________________
65
ધર્મને શરણે
ઇષ્ટની પ્રાપ્તિ થઈ ચૂકી અને વીરત્વની ઉષ્ણા ઓસરી ગઈ. આર્યગુરુ અંતર્મુખ બનીને કંઈ કંઈ વિચારતા ઊભા. એમને થયું : સંકલ્પની સિદ્ધિ તો થઈ: પણ એને માટે કેટકેટલું મૂલ ચૂકવવું પડ્યું ! જોગ તજ્યો અને શસ્ત્રો સજ્યાં ! દેશ ત્યજ્યો અને યુદ્ધ આદર્યું ! ક્યાં અહિંસા, સંયમ, તપનું વ્રત અને ક્યાં આ સંહાર ! હવે ગુરુનું મન આજ સુધીની દિશા તજી જુદી જ દિશામાં વિહ૨વા લાગ્યું.
એકાએક ગુરુને પોતાની સંકલ્પસિદ્ધિની જડીબુટ્ટી સમી મઘા સાંભરી આવી. એમણે પૂછ્યું,
‘બધા તો મળ્યા, પણ રે મઘા ક્યાં ? અત્યારની આનંદની ઘડીએ એ કાં નહિ? જાઓ, એને ઝટ શોધી લાવો !'
એ જ વખતે બે સૈનિકો એક લોહીનીગળતી સ્ત્રીના દેહને લઈને ત્યા આવતા દેખાયા. એ સ્ત્રીના લાંબા વાળ જમીન પર છૂટા ઘસડાતા હતા.
આર્ય ગુરુએ એ જોયું અને દોડવા,
‘ઓહ ! આ તો મઘા. કોણે વીંધી મથાને ? કોણ જખમ કર્યો મઘાને ? ઓહ! કોણે આ ફૂલને ઇજા પહોંચાડી ? યાદ રાખજો કે મારા ધર્મની એ પણ આજ્ઞા છે કે પરમચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે-બ્રહ્મ છે.'
ફરી આર્યગુરુના મન પર ક્રોધ સવાર થઈ ગયો, એમણે પાસે પડેલું ખડગ
ઉપાડ્યું.
‘ભાઈ ! આતતાયીને જોઈને ફરી આવેશમાં આવી જાઓ છો ! તમે હજી
એવા ને એવા ભાવનાઘેલા જ રહ્યા. સુગંધ વહાવવાનો ફૂલનો ધર્મ. એ ધર્મ એને દેવના મસ્તક પર આરૂઢ કરે. બસ, ફૂલના જીવનની આટલી જ સમર્થતા! મઘા તો સંસારની વાડીનું બેનમૂન ફૂલ છે. આવા ફૂલ ઈજા પામવા માટે જ, ઇજા પામીને સુગંધ વહાવવા માટે જ જન્મે છે !' સરસ્વતીએ મઘાને અંજલિ આપી અને દોડીને ખોળામાં લઈ લીધી.
‘કેવો ભવ્ય આત્મા ! ઓહ ! બાવળ વાવનારને પણ આમ્રફળ આપવાનો તો મારો સાધુનો ધર્મ. એ ધર્મ શું સ્ત્રીઓ અદા કરશે ?' ગુરુ મઘાની સ્થિતિ જોઈને ગદ્ગદિત થઈ ગયા.
‘આતતાયીઓ દેહ માગે છે, આત્માર્થીઓ આત્માની સંભાળ માર્ગ છે. દેહને જવા દો ને આત્માની જ પરવા કરો.' સરસ્વતી બોલી.
સરસ્વતીના ખોળામાં રહેલી મઘાએ મંદ સ્વરે કહ્યું, ‘સાચી વાત છે, ગુરુદેવ! આત્માનાં અમી આરોગવાનું તો આપે જ શીખવ્યું છે, પછી દેહની આળપંપાળ કેવી? આપની સેવામાં જીવતાં આનંદ, આપના ચરણમાં મરતાં પરમ આનંદ. પ્રણામ ગુરુદેવ ! પેલા મંત્રો ‘રાજાધિપાનાં શાંતિર્ભવતું રાજસન્નિવેશાનાં શાંતિર્ભવતું શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતું
—
શ્રી જનપદાનાં શાંતિર્ભવતું
શાંતિઃ શાંતિઃ શાંતિ
આ સેવિકાના અંતિમ ..........બસ જાઉં... છું..................ણા...મ!
ભવોભવ...'
અને મઘાએ મસ્તક નાખી દીધું !
* આ પ્રસંગને લઈને લખોલા ‘હંસમયૂર’ નામક હિંદી નાટકના કર્તા પં. વૃંદાવનલાલજી વર્મા પોતાની પ્રસ્તાવનામાં લખે છે, એ કાળમાં ય એ કાળ લગભગ, એ વિલક્ષણ નર્તકી, ગાયિકા અને અભિનેત્રીનું અસ્તિત્વ મળે છે. નર્મદા નદીના કાંઠા પરની ગુફાઓમાં એનું નામ ‘સતનું કા” કોતરેલું મળે છે. નર્મદાના ભેડાઘાચ (ભૃગુઘાટ) પર બે મોટી મૂર્તિઓ પડેલી છે. જે કોઈ શકકન્યાની છે. મેં સુતનુકા ને શકકન્યાનો સમન્વય ‘તન્વી માં કર્યો છે. શકકન્યા સાથે આર્યોના વિવાહ આ વખતે નવી ઘટના નહોતી. આ કથાથી અઢીસો વર્ષ પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યૂક્સ ગ્રીકની પુત્રી સાથે લગ્ન કર્યા હતા..
ધર્મને શરણે Z 469