________________
અવન્તીની કોઈ રસિકા સાથે મોજ માણતો હોય : તો પછી સાધ્વી બહેન શા માટે રસિક નરથી વંચિત રહે ?”
‘શાન્ત પાપમ્ ! શાન્તે પાપમ્ !' આર્ય કાલક એક વાર મગજ પરનો ગુમાવેલો કાબૂ પુનઃસ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા. એ કેટલાંક ધર્મસૂત્રો સંભારી રહ્યા. ‘પણ આ ઘટના કેવી રીતે બની ?' જાતને સંભાળી રહેતાં આર્ય કાલકે આગળ પ્રશ્ન કર્યો. ‘એ શી રીતે બની ? શા કારણે બની ?’
ધ્રૂજતો ઘાયલ હંસ એક કેળના થડને અવલંબીને ઊભો રહ્યો. અલકા દોડીને ઉત્તેજક દવા લાવી અને હંસને પિવરાવી. એનામાં કંઈક ચેતનનો સંચાર થયો.
હંસ બોલ્યો : ‘દર્શનશાસ્ત્રનો કે ન્યાયસૂત્રનો હું અભ્યાસી નથી, કે એના કાર્ય કારણભાવને કહી શકું. છતાં જે કાને સાંભળ્યું અને આંખે જોયું તે કહી દઉં.
‘છેલ્લા કેટલાક દિવસોથી મહારાજ દર્પણર્સન શિકારે જતા ત્યારે સાધ્વીઓના ઉપાશ્રય પાસેથી નીકળતા. ‘તપ એ જ જેનું ધન છે, એવી આર્યાઓ કુશળ છે ને ?' એમ ત્યાં આવીને પ્રશ્ન કરતા. સાધ્વી સરસ્વતી આ રાજાને પૂર્વપરિચિતજન હોવાને કારણે કુશળક્ષેમ જણાવતાં.' હંસ થોભ્યો.
‘સાધ્વી સરસ્વતી સ્નેહાળ છે, સજ્જનતાનો અવતાર છે. એ રાજા દર્પણસેનને ઉદાર અને સાધુ-સાધ્વીઓ ત૨ફ આદરભાવવાળો નીરખી ઉત્સાહી બન્યાં હશે. પવિત્રતાને પાપની ભાળ ક્યાંથી હોય ?’ આર્ય કાલકે કહ્યું.
હંસે કહ્યું : ‘સાચી વાત છે. એ કેટલીક વાર રાજા દર્પણસેન સાથે જૂની વાતો પણ ઉખેળતાં. રાજા દર્પણર્સન પોતાના સરદારો સામે જોઈને વારંવાર પ્રશ્ન કરતા : ‘ફૂલ સુંદર શા માટે થતાં હશે ?”
સરદારો કહેતા : ‘સૂંઘવા માટે.'
‘બરાબર વાત છે તમારી !' રાજા કહેતા અને ઉમેરતા : “જો ફૂલ સૂંઘવામાં પાપ હોય તો ફૂલ સુંદર શા માટે થતાં હશે ?'
‘આમ વાતો કરતા, અને બધા હસતા હસતા ચાલ્યા જતા. આજ સવારે એકાએક રાજસેવકો આવ્યા. એમણે સાધ્વીજીને બહાર બોલાવ્યાં ને એમને ઉપાડીને ચાલતા થયા—જાણે કોઈ નિર્દોષ પ્રાણીનું અપહરણ કરીને જતા હોય એમ !' હંસ વાત કરતાં થોભ્યો.
‘જલદી વાત પૂરી કર.' આર્ય કાલકે ત્રાડ પાડી. એમના ચહેરા પરથી સાધુત્વની સમતા ભૂંસાતી જતી હતી. ક્ષત્રિયનો વૈરધર્મ પ્રગટ થતો હતો.
‘મહારાજ, પછીની વાત ટૂંકી છે. આતતાયી બનીને આવેલા સેવકોને તેમના કર્તવ્યમાંથી વારવા મેં ઘણું કહ્યું, પણ કોણ માને ?'
200 E લોખંડી ખાખનાં ફૂલ
‘અરે ! જે તલવારને લાયક હોય એને ફુલહાર અર્પણ કરવાથી શું વળે ?’ કાલકે કહ્યું. સાધુનો રંગ ધોવાઈ ગયો હતો. શુદ્ધ ક્ષત્રિય બનીને એ ઊભા રહ્યા.
એટલી વારમાં આજુબાજુ લોકોની ભારે ભીડ થઈ ગઈ હતી. મેં તેઓને હાકલ કરી. તેઓ સાવ શાન્ત રહ્યા, સૈનિકોનાં શસ્ત્રો તેમના પર શેહ પાડી ગયાં. અરે ! એ જનાર્દન વિનાની જનતા પાસેથી આશા કેવી ? હાં, પછી શું કર્યું તેં ?’ કાલકે પૂછયું.
‘પછી મેં મારો ધર્મ પાળ્યો. હું સામે થયો. હું જાણતો હતો કે મારાથી વિશેષ કંઈ નહિ થઈ શકે, પણ તેથી અન્યાય મૂંગે મોઢે કેમ સહન કરી લેવાય ? મેં સામનો કર્યો. એક વાર તો સરસ્વતી બહેનને મુક્ત કરાવી લીધાં, પણ આતતાયીઓ ઘણા હતા. તેઓએ મારા પર હલ્લો કર્યો.'
‘કીટી પર કુંજર ચલાવ્યો, કાં ?’ આર્ય કાલકે કહ્યું.
‘હા, મને મારી મારીને બેશુદ્ધ કરી નાખ્યો, ને એ બધા સરસ્વતી બહેનને ઉપાડી વહેતા થઈ ગયા. હું શુદ્ધિમાં આવ્યો અને અહીં દોડતો આવ્યો. આ મારો વૃત્તાંત છે !'
‘શાબાશ, હંસ ! તેં તારો ધર્મ પાળ્યો. તારું જીવન તેં દીપાવ્યું. તારું કલ્યાણ થાઓ ! અલકાદેવી ! હવે વિદાય લઉં છું. ન જાણે કાલે શું થશે ? ન જાણે આવતી કાલના આભમાં કેવા લેખ લખાશે ?'
‘શાંતિ રાખજો ! ધૈર્ય રાખજો ! મહારાજ દર્પણસેન સાથે બાકરી બાંધતાં વિચાર કરજો. હું જાણું છું કે પચીશ સિંહનું બળ એના એકલામાં છે. મંત્રવિદ્યાના એ ધારક છે, માત્ર અવાજથી એ હજારોના સંહાર કરી શકે છે.'
અલકા ! કાલક સંસારમાં અધર્મ સિવાય કોઈથી ડરતાં શીખ્યો નથી !'
‘સાચી વાત છે. જેણે સૌંદર્યને જીત્યું અને સિંહને જીતતાં વાર લાગતી નથી.’ અલકા આર્ય કાલકની સળગતી જ્વાલા સમી બનેલી ભવ્ય દેહપ્રતિમાને મંદી રહી.
‘રે નારી ! આ નિર્ભાગી જીવોને મુક્તિ આપજે.' આર્ય કાલકે જરા આજ્ઞા
કરી,
‘વારુ ! જેવી આપની ઇચ્છા !'
‘સુખી થા, અલકે ! જમીનના જીવને પાણીમાં મગરમચ્છ સાથે લડવાનું છે.’ આર્ય કાલકે કહ્યું.
મગરમચ્છ અને તે પણ અસામાન્ય ! આવો બળવાન રાજા અત્યારે ભારતભરમાં બીજો નથી !' અલકા બોલી.
અને આર્ય કાલક એ સાંભળ્યું ન સાંભળ્યું કરીને હંસને લઈને બહાર નીકળ્યા. હી હન્ત હન ! – 201