________________
પલ્લામાં મુકનાર ક્ષત્રિયો છીએ. ‘પાણી મ જજો પાવળું, ભલે લોહી વહ્યાં જાય લખ.” એ આપણો મંત્ર સદા યાદ રાખજે ! પછી વિજય તારો જ છે.” પિતાએ ભક્તિ-ભાવભર્યા હૃદયે કહ્યું.
રાજકુમારમાંથી મુનિરાજ બનવા કાલકે આગળ ડગ ભર્યા. નગર આખું બહાર નીકળી આવ્યું હતું. અરે ! આશ્ચર્ય તો જુઓ ! જે ધન અને સુવર્ણ માટે જગત ધમાલ કરી રહ્યું છે, એ ધનને અને સુવર્ણને રસ્તાની ધૂળથી પણ હલકું લખીને એ ચાલી નીકળ્યો !
રાજસિંહાસનો માટે ઘોર યુદ્ધ ચાલ્યા કરે છે; ક્ષત્રિયોનાં કુળનાં કુળ અને પેઢીઓની પેઢીઓ એમાં ખલાસ થઈ જાય છે. એ સિંહાસનને કાલક થુવેરની વાડ સમજીને ચાલ્યો !
લોકો ભાવનામાં આવી ગયાં. લોકગણ તો જતાંના જાનૈયા જેવા અને વળતાંના વોળાવિયા જેવો છે : ઘડીમાં ખીલી ઊઠે, ઘડીમાં ખીજી ઊઠે.
પણ કાલકને હૈયે લોકપ્રશંસા છબતી નથી. કમળને જળ કયે દહાડે છળે છે? ધારાવાસના સરોવરમાં પ્રફુલ્લેલું એક કમળ, સરોવરનો કીચ છાંડી, આજે દેવચરણને સ્પર્શવા ચાલ્યું હતું.
નિત્યને શોધવાની એની સફર હતી. અમારીને આરાધવાના એના યત્ન હતા. અનંતનો તાગ લેવાની એની તમન્ના હતી.
સર્વ સ્નેહીજનોનું કલ્યાણ વાંછતો રાજ કુમાર કાલક રાજ દ્વાર પર આવ્યો.
વિદાયનાં ચોઘડિયાં દર્દભરી રીતે ગાજવા લાગ્યાં. સ્ત્રીઓએ પોતાના કંઠમાં વિદાયનાં રાગભર્યા ગીત શરૂ કર્યા
રત્નજડિત એક પાલખી આવીને ઊભી રહી.
કાલકે કહ્યું : “આજથી મારો તમામ બોજ મેં જાતે જ ઉપાડવાનો નિર્ણય કર્યો છે. પાલખી લઈ જાઓ ! પણ રે ! મારી ભગિની સરસ્વતી કાં ન દેખાય ?'
- દીવો ગમે તેટલો પ્રકાશે, પણ એના નીચે પડછાયો રહે જ રહે. આર્ય કાલકે સંસારના સ્નેહનો ઉચ્છેદ કર્યો, પણ બહેન સરસ્વતી તરફનો એનો સ્નેહ પડછાયો થઈને બેઠો હતો.
વત્સ ! સરસ્વતી સવારથી એના ખંડમાં ધ્યાનમાં બેઠી છે. સંસારમાં એનું મોટામાં મોટું પ્રીતિભોજન તું ! તારા જેવા ભાઈના વિયોગ સમયે એને કેવો વિષાદ થાય ? એ માટે અમે એને બોલાવી નથી.” | ‘સરસ્વતી તો શીલમૂર્તિ છે, જ્યારે જ્યારે હું મનમાં ધર્મ-સ્નેહની પ્રતિમા
162 | લોખંડી ખાખનાં ફૂલ
ઉપજાવવા માગું છું, ત્યારે ત્યારે સરસ્વતી જ ત્યાં આવીને ઊભી રહે છે, બોલાવો એને. એક વાર એને નીરખી લઉં.' કાલકે કહ્યું.
| ‘આવું છું, ભાઈ ! તારા માર્ગે જ આવું છું.” અંદરથી જાણે કોકિલાનો ટહુકો આવ્યો.
‘વત્સ ! રાજકુમારી સરસ્વતીનો જ આ અવાજ !' પિતાજીએ કહ્યું.
થોડી વારમાં રાજકુમારી આવી પહોંચી. પણ રે ! આ શું ? હરિયાળા વનમાં દાવાનળ જેવું આ દૃશ્ય શું સાચું છે ?
જે કેશકલાપ પાસે ભલભલા ભોગી ભૂલા પડતા હતા, એ કેશકલાપ જ ક્યાં છે ? તાજા મૂંડાયેલા મસ્તક પર સૂરજની કિરણોવલિ ઝગારા મારી રહી છે !
જે હાથીની શોભાને કંકણ, કટિની શોભાને સુવર્ણમેખલા અને પગની શોભાને નૂપુર દ્વિગુણ કે સહસગુણ કરતાં એ બધાં આજે અદૃશ્ય થયાં હતાં !
સ્વર્ગની ચંદા હિમખંડ જેવાં શ્વેત વસ્ત્રો ધારીને પૃથ્વી પર આવે એમ સરસ્વતીએ એક સફેદ જાડું ઉત્તરીય અને એક અધોવસ્ત્ર ધાર્યું હતું. વક્ષસ્થળ પર એક જાડો કર્કશ વસ્ત્રપટ બાંધ્યો હતો.
પણ રૂપ તો એવું છે, કે ગમે તે દશામાંય દીપી નીકળે. રાજ કુમારી સરસ્વતીના કોમલ કમનીય રૂપની કાલે જુદી છટા હતી, આજ વળી અનેરી છટા હતી.
લોક તો બે ઘડી વિસ્મયમાં પડી ગયું.
ઘડીભર સહુને લાગ્યું કે કોઈ નાટ્યશાળામાં બધાં બેઠાં છીએ અને કાલક અને સરસ્વતી નાટક ભજવી રહ્યાં છે. ! અભુત વેશ લીધા છે એમણે તો !
સરસ્વતી બોલી : “ભાઈ ! જે પંથે તું એ પંથે હું.” કાલકે કહ્યું, ‘બહેન ! સાધુધર્મ અતિ કઠિન છે, તું બહુ કોમલ છે.” સરસ્વતીએ કહ્યું : “ગમે તેવા કોમળ મીણને તેજાબ પ્રજાળી શકતો નથી.’
કાલકે કહ્યું : ‘કોઈ રાજને અજવાળે એવાં તારા રૂપગુણ સાધુધર્મના અરણ્યમાં શા કાજે બગાડે છે ? અમીજળને મભૂમિમાં શોષાવા કાં છાંટે ?'
સરસ્વતી બોલી : “મારો સત્ય-શુર ભાઈ લેવાનાં ને આપવાનાં ત્રાજવાં શા માટે જુદાં રાખે છે ? જે તારા માટે સાચું છે, એ મારા માટે એથીય વધુ સારું છે. ભાઈ કાલકના રૂપમાં અનેક પતંગિયાંને આકર્ષવાની તાકાત છે, તો પછી આજે એ દીપ અને એ પતંગની તું ઉપેક્ષા કાં કરે ?'
કાલકે કહ્યું : “બહેન ! મને ક્ષત્રિયને સાધુતાના સમરાંગણેથી હાક પડી છે. વામાચાર, અનાચાર, પાપાચારથી પૃથ્વીને છોડાવવા હું મેદાને પડ્યો છું.'
ત્યાગના પંથે 3 163