________________
12
માયાકંચુકા
રાજ કુમાર દર્પણ અને રાજ કુમારી અંબુજા આપણાથી ઘણા વખતથી વિખૂટાં પડી ગયાં છે.
મગધની પાંચ પવિત્ર ટેકરીઓ વચ્ચે-મહાચક્રની વિધિ વખતે નગ્ન અંબુજાને આપણે નિહાળી. મહાગુરુ અને મહા ઉપાસકો દ્વારા એની નવ અંગે પૂજા થતી જોઈ અને છેલ્લી વિધિ વખતે અંબુજાની કંચુકી દર્પણને અને દર્પણનો લાલ રૂમાલ અંબુજાને મળ્યો અને એમ બંને મહાવિધિનાં સાથી બની બેઠાં. એટલું જોયું પછી આપણે વિખૂટા પડી ગયા.
સાવ વિખૂટા પડી ગયા ! રાજ કુમાર કાલક અને રાજ કુમારી સરસ્વતીને એમના નગરમાં આવીને સ્થિર થયેલાં, અને એ જ નગરમાં રીંછ-મદારીના વેશમાં આવેલા મહાગુરુ મહામાને આપણે નીરખ્યા.
હવે આપણે દર્પણ અને અંબુજાને મળીએ. આપણે જ્યારે એમને મળીએ છીએ, ત્યારે એ બંને મહાગુરુની વિદાય લેતાં હોય છે.
હસમુખી, રમતિયાળ અંબુજા ભારેખમ બની ગઈ છે.
દર્પણ પણ કંઈક ગંભીર બન્યો છે. એ શબ્દોને જોખી જોખીને બોલે છે. બોલતાં કંઈક વિચાર કરે છે. વિચાર કરતાં મનની કોઈ ઊંડી ગુફામાં ઊતરી જાય છે.
મહાચક્ર-વિધિનો આ પ્રતાપ છે. ભલભલો ગર્જતો સાગર, એ વિધિમાંથી પસાર થયો, કે શાંત બની જાય છે !
અંબુજા વીલી પડી ગઈ છે. ઢીલી ઢીલી એ રજા માગી રહી છે. એના અંતરમાં કોઈ ઘમ્મર-વલોણું ચાલી રહ્યું છે.
અંબુજા ! તને ગુરુમાં શ્રદ્ધા છે કે નહિ ?” મહાગુરુએ પ્રશ્ન કર્યો.
‘વેશ્ય. ‘મહાચક્રપૂજા પર વિશ્વાસ છે કે નહિ ?' ગુરુદેવે આગળ ચલાવ્યું.
અવય.” અંબુજાએ એકસરખો જવાબ આપ્યો.
‘એ વિધિમાં તું સાંગોપાંગ પાર ઊતરી. આટલા મહાભક્તોમાં ભાઈબહેન તમે જ હતાં. છતાં તમે માયાકંચુકને તરત ફગાવી, વિધિને આદરમાન આપ્યું. એથી હું પ્રસન્ન છું.” મહાગુરુએ અંબુજાને ઉત્સાહ આપવા માંડચો.
અંબુજા ઠરેલા ઠીકરા જેવી ઉમ્માહીન ઊભી હતી.
‘પુરુષને માયાકંચુક છૂટવો કંઈક મુશ્કેલ છે. પણ સ્ત્રી માટે તો સાવ અશક્ય છે. અંબુજા, તું મારા પર અપાર શ્રદ્ધા રાખીને વર્તે છે. તારું અકલ્યાણ કદી નહિ થાય !' | મહાગુરુના શબ્દોનો અંબુજાએ જવાબ ન આપ્યો, ન તેનામાં વિશેષ ચેતના આવી..
| ‘અંબુજા ! જીવમાત્ર શિવરૂપ છે. એ નિત્ય છે. એ વ્યાપક છે. એ પૂર્ણ છે. એ સર્વજ્ઞ છે, ને સર્વકર્તા છે. જળમાં કમળ રહે છે, પણ જેમ કમળને જળ છબતાં નથી, એમ એને પુણ્ય કે પાપ કંઈ છબતાં નથી, સર્વ કાળમાં ને સર્વ દેશમાં એ સિદ્ધ છે. એ આનંદમય છે. એની કલા ચિન્મય છે. એના વિહાર ચેતનમય છે. આ માબાપ, આ ભાઈબહેન, આ પિતા-પુત્રી એ ભેદભેદ શિવરૂપ જીવને હોતા જ નથી ! બધા સંસારના પ્રપંચ છે, જેમ સામાન્ય જીવનના ને યુદ્ધના નિયમ ભિન્ન હોય છે, તેમ સામાન્ય માણસ હણવો એ પાપ અને એની સજા ફૂલી થાય છે : પણ યુદ્ધમાં માણસ હણવો એ ધર્મ અને એનું ઇનામ હોય છે, તમારે પણ સામાન્ય વિશેષ બંને સમજવાનાં.'
મહાગુરુએ પોતાની વાતને આટલી ભૂમિકા બાંધી. ચિત્તમાં વિષાદ લઈને બેઠેલી અંબુજાને આ તત્ત્વજ્ઞાન કંઈક આસાયેશ આપવા લાગ્યું.
મહાગુરુ.એ આગળ ચલાવ્યું :
‘એ શિવસ્વરૂપને માયા ઘણી વાર આચ્છાદિત કરે છે, એ માયાનું નામ જ સંસાર. એ માયાથી જીવ વિધવિધ ભેદોને સ્વીકારે છે. હું આ નહિ, મારાથી આ થાય નહિ, આ અધર્મ લેખાય, એમ એના મગજ માં ભાન્તિઓ ઊઠચા કરે છે. માયાદેવીના મુખ્ય પાંચ કંચુક છે.’ મહાગુરુ, થોભ્યા.
દર્પણ કહ્યું: ‘એ પાંચ વિશે અમે કંઈક સમજીએ, તો અમારા અંતરને આનંદ
થશે. *
માયાકંચુક 89