________________
આશ્રમોમાં બંને ફરી આવ્યાં છે, ઋષિ-મહર્ષિઓના આશ્રમોમાં વસી આવ્યાં છે, ને અનેક પ્રકારની વિદ્યાઓ હાંસલ કરી આવ્યાં છે.
આર્ય કાલક તો વિદ્યાઓમાં વરુણની અને તેજમાં ઇન્દ્રની સરસાઈ કરે છે. સરસ્વતીને તો નીરખીને કેટલાંય મા-બાપો દેવતાઓ પાસે માગે છે કે જો એક જ સંતાન મળવાનું હોય તો સરસ્વતી જેવી પુત્રી માગીએ છીએ.
કાલક શસ્ત્રાભ્યાસમાં કુશળ બન્યો છે, પડ્રદર્શનનો અને નાસ્તિક દર્શનોનો જાણકાર બન્યો છે.
શસ્ત્રવિદ્યામાં તો ભારે કુશળતા મેળવી છે. એમાંય એક રાજ કુંવર અને એક સેનાપતિ માટે અગત્યની વિઘાઓ એશ્વવિદ્યા અને ધનુર્વિદ્યામાં તો એનો જોટો જડે એમ નથી.
મંત્રશાસ્ત્ર એ વખતે અગત્યનું શાસ્ત્ર હતું. એક રાજા તરીકે એમાં નિષ્ણાત થવું પડતું, નહિ તો ઘણીવાર જીવનું જોખમ ખડું થઈ જતું. કાલકે એમાં પારંગત થવા નિશ્ચય કર્યો. એ ભારતના તંત્રમાર્ગના વિખ્યાત મહાગુરુ મહામઘનો માનીતો શિષ્ય બન્યો. કાલકકુમાર રાજ કુમારોમાં ઉજ્જૈનીના દર્પણકુમાર પછી મંત્ર-વેત્તાનું સ્થાન પામતો.
તંત્રવિદ્યામાં તો કહે છે કે એ ઘણો ઊંડો ઊતર્યો હતો. મહાગુરુ મહામઘના તાંત્રિક આશ્રમોમાં ઘણો કાળ ગાળીને રાજનગરમાં હમણાં જ પાછો ફર્યો હતો.
રાજ કુમાર કાલક અને રાજ કુમારી સરસ્વતીને આશ્રમ પદોમાંથી પાછા ફર્યો થોડા જ દિવસો વીત્યા હતા. જો કે સામાન્ય શિરસ્તો એવો હતો કે વિદ્યા સંપૂર્ણ કરી આશ્રમપદોમાંથી રાજપદોમાં આવતા રાજ કુમારના નગરપ્રવેશ વખતે મહોત્સવ થતો. એ વખતે આશ્રમપદના ગુરુ પણ સાથે આવતા. રાજા એમને મોંમાગ્યાં દાન અને દક્ષિણા આપી સન્માન કરતા. પણ રાજ કુમાર કાલકે નાનપણથી આડંબરના શોખ વગરનો ને નિરાભિમાની જુવાન હતો. એક દહાડો એકાએક ભાઈબહેન નગરમાં આવી ગયાં, ન કોઈએ જોયાં કે ન કોઈએ જાણ્યાં !
આવીને એકાદ સપ્તાહ સુધી તો રાજમહેલમાં ભરાઈ રહ્યાં, ન બહાર નીકળે કે ન ક્યાંય જોવા મળે !
એક દહાડો વહેલી સવારે બંને ભાઈબહેન સુંદર અશ્વ પર ચઢીને ખભે ધનુષ્યબાણ નાખીને બહાર નીકળ્યાં. આખી રાજવીથિકા વટાવી વનજંગલ તરફ ચાલ્યાં ગયાં. ક્ષત્રિયપુત્ર છે. ક્ષત્રિયપુત્રો મનને બહેલાવવા માટે વનમૃગયા રમવા તા. આ વખતે બંનેનાં પ્રજાએ દર્શન કર્યાં.
74 લોખંડી ખાખનાં ફૂલ
આર્ય કાલ કે અશ્વ ઉપર દેવપ્રતિમા જેવો દીપતો હતો. એના દેહ પર જાગતી મસ્ત યુવાની નવવધૂની જેમ અડધો ઘૂંઘટ ઉડાડતી, અડધો ઢાંકતી દેહ પર આવી ગઈ હતી. કોઈ પણ કુંવારિકા આવા સુંદર યુવાનની પતિ તરીકે પસંદગી કરે એવી વીરશ્રી એના દેહ પર દમકતી હતી.
નગરલોકોએ રાજ કુમારનો જયજયકાર કર્યો અને ભવિષ્યવાણી ભાખી કે હવે રાજકુમારના વિવાહ અને યુવરાજપદનો ઉત્સવ નજીકમાં જ હોવો જોઈએ. જોઈએ કઈ રાજકુમારીના ભાગ્યમાં આવો પ્રતાપી પતિ લખ્યો છે ! અને સરસ્વતી જેવું નિર્દોષ શતદલ પદ્મ તો વિલાસથી ભર્યા રજવાડાંઓમાં દુર્લભ છે. એ જે પતિને પામશે, એણે ખરેખર પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હશે.
રાજ કુમાર કાલક અને સરસ્વતી અશ્વ પર બેસી આખા વનપ્રદેશમાં ઘૂમી આવ્યાં, પણ એકેય વનપ્રાણીને આંગળી સરખી પણ અડાડી નહિ, ભાથામાંથી બાણ ખેચવાની વાત તો કેવી !
વનપ્રદેશના એક વટવૃક્ષ નીચે બંને જણાં બેસીને વિચારવા લાગ્યાં,
અરે પેલી ખીણવાળા મુનિ કહેતા હતા, કે સંસારમાં સર્વ જીવો જીવતરને ઇચ્છે છે, મૃત્યુને ઇચ્છતા નથી. રખેને તમે એમ માનતા કે તમે માણસ છો, માટે તમને ખાવુંપીવું પસંદ છે, રમવુંજમવું પસંદ છે, ને આ અબોલ જીવોને તો તેવું કંઈ પસંદ નથી !' કાલકે તત્ત્વચર્ચા કરવી શરૂ કરી.
‘મુનિની વાતો હૃદયસ્પર્શી છે. ભાઈ ! જોને આ કીડી ! અન્નનો દાણો કોણ જાણે ક્યાંથી લઈને આવી હશે, વજન ભારે છે, શક્તિ ઓછી છે, છતાં એ ખેંચીને લઈ જાય છે. શા માટે ? પોતાના સુખ માટે. એ વિચારે છે : વરસાદ આવશે, બહાર નીકળવું દુઃખૂકર્તા થશે, માટે અત્યારથી સંઘરો કરી લઉં, પછી બેઠાં બેઠાં સુખથી ખવાશે. એટલે એક નાની સરખી કીડીને પણ સુખ પ્રિય છે, દુ:ખ અપ્રિય છે : જીવન પ્રિય છે, મૃત્યુ અપ્રિય છે.'
સરસ્વતીએ પોતે સમજેલા તત્ત્વને પ્રગટ કર્યું. હવા સુંદર હતી. એકાંત પણ હતું. બંને નિર્ભય હતાં. તત્ત્વચર્ચા આગળ વધી :
| ‘બહેન, મને પહેલાં તો એ મુનિની વાત સમજમાં ન આવી. એણે કહ્યું કે કીડી અને હાથીનો આત્મા આત્માની રીતે સરખો છે. કેવી વિચિત્ર વાત ! ક્યાં કીડીનો આત્મા ને ક્યાં હાથીનો આત્મા ? પણ એક રાતે આંગણામાં પ્રકાશ રેલતો દીપક લઈને નોકર અંદરના ખંડમાં આવ્યો. પેલો દીવો ખંડને પ્રકાશિત કરી રહ્યો. ખંડમાંથી મારા નાના એવા શયનગૃહમાં એને મૂક્યો, તે શયનખંડની ચાર દીવાલ વચ્ચેની દુનિયાને એ પ્રકાશિત કરી રહ્યો. મને વિચાર થયો કે આ દીવો એ આત્મા,
નવી દુનિયામાં 75