________________
‘નિર્ણય એક જ પ્રેમરાગભરી એક નારીને મુજ સંગેથી સ્વમાનભરી વિદાય..
‘તું ક્ષત્રિય નથી, કાલક !'
‘હું સાચો ક્ષત્રિય છું, વાસનાવેલનું પતંગિયું નથી. તારું તીર જીવલેણ છે, છતાં એ તીરથી પણ ન વીંધાય તેવો એક ક્ષત્રિય કુમાર મોજૂદ છે, એટલું તું જગતને કહેજે : તારી પાસે એટલું જ માગું છું, નારી !'
‘એટલે તું મને તિરસ્કારીને તારાં શીલ-સદાચારનો ઝંડો ફરકાવવા માગે છે?’ ‘ના, આ વાતને જગજાહેર કરી મારા સૌંદર્યઘેલા ક્ષત્રિયબંધુઓને જણાવવા માગું છું કે ત્યાગ એ ભોગ કરતાં ઉત્તમ છે.’
‘તો શું, તું મારો સ્વીકાર નહીં કરે ?' સુનયનાએ ઉત્તરીય દૂર ફગાવી આગળ કદમ ભર્યાં.
‘શા માટે નહિ ? મારે માટે તું બીજી સરસ્વતી જ છે. જેવી એ તેવી જ તું '' કાલકે શાંતિથી કહ્યું.
‘મારે સરસ્વતી નથી થવું. કાલક ! ભલે મને તું તજી દે, પણ તારા સ્પર્શની લાલસા હું તજી શકીશ નહિ. મને માત્ર એક આલિંગન જ દે, આજ રાતની મારી પ્યાસ બુઝાવ.”
જનનીભાવ કે ભગનીભાવ જગાડ, નારી ! તો કાલક તારા ચરણને ચૂમશે. મારા માટે તારું આલિંગન લોઢાની તપાવેલી પૂતળીના આલિંગન કરતાંય વધુ દુઃખદ છે, ઓ સૌંદર્યઘેલી નારી !'
‘મારા દેહના સૌંદર્યનું તું આ રીતે અપમાન કરે છે, કાલક !' સુનયના બોલી. ‘તારા આત્માનું અભિમાન હું જગાડું છું. સુંદર દાબડામાં સુંદર મોતી જ શોભે !'
‘મને ફોસલાવ નહિ, તારા દિલમાં મારા કરતાં કોઈ વધુ સુંદર સ્ત્રી બેઠી હશે.' ‘પત્નીરૂપે આ સંસારમાં મારે કોઈ સ્ત્રી સ્વીકાર્ય નથી. ક્ષત્રિયો દિગ્વિજયી બને
છે; હું કામવિજયી બનવા માગું છું. જગત જે માર્ગે લપસીને ઊંધે માથે પડે છે, ત્યાં હું સંયમની પાળ બાંધવા માગું છું.
t
‘ઓ પથ્થરના દેવ ! તું પલળીશ નહિ ? હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી.’
અને આટલું બોલતાં સુનયનાએ બારી વાટે સરિતામાં ઝંપલાવ્યું.
‘અરે ! આ શું ? આ શો ગજબ કર્યો, ઘેલી નારી ?' અને પાછળ રાજકુમાર
142 D લોખંડી ખાખનાં ફૂલ
કાલકે ઝંપલાવ્યું.
ચંદ્રની ધવલ કૌમુદીમાં બે રૂપભર્યાં દેવ-દેવી સરિતામાં જાણે જલક્રીડા કરવા આવ્યાં.
સ્ત્રી આગળ ને આગળ સરતી હતી. પુરુષ એને પકડવા પાછળ ને પાછળ ધસતો હતો.
સ્ત્રી મંદ મંદ ગાતી હતી, ‘નહિ જીવું કેસરિયા લાલ કાંટો ઝેરી છે !'
લોખંડી પુરુષ – 143