________________
એને જેવું જેટલું ઠેકાણું મળે, એટલું એવું એ અજવાળું પાથરે. બાકી એ પોતે તો અનંત અવ્યાબાધ પ્રકાશરૂપ જ છે. એમ કીડીના નાના દેહમાં આત્મા આવી ભરાણો એટલે નાનો થયો, એ જ આત્મા હાથીના દેહમાં પ્રવેશ કરે એટલે મહાન થઈ જાય.’
રાજ કુમાર કાલક અને સરસ્વતી ખીણવાળા મુનિની વાતચર્ચામાં ડૂબી ગયાં.
‘પણ ભાઈ ! આ કીડી, આ કુંજર એમ આત્માને જુદા જુદા દેહમાં ભટકવું પડે, એનું પણ કંઈક કારણ હશે જ . સહુની ઇચ્છા તો હાથી થવાની જ હોય. કીડી થવું કોણ પસંદ કરે ?’ સરસ્વતીએ તત્ત્વચર્ચા આગળ ચલાવી.
‘કર્યો કર્મનું આ પરિણામ છે. સરસ્વતી ! એક માણસને સામાન્ય સ્વાર્થ ખાતર ખૂન કરતાં આંચકો લાગતો નથી, જ્યારે એક જણને કીડીને મારતાં પણ મન અચકાય છે. આ બે વચ્ચે કંઈ ફેર ખરો કે ? એનું શું કારણ ? એનાં કાર્યનું કંઈ પરિણામ ખરું કે ?'
‘રાજા સજા કરે તે પરિણામ.’ સરસ્વતીએ કહ્યું.
| ‘બધા અપરાધ રાજા પાસે જતા નથી, બધા અપરાધીઓને સંસારમાં સજા થતી નથી, બધે ઘણી વાર અપરાધી નિર્દોષ ઠરે છે, નિરપરાધી દંડાય છે. જગતની આ અવ્યવસ્થામાં કર્મ વ્યવસ્થા આણે છે : અને ખુદ રાજા જેનો ન્યાય નથી ચૂકવી શકતો, એનો ન્યાય કર્મરાજા ચૂકવે છે. મણને મણ, કણને કણ.”
દૂર દૂર હરણાં ચરી રહ્યાં હતાં. સાબર અને રોઝ ઝરણાંના કાંઠે ઊભાં રહી જળદર્પણમાં પોતાના સૌંદર્યની હરીફાઈ કરતાં હતાં. મેના અને પોપટ કોઈ ધનુષધારીને જોઈ આઘે આઘે ચાલ્યાં જતાં, પણ આજે તો એય ડરતાં નહોતાં ને આંબાડાળે બેસી પ્રેમબંસરી બજાવી રહ્યાં હતાં.
કહે છે કે પશુઓને શિકારી માણસનો શ્વાસ ગંધાય છે, શિકારી માણસની આંખમાં રહેલી રક્તલાલસા એ વાંચી શકે છે. કોઈ એમ કહે છે કે, વનપ્રદેશની લીલોતરી પર શિકારી પગ મૂકે કે તરત ખંડ સુકાવા લાગે છે. વનેચરો એ સુકાયેલાં પદચિહ્નો પરથી પોતાના કાળને પરખી લે છે !
આકાશ શાંત હતું. પવન શીતલ હતો. પૃથ્વી મૃદુ હતી. જળ અમૃત જેવાં પેય હતાં.
એક વાર ચારે તરફની કુદરત જોતાં સરસ્વતીએ કહ્યું :
‘ભાઈ ! મને તો આ પતંગિયાં, મધમાખ અને ફૂલોનો સંસાર ગમે છે. રૂપાળાં પતંગિયાં ઊડતાં ઊડતાં આવે છે. ફૂલોએ પોતાના હૈયાના મધુભંડાર ખુલ્લા મૂક્યા
છે. પતંગિયું ફૂલની પાંખડીને પણ ઈજા ન પહોંચે એવી રીતે મધુ ચૂસે છે ને ઊડી જાય છે. ન પતંગિયાનું પેટ અધૂરું રહે છે, ન ફૂલને કશી હાનિ થાય છે. સંસાર એમ ચાલતો હોય તો કેટલો સુંદર લાગે.’
‘સરસ્વતી ! હજી તેં અધૂરું દૃષ્ટાંત આપ્યું. આમાં તો એવું થયું કે ફૂલ આપનાર થયું, પતંગિયું લેનાર થયું. એમ નથી. માત્ર પેટની આ વેઠ નથી. એ પતંગિયાં અને મધમાખો ફૂલોમાંથી એ મધુ લઈ જાય છે એનો મધપૂડો રચે છે. પોતે તો પેટવડિયા મજૂરી જેટલું જ એમાંથી ગ્રહણ કરે છે, બાકી દુનિયાને ભેટ આપવા મધપૂડો તૈયાર કરે છે. સહુએ આ જગત પર કંઈક સારું, કંઈક પારકા માટે મૂકી જવાનું હોય છે.”
શાબાશ ભાઈ ! એટલે તારો કહેવાનો અર્થ એ છે કે માણસ ફૂલ પાસેથી મધુ લે, પણ એ પોતાને માટે વાપરીને તૃપ્ત ન થાય. જગતને માટે સુંદર એવા મધપૂડાની એણે ભેટ આપતા જવું જોઈએ.'
ધન્ય રે સરસ્વતી ! હું એ જ કહેવા માગતો હતો. લોકો કહે છે કે સંસારમાં સ્વાર્થનું આધિપત્ય છે, સ્વાર્થ માટે સહુ જીવે છે. હું કહું છું કે પરમાર્થ પર જ આખો સંસાર ચાલે છે, પેલું આંબાવાડિયું જોયું ? એમાં કેટલા બા છે ?”
‘એમાં ઘણા આંબા છે. કેટલાક વૃદ્ધ છે. કેટલાક જુવાન છે, કેટલાક નાના બાળક જેવા છે.” સરસ્વતી બોલી,
આંબા કેટલા વર્ષે પાકે ?” ‘ઘણાં વર્ષે ઓછામાં ઓછાં પંદર વર્ષે.'
‘તો આ વૃદ્ધ માળી, જે ખૂબ મહેનતથી નાના આંબાને ઉછેરે છે, એ એનાં ફળ ચાખવા જીવશે ખરો ?' કાલકે પૂછ્યું.
ના.'
‘તો જેનું ફળ પોતાને મળવાનું નથી, એવી નિષ્ફળ મહેનત કરનારને આપણે મુર્ખ ન કહીએ ?'
‘ના ભાઈ ! એ જાણે છે, કે મારા બાપદાદાનાં વાવેલાં આમ્રતનો મને લાભ મળ્યો, તો મારે મારા આગામી સંતાનો માટે આમ્રફળ વાવવાં જોઈએ.’
‘શાબાશ. એક ભરે બીજો ચરે, બીજે ભરે ત્રીજો ચરે ! એક દીવાથી બીજો ઝગે, બીજાથી ત્રીજો, એમ.’
‘આનો અર્થ એ કે પોતે વાવેલાં તરુનાં ફળ પારકાએ ખાવાનાં ને પારકાએ વાવેલાં તરુના ફળ પોતે આરોગવાનાં '
76 લોખંડી ખાખનાં ફૂલ
નવી દુનિયામાં 1 77