈથી શકરાજે થોડા વખતમાં સૌરાષ્ટ્રને પોતાની ભૂમિ જેવું બનાવી દીધું. દ્વારકાનું સૂર્યમંદિર એમના દેવનું મંદિર બન્યું ને દરિયો સહુને ભાવી ગયો. ગીરનાં જંગલો અને ગિરનાર એમની શૌર્ય-કલ્પનાને ચગાવે તેવાં બન્યાં. શકદ્દીપના અશ્વોને પણ સૌરાષ્ટ્રની સપાટ ભૂમિ ભાવી ગઈ ! અશ્વ ખેલન અને ચતુર્વિદ્યાના પ્રયોગો હવે બરાબર ચાલવા લાગ્યા. મઘાએ શક શહેનશાહ સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. શહેનશાહ તરફથી સંદેશો આવ્યો હતો કે “ટૂંક સમયમાં મહાક્ષત્રપ ઉષવદાત પણ તમારા તરફ આવવા ઇચ્છા રાખે છે.’ ઉષવદાત શહેનશાહના જમાઈ થતા હતા. એમણે ફરી સૈન્ય વ્યવસ્થિત કર્યું. ફરી પોતાની સત્તાને વિકસતી જોઈ શકરાજ ખૂબ આનંદમાં રહેવા લાગ્યા. ફરી સૈનિકોની તાલીમ માટે ગુરુને ઉત્સાહી બનાવ્યા. 412 લોખંડી ખાખનાં ફૂલ Page #218 -------------------------------------------------------------------------- ________________ સૈન્યબળ પર જ સિંહાસનો નિર્ભર હોવાથી એ સૈન્યશક્તિની પૂજા બરાબર કરવામાં આવતી. સૌરાષ્ટ્રનાં ગણતંત્રો મરેલી ઘો જેવાં પડ્યાં હતાં, નિંદા, કુથલી ને ખટપટ સિવાય એમાં કંઈ રહ્યું નહોતું. એ ગણતંત્રોને શકરાજાએ કાં તો ખલાસ કરી નાખ્યાં, કાં એક શક્તિશાળી નેતાની તાબેદારીમાં મૂકી દીધાં. થોડા જ વખતમાં ફરી ઉત્સાહ વ્યાપી ગયો, ને જેઓ માત્ર વાદવિવાદમાં પડ્યા હતા તેઓ કાર્યરત બની ગયા. શકરાજે સૌરાષ્ટ્રમાંથી પણ સૈન્ય ખડું કર્યું ! વરસાદ આવ્યો. ખેતરોમાં ખેતી ચાલુ થઈ. વાણિયાની હાટે વેપાર વધ્યો. ક્ષત્રિયને સૈન્યમાં સ્થાન મળ્યું. બધે સંતોષ પ્રસરી રહ્યો. પરદેશી શક રાજ્યને કોઈએ અળખામણું ન લેવું. બલકે એમના જ દેવને, એમનાં જ મંદિરોને પૂજનાર શકો તરફ ભારતીય ક્ષત્રિયોને ભાવ થઈ આવ્યો. લોહીના સંબંધો દિનપ્રતિદિન વધતા ચાલ્યા. સહુ સંતોષી હતાં, ત્યારે અસંતોષી હતા એ કમાત્ર આર્યગુરુ, હવે એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આરામ ત્યાજ્ય બની ગયો હતો. એમના સ્વસ્થ ચિત્ત પર વારંવાર આવેશનાં વાદળો ચડી આવતાં. ગુરુની આ સ્થિતિ જોઈ મઘા હંમેશાં ચિંતિત રહ્યા કરતી. એ વારંવાર ગુરુદેવને પ્રશ્ન કરતી; પણ ગુરુદેવ કંઈ બોલતા નહિ. એક દિવસ મઘાથી ન રહેવાયું. એણે પૂછયું : “આપે શક પ્રજાને તો તારી, સાથે સાથે અહીંની પ્રજાને પણ તારી. સહુના ઘરમાં સંપત્તિ છે, ખેતરમાં ધાન છે, નવાણમાં નીર છે, બધે સુખચેનની બંસી બજી રહી છે, છતાં, ગુરુદેવ, આ સુખમાં આપ એકલા દુ:ખી કેમ ?' મથી, આ લોકોનું સુખ જોઈને મારું દુ:ખ વધી જાય છે.' ‘કૃપાવતાર ! એમ કેમ ? આપની આંખમાંથી તો અમી ખૂટેલું મેં કદી જોયું નથી.” મઘા બોલી. ‘મઘા ! ગુરુદેવના અંતરનું અમીઝરણું કદી ખૂટે નહીં ! એ વહે છે, વહેશે ને સંસારને પ્રફુલ્લાવશે.’ એકાએક પ્રવેશ કરતાં શકરાજે કહ્યું. શકરાજ, તમારાં બધાંનાં સુખનો હું ઈર્ષ્યાળુ બન્યો છું. મને હવે અમીઝરણ ન માનશો; હવે તો હું જ્વાળામુખીનો લાવારસ છું.' આર્યગુરુએ જરા આવેશમાં કહ્યું. એમના ઓષ્ઠ કંપી રહ્યા હતા. એમને જાણે ઘણું કહેવાનું હતું. | ‘ગુરુદેવ ! જળ ગમે તેટલું ગરમ થાય તો પણ એનાથી આગ લાગતી નથી. અમારાં સુખ આપનાં આપેલાં છે. આપને એની ઈર્ષા કેમ સંભવે ?' શકરાજે પૂછવું. સુખ બધું ભુલાવે છે.” 414 n લોખંડી ખાખનાં ફૂલ ‘શું ભુલાવે છે ?” ‘કર્તવ્ય. તમે જાણો છો, હું સાધુ હતો.’ ‘હા, આપે મને બધું જ કહ્યું છે.' શકરાજને જાણે એ વાત સાંભળવાનો કંટાળો હતો. ‘હું એવો સાધુ હતો, જેનો મૂળ મંત્ર અપકારી પર પણ ઉપકાર કરવાનો હતો.” ‘હા. આપે સદાકાળ ઉપકાર જ કર્યો છે.' ‘એ બરાબર છે, પણ એ મારા ભક્તો પર. અરે, અનેક અપકારીઓને મેં માફ કર્યા છે, પણ ન જાણે કેમ, એક અપકારીને હું હજી સુધી માફ કરી શક્યો નથી.’ કોણ છે એ મહાદુષ્ટ ?” શકરાજ અજાણ્યા હોય તેમ પૂછી રહ્યા. | ‘શકરાજ ! દુષ્ટનું નામ દેવરાવવા માગો છો ? અહીંનાં સુખોએ શું તમારી સ્મૃતિ હણી લીધી ? બધું ભૂલી ગયા ? ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લને હરાવવા હું તમને સહુને અહીં લાવ્યો છું, યાદ છે કે ?' આર્યકાલ કે સ્પષ્ટ કર્યું. ‘ના, ના, આપ અમને અહીં શક શહેનશાહની સજામાંથી બચાવવા લાગ્યા છો.’ શકરાજે ફેરવી તોળ્યું. | ‘એ તો મળી આવેલું બહાનું છે. બાકી રાજા દર્પણસેનની સામે લડવા તમને લાવ્યો છું. એ મહા અપકારીને હું સાધુ માફ કરી શક્યો નથી. એના કૃત્યનો ન્યાય કોઈએ ન કર્યો. હવે હું એના કૃત્યની એને સજા કરવા માગું છું.' આર્યગુરુએ કહ્યું. ‘એને માફ કરી દો તો ? મોટાની મોટાઈ માફ કરવામાં છે.’ શકરાજને જાણે આ સુખ છોડી સંગ્રામમાં પડવું હવે રુચતું નહોતું. તો મારી જાત માટે હું અક્ષમ્ય અપરાધી ઠરું, મારું રોમરોમ વૈર માગે છે. આતતાયીને સજા કરવા પોકાર કરે છે. અંતરમાં વેરનો પોકાર પડતો હોય ને મોંએથી ક્ષમાધર્મની વાતો કરેતો તો બેવડા પાપથી બંધાઈ જાઉં.’ ‘વૈર !' શકરાજે વૈર શબ્દ બેવડાવ્યો. હા. વૈરદેવીની હું એવી ઉત્કટ ઉપાસના કરવા માગું છું, જેમાં આતતાયી દર્પણસેન બળીને ભસ્મ થઈ જાય. માત્ર દર્પણસેન જ શું કામ, આતતાયીમાત્ર સંસારને આતાપના પહોંચાડતાં ધ્રૂજી ઊઠે.' ‘કોઈને બાળીને આપને સુખ થાય, એમ અમે માનતા નથી. આપ સાધુ છો. ક્ષમાધર્મી છો.’ શકરાજે એની એ વાત ચાલુ રાખી. | ‘અલબત્ત, બીજાને બાળતાં પહેલાં મેં મારું ઘણું બાળી નાખ્યું છે, પણ આજ હવે એમાં બાંધછોડ નહિ ચાલે. હું બાંધછોડ કરું તો જગત પર રાક્ષસોનું રાજ જ્યારે આર્યકાલકે અંતરનો લાવા ઠાલવે છે 415 Page #219 -------------------------------------------------------------------------- ________________ સ્થપાઈ જાય, સ્ત્રીમાત્ર પુરુષને રમવાનું રમકડું બની જાય; સતીત્વ સ્વપ્ન બની જાય, ને સારી સંતતિ સંસાર પર દુર્લભ બની જાય.' આર્યગુરુ હૃદયની વેદના ઠાલવી રહ્યા. મઘા યજ્ઞકુંડ જેવા લાલચોળ બનેલા ગુરુના મુખ સામે તાકી રહી. ગુરુ આવેશમાં આવે તેમ શકરાજ ઇચ્છતા નહોતા, એમને જોઈતું રાજ, જોઈતી ધરતી અને જોઈતું ઐશ્વર્ય સાંપડી ગયું હતું. શાંતિનો રોટલો ને ઓટલો છોડી હવે ગુરુને ખાતર મેદાને પડવું રુચતું નહોતું. ઉજ્જૈનીના દર્પણસેનની પ્રચંડ તાકાતની તરેહવાર વાતો એમને કાને આવી રહી હતી. કોઈ ગુફાવાસી સિંહની જેમ ગુરુ ખંડમાં આંટા મારી રહ્યા. થોડીવારે બોલ્યા, ‘શકરાજ ! હવે તમારે નજીકના ભવિષ્યમાં શસ્ત્ર ઉપાડવાનાં છે.” ‘ગુરુદેવ ! વરસાદ ખૂબ છે. ઘોડા, રથ કે શકટ ચાલે તેવા માર્ગ રહ્યા નથી.’ શકરાજે કહ્યું. ‘હું એ બરાબર જાણું છું. મને એનું પૂરેપૂરું ભાન છે, પણ યુદ્ધ પહેલાં યુદ્ધની તૈયારીઓ તો આદરવી જોઈએ ને ! પૂર્વ તૈયારીઓ પર જ યુદ્ધનો આખરી અંજામ અવલંબેલો હોય છે. તમે ભારતનાં ઇતિહાસ ને ભૂગોળ સમજ્યા?' “સમજ્યો છું, સમજવા પ્રયત્ન કરું છું. પણ મને તો આપના એ શબ્દો યાદ આવે છે કે યુદ્ધ શાપ છે ! આપનો ઉપદેશ કેમ ભુલાય ?' શકરાજે જાણે સગવડ મુજબ જૂની વાતનું સ્મરણ કરાવી રહ્યા. ‘મારું તીર અને મને જ ઘા ? શંકરાજ ! ન માનશો કે મારી ગુંથેલી સાદડી મને વિખેરતાં વાર લાગશે.' આર્ય ગુરુએ ગર્ભિત ધમકી આપી. એમની આંખોમાં કેસરી સિંહની આંખોની લાલિમા ચમકી રહી. ‘ગુરુદેવ ! સેવકને તો આપનો જ સમજો. આ તો મેં સાંભળ્યું છે કે રાજા ગર્દભિલ્લુ અજબ મંત્રધારક રાજા છે. એનાથી બધા ઘૂજે છે. એ મેલી વિદ્યા પણ જાણે છે. મહાબળવાન છે. અમારી પાસે લડાઈને યોગ્ય શક્તિ છે, પણ મંત્રશક્તિ તો નથી જ. શત્રુ પાસે જે શક્તિ હોય એને પહોંચી શકાય તેવી શક્તિ હોય તો જ સામનો કરવો ઘટે.' ‘રાવણથી તો વધુ બળવાન નથી ને ? જેનાં ત્રાજવામાં સત્ય છે એને જયપરાજયની ખેવના નથી. ધર્મનો જય કરવો છે, અધર્મનો જય થાય તો એ જોવા માટે જીવવાની કંઈ જરૂર નથી ! શકરાજ , ચિંતા ન કરશો. જરૂર પડશે તો હું પોતે સેનાપતિપણું સંભાળી લઈશ; અને તમે શિબિરમાં સુંદરીઓ સાથે સુખચેનથી રમજો . બૂડેલાને બે વાંસ ઉપર વધુ.’ આર્યગુરુના અંતરનો લાવા બહાર માર્ગ કરી રહ્યો. શકરાજ વગર સ્પર્શ દાઝી રહ્યા. 416 લોખંડી ખાખનાં ફૂલ શકરાજે જોઈ લીધું કે આર્યગુરુને આ બાબતમા ભોળવી શકાય તેમ નથી. એ એમના કોપાનલથી દાઝયો હોય તેમ બે ડગલાં પાછળ હઠડ્યો. એણે મઘાને આંગળી કરી. મઘા બોલી, ‘ગુરુદેવ ! એક સરદારોએ બહેન સરસ્વતી મુક્તિ આંદોલનમાં સર્વસ્વ અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રવિજયી શક યોદ્ધાઓનો ઉત્સાહ દ્વિગુણ થયો છે. આજ ભારત-વિજય કરવા એ થનગની રહ્યા છે. શક શહેનશાહના જમાઈ ઉષવદાત પણ સાહસોમાં ભાગ લેવા આવવાના છે.' આર્યગુરુનાં નેત્રમાં અગ્નિ પ્રગટ્યો હતો, મઘાનાં વચનોથી એ કંઈક શાંત થયો. એમણે કહ્યું, ‘મઘા ! યુદ્ધ મને પ્રિય નથી. યુદ્ધ પ્રિય હોત તો ક્ષત્રિય રાજ કુમાર તરીકે જન્મ્યો હતો. રાજા બનીને રણક્ષેત્રમાં ઘૂમત. હું માનું છું કે શસ્ત્રથી શાંતિ નથી સ્થપાતી, બાહ્ય યુદ્ધ માં જીવનનો વિજય નથી, આંતરયુદ્ધ દ્વારા જ વ્યક્તિનો વિજય નક્કી થાય છે, પણ એક એવી પરિસ્થિતિમાં મુકાયો છું, જ્યારે મારે અનિવાર્ય રીતે સાધુપદનો ત્યાગ કરી ક્ષત્રિયપદ ફરી સ્વીકારવું પડ્યું છે.” ‘રાજાની સાન પ્રજા ઠેકાણે આણે. એ પરિસ્થિતિને પ્રજા પોતે હલ ન કરી શકે અને સાધુનો શાંતિનો માર્ગ નષ્ટ કર્યો. મને એ પ્રજા તરફ તિરસ્કાર છે. એ પ્રજામાં પ્રાણ કેવા ?' શકરાજે ફરી ચર્ચામાં ભાગ લીધો. | ‘પ્રજા સદાકાળ એવી ને એવી છે. પછી એ ભારતની હોય કે શકદ્વીપની. આપે શકદ્વીપ છોડ્યો ત્યારે પ્રજા શું કરતી હતી ? તમારો પડછાયો પણ કોઈ પ્રજાજન લેતું હતું ? ધન્યવાદ આપો મધાને ! એણે પ્રજાને તૈયાર કરી. અવન્તિની પ્રજાનું પણ એવું છે. જો એનામાં પ્રાણ હોત તો મારે ધર્મનું આસન છોડવું પડત જ કેમ ? અરે, જો પ્રજામાં પ્રાણ રહ્યા હોત તો તમે આટલા ગણ્યાગાંઠ્યા સૈનિકોથી આટલી સહેલાઈથી સૌરાષ્ટ્રનો વિજય મેળવી શક્યા ન હોત. પ્રજાનો પ્રાણ પરવારી ગયો છે, ખોખું પડ્યું છે. મેં પ્રજાને પૂરેપૂરી નાણી જોઈ પછી જ આ પગલું ભર્યું છે. એ અત્યાચારી વરુ સામે ઘેટાંના ટોળા જેવી લાગી. મેં કરવા જેવી કોઈ વાત બાકી રાખી નથી. મેં મહાજનની શક્તિને જગાડવા માગી ને મહાજન હાડકાંનો માળો લાગ્યું. મેં અમલદારોનો સંપર્ક સાધી એમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કર્યો ને એમને મેં સત્ય ને ધર્મ વિનાની સ્વામીભક્તિમાં જ મગ્ન જોયા. અરે ! મેં ખુદ આતતાયીને વીનવ્યો, સમજાવ્યો, કાકલૂદી કરી, પણ ઘેટાંના ટોળામાં નિર્દૂદ્ધ રાજ ચલાવતા એ વરુએ મને પણ એક બેં બેં કરતું ઘેટું જ માન્યું, મઘા ! સત્ય અને ધર્મ વિનાના રાજને ચાલવા દઈએ, તો પૃથ્વી પર દેવાંશી લોકો ન અવતરે, પૃથ્વી અધર્મથી ગંધાઈ ઊઠે. મહામાનવો ત્યાં ન સંભવે. શુદ્ર કીડા જ મનુષ્યરૂપ પામે.’ જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે 417 Page #220 -------------------------------------------------------------------------- ________________ શકરાજ થી ગુરુની આગ સહન ન થઈ. ગુરુને વશવર્તી રહેવામાં જ એમણે સાર જોયો. એ આગળ વધ્યા, ચરણમાં પડ્યા ને બોલ્યા, ‘હું આપનો જ છું આજ્ઞા કરો એટલે હું અને સૈન્ય તૈયાર છીએ.” શાબાશ શકરાજ ! આજ્ઞા એટલી છે, કે આજથી જ તૈયારી કરો. કૂચ તો રસ્તા ચોખ્ખા થશે ત્યારે થશે, શરદકાળ નજીક છે. પણ ગુપ્તચરોને બાતમી જાણવા રવાના કરો. ભારત જીતવો સહેલો નથી. અહીંના ક્ષત્રિયો વીરતાના અવતાર છે. અહીં માથું પડે ને ધડ લડે, એવા યોદ્ધાઓ વસે છે. તમારો વિજય માત્ર તેઓના આંતરિક વિખવાદ પર નિર્ભર છે. અશોકનું ભારત આ જ નથી.” અશોકનું ભારત કેવું હતું ?' શકરાજે પ્રશ્ન કર્યો. એક અને અખંડ હતું. એણે અહિંસાની પરંપરાને રાજકારણની શક્તિ બનાવી નાખી હતી. એણે યુદ્ધયાત્રાને બદલે ધર્મયાત્રી આરંભી હતી.' ‘સાચી વાત છે. અમારા ભારતવાસી શકો અશોકની ઘણી ઘણી વાતો કરે છે.' શકરાજે કહ્યું. ‘એમના સમયમાં તો અહિંસા એક મહાશક્તિ બની ગઈ હતી, અને દયા-પ્રેમ મંત્ર બની ગયા હતા, અશોકની પાછળ એના બે પુત્રો થયા, દશરથ અને સંપતિ. અહિંસા ધર્મના પ્રરૂપક-બૌદ્ધ અને જૈન ધર્મને બંનેએ ખીલવ્યા. જગત આખું ભારત તરફ મીટ માંડી રહ્યું. દયાનો આગાર ને પ્રેમનો સાગર બનેલું ભારત જગદ્ગુરુ બની ગયું. પરદેશી લોકો અહીં આવીને એના શિષ્ય બનવા ઉત્સુક બન્યા !' ધન્ય ભારત !' મઘાથી એકાએક બોલાઈ ગયું. ‘વારુ, પછી શું થયું ?' શકરાજને મઘાની આ પ્રશસ્તિ બહુ ન રુચિ. એમણે આગળ પ્રશ્ન કર્યો. ‘અતિની ગતિ નહીં. પાછળ લોકો અહિંસાની આડમાં કાયરતા છુપાવવા લાગ્યા. પ્રબળ શત્રુને ક્ષમા આપવા લાગ્યા. સબળ પર દયો ને નિર્બળ પર શાસન દાખવવા લાગ્યા. ગમે તે ગુણ, જો તેની પાછળ જીવન નિર્બળ બને તો તે નકામો બને છે. લોકોએ કાયરતાને અહિંસા જાણી. રાજા અને મુનિ, ગૃહસ્થ અને ઋષિના ધર્મો એક થઈ ગયા. આતતાયીઓ, દુષ્ટો ને અત્યાચારીઓનું રાજ થઈ ગયું. રના છાતચ રનમ્ ! જેવો રાજા એવો સમય.” ‘ગુરુદેવ ! જાણે આપણો જ ઇતિહાસ.' ‘આવા અનેક પડકારના દિવસો આવ્યા છે, ને એ વખતે જગતની ભયંકર શક્તિઓને સત્ત્વ ગુણવાળી શક્તિએ જ પડકાર આપ્યો છે. રામ-રાવણ, પાંડવકૌરવ, શ્રીકૃષ્ણ ને કંસ એનાં ઉદાહરણો છે.’ આર્યગુરુ ઇતિહાસમાં ઊંડા ઊતરી ગયા. 418 D લોખંડી ખાખનાં ફૂલ ‘અહિંસાના નામે કાયરતા આચરનારા એ લોકોનું શું થયું ?” ‘અહિંસાના એ કહેવાતા પ્રેમીરાજા બૃહદ્રથ મૌર્યનું એના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે સહુની સમક્ષ ખૂન કર્યું, રાજકારણમાંથી અહિંસા ગઈ, હિંસા આવી. એક વાર નબળું બનેલું રાજકારણ હિંસાશક્તિથી કંઈક સ્વસ્થ થઈ ગયું. પણ એમાંથી ધર્મના ઝઘડા જાગ્યા. શૈવોએ વૈષ્ણવોને હરાવવા ચાહ્યું, બૌદ્ધો સામે મોરચો મંડાયા. એમનાં સ્થાનો ભ્રષ્ટ કરાયાં, એક નવો જ તબક્કો ખડો થયો. ને ધર્મે મૈત્રી, પ્રેમ ને પ્રમોદ ભુલાવ્યાં. સહુને અલગ વહેંચી નાખ્યા, દેશ ભુલાઈ ગય ને ધર્મને નામે સહુ લડવા લાગ્યો.' ‘અને ગ્રીક, યવન, હુણ, શક, પદ્ધવ ભારતમાં આવ્યા, કાં ?' શકરાજે પોતાની ઇતિહાસ વિશેની જાણકારી પ્રગટ કરી. ગ્રીકની શરૂઆત તો સિકંદર અહીં આવ્યો અને તે પછી ચંદ્રગુપ્ત ગ્રીકસુંદરી સાથે લગ્ન કર્યા ત્યારથી થઈ. પણ ધીરે ધીરે ભારતના ઘરને ઝઘડામાં પડેલું જોઈ બીજા લોકો ચડી બેઠાં. એમણે પણ ધર્મને સગવડિયો બનાવ્યો.' ‘ગુરુદેવ, ભારતનાં અન્ય ગણતંત્રોની સ્થિતિ સૌરાષ્ટ્ર જેવી હશે કે સારી?' ‘ના, એ ગણતંત્રો બળવાન છે, પણ એમાં હમણાં ફાટ પડી છે. માલવ ને યૌદ્ધય ગણતંત્રો એક તરફ છે, ઉત્તમભદ્રો બીજી તરફ.' ‘આપ પણ ગણતંત્રના રાજ કુમાર છો ને ?' શકરાજે પ્રશ્ન કર્યો. | ‘ઉત્તમભદ્રોનો વંશજ છું. ભારતના ઉજ્વળ નામને કુસંપની કાલિમાં લાગી ગઈ છે. શકરાજ ! એ કુસંપમાં જ તમારું કલ્યાણ છે, નહિ તો...' ‘ગુરુદેવ ! અમારું કલ્યાણ તો આપ મળ્યા ત્યારથી જ થઈ ગયું છે. મને લાગે છે કે ગુપ્તચરોને રવાના કરીએ. ત્યાંની જનસ્થિતિ, સૈન્યસ્થિતિ ને બળ જાણી લાવે. કોને મોકલશું ?* - “મઘાને મોકલો.” ગુરુ બોલ્યા. ‘વાસુકિને સાથે મોકલો.’ શકરાજે સૂચન કર્યું. “મઘા ગમે તેમ તોય અજાણી.” ‘હું એ જ વિચારી રહ્યો છું. વાસુકિ અને એના બીજા થોડા સાથીદારો પણ સાથે જશે.” | ‘અવશ્ય.’ શકરાજે કહ્યું. એ મઘાની નિયુક્તિને વધાવી લેતા હતા કારણ કે શકસુંદરીઓ કદી શકોના હિતની દ્રોહી બની નથી, બનતી નથી. વળી શકરાજની બીજી પણ ઇચ્છા હતી, સામે બળ મોટું હોય તો લડાઈની વાત છોડી દેવી ! મઘા ઠેઠ ઉજ્જૈનીના દરબારમાં જઈને પોતાની જાતે જ બધું જાણી લાવે, અને ગુરુને યુદ્ધ છોડી દેવા સમજાવે તો ગુરુ એની વાત તરત જ માની લે. જ્યારે આર્યકાલક અંતરનો લાવા ઠાલવે છે D 419 Page #221 -------------------------------------------------------------------------- ________________ 57 ‘વાસુકિ !' ગુરુએ બૂમ પાડી. ખંડની બહાર બેઠેલો વાસુકિ તરત હાજર થયો. જાણે પહાડ પોતાની જગ્યાએથી ઊભો થઈ, કોઈ ગુફામાં આવે એમ એ ખંડમાં પ્રવેશ્યો.' *વાસુકિ ! ઉર્જનીનો મારગ જાણે છે ?' ગુરુએ પ્રશ્ન કર્યો. ‘હા ગુરુદેવ, મહાકાલેશ્વરનાં દર્શને એક વાર ગયેલો.’ ‘ત મવા સાથે તારે ત્યાં જવાનું છે.” ‘જેવો હુકમ. મારે મઘાબેનની આજ્ઞામાં રહેવાનું છે કે બીજાની ?” આજ્ઞાંકિત વાસુકિએ પૂછયું. મઘાબહેનની આજ્ઞામાં તું અને તારી આજ્ઞામાં મઘાબહેન !' મઘા વચ્ચે બોલી ને હસી પડી. | વાસુકિ અડધો અડધો થઈ ગયો. કેવી અદ્ભુત નારી ! વગર કહ્યું વાસુકિને મઘા તરફ વહાલ ઊપસ્યું. ‘વારુ, ક્યારે ઊપડો છો ?' ગુરુએ પૂછ્યું. આપ કહો ત્યારે !' ગુરુએ નાસિકારંધ્ર પર આંગળી મૂકી, શ્વાસ કઈ તરફ વહે છે, એ જાણ્યું. ને પછી કહ્યું, ‘કાલે પ્રાતઃકાળે.' જેવી આજ્ઞા.' વાસુકિ ને મઘા એટલું બોલીને તૈયારી કરવા માટે રવાના થયાં. ગુપ્તચરોની પ્રવૃત્તિ મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત' કાવ્યને અલબેલી ઉજ્જૈની નગરી અને એની આસપાસના પ્રદેશમાં ગુંજી ઊઠવાને હજી સૈકાની વાર હતી; અને આપણાં સુપરિચિત મઘા અને વાસુકિ કેટલાએક દિવસે પોતાના સાથીદારો સાથે ઉજ્જૈનીના સીમાડે પહોંચી ગયા. માર્ગમાં મળી નૃત્ય કરતી, વાસુકિ મૃદંગ બજાવતો અને સાથીદારો ધીરું મધુરું ગીત ગાતા. ઉજ્જૈનીની ચાર ચીજો વખણાતી : સૌંદર્ય, સંગીત, સુરા અને સમરાંગણ . એ નગરનું વર્તમાન જીવન પણ આ ચતુઃસૂત્રીમાં ગૂંથાયેલું હતું. ધનધાન્યતી ભર્યા ખેતરો, ફૂલોથી મહેંકતાં અને શોભતાં ઉઘાનો, દ્રાક્ષાસવ ને સુરાથી ધબકતાં પથિકગૃહો ને સૌંદર્ય ને નૃત્યથી ભલભલાને મુગ્ધ કરતી રસભરી વારવનિતાઓ અને ફુલગજરાને ફિક્કો પાડતી માલણોથી અવન્તિનો રાજમાર્ગ ભર્યો ભર્યો રહેતો. પથિકનો રાહ કદી કંટાળાજનક બનતો. એનાં મન અને તનને ઠેર ઠેર સુસ્વાદુ ખોરાક મળી રહેતો. મઘા જ્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વરના મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંના ફૂલ કમળોથી શોભતા કાસારોની પાછળ સૂરજ આથમતો હતો, અને પૂજારી આરતીના દીપકો પેટાવી રહ્યો હતો. મંદિરનું મોટું નગારું ગાજી ઊઠવા માટે તપીને તૈયાર હતું ને મંદિરના ભક્તગણે શંખ હાથમાં ગ્રહ્યા હતા. જનગણ ધીરે ધીરે એકત્ર થઈ રહ્યો હતો ને વર્ષાનાં વાદળો રિમઝિમ રિમઝિમ વરસી રહ્યાં હતાં. વરસતા વરસાદમાં પણ ભક્તગણ ભીંજાતો ભીંજાતો આવતો હતો. નવયૌવનાઓ 420 | લોખંડી ખાખનાં ફૂલ Page #222 -------------------------------------------------------------------------- ________________ પારદર્શક વસ્ત્રો પહેરી વર્ષાનાં આછાં પાણીને ભીંજાતી ગજગામિની બનીને ઠસ્સાથી ચાલતી આવતી હતી. નગરના કેટલાક યુવાનો અને પ્રવાસીઓ સૌંદર્યદર્શનની આ અમૂલ્ય તકનો લાભ લેવાનું ન ચૂકતા, મારગના કેડા પર ભક્તની જિજ્ઞાસાથી ખડા રહેતા. ન જાણે ક્યાં સુધી એ દર્શન માટે તપ તપતા! ન મંદિરના પ્રાંગણમાં ભીડ વધતી જતી હતી; ને મઘા અને વાસુકિએ જ્યારે મેદાનમાંથી માર્ગ કરવા માંડ્યો, ત્યારે આગળ વધવું શક્ય નહોતું. પણ આ વસ્તુનું બંનેને પૂરેપૂરું ભાન હોય તેમ બંને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા સજ્જ થઈને આવ્યાં હતાં. મઘાએ પોતાના બે પગે ઘૂંઘરું બાંધી, ઉપર રૂમાલ વીંટી દીધા હતા. ધીરેથી એણે રૂમાલ છોડી લીધા ને પગને ઠમકો આપ્યો; છનનન છમૂ ! જાણે હવા રણકી ઊઠી. એકસાથે બધા કાન એ રણકાર પર મંડાઈ ગયા. મદ્યાએ દેહને જરા વળાંક આપી, પગને ઊંચા કરી ફરી ઠમકો માર્યો. છનનન છમું ! મામ કાન તો સ્વર તરફ હતા જ, હવે સમસ્ત મેદનીનાં મુખ સ્વરવાહક તરફ ફર્યાં. આહ ! આ શું ? ભગવાન શિવના દરબારમાં કોઈ નવી જ દેવદાસી, નવું જ રૂપ, નવો જ લહેકો ને નવી બહાર સાથે ? અથવા મહાકાલેશ્વરને રીઝવવા સ્વર્ગની કોઈ અપ્સરા પૃથ્વી પર ઊતરી આવી છે કે શું ! અને બધાનાં નેત્રોને તૃપ્ત કરવા માટે જ ન હોય એમ મઘાએ દેહને સમગ્ર રીતે આવરી રહેલું આવરણ હટાવી લીધું. રૂપની જાણે માયાજાળ વિસ્તરી રહી, અને મન-મત્સ્યો એમાં ઝડપાવા લાગ્યાં. રૂમઝૂમ કરતાં નૂપુર, લીલી કસેરી કંચુકી, પીત અધોવસ્ત્ર અને માથાના મોટા અંબોડા પર મંદારપુષ્પની માળા અને પગમાં ઝાંઝરનો ઠમકો, આ રીતે નૃત્ય કરતી મઘા ભીડમાં આગળ વધી. મેદની હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ, ને મહાકાળના ગર્ભગૃહના મંદિર સુધી એક કેડી પડી ગઈ. મઘાએ ફરી હવામાં લહેરિયું લીધું ને મુખથી હળવું ગીત છેડ્યું, મોર ગગન દાદુરા આવત તિ-કામ બસંતા !' ઓહ !વર્ષાઋતુમાં વસંતનું આગમન ! સ્વયં રતિ અને કામદેવ હિમગિરિ પર તપ કરતા શિવજીને લોભાવવા આવ્યાં કે શું ? ભક્તગણ આ કલ્પનાનૃત્યથી નાચી ઊઠ્યો. 422 – લોખંડી ખાખનાં ફૂલ રંગ બરાબર જામ્યો, પણ થોડીવારમાં તો એકાએક કોઈની આંખમાં અગ્નિની જ્વાળા ઊઠી હોય અને એનાથી બળીને ભડથું થઈ ગયો હોય, એમ એ રૂપાળી અપ્સરાનો સાથી જમીન પર ઢળી પડ્યો. મઘાના કંઠમાંથી કરુણ રુદનગીત રેલાવા લાગ્યું. જનમેદની એકચિત્ત થઈ ગઈ ! રે, મહાદેવ શંકરે પોતાની તપસ્યાનો ભંગ કરનાર કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો ! હવે એની પત્ની રતિ રડે છે ! લોકો વર્ષો જૂની ઘટના તાજી કરી રહ્યા. અને થોડીવારમાં સફેદ વસ્ત્ર ઓઢીને પડેલા દેહમાંથી જાણે કોઈ ભવ્યમૂર્તિ ખડી થઈ ! અરે ! સ્વયં પિનાકપાણિ મહાદેવ પ્રગટ થયા ! અને મેદની બીજી નજર રતિ તરફ કરે છે, ત્યાં તો એ જાણે પાર્વતી ! બંને જણાં નમીને મેદનીને પ્રણિપાત કરી રહ્યાં. લોકોએ હર્ષનાદથી તેઓને વધાવી લીધાં. કેટલાકોએ પૂછપરછ શરૂ કરી, તો વાસુકિએ કહ્યું કે અમે પરદેશી નૃત્યકાર છીએ અને બધે યાત્રા કરતાં કરતાં મહાદેવને રીઝવવા અહીં આવ્યા છીએ. અલબેલી અવંતિનું નામ બહુ સાંભળ્યું છે. આવતીકાલે અમે આસાયેશ લઈશું. અને પરમ દિવસે ઉદયન-વાસવદત્તાનું નૃત્યનિયોજન કરીશું. બધેથી પોકાર ઊઠ્યો. અરે અતિથિઓને આસન આપો, પાન આપો, પ્રસાદ આપો. એમના સાથીઓને તેડી લાવો અને મંદિરના મુખ્ય વિશ્રાંતિગૃહમાં ઉતારો આપો.' થોડીવારમાં બાકી રહેલા સાથીઓ પણ આવી ગયા, ને ભોજન-પાનથી સર્વે નિવૃત્ત થયા. રાત મધરાત જેટલી વ્યતીત થઈ હતી. મઘા અને વાસુકિ સિવાય બીજા બધા સાથીદારો નિદ્રાની તૈયારી કરી રહ્યા. વિશ્રાંતિગૃહનો ચોકીદાર પણ દરવાજા બંધ કરી ચોકી પર બેઠો. એટલામાં સામેથી ગુપ્ત દીવાનું નીલરંગી અજવાળું આવતું દેખાયું. ‘કોણ ?’ ચોકીદારે ઊભા થઈને પ્રશ્ન કર્યો. ‘મને ન ઓળખી ?’ ‘કોણ, નિશાદેવી ?' ‘હા,’ આગંતુક સ્ત્રી બોલી. એ સશક્ત હતી, અને એના દેહ પર થોડાંક પણ તીક્ષ્ણ અસ્ત્રો હતાં. એ ઉજ્જૈનીની યવન સ્ત્રીસૈનિક હતી. ‘શું આજ્ઞા છે નિશાદેવી ?' ચોકીદારે નમ્રતાથી પૂછ્યું. ગુપ્તચરોની પ્રવૃત્તિ – 423 Page #223 -------------------------------------------------------------------------- ________________ ‘સાંજવાળી નર્તકી ક્યાં છે ?” “અંદર મુખ્ય વિશ્રાંતિગૃહમાં છે.” ‘મારે એ માનનીય નર્તકીને મળવું છે. એમને આપવાનો અગત્યનો સંદેશો મારી પાસે છે.” ‘ચલો, લઈ જાઉં.' ચોકીદારે કહ્યું અને એણે દરવાજો ખોલી નાખ્યો. હાથમાં પોતાની મશાલ લઈને યવનીને દોરતો આગળ ચાલ્યો. મઘા અને વાસુકિ ધીરી ધીરી ચર્ચા કરતાં બેઠાં હતાં, ત્યાં બારણે ટકોરા થયા. વાસુકિએ ઊઠીને દ્વાર ખોલ્યું. જોયું તો કોઈ પ્રચંડ સ્ત્રી ઊભેલી ! યવનીએ પરિચય આપતાં મઘાને કહ્યું, ‘આપને માન્યવર સેનાપતિજી યાદ કરે છે.' અત્યારે ? કેમ ?” વાસુકિએ પ્રશ્ન કર્યો. ‘અહીં રાજ કારણી પુરુષોને આવી સુંવાળી મુલાકાતો માટે દિવસે સમય મળતો નથી; રાત્રી બધી અહીં રસરાત્રીઓ હોય છે, ને રસરાત્રીઓ પરસ્પરને એ જ સમયે મળે છે.” આપનું નામ ?” ‘નિશાદેવી. હું સેનાપતિજીની, અંતઃપુરની ગુપ્તચર છું: પહેલાં રાજમહેલમાં હતી.' | ‘અંતઃપુરમાં પણ ગુપ્તચર ?” મઘાને આશ્ચર્ય થયું. મઘા આર્યગુરુ સાથે રહીને ભારતીય ભાષા સારી રીતે સમજતાં અને જે રીતે આવડે એ રીતે બોલતાં શીખી હતી. એનું ગાડું બરાબર ગબડતું. ‘હા, અહીંના મોટા પુરુષોના અંતઃપુર ખૂબ વિશાળ હોય છે, અને ત્યાં રોજ અનેક ખટપટો ચાલતી હોય છે. જારણ, મારણ, ઉચ્ચાટન, વશીકરણના પ્રયોગો ત્યાં રોજ ચાલતા હોય છે. રે, વિષ-પ્રયોગો સુધીની નોબત આવી જાય છે. એ વેળા અમારે રજેરજ ગુપ્ત માહિતી મેળવતાં રહેવું પડે છે. અમારા આધારે તો એ મહાપુરુષો જીવતા હોય છે !' ‘વારુ, સેનાપતિજીને મારી શી જરૂર પડી ?” મઘાએ ભોળા ભાવે પ્રશ્ન કર્યો. એને મહાગુરુ યાદ આવ્યા. યવનીને મા ભોળી લાગી, એ બોલી, | ‘અહીં પરદેશથી કોઈ સૌંદર્યવતી નર્તિકા આવે અથવા કુશળ એલચી આવે, એની જાણ પ્રથમ રાજદરબારમાં કરવી પડે છે. તમે તમારા આગમનની એ રીતે રાજદરબારે જાણ કરી નથી. મહામાન્ય સેનાપતિજી વેશપલટો કરીને સાંજે મહાકાલેશ્વરના 424 | લોખંડી ખાખનાં ફૂલ મંદિરમાં લોકચર્યા માટે આવેલા. તેઓએ આપને જોયાં ને આપના પર દયા આણી મને મોકલી.’ મારા પર દયા ? શા માટે ?’ મઘાએ પ્રશ્ન કર્યો. મહારાજ દર્પણસેનને તમારા આગમનની ખબર પડે એટલી જ વાર; તરત રાજમહેલનું તેડું તમને આવે.' યવનીએ કહ્યું. ‘તો અવન્તિપતિને મળવાના વિચારથી જ ઉજ્જૈનીમાં આવી છું. ઉજ્જૈનીના રસમૂર્તિ રાજવી માટે મેં ઘણું ઘણું સાંભળ્યું છે. મારે એ રસરાજને જોવા છે, રસિક ઉજ્જૈનીને જોવી છે; એનું વિખ્યાત સૈન્ય, એના કોટકાંગરા, એના વિખ્યાત વીર પુરુષોને અને એની રસિક પ્રજાને નીરખવી છે. અહીંની કદરદાની માણવી છે. અમારી ધનતૃષાને મહાન રાજવી કે રસિક શ્રીમંત સિવાય કોઈ પૂરી કરી શકે નહિ.” મઘાએ કહ્યું, અને યવનીને પોતાની વિશ્વાસુ લેખતી હોય તેમ પ્રશ્ન કર્યો, ‘વારુ, અવન્તિપતિના રાજમહેલમાંથી કદાચિત્ તેડું આવે અને કદાચિત્ હું જાઉં તો એમાં કંઈ વિઘ્ન ખરું ?” બસ સુંદરી ! પછી તમારે સપ્તભૂમિપ્રાસાદમાં રહેવાનું, સોનાની ખાટે હીંચવાનું, એવામીઠાઈ જમવાનાં...' | ‘એ તો ખૂબ મજા. બલી આ તે કંઈ આપણી જિંદગી છે ! કેવી મજા આવે ત્યાં !” ‘શું ધૂળ મજા ? આખી જિંદગી અસૂર્યપશ્યા થઈને રહેવાનું.’ અસૂર્યપશ્યા શું ?’ પછી તમારે સૂરજ જોવાનો જ નહિ ! એ ચાર દીવાનોમાં જ મરવાનું!. મહારાજનું મન હોય ત્યાં સુધી તમારું માનપાન; અને મન ઊતરી ગયું કે પછી પડ્યા રહો એક ખૂણે, અને મરો કાગડા-કૂતરાના મોતે !” ‘હાય બાપ ! તો તો રાજમહેલમાં મારે જવું નથી. પણ ભલા, સેનાપતિજી મને અવન્તિનાં રસદર્શન પરિપૂર્ણ રીતે કરાવશે ખરા ને ?” મઘા જાણે સાવ ભોળી છોકરી હોય તેમ બોલી રહી. વાત કરતાં કરતાં સાધ્વી સરસ્વતીની છબી એની સમક્ષ તરી રહી. ૨, જો એ અંતઃપુરમાં જવાનું થાય તો સરસ્વતીની મુલાકાત પણ થઈ શકે. એ મુલાકાતનું વર્ણન મોકલું તો આર્યગુરુ દ્વગુણિત ઉત્સાહી બને, પણ પછી અંતઃપુરમાંથી ન છુટાય તો ? તો કેવી દુર્દશા થાય ?- આ કલ્પના મવાને કંપાવી રહી. અરે, કેવી વાત કરો છો ? તમારા જેવાને તો હથેળીમાં રાખે. સેનાપતિજીના તલવારના ઘા જેવા જાણીતા છે, એવું એમનું રસિકપણું પણ જાણીતું છે. ન જાણે ગુપ્તચરોની પ્રવૃત્તિ 425 Page #224 -------------------------------------------------------------------------- ________________ 58 વિજય-પ્રસ્થાન તમારાં કયા ભવનાં ભાગ્ય જાગ્યાં કે તમારા તરફ એમને સહાનુભૂતિ જાગી ! નહીં તો, અહીં નાચનારીઓનાં ટોળાંનાં ટોળાં આવે છે.’ યવની બોલી. વાતમાં વખત ઠીક ઠીક ચાલ્યો ગયો હતો. છેવટે એણે કહ્યું, ‘હવે ઝડપ કરો.” ‘વાસુકિ ! ચાલો, તૈયાર થઈ જઈએ. મહામના પુરુષોને મળવું એ તો રસિક જીવનનો રસભર્યો લહાવો છે. અવન્તિના સેનાપતિજીને તું પણ મળી લે.” મઘા બોલી. | ‘પુરુષને સાથે લેવાનો નિષેધ છે.” યવની બોલી. ‘એ તો મારો ભાઈ છે; એને પણ ઉર્જની જોવું છે.” એનો જુદો બંદોબસ્ત કરાવી દઈશ.' યવની બોલી. ‘તો, એનો બંદોબસ્ત પહેલાં કરો, પછી મારી વાત.” મઘાએ જાણે હઠ લીધી. ‘સારું ! અરે ચોકીદાર ! જા, સેનાપતિજી પાસેથી રાજ્યનાં મહત્ત્વનાં મથકો જોવા માટેની મુદ્રા લઈ આવ ! સાથે એક રાજસેવકને પણ લેજો આવજે !' થોડીવારમાં મુદ્રા સાથે એક સેવક આવ્યો. એણે યવનીના હાથમાં મુદ્રા મૂકી. યવનીએ વાસુકિના હાથમાં મુદ્રા મૂકતાં કહ્યું, ‘આ માણસ ને આ મુદ્રા. હરો ફરો ને ઉજ્જૈનીમાં લહેર કરો. તમને પૂછે એને ભગવાન પૂછે.’ મઘાને એકલી છોડતાં વાસુકિનો જીવ જરા ખચકાતો હતો. એ બોલ્યો, ‘મઘા ! એકલી સ્ત્રી માટે આ સાહસ ગણાય કે નહિ ? મને ગુરુનો ઠપકો ન મળે એ જોજે .” ‘સાહસમાં જ જન્મી છું. સાહસની મને મોજ છે. ગુરુદેવનું નામ યાદ કર! એ નામમાં જ ફતેહ છે !' બંને સાથે નીકળ્યાં. એક એક બાજુ ગયું, બીજું બીજી બાજુ ! વર્ષાની રાતે ચાંદની ખીલી હતી. વાદળો વરસીને વિદાય લઈ ગયાં હતાં. કેવડાની મહેક મનને બહેલાવી રહી હતી. ચંદ્ર ખીલી નીકળતાં ઉજ્જૈનીનાં ઉધાનોમાં જાણે દિવસ ઊગ્યો. એ મોડી રાતે ઉજ્જૈનીના રાજબાગમાં મઘા સેનાપતિ સાથે ફરતી જોવાઈ. એ હસી હસીને વાતો કરતી હતી. ચંદ્ર કરતાં ચંદ્રમુખી વધુ સુંદર લાગતી હતી. ઉજ્જૈનીમાં મથા અને વાસુકિની કેટલીય રાત્રિ અને કેટલાય દિવસો પસાર થઈ ગયા. મહાન નર્તકી તરીકે મઘા વિખ્યાતિ પામી. એ મહાકાલેશ્વરમાં પર્વતિથિએ અચૂક નાચતી. દેવના પરિબળથી પૂજારી બહુમાન પામે, એમ વાસુકિનાં પણ બહુમાન થતાં. મઘાને મળવા માટેનો સરળ માર્ગ વાસુકિ જ હતો. વાસુકિ ચાહે તો તરત મુલાકાત કરાવી દેતો. મઘાએ શીલવાન નર્તકી તરીકે ખ્યાતિ મેળવી હતી. એ કહેતી કે હું શિવાર્પણ થયેલી સ્ત્રી છું. મારો રૂપદર્શન થઈ શકે, દેહસ્પર્શન નહિ, રૂપદર્શન માત્રથી પણ મઘા સામા પુરુષને મુગ્ધ કરી દેતી. કેટલાંય દિવસ-રાત્રિો આ રીતે વ્યતીત થઈ ગયાં, ઉજજૈનીનું પૂરતું નિરીક્ષણ થઈ ગયું હતું. હવે વાસુકિએ વિચાર કર્યો કે મથા અહીં રહે, અને પોતે સમાચાર આપવા વિદાય લે. આ નિર્ણય પ્રમાણે બને તેટલું ઝીણવટભર્યું અવલોકન કરીને, વિજન વગડા ગજવતો, નિર્જન નગરીઓ જગવતો વાસુકિ દડમજલ દ્વારકામાં આવી પહોંચ્યો. એણે રસ્તે રસ્તે પોતાની નાત-જાતનાં જે મળ્યાં તેને તૈયાર રહેવા હાકલ કરી. તલવાર બાંધી, પેટે માટે, ગમે તે તરફે લડનારા લોકોને એણે પગારદાર તરીકે રોકી લીધા. વિસામા, ચોકીઓ ને નવાણોની નોંધ પણ કરી લીધી. ગઈકાલનો જાણીતો ચાંચિયો આજ એક મોટા ગુપ્તચર કે સેનાપતિનાં છટા અને કૌશલ્ય ધરાવતો થયો હતો. સહુ કહેતા કે એ બધો આર્યગુરનો પ્રતાપ છે. ગુરુ ક્યાં છે ?’ વાસુકિએ દ્વારકામાં પ્રવેશ કરતાં જ પ્રશ્ન કર્યો. 426 3 લોખંડી ખાખનાં ફૂલ Page #225 -------------------------------------------------------------------------- ________________ ‘કવાયતના મેદાનમાં. ધનુર્ધરોને એ શબ્દવેધી બાણની અંતિમ કળા શીખવી રહ્યા છે.’ જવાબ મળ્યો. નગરનિવાસીઓની ભીડ ચીરીને વાસુકિ ગુરુ પાસે પહોંચ્યો. અત્યારે ગુરુ દ્વારકાથી એક નાનકડા ગામમાં રહેતા હતા. તેઓ દિવસે યોદ્ધાઓને ધનુર્વિદ્યા શીખવતા, રાત્રે મંત્રવિદ્યા સાધતા. ચારે તરફથી જાતજાતનાં જનપદો સૈન્યમાં જોડાવા આવી રહ્યાં હતાં. ગુરુ પાસે સુવર્ણ-પુરુષ છે, જે સેવા કરે એને ભરપૂર સુવર્ણ સાંપડે છે. આ લોકવાણીએ જોતજોતામાં એમની સેવામાં ઠીકઠીક સંખ્યા એકત્ર કરી દીધી હતી. શકદ્વીપમાંથી પણ ધીરે ધીરે ઘણા શક સૈનિકો અહીં આવી ગયા હતા. વરસાદ થંભી ગયો હતો, ખેતરોમાંથી પાક ઊતરી ગયો હતો, ખેડૂતો પણ હળ છોડી, તલવાર બાંધીને આવી પહોંચ્યા હતા. જે મળ્યું તે લાભમાં લેખું ! હવે મઘા અને વાસુકિના આગમનની રાહ જોવાતી હતી. ત્યાં તો બરાબર વખતે વાસુકિ આવી પહોંચ્યો. વાસુકિએ ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવ્યું અને એક ચિઠ્ઠી હાથમાં મૂકી. નાનકડા મંત્રણાખંડમાં અત્યારે આર્યગુરુ, શકરાજ અને વાસુકિ એ સિવાય ચોથું કોઈ નહોતું. ગુરુદેવે ચિઠ્ઠી ખોલી. એ શકઢીપની ભાષામાં લખાયેલી હતી. ગુરુ શકભાષાના પૂરેપૂરા જ્ઞાતા હતા. એમણે ચિઠ્ઠી વાંચવા માંડી : | ‘પૂ. મહાગુરુ, ઉર્જની વિલાસની નગરી છે. અહીંનો રાજા, અહીંનો સેનાપતિ, અહીંનું સૈન્ય અને અહીંની તમામ પ્રજા શૂરવીર અવશ્ય છે, વીરત્વને ચાહનારી છે, પણ અત્યારે વૈભવની પાછળ ઘેલી ને વિલાસની પાછળ ચકચૂર છે. અહીં સુરા પાણીની જેમ વપરાય છે; ને જુગાર નિત્યનો વ્યવસાય બની ગયો છે. ‘મંદિરો, મઠો ને આશ્રમો પણ આ ઝેરી હવાથી મુક્ત રહ્યાં નથી, રાજા જ્યારે પરસ્ત્રીનો શોખીન હોય, પછી પ્રજા કંઈ પાછળ રહે ? રાજા પર અવલંબિત પ્રજાનું ઉત્થાન કે પતન રાજાના ઉત્થાન કે પતનની સાથે સાથે જ થાય છે.’ ‘જે રાજમાર્ગો પર પહેલાં મધરાતે પણ અભિસારિકાઓના ઝાંઝરનો રવ સંભળાતો, ત્યાં આજે પંચલીઓ અને ચોર-શૃંગાલ ફરતાં દેખાય છે. જે જે પુષ્કરણીઓમાં, સ્નાન કરતી ક્લવધૂઓના હાસ્યના મધુર ધ્વનિ ઊઠચા કરતા, ત્યાં આજે ગણિકાઓના એરા જામ્યા છે, કાવ્ય ને ચંપૂ ભ્રષ્ટ થઈને ત્યાં વિહરે છે. ‘નગરના પ્રાન્ત ભાગમાં આવેલા સ્તંભો પરથી હવે પુષ્પમાળાઓ અદશ્ય 428 D લોખંડી ખાખનાં ફૂલ થઈ છે, ને અઘોરીઓના સુદીર્ઘ નિવાસના લીધે નિર્જન બનેલા એ સ્થાનોમાં, સાપની ઊતરેલી કાંચળીઓ લટકતી દેખાય છે. ‘જે ઉઘાનોમાં ખુલે મુખે અલસનયના સુંદરીઓ પુષ્પ એકઠાં કરવા ફરતી, ત્યાં હવે વાનરોનાં ઝુંડ કૂદે છે. ને એ હરિણી સમી સુંદરીઓ સૌંદર્યના શિકારીઓથી બચવા ઘરના ખૂણે કમાડ ભિડાવીને બેઠી છે. | ‘નગરીનો ઝળહળાટ વધુ છે, પણ એ પિત્તળ પર સોનાનો ઢોળ ચડાવ્યા જેવો છે. માણસ ભયભીત છે, ક્યારે આપત્તિ આવશે એની ચિંતામાં એ ખાધા છતાં સુકાઈ જાય છે. | ‘નદિના કિનારા વેરાન છે. કહેવાય છે કે આ ગણતંત્ર પણ એક જાતની જૂથબંધી જ છે. વધુ ખરાબ જણા એકત્ર થઈને થોડા સારા માણસોને કબજે કરે છે. ગમે તેવી ખરાબ વાતને વધુ માણસો એકઠા થઈને ટેકો આપે તો એ અહીં સારી થઈ જાય છે. ‘અવન્તિના સંસ્કારી સૈન્યની જે કીર્તિ હતી, તે હવે વાત-કીર્તિ જ રહી છે. સૈનિકો પશુતામાં રાચે છે; ને કવાયત કે યુદ્ધવિદ્યા શીખવામાં વખત કાઢવા કરતાં નૃત્ય જોવામાં કે ઊંઘ લેવામાં વધુ વખત વિતાવે છે. કામ કરતાં આરામ એ વધુ ચાહે છે. ‘ઊંડે ઊંડે જોતાં રાજા અને પ્રજા વચ્ચે કોઈ નેહસંબંધ નથી, સેના અને રાજા વચ્ચે પણ વફાદારીની રેખાઓ અહીં નથી; છતાં ભય અહીં રાજ્ય કરે છે. અંદર બધા વિરોધી છે, મુખેથી બધા સહકારનાં વાત-સોંઘાં ફૂલડાં વેરે છે. | ‘બહેન સરસ્વતીની વાત કોઈને પૂછીએ ત્યારે એ ભારે મનથી કબૂલ કરે છે કે, આવાં સાધ્વીઓ કે કુમારિકાઓ તરફ આ જાતનું વલણ કદી ચલાવી ન લેવાય; અને એમાંય એક રાજા માટે તો હરગિજ નહિ; પણ વાડ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોણ કરે ? શું થાય ? સમર્થ કો નહીં દોષ ગુંસાઈ ! સત્તા પાસે શાણપણ નકામું છે. શાણપણ બતાવવા ગયા તો આર્ય કાલક જેવા સમર્થ સાધુ ગાંડા થઈને ક્યાંય રખડતા રઝળતા મૂઆ, મંત્રવાળો રાજવી યુદ્ધમાં પણ ભારે નિપુણ છે ! ગુરુદેવ ! નાનાનું પાપ એ મોટાની લીલા કહેવાય એવો ઘાટ અહીં છે. ‘જીવનમાંથી પ્રેમ અને સૌંદર્ય આ લોકો ખોઈ બેઠા છે, અને એથી જ ન્યાય, સત્ય ને ઋતું ચાલ્યાં ગયાં છે. અહીંનો મોટામાં મોટો માણસ પણ આપણે ત્યાંના નાના માણસ કરતાં સિદ્ધાંતોની બાબતમાં નાનો છે.' | ‘એક સેનાપતિ મારા મિત્ર બન્યા છે. અમે આખું ઉર્જાની જોયું છે; એનું સૈન્ય, એના કોટકિલ્લા, એનાં શસ્ત્રઅસ્ત્રો અપૂર્વ છે. એથી અપૂર્વ છે આ સેનાપતિ , યુદ્ધના અનેક બૂહ એના મગજમાં છે, પણ શીલ અને સત્ય ચૂકેલા સંસારમાં સારું વિજય-પ્રસ્થાન B 429 Page #226 -------------------------------------------------------------------------- ________________ ખોટા માટે થાય છે. કરુણતા એ છે કે એ પોતે રાજા થવા ઇચ્છે છે. એ કહે છે કે મૌર્ય રાજાને મારી એનો બ્રાહ્મણ મંત્રી પુષ્યમિત્ર શુંગ રાજા થયો. શુંગે રાજ કર્યું. એણે અને એનો ટેકો આપનાર મહામુનિ પતંજલિએ સ્પષ્ટ શાસ્ત્રાધાર સાથે કહ્યું કે રાજ્ય પહેલું, રાજા પછી, રાજા ખરાબ હોય તો એને ખતમ કરી શકાય: એમાં સ્વામીદ્રોહ નથી; પણ એ રાજાના શબ્દો એના મોંમાં રહ્યા, અને એને એના સેનાપતિએ જ હણ્યો. હાથે તે સાથે વાળો ઘાટ થયો. આ ભૂમિ પર આવો મત્સ્ય-ગલાગલનો ખેલ ચાલે છે. મોટું માછલું નાનાં માછલાને ગળી જાય છે. “સડી ગયેલી પૃથ્વી પર સંગ્રામ જ સ્વર્ગ ઉતારે છે. બ્રહ્મા ને વિષ્ણુ આ પૃથ્વી પરથી પલાયન થઈ ગયા છે, હવે રુદ્રનાં ડમરુ વાગે એની રાહ છે. નાશમાંથી નિર્માણ એ અહીંનું ભાવિ લાગે છે. હું અહીં જ છું. ચડાઈના સમાચાર તો અહીં મળી ગયા છે, પણ કોઈને એ ખબર નથી, કે આર્યગુરુ કાલક સાથે છે. લોકો બધું મશ્કરીમાં લે છે. તેઓ કહે છે કે સો ચકલીઓ એકઠી મળીને પણ એક બાજને હરાવી ન શકે. સરસ્વતીના હરણની વાત જૂની થઈ ગઈ. હવે એવી જરીપુરાણી વાતને યાદ કરવામાં કોઈને રસ નથી ! ‘છેલ્લે છેલ્લે મહત્ત્વની વાત કહી દઉં. કામી રાજાઓનું અંતઃપુર પોલું હોય છે. હું એના અંતઃપુરમાં પણ જઈ આવી, આપનાં બહેન સરસ્વતીને સદેહે જોયાં. સૂકાં, રૂપ વગરનાં, અસ્થિકંકાલ બન્યાં છે, માત્ર મુખ પર તેજ ઝળહળે છે. કદી એક ટેક લૂખું-સૂકું જમે છે. આપે સીતાની વાત મને કહેલી. રાવણ એને હરી ગયેલો. સીતા લંકાની કેદમાં કેવાં હશે, એની કલ્પના બહેન સરસ્વતીને જોવાથી આવી. પણ એક વાત સાંભળી આનંદ થયો. રાવણ જેવો રાજા દર્પણ એમની સામે જોઈ શકતો નથી. છોડી દેવાનો વિચાર કરે છે, પણ એને લાગે છે કે લોકો મને નિર્બળ કહેશે.' ‘હવે તરતમાં પ્રસ્થાન કરશો. અહીંનું હું સંભાળી લઈશ.” આર્યગુરુએ કાગળ એક વાર વાંચ્યો, બીજી વાર વાંચ્યો. શકરાજે વાંચ્યો, ફરી વાર વાંચ્યો. બંને જણાએ વાસુકિ સાથે સુદીર્ઘ મંત્રણા કરી. અને બીજે દિવસે રણનાં નગારાં ગાજી ઊઠડ્યાં. શૂરાઓ શસ્ત્રો સજી રહ્યા . શક દેશની બૃહકળા પ્રમાણે સૈન્ય ગોઠવાઈ ગયું કૂચ શરૂ કરવાની શુભ ઘડી આવી પહોંચી. થોડી વારમાં આર્યગુરુ અશ્વ પર સવાર થઈને આવી પહોંચ્યા. આ રૂપમાં આજે એ પહેલવહેલા દેખાયા હતા. એમના પગ અવશ્ય પૃથ્વીને અડતા હતા, પણ મસ્તક જાણે ગગનને ભેદવા ઊંચું ઊઠયું હતું. હાથે લોઢાના ચાપડા હતા. ખભે લોઢાની ઝાલર હતી. બાલચંદ્ર જેવું મોં, 430 | લોખંડી ખાખનાં ફૂલ દાઢીના ભરાવાથી દીપતું હતું. મોટી આંખોમાં જાણે સત્યનો અગ્નિ ભભૂકતો હતો. છૂટા કેશ અને મોંની ફાડ કેસરીસિંહની યાદ આપતાં હતાં. એમની રાંગમાં પંચકલ્યાણી અશ્વ ખૂંખાર કરી રહ્યો હતો, મેઘગર્જના જેવો એમનો સ્વર ચારે તરફ ગુંજી રહ્યો. વાહ ગુરુ વાહ !' શકરાજ થી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું. ગુરુએ સેનાને ઉદ્દેશીને કહ્યું, ‘સત્યને ખાતર, ન્યાયને ખાતર સમરાંગણે ચઢવા તૈયાર છો ને ?' ‘તૈયાર છીએ ! તૈયાર છીએ !” ચારે બાજુથી અવાજો આવ્યા. ‘કદાચ પીછેહઠ કરવાનો કે પીઠ ફેરવવાનો વખત આવે ત્યારે દુશ્મનને પીઠ દેખાડવાને બદલે પ્રાણ-ન્યોછાવર કરવા તૈયાર રહેશો ને ?” ગુરુએ વિશેષ ખાતરી કરવા અને સૈન્યને પાણી ચડાવવા પૂછવું. ‘આપના એક બોલ પર અમે અમારા પ્રાણોની આહુતિ આપવા તૈયાર છીએ.” બધાએ ગગનભેદી સ્વરે કહ્યું. ‘દુશ્મનનું બળ અને સૈન્ય વધારે જોઈને પાછા તો નહીં પડો ને ?” ગુરુને જાણે હજીય વધુ ખાતરી જોઈતી હતી. ‘નહીં, કદી નહીં !”ના નાદોથી આકાશ ગુંજી ઊઠયું. આર્યગુરુનો આત્મા સંતુષ્ટ થયો હોય એમ એમના મુખ ઉપર સંતોષ અને આનંદની રેખાઓ ઊપસી આવી. આર્યગુરુને પોતાનો અથાક પ્રયત્ન આજે સફળ થયો લાગ્યો, સેના કૂચને માટે થનગની રહી. સૌ પ્રસ્થાનની ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા. યુદ્ધના વિજયપ્રસ્થાનની ધન્ય ઘડી પણ આવી પહોંચી, અને શકરાજાએ કૂચનું રણશીંગું બજાવ્યું. પ્રસ્થાનની આજ્ઞાના પડઘા ચારેકોર ગાજી રહ્યા, અને પાણીનો મોટો પ્રવાહ પૂર ઝડપે ધસતો હોય એમ, સૈન્યની કૂચ શરૂ થઈ. સૈન્યની એકધારી કૂચના પાટાઘાતથી ધરતી ધણધણી ઊઠી. આર્યગુરુ એક તેજી અશ્વ ઉપર સૌથી મોખરે ચાલતા હતા. એક એક કદમ ઉજ્જૈની ભણી ભરાતો જતો હતો; અને એમનું અંતર જાણે કંઈ કંઈ વિચારોમાં વધુ ને વધુ ઊંડું ઊતરી જતું હતું. એમને થતું હતું, ‘ન જાણે નસીબમાં હજી શું શું લખાયું હશે ? શું શું જોવાનું હશે ? રે જીવ ! હવે તો આગળ વધ! પાછળ નજર ન કર ! પાછળ નજર કરવાનો ધર્મ તો મુનિનો ! આજે હું મુનિ નથી, માનવ નથી, પશુ નથી, માત્ર લાગણીનું પ્રેત છું ! પ્રેતને વળી પુણ્ય-પાપની શી તમા ?” વિજય-પ્રસ્થાન B 431 Page #227 -------------------------------------------------------------------------- ________________ 59 બલમિત્ર અને ભાનુમિત્રા કૂચ તો, જળના પ્રવાહની જેમ, વણથંભી આગળ ને આગળ જ વધતી હતી, અશ્વ આગળ વધ્યો. રણનાં નગારાં જોરજોરથી વાગી રહ્યાં. શંખ જોર જોર થી ફૂંકાઈ રહ્યાં. અશ્વોનો વેગ વધ્યો. એમની ખરીઓથી ઊડેલી ધૂળથી આકાશ છવાઈ ગયું. એક મોટું ધૂળનું ધુમ્મસ વન-જંગલ ને ગ્રામ-નગર વટાવતું વહી જતું હોય તેવો દેખાવ થઈ રહ્યો. માર્ગમાં આવતાં ગામોના લોકો વધામણે આવતા, અને તેઓ એકછત્રીધારી રાજાની માગણી કરતા. તેઓ કહેતા : અમને એક રાજા આપો. આ અનેક રાજાઓથી થાક્યા. વનના એક વાઘને તો શિકારથી સંતુષ્ટ કરી શકીએ, પણ અનેક વાઘોને પૂરો પાડી શકાય તેટલો શિકાર અમારી પાસે નથી. અમે હાર્યા છીએ તનથી, મનથી, ધનથી !' આર્ય કાલકે હસીને જવાબ દેતા : ‘તમને પણ મારા જેવું થયું લાગે છે. કપડામાં જૂ પડી તો કપડાં ફેંકી દઈને નીકળી પડ્યો છું, પણ વસ્તુ કોઈ ખરાબ નથી, માનવીની ખરાબ વૃત્તિ એને ખરાબ બનાવે છે. બાકી તો શું નરપતિ કે શું ગણપતિ, બધાય વૃત્તિના દોરે બંધાયેલા છે. કપડાં સાફ રાખતાં આવડે તો પછી જૂનો ડર નથી. તમે મક્કમ હશો, નિસ્વાર્થી હશો, વ્યક્તિ કરતાં સમષ્ટિમાં માનતા હશો, અર્પણશીલ સ્વભાવના હશો, તો પછી કોઈ તમારો નેતા કે કોઈ તમારો રાજા તમને દ્રોહ નહીં કરી શકે. આજે રામ-રાવણનું યુદ્ધ મંડાયું છે, મેદાને ઉતરી ચૂક્યા છીએ. સ્ત્રીના શીલમાં અમે દેશનું શીલ જોયું છે. અને એની રક્ષા કાજે અમે આ મહાકાર્ય ઉપાડ્યું છે. તમે એની કિંમત પિછાણતા હો તો તૈયાર થઈ જ જો !' ગામલોકો આ વાતથી આકર્ષિત થતા, અને લડાયક લોકો સેનામાં ભરતી થવા પોતાનાં નામ લખાવતા. વળી આર્ય કાલક ચેતવણીનો સુર ઉચ્ચારતા : ‘દરેક મહાયુદ્ધ પછી મહાદુષ્કાળ હોય છે. જેઓ પાછળ રહે છે, તેઓને કહું છું કે પાછળ રહીને નવાણ ગળાવજો, ખેતર ખેડજો, અનાજ ઉગાડજો. સંદેશો મળે એટલે તમારાં સ્ત્રી-બાળકોને એ બધાંની રખેવાણી ભળાવી શસ્ત્ર સજીને ઘોડે ચડી નીકળી પડશે.' ધીરે ધીરે કૂચ કરતી સેના આ રીતે ઉજ્જૈનીની દિશામાં આગળ વધવા લાગી. માર્ગમાં લાટ-પાંચાલ દેશ આવ્યા , અહીં આર્ય કાલકના બે ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર મામાની મદદ તૈયાર ઊભા હતા. એમના હૈયામાં ગ્લાનિ હતી, મુખ પર લજ્જા હતી, કર્તવ્યનું પાલન ન કર્યાનો અફસોસ હતો. ન્યાય અને સત્ય માટે મામાને દેશ છોડવો પડ્યો, પરદેશથી મદદ લાવવી પડી, આ વાત એમના હૈયામાં શુળની જેમ ખેટકી રહી હતી. | ‘અરે ! સત્યની વેદી પર, સમય આવ્યે પણ, જો જાને કુરબાન કરતાં ન આવડે; તો એ જવાંમર્દીની કિંમત કેટલી ? ખરેખર, અમે ખરે વખતે અમારો સ્વધર્મ ચૂક્યા.” બલમિત્રે મામા આર્ય કાલકના પાદારવિંદને સ્પર્શતાં કહ્યું. “કંઈ ફિકર નહીં. જાગ્યા ત્યાંથી સવાર, જોશી પણ જૂની તિથિને વાંચતો નથી.’ આર્ય કાલક બોલ્યા. ‘અમે આપનો મુનિવેશ છોડાવ્યો ! સાધુધર્મથી પાછા વાળ્યા. જળને અગ્નિનું કામ સોંપ્યું.” ભાનુમિત્રની આંખો આંસુ વહાવી રહી. | ‘લલાટમાં લખાયેલ લેખ પર કોઈ મેખ મારી શકતું નથી. વિધિને એ મંજૂર હશે.’ આર્યગુરુએ ઉદાર દિલે કહ્યું, ‘વેશ તો કાલે ફરી ધારણ કરાશે અને ફરી પ્રાયશ્ચિત્ત પણ કરી લેવાશે. અત્યારે તો આજની ઘડી ઉજાળી લઈએ એટલે જગ જીત્યા. એટલા માટે તો ખડિયામાં ખાંપણ લઈ, દરિયો ડહોળી, આ બધાને લઈને નીકળ્યો છું.” 432 D લોખંડી ખાખનાં ફૂલ Page #228 -------------------------------------------------------------------------- ________________ અમે આપને દેશ તજાવવાનું પાતક વહોર્યું !' ભાનુમિત્રના દિલમાં ભારે અજંપો હતો. ‘કુવાનાં દેડકાં જેવું જીવન જીવનારને, દેશ-પરદેશનું ઘણું લાગે છે.’ મામાભાણેજોની વાતો સાંભળી રહેલા શકરાજે વચ્ચે કહ્યું, ‘તમારા મામાશ્રી ખુદ કહે છે. કે સિંહોને સ્વદેશ શું કે પરદેશ શું ? જ્યાં જાય ત્યાં એ સ્વપરાક્રમથી સ્વદેશ સરજે છે. અમારે ત્યાં તમારા મામાશ્રીએ અજબ વિક્રમ સર્યો છે.' ‘વિક્રમ !' ગુરુએ આમાં ભાવિના કોઈ પડઘા સાંભળ્યા, એ જોરથી બોલ્યા. ‘વિક્રમ સરજવો તો હજી બાકી છે. મારા આ ધર્મયુદ્ધથી દેશમાં ધર્મ અને સત્યશીલનું જીવન સ્થપાશે એમ હું માનતો નથી. આ તો તપ્ત ભૂમિને શાંત કરનારું, વર્યાનું ઝાપટું માત્ર છે, મહામેળ તો વળી પછી આવશે.” ગુરુ થોડી વાર આકાશ સામે જોઈ રહ્યા, કોઈ પ્રેરણા જાણે એમને બોલાવી રહી હતી. થોડી વારે વળી એ બોલ્યા, વિક્રમ ! આ પૃથ્વી પર વિક્રમ અવતરે : ન્યાય, સત્ય ને શીલને પ્રસારે એ તો મારું સ્વપ્ન છે. રાજા કાલસ્ય કારણમ્, ભાનુમિત્ર ! શકઢીપે મને નોધારાને આધાર આપ્યો. મારા કરુણ રીતે થનારા કમોતને અટકાવ્યું, બધે મને હેતથી અપનાવ્યો છે. બલમિત્ર ! હું એમને ત્યાં અમર સંજીવનીના રોપ સમું ‘પંચતંત્ર' લઈને ગયો. બદલામાં એમણો મારો ધર્મયુદ્ધ માં મને મદદ કરી. શકરાજ ખુદ અમારી સાથે આવ્યા. આજ ઉજજૈનીનો વિજય એમના નામ પર લખાશે.' આર્યગુરુએ કહ્યું. ‘ના, ના, એવું બોલીને અમને શરમાવશો નહિ, આર્યગુરુ ' શકરાજે વચ્ચે કહ્યું, ‘જુવાન વીરો ! શક લોકો અસત્ય નથી બોલતા. આર્યગુરુએ જ અમને મોતના મોં સામે જતાં બચાવ્યા છે, અમારા શહેનશાહના રોષમાંથી ઉગારી લઈને જીવતદાન આપ્યું છે. ને જીવતા જીવે સ્વર્ગ જેવા આ દેશમાં અમને લઈ આવ્યા છે.' ‘આપને અન્યાય અને અત્યાચારની સામેના ધર્મયુદ્ધમાં ઝૂઝવા અને સત્યની પ્રતિષ્ઠા કરવા માટે યુદ્ધ લડવા પરદેશીઓની મદદ લેવી પડી તેનું ખરેખર અમને બહુ દુ:ખ છે. ખૂબ શરમ છે.' ભાનુમિત્રે ફરી ફરીને એની એ વાત કહી. | ‘અહોહો ! તમે ભારતીય લોકો વાતોમાં ભારે ઉદાર છો ને વર્તનમાં બહુ સાંકડા છો. વસુધાને કુટુંબ લેખનારા તમારાથી દેશી અને પરદેશી જેવા શબ્દો કેમ બોલાય છે ?' શકરાજે ટકોર કરી. | ‘શકરાજ !' આર્ય કાલ કે વચ્ચે કહ્યું, ‘જગતના તમામ પિતાઓ તરફ માનભાવ હોવા છતાં પોતાના જનકને જ પોતાના પિતા કહેવાય. આ મારા માટે આપત્તિધર્મ છે. અલબત્ત, તમારી મિત્રતાની અને સહાયતાની હું જેટલી કદર કરું તેટલી ઓછી 434 D લોખંડી ખાખનાં ફૂલ છે. એના જ કારણે આજે આ ભૂમિના માણસો મારા પ્રયોજનની કદર કરે છે, નહિ તો કાગડા-કૂતરાને મોતે હું ક્યાંય મરી ગયો હોત ને કોઈ જાણત પણ નહીં. તમારી મિત્રતાનો તમને નજીકના ભવિષ્યમાં જ મારા તરફથી સારો અનુભવ થશે.’ શકરાજ એમ તો ચર્ચામાં પાછા પડે તેમ નહોતા, પણ એ કદી આર્યગુરુ સાથે વિશેષ વાદ કરવાનું પસંદ કરતા નહિ. - બળમિત્ર અને ભાનુમિત્ર પોતાની સેના સાથે શકસૈન્યમાં જોડાઈ ગયા; જો કે શકરાજ આ વિજય શકોના નામ પર લખાય, એ માટે ઓછામાં ઓછાં ભારતીય દળોને સાથે રાખવાના મતના હતા. આર્યગુરુએ બલમિત્રને પોતાના દૂત તરીકે સ્થાપ્યો. અને ઉર્જાની જઈ રાજા દર્પણસેનને યુદ્ધના નીતિનિયમ મુજબ છેલ્લો સંદેશો પહોંચાડવાનું કામ સોપ્યું. યુદ્ધના નિયમોનો ભંગ થવો ન ઘટે. એમણે બલમિત્ર દ્વારા દર્પાસેનને કહેવરાવ્યું, “હે દર્પણ ! હું આર્ય કાલક ! સાધ્વી સરસ્વતીનો બંધુ, સૌરાષ્ટ્ર-લાટ પર વિજય મેળવી, શક સૈન્યને સાથે લઈ ગણ્યાગાંઠડ્યા દિવસોમાં તને સજા કરવા આવી રહ્યો છું. તેં આજ સુધી યોગ્યાયોગ્યના વિવેક વગર કામ કર્યું. જો હવે તારે જીવવું હોય, તો સરસ્વતી સાધ્વીને સત્વર પાછી સોંપી દે અને ગાદીનો ત્યાગ કર. અન્યથા લડાઈ માટે સજ્જ રહે. ગણતરીના દિવસોમાં તારા કિલ્લા પર વીજળી ત્રાટકી સમજજે ! સારું તે તારું. અભિમાનમાં ન રહીશ. હજી હંસ થઈશ તો કલ્યાણ છે. તે દૂધ-પાણી એકઠાં કરવાનો મહા અપરાધ કર્યો છે.” બલમિત્ર સંદેશો લઈને રવાના થતો હતો. એ વખતે આર્યગુરુએ એને ખાનગીમાં બોલાવી ઉજ્જૈનીની મહાનતંકી મઘા સુંદરીને મળવા સૂચના કરી. અને એનો સંદેશો અથવા એ આવે તો એને સાથે લઈને આવવા સૂચવ્યું. બલમિત્ર અશ્વ પર ચડીને ચાલી નીકળ્યો. એને ઝડપી કામગીરી સોંપાઈ હતી, એટલે ક્યાંય વિરામ લેવાનો નહોતો. બલમિત્ર અદૃશ્ય થયો. ભાનુમિત્ર આર્યગુરુના પડછાયા જેવો બની રહ્યો; અને શકસેના ઝડપથી આગળ વધવા લાગી. લાટ દેશ પર વગર યુદ્ધે એ દિવસે વિજય મળ્યો. 0 બલમિત્ર અને ભાનુમિત્ર D 435 Page #229 -------------------------------------------------------------------------- ________________ 60 આશા-નિરાશા આઈ કાલક હવે ખૂબ સાવધ હતા, શકરાજ પણ દિનરાત વ્યવસ્થામાં ગૂંથાયેલા હતા. શત્રુ સામાન્ય નહોતો. કયે સ્થળે કઈ પળે યુદ્ધ છેડાઈ જાય, તે કંઈ કહેવાય તેમ નહોતું. રાજા દર્પણસેન પોતાના શત્રુને બહુ આગળ વધવા દે, એ અસંભવિત હતું. પણ બધાએ આશ્ચર્ય વચ્ચે જોયું કે આટલા લાંબા માર્ગમાં ક્યાંય કોઈ સામના માટે તૈયાર નહોતું. ખેતરોમાં પાક ઊભો હતો, પણ બધાં ખેતર સૂનાં હતાં. વાડીઓમાં ફળ લચી પડતાં હતાં. પણ બાગબાન નહોતા, ગ્રામનગરો શાપિત નગરીઓ જેવાં વેરાન બની ગયાં હતાં. આર્યગુરુએ કહ્યું, ‘શકરાજ ! યુદ્ધ આપવા પ્રત્યક્ષ કોઈ આવ્યું નથી; પણ છૂપું યુદ્ધ શરૂ થઈ ગયું છે, હો !' ‘શું, યુદ્ધ ચાલું થઈ ગયું છે !' શકરાજે પ્રશ્ન કર્યો, ‘કેવી રીતે ?' ‘જોતા નથી ? જ્યાં માણસ હોવાં જોઈએ ત્યાં માણસ નથી. વગર લજ્ય લડાઈ જીતવા માગે છે એ, વાહ રે દર્પણ ! કર્મચૂર છે, એટલો ધર્મશૂર હોત તો ?' આર્યગુરુ દર્પણને શાબાશી આપતાં આપતાં વળી ઊંડા વિચારમાં ઊતરી ગયા. ‘ચિંતનનો આ સ્વભાવ યુદ્ધ કાળે ઉચિત નથી.’ શકરાજે ટકોર કરી. ‘શકરાજ ! સ્વભાવ છૂટો છૂટતો નથી. ખરાબમાંથી સારું શોધવા મન ઝંખે છે. જુઓને ! આ ઝાડવાં, આ હરિયાળી, આ નવાણનાં નીર - એ બધાં આપણા જીવ લેવા માટે સજ્જ થઈને ખડાં છે. આ હરિયાળીમાં વિષનો છંટકાવ છે. માણસ જરા વિરામ કરવા એના ઉપર બેઠો કે બિચારો ખણતો મરે, આ વૃક્ષનાં ફળોમાં ઝેરની શલાકાઓ ઘોંચેલી છે, ખાનારનાં આંતરડાં જ કાપી નાખે., આ નવાણનાં નીરમાં ચૂર્ણ ભળેલાં છે; થોડુંક પણ પીધું કે ઝાડા-ઊલટીથી એ સૈન્યને હતાશ કરી નાખે.” આર્યગુરુએ કહ્યું. અરે, આ તો અજબ જેવી લડાઈ !' શકરાજને આશ્ચર્ય થયું. ‘તો આપણે સેનાને સાવધ કરીએ.’ | ‘અવશ્ય , અને સેનાને કહી દેવાનું કે હવે કોઈએ ઉર્જનીના સીમાડા સિવાય અશ્વથી નીચે ઊતરવાનું નહિ. માર્ગમાં ક્યાંય ખાવાનું નહિ કે કંઈ પીવાનું નહિ.' સેનામાં આ વાતની તુરતાતુરત જાણ કરવામાં આવી. ઢીલા સૈનિકો પર આ વાતની જરા માઠી અસર થઈ; પણ આ તો યુદ્ધ માટેની કૂચ હતી, એટલે સહુએ મૂંગે મોંએ આજ્ઞાનું પાલન કરવા માંડ્યું. પણ હવે કૂચ વધુ કપરી બની હતી અને માર્ગ વધારે અટપટો આવતો હતો. માર્ગમાં ઠેરઠેર પ્રત્યવાયો પણ આવતા હતા. અને જેમ જેમ સમય વધુ જતો હતો તેમ તેમ સેના પાસે ખાવા-પીવાનું ખૂટતું જતું હતું. વળી ઘોડા પરથી નીચે ઊતરવાની આજ્ઞા નહોતી. બેઠાં બેઠાં કેડ તૂટતી હતી, અને ઘોડાના જીન પર તો ઊંઘ કેવી રીતે આવે ? ઊંઘ વિના શરીર નબળાં થતાં હતાં. આખરે વૃક્ષનાં ફળ ને ખાવાની શરતે વૃક્ષ પર સૂઈ રહેવાની રજા મળી, અથવા માર્ગની વચ્ચોવચ આરામ લેવાની પરવાનગી મળી. સેનામાં જરા આશાયેશ પ્રસરી. થોડોક આરામ મેળવીને તેના આગળ વધી, પણ કેટલાક ભૂખ્યા રહેવાને ન ટેવાયેલા સૈનિકો વાડીઓમાં ઘૂસીને ફળ આરોગી આવ્યા. તેઓ થોડીવારમાં વૃક્ષ પરથી ફળ પડે એમ ઘોડા પરથી ટપોટપ નીચે પડવા લાગ્યા. બહાદુર શક સૈનિકો આથી ખૂબ ખિજાઈ ગયા; અને શત્રુ મળે તો રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીએ એમ બોલવા લાગ્યા, ને તલવારો ફેરવવા લાગ્યા, પણ સામે કોઈ પરાયો માણસ મળે તો તલવારનો વાર થાય ને ! કેટલાકોએ ઝનૂનમાં વૃક્ષના થડ પર તલવારના વ્યર્થ ઘા કર્યા ! ‘ઝનૂન વીરત્વથી વિરોધી છે, વીર પુરુષ હંમેશાં ધીર હોય.' આર્યગુરુએ કહ્યું. હવે શકરાજે કડક હાથે કામ લેવા માંડયું, એમણે સૈનિકોને ફરી સાવધ કર્યો. આર્યગુરુ પણ બધે ફરીને બંદોબસ્ત રાખવા લાગ્યા. પણ સૈનિકોની ગતિ બાળકની ગતિની જેમ પાપાપગીની થઈ ગઈ હતી. હવે રાત ને દહાડો સમાન થઈ ગયાં હતાં. ન ઊઘાતું, ન આરામ લેવાતો. આશા-નિરાશા | 437 Page #230 -------------------------------------------------------------------------- ________________ એક રાતે બધા જાગતા રહીને આગળ વધતા હતા, ને ત્યાં તો જંગલની બંને બાજુઓ સળગી ઊઠી. અગ્નિની જ્વાળાઓની પાછળથી ભયંકર પોકારો આવવા લાગ્યો. સેના ગભરાઈ ગઈ. અરે આગ ! ધીરે ધીરે બંને બાજુથી આગ નજીક આવવા લાગી. બધાને લાગ્યું, ‘વગર લડ્યે બળીને ભડથું થઈ જઈશું.’ સેનામાં ગભરાટ પ્રસર્યો, ‘શું કરવું ? ક્યાં જવું ?” કેટલાક સૈનિકો બાવરા બનીને પાછળ પગ ભરવા લાગ્યા. એક અકળ ભય બધે વ્યાપી ગયો. આર્યગુરુએ વીરગર્જના કરી અને કહ્યું, ‘સૈનિકો, મારા વીરો ! પાછળ પગ ન દેશો. આ આગ નથી, આ તો માત્ર મણિ-ચૂર્ણના ભડકા છે. અઘોરીઓ ને તંત્રધારકો પોતાની જ ગ્યાને સુરક્ષિત રાખવા આ વિજ્ઞાનનો પ્રયોગ કરે છે.” પણ ગુરુની આ વિજ્ઞાન-વાત બધા પૂરેપૂરી સમજી રહે એ પહેલાં સામેથી ભયંકર ચિત્કાર સંભળાયો. સહુએ એ દિશામાં જોયું તો પ્રગટેલા અગ્નિને ઓળંગીને હાથીઓનું એક મોટું ટોળું ધસ્યું આવતું હતું. એમની નાની પાંગળી આંખોમાંથી ખૂની ઝેર વરસતું હતું. અરે, મર્યા કે મરશું ? આ તો યમરાજની સેના આપણા મુકાબલે આવી ! આખી સેના એક અજ્ઞાત ભયમાં કંપી રહી. બે બાજુ અગ્નિ અને સામે ગાંડા હાથીનું ટોળું ! આગળ ગયે મોત. બાજુમાં સર્યું મોત. તો હવે ક્યાં જવું? ભાનુમિત્ર ઘોડેસવાર થઈને થઈને આગળ આવ્યો. ‘મામા ! આશીર્વાદ આપો. આ ગાંડાઓને ડાહ્યા કરવા જાઉં છું.' એક ભારતીય સૈનિકની આ વીરત્વભરી હાકલ સાંભળી વધારે પડતા ઉત્સાહી શક સામંતો હાથીઓ તરફ ધસી ગયા. પણ ગાંડા પહાડો સામે માનવીનું શું ગજું ? બેચાર શુરવીર શકસામંતો ત્યાં તળ રહ્યા. ભાનુમિત્ર મામાની આજ્ઞાની રાહ જોઈ રહ્યો, પણ મામા આજ્ઞા આપતા નહોતા, એણે જોયું કે એમનો ચહેરો ધીરે ધીરે વિર્વણ થતો જતો હતો, ગળું મશકની જેમ ફૂલતું જતું હતું. જડબાં વિકસિત થતાં હતાં. થોડીવારે ગુરુના ગળામાંથી એક વિલક્ષણ નાદ નીકળ્યો. એના પડછંદા પહાડોમાં ને ટેકરીઓમાં પડ્યા અને ગાંડા હાથી આગળ વધતા એકાએક થંભી ગયો. જાણે કોઈ ભયંકર અટવીમાં હાથીઓનાં ગંડસ્થળ પર ચઢીને કેસરીસિંહ ગર્જના કરતા હોય એવો એ નાદ હતો. 438 D લોખંડી ખાખનાં ફૂલ આગળ ધસતા હાથીઓ એકાએક રસ્તબ્ધ બનીને ઊભા રહ્યા. ગુરુના ગળામાંથી હજી કેસરીસિંહની ગર્જના સંભળાતી હતી. હાથીઓએ સુંઢ મોંમાં નાખી દીધી, પાછલા પગે એ પાછા હઠ્યા, અને પીઠ ફેરવીને નાઠા, જાણે કાળી રાતનાં કાળાં વાદળો નાઠાં, મોતનો અવતાર બનીને આવેલા મોત જોઈને ભાગ્યા, મરવું કોને ગમે છે ? શક સૈનિકો ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને હાથીઓની પાછળ ધસ્યા. આગળ હાથીસેના નાસે, પાછળ શકસેના પીછો પકડે. એ રીતે છેલ્લી કૂચ ઝડપી બની ગઈ. અને હવે તો ઉજ્જૈનીનો સુંદર પ્રદેશ પણ શરૂ થઈ ગયો. ગુરુએ આજ સવારથી જ સૈનિકોને જે મળે તે ખાવાની છૂટ આપી. પણ તેઓએ કહી દીધું હતું કે અત્યાર સુધી તમે જડ બળોનો સામનો કર્યો, હવે ચેતનબળ તમારી સામે વપરાશે, માટે ખૂબ સાવધ રહેજો ! ભૂખ્યાં ડાંસ જેવા સૈનિકો ચારે તરફ ફરી વળ્યા. જે ખાવા જેવું હતું એ ખાધું, સુંદર મિષ્ટ જળ પીધું. ઘોડાની પીઠ પર બેઠાં બેઠાં અંગો અકડાઈ ગયાં હતાં. તે દોડાદોડી કરીને કે પરસ્પર કુરતીના દાવ ખેલીને ઠીક કરી લીધાં. - નાદ-પ્રયોગ કર્યા પછી આર્યગુરુ કંઈક થાક્યા જેવા લાગતા હતા. એ ગયેલી શક્તિ ફરી કુદરતમાંથી એકત્ર કરવા પ્રયત્ન કરી રહ્યા, છતાં કૂચ થંભાવવાની તેમની ઇચ્છા નહોતી. સૈન્યમાં મહામહેનતે ઉત્સાહ આવ્યો હતો. હવે એ ઉત્સાહમાં જ ઉજ્જૈનીના કાંગરા જોઈ લેવા જરૂરી હતા. કૂચ આગળ ચાલી, પણ માર્ગનો પ્રત્યેક અણુ-પરમાણુ પ્રતિકૂળ બનીને બેઠો હતો. મારગમાં જે ગામ-નગર આવતાં, એ ઉજ્જૈનીના રાજાની મેલી વિદ્યાનાં અને અતુલ બળની અજબ વાતો કરતાં. શક સૈનિકો ધીરે ધીરે એ વાતોથી અસરમાં આવતા ગયા. કૂચે ઢીલી પડતી ચાલી. ત્યાં તો શકસૈન્ય અધવચ્ચે જ હાથ જોડીને બેસી ગયું. એના સામંતોએ કહ્યું, ‘ઉજ્જૈની જીતવું સહેલું નથી. અન્યને આરામ લેવા દઈને તાજું થવા દો. એના દિલોમાંથી શંકાનું વાતાવરણ દૂર થવા દો.’ શક સેનાપતિએ સામંતોની વાતને ટેકો આપતાં કહ્યું, ‘સૈન્ય અંદરખાને ડરેલું છે. એનામાં શ્રદ્ધા આવવા દો. એ વિના યુદ્ધમાં કંઈ વળશે નહીં.” એમણે ગુરુને વિનંતી કરી : ‘બલમિત્ર ઉજ્જૈનીમાંથી પાછા આવે ત્યાં સુધી ચઢાઈ મોકૂફ રાખીએ તો ? શત્રુ બહારથી શાંત છે, પણ અંદરની તૈયારી ઘણી હોય એમ લાગે છે.' આશા-નિરાશા D 439 Page #231 -------------------------------------------------------------------------- ________________ ‘મરજીવા મોતથી ભાગે નહિ. મોત તો એની પાઘડીનો તોરો છે. શકરાજ, તમે ખુશીથી પાછા વળી શકો છો, મારા માટે એ શક્ય નથી. આ પગદંડી એવી છે, જેના ઉપરથી આગળ વધી શકાય, પણ પાછા ફરવાનો તો વિચાર પણ કરી શકાય નહીં.” ગુરુ દૃઢતાથી બોલ્યા.. | ‘તો સેનામાં પ્રસરેલ નિરાશાની વાત કરું છું. હું પોતે તો આપની સાથે જ | ‘ભયની જરૂર નથી, શકરાજ ! શત્રુને જેટલો મહાન કલ્પશો એટલો એ મહાન થઈ જશે. આપણી પોતાની નિર્બળતા એ જ દુશમનની સબળતા છે. રાજનીતિની એ વાત કાં ભૂલો ?' આર્યગુરુએ કહ્યું. - “માણસની સામે લડી શકાય, જાદુગર સામે નહીં. સાંભળ્યું છે કે રાજા દર્પણસેન તો મોટો મંત્રધર છે. સેના આ કારણે નિરુત્સાહી છે, આગળ વધતાં ડરે છે. મારા પંચાણું શાહીઓ પણ જય-પરાજય માટે શંક્તિ બન્યા છે. નિરાશ સેના ગમે તેવી મોટી હોય તોય ખરે વખતે ખોટ ખવરાવે છે. એટલે થોડા વખતનો વિરામ જરૂરી છે.' શકરાજે નમ્રતાથી અને દૃઢતાથી કહ્યું. આર્યગુરુ શિસ્તની બાબતમાં બહુ કડક મિજાજના હતા. બીજા શાહીઓ ધારતા હતા કે હમણાં લોઢું ને ગજવેલ અથડાશે, ચકમક ઝરશે. હવે કેટલાક શાહીઓને આર્યગુરુ ગમતા નહોતા, એમની કડક શિસ્ત તેઓની આરામપ્રિયતાને હણતી હતી. સાચી વાત છે તમારી, શકરાજ !' આર્યગુરુ બોલ્યા, એમની મુખમુદ્રા પર એટલી ભાવભંગીઓ હતી કે જાણકાર પહેલેથી છેલ્લે સુધીનો ઇતિહાસ વાંચી શકે. ‘સાચી વાત છે તમારી શકરાજ !' એ ને એ શબ્દો ફરી વાર બોલીને આર્ય ગુરુ શાંત બેસી રહ્યા. પણ એ તો સાગરની શાંતિ હતી, અંદર મોટાં મોટાં વહાણોને ભસ્મીભૂત કરનાર વડવાનલ ભભૂકતો હતો, એને કોણ પિછાને ? જાણે અન્યમનસ્ક હોય ને એક ને એક જ વાત વારંવાર ગોખતા હોય તેમ ત્રીજી વાર પણ ગુરુ એ જ વાક્ય બોલ્યા, “સાચી વાત છે, તમારી શકરાજ !' અને થોડીવાર રહીને એમણે ઉમેર્યું, ‘પણ મારી વાત પણ એટલી જ સાચી છે. દર્પણ રાવણ હશે તો તમને દોરી જનાર વિભીષણ છે, એ કાં ભૂલો !' ‘આપની શું વાત છે, ગુરુદેવ ?' શકરાજે જિજ્ઞાસાપૂર્વક પ્રશ્ન કર્યો. એના મનમાં પણ ગડભાંજ ચાલતી હતી. ગુરુએ એને જીવતદાન દીધું હતું, એને ગુરુ ભારતમાં લાવ્યા હતા, ગુરુએ કહ્યું હતું કે જે જે રાજ્ય પર ફતેહ કરીશું. એ રાજ્ય પર તમારી સત્તા રહેશે, મારે તો છેવટે ભલી મારી તુંબડી ને ભલી મારી લાકડી ! એટલે હવે સેનાની નિરાશામાં શકરાજને ઘણું નુકસાન હતું, પણ સેનાને છંછેડવાની તાકાત એમની પાસે પણ નહોતી. મારા માટે તો પીછેહઠની વાત જ નથી. કાં જીત, કાં મોત !' ગુરુ બોલ્યા ને વળી વિચારમાં પડી ગયા. ‘સામે મોત હોય, છતાં જવું, એનો કંઈ અર્થ ખરો ?' 440 D લોખંડી ખાખનાં ફૂલ | ‘મારી સાથે રહેનારને મળશે માત્ર મોત, એ જાણો છો ને ! અને મોત તમને ન ગમે, કારણ કે તમે ભારતમાં રાજ ભોગવવા આવ્યા છો.’ ‘ચિંતા નહિ, ગમે તે પરિણામ માટે તૈયાર છું.' શકરાજ ઉત્સાહમાં બોલ્યાં. ‘પછી રાજ કોણ કરશે ?” ‘મારે પુત્ર છે.' ‘તમારા પુત્રને આ લોકો રાજ કરવા દેશે ?” | ‘શંકા છે. એટલે જ કહું છું કે હમણાં પાછા વળી જઈએ અને દુવિધામાં પડેલા સિપાહીઓને રજા આપીએ અને પછી વિશેષ તૈયારી કરીને ચડી આવીએ.” શકરાજે મનની વાત કરી. ‘ખુશીથી પાછા વળો. એટલું કરો કે જે ઓ મારી સાથે રહેવા માગતા હોય તેઓને રહેવા દો. બાકીના સૈન્યને લઈને તમે પાછા વળો, શકરાજ ! તમારી વાત તમારા માટે યોગ્ય છે. શિર સલામત હશે તો પાઘડી બહુ મળશે. મારે તો પાઘડી પહેરવાની નથી. શિર સલામત રહ્યું તોય શું ને ન રહ્યું તોય શું ?' આર્ય ગુરુના અંતરમાં ઘમ્મરવલોણું ફરતું હતું. ‘આપના શિરની કિંમત આપ કાં ભૂલી જાઓ છો ?' ‘નથી ભુલ્યો. હવે જ એની કિંમત ઉપજાવવાનો વખત આવ્યો છે. જો હું પાછો વળું તો આચારભ્રષ્ટ મુનિના મસ્તકને કાગડા-કૂતરા પણ ન અડે. મારા માટે પાછા વળવાની વાત મૂકી દેજો. તમે ખુશીથી પાછા વળો.’ મને બાદ કરજો. પાછા વળે તો સૈનિકો વળે. હું તો સદા આપની સાથે છું. - હારમાં, ફતેહમાં કે મોતમાં.’ શકરાજ પોતાનો વિવેક છોડતા નહોતા. આ શબ્દોની આર્યગુરુ પર ખૂબ જ અસર થઈ. “ચાલો, આપણે સૈન્યમાં ફરીશું ? સેનાની ઇચ્છા જાણીશું ?' આર્યગુરુએ કહ્યું. અવશ્ય, કદાચ આપના દર્શનથી શક સૈનિકો ફરી ઉત્સાહમાં આવે.” શકરાજ અને આર્યગુરુ ફરતા ફરતા એક મોટા શિબિરની પાછળ જઈ આશા-નિરાશા D 441 Page #232 -------------------------------------------------------------------------- ________________ 61 લોખંડી ખાખ પહોંચ્યા. એમણે જોયું કે એ શિબિરમાં કેટલાક યોદ્ધાઓ એકત્ર થયા હતા. એમાં ભારતીય યોદ્ધાઓ પણ હતા અને શક પણ હતા. શક સેનિકો પરસ્પર વાતો કરતા હંતા. - “આપણે વતન છોડીને અહીં મરવા માટે આવ્યા નથી. આપણે સુખી થવા આવ્યા છીએ. મરવું હોત તો વતન શું ખોટું હતું ?' એક શક સામંતે કહ્યું. માણસ સામે લડાય, જાદુગર સામે નહિ.’ શક સૈન્યમાં નિરાશા પ્રસરાવનાર સૂત્ર ફરીથી એક વૃદ્ધ સૈનિકે ઉચ્ચાર્યું. | ‘કહે છે કે, આર્યગુરુ ને શકરાજ મોત સામે હોય તો પણ પાછા ફરવા માગતા નથી.’ એક શક સૈનિક, જાણે કંઈ ખાનગી બાતમી આપતો હોય તેમ બોલ્યો. | ‘પુરાણો ઇતિહાસ તો જાણો છો ને ? શકે શહેનશાહે શકરાજનું માથું મંગાવ્યું હતું. માથું આપવું ન પડે માટે તો એ અહીં આવ્યા. હવે પાછા જઈને ત્યાં માથું આપવું એના કરતાં આર્યગુરુ સાથે રહીને એમની સાથે જીવવું કે મરવું શું ખોટું ? જિવાશે તો સ્વર્ગ સમું ભારત ભોગવવા મળશે, અને મરશે તો સોદો સરભર થશે. આમેય ત્યાં તેઓને મરવાનું હતું જ ને ! પણ એમાં આપણને શું?” સૈનિકો જાણે આશાનિરાશાની વચ્ચે ઝોલાં ખાતા હતા. આ વખતે એક શક સૈનિકે શિબિરમાં પ્રવેશ કર્યો. એણે અત્યારે ભારતીય પોશાક પહેર્યો હતો, અને કપાળમાં ત્રિપુંડ તાણ્યું હતું. આગંતુક શક સૈનિક બોલ્યો, ‘તમે તમારી જૂની આદત હજી ભૂલ્યા નથી. પરદેશમાં કુસંપ કરવો ન શોભે. દર્પણ મંત્રધર છે, તો ગુરુ ક્યાં કમ છે ? વળી આપણે આ દેશથી અજાણ્યા છીએ, ગુનો દ્રોહ કરીને જીવી નહિ શકીએ. આ યુદ્ધ લડી લઈએ. આગળની વાત આગળ. બધા એક મનથી પ્રતિજ્ઞા કરો કે મરીશું તોપણ સાથે અને જીવીશું તો પણ સાથે જ !' બધા સૈનિકો આ શબ્દ સાંભળી શાંત થઈ ગયા, અને બોલ્યા, ‘પ્રતિજ્ઞા કરીએ છીએ કે જીવીશું તો પણ સાથે અને મરીશું તો પણ સાથે જ !' આર્યગુરુ અને શકરાજ તંબુ પાછળથી આ વાર્તાલાપ સાંભળતા હતા. શકરાજને સૈનિકો વચ્ચે જવાનું મન થઈ આવ્યું. પણ આર્યગુરુએ ઇશારો કરી એમને આગળ વધતા રોક્યા. અને બંને પાછા ફરી ગયા. બંનેનાં મુખ ભાવિની આશંકામાં ગંભીર ભાવ ધારણ કરી રહ્યાં. મધરાતનો પહોર હતો. શકરાજ આવી પહોંચે એટલી વાર હતી. આર્ય ગુરુ, વિરામ લઈ રહ્યા. તનના શ્રમ કરતાં મનનો શ્રમ એમને વધુ પીડી રહ્યો હતો. ગુરુ આવાસમાં સ્થિર થઈ ગયા હતા. ચારે તરફ છાવણીઓ પડેલી હતી, અને શક સૈનિકો નિત્યચર્ચામાં મગ્ન હતા. ગુરુને આ વખતે બહેન સરસ્વતી યાદ આવી, 'ઓહ ! મહાભારત રચીને ચાલ્યો છું, પણ એ બહેન શું કરતી હશે ? એ સ્વસ્થ હશે ? યુદ્ધના ભાવિ સુધી એ સ્વસ્થ રહી શકશે ? દર્પણ મારી દાઝ એના પર તો નહિ કાઢે ને ?’ કંઈ કંઈ તર્કવિતર્ક થઈ રહ્યા, આપોઆપ વ્યગ્ર થઈ ગયા, બહેનને પ્રત્યક્ષ કઈ રીતે કરવી ? ગુરુ સ્મરણ પર ચઢી ગયા. એકાએક આવાસના એક ખૂણામાં પ્રકાશ છવાઈ ગયો. એક નવરૂપા નારી એ પ્રકાશમાં ઝળહળતી દેખાઈ. કોણ છો, તમો ? સાધુ પાસે આવી રાતે અને આવા એકાંતે, આવું રૂપ ધરીને આવવાનું શું પ્રયોજન ?' ‘હું શાસનદેવી છું ! કાલક ! નિશ્ચિત રહે. તારો પંથ સત્યનો છે.” ‘સત્યના માર્ગ પર શૂળી છે, માતા ! એ શીળીથી મારો આખો દેહ જર્જરિત થઈ ગયો છે. અણનમ લોખંડની ખાખ થઈ ગઈ, મા ! એ હવામાં ઊડી જશે, કે નવજીવન પ્રસરી જશે ? મા ! સ્વમાનભરી જીત ન મળે તો સ્વમાનભર્યું મોત માગું છું. મારી બહેનનું શીલ-સ્વમાન...” | ચિંતા ન કરીશ. સરસ્વતીને શીલમાં સીતા અને સુલસા સમજજે. તારી તાકાત પર નહિ, શક લોકોની સહાય પર નહિ, સરસ્વતીના નિર્મળ શીલ-આધાર 442 D લોખંડી ખાખનાં ફૂલ Page #233 -------------------------------------------------------------------------- ________________ પર જ તમારો વિજય છે. નિશ્ચિત રહે. લોખંડની ખાખ ભલે થઈ, એ ખાખને ઝીલશે એ નીરોગી થઈ જશે. એનું બળ વધશે. આતતાયીને હણવાનો તારો ધર્મ અદા કર. શીલ અને સત્યની પ્રતિષ્ઠા કર. તારી ખાખમાંથી ફૂલડાં પ્રગટશે.’ ‘વાટ તો ભૂલ્યો નથી ને માડી ?' આર્યગુરુ પૂછી રહ્યા. ‘પરમાર્થ અને પરમ સદ્ગુણોની સ્થાપના માટે સમરાંગણે ચઢનાર કદી ભૂલો પડતો નથી. શાસ્ત્રાજ્ઞા કાં ભૂલે ! ‘સરથT Tણ ૩ મેડાથી મારે તર” કાલક, તારું અંતે કલ્યાણ છે.” “બસ, સિધાવો, મા ! હવે મરવામાં, જીવવામાં કે લડવામાં, બધામાં શાંતિ મેં કહ્યું, ‘તો રાજન્ ! જેનું છે તેનું તેને પરત કરીને આ લડાઈને અને સંહારને ટાળો.” દર્પણસેન કહે, ‘તો તો લોકો મને કાયર જ કહે ને ! મારું જીવ્યું ધૂળ થાય. મારી કીર્તિના કાંગરા જમીનદોસ્ત થઈ જાય, લડાઈ તો મારે મન શેતરંજની રમત છે, જેમાં વિજય મારા હાથમાં રમે છે. કાલક શકરાજને ભલે લઈ આવ્યા, પણ એનો ભરોસો ન કરે, શકોનું મોં સિહનું ને દિલ શિયાળનું છે. ને સૌરાષ્ટ્રી લોકો પર પણ ઇતબાર ન રાખે. મારા નામથી બધા ધ્રુજે છે. યાદ રાખો તમે ! લડાઈમાં કાલ કને એકલો છોડી બધા ભાગી જશે. અને મને બનેવી બનાવી પોતાનો જીવ બચાવવો પડશે.” | ‘સાધ્વી સરસ્વતીનું આચામ્ય વ્રત તમારું સહુનું કલ્યાણ કરો.' દેવી એટલું બોલ્યાં, ને થોડી વાર ચારે તરફ પ્રકાશ છવાઈ ગયો. ધીરે ધીરે પ્રકાશ વિલીન થઈ રહ્યો. એ સાથે દેવી અદૃશ્ય થઈ ગયાં. આર્યગુરુ નમી રહ્યા. પોતાની ખાસ શિબિરમાંથી થોડી વારે શકરાજ આવ્યા. ગુરુ વિચારમાંથી હજી જાગ્યા નહોતા, કેટલીક પળો એમ જ પસાર થઈ. થોડીવારે આર્ય ગુરુએ મૌનનો અંત લાવતાં કહ્યું, ‘રાજન ! દર્પણસેનને સંદેશો આપીને બલમિત્ર પાછો આવી ગયો છે.' ‘કેમ જાણ્યું આપે ?' ‘જે શક સૈનિકે શિબિરમાં આપણા સૈનિકોને રાજા દર્પણની યુદ્ધની યોજનાની માહિતી આપી, તે એની સાથે ગયો હતો.' ઓહ, આપની દૃષ્ટિ અતિ તીવ્ર છે !' એવામાં સામેથી બલમિત્ર આવતો દેખાયો. ગુરુ ઊઠીને એની સામે ગયા, અને એને કુશળ વાર્તા પૂછીને તરત જ મુખ્ય પ્રશ્ન કર્યો. ‘વારુ, તું દર્પણસેનને મળ્યો.' ‘હાજી, એની અવ્યવસ્થિત ને બેદરકાર રાજવ્યવસ્થામાં એને રૂબરૂ મળવામાં લાંબું વિઘ્ન ન નડ્યું.’ ‘શકરાજનો ને મારો સંદેશ એને કહ્યો ?” ગુરુએ ફરી પૂછવું. હાજી, મેં આપ બંનેનાં નામ આપીને સંદેશો કહી સંભળાવ્યો. એટલે દર્પણસેન બેઠો હતો. ત્યાંથી ઊભો થયો. એણે કહ્યું, ‘પહેલાં મારી વાત સાંભળી લે. કાલકને કહેજે ચાલ્યો આવે. એનું ઘરેણું સલામત છે.' 444 3 લોખંડી ખાખનાં ફૂલ બલમિત્ર વાત કહેતાં થંભ્યો. આર્યગુરુ કડવો ઘૂંટડો ગળતા હોય તેમ ઘૂંક ગળે ઉતારી રહ્યા. બલમિત્રે આગળ કહ્યું, ‘ગુરુદેવ ! પછી દર્પણસેન ઊભો થયો ને મારી પાસે આવીને બોલ્યો, ‘છોકરા! કાલકે પહેલાં મારો મિત્ર હતો. એની બહેન સરસ્વતીને હું ચાહતો હતો. એને મારી બહેન અંબુજા ચાહતી હતી. એણે પોતાને મોટો નીતિમાન માની મારો તિરસ્કાર કર્યો, મારા ધર્મનો તિરસ્કાર કર્યો અને મારા જ રાજ્યમાં મારી ઇજ્જત ઘટાડી. એને કહેજે કે લડાઈમાં સાર નહિ કાઢે. ઉજ્જૈનીના સૈન્ય સામે શક સૈન્યના પગ જોતજોતામાં ઊખડી જશે.' મેં મનને શાંત રાખીને મીઠાશથી કહ્યું, ‘હે રાજા ! હજી પણ પાણી વહી ગયા નથી. સરસ્વતીને મુક્ત કરી દે અને આર્યગુરુનું ઊઠીને સન્માન કર, બહુ ખેંચવામાં સાર નથી.' ‘એમ કે ?” રાજા ગર્દભિલ્લે ઉપેક્ષાપૂર્વક કહ્યું. મેં કહ્યું, ‘રાજન ! અન્યાયથી કોઈનો અભ્યદય થયો નથી. ઝેરનાં પારખાં ન હોય. એ તો તરત જીવ હણે છે.' ‘દૂત ! ઝેરનાં પારખાં કરવાનો મારો નિર્ણય છે.' એણે મારી પીઠ વગાડીને કહ્યું. મેં કહ્યું, ‘રાજન ! ગર્વ તો રાજા રાવણનો પણ રહ્યો નથી. સાધ્વી સ્ત્રીના અપહરણથી તારી કીર્તિને કાળું કલંક લાગ્યું છે.' દર્પણ ગર્યો ને બોલ્યો, ચિંતા નહીં. લોકો જાણે છે કે શૂરાઓ જ સુંદરીઓનાં હરણ કરે છે, પણ તારા કાલકમાં પુરુષત્વ હોત તો પરદેશ ભાગી ન જાત; રાંડરાંડની જેમ પરદેશના યોદ્ધાઓથી ઉર્જની જીતવાની વાત ન કરત. અહીંના લોખંડી ખાખ 0 445 Page #234 -------------------------------------------------------------------------- ________________ લોકો એને દેશદ્રોહીનું ઉપનામ આપશે. હમણાં જ મેં સભા બોલાવી છે. કાલકને કહેજે કે હજારો ઘેટાં એક વાઘની ચર્ચામાં વિઘ્ન કરી શકતાં નથી.' વિનંતી કરતો હોઉં એમ હું બોલ્યો, ‘રાજન ! હજી સમજો. કાલક સાધુ છે. આમ્રવૃક્ષ છે. પથરો મારનારને પણ ફળ આપનાર છે.' ‘અરે દૂત ! કાલક વૃક્ષ છે, તો હું હાથી છું. ફળ માગીને ખાનારો હું નથી, તોડીને લેનારો છું. કોઈ સ્ત્રી મારા પર મુગ્ધ થઈને આવે ત્યારે એના સ્વીકારમાં મને કદી મજા આવી નથી. રૂઢેલીને બળ ને કળથી વશ કરવામાં હું રાચું છું.' ‘તો સાંભળી લો રાજન્ ! તમે હાથી છો તો એ સિંહ છે. કેસરીની ત્રાડ સામે કુંજર ઊભો નહિ રહી શકે !' મેં કહ્યું. એ બોલ્યો, ‘એ કેસરી છે તો હું મેઘ છું. મારી ગર્જનાથી કેસરીનાં ગાત્ર ગળી જશે. જા, દૂત ! કાલકને કહેજે કે તું અને તારા પરદેશી મિત્રો મારે મન ગરુડની સામે સર્પ સમાન છે.' ‘હે રાજન ! ચંદ્ર શીતલ હોય, રાજા ન્યાયી હોય. મુનિ ઉદાર હોય, સૂર્ય પ્રકાશવાન હોય, તો જ શોભે. હાથે કરીને ભૂકંપને ન જગાડે ! વાવંટોળને ન નોતરે ! પ્રલયને પરોણો ન બનાવે !' ‘ચિંતા નહિ, એક ગુરુના અમે બે ચેલા છીએ. કોઈ દહાડો લડવા નથી. આજે લડી લઈએ. યુદ્ધ વિના કશુંય સમાધાન શક્ય નથી. પછી આપવા-લેવાની વાત તો ક્યાં રહી ?' અને આટલું કહીને રાજા દર્પણસેન ચાલતો થયો. ‘શું શક સેના નામર્દ છે ?' શકરાજે વચ્ચે કહ્યું. એ અપમાન સહી ન શક્યા. ‘નામર્દ નહિ નાહિંમત. લડાઈ એ કંઈ ફૂલોની પથારી નથી. એટલું આપણે પ્રથમથી સમજવું જોઈતું હતું. આ તો કૂવામાં ઉતારી દોરડું કાપવા જેવી વાત છે.’ આર્યગુરુએ વખત પારખીને શકરાજને સાચી વાત સંભળાવી દીધી. પછી બમિત્રને પોતાની વાત આગળ કહેવા ઇશારો કર્યો. બલમિત્રે કહ્યું, ‘પછી હું સેનાપતિને મળ્યો. એ બધા ઠંડા હતા.' ‘મઘા ત્યાં હતી ને ?’ ગુરુથી ન રહેવાયું. એ પૂછી બેઠા. ‘મઘાને હું ક્યાંથી ઓળખું ?' ‘બરાબર ! તેં મઘાને નથી જોઈ.' ગુરુને પોતાની ભૂલ સમજાઈ. છતાં બોલ્યા, ‘મઘાને ઓળખતાં વાર લાગે તેમ નથી.’ બરાબર છે, પણ પ્રથમ મુલાકાત મેં સેનાપતિ સાથે કરી. એણે કહ્યું કે આ ગણતંત્રના સૈનિકો પારકા માટે મરવા તૈયાર નથી. એ કહે છે કે મરીએ અમે ને મોજ 446 – લોખંડી ખાખનાં ફૂલ કરે બીજા, એ કેમ બને ? પણ આર્યગુરુ શક પરદેશીની મદદ લાવ્યા એ માટે અમારો વિરોધ છે. અને તે માટે તેઓની તરફ બધા ઘણાની નજરથી જુએ છે.' ‘ઘૃણા !’ શકરાજે વચ્ચે કહ્યું, એ ધૂંવાંપૂવાં થઈ રહ્યા હતા. એમણે કહ્યું, ‘હું શપથ સાથે કહું છું કે હું મારી સેના સાથે એ લોકો પર તૂટી પડીશ. જે સૈનિકો તૈયાર નહિ હોય એને અહીંના મેદાનમાં ફાંસી આપી દઈશ. ‘શાન્તમ્ પાપમ્, શકરાજ ! સંસારમાં કીડીનો અને કુંજરનો બંનેનો ખપ પડે છે. કાયર અને શૂરવીર બંનેનો બંનેની રીતે ઉપયોગ છે. ફક્ત દોર આપણા હાથમાં રાખવો.’ ગુરુએ કહ્યું ને પછી બલમિત્ર તરફ જોઈને બોલ્યા, ‘હાં, પછી ?’ “પછી હું પ્રજામાં ફર્યો. પ્રજા તો સાવ ઉદાસીન છે. એ કહે છે કે રાજ ગમે તેનું હોય, અમને સુખ સગવડ આપે તે રાજ સાચું. અમારો ધર્મ અમને પાળવા દે. અમારા ઇષ્ટદેવને અમને પૂજવા દે, પછી અમારે કંઈ જોઈતું નથી. આ તંત્રથી તો અમે થાક્યા છીએ, ગુરુદેવ ! ઉજ્જૈનીમાં અત્યારે પ્રજા જાણે કહ્યાગરી સ્ત્રી જેવી છે, અને રાજા જાણે ઉખડેલ પતિ જેવો છે. સહુ એને ઇચ્છતું નથી, છતાં એટલું જરૂર ચાહે છે કે ભાગ્યે જે પતિ સર્જ્યો, તે આબાદ રહે તો સૌભાગ્યનો શણગાર સલામત રહે. અને બીજાના ચૂડા વારંવાર પહેરવા ન પડે. પ્રજાને તો રાજાની માત્ર આટલી જ પડી છે. બાકી તો ત્યાં ન કોઈ સાચી પ્રજા છે કે ન કોઈ સાચો રાજા છે. બધું આંધળે બહેરું કુટાયા કરે છે.' બલમિત્રે પોતાની વાત સાથે પોતાનો અભિપ્રાય કહ્યો. ‘હાં પછી ?' “પછી એક સુંદરી મળી – નર્તકીના લેબાસમાં. પણ શું એનું સ્ત્રીત્વ ! શી એની નીડરતા ! જાણે ચમકતી વીજળી જ જોઈ લ્યો, એવો ઉત્સાહ !' ‘અરે, એ જ મા.’ ગુરુ બોલ્યા. એણે નામ આપ્યું ત્યારે મેં ઓળખી; પણ થોડી વારમાં તો એ જાણે મારી બહેન બની ગઈ.' એ બાબતમાં એ ઉસ્તાદ છે.’ શકરાજે વચ્ચે કહ્યું, ‘અમારે ત્યાં પણ એ એક જ છે. એનો જોટો નથી.” બલમિત્ર ! શીલમાં એ બીજી સરસ્વતી છે હોં !' આર્યગુરુથી આટલાં વખાણ કર્યા વગર ન રહેવાયું. એ વખાણ આ ઘડીએ અનુચિત હતાં, એ પણ એ જાણતા હતા. એ બોલ્યા, ‘વારુ, આગળ કહે !' ‘અહીં બીજું કોઈ નથી ને ?' બલમિત્ર આજુબાજુ જોતાં કહ્યું, ‘ખરી માહિતી મઘાએ જ આપી છે.' લોખંડી ખાખ Z 447 Page #235 -------------------------------------------------------------------------- ________________ પાઠા હઠતાં શક ધનુર્ધરોએ હવે પાછળ હઠવું બંધ કર્યું, ને બરાબર સામનો શરૂ કર્યો. પળવારમાં અવન્તિની સેના વેરવિખેર થઈ ગઈ, ને રાજા દર્પણસેન તો ક્યાં અદૃશ્ય થઈ ગયો તેની સમજ ન પડી. આર્યગુરુએ શકસેનાને આગળ વધવાનો આદેશ આપ્યો. ઉર્જનીનો કિલ્લો થોડીવારમાં ઘેરી લેવામાં આવ્યો. મને ખાતરી હતી. અડધું યુદ્ધ તો એ પોતે એકલી જ જીતે એવી છે !” ગુરુ બોલ્યા. વળી એમનાથી વખાણ થઈ ગયાં. સાચી વાત છે. મઘાએ મને બાજુમાં લઈ જઈને કહ્યું કે અહીંનું લશ્કર રાજા દર્પણસેનથી નારાજ છે. સેનાપતિ વળી પોતાનો સ્વાર્થ સાધવાની નવી જ વેતરણમાં છે. સ્વામીહત્યા ને સિંહાસનપ્રાપ્તિ અત્યારે તો અહીં ઉજ્જૈનીમાં-અરે, આખા ભારતવર્ષમાં સર્વસામાન્ય વાત બની ગઈ છે. એટલે સેના લેશ પણ ઉત્સાહમાં નથી અને સેનાપતિથી લેશ પણ ડરવા જેવું નથી. આપની સંમતિ મળશે તો અડધું રાજ અપાવવાનું મેં વચન આપ્યું છે.' રાજન ! જોયુ ને સ્ત્રીમોહની દશા ? જે જેનું શોખીન એ એનું મારણ. હાં આગળ ચલાવ : ‘મઘાએ કહ્યું કે તેના બેદરકાર છે, એમ રાજા પણ તેનાથી બેતમાં છે. એ કહે છે કે મારી અભુત મંત્રશક્તિના બળે હું એકલો જ આ લડાઈ જીતીશ.' ‘મૂર્ખ નહીં તો !' શકરાજે વચ્ચે કહ્યું, બલમિત્રની વાતોએ એમને ખૂબ ઉત્સાહમાં લાવી દીધા હતા. આ વાતો ચાલે છે, ત્યાં સીમાડા પર ધૂળ ઊડતી દેખાઈ. એક વાવંટોળ વિગથી ચાલ્યો આવતો નજરે પડ્યો. ગુરુએ તરત હાકલ કરી. આખી સેનાને સાવધ કરી દીધી. એટલી વારમાં તો ઉજ્જૈનીનું સૈન્ય શક સૈન્યને ઘેરી વળ્યું. ભયંકર યુદ્ધ જામી ગયું. ગુરુએ પોતાના શબ્દવેધી ધનુર્ધરોને આગળ મૂકી દીધા, ને લશ્કરને અર્ધચંદ્રાકારે વહેંચી દીધું. ધનુર્ધરોએ તીરોનો વરસાદ વરસાવી દીધો. સામેથી ઉજજૈનીની ગજસેના એકદમ આગળ વધી. એનો ધસારો ભયંકર હતો. ગુરુના ધનુર્ધરો પાછા હઠવ્યા. તેઓ ઉજ્જૈનીના સૈનિકોનો ધસારો જીરવી ન શક્યા. રાજા દર્પણસેન ઊંચા રણગજ પર બેસીને યુદ્ધ નિહાળતો હતો. શક ધનુર્ધરો ઠીક ઠીર પીછેહઠ કરી ગયા. અવંતિનું સૈન્ય ખૂબ જ આગળ વધી ગયું. જીત હાથવેંતમાં દેખાઈ. ' અરે, પણ આ શું ? બંને બાજુથી આકાશમાં વાદળ ઘેરાઈ આવે, એમ શક સૈનિકો ધસી આવ્યા. અવન્તિની જીત આપત્તિમાં જઈ પડી. ઉજ્જૈનીની સેના ઘેરાઈ ગઈ. 448 લોખંડી ખાખનાં ફૂલ * મુનિએ શક યોદ્ધાઓને શરદકાલ આવી જતાં ઉર્જની તરફ પ્રયાણ કરવા કહ્યું. સૈનિકોએ કહ્યું કે શંબલ નથી, ત્યારે મહાગુરુએ ચૂર્ણયુક્તિથી આકાશમાંથી સુવર્ણ વસાવ્યું. આ સુવર્ણ સહુએ વહેંચી લીધું ને આગળ વધ્યા. - કાલકાચાર્ય કથાનક. લોખંડી ખાખ 49 Page #236 -------------------------------------------------------------------------- ________________ 62 અણનમ યોદ્ધાઓ વાવંટોળની જેમ યુદ્ધ જિતાયું. આંધીની જેમ આખી ઉજ્જૈનીને ઘેરી લીધું. ચકલું પણ બહાર નીકળી શકે તેમ નહોતું. કેટલોક સમય બંને તરફથી તીર સંદેશા ચાલ્યા. કિલ્લા તરફ આગળ વધનારાઓનો બરાબર સામનો થવા લાગ્યો. નવા યુદ્ધની તૈયારી માટે આખી રાત ધમાલ થતી હોવાના અવાજો ઉજ્જૈનીમાંથી સંભળાતા રહ્યા, પણ છેલ્લા દિવસોમાં કિલ્લા પર કશી હલચલ દેખાતી નહોતી, ક્યાંય હોકારા-પડકારા સંભળાતા નહોતા, સાવ શાંતિ પ્રસરેલી હતી. રાતની શાંતિમાં પણ ક્યાંય ખલેલ દેખાતી નહોતી. એક દહાડો મધરાતે કિલ્લા પરથી કેટલાક માણસો નીચે કૂદતા દેખાયા. તરત શક ચોકીદારો દોડ્યા. તેઓ છાવણીમાં ઘૂસી જાય, તે પહેલાં તેમનો કબજો લેવા દોડ્યા. પણ આશ્ચર્ય ! પડેલાં માણસો એમ ને એમ પડ્યા હતા. કોઈ હાલતું ચાલતું નહોતું. શક ચોકીદારોનો શક વધ્યો. તેઓ દોડ્યા, અને એ લોકોને ઘેરી લીધા. અરે, આશ્ચર્ય તો જુઓ, હજી પણ એ લોકો જમીન પર જાણે ઊંઘતા પડ્યા હતા. ખરી બનાવટ ! દર્પણસેનનું આ નવું કૌતુક લાગ્યું. સંભાળપૂર્વક ધીરે ધીરે કેટલાક શક સૈનિકો પાસે ગયા. એકને જમીન પરથી ઉપાડીને પકડ્યો. અરે ! એ ઊભો ન જ થયો. જોરથી ઊભો કર્યો તો જાણે મરી ગયો હોમ, એમ સહેજ ઢીલો મૂકતાં નીચે ઢળી પડ્યો. વાહ રે લોકો ! અજબ જાદુ જાણો છો. જીવને ઊંચે ચઢાવનારા યોગીઓ વિશે અમે જાણીએ છીએ. આર્યગુરુને સાદ કરો. આ લોકોની યોગનિદ્રા દૂર કરે!” તરત ગુરુને તેડું થયું. શકરાજ સાથે ગુરુ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ આવીને બધા પર એક નજર નાખીને કહ્યું, “અરે ! આ બધા યોગનિદ્રામાં પડ્યા નથી, મરી ગયા છે.’ ‘હૈં, મરી ગયા છે ?” બધાને આશ્ચર્ય થયું. ગુરુ વધુ નજીક સર્યા, એમણે બધા પર તીક્ષ્ણ નજર ફેરવી અને બોલ્યા, ‘અવન્તિના આ મહાયોદ્ધાઓ છે. રાજા દર્પણસને આ બધાને છેલ્લી લડાઈમાં હારના કારણભૂત ગણી ફાંસી આપી છે, હીરદોરીએ લટકાવી મારી નાખ્યા છે. ને એમની લાશ કિલ્લા બહાર ફેંકી એમ કહેવા ચાહ્યું છે કે, આખરે તમારા આ હાલ છે. કાગડા-કૂતરાને મોતે જ શો.' ‘ગુરુ ! આપે આ ક્યાંથી જાણ્યું ?' ચોકીદારોએ પ્રશ્ન કર્યો. ‘મૂર્ખ લોકો ! ગુરુ તો ભૂત, વર્તમાન અને ભાવિના જાણનારા છે. એમનું કહ્યું કદી ખોટું કર્યું છે ? આપણી સાચા સેનાપતિ ગુરુ છે.' શકરાજે ચિડાઈને કહ્યું. ધન્ય ગુરુ ! ધન્ય ગુરુ !' પણ ગુરુની નજ૨ વળી બીજી ફરતી હતી. દૂર અંધકાર પર એ નજર જઈને ઠરી હતી. અંધકાર પુરુષરૂપ લઈને આવતો હોય તેમ કોઈ શ્યામ આકાર ચાલ્યો આવતો હતો. કોણ વાસુકિ ?' ગુરુ બોલ્યા, એમણે આવતા આકારને તરત પીછાણી લીધો. ‘જય ગુરુદેવ !' સામેથી અવાજ આવ્યો.. ‘ગુરુદેવ ! અવન્તિના સૈન્યમાં બેદિલી ફેલાણી છે. એ અંદરખાનેથી રાજા માટે નારાજ છે. રાજાએ એને તરછોડી નાખ્યું છે ને એની મદદ વગર પોતે શું કરી શકે, તે બતાવવા તૈયાર થયો છે.’ વાસુકિએ કહ્યું. શું બતાવવા તૈયાર થયો છે ?” ‘ગુરુદેવ ! કિલ્લાના ઉત્તરભાગમાં આપ કંઈ જોઈ શકો છો ?’ વાસુકિએ એ તરફ આંગળી ચીંધતાં કહ્યું. અનેક નજરો કિલ્લાના ઉત્તરભાગમાં નોંધાઈ રહી. શકરાજ બોલ્યા, “કોઈ પશુનું મોં લાગે છે.’ ના, એ ગર્દભીનું મુખ છે. આખરે રાજા જાત પર ગયો કાં ? એ ગર્દભી વિદ્યાની સાધનામાં બેઠો છે.' ગુરુ બોલ્યા. ‘ગુરુ ! આપે કેમ જાણ્યું ?' કેટલાકોએ પ્રશ્ન ર્યો. અણનમ યોદ્ધો 451 Page #237 -------------------------------------------------------------------------- ________________ ‘અરે !તમે કેવા જડસુ છો. ગુરુ બધું જાણે છે. અમે ગુરુના સેવક એમ ને એમ બન્યા હોઈશું ?' શકરાજે વળી વચ્ચે કહ્યું. ‘હાં, વાસુકિ ! આગળ કહે .' ગુરુ બોલ્યા. “મથા સુંદરીએ કહ્યું, કે એ આપણા નાશ માટે ગર્દભી વિદ્યાની ઉપાસના કરવાનો છે, એની સાધનામાં એ બેઠો છે. ૧૦૦૮ જાપ કરીને એ ગર્દભીને સિદ્ધ કરશે, ને પછી યોગ્ય સમયે દેવીને આમંત્રશે. એ દેવી ગર્દભી રૂપે હાજર થશે ને ફુત્કાર કરશે. એ ફુત્કારથી હવામાં પડઘા પડશે. એનો એકગણો અવાજ સહસ્રગણો બનીને ગુંજી ઊઠશે, આકાશના ગુંજબને ચીરી નાખશે. અને જે કોઈ એ અવાજને સાંભળશે એ બેપગું કે ચોપગું માનવી કે પ્રાણી મોંથી લોહી ઓકતું ત્યાં ને ત્યાં પૃથ્વી પર બેભાન થઈને પડશે.’ ‘ગજબ કહેવાય ! આવા રાક્ષસ સાથે માણસથી ન લડાય.' શકરાજનો ઊંચે ચડેલો પારો વળી ઊતરી ગયો. ‘માણસ જ રાક્ષસથી લડે. રામ-રાવણની વાત નથી સાંભળી ?' વાસુકિએ વચમાં શકરાજને ઉદ્દેશીને કહ્યું, ને પોતાની વાત આગળ ચલાવી. ‘મઘાએ કહ્યું કે કિલ્લાના કાંગરા પર સાધનામંદિર ગોઠવ્યું છે. પોતાની સાધનાને સફળ કરવા માટે એક પખવાડિયાથી તો દર્પણર્સને સ્ત્રીનું મોં પણ જોવું બંધ કર્યું છે. રાત-દિવસ મંદિરમાં પેલા સાધનામંદિરમાં જ બેસી રહે છે, જેમાં વ્યાનવ્યંતર દેવીને અવતારવાની છે. એ ગર્દભી પણ તૈયાર છે. કિલ્લા નીચેથી કાંગરા પરનું એનું લાંબું મોં જોઈ શકાય છે. મઘાએ છેલ્લે કહ્યું છે કે ગુરુદેવ આવી બધી બાબતોનો તાગ લેવામાં અને સામનાનો ઉપાય શોધી કાઢવામાં ભારે નિષ્ણાત છે, એટલે તેઓ આનો ઉપાય વિચારી લે.' ‘ઉપાય ? વાસિક ! ઉપાય. એક જ, એ વ્યંતરીને બોલવા જ દેવી જોઈએ નહિ.' ગુરુએ કહ્યું. ‘પણ એ કેમ બને ?' ધનુર્વિદ્યાની સહાયથી. મંત્રારાધન પૂર્ણ થતાં જે વખતે ગર્દભી મોઢું ઉઘાડવા તૈયાર થાય કે તરત જ તીર પર તીર છોડીને એ ગર્દભીનું મોં સીવી લેવું જોઈએ! એ જ આનો ઉપાય !' ‘પણ તીર બરાબર જવું જોઈએ ને ?' શકરાજે કહ્યું. બરાબર જાય. અંધારામાં લક્ષ્ય વધે એવી મારી વિદ્યા છે. બોલાવો મારા કુશળ ધનુર્ધરોને ! આજે તેઓની વિદ્યાની પરીક્ષા છે.’ ગુરુએ કહ્યું. અનુચર ધનુર્ધરોને બોલાવવા ગયો. 452 – લોખંડી ખાખનાં ફૂલ ગુરુ બોલ્યા, ‘શકરાજ, જે ધનુર્ધરો મને અનુસરવા તૈયાર હશે, તેઓને લઈને હું ઊપડવા માગું છું.' પણ કોઈ ધનુર્ધર આપને અનુસરવાની હામ નહીં ભીડે તો ?' શકરાજે શંકા ઉઠાવી. ‘તો છેવટે હું તો છું જ ને ? શિષ્યો જે કરવાની હામ ન ભીડે એ ગુરુએ કરી બતાવવું જોઈએ ને ! આ છેલ્લો થા છે. કાં દેહ પડે કાં ફતેહ મળે.' ‘એમ તો હું પણ ક્યાં નથી ?' શકરાજે પોતાનું હંમેશનું વાક્ય વળી પોપટની જેમ પડ્યું. ‘ના, ના. તમારે તો સેના લઈને બે યોજન દૂર રહેવાનું છે. અમે અમારા કાર્યમાં સફળ થઈએ તો તરત તમારે હલ્લો કરી નગરીનો કબજો કરી લેવો. અમે હારીએ તો તમારે જે નિર્ણય કરવો ઘટે તે કરવો.’ શકરાજ કંઈ જવાબ આપી ન શક્યા. બહાર ચુનંદા ધનુર્ધરો ઝડપથી આવવા લાગ્યા હતા. આર્યગુરુની ગમે તેવી આજ્ઞા ઉઠાવવા તેઓ તૈયાર હતા. તેઓ રજ પણ આનાકાનીને અપરાધ લેખતા હતા. શંકાશીલ શકરાજે થોડીવારમાં આશ્ચર્ય સાથે જોયું તો એકસો ને આઠ કુશળ ધનુર્ધરો તૈયાર ઊભા હતા. ગુરુ પાસેથી લીધેલી ધનુર્વિદ્યાને આજે તેઓ નાણી જોવા માગતા હતા. ગુરુના મુખ પર ઉમંગ વ્યાપ્યો. એમણે પડકાર કર્યો. ‘મારા વીરો ! કહો, જયમાં ને પરાજયમાં, જીવનમાં અને મૃત્યુમાં સદા સાથે જ રહીશું.' ‘સાથે, ગુરુદેવ, સદા અને સર્વદા સાથે જ !' એકસો આઠ ધનુર્ધરોની વીરગર્જનાથી આકાશનો ગુંજબ ઘોરી ઊઠ્યો. દિશાઓ પણ ગર્જનાના પડઘા ઝીલી રહી. શકરાજ અને અન્ય સૈનિકો એ શૂરાતનને અભિવંદી રહ્યા. અણનમ યોદ્ધો D 453 Page #238 -------------------------------------------------------------------------- ________________ 63 ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર અંધારાં અવનિને ઘેરી પડ્યાં હતાં. દિશાઓ ચૂપ હતી, હવા ભારે હતી, વાટ સૂની હતી. સુની વાટ પરથી સર્પ ચાલ્યો જાય, એમ આર્યગુરુ અને એમને એ કસો આઠ યોદ્ધાઓ ધીરે ધીરે આગળ વધતા હતા. શકરાજ અને એમની સેના ઝડપથી પાછાં હઠતાં હતાં. સહુના હૈયામાં હામ હતી, મસ્તિષ્કમાં ફના થવાની તમન્ના હતી, પગમાં સંગ્રામને જીતવાનું શહૂર હતું. આજ એમની ધનુર્વિદ્યાની પરીક્ષા લેવાની હતી, આજ મરીને અમર થવાનો મંત્ર સફળ કરવાનો હતો. અશ્વ પર આરૂઢ થયેલો આર્ય કાલક સહુથી આગળ હતા. આકાશનો કોઈ દેવ જાણે ધરતી પર આવ્યો હોય એવી એમની શોભા હતી. એમના ખભા પર ધનુષ્ય હતું, કમર પર ખડગ હતું, મસ્તક પર લોહનું મોટું શિસસાણ હતું. વીરતા જાણે અવતાર ધરીને સંકલ્પ-વિજયને માટે સ્વયં રણસંગ્રામે સંચરતી હોય એવું અદ્ભુત એ દૃશ્ય હતું. એમના ઉન્નત અને અડોલ મસ્ત કમાં ભારે જોશ ઊભરાતું હતું, એમનાં નેત્રોમાં દઢ નિશ્ચયની લીલા રમતી હતી. - સૂની વાટ પર સહુ વાટક્યા સંચરતા હતા. કોઈ મિત્ર કે શત્રુનો ક્યાંય પદસંચાર કળાતો નહોતો. ઉજ્જૈની નગરીના આકાશદીપ હવે નજરે પડતા હતા. અને માર્ગો પરનું અંધારું સવિશેષ ચૂંટાતું જતું હતું. ઉજ્જૈનીનો પ્રચંડ કિલ્લો અત્યારે સાવ ક્રિયાશૂન્ય લાગતો હતો. નગરના સંત્રીઓ જાગતા હતા. પહેરો ભરનારની આલબેલના અવાજો અવારનવાર સંભળાતા હંતા. આ પ્રજાના મુખ્ય બે રસ હતા : વીર અને શૃંગાર જેવી એ રસિક હતી, એવી જ એ શુરવીર પણ હતી. પણ અત્યારે શુંગાર રસના અતિરે કે એના વીરત્વને નબળું બનાવી દીધું હતું અને તેમાંય અવન્તિપતિ દર્પણસેનની મંત્રધારકતાએ અને અભિમાને તો એને ગાફેલ અને કર્તવ્યવિમુખ બનાવી મૂકી હતી. બધાં ગણતંત્રોમાં બને છે તેમ અહીં પણ સહુને રાજા, નેતા કે આગેવાન બનવાની અભિલાષા હતી. અને એટલે દરેક જણ પોતાના ઉપરીની હારને પોતાની જીતનું અંગ માનતો. રાત્રી બરાબર જામતી આવતી હતી. અને નગર ઉપર જાણે સ્મશાનની શાંતિ પ્રસરી રહી હતી. એ સમયે કિલ્લાના કાંગરા પર જઈને જોઈએ તો, એક વિશાળ ખંડમાં, એક પ્રચંડકાય વ્યક્તિ માત્ર એક ઉત્તરીયભેર કંઈક સાધના કરી રહી હતી, અંતરીક્ષનાં દેવ-દેવીને મંત્રાક્ષરથી સાદ કરી રહી હતી. દીપકોનો પ્રકાશ આખા ખંડને અજવાળી રહ્યો હતો, ને ધૂપની સુગંધ હવા સાથે વહીને કેટલેય દૂર સુધી વાતાવરણને મઘમઘાવી રહી હતી. નૈવેદ્યની વિપુલ સામગ્રી પાસે તૈયાર પડી હતી. મંત્રધર પુરુષે એમાંથી મૂઠી ભરીને બાકળા લીધા; સ્વાહાનો મંત્ર જપતાં જપતાં એને ઊંચે ઉછાળ્યા અને કોઈએ ઊંચે ને ઊંચે એ ઝડપી લીધા ! મંત્રધર પુરુષના મોં પર સફળતાની આનંદરેખા ઊપસી આવી. મંત્ર સિદ્ધિના ગર્વમાં એનું મોં મલકી રહ્યું. પછી એણે શ્રીફળ હવામાં ઉછાળ્યું. ફડાકે ફડાક અવાજો થયા ને શ્રીફળનું ટોપરું અદૃશ્ય થયું, એનાં કાચલાં ને છોતરાં નીચે પડ્યાં! મંત્ર સાધકનો ગર્વ ઓર વધી ગયો ! દેવીનો અંશ હાજર થઈ ગયો હતો. સિદ્ધિની પળ નજીક હતી, સાધના સાબૂત હતી. મંત્રધર પુરુષે જોરથી આવાહન શરૂ કર્યું. કિલ્લાની રાંગ પર ગોઠવેલ ગર્દભીના પૂતળામાં ધીરે ધીરે કંઈક સંચાર થવા લાગ્યો હતો. કોઈ યંત્રને ચાવી દઈએ અને એનાં ચક્રો ગતિમાન થાય, એમ એનો આખો દેહ થરથર કંપતો હતો; થોડીવારમાં એની પૂંછડી હાલી. મંત્રધર પુરુષે સફળતાના આવેગમાં વધારે જોરથી મંત્રો ભણવા માંડ્યા. હવે ગર્દભીનો આખો દેહં ખળભળતો હતો. એના પગની ખરીઓ કિલ્લાની દીવાલ ઉપર ઠેકાઠેક કરવા લાગી હતી. ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 455 Page #239 -------------------------------------------------------------------------- ________________ અંધારા આકાશમાં વીજળીની રોશની પ્રગટે એમ એકદમ ગભીની આંખોમાં દીવા પ્રગટ્યા ! ઓહ ! સિદ્ધિની છેલ્લી પળ ! રે ! દુશ્મન માટે કેટલી દારુણ પળ ! દિવસે આખા નગરમાં ઢંઢેરો પિટાઈ ગયો હતો કે એ રાતે કાનમાં પૂમડાં નાંખીને એના ઉપર મીણનાં ઢાંકણાં દીધા વગર કોઈએ ન સૂવું! ઘરનાં દ્વાર બંધ રાખવાં, ગોદડાં ઓઢી રાખવાં. અલબત્ત, અવાજની દિશા દુમન તરફની હશે, પાછળ ઓછામાં ઓછો પ્રતિઘોષ થશે છતાં સાવચેતી જરૂરની હતી. ગર્દભીની આંખો ચમકી રહી અને મંત્રધર પુરુષે પોતાની સાધનાને પૂરી કરવા પાસે પડેલી સુવર્ણરિકા લઈને પોતાની આંગળી પર ઘસી. ઉષણ રક્તની ધાર મંત્રધર પુરુષે પોતાના દેહનું રક્ત વધુ ને વધુ છાંટયું, પણ જાણે કોઈ શેરને માથે સવાશેર મંત્રધર આવીને બેસી ગયો હતો ! મૂઠ મારનારની સામે બીજો મૂઠનો જાણકાર આવી ગયો હતો. ગર્દભીનું મોં આખરે નગરની દિશામાંથી કિલ્લાની દિશામાં ઊંધું ફરી ગયું. મંત્રધર પુરુષે જોયું તો એનું આખું મોં બાણોથી ભરાઈ ગયું હતું ! આશ્ચર્ય! આમ કેમ થયું અને કેવી રીતે થયું એની એને કંઈ સમજ ન પડી. અને દૂર દૂર ખસ્વર ગાજ્યો, જાણે આખો દરિયો ધસીને નજીક આવતો હોય તેમ, માણસોનો વેગવાન ધસારો સંભળાયો. અંધારા આભમાં દૂર દૂર મશાલ ઝબકી રહી. “ઓહ ! દગો ! દગો ! દુશ્મન આવી પહોંચ્યો. દરવાજા સખત રીતે ભિડાવી છૂટી! મંત્રધર પુરુષે એ રક્તનો છંટકાવ કર્યો કે ગર્દભીનું ભયંકર જડબું હાલ્યું! પૃથ્વીના ઊંડા પેટાળમાં લાવારસનું વલોણું ચાલતું હોય એમ ગર્દભીના પેટમાં કંઈક ઘોળાતું હતું. એનું જ ડબું હાલ્યું ન હાલ્યું ને મંત્રધર પુરુષે પોતાની આંગળીમાંથી શોણિતનો ફરી છંટકાવ કર્યો. જડબું ખૂલ્યું, મોટા દેતાળી જેવા દાંત પહોળા થયા. હવે અવાજ નીકળે એટલી જ વાર હતી ! ક્ષણની વાર હતી, પળની વેળા હતી, અને દુશ્મન દાસ બની ચરણે પડી ગયો સમજો ! એટલામાં હવામાં કંઈક સુસવાટો સંભળાયો. પણ એવા સુસવાટાની આ મંત્રધર પુરુષને તમા નહોતી. મદઘેલા સાવજો બાખડવાના હોય ત્યાં શિયાળવાના સંચારને કોણ લેખે છે ? સુસવાટા તો ક્રમે ક્રમે વધતા જ રહ્યા ! અને અરે ! જરા જુઓ તો ખરા. એ ગર્દભીનું ખૂલતું મોં ખૂલેલું જ રહી ગયું. ન જરાય ઊંચું થાય કે ન નીચું થાય. નકરું પથ્થરનું જ જોઈ લો ! અને એનો અવાજ જાણે ગળા સુધી ઘૂમરીઓ ખાઈ ખાઈને, આવીને પાછો નાભિમાં સમાઈ ગયો. એના કંઠમાં જાણે ડૂમો બાઝી ગયો ! મંત્રધર પુરુષને લાગ્યું કે હજી વધુ અર્પણની જરૂર છે. એણે બીજી આંગળી પર સુવર્ણ છરિકા ઘસી, અને મંત્રોચ્ચાર સાથે ફરી લોહનો છંટકાવ કર્યો, પણ ગર્દભીનું મોં સાવ સ્તબ્ધ થઈ ગયું હતું, જરાય હાલતું-ચાલતું નહોતું. રાજા દર્પણસેનનો અવાજ ફરી ગયો. મંત્રધર પુરુષ નીચે ઊતર્યો. એનાં આંગળાઓમાંથી હજીય લોહી ટપકતું હતું. એ કમરે લટકતું ખગ લેવા ચાહતો હતો, પણ આંગળાં એને પકડી શકતાં નહોતાં. એ નીચે ઊતરીને આવે, એ પહેલાં તો કિલ્લાના તોતિંગ દરવાજા પર ગદાઓના અને મુશળના પ્રહારો શરૂ થઈ ગયા હતા, તોતિંગ દરવાજો હચમચી રહ્યો હતો. ‘ગજ શાળાના ગાંડા હાથીઓને જલદી છોડી મૂકો !' દર્પણસેને આજ્ઞા કરી. સૈનિકો દોડ્યા, પણ નગરીના એક નહિ, પણ બાવન દરવાજાઓ પર પ્રહાર થઈ રહ્યા હતા. આ તો આભ ફાટ્યું હતું; થીગડાંથી કામ ચાલે તેમ નહોતું. દુમનદળે બધે હલ્લો કરી દીધો હતો, ને નાના નાના દરવાજા ભેદીને કેટલાક શસ્ત્ર-ધારીઓએ અંદર પ્રવેશ પણ કરી દીધો હતો. હવે છેલ્લો ઉપાય બાકી હતો. ગજ શાળામાંથી ગાંડા હાથી છૂટ્યા, અને જે કોઈ સામે આવે એનો કચ્ચરઘાણ વાળી દેવાને દરવાજે આવીને ઝૂમતો ખેડી રહ્યા. મંત્રધર પુરુષે હાકલ કરી, ‘બધા દરવાજા ખોલી દો.” ફડક કરતાં દરવાજા ખૂલી ગયા. અને ગાંડા હાથીઓ ચારે પગ પૃથ્વીથી ઊંચા ઉછાળીને આગળ વધ્યા, ને સૂંઢ ઝનૂનથી ઘુમાવવા લાગ્યા. મોતના અવતાર સમા એ ગજરાજોને જોઈને એક વાર ઓ આખું દુશ્મનદળ 456 [ લોખંડી ખાખનાં ફૂલ ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 457 Page #240 -------------------------------------------------------------------------- ________________ થંભી ગયું. પણ બરાબર એ જ ટાણે સિંહનાદ સંભળાયો ! ચિરપરિચિત સિંહનાદ! - ઓહ ! આ તો આર્યગુરુ કાલકનો અવાજ ! ગુરુ કાલક આવ્યા ! રાજાને પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા આવ્યા. ધન્ય ગુરુ ! પ્રજા એકદમ જૂની યાદ કરી રહી. એ પળવારમાં ગુરુની બની ગઈ. યુદ્ધ આપવાનો એનો આતશ ઠંડો પડી ગયો. સાવજોનું આખું ટોળું જાણે ગજ શિકાર માટે ધસી આવ્યું ન હોય, એવો નાદ ગાજી રહ્યો. કેવો ભયંકર નાદ ! માણસ તો શું, હાથીનાંય હાડ ગાળી નાખે તેવો ભયંકર નાદ ! સુવિદ્યા ખરે વખતે કામ લાગે, દુષ્ટ વિદ્યા ખર વખતે ખોટ ખવરાવે ! હાથી પાછા હઠ્યા, પાછા વળ્યા. અને હાથીઓની ઓથ લઈને થોડોઘણો સામનો કરી રહેલા સૈન્યનો ભાગ પણ આથી પાછો હઠ્યો, ગાંડા હાથીઓએ એમના પર મોરચો લીધો. અને દુશ્મનદળે નગરમાં પ્રવેશ કર્યો, જયગર્જનાઓથી આકાશને ભરી દીધું. આ જયગર્જનાએ ઉજ્જૈનીના સૈનિકોની તાકાત તોડી નાખી. પેલો મંત્રધર પુરુષ ખરે વખતે હાર્યો. એ પાછો હઠ્યો, પાછો હઠીને એક ગલીમાં ભરાયો અને દોડતો રાજમહેલમાં પ્રવેશી ગયો. યુદ્ધ આપતાં પહેલાં એને તનની અને મનની થોડી સારવારની જરૂર હતી. એની બધી ધારણાઓ આજે ખોટી પડતી હતી. એ પુરુષે રાજમહેલના દરવાજા બંધ કરાવ્યા, સહુને સાવધ થઈ જવા સૂચના કરી. પણ બધે મંત્રધર દર્પણસેનની મંત્રવિદ્યા નિષ્ફળ ગયાના સમાચાર નિરાશા અને નાહિંમત પ્રસરાવી દીધાં હતાં. અંતઃપુરમાં આગ ચાંપી દો !' દર્પણસને ભયંકર અવાજે કહ્યું, ‘અને કોટની ખાઈમાં અગ્નિ પ્રગટાવો. ભલે અંદર આવેલા પતંગિયાં અંદર જ બળીને ભસ્મ થઈ જાય !” સેનાપતિએ આ હુકમને ઝીલી લીધ, સેવકોને આગ ચાંપવાનાં સાધનો લાવવાની આજ્ઞા કરી. અંતઃપુરને આગ લગાડી નહિ શકાય.” એકાએક કોઈ આગળ ધસી આવ્યું ને બોલ્યું. અરે મા ! તું ?’ સેનાપતિ બોલ્યો. ‘હા. હું મઘા ! બહાદુર માણસો સ્ત્રીઓ તરફ સન્માન રાખે, નિર્દોષ અંતઃપુરને બાળવાથી શું?” મઘાએ કહ્યું. 458 લોખંડી ખાખનાં ફૂલ મઘા ! એ અંતઃપુર હવે નકામું થશે. આપણે નવું રચીશું.’ સેનાપતિએ કહ્યું. ‘નિર્દોષને રંજાડી તારો મુગટ કલંકિત ન કર !' મઘાએ કહ્યું. કોનો મુગટ ? કોણ મુગટધારી છે ? આ શી વાત ચાલે છે ?' રાજા દર્પણસેને એકદમ વચ્ચે ધસી આવ્યો. એનો ચહેરો, વેશ બધું ભયંકર બન્યું હતું. એની સામે જોવું એ પણ અત્યારે કસોટી હતી. “મુગટધારી !' સેનાપતિએ આંખ અને સ્વર બદલીને કહ્યું, ‘રાજા ! તારાં પાપ ભરાઈ ગયાં. તારા જુલમે હદ કરી. તારી વિદ્યા નિષ્ફળ ગઈ. હવે તને સિંહાસન પર બેસવાનો કોઈ હક નથી !' ‘અરે નિમકહરામ ! મારી બિલાડી અને મને જ મ્યાઉં ? સિપાઈઓ ! એ વિશ્વાસઘાતીને કેદ કરો, અંતઃપુરને હું પોતે આગ લગાડીશ. મારો શત્રુ કાલકે જીતશે તોય હારી ગયાની વેદના જ એના નસીબમાં રહેશે !' દર્પણ ભયંકર રીતે હસ્યો. સૈનિકો ધસ્યા. સેનાપતિને કેદ કરવા માંડ્યો. સેનાપતિના અને રાજાના સૈનિકો વચ્ચે નાનું સરખું યુદ્ધ ખેલાઈ ગયું, પણ આખરે સેનાપતિનું શાણપણ દર્પણસનની સત્તા પાસે નકામું નીવડ્યું. એ કેદ થઈ ગયો ! પછી રાજા દર્પણર્સન અંતઃપુર તરફ આગળ ધસ્યો. પણ એ થોડો આગળ વધ્યો હશે કે કોઈ આવીને આડું ઊભું રહ્યું. બોલ્યું, ખબરદાર ! એક ડગલું પણ આગળ વધીશ નહીં.” ‘તું કોણ ?” ‘હું મઘા. આર્ય કાલકની શિષ્યા. રાજા, કહું છું કે તારા પાપનો ઘડો હવે વધુ ન છલકાવ !' - ‘દૂર હઠ ઓ છોકરી ! સુંદરી સાથે તો સેજ માં વાતો હોય, સમરાંગણમાં નહિ.” એ દર્પણસને મઘાને ધક્કો માર્યો. પણ મઘા એમ ડગે એવી નહોતી. એણે હિંમતભેર એને ત્યાં અટકાવી દીધો. પણ રાજાના સેવકોમાંથી એક જણાએ મઘાને તીરથી વીંધી નાખી. ‘રે ! ગુપ્તચર છે આ સુંદરી !' રાજાએ કહ્યું, ‘એને અંતઃપુરના થાંભલા સાથે બાંધી દો. ભલે એ પણ જીવતી ખાખ થાય.' કોણ ખાખ થશે ?”ને જયગર્જનાઓ સાથે શકસૈનિકો પૂરા ઝનૂનથી અંદર ધસી આવ્યા. તેઓ ઠેરઠેર રક્તપાત કરતા આવતા હતા. એમનું ઝનૂન અપૂર્વ હતું. તેઓ જીત યા મોતના નિશ્ચય સાથે આવ્યા હતા. ધર્મક્ષેત્ર-કુરુક્ષેત્ર D 459 Page #241 -------------------------------------------------------------------------- ________________ રાજા દર્પણસેને પલટાયેલી સ્થિતિ પારખી લીધી. દુશ્મનોના વિજયના નાદ વધુ ને વધુ નજીક સંભળાતા હતા. એ ત્યાંથી નાઠો. વીંધાયેલી મઘા નીચે જ પડી હતી. શક સૈનિકો જોશમાં હતા. એના પર પગ મૂકીને એ આગળ વધી ગયા. ધીરે ધીરે આખી નગરી શકસૈનિકોના કબજામાં આવી ગઈ. પ્રજાએ આ યુદ્ધમાં નગણ્ય સામનો કર્યો. આર્યગુરુની આગેવાનીની બધા પર ઊંડી અસર થઈ હતી. બધા કહેતા હતા કે આખરે પુણ્યે જય, પાપે ક્ષય. રણસંગ્રામ પૂરો થયો. અલબેલી ઉજ્જૈનીના આભમાં નવસૂર્યનો ઉદય થતો હતો, ત્યારે વિજયની વરમાળા આર્યગુરુના ગળામાં આરોપાઈ ગઈ, 460 D લોખંડી ખાખનાં ફૂલ 64 સંકલ્પની સિદ્ધિ આર્યગુરુ કાલક અને શકરાજનું ભવ્ય સ્વાગત નગરજનોએ આરંભ્યું. ઉજ્જૈનીના બધા રાજમાર્ગો અને શેરીઓ શણગારવામાં આવી. લોકોના હર્ષનાદ વચ્ચે તેઓ આગળ વધ્યા. લોકોએ આર્યગુરુ કાલકને જોયા, ને એમની નજર સમક્ષ ભૂતકાળ તરવરી રહ્યો. અરે ! આપણાં પાપ પોચ્યાં, નહિ તો ગર્દભિલ્લ જેવો રાજા કંઈ હારે ખરો? એક સતી સાધ્વીના અપમાનનું આ પરિણામ ! રે ! પ્રાયશ્ચિત્ત કરો ! ઠેર ઠેરથી એક જ જાતના પોકારો ઊઠતા હતાં ! પ્રજા વિજયી વીરોને વશ થઈ ગઈ. ગંદી મોરીનાં પાણી છૂટતાં જેમ દુર્ગંધ ફેલાઈ રહે, એમ લોકો હાર ખાધેલ રાજા દર્પણસેનનાં દાનવ જેવાં કુકર્મોને યાદ કરી રહ્યા, ‘ઓહ ! કેવા અત્યાચારી દાનવી જીવન હેઠળ આપણે જીવતા હતા ! ભલે ગયો. જવો જ જોઈએ. આતતાયી રાજા ભલે ગયો, હવે કંઈક સુખ મળશે. શીલ સચવાશે. ધર્માધર્મ જોવાશે., અતિ વિલાસ અને વૈભવની ઘેલછાનું જે પરિણામ આવે એ જ આવ્યું.’ પ્રજા તો આર્યગુરુ કાલકનાં વખાણ કરી રહી. શકરાજ અને આર્યગુરુ કાલકે રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યો. એનાં એ જ દાસ દાસી આજ નવાની સેવામાં આવીને સજ્જ ઊભાં હતાં. એ તો માત્ર સમયનાં પ્રતિબિંબ હતાં. દુરાચારી રાજા હોય તો દુરાચારી, સદાચારી હોય તો સદાચારી, આર્યગુરુએ સહુને સાંત્વન આપ્યું. પછી એમણે ફરમાન કર્યું : ‘આજ સુધીનો તમામ ખજાનો સેનામાં વહેંચી આપો. જે નવી સત્તાની સેવામાં Page #242 -------------------------------------------------------------------------- ________________ રહેવા માગતા હોય તે રહે, બાકીના શસ્ત્ર છોડી શાંત નાગરિક બની જાય. નવું શાસન વેરમાં માનતું નથી. એ ક્ષમાધર્મી છે.' સૈનિકોએ સામનો છોડી દીધો. પ્રજા તો ઊગતા સૂરજને વધાવવા તૈયાર જ હતી. પછી આર્યગુરુએ બીજી આજ્ઞા બહાર પાડી. ‘આ બધા અનર્થનાં મૂળ સમા રાજા દર્પણસેનને અહીં હાજર કરો.’ શક સૈનિકો અને બીજા સૈનિકો દોડ્યા. વાસુકિ તેઓનો આગેવાન હતો. થોડીવારમાં લોઢાની જંજીરોમાં બાંધીને રાજા દર્પણર્સનને ત્યાં હાજર કરવામાં આવ્યો. આર્યગુરુ કાલકે એની સામે નજર પણ ન નાખી. એમણે તરત જ બીજી આજ્ઞા કરી : ‘મઘા અને સરસ્વતીને હાજર કરો !' સૈનિકો વળી દોડવા. તેઓએ રાજમહેલ અને અંતઃપુરનો ખૂણેખૂણો શોધી કાઢ્યો, પણ મઘા કે સરસ્વતીનો ક્યાંય પત્તો ન ખાધો. સૈનિકો નિરાશ બનીને પાછા આવ્યા. આર્યગુરુ કાલકે નિષ્ફળતાની વાત સાંભળી ક્રોધમાં બૂમ પાડીને કહ્યું, ‘આકાશપાતાળ એક કરીને પણ એ બંનેને શોધી લાવો. ભગિની સરસ્વતી માટે તો આ આભ અને ધરતીને એક કરવા જેવો પુરુષાર્થ ખેડવો છે ! એ ન મળે તો કેમ ચાલે ? તો તો સંકલ્પની સિદ્ધિ અધૂરી જ રહે ! અને મઘા ! એ પરદેશી નારીએ ધર્મક્ષેત્રમાં લડાયેલ કુરુક્ષેત્રને જીતવામાં ભારે મદદ કરી છે. એની શોધમાં પર્વત, પાણી કે આકાશ ફેંદી નાખો. મારા ધર્મયુદ્ધની એ બંને આરાધ્ય દેવીઓ છે.' સૈનિકો ફરી શોધ માટે દોડ્યા. કંઈક શાંત લાગતા આર્યગુરુ કાલક વળી કાળમૂર્તિ જેવા થઈને ખડા રહ્યા. નેત્રોમાં શંકરના ત્રિનેત્રનો તાપ, ભવાં પર અર્જુનના ગાંડીવનો ઘટાટોપ ને ઓષ્ઠ પર અગ્નિદેવ આવીને બેઠો હતો. એમણે હજી બંદીવાન દશામાં પગ પાસે પડેલા દર્પણર્સન તરફ એક નજર પણ નાખી નહોતી. આજે ઉજ્જૈનીના આભમાં ધોળે દિવસે તારા દેખાયા હતા. રાજા દર્પણસૈનના દર્પના ચૂરેચૂરા થઈ ગયા હતા. એની વિદ્યા, એની સાધના અને એના બધા મંત્રો છેલ્લી ઘડીએ નિષ્ફળ નીવડ્યાં હતાં. મહાગુરુ મઘના આ પટ્ટશિષ્યને મહારથી કર્ણના જેવું થયું હતું. ખરે વખતે એની વિદ્યા ખોટી ઠરી, અને એની સોનાની જાળ પાણીમાં ચાલી ગઈ. ઉજ્જૈનનું મહાન ગણતંત્ર, ઘડીભળમાં રોળાઈ ગયું. ભારતભરમાં જેની 462 – લોખંડી ખાખનાં ફૂલ શક્તિની ખૂબ ખ્યાતિ હતી, એ રાજા દર્પણર્સન પણ નમાલી વાતમાં કેદ થઈ ગયો. આર્યગુરુ કાલકની કૃપા પર હવે તેની જીવનદોરી લટકી રહી હતી. રે! ઘણા યત્ને કાબૂમાં આવેલ શત્રુને હવે ગુરુ કંઈ સસ્તો છોડશે ? આજ ગુરુ એને સાંભળીને રુંવાડાં ખડાં કરે એવી સજા કરશે. શૂળી, ફાંસી કે શિરચ્છેદ તો એને માટે સામાન્ય સજા લેખાય ! કાં તો ધગધગતી સાણસીથી એના દેહના માંસના લોચા ખેંચાવશે, કાં જીવતો તેલમાં તળશે, રે દર્પણ ! ન જાણે તારી દુષ્ટતાની સજા કેવી હશે ! એ સાંભળીને દાનવ પણ થરથરશે ! એમાં મઘા અને સરસ્વતી ન મળ્યાં તો ? તો ન જાણે શું થશે ? વિવશપણે ને વ્યગ્રતાથી આર્યગુરુ પોતાની સંકલ્પની સિદ્ધિના પૂર્ણવિરામ સમી સાધ્વી બહેન સરસ્વતીને શોધી રહ્યા અને આવા ગૌરવના પ્રસંગે એ મઘાને પણ વીસરી શક્તા ન હતા. પણ એમને શોધવાના સૈનિકોના પ્રયાસો સફળ થતા ન હતા. આર્યગુરુનો કોપાગ્નિ ભડકી ઊઠવાની તૈયારીમાં હતો, એટલામાં દ્વાર વીંધીને એક સ્ત્રી ત્યાં દોડતી આવી ! એ સ્ત્રીના વાળ અસ્તવ્યસ્ત હતા. એ કોઈ વાર જુવાન હશે, એમ લાગતું હતું. એના ગાલમાં ખાડા હતા, આંખોની આજુબાજુ લોહી ઊડી ગયેલ દરદી જેવાં કાળાં કુંડાળાં હતાં, જાણે કોઈ પ્રેત જ સામે ખડું ન હોય ! આર્ય ગુરુ આ અસ્થિપિંજર જેવી વ્યક્તિને પિછાની ન શક્યા, ‘કોણ આ? દર્પણે પીડેલી કોઈ પગલી લાગે છે. એને લઈ જાઓ, એનું અત્યારે કામ નથી. પછી બધો ન્યાય ચૂકવાશે. સરસ્વતીને શોધો ! સરસ્વતી ક્યાં ?' એમણે ચિત્કાર કર્યો. ‘હું સરસ્વતી ! ભાઈ !’ અને સરસ્વતી ચોધાર આંસુએ રોઈ પડી, ‘રે, મને ન ઓળખી ?' ‘કોણ ? સરસ્વતી ? સતી સાધ્વી સરસ્વતી ? મારી ભગિની સરસ્વતી? મારા સંકલ્પની સિદ્ધિ સરસ્વતી તું પોતે ? રે ! મત્રધર દર્પણની કોઈ મેલી વિદ્યાની તું પ્રતિનિધિ તો નથી ને ! મારી બહેન તો પ્રભાતનાં પુષ્પ સમી છે.' આર્યગુરુ સરસ્વતીના આ દેહને અને વેશને જોઈ ન શક્યા. એમણે નજ૨ બીજું ફેરવી લીધી. ‘ભાઈ ! શું એટલી વારમાં મને ભૂલી ગયા ? હું તમારી બહેન સરસ્વતી!' સરસ્વતી નજીક સરી. ‘ઓહ ! સ્મશાનનું કોઈ શબ મડદું ઊભું થઈને તો આવ્યું નથી ને ! સરસ્વતી! આ તે તું પોતે આવી છે કે તારું પ્રેત છે ? હું આ શું જોઉં છું ? તારા આ હાલ કોણે કર્યા ?? સરસ્વતીએ કંઈ ઉત્તર ન આપ્યો, એ બોલી, ‘ભાઈ, બધી કર્મરાજાની રચના સંકલ્પની સિદ્ધિ જ્ઞ 463 Page #243 -------------------------------------------------------------------------- ________________ છે. કર્મ કરે એ કોઈ ન કરે. માણસ તો નિમિત્તમાત્ર છે.’ આર્યગુરુના ક્રોધનો પારો ચઢતો જતો હતો. એમણે કહ્યું, ‘હું જાણું છું, પૂરેપૂરો પિછાણું છું તારા આવા હાલહવાલ કરનારને ! એ પાપીને હું અહીં ને અહીં પૂરો કરી નાખીશ. ત્યારે જ પ્રતિશોધનો મારો અગ્નિ શાંત થશે, બહેન.' ‘પછી સાધુની ક્ષમા ક્યાં રહેશે ?’ સરસ્વતી પ્રશાંત સ્વરે સ્વસ્થતાપૂર્વક બોલી. જાણે ધખધખતી ધરતી ઉપર આકાશનાં શીતળ જળનો છંટકાવ થયો. | ‘રે ! આતતાયી માટે ક્ષમા કેવી ? સરસ્વતી ! મારા દોષના પોટલાનું વજન ભારે છે., ભલે એમાં આટલું બધું વજન ભરાતું. આઘી જા ! ને આર્ય ગુરુ રાજા દર્પણસેન તરફ ધસ્યા. અત્યારે ગુરુનો દેહ વિરાટ બન્યો હતો ને એની સામે રાજા જાણે વામણો બની ગયો હતો. ગુરુએ રાજાને આખો ને આખો પોતાની ભુજાઓમાં તોળી લીધો. “વાહ, સમય સમય બળવાન છે, નહિ પુરુષ બળવાન.' પ્રજા આ દૃશ્ય જોઈને ગણગણી. ‘ગુરુદેવ ! તમે વ્યર્થ શ્રમ શા માટે લો છો ? આજ્ઞા આપો, એક ઘા ને બે કટકા કરી દઉં.' શકરાજ પોતાની તલવાર ખેંચી આગળ આવ્યા, ને બોલ્યા. સરસ્વતી નજીક દોડી ગઈ, ને ભાઈને ઉદ્દેશીને બોલી, “ભાઈ ! એ પાપી મને કાંઈ કરી શક્યો નથી.” શું કહે છે તું ?' ‘હા, એ પાપી મને દેહથી ઇચ્છતો રહ્યો ને મનથી પૂજતો રહ્યો, બાકી મારો સ્પર્શ પણ કરી શક્યો નથી. એને માફ કરો ! પાપીના હૃદયમાં પણ પુણ્યનાં પ્રભાતકિરણોની ઝાંખી થવા દો. ક્ષમાનો ધર્મ તમારો હો ભાઈ ! એને માનવીય સદ્દગુણોની ઝાંખી થવા દો ! ભાઈ ! તમે સાધુ પહેલા છો, રાજા પછી.’ સરસ્વતી વીનવી રહી. આ સમયનું દશ્ય ખરેખર અપૂર્વ હતું. ઊંચે ઉપાડેલા રાજા દર્પણસેનને ગુરુએ નીચે પછાડ્યો. નીચે પડેલો રાજા તરત ખડો થઈ ગયો ને સ્વસ્થતાથી ઊભો રહ્યો. એના મોં પર અવિજેયતા હતી, ક્ષોભ નહોતો, પશ્ચાત્તાપ નહોતો. આર્યગુરુનું અંતર હજી શાંત થયું ન હતું. એમના મુખ પર ભયંકર કોપની લાલિમા ઝગમગી રહી હતી. એમણે દર્પણસેનના વીખરાયેલા વાળના ગુચ્છને ફરીથી પકડતાં કહ્યું, ‘બોલ રે દુષ્ટ ! ભલે તું મારી ભગિનીને અડી ન શક્યો, પણ પવિત્ર સાધ્વીનું તેં અપમાન તો કર્યું જ છે. તેં ધર્મની છેડતી કરી છે. તો કહે, તને એની કેવી સજા આપું ?” ‘મરજી પડે તે આપ ! કાલક, ગઈ કાલ મારી હતી, આજની ઘડી તારી છે. કાલે મારી મરજી પ્રમાણે હું વર્યો, આજે તારી મરજી મુજબ તું વર્તી લે. આવતીકાલ વળી ન જાણે કેવી ઊગશે ! પૃથ્વી છે, પ્રતિસ્પર્ધા છે, મનુષ્ય છે. સમય છે, હારજીત છે, અહીં તો વારાફરતી વારો છે.” ‘ભાઈ ! ભાઈ ! ખોટો રાજા દર્પણ સાચું કહે છે. આજની રળિયામણી ઘડીને ઉજાળી લો, બંધુ ! પાપીને હવે પૂરતી સજા થઈ ગઈ છે, અને શેષ શિક્ષા ભોગવવા એને જીવતો છોડી દો. સાપના મુખમાંથી કોથળી કાઢી લીધી, પછી એનો ડર શો? ભાઈ ! તમારી સાધુતાની મને મારા શીલ જેટલી જ કિંમત છે. આપના સોધુત્વના એ મહામેઘને ફરી વાર જગત પર અમૃતસંજીવની છાંટતો હું જોવા ઇચ્છું છું. જ્યાં જીવન કરતાં મૃત્યુ વધુ સુંદર હતું. એવી દુર્દશામાં પણ હું જો પ્રાણ ટકાવી રહી હોઉં તો તે કેવળ એક ધન્ય પળ જોવાને ! મારા જોગંદર ભાઈના જગની મારે પુનઃસ્થાપના જોવી છે ! આપણા તારણહારનો સંદેશ ! ક્ષમા વીરસ્ય ભૂષણમુ. વેરનો બદલો વેર નહિ, અવેર, એટલું જગતને જાણવા દે. એક માણસના અનિષ્ટમાંથી ભલે એક ઇષ્ટની સ્થાપના થઈ જાય. લડાઈનો જુસ્સો યોગ્ય છે, લડાઈનો ગુસ્સો અયોગ્ય છે.' ‘માફ કરું એને ?” આર્યગુરુએ પ્રશ્ન કર્યો. ‘હા, બંધુ ! આત્મશુદ્ધિમાં માને તે આર્ય !' ‘સરસ્વતી ! હું તને નથી પૂછતો; મારા મનને પૂછું છું. સંસારને સમજાવવો સહેલ છે, મનને સમજાવવું મુશ્કેલ છે.' | ‘કાલક ! અવન્તીના સિંહાસને બેસી જા, પછી મન અને ચિત્તની વાત કરજે ! સંન્યાસી થવું કેટલું સહેલું છે, ને રાજા થવું કેટલું અઘરું છે, તે તને પછી ખબર પડશે. તું અહીં સિંહાસન પર બેસીને યોગી રહેવા માગીશ, તો બધા તને ભોગી બનાવીને છોડશે. એક વાર થોડા દિવસ સિંહાસન સ્વીકાર અને પછી મને સજા કર.' રાજા દર્પણસેને વચ્ચે કહ્યું. જાણે પોતાના જીવનને માટે એને લેશ પણ ભય કે તમાં ન હોય એમ એ સ્વસ્થતાથી બોલતો હતો. ‘સિહાસન સ્વીકારું ? દર્પણ ! પછી તું જીવતો નહિ રહી શકે. રાજાનો ધર્મ પાપીને સજા, યોગીનો ધર્મ પાપીને ક્ષમા. સિંહાસને બેઠેલો સિંહ કદી પોતાના પ્રતિસ્પર્ધી સિંહને જીવતો રહેવા દેતો નથી, એ જાણે છે ને ?' આર્ય કાલકે રાજા દર્પણસેનનું હૃદય ખોજવા માંડ્યું. સંકલ્પની સિદ્ધિ 465 464 D લોખંડી ખાખનાં ફૂલ Page #244 -------------------------------------------------------------------------- ________________ ‘હું મરવા તૈયાર છું - જો તું આ રાજવૈભવ સ્વીકારે તો ! હું તારી બદલાયેલી મનોદશા જોવા જીવતો નહિ હોઉં, પણ અંતરીક્ષમાંથી તારી વિટંબણાઓ પર જરૂર હાસ્ય વેરીશ. યાદ રાખ ! સાધુ થવું સહેલું છે, રાજા થવું મુશ્કેલ છે.' દર્પણસેન બોલ્યો. ના, ના. હું તને નહિ હણું. હું વિરાગી છું. સિહાસન તો મારે માટે સર્વાસન છે ! મારા તારણહારનો સંદેશ છે; મનુષ્યના વિવેક અને વૈરાગ્યની સાચી પરીક્ષા પ્રાપ્ત-ભોગ અને લાધેલી તક તરફ આકર્ષણ ન થાય તેમાં છે. અને વળી શકરાજને મેં વચન આપ્યું છે.’ આર્ય કાલક બોલ્યા. વચન ? આવા ડરપોક લોકોને વચન ? કૂર લોકોને વચન ! અરે કાલક, તું ન હોત તો આ લોકોને તો ઘડીના છઠ્ઠા ભાગમાં હતા ન હતા બનાવી દેત. એમને દેશ પહોંચવું પણ કઠિન થઈ પડત. રાવણને ત્યાં વિભીષણે ન હોત તો લંકા ન રોળાત.” દર્પણસેને કહ્યું. જે થાય તે ખરું, વસુંધરા તો સદા વીરભોગ્યા છે, ને ધર્મ વગર કોઈ રાજ કદી ટક્યું નથી. સંસાર સત્-અસત્નો શંભુમેળો છે. અસનું જોર વધુ હોય છે, અને એ દાબી દે છે; પણ વાદળમાં છુપાયેલ ચંદ્રની જેમ આખરે સત્ પ્રકાશે છે. મેં આ સધર્મ અદા ન કર્યો હોત તો બીજા કોઈને કરવો પડત. બહુરત્ના વસુંધરા છે. આજ મેં એક અધર્મનો નાશ કર્યો.' | ‘અને નવા અધર્મની આજે સ્થાપના કરી.' રાજા દર્પણસને ઉપહાસ કરતાં પણ હવે જાણે આર્ય ગુરુનું અંતર થાકવા લાગ્યું હતું. વર્ષો પુરાણા પુરુષાતન અને શૂરાતનના બંધ હવે શિથિલ પડતા હતા. આર્યગુરુ ભગિની સરસ્વતીની સામે એકીટશે જોઈ રહ્યા, જાણે પોતાની સંકલ્પસિદ્ધિને હૈયામાં ઉતારતા ન હોય, “બહેન ! જ્ઞાનીને શાનમદ લાધે. કર્યાનો પસ્તાવો નથી. મહામલિન વસ્ત્ર પછાડવા વગર ધોકાવ્યા વિના શુદ્ધ ન થાય. પણ હવે ચાલો. અહં વિસારી અહંને શોધીએ.” સંકલ્પસિદ્ધિની આ પળ આર્ય કાલકના અંતરમાં કંઈ કંઈ ઊર્મિઓ જન્માવી ગઈ, પણ આવા સિંહપુરુષની એ ઊર્મિઓને ભલા કોણ ઉકેલી શકે! જનતા તો આર્ય કાલકના સંકલ્પની આ અદ્ભુત સિદ્ધિને અને સતી સાધ્વી સરસ્વતીના સમતાભાવને અભિવંદી રહી. ખરેખર, ચંદનકાષ્ઠ તો એને કાપનારી કુહાડીને પણ સુગંધી બનાવે છે, કાપનારને પણ સુગંધ આપે છે ને એને ઘસનાર પથરાને કે બાળનાર માણસને પણ સૌરભ જ આપે છે. સુગંધ જ એનો સ્વધર્મ છે. એવાનો મન - દેહ એ બાહ્ય આવરણ અને આત્મા એ આંતરિક ધન છે ! ‘એ ગમે તેમ, પણ આજે ખાતરી થઈ કે અધર્મ ક્યારેય લાંબું જીવતો નથી. ભવિષ્યમાં આ સંસારમાં જ્યારે પણ અધર્મ પોતાનું માથું ઊંચકશે ત્યારે કોઈ હતાશ આત્મા મારી કથાને યાદ કરશે, ને નિરાશ થયા વગર અધર્મનો સામનો કરશે ને અધર્મન ઉખેડી નાખશે. એક સનાતન સત્ય છે કે ધર્મો જય, પાપે ક્ષય.’ આર્યગુરુ બોલ્યા ને થોડી વાર વિચારતા રહીને કહ્યું, “મુક્ત કરો આ પાપના પુંજ સમા રાજાને, એનાં પાપની સજા ભોગવવા. વનજંગલમાં લઈ જઈને છૂટો મૂકી દો.’ થોભો, એને જરા ખંડિત કરો, છેવટે નાકની અણી પણ ખંડિત કરો, જેથી એ નાકકટ્ટો ફરી રાજપદ માટે પ્રયત્ન ન કરે.' શકરાજે વચ્ચે કહ્યું ને એમણે પકડાયેલા દર્પણસેનના નાક પર ઝડપથી તલવારનો લિસોટો કરી નાખ્યો. ‘હાં હા, શકરાજ ! માણસ પોતાના દુર્ગુણથી જેટલો કદરૂપો લાગે છે, એટલો તલવારના ઘાથી નથી લાગતો. અને શત્રિયને માટે તો દેહ ઉપરનો ક્ષત(ઘા) એની શોભા બની જાય છે !' આર્ય ગુરુ, શકરાજને વારતાં બોલ્યા. 466 D લોખંડી નાખનાં ફૂલ * આ તો જિંદગી છે કે કોઈ તોફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયાં સંકલ્પની સિદ્ધિ 467 Page #245 -------------------------------------------------------------------------- ________________ 65 ધર્મને શરણે ઇષ્ટની પ્રાપ્તિ થઈ ચૂકી અને વીરત્વની ઉષ્ણા ઓસરી ગઈ. આર્યગુરુ અંતર્મુખ બનીને કંઈ કંઈ વિચારતા ઊભા. એમને થયું : સંકલ્પની સિદ્ધિ તો થઈ: પણ એને માટે કેટકેટલું મૂલ ચૂકવવું પડ્યું ! જોગ તજ્યો અને શસ્ત્રો સજ્યાં ! દેશ ત્યજ્યો અને યુદ્ધ આદર્યું ! ક્યાં અહિંસા, સંયમ, તપનું વ્રત અને ક્યાં આ સંહાર ! હવે ગુરુનું મન આજ સુધીની દિશા તજી જુદી જ દિશામાં વિહ૨વા લાગ્યું. એકાએક ગુરુને પોતાની સંકલ્પસિદ્ધિની જડીબુટ્ટી સમી મઘા સાંભરી આવી. એમણે પૂછ્યું, ‘બધા તો મળ્યા, પણ રે મઘા ક્યાં ? અત્યારની આનંદની ઘડીએ એ કાં નહિ? જાઓ, એને ઝટ શોધી લાવો !' એ જ વખતે બે સૈનિકો એક લોહીનીગળતી સ્ત્રીના દેહને લઈને ત્યા આવતા દેખાયા. એ સ્ત્રીના લાંબા વાળ જમીન પર છૂટા ઘસડાતા હતા. આર્ય ગુરુએ એ જોયું અને દોડવા, ‘ઓહ ! આ તો મઘા. કોણે વીંધી મથાને ? કોણ જખમ કર્યો મઘાને ? ઓહ! કોણે આ ફૂલને ઇજા પહોંચાડી ? યાદ રાખજો કે મારા ધર્મની એ પણ આજ્ઞા છે કે પરમચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે-બ્રહ્મ છે.' ફરી આર્યગુરુના મન પર ક્રોધ સવાર થઈ ગયો, એમણે પાસે પડેલું ખડગ ઉપાડ્યું. ‘ભાઈ ! આતતાયીને જોઈને ફરી આવેશમાં આવી જાઓ છો ! તમે હજી એવા ને એવા ભાવનાઘેલા જ રહ્યા. સુગંધ વહાવવાનો ફૂલનો ધર્મ. એ ધર્મ એને દેવના મસ્તક પર આરૂઢ કરે. બસ, ફૂલના જીવનની આટલી જ સમર્થતા! મઘા તો સંસારની વાડીનું બેનમૂન ફૂલ છે. આવા ફૂલ ઈજા પામવા માટે જ, ઇજા પામીને સુગંધ વહાવવા માટે જ જન્મે છે !' સરસ્વતીએ મઘાને અંજલિ આપી અને દોડીને ખોળામાં લઈ લીધી. ‘કેવો ભવ્ય આત્મા ! ઓહ ! બાવળ વાવનારને પણ આમ્રફળ આપવાનો તો મારો સાધુનો ધર્મ. એ ધર્મ શું સ્ત્રીઓ અદા કરશે ?' ગુરુ મઘાની સ્થિતિ જોઈને ગદ્ગદિત થઈ ગયા. ‘આતતાયીઓ દેહ માગે છે, આત્માર્થીઓ આત્માની સંભાળ માર્ગ છે. દેહને જવા દો ને આત્માની જ પરવા કરો.' સરસ્વતી બોલી. સરસ્વતીના ખોળામાં રહેલી મઘાએ મંદ સ્વરે કહ્યું, ‘સાચી વાત છે, ગુરુદેવ! આત્માનાં અમી આરોગવાનું તો આપે જ શીખવ્યું છે, પછી દેહની આળપંપાળ કેવી? આપની સેવામાં જીવતાં આનંદ, આપના ચરણમાં મરતાં પરમ આનંદ. પ્રણામ ગુરુદેવ ! પેલા મંત્રો ‘રાજાધિપાનાં શાંતિર્ભવતું રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતું શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતું — શ્રી જનપદાનાં શાંતિર્ભવતું શાંતિઃ શાંતિઃ શાંતિ આ સેવિકાના અંતિમ ..........બસ જાઉં... છું..................ણા...મ! ભવોભવ...' અને મઘાએ મસ્તક નાખી દીધું ! * આ પ્રસંગને લઈને લખોલા ‘હંસમયૂર’ નામક હિંદી નાટકના કર્તા પં. વૃંદાવનલાલજી વર્મા પોતાની પ્રસ્તાવનામાં લખે છે, એ કાળમાં ય એ કાળ લગભગ, એ વિલક્ષણ નર્તકી, ગાયિકા અને અભિનેત્રીનું અસ્તિત્વ મળે છે. નર્મદા નદીના કાંઠા પરની ગુફાઓમાં એનું નામ ‘સતનું કા” કોતરેલું મળે છે. નર્મદાના ભેડાઘાચ (ભૃગુઘાટ) પર બે મોટી મૂર્તિઓ પડેલી છે. જે કોઈ શકકન્યાની છે. મેં સુતનુકા ને શકકન્યાનો સમન્વય ‘તન્વી માં કર્યો છે. શકકન્યા સાથે આર્યોના વિવાહ આ વખતે નવી ઘટના નહોતી. આ કથાથી અઢીસો વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યૂક્સ ગ્રીકની પુત્રી સાથે લગ્ન કર્યા હતા.. ધર્મને શરણે Z 469 Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવના મન પર આજે જાણે ચારે તરફથી મારો શરૂ થયો હતો, દર્પણ સામેના યુદ્ધમાં મનની જે કસોટી નહોતી થઈ, એવી કસોટી આજે સામે આવીને ઊભી હતી. વાહ ! ફૂલ માત્ર બીજાને સુગંધ આપવા અને પોતે ઇજા પામના જ જન્મે છે. ઇજા પામીને પણ સુગંધ વહાવવી એ એનો ધર્મ ! ઓહ, આવી સ્ત્રીઓ ને સુંદરીઓ ન હોત તો સંસાર સ્મશાન થઈ જાત. સ્ત્રી-તારું બીજું નામ શીલ, સમર્પણ ને ભક્તિ.” મઘાને શોકાંજલિ આપતકાં હોય તેમ ગુરુ બોલ્યા, ‘મઘા ! તું ધન્ય છે, તારું જીવન સફળ છે. તારું જીવિત કૃતાર્થ છે. તને પરદેશી કહી પાપમાં નહીં પડું. સત્ય એજ મારો સ્વધર્મ, અર્પણ એ દજ મારું અંતરંગ, તું મારી સ્વધર્મી !' સરસ્વતી મશાના મૃત્યુથી વ્યગ્ર બની ગઈ. વિધવિધ આશ્ચર્યકારક ઘટનાઓ એકસાથે ઘટી રહી હતી. આશ્ચર્યના આથથ અસહ્ય હોય છે, એ બોલી, ‘ભાઈ! આ નગરીની હવા મને ગૂંગળાવે છે, મને ચક્કર આવે છે. બહાર ક્યાંક લઈ જાઓ.’ ‘ચાલો સત્વરે બહાર !' ને આર્યગુરુએ ઊંચી નજર કરી તો ત્યાં ભયંકર કોલાહલ સંભળાયો. જોયું તો અંતઃપુરને પ્રચંડ આગ લાગી હતી. અરે ! દર્પણસેન તો અહીં છે, ને આ આગ કોણે લગાડી ? જાઓ, તપાસ કરો. દોડો દોડો ! અંતઃપુરમાં અનેક સ્ત્રીઓ છે, મહાદેવી અંબુજા પણ એમાં છે.” સરસ્વતીએ કહ્યું. ‘આર્યગુરુ ! આ આગ બુઝાવી શકાય તેવી નથી. એક સ્ત્રી અંતઃપુરના ઝરૂખા પર ઊભી હતી. એણે કહ્યું કે, જેવા આવ્યા છો એવા જ ચાલ્યા જાઓ. આ આગને નહીં બુઝાવવાની મારી આજ્ઞા છે. કહેજો કાલકને, કે સૂક્ષ્મ અણદીઠ આગમાં જીવનભર શેકાઈ રહેલી અંબુજાએ આ સ્થૂલ આગ પેટાવી છે. ચેતન તો ક્યારનું જલી ગયું હતું. જડ જલે એમાં જ્ઞાનીને શોચ વ્યર્થ છે. અંતઃપુરની છેલ્લી ક્વાલામાં એ પોતે પણ હોમાઈ જશે. આગ બુઝાવવાની જરૂર નથી.” | ‘કોણ અંબુજા ? મહાદેવી અંબુજા ? રે દર્પણ ! ઓહ ! એક માણસ પૃથ્વીને કેવી નરક સમી બનાવી મૂકે છે ? રે દર્પણ ! આ ધર્મયુદ્ધમાં તારી ભગિનીનો પણ ભોગ !' આર્ય ગુરુ બોલ્યા. 470 D લોખંડી ખાખનાં ફૂલ ‘છેલ્લી પળે અસત્ય નહિ વ૬. અંબુજા મારી ભગિની નહીં ભોગિની છે! કાલક! તેં રૂપને સદા અસ્પૃશ્ય રાખ્યું, દૂર રાખી દેવાંશી બનાવ્યું. મેં રૂપને સ્પર્યા વગર ક્યાંય જીવવા દીધું નથી. અંબુજા ઘણીવાર મને કહેતી કે તારું અંતર અને તારું અંતઃપુર સળગાવી દેવાનું મને દિલ થાય છે. પણ બહેનનું દિલ છે, વળી સ્ત્રીનું દિલ છે, તારા માટે નેહતંતુ મનમાં છે. વળી મારી પાસે એક થાપણ છે. એ થાપણ પાછી આપી દઉં. પછી જોજે, તારા અંતઃપુરના હાલ!' દર્પણસેને કહ્યું, ‘આજ એણે આ મળેલી તકનો લાભ લીધો, કાલક !' | ‘વાહ રે દેવી અંબુજા ! રે દર્પણ ! તારા દિલના દર્પણમાં જરા જો તો ખરો કે તેં રાજા થઈને સંસારમાં કેટલી કાલિમા પેદા કરી છે ?' આર્ય ગુરુએ કહ્યું. અંબુજા ખરેખર અભુત ફૂલ હતું, પણ દરેક ફૂલ આઘાત સહેવા અને સોયથી વીંધાવા અને ઈજા પામવા જ જન્મે છે. પણ ઇજા પામીનેય એ કેવી સુગંધ વહાવે છે !' રાજા દર્પણસને આર્ય ગુરુના શબ્દો જ એમને પાછા આપ્યા. સંસાર ખરેખર ફૂલોનો બગીચો છે. ૨ દર્પણ ! તું તુષાર થઈને ભાગનાં બધાં ફૂલો પર તૂટી પજ્ય. આખો બગીચો વેરાન કર્યો.' આર્ય ગુરુએ ખૂબ શોક સાથે કહ્યું. ‘હું પ્રયત્નમાં પાછો પડ્યો છું, પરાજય પામ્યો નથી. મારા કારણે તારા ઉદ્યાનને વેરાન ન બનાવે. હું તો તું જે સજા કરે તે સહેવા તૈયાર છું. મારા અપરાધ ભારે છે. મારા કટકા કરવા હોય તો કરી નાખે. હું એક હરફ પણ ઉચ્ચારીશ નહિ. કર્મનાં ત્રાજવાં પર મને શ્રદ્ધા આવી છે.' દર્પણસેને કહ્યું.. ‘સરસ્વતીના સ્વધર્મપાલને અને મઘા-અંબુજાના ભવ્ય ત્યાગે મને ફરી સાધુપદમાં સ્થિર કર્યો છે. સાધુને ઉચિત ક્ષમા છે, તને ક્ષમા આપું છું. સરસ્વતી, હવે તો આપણે વન સેવવાનું છે, પણ એ પહેલાં આને જંગલમાં છૂટો મૂકી દેવો એને જીવતર વહાલું છે તો ભલે એ પશુપંખીની જેમ જીવતર વિતાવતો !' આર્ય ગુરુ કાલકનો કોપ શાંત બનતો ચાલ્યો. એમને હવે ધનુષ્ય-બાણ પોતાને ખભે હોય એની શરમ આવી, પોતાના લડાયક વેશની પણ શરમ આવી. બેન-ભાઈ એક બીજાની સામે નીરખી રહ્યાં, એ નજરોમાં યુગોના ઇતિહાસ આલેખાયેલા પડ્યા હંતા. આ વખતે પંચાણુ શકશાહીઓ નગરનો, સેનાનો ને શસ્ત્રોનો બંદોબસ્ત કરી આ વિજયના નિમિત્રભૂત આર્ય ગુરુને તેડવા આવી પહોંચ્યા. ધર્મને શરણે 1 471 Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ, અમે બધું સાફ કરી દીધું છે. પધારો ! સિંહાસન શોભાવો ! શત્રુ નામનો માણસ તો શું, પશુ-પંખી કે કીટ પણ શેષ રાખ્યું નથી.’ ‘શકરાજ ! હવે મારું કામ પૂરું થયું. મારે માથે જે ઉત્તરદાયિત્વ હતું તે મેં અદા કર્યું. જે બોધપાઠ મારે આપવો હતો, એ મેં આપી દીધો. એક સીતા પાછળ આખી લંકા રોળાણી, એ સત્યયુગની વાત હતી. આજે કલિયુગમાં પણ એક સરસ્વતી પાછળ લંકા જેવી ઉજ્જૈની રોળાણી, એ બોધપાઠ કોઈ ન ભૂલે. તમે પણ ન ભૂલશો. ધર્મો જય, પાપે ક્ષય.’ આર્ય ગુરુ બોલ્યા, હવે તેમને જાણે થાક લાગ્યો હતો. તેઓ થાંભલાને અઢેલીને ઊભા ને આગળ બોલ્યા, | ‘એક ઘોડેસવાર સ્મશાનમાં દોડે. ત્યાં જઈને પીપળા પર મારી પુણ્યની પોટલી છે તે લઈ આવે.' તરત એક કુશળ શકશાહી દોડ્યો. આર્ય ગુરુ ત્યાં એકત્ર થયેલી મેદનીને સંબોધી રહ્યા. ‘રાજદ્વારમાં મારા જેવા ત્યાગમાર્ગ અને ધર્મમાર્ગના સાધક ભિક્ષુકનો પ્રવેશ ન હોય. મારે તો અધર્મનો ઉચ્છેદ ને ધર્મની સ્થાપના કરવી હતી, એ મારું કામ પૂર્ણ થયું. મારે સંસારને બતાવવું હતું કે ધર્મ જય ને પાપે ક્ષય એ વાત ખોટી નથી ! અહીંના લોકોએ સત્ય કરતાં સ્વદેશને મહત્ત્વ આપ્યું, ખોટું મહત્ત્વ ખોટી રચના કરે. છે. દીકરાના અવગુણ સામે આંખમીંચામણાં કરી દીકરાની દેહ સામે જોયું. વસ્તુ ભાવમાં વર્તે છે. દેવ જેમ મનમાં રહે છે. સત્ય વગરનો આત્મા બિનજરૂરી, તો સત્ય વિનાનો સ્વદેશ નકામો. એ સ્વદેશમાં મેં સત્યની સ્થાપના કરી. મેં શું મેળવ્યું, મેં શું ખોયું એનાં જમા-ઉધાર આજે નહીં કરું. હું ક્ષત્રિય છું. સત્યે મને આજ્ઞા આપી. મારા ધર્મે મને કહ્યું કે તારું બળ સંઘરી રાખીશ નહિ. હું સમરાંગણે ઊતર્યો. સમરાંગણ પૂરું થયું. હવે અહીંની દાભની સળીને પણ અડ્યા વગર મારા માર્ગે ચાલ્યો જાઉં છું. મારે મન સત્યશીલના પાયા પર ઊભેલો ધર્મ પ્રથમ છે. બીજું બધું પછી. ચક્રવર્તીનું રાજ પણ ધર્મ પાસે કંઈ વિસાતમાં નથી. માણસ ચલ છે, ધર્મ અચલ છે, એટલું યાદ રાખશો તો તમારું, દેશનું, વિશ્વનું કલ્યાણ થશે.' આર્ય ગુરુ આટલું બોલી શાંત રહ્યા. એટલી વારમાં ઘોડેસવાર પોટલી લઈને આવી પહોંચ્યો. આગળ વધીને પોટલી હાથમાં લેતાં, હૃદયે ચાંપતાં ગુરુ બોલ્યા, ‘ભિખારીને આજ એની જાગીર પાછી મળી ગઈ ઝવેરીને પોતાનાં ખોવાયેલાં રત્નો પાછાં મળે, એમ મારાં રત્નો મને પાછાં મળે છે. આનંદ ! આનંદ!” એ પછી શકરાજ તરફ જોઈને એ બોલ્યા, ‘શકરાજ , હું વચનથી બંધાયેલો છું. ભારતનું રાજ તમને ભળાવું છું. સગી માથી પુત્રના કાન ન વીંધાય. હંમેશાં પારકી મા કાન વીંધે, એ માટે તમને અહીં તેડી લાવ્યો. આ ધરતીને તમારી માન્યા વિના રાજ કરશો તો ધરતી તમને સંઘરશે નહિ. ધરતીનાં છોરું થજો, ધર્મના સંગી થજો. મળેલી તકને શોભાવજો. જાઓ, સુખપૂર્વક રાજપાટ ભોગવો. ધર્મથી ચાલશો તો ગાદી અમર તપશે. અધર્મથી ચાલશો તો ઉખડી જતાં વાર નહીં લાગે. તમારી સગી નજરે તમે એ બધું જોયું છે. કુદરતનો કાનૂન કોઈની શરમ નહીં રાખે, ધર્મો જય, પાપે ક્ષય. હવે આ સાપ પોતાની કાંચળી ઉતારે છે.” આર્ય ગુરુએ સૈનિકની વેશભૂષા ઉતારી નાખી. એ ઉત્તરીય ઓઢીને ઊભા રહ્યા. પછી બંદીવાન રાજાને જોઈને બોલ્યા, ‘ગર્વિષ્ઠ રાજા ! તારા કર્મવૃક્ષને હજી તો ફૂલ જ આવ્યાં છે, એને ફળ રૌરવ નરકની વેદના તો બાકી છે. હજી પણ સમજજે અને આત્મકલ્યાણ કરનારું પ્રાયશ્ચિત્ત કરજે. તો તને છોડું છું, પણ તારા કર્મ તને નહિ છોડે. કર્મરાજાનો ન્યાય કોનીની દયા આમતો નથી.” થોડીવારે સરસ્વતીને ઉદ્દેશીને આચાર્યે કહ્યું, ‘બહેન ચાલ ! અપરાધી રાજાને પ્રાયશ્ચિત્ત કરવાનું કહેનાર આપણને પોતાને પણ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. વેર ને ધિક્કારની જ્વાળા પેટાવી અને ઇચ્છા-અનિચ્છાએ મારે વિષથી વિષને હણવું પડ્યું. મેલ મઢેલા દેશના પ્રજાસુવર્ણને જરા આંચ આપી શુદ્ધ કર્યું. એક યુદ્ધ પોતાની પાછળ ઘધણાં શાપ મૂકી જાય છે. પણ એટલું કહું છું કે પોતા કાજે કંઈ ખરઅયઉં નથી, ધર્મને કાજે સર્વ કંઈ વેક્યું છે. મરેલાં મડદાં જેવી પ્રજાને યમરાજ જેવો રાજા મળ્યો હતો. આજ એમાં પરદેશી તત્ત્વ ઉમેરીને મેં મારા જીવન-લોખંડની ખાખ સરજી છેપણ એમાંથી જ હવે નવસર્જનનાં ફૂલ ખીલશકે. આ જ મેં સતી, સાધુ ને ધર્મની સંસારમાં નવપ્રતિષ્ઠા કરી છે. તમ સહુનું કલ્યાણ વાંછું છું, હે પ્રભો ! મારાં પાપ માફ હે ! હવેથી અવેરનો મારો ધર્મ અવિચળ હો !' ભરી ઉજ્જૈનીમાંથી વિજયના ગગનભેદી પોકારો વચ્ચે, મણિમુક્તાના વરસાદ 472 | લોખંડી ખાખનાં ફૂલ ધર્મને શરણે 473 Page #248 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે , આર્ય કાલક અને આર્યા સરસ્વતી અકિંચન અને એકલાં બનીને ધર્મને શરણે ચાલી નીકળ્યા. સૈનિકો લોહી ટપકતાં દર્પણને બાંધીને ઊભી બજારે લઈ ચાલ્યા. આજ એનું કોઈ નહોતું. કાલે જે પ્રજા એના એક શબ્દ પર પ્રાણ ઓવારી જતી, એ જ પ્રજા આજે એના મુખ પર થુંકતી હતી. એકના પગ પર ફૂલ મૂકતી અને એકના મુખ પર ધૂળ ફેંકતી પ્રજાએ આર્યગુરુના પ્રસ્થાનને જોઈ મૂર્તિમંત ધર્મ સહેદ ચાલ્યો જતો હોય એમ અનુભવ્યું. દિશાઓમાંથી જાણે પડઘા ગાજતા હતા : ‘વાહ સાધુ, ધન્ય તારું ઉત્તરદાયિત્વ અને ધન્ય તાર ધર્મપ્રેમ !' ઉજ્જૈનીના સિંહાસન પર શકરાજાનો અભિષેક થતો હતો; પણ આવતા રાજા કરતાં જતા યોગીમાં સહુને વિશેષ રસ હતો. 66 કથા એવું કહે છે કે જગલમાં લઈ જઈને છોડી મૂકેલા રાજા દર્પણસેનને પોતાના ક્રૂર કર્મનો બદલો તરત મળ્યો. જંગલમાં વાઘે એક દહાડો એ માનવ-વ્યાધ્રને જીવતો ફાડી ખાધો, એના દેહને દેન પણ ન મળ્યું ! આર્યગુરુ કાલક સ્વધર્મનું પાલન કરતા ઘણે સ્થળે ફરતા રહ્યા. શ્રી કાલકસૂરિનું જીવન સંપૂર્ણ તપ, જ્ઞાનથી પરિપૂર્ણ છતાં નાનીમોટી ક્રાંતિઓથી ભર્યું વીત્યું. એમણે શક કુલના પ્રવાસ પછી બીજો પ્રવાસ સુવર્ણભૂમિ (જાવા) સુધીનો ખેડ્યો. જૈનોનું સર્વશ્રેષ્ઠ પર્વ પર્યુષણ પર્વ જે ભાદરવા સુદ પાંચમે ઉજવવામાં આવતું, ૨ રાજ માન્યતા પામે તે કારણસર ચોથે કર્યું. ને આ ફેરફાર સમસ્ત જૈન સંઘે સહર્ષ સ્વીકારી લીધો. તેઓએ કહ્યું કે : કારણ પડતાં ગીતાર્થ સાધુઓ એવું કાર્ય કરે છે કે જેમાં દોષ થોડો ને લાભ વધુ હોય, અને એ પ્રમાણે ઠરે છે.' આ દૃષ્ટિએ તેઓ ઠેઠ સુધી જૈનસંઘના માનનીય નેતાના પદ પર અવિચલ રહ્યા. કથાનકો કહે છે કે ઇંદ્રરાજે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને પ્રશ્ન કર્યો, ‘ભારતવર્ષમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કોણ મહાજ્ઞાની છે ?” શ્રી સીમંધર સ્વામીએ આચાર્ય કાલકનું નામ લીધું. ઇંદ્ર એમના જ્ઞાનની પરીક્ષા કરી. ઇંદ્રના પ્રશ્નોનું સુંદર રીતે સમાધાન કર્યું. ઇંદ્ર આખરે પ્રશંસા કરતાં કહ્યું, ‘આ સંસારમાં સ્થાવર અને જંગલ બે તીર્થો છથે. વિમલાચલ સ્થાવર તીર્થ છે, આપ જંગમ તીર્થ છો.” આ પ્રભાવક આચાર્યો પછી રાજકારણમાં રસ ન લીધો. પણ એમનું સૂત્ર “ધર્મે 474 | લોખંડી ખાખનાં ફૂલ Page #249 -------------------------------------------------------------------------- ________________ જય અને પાપે સય' ઘણું પ્રચલિત બન્યું, ને એનાં પરિણામો સહુએ નજરે જોયાં. શક રાજાઓ પ્રબળ બન્યા હતા. તેઓએ પંજાબમાં યવન રાજ્યનો નાશ ક્ય. વિજયથી તેઓ પણ આખરે ખૂબ છકી ગયા. આ વખતે ભારતવર્ષની રંગભૂમિ પર વિક્રમાદિત્ય આવ્યો. વિક્રમાદિત્યે ઉકેલી શકોનો સંહાર કર્યો. કેટલાક શકો ક્ષત્રિય બની ચૂક્યા હતા, ને અહીંના ક્ષત્રિયોમાં ભળી ગયા હતા. સૂરિજીએ ક્રાંતિના પણ સાક્ષી બની રહ્યા. એમના બે ભાણેજોએ પણ આમાં ઠીક ઠીક ભાગ લીધો. આ યુગમાં ધર્મ, નીતિ, શીલ અને સાહિત્ય ખૂબ વિકાસ પામ્યાં. કેટલાકનું જીવન જ કાંતિકારનું હોય છે, જીવનભર એને ઝઝૂમવાનું જ રહે છે. એકવાર આર્ય ગુરુને પોતાના પ્રમાદી ને અવિનયી શિષ્યોનો ત્યાગ કરવો પજ્યો. ત્યાગ કરીને તેઓ છેક સુવર્ણભૂમિ (આસામ)માં ચાલ્યા ગયા. જૈનોના પર્યુષણ પર્વની તિથિ એ આ મહાન સૂરિરાજના પરમ પ્રભાવની યાદગીરી છે. પર્યુષણ પર્વનો સાંવત્સરિક દિવસ ભાદરવા સુદ પાંચમે આવતો. રાજમાં પણ એ દિવસે એક ઉત્સવ થતો. રાજાએ કહ્યું કે તિથિ બદલાય તો બંને પર્વનો પ્રજા લાભ લઈ શકે ! પ્રભાવક આચાર્યે પાંચમની ચોથ કરી, અને તમામ સંઘે એને શિરસાવદ્ય કરી! આ મહાન આત્મા જીવનભર સત્યના આગ્રહી રહી, ભારે કીર્તિ સાથે દેવલોક પામ્યા ! ધર્મના એ ધૂમકેતુને વંદન. 476 | લોખંડી ખાખનાં ફૂલ મહાગુરુનો આશ્રમ D 477