SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ‘તો તમારો સંઘ સંઘ નથી, એ કેવળ હાડકાંનો માળો છે.” આર્ય કાલકના મુખમાંથી જ્વાળામુખી ભભૂકી ઊઠ્યો : ‘ધિક્ છે તમારી ધાર્મિકતાને ? શું આટલા વર્ષના ધર્મપાલને તમને કાયાની રક્ષા અને ધર્મનો સગવડિયો ઉપયોગ જ શીખવ્યો ? કર્તવ્યને ખાતર દેહને ડૂલ કરવો એ જ મોટામાં મોટી ધાર્મિકતા છે, એ તમે શું વીસરી ગયા ? સવજ્ઞ Tig fa Per મારે તરછું ! સત્યની આજ્ઞાથી સમરાંગણે ચઢેલો બુદ્ધિમાન મૃત્યુને તરી જાય છે, એ સૂત્ર તમે વીસરી ગયા ?” ‘મહારાજ ! અમે અહિંસા ધર્મના પૂજારી છીએ. અમારાથી મારામારી કેમ થાય ?” એક સભાજને કહ્યું. “ઓહ ! શું તમારું પતન ! કેવી છેતરપિંડી ! સિંહને સન્માનવા જેવી ને ઘેટાને રહેંસાવા દેવા જેવી તમારી અહિંસા ! શાસ્ત્રનો પણ તમે સગવડિયો ઉપયોગ આદર્યો છે. નિર્બળોની અહિંસામાં હિંસા કરતાં વધુ પાપ છે. તમે તમારા આત્માને હણી બેઠા છો.’ ‘મહારાજ ! શાંતિ ધારણ કરો. કર્મના ઉદયની વાત તો આપ રોજ ઉપદેશો છો. જે થવાનું હોય તે થાય જ . સરસ્વતી સાધ્વીનું આમ અપહરણ થવાનું જો એમના ભાગ્યમાં જ લખ્યું હોય તો કોણ મિથ્યા કરી શકે ?* એક સભાજને ઠંડે કલેજે માર્ગે માર્ગે એ જ વાતો થતી હતી, ગલી ગલીમાં એ જ વાતનો ગુંજારવ ચાલુ હતો. સૂર્ય જેમ આકાશના પટલને પસાર કરતો સ્વસ્થાને પહોંચે તેમ આર્ય કાલક પોતાના ઉપાશ્રયે પહોંચી ગયા. | ઉપાશ્રયમાં ખુબ ભીડ જામી હતી. આર્ય કાલકે ક્યાં ગયા એ વિશે અનેક ગપગોળા ચાલતા હતા. કોઈ ગંભીરતાથી વાત કરતા હતા, કોઈ વિવેચકની જેમ ચર્ચા કરતા હતા, કોઈ કુતુહલથી વાત કરતા હતા : પણ શું કરવું તે કોઈને સૂઝતું નહોતું. - આર્ય કાલકે જેવો દ્વારમાં પ્રવેશ કર્યો કે માનવીઓનો ગણગણાટ શમી ગયો. બધા સામે હાથ જોડીને બેસી ગયા. ‘તમે આ બહાદુર હંસને જોયો ?' “જી હા, ખરો મર્દ !' સભા બોલી. ‘તમે બધા વર્તમાન સાંભળ્યા ?” હા જી !' ‘એ તમારા ધર્મ પર પ્રહાર છે, એમ તમે માનો છો ?' કેટલાકોએ હા કહી; કેટલાક મૌન રહ્યા. એક સ્ત્રીની અને તેમાંય એક સાધ્વી સ્ત્રીની રક્ષાનો આ પ્રશ્ન છે, એ સમજ્યા?” ‘હા જી !' ધર્મસત્તા પર રાજસત્તાની આ તરાપ છે. તમે આ વિશે કંઈ વિચાર કર્યો ?” આર્ય કાલકે આગળ પ્રશ્ન કર્યો, “ના જી.’ સભાના મોવડીએ જવાબ આપ્યો. કેમ ?” અમને હજી સમજ પડી નથી, કે સરસ્વતી સ્વેચ્છાએ ગયાં કે પરેચ્છાએ !! સભાના મોવડીએ કહ્યું. ઓ હીનભાગી હીનવીર્ય લોકો ! શું તમને સરસ્વતી વિશે શંકા છે ? એક પવિત્ર સાધ્વીના ચારિત્ર્ય માટે આશંકા છે ?' આર્ય કાલક ગરમ થઈ ગયા. હંસ વ્યાકુળ થઈને બોલ્યો. ‘આ બધા પારકાને હીણા કરી, મોટાઈ મેળવનાર નરપશુઓ છે. પોતાની કમજોરી છુપાવવા પારકાને કલંકિત કરતાં ન અરમાનારા આ તો કોક પક્ષીઓ છે ! શું પારેવી જેવી સાધ્વીના તડફડાટ તમે નહોતા જોયા ?” સ્ત્રીચરિત્ર દુર્બોધ છે.' એક જણાએ ધીરેથી કહ્યું : પણ આર્ય કાલકના ઘોર પડકારમાં એનો સ્વર ડૂબી ગયો. 202 | લોખંડી ખાખનાં ફૂલ કહ્યું. ‘સાચી વાત. લેખમાં મેખ કોણ મારી શકે ? અને જો નસીબમાં હેરાનગતિ ભોગવવી લખી હશે તો એને કોણ મિથ્યા કરી શકશે ?” બીજા સભાજને ટેકો આપ્યો. ‘રે મૂર્ખજનો ! નસીબની વાતને તમે શું હાથ-પગ જોડીને બેસી રહેવાની વાત સમજ્યા છો ?” ‘હાજી.’ એક ઉતાવળો સભાજન બોલ્યો. ‘તમને ઉપાડીને કોઈ કૂવામાં ઝીંકી દે, તો તમે શું કરો ? કર્મને યાદ કરો કે હાથ-પગને હલાવો ?” ‘એ વાત જુદી છે.” સભાજને શરમાતા શરમાતાં કહ્યું : “આ તો એક સાધુસાધ્વીનો પ્રશ્ન છે.’ “અરે ! એ પ્રશ્ન જ મોટો છો. જે ધર્મ પોતાના અનુયાયીઓની રક્ષા ન કરી શકે, એના નૈતિક-ધાર્મિક જીવનને સંરક્ષી ન શકે એ મુડદાલ ધર્મથી શું વળ્યું ? રે અભાગી જીવો ! આપણા ધર્માવતારોને યાદ કરો. જો ઘરમાં માથે હાથ મૂકી, નસીબના ભરોસે બેસી રહે કલ્યાણ થઈ જતું હોત તો એ બધા ભીષણ અરણ્યો, અનાર્ય લોકો ને રાની પશુઓ વચ્ચે જઈને ન વસત, દુ:ખો સહ્યાં તે સહન ન કરત.” હી હે ઈત્ત ! | 203
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy