________________
57
‘વાસુકિ !' ગુરુએ બૂમ પાડી.
ખંડની બહાર બેઠેલો વાસુકિ તરત હાજર થયો. જાણે પહાડ પોતાની જગ્યાએથી ઊભો થઈ, કોઈ ગુફામાં આવે એમ એ ખંડમાં પ્રવેશ્યો.'
*વાસુકિ ! ઉર્જનીનો મારગ જાણે છે ?' ગુરુએ પ્રશ્ન કર્યો. ‘હા ગુરુદેવ, મહાકાલેશ્વરનાં દર્શને એક વાર ગયેલો.’ ‘ત મવા સાથે તારે ત્યાં જવાનું છે.”
‘જેવો હુકમ. મારે મઘાબેનની આજ્ઞામાં રહેવાનું છે કે બીજાની ?” આજ્ઞાંકિત વાસુકિએ પૂછયું.
મઘાબહેનની આજ્ઞામાં તું અને તારી આજ્ઞામાં મઘાબહેન !' મઘા વચ્ચે બોલી ને હસી પડી.
| વાસુકિ અડધો અડધો થઈ ગયો. કેવી અદ્ભુત નારી ! વગર કહ્યું વાસુકિને મઘા તરફ વહાલ ઊપસ્યું.
‘વારુ, ક્યારે ઊપડો છો ?' ગુરુએ પૂછ્યું. આપ કહો ત્યારે !'
ગુરુએ નાસિકારંધ્ર પર આંગળી મૂકી, શ્વાસ કઈ તરફ વહે છે, એ જાણ્યું. ને પછી કહ્યું, ‘કાલે પ્રાતઃકાળે.'
જેવી આજ્ઞા.' વાસુકિ ને મઘા એટલું બોલીને તૈયારી કરવા માટે રવાના થયાં.
ગુપ્તચરોની પ્રવૃત્તિ
મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત' કાવ્યને અલબેલી ઉજ્જૈની નગરી અને એની આસપાસના પ્રદેશમાં ગુંજી ઊઠવાને હજી સૈકાની વાર હતી; અને આપણાં સુપરિચિત મઘા અને વાસુકિ કેટલાએક દિવસે પોતાના સાથીદારો સાથે ઉજ્જૈનીના સીમાડે પહોંચી ગયા.
માર્ગમાં મળી નૃત્ય કરતી, વાસુકિ મૃદંગ બજાવતો અને સાથીદારો ધીરું મધુરું ગીત ગાતા.
ઉજ્જૈનીની ચાર ચીજો વખણાતી : સૌંદર્ય, સંગીત, સુરા અને સમરાંગણ . એ નગરનું વર્તમાન જીવન પણ આ ચતુઃસૂત્રીમાં ગૂંથાયેલું હતું.
ધનધાન્યતી ભર્યા ખેતરો, ફૂલોથી મહેંકતાં અને શોભતાં ઉઘાનો, દ્રાક્ષાસવ ને સુરાથી ધબકતાં પથિકગૃહો ને સૌંદર્ય ને નૃત્યથી ભલભલાને મુગ્ધ કરતી રસભરી વારવનિતાઓ અને ફુલગજરાને ફિક્કો પાડતી માલણોથી અવન્તિનો રાજમાર્ગ ભર્યો ભર્યો રહેતો. પથિકનો રાહ કદી કંટાળાજનક બનતો. એનાં મન અને તનને ઠેર ઠેર સુસ્વાદુ ખોરાક મળી રહેતો.
મઘા જ્યારે ઉજ્જૈનના મહાકાલેશ્વરના મંદિર પાસે પહોંચી ત્યારે ત્યાંના ફૂલ કમળોથી શોભતા કાસારોની પાછળ સૂરજ આથમતો હતો, અને પૂજારી આરતીના દીપકો પેટાવી રહ્યો હતો. મંદિરનું મોટું નગારું ગાજી ઊઠવા માટે તપીને તૈયાર હતું ને મંદિરના ભક્તગણે શંખ હાથમાં ગ્રહ્યા હતા.
જનગણ ધીરે ધીરે એકત્ર થઈ રહ્યો હતો ને વર્ષાનાં વાદળો રિમઝિમ રિમઝિમ વરસી રહ્યાં હતાં.
વરસતા વરસાદમાં પણ ભક્તગણ ભીંજાતો ભીંજાતો આવતો હતો. નવયૌવનાઓ
420 | લોખંડી ખાખનાં ફૂલ