________________
મહાત્માને માટે પ્રવાસની તૈયારીઓ કરી દીધી. સુંદર અશ્વ શોધીને લઈ આવી, સુંદર સાજ એના પર ગોઠવ્યો. એના પર કીમતી ખડિયો નાખ્યો. એક તરફના ખાનામાં ખોરાકી ને બીજા ખાનામાં પોશાકી મૂકી.
શકરાજનો એહ્યું પણ તૈયાર થઈ ગયો હતો.
ધનુર્ધરો પણ પોતાના અશ્વો તૈયાર કરી આવી ગયા હતા. એમને નવીન દેશ ખેડવાના, નવાં પરાક્રમ કરવાનાં અરમાન હતાં. આ પહેલાં પણ પોતાના અનેક શકમિત્રો ભારત ગયા હતા, પણ જે ગયા તે ગયા ફરી પાછા આવ્યા નહોતા.
એ દેશમાં તેઓ એક અજબ રાહગીર સાથે સંચરતા હતા.
ભારતમાં રહેલા શકમિત્રોએ પોતાના સંગઠનથી ભારતની ભૂમિ પર રાજ ખેડાં કર્યાં હતાં. નવા ધર્મને સ્વીકાર્યા હતા. પોતાની પ્રતિભાથી ને સંગઠનશક્તિથી ભારતનાં રાજ્યોને ધ્રુજાવતા હતા. શકસુંદરીઓએ પણ પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું. દરેક દરબારમાં આવી સુંદરીઓનું સ્થાન રહેતું હતું. દરેક ભારતીય રાજા શકસુંદરીના સહવાસને અભિમાનનો વિષય લેખતો; અને પોતાના આ પગલાને ચંદ્રગુપ્ત મૌર્યના ગ્રીકસુંદરી હેલનને પોતાની પાસે રાખવાના પગલા સાથે સરખાવવામાં ગૌરવ માનતો. - આ કૂચમાંથી સુંદરીઓને બાકાત રાખવામાં આવી હતી, કારણ કે આ કૂચ એક રીતે વિજય પ્રસ્થાન કરતાં વધુ દેશનિકાલ જેવી હતી. પાછળ શહેનશાહનો ભય હતો. બૈરૂતની જેમ પોતાના જ માણસો શહેનશાહની નોકરીમાં સરી જઈ, પોતાને દગો કરે તેવો સંભવ હતો. એટલે ચુનંદા માણસોની આ કૂચ હતી. કૂચની આગેવાની મહાત્મા નકલંકની હતી.
મધરાતનો પહોર પૂરો થયો એટલે શીરીન નદીના જળમાં છબછબિયાં બોલ્યાં. અશ્વો એક પછી એક પસાર થવા લાગ્યા.
વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. શ્વાસની ધમણ પણ જાણે થંભી ગઈ હતી.
શકરાજનો અશ્વ જ્યારે નદીમાં ઊતર્યો ત્યારે એમનું હૈયું ઘણું ભારે થઈ ગયું. એમનાથી સહસા પોતાના નગર તરફ જોવાઈ ગયું. એમન દૃષ્ટિ નગરના ઊંચા મિનારા ને બુરજો પર જડાઈ ગઈ. થોડીવાર ઘોડાનું મુખ ફેરવીને એ નગર તરફ નીરખી રહ્યા, ને બોલ્યા, ‘મહાત્માજી, વતનત્યાગ કરતાં શહેનશાહની કટારી સુખદ લાગે છે. હું પાછો ફરી જાઉં ? હું આ માટી, આ વૃક્ષ, આ નગર નહિ છોડી શકું. બુલબુલની કબર ગુલશનમાં જ શોભે.’
શકરાજ ના આ શબ્દો સાંભળી મહાત્માએ પોતાનો અ% થંભાવી દીધો. એમણે કહ્યું,
360 | લોખંડી ખાખનાં ફૂલ
‘રાજન્ ! કર્તવ્ય સિંહનું ને મન શિયાળનું. આ કેમ ચાલશે ? આગળ ધર્યો પગ પાછળ કેમ ધરાશે ?”
કોઈ કાર્યની સિદ્ધિ અર્થે સ્વદેશ છોડ્યો હોત તો મનમાં અરમાન રહેત. આ તો જીવ બચાવવા ભીરુ બનીને હું મારી ભોમકા તજું . હીરાકટારી તો અમારું હીરા છે.’ શકરાજ ભારે અવાજે બોલ્યા.
‘તમને વિધાતાએ જિંદગી બક્ષી તે ધૂળમાં મેળવવા માટે નથી. જરા શ્રદ્ધા રાખો, રાજનું !' મહાત્માએ પોતાના અશ્વને શકરાજના અશ્વની સમીપ ખેંચ્યો, બંને અશ્વ એકબીજાને મોં અડકાડી નેહ કરી રહ્યા.
મહાત્માએ એ દૃશ્ય તરફ શકરાજનું લક્ષ ખેંચતાં કહ્યું, ‘શકરાજ ! હું તમારો મિત્ર ખરો કે નહીં ?”
| ‘કેવળ મિત્ર જ નહિ, વડીલ અને ગુરુ પણ ખરા. તમારા ઉપદેશોએ, તમારી ધનુર્વિદ્યાએ, તમારા ભદ્ર મંત્રોએ અમને અમારા સેવક પણ બનાવી દીધા છે.’ શકરાજે કહ્યું.
‘મિત્રને ખાતર માભોમ તજો કે નહીં ?' ‘અવશ્ય. | ‘તો શહેનશાહની કટારીથી જીવ બચાવવા ખાતર નહિ, પણ મારી ખાતર તમે દેશ તજો છો, એમ માનજો. હું કોઈ મરજીવાઓને ખોજવા નીકળેલો પ્રવાસી આત્મા છું.” મહાત્માએ બધી સ્પષ્ટતા કરી દીધી. | ‘તમારે ખાતાર તો કહો તે છોડવા તૈયાર છું. પણ તમે તો એકે હજારાં જેવા છો. મારી જરૂર તમને કેવી ?' શકરાજે ખુલાસો માગ્યો.
‘ગમે તેવી હોશિયાર મા દીકરાના કાન વીંધી શકતી નથી, એ માટે તો બીજો જણ જોઈએ છે. ગમે તેવે કસબી પોતાની આંખનું કશું પોતે કાઢી શકતો નથી. મારી નિર્દોષ સાધ્વી બહેનને એક રાજાએ કેદ કરી છે.'
‘તમારી બહેનને કેદ કરી છે, એક ભારતીય રાજાએ ?*
‘હા, એ રાજા વિજ્ઞાનીના જેવી શક્તિવાળો, મંત્રવાળો, વિદ્યાબળવાળો અને સત્તાવાળો છે. બધા એની ખુશામત જ કર્યા કરે છે. પ્રજા, મંત્રી કે અન્ય કોઈ એની સામે ચુંકારો કરવાની હિંમત કરતા નથી. કોઈ ભારતીય રાજા સાધ્વી સ્ત્રીને સ્પર્શવાની પણ ઇચ્છા ન કરે, અને તે પણ મારી બહેનને? એ કુરાજાએ કુકૃત્ય કર્યું. છે. એની સત્તા એવી પ્રબળ છે કે ભલભલા એની સામે ચૂંકારો કરી શકતા નથી. એ ધર્મ-કર્મનું ભાન ભૂલ્યો છે. આ ભાનભૂલ્યા રાજાની સાન મારે ઠેકાણે લાવવી છે. એટલા માટે જ મેં મારો દેશ તત્ત્વો છે.” મહાત્માએ ભાવવાહી વાણીમાં કહ્યું.
બૈરૂતનું ભૂત | 361