________________
આ ભુજપત્ર પર મારો સંદેશ છે. બસ, જાઉં છું. વિદાય !'
ક્યાં જાઓ છો ? મારે ઘણું પૂછવું છે.' કાલકે આર્ત સ્વરે કહ્યું. ‘સ્વાધ્યાય અને અનુભવ સર્વ શંકા દૂર કરશે. સવર* T૩ મંડાવી મારે તર| ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ' મુનિજનના દેહ પર તેજનું એક વર્તુળ પ્રસરી રહ્યું. થોડીવારમાં ત્યાં વીજળી જેવો પ્રકાશ રેલાઈ રહ્યો. કાલકનું મસ્તક નમી ગયું ! મુનિનો હંસલો દેહનું પિંજર છોડીને ઊડી ગયો હતો.
21
ત્યાગના પંથે
સંધ્યાકાળે સૂરજ અસ્તાચળ તરફ જાય, એમ રાજ કુમાર કાલકે રાજ ત્યાગ કર્યો. સર્વ શણગાર તજી દીધા. વસ્ત્રોની શોભા છાંડી દીધી. પગ ખુલ્લા કર્યા-ધરતી માતાને સ્પર્શવા માટે. માથું ખુલ્લું મૂક્યું - પવનલહરીઓ સાથે રમવા માટે. ધનનો સર્વથા ત્યાગ કર્યો. પોતાનું કહેવાય એવું કંઈ ન રાખ્યું. ભિક્ષાને જીવનનો મૂળમંત્ર બનાવ્યો.
માતા-પિતા, સ્નેહી-સ્વજન સર્વને તજી દીધાં. જીવનની સર્વ સ્નેહ અને &ષની સર્વ ગાંઠો છોડીને રાજ-કુમાર કાલક નિગ્રંથોના માર્ગે ચાલી નીકળ્યો.
સ્નેહ-સૌંદર્યભરી પદ્મિનીઓ એને આકર્ષિત ન કરી શકી, સુનયના જેવી સુંદરી એની પાસે હાર કબૂલ કરી ગઈ.
પિતાજીએ ન રુદન કર્યું, ન શોક દાખવ્યો. એમણે સ્વજનોને આટલું જ કહ્યું : ‘ગગનવિહારી ગરુડરાજને આપણા માળા ન ભાવે. જેના આપણને ભાવા, એના એને અભાવ છે. આટલી નાની વયે ધૂમ્રસેર જેવા જોબનનો, જોગ એણે ન રાખ્યો. અગ્નિકણ જેવા કામને એણે કામનો ન રાખ્યો. કપૂર જેવો રૂપને સ્વયં તપ-ત્યાગના તાપમાં પિગાળી મૂક્યું. હું પિતા છું, છતાં પુત્રના પગલાને અભિનંદું છું.’
પુત્રે પિતાને વંદન કર્યું, કહ્યું :
‘પિતાજી ! અંશ આપનો છું; આશીર્વાદ આપો કે ક્ષત્રિયનાં રજ –વીર્ય છે; તો જે પંથે સંચરું ત્યાં નિષ્ઠાવાન બનીને સંચરું. સત્યના જ જયમાં રાચું. હૃદયની દુર્બળતાનો દોષ કદી ન આચર્યું. જે પંથે સંચરું ત્યાં સત્યનો રાહગીર બનીને સંચરું, એવા આશીર્વાદ આપશો !”
‘વત્સ ! આપણે તો જીવ અને જગતને એક પલ્લામાં અને ટેકને બીજા
* સત્યની આજ્ઞાથી પરાક્રમ માટે સજ્જ થયેલો બુદ્ધિમાન સંસાર તરી જાય છે.
160 | લોખંડી ખાખનાં ફૂલ