________________
હસવાનો આછો ધ્વનિ સંભળાયો. આચાર્યના કાન સરવા બન્યા, આંખમાં જરા લાલાશ આવી, એમણે જરા ઠપકાના સ્વરે કહ્યું :
“રાજન ! ભક્તિ વગરની શક્તિ સુકાન વિનાના નાવ જેવી છે. દ્વાર ખોલ અને એક સાધુની વાત સાંભળ. તપસ્વીઓને અપમાન આપીને રાવણ જેવો ચક્રવર્તી રાજા પણ સુખી થયો નહોતો. શું તારી પાસે કુંભકર્ણ અને મેઘનાદ જ આવી ભરાણા છે ? મહાભારતના જમાનાના શકુનિઓ જ તારા મિત્ર બન્યા છે ? તને શાણી શિખામણ આપે એવો એક પણ વિભીષણ કે વિદુર તારી પાસે નથી ?”
છતાંય દરવાજો અડોલ હતો. પાછળથી મશ્કરી કરતા હોય તેવા અવાજો આછા આછા સંભળાતા હતા : ‘વિભીષણ !' ‘શકુનિ !* * કુંભકર્ણ !'
આચાર્યની ધીરજ નો બંધ કડેડાટ કરવા લાગ્યો. શાંતિનો અંચળો કોપના ઝંઝાવાતમાં ઊડી જવા ફડેડાટ કરી રહ્યો.
દૂધના ઊભરાની જેમ અંતરમાં ઊભરાતા આવેશને કાબૂમાં રાખવા મહા પ્રયાસ કરતા હોય તેમ આચાર્ય બોલ્યા :
‘રાજનું ! એવું ન થાય કે તારી અને મારી વચ્ચે ગેરસમજ ઊભી થાય. એવું ન બને કે મારા અને તારા વચ્ચે જીવલેણ ખાઈ ખોદાઈ જાય. રાજન્ ! તેં ભૂલ કરી તેનો સ્વીકાર કરી અને સરસ્વતીનું સન્માન કરી એને મુક્ત કર ! હજુ કંઈ બગડી ગયું નથી. આપણે એક ગુરુના બે શિષ્યો છીએ. બે ભાઈ જેવા છીએ.'
પણ દ્વાર તો બંધ જ રહ્યાં અને આચાર્યને ખાતરી થઈ કે અંદર કોઈક ઊભા છે અને બધું સાંભળી રહ્યા છે. સામે ચાંદુડિયાં પણ પાડી રહ્યા છે. આચાર્યે ધીરજ થી કહ્યું,
‘દર્પણસેન ! કેટલીક વાતો એવી છે, કે જે સંભારતાં સ્નેહ હણાઈ જાય. કાલકની કીર્તિને હણવા, એના દેહને હણવા, મને તારી કીર્તિનો હરીફ માની હરીફનો નાશ કરવા, તેં ઘણા ઘણા પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો હું ભૂલી ગયો હતો. દેહ પરના ઘા તો ભૂલી જવાય, ભૂલવામાં જ શોભા છે, પણ આ તો આત્મા પરનો ઘા છે. ધર્મ પરનો ઘા છે.’
આત્માના ઘા ! ધર્મના ઘા !' મકરીના અવાજ આવ્યા.
આચાર્ય કાલકને હવે સુજનતાની હદ આવી ગયેલી લાગી. એમણે પોતાના ધર્મદંડનો દ્વાર પર જોરથી પ્રહાર કર્યો, દેડના બે ટુકડા થઈ ગયા.
અંદરથી અહાસ્યનો નફટ અવાજ આવ્યો.
આચાર્યનો કોપાનલ હવે ભભૂકી ઊઠ્યો. યુદ્ધની ભેરી ફૂંકતા હોય એવા સ્વરે એ બોલ્યા :
222 D લોખંડી ખાખનાં ફૂલ
‘રાજનું, શક્તિનો ગર્વ નકામો છે. ધર્મથી જ ધરા ટકી છે. રાજાનાં પાપ અમ જેવા સાધુસંતો ધુએ છે. માટે એક વાર દરવાજો ખોલ ! બહાર આવ ! તારા અંતરનાં દ્વાર ખોલ. સાધ્વી સ્ત્રીનું સન્માન કર ! હજી ક્ષમાની વેળા વહી ગઈ નથી!”
અંદરથી અવાજ સંભળાયો : ‘સાંભળ્યું ને ? કહે છે, રાજા બહાર આવે ! તો ભલે રાજા બહાર જાય; એમાં હરકત શી છે ?'
આર્ય કાલક ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા અને એમણે જોયું કે ભારે કિચૂડાટ સાથે મહેલનાં દ્વાર ખૂલી રહ્યાં છે.
આચાર્યના મુખ પર શાન્તિની રેખાઓ તરવરી રહી, તેઓ રાજાને મળવા આવ્યા વધ્યા.
પણ બે ડગલાં આગળ વધ્યા, કે તરત ચાર ડગલાં પાછળ હઠી ગયા. સામેથી એક ઉન્મત્ત હાથી ચાલ્યો આવતો હતો. એનું નામ “રાજા” હતું. એની પિંગળી ખૂની આંખો, જે કોઈ વચ્ચે આવે એને ખતમ કરવાનું કહેતી હતી. એની સૂંઢ માર્ગમાં આવતી વસ્તુઓને ખેદાનમેદાન કરતી હતી.
રાજાની ગજ શાળાનો આ ભયંકર ગાંડો હાથી હતો. ગુનેગારને દેહાંતની સજા આપવા માટે જ એનો ઉપયોગ થતો. ગાંડા હાથીએ ફરી કિકિયારી કરી. નસોમાં લોહી વહેતું બંધ થઈ જાય એટલી એ ભયંકર કિકિયારી હતી.
આચાર્યું જોયું કે પોતાની ક્ષમાની અને ધર્માચારની બધી વાતો બહેરા કાને ઉપર અથડાઈ હતી. ઇત્રની શીશીઓ કાદવમાં ઢોળાઈ હતી.
આચાર્યું મસ્તક ઊંચું કર્યું. માથાના તમામ વાળ શાહુડીનાં પીંછાંની જેમ ઊંચા થઈ ગયા. એમના હાથમાંનું ભિક્ષાપત્ર નીચે પડી ગયું; એના કટકા થઈ ગયા.
એમની કાયા ક્રોધથી ધ્રૂજવા લાગી. ત્યાં તો દૂરથી મશ્કરી સાંભળી, ‘જોયો ને કાયર ! આત્માની વાતો કરનારો અત્યારે મોતને સામે જોઈને ધ્રુજવા લાગ્યો. આજ સુધી બધી વાતો પોથીમાંનાં રીંગણાં જેવી કરી, કાં રે !'
આચાર્ય કાલકનું અંગેઅંગ પલટાઈ રહ્યું હતું. માણસ કોઈ રસાયણ પીવે અને એનો ચહેરો ફરી જાય, વિકૃત થઈ જાય, એમ એમનો આખો ચહેરો-મહોરો ફરી રહ્યો હતો.
જાણે એ ઘડી પહેલાંના વૈરાગ્યમૂર્તિ આર્ય કાલ ક જ નહિ. વિદ્વત્તાના અવતાર આચાર્ય કાલક જ નહિ ! માણસમાંથી કો બ્રહ્મરાક્ષસ જાગે, એવી બિહામણી એમની આકૃતિ ભાસી.
હાથી પળે પળે આગળ વધતો હતો અને માર્ગની જડ વસ્તુઓનો કચ્ચરઘાણ વાળતો હતો. એણે હવે પોતાના માર્ગમાં એક માનવીને ઊભેલો જોયો અને એની
પ્રતિજ્ઞા D 223