________________
‘અવશ્ય, મારા શિષ્યો ! આજે મારું અરમાન માત્ર તમારા પર જ અવલંબિત છે. કાલ, નિયતિ. રાગ, વિદ્યા અને કલા માયાદેવીના આ પાંચ ચુક છે.’
મહાગુરુએ પાંચ માયાકંચુકનાં નામ આપી પછી વધુ વિગત આપવી શરૂ કરી. ‘પહેલા કંચુકમાં માણસ પોતાને નિત્ય સમજવાને બદલે અનિત્ય માનવા લાગે છે. આ કાળે હું જન્મ્યો, આ કાળે હું મોટો થયો, આ કાળે હું મર્યો. આમ અનિત્યમાં જ એ રાચે છે. ખરી રીતે એ નિત્ય છે. એને કાળ કે સીમા નથી, એને જીવન કે મૃત્યુ નથી.’
‘ઘણું સુંદર ! ગુરુદેવ !’ દર્પણે કહ્યું, ‘નિત્યને વળી બીજી હાયવરાળ કેવી !' મહાગુરુ આગળ વધ્યા,
‘બીજો માયાકંચુક છે નિયતિ ! જે સર્વ દેશનો છે, એ પોતાને એક દેશનો માને છે ! એક દેશમાંય વળી આ મારો બંધુ, આ મારો પિતા એવા ભેદ પાડે છે. માણસ તો સર્વદેશમાં માણસ જ છે. એને કોઈ દેશ નથી, કોઈ વેશ નથી, કોઈ પ્રાંત નથી.’ ‘સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી ?' અંબુજાએ પ્રશ્ન કર્યો. એના ભાવમાં થોડી ખીજ-થોડો અનાદર હતો.
‘તું જે પ્રશ્ન પૂછે છે, બહેન ! એ ત્રીજો માયાકંચુક છે,' મહાગુરુ અંબુજાના આળા જખમ પર મલમ લગાવતા હોય તેવા મીઠા શબ્દ બોલ્યા.
‘રે અંબુજા ! જે પૂર્ણ છે, જે કુંભમાં પાપ-પુણ્યનું એક પણ ટીપું ઉમેરી શકાય તેમ નથી, એ પૂર્ણ પોતાને અપૂર્ણ માને છે. હું આ, મારે આમ જ રહેવું જોઈએ, આમ કરું તો પુણ્ય થાય, આમ કરું તો પાપ થાય : આ બધા અપૂર્ણતાના ચાળા છે. અપૂર્ણતાનો ભાસ એ માયાદેવીનો ત્રીજો કંચુક છે. એનું નામ રાગ.'
‘યોગ્ય વાતો કરી આપે.’ દર્પણ બોલ્યો : ‘પણ આ બધું કોને પ્રાપ્ત થાય છે ?’ ‘જીવત્વ પ્રાપ્ત શિવને.’ મહાગુરુએ પોતાની વાત આગળ વધારી. ‘માયાદેવીનો ચોથી કંચુક વિદ્યા છે. જે સર્વજ્ઞ છે, એ પોતાને અલ્પજ્ઞ માને છે, પારકાની બુદ્ધિ પર ભરોસો રાખે છે, વિદ્વાનો પર આધાર રાખે છે, એ કહે તેમ માને છે : પણ પોતાની અંદર જોતો નથી.’
‘અને પાંચમો કંચુક !’ વિદાયને મોડું થતું હોવાથી અંબુજાએ ટૂંકમાં પતાવવા પ્રશ્ન કર્યો.
‘પાંચમો કંચુક કલા !’ મહાગુરુએ કહ્યું : ‘પોતે સુંદર છે, પોતે લીલામય છે : પણ એ પોતાને અસુંદર માને છે, પોતાને લીલાહીન માને છે ને કલાને શોધવા જાય છે. કલા શોધતાં સર્વકર્તા અલ્પકર્તા બની જાય છે, સમજી અંબુજા !'
90 D લોખંડી ખાખનાં ફૂલ
અંબુજા હજી કંઈ ન બોલી.
‘મેં તમને માયાનાં પદ ભેદીને શિવતત્ત્વનાં દર્શન કરાવ્યાં. એ દર્શન તમારું કલ્યાણ કરો !'
મહાગુરુએ આશીર્વાદ આપ્યા.
બંને જણાંએ ગુરુચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, ને વિદાય લીધી. બંને જરા આગળ વધ્યાં, ત્યાં અચાનક ગુરુએ અંબુજાને બૂમ પાડી : ‘અંબુજા ! એક પળ!' અંબુજા પાછી ફરી.
ગુરુદેવે એનો સુંદર ખભો પકડી, એક હાથ એના વાંકડિયાં સોનેરી જુલફાંમાં રમાડતાં કહ્યું : ‘હું કાલક અને સરસ્વતીને મળી આવ્યો.'
‘ક્યારે ?’ અંબુજાએ પ્રશ્ન કર્યો.
‘બે રાત પહેલાં.’
‘શું આ વેશમાં ગયા હતા, ગુરુજી ?' ઠંડા માટલા જેવી અંબુજાના દિલમાં કંઈક ગરમી આવી.
‘ના. રીંછ મદારીના વેશમાં ગયો હતો.’ ગુરુ બોલ્યા.
કંઈ અનર્થ તો થયો નથી ને આપના હાથે ?’ અંબુજા ચિંતા કરતી બોલી.
મહાગુરુએ એના અંતરમાં રહેલા કાલક તરફની મમતાને સ્પષ્ટ આકારમાં જોઈ. એ બોલ્યા :
અનર્થ તો થઈ જાય તેવું હતું...'
‘હું પૂછું છું, ગુરુદેવ, અનર્થ થયો તો નથી ને ?’ અંબુજાએ પરિણામ જાણી લેવા ટૂંકો પ્રશ્ન કર્યો.
‘ના, એકને શાપ આપ્યો, સાથે બીજાને આશીર્વાદ પણ આપ્યા.’ ‘કોને—કાલકકુમારને શાપ આપ્યો ?' અંબુજા બોલી.
‘આપ્યો નહિ એણે આગ્રહ કરીને માગ્યો' ગુરુએ કહ્યું.
આશ્ચર્ય ! માણસ જાતે શાપ ન માગે, ગુરુજી !'
કે
‘એ જ આશ્ચર્ય છે. હું એનું તેજ હણવા ગયો હતો, સામેથી શાપ માગીને એણે મારું તેજ હણી લીધું. એણે કહ્યું કે ગુરુદેવ ! મેં આપની ઇચ્છિત ગુરુદક્ષિણા આપી નથી. ગુરુદક્ષિણા વગર વિદ્યા રાખવી ને વાપરવી પાપ છે. આપ મને શાપ આપો કે આપે આપેલી વિદ્યાનું બળ હણાઈ જાય.'
‘ગુરુદેવ ! કાલક ઉચ્ચ કોટીનો માણસ છે.’ અંબુજા આ વાત પર મુગ્ધ થઈ ગઈ. એનાથી કાલકનાં સ્વાભાવિક રીતે વખાણ થઈ ગયાં.
માયાકંચુક D 91