________________
વધુ વૃક્ષનો છે. જગત ક્યારે સુધરશે ?'
| ‘રે મુનિ ! હું સુધરીશ. હું અલકા, ઉજ્જૈનીની સુપ્રસિદ્ધ વારાંગના, તમને તાબે કરવાની મેં પ્રતિજ્ઞા કરેલી; વિશ્વામિત્ર મેનકાનો ઇતિહાસ ફરી રચવા પ્રયત્ન કરેલો, પણ હું હારી. આજ હું તમારા તાબે થાઉં છું.’
‘રે નારી ! તું ધર્મને તાબે થા. પછી હું તારા તાબામાં જ છું !”
‘રહી જાઓ. પળવાર ! ઓ પ્રકાશના અવતાર !' પથિકગૃહોમાં બંદીવાન બનેલા યુવાનોએ ફરી ચિત્કાર કર્યો.
મુનિ કાલકનાં વચનોમાં શબ્દવેધી બાણાનો ટેકાર હતો.
નારી ! કુદરતે તને બધું જ આપ્યું, પણ કેવળ એક આત્મા જ ન આપ્યો ! ફૂલ તો રંગરંગનાં એકઠાં કરી આપ્યાં, પણ એને ગળાનો હાર બનાવનાર નીતિસૂત્ર જ ન આપ્યું. લે, જાઉ છું, સુંદરી ! જાગી શકે તો જાગજે, ઓળખી શકે તો ઓળખજે.'
કોને ઓળખું, મુનિ ?'
‘તને, તારી જાતને, તારા આત્મદેવને ! જેમ પેલા વિદ્યાના વિવાદને મેં તિરસ્કાર્યો, એમ તારા આ સૌન્દર્ય વ્યાપારને પણ હું તિરસ્કારું છું.’
સુંદરી મૌન બની ગઈ.
સાધુએ પાછા ડગ ભર્યા : ત્યાં અવાજ આવ્યો, ‘ઓ પુણ્યના પેગંબર ! અમારો ઉદ્ધાર કરતા જજો !'
‘રે, આ કોણ બોલે છે ? બાઈ ! આ દુ:ખી અવાજ કોનો ?
‘એ મારા કેદીઓ છે.' સુંદરી બોલી; એ બધા સુવર્ણહીન બની ગયેલા જુવાનો છે. એમાં શ્રેષ્ઠીપુત્રો પણ છે, અને રાજપુત્રો પણ છે. નિશ્ચિત સમય કરતાં અહીં વધુ રહ્યા, અને સુવર્ણ પૂરું પાડી ન શક્યા. એટલું સુવર્ણ ન આપે ત્યાં સુધી એમની મુક્તિ અશક્ય છે.'
આહ ! સુંદરી તું પણ આવી નિર્દય ?' મુનિનું કલેજું ચિરાઈ ગયું. ‘નારી, કંઈક તો ઉદારતા રાખ.”
‘આ કૂતરાઓ સાથે ઉદારતા કેવી ? એમને આજ અહીંથી છોડીશ, તો બીજે જઈને કોઈકને કરડશે. એ સુધરવાના નથી. પેલા પથિકગૃહમાં એક રાજપુત્ર છે. મારી પાસે સામાન્ય પ્રજાજન બનીને આવ્યો. પાછળથી ખબર પડી એ રાજપુત્ર છે. સુવર્ણની ચોરી માટે એણે મને ઠગી.’
માફ કર, સુંદરી ! ઓહ ! સંસારનાં ચંદનવૃક્ષોને ઝેરી સાપોએ ભરડો લીધો છે. સુંદરી ! સૌંદર્યને તપથી, મનને સંયમથી અને ધનને ઉદારતાથી નવાજ ! તારો ઉદ્ધાર થશે.”
| ‘યોગી ! તારી વાણી અર્જુનના ગાંડીવ સમી છે. ભલભલા વીર નરથી જેનું હૃદય ભેદાયું નહિ, એનું હૃદય આજે તારી આ વાણીથી ભેદાયું. તો હવે જો તું આવ્યો જ છે તો, મારી ગુનેગારી પણ સાંભળતો જા !'
શું સાંભળું નારી ! એકની ગુનેગારીમાં જગત આખાની ગુનેગારી સમાયેલી છે. વૃક્ષનું કોઈ એક પાંદડું પીળું પડી જાય, એમાં જેટલો પાંદડાનો દોષ છે, એનાથી
196 D લોખંડી ખાખનાં ફૂલ
અલકા મેનકા બની 197