________________
મહાનુભાવો ! આ ઘડીએ બાવાનાં તો બેય બગડ્યાં છે. એનો આ લોક ને પરલોક બંને વણસી ગયા છે. એને સુધારવા પ્રયાણ કરું છું. આચાર્ય વસ્ત્રો ઠીક કર્યા, દંડ ફરીથી બરાબર પકડ્યો, કદમ બઢાવ્યા.”
| ‘વીતરાગ ધર્મના પૂજારીને આ રાગ અને દ્વેષ શોભશે ખરાં ?' સંઘે સમજાવટનો નવો માર્ગ લીધો. તેઓ આચાર્ય રાજદ્વાર પર ન જાય તેમ ઇચ્છતા હતા. રાજા પણ કાલભૈરવ જેવો કોપી અને મુનિ પણ જેવા તપોમૂર્તિ તેવા ક્રોધમૂર્તિ. બે વજ્જર ન અથડાય એમાં જ તેઓ સહુનું શુભ ભાળતા હતા.
મહામુનિ ! આજ સુધી આપે અન્યધર્મીઓને પડકાર આપ્યો છે. આપે કહ્યું છે, કે તમારા દેવો રાગ અને દ્વેષવાળા છે. રાવણને મારે છે, ને વિભીષણને સ્થાપે છે. આજે એ જ લોકો આપની મશ્કરી કરે છે. કહે છે કે આચાર્યનો સરસ્વતી વિશે દેષ મુનિ તરીકેના ધર્મને અણછાજતાં છે.' | ‘રે વાચતુર વૈશ્યો ! તમારી આળપંપાળ તમને અવળું જ્ઞાન આપે છે. રાગ-દ્વેષથી પર થઈને વીતરાગ થવાની વાત તો દેવની છે. હું દેવ નથી. સંસારનું દેવતત્ત્વ તો પ્રજ્ઞા, શીલ અને સ્વાર્પણ છે. એ દેવતત્ત્વ અત્યારે દાનવોના હાથમાં કેદ પડ્યું છે. ધર્મના પ્રમુખ પુરુષ તરીકે મારી ફરજ છે, કે એ દેવતત્ત્વ મારે જાળવવું, એની રક્ષા કરવી, રક્ષા ન કરી શકું. તો મારે દેવ થઈ જવું. ગાયના શિશુ પર સાવજ ત્રાટકે ત્યારે ગાય શું કરે છે ? શું એ એમ વિચારે છે કે આ પ્રયત્નમાં મારી હાર છે, માટે પ્રયત્ન છાંડી દેવો ?”
‘ના, ગુરુદેવ ! ગાય જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લે છે.' કલ્યાણદાસે કહ્યું.
‘જો એક પશુ આતતાયીનો સામનો કરવાનો આટલો સ્વધર્મ સમજે , તો હું તો માણસ છું. વિષય-કષાયોના નગ્ન નાચને નિબંધ ચાલવા દેવાને કદી વીતરાગનો વીરધર્મ કહેતો નથી. વિષયનો નાશ થાય, પછી વ્યક્તિના નોશમાં મને રસ નથી. હું તમને વચન આપું છું... તમારા ભયભીત આત્માઓને આશ્વાસન આપું છું...”
મહામુનિ જરા થોભ્યા. આખી સભા કોઈ નવી વાત-નવું વિધાન સાંભળવા ઇંતેજાર બની રહી.
| ‘તમારા રાજા અને એક વારના મારા સહાધ્યાયી સાથે મિષ્ટતાથી ને ઇષ્ટતાથી વર્તીશ. એને આશીર્વાદ આપીશ. માણસ કોઈ વાર ભૂલ કરી બેસે, એથી એને સર્વથા ભંડો લેખવો હિતાવહ નથી. હું મારા ક્રોધને સંયમમાં લઈને વર્તીશ.' આચાર્યે પોતાના મન પર પુનઃ કાબૂ મેળવતાં કહ્યું.
અને રાજા રાજ હઠ નહિ છોડે તો ? તમારો ક્ષમાધર્મ જળવાશે ખરો ?' સભાએ ફરી પ્રશ્ન કર્યો.
218 | લોખંડી ખાખનાં ફૂલ
‘હું સગવડિયા ધર્મનો પૂજારી નથી, જીવંત ધર્મનો ઉપાસક છું. શું થશે તે કંઈ કહી શકતો નથી.* આચાર્યની વાણી જરા અંતર્મુખ બની. એ વિચારમાં ડૂબી ગયા.
ભૂકંપ ભવ્ય ઇમારતોને ડોલાવી રહે, એમ એમનો દેહ અવનવી શક્યતાઓની કલ્પનાથી ડોલી રહ્યો. પળવાર એમણે આંખો મીંચી, પછી પોતાના આરાધ્ય દેવને યાદ કર્યા અને છેવટે ગુરુની સ્થાપના સામે હાથ જોડી એ બોલી રહ્યા,
‘હે પ્રવચનના નાથ ! હે કષાયોના વિજેતા સ્વામી ! અન્યાયી રાજાની સામે થવામાં કદાચ મારા ચારિત્રધર્મમાં કંઈક અપવાદ આવે તો મને માફ કરજે . સત્યની મને આજ્ઞા થઈ છે. શુરવીરતાનો મારો પંથ છે. ખરે વખત કાયાનો મોહ ન કરું કે કાયરતા ન આચરું એટલું મને વરદાન આપજે . પ્રેમનો સુકુમાર તંતુના વજપોશે સામે અખંડિત રહો, મારો સાધુધર્મ ચિરંજીવ રહો. તારા વીતરાગ ધર્મની પ્રતિષ્ઠા નિષ્કલંક રહો !”
આચાર્ય કાલક જાણે બાળક બની ગયા. એ ગદ્ કંઠે બોલી રહ્યા :
મારો ભલે વિનાશ થજો, પણ ધર્મનો જયજયકાર થજો ! મારા કાજે સત્યનો ને શૂરાનો રાહ કલંકિત ન બનજો ! આજ આ જનસમુદાય વિલાસિતામાં ડૂબ્યો છે. તેમને ધનની, જીવની, માન-પાનની ભૂખ જાગી છે. સર્વત્ર અમાવાસ્યાનો અંધકાર પ્રસર્યો છે. બધાં અનીતિ અને અનાચારથી જીવતાં મરેલાં જેવાં બની ગયાં છે; અને નગર જાણે સ્મશાન બન્યું છે. રાજા જાણે યમરાજ બન્યો છે. કાયદા યમપાલ બન્યા છે. મહાભારતના મેદાનમાં કૃષણે જેનો ઉપદેશ કર્યો અને અર્જુને જે આચર્યું, એ આતતાયીના નાશનો પંથ મારો હો ! આ વ્યક્તિનો દ્વેષ નથી, દુર્ભાવનાનો દ્વેષ છે! આવા હડહડતા અધર્મનો પ્રતિકાર કરવાની મને શક્તિ મળે એવી આશિષ આપો, હે અનન્ત શક્તિના સ્વામી !' '
બે પળ આચાર્ય નમી રહ્યા. અંતરિક્ષમાંથી આશિષ માગી રહ્યા, પછી એમણે પોતાની કાયાને ટટ્ટર કરી—જાણે ધર્મની ધજા આકાશે અડી અને કદમ આગળ ભર્યા. સભા જયજયકાર કરી રહી.
આગળ કદમ બઢાવતા આચાર્ય જયજયકાર સાંભળીને થંભી ગયા, ને સભા તરફ ફરીને બોલ્યા :
‘નિરર્થક જયજયકાર ન કરો. જીવન જ શનું જીવવા મળે છે કે અપજ શનું, એ તો હવે જ નક્કી થશે. પણ શોક એક વાતનો છે કે તમે સ્વને ભૂલ્યા છો અને તમારાં મન, વાણી અને કર્મ પરને સ્વાધીન બની ગયાં છે !'
સભા ખસિયાણી પડી ગઈ. આચાર્ય નગરની શેરીઓ વટાવતા આગળ વધ્યા.
હાડકાંનો માળો 219