________________
આખા નગરની હવામાં તોફાનના ભણકારા ભર્યા હતા. લોકો કહેતા હતા :
‘રે પ્રજાજનો ! હાથે કરીને પગ પર કુહાડો લેનાર આ સાધુને તો જુઓ ! ક્ષત્રિય છે, રૂપરૂપના અંબાર સમો રાજકુમાર છે. અરે, કોઈ સુંદર સ્ત્રીને પરણીને સંસાર માંડ્યો હોત તોયે સુખી થાત ! જુવાન બહેન-દીકરીને આમ ભટકતી ભિક્ષુણી બનાવવાના બદલે, કોઈ રાજા સાથે પરણાવી હોત તો તેજસ્વી પુત્રોની માતા થા!' આચાર્યે આ ગંદી વાણી સાંભળી, ને ક્ષમાસ્તોત્ર યાદ કરી, મનમાં સમભાવ ધારણ કર્યો.
સુંદર નગરમાં વહેતા વાણીનાં આ ગંદાં નાળાં પસાર કરતા આચાર્ય રાજપ્રસાદ
પહોંચવા ઝડપ કરી રહ્યા.
220 D લોખંડી ખાખનાં ફૂલ
29
પ્રતિજ્ઞા
અંધારા આભમાં સૂરજ ચડી આવે, એમ આચાર્ય કાલક રાજમહેલ તરફ જઈ રહ્યા હતા. સુર અને અસુરનો સંગ્રામ શરૂ થવાની તૈયારીઓ થઈ હતી. પ્રેમ અને હિંસા સામસામાં ખડાં થયાં હતાં.
આચાર્યના અંતરમાંથી જાણે અવાજ આવતો હતો : ‘કાલક ! તું ભલે સાધુ હો, પણ ક્ષત્રિય છે. રામ-રાવણનો આજ સામનો છે. કાયર થતો મા ! અંદરથી વળી બીજો અવાજ આવતો હતો : ‘તું નિગ્રંથોનો અનુયાયી છે. આતતાયીને પણ ક્ષમા ઘટે. જોજે કોપ કરી બેસતો.’
આચાર્ય રાજમહેલના દ્વાર પર આવીને ઊભા રહ્યા, પણ રાજમહેલનાં દ્વાર બંધ હતાં. આચાર્યે શંખ જેવા સ્વરે સાદ દીધો :
‘ઓ રાજન્ ! એક સાધુ તારા દ્વારે આશીર્વાદ આપવા અને તને ભવોભવની બદનામીમાંથી તારવા આવ્યો છે, દ્વાર ખોલ ! કમાડ ખોલ ! સાધુનું સ્વાગત કર !'
અવાજે પડઘો પાડ્યો. પણ દ્વાર એમ ને એમ રહ્યાં, ન હલ્યાં કે ન ચલ્યાં. આચાર્ય વધુ નજીક ગયા અને ફરી બોલ્યા :
‘ઓ, પ્રભુના પ્રભુ ! સંત અને સતીઓના પૂજારી, તને તારો જૂનો મિત્ર આજ મળવા આવ્યો છે. મિત્રને શત્રુ સમજવાની ભ્રમણામાં ન પડતો. ખોલી દે દ્વાર તારાં!'
અવાજે જાણે નિર્જન અરણ્યમાંથી અથડાઈને પાછો ફર્યો. હજીય દરવાજા એમ ને એમ મૂંગા ઊભા હતા.
આચાર્ય જરા વધુ પાસે સર્યા. એમણે પોતાના હાથમાંનો ધર્મદંડ દરવાજા પર ઠોક્યો : એક, બે અને ત્રણ વાર !
દરવાજાએ અવાજ આપ્યો, છતાં એ અડોલ રહ્યો. એ વખતે અંદરથી