________________
મઘાએ એનો જવાબ હસતાં આંસુથી વાળ્યો.
એક તરફ આત્મપ્રિય મહાત્માનો વિયોગ અને બીજી તરફ રાજાને બચાવવાનું કર્તવ્ય - એ બેમાં મઘાએ રાજાને બચાવવાના કર્તવ્યને પ્રથમ પસંદ કર્યું
ઘેરાયેલા અંધકારમાં આશાના તારલિયા ચમકી રહે, એમ મઘાને એક વાતની પૂરી શાંતિ હતી. મહાત્મા જે માટે અહીં આવ્યા હતા, પોતે જે માટે એમને અહીં લાવી હતી, એ કાર્ય કંઈક પૂરું થતું હતું.
48
બૈરૂતનું ભૂત !
આખમાં આંસુ સાથે મઘા મીનનગર તજીને જતા શકરાજને અને મહાત્માને નીરખી રહી. પંચાણુ શાહીઓ અને એમના સેવકો પણ આજે વતન તજી રહ્યા હતા. પાછળ શક ધનુર્ધરોનો કાફલો હતો, જે દેશપરદેશમાં ફરીને પોતાનું પરાક્રમ દેખાડવા ઇચ્છતા હતા.
જાદુગર સાદડી ફેલાવે અને સંકેલી લે એમ બધા બનાવો વીજળીની ઝડપથી બની ગયા, મહા હર્ષની પાછળ મહા શોક હોય છે, એ મહાત્માના વાક્યને મઘા. વારંવાર યાદ કરી રહી. એ માનતી હતી કે, એનું આ સુંદર સ્વપ્ન કદી પૂરું નહિ થાય, પણ કેવું અણધાર્યું એ તૂટી પડ્યું !
ઓહ ! થોડાક દિવસો, થોડાક મહિના, પણ કેટલા આનંદમાં વીત્યા ! આજે જાણે એમ લાગે છે કે, મહાત્મા ગઈ કાલે જ અહીં આવ્યા, વાત કરી ન કરી, બેઠાઊડ્યા પણ પૂરું નહીં ને આજે જાણે ચાલી નીકળ્યા !
શું શું સંભારું ? શું શું વિસારું ?
મઘાની આંખમાંથી અશ્રુધારા વહી રહી, ‘એક વાર તો એમ થાય છે કે દોડીને મહાત્માનો માર્ગ રોકી લઉં ! પણ, ના, ના, પ્રિયને કાજ પ્રાણનો ઉત્સર્ગ કરતાં ય અચકાવું ન જોઈએ ! આજ પ્રિયનું પ્રિય થઈ રહ્યું છે ! ન રોકાય !' મઘા મનમાં ને મનમાં રડી રહીં : “માર્ગ તમારો સુખદ હો.’
મહાત્મા નકલંક, શકરાજ અને પોતાના સ્નેહીઓ અને સ્વજનોની આખરી વિદાયની વસમી ઘડીનો પ્રસંગ મઘાથી ભૂલ્યો ભુલાતો ન હતો.
પોતે આખી રાત બહાવરાની જેમ પોતાના ઘેરથી રાજમહેલ અને રાજમહેલેથી પોતાના ઘેરે આંટા મારતી રહી.
358 લોખંડી ખાખનાં ફૂલ