________________
26
હા હક્ત હન્ત !.
અવન્તીસુંદરી અલકાના પથિકગૃહોમાં બંદીવાન બનેલા રસિયા જીવોનો પોકાર સાંભળીને આર્ય કાલક રોકાઈ ગયા. એમણે એ મોહી જીવો તરફ મમતાની દૃષ્ટિ કરી, અને વિચાર્યું :
‘રે ! સંસારમાં કેટલાક લોકો એવા હોય છે કે અસારને સાર માની લે છે. રૂપ, સત્તા ને ધન - એ ત્રણે વસ્તુ જીવનની સહાયકે વસ્તુઓ છે, જ્યારે આવા મોહી જનો જીવનને એ ત્રણેનું સહાયક માની બેસે છે : જીવન જાય તો ભલે ચાલ્યું જાય, એ ત્રણે રહેવાં જોઈએ.
| ‘સત્તા માટે સંગ્રામ થાય, તો માનવી એને જીવનધર્મ લેખે છે. ધન માટે સંગ્રામ થાય, તો દુનિયાના કોઈ ડાહ્યાઓ એનો તિરસ્કાર કરતા નથી. રૂપની લજ્જાભરી લડાઈઓને વખોડનારા કરતાં વખાણનારા જ વધુ મળ્યા છે. રેશમના કીડાની જેમ જગત પોતે પોતાની કેદમાં પડ્યું છે !'
આર્ય કાલકે એક કરુણાભરી નજર બધા બંદીવાનો તરફ ફેરવી અને બોલ્યા : ‘અલકા ! તારા આત્માની સુંદરતા સિદ્ધ કર. આ બધાને મુક્ત કર !'
આ નાલાયક માણસોને મુક્ત કરાવશો તો સંસારમાં વધુ નાલાયકી પ્રસારશે. આ બધા રૂપની પાછળ પડેલા હડકાયા શ્વાનો છે !” અલકા બોલી.
- “ઓહ ! અમારા રાજ્યમાં તું હોત તો ?...' પથિકગૃહોમાં પુરાયેલા એક રાજ કુમારે કહ્યું.
‘એ તો સારું છે કે હું અવન્તીના રાજ્યમાં છું. રાજા દર્પણસેનની પ્રજા છું, નહિ તો તમે બધાએ મને કાચી ને કાચી કરડી ખાધી હોત !' અલકાએ કહ્યું, ને એ ઉપેક્ષાભર્યું હસી.
‘દર્પણસેન વળી કયો ડાહી માનો દીકરો છે ! સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે
બેઠાં જેવો ઘાટ છે એનો !” એક કેદી રાજ કુમારે તિરસ્કારથી કહ્યું.
‘આર્ય કાલક !! બહારથી એક અવાજ આવ્યો. અવાજમાં આંચકા હતા.
આર્ય કાલકને એ અવાજ પરખતાં વાર ન લાગી. એ અવાજ પોતાના ભક્ત હંસનો હતો.
“કોણ હંસ ? શું છે ?” આર્ય કાલકે હંસ ભણી જોતાં પૂછયું.
‘આર્ય ! $ $ક્ત $ન, નૂતન નઝ ૩Mદર -- સુકોમળ પોયણીને મસ્ત હાથી હરી ગયો.’ હંસે પ્રવેશ કરતાં કહ્યું.
એના દેહ પરથી લોહીના રેલા વહેતા હતા, અને મૂઢ મારનાં કાળાં ચકામાં ઠેર ઠેર દેખાતાં હતાં.
‘કોને, તને મારા ભક્તજનને હણ્યો ?? આર્યે કહ્યું.
‘હું હણાયો નથી. હણાઈ છે રાજસરોવરની પોયણી ! સાધ્વી સરસ્વતી !' હંસ મહામહેનતે ઊભા રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું.
‘સરસ્વતી ! સરસ્વતીને શું થયું ?” વિરાગી બનેલા આર્ય કાલકના અંતરમાં ભગિની પ્રત્યેનો મમતાનો ફુવારો છૂટ્યો, ‘એની સામે શું કોઈએ આંગળી ઊંચી કરી?”
‘પ્રભુ ! સરસ્વતીનું અપહરણ થયું છે !” હંસ બોલ્યો. એ હજી હાંફતો હતો, મારની વેદનાથી કરાંજતો હતો.
‘યમની દાઢમાં કોણે હાથ નાખ્યો ?” આર્ય કાલકે ગર્જના કરી. પળવારમાં એમની સમતા ચાલી ગઈ; મમતા જાગી ગઈ.
મહારાજ દર્પણસને સરસ્વતીનું હરણ કર્યું છે.’ હંસે વાતનો ફોડ પાડ્યો.
ઓહ ! આ તો વાડે ચીભડાં ગળ્યાં ! આખરે સાધુ બની બેઠેલી બિલાડીએ પોત પ્રગટ કર્યું. એણે એક રાજકુમારીનું હરણ કર્યું અને એમ કરીને એણે સમસ્ત ક્ષત્રિય જાતને પડકાર આપ્યો. એણે એક સાધ્વીનું હરણ કર્યું, અને એમ કરીને એણે સાધુના તપસ્તેજને હાકલ કરી !' આર્ય કાલકના દેહમાં ધીરે ધીરે પરિવર્તન થઈ રહ્યું હતું. મુખમુદ્રા પર નિરભ્ર આકાશમાં વાદળ ઘેરાય, મેઘ ગર્જવા લાગે અને વીજળી ચમકવા લાગે એમ લાગ્યું.
અલકા જોઈ રહી : સાધુની કવિત્વભરી આંખોમાંથી લાલ અંગારા ઝગ્યા હતા. સંગેમરમરની મનોહર પ્રતિમાસમો દેહ તામ્રવર્ણો અને ઊંચો થતો જતો હતો.
‘આ કેમ બન્યું એ મને કહે, જેથી જલદી ઉપાય થઈ શકે.’ આર્ય કાલકે કહ્યું. ‘એ તો હું નથી જાણતો, પણ રાજસેવકો કહેતા હતા કે સાધુ બનેલ ભાઈ જો
ગર્યો
હા હત્ત હન્ત ! 199)