________________
‘તો હું એ મેદાનની પરિચારિકા બનીશ.' સરસ્વતી બોલી.
‘તું સ્ત્રી છે.’ કાલકે કહ્યું.
‘તું પુરુષ છે.’ સરસ્વતીએ કહ્યું.
‘નિરર્થક વાદમાં કલ્યાણ નથી.'
સરસ્વતીએ પણ એ જ શબ્દો પાછા આપ્યા અને આગળ ઉમેર્યું : ‘મારું એક જીવનવ્રત છે.'
‘શું જીવનવ્રત છે ?’ કાલકે પૂછયું.
‘જો કાલક અવિવાહિત રહેવાનો છે, તો સરસ્વતીના સંસારમાં લગ્ન નથી. બ્રહ્મચારિણી સરસ્વતીનું સર્વસ્વ એનો બંધુ કાલક છે.’ સરસ્વતીએ એક એક શબ્દ ભારપૂર્વક ઉચ્ચાર્યો.
‘તું સાધ્વી બનીશ, સરસ્વતી ?'
‘તું સાધુ બનીશ, કાલક ?' સરસ્વતીએ જાણે ભાઈનાં ચાંદુડિયાં ચાવ્યાં. ‘સરસ્વતી ! આપણે બાળક નથી. બાળકબુદ્ધિ છોડી દે. પિતાજી તને...' ‘પિતાજી તને.... કાલક ! આપણે બાળક નથી. બાળકબુદ્ધિ છાંડી દે !' સરસ્વતીને જાણે જવાબ શોધવાની જરૂર જ ન હતી.
છેવટે કાલકે તોફાની સરસ્વતીને આગળ સમજાવવાનું મૂકી દીધું.
સરસ્વતી બોલી : ‘ભાઈ ! મારી અને તારી સ્થિતિ સમાન છે. વયમાં બેચાર વર્ષનો ફેર હશે. તું રાજનો ત્યાગ કરીને ચાલ્યો જાય અને હું રાજમહેલમાં રહું, એ બને ખરું ?'
“એમાં કંઈ નવાઈ નથી, સરસ્વતી !' પિતાજી સરસ્વતીને સમજાવી રહ્યા : ‘પતિ પાછળ પત્ની જરૂર જાય છે, પણ ભાઈ પાછળ કોઈ બહેન જતી નથી અને આજનો સંસાર તો વિચિત્ર છે. પુરુષ જ્યાં સલામત છે, ત્યાં સ્ત્રીની સલામતીની કોઈ ખાતરી નથી અને રૂપવતી સ્ત્રીઓ માટે તો એકાકી ફરવું જરાય હિતાવહ નથી.’
‘પિતાજી ! તેજાબ કેવો ભયંકર હોય છે ? પણ એ મીણને ઓગાળી શકતો નથી. સિંહને હાથી જેવા પણ જ્યારે સંતાપ પહોંચાડી શકતા નથી, ત્યારે શેળા જેવું જાનવર અને તોબા પોકારાવે છે. સાપ સહુને સતાવે, પણ નાની સરખી કીડી અને સતાવે છે. માતંગથી જગ આખું બીવે, અને એ માતંગરાજને એક મચ્છરિયો ગાંડોતૂર બનાવે. સ્ત્રીનું શીલ મજબૂત હોય, તો સંસારના આતતાયીમાત્ર એના ચરણ ચૂમે. આજની ભીરુ સ્ત્રીઓમાં સલામતી અને સંરક્ષણની ભાવના જાગે, એ માટે પણ મારે જવું રહ્યું.’
164 E લોખંડી ખાખનાં ફૂલ
પિતાજીએ જોયું કે દીકરો પોલાદ જેવો હતો, તો દીકરી ગજવેલની બનેલી હતી. બહેન ! કાલક નિઃસંગી, નીરાગી બનવા માગે છે, પણ તારો સંગ અને તારો રાગ અમને એના વિયોગમાં ટકાવી રાખશે, એવી આશા હતી. એ આશા પણ આજે વ્યર્થ થાય છે. જેવું ભાવિનું નિર્માણ ! સંયોગનો આનંદ સકલ સંસાર માણે છે, વિયોગનો આનંદ માણવા અમે તૈયાર થઈએ છીએ ! સંસાર અમારે માટે પણ હવે મૃગજળની વાડી જેવો છે. પુત્ર-પુત્રીથી અમને પ્રબોધ મળ્યો. કેવું આશ્ચર્ય !'
પિતાએ અંતરભાવ પ્રકટ કર્યો અને બંને જણાએ કદમ ઉઠાવ્યાં. નગરજનોને એ વેળા ખાતરી થઈ કે આ કંઈ નાટક ભજવાતું નથી, આ તો સાચી ઘટના સર્જાઈ રહી છે.
શ્રી કાલકે ધર્મસૂત્રોનો ઉચ્ચાર કર્યો :
ધમ્મો મંગલમુક્કિ, અહિંસા સંજમો તવો,
દેવાવિ તં નર્મસંતિ. જસ ધર્મો સયા મણો.'
(ધર્મ એ જ પરમ મંગલ છે. ધર્મનાં ત્રણ રૂપ છે : અહિંસા, સંયમ અને તપ. આવો ત્રિવિધ ધર્મ જેના મનમાં વસ્યો છે, એને દેવ પણ નમે છે.)
“જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વãઈ.
જાવિ દિયા ન હયંતિ, તાવ ધમ્મ સમાયરે "
(જ્યાં સુધી બુઢાપો બેબાકળા બનાવતો નથી, જ્યાં સુધી રોગો બળવાન બનતા નથી. જ્યાં સુધી ઇંદ્રિયોની શક્તિઓ સલામત છે, ત્યાં સુધી ધર્મને આરાધી લેવો જોઈએ.)
“સવ્વ જીવા વિ ઇચ્છતિ, જીવિઉં ન મરિજ઼િઉં,
તમ્હા પાણિવહં ઘોર, નિગૂંથા વજ્જયંતિણું.”
(બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈ જીવ મરવા ઇચ્છતું નથી, માટે નિથ કોઈ જીવને ન મારે.)
તપેલી પૃથ્વી પર જલધારા પડે અને ધરતી અને હર્ષથી ઝીલે એમ આખી માનવમેદની આ શબ્દધારાને ઝીલી રહી. સરસ્વતી ભાઈના સૂરોમાં સૂર પુરાવતી હતી.
સૂરજ અને ચાંદાની જોડ સમાં ભાઈ-બહેન ધારાવાસ નગરની વીથિકાઓને પોતાના સૂરોથી ગુંજાવતાં ચાલી નીકળ્યાં.
માર્ગ સુગંધી જળ છંટાયેલાં હતાં, પણ એના કરતાં ભક્તિભર્યાં નરનારીઓનાં અશ્રુજળની સુવાસ અધિક હતી.
ત્યાગના પંથે C 165