________________
‘હું મરવા તૈયાર છું - જો તું આ રાજવૈભવ સ્વીકારે તો ! હું તારી બદલાયેલી મનોદશા જોવા જીવતો નહિ હોઉં, પણ અંતરીક્ષમાંથી તારી વિટંબણાઓ પર જરૂર હાસ્ય વેરીશ. યાદ રાખ ! સાધુ થવું સહેલું છે, રાજા થવું મુશ્કેલ છે.' દર્પણસેન બોલ્યો.
ના, ના. હું તને નહિ હણું. હું વિરાગી છું. સિહાસન તો મારે માટે સર્વાસન છે ! મારા તારણહારનો સંદેશ છે; મનુષ્યના વિવેક અને વૈરાગ્યની સાચી પરીક્ષા પ્રાપ્ત-ભોગ અને લાધેલી તક તરફ આકર્ષણ ન થાય તેમાં છે. અને વળી શકરાજને મેં વચન આપ્યું છે.’ આર્ય કાલક બોલ્યા.
વચન ? આવા ડરપોક લોકોને વચન ? કૂર લોકોને વચન ! અરે કાલક, તું ન હોત તો આ લોકોને તો ઘડીના છઠ્ઠા ભાગમાં હતા ન હતા બનાવી દેત. એમને દેશ પહોંચવું પણ કઠિન થઈ પડત. રાવણને ત્યાં વિભીષણે ન હોત તો લંકા ન રોળાત.” દર્પણસેને કહ્યું.
જે થાય તે ખરું, વસુંધરા તો સદા વીરભોગ્યા છે, ને ધર્મ વગર કોઈ રાજ કદી ટક્યું નથી. સંસાર સત્-અસત્નો શંભુમેળો છે. અસનું જોર વધુ હોય છે, અને એ દાબી દે છે; પણ વાદળમાં છુપાયેલ ચંદ્રની જેમ આખરે સત્ પ્રકાશે છે. મેં આ સધર્મ અદા ન કર્યો હોત તો બીજા કોઈને કરવો પડત. બહુરત્ના વસુંધરા છે. આજ મેં એક અધર્મનો નાશ કર્યો.' | ‘અને નવા અધર્મની આજે સ્થાપના કરી.' રાજા દર્પણસને ઉપહાસ કરતાં
પણ હવે જાણે આર્ય ગુરુનું અંતર થાકવા લાગ્યું હતું. વર્ષો પુરાણા પુરુષાતન અને શૂરાતનના બંધ હવે શિથિલ પડતા હતા.
આર્યગુરુ ભગિની સરસ્વતીની સામે એકીટશે જોઈ રહ્યા, જાણે પોતાની સંકલ્પસિદ્ધિને હૈયામાં ઉતારતા ન હોય,
“બહેન ! જ્ઞાનીને શાનમદ લાધે. કર્યાનો પસ્તાવો નથી. મહામલિન વસ્ત્ર પછાડવા વગર ધોકાવ્યા વિના શુદ્ધ ન થાય. પણ હવે ચાલો. અહં વિસારી અહંને શોધીએ.”
સંકલ્પસિદ્ધિની આ પળ આર્ય કાલકના અંતરમાં કંઈ કંઈ ઊર્મિઓ જન્માવી ગઈ, પણ આવા સિંહપુરુષની એ ઊર્મિઓને ભલા કોણ ઉકેલી શકે! જનતા તો આર્ય કાલકના સંકલ્પની આ અદ્ભુત સિદ્ધિને અને સતી સાધ્વી સરસ્વતીના સમતાભાવને અભિવંદી રહી.
ખરેખર, ચંદનકાષ્ઠ તો એને કાપનારી કુહાડીને પણ સુગંધી બનાવે છે, કાપનારને પણ સુગંધ આપે છે ને એને ઘસનાર પથરાને કે બાળનાર માણસને પણ સૌરભ જ આપે છે.
સુગંધ જ એનો સ્વધર્મ છે. એવાનો મન - દેહ એ બાહ્ય આવરણ અને આત્મા એ આંતરિક ધન છે !
‘એ ગમે તેમ, પણ આજે ખાતરી થઈ કે અધર્મ ક્યારેય લાંબું જીવતો નથી. ભવિષ્યમાં આ સંસારમાં જ્યારે પણ અધર્મ પોતાનું માથું ઊંચકશે ત્યારે કોઈ હતાશ આત્મા મારી કથાને યાદ કરશે, ને નિરાશ થયા વગર અધર્મનો સામનો કરશે ને અધર્મન ઉખેડી નાખશે. એક સનાતન સત્ય છે કે ધર્મો જય, પાપે ક્ષય.’ આર્યગુરુ બોલ્યા ને થોડી વાર વિચારતા રહીને કહ્યું, “મુક્ત કરો આ પાપના પુંજ સમા રાજાને, એનાં પાપની સજા ભોગવવા. વનજંગલમાં લઈ જઈને છૂટો મૂકી દો.’
થોભો, એને જરા ખંડિત કરો, છેવટે નાકની અણી પણ ખંડિત કરો, જેથી એ નાકકટ્ટો ફરી રાજપદ માટે પ્રયત્ન ન કરે.' શકરાજે વચ્ચે કહ્યું ને એમણે પકડાયેલા દર્પણસેનના નાક પર ઝડપથી તલવારનો લિસોટો કરી નાખ્યો.
‘હાં હા, શકરાજ ! માણસ પોતાના દુર્ગુણથી જેટલો કદરૂપો લાગે છે, એટલો તલવારના ઘાથી નથી લાગતો. અને શત્રિયને માટે તો દેહ ઉપરનો ક્ષત(ઘા) એની શોભા બની જાય છે !' આર્ય ગુરુ, શકરાજને વારતાં બોલ્યા.
466 D લોખંડી નાખનાં ફૂલ
* આ તો જિંદગી છે કે કોઈ તોફાન છે, મૃત્યુના હાથે જ અમે જીવી ગયાં
સંકલ્પની સિદ્ધિ 467