________________
થઈ જાય. કલ્યાણદાસને કચડી નાખવો એ માંકડીને મારવા કરતાંય સહેલું કામ છે : પણ તો બહાર શું ખબર પડે ? એને જીવતો જવા દો અને એના પોતાના મુખે જ બધે જાહેર કરવા દો કે મણિ ચોરાઈ ગયો છે. લેનારનો પત્તો મળ્યો છે. ભલે બધા સર્પરાજો ફુલ્કાર કરતા ઊતરી પડે મેદાને ! અમે એમનાં ડોકાં મરડી નાખવા સજ્જ ખેડા છીએ !”
“મારો ધક્કો એને !' મહામંત્રીએ હુકમ કર્યો.
સૈનિકો કે જેઓની શક્તિઓનો સત્તાધીશોએ હંમેશાં દુરુપયોગ કર્યો છે, તેઓ જડ રીતે આગળ વધ્યા; અને એમણે કલ્યાણદાસને ગળેથી પકડ્યો !
પણ રંગ તારી જનેતાને, કલ્યાણદાસ ! એણે પડકાર કરી રાજાએ કહ્યું : ‘રાજન્ ! વિનાશકાળને નોતરતી વિપરીત બુદ્ધિ ન દાખવો ! જરા સમજો ! સમજો!”
‘રે ઉંદરડા !” દર્પણસેને કહ્યું : ‘તારા ઉંદરોના સમાજમાં ઝટ પહોંચી શકે, માટે મારો ઘોડો આપું છું. તારી ઉંદર સભાને ખબર આપ. જે મરદનો બચ્ચો બિલાડીની ડોકે ઘંટ બાંધવાની હામ રાખતો હોય એને અહીં મોકલ !!
28
હાડકાંનો માળો
કલ્યાણદાસ રાજમહેલના દ્વારેથી પાછો વળ્યો. રાજા દર્પણસેનના ગર્વિષ્ઠ શબ્દો એના કાનમાં ભયંકર પડઘો પાડી રહ્યા હતા : ‘બિલાડીની ડોકે ઘંટ બાંધવો કોણ જશે ?”
ખરેખર ! ઉજ્જૈનીના વિલાસી જીવનમાં આજ સત્યને ખાતર સર્વસ્વ અર્પણ કરવાનું શહૂર નહોતું રહ્યું, એક સુંદર સ્ત્રીના અપહરણની કોઈને પડી નહોતી. એક સાધ્વીની પવિત્રતાનું કેટલું મૂલ્ય હોઈ શકે એની કોઈને તમા નહોતી. દુઃશીલા સ્ત્રીઓ તરફ તેઓનો ચાહ વધુ હતો.
ધર્મવેત્તાઓએ, આચાર્યોએ આ સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે તેમના અંતરમાં રાજા પ્રત્યે પ્રકોપ તો જાગ્યો, પણ એ પ્રકોપ દૂધના ઊભરાની જેમ રાજાનો. કૃપાપ્રસાદ યાદ આવતાં તરત જ શમી ગયો. ઊલટું તેઓએ સમાધાન કર્યું કે આચાર્ય કાલકને આટલા ફટકાની જરૂર હતી. એ દરેક સ્થળે બહુ માથું મારતા હતા, દરેકના ધર્મમાં દખલ કરતા હતા, પોતાને સાચા. પોતાને ધર્મી લેખવતા હતા. આમ કરનારને કંઈક તો શિક્ષા થવી ઘટે. અરે ! અગમ્ય શાસ્ત્રપુરાણોની વાતોમાં એ જુવાનિયો શું સમજે ?
સમાજનીતિની રક્ષા કરનાર કેટલાક ધુરંધરો અવશ્ય ઉજ્જૈનીમાં હતા, એમને રાજ તરફથી પોષણ મળતું. તેઓએ જોયું કે આવી વાત માટે રાજાની સામે થવામાં એક દેડકા ખાતર સાપ સાથે વેર કરવા જેવું છે. દેડકું બચે કે ન બચે, એમાં પોતાને લાભ નહોતો : અને સાપને છંછેડવાથી નુકસાન તો અવશ્ય હતું જ, એટલે અંગત લાભાલાભની ગણતરીથી તેઓએ આંખ આડા કાન કર્યા. એ તો ચાલ્યા કરે ! રાજા કો નહિ દોષ, ભાઈ ! મગ ભેગા કોરડું પણ ક્યારેક દળાઈ જાય. એનું નામ જ દુનિયા !
212 | લોખંડી ખાખનાં ફૂલ